Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ छव्वय छक्काय रक्खा, पंचिंदियलोहनिग्गहो खंती । भावविसोही पडिले-हणाइ करणे विसुद्धी य ॥१९९।। संजम जोए जुत्तो, अकुसलमणवयणकायसंरोहो ।
सीयाइपीडसहणं, मरणं उवसग्ग सहणं च ॥२००॥ ભાવાર્થ - પ્રાણાતિપાત વિરમણ આદિ (પંચ મહાવ્રતો) તથા રાત્રિ ભોજન વિરમણ વ્રત પૃથ્વી, અપ, તેજ, વાયુ, વનસ્પતિ અને ત્રણ એ છ કાય જીવની રક્ષા.. .. પાંચ ઇન્દ્રિયો તથા લોભનો નિગ્રહ.. .. ક્ષમા... ... ... ભાવવિશુદ્ધિ-આત્માની નિર્મળતા... ... પ્રતિલેખનાદિ ક્રિયાને વિશે વિશુદ્ધિ... .. સંયમ યોગને વિશે યુક્તિચારિત્રના અનુષ્ઠાન વિશે પાંચ સમિતિનું પાલન ... ... અકુશળ મન, વચન અને કાયાનો સંરોધ એટલે. ત્રણ ગુપ્તિ.. .. .. શીતાદિક પીડાને સહન કરવી એટલે દુઃસહ પરીષહોને જીતવા.. ... મરણાંત ઉપસર્ગને સહન કરવો .. ...
પરમેષ્ઠિ-પંચક–પંચપરમેષ્ઠિ.
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ દરેકને પરમેષ્ઠિ કહેવામાં આવે છે અને તે પાંચેના સમુદાયને શ્રી પંચ પરમેષ્ઠી અથવા પરમેષ્ઠિ-પંચક કહે છે. પરમેષ્ઠી એટલે પરમપદે રહેલા. એ પદની શરૂઆત ગૃહસ્થ-જીવનનો ત્યાગ કરી સાધુ-જીવનનો સ્વીકાર કરવાથી થાય છે, એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org