Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
નમસ્કાર મંત્ર ૭૯
આ પ્રમાણે બીજાં ચાર પદોનો અર્થ સમજવાનો છે.
અહીં ચોથી વિભક્તિના અર્થમાં છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ થયો છે. કહ્યું છે કે
चउत्थीए भन्नइ छठ्ठी
તીર્થંકરનામકર્મ જેણે બાંધ્યું હોય અને જેને તે કર્મનો ઉદય હોય તે જ અરહંત કે અરિહંત કહેવાય.
નમો અરિહંતાણં કે નો સવ-અરિહંતાણં જે પદ સ્વીકારવામાં આવે તેનાથી નમસ્કાર તો સર્વ ક્ષેત્ર અને સર્વ કાલની અપેક્ષાએ અનંત અરિહંતોને સમજવાના છે અને તે જ પ્રમાણે બીજાં ચાર પદોમાં પણ સમજવાનું છે. સિદ્ધાળું-[સિન્દ્રેષ્યઃ] સિદ્ધોને.
સિદ્ધ એટલે પોતાનું કાર્ય જેણે બરાબર પૂરું કર્યું છે તેવો. અહીં કાર્યનો અર્થ મોક્ષપ્રાપ્તિ સમજવાનો છે.
આ. નિ.માં જણાવ્યું છે કે :
નિસ્થિ(વ્ઝિ)ત્ર-સબડુવા, ના-ની-મરણ- -બંધ-વિમુક્કા । अव्वाबाहं सुक्खं, अणुहवंति सासयं सिद्धा ॥ ९८८ ॥
ભાવાર્થ :- સર્વ દુઃખોને સર્વથા તરી ગયેલા અને જન્મ, જરા તથા મરણનાં બંધનથી છૂટા થયેલા સિદ્ધો શાશ્વત અને અવ્યાબાધ સુખનો અનુભવ કરે છે. તાત્પર્ય કે-જેમણે મોક્ષની પ્રાપ્તિ કરેલી છે, તેઓ સિદ્ધ કહેવાય છે. શ્રી અભયદેવસૂરિ ભગવતીજીની ટીકામાં આધાર ટાંકતાં જણાવે
છે કે :
आह च
मातं सितं येन पुराणकर्म
यो वा गतो निर्वृत्तिसौधमूर्ध्नि ॥ ख्यातोऽनुशास्ता परिनिष्ठितार्थो
यः सोऽस्तु सिद्धः कृतमङ्गलो मे ॥
ભાવાર્થ :- જેણે પ્રાચીન સમયથી બંધાયેલા કર્મને બાળી નાખ્યું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org