SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ જે મોક્ષના મહેલની ટોચે પહોંચેલ છે, જેનું શાસન પ્રવર્તી રહ્યું છે, જે સંપૂર્ણપણે કૃતકૃત્ય થયેલ છે તે સિદ્ધ ભગવંત મને મંગલના કરનારા થાઓ. આ બીજા પદની વ્યાખ્યા પૂરી કરતાં તેઓશ્રી જણાવે છે કે नमस्करणीयता चैषामविप्रणाशि-ज्ञान-दर्शन-सुखवीर्यादि-गुणयुक्ततया स्वविषयप्रमोदप्रकर्षोत्पादनेन, भव्यानामतीवोपकारहेतुत्वादिति । ભાવાર્થ : (૧) સિદ્ધભગવંતો અવિનાશી એવા જ્ઞાન-દર્શન સુખવિર્ય વગેરે ગુણોથી યુક્ત હોવાથી (૨) સ્વવિષયે હર્ષનો ઉત્કર્ષ-પ્રકૃષ્ટ અનુમોદનાનો ભાવ ઉત્પન્ન કરનારા હોવાથી (તથા) (૩) ભવ્ય જીવોને ખૂબ ઉપકાર કરનાર હોવાથી, તેઓ નમસ્કાર કરવા યોગ્ય છે. -દેશના સંગ્રહ પૃ. ૨૪૬ આયરિયા-[કાવાર્યેષ્ય:]-આચાર્યોને. आ-मर्यादया तद्विषयविनयरूपया चर्यन्ते सेव्यन्ते जिनशासनार्थोपदेशकतया तदाकाक्षिभिरित्याचार्याः । ભાવાર્થ :- જિનશાસનના અર્થના ઉપદેશક હોવાને લીધે તેના અભિલાષી મનુષ્યો વિનયરૂપી મર્યાદાથી જેમની સેવા કરે છે તેમને આચાર્ય કહેવામાં આવે છે. ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૪ ને માટે આ.નિ.માં જણાવ્યું છે કે :पंचविहं आयारं, आयरमाणा तहा पभासंता । . आयारं दंसंता, आयरिया तेण वुच्चन्ति ॥९९४॥ ભાવાર્થ :- પંચવિધ આચારને આચરનાર તથા પ્રરૂપનારા છે, તેમ જ (સાધુપ્રમુખને તેમનો વિશિષ્ટ) આચાર દર્શાવનારા છે, તે કારણથી તેઓ આચાર્ય કહેવાય છે. પાંચ પ્રકારના આચારનાં નામો ઉપરની ગાથાનો અર્થ કરતાં શ્રીમલયગિરિએ આ. ટી.માં નીચે મુજબ આપ્યાં છે :- જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપ-આચાર અને વીર્યાચાર -પઝB%ાર સીન-ઈન-ચરિત્ર-તપ-વીર્યમેવાતું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy