Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા-૧ મંત્રસિદ્ધ, યોગસિદ્ધ, આગમસિદ્ધ (સિદ્ધાંતોના જ્ઞાનમાં નિપુણ), અર્થસિદ્ધ, યાત્રાસિદ્ધ, અભિપ્રાયસિદ્ધ, અને તપ સિદ્ધ-એ ૧૦ સિદ્ધોની ભિન્નતા પ્રદર્શિત થાય છે. અને અગિયારમા કર્મક્ષયસિદ્ધનો સ્વીકાર થાય છે.
સિદ્ધની ગણના અરિહંતોની માફક સદેવમાં થાય છે.
માર્ય-વિધિપૂર્વક આચાર્ય પદવી પામેલા ગચ્છના વડા જૈન સાધુ. તેમની ઓળખાણ જુદી જુદી અનેક રીતે આપવામાં આવે છે. શ્રીહરિભદ્રસૂરિકૃત સંબોધપ્રકરણમાં તેમના ૩૬ ગુણો ૪૭ રીતે બતાવવામાં આવ્યા છે. પચિંદિયસૂત્રમાં જણાવેલા ગુણો તેમાંનો એક પ્રકાર છે. આચાર્યનો અર્થ ઉપર મુજબ કરવાથી કલાચાર્ય, શિલ્પાચાર્ય વગેરેનો સમાવેશ તેમાં થતો નથી.
૩૫ધ્યાય-વિધિપૂર્વક ઉપાધ્યાયની પદવીને પામેલા, જૈનાગમોનું અધ્યાપન કરાવનાર જૈન સાધુ. તેમની ઓળખાણ પણ ઉપર જણાવેલા સંબોધપ્રકરણગ્રંથમાં જુદી જુદી અનેક રીતે આપવામાં આવી છે. તેમાં નીચેના ૨૫ ગુણોની ગણના પ્રચલિત છે :
(૧૧) અંગો ને (૧૨) ઉપાંગો મળી કુલ (૨૩) જૈનાગમોનું જાણપણું (૨૪) ચરણ*-સિત્તરી-ચારિત્રના ૭૦ મૂલગુણો અને (૨૫) કરણસિત્તરી ક્રિયાના ૭૦ ઉત્તરગુણો.
અગિયાર અંગો અને બાર ઉપાંગોનાં મૂળ તથા સંસ્કૃત નામો નીચે મુજબ છે.
૧૧ અંગો. સંખ્યા | મૂળ નામો | સંસ્કૃત નામો
आचार सूयगड
सूत्रकृत ठाण
स्थान समवाय
समवाय वियाहपण्णत्ति
व्याख्याप्रज्ञप्ति (भगवती)
आयार
જ
જ
ઝ
૩ |
* (૧) સતત કરાય તે “ચરણ' અને (૨) પ્રસંગે કરાય તે “કરણ'
-ધર્મસંગ્રહ ભા. ૨. પૃ. ૩૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org