Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૨ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિકમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
સ્મરણ કરવું જોઈએ.
पञ्चतायाः क्षणे पञ्च, रत्नानि परमेष्ठिनाम् ।। आस्ये दधाति यस्तस्य, सद्गतिः स्याद् भवान्तरे ॥४॥
-નમસ્કાર સ્વા. સં. વિભાગ (ઉપદેશતરંગિણી), પૃ. ૨૪૩.
ભાવાર્થ :- મરણની ક્ષણે પાંચ પરમેષ્ઠિરૂપી પાંચ રત્નોને જે મુખને વિશે ધારણ કરે છે, તેની ભવાન્તરને વિશે સદ્ગતિ થાય છે.
આ નમસ્કારની ગણના મહર્ષિઓએ એક મહામંત્ર તરીકે કરેલી છે. તે સંબંધમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં જણાવ્યું છે કે :
तथा पुण्यतमं मन्त्रं, जगत्-त्रितयपावनम् । योगी पञ्चपरमेष्ठि-नमस्कारं विचिन्तयेन् ॥३२।। त्रिशुद्ध्या चिन्तयंस्तस्य शतमष्टोत्तरं मुनिः । भुञ्जानोऽपि लभेतैव, चतुर्थतपसः फलम् ॥३५।। एनमेव महामन्त्रं, समाराध्येह योगिनः । त्रिलोक्याऽपि महीयन्तेऽधिगता: परमां श्रियम् ॥३६।। कृत्वा पापसहस्राणि, हत्वा जन्तुशतानि च ।
अमुं मन्त्रं समाराध्य, तिर्यञ्चोऽपि दिवं गताः ॥३७॥ ભાવાર્થ :- તથા ત્રણ જગતને પવિત્ર કરનાર અતિશય પવિત્ર શ્રીપંચપરમેષ્ઠિ-નમસ્કારમંત્રનું યોગી પુરુષ ધ્યાન કરે ૩રા
ત્રિશુદ્ધિ વડે શ્રીનમસ્કારમંત્રનું એકસો ને આઠ વાર ધ્યાન કરનાર મુનિ ખાવા છતાં ઉપવાસનાં ફલને પામે છે. રૂપા
યોગી પુરુષો આ જ મંત્રનું સમ્યમ્ રીતિએ આરાધના કરીને પરમ લક્ષ્મીને પામી ત્રણ લોક વડે પૂજાય છે. [૩૬]
હજારો પાપોને કરનારા તથા સેંકડો જતુઓને હણનારા-તિર્યંચો પણ આ મંત્રની સારી રીતિએ આરાધના કરી દેવગતિને પામ્યા છે. ૩ણા
આ મંત્ર આફત વખતે, અકસ્માત-સમયે, રોગના પ્રસંગે, શત્રુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org