________________
જૈનદર્શન
આ પ્રકારની અવધારિણી ભાષા માધ્યમ બની શકતી નથી. તેથી તે પરમ અનેકાન્ત તત્ત્વનું પ્રતિપાદન કરવા માટે “સ્યાદ્વાદરૂપ વચનપદ્ધતિનો ઉપદેશ દેવામાં આવ્યો છે. આ વચનપદ્ધતિથી પ્રત્યેક વાક્ય પોતે સાપેક્ષ રહીને સ્વવાને પ્રધાનતા આપતું હોવા છતાં પણ અન્ય અંશોનો લોપ કરતું નથી, તેમનો તિરસ્કાર કરતું નથી અને તેમની સત્તાનો ઇનકાર કરતું નથી. તે તેમનું ગૌણ અસ્તિત્વ સ્વીકારે છે. આ કારણે ધર્મતીર્થકરોની “સ્યાદ્વાદીના રૂપમાં સ્તુતિ કરવામાં આવે છે, જે તેમની તત્ત્વસ્વરૂપને પ્રકટ કરવાની વિશિષ્ટ પ્રણાલીનું વર્ણન છે.
ઋષભદેવે પ્રમેયનું સ્વરૂપ ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય એમ ત્રણ લક્ષણોવાળું દર્શાવ્યું છે. પ્રત્યેક સત, ચેતન હોય કે અચેતન, ત્રિલક્ષણયુક્ત પરિણામી છે. પ્રત્યેક પદાર્થ પ્રતિક્ષણ પોતાના પૂર્વપર્યાયને છોડતો જાય છે અને નવીન ઉત્તરપર્યાયને ધારણ કરતો જાય છે અને આ અનાદિ પ્રવાહને અનન્ત કાળ સુધી સતત આગળ ધપાવ્યે રાખે છે, ક્યારેય સમાપ્ત થવા દેતો નથી. તાત્પર્ય એ કે તીર્થંકર ઋષભદેવે અહિંસા મૂલધર્મની સાથે સાથે જ ત્રિલક્ષણ પ્રમેય, અનેકાન્તદષ્ટિ અને સ્યાદ્વાદભાષાનો પણ ઉપદેશ આપ્યો. નય, સપ્તભંગી આદિ તો તેમનો જ પરિવાર છે. તેથી જૈન દર્શનના આધારભૂત મુખ્ય મુદ્દાઓ આ છે - ત્રિલક્ષણ પરિણામવાદ, અનેકાન્તદષ્ટિ અને સ્યાદ્વાદ. આત્માની સ્વતંત્ર સત્તા તો એક એવી આધારશિલા છે કે જેને માન્યા વિના તો બન્ધ-મોક્ષની પ્રક્રિયા જ ઘટી શકતી નથી. પ્રમેયનું છ દ્રવ્યો, સાત તત્ત્વો આદિના રૂપે વિવેચન તો વિવરણની વાત છે.
ભગવાન ઋષભદેવ પછી અજિતનાથ આદિ તેવીસ તીર્થંકર બીજા થયા છે. તે બધા તીર્થકરોએ પોતપોતાના યુગમાં આ જ સત્યનું ઉદ્ઘાટન કર્યું છે. તીર્થંકર નેમિનાથ
બાવીસમા તીર્થંકર નેમિનાથ નારાયણ કૃષ્ણના કાકાના દીકરા ભાઈ હતા. તેમનું જન્મસ્થાન દ્વારિકા હતું અને પિતા હતા મહારાજ સમુદ્રવિજય. જ્યારે તેમના લગ્નનો વરઘોડો નગરમાંથી પસાર થતો હતો અને યુવક કુમાર નેમિનાથ પોતાની ભાવી સંગિની રાજુલની સુખસુષમાના સ્વપ્નમાં રાચતા વરરાજા બનીને રથમાં જઈ રહ્યા હતા ત્યારે જાનમાં આવેલા માંસાહારી રાજાઓના સ્વાગત માટે એકઠા કરવામાં આવેલ વિવિધ પશુઓનો ભયંકર ચિત્કાર તેમના કાને પડ્યો. આ એક ચિત્કારે નેમિનાથના હૃદયમાં રહેલા અહિંસાના સ્રોતને ખોલી નાખી વહેતો કર્યો १. धर्मतीर्थकरेभ्योऽस्तु स्याद्वादिभ्यो नमोनमः ।
ત્રીમતિમદાવાન્તર્ગી: ભોપન III લઘીયસય