Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વ્યતિરિક્તને (ઉત્તરાધ્યયનાદિને) સ્થવિરકૃત જણાયું છે. * એ જ વાત દ્રવ્ય લોકપ્રકાશ સર્ગ ત્રીજો, ગા. ૮૭થી ૯૮માં છે. વિશેષાવશ્યકભાષ્યમાં અંગબાહ્યશ્રુતના ત્રણ અર્થો કરવામાં આવ્યા છે. તે આ રીતે ઃ (૧) અંગબાહ્ય એટલે સ્થવિરકૃત તે ભદ્રબાહુસ્વામીકૃત આવશ્યકનિર્યુક્તિ આદિ. (૨) અંગબાહ્ય એટલે ત્રિપદીપ્રશ્નોત્તર સિવાય રચાયેલું આવશ્યકાદિ સાહિત્ય. (અહીં આવશ્યકને ગણધરકૃત અને આદિપદથી ઉત્તરાધ્યયન વગેરે શ્રતને
વિરકૃત સમજવાનું છે, કારણ કે આવશ્યકાદિના કર્તા સ્થવિર છે એમ સૂચવ્યું નથી.) (૩) અંગબાહ્ય એટલે અદ્ભવત અર્થાત્ સર્વ તીર્થંકરદેવોના તીર્થમાં નિયત નહિ તેવું. તે તંદુલવેયાલિયપયન્ના પ્રમુખ જાણવું. આ પરથી એ સુસ્પષ્ટ છે કે મધ્યના બાવીસ તીર્થપતિના શાસનમાં આવશ્યક-રચના નિયત છે. ભલે, એનો ઉપયોગ અતિચાર લાગવારૂપ કારણ ઉપસ્થિત થયે થતો હોય. ત્યાં ગણધરભગવંત અને તેમના શિષ્યોને અતિચારના કારણે પ્રતિક્રમણ કરવું જ પડે છે. તે માટે આવશ્યકસૂત્રની રચના જરૂરી છે, તેથી પણ આવશ્યક ગણધરકૃત કરે છે. આ રીતે આગમ-પાઠોથી આવશ્યકસૂત્ર ગણધરકૃત જ છે, એ વાત નિશ્ચિત થતા તત્ત્વાર્થભાષ્યના સ્થવિરકૃત આવશ્યકનો અર્થ આવશ્યકનિર્યુક્તિ જ કરવો જોઈએ. આથી સમજાશે કે શાસ્ત્રીય વસ્તુનો નિર્ણય શાસ્ત્રજ્ઞ ગીતાર્થ પુરુષોના આલંબન વિના કરવામાં ઉસૂત્રભાષણાદિનો ભય જન્મે છે.
- આ પુસ્તકમાં કરેલા અર્થમાં વાંચન, મનન અને અધ્યયનથી મૂલ આવશ્યક અને તેના ઉપર નિર્યુક્તિ આદિના રચનારા મહર્ષિઓ ઉપર અંતરનાં બહુમાન જાગ્રત થાય અને તે મૂળ ગ્રંથોને વાંચવાની તથા ભણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય, તથા પ્રતિક્રમણની આત્મવિશોધક અમૂલ્ય ક્રિયાને નિત્ય આચરવાની સૌ કોઈને સુંદર બુદ્ધિ જાગે, તો લેખક, યોજક તથા અન્ય સર્વ સહાયકોનો પ્રયાસ સફળ થયો લેખાશે. વિ. સં. ૨૦૦૭, વૈશાખ
પં. ભદ્રંકરવિજય ગણિ સુદિ ૫, શુક્રવાર.
પં. ધુરંધરવિજય ગણિ * સંવાદિરે વિરે જે, તું નહીં,
आवस्सए चेवं आवस्सय वइरिते चेव । ठाणांग : स्था. ३. उ. १ सू. २२ + गणहरथेरकयं वा, आएसा मुक्कवागरणओ वा ।।
धुवचलविसेसओ वा, अंगाणंगेसु नाणत्तं ॥ वि. भा. गा. ५५० વિશેષ માટે જુઓ. આ ગાથા ઉપર મલ્લધારી શ્રી હેમચંદ્રસૂરિજીની ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org