Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી કે જ્યાં સુધી શ્રીપંચપરમેષ્ઠિનમસ્કારને સંભારવામાં આવ્યો નથી.
શ્રીનમસ્કાર-બૃહત્સલમાં તો ત્યાં સુધી જણાવ્યું છે કે :सुचिरं पि तवो तवियं, चिनं चरणं सुयं च बहु पढियं । जइ ता न नमुक्कारे, रई तओ तं गयं विहलं ॥६५॥
ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૩૭૧ ભાવાર્થ :- લાંબા કાળ સુધી તપને તપ્યાં, ચારિત્રને પાળ્યું, તથા ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, પણ જો નમસ્કારને વિશે રતિ ન થઈ તો તે સઘળું નિષ્ફળ ગયું જાણવું.
નમસ્કારમંત્ર પ્રવાહની દષ્ટિએ અનાદિ છે અને કાળની અપેક્ષાએ તેની રચના અર્થથી શ્રીતીર્થકર દેવો અને સૂત્રથી શ્રીગણધરભગવંતો કરે છે.
નમસ્કાર બાર અંગનો સાર છે. તે વિશે નમસ્કાર નિર્યુક્તિમાં શ્લોક ૯૨૫ની ટીકામાં નીચે પ્રમાણે દર્શાવ્યું છે :
બધાંયે બારે અંગો પરિણામની વિશુદ્ધિમાત્રનાં કારણ છે, અને નમસ્કાર પણ તેનું જ કારણ છે, તેથી નમસ્કારને બાર અંગનો સાર કહ્યો છે.
તેમજ શ્રીમલ્લધારી હેમચન્દ્રસૂરિ વિરચિત ઉપદેશમાલામાં જણાવ્યું
આખીયે દ્વાદશાંગી પરિણામની વિશુદ્ધિને માટે જ છે અને નવકાર પણ પરિણામની વિશુદ્ધિનું કારણ માત્ર છે. એટલે નમસ્કારમંત્રને દ્વાદશાંગીનો સાર કેમ ન કહી શકાય ? (ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૪૯૩) કહ્યું છે કે :
सव्वंपि बारसंगं परिणामविसुद्धिहेउमित्तागं । तक्कारण भावाओ कह न तदत्थो नमुक्कारो ॥७९॥
- વનમુછનથુત્ત, ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૩૭૩. આ સૂત્રનો વિશેષ ભાવ સમજવા માટે શ્રીભદ્રબાહુસ્વામીની નમસ્કાર-નિર્યુક્તિ, શ્રીજિનભદ્રગણિ-ક્ષમાશ્રમણનું વિશેષાવશ્યક ભાષ્ય, તથા માલધારી શ્રી હેમચંદ્રસૂરિની તે પરની વૃત્તિ, શ્રીજિનકીર્તિસૂરિનું પંચપરમેષ્ઠિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org