Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ અસંપ્રાપ્ત. પ્રાપ્ત થયેલ સ્ત્રી-પુરુષ આદિની અન્યોન્ય સંગ કરવાની ઇચ્છા, તે સંપ્રાપ્ત-કામ-ભોગ છે. હસિત, લલિત (હસવું, પાશ-ક્રીડા, મોહક ચેષ્ટા કરવી) આદિ, તેના આઠ પ્રકારો કામશાસ્ત્રમાં સુપ્રસિદ્ધ છે. જ્યાં સંગ કરવાની ઇચ્છાવાળી વ્યક્તિની ગેરહાજરી હોય છે, ત્યાં તેનાં સ્મરણ, ચિંતનનાં અને સંગ કરવાની તીવ્ર અભિલાષા કરવી તથા છેવટે માનસિક પતનને વશ થવું અને કુચેષ્ટાઓ કરવી, તે અસંપ્રાપ્ત કામ-ભોગ છે.
ઉપર્યુક્ત અઢાર પ્રકારના બ્રહ્મચર્યની રક્ષા માટે શ્રીજિનેશ્વર ભગવાને ફરમાવેલા નવ પ્રકારના નિયમોને બ્રહ્મચર્યની નવ ગુપ્તિ અથવા નવ વાડ કહેવામાં આવે છે. તે નીચે મુજબ :
૧. વિવિ-વતિ-સેવા-સ્ત્રી, પશુ અને નપુંસકના વાસથી રહિત એવા એકાંત વિશુદ્ધ સ્થાનમાં નિવાસ કરવો. દા.ત. ઉંદર બિલાડીથી રહિત સ્થાનમાં વસે તેમ.
- ૨. રીવથા-પાર:- સ્ત્રીઓ સંબંધી તેમજ તેમની સાથે વાતો કરવી નહિ, કારણ કે તેવી વાતો કરવામાં વિષય જાગ્રત થાય છે.
૩. નિષદiડનનુwવેશન-નિષદ્યા એટલે શયન આસન વગેરે પર બેસવું નહિ. જે પાટ, પાટલા, શયન, આસન વગેરે પર સ્ત્રી બેઠેલી હોય, તે બે ઘડી સુધી પુરુષે બેસવા માટે વાપરવા નહિ તથા પુરુષ જે પાટ પાટલા વગેરે પર બેઠા હોય તે સ્ત્રીઓએ બેસવા માટે ત્રણ પ્રહર સુધી વાપરવા નહીં. કહ્યું છે કે -
पुरिसासणे तु इत्थी, जामतिअं जाव नो व उवविसइ । इत्थीइ आसणंमी, वज्जेअव्वा नरेण दो घडिआ ॥
ધર્મસંગ્રહ ભા.૨, પૃ.૨. પૃ.૩૬૦ ૪. પ્રિયા -રાગને વશ થઈ સ્ત્રીઓનાં અંગોપાંગ-કુચ, કટિ, મુખ આદિ-જોવા માટે પ્રયત્ન કરવો નહિ. રૂપ જોતાં રઢ લાગે છે અને છેવટે મોહનો ઉદય થઈ પતતનો પ્રસંગ આવે છે.
૫. વેદ્યન્ત-લામ્પત્ય-વર્તન-ભીંતના આંતરે સ્ત્રી-પુરુષનું યુગલ રહેલું હોય, તેવા સ્થાનનો ત્યાગ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org