Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૭૦
મોહના અધિકાર રહિત આત્માઓની આત્માને ઉદ્દેશીને શુદ્ધ ક્રિયા, તેને જિનેશ્વરો અધ્યાત્મ કહે છે.'
આગળ ચાલતાં તેઓ ફરમાવે છે કે–જેમ પાંચ પ્રકારના ચારિત્રોમાં સામાયિક-ચારિત્ર રહેલું છે, તેમ સર્વ પ્રકારના મોક્ષસાધક વ્યાપારોમાં અધ્યાત્મ અનુગત છે. - છેલ્લે છેલ્લે તેઓ સ્પષ્ટ કરે છે કે
એ કારણે જ્ઞાન-ક્રિયા ઉભયરૂપ અધ્યાત્મ છે, અને તે નિર્દભ આચારવાળા પુરુષોને જ વૃદ્ધિ પામે છે.
- ક્રિયાને કેવળ કાયાની ચેષ્ટા કહીને જેઓ જ્ઞાનને જ અધ્યાત્મ માને છે, તેઓનું જીવન નિર્દભ બનવું સંભવિત નથી, કારણ કે છબસ્થ અવસ્થામાં મન ભળ્યા વિના કેવળ કાયાથી જાણપણે ક્રિયા થઈ શકતી નથી, સશરીરી અવસ્થામાં જેમ માનસિક ક્રિયા કેવળ આત્માથી થઈ શકતી નથી. તેમ કાયાની કે વાણીની ક્રિયા કેવળ કાયા કે કેવળ વાણીથી થઈ શકતી નથી. વાણીનો વ્યાપાર કાયાની અપેક્ષા રાખે છે, અને મનનો વ્યાપાર પણ કાયાની અપેક્ષા રાખે છે. તેવી જ રીતે મનનો વ્યાપાર જેમ આત્માની અપેક્ષા રાખે છે, તેમ વાણી અને કાયાનો વ્યાપાર પણ આત્માની અપેક્ષા રાખે છે, આત્મપ્રદેશોનું કંપન થયા વિના મન, વચન કે કાયા, ત્રણમાંથી એકેય યોગ પોતાની પ્રવૃત્તિ કરી શકતો નથી. તેથી, ત્રણેય યોગો વડે થતી શુભ કે અશુભ ક્રિયા આત્મા જ કરે છે, પણ આત્માને છોડીને કેવળ પુદ્ગલ કરતું નથી, એમ માનનારા જ નિર્દભ રહી શકે છે. જૈન મતમાં અધ્યાત્મના નામે થોડો પણ દંભ નભી ન શકતો હોય, તો તેનું કારણ આ જ છે. છતાં
१. गतमोहाधिकाराणामात्मानमधिकृत्य या । प्रवर्तते क्रिया शुद्धा, तदध्यात्म जगुजिनाः ॥
अध्यात्मसार अधिकार २, श्लोक-२ २. अतो ज्ञानक्रियारूपमध्यात्म व्यवतिष्ठते । एतत्प्रवर्धमानं स्यानिर्दम्भाचारशालिनाम् ॥१॥
अध्यात्मसार अधि. श्लोक-२९
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org