Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ જે મોક્ષના મહેલની ટોચે પહોંચેલ છે, જેનું શાસન પ્રવર્તી રહ્યું છે, જે સંપૂર્ણપણે કૃતકૃત્ય થયેલ છે તે સિદ્ધ ભગવંત મને મંગલના કરનારા થાઓ.
આ બીજા પદની વ્યાખ્યા પૂરી કરતાં તેઓશ્રી જણાવે છે કે
नमस्करणीयता चैषामविप्रणाशि-ज्ञान-दर्शन-सुखवीर्यादि-गुणयुक्ततया स्वविषयप्रमोदप्रकर्षोत्पादनेन, भव्यानामतीवोपकारहेतुत्वादिति ।
ભાવાર્થ : (૧) સિદ્ધભગવંતો અવિનાશી એવા જ્ઞાન-દર્શન સુખવિર્ય વગેરે ગુણોથી યુક્ત હોવાથી (૨) સ્વવિષયે હર્ષનો ઉત્કર્ષ-પ્રકૃષ્ટ અનુમોદનાનો ભાવ ઉત્પન્ન કરનારા હોવાથી (તથા) (૩) ભવ્ય જીવોને ખૂબ ઉપકાર કરનાર હોવાથી, તેઓ નમસ્કાર કરવા યોગ્ય છે.
-દેશના સંગ્રહ પૃ. ૨૪૬ આયરિયા-[કાવાર્યેષ્ય:]-આચાર્યોને.
आ-मर्यादया तद्विषयविनयरूपया चर्यन्ते सेव्यन्ते जिनशासनार्थोपदेशकतया तदाकाक्षिभिरित्याचार्याः ।
ભાવાર્થ :- જિનશાસનના અર્થના ઉપદેશક હોવાને લીધે તેના અભિલાષી મનુષ્યો વિનયરૂપી મર્યાદાથી જેમની સેવા કરે છે તેમને આચાર્ય કહેવામાં આવે છે.
ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૪ ને માટે આ.નિ.માં જણાવ્યું છે કે :पंचविहं आयारं, आयरमाणा तहा पभासंता । . आयारं दंसंता, आयरिया तेण वुच्चन्ति ॥९९४॥
ભાવાર્થ :- પંચવિધ આચારને આચરનાર તથા પ્રરૂપનારા છે, તેમ જ (સાધુપ્રમુખને તેમનો વિશિષ્ટ) આચાર દર્શાવનારા છે, તે કારણથી તેઓ આચાર્ય કહેવાય છે.
પાંચ પ્રકારના આચારનાં નામો ઉપરની ગાથાનો અર્થ કરતાં શ્રીમલયગિરિએ આ. ટી.માં નીચે મુજબ આપ્યાં છે :- જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપ-આચાર અને વીર્યાચાર
-પઝB%ાર સીન-ઈન-ચરિત્ર-તપ-વીર્યમેવાતું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org