Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૫. જગતના ઇતિહાસનું રેખાદર્શન મધ્ય એશિયામાંથી આવી હતી અને સંસ્કૃતિમાં પણ તેમણે સારી સરખી પ્રગતિ કરી હતી. તેઓ ખેતી કરી જાણતા અને ઘેટાંબકરાં તથા ઢોરોનાં મેટાં મેટાં ધણે રાખતા. તેઓ સારાં મકાન બાંધતા અને સામાજિક વિકાસ પણ તેમણે ઠીક ઠીક સાધ્યો હતે. તેમણે હગ હે' અથવા જેને પીળી નદી પણ કહેવામાં આવે છે તેને કાંઠે વસવાટ કર્યો, અને પિતાનું રાજ્ય પણું સ્થાપ્યું. સદીઓ સુધી તેઓ ચીનમાં ફેલાતા ગયા અને પિતાની કારીગરી તથા કળાકેશલ્ય વધારતા ગયા. આ ચીની લેકે મોટે ભાગે ખેતે હતા અને તેમના સરદાર, મેં મારા આગળના પત્રમાં વર્ણન કર્યું છે તેવા નાયકે અથવા તે કુલપતિઓ હતા. છ કે સાત વરસ પછી, એટલે કે આજથી લગભગ ચાર હજારથીયે વધારે વરસ પૂર્વે યા નામને એક પુરુષ પિતાને સમ્રાટ કહેવડાવતે આપણને માલુમ પડે છે. આ પદ ધારણ કરવા છતાંયે તે મિસર કેમેસેમિયાના સમ્રાટે જેવે નહિ પણ કુલપતિ જે વધારે હતે. ચીની લેકે લાંબા વખત સુધી ખેડૂત જ રહ્યા અને ત્યાં આગળ મધ્યસ્થ સરકાર જેવું ખાસ કશું નહોતું.
કુલપતિઓ અથવા નાયકે કેવી રીતે ચૂંટાતા અને વખત જતાં તેઓ વંશપરંપરાગત કેવી રીતે બની ગયા એ મેં જણાવ્યું છે. ચીનમાં પણ એમ જ બનતું આપણું જોવામાં આવે છે. ત્યા પછી તેને પુત્ર ગાદીએ ન આવ્યો. પરંતુ તે વખતે આખા દેશમાં સૌથી બહેશ ગણુતા માણસની તેણે એ જગ્યાએ નિમણૂક કરી. પરંતુ થોડા જ વખતમાં એ પદ વારસાગત બની ગયું, અને એમ કહેવાય છે કે ચાર વરસ સુધી હસિયા વંશે ચીન ઉપર રાજ્ય કર્યું. હસિયા વંશને છેલ્લે રાજા બહુ જ ઘાતકી હતું. પરિણામે ત્યાં ક્રાંતિ થઈ અને તેને પદભ્રષ્ટ કરવામાં આવ્યો. ત્યાર પછી શાંગ અથવા ચીન વંશ સત્તા ઉપર આવ્યો અને લગભગ ૬૫૦ વરસ સુધી તેને અમલ ચાલે.
એક નાના સરખા ફકરામાં, બે ત્રણ નાનાં વાક્યોમાં, મેં અગિયારસોથીયે વધારે વરસે ચીનને ઇતિહાસ પતાવી દીધે, એ આશ્ચર્યજનક નથી ? પરંતુ ઈતિહાસના આવડા મેટા વિસ્તારની બાબતમાં બીજું શું થઈ શકે? પણ તારે એ બરાબર સમજી લેવું જોઈએ કે મારે એ ફકરે કે છે તેથી કંઈ અગિયારસે વરસનું લંબાણ ટૂંકું થઈ જતું નથી. આપણે દિવસ, માસ કે વરસની ગણતરીથી વિચાર કરવાને ટેવાયેલાં છીએ. માત્ર સે વરસને ખ્યાલ કરવો એ પણ