Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
७३
બહુમાનપૂર્વક દ્રવ્યથી (અર્થાત્ અંતરના ભાવ વિના) પણ ગ્રહણ કરાતું પ્રત્યાખ્યાન ભાવપ્રત્યાખ્યાન(અર્થાત્ શુદ્ધપ્રત્યાખ્યાન)નું કારણ બને છે.*
કારણ કે-આ જિનેશ્વરોએ કહેલ છે, એવા પ્રકારના બહુમાનનો આશય દ્રવ્યપ્રત્યાખ્યાનના હેતુભૂત અવિધિ, અપરિણામ, ઐહિક લોભ, મંદોત્સાહ આદિ દોષોને દૂર કરી દે છે.
પ્રતિક્રમણની ક્રિયા જિનપ્રણીત છે, આપ્તાગમમાં કહેલી છે તથા તે કર્મના ક્ષયનો હેતુ છે. એવા પ્રકારની શ્રદ્ધાપૂર્વક જેઓ તે ક્રિયા કરે છે, તેઓની ક્રિયામાં અવિધિ આદિ દોષો રહેલા હોય, તો પણ તે કાલક્રમે નાશ પામે છે. જિનાજ્ઞારાધનરૂપી આ મહાન લાભ પ્રતિક્રમણની ક્રિયા કરનારાઓને મળે છે. માત્ર તે જોવાની દૃષ્ટિ નહિ હોવાના કારણે જ તે દેખાતો નથી.
હવે તે ક્રિયાનો લાભ જોવાની બીજી એક દૃષ્ટિ છે, તે એ કે પ્રતિક્રમણની ક્રિયા દોષની શુદ્ધિ અને ગુણની વૃદ્ધિ માટે છે, તો તે કરનારના દોષ કેટલા ટળ્યા ? અને ગુણ કેટલા વધ્યા ? પરંતુ ક્રિયાનો આ લાભ જોવાની દૃષ્ટિ ઘણી જોખમી છે, કારણ કે ગુણ અને દોષ એ આંતરિક વસ્તુ છે. બીજાના આંતરિક ભાવોને જોવાનું સામર્થ્ય છદ્મસ્થમાં છે નહિ. તેમ કરવા જતાં વ્યવહારનો વિલોપ થાય છે. વ્યવહારના વિલોપથી તીર્થનો વિલોપ થાય છે. શાસ્ત્રકાર મહર્ષિઓએ ફરમાવ્યું છે કે
જો જિનમતનો અંગીકાર કરવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય બેમાંથી એકેયને છોડશો નહિ, કારણ કે-વ્યવહારના વિલોપથી તીર્થનો વિચ્છેદ થાય છે અને નિશ્ચયના વિલોપથી સત્યનો વિચ્છેદ થાય છે.૧ વ્યવહાર ક્રિયાપ્રધાન છે. નિશ્ચય ભાવપ્રધાન છે. સાધુની ક્રિયામાં રહેલો સાધુ, સાધુ તરીકે માનવાયોગ્ય છે; પછી ભાવથી તે સાધુ તરીકેના
जिनोक्तमिति सद्भक्त्या, ग्रहणे द्रव्यतोऽप्यदः । बाध्यमानं भवेद्भावप्रत्याख्यानस्य कारणम् ॥
Jain Education International
श्री हरिभद्रसूरिकृत अष्टक ८, श्लोक -८
†.
ज जिणमयं पवज्जह, ता मा ववहारनिच्छए मुयह । इक्केण विणा तित्थं, छिज्जइ अन्त्रेण उ तच्चं ॥
For Private & Personal Use Only
-भगवती टीका
www.jainelibrary.org