Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૧
ચીનના ઈતિહાસનાં એક હજાર વર્ષ
૧૬ જાન્યુઆરી, ૧૯૩૧
આ
*
બહારની દુનિયામાંથી અસ્વસ્થ કરી મૂકે એવા અને દુઃખદાયક ખબરો આવ્યા છે, અને છતાં તેથી હૃદય ગવ અને આનંદથી બ્લૈકાય છે. અમે સેાલાપુરના લેાકેાનાં વીતા વિષે સાંભળ્યું. દુઃખદાયક ખારા જાણ્યા પછી દેશમાં સત્ર શું શું બન્યું એ વિષે પણ અમને થોડી માહિતી મળી. આપણા યુવા પોતાની જિંżગી કુરબાન કરી રહ્યા હોય અને હજારોની સંખ્યામાં પુરુષો તથા સ્ત્રી નિય લાડીનેા સામનો કરી રહ્યાં હૈાય ત્યારે અહીં શાન્ત બેસી રહેવું મુશ્કેલ બની જાય છે. પણ આપણે માટે એ ઠીક તાલીમ છે. હું ધારું છું કે, આપણાં એકેએક સ્ત્રી અને પુરુષને પોતાની પૂરેપૂરી કસેાટી કરવાની તક સાંપડશે. દરમ્યાન આપણા લેા દુ:ખ સહન કરવાને માટે કેવી હિંમતથી આગળ વધી રહ્યા છે તથા દુશ્મનનું દરેક નવું હથિયાર તથા તેના પ્રહારે તેમને કેટલા વધારે સશક્ત અને સામે થવામાં કેટલા વધારે અડગ બનાવે છે એ જાણી આનંદ થાય છે.
જ્યારે માણસનું બધું લક્ષ ચાલુ બનાવામાં પરોવાઈ ગયું હોય ત્યારે ખીજી બાબતાના વિચાર કરવા મુશ્કેલ બની જાય છે. પણ મનમાં ખાલી ધડભાંજ કર્યાં કરવાથી કશે અસરતા નથી, અને આપણે કઈં પણ સંગીન કામ કરવું હોય તો મન ઉપર આપણે કાબૂ રાખવા જોઈએ. એટલે આપણે પાછાં પ્રાચીન કાળમાં ચાલ્યાં જઈએ અને થાડા વખત પૂરતી મનમાંથી આજની વિટ ંબણા દૂર કરીએ.
પ્રાચીન ઇતિહાસના હિંદના સહાદર જેવા ચીનમાં આપણે પહેાંચીએ. ચીનમાં તેમજ પૂર્વી એશિયાના જાપાન, કારિયા, હિંદીચીન, સિયામ અને બ્રહ્મદેશ વગેરે દેશામાં આપણે આ જાતિની વાત નથી કરવાની. ત્યાં આગળ તે આપણે મગાલ જાતિના પરિચય કરવાના છે. પાંચ હજાર કે તેથીયે વધારે વરસા પૂર્વે ચીન દેશ ઉપર પશ્ચિમ તરફથી ચડાઈ થઈ હતી. આ ચડાઈ કરનાર જાતિએ પણ
૬૪