________________
જૈનદર્શન આદ્ય તીર્થકર ઋષભદેવ
નાભિરાય અને મરુદેવીને ઋષભદેવ નામનો પુત્ર થયો. વસ્તુતઃ કર્મભૂમિનો પ્રારંભ તેમના (ઋષભદેવના) સમયથી થાય છે. ગામ, નગર, આદિ તેમનાં જ સમયમાં વસ્યાં હતાં. તેમની પોતાની જ પુત્રીઓ બ્રાહ્મી અને સુન્દરીના અક્ષરાભ્યાસ માટે તેમણે જ લિપિ બનાવી હતી. તે લિપિ બ્રાહ્મી નામથી પ્રસિદ્ધ થઈ. આ લિપિનું વિકસિત રૂપ વર્તમાન નાગરી લિપિ છે. ભરત તેમના પુત્ર હતા. ભરતના નામ ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું. ભરત ઘણા જ્ઞાની અને વિવેકી હતા. તે રાજકાજ કરતા હતા તો પણ સમ્યગ્દષ્ટિ હતા, તેથી તે “વિદેહ ભરત' નામથી પ્રસિદ્ધ હતા. તે પ્રથમ પખંડાધિપતિ ચક્રવર્તી હતા. ઋષભદેવે પોતાના રાજ્યકાળમાં સમાજવ્યવસ્થાની સ્થિરતા માટે પ્રજાનું કર્મ અનુસાર ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ત્રણ વર્ગોમાં વિભાજન કરી ત્રિવર્ણની સ્થાપના કરી. જેઓ રક્ષા કરવામાં કટિબદ્ધ અને વીર પ્રકૃતિવાળા હતા તેમને ક્ષત્રિય વર્ગમાં, જેઓ વ્યાપાર અને કૃષિપ્રધાન વૃત્તિવાળા હતા તેમને વૈશ્ય વર્ગમાં અને જેઓ શિલ્પ તથા નૃત્ય આદિ કલાઓ દ્વારા આજીવિકા ચલાવનાર હતા તેમને શૂદ્ર વર્ગમાં સ્થાન આપવામાં આવ્યું. ઋષભદેવ મુનિ થઈ ગયા પછી ભરત ચક્રવર્તીએ એ ત્રણે વર્ણોમાંથી જેઓ વ્રત અને ચારિત્ર ધારણ કરનાર સુશીલ હતા તેમનો બ્રાહ્મણ વર્ણ બનાવ્યો. આ વર્ણનો આધાર કેવળ વ્રત-સંસ્કાર હતો. અર્થાત્ જે વ્યક્તિઓ અહિંસા આદિ વ્રતોથી સુસંસ્કૃત હતી તેમની ગણના બ્રાહ્મણવર્ણમાં કરવામાં આવી. આ રીતે ગુણ અને કર્મ અનુસાર ચાતુર્વર્ય વ્યવસ્થાની સ્થાપના થઈ. ઋષભદેવ જ મુખ્યપણે કર્મભૂમિવ્યવસ્થાના અગ્ર સૂત્રધાર હતા, તેથી તેમને આદિબ્રહ્મા યા આદિનાથ કહેવામાં આવે છે. પ્રજાની રક્ષા અને વ્યવસ્થામાં તત્પર આ પ્રજાપતિ ઋષભદેવે પોતાના રાજ્યકાળમાં જેવી રીતે વ્યવહારાર્થ રાજ્યવ્યવસ્થા અને સમાજરચનાને પ્રવર્તાવી તેવી રીતે પોતાના તીર્થકાળમાં વ્યક્તિની શુદ્ધિ કરવા માટે અને સમાજમાં શાન્તિની સ્થાપના કરવા માટે “ધર્મતીર્થને પ્રવર્તાવ્યું. અહિંસાને ધર્મની મૂલ ધુરા ગણીને તે અહિંસાનો, સમાજરચના માટે આધાર બનાવવાના હેતુથી, સત્ય, અચૌર્ય અને અપરિગ્રહ આદિના રૂપે અવતાર કર્યો. સાધનાકાળમાં તેમણે રાજપાટ છોડીને, અંદરની અને બહારની બધી ગાંઠો છોડી નાખીને અને પરમ નિર્ઝન્ય માર્ગનું અવલંબન કરીને આત્મસાધના કરી અને ક્રમશઃ કૈવલ્ય પ્રાપ્ત કર્યું. તે ઋષભદેવ જ ધર્મતીર્થન આદિ પ્રવર્તક હતા.
તેમની ઐતિહાસિકતાને સુપ્રસિદ્ધ જર્મન વિદ્વાન ડૉ. હર્મન જેકોબી અને સર રાધાકૃષ્ણનું આદિ સ્વીકારે છે. ભાગવતમાં (૫.૨-૬) જે ઋષભદેવનું વર્ણન મળે