Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
જેઓ વેદાંત કે સાંખ્યમતની જેમ આત્મા કે જીવને સશરીરી અવસ્થામાં પણ સર્વથા નિત્ય કે પુષ્કરપત્રવત્ નિર્લેપ માને છે, તેઓના જીવનમાં વહેલા કે મોડા દંભનો પ્રવેશ થવાનો મોટો સંભવ છે. શુદ્ધ અધ્યાત્મ, જ્ઞાન અને ક્રિયા ઉભયના સમન્વયમાં છે. પ્રતિક્રમણની ક્રિયામાં પાણી અને તેના રસની માફક કે દૂધ અને તેની મીઠાશની માફક જ્ઞાન અને ક્રિયા ઓતપ્રોત મળી ગયેલાં છે, તેથી તે નિર્દોષ અધ્યાત્મ છે.
શંકા ૧૦ : પ્રતિક્રમણની ક્રિયામાં યોગ ક્યાં છે.
સમાધાન : સાચો યોગ મોક્ષસાધક જ્ઞાન અને ક્રિયા ઉભયસ્વરૂપ છે. ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી યોગવિંશિકા નામના ગ્રંથરત્નમાં ફરમાવે છે કે
मुक्खेण जोयणाओ जोगो सव्वो धम्मवावारो ।
અથવા–ઉપાધ્યાય ભગવંત શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે તેમ
मोक्षेण योजनाद्योगः सर्वोऽप्याचार इष्यते ।।
જીવને પરમ સુખસ્વરૂપ મોક્ષની સાથે જોડનાર-સંબંધ કરાવી આપનાર-સર્વ પ્રકારનો ધર્મવ્યાપાર-સર્વ પ્રકારનું ધર્માચરણ, એ યોગ છે. બીજા શબ્દોમાં મોક્ષકારણીભૂત આત્મવ્યાપાર એ જ ખરેખર યોગ છે. અથવા વ્યાપારત્વમેવ યાત્વમ્ | ધર્મવ્યાપારપણું એ જ યોગનું ખરેખરું લક્ષણ છે. એ લક્ષણ પ્રતિક્રમણની ક્રિયામાં સવશે લાગુ પડે છે, તેથી પ્રતિક્રમણની ક્રિયા એ સાચી યોગસાધના છે. તે સિવાય કેવળ આસન, કેવળ પ્રાણાયામ કે કેવળ ધ્યાન, ધારણા કે સમાધિની ક્રિયા એ મોક્ષસાધક યોગસ્વરૂપ બને એવો નિયમ નથી. મોક્ષના ધ્યેયથી થતી અષ્ટાંગયોગની પ્રવૃત્તિને જૈનાચાર્યોએ માન્ય રાખેલી છે, તો પણ તેમાં જે દોષો અને ભયસ્થાનો રહેલાં છે, તે પણ સાથે જ બતાવ્યાં છે.* જૈનસિદ્ધાંત કહે છે કે
★ न च प्राणायामादिहठयोगाभ्यासश्चित्तनिरोधे परमेन्द्रियजये च निश्चित उपायोऽपि ऊसासं न
निरंभइ (आ. नि. गा. १५१०) इत्याद्यागमेन योगसमाधानविघ्नत्वेन बहुलं तस्य निषिद्धत्वात् ।
पातञ्जलयोगदर्शन पाद-२, सू-५५ श्रीमद्यशोविजयवाचकवरविहिता टीका
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org