Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૭૮
ભણાવનારા અને સમજાવનારા સાધુ-સાધ્વીઓ વગેરે પણ મળી આવે છે. પરંતુ પ્રજાના દુર્ભાગ્યની વાત છે કે, છેલ્લાં દોઢસ્સોબસો વર્ષથી પરદેશી રાજ્ય અને તેના સંસર્ગ અને શિક્ષણથી તેની જડવાદી સંસ્કૃતિની અસર દેશભરમાં વ્યાપી ગયેલી છે. જે ભાષામાં સૂત્રો અને તેની ટીકા વગેરે રચાયેલાં છે, તે ભાષા ભુલાઈ ગઈ છે. તેની જગ્યાએ નવી જ ભાષા લોકોના મોઢે અને નવા જ વિચારો લોકોના મગજે ચઢી ગયા છે. તેથી આર્ય સંસ્કૃતિ, આર્ય ધર્મ, આર્ય ક્રિયાઓ અને આર્ય આચારો લુપ્તપ્રાય બનતા જાય છે, અને તેની સામે બહારની અસરથી અનેક જાતના ઊલટા વિચારો લોકોમાં પ્રવેશ પામતા જાય છે. તે જ એક કારણે પ્રતિક્રમણ જેવી મહત્ત્વની ક્રિયા પ્રત્યે અને તેના મંત્રમય અર્થગર્ભિત મહાન સૂત્રો અને તેના અભ્યાસ પરત્વે પણ એક પ્રકારની બેદરકારી કે બેદિલી ફ્લાતી જાય છે. તેનાથી થતાં અનિષ્ટ અટકાવવા માટે આજસુધી પ્રતિક્રમણનાં સૂત્રો અને તેના અર્થો સમજાવવા અનેક પ્રકારનાં જુદાં જુદાં પુસ્તકો દ્વારા પ્રયત્નો થાય છે અને તેથી તેના ઉપર થોડી ઘણી શ્રદ્ધા અને તેનું થોડું ઘણું જ્ઞાન ટકી રહ્યું છે.
આ પુસ્તક પણ એક આવા જ પ્રકારનો પ્રયત્ન છે. તેમાં સૂત્રો અને અર્થોની શુદ્ધિ માટે શક્ય તેટલો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રતિક્રમણ સૂત્રોની ગંભીરતા તથા અર્થવિશાળતા બતાવવા માટે નિર્યુક્તિ, ભાષ્ય, ચૂણિ અને ટીકાઓનો સાક્ષાત આધાર લેવામાં આવ્યો છે તથા તેમાં અશાસ્ત્રીય કોઈ પણ વિચાર પ્રવેશ પામી ન જાય તે માટે શક્ય તેટલો મુનિઓનો સાથ લેવામાં આવ્યો છે, તેમ છતાં તેમાં અનેક ત્રુટિઓ અને સ્કૂલનાઓ રહી જવાનો સંભવ છે, કારણ કે સૂત્રકાર અને અર્થકારની અગાધ બુદ્ધિની આગળ સંપાદક, લેખક કે સંશોધકો આદિની બુદ્ધિ અતિશય અલ્પ છે. તે બધી ત્રુટિઓ ધ્યાનમાં હોવા છતાં નવા સંસ્કારમાં ઊછરતી વર્તમાન અને ભાવિ પ્રજાનું હિત લક્ષ્યમાં રાખીને શક્ય તેટલો વિસ્તાર કરી આ પુસ્તક ત્રણ ભાગમાં તૈયાર કરવામાં આવ્યું છે. તેમાંનો આ પ્રથમ ભાગ છે અને તેમાં માત્ર સામાયિક અને ચૈત્યવંદન સુધીનાં સૂત્રો જ આવી શક્યાં છે.
ચતુર્વિધ સંઘને આ ક્રિયા નિત્ય ઉપયોગી હોવાથી અને શાસ્ત્રીય વિચારોનાં ગૂઢાર્થ-રહસ્યો સરળ ભાષામાં શ્રદ્ધા સાથે સમજવા જરૂરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org