Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૨ ભૂતકાળને સાદ
- ૧૭ જાન્યુઆરી, ૧૯૩૧ પચીસસો વરસ પહેલાંના સમય સુધીમાં પુરાણી દુનિયા જેવી હતી તેનું ટુંક અવલેકને આપણે કરી ગયાં. આપણું એ અવલોકન બેશક ઘણું જ ટૂંકું અને મર્યાદિત હતું. તેમાં પણ જે દેશોએ ઠીક ઠીક પ્રગતિ કરી હતી અથવા તે જે દેશનો કંઈક નિશ્ચિત ઈતિહાસ મળી આવે છે તેમની જ આપણે વાત કરી છે. જેણે પિરામીડે અને સ્ફિકસ પેદા કર્યા તે મિસરની મહાન સંસ્કૃતિને આપણે કેવળ નામને જ ઉલ્લેખ કરી ગયાં. એ સંસ્કૃતિએ એવી બીજી ઘણીયે વસ્તુઓ સરજી છે પણ તેની વાતમાં હાલ આપણે ઊતરી શકીએ એમ નથી. જે સમયને અત્યારે આપણે વિચાર કરી રહ્યાં છીએ તે સમયે તે એ મહાન સંસ્કૃતિના ચડતીના દિવસે વીતી ગયા હતા અને તેની પડતીને આરંભ પણ થઈ ચૂક્યો હતે. નેસાસ પણ તેના વિનાશની અણી ઉપર હતું. ચીન ધીમે ધીમે ચક્રવત સામ્રાજ્ય બન્યું તથા ત્યાં આગળ લખવાની, રેશમ બનાવવાની તેમજ બીજી સુંદર કળાએ ખીલી ત્યાં સુધીના લાંબા સમયનું નિરીક્ષણ પણ આપણે કર્યું. કેરિયા અને જાપાનની ઝાંખી પણ આપણે કરી ગયાં. હિંદમાં પણ સિંધુ નદીની ખીણમાં આવેલા મેહન-જો-દડે આગળના અવશેષો વડે પિતાને પરિચય આપતી પ્રાચીન સંસ્કૃતિને, દ્રવિડ સંસ્કૃતિ તથા વિદેશ સાથેના તેના વેપારને અને છેવટે આર્યોને પણ આપણે ઉલ્લેખ કરી ગયાં છીએ. એ કાળમાં આર્યોએ રચેલા વેદ અને ઉપનિષદ આદિ મહાન ગ્રંથને તથા રામાયણ અને મહાભારત વગેરે મહાકાવ્યને પણ આપણે ઉલ્લેખ કરી ગયાં. વળી આપણે તે આર્યોને ઉત્તર હિંદમાં ફેલાતા તેમજ દક્ષિણમાં પ્રવેશ કરીને પ્રાચીન દ્રવિડ લોકો સાથે સંબંધમાં આવી નવી સંસ્કૃતિ નિર્માણ કરતા પણ જોયા. એ સંસ્કૃતિ કંઈક અંશે દ્રવિડ અને ઘણે અંશે આર્ય હતી. ખાસ કરીને, લેકશાસનના પાયા ઉપર રચાયેલાં તેમનાં ગામે કેવી રીતે