Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ અરિહંત શબ્દનું નિરુક્ત શ્રી ભદ્રબાહુસ્વામીએ આ.નિ.માં આ પ્રમાણે કર્યું છે :
इंदिय-विसय-कसाये, परीसहे वेयणा उवसग्गे ।
एए अरिणो हंता, अरिहंता तेण वुच्चंति ॥९१९।। ભાવાર્થ :(૧) ઇંદ્રિયો (જે અપ્રશસ્ત ભાવમાં વર્તતી હોય તે), (૨) વિષયો (ઇંદ્રિયગોચર પદાર્થો-વિલાસનાં સાધનો), (૩) કષાયો (ક્રોધ, માન, માયા, લોભ આદિ માનસિક ભાવો), (૪) પરીષહો (ભૂખ, તરસ આદિના બાવીસ પ્રકારો), (૫) વેદનાઓ (શારીરિક અને માનસિક દુઃખના અનુભવો). તથા (૬) ઉપસર્ગો (જે મનુષ્ય, તિર્યંચ કે દેવોએ કર્યા હોય તે)
- -આ સઘળા અંતરંગ ભાવશત્રુઓ છે. એ શત્રુઓને હણનારા અરિહંતો કહેવાય છે.
મહદંતાળ પાઠાંતરની નોંધ શ્રી અભયદેવસૂરિએ ભગવતીટીકામાં અને અન્ય ગીતાર્થોએ અન્ય સ્થળોએ કરેલી છે. શ્રી હરિભદ્રસૂરિએ પંચસૂત્રની ટીકામાં ઢંતા પદનો અર્થ કરતાં જણાવ્યું છે કે રોક્તિ ન મવીરોઃયમસિદ્વિતિ, વીગામાવદ્વિતિ ગરુડી: તે ખ્યઃ | અર્થાત્ કર્મરૂપી બીજના અભાવથી જેનો ભવરૂપી અંકુર ઊગતો નથી, તે કહ્યું કે મદંત.
નમો રિ (૨) દંતા–આ પદ નમાણે મવતું મર્દના અર્થમાં હોવાથી તેનું ભાષાંતર અરિ (૨) હંત ભગવંતોને નમસ્કાર થાઓ એ પ્રમાણે કરાય છે. આ પ્રાર્થના વચન ઇચ્છાયોગરૂપ છે, એમ સમજવું.
આ પદ બોલનારની કે લખનારની અશક્તિ જણાવે છે. તે એમ સમજે છે કે તે આવા પૂજ્ય પુરુષોનો યોગ્ય સત્કાર કરી શકતો નથી, એમ જણાવી પોતાની વિનમ્રતા સૂચવવા માગે છે.
* ઇચ્છાયોગ-ઉત્સાહની પ્રધાનતાવાળા, વિકલ ક્રિયાવાળા તત્ત્વ (પારમાર્થિક) ધર્મવ્યાપારને ઇચ્છાયોગ કહે છે.
-લ. વિ. અ. ભા. ૧, પૃ. ૧૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org