Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ભૂતકાળને સાદ
મ
હિંદુ કે ચીનના લોકા વિષે કશું જાણતા નહોતા અને હિંદ તથા ચીનના લોકા ભૂમધ્ય સમુદ્રના કિનારા ઉપર આવેલા દેશાના લેાકા વિષે નહિ જેવું જ જાણતા.
તારી પાસે પુરાણી દુનિયાના નકશા હાય તો તે તું જોઈ લે. પ્રાચીન કાળના લેખકાએ દુનિયાનાં જે વર્ણન કર્યાં છે અને નકશા બનાવ્યા છે એમાંના કેટલાક તા ભારે રમૂજી છે. એ નકશાઓમાં કેટલાક દેશે તે અતિશય મોટા બતાવેલા છે. પ્રાચીન સમયના આજે તૈયાર કરવામાં આવતા નકશા વધારે ઉપયોગી છે. હું આશા રાખુ છું કે એ સમય વિષે વાંચતી વખતે તું હમેશાં તેમના ઉપયાગ કરશે. નકશો ઘણા ઉપયોગી થાય છે. એના વિના આપણુને ઇતિહાસના સાચો ખ્યાલ આવતો નથી. સાચી વાત તો એ છે કે ઇતિહાસ શીખવા માટે આપણી પાસે બની શકે એટલા વધારે નકશા તથા જૂની ઇમારતો, ડિયા અને પ્રાચીન કાળ પ્રત્યક્ષ થાય એવા ખીજા અવશેષો મળી આવતા હોય તેમનાં ચિત્રા હોવાં જોઈ એ. એ ચિત્રા ઇતિહાસના નિર્જીવ હાડપિંજરને ભરી દે છે અને તેને આપણે માટે જીવંત બનાવે છે. જો આપણે તિહાસમાંથી કઈ કે શીખવું હોય તે તે આપણા મનમાં જીવંત ચિત્રાની પરંપરારૂપ બની રહેવા જોઈએ, કે જેથી તે વાંચતી વખતે બનાવા આપણે લગભગ આપણી નજર સામે બનતા જોઈ શકીએ. ઇતિહાસ એ તો આપણા ચિત્તને વશ કરી લેનાર એક અદ્ભુત નાટક છે. કેટલીક વાર તે સુખપર્યવસાયી હાય છે પણ ઘણી વાર તે દુ:ખપવસાયી હોય છે. આ દુનિયા તેની રંગભૂમિ છે અને ભૂતકાળમાં થઈ ગયેલાં મહાન નરનારીએ તેનાં પાત્રો છે.
ચિત્રા અને નકશા ઇતિહાસના એ ભવ્ય દૃશ્ય પ્રત્યે આપણી આંખ ઉઘાડવામાં કંઈક અંશે સહાયભૂત થાય છે. આથી દરેક છેોકરાછેકરીને ચિત્રા અને નકશાએ સહેલાઈથી મળી રહેવાં જોઈ એ. પરંતુ તિહાસના જૂના અવશેષો અને ખાંડિયેરેની જાતે મુલાકાત લેવી એ ચિત્રા કે નકશાઓ જોવા કરતાં પણ વધારે સારું છે. પણ એ બધાં જઈને જોઈ શકાય એમ નથી, કારણકે તે આખી દુનિયા ઉપર સર્વાંત્ર પથરાયેલાં છે. પણ આપણે આપણી આંખ ઉધાડી રાખીને ક્રૂરતાં હોઈએ તો ભૂતકાળના કેટલાક અવશષો તો આપણી નજદીક પણુ મળી આવશે. મોટાં મોટાં સંગ્રહસ્થાનામાં નાના નાના અવશેષો અને ભૂતકાળની યાદ આપે એવી વસ્તુઓ એકઠી કરીને રાખવામાં આવે