________________
(સમ્યજ્ઞાન); ઉત્પાદ-વ્યય-ધૂવરૂપ સત્તાનું હોવાપણું, તેને અનુભૂતિ કહેવામાં આવે છે. (૩) જ્ઞાન (૪) સમ્યજ્ઞાન. (૫) અનિત્ય પર્યાય. (૬) અનુભવ; પ્રત્યક્ષ જ્ઞાન. (૭) ચારિત્ર. (૮) અનુભવ. (૯) અતીન્દ્રિય સુખ; શુદ્ધ જીવવસ્તુનો આસ્વાદ. (૧૦) અનુભવ. (૧૧) અનંત અનંત અતીન્દ્રિય સહજ સુખસ્વરૂપ આત્મા જ હું છું, જ્ઞાનજ્યોતિ, શુદ્ધ આત્માનો
અનુભવ. અનતિ અને શાનમાં શું અંતર છે ? :જ્ઞાનમાં તો સંપૂર્ણ આત્મા જાણવામાં
આવે છે, અને અનુભૂતિમાં તો ફક્ત પર્યાયનું જ વેદના થયા છે, દ્રવ્યનું વેદન
થતું નથી. અનુભૂતિ સ્વરૂપ :જ્ઞાયક સ્વરૂપ નિજ આત્મા અનુભય ઉભય નહી જોવું; એકાકી; એકલું. અનભ્યાસ્ત :નહિ અભ્યાસેલું. અનન્યાસ :આદતનો અભાવ. અનાભ્યાસથી :અપરિચયથી. અનુભવ વસ્તુ આત્મા, જે અતીન્દ્રિય આનંદનો નાશ છે તેનો વિચાર કરી,
ધ્યાનમાં મન અનેક વિકલ્પોના કોલાહલથી વિશ્રામ પામે, શાંત થઈ જાય અને ત્યારે અતીન્દ્રિય આનંદના રસનો સ્વાદ આવે, તેને આત્મ-અનુભવ કહે છે. તે સમ્યગ્દર્શન છે, ધર્મ છે, આવા અનુભવથી વસ્તુનો નિશ્ચય કરવાની પ્રધાનતા છે. શાસ્ત્રના બહિર્લક્ષી જ્ઞાનનું, અહીં કામ નથી. (૨) વસ્તુ જે ક્ષયકસ્વરૂપ, તેને જ્ઞાનમાં લઈ અંતરમાં ધ્યાન કરે છે, તેને મનના વિકલ્પો-ત્રણ વિશ્રામ પામે છે, હઠી જાય છે. મન શાંત થઈ જાય છે. ત્યારે અતીન્દ્રિય આનંદના રસનો સ્વાદ આવે છે. પરિણામ અંતર્નિમગ્ન થતાં, અનાકુળ સુખનો સ્વાદ આવે છે. તેને અનુભવ અર્થાત્ જૈનશાસન કહે છે. (૩) કરવાથી-જોવાથી-અભ્યાસથી-અવલોકનથી-સીધા પરિચયથી આવેલી સમજ; સીધો પરિચય; ઈદ્રિગમ્ય પરિચય. (૪) અનુ = અનુસરીને , ભવ = ભવન થવું; આત્માને જ્ઞાન માત્ર વસ્તુને અનુસરીને થવું, તે અનુભવ છે. (૫) ભેદજ્ઞાન કરનારાઓ, રાગથી-અધ્યવસાનથી જુદો જીવ સ્વયં,
ઉપલભ્યમાન છે. અહાહા ! અખંડ એક જ્ઞાનાનંદ સ્વભાવી આત્માને, ભેદજ્ઞાનીઓ અધ્યવસાનથી ભિન્ન પ્રત્યક્ષ જુદો અનુભવે છે. અધ્યવસાનથી જુદો એટલે એના આશ્રય અને અવલંબન વિના, પોતે પોતાથી જ પ્રાપ્ત થાય છે, અનુભવમાં આવે છે. અહો શું અદ્ભુત ટીકા છે ! આને સિદ્ધાંત અને આગમ કહેવાય. એકલું ન્યાયથી ભરેલું છે ! કહે છે કે રાગનું લક્ષ છોડીને સ્વભાવ પ્રતિ દૃષ્ટિ કરતાં, ભેદજ્ઞાની સમક્તિઓને રાગથી ભિન્ન, ચિસ્વભાવમય જીવ અનુભવમાં આવે છે. જુઓ અહીં આગમ, યુક્તિ અને અનુભવથી એમ સિદ્ધ કર્યું કે, આ અધ્યવસાનાદિ ભાવો જીવ નથી. પરંતુ એમનાથી ભિન્ન, શુદ્ધ ચૈતન્યમય વસ્તુ જીવ છે. આવી વાત બીજે કયાંય છે. નહિ. વસ્તુને સિદ્ધ કરવા, કેટકેટલો ન્યાય આપ્યો છે ! ઈન્દ્રિયો અને રાગના આશ્રય વિના ભેદજ્ઞાનીઓને સ્વયં શુદ્ધ જીવવસ્તુ અનુભવમાં આવે છે. પોતે પોતાથી જ અનુભવમાં આવે છે. વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય, એમ
જ્યાં કહેલું છે, ત્યાં, એ નિમિત્ત બતાવવા વ્યવહારનયથી કથન કરેલું છે. ભાઈ ! વસ્તુ તો રાગાદિથી ભિન્ન, ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય છે, અને તે તેની સન્મુખ થતાં, અનુભવમાં આવે છે. સ્વસમ્મુખતાનો અભ્યાસ ન હોવાથી, આ વાત કઠણ લાગે છે. અનાદિથી પર તરફ વલણ જઈ રહ્યું છે, એને અન્તર્મુખ વાળવું તે જ પુરુષાર્થ છે. જે પર્યાય રાગાદિ ઉપર ઢળેલી છે, એને તો કાંઈ અંદર વાળી શકાય નહિ, પણ, જ્યાં દષ્ટિ ઉપર જાય છે ત્યાં તે જ ક્ષણે, પર્યાય સ્વંય અંતરમાં ઢળેલી હોય છે. ત્યારે તેને અંતરમાં વાળી એમ કહેવાય છે. અહીં ટીકામાં સ્વયંમેવ ઉત્પન્ન થયેલા, એવા રાગદ્વેષ એમ કહ્યું છે, ત્યાં એ અભિપ્રાય છે કે તેઓ (રાગદ્વેષ) આત્માથી ઉત્પન્ન થયા નથી. તથા ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે એમ કહીને એમ બતાવવું છે કે આત્માનો અનુભવ કરવામાં, અન્ય (રાગ, ઈન્દ્રિયો આદિ) કોઈની અપેક્ષા નથી. આત્મા, પોતે પોતાથી જ અનુભવમાં આવે છે. ભાઈ ! આવા યથાર્થ સ્વરૂપનો પ્રથમ નિર્ણય તો કર. અહાહા ! વસ્તુ આવી સહજ શુદ્ધ ચિસ્વભાવ છે એવો વિકલ્પ સહિતના જ્ઞાનમાં નિર્ણય તો કર. શ્રી સમયસાર ગાથા ૧૪૪માં, આ નિર્ણયની વાત લીધી છે. ભગવાને કહેલા