Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૫૪
જગતના ઇતિહાસનું રેખાદર્શીન
ઉદ્ભવ્યાં અને ગામા વિકસીને કેવી રીતે ફસબાએ તથા મોટાં શહેરો બન્યાં તથા વનના આશ્રમે કેવી રીતે મોટાં મોટાં વિદ્યાપીઠા બન્યાં એ બધું આપણે જોઈ ગયાં. મેસેપોટેમિયા તથા ઈરાનમાં એક પછી એક થઈ ગયેલાં સામ્રાજ્યોનો તે આપણે ઉલ્લેખ માત્ર જ કર્યાં. આ સામ્રાજ્યોમાંનું પાછળથી થયેલું દરાયસનું સામ્રાજ્ય તા છેક હિંદમાં સિંધુ નદીના તટ સુધી ફેલાયેલું હતું. પૅલેસ્ટાઈનના યહૂદીઓને પણ આપણે ઝાંખા પરિચય કર્યો. એ લોકા સંખ્યામાં બહુ અલ્પ હતા અને દુનિયાના એક નાનકડા ખૂણામાં વસતા હતા, છતાંયે તેમણે સારી પેઠે લાકાનુ લક્ષ ખેંચ્યું છે. જ્યારે મોટા મોટા અનેક રાજા ભુલાઈ ગયા છે ત્યારે ડેવિડ અને સાલેમન વગેરે તેમના રાજાને આજે ઇતિહાસે યાદ રાખ્યા છે, કારણકે બાઈબલમાં તેમનાં ઉલ્લેખ થયેલા છે. ગ્રીસમાં નાસાસની પ્રાચીન સંસ્કૃતિનાં ખંડિયેર ઉપર ઉદ્ભવેલી નવી આ સંસ્કૃતિ આપણે જોઈ ગયાં છીએ. ત્યાં આગળ નગરરાજ્યો અસ્તિત્વમાં આવ્યાં અને ભૂમધ્ય સમુદ્રના કાંઠા ઉપર ઠેર ઠેર ગ્રીક વસાહતો સ્થપાઈ. ભવિષ્યમાં મહાન થનાર રામ અને તેના કટ્ટર હરીફ કાથે જ તો હજી તિહાસના ક્ષિતિજ ઉપર જ દેખા દે છે.
આ બધાંને આપણે માત્ર ઝાંખા પરિચય કર્યાં. જેમના મે ઉલ્લેખ નથી કર્યાં એ ઉત્તર યુરોપના અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો વિષે પણ હું તને ક ંઈક કહી શકત. પરંતુ મે તેમને છેડી દીધા છે. એ પ્રાચીન કાળમાં પણ દક્ષિણ હિંદના હિંદી વહાણવટી બંગાળના ઉપસાગરમાં થઈ ને મલાયા દ્વીપકલ્પ અને તેની દક્ષિણે આવેલા ટાપુઓ સુધી સફર કરતા હતા. પણ આપણે કાંક તો મર્યાદા બાંધવી જોઈ એ, નહિ તો આપણે કદીયે આગળ ચાલી શકીશું નહિ.
જે દેશાની આપણે વાત કરી ગયાં તે બધા પુરાણી દુનિયાના દેશ મનાય છે. પરંતુ તે કાળમાં દૂર દૂરના દેશો વચ્ચે ઝાઝો વહેવાર નહાતા એ યાદ રાખવું જોઈએ. સાહસિક વહાણવટી દરિયાપાર જતા અને કેટલાક લોકા વેપારને અર્થે અથવા ખીજા કાંઈ કારણે જમીન માગે લાંબી મુસાફરી કરતા એ ખરું પણ એવી સફર કે મુસાફરી જૂજ જ થતી, કારણકે તેમાં ભારે જોખમ હતું, તે સમયે ભૂંગાળનું જ્ઞાન નહિ જેવું જ હતું, અને પૃથ્વી ગોળ નહિ પણ સપાટ છે એમ માનવામાં આવતું. આથી કરીને તદ્દન નજીક હોય તે સિવાયના ખીજા દેશ વિષે કાઈ ને પણુ ઝાઝી માહિતી નહોતી. આ રીતે ગ્રીસના લાકા