Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
ગુજઈનપશ: –ગુરુ એટલે ધર્મોપદેશક.
સાહિત્યમાં આ શબ્દ માતા, પિતા ગુરુ, ધર્મ-સંસ્થાપક, એક જાતનો તારો, વગેરે અનેક જુદા જુદા અર્થમાં વપરાય છે. પરંતુ અહીં તેનો અર્થ ધર્મ-સંબંધી ગુરુ કરવાનો છે. તે માટે ધર્મરત્ન પ્રકરણમાં કહ્યું છે કે :
धर्मज्ञो धर्मकर्ता च, सदा धर्मपरायणः । सत्त्वेभ्यो धर्मशाखार्थ-देशको गुरुरुच्यते ॥
ધર્મજ્ઞ, ધર્મકર્તા, સદા ધર્મમાં પરાયણ અને જીવોને ધર્મશાસ્ત્રનો ઉપદેશ કરનાર હોય, તે ગુરુ કહેવાય છે. મ -[મન]-મારા.
(૪) તાત્પર્યાર્થ દિય :- (૧) સ્પર્શેન્દ્રિય, (૨) રસનેંદ્રિય, (૩) ઘ્રાણેદ્રિય, (૪). ચક્ષુરિંદ્રિય અને (૫) શ્રોત્રેદ્રિય એ પાંચ પ્રકારની જ્ઞાનેંદ્રિયો.
પાંચ ઇંદ્રિયોના વિષયો ૨૩ છે. તે નીચે મુજબ -
સ્પર્શ વડે આઠ બાબતો જાણી શકાય છે : (૧) હળવું, (૨) ભારે, (૩) કોમળ, (૪) ખરબચડું, (૫) ઠંડું, (૬) ગરમ, (૭) ચીકણું, અને (૮)
લૂખું
ચાખવાથી પાંચ બાબતો જાણી શકાય છે : (૧) મીઠો રસ, (૨) ખાટો રસ, (૩) ખારો રસ, (૪) કડવો રસ ને (૫) તીખો રસ. (તુરો રસ જુદો ગણીને કેટલાક રસની સંખ્યા ૬ની ગણે છે, પણ તે ખારા અને મીઠાનું મિશ્ર-પરિણામ છે.)
સુંઘવાથી બે બાબતો જાણી શકાય છે : (૧) સારી વાસ અને (૨) ખરાબ વાસ
જોવાથી પાંચ બાબતો જાણી શકાય છે : (૧) ધોળો રંગ, (૨) કાળો રંગ, (૩) લીલો રંગ, (૪) પીળો રંગ (૫) રાતો રંગ.
સાંભળવાથી ત્રણ બાબતો જાણી શકાય છે : (૧) સચિત્ત શબ્દ, (૨) અચિત્ત શબ્દ અને (૩) મિશ્ર શબ્દ. જીવંત પ્રાણીઓનો શબ્દ, તે સચિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org