Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
પ્રાચીન હિંદનું ચામસ્વરાજ બદલે માત્ર એક મોટું ઝાડ રહેતું. પ્રતિવર્ષ ગામના સ્વાધીન પુરુષે
એકઠા મળીને પિતાની પંચાયત ચૂંટતા. - સાદું જીવન જીવવાને અથવા એકાન્તમાં અધ્યયન કે બીજું કંઈ કાર્ય કરવા માટે ઘણું વિદ્વાન પુરુષો ગામ કે શહેરની બહાર જંગલમાં જઈ વસતા. તેમની આસપાસ વિદ્યાર્થીઓ એકઠા થતા અને આમ ધીરે ધીરે આવા ગુરુ અને શિષ્યની નવી વસાહત બનતી. આવી વસાહતોને આપણે વિદ્યાપીઠે કહી શકીએ. ત્યાં આગળ સુંદર સુંદર ઇમારતે નહતી પરંતુ વિદ્યાના ઉપાસકે દૂર દૂરના પ્રદેશમાંથી આ વિદ્યાનાં ધામમાં આવતા.
આનંદભવનની સામે ભરદ્વાજ આશ્રમ છે. કદાચ તું જાણતી પણ હશે કે ભરદ્વાજ રામાયણના પુરાણ સમયના ભારે વિદ્વાન ઋષિ ગણાય છે, અને પિતાના વનવાસ દરમ્યાન રામે પણ તેમના આશ્રમની મુલાકાત લીધી હતી એમ કહેવાય છે. એવું કહેવામાં આવે છે કે હજારે શિષ્ય અને વિદ્યાર્થીઓ તેમની સાથે રહેતા હતા. એ એક વિદ્યાપીઠ જ હેવી જોઈએ અને ભરદ્વાજ તેના આચાર્ય હશે. તે સમયે એ આશ્રમ ગંગાના કાંઠા ઉપર હતે. એ બિલકુલ સંભવિત છે, જોકે આજે તે નદી ત્યાંથી લગભગ એક માઈલ દૂર છે. આપણા બગીચાની જમીન કેટલેક ઠેકાણે બહુ રેતાળ છે. તે સમયે એ ગંગાના પાત્રને એક ભાગ હોય એ બનવાજોગ છે.
એ પ્રાચીન સભ્ય હિંદના અને ઉન્નતિકાળ હતે. કમનસીબે આપણુ પાસે એ સમયને કશે જ ઈતિહાસ મેજૂદ નથી, અને આપણે જે કંઈ જાણીએ છીએ તેને આધાર ઇતિહાસ સિવાયનાં ઇતર પુસ્તકે છે. દક્ષિણ બિહારમાં આવેલું મગધ, ઉત્તર બિહારમાં આવેલું વિદેહ, કાશી અથવા બનારસ, જેની રાજધાની અયોધ્યા (આજનું પૈઝાબાદ) હતી તે કેશલ, અને જમના અને ગંગા વચ્ચેના પ્રદેશમાં આવેલું પંચાલ – આ તે કાળનાં કેટલાંક રાજ્ય અને પ્રજાતંત્રે છે. પંચાલના મુલકમાં તે સમયે મથુરા અને કાન્યકુજ એ બે મુખ્ય નગર હતાં. આ બંને નગરે ઈતિહાસમાં પણ પ્રસિદ્ધ છે. આ બંને આજે પણ મેજૂદ છે. કાન્યકુન્જ કાનપુર પાસે કનોજને નામે ઓળખાય છે. ઉજજન પણ તે સમયનું પ્રાચીન શહેર છે. આજે તે ગ્વાલિયર રાજ્યમાં નાનકડે કસબ છે.
પંડિત જવાહરલાલનું અલ્લાહાબાદનું નિવાસસ્થાન.'