Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
નમસ્કાર મંત્ર ૩૫
મહાસ્તવ, શ્રીજિનેશ્વરસૂરિશિષ્ય શ્રીજિનચંદ્રસૂરિનું વૃદ્ધનમસ્કારફલ સ્તોત્ર, શ્રીસિદ્ધસેન આચાર્યનું નમસ્કાર-માદામ્ય વગેરેનું અધ્યયન આવશ્યક છે.
આ સૂત્ર પર છંદો, સંગીતો, સ્તવનો, સજઝાયો, કથાઓ, બાલાવબોધો અને કલ્પોની રચના થયેલી છે.
(૭) પ્રકીર્ણક શ્રી નમસ્કાર મહામંત્ર (પાંચ પદ તથા ચૂલિકા) અર્થથી શાશ્વત છે પણ શબ્દથીયે શાશ્વત છે તે પ્રમાણે સદ્ગત આચાર્યશ્રી સાગરાનંદ સૂરીશ્વરજી તેમના સિદ્ધચક્ર માસિકમાં એક સ્થળે દર્શાવે છે. તથા આવશ્યકસૂત્રમાં તે જ પાંચ પદો પર શ્રીભદ્રબાહુસ્વામીએ નિર્યુક્તિ રચેલી છે, ત્યાં ચૂલિકાનાં પદોનો ઉપયોગ કરી દરેક નમસ્કારનું માહાસ્ય અને ફળ બતાવેલું છે. તે આ પ્રમાણે છે :
अरिहंत नमुक्कारो सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं ॥९२६।। सिद्धाण नमुक्कारो सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसि बिइअं होइ मंगलं ॥९९२॥ आयरियनमुक्कारो सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं तइअं होइ मंगलं ॥९९९॥ उवज्झाय नमुक्कारो सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेर्सि चउत्थं होइ मंगलं ॥१००७।। साहूण नमोक्कारो सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं पंचमं होइ मंगलं ॥१०१७॥
-ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૧૩૪-૧૫૬ જે ચાર પદો ચૂલિકા તરીકે ઓળખાય છે, તે સહિતનો પાઠ શ્રીમહાનિશીથસૂત્રના ત્રીજા અધ્યયનમાં આવે છે.
નમસ્કારમંત્રનાં પ્રથમ પાંચ પદો શ્રી ભગવતીસૂત્રના મંગલાચરણમાં, તથા શ્રી કલ્પસૂત્રના મંગલાચરણમાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org