Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
નમસ્કાર મંત્ર ૭૫
આત્માઓમાં વિનયની અત્યંત જરૂર છે. વિનય ત્યારે આવે જ્યારે માર્દવ (નમ્રતા) પેદા થાય. નમ્રતા કે માર્દવતા ત્યારે પેદા થાય કે જ્યારે પોતાની અલ્પતા અને બીજાની મહત્તા સમજાય.
અભિમાનનો સંકોચ કરીને સ્વકીય ગુણાભાસોનું મમત્વ છોડવું પડે, કાયા તથા મનને સંકોચીને દ્રવ્ય તથા ભાવ સંકોચ દ્વારા વિનય કરવો પડે, ત્યારે જ પંચપરમેષ્ઠિઓનું આરાધન થઈ શકે.
શ્રી ભગવતીસૂત્રની ટીકામાં શ્રી અભયદેવસૂરિ કહે છે કે :
तत्र नमः इति नैपातिकं पदं द्रव्यभाव- संकोचार्थम् । आह च नेवाइयं पदं दव्वभावसंकोयणपयत्थो । मनः करचरणमस्तकसुप्रणिधानरूपो नमस्कारो* भवत्वित्यर्थः ।
ભાવાર્થ-અહીં નમઃ નૈપાતિક પદ છે અને તેનો દ્રવ્ય સંકોચ તથા ભાવસંકોચ એ અર્થ છે. (કારણ કે આવશ્યક નિર્યુક્તિમાં) કહ્યું છે કે નમઃ એ નિપાતરૂપ પદ છે અને દ્રવ્ય સંકોચ તથા ભાવ સંકોચ એ એનો અર્થ છે. મન, હાથ પગ, તથા મસ્તકના સુપ્રણિધાન રૂપ નમસ્કાર થાઓ.
અહીં ‘અરિહંત ભગવંતને નમસ્કાર થાઓ' એવા આકારવાળી પ્રાર્થના છે. અહીં ‘નમસ્કાર થાઓ' એ શબ્દો વડે ભાવનમસ્કારની પ્રાર્થના કરેલ છે. કિંતુ હું ભાવ નમસ્કાર કરું છું, એવું મિથ્યા અભિમાન દાખવ્યું નથી.
નમઃ એ ક્રિયાપદ નથી પણ નિપાત અવ્યય છે. નિપાત એટલે નિપતન્તિ અનેષુ અર્થેષુ-જેમાં એક અર્થનો નિયમ ન હોય તે.
નમ: નૈપાતિક પદા હોવાથી જેવી રીતે નમસ્કાર અર્થમાં છે તેવી
નમસ્કાર (પ્રણામ) પાંચ પ્રકારના છે-એક મસ્તક અંગ નમાવવું, તે એકાંગ પ્રણામ. બે હાથ જોડવા, તે ચંગ પ્રણામ, બે હાથ અને મસ્તક એમ ત્રણ અંગવાળો, બે હાથ અને બે જાનુ નમાવવા તે ચાર અંગવાળો અને મસ્તક, બે હાથ, તથા બે પગ એમ પાંચે અંગો નમાવવાં તે પંચાંગ પ્રણામ કહેવાય,
-યોગશાસ્ત્ર, ગૂર્જરાનુવાદ તૃતીયપ્રકાશ, પૃ. ૨૮૭
૧. નૈપાતિક પદ-પદની આદિમાં કે અંતમાં પડે તે નિપાત કહેવાય. અને નિપાત શબ્દને સ્વાર્થમાં પ્રત્યય આવવાથી નૈપાતિક પદ બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org