Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ચીનના ઇતિહાસનાં એક હજાર વર્ષ પ૧ તારે માટે મુશ્કેલ થાય. તારાં તેર વરસ પણ તને તે બહુ લાંબા લાગતાં હશે, નહિ વારુ? અને વરસે વરસ તું વળી પાછી મોટી થતી જાય છે! તે પછી ઈતિહાસનાં હજાર વરસની તું તારા મનમાં કેવી રીતે કલ્પના કરી શકે? એ બહુ લાંબો ગાળો છે. એક પેઢી પછી બીજી પેઢી એમ અનેક પેઢીઓ આવે છે અને જાય છે. નાના કસબામાંથી મોટાં શહેરે બને છે અને આખરે ધીરે ધીરે નાશ પામે છે. પછી તેમને બદલે નવાં શહેરે ઊભાં થાય છે. છેલ્લાં હજાર વરસના ઈતિહાસનો વિચાર જ કરી જે. એ ઉપરથી કદાચ તને એ લાંબા ગાળાને કંઈક ખ્યાલ આવશે. જે હજાર વરસમાં દુનિયામાં કેવા આશ્ચર્યકારક ફેરફાર થયા છે !
સંસ્કૃતિની લાંબી પરંપરાવાળા અને પાંચથી આઠ તેથીયે વધારે વરસે નભતા રાજવંશેવાળો ચીનને ઇતિહાસ એ એક અદ્ભુત વસ્તુ છે !
જેને એક જ ફકરામાં પતાવી દીધાં છે તે અગિયારસે વરસ દરમ્યાન ધીમે ધીમે ચીને સાધેલી પ્રગતિ અને વિકાસ વિષે તું વિચાર કરજે. ધીમે ધીમે શાસનની કુલપતિ અથવા નાયક પદ્ધતિ તૂટતી ગઈ અને તેને ઠેકાણે મધ્યસ્થ સરકારને વિકાસ થય; આમ બરાબર સંગઠિત રાજ્ય ઊભું થયું. આ પ્રાચીન સમયમાં પણ ચીનમાં લખવાની કળા જાણતી હતી. પરંતુ તું જાણે છે કે ચીની લેખનપદ્ધતિ આપણી અથવા તે અંગ્રેજી કે ફ્રેંચ લેખનપદ્ધતિથી સાવ નિરાળી છે. તેમાં મૂળાક્ષર નથી. ચિત્રો કે સંજ્ઞાઓ દ્વારા તે લખાય છે.
૬૪૦ વરસના અમલ પછી ક્રાંતિ થવાથી શાંગ વંશ ઊથલી પડવ્યો અને તેને ઠેકાણે નવો ચાઉ વંશ સત્તા ઉપર આવ્યા. એ વંશ શાંગ વંશ કરતાં પણ વધારે સમય સત્તા ઉપર રહ્યો. ૮૬૭ વરસ સુધી તેને અમલ ચાલ્યા. ચાઉ વંશના અમલ દરમ્યાન જ ચીન સુસંગઠિત રાજ્ય બન્યું. કન્ફશિયસ અને લાઓસે નામના ચીનના બે મહાન ફિલસૂફે પણ એ જ કાળમાં થઈ ગયા. તેમને વિષે હું પાછળથી કંઈક કહીશ.
શાંગ વંશને હાંકી કાઢવામાં આવ્યું તે સમયે કીસે નામના એક વડા અધિકારીએ ચાઉ વંશની નોકરી કરવા કરતાં દેશવટો પસંદ કર્યો. પિતાના પાંચ હજાર સાથીઓ સાથે ચીનમાંથી નીકળી જઈને તે કારિયામાં જઈ વસ્ય. એ ભૂમિને તેણે રોસન એટલે કે “પ્રભાતની શાંતિને મુલક” એવું નામ આપ્યું. કોરિયા અથવા ચેસન ચીનની