Book Title: Atmprabodh
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust
Catalog link: https://jainqq.org/explore/005692/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબો II ભાવાનુવાદકાર ॥ પૂજ્ય મુનિરાજશ્રી ધર્મશેખરવિજયજી મ. સા. Page #2 -------------------------------------------------------------------------- ________________ -ઈઝ શ્રી ધરણેન્દ્ર પદ્માવતી સંપજિતાય ૐ શ્રી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીર-મહોદય-લલિત-રાજશેખર ગુરુભ્યો નમ: શ્રી અરિહત આરાધક ટ્રસ્ટ પુષ્પ-૨૪ શ્રી જિનલાભસૂરિ વિરચિતા આત્મપ્રબોધ (ભાષાંતર) ભાવાનુવાદકાર પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજયલલિતશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયરાજશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજશ્રી ધર્મશેખરવિજયજી પ્રકાશક શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ Co. હિન્દુસ્તાન મિલ સ્ટોર્સ, ૪૮૧, ગની એપાર્ટમેન્ટ, મુંબઈ-આગ્રા રોડ, ભિવંડી-૪૨૧ ૩૦૫ ફોનઃ ૨૩૨૨૬૬, ૨૩૩૮૧૪. વિ. સં. ૨૦૫૯ વીર સં. રપર૯ ઈ.સ. ૨૦૦૩ નકલ-૧૦૦૦ કિંમત પઠન-પાઠન-આચરણ Page #3 -------------------------------------------------------------------------- ________________ G SS N શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: W શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | શ્રી અરિહંત આરાધ : પુણ-૪ પરમ પૂજ્ય આચાર્યશ્રી જિનલાભસૂરિજી વિરચિત આત્મપ્રબોધ વિષયઃ સમ્યકત્વ-દેશવિરતિ-સર્વવિરતિ-પરમાત્મતા અનુવાદક: પૂ. મુનિશ્રી ધર્મશખરવિજયજી મ.સા. પ્રસ્તાવના : પ. પૂ. આચાર્યશ્રી રાજરોખરસૂરિજી મ.સા. પ્રેરક : પ. પૂ. આચાર્યશ્રી લલિતશેખરસૂરિજી મ.સા. પ્રફ રીડીંગ: પ. પૂ. આચાર્યશ્રી લલિતશેખરસૂરિજી મ.સા. પ. પૂ. આચાર્યશ્રી રાજશેખરસૂરિજી મ.સા. પ. પૂ. મુનિરાજશ્રી ધર્મશેખરવિજયજી મ.સા. પ્રોત્સાહકઃ પૂ. મુનિશ્રી ઈન્દ્રશેખરવિજયજી મ.સા. પ્રકાશન: વીર સંવત્ ૨૫૨૯ • વિક્રમ સંવત-૨૦૫૯ સંશોધકઃ પ. પૂ. આચાર્યશ્રી રાજશેખરસૂરિજી મ.સા. પ્રેસ કોપી? ૫. સાધ્વીશ્રી કેવલ્યરત્નાશ્રીજી મ. સા. પ્રકાશક: શ્રી અરિહત આરાધક ટ્રસ્ટ-ભિવંડી વિમોચન: વૈશાખ સુદ ૯, ગુરુવાર તા. ૮-૫-૨૦૦૩ વિમોચક: શાહ કપુરચંદ શંગ ગોસરાણી હાલાર-નવાગામ, હા-મુલુન્ડ (મુંબઇ) વિમોચન સ્થળ : હાલારી વિશા ઓશવાળ મહાજનવાડી “ઓશવાળ સાગર” મુ. વિવેક પ્રિન્ટીંગ-કમ્પોઝમ્બાઈન્ડીગ : ભરત ગ્રાફિક્સ, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. ફોન : ૨૧૩૪૧૦૬, ૨૧૨૦૨૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૬ પ્રસ્તાવના | [0ાર્યકરોના મુખથી ત્રિપદી સાંભળીને ગણધર ભગવંતો દ્વાદશાંગી (=બાર અંગો)ની રચના કરે છે. પછી ગણધર ભગવંતો એ દ્વાદશાંગી પોતાના શિષ્યોને ભણાવે છે. શિષ્યો તે શ્રુતને પુસ્તકોની સહાય વિના જ ગણધર ભગવંતોના મુખેથી સાંભળીને યાદ રાખે છે. આ પ્રમાણે શિષ્ય-પ્રશિષ્ય પરંપરામાં પુસ્તકની સહાય વિના કૃતનું અધ્યયન-અધ્યાપન થતું રહે છે. શ્રી મહાવીર પરમાત્માના શાસનની પરંપરામાં શ્રી સુધર્માસ્વામીજીએ શ્રી જંબુસ્વામીને દ્વાદશાંગી ભણાવી. શ્રી જંબુસ્વામીએ શ્રી પ્રભવસ્વામીને દ્વાદશાંગી ભણાવી. શ્રી પ્રભવસ્વામીએ શ્રી શયંભવસ્વામીને દ્વાદશાંગી ભણાવી. આમ વરસો સુધી પરંપરાએ દ્વાદશાંગીનું અધ્યયન-અધ્યાપન થતું રહ્યું. પણ સમય જતાં કાનહાનિના પ્રભાવથી શિષ્યોની બુદ્ધિનો બ્રાસ થતો ગયો અને એથી દ્વાદશાંગીના મૂળસૂત્રોને સમજવાની કઠીનતા લાગવા માંડી. આથી ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીએ દશ સૂત્રો ઉપર નિર્યુક્તિની રચના કરી. એ નિર્યુક્તિને સમજવા માટે મહાપુરુષોએ ભાષ્યની રચના કરી. નિર્યુક્તિ અને ભાષ્ય પણ સમજવા કઠીન પડવા લાગ્યા. આથી એ બન્નેને સમજવા માટે મહાપુરુષોએ ચૂર્ણ અને ટીકાની રચના કરી. આમ શ્રુતના મૂળસૂત્ર, નિર્યુક્તિ ભાષ્ય, ચૂર્ણ અને ટીકા એ પાંચ અંગો થયા. આથી વર્તમાનમાં પંચાંગી શ્રુત માન્ય છે. જે પંચાંગી શ્રતને ન માને તે મિથ્યાદષ્ટિ છે. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ બુદ્ધિ-આયુષ્ય આદિની હાનિ થવા લાગી. આથી મહાપુરુષોએ અલ્પ શક્તિવાળા અને અલ્પ આયુષ્યવાળા શિષ્યોના ઉપકાર માટે ગણધર પ્રણીત સૂત્રના આધારે તે તે કાલ પ્રમાણે તે તે નવા નવા સૂત્રોની રચના કરવા માંડી. તેથી ઉપાંગો, પ્રકીર્ણકો, છેદસૂત્રો વગેરેની રચના થઈ. વર્તમાનમાં અંગ-ઉપાંગ વગેરે મળીને ૪૫ આગમો વિદ્યમાન છે. ૪૫ આગમ સિવાય બીજા પણ અનેક ગ્રંથોની રચના પૂર્વ મહાપુરુષોએ કરી છે. જેમ કે પૂર્વધર શ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ તત્ત્વાર્થાધિગમ સૂત્ર વગેરે અનેક ગ્રંથોની રચના કરી છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે સાડા ત્રણ કરોડ શ્લોક પ્રમાણ નૂતન ગ્રંથોની રચના કરી છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સેંકડો ગ્રંથોની રચના કરી છે. આમ તે તે કાળને અનુરૂપ નવા નવા ગ્રંથોની રચના થતી રહી છે. આથી જ શ્રુતના અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એમ બે ભેદો છે. જેની રચના ગણધર ભગવંતોએ કરી હોય તે અંગ પ્રવિષ્ટકૃત અને જેની રચના કૃતના વિશિષ્ટ બોધવાળા આચાર્યોએ કરી હોય તે અંગબાહ્ય શ્રુત કહેવાય. આ પ્રસ્તુત “આત્મપ્રબોધ' નામના ગ્રંથની રચના ખરતરગચ્છની પરંપરાના આચાર્ય શ્રી જિનલાભસૂરિએ કરી છે. પ્રશસ્તિમાં જણાવ્યા પ્રમાણે કચ્છ દેશના મનોર બંદરમાં વિ. સં. ૧૮૩૩- કા. સુ.પના દિવસે આ ગ્રંથની રચના પરિપૂર્ણ થઈ છે. ગ્રંથ રચાયા પછી તેનું સંશોધન મુનિરાજ શ્રી ક્ષમાકલ્યાણ વિ. મહારાજે કર્યું છે. આ ગ્રંથ ચાર પ્રકાશમાં વિભક્ત છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ ૪ તેમાં પહેલાં પ્રકાશમાં અભવ્ય, દૂરભવ્ય, જાતિભવ્ય, આસન્નભવ્યજીવો, આત્મબોધનો મહિમા, સમ્યક્ત્વની ઉત્પત્તિ, દૃષ્ટાંતો સહિત સમ્યક્ત્વના ૬૭ ભેદોનું વિસ્તારથી વર્ણન કર્યું છે. સમ્યક્ત્વના ૬૭ ભેદોના વર્ણનમાં શાશ્વત ચૈત્યો, ગૃહમંદિરમાં કેવી પ્રતિમા પૂજી શકાય. ભક્તિના ત્રણ પ્રકાર, અષ્ટપ્રકારી પૂજા વગેરેનું વિસ્તૃત વર્ણન ક૨વામાં આવ્યું છે. બીજા પ્રકાશમાં શ્રાવકના ૨૧ ગુણો, દૃષ્ટાંતો સહિત બાર વ્રતો, દાન, અભવ્ય કુલક, મહાવીર પ્રભુના દશ શ્રાવકો, રાત્રિભોજનથી થતા અનર્થો, શ્રાવક ક્યાં રહે ? શ્રાવકના અહોરાત્રના કાર્યો, ધર્મ જાગરિકા, છ આવશ્યક, દ્રવ્યસ્તવ વગેરેનું વિશદ વર્ણન કર્યું છે. ત્રીજા પ્રકાશમાં દીક્ષા માટે યોગ્ય-અયોગ્યનું વર્ણન, દશ પ્રકારનો યતિ ધર્મ, બાર પ્રકારનો તપ, અનિત્યાદિ બાર ભાવના, સાધુની ૧૨ પ્રતિમા, સાધુના અહોરાત્રના અનુષ્ઠાનો વગેરેનું તલસ્પર્શી વર્ણન કર્યું છે. ચોથા પ્રકારમાં પરમાત્માના બે પ્રકાર, નામાદિ ચાર પ્રકારના જિન, પૂજામાં હિંસાનો અભાવ, વિવિધ શાસ્ત્રપાઠોથી પૂજાનું સમર્થન, ભવસ્થ કેવલીના આહારની વિચારણા, સિદ્ધોનું સ્વરૂપ, સંસ્થાન, અવગાહના, લક્ષણ, નિરુપમસુખ, ૩૧ ગુણો, કર્મક્ષયથી પ્રગટતા આઠ ગુણો વગેરે રીતે સિદ્ધોનું વર્ણન, આત્મબોધની દુર્લભતા વગેરેનું રોચક વર્ણન કરવામાં આવ્યું છે. આમ આ ગ્રંથ સાધુ-શ્રાવક એ બંને માટે અતિશય ઉપયોગી છે, વ્યાખ્યાનમાં વાંચવા લાયક છે. આ ગ્રંથનું ગુજરાતીમાં ભાષાંતર પૂર્વે જૈન આત્માનંદ સભા, ભાવનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. વર્તમાનમાં એ ગ્રંથ અપ્રાપ્ય હોવાથી અને અનુવાદ અશુદ્ધિઓથી યુક્ત જણાવાથી આ ગ્રંથનો નવેસર અનુવાદ-ભાવાનુવાદ મુનિશ્રી ધર્મશેખરવિજયજીએ કર્યો છે. આ ભાવાનુવાદ ચતુર્વિધ સંઘમાં ઘણો ઉપયોગી બની રહેશે એમ નિઃશંક કહી શકાય. અઢાર વર્ષનો દીક્ષાપર્યાય ધરાવતા મુનિશ્રીએ પોતાના ગુરુવર્યોની સેવા-ભક્તિ ક૨વા સાથે જ્ઞાનમાં સારો વિકાસ સાધ્યો છે. બાહ્ય તપમાં નિત્ય એકાસણા સાથે વર્ધમાનતપની ૭૦ ઓળી પૂર્ણ કરી છે. આમ બાહ્ય-અત્યંતર તપની સાધના કરનારા મુનિશ્રી ભવિષ્યમાં આવા અનેક ગ્રંથોનું અનુવાદન-સંપાદન કરનારા બને એ જ એક અભ્યર્થના. વિ.સં. ૨૦૫૯, મ. સુ. ૧૩ વાપી જી. આઈ. ડી. સી. ચણોદ-કોલોની આચાર્ય રાજશેખરસૂરિ Page #6 -------------------------------------------------------------------------- ________________ વર્ધમાન તપોનિધિ ૧૦૦+૭૧ ઓળીના આરાધક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ | વિજયલલિતશેખરસૂરીશ્વરજી મ. સા. આદિ ઠાણા ૧૫ની શુભનિશ્રામાં શ્રેષ્ઠીવર્ય, સુશ્રાવક પ્રેમચંદ મુલજી માલદે ગામ વસઈ હાલ લંડનવાળાએ ઓશવાળ યાત્રિક ગૃહ પાલીતાણા તીર્થમાં સં. ૨૦૫૮માં કરાવેલ | ચાતુર્માસમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી આવેલાં નામો હાલ વિલેપારલે ૨કમ નામ ગામ ૧૧,૧૧૧ વેલજી દેપાર હરણીયા. કાનાલુસ ૧૧,૧૧૧ જેઠા સામત બીદ હ. રમણીકભાઇ નાનામાંઢા ૧૧,000 માતુશ્રી વેજીબેન કરમણ પાંચા જાખરીયા પરિવાર રાસંગપુર મુલુંડ જામનગર, મુંબઈ, લંડન લંડન કબીલપોર અમેરીકા મોટા માંઢા નવસારી કબીલપોર સુરત અમેરિકા સુરત કબીલપોર કા. સિંહણ રાસંગપર થાણા દાદર ૧૦,૦૦૦ જયાબેન ગુલાબચંદ મુળચંદ મારૂ ૫,૦૦૪ કુસુમબેન બાબુલાલ શાહ ૫,૦૦૪ નયનાબેન દિનેશકુમાર શાહ ૫,૦૦૪ કમળાબેન હરખચંદ શાહ ૫,૦૦૪ રેખાબેન અરવિંદભાઈ શાહ પ,000 પેથરાજ લખમણી જાંખરીયા હ. s.p ૫,૦૦૦ નેમચંદ પ્રેમચંદ પેથડ ૨,૨૦૫ શાંતાબેન ઉમેદમલ શાહ ૧,૧૧૧ લલિતકુમાર શાંતિલાલ સંઘવી ૧,૧૧૧ પુષ્પાબેન રમણીકલાલ જેસંગ ૧,૧૧૧ અનિલાબેન સોભાગચંદ ૧,૧૧૧ ગોવિંદજી શામજી મારૂ ૧,૧૧૧ મોતીબેન મોહનલાલ દેવરાજ - ૧,૧૧૧ રાજલબેન મોકર જાંખરીયા હ. રાયચંદભાઈ મુલુન્ડ અરૂષા કાંદીવલી નાઇરોબી માહીમ જુ. હરિપુર રાસ Page #7 -------------------------------------------------------------------------- ________________ વસઈ રકમ નામ ગામ હાલ ૧,૧૧૧ વેલજી મુલજી માલદે લંડન ૧,૧૧૧ શાંતાબેન મોહનલાલ ખીમસીયા લંડન ૧,૧૧૧ જયંતિલાલ હેમરાજ ગડા ટીંબડી ગોરેગામ ૧,૧૧૧ મેઘજી પુંજા સાવલા પ્રભાદેવી ૧,૧૧૧ ગોવિંદજી મેપા મારૂ સિક્કા ભીવંડી ૧,૧૧૧ જીવરાજ પોપટ જાખરીયા વ. સિંહણ ભીવંડી ૧,૧૧૧ રાણીબેન નરશી ગોસર હરિયા કજુરડા વડાલા ૧,૧૧૧ દેપાર હેમરાજ માલદે લખીયા વાપી : * ૧,૧૧૧ આર. ટી. શાહ વડોદરા ૧,૧૧૧ રતનબેન ખીમજી ગુઢકા હ. સોમચંદભાઈ લખીયા વાપી ૧,૧૧૧ વિજયકુમાર જયંતિલાલ ઝવેરી બોરીવલી ૧,૧૧૧ નીમુબેન મનસુખલાલ ભીમજી દોઢિયા ડબાસંગ લંડન ૧,૧૧૦ કંચનબેન નરશી લખમણ જાંખરીયા સિક્કા ભીવંડી ૧,૧૦૦ જીવીબેન હીરજી નગરીયા હ. રતિલાલભાઈ વ. સિંહણ ૧,૦૧૧ ઝવેરચંદ કાનજી જાખરીયા થાણા ૧,૦૧૧ નરશી કારા બીદ ગોંઇજ ૧,૦૦૮ મદનબેન મુલતાનમલજી શાહ ૧,૦૦૮ રસવંતીબેન મંગુભાઈ શાહ નવસારી ૧,૦૦૧ લક્ષ્મીબેન હંસરાજ પોપટ હરણીયા નાની રાફુદડ નાઈરોબી ૧,૦૦૧ હર્ષાલકુમાર ન્યાલચંદ રાવલસર જામનગર ૧,૦૦૦ રતનબેન પ્રેમચંદ લાધા ગોસરાણી ચાંપાબેરાજા મોમ્બાસા ૧,000 પૂ. સા. નયપૂર્ણાશ્રીજી મ.સા.ના કુટુંબીજનો ૧,000 માતુશ્રી પાચીબેન છગનલાલ લાલજી માલદે પરિવાર ધુણીયા લંડન નોંધ :- વધેલી રકમ બીજા પુસ્તકોમાં વાપરવામાં આવશે. મુલુંડ નવસારી Page #8 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃષ્ઠ વિષય ૧ ના ........... ૨૧ - ૦ 0 .......... 0 = = દ ........... ........ 6 ........ .......... ૧૧ | ............ પ્રથમ પ્રકાશ-સમ્યકત્વ.... બીજી રીતે ચૈત્યના પાંચ પ્રકાર.. મંગલાચરણ વારત્તક મુનિની કથા .. ....... ૨૨ આ ગ્રંથના અધિકારીઓ કોણ છે? શાશ્વત જિનચૈત્યો-બિંબો. ............. ભવ્ય-અભવ્યત્યાદિ વિચાર અધો લોકમાં શાશ્વત જિન ચૈત્યો-બિંબો ......... બહિરાત્મા.. | તિસ્કૃલોકમાં શાશ્વત જિન ચૈત્યો-બિંબો ........ અંતરાત્મા ઉર્ધ્વલોકમાં શાશ્વત જિન ચૈત્યો-બિંબો... પરમાત્મા................ ચૈત્યોના ગુણ-દોષો ............................... આત્મબોધનો શબ્દાર્થ ગૃહમંદિરમાં કેવી પ્રતિમા પૂજ્ય .. આત્મબોધનો મહિમા.. ચૈત્યવિનયનું સ્વરૂપ................. સમ્યકત્વની ઉત્પત્તિ, ભક્તિના પ્રકારો.. સમ્યકત્વના ભેદો ..... ત્રણ પ્રકારે ભક્તિ ...................... : સમ્યકત્વ એક પ્રકારે.............. (૧) અંગપૂજા રૂપ ભક્તિ............... સમ્યકત્વ બે પ્રકારે... કેવાં પુષ્પોથી પૂજા ન કરવી.................... સમ્યકત્વ ત્રણ પ્રકારે.. ધનસાર શ્રેષ્ઠીની કથા ..................... સમ્યકત્વ ચાર પ્રકારે. ૧૨ | આભરણ પૂજા.......... સમ્યકત્વ પાંચ પ્રકારે (૨) અગ્રપૂજા રૂપ ભક્તિ. પાંચે સમ્યકત્વનો કાળ , ............. દેવસેનની માતાનું દૃષ્ઠત ... . કયું સમ્યકત્વ કેટલી વાર પ્રાપ્ત થાય ? ૧૩ (૩) ભાવપૂજારૂપ ભક્તિ. કયા ગુણ સ્થાનકે કયું સમ્યકત્વ પ્રાપ્ત થાય ? ૧૪ | પાંચ પ્રકારે ભક્તિ ........ એક ભવને આશ્રયી સમ્યકત્વના આકર્ષો........ ૧૪ | (૧) પુષ્પાદિ પૂજારૂપ ભક્તિ. એક જીવના સર્વભવમાં કેટલા આકર્ષા થાય?..... ૧૪ (૨) જિનાજ્ઞાપાલનરૂપ ભક્તિ...... સમ્યકત્વ દશ પ્રકારે ...... (૩) દેવદ્રવ્યરક્ષણ-વૃદ્ધિરૂપ ભક્તિ ... માસતુષમુનિનું દૃષ્ટાંત........... સાગર શ્રેષ્ઠીનું દૃષ્ટાંત.... ગોવિંદવાચકનું દૃષ્ટાંત ........... (૪) ઉત્સવરૂપ ભક્તિ ........ ........................ ધર્મકાર્યોમાં સમ્યકત્વની પ્રધાનતા................ ભાવનાથી પ્રભાવના શ્રેષ્ઠ........... પ્રભાસ ચિત્રકારનું દૃષ્ટાંત.......... (૫) તીર્થયાત્રારૂપ ભક્તિ .............................૪૪ સમ્યકત્વના સડસઠ ભેદો .. ................... ૧૮ | શત્રુંજયની યાત્રા ........... ................ શ્રદ્ધા-૪ ૧૯ લિંગ-૩ ૨૦ ધન શ્રેષ્ઠીનું દૃષ્ટાંત ....... 'વિનય–૧૦... આઠ પ્રકારી પૂજા. ચૈત્ય વિનય-ચૈત્યના પાંચ પ્રકાર............ ૨૧ | આઠ પ્રકારની પૂજાનું ફળ ......... ૧૫ ............. ૧૫ .......... | છ “રી'. . ....... ..... ૨૦ | Page #9 -------------------------------------------------------------------------- ________________ B પૃષ્ઠ ર ૧૨૪ ક ........... ........૧૩૧ M M ............ છે છે ............. કે વિષય વિષય સત્તર પ્રકારી પૂજા............. ૫૧ | બીજું વ્રત ............... ..............૧૧૪ એકવીશ પ્રકારી પૂજા............. .............. ... ૫૧ વસુરાજાની કથા ....................... ............૧૧૬ શુદ્ધિ -૩.......... પર | ત્રીજું વ્રત .................... ૧૧૯ દૂષણ-૫ નાગદત્તની કથા............ ૧૨૨ બે વ્યવહારીનું દૃષ્ટાંત પ૩ | ચોથું વ્રત ................. .....૧૨૩ . બ્રાહ્મણનું દૃષ્ટાંત. | વેશ્યાનો વિશ્વાસ ન કરવો .. ........ નંદમણિકારનું દૃષ્ટાંત.......... બે રાજપુત્રોનું દૃષ્ટાંત....... પ્રભાવક–૮. . . ... પ૬ | શ્રાવકને કામાંધપણું અનુચિત છે ............૧૨૫ દેવદ્ધિક્ષમાશ્રમણનું દૃષ્ટાંત....... પ૬ | શીલનો મહિમા ...... ........૧૨૬ નંદિષણનું દૃષ્ટાંત .... ......................... ૬૦ | સુભદ્રાસતીની કથા ........... ...........૧૨૮ " આર્યસમિતસૂરિનું દૃષ્ટાંત... પાંચમું વ્રત .... સિદ્ધસેન દિવાકરસૂરિનું દૃષ્ટાંત .... પરિગ્રહ સકલ કલેશનું મૂળ છે...............૧૩૩ આભૂષણ-૫............. ૬૯ | સંતોષવિવેકનું મૂળ છે........................... ૧૩૩ કમલપ્રતિબોધક ગુણાકરસૂરિ શ્રેષ્ઠિપુત્ર ધનનું દૃષ્ટાંત ૧૩૩ સુલતાશ્રાવિકાનું દૃષ્ટાંત | ત્રણ ગુણ વ્રતો ....... ..............૧૩૬ બાહુ-સુબાહુનું દષ્ટાંત..... પહેલું દિધ્ધમાણ વ્રત ...... ........... ૧૩૬ લક્ષણ-૫ •••••••••••• કુણિકનું દૃષ્ટાંત ૧૩૭ દમસારઋષિનું દૃષ્ટાંત......... બીજું ભોગપભોગમાન વ્રત ....... દઢપ્રહારીનું દૃષ્ટાંત ...... વંકચૂલની કથા . ........... સુધર્મરાજાનું કથાનક ..... પંદર કર્માદાન . પદ્રશેખરરાજાની કથા.... ત્રીજું અનર્થદંડ વિરમણવ્રત ........................... યતના-૬ . . સાતગરણા-નવ ચંદરવા ............. .............. ધનપાલની કથા............. | મૃગ સુંદરીની કથા ........... આગાર-૬ ..... ..... ........ ચાર શિક્ષાવ્રત ...............................................૧૫૦ કોશાવેશ્યાનું દૃષ્ટાંત .............. ..... પહેલું સામાયિક વ્રત....... ....................૧૫૦ ભાવના-૬ સામાયિક ક્યાં કરાય? . . ૧૫૧ સ્થાન-૬ ૧૦૧ સામાયિકના ૩૨ દોષો. ૧૫ર બીજો પ્રકાશ-દેશવિરતિ ................. ૧૦૫ દમદંત મુનિની કથા ............ આત્મબોધ પ્રગટતા દેશવિરતિની પ્રાપ્તિ ....... ૧૦૫ | બીજું દેશાવગાશિક વ્રત .. ૧પ૬ શ્રાવકના ૨૧ ગુણો. ................ ૧૦૬ | ચંડકૌશિક સર્પની કથા......... ...............૧૫૬ દેશવિરતિને યોગ્ય ....... ................ ૧૦૮ ત્રીજું પૌષધ વ્રત ................... ................૧૫૭ બારવ્રતો............. ................૧૧૦ ચોથું અતિથિસંવિભાગ વ્રત ...........................૧૬૦ પહેલું વ્રત ...................... ............૧૧૦ | સુપાત્રમાં શુદ્ધદાનથી મહાલાભ...................૧૬૧ સુલસની કથા.. ......૧૧૩ | કુપાત્રદાનથી પાપકર્મનો બંધ ................૧૬૧ છે - ૧૪૦ ........ ૧૪૫ ૧૪૭ ૧૪૮ ................. ૯૨ ૧૪૮ . ૯૮ ૧૦૦ ૧૫૪ Page #10 -------------------------------------------------------------------------- ________________ વિષય ભય આદિથી દાન ન આપવું દાનના પાંચ દૂષણો દાનના પાંચ ભૂષણો પંચક શ્રેષ્ઠીનું દૃષ્ટાંત જીરણશેઠનું દૃષ્ટાંત વરસીદાન અભવ્ય કુલક વ્રતના ૨૧ ભાંગા બારવ્રતના કુલભાંગા પ્રભુવીરના દશ શ્રાવકો (૧) આણંદ (૨) કામદેવ (૩) ચુલની પિતા (૪) સુરાદેવ. (૫) ચુલ્લશતક (૬) કુંડકોલિક (૭) સદાલપુત્ર (૮) મહાશતક (૯) નંદિનીપિતા. (૧૦) તેતલીપિતા કેશવનું દૃષ્ટાંત શ્રાવક કયાં રહે ? કેવા પાડોશીનો ત્યાગ કરવો ?. શ્રાવક કેવો હોય ? શ્રાવકના અહોરાત્રના કાર્યો ધર્મજાગિરકા શ્રાવક છ આવશ્યક કરે ૧૭૪ ૧૭૬ ૧૭૭ .૧૭૮ શ્રાવકની અગિયાર પ્રતિમા .૧૭૮ શ્રાવકે રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ ... ૧૭૯ ૧૭૯ ૧૮૬ .૧૮૬ ૧૮૭ દ્રવ્યસ્તવ સાધુને દ્રવ્યસ્તવ ઈષ્ટ નથી દ્રવ્યસ્તવમાં કૃપનું દૃષ્ટાંત દેવપૂજા પછીના કર્તવ્યો. ત્રિકાળપૂજા પૃષ્ઠ ૧૬૨ વિષય રાત્રિના કર્તવ્યો . ૧૬૨ શ્રાવકના સદ્ભૂત ગુણો ૧૬૨ | મંડુક શ્રાવકનું દૃષ્ટાંત ૧૬૨ ૧૬૩ ૧૬૫ .૧૬૬ | સોનીનું દૃષ્ટાંત . ૧૬૭ ૧૬૭ ત્રીજો પ્રકાશ-સર્વવિરતિ સર્વવિરતિને યોગ્ય-અયોગ્ય દીક્ષાને અયોગ્ય અઢાર પુરુષો ૧૬૮ .૧૬૮ | અતિમુક્તમુનિનું દૃષ્ટાંત . દીક્ષાને અયોગ્ય દશ નપુંસકો ૧૭૦ ૧૭૨ ૧૭૩ ૧૭૩ ૧૭૩ 2 પૃષ્ઠ ૧૯૨ ૧૯૩ ૧૯૩ ૧૯૪ ૧૯૫ ૧૯૬ .૧૯૬ ૧૯૮ ૧૯૮ ૧૯૮ ૧૯૯ ૧૯૯ ૨૦૪ . ૨૦૬ કેવા પુરુષ-સ્ત્રી-નપુંસક દીક્ષાને યોગ્ય હોય ... ૨૦૭ સર્વવિરતિ યોગ્ય વૈરાગ્ય ૨૦૮ ૨૦૮ ૨૦૯ .૨૧૦ .૨૧૦ .૨૧૦ ૨૧૦ ૨૧૨ ૨૧૩ ૨૧૩ ૨૧૪ ૨૧૪ ૨૧૫ ૨૧૬ .૨૧૬ ૨૧૬ પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ દરિદ્ર બ્રાહ્મણનું દૃષ્ટાંત નિહ્નવોનો વિશ્વાસ ન કરવો કષાયદુષ્ટ સાધુનું દૃષ્ટાંત. દીક્ષાને યોગ્ય છ નપુંસકો દશ પ્રકારનો યતિધર્મ ધર્મમાં કરાતી માયા માયા નથી. ધર્મમાં કરતી માયા ઉપર મુનિની કથા બાહ્યતપ અત્યંતર તપ પ્રાયશ્ચિત્ત વિનય વેયાવચ્ચ સ્વાધ્યાય. પર્યાય અનુસારે સૂત્રવાચના સ્વાધ્યાયમાં અતિચારોનો ત્યાગ કરવો ૧૮૮ .૧૮૯ | વિદ્યાધરનું દૃષ્ટાંત ૧૮૯ ધ્યાન ૧૯૦ આર્તધ્યાન ૧૯૦ રૌદ્રધ્યાન ૧૯૦ ધર્મધ્યાન. ૧૯૧ શુક્લધ્યાન ૧૯૨ ઉત્સર્ગ. .૨૧૭ .૨૧૭ ૨૧૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ .............. ................ ............... ૨૨૩ ૨૭૨ ૨૭૩ ૦ ૨ ૨૭૪ ............. ૦ જે ૨૩૨ ૦ ૨૩૩ ૨૩૩ વિષય પૃષ્ઠ |વિષય. પૃષ્ઠ સંયમના ૧૭ પ્રકાર.................................. ૨૧૯ ચોથો પ્રકાશ-પરમાત્મતા ............... ૨૫૫ પાંચ અવ્રત ................ ૨૧૯ પરમાત્મતાના બે પ્રકાર......................................૨૫૫ પાંચ ઈન્દ્રિયનો નિગ્રહ............. નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવજિન........................ ૨૫૫ બે કાચબાનું દૃષ્ટાંત.............. પૂજા હિંસાદિરૂપ છે ઇત્યાદિ-ઉન્મત્ત પ્રલાપો છે. ૨૫૭ , કષાયજય ...........૨૨૨ વિવિધશાસ્ત્રપાઠોથી પૂજાનું સમર્થન ................. ૨૫૭ દંડત્રય વિરતિ .. ૨૨૩ સંયમીએ કેવું વચન બોલવું ?. ............... ૨૬૭ મન મર્કટની જેમ ચંચળ છે ભવસ્થ કેવલી-આહારની વિચારણા .......... ૨૭૧ સત્ય પણ પ્રિય બોલવું..................૨૨ સિદ્ધનું સ્વરૂપ ...... ........... સિદ્ધ થતા જીવની ગતિ ......................... વિપત્તિમાં પણ સત્ય બોલવું ........................ ૨૨૭ સિદ્ધોનું સંસ્થાન પ્રમાણ .... ....... ૨૭૩ કાલિકાચાર્યનું દાંત ............................. ઉત્કૃષ્ટ અવગાહના............. પ્રમાદનો સર્વથા ત્યાગ કરવો જોઈએ........૨૨૮ મધ્યમ અવગાહના ૨૭૪ સુમંગલાચાર્યનું દાંત ............... ...... ..... જઘન્ય અવગાહના........ • ...........૨૭૫ બાર ભાવના... સિદ્ધોનું લક્ષણ ................ ............... ૨૭૬ (૧) અનિત્ય ભાવના .......... કેવળજ્ઞાન-કેવળદર્શનના વિષયની પૂર્ણતા.... ૨૭૬ (૨) અશરણ ભાવના સિદ્ધોનું સુખ નિરુપમ છે ............ ૨૭૭ (૩) સંસાર ભાવના ............... સિદ્ધોના સુખ જેવું સુખ બીજે ક્યાંય નથી...... ૨૭૭ કુબેરદત્તનું ચરિત્ર.................... પ્લેચ્છ (ભીલ)નું દૃષ્ટાંત................................... ૨૭૭ (૪) એકત્વ ભાવના... સિદ્ધના એકત્રીશ ગુણો ........ ૨૭૯ (૫) અન્યત્વ ભાવના...... ................... કર્મક્ષયથી સિદ્ધના આઠગુણો .............. ૨૮૦ (૬) અશુચિ ભાવના ......... ................. ૨૩૭ આત્મબોધની દુર્લભતા .. ................. ૨૮૧ ગર્ભાધારણથી માંડી શરીરની અપવિત્રતા ..... ૨૩૭ આત્મબોધ ઉપાર્જનનો ઉપદેશ .................. ૨૮૧ (૭) આશ્રવ ભાવના .. જિનવાણીનું માહાભ્ય..............................૨૮૧ (૮) સંવર ભાવના... ગ્રંથકારની પ્રશસ્તિ ....................................૨૮૨ .............. (૯) નિર્જરા ભાવના ............................... ગ્રંથકારની ગુરુપરંપરા ... ૨૮૨ ભાવાનુવાદકારની પ્રશસ્તિ... (૧૦) લોકસ્વભાવ ભાવના..... કથાઓનું પરિશિષ્ટ........ (૧૧) બોધિદુર્લભ ભાવના............................. ચિલાતીપુત્રનું દૃષ્ટાંત..... (૧૨) ધર્મકથક અહમ્ ભાવના .................... ૨૪૫ ભદ્રબાહુસૂરિનું દષ્ટાંત ૨૮૯ રૌહિણેયચોરનું દૃષ્ટાંત ............ ..................... વિષ્ણુકુમારનું ચરિત્ર.. ......................... ૨૯૩ સાધુની ૧૨ પ્રતિમા ................... ............ ૨૪૯ ધન્ના કાકંદીનું દૃષ્ટાંત .. .......... ૨૯૭ સાધુનું અહોરાત્રિનું કાર્ય વજસ્વામીનું દૃષ્ટાંત .... ૨૯૮ મુનિઓ અનેક ગુણના આધાર..... ૨૫૧ કૂરગડુકમુનિનું દૃષ્ટાંત .......... ૩૦પ આરાધ્ય સદ્ધર્મની દુર્લભતા. ......... ૨પર મલવાદીસૂરિનું દૃષ્ટાંત ૩૦૮ પશુપાલ અને જયદેવનું દૃષ્ટાંત ..................... ૨૫૨ વિનીત-અવિનીત શિષ્યનું દર્ણત ...૩૧૦ . ૦ છે ................. ૦ ૦ ' ૪૨ # ૪૨ ૨૪૨ \ ૨૪૩ \ # ૨૮૪ - ૨૪૫ ૦ ૨૫૦ ............. ૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ ગ્રંથમાં આવેલ આ દૃષ્ટાંતોની અકારાદિ અનુક્રમણિકા છે પૃષ્ઠ ........ ....... ............. અહાર પt .......... ૧૭૯ નામ વિષય અતિમુક્તમુનિ દીક્ષાને યોગ્ય (બાળદીક્ષા).......... ...............૧૯૯ આણંદ શ્રાવક ............... શ્રાવકના વ્રતો. ................ ૧૬૮ આર્યસમિતસૂરિ......... પ્રભાવક (સિદ્ધ).......... ............. ૬૩ કમલપ્રતિબોધક ગુણાકરસૂરિ...................... . જિનશાસનમાં કુશળતા .. ........ ૭૦ કામદેવક શ્રાવક.. શ્રાવકના વ્રતો. કાલિકાચાર્ય. .વિપત્તિમાં પણ સત્ય બોલવું ૨૨૭ કુંડ કોલિક . ............. શ્રાવકના વ્રતો.. ૧૭૩ કુણિક .............. .............. લોભ ........................... ............૧૩૭. કુબેરદત્ત .................. અઢાર નાતરા ............ ............. ૨૩૩ કૂરગડૂક ....... ... કષાય નિગ્રહ............ .............. ૩૦૫ ..દ્રવ્યસ્તવ ............૧૯૦ કેશવ રાત્રિભોજન ત્યાગ.. કોશાવેશ્યા ....... . રાજાભિયોગ ............ ............૯૮ ગોવિંદવાચક... સૂત્રરુચિ................ ચંડકૌશિક સર્પ. .......... ............ દેશાવગાશિકવ્રત.. .............૧૫૬ ચિલાતિપુત્ર. સંવેગ-નિર્વેદ................ .................૨૮૪ ચુલની પિતા ...... શ્રાવકના વ્રતો............ .................૧૭૨ ચુલ્લશતક, .... શ્રાવકના વ્રતો.. ................૧૭૩ જીરણ શેઠ. દાનમાં ભાવશુદ્ધિ. ............. ૧૬૩ * તેતલીપિતા ....... શ્રાવકના તો.. ૧૭૮ દમદંતમુનિ.. સામાયિક-શમભાવ.. દમ સારમુનિ ક્રોધ-ઉપશમ.. .................. ૮૦ દરિદ્રબ્રાહ્મણ .......... પ્રમાદ.. .............૧૯૫ દેવર્સ્ટિ ક્ષમાશ્રમણ ........ ............. પ્રભાવક (પ્રવચની) ........... ............... પ૬ દેવસેનની માતા. દેવદીપકથી ઘરનું કામ... દઢપ્રહારી. સંવેગ-નિર્વેદ .. ધનપાલ.. છ યતના............. ધન શ્રેષ્ઠી. ........... તીર્થની ઉન્નત્તિ .... ધનસાર શ્રેષ્ઠી .. પુષ્પપૂજા .................... .............. ૩૬ ધન્નો કાકંદી ............. .............. પ્રભાવક (તપસ્વી)... ................૨૯૭ નંદમણિયાર .............. કુદૃષ્ટિસંસર્ગ............... ................ ૫૪ નંદિની પિતા. શ્રાવકના વ્રતો... . ૧૭૭ નંદિણ મુનિ .. ..પ્રભાવક (ધર્મકથી) ....... ............................. ૬૦ ............ ............ શ્રાવક "... ૧૫૪ ............. .......... Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પૃષ્ઠ જ છે. ......... ..... ............. પ્રભાવ ........... .............. ........... ૨૭૭ નામ નાગદત્ત , પંચક શ્રેષ્ઠી. પધશેખર રાજા. પશુપાલ અને જયદેવ .. પ્રભાસ ચિત્રકાર બાહુ-સુબાહુ ............... બે કાચબા .. બે રાજપુત્રો બે વ્યવહારી.... બ્રાહ્મણ . ભદ્રબાહુસૂરિ.. મંડુકશ્રાવક .. મલ્લવાદીસૂરિ.. મહાશતક... માસતુષમુનિ મુનિ ............... મૃગસુંદરી............. પ્લેચ્છ .................. રૌહિણેય ચોર વંકચૂલ .................... વજસ્વામી ............. વસુરાજા .... વારત્તકમુનિ. વિદ્યાધર વિષ્ણુકુમાર.... શ્રેષ્ઠિપુત્ર ધન ... સદાલપુત્ર સાગરશ્રેષ્ઠી ..... સાધુ............... સિદ્ધસેનદિવાકરસૂરિ. સુધર્મરાજા સુભદ્રાસતી . સુમંગલાચાર્ય... સુરાદેવ સુલસ સુલતાશ્રાવિકા સોની .. વિષયા અદત્તાદાને ત્યાગ .૧૨૨ ........... દાનમાં પરિણામની ચડ-ઉતર આસ્તિક્ય .......... ધર્મરત્નની દુર્લભતા ........ ............૨૫૨ .............. ધિર્મરુચિ ........ .............. ૧૭ જિનશાસન સેવા... ............ ૭૯ ઈન્દ્રિય નિગ્રહ-અનિગ્રહ.. ..............૨૨૨ વેશ્યામાં આસક્ત ... ..........૧૨૪ ......... શિંકા-નિઃશંકા.......... ............ ૫૩ .............. કાક્ષા ............૧૩ પ્રભાવક(નૈમિત્તિક)...... ................ ૨૮૯ યથાવસ્થિત તત્ત્વબોધ , ................૧૯૩ : .............. પ્રભાવક (વાદી)......... ................૩૦૮ શ્રાવકના વ્રતો.................. ...................૧૭૬ આજ્ઞારુચિ. .....................૧૫ ............ ધર્મમાં કરાતી માયા માયા નથી...................... ૨૧૦ ચંદરવો બાંધવો (અનર્થદંડ વિરમણ) .............. ૧૪૮ ......... સિદ્ધના સુખની ઉપમાનો અભાવ ...................... ............. જિનવાણીનો મહિમા. .............. ૨૪૫ ............... નિયમપાલન .............. ............૧૪૦ .............. પ્રભાવક (વિદ્યાવાન) ....... .............. ૨૯૮ ........... અસત્યવચન •....... ૧૧૬ ............. સાધર્મિક ચૈત્ય......... ............. ૨૨ .......... હિનાક્ષર .. ............ .............. ૨૧૫ ગણાભિયોગ ........... ............. ૨૯૩ .વિવેક પ્રગટ્યો .. .............૧૩૩ શ્રાવકના વ્રતો. .............૧૭૪ દેવદ્રવ્યભક્ષણ ..... ................ ૪૧ કષાયની દુષ્ટતા ...... ...........૨૦૪ પ્રભાવક (કવિ).. ............. ૬૫ અનુકંપા..... .................. ૮૫ શીલનો મહિમા... ............ ૧૨૮ પ્રમાદ-પટ્ટાથી બંધાયેલા. .............. શ્રાવકના વ્રતો............. .........૧૭૩ ............. અહિંસાવ્રત ................. ............ જિનધર્મમાં સ્થિરતા............ .. નકલી કંકણ બનાવી ઠગનાર .......................... ૧૯૬ ૨૨૯ ૧૧૩ .... ૭૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ नमोऽर्हते । શ્રી જિનલાભસૂરિ વિરચિત શ્રી આત્મપ્રબોધ પ્રથમ પ્રકાશ BOD સમ્યક્ત્વ મંગલાચરણ अनन्तविज्ञानविशुद्धरूपं, निरस्तमोहादिपरस्वरूपम् । नरामरेन्द्रैः कृतचारुभक्तिं नमामि तीर्थेशमनन्तशक्तिम् ॥१॥ અનંત વિજ્ઞાનથી જેનું સ્વરૂપ વિશુદ્ધ છે, જેણે મોહાદિ પર સ્વરૂપનો નિરાસ કર્યો છે, જેની નરેંદ્રો (ચક્રવર્તીઓ) અને અમરેંદ્રો (ઇંદ્રો)એ સુંદર ભક્તિ કરી છે એવા અનંતશક્તિવાળા તીર્થંકર પરમાત્માને હું નમસ્કાર કરું છું. (૧) अनादिसम्बद्धसमस्तकर्म- मलीमसत्वं निजकं निरस्य ॥ उपात्तशुद्धात्मगुणाय सद्यो, नमोऽस्तु देवार्यमहेश्वराय ॥ २ ॥ જેમણે પોતાની અનાદિકાળથી બંધાયેલા સમસ્ત કર્મની મલિનતાને દૂર કરીને તરત શુદ્ધ આત્મગુણને પ્રાપ્ત કર્યો છે એવા મહેશ્વર શ્રીવીરભગવાનને નમસ્કાર થાઓ. (૨) जगत्त्रयाधीशमुखोद्भवाया, वाग्देवतायाः स्मरणं विधाय ॥ विभाव्यतेऽसौ स्वपरोपकृत्यै, विशुद्धिहेतुः शुचिरात्मबोधः ॥ ३ ॥ ત્રણ જગતના સ્વામીના મુખથી ઉત્પન્ન થયેલી વાદેવતા (સરસ્વતી)નું સ્મરણ કરીને સ્વ-પરના ઉપકાર માટે વિશુદ્ધિનો હેતુ અને પવિત્ર એવો આત્મબોધ ગ્રંથ રચવામાં આવે છે. પ્રા ગ્રંથના પ્રારંભમાં સંક્ષેપ કરવાની રુચિવાળા પુરુષે પણ પ્રાયઃ કરીને શિષ્ટ પુરુષોના આચારને આચરવા માટે અને ગ્રંથની સમાપ્તિ થવામાં અંતરાય કરનારા ઘણાં વિદ્યોના સમૂહને દૂર કરવા માટે અત્યંત અવ્યભિચારી (નિષ્ફળ ન થાય તેવું) ઉચિત ઈષ્ટ દેવની સ્તવના આદિ સ્વરૂપ ભાવમંગલ અવશ્ય કરવું જોઈએ. એ પ્રમાણે વિચારીને અહીં પણ શાસ્ત્રની આદિમાં સમસ્ત તીર્થંકરોને પ્રણામ કરવા પૂર્વક, નજીકના ઉપકારી શાસન નાયક શ્રી વીર પરમાત્માને નમસ્કાર કરવા રૂપ અને સરસ્વતી દેવીનું સ્મરણ કરવા સ્વરૂપ ભાવમંગલનો આશ્રય કરાય છે, અર્થાત્ ભાવમંગલ કરવામાં આવે છે. વળી આત્મજ્ઞાન મોક્ષને પ્રાપ્ત કરાવનારું હોવાથી બધાયને ઉપકારી છે. આથી સાંભળનારની આ ગ્રંથમાં પ્રવૃત્તિ થાય એટલા માટે પ્રયોજન- અભિધેય- સંબંધ આ ત્રણ પણ અવશ્ય કહેવા જોઈએ. અહીં આ ગાથામાં ‘સ્વપરોપર્ત્ય' એ પદથી સ્વોપકાર અને પરોપકારરૂપ પ્રયોજન બતાવવામાં આવ્યું છે. તથા ‘ આત્મવોષ: ' એ પદથી અતિવિશુદ્ધ આત્મજ્ઞાનનો માર્ગ અભિધેયરૂપે Page #15 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ બતાવવામાં આવ્યો છે. ‘આત્મવોષો વિમાવ્યતે' એ પદથી વાચ્ય-વાચકભાવ આદિરૂપ સંબંધ બતાવવામાં આવેલ છે. તેમાં આત્મબોધનું સ્વરૂપ વાચ્ય છે અને આ ગ્રંથ વાચક છે. આવું તો અહીં ઘણું કહેવા યોગ્ય છે. પરંતુ ગ્રંથ મોટો થઈ જવાના ભયથી અહીં કહ્યું નથી. બુદ્ધિશાળીઓએ તે સ્વયં જ બીજા ગ્રંથોમાંથી જાણી લેવું. (૩) હવે પૂર્વે સામાન્યથી બતાવેલા અભિધેયને જ વિવેચન કહીને બતાવે છે— प्रकाशमाद्यं वरदर्शनस्य, ततश्च देशाद्विरतेर्द्वितीयं ॥ ર तृतीयस्मिन् सुमुनिव्रतानां, वक्ष्ये चतुर्थं परमात्मतायाः ॥ ४ ॥ આ ગ્રંથમાં પ્રથમ પ્રકાશમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ, ત્યારપછી બીજા પ્રકાશમાં દેશવિરતિનું સ્વરૂપ, ત્રીજા પ્રકાશમાં ઉત્તમ મુનિઓનાં વ્રતોનું સ્વરૂપ અને ચોથા પ્રકાશમાં પરમાત્મતાનું સ્વરૂપ કહીશ. આ કહેવા દ્વારા આ આત્મપ્રબોધ ગ્રંથ પરસ્પર સંબંધવાળા સમ્યક્ત્વ આદિના સ્વરૂપને પ્રતિપાદન કરનારો છે, અને ચાર પ્રકાશથી બંધાયેલો (રચાયેલો) છે, એ પ્રમાણે સૂચવ્યું છે. (૪) આ ગ્રંથના અધિકારીઓ કોણ છે ? હવે આ ગ્રંથના અધિકારીને બતાવે છે– न सन्त्यभव्या न हि जातिभव्या, न दूरभव्या बहुसंसृतित्वात् ॥ मुमुक्षवोऽभूरिभवभ्रमा हि, आसन्नभव्यास्त्वधिकारिणोऽत्र ॥ ५ ॥ આ ગ્રંથના અધિકારી અભવ્યો નથી, જાતિભવ્યો નથી, ઘણો સંસાર બાકી હોવાના કારણે દૂરભવ્યો નથી. અલ્પભવભ્રમણવાળા આસન્નભવ્ય મુમુક્ષુઓ અહીં અધિકારી છે. અહીં આ તાત્પર્ય છે– દુઃખે કરી અંત કરી શકાય એવા અને અનંત ચારગતિ સ્વરૂપ વિસ્તારવાળા આ સંસારમાં પ્રશસ્ત સમસ્ત જગતના જીવોના ચિત્તને ચમત્કાર કરનારા એવા ઇંદ્ર વગેરે સુંદ૨ સુર-અસુરના સમૂહે રચેલા ઉત્કૃષ્ટ આઠ પ્રાતિહાર્ય આદિ સંપૂર્ણ અતિશયથી યુક્ત એવા જગદ્ગુરુ શ્રી વીર જિનેશ્વરે સંપૂર્ણ ઘનઘાતી કર્મદલિકોના સમૂહના નાશથી ઉત્પન્ન થયેલા, સકલ લોકાલોક સ્વરૂપ લક્ષ્યને અવલોકન કરવામાં કુશળ, વિમલ કેવલજ્ઞાનના બળથી ત્રણ પ્રકારના જીવો બતાવેલા છે. તે આ પ્રમાણે- ભવ્યો, અભવ્યો અને જાતિભવ્યો. તેમાં જે જીવો કાળ વગેરે સંપૂર્ણ સામગ્રીને પામીને પોતાની શક્તિથી સકળ કર્મોનો ક્ષય કરીને મુક્તિમાં ગયા, જાય છે અને જશે તે સર્વે પણ ત્રણ કાળની અપેક્ષાએ ભવ્ય કહેવાય છે. અને જે જીવો આર્યક્ષેત્ર આદિ સામગ્રી હોવા છતાં તેવા પ્રકારના જાતિ સ્વભાવથી જ હંમેશા તત્ત્વશ્રદ્ધાથી રહિત હોવાના કારણે ક્યારે પણ મુક્તિમાં ગયા નથી, જતા નથી અને જશે નહીં તે અભવ્ય કહેવાય છે. મુક્તિની પ્રાપ્તિનું મૂળ કારણ સમ્યક્ત્વ જ છે. તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે કેदंसणभट्ठो भट्ठो, दंसणभट्ठस्स नत्थि निव्वाणं । सिज्झति चरणरहिया, दंसणरहिया न सिज्झति ॥ ३ ॥ Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ અર્થ જે સમ્યકત્વથી ભ્રષ્ટ થયો છે તે સર્વથી ભ્રષ્ટ થયો છે. સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલા જીવને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ચારિત્રથી રહિત જીવો હજી મુક્તિને પામે છે. પરંતુ સમ્યકત્વથી રહિત જીવો ક્યારે પણ મુક્તિને પામી શકતા નથી. ભવ્યાભવ્યત્યાદિ વિચાર અહીં જે “ચારિત્રથી રહિત' એમ કહ્યું તે દ્રવ્ય ચારિત્રથી રહિત એમ સમજવું. વળી- જે જીવો અનાદિકાળથી આશ્રિત સૂક્ષ્મ ભાવનો ત્યાગ કરવા દ્વારા જો બાદરભાવમાં આવે તો અવશ્ય સિદ્ધ થાય છે. પરંતુ સકળ સંસ્કારને કરનારના વિષયમાં નહીં આવેલા ખાણની અંદર રહેલા સંસ્કારને યોગ્ય પાષાણની જેમ, અર્થાત્ સંસ્કારને યોગ્ય પથ્થર ખાણની અંદર પડેલો છે પરંતુ સંસ્કાર કરનારના હાથે ચઢ્યો નથી એવા પથ્થરની જેમ, સૂક્ષ્મભાવનો ત્યાગ કરીને ક્યારે પણ અવ્યવહાર રાશિરૂપી ખાણમાંથી જે જીવો બહાર આવ્યા નથી, આવતા નથી અને આવવાના નથી તે જીવો જાતિભવ્ય કહેવાય છે. આ જીવો કથન માત્રથી જ ભવ્ય છે, પણ સિદ્ધ સાધકપણે ભવ્ય નથી. તે માટે આગમમાં કહ્યું છે કે सामग्गिअभावाओ, ववहारियरासिअप्पवेसाओ । भव्वावि ते अनंता, जे सिद्धिसुहं न पावंतीत्ति ॥४॥ અર્થ એવા પણ ભવ્ય જીવો અનંતા છે કે જેઓ સામગ્રીના અભાવે વ્યવહાર રાશિમાં પ્રવેશ નહીં પામવાથી સિદ્ધસુખને પામી શકતા નથી. - તેમાં અભવ્ય જીવો અને જાતિભવ્ય જીવો વિશુદ્ધ શ્રદ્ધાથી રહિત હોવાના કારણે અહીં અધિકારી નથી. તેથી બાકી રહેલા ભવ્યો જ અધિકારી છે અને તે ભવ્યજીવો દૂરભવ્ય અને આસન્નભવ્ય એમ બે પ્રકારે છે. તેમાં અર્ધ પુદ્ગલ પરાવર્તથી અધિક કાળ સંસારવર્તી જે જીવો છે તે દૂરભવ્ય કહેવાય છે અને તેઓને પ્રબલતર મિથ્યાત્વનો ઉદય હોવાથી કેટલાક કાળ સુધી સમ્યગદર્શન આદિની પ્રાપ્તિનો અભાવ છે. આથી આ અપાર સંસાર અટવીમાં લાંબાકાળ સુધી ભટકતા તેમને આત્મબોધરૂપી સધર્મ માર્ગ દુર્લભ જ છે અને જે જીવો કંઈક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્તની અંદર રહેલા છે તે આસન્ન ભવ્ય કહેવાય છે અને તેઓ લઘુકર્મી હોવાના કારણે તેમને તત્ત્વની શ્રદ્ધા થવી સુલભ છે આથી તે આસન્ન ભવ્યો જ અહીં અધિકારી છે એ નક્કી થયું. હવે આસન્ન ભવ્ય જીવોના ઉપકાર માટે આત્મબોધના સ્વરૂપનું કંઈક નિરૂપણ કરાય છે. અતિ તિ માત્મા- તે તે ભાવોને સતતપણે પામે તે આત્મા, અને તે આત્મા ત્રણ પ્રકારે છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્મા તેમાં જે જીવ મિથ્યાત્વના ઉદયને વશ થવાથી શરીર-ધન-પરિવાર-ઘર-નગર-દેશ-મિત્રશત્રુ આદિ ઈષ્ટ-અનિષ્ટ વસ્તુ ઉપર રાગ અને દ્વેષની બુદ્ધિ રાખે છે અને સર્વે પણ અસાર વસ્તુને સારરૂપે માને છે તે પ્રથમ ગુણ સ્થાને રહેલો જીવ બાહ્ય દષ્ટિથી બહિરાત્મા કહેવાય છે. ૧. “એક પુદ્ગલ પરાવર્તથી અધિક કાળ સંસારવર્તી ભવ્ય જીવો દૂરભવ્ય કહેવાય છે” આવી વ્યાખ્યા અનેક સ્થળે છે, અને આ વ્યાખ્યા વધારે પ્રસિદ્ધ છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ અંતરાત્મા હવે જે જીવ તત્ત્વશ્રદ્ધાથી યુક્ત છે, કર્મબંધના કારણો વગેરેના સ્વરૂપને સારી રીતે જાણે છે. જેમકે- આ જીવ આ સંસારમાં મિથ્યાત્વ- અવિરતિ- કષાય અને યોગ આ કર્મબંધનાં કારણોથી પ્રતિસમય કર્મો બાંધે છે અને તે કર્મો જ્યારે ઉદયમાં આવે છે ત્યારે આ જીવ સ્વયં જ ભોગવે છે. બીજો કોઈ પણ જન તેમાં સહાયતા કરતો નથી...... વળી દ્રવ્યાદિ કોઈક વસ્તુ નાશ પામે છે ત્યારે આ પ્રમાણે વિચારે છે કે- મારો આ પરવસ્તુ સાથેનો સંબંધ નાશ પામ્યો. મારું દ્રવ્ય તો આત્મપ્રદેશની સાથે જોડાયેલું જ્ઞાનાદિ છે અને તે તો ક્યાંય જતું નથી. વળી- દ્રવ્યાદિ કોઈક વસ્તુનો લાભ થાય ત્યારે આ પ્રમાણે વિચારે છે કે મને આ પૌગલિક વસ્તુનો સંબંધ થયો એમાં એના ઉપર આનંદ શું? અર્થાત્ એના ઉપર આનંદ કરવાથી શું? વળી- વેદનીય કર્મના ઉદયથી કષ્ટ વગેરેની પ્રાપ્તિ થાય ત્યારે સમભાવને ધારણ કરે છે અને આત્માને પરભાવથી ભિન્ન માનીને તેમના ત્યાગનો ઉપાય કરે છે અને મનમાં તો પરમાત્માનું ધ્યાન કરે છે. આવશ્યકાદિ ધર્મકાર્યમાં વિશેષથી ઉદ્યમવાળો થાય છે. તે ચોથા ગુણસ્થાનથી માંડીને બારમા ગુણસ્થાનવર્તી જીવ અંતર્દષ્ટિથી અંતરાત્મા કહેવાય છે. પરમાત્મા વળી જે જીવ શુદ્ધ આત્મસ્વભાવમાં પ્રતિબંધ કરનારા કર્મશત્રુઓને હણીને નિરૂપમ ઉત્તમ કેવળજ્ઞાન આદિ પોતાની સંપત્તિને પામીને હાથમાં રહેલા આમળાની જેમ સમસ્ત વસ્તુસમૂહને સંપૂર્ણપણે જાણે છે અને જુએ છે અને પરમાનંદના સમૂહથી સંપન્ન છે તે તેરમા- ચૌદમા ગુણસ્થાને રહેલો જીવ અને સિદ્ધનો આત્મા શુદ્ધસ્વરૂપવાળો હોવાના કારણે પરમાત્મા કહેવાય છે. આત્મબોધનો શબ્દાર્થ, વોયનં વોલ' યથાવસ્થિત સ્વરૂપે વસ્તુનું જ્ઞાન તે બોધ. હમણાં જ કહેલા લક્ષણવાળા આત્માનો અને તેનાથી અભિન્ન એવા સમ્યકત્વ આદિ ધર્મનો બોધ તે આત્મબોધ. આને પ્રતિપાદન કરનારો ગ્રંથ પણ ઉપચારથી આત્મબોધ કહેવાય છે. આ પ્રમાણે આત્મપ્રબોધનો શબ્દાર્થ છે. આત્મબોધનો મહિમા હવે આત્મબોધના મહિમાનું વર્ણન કરાય છે. જે જીવને આત્મબોધ થયો છે તે જીવ પરમાનંદમાં મગ્ન હોવાના કારણે સાંસારિક સુખનો અભિલાષી ક્યારે પણ થતો નથી. કારણ કે તે સાંસારિક સુખ અલ્પ અને અસ્થિર છે. જેમ કોઈ જન વિશિષ્ટ ઈચ્છિત વસ્તુને સંપાદન કરાવવામાં સમર્થ એવા કલ્પવૃક્ષને પામીને લુખા ભોજનની પ્રાર્થના કરનારો થતો નથી. તેમ આ જીવ પરમાનંદમાં અત્યંત મગ્ન થઈ સંસાર સુખનો અભિલાષી થતો નથી. વળી- સારા માર્ગે ચાલનારો દેખતો પુરુષ કૂવામાં પડતો નથી તેની જેમ જે જીવો આત્મજ્ઞાનમાં નિરત છે તે જીવો નરકાદિ દુ:ખને ક્યારે પણ પામતાં નથી. વળી- જેણે અમૃતનો સ્વાદ લીધો હોય તેવા પુરુષને જેમ ખારા પાણીને પીવાની રુચિ થતી નથી. તેની જેમ જેણે આત્મબોધને પ્રાપ્ત કર્યો છે તેને બાહ્ય વસ્તુના સંસર્ગની ઈચ્છા થતી નથી. હવે જેને આત્મબોધ થયો નથી તે જીવ મનુષ્ય દેહવાળો હોવાના કારણે શીંગડા અને પૂંછડા વગેરેથી રહિત હોવા છતાં તેને પશુ જ જાણવો. કારણ કે આહાર-નિદ્રા-ભય અને મૈથુનથી યુક્ત Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સભ્યત્વ હોવાના કારણે તેના તે ધર્મો પશુ જેવા છે. વળી જે જીવે પરમાર્થથી આત્માને જાણ્યો નથી તેની સિદ્ધિ ગતિ દૂર છે. વળી તેને પરમાત્મ સંપત્તિની ઓળખ ન હોવાથી ધન-ધાન્ય વગેરે સાંસારિક ઋદ્ધિ જ ઉત્સુકતાનું કારણ છે. વળી તેની આશારૂપી નદી હંમેશા જ અપૂર્ણ રહે છે. વળી- જીવોને જ્યાં સુધી આત્મબોધ થયો નથી ત્યાં સુધી ભવસમુદ્ર દુસ્તર છે, ત્યાં સુધી જ મોહમહાભટ દુર્જય છે, અને ત્યાં સુધી જ કષાયો અતિવિષમ છે. આથી એ નક્કી થયું કે આત્મબોધ સર્વોત્તમ છે. હવે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી એ ન્યાયથી આત્મબોધ પ્રગટ થવામાં સદ્ભુત કોઈપણ કારણ હોવું જોઈએ. અને તે પરમાર્થથી સમ્યકત્વ જ છે. એ સિવાય બીજું કોઈ પણ કારણ નથી. કેમ કે- આગમમાં સમ્યકત્વ વિના તેની ઉત્પત્તિ સંભળાતી નથી. તેથી એ સિદ્ધ થયું કેઆત્મબોધ સમ્યકત્વમૂલક છે, અર્થાત્ આત્મબોધનું મૂળ સમ્યકત્વ છે. સમ્યકત્વની ઉત્પત્તિ હવે સમ્યકત્વના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે પહેલા તેની ઉત્પત્તિ કહેવાય છે. કોઈક અનાદિ મિથ્યાદષ્ટિ જીવ મિથ્યાત્વના કારણે અનંત પુદ્ગલ પરાવર્ત સુધી અપાર ઘોર સંસારમાં ભમીને ભવ્યત્વના પરિપાકના કારણે પર્વત પરથી પડતી નદીના પાણીના વેગથી ઘસડાતા પથ્થરના ઘસારા સમાન કોઈ પણ રીતે અનાભોગથી થયેલા પરિણામ વિશેષરૂપ યથાપ્રવૃત્તિકરણથી ઘણા કર્મને નિર્જરતો અને અલ્પ કર્મને બાંધતો સંજ્ઞીપણાને પામીને આયુષ્ય સિવાયના સાત કર્મોને પલ્યોપમના અસંખ્યય ભાગે ન્યૂન એવા એક કોડાકોડી સાગરોપમ જેટલી સ્થિતિવાળા કરે છે. અહીં વચ્ચે જીવના દુષ્કર્મથી ઉત્પન્ન થયેલ, કર્કશ, ગાઢ, લાંબાકાળથી થયેલ, ગુપ્ત, વાંકી ગાંઠ જેવો દુઃખે કરી ભેદી શકાય તેવો, પૂર્વ ક્યારેય નહીં ભેદાયેલો ગાઢ રાગ-દ્વેષનો પરિણામ હોય છે, જેને ગ્રંથિ કહે છે. આ ગ્રંથિ સુધી અભવ્ય જીવો પણ યથાપ્રવૃત્તિકરણથી કર્મ ખપાવીને અનંતીવાર આવે છે. ગ્રંથિ દેશે રહેલો અભવ્ય કે ભવ્ય જીવ સંખ્યય કે અસંખ્યય કાળ સુધી ત્યાં રહે છે. ત્યાં રહેલો કોઈક અભવ્ય જીવ ચક્રવર્તી વગેરે અનેક રાજાઓથી કરાતા શ્રેષ્ઠ પૂજા-સત્કાર-સન્માન-દાનવાળા ઉત્તમ સાધુને જોઈને અથવા જિનેશ્વરની ઋદ્ધિ જોઈને અથવા સ્વર્ગના સુખની પ્રાર્થનાથી દીક્ષા ગ્રહણ કરવા વડે દ્રવ્યસાધુપણાને પામીને પોતાની મોટાઈ થાય વગેરે ઈચ્છાથી ભાવસાધુની જેમ પડિલેહણ વગેરે ક્રિયા સમૂહને આચરે છે, અને ક્રિયાના બળથી જ ઉત્કૃષ્ટથી નવમા રૈવેયક સુધી પણ જાય છે. અભવ્ય જીવોને પૂર્વધર લબ્ધિનો અભાવ હોવાથી કોઈક અભવ્ય જીવ ઉત્કૃષ્ટથી નવમા પૂર્વ સુધી દ્રવ્ય શ્રુતને પણ માત્ર સૂત્રથી પામે છે, પણ અર્થથી પામતો નથી. કોઈક મિથ્યાત્વી ભવ્યજીવ ગ્રંથિદેશે રહેલો કંઈક ન્યૂન દશપૂર્વ સુધી દ્રવ્ય શ્રુતને પામે છે. આથી જ મિથ્યાત્વીએ ગ્રહણ કરેલું હોવાથી કંઈક ન્યૂન દશપૂર્વ સુધીનું શ્રુત મિથ્યાશ્રુત પણ હોય છે. જેને સંપૂર્ણ દશપૂર્વ શ્રત હોય છે તેને નિયમો સમ્યકત્વ હોય છે. બાકીના કંઈક ન્યૂન દશપૂર્વધર વગેરેમાં સમ્યકત્વની ભજના છે, અર્થાત્ સમ્યકત્વ હોય પણ અને ન પણ હોય. કલ્પભાષ્યમાં કહ્યું છે કે ___ चउदस दस य अभिन्ने, नियमा सम्मं तु सेसए भयणा ॥ અર્થ-ચૌદ અને સંપૂર્ણ દશપૂર્વમાં નિયમો સમ્યકત્વ હોય છે, બાકીમાં ભજના. Page #19 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ એ પછી કોઈક મહાત્મા કે જેને ૫૨મનિવૃત્તિ (મોક્ષ) સુખ નજીક છે, જેનો દુઃખેકરી રોકી શકાય એવો વીર્યનો પ્રસર અતિઉલ્લસિત થયો છે, જે પરમ વિશુદ્ધ અધ્યવસાય વિશેષરૂપ તીક્ષ્ણ ખડ્ગધારા જેવા અપૂર્વક૨ણથી યથોક્ત સ્વરૂપવાળી ગ્રંથિનો ભેદ કરીને અનિવૃત્તિકરણમાં પ્રવેશે છે. ત્યાં પ્રતિસમય વિશુદ્ધ અધ્યવસાયવાળો થતો તે જ કર્મોને સારી રીતે ખપાવતો અને ઉદયમાં આવેલા મિથ્યાત્વને વેદતો અને ઉદયમાં નહીં આવેલા મિથ્યાત્વને ઉપશમાવવા સ્વરૂપ અંતર્મુહૂર્ત કાળપ્રમાણ અંતરકરણમાં પ્રવેશે છે. અંતકરણમાં પ્રવેશવાનો વિધિ આ પ્રમાણે છે અંતરકરણ સ્થિતિમાંથી દલિકને ગ્રહણ કરીને પ્રથમ સ્થિતિમાં નાખે છે. એ પ્રમાણે પ્રતિસમય ત્યાં સુધી નાખે છે જ્યાં સુધી અંતરકરણમાં રહેલા બધાય દલિકો ક્ષય પામે. અને અંતર્મુહૂર્ત કાળમાં સઘળા ય દલિકો ક્ષય પામે છે. ત્યારપછી તે અનિવૃત્તિકરણ સમાપ્ત થયે છતે અને ઉદયમાં આવેલા મિથ્યાત્વનો અનુભવથી ક્ષય થયે છતે અને ઉદયમાં નહીં આવેલા મિથ્યાત્વનો પરિણામ વિશુદ્ધિ વિશેષથી ઉદય રોકે છતે ઉખર પ્રદેશ સમાન મિથ્યાત્વના વિવરને પામીને, સંગ્રામમાં મોટો સુભટ વૈરીને જીતીને અત્યંત આનંદને પામે તેમ પરમ આનંદમય, અપૌદ્ગલિક ઔપમિક સમ્યક્ત્વને પામે છે અને ત્યારે ગ્રીષ્મના તાપથી તપેલો કોઈ જીવ ગોશીર્ષ ચંદનના રસથી અતિ અદ્ભૂત શીતલતાને પામે તેમ તે ઔપશમિક સમ્યક્ત્વથી તેના આત્મામાં અતિ અદ્ભૂત શીતલતા પ્રગટે છે. ત્યારપછી ત્યાં રહેલો સત્તામાં રહેલા મિથ્યાત્વને શોધીને ત્રણ પૂંજરૂપે અવશ્ય સ્થાપે છે. જેમ કોઈ જીવ મદન કોદ્રવોને ઔષધ વિશેષથી શુદ્ધ કરે છે અને શુદ્ધ કરાતા તે કોદ્રવોમાંથી કેટલાક શુદ્ધ થાય છે, કેટલાક અર્ધશુદ્ધ જ થાય છે અને તેમાંથી કેટલાક તો સર્વથા જ શુદ્ધ થતા નથી. આ પ્રમાણે જીવ પણ અધ્યવસાય વિશેષથી જિનવચનની રુચિમાં પ્રતિબંધ કરનારા દુષ્ટ રસનો ઉચ્છેદ કરવા દ્વારા મિથ્યાત્વને શોધે છે અને શુદ્ધ કરાતું તે મિથ્યાત્વ પણ શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધ એમ ત્રણ પ્રકારે થાય છે. તેની સ્થાપના આ પ્રમાણે છે- ૦, 0, ♦ તેમાં શુદ્ધ પુંજ સર્વજ્ઞધર્મનો સારી રીતે સ્વીકાર કરવામાં પ્રતિબંધક થતો ન હોવાથી સમ્યક્ત્તુંજ કહેવાય છે. બીજો અર્ધશુદ્ધ પુંજ છે તે મિશ્રપુંજ કહેવાય છે. તેના ઉદયે જિનધર્મમાં ઉદાસીનતા જ થાય છે. અશુદ્ધપુંજ અરિહંત આદિ વિશે મિથ્યાપ્રતિપત્તિને ઉત્પન્ન કરતો હોવાથી મિથ્યાત્વપુંજ કહેવાય છે. આ પ્રમાણે અંતરકરણથી અંતર્મુહૂર્ત કાલવાળું ઔપશમિક સમ્યક્ત્વ અનુભવ્યા પછી નિયમા આ જીવ જો શુદ્ધપુંજનો ઉદય થાય તો ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ થાય છે. અર્ધશુદ્ધપુંજના ઉદયમાં મિશ્રદૃષ્ટિ થાય છે. અશુદ્ધપુંજના ઉદયમાં સાસ્વાદન સમ્યક્ત્વને સ્પર્શવાપૂર્વક મિથ્યાર્દષ્ટિ થાય છે. વળીપ્રથમનું ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થયે છતે કોઈક જીવ સમ્યક્ત્વની સાથે દેશવિરતિને અથવા સર્વવિરતિને સ્વીકારે છે. શતકબૃહત્ ચૂર્ણિમાં કહ્યું છે કે उवसमसम्मद्दिट्ठी, अंतरकरणट्ठिओ कोइ देसविरई पि लहइ । कोइ पमत्तभावं पि, सासयणो पुण न किं पि लहेइ ॥ અર્થ- અંતરકરણમાં રહેલો ઉપશમ સમ્યગ્દષ્ટિ કોઈ જીવ દેશવિરતિને પણ પામે છે અને કોઈ જીવ પ્રમત્તભાવ (છટ્ઠા સર્વવિરતિ ગુણસ્થાન)ને પણ પામે છે. પણ સાસ્વાદન સમ્યક્ત્વવાળો Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ કિંઈ પણ પામતો નથી. આ અભિપ્રાય કાર્મગ્રંથિકોનો છે. સૈદ્ધાંતિકોનો તો અભિપ્રાય આ પ્રમાણે છેઅનાદિ મિથ્યાદષ્ટિ કોઈ જીવ ગ્રંથિભેદ કરીને તેવા પ્રકારના તીવ્ર પરિણામથી યુક્ત હોવાના કારણે અપૂર્વકરણ ઉપર આરૂઢ થયેલો મિથ્યાત્વના ત્રણ પુંજ કરે છે. ત્યારપછી અનિવૃત્તિકરણના સામર્થ્યથી શુદ્ધ પુંજવાળા પુદ્ગલોને વેદતો ઔપથમિક સમ્યકત્વ પામીને જ પહેલાથી જ ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ થાય છે. વળી બીજો કોઈ જીવ યથાપ્રવૃત્તિકરણ આદિ ત્રણ કરણના ક્રમથી અંતરકરણના પ્રથમ સમયે પથમિક સમ્યકત્વ પામે છે. આ જીવ ત્રણ પુંજ કરતો નથી જ. અને તેથી પથમિક સમ્યકત્વથી પડેલો અવશ્ય મિથ્યાત્વને જ પામે છે. અહીં તત્ત્વ તો તત્ત્વને જાણનારા જાણે. હવે કલ્પભાષ્યમાં કહેલો ત્રણ પુજના સંક્રમનો વિધિ બતાવવામાં આવે છે. વધતા પરિણામવાળો સમ્યગ્દષ્ટિ જીવ મિથ્યાત્વ દલિકમાંથી પુદ્ગલોને ખેંચીને સમ્યકત્વમાં અને મિશ્રમાં સંક્રમાવે છે. મિશ્ર પુદ્ગલોને સમ્યગ્દષ્ટિ જીવ સમ્યકત્વમાં અને મિથ્યાદૃષ્ટિ જીવ મિથ્યાત્વમાં સંક્રમાવે છે. સમ્યકત્વ પુદ્ગલોને તો મિથ્યાદૃષ્ટિ મિથ્યાત્વમાંજ સંક્રમાવે છે, પણ મિશ્રમાં સંક્રમાવતો નથી. વળી- મિથ્યાત્વનો ક્ષય ન થયો હોય ત્યાં સુધી સમ્યગ્દષ્ટિઓ નિયમા ત્રણ પુંજવાળા હોય છે. મિથ્યાત્વ ક્ષીણ થયા પછી બે પુજવાળા હોય છે, અને મિશ્રપુજનો ક્ષય થયા પછી એક પંજવાળા અને સમ્યકત્વ ક્ષીણ થયે છતે ક્ષેપક હોય છે. વળી- કાર્મગ્રંથિકના અભિપ્રાયે જેણે પ્રથમ વખત સમ્યકત્વ પ્રાપ્ત કર્યું છે એવો જીવ સમ્યકત્વનો ત્યાગ કરી મિથ્યાત્વને પામેલો છતો ફરી પણ બધી ઉત્કૃષ્ટ સ્થિતિવાળી કર્મપ્રકૃતિઓ બાંધે છે. જ્યારે સૈદ્ધાંતિકના અભિપ્રાયે ભિન્ન ગ્રંથિવાળો સમ્યગ્દષ્ટિ જીવ મિથ્યાત્વને પામેલો હોય તો પણ ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધતો નથી. અહીં સમ્યક્ત્વના વિચારમાં ઘણી ચર્ચા છે તે ગ્રંથ મોટો થઈ જવાના ભયથી અહીં નહીં કહેલી હોવાથી બીજા ગ્રંથમાંથી જાણી લેવી. (૪) હવે સમ્યકત્વ કેટલા પ્રકારનું હોય છે એવી શંકા કરીને તેના ભેદો બતાવવામાં આવે છે. સમ્યકત્વના ભેદો - एगविह १ दुविह २ तिविहं ३, चउव्विहं ४ पंचविहं ५ दसविहं १० । सम्म होइ जिणणायगेहिं, इह भणियं शंतनाणीहिं ॥५॥ અર્થ- સમ્યકત્વ એક પ્રકારે, બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે, પાંચ પ્રકારે અને દશ પ્રકારે છે એ પ્રમાણે અનંતજ્ઞાની જિનેશ્વરોએ કહ્યું છે. હવે એક પ્રકારે સમ્યકત્વ બતાવવામાં આવે છે તત્ત્વરુચિરૂપ સમ્યકત્વ એક પ્રકારે કહેલું છે. અર્થાત્ શ્રી જિનેશ્વરોએ ઉપદેશેલા જીવાજીવાદિ પદાર્થો વિશે સમ્યક શ્રદ્ધા રાખવી એ રૂપ સમ્યકત્વ એક પ્રકારનું છે. હવે બે પ્રકારે સમ્યકત્વ બતાવવામાં આવે છે– ' દ્રવ્યથી અને ભાવથી એમ સમ્યકત્વ બે પ્રકારનું છે. તેમાં જે વિશોધિવિશેષથી વિશુદ્ધ કરેલા મિથ્યાત્વના મુદ્દગલો તે દ્રવ્ય સમ્યકત્વ છે. તે શુદ્ધ પુદ્ગલોના આલંબને ઉત્પન્ન થયેલો જીવનો જે Page #21 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ “જિનોક્ત તત્ત્વરુચિરૂપ પરિણામ” તે ભાવ સમ્યકત્વ છે. અથવા પરમાર્થને નહીં જાણતા જીવનો જે જિનવચનરૂપ તત્ત્વ ઉપર શ્રદ્ધાન તે દ્રવ્ય સમ્યકત્વ અને પરમાર્થને જાણતા જીવનો જે જિનવચનરૂપ તત્ત્વ ઉપર શ્રદ્ધાન તે ભાવ સમ્યકત્વ. નિશ્ચય અને વ્યવહારના ભેદથી સમ્યકત્વ બે પ્રકારનું છે. તેમાં જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ જે આત્માનો શુભ પરિણામ તે નિશ્ચય સમ્યકત્વ અથવા જ્ઞાનાદિ પરિણામથી આત્મા અભિન્ન હોવાથી આત્મા એ જ નિશ્ચય સમ્યકત્વ છે. आत्मैव दर्शनज्ञान-चारित्राण्यथवा यतेः । વત્તા વૈષ શરીરમતિતિ | 8 II (યોગશાસ્ત્ર-૪). અર્થ- યતિને આત્મા જ દર્શન છે, આત્મા જ જ્ઞાન છે અને આત્મા જ ચારિત્ર છે. કારણ કે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ જ આત્મા આ શરીર વિશે રહેલો છે. વળી- નિશ્ચયથી નિષ્પન્ન સ્વરૂપવાળો એટલે કે જેનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થયું છે એવો સ્વજીવ જ દેવ છે. તથા નિશ્ચયથી તત્ત્વરમણરૂપ સ્વજીવ જ ગુરુ પણ છે, અને નિશ્ચયથી જ્ઞાનાદિ સ્વભાવવાળો સ્વજીવ જ ધર્મ છે. સ્વજીવ સિવાય અન્ય કોઈ પણ દેવ-ગુરુ-ધર્મ નથી એ પ્રમાણે જે શ્રદ્ધા કરવી તે નિશ્ચય સમ્યકત્વ જાણવું, અને આ જ મોક્ષનું કારણ છે. કારણ કે જીવ સ્વરૂપના જ્ઞાન વિના કર્મક્ષય રૂપ મોક્ષ થતો નથી. હવે અરિહંત એ જ દેવ છે, સદ્ધર્મનો ઉપદેશ આપવા દ્વારા મોક્ષમાર્ગને બતાવનારા ગુરુ છે અને કેવલી ભગવતે પ્રરૂપેલો દયામૂળવાળો ધર્મ એ જ ધર્મ છે. ઇત્યાદિ અર્થની સાત નય, બે પ્રમાણ અને ચાર નિપાથી જે શ્રદ્ધા કરવી તે નિશ્ચય સમ્યકત્વનું કારણ હોવાથી વ્યવહાર સમ્યકત્વ જાણવું. અહીં તાત્પર્ય આ છે- જે રાગ-દ્વેષ-મોહથી રહિત છે તે જ દેવ છે અને તેવા તો શ્રીમાનું અરિહંત જ છે. તે સિવાયના બ્રહ્મા-મહાદેવ વગેરેમાં સ્ત્રી-શસ્ત્ર-જપમાલા વગેરે રાગાદિના વ્યક્ત ચિહ્નો દેખાતાં હોવાને કારણે તેઓ દેવ નથી. પ્રશ્ન- આ લોકોમાં રાગાદિ ભલે હોય એમાં અમને શું હાનિ છે? ઉત્તર- રાગાદિથી કલુષિત હોવાના કારણે તેઓ હજી પણ મુક્ત થયા નથી અને મુક્ત ન થયા હોવાના કારણે મુક્તિ આપવાની તેઓમાં યોગ્યતા નથી. મુક્તિ માટે જ દેવ અભિપ્રેત છે. અર્થાત્ દેવની સેવા મુક્તિ માટે કરવાની છે અને મુક્તિ આપવાની તો તેઓમાં યોગ્યતા નથી. એમ પણ ન કહેવું કે- નિત્ય મુક્ત હોવાના કારણે આ જીવો રાગાદિથી લપાતા નથી. કારણ કેનિત્ય મુક્ત જીવો ફરી સંસારમાં આવતા નથી, અને પુરાણોક્તિના બળથી સંભળાય છે કે આ જીવોના પુનર્ભવવાળા અસંખેય અવતારો થવાના છે (માટે તેઓ નિત્ય મુક્ત નથી). પ્રશ્ન- આ લોકોમાં મુક્તિદાયકપણું ભલે ન હોય તો પણ રાજ્યાદિદાયકપણું અને રોગાદિ અપાયવારકપણું આ લોકોમાં સાક્ષાત્ દેખાય છે. માટે રાજ્યાદિ દાયકપણું અને રોગાદિઅપાયવારકપણે તેમનામાં છે જ. Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યક્ત્વ ન ઉત્તર- એ પ્રમાણે કહેવું યોગ્ય નથી. જો એવા દેવ કહેવાતા હોય તો રાજા વગેરેને (અથવા પૃથ્વીકાયથી નિષ્પન્ન ચિંતામણિ વગેરેને) અને વૈદ્ય વગેરેને પણ દેવ કહેવાનો પ્રસંગ આવશે. એમ પણ ન કહેવું કે- રાજા વગેરે સામા પુરુષના કર્મને અનુસારે જ આપનારા છે તેથી અધિક આપનારા નથી. કેમ કે- તેમની પણ તેવી જ પ્રવૃત્તિ દેખાય છે. વળી રાજાની સેવા કરનારા બધાય રાજા હોય છે અને વૈદ્યોની સેવા કરનારા બધાય નિરોગી હોય છે એવું પણ નથી. કેમ કે- અનુભવથી વિરુદ્ધ છે. કહ્યું છે કે यद्यावद्यादृशं येन, कृतं कर्म शुभाशुभं । તત્તાવત્તાદશં તમ્ય, તમીશઃ પ્રયઘ્ધતિ | શ્ અર્થ- જે જીવે જે શુભાશુભકર્મ જેટલું, જેવું કર્યું હોય તેને તે કર્મનું તેટલું, તેવું ફળ ઈશ્વર આપે છે. માટે વિસ્તારથી સર્યું. વળી- જેઓ પૃથ્વી આદિ ષટ્કાયની વિરાધનાથી નિવૃત્ત થયેલા છે, સમ્યગ્ જ્ઞાની છે, તેઓ જ ગુરુ છે, પણ સર્વ આરંભમાં પ્રવૃત્ત થયેલા હોવાના કારણે જેમને હંમેશા ષટ્કાયના ઉપમર્દનનો સંભવ છે, એવા બ્રાહ્મણ વગેરે ગુરુ નથી. પ્રશ્ન- ભલે તેઓ ષટ્કાયના ઉપમર્દક રહ્યા, પરંતુ બ્રાહ્મણ જાતિના તો છે ને ? ૯ ઉત્તર- બ્રાહ્મણ જાતિના હોવા છતાં પણ તેમનું આચરણ નિંદ્ય છે. જ્યારે બ્રાહ્મણ જાતિના નહીં હોવા છતાં પારાશર- વિશ્વામિત્ર વગેરેને પૂજનીય કહ્યા છે. કહ્યું છે કે श्वपाकीगर्भसंभूतः, पाराशरमहामुनिः । तपसा ब्राह्मणो जात-स्तस्माज्जातिरकारणं ॥ १ ॥ અર્થ- ચાંડાલીના ગર્ભથી ઉત્પન્ન થયેલા પારાશર મહામુનિ તપથી બ્રાહ્મણ થયા. તેથી બ્રાહ્મણ થવામાં જાતિ કારણ નથી. ૫૧૫ कैवर्त्तीगर्भसंभूतो, व्यासो नाम महामुनिः । 'तपसा ब्राह्मणो जात - स्तस्माज्जातिरकारणं ॥ २॥ અર્થ- ધીવરની સ્રીના ગર્ભથી ઉત્પન્ન થયેલા વ્યાસ નામના મહામુનિ તપથી બ્રાહ્મણ થયા. તેથી બ્રાહ્મણ થવામાં જાતિ કારણ નથી. રા शशकीगर्भसंभूतः, शुको नाम महामुनिः । तपसा ब्राह्मणो जात - स्तस्माज्जातिरकारणं ॥ ३ ॥ અર્થ- શશકીના ગર્ભથી ઉત્પન્ન થયેલા 'શુક નામના મહામુનિ તપથી બ્રાહ્મણ થયા તેથી બ્રાહ્મણ થવામાં જાતિ કારણ નથી. ૫ા न तेषां ब्राह्मणीमाता, संस्कारश्च न विद्यते । तपसा ब्राह्मणा जाता - स्तस्माज्जातिरकारणं ॥ ४ ॥ ૧. વ્યાસનો પુત્ર- ધૃતાચી નામની અપ્સરા શુકી પોપટીનું રૂપ ધારણ કરેલી એક વખત વ્યાસની દૃષ્ટિએ પડી તેને જોઈને વ્યાસનું વીર્ય પડ્યું તેમાંથી થયેલા પુત્રનું નામ શુક પડ્યું. Page #23 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ અર્થ- ઉપર કહેલા તે મહામુનિઓની માતા બ્રાહ્મણી ન હતી, તેમ જ તેમનો સંસ્કાર થયો ન હતો. તેઓ તપથી બ્રાહ્મણ થયા હતા. તેથી બ્રાહ્મણ થવામાં જાતિ કારણ નથી. જા બીજી જગ્યાએ પણ કહ્યું છે કે सत्यं ब्रह्म तपो ब्रह्म, ब्रह्म चेन्द्रियनिग्रहः । सर्वभूतदया ब्रह्म, एतद्ब्राह्मणलक्षणं ॥१॥ અર્થ- સત્ય બ્રહ્મ છે, તપ બ્રહ્મ છે, ઇંદ્રિયનો નિગ્રહ બ્રહ્મ છે, સર્વ જીવો ઉપર દયા બ્રહ્મ છે. આ બ્રાહ્મણનું લક્ષણ છે. જેના __ शूद्रोऽपि शीलसंपन्नो, गुणवान् ब्राह्मणो भवेत् । ब्राह्मणोऽपि क्रियाहीनः, शूद्रापत्यसमो भवेत् ॥ २॥ અર્થ- શૂદ્ર હોય છતાં પણ શીલસંપન્ન હોય, ગુણવાન હોય, તો તે બ્રાહ્મણ થાય છે. બ્રાહ્મણ હોવા છતાં પણ ક્રિયાહીન હોય, તો તે શૂદ્રના પુત્ર જેવો છે. રા તેથી ગુરુપણામાં વિરતિ જ પ્રમાણ છે, વિરતિ વિના ગુરુપણામાં પણ તાર્યતારકનો યોગ નથી, અર્થાત્ વિરતિ વિનાના ગુરુ તારવા યોગ્યને તારી શકતા નથી. કારણ કે दुन्निवि विसयासत्ता, दुण्णवि धणधण्ण संगहसमेआ । सीसगुरू समदोसा, तारिज्जइ भणसु को केण ॥ १॥ અર્થ ગુરુ અને શિષ્ય બંને વિષયમાં આસક્ત હોય અને બંને પણ ધન-ધાન્યનો સંગ્રહ કરનારા હોય, શિષ્ય અને ગુરુ બંને સમાન દોષવાળા હોય, તો તે કહે કે કોણ કોને તારે ? એ પ્રમાણે પણ ન કહેવું કે સંગ રહિત હોવાના કારણે કુટીચર વગેરે સંતો જ છે. કેમ કે જીવનો સારી રીતે બોધ ન હોવાના કારણે તેઓ પણ સ્નાન આદિ આરંભવાળા છે. તેથી પકાયના પાલક સાધુઓ જ ગુરુ છે એમ નક્કી થયું. સર્વજ્ઞ એવા કેવલી ભગવંતે કહેલો જ ધર્મ કલ્યાણકારી છે, બીજો નહીં. તેઓ (બ્રહ્મા વગેરે) પણ સર્વજ્ઞ છે એ પ્રમાણે ન કહેવું. એક સ્વરૂપવાળા હોવા છતાં અવિરુદ્ધ ધર્મને કહેનારા નથી, અર્થાત્ વિરુદ્ધ ધર્મને કહેનારા છે. તે આ પ્રમાણે- વિષ્ણુના મતમાં સૃષ્ટિ વિષ્ણુના મૂળવાળી છે, અર્થાત્ સૃષ્ટિની રચના વિષ્ણુએ કરી છે. શિવમતમાં સૃષ્ટિ શિવમૂળવાળી છે. શુદ્ધિ પણ એકના મતે પાણીથી થાય છે અને બીજાના મતે રાખથી થાય છે. મોક્ષ પણ એકના મતે આત્મામાં જ લય થઈ જવું તે મોક્ષ છે. બીજાના મતે નવગુણનો ઉચ્છેદ તે મોક્ષ છે. વળી બીજું-પાછળથી પણ જેનો ઉચ્છેદ કરવા યોગ્ય છે એવા અસુરોને સર્જન કરનારા અને તેમને વરદાન આપનારા એવા તેઓ કેવી રીતે સર્વજ્ઞ થવાને યોગ્ય છે ? અર્થાત્ નથી. આથી જ જેમ આપણે (સ્વતંત્રપણે) કહેલો ધર્મ પ્રમાણ નથી તેમ તેમણે કહેલો ધર્મ પ્રમાણ નથી. તેથી કેવલી વડે કહેવાયેલો ધર્મ જ કલ્યાણકારી છે. આ પ્રમાણેની અવિપરીત એવી શ્રદ્ધા સ્વરૂપ સમ્યગૂ રુચિ તે વ્યવહાર સમ્યકત્વ કહેવાય છે. વ્યવહારનય પણ પ્રમાણ છે. તેના બળથી જ તીર્થની પ્રવૃત્તિ છે, અન્યથા તીર્થ ઉચ્છેદનો પ્રસંગ આવે. કહ્યું છે કે૧. નવગુણ- બુદ્ધિ - સુખ - દુઃખ - ઈચ્છા - દ્વેષ - પ્રયત્ન - ધર્મ - અધર્મ - સંસ્કાર. Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ . जइ जिणमयं पवजह, ता मा ववहारनिच्छयं मुयह । ववहारनओच्छेए, तित्थुच्छेओ जओवस्सं ॥१॥ જો જિનમતને તમે સ્વીકારો છો તો વ્યવહાર અને નિશ્ચયને ન મૂકો. કારણ કે વ્યવહારના ઉચ્છેદથી તીર્થનો ઉચ્છેદ અવશ્ય થાય છે. વળી- પૌગલિક અને અપૌગલિક ભેદથી પણ સમ્યકત્વ બે પ્રકારે છે. પૌગલિક સમ્યકત્વ- જેમાંથી મિથ્યાત્વ સ્વભાવ દૂર કરવામાં આવ્યો છે એવા સમ્યકત્વ પુંજમાં રહેલા યુગલને વેદવા સ્વરૂપ ક્ષાયોપથમિક સમ્યકત્વ એ પૌત્રલિક સમ્યકત્વ છે. અપૌલિક સમ્યકત્વ- મિથ્યાત્વ- મિશ્ર અને સમ્યકત્વપુંજ પુગલોના ક્ષયથી અને ઉપશમથી ઉત્પન્ન થયેલું કેવળ જીવના પરિણામ સ્વરૂપ ક્ષાયિક અથવા ઔપથમિક સમ્યકત્વ તે અપદ્ગલિક સમ્યકત્વ છે. વળી- નિસર્ગ અને અધિગમના ભેદથી પણ સમ્યકત્વ બે પ્રકારનું છે. તેમાં તીર્થકર વગેરેના ઉપદેશ વિના સ્વભાવથી જ જીવને જે કર્મના ઉપશમ આદિથી ઉત્પન્ન થાય છે તે નિસર્ગ સમ્યકત્વ છે. તીર્થકર આદિના ઉપદેશથી કે જિન પ્રતિમાના દર્શન આદિ બાહ્ય નિમિત્તના આલંબને કર્મના ઉપશમ આદિના કારણે જે પ્રગટ થાય છે તે અધિગમ સમ્યકત્વ છે. અહીં માર્ગ અને વર એમ બે દિષ્ટાંતો છે. તે આ પ્રમાણે એક માણસ માર્ગથી ભ્રષ્ટ થયેલો ઉપદેશ વિના ભમતો સ્વયં જ માર્ગમાં આવી જાય છે. જ્યારે બીજો કોઈ બીજાના ઉપદેશથી માર્ગમાં આવી જાય છે. જવર પણ કોઈક સ્વયં જ ચાલ્યો જાય છે અને કોઈક ઔષધના ઉપાયથી જાય છે. એ પ્રમાણે જીવોને સમ્યકત્વરૂપ માર્ગની પ્રાપ્તિ અને મિથ્યાત્વરૂપી વરનો અપગમ નિસર્ગ અને ઉપદેશ (અધિગમ)થી વિચારવો. . હવે ત્રણ પ્રકારે સમ્યકત્વ બતાવવામાં આવે છે કારક, રોચક અને દીપકના ભેદથી સમ્યકત્વ ત્રણ પ્રકારે છે. તેમાં જીવોને જે સમ્યમ્ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરાવે તે કારક. આનાથી પરમ વિશુદ્ધિરૂપ સમ્યકત્વ પ્રગટ થયે છતે જીવ જે અનુષ્ઠાન જે પ્રમાણે સૂત્રમાં કહ્યું હોય તે પ્રમાણે જ કરે છે. તે કારક સમ્યકત્વ કહેવાય છે. આ સમ્યકત્વ વિશુદ્ધ ચારિત્રીઓને જ હોય છે. તથા જે માત્ર શ્રદ્ધા સ્વરૂપ હોય તે રોચક. જે સમ્યગૂ અનુષ્ઠાનની પ્રવૃત્તિમાં માત્ર રુચિ ઉત્પન્ન કરાવે પણ પ્રવૃત્તિ ન કરાવે તે રોચક સમ્યકત્વ. આ સમ્યકત્વ અવિરત સમ્યગદષ્ટિ એવા કૃષ્ણ, શ્રેણિક વગેરેને જાણવું. તથા જે સ્વયં મિથ્યાષ્ટિ અભવ્ય કે દૂરભવ્ય કોઈક અંગારમઈક આદિની જેમ ધર્મકથા આદિથી યથાવસ્થિત જિનોક્ત જીવ- અજીવ આદિ પદાર્થોનું બીજાની આગળ પ્રકાશન કરે છે તે કારણથી તેનું સમ્યકત્વ દીપક કહેવાય છે. . પ્રશ્ન- જે સ્વયં મિથ્યાષ્ટિ છે તો પછી તેને સમ્યકત્વ કેવી રીતે હોય? મિથ્યાદૃષ્ટિ અને સમ્યકત્વ એ પરસ્પર વિરુદ્ધ છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ ઉત્તર- એ પ્રમાણે ન કહેવું. કારણ કે મિથ્યાદૃષ્ટિ હોવા છતાં પણ તેનો જે પરિણામવિશેષ છે તે સમ્યકત્વ સ્વીકારનારાઓને સમ્યકત્વનું કારણ બને છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને તેને પણ સમ્યકત્વ કહેવામાં દોષ નથી. જેમકે- ઘી આયુષ્યનું કારણ હોવાથી ઘીને આયુષ્ય કહેવામાં દોષ નથી. તથા પથમિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિકના ભેદથી પણ સભ્યત્વ ત્રણ પ્રકારે છે. સમ્યકત્વ ચાર પ્રકારે- તથા ઔપશમિક, ક્ષાયિક, લાયોપથમિક અને સાસ્વાદનના ભેદથી સમ્યકત્વ ચાર પ્રકારે છે. સમ્યકત્વ પાંચ પ્રકારે- તથા ઔપશમિક, ક્ષાયિક, લાયોપથમિક, સાસ્વાદન અને વેદકના ભેદથી સમ્યકત્વ પાંચ પ્રકારે છે. આનો અર્થ આ પ્રમાણે છે (૧) ઔપથમિક સમ્યકત્વ- ઉદીર્ણ મિથ્યાત્વને ભોગવીને ક્ષય કરે છતે અને અનુદીર્ણ મિથ્યાત્વને પરિણામ વિશુદ્ધિ વિશેષથી સર્વથા ઉપશાંત કરે છતે જે ગુણ પ્રગટ થાય છે તે ઔપશમિક સમ્યકત્વ કહેવાય છે. આ સમ્યકત્વ ગ્રંથિનો ભેદ કરતા અનાદિ મિથ્યાદષ્ટિને તથા ઉપશમશ્રેણિનો પ્રારંભ કરનાર જીવને હોય છે. (૨) ક્ષાયિક સમ્યકત્વ- અનંતાનુબંધી ચાર કષાયનો ક્ષય થયા પછી મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યકત્વ એ ત્રણ પુંજ સ્વરૂપ ત્રણે પ્રકારના પણ દર્શન મોહનીય કર્મનો સર્વથા ક્ષય થયે છતે જે ગુણ પ્રગટ થાય છે તે ક્ષાયિક સમ્યકત્વ કહેવાય છે. આ સમ્યકત્વ ક્ષપકશ્રેણિ સ્વીકારનાર જીવને હોય છે. (૩) ક્ષાયોપથમિક સમ્યકત્વ- ઉદયમાં આવેલું મિથ્યાત્વ વિપાકોદયથી ભોગવીને નાશ પમાડી દીધું છે અને બાકીનું ઉદયમાં નહીં આવેલું સત્તામાં રહેલું છે તે ઉપશાંત, અર્થાત્ મિથ્યાત્વ અને મિશ્ર પુંજને આશ્રયીને જેનો ઉદય રોકી દેવાયો છે અને શુદ્ધ પુંજને આશ્રયીને જેમાંથી મિથ્યાત્વનો સ્વભાવ દૂર કરાયો છે તે ઉપશાંત, અને આ પ્રમાણે ઉદયમાં આવેલા મિથ્યાત્વના ક્ષયથી અને ઉદયમાં નહિ આવેલા મિથ્યાત્વના ઉપશમથી જે સમ્યકત્વ ઉત્પન્ન થાય છે તે ક્ષાયોપથમિક સમ્યકત્વ કહેવાય છે. અતિ સ્વચ્છ વાદળું જેવી રીતે દૃષ્ટિને આચ્છાદન કરતું નથી તેવી રીતે ખરેખર આ શુદ્ધ પુંજ સ્વરૂપ મિથ્યાત્વ પણ યથાવસ્થિત તત્ત્વરુચિનું આચ્છાદક થતું ન હોવાથી ઉપચારથી સમ્યકત્વ કહેવાય છે. પ્રશ્ન- ઔપથમિક સમ્યકત્વ અને ક્ષાયોપથમિક સમ્યકત્વ એ બંનેમાં પણ ઉદયમાં આવેલા મિથ્યાત્વનો ક્ષય અને ઉદયમાં નહીં આવેલા મિથ્યાત્વનો ઉપશમ છે તો તે બેમાં ભેદ શો છે? ઉત્તર- ભેદ છે. ક્ષાયોપથમિક સમ્યકત્વમાં મિથ્યાત્વનો વિપાકોદય નથી, પરંતુ રાખથી ઢંકાયેલા અગ્નિના સંબંધવાળા ધૂમરેખાની જેમ પ્રદેશોદય તો છે જ. જ્યારે ઔપશમિક સમ્યકત્વમાં વિપાકથી અને પ્રદેશથી સર્વથા મિથ્યાત્વનો ઉદય નથી જ. Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યક્ત્વ (૪) સાસ્વાદન સમ્યક્ત્વ- પૂર્વે કહેલા ઔપશમિક સમ્યક્ત્વના વમન સમયે તેના આસ્વાદન સ્વરૂપ સાસ્વાદન સમ્યક્ત્વ છે. ઔપશમિક સમ્યક્ત્વથી પડતો જીવ જ્યાં સુધી હજી પણ મિથ્યાત્વને પામ્યો નથી ત્યાં સુધી સાસ્વાદન છે. (૫)વેદક સમ્યક્ત્વ- ક્ષપક શ્રેણિને પામેલો જીવ અનંતાનુબંધી ચાર અને મિથ્યાત્વ- મિશ્ર એ બે પુંજનો ક્ષય કરે છતે અને ક્ષાયોપશમિક સ્વરૂપ શુદ્ધ પુંજ ક્ષય કરતો હોય ત્યારે તેના ચરમ પુદ્ગલોને ખપાવવા તૈયાર થયેલા જીવને તેના અંતિમ પુદ્ગલોને વેદવા સ્વરૂપ જે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે તે વેદક સમ્યક્ત્વ કહેવાય છે. વેદક સમ્યક્ત્વની પ્રાપ્તિના પછીના સમયે અવશ્ય ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. (૬) પાંચે સમ્યક્ત્વનો કાળ— अंतमुहुत्तोवसमो, छांवली सासाण वेअगो समओ । साहियतित्तीसायर - खइओ दुगुणो खओवसमो ॥ ७ ॥ ૧૩ ઉપશમ સમ્યક્ત્વનો કાળ અંતર્મુહૂર્તનો છે, સાસ્વાદન સમ્યક્ત્વનો કાળ છ આવલિકાનો છે, વેદકનો કાળ એક સમયનો છે, ક્ષાયિક સમ્યક્ત્વનો કાળ સાધિક તેત્રીશ સાગરોપમનો છે અને ક્ષયોપશમ સમ્યક્ત્વનો કાળ તેનાથી બે ગણો છે, અર્થાત્ સાધિક છાસઠ સાગરોપમનો છે. વ્યાખ્યા- ઔપશમિક સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહુર્ત પ્રમાણ છે. સાસ્વાદન સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ છ આવલિકા છે. વેદકની સ્થિતિ એક સમય છે. ક્ષાયિક સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ સંસારને આશ્રયીને સાધિક તેત્રીસ સાગરોપમની છે અને તે સર્વાર્થસિદ્ધ આદિની અપેક્ષાએ જાણવી. સિદ્ધ અવસ્થાની અપેક્ષાએ સાદિ અનંત જ છે. અને ક્ષાયોપશમિક સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્ષાયિક સમ્યક્ત્વથી બે ગણી છે. એટલે કે સાધિક છાસઠ સાગરોપમની છે. અને આ વિજયાદિ અનુત્તરમાં તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા ભવમાં બે વાર જવાથી થાય છે. અથવા બાવીસ સાગરોપમની સ્થિતિવાળા એવા બારમા દેવલોકમાં ત્રણવાર જવાથી થાય છે. તેમાં નરભવના આયુષ્યનો પ્રક્ષેપ કરવાથી અધિકપણું થાય છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવાઈ. જઘન્ય સ્થિતિ તો પહેલા ત્રણની (ઔપશમિક-સાસ્વાદન-વેદકની) એકએક સમય છે. અને છેલ્લા બે (ક્ષાયિક-ક્ષાયોપશમિક)ની અંતર્મુહુર્તની છે. (૭) કયું સમ્યક્ત્વ કેટલીવાર પ્રાપ્ત થાય ?– उक्कोसं सासायण, उवसमिया हुंति पंचवाराओ । वेयगखयगा इक्कसि, असंखवारा खओवसमो ॥ ८ ॥ ગાથાર્થ- ઉત્કૃષ્ટથી ઔપશમિક અને સાસ્વાદન સમ્યક્ત્વ પાંચવાર, વેદક અને ક્ષાયિક સમ્યક્ત્વ એકવાર, ક્ષાયોપશમિક સમ્યક્ત્વ અસંખ્યવાર પ્રાપ્ત થાય છે. વ્યાખ્યા- આ સંસારમાં સાસ્વાદન અને ઔપશમિક સમ્યક્ત્વ ઉત્કૃષ્ટથી પાંચ વાર પ્રાપ્ત થાય છે. તેમાં જીવને જ્યારે પ્રથમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે ત્યારે એકવાર અને ઉપશમશ્રેણિની અપેક્ષાએ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આત્મપ્રબોધ ચારવાર એમ કુલ પાંચ વાર પ્રાપ્ત થાય છે. તથા વેદક અને ક્ષાયિક સમ્યકત્વ જીવને એકવાર જ પ્રાપ્ત થાય છે. અને ક્ષાયોપથમિક સમ્યકત્વ ઘણાં ભવની અપેક્ષાએ અસંખ્યવાર પ્રાપ્ત થાય છે. (૮) કયા ગુણસ્થાનકે કયું સમ્યકત્વ પ્રાપ્ત થાય?– बीयगुणे सासाणो, तुरियाइसु अढिगारचउचउसु । उवसमखायगवेयग-खाओवसमा कमा हुंति ॥९॥ બીજા ગુણસ્થાને સાસ્વાદન સમ્યકત્વ હોય છે, ચોથાથી આઠ ગુણસ્થાનકોમાં, ચોથાથી અગિયાર ગુણસ્થાનકોમાં, ચોથાથી ચાર ગુણસ્થાનકોમાં અને ચોથાથી ચાર ગુણસ્થાનકોમાં અનુક્રમે ઔપથમિક, ક્ષાયિક, વેદક અને ક્ષાયોપથમિક સમ્યકત્વ હોય છે. વ્યાખ્યા- મિથ્યાત્વથી માંડીને અયોગી સુધીના ચૌદ ગુણસ્થાનો છે. તેમાં બીજા ગુણસ્થાને સાસ્વાદન સમ્યકત્વ હોય છે. ચોથા અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી માંડીને અગિયારમા ઉપશાંત મોહ સુધીના આઠ ગુણસ્થાનોમાં પથમિક સમ્યકત્વ હોય છે. તથા ચોથા અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી માંડીને ચૌદમા અયોગી સુધીના અગિયાર ગુણસ્થાનોમાં ક્ષાયિક સમ્યકત્વ હોય છે. ચોથા અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાનથી માંડીને સાતમા અપ્રમત્ત ગુણસ્થાન સુધીના ચાર ગુણસ્થાનોમાં વેદક સમ્યકત્વ હોય છે. અને તે જ ચાર ગુણસ્થાનોમાં લાયોપથમિક સમ્યકત્વ હોય છે. (૯) એક ભવને આશ્રયીને એક જીવના સમ્યકત્વ આદિના આકર્ષો સમ્યકત્વ વગેરેને પહેલી વખત જ ગ્રહણ કર્યું હોય અથવા ગ્રહણ કરીને મૂકી દીધું હોય અને ફરી તેને ગ્રહણ કરવાનું હોય તેને આકર્ષ કહેવામાં આવે છે. તે આકર્ષ એક જીવને એક ભવમાં કેટલા થાય છે તે કહેવાય છે तिहिं सहसपुहुत्तं, सयपुहुत्तं च होइ विरईए । एगभवे आगरिसा, एवइआ हुंति नायव्वा ॥१०॥ ત્રણ (સામાયિક)ના હજાર પૃથકત્વ, સર્વવિરતિના સો પૃથકત્વ, એક ભવમાં આટલા આકર્ષો થાય છે એ પ્રમાણે જાણવું. વ્યાખ્યા- ભાવત સામાયિક, સમ્યકત્વ સામાયિક અને દેશવિરતિ સામાયિકના એક ભવમાં હજાર પૃથકત્વ આકર્ષો થાય છે. બેથી નવની સંખ્યાને પૃથકત્વ કહેવાય છે. તથા સર્વવિરતિના આકર્ષો એક ભવમાં સો પૃથકત્વ થાય છે. ઉત્કૃષ્ટથી આટલા આકર્ષો થાય છેજઘન્યથી તો એક જ આકર્ષ થાય છે. (૧૦) એક જીવના સર્વ ભવોમાં કેટલા આકર્ષો થાય તે કહેવાય છે तिण्हं सहसमसंखा, सहसपुहुत्तं च होइ विरईए । नाणाभवआगरिसा, एवतिआ हुंति नायव्वा ॥११॥ પહેલા ત્રણના અસંખ્યાતા હજાર પૃથકત્વ, સર્વવિરતિના હજાર પૃથકત્વ, આટલા આકર્ષો વિવિધ ભવને આશ્રયીને જાણવા. Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ ૧૫ વ્યાખ્યાન વિવિધ ભવોમાં એક જીવના ભાવકૃત સામાયિક, સમ્યકત્વ સામાયિક અને દેશવિરતિ સામાયિકના અસંખ્યાતા હજાર પૃથકત્વ ઉત્કૃષ્ટથી આકર્ષા થાય છે. સર્વવિરતિના ઉત્કૃષ્ટથી આકર્ષો હજાર પૃથકત્વ થાય છે. તથા બેઈદ્રિય આદિ અને મિથ્યાષ્ટિઓને પણ દ્રવ્યશ્રુતનો સદ્ભાવ હોવાથી દ્રવ્ય કૃતના આકર્ષો અનંતા હોય. આ પ્રમાણે પાંચ પ્રકારનું સમ્યકત્વ કહ્યું. સમ્યકત્વના દશ પ્રકાર હવે સમ્યકત્વના દશ પ્રકાર બતાવે છે. હમણાં જ કહેવાયેલા પશમિક આદિ પાંચ પ્રકારનું સમ્યકત્વ નિસર્ગથી અને અધિગમથી થતું હોવાથી સમ્યકત્વના દશ પ્રકાર થાય છે. અથવા પ્રજ્ઞાપના આદિ આગમોમાં કહેવાયેલા નિસર્ગરુચિ વગેરે ભેદોથી દશ પ્રકારનું સમ્યકત્વ થાય છે. તે આ પ્રમાણે છે. (૧) નિસર્ગરુચિ (૨) ઉપદેશરુચિ (૩) આજ્ઞારુચિ (૪) સૂત્રરુચિ (૫) બીજરૂચિ (૬) અભિગમ રુચિ (૭) વિસ્તાર રુચિ (૮) ક્રિયા રુચિ (૯) સંક્ષેપરુચિ (૧૦) ધર્મરુચિ. (૧) નિસર્ગરુચિ- નિસર્ગ એટલે સ્વભાવ. જિનેશ્વર વડે કહેવાયેલા તત્ત્વોમાં સ્વભાવથી જેને રુચિ થાય તે નિસર્ગ રુચિ. આનો અર્થ આ પ્રમાણે છે- જિનેશ્વરો વડે જે જીવાદિનું સ્વરૂપ જોવાયેલું છે તે તે જ પ્રમાણે છે, અન્યથા નથી. આ પ્રમાણે જે જીવ તીર્થંકર વડે બતાવાયેલા દ્રવ્યક્ષેત્ર-કાલ- ભાવના ભેદવાળા અથવા નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવના ભેદવાળા ચાર પ્રકારના જીવાદિ પદાર્થોને બીજાના ઉપદેશ વિના જાતિસ્મરણ, પ્રત્યુત્પન્ન (તાત્કાલિક ઉત્પન્ન થતી) બુદ્ધિ આદિ સ્વરૂપ પોતાની મતિથી જ શ્રદ્ધા કરે છે તે નિસર્ગરુચિ જાણવો. (૨) ઉપદેશરુચિ-ગુરુ વગેરે વડે કરાયેલું વસ્તુતત્ત્વનું કથન તે ઉપદેશ. ગુરુ ઉપદેશથી જેને રુચિ થાય તે ઉપદેશરુચિ. હમણાં જ કહેવાયેલા જીવાદિ પદાર્થોની છબસ્થ અથવા તીર્થંકર વગેરેના ઉપદેશથી જે શ્રદ્ધા કરે તે ઉપદેશરુચિ જાણવો. " (૩) આજ્ઞારુચિ- સર્વજ્ઞનાં વચનો તે આજ્ઞા. તે આજ્ઞામાં જેને રુચિ થાય તે આજ્ઞારુચિ. આનો અર્થ આ પ્રમાણે છે- જે ભવ્ય જીવ દેશથી રાગ-દ્વેષ-મોહ-અજ્ઞાનથી રહિત થયો છતો કેવલ તીર્થકર વગેરેની આજ્ઞાથી જ પ્રવચનમાં કહેવાયેલા અર્થના સમૂહને તે પ્રમાણે જ સ્વીકારે છે, પરંતુ મંદ બુદ્ધિવાળો હોવાના કારણે સ્વયં તે પ્રમાણે જાણતો નથી તે જીવ માસતુષ વગેરેની જેમ આજ્ઞારુચિવાળો જાણવો. આજ્ઞારુચિ સમ્યકત્વ ઉપર માસતુષમુનિનું દૃષ્ટાંત કોઈ એક ગૃહસ્થ ગુરુ પાસે ધર્મ સાંભળીને અને પ્રતિબોધ પામીને દીક્ષા ગ્રહણ કરી. પરંતુ તેવા પ્રકારના તીવ્રતર જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી ગુરુવડે ઘણે ભણાવવા છતાં પણ એક પદ માત્ર પણ ધારણ કરવાને અને ઉચ્ચારવાને શક્તિમાન ન થયો. તેથી ગુરુએ કહ્યું: આ શાસ્ત્રના અધ્યયનથી સર્યું. તું કેવલ “મા રુષ- મા તુષ’ એ પ્રમાણે ભણ. હવે બુદ્ધિહીન હોવાથી તે વાક્યને પણ ભણવા અસમર્થ થયા છતાં તેના સ્થાને “માષતુષ' એ પ્રમાણે ભણતાં, કેવલ ગુરુ આજ્ઞાને જ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬ આત્મપ્રબોધ પ્રમાણ કરતા અને આત્મનિંદાને કરતા તે મુનિ સદ્ભાવનાથી ઘનઘાતી ચારે કર્મનો ક્ષય કરી કેવલજ્ઞાનને પામ્યા. આ આજ્ઞારુચિ સમ્યકત્વ જાણવું. (૪) સૂત્રરુચિ-સૂત્ર એટલે આચારાદિ સ્વરૂપ અંગ-ઉપાંગ વગેરે. સૂત્રથી જેને રુચિ થાય તે સૂત્રરૂચિ. આનો ભાવ આ પ્રમાણે છે- જે સિદ્ધાંતના અધ્યયનને કરતો અને અધ્યયન કરાતા સિદ્ધાંતથી જ સમ્યકત્વને પામે છે અને પ્રસન્ન પ્રસન્નતર અધ્યવસાયવાળો થાય છે તે ગોવિંદ વાચકની જેમ સૂત્રરુચિવાળો જાણવો. સૂત્રરુચિ સમ્યકત્વ ઉપર ગોવિંદ વાચકનું દૃષ્ટાંત બૌદ્ધમતનો ભક્ત એવો કોઈક ગોવિંદ નામનો પુરુષ જિનાગમના રહસ્યને ગ્રહણ કરવા કપટથી સાધુ થઈ આચાર્યની પાસે સિદ્ધાંતના અધ્યયનને કરતો અને ભણાતા એવા તે જ સૂત્રથી પરિણામની વિશુદ્ધિ થવાથી સમ્યકત્વ પામીને શુદ્ધ સાધુ થઈને આચાર્ય પદને પામ્યો. આ સૂત્રરુચિ જાણવો. (૫) બીજરૂચિ- બીજની જેવું બીજ જે એક હોવા છતાં પણ અનેક પદાર્થના બોધને ઉત્પન્ન કરનારું વચન તે બીજ. બીજથી જેને રુચિ થાય તે બીજરૂચિ. જે પ્રમાણે બીજા ક્રમે કરીને અનેક બીજને ઉત્પન્ન કરે છે, એ પ્રમાણે જીવની પણ એક પદના વિષયવાળી રુચિ અનેક પદના વિષયવાળી રૂચિઓને ઉત્પન્ન કરે છે. આવા પ્રકારની રુચિવાળો આત્મા બીજ રુચિ કહેવાય છે. અથવા પાણીમાં તેલબિંદુની જેમ. જે પ્રમાણે પાણીના એક ભાગમાં રહેલું પણ તેલબિંદુ સમસ્ત પાણીમાં ફેલાઈ જાય છે, તે પ્રમાણે તત્ત્વના એક દેશમાં ઉત્પન્ન થયેલી રુચિવાળો પણ આત્મા તેવા પ્રકારના લયોપશમના કારણે સંપૂર્ણ તત્ત્વોમાં રુચિવાળો થાય છે. આવો આત્મા બીજરૂચિ જાણવો. (૬) અભિગમરુચિ- અભિગમ એટલે વિશિષ્ટ બોધ. તેનાથી જેને રુચિ થાય તે અભિગમ રુચિ. અર્થને આશ્રયીને શ્રુતજ્ઞાનને જેણે વિશેષથી જાણ્યું છે તે અભિગમ રુચિ જાણવો. આચારાંગાદિ અંગો, પપાતિકાદિ ઉપાંગો અને ઉત્તરાધ્યયન આદિ પ્રકીર્ણકો શ્રુતજ્ઞાન કહેવાય છે. (૭) વિસ્તારરુચિ-સંપૂર્ણ દ્વાદશાંગીની નવો વડે વિચારણા કરવી તે વિસ્તાર. વિસ્તારથી વધેલી રુચિવાળો તે વિસ્તારરુચિ. આનો અર્થ આ પ્રમાણે છે. ખરેખર જેણે છ દ્રવ્યના સર્વ પર્યાયો સર્વ પ્રત્યક્ષાદિ પ્રમાણોથી અને નૈગમ આદિ નયના સર્વ પ્રકારોથી યથાવસ્થિત જાણ્યા છે તે વિસ્તારરુચિ જાણવો. (૮) ક્રિયારુચિ- ક્રિયા એટલે સંયમના સમ્યમ્ અનુષ્ઠાનો તેમાં રુચિ જેને હોય તે ક્રિયારૂચિ. જેને ભાવથી જ્ઞાનાચાર- દર્શનાચાર- ચારિત્રાચાર આદિ અનુષ્ઠાનોમાં રુચિ છે તે ક્રિયારુચિ જાણવો. (૯) સંક્ષેપરુચિ-સંક્ષેપ એટલે સંકોચ. વિસ્તારથી અર્થનું જ્ઞાન ન હોવાના કારણે સંક્ષેપમાં રુચિ જેને હોય તે સંક્ષેપરુચિ. અહીં ભાવ આ પ્રમાણે છે. ખરેખર જે જિનપ્રણીત વચનોમાં અકુશલ હોય, બૌદ્ધ આદિ કુદર્શનોને ઈચ્છતો ન હોય, અને સંક્ષેપથી જ ચિલાતીપુત્રની જેમ ઉપશમ વિવેક સંવર નામના ત્રણ પદથી તત્ત્વરુચિને પામે છે તે સંક્ષેપરુચિ જાણવો. અહીં ચિલાતીપુત્રનો વૃત્તાંત તો પ્રસિદ્ધ જ છે. (ચિલાતીપુત્રના વૃત્તાંત માટે જુઓ પાના નંબર ૨૮૪) ૧. આ દૃષ્ટાંત ઉપદેશપદ ગ્રંથમાં વિસ્તારથી છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ ૧૭ (૧૦) ધર્મરુચિ- અસ્તિકાયધર્મમાં અથવા કૃતધર્મ વગેરેમાં જેને રુચિ હોય તે ધર્મરુચિ. જે જીવ જીવ આદિની ગતિ આદિમાં કારણભૂત ધર્માસ્તિકાય વગેરેની અથવા આગમ સ્વરૂપ અંગ પ્રવિષ્ટ આદિની અથવા સામાયિક આદિ ચારિત્ર ધર્મની શ્રદ્ધા કરે છે તે ધર્મરુચિ જાણવો. અહીં ઉપાધિના ભેદથી સમ્યકત્વનું અલગ-અલગ કથન શિષ્યના બોધ માટે કર્યું છે. અન્યથા તો નિસર્ગ અને ઉપદેશમાં અથવા તો અધિગમ વગેરેમાં ક્યાંક કોઈકનો અંતર્ભાવ છે જ અને અહીં જે સમ્યકત્વ જીવથી અભેદરૂપ કહેલું છે તે ગુણ અને ગુણીનો કંઈક અભેદ જણાવવા માટે કહ્યું છે. આ પ્રમાણે દશ પ્રકારનું સમ્યકત્વ કહ્યું. (૧૧) હવે સર્વ ધર્મકાર્યોમાં સમ્યકત્વની જ પ્રધાનતા છે તે બતાવે છે– सम्मत्तमेव मूलं, निद्दि, जिणवरेहिं धम्मस्स । एगं पि'धम्मकिच्चं, न तं विना सोहए नियमा ॥१२॥ જિનેશ્વરોએ ધર્મનું મૂળ સમ્યકત્વ જ બતાવ્યું છે. એક પણ ધર્મકાર્ય તેના વિના નિયમો શોભતું નથી. વ્યાખ્યા- ગાથાનો અર્થ સ્પષ્ટ છે. અહીં આ તાત્પર્ય છે. આ અપાર સંસારમાં ઘણું ભ્રમણ કરવાથી ખિન્ન થયેલા ભવ્ય આત્માએ કહેવાયેલા સ્વરૂપવાળા સમ્યકત્વથી યુક્ત એવી પોતાની આત્મભૂમિ વિશુદ્ધ કરવી જોઈએ. કારણ કે વિશુદ્ધ આત્મભૂમિમાં મૂકાયેલું સર્વ પણ સદ્ધર્મકૃત્ય - પ્રભાસ ચિત્રકારે તૈયાર કરેલી ભૂમિમાં શોભતા ચિત્રની જેમ અસાધારણ શોભાને ધારણ કરે છે. આત્મશુદ્ધિ વિના કંઈ પણ સત્કૃત્ય શોભતું નથી. આથી ભવ્ય જીવે ત્યાં જ પ્રયત્ન કરવો જોઈએ. પ્રભાસ ચિત્રકારનું દૃષ્ટાંત આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રની મધ્યમાં રહેલું, ઘણા મનોહર શ્વેતઘરોથી સુંદર, જિનમંદિરોની શ્રેણિથી શોભતું, વિવિધ પ્રકારના નાગ-પુત્રાગ આદિ વૃક્ષોથી યુક્ત, ઘણાં ઉપવનોથી શોભતું સાકેત નામનું નગર હતું. તે નગરમાં સંપૂર્ણ દુશ્મનરૂપી વૃક્ષોને ઉખેડવામાં મહાબળવાન મહાબલ નામનો રાજા શોભતો હતો. હવે એક વખત સભામંડપમાં બેઠેલા તે રાજાએ વિવિધ દેશને જોનારા પોતાના દૂતને આ પ્રમાણે પૂછ્યું: હે દૂત ! મારા રાજ્યમાં રાજલીલાને ઉચિત કોઈ પણ વસ્તુ ખરેખર નથી ? ત્યારે તે દૂતે કહ્યું: હે સ્વામી ! તમારા રાજ્યમાં બીજી બધી વસ્તુ છે, પણ એક નયન અને મનને હરનારી, વિચિત્ર ચિત્રોથી શોભતી, રાજલીલાને ઉચિત એવી ચિત્રસભા નથી. હવે આ વચન સાંભળીને અતિકુતૂહલથી પૂરાયેલા મનવાળા રાજાએ શ્રેષ્ઠ મંત્રીને બોલાવીને “તું જલદીથી ચિત્ર સભા કરાવ' એ પ્રમાણે આદેશ કર્યો. મંત્રીએ પણ સ્વામીની આજ્ઞા મસ્તકે ચઢાવીને જલદીથી લાંબી અને વિશાળ શાળાથી યુક્ત, ઘણા પ્રકારની રચનાથી શોભતી મહાસભા તૈયાર કરાવી. ત્યાર પછી રાજાએ ચિત્રકાર્યમાં નિપુણ એવા વિમલ અને પ્રભાસ નામના બે ચિત્રકારને બોલાવ્યા. પછી તે ચિત્રસભા તે બંનેને અડધા અડધા વિભાગથી વહેંચી આપી. મધ્યમાં પડદો કરીને રાજાએ તે બંનેને આ પ્રમાણે કહ્યું તમારે બંનેએ એકબીજાનું ચિત્રકાર્ય ક્યારે પણ જોવું Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આત્મપ્રબોધ નહીં અને પોત-પોતાની મતિ અનુસારે સુંદર ચિત્ર ચીતરવું. ત્યાર પછી તે બંને પણ હું પહેલો, હું પહેલો એ રીતે સુંદર ચિત્રકાર્ય કરવા લાગ્યા અને આ પ્રમાણે કાર્યને કરતા તે બંનેના જેટલામાં છ મહિના પસાર થયા તેટલામાં ઉત્સુક થયેલા રાજાએ તે બંનેને પૂછયું. તેથી વિમલે કહ્યું: હે સ્વામી! મારો ભાગ તૈયાર છે. ત્યારે જલદીથી ત્યાં જઈને વિચિત્ર રચનાઓથી ચીતરેલા અદ્ભૂત તે ભૂમિભાગને જોઈને સંતોષ પામેલા રાજાએ ઘણું દ્રવ્ય વગેરે આપીને તેની ઉપર ઘણી કૃપા કરી. ત્યાર પછી પ્રભાસને પૂછયું ત્યારે તેણે કહ્યું: હે સ્વામી ! મેં હજી ચિત્રનો આરંભ કર્યો નથી, પરંતુ ચિત્રની ભૂમિનો માત્ર સંસ્કાર જ કરેલો છે. હવે તે રાજાએ ભૂમિ સંસ્કાર કેવા પ્રકારનો છે એ પ્રમાણે વિચારીને કેટલામાં વચ્ચે રહેલો પડદો દૂર કર્યો તેટલામાં ત્યાં ભૂમિમાં અતિ રમણીય સુચિત્રકર્મ જોયું. તેથી રાજાએ તેને કહ્યું: રે ! તું શું અમને પણ છેતરે છે? અહીં તો સાક્ષાત્ ચિત્ર દેખાય છે. તેણે કહ્યું કે સ્વામી ! આ પ્રતિબિંબનું સંક્રમણ છે, પણ ચિત્ર નથી. હવે આ પ્રમાણે કહીને ચિત્રકારે ફરી પણ પડદો કર્યો. તેથી રાજાએ માત્ર ભૂમિ જોઈને વિસ્મયથી પૂછયું: તેં આવા પ્રકારની ભૂમિ કેમ તૈયાર કરી ? તેણે કહ્યું: હે દેવ! આવી ભૂમિમાં ચિત્ર સુસ્થિર થાય છે. રંગની કાંતિ અધિક ક્રૂરે છે અને ચીતરેલાં રૂપો વિશેષથી શોભાને ધારણ કરે છે. તથા જોનારા લોકોને ભાવ ઉલ્લાસ થાય છે. હવે આ પ્રમાણે સાંભળીને તેના વિવેકથી ખુશ થયેલા રાજાએ તેની ઉપર ઘણી કૃપા કરી અને આ પ્રમાણે કહ્યું: આ મારી ચિત્રસભા આવી જ રહેલી અપૂર્વ પ્રસિદ્ધિવાળી થાઓ. તેથી આવીને આવી જ રહે. અહીં આ ઉપનય છે- અહીં જે સાકેતપુર નામનું નગર છે તે અતિ મહાન સંસાર જાણવો. અને જે મહાબલ નામનો રાજા છે તે સમ્યગૂ ઉપદેશ આપનારા આચાર્ય જાણવા. જે સભા છે તે મનુષ્યગતિ જાણવી. જે ચિત્રકાર છે તે ભવ્ય જીવ જાણવો. જે ચિત્ર સભાની ભૂમિ છે તેના જેવો આત્મા જાણવો. જે ભૂમિનો સંસ્કાર છે તે સમ્યકત્વ જાણવું. જે અહીં ચિત્ર છે તે ધર્મ જાણવો. જે વિવિધ પ્રકારના ચિત્રનાં રૂપો છે તે ઘણા પ્રકારનાં પ્રાણાતિપાતવિરતિ આદિ વ્રતો જાણવા. ચિત્રને ઉજ્વળ કરનારા સફેદ આદિ જે રંગો છે તે ધર્મની શોભા કરનારા વિવિધ પ્રકારના નિયમો જાણવા. જે અહીં ભાવ ઉલ્લાસ બતાવ્યો તે જીવનું વીર્ય જાણવું. આ પ્રમાણે પ્રભાસ નામના ચિત્રકારની જેમ વિદ્વાનોએ આત્મભૂમિ વિશુદ્ધ કરવી. જેથી કાર્યરૂપી વિચિત્ર ચિત્ર ઉજ્જવળ બને અને અસાધારણ પ્રતિભાવાળી શોભાને ધારણ કરે. આ પ્રમાણે ચિત્રકારની કથા પૂર્ણ થઈ. આ જણાવવા દ્વારા સર્વ ધર્મકાર્યમાં સમ્યકત્વની પ્રધાનતા બતાવી અને હવે વિસ્તાર રુચિવાળા જીવોના ઉપકાર માટે તે સમ્યકત્વ જ સડસઠ ભેદથી વિચારવામાં આવે છે. (૧૨) સમ્યકત્વના સડસઠ ભેદचउसद्दहण ४ तिलिंगं ३, दसविणय १० तिसुद्धि ३ पंच गयदोसं-५ । अट्ठपभावण ८ भूसण ५, लक्खण ५ पंचविहसंजुत्तं ॥१३॥ Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ . ६ छव्विहजयणा गारं ६, छब्भावण भावियं ६ च छठ्ठाणं ६ । इय सत्तसट्ठि ६७ लक्खण-भेयविसुद्धं च संमत्तं ॥१४॥ શ્રદ્ધા-૪, લિંગ-૩, વિનય-૧૦, શુદ્ધિ-૩, દોષ-૫, પ્રભાવક-૮, ભૂષણ-૫, લક્ષણ-૫, યતના-૬, આગાર-૬, ભાવના-૬, સ્થાન-૬, એમ ૬૭ લક્ષણ-ભેદથી વિશુદ્ધ સમ્યકત્વ છે. વ્યાખ્યા- પરમાર્થ સંસ્તવ, પરમાર્થ જ્ઞાતૃ સેવન, વ્યાપન્ન દર્શન વર્જન, કુદર્શન વર્જન એમ ચાર પ્રકારે શ્રદ્ધા છે. શુક્રૂષા, ધર્મરાગ, વૈયાવૃત્ય એમ ત્રણ લિંગ છે. અરિહંત, સિદ્ધ, ચૈત્ય, ચુત, ધર્મ, સાધુવર્ગ, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન, દર્શન આ દશનો ભક્તિ-બહુમાન આદિરૂપ દશ પ્રકારનો વિનય છે. જિન- જિનમત- જિનમતમાં રહેલા સાધુ વગેરે આ ત્રણ સિવાયનું બાકી બધું અસાર છે એ પ્રમાણે વિચારવું એ ત્રણ શુદ્ધિ છે. શંકા, કાંક્ષા, વિચિકિત્સા, કુદૃષ્ટિ પ્રશંસા, કુદૃષ્ટિનો પરિચય આ પાંચ દૂષણો છે. પ્રવચની, ધર્મકથી, વાદી, નૈમિત્તિક, તપસ્વી, પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાવાળો, ચૂર્ણઅંજન આદિ સિદ્ધિવાળો અને કવિ આ આઠ પ્રભાવકો છે. જિનશાસનમાં કુશળતા, પ્રભાવના, તીર્થસેવા, સ્થિરતા અને ભક્તિ આ પાંચ ભૂષણો છે. ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય આ પાંચ લક્ષણો છે. પરતીર્થિકાદિ વંદન, નમસ્કાર, આલાપ, સંતાપ, આસન આદિનું દાન, ગંધપુષ્પ આદિનું મોકલવું, આ છનો ત્યાગ કરવા સ્વરૂપ છયતના છે. રાજાભિયોગ, ગણાભિયોગ, બલાભિયોગ, દેવાભિયોગ, કાંતારવૃત્તિ અને ગુરુનિગ્રહ આ છ આગારો છે. આ સમ્યકત્વ ચારિત્રધર્મનું મૂળ છે, દ્વાર છે, પ્રતિષ્ઠાન છે, આધાર છે, ભાજન છે, નિધિ છે, આવા પ્રકારનું સમ્યકત્વ કહેવાયેલું છે, એ પ્રમાણે ચિંતન કરવા સ્વરૂપ છ ભાવના છે. જીવ છે, જીવ નિત્ય છે, જીવ કર્મનો કર્તા છે, જીવ કર્મનો ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ જીવ અસ્તિત્વ વગેરે છ સ્થાનો છે. આ પ્રમાણે ૬૭ લક્ષણના ભેદથી વિશુદ્ધ સમ્યકત્વ હોય છે. એ પ્રમાણે બે ગાથાનો અર્થ છે. - હવે આ જ ભેદો વિસ્તારથી કહેવાય છે શ્રદ્ધા-૪ (૧) પરમાર્થો એટલે તાત્ત્વિક જીવ- અજીવ આદિ પદાર્થો. સંસ્તવ એટલે પરિચય. તાત્પર્ય પ્રાપ્ત થાય તે રીતે બહુમાન પૂર્વક જીવાદિ પદાર્થો જાણવા માટે જે અભ્યાસ કરવો તે પરમાર્થ સંસ્તવ. આ પહેલી શ્રદ્ધા છે. (૨) પરમાર્થને જાણનારા આચાર્ય વગેરેની સેવા-ભક્તિ કરવી તે પરમાર્થ જ્ઞાતૃ સેવન નામની બીજી શ્રદ્ધા છે. (૩) વ્યાપન્ન એટલે નષ્ટ પામેલું. દર્શન એટલે સમ્યકત્વ. જેમનું સમ્યકત્વ નાશ પામી ગયું છે તે નિદ્ભવ વગેરે વ્યાપન્નદર્શનવાળા છે. તેમનો ત્યાગ કરવો તે વ્યાપન્નદર્શનવર્જન નામની ત્રીજી શ્રદ્ધા છે. , ' (૪) જેમનું દર્શન (=મત) કુત્સિત (=ખરાબ) છે તે બૌદ્ધ વગેરે કુત્સિતદર્શનવાળા છે. તેમનો ત્યાગ કરવો તે કુત્સિત દર્શન વર્જન નામની ચોથી શ્રદ્ધા છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ જીવમાં સમ્યક્ત્વ છે એ પ્રમાણે જેનાથી જણાય છે તે આ ચાર શ્રદ્ધા છે. સમ્યગ્દર્શનવાળા જીવે પોતાના ગુણની વિશુદ્ધિ કરનારું એવું પરમાર્થસંસ્તવ વગેરે હંમેશા આચરવું જોઈએ તથા સમ્યગ્દર્શનને મલિન કરનારું એવું વ્યાપન્ન દર્શન વગેરેના સંસર્ગનો ત્યાગ કરવો જોઈએ. જો વ્યાપન્ન દર્શન વગેરેના સંસર્ગનો ત્યાગ કરવામાં ન આવે તો શ્રેષ્ઠ અમૃત સમાન પણ ગંગાનું પાણી જે પ્રમાણે ખારા સમુદ્રના સંસર્ગથી જલદી ખારું થઈ જાય છે તેવી રીતે સમ્યગ્દષ્ટિ પણ ગુણહીનના સંસર્ગથી ગુણથી હીન બને છે. લિંગ-૩ ૨૦ હવે ત્રણ લિંગને જણાવે છે– (૧) સાંભળવાની ઈચ્છા તે શુશ્રુષા, અર્થાત્ સદ્બોધના કારણભૂત એવા ધર્મશાસ્ત્રને સાંભળવાની ઈચ્છા તે શુશ્રૂષા. અહીં ભાવ આ પ્રમાણે છે- કોઈક સુખી, ચતુર, રાગી, તરુણ, પ્રિય પતીથી યુક્ત એવો પુરુષ દિવ્યગીતને સાંભળવાને ઈચ્છે તેના કરતાં પણ અતિ ઘણી સિદ્ધાંતને સાંભળવાની ઈચ્છા સમ્યક્ત્વની હાજરીમાં ભવ્ય એવા સમ્યગ્દષ્ટિ જીવને હોય છે. આ સમ્યક્ત્વનું પ્રથમ લિંગ છે. (૨) ચારિત્ર આદિ ધર્મને વિશે જે અનુરાગ તે ધર્મરાગ. અહીં તાત્પર્ય આ છે- કોઈક બ્રાહ્મણ અટવી ઓળંગીને આવેલો હોય, દરિદ્ર હોય, ભૂખથી શરીર દુર્બળ થઈ ગયું હોય ત્યારે તે જે પ્રમાણે ઘેબર ખાવાને ઈચ્છે છે તે પ્રમાણે તેવા પ્રકારના કર્મના દોષથી સદ્ અનુષ્ઠાન આદિ ધર્મ કરવા અસમર્થ એવા સમ્યદૃષ્ટિ જીવને પણ ધર્મમાં અત્યંત અભિલાષ હોય છે. આ સમ્યક્ત્વનું બીજું લિંગ છે. (૩) દેવ અને ગુરુની વેયાવચ્ચમાં નિયમ. અહીં અર્થ આ પ્રમાણે છે- અત્યંત આરાધવા યોગ્ય અરિહંતો દેવ છે અને ધર્મનો ઉપદેશ આપનારા આચાર્ય વગેરે ગુરુઓ છે. શ્રેણિક આદિની જેમ દેવ-ગુરુની યથાશક્તિ પૂજા-વિશ્રામણા વગેરે રૂપ વેયાવચ્ચ અવશ્ય કરવી જોઈએ એવો સ્વીકાર કરવો (એવું હ્રદયથી માનવું). આવો સ્વીકાર સમ્યક્ત્વની વિદ્યમાનતામાં હોય. જે આ પ્રમાણે વિરતિ વગરના પણ શ્રેણિકે દેવપૂજામાં ‘દ૨૨ોજ નવા બનાવેલા સુવર્ણના ૧૦૮ જવલાનો સાથિયો દેવની સમક્ષ કરવો' વગેરેનો નિયમ કર્યો, અને તે પુણ્યના પ્રભાવથી તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું. એ પ્રમાણે બીજા ભવ્ય જીવોએ પણ આ કાર્યમાં પ્રયત્ન કરવો. આ ત્રીજું લિંગ છે. આ શુશ્રુષા વગેરે ત્રણ લિંગોથી સમ્યક્ત્વ પ્રગટ થયું છે એ પ્રમાણે નિશ્ચય કરાય છે. વિનય-૧૦ હવે દશ પ્રકારનો વિનય જણાવે છે- (૧) અરિહંતો = તીર્થંકરો, (૨) સિદ્ઘો = જેમના આઠે કર્મોરૂપી મલપટલ નાશ પામેલા છે, (૩) ચૈત્ય = જિનેશ્વર ભગવંતની પ્રતિમા, (૪) શ્રુત આચારાંગાદિ આગમ, (૫) ધર્મ = ક્ષમા વગેરે, (૬) સાધુધર્મ = શ્રમણનો સમુદાય,(૭) આચાર્ય છત્રીશગુણને ધારણ કરનારા ગણના નાયક, (૮) ઉપાધ્યાય = સૂત્રને ભણાવનારા, (૯) પ્રવચન = Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સખ્યત્વ ૨૧ જીવાદિ તત્ત્વોને જે કહે તે પ્રવચન = સંઘ, (૧૦) દર્શન = સમ્યકત્વ. અભેદ ઉપચારથી સમ્યકત્વવાળા જીવને પણ દર્શન કહેવાય છે. આ પ્રમાણે આગળ પણ યથાસંભવ કહેવું. (૧) આ અરિહંત આદિ દશ સ્થાનો વિશે સન્મુખ જવું, આસન આપવું વગેરે સ્વરૂપ બાહ્ય ઉપચાર કરવા રૂપ ભક્તિ કરવી. (૨) મનમાં અત્યંત પ્રેમ તે બહુમાન. (૩) અરિહંત આદિના ગુણોનું અતિશય કીર્તન કરવું તે વર્ણન. (૪) નિંદાનો ત્યાગ, હાલનાથી રક્ષણ કરવું વગેરે રીતે અવર્ણવાદનો ત્યાગ કરવો. (૫) અરિહંત આદિની આશાતનાનો ત્યાગ કરવો. મન-વચનકાયાથી પ્રતિકૂલ આચરણ ન કરવું. આ વિનય અરિહંત આદિ દશનો કરવાનો હોવાથી વિનય દશ પ્રકારનો જાણવો. વિનય સમ્યકત્વની હાજરીમાં પ્રગટ થાય છે. આથી આને દર્શન વિનય કહે છે. હવે વિનયના દશભેદોમાં જે ત્રીજો ભેદ ચૈત્યવિનય કહ્યો, તેમાં ચૈત્યો એટલે જિનબિંબો. તે કેટલા પ્રકારના છે અને કેવા સ્વરૂપવાળા છે? એવી શંકા કરીને તેના ભેદ વગેરે બતાવે છે. (૧૩-૧૪) ચૈત્યના પાંચ પ્રકાર__ भत्ती १ मंगलचेइय २, निस्सकड ३ अनिसचेइए वावि ४ । सासयचेइय पंचम ५ - मुवइटुं जिणवरिंदेहिं ॥१५॥ ભક્તિ ચૈત્ય, મંગલ ચૈત્ય, નિશ્રાકૃત ચૈત્ય, અનિશ્રાકૃત ચૈત્ય અને શાશ્વત ચૈત્ય એમ પાંચ પ્રકારનાં ચૈત્ય જિનેશ્વરભગવંતોએ બતાવેલાં છે. આ વ્યાખ્યા- શ્રી જિનેશ્વરોએ પાંચ પ્રકારનું ચૈત્ય બતાવેલું છે. ત્યાં ઘરમાં દરરોજ ત્રિકાળ પૂજા-વંદન આદિ માટે યથોક્ત લક્ષણથી યુક્ત જે જિનપ્રતિમા કરેલી હોય તે ભક્તિચૈત્ય. તથા ઘરના દરવાજાના ઉપરના તિર્જી લાકડાના મધ્યભાગમાં જે જિનબિંબ બનાવેલું હોય તે મંગલ ચૈત્ય. મથુરા નગરીમાં જ્યારે ઘર બાંધવામાં આવે છે ત્યારે મંગલ માટે બારસાખમાં પહેલાં જિનપ્રતિમા સ્થાપન કરવામાં આવે છે. જો તે પ્રમાણે કરવામાં ન આવે તો તે ઘર પડી જાય છે. જેથી સિદ્ધસેન આચાર્ય મહારાજાએ કહ્યું છે કે जम्मि सिरिपासपडिमं, संतिकए करइ पडिगिहदुवारे । अज्ज वि जणा पुरि तं, महुरमधन्ना न पेच्छंतीति ॥ १॥ આજે પણ લોકો તે મથુરા નગરીમાં શાંતિ માટે દરેક ઘરના દ્વારે શ્રી પાર્શ્વ જિનની પ્રતિમા કરે છે. અન્યો મથુરા નગરીને જોતા નથી. તથા જે કોઈપણ ગચ્છ સંબંધી ચૈત્ય હોય છે તે નિશ્રાકૃત ચૈત્ય છે. કારણ કે ત્યાં પ્રતિષ્ઠા વગેરે કાર્યમાં તે ગચ્છના આચાર્ય વગેરે જ અધિકારી છે. બીજા કોઈ પ્રતિષ્ઠાદિ કરી શકતા નથી. તથા તેનાથી વિપરીત અનિશ્રાકૃત ચૈત્ય છે. ત્યાં બધા પણ ગણના નાયક એવા પદવીધરો પ્રતિષ્ઠા માલારોપણ વગેરે કાર્ય કરે છે. જેમકે શત્રુંજયના મૂળ ચૈત્યમાં બધા ગણના આચાર્યોએ પ્રતિષ્ઠા કરી છે. કારણ કે ત્યાં બધા આચાર્યો અધિકારી છે. તથા સિદ્ધાયતન પાંચમું શાશ્વત જિનચૈત્ય છે. અથવા બીજી રીતે પાંચ પ્રકારનાં ચૈત્યો હોય છે. તે આ પ્રમાણે- (૧) નિત્ય ચૈત્ય (૨-૩) બે પ્રકારની ભક્તિથી કરાયેલું (૪) મંગલ ચૈત્ય (૫) સાધર્મિક ચૈત્ય. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આત્મપ્રબોધ (૧) નિત્ય ચૈત્ય- નિત્ય એટલે શાશ્વત, અને તે દેવલોક વગેરેમાં જાણવાં. (૨-૩) ભક્તિ ચૈત્ય- ભરત આદિએ કરાવેલાં ચૈત્યો તે ભક્તિ ચૈત્યો. તે બે પ્રકારે છે. નિશ્રાકૃત અને અનિશ્રાકૃત. (૪) મંગલ ચૈત્ય- મંગલ માટે કરાયેલું ચૈત્ય તે મંગલ ચૈત્ય, અને તે મથુરા વગેરેમાં બારસાખમાં સ્થાપન કરાયેલું હોય છે. (૫) સાધર્મિક ચૈત્ય- વારત્તક મુનિના પુત્રે રમ્ય એવા દેવમંદિરમાં પોતાના પિતાની મૂર્તિ કરાવી તે સાધર્મિક ચૈત્ય. આનો ભાવાર્થ કથાનકથી જાણવો. તે કથાનક આ પ્રમાણે છેસાધર્મિક ચૈત્ય ઉપર વારત્તક મુનિની કથા વારત્તક નામનું નગર હતું. અભયસેન નામનો રાજા હતો. અને તેને સુબુદ્ધિનો ભંડાર એવો વારત્તક નામનો મંત્રી હતો. એક વખત બહારગામથી આવેલા કોઈક મહેમાનની સાથે વાતો કરતો તે મંત્રી પોતાના વરંડાની દિવાલ ઉપર બેઠેલો હતો. તે વખતે ધર્મઘોષ નામના મહામુનિ ભિક્ષા ગ્રહણ કરવા માટે તેના ઘરે પ્રવેશ્યા. તેને ભિક્ષા આપવા માટે તેની પત્નીએ ઘી અને ખાંડથી મિશ્રિત દૂધનું પાત્ર ઉપાડ્યું, એટલામાં કોઈ પણ રીતે તે પાત્રમાંથી ખાંડથી મિશ્રિત ઘીનું બિંદુ ભૂમિ ઉપર પડ્યું. તેથી તેને જોઈને તે ધર્મઘોષ મુનિ મહાત્માએ ભગવાને ઉપદેશ કરેલ ભિક્ષાગ્રહણ કરવાની વિધિમાં ઉપયોગ મૂક્યો. છર્દિત દોષથી દુષ્ટ આ ભિક્ષા છે તેથી મને ન કલ્પ એ પ્રમાણે મનમાં વિચારીને ભિક્ષા લીધા વિના જ ઘરમાંથી નીકળી ગયા. વરંડાની દિવાલ ઉપર રહેલા વારત્તક મંત્રીએ નીકળતા એવા મહામુનિને જોયા. તેણે મનમાં વિચાર્યું કે આ મહામુનિએ મારા ઘરની ભિક્ષા કેમ ન લીધી ? એ પ્રમાણે જેટલામાં વિચારે છે તેટલામાં તે ભૂમિ ઉપર પડેલા ખાંડથી યુક્ત એવા ઘીના બિંદુ ઉપર માખીઓ ભેગી થઈ. તે માખીઓને ખાવા માટે ગરોળી દોડી. ગરોળીને મારવા માટે કાચીંડો દોડ્યો. તે કાચીંડાનું ભક્ષણ કરવા બિલાડી દોડી. તે બિલાડીને પણ મારવા માટે મહેમાનનો કૂતરો દોડ્યો, અને તેનો પણ દુશ્મન એવો બીજો ઘરનો કૂતરો દોડ્યો. ત્યાર પછી તે બે કૂતરાનું પરસ્પર યુદ્ધ થયું, ત્યાર પછી પોત-પોતાના કૂતરાના પરાભવથી દુઃખી થયેલા એવા મંત્રી અને મહેમાનના સેવકો દોડ્યા. ત્યાર પછી તે બે સેવકોનું પણ લાકડીઓ લઈને પરસ્પર મોટું યુદ્ધ થયું. મંત્રીએ વિચાર્યું કે- ઘી વગેરેનું બિંદુ માત્ર પણ ભૂમિ ઉપર પડ્યું તો આવા પ્રકારનું યુદ્ધ થયું. તેથી જ યુદ્ધના ભીરુ એવા પૂજ્ય મુનિએ ભિક્ષા ગ્રહણ ન કરી. અહો ! ભગવાને સારો ધર્મ જોયો. ખરેખર ! વીતરાગ ભગવાનને છોડીને આવા પ્રકારના નિષ્પાપ ધર્મનો ઉપદેશ આપવા કોણ સમર્થ થાય ? તેથી મારે પણ તે જ દેવ સેવવા યોગ્ય છે, અને તેમણે કહેલું જ અનુષ્ઠાન પાળવા યોગ્ય છે. એ પ્રમાણે વિચારીને સંસારસુખથી વિરાગ પામેલા, શુભધ્યાનને પામેલા, જેને જાતિસ્મરણ જ્ઞાન થયું છે એવા, દેવતાએ જેને સાધુવેશ આપેલો છે એવા તે મંત્રીએ તે કાળે જ ઘરનો ત્યાગ કરી અન્યત્ર વિહાર કર્યો. ક્રમે કરી લાંબા કાળ સુધી સંયમ પાળીને અને Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ કેવળજ્ઞાન પામીને વારત્તક નગરમાં જ મોક્ષને પામ્યા. ત્યાર પછી સ્નેહથી પૂરાયેલા સુબુદ્ધિ નામના તેના પુત્રે એક સુંદર દેવમંદિર કરાવીને તેમાં રજોહરણ અને મુહપત્તિવાળી પોતાના પિતા (મુનિ)ની પ્રતિમા સ્થાપિત કરી. ત્યાં દાનશાળા શરૂ કરી. તે દાનશાળાને શાસ્ત્રમાં સાધર્મિક સ્થલી કહેવાય છે. આ પ્રમાણે સાધર્મિક ચૈત્ય ઉપર વારત્તક મુનિની કથા બતાવી. આ કહેવાથી પાંચ પ્રકારનાં ચૈત્યો કહ્યાં. હવે આ પાંચ ચૈત્યમાં ભક્તિકૃત આદિ ચાર પ્રકારના ચૈત્યો કૃત્રિમ હોવાથી ઓછા-વત્તાનો સંભવ છે. તેથી તેની સંખ્યાનો કોઈ નિયમ નથી. શાશ્વત જિન ચૈત્યો તો નિત્ય હોવાથી તેની સંખ્યાનો નિયમ છે. (૧૫) શાશ્વત જિનબિંબો અને જિનગૃહોની સંખ્યા હવે ત્રણ ભુવનમાં રહેલા શાશ્વત જિન સંબંધી જિનગૃહો અને જિનબિંબોની સંખ્યા “કમ્મભૂમિ' ઈત્યાદિ ચૈત્યવંદનની અંદર રહેલી ગાથાથી બતાવવામાં આવે છે. તે ગાથાઓ આ પ્રમાણે છે सत्ताणवइसहस्सा, लक्खा छप्पन्न अट्ठकोडीओ। ૨૩ય છાયાણીયા, તિ (તે) નુ વેઇ વધે . ૨૬ वंदे नवकोडिसयं, पणवीसं कोडिलक्खतेवन्ना । अट्ठावीससहस्सा, चउसय अट्ठासिया पडिमा ॥१७॥ આ ગાથા અનુસારે નીચેનું કોષ્ટક આપેલું છે. લોક | શાશ્વત ચૈત્યો | શાશ્વતબિંબો | ઉર્ધ્વલોક ૮૪,૯૭,૦૨૩ ૯૧,૭૬,૭૮,૪૮૪ અધોલોક ૭,૭૨,૦૦,૦૦૦ ૮,૩૩,૭૬,૦૦,૦૦૦ તિલોક ૫૦,૦૦૪ કુલ ૮,૫૬,૯૭,૪૮૬ | ૯,૨૫,૫૩,૨૮,૪૮૮ (હવે પછીના પેજમાં ત્રણે લોકનાં ચૈત્યો અને બિંબોનાં કોષ્ટકો અલગ અલગ આપેલાં છે.) આઠ ક્રોડ, છપ્પન લાખ, સત્તાણું હજાર, ચારસોને છયાસી ત્રણ લોકના ચૈત્યોને હું વંદન કરું છું. ૯૨૫ ક્રોડ, પ૩ લાખ, ૨૮ હજાર, ૪૮૮ પ્રતિમાઓને હું વંદન કરું છું. વ્યાખ્યા- ત્રણ લોકમાં રહેલાં ૮,૫૬,૯૭,૪૮૬ ચૈત્યોને હું વંદન કરું છું. શાશ્વતાં જિન ચૈત્યોમાં ૯૨૫,૫૩,૨૮,૪૮૮ પ્રતિમાઓ રહેલી છે. તેને હું વંદન કરું છું. આ પ્રમાણે બે ગાથાનો અર્થ છે. હવે ત્રણ ભુવનમાં શાશ્વત જિન ભવનો અને શાશ્વત જિનબિંબોની જે સંખ્યા બતાવી છે તે જણાવે છે– Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આત્મપ્રબોધ = ૮ : અધોલોકમાં રહેલાં શાશ્વત ચૈત્યો તથા શાશ્વત બિંબો નામ ચૈત્ય સંખ્યા |દરેક ચૈત્યમાં બિંબની સં. કુલ બિંબો ૧. અસુરનિકાય ૬૪,૦૦,૦૦૦ ૧૦૮ ૬૯,૧૨,૦૦,૦૦૦ | ૨. નાગકુમાર ૮૪,૦૦,૦૦૦ ૧૦૮ ૯૦,૭૨,૦૦,૦૦૦ ૩. સુપર્ણકુમાર | ૭૨,૦૦,૦૦૦ ૧૦૮ ૭૭,૭૬,૦૦,૦૦૦ ૪. વિધુતકુમાર ૭૬,૦૦,૦૦૦ ૧૦૮ ૮૨,૦૮,૦૦,૦૦૦ | ૫. અગ્નિકુમાર ૭૬,૦૦,૦૦૦ ૧૦૮ ૮૨,૦૮,૦૦,૦૦૦ | ૬. દ્વીપકુમાર ૭૬,૦૦,૦૦૦ ૧૦૮ ૮૨,૦૮,૦૦,૦૦૦ | ૭. ઉદધિકુમાર | ૭૬,૦૦,૦૦૦ ૧૦૮ ૮૨,૦૮,૦૦,૦૦૦ ૮. દિકકુમાર ૭૬,00,000 ૧૦૮ ૮૨,૦૮,૦૦,૦૦૦ ૯. પવનકુમાર ૯૬,૦૦,૦૦૦ ૧૦૮ ૧,૦૩,૬૮,૦૦,૦૦૦ ૧૦. સ્વનિતકુમાર | ૭૬,૦૦,૦૦૦ - ૧૦૮ - ૮૨,૦૮,૦૦,૦૦૦ કુલ ૭,૭૨,૦૦,૦૦૦ x ૧૦૮ = ૮,૩૩,૭૬,૦૦,૦૦૦ તેમાં અધોલોકમાં દક્ષિણ અને ઉત્તર દિશામાં રહેલા ભવનપતિઓના દશેય નિકાયના બધા ભવનોની સંખ્યા ૭ ક્રોડ અને ૭૨ લાખ છે. દરેક ભવનમાં એક-એક ચૈત્ય હોવાથી અધોલોકનાં બધાં ચૈત્યો પણ ૭ ક્રોડ અને ૭૨ લાખ જ છે. તે દરેક ચૈત્યમાં ૧૦૮ પ્રતિમાઓ છે. તેથી સર્વ બિંબોની સંખ્યા ૮૩૩ ક્રોડ અને ૭૬ લાખ છે. (૭,૭૨,૦૦૦૦૦x૧૦૮=૮૩૩,૭૬,૦૦૦૦૦). હવે તિચ્છલોકમાં પાંચ મેરુ વિશે ૮૫ ચૈત્યો છે. તે આ પ્રમાણે દરેક મેરુ ઉપર ચાર-ચાર વન છે. અને દરેક વનની ચારે દિશામાં ચાર ચાર ચૈત્યો છે. અને દરેક મેરુંની ઉપર એક-એક ચૂલિકા છે. દરેક ચૂલિકા ઉપર એક-એક ચૈત્ય છે. આમ દરેક મેરુ ઉપર ૧૭-૧૭ ચૈત્યો થાય. તે બધાં ભેગાં કરતાં ૮૫ ચૈત્યો થયાં. (૧૭૪૫=૮૫) તથા દરેક મેરુની વિદિશામાં ચાર-ચાર ગજદંત પર્વતો હોવાથી ૨૦ ગજદંત પર્વત થયા. દરેક ઉપર એક-એક ચૈત્ય હોવાથી ૨૦ ચેત્યો થયાં. તથા પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુના જંબૂ-શાલ્મલી વગેરે ૧૦ વૃક્ષો છે. તે દરેક વૃક્ષ ઉપર એક-એક ચૈત્ય હોવાથી ૧૦ ચૈત્યો થયાં. તથા દરેક મહાવિદેહમાં ૧૬-૧૬ વક્ષસ્કાર પર્વતો હોવાથી ૮૦ વક્ષસ્કાર પર્વતો છે. દરેક વક્ષસ્કાર પર્વત ઉપર એક એક ચૈત્ય હોવાથી ૮૦ ચૈત્યો થયાં. દરેક મહાવિદેહમાં ૩૨-૩૨ દીર્ઘ વૈતાઢ્ય પર્વતો હોવાથી ૧૬૦ મહાવિદેહના અને દરેક ભારત અને ઐરવતમાં એક એક દીર્ઘ વૈતાઢ્ય પર્વત હોવાથી ૧૦ ભરત એરવતના દીર્ઘ વૈતાદ્ય પર્વતો થયા. આમ કુલ દીર્ઘ વૈતાઢ્ય પર્વતો ૧૭૦ થયા. દરેક વૈતાઢ્ય પર્વત પર એક-એક ચૈત્ય હોવાથી ૧૭૦ ચૈત્યો થયાં. તથા જંબૂદ્વીપમાં ૬ અને ધાતકીખંડ તથા પુષ્કરાર્ધમાં ૧૨-૧૨ કુલગિરિ હોવાથી કુલ ૩૦ કુલગિરિ થયા. દરેક પર એક એક ચૈત્ય હોવાથી ૩૦ચૈત્યો થયાં. તથા ધાતકીખંડ અને પુષ્કરાર્ધમાં Page #38 -------------------------------------------------------------------------- ________________ નામ. પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ ૨૫ બે-બે ઈષકાર પર્વત હોવાથી ૪ ઈષકાર પર્વતો થયા. તે દરેક ઉપર એક એક ચૈત્ય હોવાથી ૪ ચૈત્યો થયાં. તથા અઢી દ્વીપની સીમાને કરનારા માનુષોત્તર પર્વત ઉપર ચારેય દિશામાં એક-એક ચૈત્ય હોવાથી ૪ ચૈત્યો છે. તથા નંદીશ્વર નામનો આઠમો દ્વીપ છે તેમાં પર ચૈત્યો છે. તે આ પ્રમાણે- પૂર્વ દિશામાં નંદીશ્વરની મધ્યમાં અંજનવર્ણનો અંજનગિરિ પર્વત છે. તેની ચારે દિશામાં એક-એક વાવડી છે. તે દરેક વાવડીની મધ્યમાં શ્વેત વર્ણના દધિમુખ નામના પર્વત છે. તે જ દધિમુખ પર્વતની ચાર વિદિશામાં રક્ત વર્ણના બે- બે રતિકર પર્વતો હોવાથી ૮ રતિકર પર્વતો થયા. અંજનગિરિ-૧, દધિમુખ-૪, રતિકર-૮ એમ પૂર્વ દિશામાં ૧૩ પર્વતો થયા અને આ પ્રમાણે દક્ષિણ, ઉત્તર અને પશ્ચિમ એમ ત્રણેય દિશામાં પણ ઉપરના નામના જ ૧૩-૧૩ પર્વતો હોવાથી કુલ પર પર્વતો થયા અને તે દરેક પર એક-એક ચૈત્ય હોવાથી કુલ પર ચૈત્યો થયા. તથા અગિયારમા કુંડલ દ્વીપમાં ચારે ય દિશામાં એક-એક એમ ચાર ચૈત્યો છે. તથા તેરમા રુચક દ્વીપમાં પણ દરેક દિશામાં એક-એક ચૈત્ય હોવાથી ચાર ચૈત્યો છે. આ પ્રમાણે તિચ્છ લોકના બધા ચૈત્યો ભેગા કરવાથી ૪૬૩ ચૈત્યો થયાં. તે દરેક ચૈત્યની અંદર એકસો ને આઠ પ્રતિમા હોવાથી કુલ ૫૦,૦૦૪ (પચાસ હજારને ચાર) થઈ. તિર્જીલોકમાં રહેલાં શાશ્વત જિનચૈત્યો અને શાશ્વતબિંબો જંબૂદીપ ધાતકીખંડપુષ્કરાઈ | કુલ ચૈત્ય દરેક ચૈત્યમાં કુલ પ્રતિમા | પ્રતિમા મેરુના ૪ વનમાં ૧૬ | ૩૨ ૧૦૮ | ૮૬૪૦ મેરુ ચૂલિકા ૧ | ૨ | ૨ | ૫ | ૧૦૮ | ૫૪૦ ગજત ૧૦૮ ૨૧૬૦ દેવકુરુ (જંબૂ-શાલ્મલી) | ૧૦૮ ૫૪૦ ઉત્તરકુરુ (જંબૂ-શાલ્મલી) ૧૦૮ ૫૪૦ વક્ષસ્કાર ૧૬ ૧૦૮ | ૮૬૪૦ વિતાઠ્ય ૬૮ | ૬૮ | ૧૮૩૬૦ કુલગિરિ (વર્ષધર) ૧૨ | ૧૨ ૧૦૮ ૩૨૪૦ ઈપુકાર ૧૦૮ ૪૩૨ માનુષોત્તર ચારે દિશામાં એક-એક ૧૦૮ ૪૩૨ નંદીશ્વર દ્વીપ ૧૦૮ | ૫૬૧૬ કુંડલ દ્વીપ ચારે દિશામાં એક-એક ૪ ૧૦૮ | ૪૩૨. ટુચક દ્વીપ ચારે દિશામાં એક-એક | ૪ ૧૦૮ - | ૪૬૩ X ૧૦૮ = ૫૦૦૦૪ ૩૨ | ૩૨ ૩૪. ૧૦૮ . જદ | | | ૪૩૨ Page #39 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ હવે ઉર્ધ્વલોકમાં સૌધર્મ દેવલોકથી શરૂ કરી પાંચ અનુત્તર સુધી ૮૪ લાખ ૯૭ હજાર અને ૨૩ વિમાનો છે અને તે દરેક વિમાનમાં એક-એક ચૈત્ય હોવાથી બધાય ચૈત્યો ૮૪ લાખ ૯૭ હજાર અને ૨૩ થયા. અને તે દરેક ચૈત્યમાં ૧૦૮-૧૦૮ પ્રતિમા હોવાથી ૯૧ ક્રોડ ૭૬ લાખ ૭૮ હજાર ૪૮૪ પ્રતિમાઓ થઈ. ઉર્ધ્વલોકમાં રહેલાં શાશ્વત જિનચૈત્યો અને જિનબિંબો નામ ચૈત્ય સંખ્યા પ્રત્યેક ચૈત્યમાં બિંબની સં. કુલ બિંબો | પહેલા દેવલોકે ૩૨,૦૦,૦૦૦ ૧૦૮ ૩૪,૫૬,૦૦,૦૦૦ | બીજા દેવલોકે ૨૮,૦૦,૦૦૦ ૧૦૮ ૩૦,૨૪,૦૦,૦૦૦) ત્રીજા દેવલોકે ૧૨,૦૦,૦૦૦ ૧૦૮ ૧૨,૯૬,૦૦,૦૦૦ ચોથા દેવલોકે ૮,૦૦,૦૦૦ ૧૦૮ ૮,૬૪,૦૦,૦૦૦ પાંચમા દેવલોકે ૪,૦૦,૦૦૦ ૧૦૮ ૪,૩૨,૦૦,૦૦૦ છઠ્ઠા દેવલોકે ૫૦,૦૦૦ ૧૦૮ ૫૪,૦૦,૦૦૦ સાતમા દેવલોકે ૪૦,૦૦૦ ૧૦૮ ૪૩,૨૦,૦૦૦) આઠમા દેવલોકે ૬,૦૦૦ ૧૦૮ ૬,૪૮,૦૦૦ નવમા દેવલોકે ૪૦૦ ૧૦૮ - ૪૩,૨૦૦ દશમા દેવલોકે | અગિયારમા દેવલોકે ૩૦૦ ૧૦૮ ૩૨,૪૦૦ બારમા દેવલોકે નવ રૈવેયકમાં ૩૧૮ | ૧૦૮ ૩૪,૩૪૪ | અનુત્તરમાં ૧૦૮ ૫૪૦ કુલ ૮૪,૯૭,૦૨૩ x ૧૦૮ = ૯૧,૭૬,૭૮,૪૮૪ | આ પ્રમાણે ત્રણેય લોકમાં રહેલાં શાશ્વત જિન સંબંધી ચૈત્યો અને જિનબિંબોની સંખ્યા મેળવવાથી “સત્તાવિરૂદસ્સા' ઇત્યાદિ બે ગાથામાં કહેલી સર્વ પણ સંખ્યા પ્રાપ્ત થઈ. અહીં ખરેખર ! ચૈત્ય અને બિંબોની આ સંખ્યા વિસંવાદ વિનાના સ્થાનોની અપેક્ષાએ જણાવી છે. કેટલાક આચાર્યો તે વિસંવાદસ્થાનોની અપેક્ષાએ પણ ઉપર કહેલી સંખ્યાથી અધિક ચૈત્યો અને બિંબોની સંખ્યા કહે છે. સંઘાચાર નામની ચૈત્યવંદનભાષ્યવૃત્તિમાં કહ્યું છે કે सगकोडिलक्खबिसयरि, अहो य तिरिए दुतीसपणसयरा । . चुलसी लक्खा सगनवइ, सहसतेवीसुवरि लोए ॥ १॥ Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ ૨૭ तेरसकोडि सयाकोडि, गुणनवइ सट्ठी लक्ख अहलोए । तिरिए तिलक्ख तेणवइ, सहस पडिमा दुसयचत्ता ॥ २॥ बावनं कोडिसयं, चउणवईलक्ख सहस चउयाला । सत्त सया सट्ठिजुआ, सासयपडिमा उवरि लोए ॥३॥ ગાથાર્થ- અધોલોકમાં ૭ ક્રોડ અને ૭૨ લાખ ચૈત્યો છે. અને તિચ્છલોકમાં ૩૨૭૫ ચેત્યો છે. અને ઉર્ધ્વલોકમાં ૮૪,૯૭,૦૨૩ ચૈત્યો છે. (૧) અધોલોકમાં ૧૩૮૯ ક્રોડ અને ૬૦ લાખ પ્રતિમા છે. તિસ્કૃલોકમાં ૩ લાખ ૯૩ હજાર ૨૪૦ પ્રતિમા છે. (૨) ઊર્ધ્વલોકમાં ૧૫ર ક્રોડ, ૯૪ લાખ, ૪૪ હજાર ૭૬૦ શાશ્વતી પ્રતિમા છે. (૩) * વ્યાખ્યા- દરેક ભવનમાં એક-એક ચૈત્ય હોવાથી અધોલોકમાં ૭ ક્રોડને ૭૨ લાખ ચૈત્યો છે. હવે તિસ્કૃલોકમાં ૩૨૭૫ ચૈત્યો છે. તે આ પ્રમાણે- ૫ મેરુ પર્વત, ૨૦ ગજદંત પર્વત, જંબૂશાલ્મલી વગેરે ૧૦ વૃક્ષો, ૮૦ વક્ષસ્કાર પર્વતો, ૧૭૦ દીર્ઘ વૈતાદ્ય પર્વતો, ૩૦ કુલગિરિ, ૪ ઈષકાર પર્વત, માનુષોત્તર પર્વત, નંદીશ્વર દ્વીપ, કુંડલ દ્વીપ, રુચકદ્વીપ આ અવિસંવાદિ સ્થાનોમાં ૪૬૩ ચૈત્યો પૂર્વે કહેલી રીતથી જાણવા. હવે વિસંવાદિ સ્થાનોમાં બાકીની સંખ્યા કહેવાય છે. તે આ પ્રમાણે-પાંચ મેરુની અપેક્ષાએ પાંચ ભદ્રશાલ વનમાં ૮-૮ કરિકૂટો છે. આથી ૪૦ કરિકૂટ થયા. દરેક ઉપર એક-એક ચૈત્ય હોવાથી ૪૦ ચૈત્યો થયાં. તથા ગંગા-સિંધુ વગેરે નદીના પ્રપાત કુંડના ૩૮૦ જ ચૈત્યો છે. તથા પદ્મદ્રહાદિમાં ૮૦ ચૈત્યો છે. ગંગાદિ મહા નદીમાં ૭૦ ચૈત્યો છે. તથા દેવકુરુમાં પાંચ અને ઉત્તરકુરુમાં પાંચ ચૈત્યો એમ ૧૦ ચૈત્યો છે. તથા કંચનગિરિનાં ૧૦૦૦ ચૈત્યો તથા યમલ ગિરિનાં ૨૦ ચૈત્યો તે જ પ્રમાણે ૨૦ વૃત્ત વૈતાઢ્યનાં ૨૦ ચૈત્યો તથા જંબૂ-શાલ્મલિ આદિનાં ૧૦ વૃક્ષનાં ૧૦ચૈત્યો. તેને અવિસંવાદિ ચૈત્યોની ગણનામાં ગણેલા જ છે. પણ તેના પરિવાર સ્વરૂપ ૧૧૬૦ ની સંખ્યાવાળા લઘુ જંબૂવૃક્ષ વગેરે છે, અને તેમાં તેટલી જ સંખ્યાનાં ચૈત્યો છે. તે અહીં ગણેલાં છે. તથા ૩૨ રાજધાનીનાં ૩૨ ચૈત્યો છે. આ વિસંવાદિ સ્થાનમાં રહેલા બધાં ચૈત્યો ૨૮૧૨ થયાં. આ પ્રમાણે અવિસંવાદિ અને વિસંવાદિ સ્થાનમાં રહેલા સર્વ ચૈત્યોની સંખ્યા ૩૨૭પ થાય છે. (૨૮૧૨+૪૬૩=૪૨૭૫) હવે ઊર્ધ્વલોકમાં દરેક વિમાનમાં એક એક ચૈત્ય હોવાથી ૮૪ લાખ, ૦૭ હજાર અને ૨૩ ચૈત્યો છે. - હવે બે ગાથામાં કહેલાં ચૈત્યોમાં બિંબોની સંખ્યા કહેવાય છે. તે આ પ્રમાણે- અધોલોકમાં દરેક ચૈત્યમાં ૧૮૦ જિનબિંબ હોવાથી ૧૩૮૯ ક્રોડ, ૬૦ લાખ (૭,૭૨,૦૦,૦૦૦ x ૧૮૦ = ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦) જિનબિંબો છે. તિøલોકમાં ૩ લાખ, ૯૩ હજાર, ૨૪૦ જિનબિંબો છે. તે આ પ્રમાણે- નંદીશ્વર, રુચક અને કુંડલદ્વીપના (પર+૪+૪=) ૬૦ ચૈત્યોમાં દરેકમાં પૂર્વે ૧૨૪ 'જિનબિંબો હોવાથી અને બાકીના ૨૭૫૨ ચૈત્યોમાં તથા પૂર્વે કહેલા ૪૬૩ ચૈત્યોમાં ૧૨૦ જિનબિંબો હોવાથી બતાવ્યા પ્રમાણેની સંખ્યા થાય છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આત્મપ્રબોધ ઊર્ધ્વલોકમાં ૧૨ દેવલોક સુધીના દરેક ચૈત્યમાં ૧૮૦ જિનબિંબો હોવાથી અને ૯ કૈવેયક અને ૫ અનુત્તરમાં રહેલા દરેક ચૈત્યમાં ૧૨૦ જિનબિંબ હોવાથી ૧૫ર,૯૪,૪૪,૭૬૦ શાશ્વત જિન પ્રતિમા છે. આ પ્રમાણે બીજી-ત્રીજી ગાથાનો અર્થ પૂર્ણ થયો. એ હવે સર્વ દૈત્યોનાં જિનબિંબોની સંખ્યાને જણાવનારી શાસ્ત્રોક્ત બે ગાથા આ પ્રમાણે सव्वे वि अट्ठ ८ कोडी, लक्खा सगवन्न ५७ दुसय २०० अडनउया ९८ । तिहुयणचेइय वंदे, असंखुदहिदीवजोइवणे ॥ ४॥ पनरस १५ कोडिसयाई, कोडी बायाल ४२ लक्ख अडवना ५८ । अडतीस ३८ सहस वंदे, सासयजिणपडिम तियलोए ॥५॥ સૂચના- આ બે ગાથાનો અર્થ કોષ્ટકો પછી (૩૧ મા પેજમાં) આપેલો છે. ત્રણ ભુવનમાં રહેલાં શાશ્વત ચૈત્યો તથા બિંબોનો સંયુક્ત કોષ્ટક તથા અલગ-અલગ કોષ્ટક અહીં આપેલ છે. આ આત્મપ્રબોધ ગ્રંથમાં બતાવેલી ગાથા પ્રમાણે ત્રણ ભુવનનાં શાશ્વત ચૈત્યો તથા બિંબો નામ | ચૈત્ય સંખ્યા | બિંબ સંખ્યા ? | | ઊર્ધ્વલોક ૮૪,૯૭,૦૨૩ | ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ અધોલોક ૭,૭૨,૦૦,૦૦૦ ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ તિચ્છલોક ૩,૨૭૫ - ૩,૯૩,૨૪૦ કુલ | ૮,૫૭,૦૦,૨૯૮ | ૧૫,૪૨,૫૮,૩૮,૦૦૦ જગચિંતામણિ ચૈત્યવંદન પ્રમાણે ત્રણ ભુવનના શાશ્વત ચૈત્યો તથા બિંબો નામ - ચૈત્ય સંખ્યા 1 બિંબ સંખ્યા ઊર્ધ્વલોક ૮૪,૯૭,૦૨૩ | ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ અધોલોક ૭,૭૨,૦૦,૦૦૦ ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ તિચ્છલોક ૩,૨૫૯ ૩,૯૧,૩૨૦ ૮,૫૭,૦૦,૨૮૨ | ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ - ૧૮૦ ઊર્ધ્વલોકમાં રહેલાં શાશ્વત જિનચૈત્યો અને શાશ્વતબિંબો નામ. ચૈત્ય સંખ્યા પ્રત્યેક ચૈત્યમાં બિંબની સં. - કુલ બિંબો પહેલા દેવલોકે ૩૨,૦૦,૦૦૦ ૧૮૦ ૫૭,૬૦,૦૦,૦૦૦ બીજા દેવલોકે ૨૮,૦૦,૦૦૦ ૧૮૦ ૫૦,૪૦,૦૦,૦૦૦ ત્રીજા દેવલોકે ૧૨,૦૦,૦૦૦ ૨૧,૬૦,૦૦,૦૦૦ ચોથા દેવલોકે ૮,૦૦,૦૦૦ | ૧૮૦ ૧૪,૪૦,૦૦,૦૦૦ પાંચમા દેવલોકે ૪,૦૦,૦૦૦ ૧૮૦ ૭,૨૦,૦૦,૦૦૦ છઠ્ઠા દેવલોકે ૫૦,૦૦૦ ૧૮૦ ૯૦,૦૦,૦૦૦ સાતમા દેવલોકે ૪૦,૦૦૦ ૧૮૦ ૭૨,૦૦,૦૦૦ | આઠમા દેવલોકે ૬,૦૦૦ ૧૮૦ ૧૦,૮૦,૦૦૦ નવમા દેવલોકે ૪૦૦ ૧૮૦ ૭૨,000 દશમા દેવલોકે અગ્યારમા દેવલોકે ૩૦૦ ૧૮૦ ૫૪,૦૦૦ બારમા દેવલોકે નવ રૈવેયકમાં ૩૧૮ | ૧૨૦ ૩૮,૧૬૦ અનુત્તરમાં ૫ ૧૨૦ ૬૦૦ ૮૪,૯૭,૦૨૩ ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ અધોલોકમાં રહેલા શાશ્વત જિનચૈત્યો અને શાશ્વતબિંબો નામ | ચૈત્ય સંખ્યા દરેક ચૈત્યમાં બિંબની સં. કુલ બિંબો | ૧. અસુરનિકાય | ૬૪,૦૦,૦૦૦ ૧૮૦ ૧,૧૫,૨૦,૦૦,૦૦૦ ૨. નાગકુમાર | ૮૪,૦૦,૦૦૦ ૧૮૦ ૧,૫૧,૨૦,૦૦,૦૦૦ ૭૨,૦૦,૦૦૦ ૧૮૦ ૧,૨૯,૬૦,૦૦,૦૦૦ | ૪. વિધુતકુમાર ૭૬,૦૦,૦૦૦ ૧૮૦ ૧,૩૬,૮૦,૦૦,૦૦૦ ૫. અગ્નિકુમાર ૭૬,૦૦,૦૦૦ ૧૮૦ ૧,૩૬,૮૦,૦૦,૦૦૦ ૬. દ્વીપકુમાર ૭૬,૦૦,૦૦૦ ૧૮૦ ૧,૩૬,૮૦,૦૦,૦૦૦ | ૭. ઉદધિકુમાર ૭૬,૦૦,૦૦૦ ૧૮૦ ૧,૩૬,૮૦,૦000 | ૮. દિકકુમાર ૭૬,૦૦,૦૦૦ ૧૮૦ ૧,૩૬,૮૦,૦૦,૦૦૦ ૯. પવનકુમાર ૯૬,૦૦,૦૦૦ ૧૮૦ ૧,૭૨,૮૦,૦૦,૦૦૦ ૧૦. સ્વનિતકુમાર | ૭૬,૦૦,૦૦૦ ૧૮૦ ૧,૩૬,૮૦,૦૦,૦૦૦) કુલ | ૭,૭૨,૦૦,૦૦૦ x ૧૮૦ = ૧૩,૮૯,૬૦,૦૨૦૦૦ Page #43 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ ૧૬ તિલોકમાં રહેલાં શાશ્વત જિનચૈત્યો અને શાશ્વતબિંબો નામ જંબૂઢીપ ધાતકીખંડ પુષ્કરા કુલ ચૈત્ય દરેક ચૈત્યમાં કુલ પ્રતિમા | પ્રતિમા મેરુના ૪ વનમાં ૧૬ | ૩૨ | ૩૦ | ૧૨૦ | ૯૬૦૦ મિરુ ચુલિકા ૨ ૨ ૫ ૧૨૦ | ૬૦૦. ગજદંત ૧૨૦ | ૨૪૦૦ દેવકુરુ (મુખ્યવૃક્ષ) ૧૨૦ ] ૬૦૦ | ઉત્તરકુરુ (મુખ્યવૃક્ષ) | | ૫ ૧૨૦ | ૬૦૦ | વક્ષસ્કાર ૩૦ | ૩૦ | ૮૦ ૫ ૧૨૦ [ ૯૬૦૦ વૈતાઢ્ય ૬૮ | ૬૮ ૧૭૦ ૧૨૦ |૨૦૪૦૦ કુલગિરિ (વર્ષધર) ૧૨ | ૧૨ ૩૦ ૧૨૦ | ૩૬૦૦ ઈષકાર ૧૨૦ ૪૮૦ માનુષોત્તર ચારે દિશામાં એક-એક ૪ ૧૨૦ ૪૮૦ નંદીશ્વર દ્વીપ ૫૨ ૧૨૪ | ૬૪૪૮ કંડલ દ્વીપ ચારે દિશામાં એક-એક ૧૨૪] ૪૯૬ : ચક દ્વીપ ચારે દિશામાં એક-એક ૧૨૪ | ૪૯૬ કરિકૂટ ૮ | ૧૬ | ૧૬ ૧૨૦ | ૪૮૦૦ નદીના કુંડ ૭૬ | ૧૫૨ | ૧૫૨ [ ૩૮૦ ૧૨૦ [૪૫૬૦૦ | નદીના દ્રહ ૩૨ ૩૨ ૮૦ | ૧૨૦ [ ૯૬૦૦ પ્રપાત કુંડ ૧૪ ૨૮ ૭૦. ૧૨૦ | ૮૪00 || કંચનગિરિ ૨૦૦ ૪૦૦ ૪૦૦ | ૧૦૦૦ ૧૨૦ (૧૨ ) યમલગિરિ ૪. ૮ ૨૦ ૧૨૦ | ૨૪૦૦ | વૃત્તવૈતાઢ્યા ૪ ૮ ૧૨૦ | ૨૪૦૦ દિવકુરુ ૫ ૧૨૦ | ૬૦૦ ઉત્તરકુરુ ૧૨૦ | ૬૦૦ | લઘુ જંબૂવૃક્ષાદિ ૨૩૨ | ૪૬૪ | ૪૬૪ | ૧૧૬૦ | ૧૨૦ ૧૩૯૨) "રાજધાની ૩૨ ૧૨૦ | ૩૮૪૦ | | | | ૩૨૭૫ | |૩૯૩૨૪૦| ૧. જગચિંતામણિ ચૈત્યવંદન પ્રમાણે ૩૨ રાજધાનીના સ્થાને ૧૬ નગરી ગણી કુલ સંખ્યામાંથી બાદ કરતા ૩૨૫૯ ચૈત્યો અને ૩,૯૧,૩૨૦ પ્રતિમાની સંખ્યા મળી રહે છે. તે આ પ્રમાણે ૩૨૭૫-૧૬=૩૨૫૯ ચૈત્યો તથા ૩,૯૩,૨૪૦ - (૧૬x૧૨૦=) ૧૯૨૦ = ૩,૯૧,૩૨૦ પ્રતિમાઓ. ૪૦ | ૧૬ ૨.૮ I ૨૦ ૨ Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ ૩૧ ગાથાર્થ- ત્રણ ભુવનમાં રહેલા ૮ ક્રોડ ૫૭ લાખ ૨૯૮ (૮,૫૭,૦૦,૨૯૮) ચૈત્યોને હું વંદન કરું છું અને અસંખ્ય સમુદ્રો, દ્વીપો, જ્યોતિષ વિમાનો અને વ્યંતર નગરમાં રહેલા અસંખ્ય ચૈત્યોને હું વંદન કરું છું. (૪) ત્રણ લોકમાં રહેલી ૧૫૪૨,૫૮,૩૮,૦૦૦ શાશ્વતી જિન પ્રતિમાને હું વંદન કરું છું. (૫) (અહીં ગાથામાં ૧૯૨૦ જિનબિંબોની સંખ્યા અધિક બતાવી છે તેનો ખુલાસો આ પ્રમાણે છે- જગચિંતામણિ ચૈત્યવંદનમાં જે જિનબિંબોની ગણતરી કરી છે તેમાં સૌધર્મેન્દ્ર તેમજ ઈશારેંદ્રની અગ્રમહિષીઓની ૧૬ નગરીના ૧૯૨૦ જિનબિંબો ગણેલા છે. જ્યારે અહીં તેના બદલે મહાવિદેહની ૩૨ રાજધાનીના ૩૮૪૦ જિનબિંબો ગણેલા છે. આમ ૧૯૨૦ જિનબિંબો અહીં અધિક બતાવેલાં છે.) અહીં પૂર્વે કરિકૂટ આદિ સ્થાનોનું જે વિસંવાદિસ્થાનપણું કહેવાયું તે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ વગેરેમાં આ (કરિકૂટાદિ) સ્થાનોમાં ચૈત્યો છે એમ બતાવ્યું નથી માટે વિસંવાદિપણું છે. અને તે વિસંવાદને અનુસરનારી ક્ષેત્રસમાસની ગાથા આ પ્રમાણે છે 'करिकूडकुंडदहनइ, कुरुकंचणजमलसमवियड्डेसु । નિમવવિસંવાળો, નો તં નાપતિ જયસ્થા છે ? It', ગાથાર્થ કંરિકૂટ કુંડ, દ્રહ, નદી, કુરુ (દેવકુરુ-ઉત્તરકુરુ), કંચનગિરિ, જમલ સમલ પર્વત . અને વૈતાઢ્ય પર્વતમાં જિનભવનનો જે વિસંવાદ છે તે વિસંવાદને ગીતાર્થો જાણે છે. તે પૂર્વે જે દરેક ચૈત્યોમાં ૧૦૮ જ જિનબિંબો ગણ્યા છે તે પણ જંબૂઢીપ-પ્રજ્ઞપ્તિ અનુસારેજ ગણ્યા છે. તથા વૈતાઢ્ય પર્વત ઉપર રહેલા સિદ્ધાયતન ફૂટના અધિકારમાં તેનું સૂત્ર આ પ્રમાણે છે ‘સ્થ i...... ૩વરમુદ્ધયા તિ' अथ तासां जिनप्रतिमानां परिकरवर्णनं, यथा-'तासि णं जिणपडिमाणं ..... जाव अंजणसमुग्गाणं अट्ठसयं धूवकडुच्छगाणं चिटुंति इति । અર્થ- અહીં એક મોટું સિદ્ધાયતન (શાશ્વત જિન પ્રતિમાઓનું ચૈત્ય) છે. તે એક ગાઉ લાંબું, અડધો ગાઉ પહોળું, કંઈક ન્યૂન (=પ૬૦ ધનુષ્ય ચૂન) એક ગાઉ ઊંચું છે. યાવત્ ધજા સુધીનું વર્ણન જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ પ્રમાણે જાણવું. તે સિદ્ધાયતનને ત્રણ દિશામાં ત્રણ દ્વાર છે. તે દ્વારો પાંચસો ધનુષ્ય ઊંચાં છે, અઢીસો ધનુષ્ય પહોળાં છે અને તેટલા જ એટલે કે અઢીસો ધનુષ્ય પ્રમાણ પ્રવેશથી છે, એટલે કે લાંબા છે. જંબૂદીપ પ્રજ્ઞપ્તિમાં વિજય દ્વારનું વર્ણન છે તેમ અહીં પણ સેવા વરાર શૂપિયા'I' એ પદથી તેવું યાવત્ વનમાલાનું વર્ણન છે ત્યાં સુધીનું વર્ણન સમજવું. બહુ સમરમણીય ભૂમિભાગવાળા તે સિદ્ધાયતનના બહુ મધ્ય દેશભાગમાં એક મોટું દેવછંદક છે. તે પાંચસો ધનુષ્ય લાંબું-પહોળું છે. સાધિક પાંચસો ધનુષ્ય ઊંચું છે. આખું દેવછંદક રસમય છે. અહીં એકસો આઠ જિન પ્રતિમાઓ છે. તે પ્રતિમાઓ ઉત્સધ અંગુલથી તીર્થંકરના શરીર જેટલા પ્રમાણવાળી છે. ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ્ય અને જઘન્યથી સાત હાથ પ્રમાણ છે. તે પ્રતિમાઓ દેવછંદકની ચારે દિશાઓમાં સત્તાવીશ સત્તાવીશ છે. એ પ્રમાણે જીવાભિગમ સૂત્રમાં યાવત્ ધૂવડુ છું' સુધીનું વર્ણન જે પ્રમાણે છે તે પ્રમાણે અહીં પણ જાણવું. તે જિનપ્રતિમાનું વર્ણન આ પ્રમાણે છે Page #45 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ તે જિનપ્રતિમાના વર્ણનનો વિસ્તાર આ પ્રમાણે છે- તે પ્રતિમાના હાથે-પગના તળીયા તપનીય સુવર્ણના છે, નખો અંકરતના છે, નખોનો અંત્ય ભાગ લોહિતાક્ષરતમય છે, જંઘાઓ કનકમય છે, જાન કનકમાય છે, છાતી કનકમય છે, ગાત્રયષ્ટિ (સ્તન) કનકમય છે, સ્તનનો આગળનો ભાગ તપનીય સુવર્ણમય છે, નાભી તપનીય સુવર્ણમય છે, રોમરાજી રિક્ટરમય છે, શ્રીવત્સ તપનીય સુવર્ણમય છે, ઓષ્ઠ શિલપ્રવાલના છે, દાંત સ્ફટીકમય છે, જીભ તપનીય સુવર્ણમય છે, તાળવું તપનીય સુવર્ણમય છે, નાસિકા રિક્ટરનમય છે, નાસિકાનો અંદરનો ભાગ લોહિતાક્ષરતમય છે, આંખો અંકરતમય છે, આંખનો અંદરનો ભાગ લોહિતાક્ષરનમય છે, કીકીઓ રિક્ટરનમય છે, આંખની પાંપણ રિક્ટરતમય છે, ભૃકુટીઓ રિઝરતમય છે, કાન કનકમય છે, લલાટપટ્ટ કનકમય છે, મસ્તકની ઘડીઓ વજરતમય છે, કેશના મૂળની ભૂમિ તપનીય સુવર્ણમય છે, ઉપરના વાળ રિઝરતમય છે. હવે તે જિનપ્રતિમાના પરિકરનું વર્ણન આ પ્રમાણે છે- તે પ્રત્યેક જિન પ્રતિમાઓની પાછળ લીલાપૂર્વક છત્રને ધારણ કરતી પ્રતિમાઓ રહેલી છે. તે છત્ર હિમ-રજત-કુંદપુષ્પ-ચંદ્રસમાનવર્ણવાળું, કોરિંટથી સહિત ફૂલોની માળાવાળું અને ઉજ્જવળ છે. તે જિન પ્રતિમાઓની બંને બાજુ અલગ અલગ ચામરને ધારણ કરનારી પ્રતિમાઓ રહેલી છે. તે ચામરો શંખ-અંક-રત-કુંદપુષ્પ-સ્ફટિકરતરજત જેવા અને ક્ષીર સમુદ્રના પાણીને મથવાથી થયેલા ફીણના સમૂહ સમાન સફેદ છે. તે ચામરોના દંડમાં ચંદ્રકાંત, વજ અને વૈર્ય મણિરતો અને બીજા પણ વિવિધ પ્રકારના મણિરતો જડેલાં છે. ચામરોના વાળ સૂક્ષ્મ, રજત જેવા સફેદ અને લાંબા છે. તે પ્રતિમાઓ આવા ચામરોને ગ્રહણ કરીને લીલાપૂર્વક વિંઝતી વિંઝતી રહેલી છે. તે જિનપ્રતિમાઓની આગળ બે નાગ પ્રતિમાઓ છે, બે ભૂત પ્રતિમાઓ છે, બે જિનયક્ષ પ્રતિમાઓ છે, બે કુંડને ધારણ કરનારી પ્રતિમાઓ મૂકેલી છે. તે સર્વ પ્રતિમાઓ રતમય છે, સ્વચ્છ છે, યાવત્ સમાનરૂપવાળી છે. ત્યાં તે જિન પ્રતિમાઓની આગળ ૧૦૮ ઘંટો છે. ૧૦૮ શૃંગારો છે. એ પ્રમાણે ૧૦૮ દર્પણ ભાવ ૧૦૮ મોરપીંછથી બનાવેલી પુષ્પની ચંગેરીઓ છે. ૧૦૮ મોરપીંછથી બનાવેલી પુષ્પની પટલો છે. ૧૦૮ તેલપાત્ર છે. યાવત્ ૧૦૮ અંજનપાત્ર છે. ૧૦૮ ધૂપધાણાં રહેલાં છે. આ પ્રમાણે જંબૂદ્વીપમાં રહેલાં સર્વ સિંદ્ધાયતનોમાં દરેકમાં ૧૦૮ જ જિનપ્રતિમાઓ છે. એ પ્રમાણે છઠ્ઠા ઉપાંગમાં કહેવાયેલું છે અને આના અનુસાર ત્રણ લોકમાં રહેલાં સર્વ સિદ્ધાયતનોમાં ૧૦૮ જ પ્રતિમા જાણવી અને આથી જ “ ભૂમીત્યાદ્રિ' સ્તોત્રમાં પણ આ જ સંખ્યા સ્વીકારી છે. એ પ્રમાણે બુદ્ધિશાળીઓએ જાણવું. પ્રશ્ન- તમોએ ચૈત્ય વગેરેની આટલી સંખ્યા જણાવી, પરંતુ જો અધિક સંખ્યાવાળાં ચૈત્યો વગેરે હોય તો ઓછી સંખ્યા કહેવામાં મહાન દોષ થશે. ઉત્તર- તમારું કહેવું સારું છે. આથી જ સ્તોત્રના અંતે ત્રણ લોકમાં રહેલા સકળ શાશ્વત અને અશાશ્વત જિનચૈત્ય વગેરેને નમસ્કાર જણાવનારી “ વિવિ નાતિત્થ' ઇત્યાદિ ગાથા Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યક્ત્વ જણાવેલી છે. આથી કોઈ દોષ નથી. ૫૨માર્થથી તો આનો નિર્ણય કેવલી ભગવંતો અથવા બહુશ્રુતો જાણે છે. વિવાદમાં કોઈ પણ સિદ્ધિ નથી. ખરેખર તો સમ્યગ્દષ્ટિઓને જે જિનેશ્વર ભગવંતોએ કહ્યું છે તે જ શંકા વિનાનું સત્ય છે.’’ આ જ વાક્ય ઉપાદેય છે. તેથી ચર્ચાથી સર્યું. હવે વિસંવાદિ અને અવિસંવાદિ એ બંને સ્થાનને આશ્રયીને ત્રણ ભુવનમાં રહેલાં શાશ્વતાં જિનચૈત્યોની ઊંચાઈ વગેરેનું પ્રમાણ કહે છે. તેમાં બાર દેવલોકમાં, નવ ચૈવેયકમાં, પાંચ અનુત્તરમાં તથા નંદીશ્વર, કુંડલ અને રુચક નામના ત્રણ દ્વીપમાં જે જિન ચૈત્યો છે તે ઊંચાઈમાં ૭૨ યોજન પ્રમાણ છે. લંબાઈમાં ૧૦૦ યોજન પ્રમાણ છે. પહોળા ૫૦ યોજન પ્રમાણ છે. તથા કુલગિરિ, દેવકુરુ, ઉત્તરકુરુ, મેરુવન, ગજદંત પર્વત, વક્ષસ્કાર પર્વત, ઈષુકાર પર્વત, માનુષોત્ત૨ પર્વત અને અસુર વગેરે દશ નિકાયમાં રહેલાં ચૈત્યો ૩૬ યોજન ઊંચાં, ૫૦ યોજન લાંબાં અને ૨૫ યોજન પહોળાં છે. તથા દીર્ઘ વૈતાઢ્યો, મેરુ ચૂલિકાઓ (મહાનદીઓ, કુંડોમાં), જંબૂ વગેરે વૃક્ષો (વૃત્ત વૈતાઢ્ય પર્વતો, કંચનગિરિઓ, દિગ્ગજ પર્વતો, દ્રહો, યમલ ગિરિઓ)માં જે ચૈત્યો છે તે ૧૪૪૪ યોજન ઊંચાં છે. એક ગાઉ લાંબાં છે. અર્ધો ગાઉ પહોળાં છે. તથા (રાજધાનીઓ, વ્યંતરોના નગરો અને જ્યોતિષ વિમાનોમાં રહેલાં ચૈત્યો ૯ યોજન ઊંચાં, ૧૨૫ યોજન લાંબાં અને ૬ા યોજન પહોળાં છે. ઇત્યાદિ બધું બુદ્ધિશાળીઓએ વિચારવું.) અહીં નંદીશ્વર, રુચક અને કુંડલ એ ત્રણ દ્વીપમાં રહેલાં ૬૦ ચૈત્યોમાં દરેકમાં ચાર-ચાર દ્વારો છે. આ સિવાયનાં બાકીનાં બધાંય શાશ્વતાં જિનચૈત્યોમાં ત્રણ-ત્રણ દ્વારો જાણવાં. વળી બધાં ય શાશ્વતાં જિનબિંબોનાં નામ ઋષભાનન, ચંદ્રાનન, વારિષણ અને વર્ધમાન એ પ્રમાણે ચાર નામથી જ કહેવા. કેમકે આગમમાં તે જ પ્રમાણે કહેલું છે. આ પ્રમાણે શાશ્વત જિનચૈત્યોનું વિવેચન કર્યું. ચૈત્યોના ગુણ-દોષો ૩૩ હવે ભક્તિકૃત વગેરે અશાશ્વત ચૈત્યોના ગુણ-દોષ આદિનું વર્ણન કરે છે- તેમાં કપાળ, નાક, મુખ, ડોક, હ્રદય, નાભિ, ગુહ્ય, સાથળ, જાનુ, પીંડિ, ચરણ આદિ સ્થાનો વાસ્તુશાસ્ત્ર આદિ ગ્રંથોમાં કહેલા પ્રમાણથી યુક્ત હોય અને આંખ, કાન, સ્કંધ, હાથ, આંગળી વગે૨ે સર્વ અવયવો અદૂષિત હોય, સમચતુરસ સંસ્થાનમાં રહેલું હોય, પર્યંકાસન અથવા તો કાયોત્સર્ગથી શોભતું હોય, સર્વાંગ સુંદર હોય, વિધિથી ચૈત્ય વગેરેમાં પ્રતિષ્ઠિત કરેલું હોય, આવું પૂજાતું શ્રી જિનબિંબ સર્વ ભવ્ય જીવોને ઈચ્છિતાર્થને પ્રાપ્ત કરાવનારું થાય છે. ઉપર કહેલા લક્ષણથી રહિત જિનબિંબ અશુભ અર્થનો સૂચક હોવાથી પૂજવા યોગ્ય જ નથી. તથા ઉપર કહેલા લક્ષણથી યુક્ત એવું પણ જિનબિંબ કોઈ પણ રીતે ૧૦૦ વર્ષ પહેલાં પોતાના અવયવોમાં દૂષિત થયેલું હોય તો તે પણ પૂજવા યોગ્ય નથી. હવે જો ઉત્તમ પુરુષો (પૂર્વાચાર્યો)એ વિધિપૂર્વક ચૈત્ય વગેરેમાં સ્થાપિત કરેલું જિનબિંબ સો વર્ષ પછી ખંડિત થયેલું હોય તો પણ તેને પૂજવામાં પણ કોઈ દોષ નથી. કહ્યું છે કેवरिससयाओ उड्डुं जं बिंब उत्तमेहिं संठवियं । વિયાંનુ વિ પૂરૂષ્નફ, તે વિંનં નિતં ન નો ॥ ॥ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આત્મપ્રબોધ અર્થ- ઉત્તમ પુરુષોએ સ્થાપિત કરેલું જે બિંબ સો વર્ષ પછી ખંડિત થયેલું પણ પૂજાય છે. કારણ કે પૂજાયેલું તે બિંબ નિષ્ફળ જતું નથી. અહીં આ વિશેષ છે કે- મુખ, નયન, નાક, ડોક, કટિ વગેરે સ્થાનોમાં ખંડિત થયેલું મૂળનાયકનું બિંબ સર્વથા જ પૂજવા યોગ્ય નથી. પરંતુ આધાર (બેઠક), પરિકર, લાંછન, આદિ સ્થાનોમાં ખંડિત થયેલું હોય તો પણ તે પૂજનીય છે. તથા ધાતુ, લેપ આદિથી બનાવેલું જિનબિંબ ખંડિત થયેલું હોય તો ફરી પણ સાજુ કરાય છે. પરંતુ કાષ્ઠ, રત અને પાષાણથી બનાવેલું જિનબિંબ ખંડિત થયેલું હોય તો તેને ફરી સાજુ કરવું યોગ્ય નથી જ. તથા અતિ અંગવાળી, હીન અંગવાળી, કૃશ ઉદરવાળી, વધેલા પેટવાળી, કૃશ હૃદયવાળી, નેત્રાદિ હીન અંગવાળી, ઉપર દૃષ્ટિવાળી, તિછ દષ્ટિવાળી, નીચા મુખવાળી, રૌદ્ર મુખવાળી પ્રતિમા જોનારના શાંતભાવને ઉત્પન્ન કરતી ન હોવાથી અને રાજાદિના ભયને, સ્વામીના નાશને, ધનના નાશને, શોક-સંતાપ આદિ અશુભ અર્થને સૂચવનારી હોવાથી સજ્જનોને પૂજવા યોગ્ય નથી. યથોચિત અંગને ધારણ કરનારી, શાંત દૃષ્ટિવાળી જિન પ્રતિમા સદ્ભાવને ઉત્પન્ન કરનારી હોવાથી શાંતિ અને સૌભાગ્યની વૃદ્ધિ આદિ શુભ અર્થને આપનારી હોવાથી હંમેશા જ પૂજનીય કહેવાયેલી છે. ગૃહમંદિરમાં કેવી પ્રતિમા પૂજ્ય હવે ગૃહસ્થોને પોતાના ઘરમાં કેવી પ્રતિમા પૂજવા યોગ્ય છે તેનું સ્વરૂપ બતાવે છે. ખરેખર ! ગૃહસ્થ પૂર્વે બતાવેલા દોષથી રહિત એક અંગુલથી માંડીને અગિયાર અંગુલ સુધીના પ્રમાણવાળી, પરિકર યુક્ત, સોનુ, ચાંદી, રત, પિત્તળ વગેરેથી બનાવેલી, સર્વાગ સુંદર જિનપ્રતિમા પોતાના ઘરમાં પૂજવા યોગ્ય છે. કહેવા પ્રમાણથી અને પરિકરથી રહિત તથા પાષાણ, લેપ, હાથીદાંત, કાષ્ઠ અને લોઢાથી બનાવેલી તથા ચિત્રમાં આલેખેલી જિન પ્રતિમા પોતાના ઘરમાં પૂજવા યોગ્ય નથી જ. સમયાવલી સૂત્રમાં જણાવેલું છે કે- લેપની, પાષાણની, કાષ્ઠની, હાથી દાંતની અને લોખંડની તથા પરિકર અને પ્રમાણથી રહિત એવી પ્રતિમાને ઘરમાં ન પૂજવી. તથા ઘર મંદિરમાં રહેલી પ્રતિમા આગળ બલિનો બહુ વિસ્તાર ન કરવો. પરંતુ ભાવથી નિત્ય સ્નાન અને ત્રણ સંધ્યાએ પૂજન કરવું. અગિયાર અંગુલથી અધિક પ્રમાણવાળી જિન પ્રતિમા સંઘ મંદિરમાં પૂજવા યોગ્ય છે, પણ ઘર મંદિરમાં પૂજવા યોગ્ય નથી. તથા અગિયાર અંગુલથી નાની પ્રતિમા મૂળનાયકરૂપે સંઘમંદિરમાં સ્થાપવા યોગ્ય નથી. એ પ્રમાણે વિવેક કરવો. તથા વિધિપૂર્વક જિનબિંબ કરનારા અને કરાવનારા મનુષ્યોને હંમેશા સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. દારિદ્ર, દૌર્ભાગ્ય, ખરાબ શરીર, દુર્ગતિ, ખરાબ બુદ્ધિ, અપમાન, રોગ, શોક વગેરે દોષો ક્યારે પણ થતા નથી. ખરેખર ! અહીં જિનબિંબ ચૈત્ય વિચારમાં ઘણું કહેવાનું છે. તે બધું મહાગ્રંથોમાંથી જાણી લેવું. આ પ્રમાણે પાંચ પ્રકારનાં ચૈિત્યો કહેવાયા. (૧૬-૧૭) ચૈત્યવિનયનું સ્વરૂપ હવે ચૈત્ય વિનયનું સ્વરૂપ કહેવાય છે द्वित्रिपञ्चाष्टादिभेदैः, प्रोक्ता भक्तिरनेकधा । द्विविधा द्रव्यभावाभ्यां, त्रिविधाङ्गादिभेदतः ॥१८॥ Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યક્ત્વ બે, ત્રણ, પાંચ, આઠ વગેરે ભેદોથી ભક્તિ અનેક પ્રકારે કહેલી છે. તેમાં દ્રવ્ય અને ભાવથી બે પ્રકારની કહેલી છે. અંગ આદિ ભેદથી ત્રણ પ્રકારની કહેલી છે. વ્યાખ્યા- અહીં વિનય ભક્તિ-બહુમાન સ્વરૂપ છે એમ પૂર્વ બતાવેલું છે. તેમાં ભક્તિ બે, ત્રણ, પાંચ, આઠ વગેરે ભેદોથી અનેક પ્રકારની છે. ભક્તિનાં પ્રકારો ૩૫ દ્રવ્ય અને ભાવથી બે પ્રકારની ભક્તિ જાણવી. અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજાના ભેદથી ત્રણ પ્રકારે ભક્તિ જાણવી. હવે પહેલી અંગ પૂજારૂપ ભક્તિ કહેવાય છે- તેમાં અંગપૂજા જલ, વિલેપન, પુષ્પ, આભરણ વગેરેથી થાય છે. તે આ પ્રમાણે- દુઃખે કરીને પ્રાપ્ત કરેલા એવા સમ્યક્ત્વ રતને સ્થિર કરવાની ઈચ્છાવાળા બુદ્ધિશાળી ગૃહસ્થે સ્વયં પવિત્ર થઈને પહેલાં બાદર જીવની યતના માટે શુદ્ધ વસ્ત્રથી જિન સમાન મુદ્રાવાળી જિનપ્રતિમાનું પ્રમાર્જન કરી, કપૂર, પુષ્પ, કેસર વગેરેથી મિશ્રિત સુગંધી જલથી અથવા ફક્ત નિર્મલ જળથી સ્નાન કરાવવું જોઈએ. ત્યાર પછી કપૂર, કેસર, ચંદન આદિ સારાં દ્રવ્યોથી વિલેપન કરવું જોઈએ. પછી પુષ્પપૂજા ક૨વી જોઈએ. તેમાં સામાન્ય પુષ્પોથી પૂજા ન જ કરવી જોઈએ. જેથી કહ્યું છે કે કેવાં પુષ્પોથી પૂજા ન કરવી 7 શુ: પૂનયેદ્દેવ, સુમૈન મહીતૈ:। ન વિશીર્નૌઃ સ્વê--શુભૈઽવિશિમિ:॥ ૬ ॥ અર્થ- સૂકાઈ ગયેલાં, પૃથ્વી ઉપર પડેલાં, તૂટી ગયેલી પાંખડીઓવાળાં, અશુચિથી સ્પર્શાયેલાં અને નહીં ખીલેલાં પુષ્પોથી દેવની પૂજા ન કરવી. पूतिगंधीन्यगंधानि, आम्लगंधानि वर्जयेत् । कीटकोशापविद्धानि, जीर्णपर्युषितानि च ॥ २॥ અર્થ- દુર્ગંધવાળાં, ગંધ વગરનાં, ખાટી ગંધવાળાં, કીડાઓથી અને કોશોથી વિંધાયેલાં, જીર્ણ થયેલાં અને વાસી પુષ્પોથી દેવની પૂજા ન ક૨વી. વળી બીજું हस्तात्प्रस्खलितं क्षितौ निपतितं लग्नं क्वचित्पादयोर्यन्मूर्द्धार्ध्वगतं धृतं कुवसनैर्नाभेरधो यद् धृतं । स्पृष्टं दुष्टजनैर्घनैरभिहतं यद् दूषितं कीटकै - स्त्याज्यं तत्कुसुमं दलं फलमथो भक्तैर्जिनप्रीतये ॥३॥ અર્થ- હાથમાંથી પડી ગયું હોય, ભૂમિ ઉપર પડેલું હોય, પગોને લાગેલું હોય, મસ્તક ઉપર રાખેલું હોય, ખરાબ વોમાં ધારણ કરેલું હોય, નાભિથી નીચે ધારણ કરેલું હોય, દુષ્ટ માણસોએ સ્પર્શ કર્યો હોય, ઘણાં વરસાદથી હણાયેલું હોય, કીડાઓથી દૂષિત થયેલું હોય એવા પુષ્પ, પત્ર, ૧. કોશનો અર્થ મેઘ થાય છે. અર્થાત્ ઘણા વરસાદથી વિંધાયેલાં હોય. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૬. આત્મબોધ ફળનો જિનેશ્વરની પ્રીતિ સંપાદન કરવા માટે ભક્તોએ ત્યાગ કરવો. તથા ઉપર કહેલા દોષોથી દુષ્ટ એવા પુષ્પોથી પૂજા કરતો માણસ નીચપણાને પામે છે. કહ્યું છે કે पूजां कुर्वन्नङ्गलग्नै-धरायां पतितैः पुनः । : રોત્કર્વનું પુણ્વ-ચ્છિષ્ટ: સોડધિનાયતે | ૪ અર્થ- શરીરને લાગેલાં અને પૃથ્વી ઉપર પડેલાં પુષ્પોથી જે પુરુષ પૂજા કરે છે તે નીચ થાય છે, અર્થાત્ નીચકુળમાં ઉત્પન્ન થાય છે. હમણાં કહેલા દોષોથી રહિત હોય તેવા ઉત્તમ પુષ્પોથી શ્રી જિનેશ્વર ભગવંતોની પૂજા કરવી જોઈએ. તેના પ્રભાવથી ધનસારની જેમ તરત જ સકલ સુખ, સમૃદ્ધિની વૃદ્ધિ વગેરે ભવ્ય જીવોના ઘરમાં પ્રગટ થાય છે, અને દરિદ્રતા, શોક, સંતાપ વગેરે દૂર જાય છે. આ આ લોક સંબંધી ફળ કહ્યું. પરલોક સંબંધી ફળ તો સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ રૂપ જાણવું. હવે પૂર્વે સૂચવેલી ધનસાર શ્રેષ્ઠીની કથા આ પ્રમાણે છે ધનસાર શ્રેષ્ઠીની કથા કુસુમપુર નગરમાં ત્રિકાળ જિનપૂજા આદિ પુણ્યમાં તત્પર ધનસાર નામનો શ્રેષ્ઠી રહે છે. એક વખત અર્ધ રાત્રિના સમયે તેના મનમાં આવા પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો કે- મને પૂર્વભવમાં કરેલા સત્કાર્યના બળે આ ભવમાં વધતી એવી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. હવે જો આ ભવમાં પણ કંઈક સધર્મ કાર્ય કરું તો ભવાંતરમાં પણ સુખી થાઉં. વળી જે કાંઈ આ સમૃદ્ધિ દેખાય છે તે પણ હાથીના કાનની જેમ અત્યંત ચંચલ છે. આથી આ સમૃદ્ધિને સફળ કરવા માટે અને પરલોકમાં સુખની સિદ્ધિ માટે શ્રી જિનમંદિર કરાવીશ. કારણ કે શાસ્ત્રમાં શ્રી જિનમંદિર કરાવનારને મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે, એમ કહ્યું છે. તેથી આ (જિનમંદિર કરાવવું એ) જ કાર્ય કરવાથી મારે મારી મનુષ્યભવ આદિ સકલ સામગ્રીને સફળ કરવી ઉચિત છે. આ પ્રમાણે વિચારતા એવા તેની બાકીની આખી પણ રાત્રિ તરત જ પૂર્ણ થઈ ગઈ. સવાર થઈ ત્યારે તે શ્રેષ્ઠીએ પોતાના ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનથી બાવન દેવકુલિકાથી યુક્ત એવું એક શ્રી જિનમંદિર કરાવવાનું શરૂ કર્યું. તેથી તેના પુત્રોએ દરરોજ ઘણા દ્રવ્યના વ્યયને જોઈને આ પ્રમાણે કહ્યું: હે પિતાજી ! આપે આ સકલ દ્રવ્યનો નાશ કરનારું નિરર્થક કાર્ય કેમ શરૂ કર્યું છે ? અમને આ ગમતું નથી. જો નવાં ઘરો, આભરણો વગેરે કરાવ્યા હોય તો સારું થાય. કારણ કે તે ઘરો અને આભરણો ક્યારેક કાલાંતરે પણ કાર્યને સાધનારાં થાય. તો પણ તે શ્રેષ્ઠીએ તે પુત્રના વચનને સાંભળ્યું હોવા છતાં પણ જાણે સાંભળ્યું ન હોય તેમ કરીને વધતા એવા પરિણામથી ઉલ્લાસપૂર્વક દ્રવ્યનો વ્યય કરતા સંપૂર્ણ મંદિર તૈયાર કરાવ્યું. પરંતુ જ્યારે મંદિર પરિપૂર્ણ થયું ત્યારે કોઈપણ અંતરાયકર્મના ઉદયથી બધું દ્રવ્ય નાશ પામ્યું. ત્યારે પોતાના પુત્રોએ અને બીજા પણ મિથ્યાત્વી લોકોએ કહ્યું કે આ મંદિર કરાવ્યું તેથી ધન નાશ પામ્યું. તેમ છતાં પણ જૈન ધર્મ ઉપર નિશ્ચલ ચિત્તવાળો તે શ્રેષ્ઠી પોતાના દ્રવ્ય અનુસારે થોડું થોડું પુણ્ય કરે જ છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સખ્યત્વ ૩૭ ત્યારપછી એકવાર ત્યાં પોતાના ધર્માચાર્ય આવ્યા. વંદન માટે ગયેલા એવા શ્રેષ્ઠીને ગુરુએ પૂછ્યું કે ખરેખર ! તમને સુખ છે ? શ્રેષ્ઠીએ કહ્યું: તમારી કૃપાથી સુખ છે. પરંતુ જિનમંદિર બનાવવાથી આ ધન નાશ પામ્યું.' ઇત્યાદિ ધર્મની અપભ્રાજના લોકોમાં થાય છે તેનું મોટું દુઃખ મને થાય છે. જે મારું દ્રવ્ય ગયું તેનું કંઈ પણ દુઃખ નથી. કારણ કે દ્રવ્ય તો જીવોને શુભ કર્મના ઉદયથી ઘણું પણ મળે છે અને અંતરાય કર્મના ઉદયથી નાશ પામે છે. તેમ છતાં પણ તે સ્વામી ! જ્ઞાનના બળથી જુઓ કે મારો આ ભવમાં અંતરાય તૂટશે કે નહીં ? હવે શ્રેષ્ઠીના આ વચનને સાંભળીને ખુશ થયેલા ગુરુએ જ્ઞાનથી અશુભ કર્મનો નાશ અને શુભ કર્મના ઉદયને જાણીને ધર્મની ઉન્નતિ કરવા માટે તેને મંત્રાધિરાજ નમસ્કાર મંત્ર આપ્યો, અને નમસ્કાર મંત્રને સાધવાની વિધિ કહી. શ્રેષ્ઠીએ પણ શુભ દિવસે દેવમંદિરમાં મૂળ નાયક બિંબની સન્મુખ રહીને અઠ્ઠમ તપ કરવા પૂર્વક તે નવકારનો જાપ કર્યો. ત્યારપછી પારણાના દિવસે એક અખંડિત ઉત્તમ સુગંધી પુષ્પમાળા શ્રી જિનેંદ્રના કંઠમાં સ્થાપીને જેટલામાં સ્તુતિ કરવા લાગ્યો તેટલામાં ખુશ થયેલા ધરણેઢે તેની આગળ પ્રગટ થઈને કહ્યું: હે શ્રેષ્ઠી ! હું તારી ભગવદ્ભક્તિથી ખુશ થયો છું. મનોવાંછિત તું માંગ. ત્યારપછી શ્રેષ્ઠીએ પણ પ્રભુની સ્તુતિ પૂર્ણ કરીને કહ્યું: જો તું ખુશ થયો છે તો પ્રભુના કંઠમાં આરોપણ કરેલી પુષ્પમાળાનું જે પુણ્ય મને પ્રાપ્ત થયું તેના અનુસાર તું ફળ આપ. ત્યારે ધરણેન્ટે કહ્યું તે પુણ્યને અનુરૂપ ફળ આપવાને હું સમર્થ નથી. કારણ કે તેનું દાન આપવામાં ચોસઠ ઈદ્રો પણ અસમર્થ છે. તેથી તું બીજું માંગ. શ્રેષ્ઠીએ કહ્યું: તો માળાની મધ્યમાં રહેલા એક પુષ્પનું ફળ તું આપ. ધરણેન્દ્ર કહ્યું તે પુષ્પના ફળને પણ આપવા હું સમર્થ નથી. શ્રેષ્ઠીએ કહ્યું તો પછી પુષ્પમાં રહેલા એક પત્રના ફળને આપ. ધરણે કહ્યું તે પણ આપવા હું સમર્થ નથી. ત્યારપછી શ્રેષ્ઠીએ કહ્યું: આટલું માત્ર પણ જો તારું સામર્થ્ય નથી તો પછી તું તારા સ્થાને જા. ત્યારે દેવદર્શન અમોઘ હોવાથી તારા ઘરમાં રતથી ભરેલા સુવર્ણના કળશાઓને હું આવું છું એ પ્રમાણે કહીને ધરણંદ્ર અદશ્ય થયો. ત્યારપછી શ્રેષ્ઠી પણ ઊઠીને જ્યાં ગુરુ હતા ત્યાં જઈને ગુરુને વંદનપૂર્વક સર્વ પણ તે સ્વરૂપ જણાવીને અને પોતાના ઘરે આવીને પારણું કર્યું. ત્યારપછી તે શ્રેષ્ઠીએ જિનધર્મની નિંદામાં તત્પર એવા પુત્રોને બોલાવીને પૂર્વે બનેલા સઘળા ય વૃત્તાંતને કહીને અને તે દ્રવ્ય બતાવવા દ્વારા શ્રી જિનેશ્વરની પુષ્પપૂજાનો મોટો મહિમા બતાવીને સર્વ પણ કુટુંબને શ્રી જિનધર્મમાં સ્થિર કરીને માવજીવ સુખી, ભોગી અને ત્યાગી થયો. આ પ્રમાણે પુષ્પપૂજા ઉપર ધનસાર શ્રેષ્ઠીની કથા પૂર્ણ થઈ. આભરણ પૂજા વિવેકીઓએ શ્રી જિનબિંબ ઉપર સુવર્ણના કે રતના ચક્ષુ, શ્રીવત્સ, હાર, કુંડલ, બિજોરું, છત્ર, મુકુટ, તિલક વગેરે વિવિધ આભરણો દમયંતીની જેમ યથાયોગ્ય સ્થાને આરોપણ કરવા જોઈએ. તે આભરણો સ્વયં અથવા બીજાએ પૂર્વે જેનો ઉપયોગ ન કર્યો હોય તેવા હોવા જોઈએ. જે પ્રમાણે દમયંતી પૂર્વભવમાં વીરમતિ નામની સ્ત્રી હતી ત્યારે રતનાં તિલકોને કરાવીને અષ્ટાપદ પર્વત ઉપર ચોવીસે જિનેશ્વરોના લલાટમાં ચડાવ્યાં. તેના પુણ્ય પ્રભાવથી તે સ્વાભાવિક તિલકથી શોભતા લલાટવાળી, સતત તેની કાંતિથી અંધકારના સમૂહને નાશ કરનારી, ત્રણ ખંડના માલિક નિલ રાજાની પટ્ટરાણી દમયંતી થઈ. આ પ્રમાણે બીજા પણ ઘણા ભવ્યજીવો આ પૂજાથી વિવિધ સુખશ્રેણિને પામ્યા. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આ પ્રમાણે અંગપૂજા રૂપ ભક્તિ પૂર્ણ થઈ. હવે બીજી અગ્રપૂજા રૂપ ભક્તિ કહેવાય છે આત્મપ્રબોધ તે અગ્રપૂજા નૈવેદ્ય, ફળ, અક્ષત, દીપક વગેરેથી થાય છે. તેમાં નૈવેદ્ય એટલે શ્રેષ્ઠ ખાજા, મોદક વગેરે ભક્ષ્ય વસ્તુ જાણવી. ફળ એટલે નાળિયેર, બિજોરું વગેરે ફળો જાણવાં. અક્ષત એટલે પોતાને ભોગ્ય એવા ધાન્યથી વિશિષ્ટ પ્રકારના અખંડ, ઉજ્જવળ શાલિ વગેરે ધાન્ય જાણવાં. તે નૈવેદ્ય, ફળ, અક્ષત શ્રી જિનેશ્વરની આગળ ધરવા. તથા ભગવાનની આગળ શ્રેષ્ઠ યતનાપૂર્વક ઉત્તમ ઘીવાળો દીપક કરવો. પરંતુ વિવેકી ગૃહસ્થે તે દીપકથી પોતાના ઘરનું કાર્ય ન કરવું. જો કોઈ પણ કરે તો દેવસેનની માતાની જેમ તિર્યંચ યોનિ વગેરે મહાન દુઃખનું ભાજન થાય. કહ્યું છે કે दीपं विधाय देवानामग्रतः पुनरेव हि गृहकार्यं न कर्त्तव्यं, कृते तिर्यग्भवं भजेत् ॥ १ ॥ અર્થ- દેવની આગળ દીપક કરીને પછી તે દીપકથી ઘરનું કાર્ય ન કરવું જોઈએ. જો કરે તો તિર્યંચ ભવને પ્રાપ્ત કરે. દેવસેનની માતાનું દૃષ્ટાંત ઇંદ્રપુ૨માં અજિતસેન નામનો રાજા હતો. દેવસેન નામનો શ્રેષ્ઠી હતો. તે પરમ શ્રદ્ધાવાળો હતો. સદા ધર્મકાર્યને કરતો સુખથી કાળ પસાર કરે છે. હવે તે જ નગરમાં ધનસેન નામનો એક ઊંટવાહક રહે છે. તેના ઘરેથી એક ઊંટડી દેવસેનના ઘરમાં દરરોજ આવે છે. ઊંટડીનો માલિક ધનસેન લાકડી વગેરેથી મારવા છતાં પણ તે ઊંટડી પોતાના ઘરમાં રહેતી નથી. તે જોઈ દયાર્દ્ર ચિત્તવાળો દેવસેન તે ઊંટડીને મૂલ્યથી ખરીદી પોતાના ઘરમાં રાખે છે. એકવાર ત્યાં ધર્મઘોષ આચાર્ય આવ્યા. ત્યારે ઘણા ભવ્યજીવો ગુરુવંદન માટે ગયા. શ્રેષ્ઠી દેવસેન પણ ત્યાં ગયો. ત્યારપછી ગુરુએ ધર્મનો ઉપદેશ આપ્યો. તે આ પ્રમાણે- સર્વ સુખનું મુખ્ય કારણ હોવાથી ધર્મ જગતનો સાર છે અને ધર્મની ઉત્પત્તિ મનુષ્યથી થાય છે. તેથી જ મનુષ્યપણું સાર છે. હજી સુરાજ્યની પ્રાપ્તિ થાય, રમ્ય એવા શ્રેષ્ઠ નગરોની પ્રાપ્તિ થાય, પરંતુ સર્વશે કહેલો વિશુદ્ધ મહાધર્મ પ્રાપ્ત થતો નથી. ધર્મ કાર્યથી કોઈ શ્રેષ્ઠ કાર્ય નથી, પ્રાણીની હિંસાથી કોઈ અધિક અકાર્ય નથી. પ્રેમરાગથી અધિક કોઈ બંધ નથી, બોધિલાભથી અધિક કોઈ લાભ નથી. તેથી હે ભવ્યો ! પ્રમાદને છોડીને શ્રીજિનધર્મમાં રતિ કરો. જેથી તમારા સર્વ અર્થો સિદ્ધ થાય. હવે ઉપદેશના અંતે દેવસેન શ્રેષ્ઠીએ ગુરુને પૂછ્યું: હે સ્વામી ! મારે એક ઊંટડી છે. તે મારા ઘર વિના ક્યાંય પણ રહેતી નથી. તેમાં કારણ શું છે ? આચાર્યે કહ્યું: આ ઊંટડી પૂર્વભવમાં તારી માતા હતી. કોઈ વખત એણે શ્રી જિનેશ્વર આગળ દીપક કરીને તે દીપકથી પોતાના ઘરના કાર્યો કર્યાં. તથા ધૂપના અંગારાથી ચૂલાને પેટાવ્યો. પછી કેટલાક કાળે અહીંથી મરીને નહીં આલોચેલા તે કર્મના કારણે આ ઊંટડી થઈ. પૂર્વભવના સ્નેહથી તે તારા ઘરને મૂકતી નથી. આ સાંભળીને શ્રેષ્ઠી વગેરે બધા લોકો દેવસંબંધી વસ્તુના ઉપભોગનું આવા પ્રકારનું ફળ જાણીને તેનો ત્યાગ કરવામાં પ્રયતવાળા થયા. ત્યારપછી ગુરુને નમીને તેઓ પોત-પોતાના સ્થાને ગયા. આ પ્રમાણે પ્રદીપના અધિકારમાં દેવસેનની માતાનું દૃષ્ટાંત પૂર્ણ થયું. આ દૃષ્ટાંતને સાંભળીને સંસારના ભીરુ એવા ભવ્ય જીવોએ દેવદીપક વગેરેથી પોતાનું કાર્ય ન કરવું જોઈએ. Page #52 -------------------------------------------------------------------------- ________________ » પ્રકાશ - સમ્યકત્વ તથા અલ્પ પણ દેવનિર્માલ્ય ગ્રહણ ન કરવું જોઈએ. દેવસંબંધી ચંદનથી તિલક ન કરવું. દેવ સંબંધી પાણીથી હાથ-પગ વગેરે પણ ન ધોવા. દેવદ્રવ્ય વ્યાજથી પણ ગ્રહણ ન કરવું. બીજી પણ દેવસંબંધી વસ્તુ પોતાના કાર્યમાં ન લેવી. આ પ્રમાણે બીજી અગ્રપૂજા કહેવાઈ. હવે ત્રીજી ભાવપૂજા રૂપ ભક્તિ કહેવાય છે તે ભાવપૂજા જિનેશ્વરોને વંદન, સ્તવન, નમસ્કાર વગેરેથી થાય છે. તેમાં પ્રથમ ચૈત્યવંદનના ઉચિત સ્થાને રહીને ચૈત્યવંદન કરવું. નમુત્થણ વગેરે કહેવું. તથા લોકોત્તર સદ્ભૂત તીર્થંકરના ગુણસમૂહને જણાવનારાં શ્રેષ્ઠ વચનોથી સ્તુતિ કરવી. ત્યારપછી હૃદયરૂપી કમળમાં શ્રી જિનેશ્વરને સ્થાપીને તેના ગુણનું સ્મરણ કરવું. તથા પ્રભુની આગળ નાટક વગેરે કરતા રાવણની જેમ અખંડ ભાવ ધારણ કરવો. જેમકે, લંકેશ્વર એવા રાવણે એકવાર અષ્ટાપદ પર્વત પર ભરતે કરાવેલા અને પોત-પોતાના વર્ણ-પ્રમાણથી યુક્ત એવા ચોવીસ જિનોના મંદિરમાં રહેલા ઋષભદેવ આદિની દ્રવ્યપૂજા કરી. પછી મંદોદરી વગેરે સોળ હજાર અંતઃપુરની સ્ત્રીઓ સાથે નાટક કરતાં પોતાની વીણાનો તાર તૂટ્યો ત્યારે જિનગુણગાનમાં રંગભંગના ભીરુ એવા રાવણે પોતાની નસ ખેંચીને ત્યાં જોડી ત્યારે તે જિનભક્તિથી તેણે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. તે મહાવિદેહમાં ભવિષ્યમાં તીર્થંકર થશે. આ પ્રમાણે બીજાઓએ પણ શ્રી જિનપૂજામાં યત કરવો. ભાષ્યમાં કહ્યું છે કે गंधव्वनट्टवाइय-लवणजलारत्तियाइ दीवाइ । जं किच्चं तं सव्वं, पि ओयरइ अग्गपूयाए ॥ १॥ અર્થ- ગાંધર્વ નૃત્ય, વાજિંત્ર, લુણ ઉતારવું, જલધારા કરવી, આરતી વગેરે, દીપ વગેરે જે કૃત્ય છે તે અગ્રપૂજામાં સમાવેશ થાય છે. ઇત્યાદિ વચનથી નાટ્ય અગ્રપૂજામાં કહ્યું છે. છતાં પણ નાટક પ્રાયઃ ભાવથી મિશ્રિત હોવાથી અને ભાવની પ્રધાનતા વિવક્ષિત હોવાથી તેને (નાટકને) અહીં ભાવપૂજામાં કહેવામાં પણ દોષ નથી એમ જાણવું. આ પ્રમાણે ભાવપૂજા કહી. આ કહેવા દ્વિારા ત્રણ પ્રકારની પૂજા કહી. (૧૮) હવે પાંચ પ્રકારની ભક્તિ કહેવાય છે पुष्पाद्यर्चा १ तदाज्ञा २ च, तद्रव्यपरिरक्षणं ३ । उत्सव ४ स्तीर्थयात्रा ५ च, भक्तिः पंचविधा जिने ॥१९॥ અર્થ- પુષ્પ વગેરેથી પૂજા, જિનની આજ્ઞાનું પાલન, દેવદ્રવ્યનું રક્ષણ, ઉત્સવ અને તીર્થયાત્રા એમ જિનને વિશે પાંચ પ્રકારની ભક્તિ છે. પહેલી પુષ્પાદિપૂજારૂપ ભક્તિ વ્યાખ્યાન શ્રી જિનેશ્વરને વિશે પાંચ પ્રકારની ભક્તિ છે. તેમાં કેતક, ચંપક, જાતિ, યુથિકા, શતપત્ર આદિ વિવિધ પુષ્પોથી અને ધૂપ, દીપ, ચંદન આદિથી જે પૂજા કરવામાં આવે છે તે પ્રથમ ભક્તિ જાણવી. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આત્મપ્રબોધ બીજી જિનાજ્ઞાપાલનરૂપ ભક્તિ શ્રી જિનેશ્વરની આજ્ઞાનું સારી રીતે મન-વચન-કાયાથી પાલન કરવું તે બીજી ભક્તિ જાણવી. જિનાજ્ઞા જ સર્વધર્મકૃત્યનું મૂલ કારણ છે. તેથી જિનાજ્ઞા વિના બધું પણ ધર્મકાર્ય નિરર્થક જ છે એમ જાણીને જિનાજ્ઞામાં વિશેષથી પ્રયત્ન કરવો જોઈએ. કહ્યું છે કે आणाइ तवो आणाइ, संजमो तह य दाणमाणाए । आणारहिओ धम्मो, पलालपूल व्व पडिहाइ ॥ १॥ અર્થ- આજ્ઞામાં તપ છે, આજ્ઞામાં સંયમ છે, તથા આજ્ઞામાં દાન છે. આશા રહિત ધર્મ પરાળના પૂળા જેવો જણાય છે, અર્થાત્ નિરર્થક છે. વળી બીજું__ भमिओ भवो अणंतो, तुह आणाविरहिएहिं जीवेहिं । पुण भमियव्वो तेहिं, जेहिं नंगीकया आणा ॥ २॥ અર્થ- તારી આજ્ઞા વિનાના જીવો અનંત એવા આ સંસારમાં ભમ્યા. વળી તારી આજ્ઞા જેણે અંગીકાર કરી નથી તે પણ આ અનંત સંસારમાં ભમશે. जो न कुणइ तुह आणं, सो आणं कुणइ तिहुअणजणस्स । जो पुण कुणइ जिणाणं, तस्साणा तिहुअणे चेव ॥ ३॥ અર્થ- જે તારી આજ્ઞાને નથી કરતો તે ત્રણ ભુવનજનની આજ્ઞાને કરે છે. જે જિનાજ્ઞાને કરે છે તેની આજ્ઞા ત્રણ ભુવનમાં વર્તે છે. ત્રીજી દેવદ્રવ્યરક્ષણ-વૃદ્ધિરૂપ ભક્તિ દેવસંબંધી દ્રવ્યનું સારી રીતે રક્ષણ કરવું અને વૃદ્ધિ કરવી તે ત્રીજી વ્યક્તિ છે. કારણ કે આ સંસારમાં પોતાના દ્રવ્યની રક્ષા કરવી વગેરે કાર્યમાં તો બધા ય જીવો તત્પર હોય જ છે. પરંતુ દેવદ્રવ્યના રક્ષણ વગેરેમાં તો કોઈક ઉત્તમ પુરુષો જ પ્રવૃત્તિ કરે છે. જે જીવો દેવદ્રવ્યના રક્ષણ વગેરેમાં સારી રીતે પ્રવર્તે છે તે જીવો અહીં આ લોકમાં અને પરલોકમાં મહાસુખની શ્રેણિવાળા થાય છે. જેઓ દેવદ્રવ્યનું ભક્ષણ વગેરે કરે છે તેઓ આ લોક અને પરલોકમાં પણ અતિઘોર દુઃખના ભાગી બને છે. કહ્યું છે કે जिणपवयणवुड्डिकर, पभावगं नाणदंसणगुणाणं । भक्खंतो जिणदव्वं, अणंतसंसारिओ होइ ॥ १॥ અર્થ- જિન પ્રવચનની વૃદ્ધિ કરનારું અને જ્ઞાન-દર્શન ગુણની પ્રભાવના કરનારા જિનદ્રવ્યનું ભક્ષણ કરનારો અનંત સંસારી થાય છે. जिणपवयणवुड्डिकरं, पभावगं नाणदंसणगुणाणं । रक्खंतो जिणदव्वं, परित्तसंसारिओ होइ ॥२॥ Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ ૪૧ અર્થ- જિન પ્રવચનની વૃદ્ધિ કરનારું અને જ્ઞાન-દર્શન ગુણની પ્રભાવના કરનારા જિનદ્રવ્યનું રક્ષણ કરનારો પરિત્ત સંસારી=પરિમિત ભવસ્થિતિવાળો થાય છે. નિવયવુટ્ટિર, માવો નાગવંસળ[Ti | वढ्तो जिणदव्वं, तित्थयरत्तं लहइ जीवो ॥३॥ અર્થ- જિનપ્રવચનની વૃદ્ધિ કરનારા અને જ્ઞાન-દર્શન ગુણની પ્રભાવના કરનારા જિનદ્રવ્યની વૃદ્ધિ કરનારો જીવ તીર્થંકરપણાને પામે છે. અહીં અપૂર્વ-અપૂર્વ દ્રવ્યનો ઉમેરો કરવો વગેરે રૂપ વૃદ્ધિ જાણવી. તે વૃદ્ધિ પંદર કર્માદાન અને કુવ્યાપારનો ત્યાગ કરવા પૂર્વક તથા સવ્યવહાર આદિ વિધિપૂર્વક જ કરવી જોઈએ. પરંતુ અવિધિથી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવામાં આવે તો તે દોષ માટે થાય છે. કહ્યું છે કે जिणवरआणारहियं, वद्धारंता वि के वि जिणदव्वं । बुडंति भवसमुद्दे, मूढा मोहेण अन्नाणी ॥१॥ અર્થ- જિનેશ્વરની આજ્ઞાથી રહિત દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારા પણ કેટલાક મોહથી મૂઢ થયેલાં અજ્ઞાની જીવો સંસાર સમુદ્રમાં ડૂબે છે. - કેટલાક તો એમ કહે છે કે શ્રાવકો સિવાયના બીજા લોકો પાસેથી અધિક ઘરેણું લઈને વ્યાજથી પણ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી ઉચિત છે. વળી चेइयदव्वविणासे, इसिघाए पवयणस्स उड्डाहे । संजइचउत्थभंगे, मूलग्गी बोहिलाभस्स ॥१॥ અર્થ-ચૈત્યદ્રવ્યના વિનાશમાં, ઋષિના ઘાતમાં, પ્રવચનના ઉફાહમાં, સાધ્વીના ચોથા વ્રતના ભંગમાં બોધિલાભના મૂળમાં અગ્નિ આપેલો થાય છે. અહીં વિનાશ એટલે દ્રવ્યનું ભક્ષણ, વિનાશ પામતા દ્રવ્યની ઉપેક્ષા આદિ જાણવું. અહીં દેવદ્રવ્યના ભક્ષણમાં અને રક્ષણ આદિમાં ઘણા દૃષ્ટાંતો છે. પરંતુ અહીં તો એક સાગર શ્રેષ્ઠીનું દૃષ્ટાંત સ્પષ્ટરૂપે કહેવામાં આવે છે. સાગર શ્રેષ્ઠીનું દૃષ્ટાંત સાકેતપુર નામના નગરમાં પરમ શ્રાવક સાગર નામનો શ્રેષ્ઠી રહે છે. એક વખત ત્યાંના સુશ્રાવકોએ આ સુશ્રાવક છે એ પ્રમાણે વિચારીને તેને ચૈત્યદ્રવ્ય આપ્યું અને કહ્યું કે ચૈત્યનું કાર્ય કરનારા સૂત્રધાર વગેરેને તારે આ દ્રવ્ય આપવું. લોભથી પરાભવ પામેલો તે પણ સૂત્રધાર વગેરેને રૂપિયા વગેરે દ્રવ્ય આપતો નથી, પણ કિંમતી ધાન્ય- ગોળ- તેલ-ઘી- વસ્ત્ર વગેરે ચૈત્યદ્રવ્યથી ગ્રહણ કરી તેઓને આપે છે અને એમાં થતો નફો પોતાના ઘરે રાખે છે. આ પ્રમાણે રૂપિયાના એંશીમા ભાગ સ્વરૂપ કાકિણી થાય એવી એક હજાર કાકિણી લોભથી તેણે ગ્રહણ કરી. તે લોભથી જ અતિઘોર દુષ્કર્મ તેણે ભેગું કર્યું. ત્યારપછી કેટલાક કાળ પછી તે કર્મની આલોચના કર્યા વગર મરીને તે સમુદ્રમાં જળમનુષ્ય થયો. ત્યાં જાત્ય રતોને ગ્રહણ કરનારા પુરુષો તેને જળમાંથી ગ્રહણ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૨ આત્મપ્રબોધ કરીને સમુદ્રની અંદર જલચરના ઉપદ્રવને નિવારનારા અને જલની અંદર ઉદ્યત કરનારા એવા પ્રકારના તેલને ગ્રહણ કરવા માટે વજની ઘંટીમાં તેને નાંખ્યો અને ત્યાં છ મહિના સુધી મહાવેદનાથી મરીને ત્રીજી નરકમાં નારક થયો. નરકમાંથી નીકળીને પાંચસો ધનુષ્યવાળો મહામત્યે થયો. ત્યાં સ્વેચ્છાએ કરેલી સર્વ અંગને છેદવા વગેરેની મહાવેદનાથી મરી ચોથી નરકમાં ગયો. આ પ્રમાણે એક-બે ભવના આંતરે સાતમી નરકમાં પણ બે વાર ઉત્પન્ન થયો. ત્યાર પછી હજાર કાકિણી પ્રમાણ દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું હોવાથી આંતરાથી અથવા તો આંતરા વિના એક હજારવાર કૂતરો થયો, એ પ્રમાણે હજાર-હજારવાર ભૂંડ, બકરો,હરણ, સાબર, શિયાળ, બિલાડી, ઉંદર, નોળિયો, ગરોળી, ઘો, સર્પ, વીંછી, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, શંખ, છીપ, જળો, કટિકા, કૃમિ, કીટ, પતંગ, માખી, ભ્રમર, કાચબો, માછલું, ગધેડો, પાડો, ઊંટ, ખચ્ચર, ઘોડો, હાથી વગેરે ભવોમાં ભમીને પ્રાયઃ સર્વ ભવમાં શસ્ત્રઘાત વગેરે મહાવ્યથાને સહન કરતો જ મર્યો. ત્યારપછી ઘણા દુષ્કર્મ જેના નાશ પામ્યા છે એવો તે સાગરનો જીવ વસંતપુરમાં ક્રોડ દ્રવ્યના માલિક એવા વસુદત્ત શ્રેષ્ઠીની પતી વસુમતિના ગર્ભમાં ઉત્પન્ન થયો. જ્યારે તે ગર્ભમાં હતો ત્યારે જ સર્વદ્રવ્ય નાશ પામ્યું, અને જન્મના દિવસે પિતા મૃત્યુ પામ્યો. પાંચમે વરસે માતા પણ મૃત્યુ પામી. ત્યારે લોકોએ નિપુણ્યક એ પ્રમાણે તેનું નામ પાડ્યું. ત્યારપછી ભીખ માંગીને તે મોટો થયો. કોઈ વખત સ્નેહાળ એવા મામાએ તેને જોયો, અને તેને પોતાના ઘરે લઈ ગયા. ત્યારે તે રાત્રે જ મામાનું ઘર ચોરોએ લૂંટી લીધું. આ પ્રમાણે જેના ઘરમાં તે એક દિવસ પણ રહે છે ત્યાં ચોરની ધાડ, અગ્નિ, ઘરના માલિકનો નાશ આદિ ઉપદ્રવ થાય છે. ત્યાર પછી આ કુપુત્ર અથવા બળતી ઘેટાની પંક્તિ અથવા મૂર્તિમાન ઉત્પાત છે ઇત્યાદિ લોકનિંદાથી ખેદ પામેલો તે બીજા દેશમાં ગયો અને તામ્રલિપી નગરીમાં પહોંચ્યો. ત્યાં વિનયંધર શ્રેષ્ઠીના ઘરે ચાકરપણે રહ્યો. પરંતુ તે જ દિવસે તેનું ઘર બળી ગયું અને તે જ કાળે તેને પોતાના ઘરમાંથી કૂતરાની જેમ કાઢી નાખ્યો. ત્યાર પછી કિંકર્તવ્યમૂઢ થયેલો એવો તે પોતાના કર્મને નિંદે છે. કારણ કે___ कम्मं कुणंति सवसा, तस्सुदयंमि य परवसा हुंति । रुक्खं दुरुहइ सवसो, निव्वडई परवसो तत्तो ॥ १॥ .. જીવો સ્વવશ (સ્વાધીનપણે) કર્મ કરે છે. પણ જયારે તે કર્મનો ઉદય થાય છે ત્યારે તે પરવશ થાય છે. વૃક્ષ ઉપર સ્વવશ (સ્વેચ્છાથી) ચડે છે પછી પરવશ થયેલો પડે છે. ત્યારપછી મારા ભાગ્યો બીજા સ્થાનમાં છે એ પ્રમાણે વિચારીને તે સમુદ્ર કાંઠે ગયો અને તે જ દિવસે વહાણમાં ચઢ્યો. ત્યાં ધનાવહ નામના ખલાસીની સાથે સુખેથી તે બીજા દ્વિપમાં પહોંચ્યો અને પોતાના ચિત્તમાં વિચાર્યું કે, “મારું ભાગ્ય ખૂલ્યું. કારણ કે વહાણમાં ચઢ્યો હોવા છતાં પણ વહાણ ભાંગ્યું નહીં. અથવા હમણાં ભાગ્ય પોતાના કાર્યને ભૂલી ગયો છે. પરંતુ વળતી વખતે તેને પોતાનું કાર્ય યાદ ન આવો.” ઇત્યાદિ તેની ચિંતાને અનુસારે જ ભાગ્યે પાછા વળતા એવા તેના વહાણના પ્રચંડ દંડથી હણેલા ભાજનની જેમ સેંકડો ટુકડા કરી નાખ્યા. ત્યારે પાટીયાને લાગેલો તે ૧. જલમનુષ્યના શરીરમાં એવા પ્રકારનું તેલ હોય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ નિપૂણ્યક કોઈ પણ રીતે સમુદ્રકાંઠે રહેલા કોઈક ગામમાં પહોંચ્યો અને ત્યાં તે ગામના ઠાકુરની સેવા કરી. એક વખત ઠાકુરને ત્યાં ચોરોની ધાડ પડી અને નિપુણ્યકને ઠાકુરના પુત્રની બુદ્ધિથી બાંધીને પોતાની પલ્લીમાં લઈ ગયા. તે જ દિવસે બીજા પલ્લીપતિએ તેની પલ્લીનો નાશ કર્યો. ત્યારપછી તેઓએ પણ આ નિર્ભાગ્ય છે એ પ્રમાણે માની કાઢી મૂક્યો. આ પ્રમાણે બીજા પણ હજાર સ્થાનોમાં અનેક ઉપદ્રવોનું કારણ હોવાથી કાઢી નાખવું વગેરે મહાદુઃખને સહન કરતો તે વાંછિત ફળને આપનારા સેવક યક્ષના મંદિરે પહોંચ્યો. ત્યાં પોતાના દુઃખને જણાવવા પૂર્વક એકાગ્રતાથી તે યક્ષની આરાધના કરી. ૨૧ ઉપવાસે ખુશ થયેલા યક્ષે કહ્યું: હે ભદ્ર! દરરોજ સંધ્યાએ મારી આગળ હજારો સુવર્ણના પીંછાથી અલંકૃત એવો મોટો મોર નૃત્ય કરશે. નૃત્ય પછી દરરોજ તેનું એક એક સોનાનું પીછું પડશે. તે તારે ગ્રહણ કરવું. હવે ખુશ થયેલા તેણે પણ કેટલાક દિવસ સુધી તે પીંછાંઓને ગ્રહણ કર્યા. આ પ્રમાણે ૯૦૦ પીંછાં મેળવ્યાં. ૧૦૦ પીંછા બાકી રહ્યા. હવે દુષ્કર્મથી પ્રેરણા કરાયેલા તેણે વિચાર્યું. એક એક પીંછાને ગ્રહણ કરતાં હજી પણ કેટલો લાંબો સમય સુધી હું અરણ્યમાં રહું? જો એક જ મુઠ્ઠીથી બધા ય પીંછાં ગ્રહણ કરું તો સારું થાય. ત્યાર પછી તે જ દિવસે નૃત્ય કરતા મોરના તે પીંછાને એક મુઠ્ઠીથી જ જેટલામાં ગ્રહણ કરવા ગયો તેટલામાં મોર કાગડારૂપે થઈને ઊડીને ચાલ્યો ગયો. પૂર્વે ગ્રહણ કરેલાં પીંછાં પણ નાશ પામ્યા. કારણ કે दैवमुल्लंघ्य यत्कार्य, क्रियते फलवन्न तत् । सरोंभश्चातकेनाप्तं, गलरंध्रेण गच्छति ॥ १॥ ભાગ્યને ઓળંગીને જે કાર્ય કરવામાં આવે છે તે ફળવાળું થતું નથી. ચાતકે પ્રાપ્ત કરેલું સમુદ્રનું પાણી ગળામાં રહેલા છિદ્રમાંથી બહાર નીકળી જાય છે. તેથી મને ધિક્કાર છે. મેં નકામી જ ઉત્સુકતા કરી. એ પ્રમાણે વિચારતા અને તે વનમાં અહીં તહીં ભમતા એવા તેણે એક જ્ઞાની મુનિને જોઈને અને નમીને પોતાના પૂર્વભવનું સ્વરૂપ પૂછ્યું. મુનિએ પણ બધું યથાનુભૂત પૂર્વભવનું સ્વરૂપ કહ્યું. તેથી દેવદ્રવ્યના ઉપભોગનું પ્રાયશ્ચિત્ત માંગ્યું. મુનિએ પણ કહ્યું કે- (ઉપભોગ કર્યો હોય તેનાથી) અધિક દેવદ્રવ્યમાં આપવાથી અને તે દેવદ્રવ્યનું સારી રીતે રક્ષણ અને વૃદ્ધિ કરવું વગેરેથી તે દુષ્કર્મનો પ્રતિકાર થાય છે, અને બધી રીતે ભોગ, ઋદ્ધિ અને સુખનો લાભ થાય છે. હવે આ સાંભળીને જ્યાં સુધી પહેલાં ગ્રહણ કરેલા દ્રવ્યથી હજાર ગણુ દેવદ્રવ્ય ન આપું ત્યાં સુધી વસ્ત્ર, આહાર, આદિ નિર્વાહ માત્રથી અધિક અલ્પ પણ દ્રવ્યનો હું સંગ્રહ નહીં કરું. એ પ્રમાણે મુનિની સમક્ષ તેણે નિયમ લીધો, અને વિશુદ્ધ શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો. ત્યારપછી જે-જે વ્યવહાર કરે છે ત્યાં ત્યાં ઘણું દ્રવ્ય તે મેળવે છે. જેમ-જેમ દ્રવ્ય મેળવે છે તેમ-તેમ દેવદ્રવ્યમાં આપે છે. આ પ્રમાણે થોડા જ દિવસોમાં દેવદ્રવ્ય નિમિત્તે દશ લાખ કાકિણી દ્રવ્ય આપ્યું. ત્યાર પછી દેવદ્રવ્યના ઋણથી મુક્ત થયેલો ક્રમે કરીને અતિ ઘણું દ્રવ્ય પ્રાપ્ત કરીને તે પોતાના નગરમાં આવ્યો. ત્યાં સર્વ શ્રેષ્ઠીઓમાં મુખ્ય ગણાતા તેણે સ્વયં કરાવેલાં જૈન મંદિરોમાં અને બીજાં સર્વ જૈન મંદિરોમાં પોતાની શક્તિ પ્રમાણે અખંડ ભક્તિથી દરરોજ મહાપૂજા, પ્રભાવના વગેરે દ્વારા અહંફ્યક્તિ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૪ આત્મપ્રબોધ સ્વરૂપ પ્રથમ સ્થાનકની આરાધના કરીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું, અને અવસરે ગીતાર્થ ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરી. ત્યાં પણ સિદ્ધાંતનું અધ્યયન કરવા દ્વારા ગીતાર્થ થઈને સધર્મદેશના વગેરેથી ઘણા ભવ્ય જીવોને પ્રતિબોધ કર્યો. અંતે અનશન કરવા દ્વારા કાળ કરીને સર્વાર્થસિદ્ધ દેવલોકમાં દેવપણું અનુભવ્યું. પછી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકરની વિભૂતિને ભોગવીને સિદ્ધ થયો. આ પ્રમાણે દેવદ્રવ્યના અધિકારમાં સાગર શ્રેષ્ઠીનું કથાનક પૂર્ણ થયું. આ પ્રમાણે ત્રીજી ભક્તિ કહી. હવે ચોથી ઉત્સવરૂપ ભક્તિ કહેવાય છે ભવ્ય આત્માઓ જે અષ્ટાદ્વિકા, સ્નાત્ર, ચૈત્યબિંબની પ્રતિષ્ઠા વગેરે ઉત્સવો કરે છે તથા શ્રી પર્યુષણ પર્વમાં કલ્પસૂત્રના પુસ્તકનું વાંચન, પ્રભાવના વગેરે ઉત્સવો કરે છે તે પણ જિનશાસનની ઉન્નતિનું કારણ હોવાથી જિનપૂજા જ કહેવાય છે. કારણ કે ભાવનાથી પ્રભાવના શ્રેષ્ઠ प्रकारेणाधिकं मन्ये, भावनातः प्रभावनां । भावना स्वस्य लाभाय, स्वान्ययोस्तु प्रभावना ॥१॥ અર્થ- પ્રકારના કારણે (પ્રભાવના શબ્દમાં ભાવના કરતા પ્ર વધારે હોવાના કારણે) ભાવનાથી પ્રભાવના અધિક છે એમ હું માનું છું. ભાવના પોતાને લાભ કરનારી છે, જ્યારે પ્રભાવના પોતાને અને બીજાને લાભ કરનારી છે. હવે પાંચમી તીર્થયાત્રારૂપ ભક્તિ કહેવાય છે શ્રી શત્રુંજય, ગિરનાર, આબુ પર્વત, અષ્ટાપદ, સમેતશિખર વગેરે સકલ તીર્થોમાં જિનવંદન માટે તેમ જ તે ક્ષેત્રની સ્પર્શના વગેરે માટે જે જવામાં આવે છે તે તીર્થયાત્રા કહેવાય છે. આ પણ જિનભક્તિ જ જાણવી. તેમાં શ્રી શત્રુંજય તીર્થ સકલ તીર્થાધિરાજ છે. ખરેખર ! ત્રણ લોકમાં પણ તેના જેવું બીજું કોઈ તીર્થ નથી. જેથી કહ્યું છે કે नमस्कारसमो मंत्रः, शत्रुञ्जयसमो गिरिः । . वीतरागसमो देवो, न भूतो न भविष्यति ॥ १॥ અર્થ- નમસ્કાર સમાન કોઈ મંત્ર, શત્રુંજય સમાન કોઈ ગિરિ, વીતરાગ સમાન કોઈ દેવ થયો નથી અને થશે પણ નહીં. શત્રુંજયની યાત્રા વળી શ્રી શત્રુંજય તીર્થની સ્પર્શના આદિથી મહાપાપી એવા પણ જીવો સ્વર્ગ આદિ સુખના ભોક્તા થાય છે. પુણ્યશાળી તો થોડા જ કાળમાં સિદ્ધ થાય છે. જેથી કહ્યું છે કે कृत्वा पापसहस्राणि, हत्वा जन्तुशतानि च । इदं तीर्थं समासाद्य, तिर्यञ्चोऽपि दिवं गताः ॥ १॥ અર્થ- હજારો પાપોને કરીને અને સેંકડો જીવોને હણીને આ તીર્થને પામીને તિર્યંચો પણ સ્વર્ગમાં ગયા છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ ૪૫ एकैकस्मिन् पदे दत्ते, शत्रुञ्जयगिरि प्रति । भवकोटिसहस्रेभ्यः, पातकेभ्यो विमुच्यते ॥ २॥ અર્થ- શ્રી શત્રુંજય ગિરિ તરફ એકેકું પગલું ભરે તે હજાર ક્રોડ (= દશ અબજ) ભવના પાતકથી મૂકાય છે. छद्रेणं भत्तेणं, अपाणएणं च सत्त जत्ताओ । जो कुणई सेत्तुंजे, सो तइयभवे लहइ सिद्धिं ॥ ३॥ અર્થ- પાણી વિનાના છઠ્ઠથી જે શત્રુંજયની સાત જાત્રા કરે છે તે ત્રીજા ભવમાં સિદ્ધિને પામે છે. તેથી જે જીવો દુર્લભ એવા મનુષ્ય ભવને પામીને શ્રી સિદ્ધાચલની યાત્રા કરે છે તે પોતાના જન્મને સફળ કરે છે અને જે તેવા પ્રકારની સામગ્રીના અભાવથી સ્વયં જાત્રા કરવા માટે અસમર્થ હોવા છતાં પણ યાત્રા કરનારા બીજાઓની અનુમોદના કરે છે. જેમ કે- “જે જીવો શ્રી સિદ્ધાચલને પોતાની દૃષ્ટિથી જુએ છે, પોતાના શરીરથી સ્પર્શે છે. ત્યાં પોતાના હાથથી શ્રી ઋષભદેવ વગેરે જિનોની પૂજા કરે છે....” તે જીવો ધન્ય છે. વળી બીજાઓને યાત્રા સંબંધી ઉપદેશ આપે છે. જેમકે वपुः पवित्रीकुरु तीर्थयात्रया, चित्तं पवित्रीकुरु धर्मवाञ्छया । वित्तं पवित्रीकुरु पात्रदानतः, कुलं पवित्रीकुरु सच्चरित्रतः ॥१॥ અર્થ- “તીર્થ યાત્રાથી શરીરને પવિત્ર કર, ધર્મવાંછાથી ચિત્તને પવિત્ર કર, સુપાત્રદાનથી ધનને પવિત્ર કર, સદાચારથી કુલને પવિત્ર કર.....” - તથા મુક્તિ મંદિરમાં ચઢતા એવા જીવોને સુખેથી ચઢવા માટે શ્રેષ્ઠ સોપાનની જેમ શોભતા શ્રી વિમલાચલ તીર્થરાજને ક્યારે હું પોતાના નેત્રયુગલથી જોઈશ અને ક્યારે પોતાના શરીરથી તેનો સ્પર્શ કરીશ. તે તીર્થના દર્શન આદિ વિના મારો આ જન્મ નકામો જ જાય છે. ઇત્યાદિ ભાવનાને જે પોતાના ચિત્તમાં ભાવે છે તે જીવો પોતાના સ્થાનમાં રહેલા હોવા છતાં તીર્થયાત્રાના ફળને પામે છે. જે જીવો સામગ્રી હોવા છતાં પણ તીર્થયાત્રા કરતાં નથી તે અજ્ઞાની જીવો દીર્ઘ સંસારી જાણવા. તથા શ્રી શત્રુંજય ઉપર કરેલું થોડું પણ પુણ્ય મહાફળને આપનારું થાય છે. કહ્યું છે કે न वि तं सुवनभूमी-भूसणदानेन अन्नतित्थेसु । जं पावइ पुण्णफलं, पूयाण्हवणेण सित्तुंजे ॥१॥ અર્થ- જે પુણ્ય શ્રી શત્રુંજય ઉપર પૂજા અને સ્નાનથી પ્રાપ્ત થાય છે તે બીજા તીર્થમાં સુવર્ણ, ભૂમિ અને ભૂષણના દાનથી પણ પ્રાપ્ત થઈ શકતું નથી. વળી- તીર્થયાત્રા કરનારા જીવોએ યાત્રા સમયે “છ” રીકારવાળા થવું જોઈએ. જેથી તીર્થયાત્રાનો પ્રયાસ વિશિષ્ટતર ઈચ્છિત ફળને આપનારો થાય. જે શબ્દના અંતે “રી' આવે તેને રીકાર કહેવાય. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૬ આત્મપ્રબોધ છ'રીકાર આ પ્રમાણે છેएकाहारी भूमिसंस्तारकारी, पद्भयां चारी शुद्धसम्यक्त्वधारी । यात्राकाले यः सचित्तापहारी, पुण्यात्मा स्याद् ब्रह्मचारी विवेकी ॥१॥ અર્થ- જે વિવેકી પુણ્યાત્મા યાત્રાના સમયે (૧) એકાહારી (એક વખત આહાર કરનારો) (૨) ભૂમિસંસ્તારકારી (ભૂમિ ઉપર સંથારો કરનારો) (૩) પાદચારી (પગે વિહાર કરનારો) (૪). શુદ્ધ સમ્યકત્વધારી (શુદ્ધ સમ્યકત્વને ધારણ કરનારો) (૫) સચિત્તાપહારી (સચિત્તનો ત્યાગ કરનારો) (૬) બ્રહ્મચારી (બ્રહ્મચર્યનું પાલન કરનારો) થાય તે “છ” રીકારવાળો થાય છે, અર્થાત્ છ “રી’ નું પાલન કરે છે. વળીश्रीतीर्थपान्थरजसा विरजीभवन्ति, तीर्थेषु बम्भ्रमणतो न भवे भ्रमन्ति । द्रव्यव्ययादिह नराः स्थिरसंपदः स्युः, पूज्या भवन्ति जगदीशमथार्चयन्त ॥ १॥ અર્થ- જીવો શ્રી તીર્થના રસ્તાની રજથી કર્મરૂપી રજ વગરના થાય છે. તીર્થમાં વારંવાર ભમવાથી સંસારમાં ભમતા નથી. અહીં દ્રવ્યનો વ્યય કરવાથી જીવો સ્થિર સંપદાવાળા થાય છે. શ્રી જગદીશની પૂજા કરનારા પૂજ્યો થાય છે. ઇત્યાદિ તીર્થ સેવાના મહાફળને જાણીને ભવ્ય આત્માઓએ શ્રી શત્રુંજય આદિ મહાતીર્થ યાત્રામાં આદરવાળા થવું જોઈએ, અને પોતાના દ્રવ્યને સફળ કરવું જોઈએ. તથા તીર્થ તરફ જવાની ઈચ્છાવાળા બીજા ભવ્ય જીવોને ભાથું આદિ આપવા દ્વારા સહાય કરવી જોઈએ. તથા તીર્થયાત્રા કરનારા જીવોએ ધનશ્રેષ્ઠી આદિની જેમ તીર્થની ઉન્નતિ કરવી જોઈએ, પણ લઘુતા ન કરવી જોઈએ. ધનશ્રેષ્ઠીનું દૃષ્ટાંત આ પ્રમાણે છે ધનશ્રેષ્ઠીનું દૃષ્ટાંત હસ્તિનાપુર નગરમાં અનેક ક્રોડ દ્રવ્યનો માલિક અને પરમ શ્રાવક ધન નામનો શ્રેષ્ઠી રહે છે. તે ક્યારેક રાત્રિના સમયે ધર્મ જાગરિકાને કરતો પોતાના મનમાં આ પ્રમાણે વિચારે છે. મેં પૂર્વ કરેલા સુકૃતના કારણે આ મનુષ્ય જન્મને પ્રાપ્ત કર્યો. તથા આર્યક્ષેત્ર, જાતિ, કુલ, રૂપ, વૈભવના વિસ્તારને પણ પ્રાપ્ત કર્યો. ત્યાં અતિ ઘણા પુણ્યોદયથી રંકપુરુષ જેવી રીતે નિધાનને પ્રાપ્ત કરે તેની જેમ શ્રી વીરજિનનો ધર્મ મેં પ્રાપ્ત કર્યો. પરંતુ “જ્યાં સુધી શ્રી વિમલાચલ, ગિરનાર આદિ મહાતીર્થોમાં શ્રી નાભેય (નાભિના પુત્ર ઋષભ), નેમીશ્વર આદિ તીર્થંકરોનાં દર્શન, વંદન, પૂજન આદિ સત્કાર્યો મેં નથી કર્યા ત્યાં સુધી મને પ્રાપ્ત થયેલા પણ આ શ્રેષ્ઠ ધન, હિરણ્ય, સ્વજન, મંદિર આદિ વર્ગથી શું ?” હવે આ પ્રમાણે વિચારીને તેણે પ્રભાતે રાજાની શુભ આજ્ઞા ગ્રહણ કરીને નગરમાં તીર્થયાત્રા સંબંધી ઉઘોષણા કરાવીને ઘણા સંઘોને ભેગા કર્યા. ત્યારપછી શુભ દિવસે ઘણા સંઘોની સાથે હસ્તિનાપુર નગરમાંથી નીકળીને શાસનનાયક શ્રી વીર જિનેશ્વરના ચૈત્યાલયમાં જતો, માર્ગમાં સ્થાને-સ્થાને મહાઋદ્ધિથી ચૈત્યોની પૂજાને કરતો, જીર્ણ ચૈત્યોના ઉદ્ધારને કરતો, મુનિજનના ચરણકમળને વંદન કરતો, સાધર્મિક વાત્સલ્ય કરતો, કરુણાપૂર્વક દુઃખીજનોને દરરોજ Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ ૪૭. વાંછિતાર્થને સારી રીતે આપતો તે શ્રેષ્ઠી ક્રમે કરીને સુખપૂર્વક શ્રી શત્રુંજય પર્વત ઉપર આવ્યો. ત્યાં મોટી વિભૂતિથી યુગાદિ જિનંદ્રને વંદન કરીને, પૂજીને, અાલિકા ઉત્સવ કરીને, શ્રી સિદ્ધક્ષેત્રની સ્પર્શના વગેરેથી પોતાનો જન્મ સફળ થયો એમ માનતો ત્યાંથી પ્રસ્થાન કરીને ક્રમે કરીને ગિરનાર પર્વત ઉપર આવ્યો અને ત્યાં મૂળ જિનભવનમાં યાદવકુલ મંડન, અને બધા બ્રહ્મચારીઓના સમૂહમાં ચૂડામણિ સમાન એવા શ્રી નેમિનાથ જિનેંદ્રને ત્રણ પ્રદક્ષિણા આપીને પ્રણામ કરીને, સુગંધી જલથી નાન કરાવીને, સરસ સુગંધી ગોશીર્ષ ચંદનથી વિલેપન કરવા પૂર્વક સારાં વસ્ત્ર, મણિ, સુવર્ણ, રતનાં આભૂષણોથી શ્રી નેમિપ્રભુના બિંબને વિભૂષિત કર્યું, અને પાંચ વર્ણના સુગંધી પુષ્પોની માળા પ્રભુના કંઠમાં સ્થાપિત કરી. ત્યાર પછી ભગવાનની આગળ (૧) અષ્ટમંગલ આલેખન, (૨) નાળિયેર વગેરે ફળ ધરવા, (૩) ધૂપનો ઉલ્લેપ કરવો, (૪) દીપકનું કરવું, છત્ર, ચામર, ચંદરવો, મોટી ધ્વજા ચઢાવવી આદિ વિવિધ પૂજા કરીને અત્યંત ભક્તિથી ઉલ્લસિત રોમાંચવાળો થયેલો તે શ્રેષ્ઠી જેટલામાં નેમિ જિનેંદ્રના મુખકમળને જુએ છે તેટલામાં મહારાષ્ટ્ર દેશની મધ્યમાં રહેલા મલયપુરથી ક્રોડ દ્રવ્યનો માલિક, શ્વેતાંબર સાધુનો વેષી, બોટક (દિગંબર) અને પાખંડીનો ભક્ત વરુણ નામનો શ્રેષ્ઠી પોતાના મોટા સંઘની સાથે ત્યાં આવ્યો. હવે ધન શ્રેષ્ઠીએ કરેલી શ્રી નેમિજિનની તે પૂજાને જોઈને પોતાના હૃદયમાં ઈર્ષ્યા પામ્યો અને તેણે આ પ્રમાણે કહ્યું: અરે ! તત્ત્વથી વિમુખ થયેલા, શ્વેતાંબરોના ભક્ત એવા આ શ્રાવકોએ નિગ્રંથોમાં શ્રેષ્ઠ એવા પણ આ સ્વામીને શા માટે ગ્રંથ કર્યો ? ત્યારપછી મિથ્થાબુદ્ધિવાળા તેણે જલદીથી તે વસ્ત્ર, આભરણ, પુષ્પ વગેરે પ્રભુના બિંબ ઉપરથી દૂર કરાવ્યા, અને ગજપદતીર્થના જળથી એકાએક બિંબનું પણ પ્રક્ષાલન કર્યું. ત્યારે આ પ્રમાણે અવિધિને કરતા વરુણનો ધન શ્રેષ્ઠી સાથે ત્યાં ઘણો વાગ્વિવાદ થયો. ત્યાર પછી મહાગર્વવાળા તે બંને પણ પોતપોતાના પરિવાર સાથે જલદીથી પર્વત ઉપરથી ઉતર્યા અને વિક્રમ રાજાથી અધિષ્ઠિત એવા - ગિરિનગર નામના નગરના નજીકના પ્રદેશમાં આવ્યા. ત્યાં પોતપોતાના તીર્થની સ્થાપના કરવા માટે સપરિવાર તે બંને પણ સંઘપતિનો પરસ્પર મોટો વિવાદ થયો. તે અવસરે લોકના મુખેથી આ વૃત્તાંતને સાંભળીને વિક્રમરાજાએ તરત ત્યાં આવીને વિવાદ કરતા તે બેને નિવારીને “સવારે તમારો વિવાદ દૂર કરીશ, હમણાં કોઈએ પણ કદાગ્રહ ન કરવો.” એ પ્રમાણે કહીને પોતાના સ્થાનમાં ગયા. ત્યારે તે બંને પણ શ્રેષ્ઠીઓ પોતપોતાના સ્થાનમાં આવ્યા. હવે “કોણ જાણે પ્રભાતે રાજા કોના તીર્થની સ્થાપના કરશે ?” ઈત્યાદિ માનસિક દુઃખથી દુઃખી થયેલા, નિદ્રાને નહીં પામતા, શાસનસુરીના ધ્યાનમાં જેનું મન લાગેલું છે એવા ધન શ્રેષ્ઠીને રાત્રે શાસનદેવીએ સ્વયં પ્રગટ થઈને આ પ્રમાણે કહ્યું वरसिट्ठसिट्ठ धम्मिट्ठ, जिट्ठ सुपइट्ठ समयलद्धट्ठ । भयनट्ठ मा मणागवि, निययमणे कुणसु दुक्खमिणं ॥१॥ ' અર્થ- ઉત્તમ શ્રેષ્ઠીઓમાં શ્રેષ્ઠ, ધર્મિષ્ઠ, મહાન, સારી પ્રતિષ્ઠાવાળા, શાસ્ત્રના અર્થને જાણનારા, નષ્ટ ભયવાળા, હે ધન શ્રેષ્ઠી ! તું પોતાના મનમાં જરા પણ આ દુઃખને ન કર. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૮ આત્મપ્રબોધ जं चिइवंदणमज्झे, गाहं उजिंतसेल इच्चाई । पक्खिविय निवसहाए, जयं धुवं तुब्भ दाहामि ॥ २ ॥ અર્થ- કારણ કે ચૈત્યવંદનની મધ્યમાં જંતસેન... ઇત્યાદિ ગાથાને ઉમેરીને રાજાની સહાયથી નક્કી તને જય અપાવીશ. આ સાંભળીને હૃષ્ટપુષ્ટ હૃદયવાળા તે શ્રેષ્ઠીએ સુખેથી રાત્રિ પસાર કરી. હવે પ્રભાતે રાજાએ તે બંને પણ સંઘપતિને બોલાવ્યા. પોતપોતાના સંઘ સહિત તે બંને પણ રાજા પાસે આવ્યા અને પોતપોતાનો વૃત્તાંત કહ્યો. પછી રાજાએ કહ્યું અહો ! તમે બંને પણ પોતપોતાના શાસ્ત્રોના જાણકાર છો, જિનધર્મમાં શ્રદ્ધાવાળા છો, જિનવર પ્રવચનની પ્રભાવના કરવામાં તત્પર છો. તેથી તમે બંનેએ આવા પ્રકારનું અસમંજસ કાર્ય કેમ કર્યું? ત્યારે ધનશ્રેષ્ઠીએ કહ્યું: હે સ્વામીપોતાના તીર્થમાં જો અમે વસ્ત્રાભરણ આદિથી જિનપૂજા કરીએ તો દુરાશય એવા આ શા માટે તેનો વિનાશ કરે છે ? પછી વરુણે કહ્યું: હે રાજન્ ! અમે પોતાના તીર્થમાં કોઈને પણ અવિધિ કરવા દેતા નથી....... હવે તેમનું વચન સાંભળીને સંશયવાળા રાજાએ કહ્યું: કોણ જાણે આ તીર્થ કોનું છે? તેથી ધને કહ્યું છે સ્વામી ! આ તીર્થ અમારું જ છે. કારણ કે અમારા ચૈત્યવંદનની અંદર ખંતસિદ'ઈત્યાદિ પુરાણી ગાથા છે. જો અહીં આપને વિશ્વાસ ન આવતો હોય તો અમારા સંઘમાં શિશુ-તરુણ-વૃદ્ધ બધાને પણ હમણાં જ ચૈત્યવંદન સૂત્ર બોલાવો. ત્યારે વરુણે કહ્યું: કોણ જાણે આણે નવી જ ગાથા બનાવીને સકળ સંઘને શીખવાડી હોય ? ત્યાર પછી રાજાએ ખાતરી માટે પોતાના એક પુરુષને (મોકલીને) પવનવેગવાળી ઊંટડી દ્વારા પોતાના નગરની નજીકમાં આવેલા સિણવલ્લી ગામમાંથી શ્રેષ્ઠ જિનધર્મમાં અનુરાગી એવા ધનદેવ શ્રેષ્ઠીની શીલ વગેરે ગુણોથી પ્રસિદ્ધ પુત્રીને ત્યાં તરત તેડાવી. શ્વેતાંબર અને દિગંબર સંઘ સમક્ષ રાજાએ તે પુત્રીને પૂછ્યું: હે પુત્રી ! તને ચૈત્યવંદન આવડે છે ? તેણે કહ્યું: હે સ્વામી ! સારી રીતે આવડે છે. જો એ પ્રમાણે છે તો જલદીથી તું કહે. તેણીએ પણ રાજાના આદેશથી અતિ ગંભીર સ્વરે આખું પણ ચૈત્યવંદન ત્યાં સુધી કહ્યું કે જ્યાં સુધી मा उजिंतसेलसिहरे दिक्खानाणं निसीहिया जस्स । तं धम्मचक्कवटिं अरिट्ठनेमिं नमसामि ॥१॥ ગાથા આવી. હવે આ સાંભળીને સકળ લોકથી સહિત, હર્ષથી ઉલ્લસિત મનવાળા વિક્રમ રાજાએ આ પ્રમાણે કહ્યું: શ્વેતાંબર સંઘ જય પામે છે, જય પામે છે. ખરેખર ! આ તીર્થ શ્વેતાંબરનું છે. ત્યાર પછી પરાભવ પામેલો વરુણ શ્રેષ્ઠી પોતાના સંઘથી સહિત લોકોના મુખથી પોતાની નિંદા અને તેની પ્રશંસા સાંભળતો વિલખો થયેલો પોતાના સ્થાનમાં ગયો. હવે તે દિવસથી માંડીને આ ગાથા ચૈત્યવંદનની મધ્યમાં બોલાય છે. જો કે આ ગાથા અવિરતિ દેવતા વડે બનાવેલી હોવાથી વિરતિવાળાને બોલવી યોગ્ય નથી. તો પણ શાસનની ઉન્નતિનું કારણ હોવાથી અને અશઠ એવા પૂર્વસૂરિ ગીતાર્થોએ તેનો નિષેધ ન કર્યો હોવાથી પુરુષોને તેનું પઠન યુક્ત જ છે એમ વિચારવું. અને જે તેવા પ્રકારના પૂર્વાચાર્યોએ આચરેલું અન્યથા કરે છે તેને આગમમાં મોટો દંડ કહેલો છે. જેથી શ્રી ભદ્રબાહુ સ્વામીએ કહ્યું છે કે Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યક્ત્વ आयरियपरंपरएण, आगयं जो उ छेयबुद्धीए । कोवयइ च्छेयवाइ, जमालिनासं स नासिहिइ ॥ १॥ ૪૯ અર્થ- આચાર્યની પરંપરાથી આવેલું હોય તેને સાહસિક બુદ્ધિથી જ દૂષણ આપે છે તે પંડિતમાની જમાલિની જેમ નાશ પામે છે. વ્યાખ્યા- આચાર્યો એટલે સંસારપાતના ભીરુ એવા સુધર્માસ્વામી વગેરે. તેઓની પ્રણાલિકાથી=પરંપરાથી આવેલું. વ્યાખ્યાન એટલે ક્યારેક વ્યવહાર નયની પ્રધાનતાથી તો ક્યારેક નિશ્ચય નયની પ્રધાનતાથી સૂત્રનો અભિપ્રાય. તે સૂત્રના અભિપ્રાયને જે કુતર્કના ગર્વથી ઉન્મત્ત મનવાળો સાહસિક બુદ્ધિથી દૂષિત કરે=આ આ પ્રમાણે નથી એમ વિરુદ્ધ બોલે, તે આ પ્રમાણે પોતાને પંડિત માનતો સર્વજ્ઞના મત ઉપર ગુસ્સો કરનારા જમાલિ નિહ્નવની જેમ નાશ પામે છે. હવે વિક્રમ રાજાએ ઘણા સત્કા૨ અને સન્માન આપવા પૂર્વક ધનશ્રેષ્ઠીને રજા આપી. તે જલદીથી પોતાના સંઘની સાથે ફરી પણ ઉજ્જયંત પર્વત ઉપર આવ્યો. ત્યાં નેમિ જિવેંદ્રની શ્રેષ્ઠ વસ્ત્ર, આભરણ, પુષ્પ વગેરેથી વિશેષથી પૂજા કરીને, યાચકોને દાન આપીને અષ્ટાક્ષિકા ઉત્સવ કરીને, ત્યાંથી નીકળીને, પોતાના સંઘની સાથે પ્રયાણ કરતો તે ક્રમે કરીને હસ્તિનાપુર નગરમાં આવ્યો. ત્યાં રાજા વગેરે સકળ લોકોથી સન્માન કરાયેલો ધનશ્રેષ્ઠી લાંબા કાળ સુધી શ્રાવક ધર્મ પાળીને અને ઘણા પ્રકારે જિનશાસનની પ્રભાવના કરીને અંતે સદ્ગતિનો ભાગી થયો. આ પ્રમાણે તીર્થયાત્રાના અધિકારમાં વૃદ્ધ સંપ્રદાયથી આવેલું ધનશ્રેષ્ઠીનું કથાનક પૂર્ણ થયું. આ પ્રમાણે પાંચમી તીર્થયાત્રા નામની ભક્તિ કહી. એ કહેવા દ્વારા પાંચ પ્રકારની પૂજા કહી. (૧૯) હવે આઠ પ્રકારની પૂજા કહેવાય છે— .वरगंधधूवचुक्ख-क्खएहि कुसुमेहि पवरदीवेहिं । वेज्जफलजलेहि य, जिनपूआ अट्ठहा होइ ॥ २०॥ અર્થ- વરગંધ, ધૂપ, ચોખા-અક્ષતોથી, પુષ્પોથી, શ્રેષ્ઠ દીપકોથી અને નૈવેદ્ય, ફળ, જલથી જિનપૂજા આઠ પ્રકારની થાય છે. વ્યાખ્યા- (૧) વરગંધ એટલે ઉત્તમ ચંદન વગેરે દ્રવ્યો. (૨) ધૂપ એટલે મિશ્રિત કરેલા અગુરુ વગેરે સુગંધી દ્રવ્યથી થયેલું. (૩) ચોખા અક્ષતો એટલે અખંડ ઉજ્વલ શાલિ વગેરે ધાન્યો. (૪) પુષ્પો એટલે પાંચે વર્ણના સુગંધી ફૂલો. (૫) શ્રેષ્ઠ દીપકો એટલે નિર્મળ ઘીથી પૂરેલા મણિ, સુવર્ણ વગેરેના દીવડાઓ. (૬) નૈવેદ્યો એટલે મોદક વગેરે (૭) ફળો એટલે નાળિયેર વગેરે. (૮) જલ એટલે નિર્મલ પવિત્ર પાણી. આ દ્રવ્યોથી આઠ પ્રકારની પૂજા થાય છે. એમ ગાથાર્થ છે. (૨૦) હવે આનું ફળ બતાવવામાં આવે છે– अंगं गंधसुगंधं, वन्नं रूवं सुहं च सोहग्गं । पावइ परमपयं पि हु, पुरिसो जिनगंधपूयाए ॥ २१ ॥ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આત્મપ્રબોધ અર્થ- જે માણસ જિનેશ્વરની ગંધ પૂજા કરે છે તે ગંધથી સુગંધી, શુભ કાંતિવાળા અને શુભ રૂપવાળા શરીરને અને સૌભાગ્યને પ્રાપ્ત કરે છે અને (પરંપરાએ) મોક્ષ પદને પણ પામે છે. (૨૧). जिणपूयणेण पुज्जो, होइ सुगंधो सुगंधधूवेण । તીન તિ(ત્તિ) સંતો, મgો મgઈદં તુ . ૨૨ અર્થ- સુગંધી ધૂપથી જે ધૂપપૂજા કરે છે તે પૂજ્ય થાય છે અને એનું શરીર સુગંધી થાય છે. દીપપૂજાથી દીપ્તિમાન (તેજવાળો) થાય છે. અક્ષત પૂજાથી અક્ષત બને છે. (=જન્મ મરણથી રહિત મોક્ષપદને પામે છે.) (૨૨) पूयइ जो जिणचंद, तिण्णि वि संझासु पवरकुसुमेहिं । सो पावइ सुरसुक्खं, कमेण मुक्खं सयासुक्खं ॥२३॥ અર્થ- શ્રેષ્ઠ પુષ્પોથી જે જિનેશ્વરની ત્રણ સંધ્યાએ પૂજા કરે છે તે દેવસુખને પામે છે અને ક્રમે કરી શાશ્વત સુખવાળા મોક્ષને પામે છે. (૨૩) दीवालीपव्वदिणे, दीवं काऊण वद्धमाणग्गे । जो ढोयइ सरसफले, वरसं सफलं भवे तस्स ॥२४॥ અર્થ- દીવાળી (વગેરે) પર્વ દિવસે જે વર્ધમાન સ્વામીની આગળ દીપપૂજા કરીને સરસ ફળને ધરે છે તેનું વરસ સફળ થાય છે. (૨૪) ढोयइ बहुभत्तिजुओ, नेवेज्जं जो जिणिंदचंदाणं । , भुंजइ सो वरभोए, देवासुरमणुअनाहाणं ॥२५॥ અર્થ- ઘણી ભક્તિથી યુક્ત જે જિનેશ્વર ભગવંતોની આગળ નૈવેદ્યને ધરે છે તે દેવેન્દ્ર અસુરેન્દ્ર અને ચક્રવર્તીઓના ભોગોને ભોગવે છે. (૨૫). जो ढोयइ जलभरियं, कलसं भत्तीइ वीयरागाणं । सो पावइ परमपयं, सुपसत्थं भावसुद्धीए ॥२६॥ અર્થ- જે ભાવશુદ્ધિપૂર્વક ભક્તિથી વીતરાગ ભગવંતની આગળ સુપ્રશસ્ત જલથી ભરેલા કળશને ધરે છે તે પરમપદ (મોક્ષ)ને પામે છે. (૨૬) વ્યાખ્યા- છએ ગાથા સ્પષ્ટ અર્થવાળી હોવાથી વ્યાખ્યા લખી નથી. (સંક્ષેપથી અર્થ તો ઉપર જણાવ્યો છે.) આ બધી પણ જિનપૂજા ભવ્યજીવોએ મન-વચન-કાયાની શુદ્ધિથી જ કરવી જોઈએ. કારણ કે શુદ્ધ ભાવથી કરેલી અલ્પ પણ જિનભક્તિ મહાફળને આપનારી થાય છે. કહ્યું છે કે- હું જિનમંદિરમાં જઈશ એ પ્રમાણે વિચારતો એક ઉપવાસના ફળને પામે છે. ઊભો થયેલો છઠ્ઠના ફળને પામે છે. ચાલવા માટે તૈયાર થયેલો અઠ્ઠમના ફળને પામે છે. જવા માટે માર્ગમાં પ્રવૃત્ત થયેલો શ્રદ્ધાળુ ચાર ઉપવાસના ફળને પામે છે. જિનમંદિરની બહાર પહોંચેલી પાંચ ઉપવાસના Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ ૫૧ ફળને પામે છે. જિનમંદિરની મધ્યમાં પ્રાપ્ત થયેલો પંદર ઉપવાસના ફળને પામે છે. જિનપતિને જોતાં જ માસ ઉપવાસના ફળને પામે છે. જો કે અહીં તેવા પ્રકારની ભાવશુદ્ધિ જ મુખ્ય કારણ જાણવું. આ પ્રમાણે આઠ પ્રકારની પૂજા કહી. હવે આદિ શબ્દથી ગ્રહણ કરેલી સત્તર પ્રકારની અને એકવીશ પ્રકારની પૂજા નામમાત્રથી બતાવવામાં આવે છે– ण्हवण १ विलेवण २ वत्थजुग ३ गंधारुहणं च ४ पुष्फरोहणयं ५ । मालारुहणं ६ वन्नय ७, चुन्न ८ पडागाण ९ आभरणे १० ॥ २७ ॥ मालकलावं सघरं ११, पुष्फप्पगरं च १२ । अट्ठमंगलयं १३ धूवुक्खेवो १४ गीयं १५, नर्स्ट १६, वजं १७ तहा भणियं ॥२८॥ ગાથાર્થ (૧).સ્નાન (૨) વિલેપન (૩) વસ્ત્રયુગલ (૪) ગંધ (૫) પુષ્પ (૬) માલા (૭) વર્ણ (૮) ચૂર્ણ (૯) પતાકા (૧૦) આભરણ (૧૧) માળાના સમૂહનો ઘર (૧૨) પુષ્પનો પગર (૧૩) અષ્ટ મંગળ (૧૪) ધૂપઉલ્લેપ (૧૫) ગીત (૧૬) નૃત્ય (૧૭) વાજિંત્ર. આનો ભાવાર્થ આ પ્રમાણે છે- (૧) નિર્મળ જળથી સ્નાન કરાવવું. (૨) ચંદન વગેરેથી નવા અંગે નવ તિલક કરવા. (૩) વસ્ત્રયુગલનું પરિધાન કરાવવું. (૪) વાસચૂર્ણનો પ્રક્ષેપ કરવો. (૫) વિકસિત પુષ્પો ચઢાવવાં. (૬) પ્રભુના કંઠમાં ગૂંથેલી પુષ્પની માળા ચઢાવવી. (૭) પાંચે વર્ણના પુષ્પોથી સર્વાગે શોભા કરવી. (૮) કપૂર, કૃષ્ણાગરુ વગેરે સુગંધી દ્રવ્યોથી રચના કરવી. (૯) ધજા ચઢાવવી. (૧૦) છત્ર, મુગુટ વગેરે આભરણો ચઢાવવાં. (૧૧) પુષ્પનું ઘર બનાવવું. (૧૨) જિનની આગળ પાંચે વર્ણનાં પુષ્પોનો પૂંજ કરવો. (૧૩) અક્ષત વગેરેથી અષ્ટ મંગલનું આલેખન કરવું. . (૧૪) સુગંધી ધૂપ ઉખેવવો. (૧૫) ગીત ગાન કરવું. (૧૬) વિવિધ નાટક કરવું. (૧૭) શંખ, પણવ (ઢોલ), ઝલ્લરી વગેરે વાજિંત્રો વગાડવાં. આ સત્તર પ્રકારની પૂજા બતાવી. (૨૭-૨૮) હવે એકવીસ પ્રકારની પૂજા બતાવાય છે. તે આ પ્રમાણેजिणपडिमाणं पूया, भेया इगवीस नीर १ चंदणयं २ । भूसण ३ पुष्फो ४ वासं ५, धूवं ६ फल ७ दीव ८ तंदुलयं ९ ॥ २९ ॥ नेवेज १० पत्त ११ पूगी १२, वारि १३ सुवत्थं च १४ छत्त १५ चामरयं १६ । वाजित्त १७ गीय १८ नर्से १९, थुइ २० कोसंवुड्ढि २१ इयहीरं ॥३०॥ 'જિનપ્રતિમાની પૂજા એકવીસ પ્રકારે છે. ગાથાર્થ- (૧) નીર (૨) ચંદન (૩) ભૂષણ (૪) પુષ્પ (૫) વાસચૂર્ણ (૬) ધૂપ (૭) ફળ (૮) દીપક (૯) તંદુલ (૧૦) નૈવેદ્ય (૧૧) પત્ર (૧૨) સોપારી (૧૩) પાણી (૧૪) સુવસ્ત્ર (૧૫) છત્ર (૧૬) ચામર (૧૭) વાજિંત્ર (૧૮) ગીત (૧૯) નૃત્ય (૨૦) સ્તુતિ (૨૧) કોષની વૃદ્ધિ. આ એકવીસ પ્રકારી પૂજા છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ પર આત્મપ્રબોધ આ પ્રમાણે ૧૦૮ પ્રકાર વગેરે બીજા પણ ઘણા પૂજાના પ્રકારો બીજાં શાસ્ત્રોમાંથી જાણી લેવા. આ પ્રમાણે દર્શન વિનયનો ચૈત્ય વિનય નામનો ત્રીજો ભેદ બતાવ્યો. બાકીના વિનયના ભેદોની વિસ્તારથી વ્યાખ્યા બીજા ગ્રંથોથી વિદ્વાનોએ સ્વયં જાણી લેવી. શુદ્ધિ-૩ હવે ક્રમે કરીને આવેલી ત્રણ શુદ્ધિ બતાવવામાં આવે છે (૧) જિન (૨) જિનમત (૩) જિનમતમાં રહેલાં એ ત્રણ સિવાય બધું અસાર છે એમ માનવું એ ત્રણ શુદ્ધિ છે. (૧) જિન = વીતરાગ (૨) અને જિનમત = સ્યાદ્ પદથી લાંછિત હોવાથી તીર્થકરોએ પ્રરૂપેલ યથાવસ્થિત જીવાજીવાદિ તત્ત્વ (૩) જિનમતમાં રહેલા = પરમેશ્વરના શાસનને અંગીકાર કરેલા સાધુઓ વગેરે. આ ત્રણને છોડીને બાકીનું એકાંતરૂપ ગ્રહથી ગ્રસિત થયેલું સર્વ પણ જગત વિચારવામાં આવે તો સંસારની અંદર પ્રાયઃ કચરાના ઢગલા જેવું છે. આ જિન- જિનમત- જિનમતમાં રહેલા ત્રણ જ સાર છે. બાકીનું બધું ય અસાર છે. આવા પ્રકારની વિચારણાથી જ સમ્યકત્વની વિશુદ્ધિ થતી હોવાથી આ ત્રણ શુદ્ધિ કહેવાય છે. બીજી જગ્યાએ તો બીજી રીતે ત્રણ શુદ્ધિ કહી છે. તે આ પ્રમાણે मणवायाकायाणं, सुद्धी सम्मत्तसाहणा तत्थ । मणसुद्धी जिणजिणमय-वज्जमसारं मुणइ लोयं ॥१॥ तित्थंकरचलणारा-हणेण जं मज्झ सिज्झइ न कजं । ' पत्थेमि तत्थ नन्नं, देवविसेसं च वयसुद्धी ॥ २॥ छिज्जंतो भिज्जतो, पीलिजंतो वि डज्झमाणो वि । નિવઝવેવયાળ, ન નમ નો તરસ તણુસુદ્ધી / રૂ . . અર્થ-મન-વચન-કાયાની શુદ્ધિ સમ્યકત્વના સાધનરૂપ છે. તેમાં મનશુદ્ધિ- જિન, જિનમતને છોડીને લોકને અસાર જાણે. વચનશુદ્ધિ- તીર્થકરના ચરણોની આરાધનાથી જો મારું કાર્ય સિદ્ધ ન થાય તો બીજા દેવ વિશેષને હું પ્રાર્થના નહીં કરું. કાયશુદ્ધિ- છેદાતો હોય, ભેદાતો હોય, પીલાતો હોય, બળાતો હોય, તો પણ જિનેશ્વરને છોડીને બીજા દેવતાઓને નમસ્કાર ન કરે તેને કાયશુદ્ધિ હોય. વ્યાખ્યા-મન-વચન-કાયા એ ત્રણ કરણની શુદ્ધિ સમ્યકત્વના સાધન સ્વરૂપ છે. ત્રિકરણની શુદ્ધિથી જ સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. (૧) તેમાં જ્યારે જિન અને જિનમતને છોડીને સારું ય જગત અસાર છે એ પ્રમાણે માને ત્યારે મનશુદ્ધિ થાય છે. આ પહેલી શુદ્ધિ છે. (૨) તથા તીર્થંકરનાં ચરણોની આરાધનાથી જો મારું કાર્ય સિદ્ધ નથી થતું તો તે કાર્યમાં અન્ય દેવને હું પ્રાર્થના નહીં કરું. આ જિનેશ્વરની ભક્તિથી જે કાર્ય ન થયું તો તેના સિવાય બીજાથી તે કાર્ય ક્યાંથી થશે ? આવું મુખેથી જે બોલવું તે વચન શુદ્ધિ છે. આ બીજી શુદ્ધિ છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સખ્યત્વ પ૩ (૩) તથા જે શસ્ત્ર વગેરેથી છેડાતો હોય, ભેદતો હોય, પીડાતો હોય, બળાતો હોય તો પણ જિનને છોડીને બીજા દેવને જરા પણ કાયાથી ન નમે તેને કાયશુદ્ધિ હોય છે. આ ત્રીજી શુદ્ધિ છે. આ પ્રમાણે ત્રણ શુદ્ધિ કહી. દૂષણ-૫ હવે પાંચ દૂષણ કહેવામાં આવે છે- શંકા, કાંક્ષા, વિચિકિત્સા, કુદષ્ટિપ્રશંસા અને કુદૃષ્ટિસંસર્ગ એ પાંચ સમ્યકત્વના દૂષણો છે. (૧) શંકા- રાગ-દ્વેષથી રહિત યથાર્થ ઉપદેશ આપનારા સર્વજ્ઞ ભગવંતે કહેલાં વચનો વિશે સંશય તે શંકા. આ શંકા સમ્યકત્વનો ઘાત કરનારી હોવાથી સમ્યગદૃષ્ટિએ સર્વથા જ તેનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે લોકમાં પણ શંકા કરનાર માણસનું કાર્ય નાશ પામતું જ દેખાય છે. જે શંકા નથી કરતો તેની અવશ્ય જ કાર્યસિદ્ધિ થતી દેખાય છે. આ વિષે બે વ્યવહારીનું દૃષ્ટાંત છે. બે વ્યવહારનું દૃષ્ટાંત એક નગરીમાં બે વ્યવહારી રહે છે. તેઓ પૂર્વ કર્મના કારણે જન્મથી જ દરિદ્ર છે. કોઈક વખત અહીં તહીં ભમતાં કોઈ એક સિદ્ધ પુરુષને જોઈને પોતાની સંપત્તિની સિદ્ધિ માટે તેની સેવા : કરવામાં તત્પર થયા. તેણે પણ એક વખત તેમની વિવિધ ભક્તિથી પ્રસન્ન થઈને તે બંનેને બે કંથા આપીને આ પ્રમાણે કહ્યું: આ બંને કંથાને છ મહિના સુધી કંઠમાં ધારણ કરી રાખવી. ત્યાર પછી દરરોજ પાંચસો દીનાર આપશે. હવે બંને જણા બંને કંથાને લઈને પોતપોતાના સ્થાનમાં આવ્યા. ત્યારપછી તે બેમાંથી એક વ્યવહારીએ “કોણ જાણે આ કંથા છ મહિનાના અંતે યથોક્ત ફળવાળી થશે કે નહીં” ઇત્યાદિ પોતાના હૃદયમાં ઉત્પન્ન થયેલી શંકાથી અને લોકોની લજજાથી કંથાનો ત્યાગ કર્યો. બીજાએ તો તેના ફળની પ્રાપ્તિ સંબંધી શંકાનો અને લોકલજ્જાનો ત્યાગ કરીને છ. મહિના સુધી તેને ધારણ કરી. તેથી તે મહાઋદ્ધિવાળો થયો. ત્યાર પછી તેના ઋદ્ધિના વિસ્તારને જોઈને કંથાનો ત્યાગ કરનાર તે વણિક આજીવન પશ્ચાત્તાપવાળો થયો. બીજો તો યાવજીવ સુખી, ભોગી અને દાની થયો. આથી ભવ્યાત્માએ સવ્વસ્તુમાં જરાપણ શંકા ન કરવી. આ પ્રમાણે શંકા ઉપર બે વાણિયાનું દૃષ્ટાંત પૂર્ણ થયું. (૨) કાંક્ષા- કાંક્ષા એટલે અન્ય- અન્ય દર્શનનો અભિલાષ. પરમાર્થથી ભગવાન અરિહંત પ્રણીત આગમમાં અવિશ્વાસ રૂપ કાંક્ષા પણ સમ્યકત્વને દૂષિત કરે છે. તેથી સમ્યગ્દષ્ટિઓએ તેના ત્યાગમાં યત કરવો જોઈએ. કારણ કે લોકમાં પણ કાંક્ષાને કરનારો માણસ અતિ દુઃખનો ભાગી થતો દેખાય છે. તેમાં આ દૃષ્ટાંત છે કાંક્ષા ઉપર બ્રાહ્મણનું દૃષ્ટાંત * એક નગરમાં કોઈક બ્રાહ્મણ રહે છે. તે દરરોજ ધારા નામની પોતાની ગોત્ર દેવીની આરાધના કરે છે. ક્યારેક લોકોના મુખથી ચામુંડાને પ્રભાવવાળી સાંભળીને તેને પણ આરાધવા લાગ્યો. આ Page #67 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ પ્રમાણે બંનેની ઉપાસના કરતાં તેનો કેટલોક કાળ પસાર થઈ ગયો. હવે કોઈક દિવસ તે બ્રાહ્મણ બીજા ગામમાં જતાં માર્ગમાં એકાએક ચારેબાજુથી આવેલા નદીના પૂરથી ડૂબવા લાગ્યો. પછી બહાર નીકળવા અસમર્થ એવો તે હે કુળદેવી ! ધારા ! દોડ- દોડ, હે ચામુંડા ! દોડ- દોડ. મારું રક્ષણ કર, રક્ષણ કર. ઇત્યાદિ વચનોથી બંને દેવીનું સ્મરણ કરવા લાગ્યો. ત્યારે બંને પણ દેવીઓ ત્યાં આવી. પરંતુ પરસ્પર ઈર્ષ્યાથી બંનેમાંથી એક પણ દેવીએ તે બ્રાહ્મણનું રક્ષણ ન કર્યું. તેથી આર્ત અને રૌદ્ર ધ્યાન પામેલો જ પાણીની અંદર ડૂબ્યો, અને પરલોકમાં ગયો. આ કારણથી પોતાના હિતને ઇચ્છતા ભવ્ય જીવોએ અન્ય-અન્ય આકાંક્ષા ક્યારે પણ ન કરવી જોઈએ. અર્થાત્ અન્ય અન્ય દેવોને છોડીને એક જિનેશ્વરની જ આરાધના કરવી જોઈએ. આ પ્રમાણે કાંક્ષા ઉપર બ્રાહ્મણનું દૃષ્ટાંત પૂર્ણ થયું. ૫૪ (૩) વિચિકિત્સા- વિચિકિત્સા એટલે શ્રી જિનશાસન અનુસારે શુદ્ધ આચારને ધારણ કરનારા સાધુ વગેરે ઉત્તમ પુરુષોની નિંદા. તે પણ સમ્યક્ત્વને દૂષિત કરતી હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. કારણ કે નિર્મળ સમ્યક્ત્વ૨તમાં યતવાળા જીવોને દોષવાળા અન્ય કોઈ પણ લોકની નિંદા કરવી યોગ્ય નથી. તો પછી નિર્દોષ સાધુ વગેરેની તો નિંદાનો સર્વથા જ ત્યાગ કરવો જોઈએ. જે શ્રદ્ધાળુ નામને ધારણ કરનારા બીજાઓની આગળ પોતાના ગુરુ વગેરેની નિંદા કરે છે તથા મહામંગલભૂત ગુરુ વગેરેને સામા આવતાં જોઈને આ અમંગળ થયું, આથી મારી કાર્યસિદ્ધિ નહીં થાય, ઇત્યાદિ પોતાના મનમાં વિચારે છે તે મહામૂઢ હોવાના કારણે અને જિનશાસનથી પરાભુખ હોવાના કારણે એકાંતે મિથ્યાત્વી અને મહાદુષ્કર્મને બાંધનારા જાણવા. ઘણું કહેવાથી શું ? ખરેખર ! તેઓની આ લોકમાં કે પરલોકમાં ક્યારે પણ પ્રાયઃ વાંછિત અર્થની સિદ્ધિ થતી નથી. (૪) કુદૃષ્ટિ પ્રશંસા- કુત્સિત સૃષ્ટિ દર્શન જેઓને છે તે કુદૃષ્ટિ = કુતીર્થિકો. તેમની પ્રશંસા કરવી તે કુદૃષ્ટિ પ્રશંસા કહેવાય છે. તે પણ સમ્યક્ત્વને દૂષિત કરતી હોવાથી જ ત્યાગ કરવા યોગ્ય છે. જેઓ કુતીર્થિકોનું કંઈક અતિશય વગેરે જોઈને આ લોકોનો મત સારો છે, જ્યાં આવા પ્રકારના અતિશયો છે, ઇત્યાદિ પ્રશંસા કરે છે, મૂઢ એવા તેઓ નિષ્પ્રયોજન જ પોતાના શુદ્ધ સમ્યક્ત્વ૨તને મલિન કરે છે. = (૫) કુદૃષ્ટિસંસર્ગ- તથા કુદૃષ્ટિસંબંધી જ આલાપ (= એકવાર બોલવું) સંલાપ (= વારંવાર બોલવું) વગેરેથી પરિચય કરવો તે કુદૃષ્ટિસંસર્ગ. તે પણ સમ્યક્ત્વને દૂષિત કરે છે. આથી તેનો ત્યાગ કરવો જોઈએ. સુદૃષ્ટિ એવા સાધુ વગેરેનો તો નિરંતર પરિચય ક૨વો જોઈએ. જો તેમ કરવામાં ન આવે તો નંદમણિકા૨ આદિની જેમ પ્રાપ્ત કરેલો પણ સમ્યક્ત્વ આદિ ધર્મ વિનાશ પામે છે. નંદમણિકારનો વૃત્તાંત આ પ્રમાણે છે નંદમણિકારનું દૃષ્ટાંત રાજગૃહી નગરીમાં એકવાર શ્રી વર્ધમાન સ્વામી સમવસર્યા. શ્રેણિક વગે૨ે શ્રદ્ધાળુ લોકો વંદન કરવા માટે આવ્યા. ત્યારે સૌધર્મ દેવલોકનો વાસી દર્દુરાંક નામનો દેવ પોતાના ચાર હજાર Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યક્ત્વ સામાનિક દેવથી પરિવરેલો જિનને વંદન કરવા માટે ત્યાં આવ્યો. આવીને સૂર્યાભ દેવની જેમ શ્રી વીરપ્રભુની આગળ બત્રીશ પ્રકારનું નૃત્ય કરીને પોતાના સ્થાનમાં ગયો. ત્યારે ગૌતમ સ્વામીએ પૂછયું: હે ભગવન્! આ દેવે આવી ઋદ્ધિ કયા પુણ્યથી મેળવી ? ભગવાને કહ્યું: આ જ નગરમાં એક મોટો શ્રીમંત નંદમણિકાર નામનો શ્રેષ્ઠી રહેતો હતો. તેણે એકવાર મારા મુખેથી ધર્મ સાંભળીને સમ્યકત્વપૂર્વક શ્રાવક ધર્મને સ્વીકાર્યો. પછી તેણે શ્રાવક ધર્મ લાંબા કાળ સુધી પાળ્યો. હવે ક્યારેક ભાગ્યયોગે કુદૃષ્ટિઓના સંસર્ગથી અને તેવા પ્રકારના સાધુ વગેરેના પરિચયના અભાવથી તેના મનમાં મિથ્થાબુદ્ધિ વૃદ્ધિ પામી, અને સદ્ગદ્ધિ ક્રમે કરી મંદ મંદ થવા લાગી. ત્યાર પછી મિશ્ર પરિણામથી કાળ પસાર કરતા તે શ્રેષ્ઠીએ એક વખત ઉનાળામાં પૌષધપૂર્વક અઠ્ઠમનો તપ કર્યો. તેમાં ત્રીજા દિવસની મધ્ય રાત્રિમાં તૃષાથી પીડિત થયેલો હોવાથી આર્તધ્યાનને પામેલા તેણે આ પ્રમાણે વિચાર્યું. સંસારમાં તેઓ જ ધન્ય છે કે જેઓ પરોપકાર માટે ઘણાં વાવડી, કૂવા વગેરે કાર્યો કરાવે છે. ધર્મનો ઉપદેશ આપનારાઓએ પણ આને ઉત્તમ ધર્મ કહ્યો છે. જેઓ આ કાર્યોને દુષ્ટ કહે છે તેઓનું કહેવું ફોગટ છે. કારણ કે ઉનાળામાં દુર્બળ જીવો તૃષાથી દુઃખી થયેલા વાવડી વગેરેમાં આવીને પાણી પીને સુખી થાય છે. આથી હું પણ સવારે એક મોટી વાવડી કરાવીશ. તેથી મને હંમેશા પુણ્ય થશે. હવે ઉપર બતાવ્યા પ્રમાણે ધ્યાન કરતા તેણે બાકીની આખી પણ રાત્રિ પસાર કરી. પછી પ્રાતઃ કાલે પારણું કરીને શ્રેણિક રાજાનો આદેશ લઈને વૈભારગિરિની નજીકમાં એક મોટી વાવડી કરાવી. તેની ચારે દિશામાં વિવિધ વૃક્ષોથી શોભતાં સત્રાગાર, મઠ, મંડપ, દેવકુલ વગેરેથી શોભતાં વનો કરાવ્યા. આ દરમ્યાન અતિશય કુદૃષ્ટિનો પરિચય થવાથી સર્વથા જેણે ધર્મનો ત્યાગ કર્યો છે એવા તેને અતિપ્રબલ દુષ્કર્મના ઉદયથી શરીરમાં સોળ મહારોગો ઉત્પન્ન થયા. તેનાં નામો આ પ્રમાણે છે. कासे १ सासे २ जरे ३ दाहे ४, कुच्छिसूले ५ भगंदरे ६ । हरसा ७ अजीरए ८ दिट्ठी ९, पिट्ठसूले १० अरोअए ११ ॥ १॥ कंडू १२ जलोयरे १३ सीसे १४, कन्नवेयण १५ कुट्ठए १६ ।। सोल एए महारोगा, आगमम्मि वियाहिया ॥२॥ અર્થ- (૧) ખાંસી (૨) શ્વાસ (૩) જવર (૪) દાહ (૫) પેટશૂળ (૬) ભગંદર (૭) હરસ (૮) અજીર્ણ (૯) દૃષ્ટિશૂળ (૧૦) પીઠશૂળ (૧૧) અરુચિ (૧૨) ખણજ (૧૩) જલોદર (૧૪) મસ્તક વેદના (૧૫) કાન વેદના (૧૬) કોઢ. આ સોળ મહારોગો આગમમાં બતાવેલા છે. હવે આ સોળ રોગથી આક્રાંત શરીરવાળો તે શ્રેષ્ઠી મહાપીડાથી મરીને તેણે બનાવેલી વાવડીમાં રહેલા એકાગ્ર ધ્યાનના કારણે તે વાવડીમાં જ ગર્ભજ દેડકારૂપે ઉત્પન્ન થયો. ત્યાં તેને પોતાની બનાવેલી વાવડીના દર્શન થવાથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી તે દેડકો તેવા પ્રકારના ધર્મ વિરાધનાના ફળને જાણીને વૈરાગ્યવાળો થયો છતો હવે પછી મારે નિત્ય છઠ્ઠનો તપ કરવો અને પારણામાં વાવડીના કિનારે લોકોના સ્નાનથી અચિત્ત થયેલું પાણી, માટી વગેરે જ ખાવું. એ પ્રમાણે અભિગ્રહ લીધો. હવે તે-તે અવસરે તે વાવડીમાં સ્નાનાદિ માટે આવતા લોકોના Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૬ આત્મપ્રબોધ મુખથી મારા આગમનના સમાચાર જાણીને અને મને પૂર્વભવના ધર્માચાર્ય માનીને વંદન માટે વાવડીમાંથી નીકળતા તેને લોકો કરુણાબુદ્ધિથી ફરી-ફરી વાવડીની અંદર નાખતા હોવા છતાં પણ વિંદનમાં જ એકાગ્ર ચિત્તવાળો થયેલો હતો તે જેટલામાં વાવડીમાંથી બહાર નીકળ્યો તેટલામાં અતિ ભક્તિથી ઉલ્લસિત મનવાળો, ઘણા પરિવારવાળો શ્રેણિકરાજા પણ મને વંદન કરવા માટે આવતો ત્યાં આવ્યો. ત્યાર પછી ભાગ્યયોગે તે દેડકો માર્ગમાં શ્રેણિક રાજાના ઘોડાના ખુરથી કચડાયો. ત્યારે ત્યાં જ શુભ ધ્યાનથી મરીને સૌધર્મ દેવલોકમાં દર્દરાંક નામનો મહાઋદ્ધિવાળો દેવ થયો. ઉત્પન્ન થયા પછી તરત જ અવધિજ્ઞાનથી પોતાના પૂર્વભવના સઘળાય વૃત્તાંતને યાદ કરીને મને અહીં સમોવસરેલ જાણીને તરત આવ્યો. પછી વંદન કરીને અને પોતાની ઋદ્ધિ બતાવીને પોતાના સ્થાનમાં ગયો. આ પ્રમાણે આણે આવા પ્રકારની ઋદ્ધિ પ્રાપ્ત કરી. ફરી પણ ગૌતમે પૂછયું: હે સ્વામી ! આ અહીંથી ઍવીને ક્યાં જશે ? ભગવાને કહ્યું: મહાવિદેહમાં ઉત્પન્ન થઈ સિદ્ધ થશે. આ પ્રમાણે કુદષ્ટિના પરિચયથી ઉત્પન્ન થયેલા વિપાકને સાંભળીને સમ્યગ્દષ્ટિઓએ સર્વથા જ કુદૃષ્ટિના પરિચયનો ત્યાગ કરવો જોઈએ. આ પ્રમાણે કુદૃષ્ટિના પરિચયમાં નંદમણિકારનું દૃષ્ટાંત પૂર્ણ થયું. આ પ્રમાણે જે સમ્યકત્વને દૂષિત કરે તે આ શંકા વગેરે પાંચ દૂષણો કહેવાયા. આ દોષો સમ્યકત્વને મલિન કરતા હોવાના કારણે સમ્યગ્દષ્ટિઓએ એમનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. પ્રભાવક-૮ હવે આઠ પ્રભાવકો કહેવામાં આવે છે. પ્રવચની, ધર્મકથી, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યાવાન, સિદ્ધ અને કવિ એ આઠ પ્રભાવકો છે. (૧) પ્રવચની- પ્રવચન એટલે દ્વાદશાંગી. જેમ અતિશય જેને હોય તે અતિશયી કહેવાય તેમ પ્રવચન જેને છે તે પ્રવચની કહેવાય. વર્તમાનકાળને ઉચિત સૂત્ર અને અર્થને ધારણ કરનારા, તીર્થને વહન કરનારા આચાર્ય એ પ્રવચની છે. આ દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણની જેમ પહેલો પ્રભાવક જાણવો. દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણનું કથાનક આ પ્રમાણે છે દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણનું કથાનક એક વખત રાજગૃહી નગરીમાં શ્રી વર્ધમાન સ્વામી સમવસર્યા. દેવોએ સમવસરણ રચ્યું. બારે ય પર્ષદા મળી. સૌધર્મેદ્ર પણ આવીને ભગવંતને ત્રણ પ્રદક્ષિણા આપીને વંદન કરીને ઉચિત સ્થાને બેઠો. ત્યારે ભગવાને સકળ ભવ્ય જીવોના ઉપકાર માટે પાણીથી ભરેલા વાદળાના અવાજ જેવા સ્વરથી પરમાનંદરૂપ અમૃત વરસાવનારી, અતિ નિબિડ મોહરૂપી અંધકારને વિદારણ કરનારી, સંપૂર્ણ જગતના જીવોના મનને ચમત્કાર કરનારી મનોહર ધર્મદેશના આપી. ત્યારપછી દેશનાના અંતે ઇંદ્ર પૂછયું: હે સ્વામી ! આ અવસર્પિણી કાળમાં આપનું તીર્થ કેટલો કાળ પ્રવર્તશે? અને કઈ રીતે વિચ્છેદ પામશે ? ભગવાને કહ્યું: હે ઈદ્ર ! એકવીસ હજાર વર્ષ પ્રમાણવાળા દુષમા નામના પાંચમા આરા સુધી મારું તીર્થ પ્રવર્તશે. ત્યાર પછી પાંચમા આરાના અંતિમ દિને મધ્યાહ્ન પહેલાં Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ ૫૭ શ્રત, સૂરિ, ધર્મ, સંઘ વિચ્છેદ પામશે. મધ્યાહ્ન સમયે વિમલવાહન રાજા, સુધર્મમંત્રી અને તેનો ધર્મ (= રાજનીતિ) વિચ્છેદ પામશે. મધ્યાહ્ન પછી બાદર અગ્નિ વિચ્છેદ પામશે. આ પ્રમાણે તીર્થનો વિચ્છેદ થશે. હવે ફરી છે પૂછયું: હે સ્વામી ! આપનું પૂર્વગત શ્રત કેટલો કાળ રહેશે? ભગવાને કહ્યું હે ઇદ્ર ! એક હજાર વર્ષ સુધી મારું પૂર્વગત શ્રુત રહેશે. ત્યાર પછી વિચ્છેદ પામશે. ફરી ઇંદ્ર પૂછયું કયા આચાર્ય પછી સર્વ પૂર્વગત શ્રુત નાશ પામશે ? સ્વામીએ કહ્યું: દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણથી સર્વપૂર્વગત શ્રુત નાશ પામશે. ફરી છે પૂછ્યું: વર્તમાન કાળે તેનો જીવ ક્યાં છે? સ્વામીએ કહ્યું: જે તારી બાજુમાં તારો સેવક સેનાધિપતિ હરિશૈગમેલી દેવ ઊભો છે તે તેનો જીવ છે. તે સાંભળીને વિસ્મય પામેલા ઈદ્ર હરિશૈગમેલી દેવની પ્રશંસા કરી. નજીકમાં રહેલા હરિશૈગમેષી દેવે પણ સર્વ વૃત્તાંત સાંભળ્યો. ત્યાર પછી પરિવાર સહિત ઇંદ્ર ભગવાનને નમસ્કાર કરી પોતાના સ્થાને ગયો. - હવે હરિબૈગમેષ દેવે અનુક્રમે આયુષ્યના દળિયાની હાનિ થવાથી છ મહિનાથી ઓછું આયુષ્ય બાકી રહ્યું ત્યારે મનુષ્યભવનું આયુષ્ય બાંધ્યું. ત્યારપછી પુષ્પમાળાનું કરમાવું, કલ્પવૃક્ષનું કંપવું વગેરેથી પોતાના અવનનાં લક્ષણો જોઈને તેણે ઇંદ્રને વિનંતિ કરીઃ હે સ્વામી ! આપ બધી રીતે અમારા પ્રભાવને પોષનારા છો. આથી જ મારા ઉપર મહેરબાની કરીને તે પ્રમાણે કરવું કે જેથી પરભવમાં પણ મને ધર્મની પ્રાપ્તિ થાય. યોનિરૂપી યંત્રના સંકટમાં પડેલા, (દ્રવ્ય અને ભાવ : એમ) બંને રીતે અંધકારથી આવરાયેલા ચૈતન્યરૂપી ચક્ષુવાળા, જરાયુરૂપી મલથી મલિન થયેલા શરીરવાળા, અગ્નિ જેવી લાલચોળ સોયોથી ભેદાતા શરીરથી પણ અધિક વેદનાવાળા મને દેવભવ સંબંધી સુખ અને આગામી ભવની ધર્મ કરણી એ બધું જ ભૂલાઈ જશે. તેથી મારા સ્થાને ઉત્પન્ન થયેલા બીજા હરિશૈગમેલી દેવને મને બોધ આપવા મોકલવો. જેથી સ્વામીનું સ્વામીપણું પરભવમાં પણ સફળ થાય. ઈદ્ર પણ તેનો સ્વીકાર કર્યો. ત્યારપછી હરિબૈગમેલી દેવે પોતાના વિમાનની દિવાલ ઉપર વજરતથી લખ્યું કે- “અહીં આ વિમાનમાં જે હરિબૈગમેલી દેવરૂપે ઉત્પન્ન થાય તેણે પરભવમાં મને પ્રતિબોધ કરવો. જો તે પ્રમાણે નહીં કરે તો તેને ઇંદ્રની ચરણકમળની સેવામાં પરાશમુખપણાનો દોષ લાગશે.” હવે આયુષ્યનો ક્ષય થયે છતે તે ત્યાંથી અવીને આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં સૌરાષ્ટ્ર દેશમાં વેલાકુલ પત્તન નામનું નગર છે. તેમાં અરિદમન નામનો રાજા છે. તેનો સેવક કામદ્ધિ નામનો કાશ્યપ ગોત્રીય ક્ષત્રિય છે. તેની પતી કલાવતી છે. તેની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. ત્યારે તેણીએ સ્વપ્રમાં મહાઋદ્ધિવાળા દેવને જોયો. ક્રમે કરીને શુભ લગ્નમાં પુત્રનો જન્મ થયો. ત્યાર પછી તેનું દેવદ્ધિ એ પ્રમાણે નામ કર્યું અને તે પંચધાવમાતાઓથી પાલન કરાતો બાર વર્ષનો થયો. પિતાએ બે કન્યા પરણાવી. તેની સાથે વિષયસુખને ભોગવ્યા. અધર્મીજનના સંસર્ગના કારણે નિરંતર પોતાના જેવા રાજપુત્રોની સાથે અને ક્ષત્રિયપુત્રોની સાથે શિકાર કરે છે. ધર્મની વાર્તાને પણ જાણતો નથી અને સાંભળતો નથી. આ પ્રમાણે તે કાળ પસાર કરે છે. હવે તે વિમાનમાં નવો હરિબૈગમેલી દેવ ઉત્પન્ન થયો. તે ઉત્પત્તિ સમયે કરવા યોગ્ય ચૈત્યપૂજા વગેરે દેવકાર્યોને કરીને Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આત્મપ્રબોધ સુધર્માસભામાં ચંદ્રની સેવા કરવા ગયો. વિસ્મય પામેલા ઈંદ્ર તેને જોઈને કહ્યું તું નવો ઉત્પન્ન થયો છે? તેણે કહ્યું કે સ્વામી ! હા, હું નવો ઉત્પન્ન થયો છું. ત્યાર પછી ઇદ્ર કહ્યું: મૂળ હરિશૈગમેલીને તારે પ્રતિબોધ કરવો. તેણે પણ તેનો સ્વીકાર કર્યો. હવે એક વખત તે હરિબૈગમેલી દેવે પોતાના વિમાનની દિવાલ ઉપર લખાયેલા અક્ષરો જોયા ત્યારે જ તેણે પત્ર લખ્યો કે स्वभित्तिलिखितं वाक्यं, मित्र त्वं सफलं कुरु । हरिणैगमेषिको वक्ति, संसारं विषमं त्यज ॥१॥ અર્થ- હે મિત્ર ! પોતાની ભીંત ઉપર લખેલા વાક્યને તું સફળ કર. હરિપૈગમેષી તને કહે છે કે, વિષમ એવા સંસારનો ત્યાગ કર.” ત્યાર પછી પોતાના સેવકદેવને બોલાવીને તારે આ પત્ર દેવદ્ધિને આપવો એ પ્રમાણે કહીને ત્યાં મોકલ્યો. તે દેવે પણ જ્યાં દેવદ્ધિ રહેલો હતો ત્યાં આકાશમાં રહેલા જ પત્ર મૂક્યો. ત્યાર પછી દેવર્તિએ પણ આકાશમાંથી પડતા પત્રને જોઈને વાંચ્યો. પરંતુ અર્થને ન જાણી શક્યો. ત્યાર પછી કેટલોક કાળ પસાર થયે છતે તે દેવે સ્વપ્રમાં આ જ લોકને કહ્યો. તો પણ તે પ્રતિબોધ ન પામ્યો. એક વખત શિકાર કરવા માટે જંગલમાં જઈને તેણે વરાહની પાછળ ઘોડાને મૂક્યો. એકલો એવો તે જ્યારે દૂર ગયો ત્યારે તે દેવે તેને આ પ્રમાણે મહાભય બતાવ્યો. આગળ કેસરી સિંહ ઊભો છે, પાછળ મોટી ખાઈ છે, બંને પડખે મોટા વરાહો ઘુરઘુર અવાજ કરી રહ્યાં છે. નીચે ભૂમિ કંપી રહી છે, ઉપરથી પથ્થરાઓ પડી રહ્યા છે. આ પ્રમાણે મરણાંત ભયના કારણોને જોઈને તે ભયથી વિહ્રલ થયેલો ચારે દિશામાં જોવા લાગ્યો. અહીં મને મરણથી બચાવનારો કોઈપણ સંભાવના કરાતો નથી, અર્થાત્ મને મરણથી બચાવનારો કોઈપણ અહીં દેખાતો નથી. આ પ્રમાણે ચિંતામાં છે ત્યારે રૌદ્રદષ્ટિવાળા તે જ દેવે કહ્યું: હજી પણ મારા કહેલા શ્લોકના અર્થને કેમ જાણતો નથી? તેણે કહ્યું: હું તો કંઈ પણ જાણતો નથી. ત્યારે દેવે પૂર્વભવ સંબંધી સઘળો ય વૃત્તાંત જણાવવા પૂર્વક જણાવ્યું કે- જો તું દીક્ષા ગ્રહણ કરે તો આ મરણાંત કષ્ટથી તારું રક્ષણ કર્યું. તે સાંભળીને તેણે પણ તેનો સ્વીકાર કર્યો. ત્યાર પછી દેવે તેને ત્યાંથી ઉપાડીને લોહિતાચાર્ય પાસે મૂક્યો. ત્યાં તેણે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. ત્યાર પછી દેવદ્ધિ શાસ્ત્રનો અભ્યાસ કરતાં ગીતાર્થ થયા. ગુરુ પાસે જેટલું પૂર્વગત શ્રુત હતું તે બધું ભણીને શ્રી કેશીગણધરના સંતાનીય દેવગુપ્ત ગણિની પાસે પ્રથમપૂર્વ અર્થથી ભણ્યા. બીજું પૂર્વ સૂત્રથી ભણતાં હતા ત્યારે વિદ્યાગુરુ મૃત્યુ પામ્યા. ત્યાર પછી તેને ગીતાર્થ જાણીને ગુરુએ પોતાના પટ્ટ ઉપર તેને સ્થાપિત કર્યા. એક ગુરુએ ગણી એ પ્રમાણે પદવી આપી. બીજા ગુરુએ ક્ષમાશ્રમણ એ પ્રમાણે પદવી આપી. ત્યાર પછી દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણ એ પ્રમાણે નામ થયું. હવે તે કાળે વિદ્યમાન પાંચસો આચાર્યોની મધ્યમાં યુગપ્રધાનપદને ધારણ કરનારા, કલિકાલમાં કેવલી, સર્વ સિદ્ધાંતોની વાચના આપનારા જિનશાસનના પ્રભાવક દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણે કોઈક વખત શ્રી શત્રુંજય પર્વત ઉપર શ્રી વજસ્વામીએ સ્થાપિત કરેલા પિત્તળમય શ્રી આદિનાથના Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ પ૯ બિંબને પ્રણામ કરીને કપર્દિ યક્ષની આરાધના કરી. કપર્દિ યક્ષ પ્રગટ થયો. શું કામ છે એમ પૂછયું એટલે આચાર્યે કહ્યું: જિનશાસનનું કામ છે. તે આ પ્રમાણે- હમણાં બાર વર્ષનો દુકાળ દૂર થયા પછી શ્રી સ્કંદિલાચાર્યે માથરી સિદ્ધાંત વાચના કરી. તો પણ કાળના પ્રભાવથી સાધુઓ મંદબુદ્ધિવાળા થયા છે. તેથી સિદ્ધાંતો ભૂલી જાય છે, અને ભૂલી જશે. તેથી તારી સહાયથી તાડપત્રો ઉપર સિદ્ધાંતોને લખાવવાનું મારું મન છે. જેથી જિનશાસનની મહાન ઉન્નતિ થશે. મંદબુદ્ધિવાળા પણ પુસ્તકનું આલંબન લઈ સુખેથી શાસ્ત્રોને ભણનારા થશે. ત્યારે કપર્દિ યક્ષે કહ્યું: હું સાન્નિધ્ય કરીશ. ત્યારે તારે બધા પણ સાધુઓને એક સ્થળે ભેગા કરવા, ઘણાં મશીપત્ર વગેરે લાવવા. લહિયાઓ તૈયાર કરવા અને સાધારણ દ્રવ્ય ભેગું કરવું. એ પ્રમાણે કહીને દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ વલ્લભીપુરમાં આવ્યા. યક્ષે પુસ્તકને લખાવવાની સઘળી ય સામગ્રી ભેગી કરી. ત્યાર પછી વૃદ્ધ ગીતાર્થોએ જે-જે રીતે અંગ-ઉપાંગોના આલાવા કહેવાયેલા હતા તે-તે રીતે પહેલાં તુટકરૂપે લખી લીધા. ત્યારપછી દેવર્ધ્વિગણિએ સંયોજના કરીને મૂળપત્રોમાં લખ્યા. આથી અંગોમાં ઉપાંગોના આલાવા સાક્ષીરૂપે દેખાય છે. વચ્ચે-વચ્ચે વિસંવાદ પણ દેખાય છે. સંખ્યાનો પણ નિયમ રહ્યો નથી. વચ્ચે વચ્ચે માથુરી વાચના પણ દેખાય છે. તથા પૂર્વે આર્યરક્ષિતસૂરિએ સિદ્ધાંતોમાં અનુયોગ અલગ કરેલો હતો. પછી કંદિલાચાર્યે વાચના કરી અને દેવર્ધ્વિગણિએ સિદ્ધાંતને પુસ્તકારૂઢ કર્યું. તેથી સુધર્માસ્વામીના વચનો વેરવિખેર થયેલાં હોય તેમ દેખાય છે. તેમાં દુષમકાળ જે પ્રમાણ છે. પરંતુ અહીં જિન આગમમાં સમ્યગ્દષ્ટિઓએ સંશય ન કરવો. તે સમયે યક્ષના સાન્નિધ્યથી વર્ષની અંદર ક્રોડ જૈન પુસ્તકો લખાયાં. હવે કંઈક પૂર્વગત શ્રતને ધારણ કરનારા, શ્રી વીર નિર્વાણથી ૯૦૦ વર્ષ પસાર થયા પછી સર્વ સિદ્ધાંતને લખાવનારા, યુગપ્રધાન પદને ધારણ કરનારા શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ ઘણા પ્રકારે શ્રી જિનશાસનની પ્રભાવના કરનારા જાણવા. . (૨) ધર્મકથી- તથા પ્રશસ્ય ધર્મકથા જેને છે તે ધર્મકથી કહેવાય. ખીરાશ્રવ આદિ લબ્ધિથી યુક્ત જે સાધુ જળસહિત વાદળના અવાજ જેવા શબ્દથી આક્ષેપણી- વિક્ષેપણી સંવેદની - નિર્વેદની સ્વરૂપ ચાર પ્રકારની જન-મનને પ્રમોદ કરનારી ધર્મકથા કહે છે, તે નંદિષણ આદિની જેમ ઘણા ભવ્યજનને પ્રતિબોધ કરનારો ધર્મકથી જાણવો. ચાર પ્રકારની કથાનું લક્ષણ આ પ્રમાણે છે स्थाप्यते हेतुदृष्टान्तैः, स्वमतं यत्र पन्डितैः । स्याद्वादध्वनिसंयुक्तं, सा कथाऽऽक्षेपणी मता ॥ १॥ અર્થ- જેમાં પંડિતો સ્યાદ્વાદના ધ્વનિપૂર્વક હેતુ અને દૃષ્ટાંતોથી પોતાના મતને સ્થાપન કરે છે, તે કથા આપણી કહી છે. मिथ्यादृशां मतं यत्र, पूर्वापरविरोधकृत् । तन्निराक्रियते सद्भिः, सा च विक्षेपणी मता ॥ २ ॥ ' અર્થપૂર્વાપર વિરોધવાળા મિથ્યાષ્ટિઓના મતનું વિદ્વાનો વડે જેમાં નિરાકરણ કરાય છે, તે કથા વિક્ષેપણી કહી છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૦ આત્મપ્રબોધ यस्याः श्रवणमात्रेण, भवेन्मोक्षाभिलाषिता । માનાં સારા વિદ્ધિ, પ્રોwા સંવેદ્રની થા / રૂ II અર્થ- જે કથા સાંભળવા માત્રથી ભવ્ય જીવોને મોક્ષનો અભિલાષ થાય તે કથાને વિદ્વાનોએ સંવેદની કથા કહી છે. यत्र संसारभोगांग-स्थितिलक्षणवर्णनं । वैराग्यकारणं भव्यैः, सोक्ता निवेदनी कथा ॥४॥ અર્થ- ભવ્યજીવોને જે કથાથી સંસારના ભોગના સાધનોની સ્થિતિનું અને સ્વરૂપનું વર્ણન વૈરાગ્યનું કારણ બને છે તે કથાને નિર્વેદની કથા કહી છે. અહીં પૂર્વે સૂચવેલો નંદિષણનો વૃત્તાંત આ પ્રમાણે છે નંદિષણનું કથાનક એક નગરમાં એક મુખપ્રિય નામનો ધનવાન બ્રાહ્મણ રહેતો હતો. મિથ્યાત્વથી મોહિત થયેલા તેણે એક વખત યજ્ઞ કરવાની શરૂઆત કરી. તેમાં ભીમ નામના પોતાના દાસને રાંધેલા અન્નની રક્ષા કરવાનો આદેશ કર્યો. તેણે પણ પોતાના સ્વામી બ્રાહ્મણને વિનંતી કરી કે બ્રાહ્મણો જમી ગયા પછી વધેલું અન્ન જો મને આપશો તો હું અહીં રક્ષણ કરીશ. બ્રાહ્મણે પણ તેના વચનને સ્વીકાર્યું. ઘરના સ્વામીએ બ્રાહ્મણોને જમાડ્યા. વધેલું બધું અન્ન દાસને આપ્યું. સમ્યગ્દષ્ટિ એવા તેણે સાધુઓને વહોરાવ્યું. અન્ય દર્શનીઓને પણ અનુકંપાથી દાન આપ્યું. તેથી મહાન ભોગાવલી કર્મ ઉપાર્જન કર્યું. હવે કેટલાક કાળ પછી તે દાસ મરીને દેવ થયો. ત્યારપછી ત્યાંથી આવીને રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજાના પુત્રપણે ઉત્પન્ન થયો. “નંદિપૅણ' એ પ્રમાણે તેનું નામ હતું. તે જ અવસરે બ્રાહ્મણનો જીવ પણ કેટલાક ભવ ભમીને કદલીવનમાં હાથિણીના ટોળામાં એક હાથિણીની કુક્ષિમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયો. પરંતુ તે યૂથમાં યૂથપતિ હાથી બીજા હાથીના પરાભવની શંકાને કરતો હાથિણીના પ્રસવ સમયે જ જેમ જેમ ઉત્પન્ન થાય છે તેમ તેમ હાથીને મારી નાખે છે. હાથિણી ઉત્પન્ન થઈ હોય તો તેનું રક્ષણ કરે છે. ત્યારે જે હાથિણીની કુક્ષિમાં તે બ્રાહ્મણનો જીવ ઉત્પન્ન થયો છે તે હાથિણી પોતાના ગર્ભનું અકુશળ થશે એમ જાણીને કપટથી જ એક પગે લૂલી થઈને ધીમે-ધીમે હાથિણીના ટોળાની પાછળ ચાલે છે. ચાર પહોર પછી યૂથની સાથે ભેગી થઈ જાય છે. આ પ્રમાણે ક્યારેક બે દિવસ પછી અથવા ત્રણ દિવસ પછી ભેગી થાય છે. આ પ્રમાણે કરતી તે કોઈ વખત તાપસના આશ્રમમાં જઈને સૂંઢથી તાપસોના પગને સ્પર્શતી તાપસોને નમી. તાપસીએ પણ તેને ગર્ભવાળી જાણીને તારો ગર્ભ કુશળ થાઓ એ પ્રમાણે આશ્વાસન આપ્યું. તેણીએ એક વખત હાથીબચ્ચાને જન્મ આપ્યો. તાપસીના પુત્રોએ તેનું પ્રતિપાલન કર્યું. હાથિણી પણ ત્યાં આવીને તેને સ્તનપાન કરાવે છે. આ પ્રમાણે તે હાથી બચ્ચું તાપસીના પુત્રોની સાથે રમે છે. તે બાળકોની સાથે નદીમાંથી સૂંઢમાં પાણી લાવીને આશ્રમનાં વૃક્ષોને સીંચે છે. આ પ્રમાણે તે હાથીના બચ્ચાને વૃક્ષસેચનની ક્રિયાને કરતો જોઈને તેનું સેચનક એ પ્રમાણે નામ પાડ્યું. આ પ્રમાણે મોટો થતાં તે ત્રીશ વર્ષનો થયો. હવે એક વખત વનમાં ભમતા તેણે તે યૂથપતિને Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ જોયો. યુવાનીના ઉત્કટ બળવાળો તે તે વૃદ્ધ હાથીને મારીને સ્વયં યૂથપતિ બની ગયો. એણે વિચાર્યું કે- “જે પ્રમાણે મારી માતાએ તાપસ આશ્રમમાં મને જન્મ આપ્યો તે પ્રમાણે બીજી હાથિણી પણ અહીં જન્મ ન આપો.” એ પ્રમાણે વિચારીને પોતાના જૂથને લાવીને તે આશ્રમને ભાંગી નાંખ્યું. ગુસ્સે થયેલા તાપસોએ શ્રેણિક રાજાને તે ગજરત બતાડ્યું. રાજાએ પણ કોઈક પ્રયોગથી તેને બાંધી લીધો, અને સાંકળથી આલાનમાં બાંધી દીધો. ત્યારે તાપસોએ તેને જોઈને વાણીથી તર્જના કરી. જેમકે- “જેવા પ્રકારનું કર્મ કર્યું તેવા પ્રકારનું જ તને ફળ મળ્યું.” આ વાક્યથી ગુસ્સે થયેલો હાથી બંધનો તોડીને તાપસીને મારવા માટે દોડ્યો. તાપસો ભાગ્યા. વ્યાકુળતાથી ભરેલો અવાજ થયો. ત્યારે શ્રેણિકપુત્ર નંદિષેણ તેને વશ કરવા માટે ત્યાં આવ્યો. તેના દર્શનથી તત્કાળ સ્વસ્થ થઈને બહાપોહ કરતાં તે હાથીને અવધિ (જાતિ સ્મરણ) જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી તેણે સર્વ પણ પૂર્વભવનો વૃત્તાંત જાણ્યો. નંદિષેણે પણ પૂર્વભવના સ્નેહથી તે હાથીને સારા વાક્યોથી સંતોષીને સ્કંધ ઉપર ચઢવાપૂર્વક આલાનમાં લાવીને બાંધ્યો. ત્યારે ખુશ થયેલા પિતાએ નંદિણનો સત્કાર કર્યો. પાંચસો કન્યા પરણાવી. એક વખત ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં સમવસર્યા. તેમને વંદન કરવા પિતાની સાથે નંદિષેણ પણ ગયો. ત્યાં ભગવાનની દેશના સાંભળીને પ્રતિબોધ પામેલા તેણે ભગવાનની પાસે પ્રવજ્યાની અનુજ્ઞા માગી. ભગવાને પણ આનાથી ધર્મની વૃદ્ધિ થશે એમ જાણીને હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કર એ પ્રમાણે કહ્યું. પરંતુ વ્રતમાં વિધ્ર જોઈને પ્રતિબંધ (અટકાવ) ન કર એમ બીજું વાક્ય ન કહ્યું. હવે ઘરે માતાપિતાની સાથે વાર્તાલાપ કર્યો. પછી પ્રવ્રજ્યા મહોત્સવ કરાયે છતે આકાશમાં શાસનદેવીએ પણ કહ્યું- “હે નંદિષેણ ! હજી પણ તારો ભોગાવલી કર્મોદય બાકી છે તેથી કેટલોક કાળ રાહ જો, પછી પ્રવજ્યા ગ્રહણ કરજે.” આ પ્રમાણે શાસનદેવીએ કહ્યું હોવા છતાં પોતાના મનની દઢતા વિચારીને તેણે શ્રી ભગવાનની પાસે દીક્ષા ગ્રહણ કરી. ક્રમે કરીને દશ પૂર્વે ભણ્યો. દુષ્કર તપો કર્યા. તેથી લબ્ધિવાળો થયો. - હવે આના ભોગાવલી કર્મના ઉદયથી અને મનની ચપળતાથી પૂર્વે કરેલી કામ રમતો અને પૂર્વે કરેલી કામક્રીડાઓ સ્મૃતિ પથમાં આવી. તેથી મનમાં ઉત્પન્ન થયેલી અત્યંત કામવાસનાને સહન કરવા અસમર્થ થયેલા તેણે સૂત્રોક્ત વિધિથી મનનો નિગ્રહ કરવા માટે અને શરીરને કુશ કરવા માટે ઘણી આતાપના અને વિશેષથી તપો કર્યા. તો પણ ભોગની ઈચ્છા નિવૃત્ત ન થઈ. ત્યાર પછી વ્રતભંગના ભયથી મરણ માટે ગળામાં ફાંસો નાંખ્યો. તે ફાંસો દેવીએ તોડી નાંખ્યો ત્યાર પછી વિષનું ભક્ષણ કર્યું. દેવના પ્રભાવથી વિષે પણ અમૃત જેવું આચરણ કર્યું. અર્થાત્ વિષ પણ અમૃત થઈ ગયું. ત્યાર પછી અગ્નિમાં પ્રવેશવાની શરૂઆત કરી તો અગ્નિ પણ બુઝાઈ ગયો. આ પ્રમાણે મરવાના બધા પ્રયોગો નિષ્ફળ ગયા. હવે એક વખત રાજગૃહી નગરીમાં જ અટ્ટમનાં પારણા માટે મુનિ વેશ્યાના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ્યા અને કહ્યું કે- હે ઘરની નાયિકા ! જો તને શ્રદ્ધા હોય તો મને ભિક્ષા આપ. તને ધર્મલાભ થાઓ. હસતી એવી વેશ્યાએ કહ્યું કે - અહીં ધર્મલાભમાં સિદ્ધિ નથી, અહીં તો અર્થલાભમાં સિદ્ધિ છે. આ પ્રમાણે તેણીએ કહ્યું એટલે માન ઉપર આરૂઢ થયેલા મુનિએ “એ પ્રમાણે જ થાઓ એ પ્રમાણે કહ્યું. ત્યાર પછી આ પ્રમાણે Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૨ આત્મપ્રબોધ બોલતાંની સાથે જ તેની તપો લબ્ધિથી વેશ્યાનું ઘર સાડાબાર ક્રોડ સોનૈયાથી ભરાઈ ગયું. મહાનિશીથ સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં કહ્યું છે કે धम्मलाभं तओ भणइ, अत्थलाभं विमग्गिओ । तेणावि लद्धिजुत्तेण, एवं भवउ त्ति भणियं ॥१॥ અર્થ તેણે ધર્મલાભ કહ્યો, તેણીએ અર્થલાભ માગ્યો, લબ્ધિથી યુક્ત તેણે પણ “એ પ્રમાણે થાઓ' એમ કહ્યું. તથા ઋષિમંડલની વૃત્તિમાં તો પરાળના તણખલાને ખેંચવાથી વૃષ્ટિ થઈ એ પ્રમાણે કહ્યું છે. તત્ત્વ તો તત્ત્વને જાણનારા જાણે. - ત્યાર પછી વિસ્મય પામેલી વેશ્યા પણ જલદીથી ઊભી થઈને મુનિના પગોને નમીને હાવભાવથી મુનિના ચિત્તને વિકાર પમાડતી આ પ્રમાણે બોલી- “હે સ્વામી!આપે તો આ સોનૈયાથી મને ખરીદી લીધી છે. આથી કૃપા કરીને આપના ધનને આપ જ ભોગવો.' ઇત્યાદિ મોહની પ્રકૃતિ જાણે ન હોય એવી સ્નેહવાળી વાણીથી મુનિનું મન ક્ષોભ પામ્યું. ત્યારપછી નંદિષેણ તેને વશ થઈને ભોગાવલી કર્મના ઉદયથી ત્યાં જ રહ્યો. પરંતુ મારે દરરોજ દશ પુરુષને ધર્મ પમાડવો એ પ્રમાણે નિયમ કર્યો. જ્યારે આ નિયમમાં એક પણ ઓછો હોય ત્યારે મારે જ તે સ્થાનમાં થવું એ પ્રમાણે પ્રતિજ્ઞા લીધી. હવે પછી વેશ્યાના પાડાના દ્વારમાં રહીને મુનિ ત્યાં આવતા કામીજનોને વિવિધ યુક્તિથી યુક્ત એવી આપણી આદિ ધર્મકથાઓથી ધર્મ ગ્રહણ કરાવે છે. કોઈ કોઈને પ્રતિબોધ કરીને શ્રી જિનેશ્વરની પાસે મહાવ્રતોને ગ્રહણ કરાવે છે. કોઈ કોઈને બારવ્રતને ધારણ કરનારા કરાવે છે. આ પ્રમાણે દરરોજ ધર્મકથા વગેરેથી ભવ્યજનોને પ્રતિબોધ કરતો, સ્વયં શુદ્ધ શ્રાવક ધર્મને પાળતો બાર વર્ષ પસાર કરીને અત્યંત જીર્ણ થઈ ગયેલા ભોગાવલી કર્મવાળા તેણે એક દિવસ નવજણાને પ્રતિબોધ કર્યા અને દસમો એક સોની આવ્યો. તે વિવિધ યુક્તિથી પ્રતિબોધ કરાતો હોવા છતાં પિઢો હોવાના કારણે પ્રતિબોધ પામતો નથી. ઊલટું આ પ્રમાણે કહે છે- “ખરેખર ! વિષયરૂપી કાદવમાં ડૂબેલો તું પોતાને બોધ પમાડવામાં અસમર્થ છે તો પછી બીજાને શું બોધ પમાડીશ?' આ પ્રમાણે જેટલામાં તે કહે છે તેટલામાં વેશ્યા ભોજન માટે નંદિષેણને બોલાવે છે. પ્રતિજ્ઞા પૂર્ણ થયા વિના તે ભોજનને ઈચ્છતો નથી. બે-ત્રણ વખત રસોઈ ઠંડી થઈ ગઈ. ત્યારપછી વેશ્યાએ ત્યાં આવીને મશ્કરી પૂર્વક કહ્યું: “હે સ્વામી! આજે આપ જ દશમા સ્થાને થાવ. અને એ પ્રમાણે પ્રતિજ્ઞા પૂરી કરીને આવીને ભોજન કરો. આ પ્રમાણે ગણિકાએ કહ્યું ત્યારે જેનો ભોગાવલી કર્મનો ઉદય સમાપ્ત થઈ ગયો છે એવા નંદિષેણ મુનિએ ફરી વેશને ગ્રહણ કરીને શ્રી ભગવાનની પાસે ફરી પણ મહાવ્રતોને ગ્રહણ કર્યા અને નિર્મળ ચારિત્રનું પાલન કરીને અંતે સમાધિથી મૃત્યુ પામીને દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં સિદ્ધ થશે. દેવલોકમાં ગયા અને મહાવિદેહમાં સિદ્ધ થશે એ વાત શ્રીવીરચરિત્રના આધારે કહી છે. મહાનિશીથ સૂત્રમાં તો કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ એમ કહેલું છે. અહીં તત્ત્વ તો સર્વજ્ઞો જાણે. આ પ્રમાણે આ ધર્મકથી નામનો બીજો શાસન પ્રભાવક જાણવો. આ પ્રમાણે નંદિષણનો વૃત્તાંત પૂર્ણ થયો. Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ ૬૩ (૩) વાદી- વાદી-પ્રતિવાદી-સભ્ય-સભાપતિ રૂપ ચાર અંગવાળી સભામાં પ્રતિપક્ષનું નિરાકરણ કરવા પૂર્વક પોતાના પક્ષની સ્થાપના માટે અવશ્ય બોલે તે વાદી કહેવાય. નિરુપમ વાદ લબ્ધિથી યુક્ત હોવાના કારણે વાચાળવાદીઓમાં મુખ્ય એવા વાદીઓથી પણ જેની વાણીનો વૈભવ મંદ નથી કરી શકાય એવા મલ્યવાદીની જેમ પ્રત્યક્ષ આદિ બધા પ્રમાણમાં કુશળ, પ્રતિવાદીને જીતવાથી રાજકારમાં પણ જેણે માહાભ્યને પ્રાપ્ત કર્યું છે એવો ત્રીજો પ્રભાવક જાણવો. અહીં મલવાદીનો વૃત્તાંત બીજા ગ્રંથોમાંથી જાણી લેવો. (મલવાદીસૂરિના દૃષ્ટાંત માટે જુઓ પાના નંબર ૩૦૬) (૪) નૈમિત્તિક- નિમિત્ત એટલે ત્રણે કાળના લાભ કે અલાભ આદિને જણાવનારું શાસ્ત્ર. તેને જાણે અથવા તેને ભણે તે નૈમિત્તિક કહેવાય. ખરેખર ! જે જિનમતના શત્રુઓનો પરાજય કરવા માટે ભદ્રબાહુ સ્વામી આદિની જેમ સુનિશ્ચિત નિમિત્તને કહે તે નૈમિત્તિક નામનો ચોથો પ્રભાવક જાણવો. ભદ્રબાહુ સ્વામીનો વૃત્તાંત તો પ્રસિદ્ધ જ છે. માટે અહીં કહેવાતું નથી. (ભદ્રબાહુ સ્વામીના વૃત્તાંત માટે જુઓ પાના નંબર ૨૮૭) (૫) તપસ્વી- વિકૃષ્ટ અટ્ટમ આદિ દુષ્કર તપ જેને છે તે તપસ્વી કહેવાય. જે પરમ ઉપશમ રસથી ભરેલો છતાં અટ્ટમ, ચાર ઉપવાસ, પંદર ઉપવાસ, માસક્ષમણ આદિ વિવિધ તપશ્ચર્યાથી જિનશાસનની પ્રભાવના કરે તે શ્રી વીરપ્રભુએ વર્ણન (પ્રશંસા) કરેલ કાકંદી નગરીના ધન્ના નામના સાધુ વગેરેની જેમ તપસ્વી નામનો પાંચમો પ્રભાવક જાણવો. (ધન્ના કાકંદીના વૃત્તાંત માટે જુઓ પાના નંબર ૨૯૫). (૬) વિદ્યાવાન- વિદ્યા એટલે પ્રજ્ઞતિ વગેરે શાસન દેવીઓ. તે શાસનદેવીઓ જેને સહાયક હોય તે વિદ્યાવાળો કહેવાય. આ શ્રી વજસ્વામીની જેમ છઠ્ઠો પ્રભાવક જાણવો. વજસ્વામીનો વૃત્તાંત તો પ્રસિદ્ધ જ છે. (વજસ્વામીના વૃત્તાંત માટે જુઓ પાના નંબર ૨૯૮) (૭) સિદ્ધ- સિદ્ધ થયો હોય તે સિદ્ધ કહેવાય. ચૂર્ણ, અંજન, પારલેપ, તિલક, ગુટિકા, સકળ ભૂતને આકર્ષણ કરવું, વૈક્રિય લબ્ધિપણું વગેરે વિવિધ સિદ્ધિઓથી યુક્ત હોય તે સિદ્ધ કહેવાય એ પ્રમાણે અર્થ છે. આ સંઘાદિ કાર્યને સાધવા માટે, મિથ્યાત્વનું વિદ્રાવણ (નાશ) કરવા માટે અને જિનશાસનની પ્રભાવના કરવા માટે ચૂર્ણ, અંજન આદિ સિદ્ધિઓનો અવસરે પ્રયોગ કરનાર આર્યસમિતસૂરિ આદિની જેમ સાતમો પ્રભાવક જાણવો. તેમાં આર્યસમિતસૂરિનું કથાનક આ પ્રમાણે છે આર્ય સમિતસૂરિનું કથાનક આભીર દેશમાં અચલપુર નામનું નગર હતું. તેમાં જિનશાસનની પ્રભાવના કરવામાં તત્પર, સુમહદ્ધિક ઘણા શ્રાવકો રહે છે. તે અચલપુરના નજીકના પ્રદેશમાં કન્ના અને બેન્ના નામની નદીની મધ્યમાં એક બ્રહ્મ દ્વીપ છે. તેમાં ઘણા તાપસો રહે છે. તેમાં પાદલપ ક્રિયામાં વિશારદ એક તાપસ પાલેપથી નિત્ય જલમાર્ગમાં પણ સ્થળમાર્ગની જેમ ફરતો લોકમાં ઘણું વિસ્મય ઉત્પન્ન કરાવતો બેન્ના નદી ઉતરીને પારણા માટે અચલપુરમાં આવે છે. ત્યારે તેને જોઈને ઘણા ભોળા લોકો દુસ્સહ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૪ આત્મપ્રબોધ મિથ્યાત્વના તાપથી તપેલા છતાં પાડાઓની જેમ તેના દર્શન (મત) રૂપી કાદવમાં ડૂબા. જિનશાસનની અવગણના કરતા તેઓએ શ્રાવકોને આ પ્રમાણે કહ્યું: “અમારા શાસનમાં જે પ્રમાણે ગુરુનો પ્રભાવ પ્રત્યક્ષ દેખાય છે તે પ્રમાણે તમારે નથી. આથી અમારા ધર્મ સમાન કોઈપણ ધર્મ નથી.” ત્યારે “આ ભોળા લોકો મિથ્યાત્વમાં સ્થિર ન થાઓ” એ પ્રમાણે વિચારીને તે શ્રાવકો તે મિથ્યાત્વીના વચનને વિવિધ યુક્તિઓથી હતપ્રત કરીને તે તાપસને દૃષ્ટિથી પણ જોતા નથી. હવે કોઈક વખતે સકલ સૂરિગુણથી અલંકૃત શ્રી વજસ્વામીના મામા વિવિધ સિદ્ધિથી યુક્ત શ્રી આર્યસમિતસૂરિ આવ્યા. બધા શ્રાવકોએ મોટા આડંબરથી ત્યાં જઈને શ્રી ગુરુના ચરણરૂપી કમળને પ્રણામ કર્યા. પછી તેમણે તાપસવડે કરાયેલો જિનશાસનની અપભ્રાજનાનું કારણ એવો સઘળો ય વૃત્તાંત દીનવચનોથી ગુરુને જણાવ્યો. ત્યારપછી ગુરુએ કહ્યું કે શ્રાવકો ! આ કપટબુદ્ધિવાળો તાપસ કોઈપણ પારલેપ વગેરે પ્રકારથી ભોળા લોકોને ઠગે છે. પરંતુ એની કોઈપણ તપશક્તિ નથી. હવે તે સાંભળીને તે શ્રાવકો વિનયથી ગુરુને નમીને પોતાના ઘરે આવીને પરીક્ષા કરવા માટે તે તાપસને અતિ આદરપૂર્વક ભોજન કરાવવા નિમંત્રણ આપ્યું. તે પણ અતિ ઉત્સુક્તાવાળો થઈને ઘણા લોકોથી પરિવરેલો એક શ્રાવકના ઘરે આવ્યો. ત્યારે તેને આવતો જોઈને અવસરને જાણનારા તે શ્રાવકે પણ એકાએક ઊભા થઈને તેને ઉચિત સ્થાને બેસાડીને ઘણા પ્રકારની બાહ્ય સેવા કરવા પૂર્વક તે ઈચ્છતો ન હોવા છતાં પણ બંને પગ ગરમ પાણીથી તે પ્રમાણે ધોયાં કે જેથી તેમાં લેપનો ગંધ પણ ન રહ્યો. ત્યારપછી વિવિધ રસોઈથી તેને જમાડ્યો. ત્યાં ભોજન કરતો હોવા છતાં પણ ભવિષ્યમાં થનારી કદર્થનાના ભયથી તેણે જરા પણ ભોજનના સ્વાદને ન જાણ્યો. ભોજન કર્યા પછી પાણીને સ્થિર કરી દેવું એ કૌતુકને જોવામાં ઉત્સુક એવા શ્રાવકો વગેરે ઘણા લોકોથી વીંટળાયેલો તે તાપસ નદીના તીરે આવ્યો. હવે “બંને પગને ધોઈ નાખ્યા હોવા છતાં હજી પણ કંઈક લેપનો અંશ રહેલો છે એ પ્રમાણે વિચારીને તે નદીમાં પ્રવેશ કરતાંની સાથે જ તરત બુડ બુડ અવાજ કરતો ડૂબવા લાગ્યો. ત્યાર પછી અનુકંપાથી શ્રાવકોએ તેને બહાર કાઢ્યો. ત્યારે “અહો! માયાવી એવા આણે લાંબા કાળ સુધી અમને ઠગ્યા.” ઈત્યાદિ વિચારતા મિથ્યાષ્ટિઓ પણ જિનધર્મના અનુરાગી થયા. ત્યારપછી જિનશાસનની પ્રભાવના કરવાની ઈચ્છાવાળા, વિવિધ યોગ-સંયોગને જાણનારા શ્રી આર્યસમિતસૂરિ પણ ત્યાં આવ્યા અને નદીના અંતરાલમાં ચૂર્ણવિશેષ નાખીને સર્વલોક સમક્ષ કહ્યું: “હે બેન્ના ! અમે તારા સામા કિનારે જવાની ઈચ્છાવાળા છીએ.” ત્યાર પછી તે નદીના બંને કિનારા ભેગા થઈ ગયા. તે સ્વરૂપને જોઈને બધાય લોકો વિસ્મય પામ્યા. ત્યાર પછી ઘણા આનંદથી પૂર્ણ ચતુર્વિધ સંઘથી પરિવરેલા આચાર્ય સામે કિનારે પહોંચ્યા. ત્યાં સદ્ભત ધર્મોપદેશ આપવા દ્વારા બધા પણ તાપસોને પ્રતિબોધ કર્યા. ત્યાર પછી દૂર થઈ ગયો છે સંપૂર્ણ મિથ્યાત્વનો મળ જેમનો એવા તે સર્વ તાપસોએ શ્રી ગુરુની પાસે પ્રવ્રજ્યાને ગ્રહણ કરી. તે તાપસ સાધુઓથી બ્રહ્મક્રીપિકા નામની શાખા શ્રુતમાં પ્રસિદ્ધ થઈ. આર્ય સમિત સૂરિએ આ પ્રમાણે પ્રચંડ પાખંડી મતનું ખંડન કરવાથી જિનશાસનની ઘણી પ્રભાવના કરીને પરમ જિનધર્મમાં અનુરાગી એવા ભવ્યજનના મનને અત્યંત આનંદિત Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સભ્યત્વ ૬૫ કરીને અન્યત્ર વિહાર કર્યો. તે શ્રાવકો પણ વિવિધ ધર્મક્રિયાથી જિનશાસનની ઉન્નતિને કરતા સુખેથી ગૃહસ્થ ધર્મનું પાલન કરીને ક્રમે કરીને સુગતિના ભાજન થયા. આ પ્રમાણે આર્ય સમિતસૂરિનો વૃત્તાંત પૂર્ણ થયો. આ સિદ્ધ નામનો સાતમો પ્રભાવક જાણવો. (૮) કવિ- વતે રૂતિ વિ: | નવી-નવી વચનની રચનાથી શોભતા, શ્રોતાજનના મનને આનંદ ઉત્પન્ન કરનારા, વિવિધ ભાષાથી વિભૂષિત, સુંદર ગદ્ય અને પદ્ય પ્રબંધોથી વર્ણન કરે તે કવિ. આ સભૃતધર્મની વૃદ્ધિ માટે અને શાસનની પ્રભાવના માટે સુંદર વચનની રચનાથી રાજા વગેરે ઉત્તમ જનને પ્રતિબોધ કરનારા સિદ્ધસેન દિવાકર આદિની જેમ આઠમો પ્રભાવક જાણવો. સિદ્ધસેનનો વૃત્તાંત તો આ પ્રમાણે છે શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિનું દૃષ્ટાંત ઉજ્જયિની નગરીમાં વિક્રમાદિત્ય નામનો રાજા હતો. તેના પુરોહિતનો પુત્ર, દેવસિકાની કુક્ષિથી ઉત્પન્ન થયેલો, સર્વ વિદ્યાઓમાં વિશારદ મુકુંદ નામનો બ્રાહ્મણ કોઈક વખત વાદ કરવા માટે ભરુચ તરફ ચાલ્યો. ત્યાં માર્ગમાં વચ્ચે શ્રી વૃદ્ધવાદી સૂરિ ગુરુ મળ્યા. ત્યારે “અહીં જે જેનાથી પરાજય પામે તે તેનો શિષ્ય થાય.” એ પ્રમાણે શરત કરીને ત્યાં નજીકમાં રહેલા ગોવાળિયાઓને જ સાક્ષી કરીને આચાર્ય સાથે વાદ કરવા સ્વયં સંસ્કૃત વાણીથી પૂર્વપક્ષને ગ્રહણ કર્યો. તે સાંભળીને ગોવાળિયાઓએ કહ્યું: “આ વાણીમાં અમને કંઈ સમજ પડતી નથી, આથી આ કાંઈ જાણતો નથી.” ત્યાર પછી અવસરને જાણનારા ગુરુએ રજોહરણને કેડમાં બાંધીને ચપટી વગાડતાં, નૃત્ય કરતાં આ પ્રમાણે કહ્યું: नवि चोरियइ नवि मारियइ, परदारागमण निवारियइ । थोडइ थोडउ दाइयइ, सग्गि मटामट जाइयइ ॥ १॥ - ' અર્થ- નવિ ચોરિયે નવિ મારીયે, પરદાર ગમન નિવારીયે, થોડું થોડું દીજીએ તો સ્વર્ગ ઝટપટ જઈએ. વળી 'कालउ कंबल अरुनी छट्ट, छासई भरियउं दीवड थट्ट । ए वड पडियउ नीलइ झाड, अवर किसुं छइ सग्गि निलाड ॥ २ ॥ અર્થ- જેમની પાસે કાળી કાંબલ હોય છે, જેઓ વૃક્ષની છાલના વસ્ત્રો પહેરે છે, અને જેઓ છાસથી ભરેલી દોણી ઉપર રોટલા રાખી લીલા સુગંધી આંબાના વૃક્ષ નીચે રહેલા છે એવા ગોવાળીયાઓને ગુરુ મહારાજ કહે છે કે તમારે આવી સામગ્રી છે તો પછી તમારા ભાગ્યમાં બીજું શું સ્વર્ગ છે ? અર્થાત્ તમારે તો અહીં જ સ્વર્ગ છે. ૧. આ ગાથાનો ચોક્કસ અર્થ કરી શકાયો નથી. આચાર પ્રદીપમાં આ ગાથા નીચે પ્રમાણે છે. - कालउ कंबल अनु नीबहु, छासिइं भरिउ दइअड निपड्ड । अइवड चडिउ नीलइ झाडि, अवर कि सरगह सिंग निलाडि ॥१॥ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૬ આત્મપ્રબોધ ત્યારપછી આવા પ્રકારની વાણી સાંભળીને ખુશ થયેલા ગોવાળિયાઓએ કહ્યું કે- આ જીતી ગયો. ત્યાર પછી વૃદ્ધવાદી ગુરુ રાજસભામાં જઈને ત્યાં પણ વાદ કરીને તેને જીતીને પોતાનો શિષ્ય કર્યો. “કુમુદચંદ્ર એ પ્રમાણે તેનું નામ કર્યું. આચાર્ય પદવી વખતે “સિદ્ધસેન દિવાકર' એ પ્રમાણે નામ કર્યું. તેમણે એક વખત વાદ માટે આવેલા ભટ્ટને સંભળાવવા માટે “નમો અરિહંતા' ઈત્યાદિ પાઠના સ્થાને મોડત્સિદ્ધાવાર્થોપાધ્યાય સર્વસાધુણ્ય:' એ પ્રમાણે ચૌદપૂર્વની શરૂઆતમાં રહેલું સંસ્કૃત વાક્ય કહ્યું. તેમણે ફરી એકવાર ગુરુને કહ્યું કે “જે સર્વ સિદ્ધાંત પ્રાકૃતમય છે તે સર્વ સંસ્કૃત કરું. ગુરુએ કહ્યું: बालस्त्रीमन्दमूर्खाणां, नृणां चारित्रकाङ्क्षिणां । મનપ્રદાય તત્ત્વઃ , સિદ્ધાન્ત: પ્રતિ : ત: // 9 II અર્થ- “ચારિત્રની ઈચ્છાવાળા બાળ, સ્ત્રી, મંદ, ભોળા માણસોના અનુગ્રહ માટે તત્ત્વજ્ઞોએ સિદ્ધાંત પ્રાકૃત ભાષામાં કરેલો છે. આથી “આ પ્રમાણે બોલતા એવા તને મહાન પ્રાયશ્ચિત્ત લાગ્યું છે.” એ પ્રમાણે કહીને તેને ગચ્છમાંથી બહાર કર્યો. ત્યાર પછી સંઘે આવીને વિનંતી કરીઃ “હે સ્વામી ! આ મહાકવિત્વ આદિ ગુણોથી સંપન્ન હોવાથી શાસન પ્રભાવક છે. આથી ગચ્છની બહાર ન કરવો. આ પ્રમાણે અતિ આગ્રહ કર્યો એટલે ગુરુએ કહ્યું: જો દ્રવ્યથી મુનિના વેષનો ત્યાગ કરીને વેષાંતરમાં રહેલો તે ભાવથી મુનિના સ્વરૂપને નહીં છોડતો, વિવિધ તપોને કરીને, અઢાર રાજાઓને પ્રતિબોધ કરીને જૈન બનાવે, અને એક નવીન તીર્થને પ્રગટ કરે ત્યારે તેને ગચ્છની અંદર લેશું, નહીં તો નહીં લઈએ. ત્યાર પછી ગુરુના વચનને અંગીકાર કરીને તે યથોક્ત રીતિથી વિચરતા ઉજ્જયિની નગરીમાં ગયા. ત્યાં એક વખત અથવાદનિકા માટે જતા શ્રી વિક્રમ રાજાએ શેરીની અંદર જતા સિદ્ધસેન આચાર્યને જોઈને પૂછ્યું: “તમે કોણ છો ?” આચાર્યે કહ્યું: “અમે સર્વજ્ઞના પુત્રો છીએ.” ત્યાર પછી રાજાએ મનમાં જ નમસ્કાર કર્યો એટલે આચાર્ય હાથ ઊંચો કરીને મોટા સ્વરે ધર્મલાભ આપ્યો. ત્યાર પછી રાજાએ કહ્યું: “કોને ધર્મલાભ આપો છો ?” આચાર્યે કહ્યું: “જેણે અમને નમસ્કાર કર્યો તેને ધર્મલાભ આપીએ છીએ.” ત્યાર પછી ખુશ થયેલો રાજા “આપે આપના ચરણોથી મારી રાજસભાને પવિત્ર કરવી.” એ પ્રમાણે કહીને પોતાના સ્થાનમાં ગયો. હવે એક વખત શ્રી સિદ્ધસેન આચાર્ય નવા ચાર શ્લોક બનાવીને શ્રી વિક્રમ રાજના રાજકારે ગયા. પ્રતિહારના મુખથી આ પ્રમાણે કહ્યું: दिक्षुर्भिक्षुरायातो, द्वारे तिष्ठति वारितः । દસ્ત સ્તવતુઃ શ્રોકો, યદાચ્છતું છતું I ? | અર્થ- “આપને જોવાની ઈચ્છાવાળો ભિક્ષુ આવેલો છે. વારણ કરાયેલો દ્વારમાં ઊભો છે. હાથમાં ચાર શ્લોકો છે. તે આવે કે જાય? રાજાએ કહ્યું: दीयन्तां दश लक्षाणि, शासनानि चतुर्दश । સ્તન્યસ્તવતુઃ શ્રોકો, વાછતું છતુ II ર Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ અર્થ- દશ લાખ મુદ્રા અને ચૌદ ગામો આપો. હાથમાં ચાર શ્લોક છે તેણે આવવું હોય તો આવે અને જવું હોય તો જાય. ત્યાર પછી તે રાજાની પાસે ગયો. ત્યાં શ્રી વિક્રમ રાજા પૂર્વ દિશા સન્મુખ સિંહાસન ઉપર બેઠેલો હતો ત્યારે સૂરિએ એક લોક કહ્યો आहते तव निःस्वाने, स्फुटिते वैरिहृदघटे । गलिते तत्प्रियानेत्रे, राजश्चित्रमिदं महत् ॥ १॥ અર્થ- હે રાજન્ ! તમારી રણભેરી વાગે છતે શત્રુઓના હૃદયરૂપી ઘડાઓ ફૂટે છે અને શત્રુની પ્રિયાના નેત્રો ગળે છે. આ મોટું આશ્ચર્ય છે. આ પ્રમાણે સાંભળીને રાજા દક્ષિણ દિશા સન્મુખ થઈને બેઠો અને મનમાં વિચાર્યું કે- પૂર્વ દિશાનું રાજ્ય આને આપ્યું. ત્યાર પછી સૂરિએ સન્મુખ થઈને બીજો શ્લોક કહ્યો अपूर्वेयं धनुर्विद्या, भवता शिक्षिता कुतः । मार्गणौघः समभ्येति, गुणो याति दिगंतरं ॥ २ ॥ અર્થ- અપૂર્વ એવી આ ધનુર્વિદ્યા તમે કોની પાસેથી શીખી કે જેમાં માળિય: = બાણોનો સમૂહ સામે આવે છે. અને ગુણો = દોરી (પણછ) દિગંતરમાં જાય છે. બીજા અર્થમાં માપ:માગનારાઓનો સમૂહ સામે આવે છે. અને ગુણો = ગુણ દિગંતરમાં જાય છે. અર્થાત્ માગનારાઓનો સમૂહ તમારી પાસે આવે છે એના કારણે તમારા ગુણો દિગંતરમાં ફેલાય છે. છે ત્યાર પછી રાજા પશ્ચિમ દિશા સન્મુખ થઈને બેઠો. ત્યારે ફરી સૂરિએ સન્મુખ થઈને ત્રીજો લોક કહ્યો सरस्वती स्थिता वक्त्रे, लक्ष्मी: करसरोरुहे । . ર્તિ: કિં પિતા રનન!, યેન ફેશાન્તાં નેતા ? રૂ II અર્થ- સરસ્વતી મુખમાં રહેલી છે અને લક્ષ્મી કરકમલમાં રહેલી છે, તો હે રાજન્ ! કીર્તિ શું ગુસ્સે થયેલી છે? જેથી દેશાંતરમાં ગઈ? - ત્યાર પછી રાજા ઉત્તર દિશા સન્મુખ થઈને રહ્યો. ત્યારે ફરી સૂરિએ સન્મુખ થઈને ચોથો લોક કહ્યો सर्वदा सर्वदोऽसीति, मिथ्या संस्तूयसे बुधैः । નારો તેમ? પૃષ્ઠ, ન વક્ષ: પરષિત: | અર્થ- તમે હંમેશા બધું આપનારા છો. એ પ્રમાણે વિદ્વાનો તમારી ખોટી પ્રશંસા કરે છે. કારણ કે શત્રુઓએ તમારી પીઠ પ્રાપ્ત કરી નથી અને પરસ્ત્રીઓએ તમારી છાતીને પ્રાપ્ત કરી નથી. અર્થાત્ તમોએ શત્રુઓને ક્યારેય પીઠ બતાવી નથી અને પરસ્ત્રીઓને ક્યારેય છાતીએ લગાડી નથી. * ત્યાર પછી ખુશ થયેલા રાજાએ તરત જ સિંહાસન ઉપરથી ઊભા થઈને ચારેય દિશાનું રાજય સૂરિને આપ્યું. ત્યારે સૂરિએ કહ્યું: ‘મારે રાજ્યનું કંઈ પણ કામ નથી.” રાજાએ કહ્યું: ‘તો તમે Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૮ આત્મપ્રબોધ શું માગો છો ?' સૂરિએ કહ્યું: જ્યારે હું આવું ત્યારે તમારે મારો ઉપદેશ સાંભળવો. રાજાએ કહ્યું: “એ મને પ્રમાણ છે.” ત્યાર પછી સિદ્ધસેન આચાર્ય પોતાના સ્થાનમાં ગયા. હવે કોઈક વખત સૂરિ મહાકાળના મંદિરમાં જઈને શિવની પીઠિકા ઉપર પગ કરીને સૂતા. તેના પૂજારી વગેરે ઘણા લોકોએ ઉઠાડ્યા તો પણ ન ઊઠ્યા. ત્યારે લોકોએ જઈને રાજાને જણાવ્યું. “હે સ્વામી ! કોઈક ભિક્ષુ આવીને શિવલિંગ ઉપર પગ કરીને સૂતો છે. ઊઠાડેલો પણ ઊઠતો નથી. રાજાએ કહ્યું: ‘તેને મારીને દૂર કાઢો.” ત્યાર પછી રાજાના આદેશથી ચાબૂક વગેરેથી તેને માર્યો અને તે પ્રહારો અંતઃપુરમાં રહેલી રાણીઓના શરીરમાં લાગ્યા. એટલે ત્યાં કોલાહલ મચી ગયો. રાજાએ પણ વિસ્મયપૂર્વક અને ખેદપૂર્વક શું થયું? એ પ્રમાણે પૂછયું. કોઈએ પણ કહ્યું કે- હે સ્વામી ! કોઈક ભિક્ષને મહાકાળના મંદિરમાં મારવામાં આવી રહ્યો છે, તેના પ્રહારો અહીં અંતઃપુરમાં લાગે છે. ત્યારે રાજા સ્વયં મહાકાળના મંદિરમાં ગયો, આચાર્યને જોયા અને ઓળખ્યા. પછી પૂછયું કે “આ શું છે ? મહાદેવના મસ્તક ઉપર પગ શા માટે મૂક્યાં છે? મહાદેવ તો મહાન દેવ છે, સ્તુતિ કરવા યોગ્ય છે. આચાર્યે કહ્યું: મહાદેવ તો બીજો જ છે. જે મહાદેવ છે તેની સ્તુતિ હું કરીશ જ. સાવધાન થઈને સાંભળો. આ પ્રમાણે કહીને તેમણે કલ્યાણ મંદિર સ્તોત્ર કરવાની શરૂઆત કરી. અગિયારમું કાવ્ય જ્યારે કરાઈ રહ્યું હતું ત્યારે ભૂમિ પૂજવા લાગી. પછી ધૂમાડો નીકળ્યો. અને શિવલિંગના બે ટુકડા થઈ ગયા. પહેલા તેજનો પૂંજ ફેલાવા લાગ્યો. ત્યારપછી ધરણંદ્ર સહિત શ્રી પાર્શ્વનાથની મૂર્તિ પ્રગટ થઈ. ત્યારે આચાર્યે સ્તોત્ર પૂર્ણ કરીને કહ્યું: ‘પૂર્વે અહીં જ અવંતી સુકુમાલના પુત્ર મહાકાલ નામથી લોકમાં પ્રસિદ્ધ એવા પોતાના પિતાનું નલિની ગુલ્મ વિમાનમાં ગમન સમયે જે સ્થાને કાયોત્સર્ગ કર્યો હતો તે સ્થાને નવું મંદિર કરાવીને તેમાં આ શ્રી પાર્શ્વનાથ ભગવાનને પ્રતિષ્ઠિત કર્યા હતા. ત્યાર પછી કેટલોક કાળ પસાર થયા પછી મિથ્યાષ્ટિઓએ તે બિંબને ઢાંકી દઈને મહાદેવનું લિંગ સ્થાપિત કર્યું. હમણા મારી સ્તુતિથી તે લિંગ ફાટી ગયું અને શ્રી પાર્શ્વનાથ પ્રગટ થયા. આ સાંભળવાથી વિક્રમ રાજાના મનમાં ચમત્કાર ગર્ભિત આનંદ ઉત્પન્ન થયો. અહીં જ રાજાને જિનોક્ત તત્ત્વની રુચિરૂપ ઉત્તમ સમ્યકત્વ રતની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી રાજાએ શ્રી પાર્શ્વનાથના પ્રાસાદને આશ્રયીને પૂજાદિ ખર્ચ માટે સો ગામો આપ્યાં. આચાર્ય પાસે સમ્યકત્વ અંગીકાર કરીને જૈન શ્રાવક થયો. ત્યાર પછી સિદ્ધસેન આચાર્યે તે રાજાને અનુસરનારા બીજા પણ અઢાર રાજાઓને પ્રતિબોધ કર્યો. ત્યાર પછી આચાર્યના ગુણગણથી રંજિત થયેલા વિક્રમ રાજાએ તેમને સુખાસન (પાલખી) આપ્યું. તેમાં આરૂઢ થયેલા આચાર્ય દરરોજ રાજભવનમાં જાય છે. ત્યાર પછી વૃદ્ધવાદી ગુરુએ સાંભળ્યું અને વિચાર્યું કે- સિદ્ધસેન આચાર્ય જે કાર્ય કરવા માટે ગયા હતા તે કાર્ય તો બધું પણ સિદ્ધ થઈ ગયું છે, પરંતુ સ્વયં પ્રમાદરૂપી કાદવમાં ડૂબેલા છે. તેથી હું ત્યાં જઈને તેને પ્રતિબોધ કરું. આ પ્રમાણે વિચારીને ઉજ્જયિની નગરીમાં ગયા. ત્યાં કોઈ પણ પ્રકારે તેની પાસે જઈ ન શકતાં વૃદ્ધવાદી સૂરિ પાલખીને વહન કરનારાનું રૂપ કરીને તેના ગૃહના દ્વારે રહ્યા. જ્યારે તે પાલખી ઉપર આરૂઢ થઈને રાજભવન તરફ ચાલે છે ત્યારે વૃદ્ધવાદી સૂરિ એક પાલખી વહન કરનારના સ્થાને ગોઠવાઈ ગયા. વૃદ્ધ Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ ૬૯ હોવાના કારણે ધીમે-ધીમે ચાલે છે. ત્યારે સિદ્ધસેન આચાર્યે કહ્યુંઃ મૂરિબારમઝાન્ત: ન્ય: વિં તવ વાધતિ ?' ઘણા ભારથી આક્રાંત થયેલો તારો સ્કંધ શું બાધા પામે છે? અહીં વાત એ પ્રમાણેનો પ્રયોગ આત્મપદના સ્થાને પરસ્મપદમાં કરવામાં આવ્યો છે પણ ગર્વિત થયેલા હોવાના કારણે આ અપશબ્દ છે, એ પ્રમાણે આચાર્યું ન જાણ્યું. તેથી ગુરુએ કહ્યું: “ર તથા વાધતે ન્યો, યથા વાતિ વાથતે તે પ્રમાણે સ્કંધ બાધા કરતો નથી જે પ્રમાણે વાસ્થતિ' એ પ્રમાણે કરેલો પ્રયોગ બાધા કરે છે. આ સાંભળીને આ કોણ છે ? એ પ્રમાણે તે ચમત્કાર પામ્યા. ત્યાર પછી વૃદ્ધવાદી ગુરુને જાણીને તરત જ પાલખી ઉપરથી ઉતરીને પગમાં પડ્યા. “મારા અપરાધની ક્ષમા કરો.” એ પ્રમાણે વારંવાર કહ્યું. ત્યાર પછી ગુરુએ ફરી પ્રતિબોધ કરીને સંઘ સમક્ષ મિથ્યાદુષ્કૃત અપાવવા પૂર્વક ગચ્છની અંદર લીધા. - ત્યાર પછી શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ લાંબા કાળ સુધી વીરતીર્થની પ્રભાવના કરીને અંતે સદ્ગતિના ભાગી થયા. આ પ્રમાણે સિદ્ધસેન દિવાકર સૂરિનો વૃત્તાંત પૂર્ણ થયો. આ કવિ નામનો આઠમો પ્રભાવક જાણવો. આ પ્રવચની વગેરે આઠેય પ્રભાવકો સ્વયં પ્રકાશવાના સ્વભાવવાળા જ પ્રવચનને દેશકાળ આદિની યોગ્યતાથી સહાયતા કરતા હોવાથી પ્રભાવકો કહેવાયા. આ લોકોનું કામ પ્રભાવના કરવાનું છે. તે પ્રભાવના સમ્યકત્વને નિર્મળ કરે છે. બીજી રીતે પણ આઠ પ્રભાવકો કહેલા છે. મસ થમ્પટ્ટિ, વારૂ માય લવ કેમિસ્તી | विज्जा य रायगणसं-मया य तित्थं पभावंति ॥ १॥ અર્થ- (૧) અતિશેષ ઋદ્ધિ (૨) ધર્મકથી (૩) વાદી (૪) આચાર્ય (૫) શપક (૬) નૈમિત્તિી | (૭) વિદ્યા (2) રાજગણસંમત. આ તીર્થની પ્રભાવના કરે છે. ગાથાનો અર્થ સ્પષ્ટ છે. વિશેષ આ પ્રમાણે છે- અતિશેષો એટલે અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, આમર્ષ ઔષધિ વગેરે અતિશયો. તે ઋદ્ધિ જેને છે તે અતિશેષ ઋદ્ધિ. ક્ષપક એટલે તપસ્વી. રાજસંમત એટલે રાજાને પ્રિય. ગણ સંમત એટલે મહાજન વગેરેને બહુ માન્ય. આ પ્રમાણે આઠ પ્રભાવકો કહ્યા. આભૂષણો-૫ હવે પાંચ આભૂષણ કહેવામાં આવે છે. જિનશાસનમાં કુશળતા, જિનશાસનની પ્રભાવના, તીર્થસેવા, જિનધર્મમાં સ્થિરતા અને જિનશાસનની ભક્તિ એ પાંચ સમ્યકત્વના આભૂષણો છે. (૧) જિનશાસનમાં કુશળતા- તેમાં પહેલું ભૂષણ જિનશાસનમાં=અહિં દર્શન વિષયમાં કુશળતા = નિપુણતં. તે સમ્યકત્વને શોભાવે છે. આથી સમ્યગ્દષ્ટિઓએ વિશેષથી તેના ઉપાર્જનમાં પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે અહંન્દ્ર દર્શનમાં કુશળ માણસ દ્રવ્ય-ક્ષેત્ર- કાળ- ભાવ આદિના અનુસારે વિવિધ ઉપાયોથી અજ્ઞાન એવા પણ બીજાને સુખેથી જ પ્રતિબોધ કરે છે. જે પ્રમાણે કમલને પ્રતિબોધ કરનારા ગુણાકરસૂરિ. ગુણાકર સૂરિની કથા આ પ્રમાણે છે Page #83 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ કમલ પ્રતિબોધક ગુણાકર સૂરિની કથા એક નગરમાં પરમ શ્રાવક, ધનવાન, બુદ્ધિમાન, સર્વજન માન્ય ધન નામનો શ્રેષ્ઠી રહે છે. તેને કમલ નામનો પુત્ર છે. તે કલાવાન હોવા છતાં પણ ધર્મમાં અને તત્ત્વવિચારમાં અરુચિવાળો હતો. પિતા જ્યારે કંઈક તત્ત્વવિચાર શીખવે છે ત્યારે ઊભો થઈને ચાલ્યો જાય છે. ત્યાર પછી શ્રેષ્ઠી કોઈ પણ પ્રકારથી તેને બોધ કરવા માટે અસમર્થ થયેલા વિચારે છે કે જો કોઈ પણ આચાર્ય અહીં આવે તો સારું થાય. કારણ કે તેની સેવા કરવાથી આને ધર્મની પ્રાપ્તિ થાય. હવે એક વખત કોઈક આચાર્ય તે નગરના નજીકના ઉદ્યાનમાં સમવસર્યા. નગરના લોકોની સાથે ધન શ્રેષ્ઠી વંદન કરવા માટે ગયા. ગુરુએ ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યાર પછી દેશનાને અંતે બધા લોકો પોતપોતાના સ્થાને ગયા. ત્યારે ધન શ્રેષ્ઠીએ આચાર્યને આ પ્રમાણે વિનંતી કરી. તે સ્વામી ! મારો કમલા નામનો પુત્ર ધર્મવિચારમાં અત્યંત અજ્ઞાન છે. ગીતાર્થ એવા આપે તેને કોઈપણ રીતે બોધ પમાડવો જોઈએ. આચાર્ય તેના વચનને સ્વીકાર્યું. ત્યાર પછી શ્રેષ્ઠીએ પણ ઘરે આવીને પુત્રને કહ્યું: “અહો! આજે ગીતાર્થ ગુરુ ઉદ્યાનમાં આવેલા છે. તારે ત્યાં જઈને તેમના વચનને સાંભળવું જોઈએ.” આ પ્રમાણે પિતાથી પ્રેરણા કરાયેલો કમલ પણ ત્યાં જઈને નીચી દૃષ્ટિ કરીને ગુરુની આગળ બેઠો. આચાર્યે સાત નયથી યુક્ત દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચારવાળી દેશના આપી. ત્યાર પછી દેશનાને અંતે આચાર્યે પૂછયું: હે ભદ્ર ! આટલા સમયમાં તે કંઈ પણ જાણ્યું ? કમલે કહ્યું કંઈક જાણ્યું. ગુરુએ પૂછયું: શું જાણ્યું? તેણે કહ્યું: આ નજીકમાં રહેલા બોરડીના ઝાડના મૂળમાં રહેલા દરમાંથી એકસો આઠ મકોડા નીકળીને બીજા દરમાં પ્રવેશ્યા એ જાણ્યું. ફરી આચાર્યે કહ્યું: અરે ! મેં કહ્યું એમાં કંઈ જાણું? તેણે કહ્યું નથી જાણ્યું. ત્યાર પછી આ અયોગ્ય છે એમ જાણીને આચાર્ય મૌન ધારણ કરીને રહ્યા અને કમલ ઊભો થઈને પોતાના ઘરે ગયો. ત્યાર પછી બીજા દિવસે વંદન માટે આવેલા તેના પિતાને તેની ચેષ્ટા જણાવીને આચાર્ય બીજી જગ્યાએ વિહાર કર્યો. હવે એક વખત બીજા આચાર્ય ત્યાં જ ઉદ્યાનમાં સમવસર્યા. તેમના આગમનને જાણીને શ્રેષ્ઠી ત્યાં આવીને પૂર્વના વૃત્તાંતને કહીને ફરી પુત્રને બોધ કરવા માટે પૂર્વોક્ત રીતિથી વિનંતી કરી. તેમણે પણ કહ્યું સારું, તારે પુત્રને અહીં મોકલવો. અને તારે ગુરુની આગળ નીચી દૃષ્ટિ કરીને ન બેસવું, ગુરુની સન્મુખ જ જોવું, તે બોલે તેમાં ઉપયોગ આપવો એ પ્રમાણે શિખામણ આપવી. ત્યાર પછી શ્રેષ્ઠી આચાર્યના વચનને સ્વીકારીને ઘરે આવીને પુત્રને તે પ્રમાણે જ શિખામણ આપીને તેમની પાસે મોકલ્યો. તે પણ ત્યાં જઈને ગુરુના મુખને જોતો બેઠો. ગુરુએ કહ્યું હે કમલ ! કંઈ પણ તત્ત્વના સ્વરૂપને જાણે છે? તેણે કહ્યું: ત્રણ તત્ત્વને જાણું છું. મનને ગમે તેવું અશન, પાન અને શયન કરવું. ફરી આચાર્યે હસીને કહ્યું: આ તો ગામડીયાની વાત થઈ. પરંતુ જે જોય છે, જે હેય છે અને જે ઉપાદેય છે તેવું કંઈ પણ જાણે છે? કમલે કહ્યું તેવું તો જાણતો નથી. તમે જ કહો. હું સાંભળીશ. હવે આચાર્યો તેને પ્રતિબોધ કરવા બે ત્રણ ઘડી સુધી તત્ત્વનો નિર્ણય કરાવનારી દેશના આપીને અટક્યા. કમલને પૂછ્યું: શું તેં તત્ત્વને જાણ્યું ? કમલે કહ્યું: હે ગુરુજી ! આપ બોલતા હતા ત્યારે આપના ગળાનો કાકડો એકસો આઠવાર નીચે-ઉપર સ્કુરાયમાન થતો મેં Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સખ્યત્વ જાણ્યો. બીજું તો આપને કહેલું આપ જ જાણો. તેનું કહેલું સાંભળીને ખેદ પામેલા આચાર્યે “અહો! આંધળાની આગળ દર્પણનું દર્શન કરાવ્યું. એ પ્રમાણે ખેદ પામીને શ્રેષ્ઠીને તેની ચેષ્ટા જણાવીને બીજી જગ્યાએ વિહાર કર્યો. હવે એક વખત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અનુસારે બીજાને બોધ કરાવવામાં કુશળ બીજા આચાર્ય ત્યાં આવ્યા. નગરના લોકો તે જ પ્રમાણે તેમને પણ વંદન કરવા માટે ગયા. દેશનાને અંતે ધન શ્રેષ્ઠીએ ગુરુને કહ્યું: હે સ્વામી ! મારો પુત્ર ધર્મવિચારમાં અત્યંત અજ્ઞાની છે. પૂર્વ આવેલા બે આચાર્યોએ ઘણો બોધ પમાડ્યો પણ તે બોધ પામ્યો નહીં. પૂર્વે તેણે મકોડા ગણવાનું કર્યું અને પછી ગળાના કાકડા ઊંચા-નીચા થતા ગણ્યા. તેથી કોઈ પણ ઉપાયથી આપે આને પ્રતિબોધ કરવો. જેથી આનો મિથ્યાત્વરૂપી અંધકાર નાશ પામે અને સમ્યકત્વ રતની પ્રાપ્તિ થાય, અને આપને મહાન લાભ થાય. ત્યારે આચાર્યે કહ્યું તમારો પુત્ર લૌકિક વ્યવહારમાં હોંશિયાર છે કે નહીં ? શ્રેષ્ઠીએ કહ્યું: ખરેખર ! આ ધર્મવિચાર વિના બાકી બધે નિપુણ છે. ત્યારે આચાર્યે કહ્યું: તો પછી આ સુખે બોધ કરી શકાય તેવો છે. અવસરે અહીં મોકલવો. ત્યાર પછી શ્રેષ્ઠીએ ત્યાંથી ઊભા થઈને પોતાના ઘરે જઈને પુત્રની આગળ આચાર્યના ગુણો કહ્યા: અહો ! ત્રણે કાલને જાણનારા, આચાર્ય બધાની સુખ દુઃખની પ્રવૃત્તિને જાણે છે. હે પુત્ર ! તારા વડે પણ આચાર્ય પૂછવા યોગ્ય છે. અર્થાત્ તારે પણ આચાર્યને પૂછવું જોઈએ. કમલે પિતાના વચનને સ્વીકાર્યું. અવસરે તે ત્યાં જઈને આચાર્યને નમીને બેઠો. તેના ભાવને અનુકૂળ કરવાની ઈચ્છાવાળા આચાર્યે કહ્યું: હે કમલ ! તારા કરતલમાં મણિબંધમાં મત્સ્યમુખથી યુક્ત લાંબી ધનરેખા દેખાય છે. કમલે કહ્યું: આનું ફળ શું છે ? સૂરિએ કહ્યું: “અચ્છ ય સદ્દસથi' ઇત્યાદિ. ફરી પણ તારી કરરેખા જોવાથી અમે જાણીએ છીએ કે તારો શુક્લ પક્ષમાં જન્મ થયો છે. તારી પત્રિકામાં આ ગ્રહો પણ હશે. તેથી ચમત્કાર પામેલા કમલે તરત ઊભા થઈને પોતાના ઘરમાંથી જન્મપત્રિકા લઈને ગુરુને બતાવી. ગુરુએ પણ ગ્રહો તે જ પ્રમાણે એને બતાવ્યા. અમુક વરસે તારું લગ્ન થયું. અમુક વરસે તને તાવ આવેલ ઈત્યાદિ કહ્યું. ત્યાર પછી આ પ્રમાણે ગુરુના વચનને સાંભળીને કમલે ઘરે આવીને પિતાને કહ્યું: અહો ! પૂજ્ય ત્રણે કાળને જાણનારા છે. હવે તે દરરોજ ગુરુને વંદન માટે આવે છે. આચાર્ય પણ તે જ નગરમાં ચોમાસું રહ્યા. દરરોજ સુભાષિતોથી અને કૌતુકવાળી કથાઓથી કમલના ચિત્તને અનુકૂળ કર્યું. કૌતુકને કરનારી કથાની વચ્ચે ધર્મવિચાર પણ કરી લે છે. આ પ્રમાણે કેટલાક કાળે કમલ સવિશેષ ધર્મને જાણનારો થયો. ક્રમે કરીને ગુરુની પાસે બાર વ્રતનો સ્વીકાર કર્યો. ગુરુની કૃપાથી પિતા કરતાં પણ તે અતિ અધિક દઢ ધર્મવાળો થયો. ત્યાર પછી આચાર્ય બીજી જગ્યાએ વિચર્યા. કમલ લાંબો કાળ શ્રાવક ધર્મને પાળીને અંતે સદ્ગતિનો ભાગી થયો. આ પ્રમાણે બીજા પણ સમ્યગ્દષ્ટિએ ભજનના ઉપકારનું કારણ એવું જિનશાસનમાં કુશળપણું રક્ષણ કરવા યોગ્ય છે. જેથી પોતાનું સમ્યકત્વરત જગતમાં સ્વાભાવિક શોભાને ધારણ કરે. આ પ્રમાણે અહં દર્શનમાં નિપુણપણા ઉપર કમલને પ્રતિબોધ કરનારા સૂરિનું દૃષ્ટાંત પૂર્ણ થયું. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૨ આત્મપ્રબોધ (૨) જિનશાસનની પ્રભાવના- સમ્યકત્વનું બીજું ભૂષણ જિનશાસનની પ્રભાવના છે. શ્રુતાદિબળથી બહુજનની મધ્યમાં જિનેંદ્રશાસનની પ્રભાવના કરવી. તે પ્રભાવકના ભેદથી આઠ પ્રકારની પહેલાં કહેલી છે. અહીં ફરી તેનું ગ્રહણ સ્વ-પરને ઉપકારક હોવાથી અને તીર્થંકર નામકર્મ બંધનું કારણ હોવાથી તેની પ્રધાનતા બતાવવા કર્યું છે. વળી બીજું- સદ્દભૂત અર્થને પ્રકાશ કરનારાં અને રાગ-દ્વેષને દૂર કરનારાં જે વચનો છે તે સધ્ધોધની વૃદ્ધિનું કારણ હોવાથી તેઓને વારંવાર કહેવામાં કંઈ દોષ નથી. પ્રશમરતિ પ્રકરણમાં શ્રીમદ્ ઉમાસ્વાતિ વાચકે કહ્યું છે કે : ये तीर्थकृत्प्रणीता, भावास्तदनन्तरैश्च परिकथिताः । તેષાં દુશોષણની- મવતિ પુષ્ટિમેવ | II (પ્રશમરતિ ગાથા-૧૧) અર્થ- તીર્થંકરોએ અર્થથી અને ગણધર વગેરેએ સૂત્રથી જે જીવાદિ ભાવો કહ્યા છે, તે ભાવોનું વારંવાર કથન પણ જ્ઞાન-દર્શન-ચારિત્રની પુષ્ટિ કરનાર જ બને છે. ૧ यद्वदुपयुक्तमपि, सद्भेषजमासेव्यतेऽर्त्तिनाशाय । તદદા IFર્તહર, વેલ્શોડનુયોચમર્થપૂર્વ II રા (પ્રશમરતિ ગાથા-૧૨) અર્થ- જેમ પૂર્વે ઉપયોગ કર્યો હોવા છતાં પીડાની શાંતિ માટે ફરી તે જ ઔષધનું સેવન કરવામાં આવે છે, તેમ રાગરૂપ પીડાનો નાશ કરનાર અર્થપદનો = શાસ્ત્રનો વારંવાર પણ પાઠ કરવો જોઈએ. પારા यद्वद्विषघातार्थं, मंत्रपदे न पुनरुक्तदोषोऽस्ति । તકા વિષધ્ર, પુનરુp૬ઈમર્થપર્વ / રૂ II (પ્રશમરતિ ગાથા-૧૩) અર્થ- જેમ વિષને ઉતારવા માટે મંત્રનું પદ વારંવાર ઉચ્ચારવામાં પુનરુક્તિ દોષ નથી, તેમ રાગ રૂ૫ વિષનો નાશ કરનાર અર્ધપદનું = શાસ્ત્રનું વારંવાર કથન કરવામાં દોષ નથી. વૃચર્થ યથા, તદ્દેવ નો: પુનઃ પુનઃ સ્તે | પર્વ વિર/વાર્તા-હેતુfપ પુનઃ પુનશ્ચ7: ૪ (પ્રશમરતિ ગાથા-૧૪) અર્થ- જેમ લોકો આજીવિકા માટે તે જ ધંધો વારંવાર = પ્રતિદિન કરે છે, તેમ જેનાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય તેનો વારંવાર અભ્યાસ કરવો જોઈએ. મજા આથી ફરી પ્રભાવનાનું ગ્રહણ કરેલું છે તે અદુષ્ટ જ છે. એ પ્રમાણે વિચારવું. (૩) તીર્થસેવા- ત્રીજું ભૂષણ તીર્થસેવા છે. તીર્થ બે પ્રકારનું છે. દ્રવ્યથી અને ભાવથી. તેમાં દ્રવ્યથી તીર્થ શત્રુંજય વગેરે છે. ભાવથી તીર્થ જ્ઞાન-દર્શન-ચારિત્રને ધારણ કરનારા, અનેક ભવ્યજનને તારનારા સાધુ વગેરે છે. તે બંને પ્રકારના તીર્થની સેવા એટલે કે પર્યાપાસના. આ પ્રમાણે વિધિથી કરાતી તીર્થસેવા ભવ્યજીવોના સમ્યકત્વને શોભાવે છે, અને પરંપરાએ સિદ્ધિ સુધીના ફળવાળી થાય છે. શ્રી ભગવતી અંગમાં બીજા શતકના પાંચમાં ઉદેશામાં કહ્યું છે કે 'तहारूवं णं भंते ! समणं वा माहणं वा पज्जुवासमाणस्स किं फला पज्जुवासणा ? गोयमा ! सवणफला, से णं भंते ! सवणे किंफले ? णाणफले, से णं भंते ! णाणे किंफले ? विण्णाणफले, Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ ૭૩ एवं विण्णाणे णं पच्चक्खाणफले, पच्चक्खाणे णं संयमफले, संयमे णं अणण्हफले, अणण्हए णं तवफले, तवे णं वोदाणफले, वोदाणे णं अकिरियाफले, से णं भंते ! अकिरिया किंफला ? गोयमा ! सिद्धिपज्जवसाणफला पन्नत्तेति' હે ભગવન્ ! તેવા પ્રકારના શ્રમણ કે બ્રાહ્મણની પર્યાપાસના કરનાર મનુષ્યને તેની સેવાનું ફળ શું મળે ? હે ગૌતમ ! તેઓની પર્યપાસનાનું ફળ શ્રવણ છે, અર્થાત્ તેઓની પર્યાપાસના કરનારને સન્શાસ્ત્રને સાંભળવાનું ફળ મળે છે. હે ભગવન્! તે શ્રવણનું ફળ શું છે ? હે ગૌતમ ! તેનું ફળ જ્ઞાન છે, અર્થાત્ સાંભળવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. હે ભગવન્ ! જ્ઞાનનું ફળ શું છે? હે ગૌતમ ! તેનું ફળ વિજ્ઞાન છે, અર્થાત્ સાધારણ જાણ્યા પછી વિવેચનપૂર્વક જાણી શકાય છે. તે ભગવદ્ ! તે વિજ્ઞાનનું ફળ શું છે ? હે ગૌતમ ! તેનું ફળ પ્રત્યાખ્યાન છે, અર્થાત્ વિશેષ જાણ્યા પછી સર્વ પ્રકારની વૃત્તિઓ આપોઆપ શાંત પડે છે. હે ભગવન્ ! તે પ્રત્યાખ્યાનનું ફળ શું છે? હે ગૌતમ ! તેનું ફળ સંયમ છે, અર્થાત્ પ્રત્યાખ્યાન પ્રાપ્ત થયા પછી સર્વસ્વત્યાગરૂપ સંયમ પ્રાપ્ત થાય છે. હે ભગવન્ ! તે સંયમનું ફળ શું છે? હે ગૌતમ ! તેનું ફળ આસવ રહિતપણું છે, અર્થાત્ વિશુદ્ધ સંયમ પ્રાપ્ત થયા પછી પુણ્ય કે પાપનો સ્પર્શ પણ થતો નથી, પણ આત્મા પોતાના મૂળ રૂપમાં જ રમણ કરે છે. હે ભગવન્ ! તે આસવરહિતપણાનું ફળ શું છે? હે ગૌતમ ! તેનું ફળ તપ છે. હે ભગવન્! તે તપનું ફળ શું છે ? હે ગૌતમ ! તેનું ફળ કર્મરૂપ મેલને સાફ કરવાનું છે. તે ભગવદ્ ! કર્મરૂપ મેલ સાફ થયાથી શું થાય? હે ગૌતમ ! તે થયાથી નિષ્ક્રિયપણું પ્રાપ્ત થાય. હે ભગવદ્ ! તે નિષ્ક્રિયપણાથી શું લાભ થાય? હે ગૌતમ! તેનું ફળ સિદ્ધિ છે, અર્થાત્ અક્રિયપણું પ્રાપ્ત થયા પછી છેવટે સિદ્ધિ મેળવાય છે. એમ કહ્યું છે. ( આ પ્રમાણે તીર્થસેવા સિદ્ધિ ફળવાળી જાણીને સમ્યગ્દષ્ટિએ તેમાં પ્રવર્તવું જોઈએ. . (૪) જિનધર્મમાં સ્થિરતા-સમ્યકત્વનું ચોથું ભૂષણ ધર્મમાં સ્થિરતા છે. જિનધર્મમાં ચલિત ચિત્તવાળા બીજાને સ્થિર કરવો. અથવા પરતીર્થિકની સમૃદ્ધિ જોવાથી પણ સુલસાની જેમ જિનશાસન પ્રતિ પોતાને નિષ્પકંપ કરવો, એટલે કે સર્વપ્રકારે દઢધર્મવાળો કરવો. દઢધર્મવાળો જ માણસ શ્રી પરમેશ્વર પ્રણીત આગમમાં પ્રશંસા કરાય છે. આગમમાં કહ્યું છે કે, પુરુષો ચાર પ્રકારના કહેલા છે. તે આ પ્રમાણે- (૧) કેટલાક પ્રિય ધર્મવાળા હોય છે, પણ દઢ ધર્મવાળા નથી હોતા. (૨) કેટલાક દઢ ધર્મવાળા હોય છે પણ પ્રિયધર્મવાળા નથી હોતા. (૩) કેટલાક પ્રિયધર્મવાળા પણ હોય છે અને દઢ ધર્મવાળા પણ હોય છે. (૪) કેટલાક પ્રિય ધર્મવાળા હોતા નથી અને દઢ ધર્મવાળા પણ હોતા નથી. અહીં ત્રીજા ભાંગામાં રહેલા જ ઉત્કૃષ્ટ છે. પહેલાં સુચવેલું સુલસાનું દૃષ્ટાંત આ પ્રમાણે છે. સુલતાનું દૃષ્ટાંત આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં મગધ દેશમાં રાજગૃહ નામનું નગર હતું. તેમાં પ્રસેનજિત - રોજાની ચરણ સેવામાં તત્પર, પોતાને ઉચિત કળામાં કૌશલ્યવાળો નાગ નામનો સારથિ રહેતો હતો. તેને પતિવ્રતા આદિ શ્રેષ્ઠ ગુણોથી અલંકૃત, પ્રધાન જિનધર્માનુરાગિણી સુલસા નામની પતી Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૪ આત્મપ્રબોધ હતી. એક વખત નાગ સારથિએ કોઈ પણ ઘરમાં કોઈક ગૃહસ્થને અતિ આનંદથી પોતાના ખોળામાં પુત્રોને રમાડતો જોઈને સ્વયં પુત્ર ન હોવાના દુઃખથી મનમાં દુઃખી થયેલો કરતલ ઉપર મુખ મૂકીને વિચાર્યું અહો ! હું મંદભાગ્ય છું. જેથી મારે એક પણ પુત્ર નથી. આ ધન્ય છે જેથી આને હૃદયને આનંદ આપનારા ઘણા પુત્રો છે. ત્યારે આ પ્રમાણે ચિંતા સમુદ્રમાં ડૂબેલા પોતાના પતિને જોઈને વિનયથી યુક્ત સુલસાએ મધર વાણીથી કહ્યું: હે સ્વામી ! આપના ચિત્તમાં આજે કઈ ચિંતા ઉત્પન્ન થઈ છે ? તેણે કહ્યું: હે પ્રિયે ! બીજી તો કોઈ પણ ચિંતા નથી, પરંતુ એક પુત્ર અભાવની ચિંતા છે અને તે ચિંતા મારા મનને અત્યંત ખેદ ઉત્પન્ન કરે છે. ત્યાર પછી ફરી સુલતાએ કહ્યું: હે સ્વામી ! ચિંતા ન કરો. પુત્ર માટે સુખેથી બીજી કન્યાનું પાણિગ્રહણ કરો. ત્યારે નાગે કહ્યું છે પ્રાણપ્રિયે ! મારે આ જન્મમાં તું જ એક પ્રિયા છો. તારા સિવાયની સ્ત્રીને હું મનથી પણ પ્રાર્થના નહીં કરું. તારી કુક્ષિથી ઉત્પન્ન થયેલા જ પુત્રરતને હું ઈચ્છું છું. તેથી હે પ્રિયે ! તું જ કોઈક દેવની આરાધના કરીને પુત્ર માંગ ત્યાર પછી સુલતાએ કહ્યું: હે નાથ ! વાંછિત અર્થની સિદ્ધિ માટે અન્ય દેવ સમૂહને મનથી, વચનથી અને કાયાથી જીવિતના અંતે પણ નહીં આરાધું. પરંતુ સર્વ ઈષ્ટ સિદ્ધિના કારણ શ્રીમદ્ અરિહંતોની આરાધના કરીશ અને વિશેષથી આયંબિલ આદિ તપ વગેરે ધર્મકાર્યોને કરીશ. હવે આ પ્રમાણે સારા વાક્યોથી પતિને સંતોષીને તે સતીએ ત્રણે સંધ્યાએ ત્રણ જગતના નાથની પૂજા કરી અને બીજાં ધર્મકાર્યો વિશેષથી કર્યા. આ પ્રમાણે કેટલોક કાળ પસાર થયા પછી એક વખત ઈદ્ર સભામાં ધર્મકાર્યની તત્પરતામાં સુલતાની પ્રશંસા થઈ ત્યારે એક દેવ તેની પરીક્ષા કરવા માટે પૃથ્વી ઉપર આવીને સાધુના વ્રતને ગ્રહણ કરવામાં દરિદ્ર હોવા છતાં પણ સાધુના વેષને ધારણ કરીને સુલતાના ઘરમાં પ્રવેશ્યો. ત્યાર પછી સુલસા મુનિને પોતાના ઘરે આવેલા જોઈને અરિહંત પરમાત્માની પૂજા કરવામાં આસક્ત હોવા છતાં એકાએક ઊભી થઈને મુનિના પગને પ્રણામ કરીને પોતાના ઘરે આવવાનું કારણ પૂછયું. તેણે પણ કહ્યું કે- ગ્લાન સાધુનો રોગ દૂર કરવા માટે લક્ષપાક તેલની જરૂર છે. તેને માટે હું અહીં આવેલો છું. તે સાંભળીને અતિ સંતુષ્ટ હૃદયવાળી તેણી ઓરડાની અંદર પ્રવેશ કરીને લક્ષપાક મહાસેલના કુંભને જેટલામાં ઉપાડે છે તેટલામાં દિવ્ય પ્રભાવથી તે કુંભ ભાંગી ગયો. ત્યાર પછી ચિત્તમાં જરા પણ દીનતા લાવ્યા વિના તે સતી ફરી બીજો કુંભ જેટલામાં ઉપાડવા લાગી તેટલામાં તે પણ ભાંગી ગયો. આ પ્રમાણે દિવ્યપ્રભાવથી ત્રણ ઘડા ભાંગ્યા. તો પણ તેણી હૃદયમાં જરા પણ વિષાદને ધારણ કરતી નથી. પરંતુ કેવલ આ પ્રમાણે કહ્યું: અહો ! હું મંદભાગ્યવાળી છું. જેથી મારું આ તેલ ગ્લાન મહાત્મા સાધુના ઉપકાર માટે ન થયું. ત્યાર પછી તેના અખંડ ભાવને જોઈને વિસ્મય પામેલા તે દેવે પોતાના દિવ્ય રૂપને પ્રગટ કરીને સુલતાને કહ્યું છે કલ્યાણી ! ઈદ્ર પોતાની સભામાં તારા શ્રાવિકાપણાની પ્રશંસા કરી, ત્યાર પછી તારી પરીક્ષા કરવા માટે હું અહીં આવ્યો, અહીં તારી ઈદ્ર કરેલી પ્રશંસાથી પણ અધિક ધર્મમાં સ્થિરતા જોઈને હું ખુશ થયો છું. તેથી મારી પાસેથી કંઈ પણ Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ ૭૫ ઈષ્ટ અર્થને માંગ. ત્યારે સુલસાએ પણ મધુર વાણીથી તે દેવને કહ્યું હે દેવ ! જો તું ખુશ થયો છે તો મારા વાંછિત એવા પુત્રરૂપ વરદાનને આપ. ત્યાર પછી તે દેવે પણ બત્રીશ ગુટિકા તેને આપીને કહ્યું: તારે આ ગુટિકા ક્રમે કરીને એક એક કરીને) ખાવી. તને મહામનોજ્ઞ પુત્રો થશે. ત્યાર પછી મારે ઉચિત કાર્ય હોય ત્યારે ફરી મને યાદ કરવો. એ પ્રમાણે કહીને દેવ દેવલોકમાં ગયો. હવે સુલતાએ વિચાર્યું. આ ગુટિકાઓ ક્રમે કરીને ખાવાથી આટલા બાળકો થશે. અને ઘણા બાળકોના મળમૂત્ર વગેરે અશુચિ કોણ સાફ કરશે? તેથી આ બધી ગુટિકાઓ ભેગી કરીને ખાઉં. જેથી બત્રીસ લક્ષણથી યુક્ત એક જ પુત્ર થાય. આ પ્રમાણે વિચારીને તેણીએ તે જ પ્રમાણે તે ગુટિકાઓ ખાધી. પરંતુ ભાગ્યયોગે તેણીની કુક્ષિમાં એક સાથે બત્રીશ ગર્ભો રહ્યા. તેથી ગર્ભના મહાભારને સહન નહીં કરતી કૃશ અંગવાળી થયેલી તેણીએ કાયોત્સર્ગ કરીને તે દેવને યાદ કર્યો. ત્યારે તે દેવે પણ યાદ કરવા માત્રથી તરત જ ત્યાં આવીને આ પ્રમાણે કહ્યું: તેં મને શા માટે યાદ કર્યો છે ? ત્યારે તેણીએ પણ પોતાનો સર્વ વૃત્તાંત જણાવ્યો. ત્યાર પછી દેવે કહ્યું: હે ભદ્રે ! તેં આ સારું ન કર્યું. હવે જો કે તારા પુત્રો અમોઘ શક્તિવાળા થશે. પરંતુ તે બત્રીશ પણ સમાન આયુષ્યવાળા થવાના કારણે એક સાથે જ મૃત્યુ પામશે. તારા શરીરમાં જે ગર્ભની પીડા છે તેને હું દૂર કરું છું. તું ખેદ કરીશ નહીં. આ પ્રમાણે કહીને તે પીડાને દૂર કરીને દેવ પોતાના સ્થાનમાં ગયો. હવે સુલતા પણ સ્વસ્થ દેહવાળી થયેલી સુખેથી ગર્ભોને ધારણ કરતી પૂર્ણકાળ થયે છતે બત્રીસ લક્ષણથી યુક્ત બત્રીશ પુત્રોને જન્મ આપ્યો. નાગે પણ મોટા આડંબરથી તેઓનો જન્મ ઉત્સવ કર્યો. તેઓ ક્રમે કરીને વધતા યૌવનને પામ્યા ત્યારે તેઓ જાણે શ્રેણિક રાજાનું જીવન હોય તેમ હંમેશા સાથે રહેનારા થયા. . કોઈક દિવસ શ્રેણિક રાજા પૂર્વે આપેલા સંકેતવાળી ચેટક રાજાની પુત્રી સુજયેષ્ઠાને ગુપ્ત રીતે લાવવા માટે નીચે સુરંગ ખોદાવીને રથ ઉપર આરૂઢ થયેલા બત્રીશય નાગ સારથિના પુત્રોને સાથે લઈને સુરંગ માર્ગથી વૈશાલી નગરીમાં પ્રવેશ્યો. સુજયેષ્ઠા પણ ત્યાં પહેલાં જોયેલા શ્રેણિકના ચિત્રના અનુમાનથી મગધેશ્વરને ઓળખીને અતિપ્રિય એવી ચેલ્લણા નામની પોતાની નાની બેનને તેનો બધો વૃત્તાંત જણાવ્યો. પછી તેના વિયોગને સહન નહીં કરી શકતી સુષ્ઠાએ પહેલાં તેણીને જ શ્રેણિકના રથ ઉપર ચઢાવી. પછી સ્વયં પોતાના રતના આભરણનો કરંડિયો લેવા માટે જેટલામાં ગઈ તેટલામાં સુલતાના પુત્રોએ રાજાને કહ્યું કે- હે સ્વામી ! અહીં શત્રુના ઘરમાં આપણને લાંબો સમય રહેવું યોગ્ય નથી. તેથી તેમનાથી પ્રેરણા કરાયેલો શ્રેણિક ચેલણાને જ લઈને તરત પાછો વળ્યો. હવે સુજયેષ્ઠા પણ પોતાનો રતનો કરંડિયો લઈને જેટલામાં આવી તેટલામાં શ્રેણિકને ન જોયા. ત્યારે અપૂર્ણ મનોરથવાળી અને બહેનના વિયોગના દુઃખથી પીડાયેલી સુજયેષ્ઠાએ મોટા અવાજથી ‘હા ! ચલ્લણા હરાઈ' અર્થાત્ ચેલ્લણાનું અપહરણ થયું એવો પોકાર કર્યો. તે સાંભળીને ક્રોધથી આકુળ થયેલો ચેટક રાજા સ્વયં જ જેટલામાં તૈયાર થાય છે તેટલામાં પાસે રહેલો વૈરંગિક ભટ રાજાને વારીને સ્વયં કન્યાને પાછી લાવવા માટે ચાલ્યો. ત્યાર પછી તે ભટ તરત ત્યાં જઈને સુરંગમાંથી નીકળતા સુલતાના બધા પણ પુત્રોને એકી સાથે એક જ બાણથી Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૬ આત્મપ્રબોધ મારી નાખ્યા. ત્યાર પછી સુરંગ સાંકળી હોવાથી તેણે જેટલામાં બત્રીશ રથોને ખસેડ્યા તેટલામાં શ્રેણિક ઘણો માર્ગ ઓળંગી ગયો હતો. તેથી વૈરંગિક ભટ પૂર્ણાપૂર્ણ મનોરથવાળો થયો છતો ત્યાંથી પાછો ફરીને ચટક રાજાને તે વૃત્તાંત જણાવીને પોતાના ઘરે ગયો. હવે શ્રેણિક રાજા જલદી રાજગૃહ નગરમાં આવીને અતિ પ્રીતિથી ગાંધર્વ વિવાહથી ચેલણાને પરણ્યો. ત્યાર પછી નાગ અને સુલસા રાજાના મુખથી પુત્ર મરણના સર્વ વૃત્તાંતને સાંભળીને તેના દુઃખથી પીડાયેલા અત્યંત વિલાપ કરવા લાગ્યા. ત્યારે શોક સમુદ્રમાં ડૂબેલા તે બંનેને બોધ કરવા અભયકુમારની સાથે શ્રેણિકે ત્યાં આવીને આ પ્રમાણે કહ્યું તમે બંને તો વિવેકી છો. તમારે આવો શોક ન કરવો જોઈએ. કારણ કે આ સંસારમાં જે કોઈ પણ ભાવો દેખાય છે તે બધા પણ નાશ પામનારા છે. મૃત્યુ સર્વ સાધારણ છે. તેથી શોક છોડીને સદ્ધર્મને સાધનારું બૈર્ય આલંબન કરવા યોગ્ય છે. હવે આ પ્રમાણે વૈરાગ્ય સારવાળી વાણીથી પ્રતિબોધ કરીને અભયકુમાર મંત્રીની સાથે રાજા પોતાના ઘરે ગયો. ત્યાર પછી તે દંપતી પણ તે બધું પૂર્વકૃત દુષ્કર્મનો વિપાક છે એમ માનીને શોક વગરના થઈને વિશેષથી ધર્મકાર્યમાં પ્રયતવાળા થયા. હવે કોઈ વખત ચંપાપુરીમાં શ્રીવીર સ્વામી સમવસર્યા. પર્ષદા ભેગી થઈ. ભગવાને દેશના શરૂ કરી ત્યારે શ્રી વીરપ્રભુના ઉત્તમ શ્રાવક દંડ, છત્ર, ભગવા વસ્ત્ર ધારણ કરનારા અંબડ નામના પરિવ્રાજકે ત્યાં આવીને જગત્મભુને નમીને ઉચિત સ્થાને બેસીને ધર્મદેશના સાંભળી. ત્યાર પછી દેશનાને અંતે અંબડે ભક્તિથી પ્રભુને નમીને આ પ્રમાણે કહ્યું કે સ્વામી ! હમણાં મારી રાજગૃહનગર તરફ જવાની ઈચ્છા છે. તેટલામાં સ્વામીએ કહ્યું હે દેવાનુપ્રિય ! ત્યાં જઈને તારે નાગ સારથિની પ્રિયા સુલસા નામની શ્રાવિકાને મારા આદેશથી મધુર વાણીથી ધર્મશુદ્ધિ પૂછવી. ત્યાર પછી તેણે પણ ભગવાનના વાક્યને ‘તહત્તિ કરી સ્વીકારીને આકાશ માર્ગથી જતાં રાજગૃહ નગરમાં આવીને પહેલાં સુલસાના ઘરના દરવાજે ક્ષણવાર રહીને આ પ્રમાણે વિચાર્યું અહો ! જેના માટે ત્રણ જગતના સ્વામીએ ધર્મશુદ્ધિનો પ્રશ્ન કર્યો તે સુલસા કેવા પ્રકારની દઢ ધર્મવાળી હશે ? હું એની પરીક્ષા કરું. આ પ્રમાણે વિચારીને તે વૈક્રિય લબ્ધિથી તરત બીજું રૂપ કરીને તેના ઘરમાં પ્રવેશ્યો. સુલસા પાસેથી તેણે ભિક્ષા માગી. સુપાત્ર વિના બીજાને અશનાદિ નહીં આપું એ પ્રમાણે પૂર્વે જેણે પ્રતિજ્ઞા કરી છે એવી, પોતાની પ્રતિજ્ઞાને યાદ કરતી સુલસાએ સ્વયં પોતાના હાથે ભિક્ષા માગતા તેને ભિક્ષા ન આપી. ત્યાર પછી અંબડ તેના ઘરમાંથી નીકળીને નગરની બહાર પૂર્વ દિશામાં ચાર મુખવાળા, ચાર ભુજાવાળા, બ્રહ્મસૂત્ર અને અક્ષની માળાથી શોભતા, હંસવાહનવાળા, સાવિત્રીથી યુક્ત, પદ્માસને બેઠેલા, રક્તવર્ણવાળા આવા પ્રકારના સાક્ષાત્ બ્રહ્માનું રૂપ કરીને ચાર મુખથી ચારે પ્રકારના વેદોનું ઉચ્ચાર કરતો રહ્યો. ત્યારે “અહો ! આજે નગરીની બહાર પૂર્વ દિશામાં સાક્ષાત્ બ્રહ્મા આવેલા છે' એ પ્રમાણે લોકોના મુખથી વાત સાંભળીને કેટલાક લોકો તેની ભક્તિથી અને કેટલાક લોકો કૌતુકને જોવા માટે આ પ્રમાણે ઘણા લોકો ત્યાં આવ્યા. પરંતુ સમ્યકત્વમાં અતિ Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ નિશ્ચલ ચિત્તવાળી સુલસા તો પોતાના વ્રતનું રક્ષણ કરવા માટે તેની વાત સાંભળી હોવા છતાં જાણે સાંભળી નથી એમ કરીને ત્યાં ન આવી. ત્યારપછી તેને નહીં આવેલી જાણીને અંબડ બીજા દિવસે દક્ષિણ દિશામાં ગરુડ આસનવાળા, પીળા વસ્ત્રવાળા, શંખ, ચક્ર, ગદા, શાંર્ગ ધનુષ્યને ધારણ કરનારા, લક્ષ્મી, ગોપિકા વગેરે સાથે વિવિધ ભોગલીલાને કરતા વિષ્ણુનું રૂપ કરીને નગરની બહાર રહ્યો. ત્યારે પણ મિથ્યાષ્ટિઓના સંસર્ગથી ભયવાળી સુલતા ત્યાં ન ગઈ. હવે અંબડ ત્રીજા દિવસે પશ્ચિમ દિશામાં વાઘચર્મના આસન ઉપર બેઠેલા, વૃષભ વાહનવાળા, ત્રણ નયનવાળા, ચંદ્રને ધારણ કરનારા, વહેતી ગંગા નદીથી ભૂષિત જટાને ધારણ કરનારા, ગચર્મ વસ્ત્રવાળા, ભસ્મથી લેપેલા દેહવાળા, એક હાથમાં શૂલને ધારણ કરેલા, બીજા હાથમાં કપાલને ધારણ કરેલા, હૃદય ઉપર માણસની ખોપરીઓના હારને ધારણ કરનારા, પાર્વતીથી મંડિત અર્ધ અંગવાળા એવા સાક્ષાત્ મહેશનું રૂપ કરીને સકલ જગતના જનને ઉત્પન્ન કરનારી મારી જ શક્તિ છે. મારા સિવાય બીજો કોઈ પણ જગતનો ઈશ્વર નથી એ પ્રમાણે નગરના લોકોની આગળ બોલતો નગરની બહાર રહ્યો. ત્યારે લોકોના મુખથી આ ઈશ્વરના આગમનની વાત સાંભળીને પણ શુદ્ધ શ્રાવકના ધર્મમાં અનુરાગવાળી હોવાથી સુલસાએ તો તેના દર્શનને મનથી પણ ન પ્રાચ્યું. ત્યાર પછી ચોથા દિવસે ઉત્તર દિશામાં અતિ અભૂત, તોરણવાળા, ચાર મુખવાળા, સમવસરણ કરીને અષ્ટ મહાપ્રાતિહાર્યથી શોભતા સાક્ષાત્ જિનનું રૂપ કરીને રહ્યો. ત્યારે પણ સુલસા વિના ઘણા લોકો તેને વંદન કરવા માટે ગયા. તેણે તેમને ધર્મોપદેશ સંભળાવ્યો. હવે આ અવસરે પણ આ સુલતાને નહીં આવેલી જાણીને આંબડે તેને ક્ષોભ પમાડવા માટે તેના ઘરે એક પુરુષને મોકલ્યો. તેણે પણ ત્યાં જઈને તેણીને કહ્યું: હે સુલશે ! તારો અતિવલ્લભ શ્રીમાન્ અર્હમ્ ઉદ્યાનમાં સમોવસરેલો છે તેને નમન કરવા માટે તું કેમ જતી નથી ? ત્યારે તેણીએ કહ્યું છે મહાભાગ ! આ પૃથ્વીતલ ઉપર હમણાં શ્રીમાન્ મહાવીર સ્વામીને છોડીને અન્ય કોઈ તીર્થંકર નથી જ. વીર સ્વામી તો અન્ય દેશમાં વિહાર કરી રહ્યાં છે એવું સાંભળ્યું હોવાથી હમણાં અહીં આગમનનો સંભવ ક્યાંથી હોય ? હવે આ પ્રમાણે સાંભળીને ફરી પણ તેણે કહ્યું: હે ભોળી ! આ પચીસમો જિન હમણાં ઉત્પન્ન થયો છે. આથી સ્વયં ત્યાં જઈને તું કેમ વંદન કરતી નથી. તેણીએ કહ્યું: હે ભદ્ર ! આ ક્ષેત્રમાં પચીસમો જિન ક્યારે પણ ન સંભવે. તેથી કોઈ પણ આ માયાવાળો પુરુષ ખોટા આટોપથી ભોળા લોકોને ઠગે છે. ત્યારે તેણે ફરી પણ કહ્યું: હે ભદ્ર ! તેં જે કહ્યું તે સાચું છે, તો પણ જો આવું કરીને પણ શાસનની ઉન્નતિ થતી હોય તો અહીં શો દોષ છે ? તેણીએ કહ્યું : આવા પ્રકારની વાત કરવાથી તે ભોળો જણાય છે. પરંતુ જ્ઞાન દૃષ્ટિથી વિચાર. અસદ્ વ્યવહારથી શું શાસનની ઉન્નતિ થાય? પરંતુ લોકો મશ્કરી કરે એથી ઉલટી અપભ્રાજના જ થાય. ત્યાર પછી તે માણસે ઊભા થઈને પાછા જઈને અંબડની આગળ બધો તેનો વૃત્તાંત જણાવ્યો. ત્યારે અંબડ પણ સુલસાની ધર્મમાં અનુપમ સ્થિરતા જાણીને “અહો ! શ્રી વીર સ્વામીએ સભા સમક્ષ સ્વયં આની Page #91 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ ધર્મશુદ્ધિનો પ્રશ્ન કરી સંભાળ લીધી તે યોગ્ય જ છે. કારણ કે આ પ્રમાણે મેં એને ચલાયમાન કરી છતાં આ મનથી પણ ચલાયમાન ન થઈ.” આ પ્રમાણે વિચારીને તે પ્રપંચને સંહારીને પોતાના મૂળરૂપથી તે સુલતાના ઘરમાં પ્રવેશ્યો. ત્યાર પછી તેને આવતા જોઈને સુલસા પણ સાધર્મિક ભક્તિ માટે તરત જ ઊભી થઈને તેની સન્મુખ જઈને “હે ત્રણ જગતના સ્વામી વીરપ્રભુના ઉપાસક ! તારું સ્વાગત (થાઓ. તારું સ્વાથ્ય તો સારું) છે ને ? આ પ્રમાણે પ્રશ્ન કરવાપૂર્વક તેના પગનું પ્રક્ષાલન કરાવીને તેને પોતાના ગૃહમંદિરમાં ચૈત્યવંદન કરાવ્યું. અંબડે પણ આદરવાળા થઈને વિધિપૂર્વક ચૈત્યવંદન કરીને તેણીને કહ્યું: હે મહાસતિ ! આ ભરતક્ષેત્રમાં તું જ એક પુણ્યવાળી છો. કારણ કે તારા માટે શ્રી વીર સ્વામીએ સ્વયં મારા મોઢે ધર્મશુદ્ધિનો પ્રશ્ન કરેલો છે. અર્થાત્ મારા મોંઢે સ્વયં વીરપ્રભુએ તારી ધર્મશુદ્ધિ પૂછી છે. આ સાંભળીને અતિશય આનંદવાળી થયેલી તેણીએ ભગવાનના વિચરવાની દિશા સન્મુખ થઈને મસ્તકે અંજલિ કરીને શ્રી વીર પ્રભુને જ હૃદયમાં કરીને પ્રશસ્ત વાણીથી વિરપ્રભુની સ્તુતિ કરી. ત્યાર પછી અંબડે વિશેષથી તેના આશયને જાણવા માટે ફરી તેણીને કહ્યું: અહીં આવતાંની સાથે જ મેં લોકોના મુખથી આ નગરમાં બ્રહ્મા વગેરેના આગમનની વાત સાંભળી. ત્યાં તેઓને વંદન કરવા માટે તું ગઈ હતી કે નહીં ? ત્યારે તેણીએ કહ્યું: હે ધર્મજ્ઞ ! જેઓ શ્રી જિનધર્મમાં અનુરાગવાળા છે તે પુરુષો સકલ રાગદ્વેષ રૂપ શત્રુને જીતનારા, સંપૂર્ણ ભવ્યજનો ઉપર ઉપકાર કરનારા, સર્વજ્ઞ, સર્વ અતિશયથી યુક્ત, પોતાના તેજથી સૂર્યને જીતનારા, દેવાધિદેવ શ્રીમાન્ મહાવીર સ્વામીને છોડીને અન્ય રાગ-દ્વેષ-મોહથી પરાભવ પામેલા, આથી જ નિરંતર સ્ત્રી સેવામાં નિરત, શત્રુનો વધ-બંધન આદિ ક્રિયામાં તત્પર, આત્મધર્મને નહીં જાણનારા, આગિયા સમાન બ્રહ્મા વગેરે દેવોને જોવા માટે કેવી રીતે ઉત્સાહવાળા થાય? જેમકે- જે પુરુષે પરમ આહ્વાદ ઉત્પન્ન કરનારું પીયૂષપાન કર્યું હોય તેને ખારું પાણી પીવાની ઈચ્છા કેવી રીતે થાય ? વળી જેણે ઘણા પ્રકારના મણિ-રત આદિનો વ્યવસાય કર્યો હોય તે માણસ કાચના ટુકડા આદિનો વ્યાપાર કરવા માટે કેવી રીતે ઈચ્છે? આથી તું જિનોક્તભાવોને જાણતો હોવા છતાં શ્રી વીર જિને ઉપદેશેલા સદ્ધર્મમાં રત મને આમ કેમ પૂછે છે ? હવે અંબડે પણ આ પ્રમાણે ધર્મમાં અતિ સ્થિર સુલસાના વાક્યને સાંભળીને તેણીની અતિશય પ્રશંસા કરીને પોતે કરેલા બ્રહ્મા વગેરેના રૂપના નિર્માણનો પ્રપંચ તેની આગળ જણાવીને મિથ્યાદુષ્કૃત આપીને પોતાની ઈચ્છા પ્રમાણે બીજે ગયો. તે અંબડના શ્રીવીરસ્વામીની પાસે બારવ્રતોને ધારણ કરનારા સાતસો શિષ્યો હતા. તેઓ એક વખત કાંપિલ્ય નગરથી પુરિમતાલ નગર જતાં માર્ગમાં તૃષાથી વ્યાકુળ થયા. વ્યાકુળ થયેલા તેઓ ગંગા મહાનદી આગળ પહોંચ્યા. ત્યાં પાણીને આપનારા બીજા કોઈ માણસને નહીં જોતાં અને સ્વયં અદત્તાદાન વિરમણ વ્રતને ગ્રહણ કર્યું છે એવા તેઓએ એકબીજાને આ પ્રમાણે કહ્યું: હે દેવાનુપ્રિયો ! આપણા સાતસોમાંથી કોઈ એક પોતાના વ્રતનો ભંગ કરીને જો જલપાન કરાવે તો બાકીના બધાનું પણ વિતરક્ષણ થાય. પરંતુ Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ ૭૯ પોતાના વ્રતના ભંગના ભયથી કોઈએ પણ તે વચનને સ્વીકાર્યું નહીં. ત્યાર પછી તે નહીં આપેલા પાણીને ગ્રહણ કર્યા વિના ત્યાં જ અનશનનો સ્વીકાર કરીને હૃદયમાં શ્રી મહાવીર સ્વામીનું ધ્યાન કરતા અને પોતાના અંબડ નામના ગુરુને નમન કરતા સઘળાય સમાધિથી કાળ કરીને પાંચમા દેવલોકમાં ગયા. અંબડ તો પૂલ હિંસાનો ત્યાગ કરતો, નદી વગેરેમાં કેલિ નહીં કરતો, નાટક, વિકથા વગેરે અનર્થ દંડને નહીં આચરતો, તુંબડા, લાકડા અને માટીના પાત્રને છોડી બાકીના પાત્રને નહીં ગ્રહણ કરતો, ગંગાની માટીને છોડીને અન્ય વિલેપન નહીં કરતો, કંદમૂળ ફળોને નહીં ખાતો, આધાકર્મ આદિ દોષથી દૂષિત આહારને નહીં સેવતો, અંગૂઠી માત્ર અલંકારને ધારણ કરતો, ગેરુ આદિ ધાતુથી રંગેલા વસ્ત્રોને ધારણ કરતો, વહેતું નિર્મલ પાણી કોઈપણ ગૃહસ્થ વડે અપાયેલું અને વસ્ત્રથી સારી રીતે ગાળેલું, અર્ધા આઢક પ્રમાણ પીવા માટે અથવા તો કડછી વગેરેને ધોવા માટે ગ્રહણ કરતો, તેટલું જ એટલે કે અર્ધા આઢક પ્રમાણ પાણી સ્નાન કરવા માટે ગ્રહણ કરતો અને શ્રીમાન જિનધર્મમાં જ એક મતિને ધારણ કરતો પોતાના સઘળા ય જન્મને સફળ કરીને અંતે નજીકમાં સદ્ગતિવાળો એક મહિનાની સંલેખના કરીને પાંચમા બ્રહ્મલોકમાં દેવ થયો. ત્યાં દિવ્ય સુખોને અનુભવીને ક્રમે કરી માનવભવ પામીને સંયમની આરાધના કરવા પૂર્વક મોક્ષમાં જશે. હૃદયરૂપી કમળમાં એક પરમેશ્વરને જ ધારણ કરતી સુલસા શ્રાવિકાએ સર્વોત્તમ સ્થિરતારૂપ ભૂષણથી સમ્યકત્વને શોભાવીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. આ જ ભરતક્ષેત્રમાં આગામી ચોવીશીમાં ચોત્રીશ અતિશયથી યુક્ત નિર્મમ નામના પંદરમા તીર્થંકર થશે. આ પ્રમાણે બીજા પણ ભવ્યાત્માઓએ દિવ્ય એવા પોતાના સમ્યકત્વ રતને શોભાવવા ધર્મસ્થિરતામાં પ્રયત્ન કરવો જોઈએ. જેથી ત્રણ જગતમાં શિરોમણિ પદ (મોક્ષ)ની પ્રાપ્તિ થાય. આ પ્રમાણે સમ્યકત્વમાં સ્થિરતા ઉપર સુલતાનું કથાનક પૂર્ણ થયું. (૫) જિનશાસનની ભક્તિ- પાંચમું ભૂષણ ભક્તિ છે. ભક્તિ એટલે પ્રવચનનો વિનય, વેયાવચ્ચ આદિ કરવું. આ ભક્તિ જો સદ્ભાવથી કરવામાં આવે તો સમ્યકત્વને સારી રીતે શોભાવે છે, તથા ક્રમે કરીને શ્રેષ્ઠ દેવ-મનુષ્યની સમૃદ્ધિ અને મોક્ષપદને આપનારી થાય છે. અહીં બાહુસુબાહુ આદિનાં દૃષ્ટાંતો છે. બાહુ-સુબાહુનું દૃષ્ટાંત બાહુ નામના સાધુએ ઉલ્લસિત ભાવથી શ્રીમદ્ ગુરુ વગેરે પાંચસો સાધુઓની આહાર લાવી આપવું વગેરે ભક્તિ કરતાં ઘણા ભોગ કર્મને ઉપાર્જિત કર્યું. સુબાહુ નામના સાધુએ તે પાંચસો સાધુઓની વિશ્રામણા વગેરે ભક્તિ કરતાં અસાધારણ બાહુબળને ઉપાર્જન કર્યું. બંને પણ આ ભક્તિથી પોતાના સમ્યકત્વને શોભાવીને અંતે સમાધિના પરિણામથી પામી શકાય એવાં દેવસુખોને ભોગવીને ઋષભ સ્વામીના પુત્રરૂપે ઉત્પન્ન થયા. તેમાં પહેલો ભરત થયો. તે ચક્રવર્તીપદને પામ્યો. બીજો બાહુબલી થયો. તેણે ચક્રવર્તી કરતાં પણ અધિક મહાબળને પ્રાપ્ત કર્યું. ત્યાર પછી તે બંને Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૦ આત્મપ્રબોધ પણ નિરુપમ મનુષ્યનાં સુખો ભોગવીને ચારિત્રનું આરાધન કરીને મુક્તિનો ભાગી થયા. આ પ્રબંધ વિસ્તારથી તો બીજા ગ્રંથોમાંથી જાણી લેવો. આ પ્રમાણે પ્રવચનની ભક્તિનું મહાન ફળ જાણીને ભવ્ય જીવોએ નિત્ય પ્રવચનની ભક્તિમાં પ્રયત્ન કરવો જોઈએ. આ પાંચ સમ્યકત્વને ઉજ્વળ કરનારા ગુણો ભૂષણો તરીકે જણાવાયા. આ ગુણોથી સમ્યકત્વ શોભાવાય છે. લક્ષણ-૫ હવે પાંચ લક્ષણ કહેવામાં આવે છે. ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ પાંચ સમ્યકત્વનાં લક્ષણો છે. (૧) ઉપશમ- તેમાં ઉપશમ એટલે મહા અપરાધ કરનારા ઉપર પણ સર્વથા કોપનો ત્યાગ કરવો. તે કોઈક જીવને કષાય પરિણતિના કટુફળને જોવાથી થાય છે. કોઈને સ્વભાવથી જ થાય છે. આ પોતાનામાં સમ્યકત્વ રહેલું છે એ જણાવનાર હોવાથી વિવેકીઓએ યતથી ધારણ કરવું જોઈએ. વળી બીજું- ક્રોધના ઉદયથી નાશ પામેલું પણ કાર્ય ઉપશમથી જ ફરી થઈ શકે છે. ઉપશમ વિના થઈ શકતું નથી. કહ્યું છે કે कोहेण य हारवियं, उप्पजंतं च केवलं नाणं । दमसारेण य रिसिणा, उवसमजुत्तेण पुणो लद्धं ॥ १॥ અર્થ- દસાર ઋષિ ઉત્પન્ન થતા કેવળજ્ઞાનને ક્રોધથી હારી ગયા અને ફરી ઉપશમથી પ્રાપ્ત કર્યું. આ ગાથાનો અર્થ સ્પષ્ટ છે. ભાવાર્થ તો દસાર ઋષિના કથાનકથી જાણવો. તે કથાનક આ પ્રમાણે છે દમસાર ઋષિનું કથાનક આ જંબૂઢીપમાં ભરતક્ષેત્રમાં કૃતાંગલા નામની નગરી હતી. ત્યાં સિંહરથ રાજા હતો. તેની સુનંદા નામની પટ્ટરાણી હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલો દમસાર નામનો પુત્ર હતો. તે બાળપણમાં જ બહોંતેર કળામાં નિપુણ હતો. હૃદયને આનંદ ઉત્પન્ન કરનારો તે માતા-પિતાને અત્યંત ઈષ્ટ હતો. પિતાએ તેને યૌવન વયમાં વિશિષ્ટ રાજકન્યાઓની સાથે લગ્ન કરાવી યુવરાજ પદે સ્થાપ્યો. સુખેથી કાળ પસાર કર્યો. એક વખત તે નગરના નજીકના પ્રદેશમાં ભગવાન શ્રી મહાવીર સ્વામી સમવસર્યા. દેવોએ સમવસરણ બનાવ્યું. પર્ષદા મળી. ત્યારે સિંહરથ રાજા પણ પુત્ર-પરિવાર સાથે મોટી ઋદ્ધિથી વંદન માટે આવ્યો. છત્ર-ચામર આદિ રાજચિહ્નો દૂર મૂકીને પરમેશ્વરને ત્રણ પ્રદક્ષિણા આપીને પરમ ભક્તિથી વંદન કરીને ઉચિત સ્થાને બેઠો. સ્વામીએ નર અને દેવવાળી તે પર્ષદામાં ધર્મનો ઉપદેશ આપ્યો. પર્ષદા ચાલી ગયા પછી દસારકુમારે ભગવાનને નમસ્કાર કરીને વિનયથી આ પ્રમાણે કહ્યું હે સ્વામી ! આપે કહેલો સર્વ વિરતિ ધર્મ મને ગમ્યો છે. આથી હું આપની પાસે દીક્ષા ગ્રહણ કરીશ. પરંતુ માતા-પિતાને પૂછીને આવું. ત્યારે સ્વામીએ કહ્યું: હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કર, પ્રતિબંધ (=અટકાવ) ન કર. Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યક્ત્વ ત્યાર પછી કુમારે ઘરે આવીને માતા-પિતાની આગળ આ પ્રમાણે કહ્યું: હે માતા-પિતા ! આજે મેં સ્વામીને વંદન કર્યા. તેમણે કહેલો ધર્મ મને ગમ્યો છે. આથી આપની અનુજ્ઞાથી હું સંયમ ગ્રહણ કરવા ઈચ્છું છું. ત્યારે માતા-પિતાએ કહ્યું: હે પુત્ર ! તું હજી પણ બાળક છે, ભોગ કર્મોને ભોગવ્યા નથી. સંયમ માર્ગ અતિ દુષ્કર છે, તીક્ષ્ણ તલવારની ધારા ઉપર ચાલવા સમાન છે. અતિ સુકુમાર શરીરવાળા તારે હમણાં સંયમ પાળવું અશક્ય છે. તેથી સાંસારિક સુખોને ભોગવીને પરિણત વયવાળો થઈને પછી ચારિત્રને ગ્રહણ કરજે. આ સાંભળીને ફરી દમસારે કહ્યું: હે માતાપિતા ! આપે સંયમની દુષ્કરતા બતાવી તેમાં સંદેહ નથી. પરંતુ તે દુષ્કરતા કાયર માટે છે. ધીર પુરુષો માટે તો કોઈ પણ કાર્ય દુષ્કર નથી જ. કહ્યું છે કે ता तुंगो मेरुगिरी, मयरहरो ताव होइ दुत्तारो । ताविसमा कज्जगई, जाव ना धीरा पवज्जंति ॥ १॥ ૮૧ અર્થ- ત્યાં સુધી જ મેરુ પર્વત ઊંચો છે, ત્યાં સુધી જ સમુદ્ર દુસ્તર છે, ત્યાં સુધી જ કર્મની ગતિ વિષમ છે, જ્યાં સુધી ધીર પુરુષો તેને સ્વીકારતા નથી. તથા અતૃપ્તરૂપે પૂર્વે ભોગવેલા નિસ્સાર એવા સાંસારિક સુખોમાં પણ મને ઈચ્છા નથી. તેથી વિલંબ વિના આપ મને આજ્ઞા આપો. જેથી હું સંયમ ગ્રહણ કરું. આ પ્રમાણે દમસારનો સંયમ લેવાનો નિશ્ચય જાણીને માતા-પિતાએ તેનો નિષ્ક્રમણ મહોત્સવ કર્યો. ત્યારે દમસાર કુમારે વધતા પરિણામોથી શ્રીવીરપ્રભુ પાસે વ્રત ગ્રહણ કર્યું. સપરિવાર માતા-પિતા પોતાના સ્થાને ગયા. ત્યારપછી દમસાર ઋષિએ બે ઉપવાસ, ત્રણ ઉપવાસ, ચાર ઉપવાસ વગેરે વિવિધ તપો કરીને એક વખત વીરપ્રભુ પાસે આ પ્રમાણે અભિગ્રહ ગ્રહણ કર્યો. હે સ્વામી ! હું યાવજ્જીવ માસક્ષમણ તપ સ્વીકારી વિચરીશ. સ્વામીએ કહ્યું: હે દેવાનુપ્રિય ! જે પ્રમાણે સુખ ઉપજે તેમ કરો. ત્યાર પછી તે મુનિ ઘણા માસક્ષમણથી શરીરને શોષીને નાડી અને અસ્થિ માત્ર શરીરવાળા થયા. તે સમયે ભગવાન વર્ધમાન સ્વામી ચંપા નગરીમાં સમવસર્યા. દમસાર મુનિ પણ ત્યાં આવ્યા. કોઈ વખત માસક્ષમણના પારણાના દિવસે પહેલી પોરિસીમાં સ્વાધ્યાય કરીને બીજી પોરિસીમાં ધ્યાન કરતા તેમના મનમાં આવા પ્રકારનો વિચાર આવ્યો. ‘આજે હું સ્વામીને પૂછું શું હું ભવ્ય છું કે અભવ્ય ? ચરમ શરીરી છું કે અચરમ શરીરી ? મને કેવલજ્ઞાન થશે કે નહીં ? હવે આ પ્રમાણે વિચારીને તે મુનિ જ્યાં શ્રી વીર સ્વામી રહેલા હતા ત્યાં આવીને ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપીને વંદન કરીને સેવા કરી. ત્યારે શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ દમસારને આ પ્રમાણે કહ્યું: હે દમસાર ! આજે ધ્યાન કરતા તારા હૃદયકમળમાં આ અધ્યવસાય ઉત્પન્ન થયો છે- હું સ્વામીને પૂછું કે શું હું ભવ્ય છું કે અભવ્ય ? ઇત્યાદિ. આ અર્થ સાચો છે ? મુનિએ કહ્યું: હા, સાચો જ છે. ત્યાર પછી સ્વામીએ કહ્યું: હે દમસાર ! તું ભવ્ય છે, અભવ્ય નથી, તું ચરમ શ૨ી૨ી છે અચરમ શરીરી નથી. એક પ્રહરની અંદર તને કેવલજ્ઞાન થવાનું છે પરંતુ કષાયના ઉદયથી તેમાં વિલંબ થશે. દમસારે કહ્યું: હે સ્વામી ! કષાયનો હું ત્યાગ કરીશ. ત્યાર પછી ત્રીજી પોરિસીમાં તે Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૨ આત્મપ્રબોધ મુનિ ભગવાનની આજ્ઞા લઈને માસક્ષમણના પારણામાં ભિક્ષા માટે યુગમાત્ર દૃષ્ટિથી ઈર્યાપથને જોતાં જ્યાં ચંપાનગરી છે ત્યાં પહોંચ્યા. ત્યારે માથા ઉપર સૂર્ય તપી રહ્યો છે. પગ નીચે ગ્રીષ્મ તાપથી તપેલી રેતી અગ્નિની જેમ બળી રહી છે. તેની પીડાથી વ્યાકુળ થયેલા મુનિએ નગરના દ્વારે ઊભા રહીને વિચાર્યું કે- હમણાં ગ્રીષ્મઋતુનો તાપ દુસ્સહ છે. જો નગરીમાં રહેનારો કોઈપણ માણસ મળી જાય તો તેને નજીકનો માર્ગ પૂછું. તે સમયે કોઈક મિથ્યાદષ્ટિ કોઈક કાર્ય કરવા માટે જતો ત્યાં આવ્યો. તે પણ સામા મળેલા તે સાધુને જોઈને મને અપશુકન થયું એ પ્રમાણે વિચારતો નગરીના દ્વારે રહ્યો. ત્યારે તે મિથ્યાત્વીને મુનિએ પૂછ્યું: હે ભદ્ર ! આ નગરમાં કયા માર્ગથી નજીકનાં ઘરો આવે છે. તેણે વિચાર્યું. આ નગરના સ્વરૂપને જાણતો નથી તેથી હું આને મોટા દુઃખમાં નાંખુ. જેથી મને આ ખરાબ શુકનનું ફળ ન મળે. આ પ્રમાણે વિચારીને તેણે કહ્યું કે સાધુ ! આ માર્ગથી જા, જેથી ગૃહસ્થોનાં ઘરો જલદી પ્રાપ્ત થશે. ત્યાર પછી સરળ સ્વભાવવાળા તે સાધુ તેણે બતાવેલા માર્ગે જ ચાલ્યા. પરંતુ તે માર્ગ અપથ સમાન અતિ વિષમ હતો જ્યાં એક ડગલું પણ ચાલવા માટે તે સમર્થ થતા નથી. બધાં ઘરોનો પાછળનો ભાગ જ દષ્ટિપથમાં આવે છે. કોઈ પણ માણસ સામો પણ મળતો નથી. ત્યારે આ માર્ગના સ્વરૂપને જોઈને કોપાનલથી બળેલા તે સાધુએ વિચાર્યું અહો ! આ નગરના લોકો દુષ્ટ છે. જેથી આ પાપીએ નિષ્ઠયોજન જ મને આવા દુઃખમાં નાખ્યો. આવા પ્રકારના દુષ્ટ માણસો શિક્ષાને યોગ્ય છે. જેથી કહ્યું છે કે મૃદુત્વ મૃદુષુ શ્રેષ્ય, ચં વુિં | भृङ्गः क्षणोति काष्ठानि, कुसुमानि दुनोति न ॥१॥ અર્થ- કોમલ હોય તેના વિશે કોમળતા કરવી પ્રશંસનીય છે. કઠોર હોય તેના વિશે કઠોરતા કરવી પ્રશંસનીય છે. (કઠોર) લાકડાને ભમરો કોતરી ખાય છે. (કોમળ, ફૂલોને દુ:ખ પહોંચાડતો નથી. તેથી હું પણ આ દુષ્ટ લોકોને કષ્ટમાં નાખીશ. આ પ્રમાણે વિચારીને કોપથી આકુળ થયેલા તે સાધુએ ક્યાંય પણ છાયાવાળા પ્રદેશમાં રહીને ઉત્થાનશ્રુત ગણવાની શરૂઆત કરી. તે શ્રુતમાં ઉદ્વેગને ઉત્પન્ન કરનારાં સૂત્રો છે. જેના પ્રભાવથી ગામ હોય કે નગર હોય કે જનપદ હોય તે સારી રીતે વસેલું હોય તો પણ ઉજ્જડ થઈ જાય છે. હવે તે સાધુએ ગુસ્સાથી જેમ જેમ શ્રુત ગણ્યું તેમ તેમ નગરમાં એકાએક પરચક્ર વગેરેની વાર્તા પ્રગટ થવાથી સર્વે પણ નગરના લોકો ભયભીત થયેલા, શોકથી આકુળ થયેલા પોતાના ધન-ધાન્ય વગેરે બધું છોડીને કેવલ પોતાનો જીવ લઈને ચારે દિશામાં નાસી ગયા. રાજા પણ રાજ્ય છોડીને ભાગ્યો. નગર શૂન્ય કરાયું. તે અવસરે પડવું, સ્કૂલના પામવી, પલાયન થઈ જવું વગેરે ક્રિયાથી ઉત્પન્ન થયેલાં વિવિધ દુઃખોથી દુઃખી થયેલા નગરના લોકોને જોઈને કોપથી નિવૃત્ત થયેલા સાધુએ વિચાર્યું અહો ! મેં આ શું કર્યું? નિષ્કારણ જ આ બધા લોકોને પણ મેં દુઃખી કર્યા. પરંતુ સર્વજ્ઞનું વચન કેવી રીતે ખોટું પડે તેથી સ્વામીએ જે પહેલાં કહ્યું હતું તે જ થયું. ફોગટ જ ગુસ્સો કરીને હમણાં ઉત્પન્ન થતાં કેવળજ્ઞાનને હારી ગયો. Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યત્વ ત્યાર પછી આ પ્રમાણે પશ્ચાત્તાપને કરતાં અતિ કરુણારસમાં મગ્ન થયેલા તે સાધુએ સર્વ લોકોને સ્થિર કરવા માટે સમુત્થાનશ્રુતનું પરાવર્તન કરવાનું શરૂ કર્યું. તેમાં ઘણા આહ્વાદને ઉત્પન્ન કરનારાં સૂત્રો છે. જેના પ્રભાવથી ઉજ્જડ થયેલું પણ ગામ વગેરે તરત સારી રીતે વસેલું થાય છે. હવે જેમ જેમ તે મુનિ તે સૂત્રનું પરાવર્તન કરવા લાગ્યા, તેમ તેમ ખુશ થયેલા બધા પણ લોકો નગરની અંદર આવ્યા. રાજા પણ સહર્ષ પોતાના સ્થાનમાં આવ્યો. ભયની બધીય વાત નાશ પામી. સર્વ લોક સ્વસ્થ થયો. ત્યાર પછી તપથી જેણે શરીરને શોષી નાંખ્યું છે, પરમ ઉપશમ રસમાં નિમગ્ન થયેલા છે એવા દસાર મુનિ ત્યાં આહાર ગ્રહણ કર્યા વિના જ પાછા વળ્યા. વિનયપૂર્વક સ્વામીની પાસે આવ્યા. ત્યારે સ્વામીએ કહ્યું: હે દમસાર ! આજે ચંપા નગરીમાં ભિક્ષા માટે જતા તને મિથ્યાષ્ટિના વચનથી ગુસ્સો ઉત્પન્ન થયો ત્યાંથી માંડીને કોપ ઉપશાંત થયો છે એવો તું અહીં આવ્યો ત્યાં સુધીનું બધું કહ્યું. આ અર્થ સાચો છે? તેણે કહ્યું: હા, તે તે જ પ્રમાણે છે. ફરી સ્વામીએ કહ્યું : હે દમસાર ! જે અમારો સાધુ હોય કે સાધ્વી હોય તે કષાયને ધારણ કરે તો દીર્ઘ સંસારને કરે છે અને જે ઉપશમને ધારણ કરે છે તેનો સંસાર અલ્પ થાય છે. આ વાક્યને સાંભળીને મુનિએ કહ્યું છે ભગવાન્ ! મને ઉપશમ સારવાળું પ્રાયશ્ચિત્ત આપો. ત્યારે સ્વામીએ તપપ્રતિપત્તિરૂપ પ્રાયશ્ચિત્ત આપ્યું. ત્યારપછી દસાર મુનિએ સ્વામીની પાસે અભિગ્રહ કર્યો કે- “જ્યારે મને કેવળજ્ઞાન થશે ત્યારે હું આહાર ગ્રહણ કરીશ.” આ પ્રમાણે અભિગ્રહ કરીને દમસારમુનિ સંયમથી અને તપથી આત્માને ભાવતા વિચરવા લાગ્યા. ત્યાર પછી પ્રમાદથી ઉત્પન્ન થયેલા તે દોષની નિંદા અને ગઈ કરતા તે સાધુને શુભ અધ્યવસાયથી સાતમા દિવસે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ મહિમા કર્યો. ત્યાર પછી દસાર મુનિ ઘણા લોકોને પ્રતિબોધ કરી, બાર વર્ષ સુધી કેવલી પર્યાય પાળી, અંતે સંખના કરી સિદ્ધિ ગતિને પામ્યા. આ પ્રમાણે ઉપશમ ઉપર દમસાર મુનિનું દૃષ્ટાંત પૂર્ણ થયું. આ પ્રમાણે બીજા પણ સમ્યગ્દષ્ટિઓએ સંપૂર્ણ અભ્યતર તાપને નિવારનારા, સ્વારને ઉપકાર કરનારા, પરમ ઉપશમ રસમાં નિમગ્ન થવું જોઈએ. જેથી કરીને પરમ આનંદરૂપ સુખની શ્રેણિઓ ઉલ્લસિત થાય. આ પ્રમાણે ઉપશમ નામનું પહેલું લક્ષણ પૂર્ણ થયું. | (૨) સંવેગ- સંવેગ એટલે અતિશ્રેષ્ઠ એવાં પણ દેવ-મનુષ્યનાં સુખોનો ત્યાગ કરવા પૂર્વક ફક્ત મુક્તિ સુખનો જ અભિલાષ. સમ્યગ્દષ્ટિ ખરેખર નરેંદ્ર અને સુરેંદ્રનાં દિવ્ય પણ વિષય સુખોને અનિત્ય હોવાના કારણે અને દુઃખાનુબંધી હોવાના કારણે દુઃખરૂપે માનતો નિત્ય આનંદ સ્વરૂપ મોક્ષ સુખને જ સુખરૂપે માને છે અને વાંછે છે. આ સમ્યકત્વનું બીજું લક્ષણ છે. (૩) નિર્વેદ- નિર્વેદ એટલે નારક-તિર્યંચ વગેરેનાં સાંસારિક દુઃખોથી કંટાળો. સમ્યગ્દષ્ટિ જીવ જન્મ વગેરે દુઃખોથી અતિ ગહન એવા સંસારરૂપી કારાગારમાં અતિ ભારી કર્મરૂપી દંડપાલિકોથી તે તે રીતે કર્થના કરાતો પ્રતિકાર કરવા અસમર્થ અને મમત્વથી રહિત થયેલો (ચતુર્ગતિના) દુઃખના કારણે સંસારથી વિરાગી હોય છે. સમ્યકત્વનું આ ત્રીજું લક્ષણ છે. આ સંવેગ અને નિર્વેદ મુક્તિપદને પ્રાપ્ત કરાવનારા હોવાથી સમ્યગ્દષ્ટિ જીવોએ દઢ પ્રહારીની જેમ હંમેશા તેનો આશ્રય કરવો જોઈએ. દઢપ્રહારીનો વૃત્તાંત તો આ પ્રમાણે છે Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૪ આત્મપ્રબોધ દેઢપ્રહારીનું દૃષ્ટાંત માકંદી નગરીમાં સુભદ્ર શ્રેષ્ઠી રહે છે. તેને દત્ત નામનો પુત્ર છે. તે બાળપણમાં બાકીની સાથે રમતો દૃઢપ્રહારથી બાળકોને મારે છે. ત્યારે લોકોએ દૃઢપ્રહા૨ી એ પ્રમાણે તેનું નામ કર્યું. હવે દરરોજ આ પ્રમાણે કરતા તેને જોઈને લોકોએ શ્રેષ્ઠીને ઠપકો આપ્યો. તેથી શ્રેષ્ઠી ઘણીવાર વારતો હોવા છતાં પણ તે ક્રૂર હોવાના કારણે બાળકોને મારે જ છે. ત્યારે લોકોએ રાજાને તેનું સ્વરૂપ કહ્યું. તેથી રાજાના આદેશથી શ્રેષ્ઠીએ તેને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો. હવે અતિક્રૂર સ્વભાવવાળો તે બાળક ક્યાંય પણ નિવાસને નહીં પામતો ચોર પલ્લીમાં ગયો. ત્યાં કુસંસર્ગના કારણે ચોર થયો. એક વખત એક દરિદ્ર બ્રાહ્મણના ઘરે તે ચોરી કરવા માટે પ્રવેશ્યો. ત્યારે શીંગડાથી મારતી ચોરી કરવામાં અંતરાય કરતી ગાય તેની સન્મુખ દોડી. નિર્દય એવા તેણે તલવારથી તરત તે ગાયને મારી નાખી. તેથી જાગેલો બ્રાહ્મણ હાથમાં લાકડી લઈને સામે ગયો. તેને પણ તે જ પ્રમાણે મારી નાખ્યો. તેની પાછળ પોકાર કરતી સગર્ભા બ્રાહ્મણીને પણ તેણે મારી નાખી. પછી ભૂમિ ઉપર આળોટતા તેના ગર્ભને તેણે જોયો. ત્યારે કોઈપણ શુભના ઉદયથી તેના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. નિર્વેદ ગુણથી યુક્ત થયેલા તે ચોરે વિચાર્યુંઃ આહા ! પાપી એવા મેં આ પાપ કેમ કર્યું ? મનુષ્ય જન્મમાં આવા પ્રકારના ઘોર પાપ કરનારા મને ધિક્કાર થાઓ. ઇત્યાદિ વિચારીને પાંચ મુષ્ટિ લોચ કરીને તેણે ચારિત્રને ગ્રહણ કર્યું. ત્યાર પછી ‘જ્યાં સુધી આ પાપ મને યાદ આવશે ત્યાં સુધી હું અન્ન અને પાણી નહીં ગ્રહણ કરું.' એ પ્રમાણે અભિગ્રહ ગ્રહણ કરીને તે જ નગરમાં પૂર્વદિશાની શેરીમાં તે કાયોત્સર્ગથી રહ્યા. તે નગરના લોકોથી પથ્થર અને લાકડીઓના પ્રહારોથી મરાતા હોવા છતાં પણ ક્ષમાને જ ધારણ કરી મનમાં જરા પણ ક્ષોભ ન પામ્યા અને દોઢ માસ પછી કોઈએ પણ તેના પાપને યાદ ન કર્યું. ત્યાર પછી બીજી શેરીમાં તે કાયોત્સર્ગથી રહ્યા. ત્યાં પણ તે જ પ્રમાણે થયું. આ પ્રમાણે ચોથી શે૨ી સુધી થયું. ત્યારે આ પ્રમાણે સંસા૨થી વિરક્ત થયેલા અને પરમ સંવેગ રસથી યુક્ત થયેલા છ મહિનામાં સર્વપણ તે પાપને મૂળથી સહિત ઉખેડી નાખીને કેવળજ્ઞાનને પામીને તે જ ક્ષણે સિદ્ધિ ગતિમાં ગયા. આ પ્રમાણે સંવેગ અને નિર્વેદ ઉપર દૃઢપ્રહારીની કથા પૂર્ણ થઈ. આ કથાને સાંભળીને બીજા પણ આત્મહિતાર્થીઓએ યત્નથી તે બંનેને ધારણ કરવા જોઈએ. આ પ્રમાણે બીજું-ત્રીજું લક્ષણ કહ્યું. (૪) અનુકંપા- અનુકંપા એટલે દુ:ખી જીવો વિશે પક્ષપાત વિના દુઃખને દૂર કરવાની ઈચ્છા. પક્ષપાતથી તો કેવલ દુષ્ટ સ્વભાવવાળા વાઘ વગેરેઓને પણ પોતાના પુત્ર વગેરે ઉપર કરુણા હોય જ છે. પરંતુ પરમાર્થથી તે કરુણા નથી. આથી કહ્યું કે- પક્ષપાત વિના થતી કરુણા તે અનુકંપા છે. તે અનુકંપા દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારની છે. તેમાં દ્રવ્યથી અનુકંપા કોઈક દુઃખી જીવને જોઈને શક્તિ હોતે છતે તેના દુઃખનો પ્રતિકાર કરવાથી થાય છે. ભાવથી તો કોમળ હૃદય રાખવાથી થાય છે. આ બંને પ્રકારની પણ અનુકંપા ઇંદ્રદત્તને આશ્રયીને સુધર્મ રાજાની જેમ સમ્યગ્દષ્ટિઓએ નિરંતર આશ્રય કરવા યોગ્ય છે. અહીં સુધર્મ રાજાનું કથાનક આ પ્રમાણે છે Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સખ્યત્વે ૮૫ સુધર્મ રાજાનું કથાનક પાંચાલ દેશમાં વરશક્તિ નામનું નગર છે. તેમાં કરુણાથી કોમળ હૃદયવાળો, શ્રેષ્ઠ ધાર્મિક, જિનશાસન મતાનુસારી સુધર્મા નામનો રાજા રાજ્ય કરે છે. તેને નાસ્તિક મતનો અનુયાયી જયદેવ નામનો મંત્રી છે. એક વખત બીજા ગામથી આવેલા કોઈ ચરપુરુષે રાજસભામાં બેઠેલા રાજાની આગળ વિનંતી કરીઃ હે સ્વામી ! મહાબળ નામનો સીમાડાનો રાજા હમણાં ગામનો ઘાત કરવો, સાર્થને મારવા વગેરે રીતે લોકોને અત્યંત પીડે છે. મહાદુષ્ટ તે આપના વિના બીજા કોઈ પણથી સાધી શકાય તેમ નથી. તે સાંભળીને રાજાએ મંત્રી સામે જોયું. ત્યારે મંત્રીએ કહ્યું કે સ્વામી ! આ બિચારો જ્યાં સુધી આપે આક્રમણ કર્યું નથી ત્યાં સુધી જ ગર્જના કરે છે. કહ્યું છે કે - तावद्गर्जन्ति मातङ्गा, वने मदभरालसाः । शिरोऽवलग्नलांगूलो, यावन्नायाति केसरी ॥१॥ અર્થ- મદથી ભરાયેલા આળસુ હાથીઓ જ્યાં સુધી જેના મસ્તકે પૂછડું લાગેલું છે એવો કેસરી સિંહ આવ્યો નથી ત્યાં સુધી જ ગર્જના કરે છે. | ઇત્યાદિ મંત્રીનાં વચનો સાંભળીને રાજાએ વિચાર્યું. જે પોતાના દેશ માટે કાંટા સમાન હોય તેનું અવશ્ય નિરાકરણ કરવું જોઈએ. જો તેનું નિરાકરણ કરવામાં ન આવે તો રાજાને નીતિભંગનો પ્રસંગ આવે. નીતિશાસ્ત્રમાં સંભળાય છે કે- દુષ્ટનો નિગ્રહ અને શિષ્ટનું પાલન એ રાજાનો ધર્મ છે. ઈત્યાદિ. તેથી હવે પછી આ કાર્યમાં વિલંબ ન કરવો જોઈએ. આ પ્રમાણે વિચારીને રાજાએ તરત પોતાના સૈન્યને ભેગું કરીને પોતાના શત્રુ મહાબલ ઉપર ચઢાઈ કરી. ક્રમે કરીને તેના દેશમાં જઈને સંગ્રામથી તેને જીતીને તેનું સર્વસ્વ ગ્રહણ કરીને મહા આનંદથી પોતાના નગરની નજીકમાં આવ્યો. ત્યાર પછી પ્રવેશ સમયે મહાજન વડે મહોત્સવ કરાયો. બહુ સૈન્યથી પરિવરેલો રાજા જેટલામાં નગરના મુખ્ય દરવાજા પાસે આવ્યો તેટલામાં તે નગરનો દરવાજો પડી ગયો. તેથી અપશુકન થયું એમ જાણીને રાજા પાછો ફરીને નગરની બહાર રહ્યો. ત્યાર પછી મંત્રીએ તત્કાળ તે સ્થાને જ નગરનો નવો દરવાજો તૈયાર કરાવી દીધો. હવે બીજા દિવસે રાજા નગરમાં પ્રવેશ કરે છે તે સમયે તે નગરનો દરવાજો પણ તે જ પ્રમાણે પડી ગયો. આ પ્રમાણે ત્રીજા દિવસે પણ થયું. ત્યાર પછી બહાર રહેલા જ રાજાએ મંત્રીને પૂછયું: હે જયદેવ ! આ નગરનો દરવાજો કેમ ફરી-ફરી પડે છે? હવે કયા ઉપાયથી સ્થિર થશે ? ત્યારે મંત્રીએ જલદી કોઈક નિમિત્તના જાણકાર પુરુષને પૂછીને રાજાને કહ્યું: હે મહારાજ ! મેં નૈમિત્તિકને પૂછયું તો તેણે આ પ્રમાણે કહ્યું: આ નગરની અધિષ્ઠાયિકા કોઈક દેવી કુપિત થઈ છે. તે દરરોજ નગરના દરવાજાને પાડે છે. જો રાજા અથવા માતા-પિતા પોતાના હાથે એક મનુષ્યને મારી તેના લોહીથી નગરનો દરવાજો સીંચે ત્યારે તે સ્થિર થશે. પણ પૂજા, બલિ, નૈવેદ્ય વગેરે અન્ય ઉપાયોથી સ્થિર નહીં થાય. આ વચનને સાંભળીને રાજાએ કહ્યું: જો આવા પ્રકારના જીવવધથી આ નગરનો દરવાજો સ્થિર થતો હોય તો મારે આ નગરના દરવાજાનું અને આ નગરનું કંઈ પણ પ્રયોજન નથી. કહ્યું છે કે Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૬ क्रियते किं सुवर्णेन, शोभनेनापि तेन च । कर्णस्त्रुटति येनाङ्ग - शोभाहेतुनिरन्तरं ॥ १ ॥ અર્થ- જે કાન શરીરની નિરંતર શોભાનો હેતુ છે તે કાન જેનાથી તૂટી જાય છે તે સુંદર પણ સોનાથી શું કરાય ? અર્થાત્ એવા સોનાનું શું કામ છે ? તેથી જ્યાં હું છું ત્યાં જ નગ૨ છે, અર્થાત્ જ્યાં હું છું ત્યાં નગર વસાવીશ. ત્યાર પછી મંત્રીએ આવા પ્રકારના રાજાના નિશ્ચયને જાણીને બધા ય મહાજનોને બોલાવીને કહ્યું: હે લોકો ! સાંભળો. મનુષ્ય વધ વિના નગરનો દરવાજો સ્થિર રહેતો નથી. મનુષ્ય વધ વગેરે રાજાના આદેશ વિના કરી શકાતો નથી. તેથી તમારા વિચારમાં જે બેસતું હોય તે કરો. ત્યાર પછી મહાજને રાજાની આગળ આવીને કહ્યું: હે સ્વામી ! અમે આ બધું પણ કાર્ય ક૨શે. તમારે મૌન ધારણ કરીને રહેવું. રાજાએ કહ્યું: પ્રજા જે પુણ્ય અને પાપ કરે છે તેનો છઠ્ઠો ભાગ મને પણ લાગે છે. તેથી આ પાપકાર્યમાં સર્વથા મારો અભિલાષ નથી. ત્યાર પછી ફરી પણ મહાજને અતિ આગ્રહથી કહ્યું: હે સ્વામી ! પાપનો ભાગ અમને થાઓ અને પુણ્યનો ભાગ આપને થાઓ. એ પ્રમાણે અમારા વચનને અવધારી હમણાં આપે કંઈ પણ ન બોલવું. ત્યારે રાજા મૌન ધારણ કરીને રહ્યો. ત્યાર પછી મહાજને દરેક ઘરમાંથી દ્રવ્ય ભેગું કરીને તે દ્રવ્યથી સુવર્ણ પુરુષ બનાવ્યો. પછી તે પુરુષને ગાડામાં સ્થાપીને અને ક્રોડ દ્રવ્યનું કવર તેની આગળ મૂકીને નગરમાં ઘોષણા કરાવી. જો માતાપિતા પોતાના હાથે પુત્રનું ગળું મરડીને દેવતાને બિલ આપશે તો તેઓને આ સુવર્ણ પુરુષ ક્રોડ દ્રવ્ય આપવામાં આવશે. હવે તે જ નગરમાં મહાદરિદ્ર વરદત્ત નામનો બ્રાહ્મણ છે. તેની પતી રુદ્રસોમા છે. તે કરુણા વગરની છે. તેઓને સાત પુત્રો છે. તે વરદત્ત બ્રાહ્મણે તે ઉદ્ઘોષણા સાંભળીને પોતાની પત્નીને પૂછ્યું: હે પ્રિયે ! નાના પુત્ર ઇદ્રદત્તને આપીને આ દ્રવ્ય લેવામાં આવે તો સારું થાય. કારણ કે દ્રવ્યની પ્રાપ્તિમાં બધા ગુણો પ્રાપ્ત થશે. કહ્યું છે કે અને यस्यास्ति वित्तं स नरः कुलीनः, स पण्डितः स श्रुतवान् गुणज्ञः । स एव वक्ता स च दर्शनीयः सर्वे गुणाः काञ्चनमाश्रयन्ति ॥ १ ॥ આત્મપ્રબોધ અર્થ- જેની પાસે ધન છે તે માણસ કુલીન છે, તે પંડિત છે, તે શ્રુતવાન છે, તે ગુણને જાણનારો છે, તે જ વક્તા છે અને તે દર્શનીય છે. બધા ગુણો સુવર્ણનો આશ્રય કરે છે. વળી હે ભદ્રે ! ધનનું માહાત્મ્ય જો. पूज्यते यदपूज्योऽपि यदगम्योऽपि गम्यते । वन्द्यते यदवन्द्योऽपि तत्प्रभावो धनस्य च ॥ २॥ અર્થ- અપૂજ્ય પણ જે પૂજાય છે, અગમ્ય પણ જે ગમ્ય બને છે, અને અવંદ્ય પણ જે વંદનીય બને છે તે પ્રભાવ ધનનો છે. તથા હે પ્રિયે ! આ ધન ઘરે આવશે એટલે બ્રાહ્મણ ભોજન આદિ ઘણા ધર્મકાર્યોથી આ પાપ તરત આપણે દૂર કરશું. તેથી આ કાર્યમાં કોઈ પણ ચિંતા ન કરવી. ત્યારે કરુણા વગરની, ધનની Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યક્ત્વ લોભી એવી તેણીએ પણ તેના વચનને ‘તહત્તિ' કરીને સ્વીકાર્યું. ત્યાર પછી વરદત્તે પટહને પકડીને કહ્યું: મને આ દ્રવ્ય વગેરે આપો. હું તમને પુત્ર આપીશ. ત્યારે મહાજને કહ્યુંઃ જો પત્ની સહિત તું પુત્રના ગળાને મરડીને દેવતાને બિલ આપીશ તો આ બધું તને આપવામાં આવશે. જો તેમ નહીં કરે તો આ બધું તને આપવામાં નહીં આવે. વરદત્તે તે બધું સ્વીકાર્યું. ત્યારે નજીકમાં રહેલા ઇંદ્રદત્તે પિતાની તે વાતને સાંભળીને મનમાં વિચાર્યું: અહો ! સંસારમાં સ્વાર્થ જ પ્રિય છે. પરમાર્થથી કોઈ પણ કોઈનો પ્રિય નથી. જેથી કહ્યું છે કે- પંખીઓ ક્ષીણ ફળવાળા વૃક્ષનો ત્યાગ કરે છે. સારસો સુકાઈ ગયેલા સરોવરનો ત્યાગ કરે છે. ગણિકાઓ નિર્ધન થયેલા પુરુષનો ત્યાગ કરે છે. સેવકો પદથી ભ્રષ્ટ થયેલા રાજાનો ત્યાગ કરે છે. ભમરાઓ ગંધ વગરના ફૂલનો ત્યાગ કરે છે. મૃગલાઓ બળી ગયેલા વનનો ત્યાગ કરે છે. બધો લોક સ્વાર્થને વશ થઈ પ્રવૃત્તિ કરે છે, કોઈ કોઈનું વહાલું નથી.... ફરી વિચાર્યુંઃ જે દરિદ્રો હોય છે તેને પ્રાયઃ કરુણા હોતી જ નથી. કહ્યું છે કે बुभुक्षितः किं न करोति पापं, क्षीणा नरा निष्करुणा भवन्ति । આવ્યાદિ મદ્રે ! પ્રિયવર્ણનસ્ય, ન વત્તઃ પુનરુતિ વં॥ શ્ ॥ ૮૭ અર્થ- એવું કયું પાપ છે કે જે ભૂખ્યો માણસ ન કરે, (ધનથી) ક્ષીણ થયેલો માણસ નિર્દય = કરુણા વગરનો હોય છે. હે ભદ્રે ! તું કહે કે- 'પ્રિયદર્શનનો (પુત્ર) ગંગદત્ત ફરી કૂવા પાસે નથી આવતો. ત્યાર પછી વરદત્તે દ્રવ્ય ગ્રહણ કરીને આ પ્રમાણે વિચાર કરતા જ પોતાનો પુત્ર મહાજનને અર્પણ કર્યો. મહાજને સારાં વસ્ત્ર, ચંદન, પુષ્પ, તાંબૂલ, તિલક, કુંડલ, કેયૂર, કટક, મોતીની માળા વગેરે આભૂષણોથી શણગારીને રાજાની નજીકમાં લાવ્યા. ત્યારે અલંકારવાળા, માતા-પિતાથી યુક્ત, ઘણા નગરલોકોથી વીંટળાયેલા, વિકસિતવદનવાળા ઇંદ્રદત્તને જોઈને ચમત્કાર પામેલા રાજાએ પણ કહ્યું: રે બાળક ! હમણાં વિષાદના અવસરે તું આનંદિત માણસની જેમ વિકસિત વદનવાળો કેમ દેખાય છે ? મરણથી શું બીતો નથી ? બાળકે કહ્યુંઃ હે દેવ ! જ્યાં સુધી ભય ન આવે ત્યાં સુધી ડરવું જોઈએ. ભય આવી ગયા પછી તો નિઃશંકપણે સહન કરવું જોઈએ. કહ્યું છે કેतावदेव हि भेतव्यं यावद्भयमनागतं । आगतं तु भयं दृष्ट्वा, प्रहर्त्तव्यमशङ्कितैः ॥ १ ॥ અર્થ- જ્યાં સુધી ભય આવ્યો ન હોય ત્યાં સુધી જ ડરવું જોઈએ. ભયને આવેલ જોઈને તો નિઃશંકપણે મારી હઠાવવું જોઈએ. ફરી પણ ઇંદ્રદત્તે કહ્યું: હે રાજન્ ! એક નીતિવાક્ય કહું છું. આપે અને બધા લોકોએ સાવધાન થઈને સાંભળવું. લોકમાં પણ પિતાથી સંતાપિત કરાયેલો બાળક માતાના શરણે જાય છે. માતાથી ખેદ પમાડાયેલો પિતાના શરણે જાય છે. બંનેથી ખેદ પમાડાયેલો રાજાના શરણે જાય છે. રાજાથી પણ સંતાપિત કરાયેલો મહાજનના શરણે જાય છે. પરંતુ હે સ્વામિન્ ! જ્યાં માતા-પિતા પુત્રનું ગળું મરડવું વગેરે કરતા હોય, રાજા તેમાં પ્રેરણા કરતો હોય, મહાજન દ્રવ્ય આપીને હણવા ૧. આ શ્લોક કોઈ કથા સંબંધી હોય તેમ લાગે છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ માટે ગ્રહણ કરતો હોય ત્યારે પરમેશ્વર વિના કોનું શરણું સ્વીકારાય? અને કોની આગળ પોતાના દુઃખને જણાવાય? કહ્યું છે કે माता यदि विषं दद्यात्, पिता विक्रीण(णी)ते सुतं । राजा हरति सर्वस्वं, शरणं कस्य जायते ? ॥ १॥ અર્થ- માતા જો ઝેર આપે, પિતા પુત્રને વેંચે, રાજા સર્વસ્વ હરી લે તો કોનું શરણ થાય? તેથી હે રાજન્ ! પરમેશ્વરને જ શરણ કરીને ધીરપણાથી મરણના દુઃખને સહન કરવું જોઈએ. આ પ્રમાણે તેના વચનને સાંભળીને અતિ કરુણારસમાં ડૂબેલા રાજાએ કહ્યું હે લોકો ! શા માટે તમે આ બાળકને મારવા આદિનો પ્રયાસ કરો છો ? આવા પ્રકારના પાપના કારણે આ નગરથી અને આ નગરના દરવાજાથી મારે કાંઈ પ્રયોજન નથી જ. કારણ કે આ સંસારમાં જે કોઈ જીવો છે તે બધા પણ જીવવાની ઈચ્છાવાળા છે. પરંતુ કોઈ પણ મરણને ઈચ્છતું નથી. તેથી આત્મહિતને ઈચ્છતા પુરુષે કોઈની પણ હિંસા ન કરવી જોઈએ. બધા પણ જીવો વિશે અનુકંપા કરવી જોઈએ. હવે આ પ્રમાણે વૈર્યપૂર્વક અનુકંપામાં તત્પર રાજાને અને સત્ત્વવાળા બાળકને જોઈને ખુશ થયેલી નગરની અધિષ્ઠાયિકા દેવીએ બંને ઉપર પુષ્પની વૃષ્ટિ કરી અને તે જ ક્ષણે તે નગરનો દરવાજો બનાવ્યો. ત્યાર પછી આનંદિત થયેલો સર્વ પણ લોક સાચા ભાવથી રાજાના ગુણોની પ્રશંસા કરતો અને દયામય શ્રી જિનધર્મની અનુમોદના કરતો પોત-પોતાના સ્થાને ગયો. રાજા પણ મોટા ઉત્સવપૂર્વક તે જ દરવાજાથી નગરમાં પ્રવેશીને પોતાના ઘરે આવ્યો. ઇદ્રદત્ત પણ હર્ષપૂર્વક પોતાના ઘરે ગયો. બધાય લોકો સુખી થયા. ત્યારે ઘણા ભવ્ય જીવોએ દયામય શ્રી જિનધર્મનો સ્વીકાર કર્યો. આ પ્રમાણે અનુકંપા ઉપર સુધર્મ રાજાનું દૃષ્ટાંત પૂર્ણ થયું. આ પ્રમાણે બીજાઓએ પણ આત્મધર્મને બતાવનારી, સર્વ સુખની શ્રેણિને પ્રાપ્ત કરાવનારી, સંપૂર્ણ જગતના જીવો ઉપર અનુકંપા કરવી જોઈએ. આ પ્રમાણે અનુકંપા નામનું ચોથું લક્ષણ કહ્યું. (૫) આસ્તિક્ય- વસ્તિ = છે, એ પ્રમાણે જેની મતિ છે તે આસ્તિક કહેવાય. આસ્તિકનો ભાવ અથવા કર્મ આસ્તિક્ય કહેવાય. બીજા તત્ત્વને સાંભળવા છતાં જિનોક્ત તત્ત્વ વિષયમાં કોઈ પણ જાતની આકાંક્ષા રાખ્યા વિના સ્વીકાર એટલે કે જિનવચનમાં વિશ્વાસ તે આસ્તિક્ય છે. આસ્તિક્ય જીવનો ધર્મ હોવાથી અપ્રત્યક્ષ એવું પણ સમ્યકત્વ તેનાથી જણાય છે. સમ્યકત્વવાળો આસ્તિક કહેવાય છે. આગમમાં પણ मन्नइ तमेव सच्चं, निस्संकं जं जिणेहिँ पन्नत्तं । सुहपरिणामो सम्मं, कंखाइविसुत्तियारहिओ ॥ १॥ અર્થ- જે જિનેશ્વર ભગવંતે કહ્યું છે તે જ શંકા વિના સાચું છે, એવું માને. કાંસા આદિ દુષ્ટ ચિંતનથી રહિત આત્માનો શુભ પરિણામ સમ્યકત્વ છે. ભાવાર્થ તે પદ્મશખરની કથાથી જાણવો. તે કથા આ પ્રમાણે છે Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ ૮૯ પાશેખર રાજાની કથા આ જંબૂદ્વીપમાં, ભરતક્ષેત્રમાં પૃથ્વીપુર નામનું નગર છે. તેમાં પધશેખર નામનો રાજા રાજ્ય કરે છે. એક વખત તે નગરના નજીકના ચૈત્યમાં ઘણા સાધુઓથી પરિવરેલા શ્રી વિનયંધર સૂરિ સમોસર્યા. ઘણા લોકોથી યુક્ત રાજા તેમને વંદન કરવા ગયો. ગુરુએ સકલ ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યારે પદ્મશેખર રાજાએ શ્રી ગુરુની પાસેથી સારી રીતે જીવાદિ તત્ત્વના પરમાર્થને જાણીને વજલેપની જેમ પોતાના હૃદયમાં ધારણ કર્યો. બીજા પણ ઘણા ભવ્ય જીવોએ સમ્યકત્વરને પ્રાપ્ત કર્યું. ત્યાર પછી સર્વ પણ રાજા વગેરે લોક ગુરુને નમન કરીને પોતાના સ્થાને ગયો. ગુરુ પણ ત્યાંથી વિહાર કરીને બીજા સ્થળે ગયા. હવે પધશેખર રાજા શ્રી જિનોક્તતત્ત્વમાં પરમ આસ્તિક્યને ધારણ કરતો સુખેથી કાળ પસાર કરે છે. તથા જે કોઈ પણ મંદબુદ્ધિવાળો શઠ જીવાદિ તત્ત્વને માનતો નથી તે પુરુષને જેમ શ્રેષ્ઠ સારથિ વૃષભને દમીને સન્માર્ગે લાવે તેમ દમીને સન્માર્ગે લાવે છે. રાજા સભામાં ઘણા પ્રકારે બધા લોકોની આગળ ભક્તિરાગથી ગુરુના ગુણોની પ્રશંસા કરે છે. તે આ પ્રમાણે- લોકો ! તમે સાંભળો. આ લોકમાં મમત્વથી રહિત, જીવદયાની પ્રરૂપણા કરનારા, દુષ્ટ વાદીગણને જીતનારા, કષાય વગરના, નિરુપમ ઉપશમ રસના સમૂહથી ભરેલા હૃદયવાળા, રાગ-દ્વેષથી મૂકાયેલા, સંસારથી ' વિરાગ પામેલા, જેમનો કામ વિકાર નાશ પામ્યો છે એવા, સિદ્ધિરૂપી રમણીની સેવા કરનારા, સકલ દ્રવ્યનો ત્યાગ કરનારા, શ્રેષ્ઠ ચારિત્ર રતને ધારણ કરનારા, સર્વ જીવો વિશે કરુણા કરવામાં તત્પર થયેલા, દુર્ધર પ્રમાદરૂપી હાથીનો નાશ કરવામાં સિંહ સમાન, આવા પ્રકારના ગુરુ હોય છે. જે જીવો ખરેખર મનુષ્યપણું આદિ સકલ ધર્મસામગ્રીને પામીને આવા પ્રકારના ગુણોથી યુક્ત ગુરુની સેવા કરે છે તેઓ ધન્ય છે. જે તેઓનું વચનરૂપી અમૃત પીએ છે તે અતિ ધન્ય છે ઇત્યાદિ. તથા આવા પ્રકારના વચન રસથી તે રાજા ઘણા ભવ્ય લોકોને ધોવાઈ ગયેલા પાપ કર્મરૂપમલવાળા કરીને જિનધર્મમાં સ્થાપે છે. પરંતુ ત્યાં જ એક વિજય નામના શ્રેષ્ઠીના પુત્રે રાજાના તે વચન ઉપર વિશ્વાસ નહીં કરતાં કહ્યું હે નરનાથ ! જે તમે મુનિઓને વખાણો છો તે બધું પણ પરાળ તુલ્ય છે. કારણ કે તેઓ પવનથી ચાલેલા ધ્વજાના પટની જેમ ચંચળ ચિત્તને, અને પોતપોતાના વિષયોમાં આસક્ત ઇંદ્રિયોને કેવી રીતે રોકવા માટે સમર્થ છે? દેવ વગેરે પણ તેઓને રોકવા સમર્થ નથી. આ સાંભળીને રાજાએ વિચાર્યું. આ દુષ્ટબુદ્ધિવાળો વાતોડિયો આ પ્રમાણે અગડંબગડ બોલતો બીજા ભોળા માણસોને સુમાર્ગથી પાડશે. આથી આ કોઈપણ ઉપાયથી બોધ કરવા યોગ્ય છે. આ પ્રમાણે વિચારીને પોતાના પરમ સેવક યક્ષ નામના પુરુષને એકાંતમાં આદેશ કર્યો કે- હે યક્ષ ! તારે વિજયની સાથે મૈત્રી કરીને પોતાના વિશે અતિ વિશ્વાસ ઉત્પન્ન કરાવીને કોઈ પણ રીતે મારું આ મહામૂલ્યવાળું રતનું આભરણ તેના રતકરંડિયામાં નાખવું. ત્યારે યક્ષે પણ રાજાના વચનને તહત્તિ કરીને સ્વીકારીને વિજયની સાથે મહામૈત્રી કરી, અને તેને સારી રીતે વિશ્વાસ ઉત્પન્ન કરાવ્યો. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૦ આત્મપ્રબોધ પછી એક વખત અવસર જાણીને રાજાનું આભરણ વિજયના રતકરંડિયામાં નાખીને રાજાને સર્વ વૃત્તાંત જણાવ્યો. ત્યાર પછી રાજાએ નગરમાં આ પ્રમાણે ત્રણ વાર ઉઘોષણા કરાવી. હે લોકો ! સાંભળો. આજે એક મહામૂલ્ય રાજાનું આભરણ જડતું નથી. તેથી કોઈએ પણ જો તે ગ્રહણ કર્યું હોય તો જલદી પાછું આપી દેવું. જો તેમ નહીં કરે અને પાછળથી પણ ખબર પડશે તો ગ્રહણ કરનારને મહાદંડ થશે. આ પ્રમાણે ઉદ્ઘોષણા કરાવીને નગરના બધા લોકોના ઘરની તપાસ કરવા માટે પોતાના સેવકોને આદેશ કર્યો. ત્યાર પછી ઘરની શોધ કરતા તેઓએ વિજયના ઘરમાં રતકરંડિયામાં રહેલા રાજાના રનના આભરણને જોઈને પૂછયુંઃ હે ! આ શું છે? તેણે કહ્યું: હું જાણતો નથી. ફરી તેઓએ કહ્યું: હે ! જાતે જ આ આભરણને ચોરીને હું જાણતો નથી એમ કેમ કહે છે ? ત્યારે વિજય ભયથી કંઈપણ બોલવા માટે અસમર્થ થયેલો મૌન ધારણ કરીને રહ્યો. ત્યાર પછી તેઓ પણ તેને બંધનોથી ગાઢ બાંધીને રાજાની આગળ લાવ્યા. રાજાએ “તમારે આનો વધ ન કરવો.” એ પ્રમાણે ગુપ્ત રીતે આદેશ કરીને સભા સમક્ષ “આ ચોર છે આથી આ મારવા યોગ્ય છે એ પ્રમાણે કહીને મારાઓને સોંપ્યો. ત્યારે તેના સ્વજન સંબંધી વગેરે બધાય લોકો જુએ છે પરંતુ પ્રત્યક્ષ જ ચોર જાણીને કોઈ પણ તેને છોડવતા નથી. ત્યાર પછી જીવિતથી નિરાશ થયેલા વિજયે દીન વચનોથી યક્ષને કહ્યું: હે મિત્ર ! તું કોઈ પણ રીતે રાજાને પ્રસન્ન કરીને કોઈ પણ પ્રચંડ દંડથી પણ મને જીવન અપાવ. ત્યારે યક્ષે પણ તેના વચનને અવધારીને વિનંતી કરી. તે સ્વામી ! યથાયોગ્ય દંડ કરીને આ મારા મિત્રને છોડો અને સકલ કલ્યાણનું આશ્રય એવું જીવન આપો. ત્યાર પછી રાજા જાણે ગુસ્સે થયો હોય તેમ ક્રૂર દૃષ્ટિ કરીને બોલ્યોઃ જો આ મારા ઘરેથી તેલથી ભરેલા પાત્રને લઈને બિંદુ જેટલું પણ ભૂમિ ઉપર પાડ્યા વિના આખાય નગરમાં ભમીને તે પાત્રને મારી આગળ મૂકે તો એના જીવનનું રક્ષણ કરું. બીજી રીતે નહીં. આ આદેશ યક્ષે વિજય આગળ કહ્યો. મરણના ભયથી ભય પામેલા વિજયે પણ પોતાના જીવન માટે તે બધુંય સ્વીકાર્યું. ત્યાર પછી પદ્મશેખર રાજાએ પોતાના નગરના બધાય લોકોને બોલાવીને આ પ્રમાણે આદેશ કર્યો. તે લોકો ! આજે નગરની અંદર સ્થાને સ્થાને વીણા, વેણુ, મૃદંગ વગેરે વિવિધ વાજિંત્રો વગાડો તથા અતિ મનોહર રૂપને ધારણ કરનારી વેશ્યાઓના ગણને દરેક ઘરમાં નચાવો. લોકોએ પણ રાજાની વાણીથી તે પ્રમાણે જ કર્યું. પણ મરણના ભયથી વિજયે ઇંદ્રિયના વિકારોને રોકીને, મનને કાબૂમાં રાખીને તે તેલથી ભરેલા પાત્રને સકલ પણ નગરમાં ભમાવીને પાછો રાજાની સભામાં આવીને તે પાત્ર પ્રયતથી રાજાની આગળ મૂકીને રાજાને પ્રણામ કર્યા. ત્યાર પછી રાજાએ કંઈક હસીને વિજયને કહ્યું: હે વિજય ! આ ગીત નૃત્ય વગેરે અત્યંત પ્રવર્તતા હોવા છતાં વિજળી જેવા ચંચળ મન અને ઇન્દ્રિયને તે કેવી રીતે રોક્યા ? નમીને તેણે કહ્યું: હે સ્વામી ! મરણના ભયથી રોક્યા. કહ્યું છે કે- “મરણ સમાન ભય નથી.” ત્યાર પછી રાજાએ કહ્યું: હે વિજય ! વિષયમાં તૃષાવાળા તેં જો એક ભવના મરણના ભયથી આ પ્રમાણે પ્રમાદને મારી હટાવ્યો તો પછી અનંતભવ ભ્રમણના ભીરુ, તત્ત્વને જાણનારા મુનીશ્વરો અનંત અનર્થને ઉત્પન્ન કરનારા પ્રમાદને કેવી રીતે સેવે ? રાજાના આ વચનને સાંભળીને મોહનો ઉદય જેનો ચાલ્યો ગયો છે.એવો તે વિજય પણ જિનધર્મના પરમાર્થને જાણનારો થયો અને શ્રાવક ધર્મને સ્વીકાર્યો. Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યક્ત્વ ત્યાર પછી પોતાનો સાધર્મિક થવાથી તેનું બહુમાન કરીને મહાન આડંબરથી રાજા તેને ઘરે લઈ ગયો. ત્યારે આનંદિત થયેલા સર્વ લોકે પણ પગલે પગલે રાજાના ગુણ ગાયા. આ પ્રમાણે પદ્મશેખર રાજા ઘણા ભવ્યજીવોને જિનધર્મમાં સ્થાપીને દ૨૨ોજ સદ્ધર્મના મહિમાને વિસ્તારીને, લાંબા કાળ સુધી રાજ્યનું પાલન કરીને શ્રેષ્ઠ આસ્તિક્યનું જેણે આરાધન કર્યું છે એવો તે દેવલોકમાં ઉત્પન્ન થયો. આ પ્રમાણે આસ્તિક્ય ઉપર પદ્મશેખર રાજાનું દૃષ્ટાંત પૂર્ણ થયું. આ ચરિત્રને ભવ્યજીવોએ સારી રીતે પોતાના હૃદયમાં પરિભાવન કરીને આસ્તિક્યમાં વિશેષથી યત્ન કરવો જોઈએ. જેથી સુખેથી મુક્તિની પ્રાપ્તિ થાય. આ પ્રમાણે આસ્તિક્ય નામનું પાંચમું લક્ષણ કહ્યું. આ ઉપશમ વગેરે પાંચ સમ્યક્ત્વનાં લક્ષણો છે. આ લક્ષણોથી બીજામાં રહેલું પરોક્ષ સમ્યક્ત્વ સારી રીતે જણાય છે. ૯૧ યતના-૬ હવે છ પ્રકારની યતના કહેવામાં આવે છે- અન્યદર્શનીઓને વંદન-નમસ્કાર ન કરવા, અન્યદર્શનીઓની સાથે આલાપ-સંલાપ ન કરવા, અન્યદર્શનીઓને આહાર વગેરેનું દાન ન કરવું, અન્યદર્શનીઓના દેવની અને અન્યદર્શનીઓએ ગ્રહણ કરેલાં અરિહંતબિંબોની પૂજા ન કરવી એમ છ પ્રકારની યતના છે. (૧)પરતીર્થિકાદિ વંદન-(૨) નમસ્કાર- પરતીર્થિકો એટલે પરિવ્રાજક, ભિક્ષુ, ભૌત સાધુ વગેરે ૫રદર્શનવાળા. આદિ શબ્દથી રુદ્ર, વિષ્ણુ, સુગત વગેરે પરતીર્થિક દેવો સમજવા. તથા અરિહંત પ્રતિમા સ્વરૂપ સ્વપક્ષના દેવ પણ દિગંબર આદિ કુતીર્થિકોએ સ્વીકારેલા હોય, અથવા ભૌતિક આદિએ ગ્રહણ કરેલા મહાકાલ વગે૨ે, તે બધાને વંદન કરવું એટલે કે તેમની સ્તવના કરવી, તેમને નમસ્કાર કરવા એટલે કે મસ્તકથી અભિવાદન કરવું. આ બંને પણ સમ્યગ્દષ્ટિઓએ ન કરવું જોઈએ. જો તેમ કરવામાં આવે તો તેના ભક્તોને મિથ્યાત્વ વગેરેમાં સ્થિર કરવાનું થાય. પ્રવચન સારોદ્વારની વૃત્તિમાં તો વંદન એટલે મસ્તકથી અભિવાદન અને નમસ્કાર એટલે પ્રણામપૂર્વક પ્રશસ્ત ધ્વનિથી ગુણોનું ઉત્કીર્તન એ પ્રમાણે કહ્યું છે. અને બીજી જગ્યાએ તો આ પ્રમાણે દેખાય છે કે वंदणयं करजोडण, सिरनामण पूयणं च इह नेयं । वायाइ नमुक्कारो, नमंसणं मणपसाओ य ॥ १॥ અર્થ- હાથ જોડવા, મસ્તક નમાવવું, પૂજન કરવું એ વંદન જાણવું. અને વાણીથી નમસ્કાર કરવો અને મનની પ્રસન્નતા એ નમસ્કાર જાણવો. (૩-૪) આલાપ- સંલાપ- જો પરતીર્થિકોએ પહેલાં બોલાવ્યા ન હોય તો સમ્યગ્દષ્ટિએ તેઓની સાથે આલાપ એટલે કે અલ્પ વાતચીત અને સંલાપ એટલે કે વારંવાર વાતચીત તે બંનેનો પણ ત્યાગ કરવો જોઈએ. કારણ કે તેઓની સાથે વાતચીત કરવામાં તેઓની સાથે પરિચય થાય. ત્યાર પછી કેટલાકને તેઓના વિનષ્ટ આચારને સાંભળવાથી મિથ્યાત્વ વગેરેનો ઉદય પણ થાય. જો તેઓએ પહેલાં બોલાવ્યા હોય તો સંભ્રમ વિના લોક અપવાદના ભયથી કંઈક થોડી વાતચીત કરે પણ. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૨ આત્મપ્રબોધ (૫) અશનાદિ દાન- તે પરતીર્થિકોને સમ્યગ્દષ્ટિઓએ અશન-પાન ખાદિમ-સ્વાદિમવસ્ત્ર-પાત્ર વગેરે કંઈ પણ ન આપવું જોઈએ. તે આપવામાં પોતાને અને જોનારા બીજા લોકોને તેઓને વિશે બહુમાન ભાવ થવાથી મિથ્યાત્વની પ્રાપ્તિ થાય. અહીં પરતીર્થિકોને અશનાદિ દાનનો નિષેધ કર્યો છે તે અનુકંપાને છોડીને સમજવો. જો તેઓ અનુકંપાના વિષય બન્યા હોય તો તેઓને પણ દાન આપવું જોઈએ. જેથી કહ્યું છે કે __ सव्वेहिं पि जिणेहिं, दुज्जयजियरागदोसमोहेहिं । सत्ताणुकंपणट्ठा, दाणं न कहिं पि पडिसिद्धं ॥ १ ॥ અર્થ- દુર્જય એવા રાગ-દ્વેષ-મોહને જીતનારા સર્વે પણ જિનેશ્વરોએ જીવોની અનુકંપા માટે દાનનો ક્યાંય પણ નિષેધ કર્યો નથી. (૬) પૂજા નિષેધ- તથા તે સમ્યગ્દષ્ટિઓએ પરતીર્થિક દેવોની તથા પરતીર્થિકોએ ગ્રહણ કરેલા જિનબિંબોની પૂજા વગેરે માટે ગંધ-પુષ્પ વગેરે મોકલવું ન જોઈએ. આદિ શબ્દથી તેઓનું વિનય-વેયાવચ્ચ-યાત્રા-સ્નાત્ર વગેરે ન કરવું જોઈએ. કારણ કે આ કરવામાં લોકોને મિથ્યાત્વમાં સ્થિર કરવાનું થાય. આ પરતીર્થિકાદિને વંદન કરવાનો ત્યાગ વગેરે છ યતનાથી યતના કરતો ભવ્યાત્મા ભોજરાજાના પુરોહિત ધનપાલની જેમ સમ્યકત્વનું ઉલ્લંઘન કરતો નથી. અહીં ધનપાલનો વૃત્તાંત આ પ્રમાણે છે ધનપાલનો વૃત્તાંત અવંતી નગરીમાં સર્વધર નામનો રાજાનો પુરોહિત રહેતો હતો. તેને ધનપાલ અને શોભન નામના બે પુત્રો હતા. તેઓ પાંડિત્ય આદિ ગુણોથી યુક્ત હોવાથી રાજાના બહુ માનનીય હતા. હવે એક વખત તે નગરીમાં સિદ્ધસેન સૂરિના સંતાનીય શ્રી સુસ્થિત આચાર્યના શિષ્ય શ્રી વર્ધમાનસૂરિ ઘણાં ભવ્યજનને પ્રતિબોધ કરવા માટે આવ્યા. ત્યારે ત્યાં ગમનાગમન કરવાથી સર્વધરની પણ ગુરુની સાથે મૈત્રી થઈ. એક વખત તેણે ગુરુને પૂછયું: હે સ્વામી ! ઘરના આંગણાની ભૂમિમાં ક્રોડ દ્રવ્ય મૂકેલું છે. તે ઘણી રીતે શોધવા છતાં ન મળ્યું. હવે તે કેવી રીતે મળશે ? ત્યારે ગુરુએ કંઈક હસીને કહ્યું: જો મળે તો શું ? તેથી સર્વધરે કહ્યું: હે સ્વામી ! અર્ધો ભાગ કરીને આપવામાં આવે. ત્યારે ગુરુએ તેના ઘરમાં જઈને કોઈપણ પ્રયોગથી તે જ ક્ષણે સર્વ પણ દ્રવ્ય પ્રગટ કરાવીને બતાવ્યું. ત્યાર પછી સર્વધરે તેના બે ઢગલા કરીને ગુરુને વિનંતી કરી. તે સ્વામી ! અધું દ્રવ્ય ગ્રહણ કરો. ગુરુએ કહ્યું: દ્રવ્યથી અમને કંઈ પણ પ્રયોજન નથી. આવા પ્રકારનું તો વિદ્યમાન દ્રવ્ય પણ અમે ત્યાખ્યું છે. બ્રાહ્મણે કહ્યું: તો પછી અધું કેમ માગ્યું હતું ? ગુરુએ કહ્યું ઘરની સારભૂત વસ્તુનો અર્ધ ભાગ આપ. તેણે કહ્યું. મારા ઘરમાં બીજું કંઈ પણ સારભૂત નથી. ગુરુએ કહ્યું: તારે સારભૂત બે પુત્રો છે. તેમાંથી એક પુત્ર આપ. આ સાંભળીને બ્રાહ્મણ વિષાદમાં તત્પર થયેલો મૌન ધારણ કરીને રહ્યો. ગુરુ તો અન્યત્ર વિહાર કરી ગયા. ૧. પુસ્તકાંત – શ્રીઉધોતન સૂરિના શિષ્ય. Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સખ્યત્વ હવે તે બ્રાહ્મણ ગુરુના ઉપકારને યાદ કરતો તેઓનો પ્રતિ ઉપકાર કરવા માટે અસમર્થ શલ્યથી પીડાયેલાની જેમ કાળને પસાર કરતો કેટલાક કાળે રોગથી પીડાયો. ત્યારે બંને પુત્રોએ અંતિમ અવસ્થાને ઉચિત ધર્મક્રિયા કરીને પિતાને માનસિક દુઃખથી દુઃખી જાણીને પૂછયું કે પિતાજી ! આપના ચિત્તમાં જે હોય તે જણાવો. ત્યારે પિતાએ બધો પણ વૃત્તાંત જણાવીને કહ્યું છે પુત્રો ! તમારા બેમાંથી એક ચારિત્ર ગ્રહણ કરીને મને ઋણ મુક્ત કરશો? આ વચન સાંભળીને ભયભીત થયેલો ધનપાલ નીચું મુખ કરીને રહ્યો. ત્યારે શોભને કહ્યું- હે પિતાજી! હું દીક્ષા ગ્રહણ કરીશ. તમે ઋણ વગરના થાઓ અને મનમાં પરમ આનંદને ધારણ કરો. પુત્રના આ વચનને સાંભળીને સર્વધર બ્રાહ્મણ દેવલોકમાં ગયો. ત્યાર પછી મૃતક્રિયા કરીને શોભને શ્રી વર્ધમાનસૂરિના શિષ્ય શ્રી જિનેશ્વર સૂરિની પાસે દીક્ષા લીધી. હવે ધનપાલ ગુસ્સે થયેલો તે જ દિવસથી જૈન ધર્મનો ષી થયો. અવંતી નગરીમાં સાધુઓના આગમનનો પણ નિષેધ કર્યો. ત્યાર પછી ત્યાંના શ્રી સંઘે ગુરુની પાસે લેખ મોકલીને આ પ્રમાણે નિવેદન કર્યું સ્વામી ! શોભનને દીક્ષા ન આપી હોત તો ગચ્છ કાંઈ શૂન્ય ન થઈ જાત. કેમ કે ગચ્છને રક્ષાકરની ઉપમા આપવામાં આવી છે. હવે શોભનને દીક્ષા આપવામાં તેનો ભાઈ ધનપાલ પુરોહિત મિથ્યાદષ્ટિ હોવાથી ગુસ્સે થયેલો મોટી ધર્મની હાનિ કરે છે. હવે આ વૃત્તાંત જાણીને આચાર્ય ભગવંતે શોભનને ગીતાર્થ જાણીને શુભ દિવસે વાચનાચાર્ય બનાવીને બે મુનિઓની સાથે ઉપદ્રવની શાંતિ માટે ઉજ્જયિની નગરી તરફ મોકલ્યો. શોભન આચાર્ય પણ ગુરુની આજ્ઞાથી ત્યાંથી વિહાર કરીને ક્રમે કરીને ઉજ્જયિની નગરીમાં આવ્યા. ત્યાં નગરીનો દરવાજો બંધ જોઈને રાત્રિમાં બહાર જ રહ્યાં. સવારે પ્રતિક્રમણ કરીને જેટલામાં નગરની મધ્યમાં પ્રવેશ્યા તેટલામાં ધનપાલ સન્મુખ મળ્યો. જૈન ધર્મના દ્વેષી એવા તેણે શોભનને ઓળખ્યા વિના આ પ્રમાણે મશ્કરીવાળું વચન કહ્યું: રમત ! મન્ત ! નમસ્તે ! હે ગધેડા જેવા દાંતવાળા તને નમસ્કાર થાઓ. - આ પ્રમાણે સાંભળીને શોભને પોતાના ભાઈને ઓળખી લીધો હોવા છતાં પણ તેની ઉક્તિને યોગ્ય જ પ્રતિવચન કહ્યું: પવૃષIી ! વયસ્ય ! સુરઉં તે ? વાંદરાના વૃષણ જેવા મુખવાળા હે મિત્ર ! તને સુખ છે? આ પ્રમાણે સાંભળીને ફરી ધનપાલે કહ્યું: આપનો નિવાસ ક્યાં છે? શોભને કહ્યું. જ્યાં તારો નિવાસ છે ત્યાં. હવે ધનપાલ ભાઈના વચનને ઓળખીને લજ્જાવાળો થયેલો કોઈ કાર્ય માટે બહાર ગયો. શોભન તો નગરની મધ્યમાં રહેલા ચૈત્યોમાં જિનવંદન કરીને જેટલામાં ચૈત્યમાંથી બહાર આવ્યો તેટલામાં સંઘ પણ ભેગો થઈને ગુરુના ચરણકમળમાં પ્રણામ કરીને આગળ બેઠો. ત્યારે શોભન પણ શોભનવાણીથી ધર્મદેશના આપીને સર્વસંઘથી યુક્ત ભાઈના ઘરે ગયો. ભાઈએ સામે આવીને પરમ વિનયથી પ્રણામ કરીને રમ્ય એવી ચિત્રશાળા રહેવા માટે તેને આપી. આધાકર્મી આહાર સાધુઓને ન ખપે એ પ્રમાણેની ગુરુ આજ્ઞા યાદ આવવાથી માતા-પતી વગેરે વડે કરાતી ભોજન સામગ્રીનો શોભને નિષેધ કર્યો. ત્યાર પછી શોભનની આજ્ઞાથી સાધુઓ Page #107 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ આહાર લાવવા માટે શ્રદ્ધાળુ ગૃહસ્થોના ઘરે ચાલ્યા, ધનપાલ પણ તેઓની સાથે ચાલ્યો. તે અવસરે કોઈક શ્રદ્ધાળુના ઘરે કોઈ એક દરિદ્ર શ્રાવિકાએ સાધુની આગળ દહીંનું ભોજન મૂક્યું ત્યારે સાધુએ તેણીને પૂછ્યું: આ દહીં શુદ્ધ છે ? તેણીએ કહ્યુંઃ ત્રણ દિનનું છે. મુનિએ કહ્યું: જિન આગમમાં નિષેધ કરેલો હોવાથી આ અયોગ્ય છે. આ સાંભળીને ધનપાલે તેઓને પૂછયું: આ દહીં અયોગ્ય કેમ છે? તેઓએ કહ્યું તારા ભાઈને પૂછવું. ત્યારે ધનપાલે દહીંનું ભાજન લઈને શોભન આચાર્યની પાસે જઈને પૂછયું કે- આ દહીં કેમ અશુદ્ધ છે ? લોકોમાં તો દહીં અમૃત તુલ્ય ગણાય છે. જો આ દહીંમાં જીવોને બતાવે તો હું પણ શ્રાવક જ થાઉં. અન્યથા તું મૂર્ખ લોકોને ઠગનારો જ છે. આ પ્રમાણેના ભાઈના વચનને સાંભળીને શોભને કહ્યું હું તેમાં જીવોને બતાવું, પરંતુ તારે પોતાના વચનનું પાલન કરવું. તેથી ધનપાલે તેનો સ્વીકાર કર્યો. શોભન આચાર્યે અળતો મંગાવીને દહીંના ભાજનના મુખમાં કપડું બાંધીને પડખાના ભાગમાં એક છિદ્ર કરાવીને થોડીવાર ભાજનને તડકામાં મૂક્યું. ત્યાર પછી દહીંના ભાજનના છિદ્રમાંથી નીકળીને શ્વેત જંતુઓ અળતામાં રહ્યા. તેઓને સ્વયં જોઈને ધનપાલને બતાવ્યા. ધનપાલ પણ ચાલતા તે જંતુઓને જોઈને મનમાં વિસ્મય પામેલો જૈન ધર્મ જગતમાં ધન્ય છે એ પ્રમાણે વારંવાર બોલ્યો. તે જ અવસરે એના મનમાં તત્ત્વરુચિરૂપ સમ્યકત્વ ઉત્પન્ન થયું. ત્યાર પછી એણે ગુરુની પાસે સમ્યકત્વ મૂળ બાર વ્રતોનો સ્વીકાર કર્યો. ત્યારે તે અરિહંત દેવ, સુસાધુ ગુરુ અને જિનેંદ્રભાષિત જ ધર્મને પ્રમાણ કરતો હૃદયમાં કેવલ પંચપરમેષ્ઠિનું ધ્યાન કરતો પરમ શ્રાવક થયો. બીજા ધર્મને મનમાં પણ ધારણ ન કર્યો. હવે શોભન આચાર્ય આ પ્રમાણે ભાઈને પ્રતિબોધ કરીને ગુરુની પાસે ગયા. ધનપાલ તો છ યતનાથી યતના કરતો સુખેથી સમ્યકત્વ આદિ ધર્મની આરાધના કરતો કાળને પસાર કરવા લાગ્યો. તે અવસરે કોઈક દુષ્ટ બ્રાહ્મણે ભોજરાજાને કહ્યું હે મહારાજ ! આપનો પુરોહિત ધનપાલ જિન વિના અન્ય કોઈપણ દેવને નમતો નથી. રાજાએ કહ્યું: જો એમ છે તો તેની પરીક્ષા કરીશ. - હવે એક વખત ભોજરાજાએ મહાકાલ દેવના મંદિરમાં જઈને પરિવાર સહિત મહાદેવને વંદન કર્યા. પરંતુ ધનપાલ મહાદેવને ન નમ્યો. પરંતુ પોતાના હાથમાં રહેલી મુદ્રિકામાં રહેલા જિનબિંબને જ નમસ્કાર કર્યા. ત્યાર પછી ભોજે તેના સ્વરૂપને જાણીને પોતાના સ્થાનમાં આવીને ધૂપ-પુષ્પ-આદિ પૂજાની સામગ્રી મંગાવીને ધનપાલને આ પ્રમાણે આદેશ કર્યો છે ધનપાલ ! દેવપૂજા કરીને જલદી પાછો આવ. ત્યાર પછી ધનપાલ રાજાની આજ્ઞાથી તરત ઊભો થઈને અને પૂજાની સામગ્રી લઈને પ્રથમ ભવાનીના મંદિરમાં પ્રવેશ્યો. ત્યાર પછી ચકિત થયેલો બહાર નીકળીને મહાદેવના મંદિરમાં ગયો. ત્યાં પણ અહીં તહીં જોઈને તરત બહાર નીકળીને વિષ્ણુના મંદિરમાં પ્રવેશ્યો. ત્યાં પોતાના ઉત્તરીય વસ્ત્રને આચ્છાદન રૂપે કરીને બહાર નીકળીને શ્રી ઋષભદેવના જિનાલયમાં જઈને પ્રશાંતચિત્તવાળો થયેલો પૂજા કરીને રાજકારમાં આવ્યો. રાજાએ તેની પાછળ ગુપ્તચરોને મૂકેલા હતા. તેમના મુખથી પહેલાં જ સર્વ પણ વૃત્તાંત તેણે જાણી લીધો હતો, તેથી ૧. પાર્વતીને ખોળામાં લઈને બેઠેલો હોવાથી જોનારને લજ્જા ન આવે માટે કપડાથી ઢાંકીને બહાર નીકળી ગયો. Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યક્ત્વ ધનપાલને પૂછ્યુંઃ તેં દેવપૂજા કરી ? તેણે કહ્યું: હે મહારાજ ! સારી રીતે કરી. રાજાએ કહ્યું: ભવાનીની પૂજા કર્યા વિના જ ચકિત થયેલો તેના મંદિરમાંથી કેમ બહાર નીકળી ગયો ? તેણે કહ્યુંઃ લોહીથી ખરડાયેલા હથિયાર જેના હાથમાં હતા, લલાટ તટ ઉપર જેણે ભ્રકૃટી કરી હતી, પાડાની મર્દનક્રિયા જે કરતી હતી, આવી ભવાનીને જોઈને ભય પામેલો હું તરત બહાર નીકળી ગયો. હમણાં યુદ્ધનો સમય છે પણ પૂજાનો સમય નથી એ પ્રમાણે વિચારીને તેની પૂજા પણ ન કરી. ફરી રાજાએ પૂછ્યુંઃ મહાદેવની પૂજા કેમ ન કરી ? તેણે કહ્યું: अकण्ठस्य कण्ठे कथं पुष्पमाला ?, विना नासिकायाः कथं गन्धधूपः ?, अकर्णस्य कर्णे कथं गीतनादा ?, अपादस्य पादे कथं मे प्रणामः ? ॥ १ ॥ ૯૫ અર્થ- કંઠ વિના કંઠમાં કેવી રીતે પુષ્પમાળા ચઢાવવી ? નાસિકા વિના કેવી રીતે ગંધૂપ કરવો ? કર્ણ વિના કર્ણમાં કેવી રીતે ગીતનાદો કરવાં ? પગ વિના પગમાં કેવી રીતે મારે પ્રણામ કરવાં ? ફરી રાજાએ કહ્યું: વિષ્ણુની પૂજા કર્યા વિના તેની સન્મુખ વજ્ર મૂકીને તું જલદીથી કેમ બહાર નીકળી ગયો ? ધનપાલે કહ્યુંઃ પોતાની સ્ત્રીને ખોળામાં ધારણ કરીને તે રહેલો હતો ત્યારે મેં વિચાર્યું કે- હમણાં આ અંતઃપુરમાં રહેલા છે આથી આ પૂજાનો સમય નથી. જે કોઈ સામાન્ય પણ માણસ જ્યારે પોતાની સ્ત્રીની નજીકમાં રહેલો હોય છે ત્યારે સત્પુરુષ તેની નજીક જતો નથી. આ તો ત્રણ ખંડના સ્વામી છે. આથી હમણાં આની પાસે મારે જવું યોગ્ય નથી. એ પ્રમાણે વિચારીને દૂરથી જ પાછો વળીને ચોકમાંથી જતાં પણ માણસોની દષ્ટિપાતનું વારણ કરવા માટે તેની સન્મુખ મેં વસ્ત્ર મૂક્યું. ફરી રાજાએ કહ્યું: મારી આજ્ઞા વિના જ તેં ઋષભ દેવની પૂજા કેમ કરી ? તેણે કહ્યુંઃ રાજન્ ! આપે દેવપૂજા કરવાની આજ્ઞા આપી હતી. અને દેવપણું તો ઋષભદેવ સ્વામીમાં જ મેં જોયું. આથી તેની જ પૂજા કરી. તે દેવપણાના સ્વરૂપનું વર્ણન આ પ્રમાણે છે प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमङ्कः कामिनीसङ्गशून्यः । करयुगमपि यत्ते शस्त्रसम्बन्धवन्ध्यं तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥ १॥ અર્થ- તારી (બે) આંખો પ્રશમરસમાં નિમગ્ન છે, તારું વદનકમલ પ્રસન્ન છે. તારું અંગ કામિનીના સંગથી શૂન્ય છે. તારા બે હાથો પણ શસ્ત્રના સંબંધથી રહિત છે. તેથી જગતમાં વીતરાગ એવો તું જ દેવ છે. ફરી ધનપાલે કહ્યું: હે રાજન ! જે રાગ-દ્વેષથી યુક્ત છે તે દેવ નથી. તેમાં દેવત્વનો અભાવ હોવાથી એમાં સંસારથી તા૨વાપણું પણ નથી. દેવ તો સંસારથી તારનારા જ હોય છે. તેવા પ્રકારના દેવ તો લોકમાં એક શ્રી જિનરાજ જ છે. આથી બુદ્ધિશાળીએ મુક્તિ માટે તેને જ સેવવો જોઈએ. આ પ્રમાણે વિવિધ યુક્તિથી યુક્ત ધનપાલના વચનને સાંભળીને કુદેવમાં સંદિગ્ધચિત્તવાળા થયેલા ભોજરાજાએ તેની પ્રશંસા કરી. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૬ આત્મપ્રબોધ કોઈક વખત મિથ્યાત્વી બ્રાહ્મણોના સમૂહથી પ્રેરાયેલા રાજાએ યજ્ઞ કરવાની શરૂઆત કરી. તેમાં યજ્ઞ કરનારાઓ વડે હોમ માટે અગ્નિમાં નખાતા, પોકાર કરતા બકરાને જોઈને રાજાએ ધનપાલને પૂછયું: અહો ! આ બકરો શું કહી રહ્યો છે? તેણે કહ્યું: હે રાજન્ ! જે આ કહે છે તે સાંભળો नाहं स्वर्गफलोपभोगरसिको नाभ्यर्थितस्त्वं मया, सन्तुष्टस्तृणभक्षणेन सततं साधो न युक्तं तव । स्वर्गे यान्ति यदि त्वया विनिहता यज्ञे ध्रुवं प्राणिनो, यज्ञं किं न करोषि मातृपितृभिः पुत्रैस्तथा बान्धवैः ? ॥ १ ॥ સ્વર્ગના ફળનો ઉપભોગ કરવામાં હું રસિક નથી. એ માટે તું પ્રાર્થના કરાયો નથી. તૃણ ભક્ષણથી સતત હું સંતુષ્ટ છું. સજ્જન એવા તને આ યોગ્ય નથી. જો યજ્ઞમાં તારા વડે હણાયેલા જીવો નક્કી સ્વર્ગમાં જાય છે તો માતા-પિતા, પુત્રો તથા બાંધવાથી યજ્ઞ કેમ કરતો નથી? આ પ્રમાણે સાંભળીને રાજા અંદરથી ગુસ્સે થયેલો મૌન ધારણ કરીને રહ્યો. હવે એક વખત રાજાએ મોટું સરોવર કરાવેલું હતું. તેને વર્ષાકાળમાં નિર્મળ જળથી ભરાઈ ગયેલું સાંભળીને પાંચસો પંડિતો આદિ પરિવારની સાથે તેના દર્શન કરવા માટે ગયો. ત્યાં પંડિતો પોતપોતાની બુદ્ધિ અનુસારે નવાં કાવ્યો બનાવીને સરોવરનું વર્ણન કર્યું. ધનપાલ તો મૌન ધારણ કરીને રહ્યો. તેથી રાજાએ ધનપાલને કહ્યું. તું પણ સરોવરનું વર્ણન કર. ત્યારે તેણે કાવ્ય કહ્યું - एषा तडागमिषतो बत दानशाला, मत्स्यादयो रसवती प्रगुणा सदैव । पात्राणि यत्र बकसारसचक्रवाकाः, पुण्यं कियद्भवति तत्र वयं न विद्यः ॥ १॥ અર્થ-આ સરોવરના બહાનાથી ખરેખર ! દાનશાળા છે. જેમાં હંમેશા જ માછલા વગેરે રસોઈ તૈયાર છે. બગલા, સારસો, ચક્રવાકો ખાનારા પાત્ર છે. ત્યાં પુણ્ય કેટલું થાય છે તે અમે જાણતા નથી. આ ધનપાલના વચનને સાંભળીને રાજાએ અત્યંત ગુસ્સે થઈને ચિત્તમાં આ પ્રમાણે વિચાર્યું “અહો ! આ મહાદુષ્ટ છે. મારી કીર્તિનું કારણ એવું આ સરોવર આની દૃષ્ટિને પણ સુખ આપતું નથી.' વળી બીજું- આવાં વચનોથી ઓળખાયેલો આ મારો મોટો દ્વેષી છે. જો દ્વેષી ન હોય તો જે પર એવા બ્રાહ્મણોથી વખાણાયું તેની મારો પોતાનો માણસ નિંદા કેમ કરે ? હવે હું જ આનો પ્રતિકાર કરીશ. ત્યાં બીજા પ્રતિકારોથી સર્યું. કેવલ આની આંખોને જ દૂર કરું. આ પ્રમાણે મનમાં વિચારીને મૌન થઈને રહેલો રાજા ત્યાંથી ઊભો થઈને જેટલામાં રાજધાનીના ચોકમાં આવ્યો તેટલામાં જેનો હાથ કન્યાએ પકડેલો છે એવી એક વૃદ્ધા સન્મુખ આવી. તેણીને જોઈને રાજાએ કહ્યુંઃ હે વિદ્વાનજનો ! સાંભળો. કર કંપાવે છે, શિર ધૂણાવે છે એવી આ બુઢી શું કહે છે ? આ પ્રમાણે સાંભળીને કોઈક પંડિતે કહ્યું: યમના સુભટો હાંકી રહ્યાં છે ત્યારે આ ના, ના એમ કહે છે. ત્યારે અવસરને જાણનારા વિદ્વાન ધનપાલે કહ્યું: હે રાજન્ ! આ વૃદ્ધા જે કાંઈ કહે છે તે સાંભળો. Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યક્ત્વ જેમ કે- શું આ નંદિ છે, શું આ મુરારિ છે, અથવા શું આ તિરમણ છે, શું આ નલ છે, શું કુબેર છે, અથવા શું આ વિદ્યાધર છે, શું આ સુરપતિ છે, શું આ વિધુ છે અથવા શું આ વિધાતા છે ? ના આ નંદિ નથી, મુરારિ નથી અને રતિમણ પણ નથી, ખરેખર આ નલ નથી, કુબે૨ નથી અને વિદ્યાધર પણ નથી. આ સુ૨૫તિ નથી, વિધુ નથી અને આ વિધાતા પણ નથી. જે અહીં મહીતલ ઉપર ક્રીડા કરવામાં પ્રવૃત્ત થયેલો છે તે રાજા ભોજદેવ છે. અહીં પૂર્વાર્ધમાં આ કાવ્યને સાંભળીને આનંદિત ચિત્તવાળા થયેલા રાજાએ આ પ્રમાણે કહ્યું: હે ધનપાલ ! હું ખુશ થયો છું. યથા ઉચિત ઈચ્છિત વરદાન માગ. ત્યારે ધનપાલે સરોવરના વર્ણન સમયે ઉદ્ભવેલા રાજાના દુષ્ટ અભિપ્રાયને પોતાની બુદ્ધિના બળથી જાણીને આ પ્રમાણે કહ્યુંઃ હે રાજન ! જો વાંછિત આપો છો તો કૃપા કરીને મને બે નેત્ર આપો. આ વચન સાંભળીને અતિ વિસ્મય પામેલા રાજાએ વિચાર્યું: જે વાત મેં કોઈને પણ જણાવી નથી તે વાત આણે કેવી રીતે જાણી ? શું આના હૃદયમાં જ્ઞાન છે ? ઇત્યાદિ વિચારીને ઘણા પ્રકારે દાન-સન્માન વગેરેથી રાજાએ ધનપાલને પૂછ્યો અને પૂછ્યું કે- તેં મારો અભિપ્રાય કેવી રીતે જાણ્યો ? ત્યારે ધનપાલે કહ્યું: શ્રી જિનધર્મની સેવાથી ઉત્પન્ન થયેલી બુદ્ધિના બળથી જાણ્યું. આ પ્રમાણે સાંભળીને રાજાએ શ્રી જિનધર્મની પ્રશંસા કરી. ધનપાલે પણ વિખ્યાત એવા જૈનધર્મનું પાલન કર્યું. ત્યાર પછી ધનપાલે जत्थ पुरे जिणभवणं, समयविऊ साहु सावया जत्थ । तत्थ सया वसियव्वं पवरजलं इंधणं जत्थ ॥ १ ॥ ૯૭ અર્થ- જે નગરમાં જિનભવન હોય, શાસ્ત્રોને જાણનારા સાધુ, શ્રાવકો જ્યાં હોય અને જ્યાં શ્રેષ્ઠ જળ અને ઈંધન હોય ત્યાં હંમેશા રહેવું. ઇત્યાદિ શ્રાદ્ધ ધર્મવિધિ પ્રકરણ, ઋષભ પંચાશિકા વગેરે ગ્રંથો રચ્યા, અને જિનશાસનની ઘણી ઉન્નતિ કરી. આ પ્રમાણે યાવજ્જીવ છ પ્રકારની યતનાથી સમ્યક્ત્વ વગેરે ધર્મની આરાધના કરી અંતે સંયમ પાળીને ધનપાલ દેવપણાને પામ્યો. આ પ્રમાણે યતના વિશે ધનપાલનો વૃત્તાંત પૂર્ણ થયો. આ કહેવા દ્વારા છ પ્રકારની પણ યતના કહી. આગાર-૬ હવે છ આગાર કહેવામાં આવે છે- સમ્યક્ત્વના રાજાભિયોગ, ગણાભિયોગ, બલાભિયોગ, દેવાભિયોગ, કાંતારવૃત્તિ અને ગુરુનિગ્રહ એમ છ આગારો છે. (૧) રાજાભિયોગ- અમિયોનાં અમિયોઃ । કોઈ માણસ અમુક કાર્ય ક૨વાને ઈચ્છતો ન હોવા છતાં તેની પાસે તે કાર્ય કરાવવું તે અભિયોગ કહેવાય. રાજાનો અભિયોગ તે રાજાભિયોગ. સમ્યક્ત્વવાળાને જે કાર્ય કરવાનો નિષેધ કરવામાં આવેલો હોય તે કાર્ય રાજાના આગ્રહના કારણે ઈચ્છા વિના દ્રવ્યથી કરતો હોય તો પણ ભવ્યજન કોશાવેશ્યા વગેરેની જેમ સમ્યક્ત્વ આદિ ધર્મનો નાશ કરતો નથી. કોશાવેશ્યાનો વૃત્તાંત આ પ્રમાણે છે Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૮ આત્મબોધ કોશા વેશ્યાનું દૃષ્ટાંત પાટલીપુર નગરમાં પૂર્વે શ્રી સ્થૂલભદ્રમુનિ પાસે સમ્યકત્વ મૂળ બાર વ્રતો જેણે ગ્રહણ કરેલાં છે એવી કોશા નામની વેશ્યા રહેતી હતી. એક વખત રથિક ઉપર ખુશ થયેલા રાજાએ તે વેશ્યા તેને આપી. તેથી તે કોશાએ તેને હૃદયથી નહીં ઈચ્છતી હોવા છતાં પણ રાજાના આદેશથી તેનો સ્વીકાર કર્યો. પરંતુ રથિકની આગળ હંમેશા સ્થૂલભદ્રમુનિના વખાણ કર્યા. તે આ પ્રમાણે संसारेऽस्मिन् समाकीर्णे, बहुभिः शिष्टजन्तुभिः । શૂનદ્રમ: #ોડ, નાન્યઃ પુરુષસત્તમ: II II અર્થ- ઘણા શિષ્ટ જીવોથી સમાકર્ણ એવા આ સંસારમાં સ્થૂલભદ્ર સમાન બીજો કોઈ પણ ઉત્તમ પુરુષ નથી. આ પ્રમાણે સાંભળીને સારથિએ તેને ખુશ કરવા માટે ગૃહના ઉદ્યાનમાં જઈને તેની સાથે ઝરૂખામાં બેસીને પોતાના વિજ્ઞાનને બતાવ્યું. તે આ પ્રમાણે- પહેલાં પોતાના બાણથી આંબાની લૅબ વીંધી. ત્યાર પછી બીજા બાણથી તે બાણને, તે બાણને પણ બીજા બાણથી, આ પ્રમાણે પોતાના હાથ સુધી બાણની શ્રેણિ કરીને આંબાની લૂંબને હાથથી ખેંચીને તેને આપીને તેની સન્મુખ જોયું. તેથી તે કોશાએ પણ હમણાં તું મારું વિજ્ઞાન જો એમ કહીને થાળીની મધ્યમાં સર્ષવનો એક ઢગલો કરીને તેમાં પુષ્પથી આચ્છાદિત કરેલી સોય મૂકીને તેની ઉપર દેવની જેમ સુંદર ગતિથી નૃત્ય કર્યું. પરંતુ સોયના મુખથી પગમાં વીંધાણી નહીં, અને રાઈનો ઢગલો પણ જરા પણ વિખેરાયો નહીં. ત્યાર પછી આવી તેની ચતુરાઈ જોઈને તેણે કહ્યું: હે સુભગે ! તારા આ વિજ્ઞાનથી ખુશ થયો છું. તેથી તું કહે કે હું તને શું આપું? તેણીએ કહ્યું: હેં ! મારા વડે દુષ્કર કરાયું છે? જેથી તું ખુશ થયો છે. અભ્યાસ કરવામાં આવે તો આનાથી અધિક પણ કાર્ય દુષ્કર નથી. [વળી બીજું न दुक्करं अंबयलंबितोडणं, न दुक्करं सरिसवनच्चियाई॥ तं दुक्करं तं च महाणुभावं, जं सो मुणी पमयवणंमि[न] वुच्छो ॥१॥ અર્થ-આંબાની લંબ તોડવી એ દુષ્કર નથી. સર્ષવ ઉપર નાચવું એ દુષ્કર નથી. તે દુષ્કર છે અને તે મહાનુભાવ છે કે જે સ્ત્રીરૂપી વનમાં તે મુનિ ન ખેંચ્યા.(૧)]. सुकरं नर्तनं मन्ये, सुकरं लुंबिकर्त्तनं । स्थूलभद्रो हि यच्चक्रे-ऽशिक्षितं तत्तु दुष्करं ॥२॥ અર્થ- નાચવું સુકર છે અને લંબ તોડવી સુકર છે એમ હું માનું છું. ખરેખર ! સ્થૂલભદ્ર નહીં શીખેલું એવું જે કર્યું તે જ દુષ્કર છે. (૨) ફરી પણ તેણીએ કહ્યું: શમડાલ મંત્રીનો પુત્ર શ્રી સ્થૂલભદ્ર બાર વર્ષ સુધી મારી સાથે પૂર્વે ભોગોને ભોગવીને પછી સ્વીકારેલા ચારિત્રવાળો અહીં જ ચિત્રશાળામાં શુદ્ધશીલને ધારણ કરીને રહ્યો. ત્યારે જે એક- એક પણ વિકારનું કારણ લોઢાના શરીરવાળા બીજા પુરુષના પણ વ્રતનાશને કરનારું થાય, તે બધા પણ પરસનું ભોજન, ચિત્રશાળામાં નિવાસ, યૌવનવય, વર્ષાઋતુનો કાળ Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ ૯૯ વગેરે વિકારનાં કારણો તે મહામુનિને સિંહની ફાળ જેમ ગિરિને ક્ષોભ પમાડવા સમર્થ ન થાય તેમ ક્ષોભ પમાડવા સમર્થ ન થયા. તથા તે મુનીશ્વર વિશે મારા હાવભાવ વગેરે વિકારો પણ પાણી ઉપર પ્રહાર કરવાની જેમ, વિરાગીને હાર પહેરાવવાની જેમ નિરર્થક થયા. જેિથી કહ્યું છે કે वेश्या रागवती सदा तदनुगा षड्भी रसैर्भोजनं, शुभ्रं धाम मनोहरं नववपुर्नव्यो वयःसङ्गमः । कालोऽयं जलदागमस्तदपि यः कामं जिगायादरात्, तं वन्दे युवतीप्रबोधकुशलं श्रीस्थूलभद्रं मुनिं ॥१॥ અર્થ- રાગવાળી વેશ્યા સદા જેને અનુસરનારી હતી, ષડ્રરસ ભોજન હતું, ઉજ્વળ રહેઠાણ હતું, મનોહર નવું શરીર હતું, નવી વયનો સંગમ હતો, કાળ પણ વર્ષોના આગમનનો હતો, છતાં પણ જેણે આદરથી કામને જીત્યો, યુવતીને પ્રબોધ કરવામાં કુશળ તે શ્રી સ્થૂલભદ્ર મુનિને હું વંદના કરું છું.] વળી- પોતાના વ્રતને અખંડિત રક્ષણ કરવાની ઈચ્છાવાળો માણસ જ્યાં સ્ત્રી આગળ એક પણ ક્ષણ રહેવા માટે સમર્થ થતો નથી, ત્યાં શ્રી સ્થૂલભદ્ર ભગવાન અખંડિત વ્રતવાળા સુખેથી ચાતુર્માસ રહ્યા. આથી વધુ શું વર્ણન કરાય? શ્રી સ્થૂલભદ્ર સમાન અતિ દુષ્કર કાર્ય કરનાર પૃથ્વી ઉપર કોઈ પણ માણસ નથી. હવે આ પ્રમાણે સ્થૂલભદ્ર મુનિના વખાણ સાંભળીને રથિક બોધ પામ્યો. ફરી ફરી કોશાને નમીને અને સ્તુતિ કરીને તારા વડે હું સંસાર સાગરમાં ડૂબતો રક્ષણ કરાયો. એ પ્રમાણે બોલતા તેણે તરત ગુરુની પાસે જઈને વ્રત ગ્રહણ કર્યું. પોતાના સમ્યકત્વરતથી યુક્ત કોશા પણ લાંબા કાળ સુધી શ્રાવિકા ધર્મને પાળીને સદ્ગતિની ભાગી થઈ. આ પ્રમાણે રાજાભિયોગ ઉપર કોશાનું દૃષ્ટાંત પૂર્ણ થયું. (૨) ગણાભિયોગ- ગણ એટલે સ્વજન વગેરેનો સમુદાય. તેનો અભિયોગ તે ગણાભિયોગ. સમ્યગ્દષ્ટિને જે કરવું અયોગ્ય હોય તે સ્વગણના આગ્રહના કારણે દ્રવ્યથી કરતો હોય તો પણ સુદૃષ્ટિ વિષ્ણકુમાર વગેરેની જેમ સમ્યકત્વ આદિ ધર્મને ઓળંગતો નથી. જે પ્રમાણે વિષ્ણુકુમારે ગચ્છના આદેશથી વૈક્રિયરૂપ કરવું વગેરે પ્રકારથી જિનમતના અત્યંત પી નમુચિ નામના પુરોહિતને પોતાના ચરણના પ્રહારથી હણીને સાતમી નરકનો અતિથિ કર્યો અને સ્વયં તે પાપની આલોચના કરી પોતાના સમ્યકત્વ આદિ ધર્મનું સારી રીતે આરાધના કરી તે મુનિ પરમ સુખી થયા. આ પ્રમાણે આગળ પણ ભાવના પૂર્વક ઉદાહરણો જોડીને કહેવા. (વિષ્ણુકુમારના દષ્ટાંત માટે જુઓ પાના નંબર ૨૯૩) (૩) બલાભિયોગ-બળ એટલે બળવાન પુરુષનો હઠપ્રયોગ. તેનાથી અભિયોગ તે બલાભિયોગ. (૪) દેવાભિયોગ- કુલદેવતા વગેરેની અભિયોગ તે દેવાભિયોગ. (૫) કાંતાર વૃત્તિ- કાંતાર એટલે જંગલ. તેમાં વૃત્તિ = નિર્વાહ તે કાંતારવૃત્તિ. અથવા કાંતાર પણ પીડાનું કારણ હોવાથી અહીં પીડારૂપે વિવક્ષિત છે. તેથી કાંતારથી = પીડાથી પ્રાણનો નિર્વાહ કરવા રૂપ વૃત્તિ તે કાંતાર વૃત્તિ, અર્થાત્ કષ્ટથી નિર્વાહ કરવો તે કાંતાર વૃત્તિ. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ આત્મપ્રબોધ (૬) ગુરુનિગ્રહ. ગુરુ એટલે માતા-પિતા વગેરે. કહ્યું છે કે माता पिता कलाचार्य, एतेषां ज्ञातयस्तथा । વૃદ્ધા ધર્મોપSારો, ગુરુવઃ સતાં મતઃ II II અર્થ- માતા-પિતા-કલાચાર્ય તથા એ ત્રણેના જ્ઞાતીજનો, ધર્મનો ઉપદેશ કરનારા વૃદ્ધો આ સજનોને ગુરુ તરીકે માન્ય છે. તે ગુરુનો નિગ્રહ એટલે આગ્રહ તે ગુરુનિગ્રહ. શ્રી જિનશાસનમાં આ છ આગારો = અપવાદો = છિંડાઓ છે. અહીં તાત્પર્ય આ છે- જે જીવે સમ્યકત્વનો સ્વીકાર કર્યો છે તેને જે પરતીર્થિકોને વંદન આદિનો નિષેધ કરવામાં આવ્યો છે તે વંદનાદિને રાજાભિયોગ વગેરે છે કારણોથી ભક્તિ વિના દ્રવ્યથી કરતો હોય તો પણ સમ્યગ્દષ્ટિ સમ્યકત્વને ઓળંગતો નથી. (૨૯-૩૦). વળી- આ અપવાદો અલ્પ સત્ત્વવાળા જીવોને આશ્રયીને કહેલા છે. પણ મહાસત્ત્વવાળાને આશ્રયીને કહેલા નથી. કહ્યું છે કે न चलंति महासत्ता, सुभिजमाणाओ सुद्धधम्माओ । इयरेसिं चलणभावे, पइन्नभंगो न एएहिं ॥३१॥ મહાસત્ત્વશાળી જીવો સારી રીતે ભેદાતા હોય તો પણ શુદ્ધ ધર્મથી ચલાયમાન થતા નથી. બાકીના તો ચલાયમાન થાય તો પણ આ આગારોથી પ્રતિજ્ઞાનો ભંગ થતો નથી. વ્યાખ્યા-મહાસત્ત્વવાળા પુરુષો રાજા વગેરેથી શુદ્ધ ધર્મથી સારી રીતે ભેદતા હોય = ચલાયમાન કરાતા હોય તો પણ ચલાયમાન થતા નથી. પરંતુ બીજા અલ્પ સત્ત્વવાળાઓ કદાચ ચલાયમાન થાય તો પણ આ આગારોથી પ્રતિજ્ઞાનો ભંગ થતો નથી. માટે આ આગારો આગમમાં સંગ્રહ કરાયેલા છે. ભાવના-૬ હવે છ ભાવના કહેવામાં આવે છે. સમ્યકત્વની મૂળ, દ્વાર, પ્રતિષ્ઠાન, આધાર, ભાજન, અને નિધિ એ છ ભાવના છે. (૧) મૂળ- આ સમ્યકત્વ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રતરૂપ (દેશ)ચારિત્ર ધર્મનું અને પાંચ મહાવ્રતરૂપ (સર્વ)ચારિત્રધર્મનું મૂળની જેમ મૂળ કારણ છે એ પ્રમાણે તીર્થકર વગેરેએ કહેલું છે. આ પ્રમાણે બધે સંબંધ કરવો. જે પ્રમાણે મૂળ રહિત વૃક્ષ પ્રચંડ પવનથી કંપાયમાન થયેલ ક્ષણમાં જ પડી જાય છે, એ પ્રમાણે ધર્મરૂપી વૃક્ષ પણ સુદઢ સમ્યકત્વરૂપી મૂળથી રહિત હોય તો કુતીર્થિકમતરૂપી પવનથી આંદોલિત કરાયેલું સ્થિરપણાને પામતું નથી. માટે તેને મૂળ સમાન કહ્યું છે. ) દ્વાર- આ સમ્યકત્વ ધર્મના દ્વાર જેવું દ્વાર છે, એટલે કે પ્રવેશનું મુખ છે. જે પ્રમાણે દ્વાર ન કરેલું હોય એવું નગર ચારે બાજુથી કિલ્લાના વલયથી વીંટળાયેલું હોય તો પણ લોકોનો પ્રવેશ અને નિર્ગમનો અભાવ હોવાથી નગર જ નથી. એ પ્રમાણે ધર્મરૂપી મહાનગર પણ સમ્યકત્વરૂપી દ્વારથી રહિત હોય તો અશક્ય પ્રવેશવાળું થાય. આથી સમ્યકત્વને દ્વાર સમાન કહ્યું છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ ૧૦૧ (૩) પ્રતિષ્ઠાન- જેના ઉપર પ્રાસાદ પ્રતિષ્ઠિત કરવામાં આવે તેને પ્રતિષ્ઠાન કહેવાય. ખરેખર સમ્યકત્વ ધર્મના પ્રતિષ્ઠાન જેવું પ્રતિષ્ઠાન છે. જે પ્રમાણે પાણી આવે ત્યાં સુધી પૃથ્વીતલમાં કરેલા ખાડાને પૂરવા પૂર્વક પીઠ બનાવ્યા વિના બનાવેલો પ્રાસાદ સુદઢ થતો નથી, તે પ્રમાણે ધર્મરૂપી દેવગૃહ પણ સમ્યકત્વરૂપી પ્રતિષ્ઠાનથી રહિત નિશ્ચલ થતું નથી. તેથી સમ્યકત્વને પ્રતિષ્ઠાન સમાન કહેલું છે. (૪) આધાર- સમ્યકત્વ ધર્મનો આધાર જેવો આધાર = આશ્રય છે. જે પ્રમાણે ભૂતલ વિના નિરાલંબન આ જગત રહેતું નથી, એ પ્રમાણે ધર્મરૂપી જગત પણ સમ્યકત્વરૂપ આધાર વિના રહેતું નથી. આથી સમ્યકત્વને ધર્મના આધાર સમાન કહેલું છે. (૫) ભાજન- સમ્યકત્વ ધર્મનું ભાજન જેવું ભાજન છે, એટલે કે પાત્ર છે. જે પ્રમાણે કુંડ વગેરે ભાજનવિશેષથી રહિત દૂધ વગેરે વસ્તુનો સમૂહ નાશ પામે છે, એ પ્રમાણે સમ્યકત્વરૂપી ભાજન વિના ધર્મરૂપી વસ્તુનો સમૂહ પણ વિનાશ પામે, આથી સમ્યકત્વને ધર્મના ભાજન સમાન કહેલું છે. | (૬) નિધિ સમ્યકત્વ ધર્મના નિધિ જેવો નિધિ છે. જે પ્રમાણે શ્રેષ્ઠ નિધિ વિના મહા કિંમતી મણિ-મોતી-સુવર્ણ વગેરે દ્રવ્યો પ્રાપ્ત થતાં નથી, તે પ્રમાણે સમ્યકત્વરૂપ મહાનિધાનની પ્રાપ્તિ ન થાય તો નિરુપમ સુખની શ્રેણિને પ્રાપ્ત કરાવનારું ચારિત્રધર્મરૂપ ધન પણ પ્રાપ્ત થતું નથી. તેથી સમ્યત્વને નિધિ સમાન કહેલું છે. આ પ્રમાણે છ ભાવનાઓથી ભાવના કરાતું આ સમ્યકત્વ તરત અતિ શ્રેષ્ઠ મોક્ષ સુખને સાધનારું થાય છે. સ્થાન-૬ હવે છ સ્થાનાં કહેવામાં આવે છે. જીવ છે, જીવ નિત્ય છે, જીવ કર્મનો કર્યા છે, જીવ કર્મનો ભોક્તા છે, મોક્ષ છે, અને મોક્ષનો ઉપાય છે એમ સમ્યકત્વનાં છ સ્થાનો છે. (૧) જીવ છે. દરેક જીવમાં સ્વસંવેદન પ્રમાણથી સિદ્ધ એવું ચૈતન્ય બીજી કોઈ રીતે ઘટતું ન હોવાથી જીવ છે. તે આ પ્રમાણે- આ ચૈતન્ય ભૂતોનો ધર્મ નથી. જો ચૈતન્ય ભૂતોનો ધર્મ હોય તો પૃથ્વીમાં કઠિનતાની જેમ સર્વત્ર હંમેશા ચૈતન્યની પ્રાપ્તિનો પ્રસંગ આવે. પણ સર્વ ભૂતોમાં હંમેશા ચૈતન્ય દેખાતું નથી. કેમ કે મૃત અવસ્થાવાળા ઢેફા વગેરેમાં તે દેખાતું નથી. આ ચૈતન્ય ભૂતોનું કાર્ય પણ નથી. અત્યંત વિલક્ષણ હોવાથી જ કાર્યકારણ ભાવ ઘટતો નથી. તે આ પ્રમાણે પ્રત્યક્ષથી જ કઠિનતા આદિ સ્વભાવવાળા ભૂતો જણાય છે. ચૈતન્ય તેનાથી વિલક્ષણ છે. તેથી આ બંનેનો કાર્ય-કારણભાવ કેવી રીતે ઘટે? તેથી ચૈતન્ય ભૂતનો ધર્મ નથી અને ભૂતનું કાર્ય નથી. ચૈતન્ય દરેક પ્રાણીમાં સ્વસંવેદન પ્રમાણથી સિદ્ધ છે. આથી જેને આ ચૈતન્ય છે તે જીવ છે. જીવ છે એ પ્રમાણે કહેવાથી નાસ્તિક મતનું ખંડન કર્યું Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આત્મપ્રબોધ (૨) જીવ નિત્ય છે. તે જીવ ઉત્પત્તિ અને વિનાશથી રહિત છે. કેમકે ઉત્પન્ન કરનારું કોઈ કારણ દેખાતું નથી. તેથી સર્વથા વિનાશનો પણ યોગ નથી. જીવ જો અનિત્ય હોય તો બંધ-મોક્ષ આદિનું એક અધિકરણપણું ન થાય તે આ પ્રમાણે- જો આત્માને નિત્ય સ્વીકારવામાં ન આવે પરંતુ પૂર્વાપરક્ષણત્રુટિતાનુસંધાન સ્વરૂપ જ સ્વીકારવામાં આવે તો અન્યને બંધ થાય અને અન્યનો મોક્ષ થાય. અન્યને ભૂખ લાગે ને અન્યને તૃપ્તિ થાય. અનુભવ કરનારો અન્ય હોય અને યાદ કરનારો અન્ય હોય. ચિકિત્સાના દુઃખને અન્ય અનુભવે અને વ્યાધિથી મુક્ત અન્ય થાય. તપના ક્લેશને અન્ય સહન કરે અને અન્ય સ્વર્ગના સુખને અનુભવે. શાસ્ત્ર અભ્યાસ અન્ય કરે અને શાસ્ત્રના અર્થને અન્ય પ્રાપ્ત કરે. આ પ્રમાણે અતિપ્રસંગ આવતો હોવાથી આ યુક્ત નથી. આ કહેવા દ્વારા બોદ્ધસિદ્ધાંતરૂપી અંધકારનો નાશ કર્યો. (૩) જીવ કર્મનો કર્તા છે. વળી તે જીવ મિથ્યાત્વ- અવિરતિ- કષાય આદિ કર્મબંધના કારણોથી યુક્ત હોવાથી તે તે કર્મોને કરે છે. જો તેમ માનવામાં ન આવે તો દરેક જીવમાં પ્રસિદ્ધ વિચિત્ર સુખ દુઃખ આદિનો અનુભવ ઘટી શકે નહીં. તે આ પ્રમાણે- લોકમાં વિચિત્ર સુખ અથવા દુઃખનો અનુભવ જીવ કરે છે. આ વિચિત્ર સુખ-દુઃખનો અનુભવ નિષ્કારણ નથી. શાથી? હંમેશા સુખ-દુઃખના અનુભવના સદ્ભાવના અભાવનો પ્રસંગ આવે. તેથી આ સુખ-દુઃખના અનુભવનું કારણ સ્વકૃત કર્મ જ છે, એ સિવાય બીજું કશું નથી. આ પ્રમાણે કર્મનો કર્તા જીવ સિદ્ધ થયો. આ કહેવા દ્વારા કપિલમતની કલ્પના દૂર કરાઈ. પ્રશ્ન- આ જીવ હંમેશા સુખનો જ અભિલાષી છે. પરંતુ ક્યારે પણ પોતાના દુઃખને ઈચ્છતો નથી. તેથી જો આ સ્વયં જ કર્મનો કર્યા છે તો પણ દુઃખરૂપી ફળને આપનારા કર્મો કેમ કરે છે? ઉત્તર- જે પ્રમાણે રોગી રોગની નિવૃત્તિને ઈચ્છતો હોવા છતાં પણ રોગથી અભિભૂત થયો હોવાથી અને અપથ્યક્રિયાથી ઉત્પન્ન થનારા ભાવી કષ્ટને જાણતો હોવા છતાં અપથ્ય ક્રિયાને સેવે છે, તેની જેમ આ જીવ પણ મિથ્યાત્વ આદિથી અભિભૂત થયો હોવાથી કંઈક જાણતો હોવા છતાં પણ દુઃખરૂપી ફળને આપનારા કર્મો કરે છે. આ પ્રમાણે કંઈ દોષ નથી. (૪) જીવ કર્મનો ભોક્તા છે. તે જીવ સ્વયં કરેલા શુભાશુભ કર્મને વેદે છે = ભોગવે છે. અનુભવ, લોક અને આગમ પ્રમાણથી તે જ પ્રમાણે ઘટે છે. તે આ પ્રમાણે જો સ્વકૃત કર્મફળના ભોક્તા રૂપે જીવને સ્વીકારવામાં ન આવે તો સુખ-દુઃખના અનુભવનું કારણ સાતા-અસાતા વેદનીય કર્મનો ઉપભોગ પણ નહીં થાય, અને એમ થશે તો સિદ્ધ અને આકાશની જેમ જીવને સુખ-દુઃખનો અનુભવ પણ નહીં થાય. સુખ-દુઃખનો અનુભવ દરેક પ્રાણીમાં સ્વસંવેદન પ્રમાણથી સિદ્ધ છે. તેથી અનુભવ પ્રમાણથી જીવનું સ્વકૃત કર્મફળનું ભોક્તાપણું સિદ્ધ થયું. તથા લોકમાં પણ આ જીવ પ્રાયઃ ભોક્તા સિદ્ધ છે. કારણ કે કોઈક સુખી પુરુષને જોઈને લોકમાં કહેનારા હોય છે કે આ પુણ્યવાન છે, જે આવા પ્રકારના સુખને અનુભવે છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ - સમત્વ ૧૦૩ તથા જૈન આગમોમાં અને ઈતર આગમોમાં જીવ ભોક્તા સિદ્ધ થયેલો છે. સર્વ કર્મને પ્રદેશરૂપે ભોગવે છે પણ વિપાકોદયથી ભજના છે. તથા ભોગવ્યા વિના સેંકડો કલ્પકોટીઓથી પણ કર્મ ક્ષીણ થતું નથી. ઇત્યાદિવચનોથી જીવ સ્વકર્મનો ભોક્તા છે. આ પ્રમાણે જીવ સ્વકૃત કર્મનો ભોક્તા સિદ્ધ થયો. આ કહેવા દ્વારા અભોક્નત્વજીવવાદીના દુર્મતનું નિરાકરણ કર્યું. (૫) મોક્ષ છે- તથા જીવનો મોક્ષ છે. આનો અર્થ આ છે- વિદ્યમાન એવા જીવની જ રાગદ્વેષ-મદનમોહ-જન્મ-જરા-મરણ-રોગ આદિ દુઃખના ક્ષય સ્વરૂપ વિશિષ્ટ અવસ્થા મોક્ષ કહેવાય છે. તે મોક્ષ જીવનો છે. પણ જીવનો સર્વથા નાશ નથી. આ કહેવા દ્વારા પ્રદીપનિર્વાણ તુલ્ય અભાવ સ્વરૂપ નિર્વાણ છે ઇત્યાદિ અસદ્ભૂત પ્રરૂપણા કરતા સૌગતવિશેષનું નિરાકરણ કર્યું. તેઓ પ્રદીપની જેમ આ જીવના સર્વથા ધ્વસને જ નિર્વાણ કહે છે. એનું વચન આ છે दीपो यथा निर्वृतिमभ्युपेतो, नैवावनिं गच्छति नान्तरिक्षं । दिशं न काञ्चिद्विदिशं न काञ्चित्, स्नेहक्षयात्केवलमेति शान्तिं ॥ १ ॥ जीवस्तथा निर्वृतिमभ्युपेतो, नैवावनिं गच्छति नान्तरिक्षं । दिशं न काञ्चिद्विदिशं न काञ्चित् क्लेशक्षयात्केवलमेति शान्तिं ॥२॥ અર્થ- જેમ નિર્વાણને પામેલો (=બુઝાયેલો) દીપક પૃથ્વીમાં જતો નથી, અંતરિક્ષમાં જતો નથી, કોઈ દિશામાં કે કોઈ વિદિશામાં જતો નથી, સ્નેહનો ક્ષય થવાથી કેવલ શાંતિને પામે છે, તેમ નિર્વાણને પામેલો જીવ પૃથ્વીમાં જતો નથી, અંતરિક્ષમાં જતો નથી, કોઈ દિશામાં કે કોઈ વિદિશામાં જતો નથી, ક્લેશનો ક્ષય થવાથી કેવલ શાંતિને પામે છે. પણ આ વાત બરાબર નથી. કેમ કે દીક્ષાગ્રહણ આદિ પ્રયાસ નકામો જાય. પ્રદીપનું દૃષ્ટાંત પણ અસિદ્ધ છે. તે આ પ્રમાણે પ્રદીપના અગ્નિનો સર્વથા વિનાશ થતો નથી, પરંતુ તેવા પ્રકારના પુદ્ગલનો પરિણામ વિચિત્ર હોવાથી તે જ અગ્નિના પુદ્ગલો ભાસ્વર રૂપનો ત્યાગ કરીને તામસ રૂપાંતરને પામે છે. અને તે પ્રમાણે દીપક બુઝાઈ ગયા પછી તરત જ કેટલોક કાળ તામસ પુદ્ગલરૂપ વિકાર દેખાય છે. લાંબા કાળ સુધી આ નથી દેખાતું તેનું કારણ અંજનરજની જેમ સૂક્ષ્મ-સૂક્ષ્મતર પરિણામનો સદ્ભાવ છે. પવનથી હરણ કરાતા અંજનની જે કૃષ્ણ રજ ઊડે છે તે પણ સૂક્ષ્મ પરિણામના કારણે જણાતી નથી. પરંતુ તેનો અભાવ છે માટે દેખાતી નથી એવું નથી. તેથી જે પ્રમાણે અનંતર કહેલા સ્વરૂપવાળા પરિણામોતરને પામેલો દીપક નિર્વાણ પામ્યો એમ કહેવાય છે, તે પ્રમાણે જીવ પણ કર્મથી રહિત થયેલો અરૂપી જીવ સ્વરૂપ રૂપ પરિણામાંતરને પામેલો નિર્વાણ પામ્યો એમ કહેવાય છે. તેથી વિદ્યમાન જીવની દુઃખાદિ ક્ષયરૂપ અવસ્થા નિર્વાણ કહેવાય છે એ નક્કી થયું. (૬) મોક્ષનો ઉપાય છે- તથા મોક્ષનો ઉપાય એટલે કે સમ્યક સાધન છે. સમ્યગ્દર્શન, જ્ઞાન , અને ચારિત્ર મુક્તિને સાધતા હોવાથી આ ઘટે છે. તે આ પ્રમાણે- મિથ્યાત્વ- અજ્ઞાન- જીવહિંસા Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ આત્મપ્રબોધ વગેરે દુષ્ટ કારણોનો સમુદાય જો સકલ પણ કર્મજાલને ઉત્પન્ન કરવા સમર્થ છે તો તેનાથી વિરોધી હોવાના કારણે સમ્યમ્ દર્શન આદિનો અભ્યાસ સકલ કર્મને નિર્મૂળ કરવા માટે સમર્થ થાય જ. આ પ્રમાણે તો મિથ્યાદષ્ટિએ કરેલો પણ ઉપાય મુક્તિને સાધનારો થશે એમ ન કહેવું. કારણ કે તે મિથ્યાત્વી વડે કરાયેલો ઉપાય હિંસા આદિ દોષથી કલુષિત હોવાથી સંસારનું કારણ છે. આ કહેવા દ્વારા પણ મોક્ષ ઉપાયના અભાવને પ્રતિપાદન કરનારા દુર્નયનો તિરસ્કાર કર્યો. આ જીવ અસ્તિત્વ આદિ છ સમ્યકત્વનાં સ્થાનો કહેલાં છે. આ હોય તો જ સમ્યકત્વ હોય. અહીં આત્મા આદિની સિદ્ધિ માટે દરેક સ્થાનમાં ઘણું કહેવાનું છે. ગ્રંથગહન થઈ જવાનો પ્રસંગ આવે માટે તે અહીં કહેવામાં આવતું નથી. આ પ્રમાણે સડસઠ ભેદોથી સમ્યકત્વ કહ્યું. વળી- અહીં જે ભવ્યજીવો વસ્તુમાત્રની સિદ્ધિમાં પરસ્પર સાપેક્ષ કાલાદિ પાંચને કારણરૂપે પ્રમાણ કરે છે, તેઓને જ આવા પ્રકારના સભૂત સમ્યકત્વનું સ્વામીપણું હોય છે. પરંતુ એકાંતવાદી એવા બીજાઓને હોતું નથી. કહ્યું છે કે कालो १ सहाव २ नियई ३ पुव्वकयं पुरिसकारणे ५ पंच । समवाए सम्मत्तं, एगंते होइ मिच्छत्तं ॥१॥ અર્થ- કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થ આ પાંચના સમુદાયમાં સમ્યકત્વ હોય છે. એકાંતમાં મિથ્યાત્વ હોય છે. इत्थं स्वरूपं परमात्मरूप-निरूपकं चित्रगुणं पवित्रं । सम्यक्त्वरत्नं परिगृह्य भव्या, भजन्तु दिव्यं सुखमक्षयं च ॥ १॥ અર્થ- આવા સ્વરૂપવાળા, પરમાત્મરૂપને જણાવનારા, વિચિત્ર ગુણવાળા અને પવિત્ર સમ્યકત્વ રતને ગ્રહણ કરીને હે ભવ્યો ! અક્ષય એવા દિવ્ય સુખને ભજો. प्रवचनसारोद्धारा-द्यनुसारेणैष वर्णितो मया ।.. सम्यक्त्वस्य विचारो, निजपरचेतःप्रसत्तिकृते ॥ २॥ અર્થ- સ્વપરના ચિત્તની પ્રસન્નતા માટે પ્રવચન સારોદ્ધાર આદિના અનુસાર મેં આ સમ્યત્વના વિચારનું વર્ણન કર્યું. આ પ્રમાણે શ્રી જિનભક્તિ સૂરીંદ્રના ચરણકમળમાં મધુકર સમાન શ્રી જિનલાભસૂરિએ સંગ્રહ કરેલા આત્મપ્રબોધ ગ્રંથમાં સમ્યકત્વનિર્ણય નામનો પ્રથમ પ્રકાશ સમાપ્ત થયો. શ્રીરતુ છે પ્રથમ પ્રકાશ સમાપ્ત Page #118 -------------------------------------------------------------------------- ________________ બીજે પ્રકાશ- દેશવિરતિ આત્મબોધ પ્રગટતાં દેશવિરતિની પ્રાપ્તિ ત્યાં (પહેલા પ્રકાશમાં) કહેલા સ્વરૂપવાળો, સખ્યત્વ મૂળવાળો, ઉત્તમ આત્મબોધ પ્રગટ થયે છતે કેટલાક આસન્નભવ્ય જીવોને જે ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમથી દેશવિરતિ આદિનો લાભ થાય છે તે બતાવવામાં આવે છે– सदात्मबोधेन विशुद्धिभाजो, भव्या हि केचित्स्फुरितात्मवीर्याः । भजन्ति सार्वोदितशुद्धधर्म, देशेन सर्वेण च केचिदार्याः ॥१॥ વિદ્યમાન આત્મબોધથી નિર્મલ થયેલા અને સમુલ્લસિત આત્મવીર્યવાળા કેટલાક ભવ્ય જીવો સર્વજ્ઞ પ્રણીત વિરતિરૂપ શુદ્ધ ધર્મને દેશથી આરાધે છે અને કેટલાક સપુરુષો સર્વથી આરાધે છે. અર્થાત્ કેટલાક દેશવિરતિને પામે છે તો કેટલાક સર્વવિરતિને પામે છે. (૧) તેમાં પહેલા દેશવિરતિની પ્રાપ્તિ આદિના સ્વરૂપને પ્રગટ કરે છે इह द्वितीयेषु कषायकेषु, क्षीणोपशान्तेषु विशा तिरश्चा । सम्यक्त्वयुक्तेन शरीरिणैषा, लभ्येत देशाद्विरतिर्विशुद्धा ॥२॥ પ્રાણાતિપાતાદિ સ્થાનોથી દેશથી નિવૃત્તિ તે દેશવિરતિ કહેવાય છે. વિશુદ્ધ એવી આ દેશવિરતિ બીજા અપ્રત્યાખ્યાન ક્રોધ-માન-માયા-લોભ સ્વરૂપ ચાર કષાયોનો ક્ષયોપશમ થયે છતે આ સંસારમાં સમ્યત્વથી યુક્ત મનુષ્યને અને તિર્યંચ યોનિ વાળા જીવને પ્રાપ્ત થાય છે. જો બીજા કષાયનો ક્ષયોપશમ ન થાય તો દેશવિરતિની પ્રાપ્તિ થતી નથી. દેવ-નારકને તો દેશવિરતિની પ્રાપ્તિનો અસંભવ હોવાથી તેનું અહીં ગ્રહણ કર્યું નથી. વળી- સમ્યકત્વની પ્રાપ્તિસમયે જે કર્મની સ્થિતિ હતી તેમાંથી પલ્યોપમ પૃથકત્વ સ્વરૂપ સ્થિતિનો ક્ષય થયે છતે દેશવિરતિની પ્રાપ્તિ થાય છે. પ્રવચન સારોદ્ધારના બસો ઓગણપચાસમાં દ્વારમાં કહ્યું છે કે सम्मत्तंमि य लद्धे, पलियपुहुत्तेण सावओ होइ । चरणोवसमखयाणं सायरसंखंतरा हुंति ॥ १॥ જેટલી કર્મસ્થિતિએ સમ્યકત્વ પ્રાપ્ત કર્યું તેમાંથી પલ્યોપમ પૃથકત્વ સ્વરૂપ સ્થિતિખંડ ખપાવે છતે દેશવિરત શ્રાવક થાય છે. ત્યાર પછી ચરણ, ઉપશમ, ક્ષયના આંતરા સંખ્યાતા સાગરોપમ થાય છે. અહીં આ ભાવ છે- દેશવિરતિની પ્રાપ્તિ પછી સંખ્યાતા સાગરોપમ ખપાવે છર્ત ચારિત્રને પ્રાપ્ત કરે છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ ખપાવે છતે ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરે છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ ખપાવે છતે ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી તે જ ભવમાં મોક્ષ થાય છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ આત્મપ્રબોધ દેશવિરતિનો અવસ્થાન કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડ જાણવો. આવા પ્રકારની દેશવિરતિ જેઓને છે તે દેશવિરત શ્રાવકો કહેવાય છે. કારણ કે શ્રાવકો બે પ્રકારના છે. (૧) વિરત શ્રાવકો (૨) અવિરત શ્રાવકો. તેમાં વિરત શ્રાવકો દેશવિરતિને સ્વીકારનારા આનંદ વગેરે જાણવા અને અવિરત શ્રાવકો સમ્યકત્વને ધારણ કરનારા સત્યકી, શ્રેણિક, કૃષ્ણ વગેરે જાણવા. (૨). આ પ્રકાશમાં જેમણે દેશવિરતિનો સ્વીકાર કર્યો છે એવા શ્રાવકોનું સ્વરૂપ કહેવાનું છે. તે સ્વરૂપનું નિરૂપણ કરતાં પહેલાં શ્રાવકપણાની યોગ્યતાને કહેનારા જે એકવીશ ગુણો છે તે કહેવામાં આવે છે શ્રાવકના ૨૧ ગુણ धम्मरयणस्स जुग्गो, अक्खुद्दो रूववं पगइसोमो। ... लोगप्पियो अकूरो, भीरू असढो सदक्खिन्नो ॥३॥ लज्जालुओ दयालू, मज्झत्थो सोमदिट्ठि गुणरागी। सक्कहसुपक्खजुत्तो, सदीहदंसी विसेसन्नू ॥४॥ वुड्डाणुगो विणीओ, कयन्नुओ परहियत्थकारी य । तह चेव लद्धलक्खो , इगवीसगुणो हवइ सड्ढो ॥५॥ પરતીર્થિક પ્રણીત બધા ધર્મોમાં જે પ્રધાન હોવાથી રત જેવો છે તે ધર્મરત. જિનપ્રણીત ધર્મ દેશવિરતિ આદિ સ્વરૂપ ધર્માચાર રૂપ છે. આવા પ્રકારના (= હવે કહેવાશે તેવા) સ્વરૂપવાળો જ શ્રાવક ધર્મને યોગ્ય છે. શ્રાવકધર્મની યોગ્યતાને જણાવનારા ‘અશુદ્ર વગેરે એકવીશ ગુણો આ પ્રમાણે છે (૧) અશુદ્ર- તેમાં જો કે તુચ્છ, ક્રૂર, દરિદ્ર, લઘુ આદિ અનેક અર્થને કહેનારો ક્ષુદ્ર શબ્દ છે. તો પણ અહીં સુદ્ર એટલે તુચ્છ એવો અર્થ ગ્રહણ કરાય છે. પ્રસ્તુતમાં તે જ ઉપયોગી છે. તેથી મુદ્ર એટલે તુચ્છ અર્થાત્ અગંભીર. તેનાથી વિપરીત અશુદ્ર એટલે કે ગંભીર. તે સૂક્ષ્મમતિવાળો હોવાના કારણે સુખેથી જ ધર્મને જાણે છે = સમજી શકે છે. (૨) રૂપવાન-રૂપવાન એટલે સંપૂર્ણ અંગ-ઉપાંગવાળો હોવાના કારણે મનોહર આકારવાળો. તેવા પ્રકારના રૂપવાળો તે સદાચારની પ્રવૃત્તિથી ભવિક લોકોને ધર્મમાં ગૌરવ ઉત્પન્ન કરતો પ્રભાવક થાય છે. પ્રશ્ન-નંદિષેણ, હરિકેશ, બળ વગેરે કુરૂપવાળા હોવા છતાં પણ તેઓએ ધર્મનો સ્વીકાર કર્યો હતો એમ સંભળાય છે. આથી રૂપવાળો જ ધર્મનો અધિકારી છે એમ ક્યાં રહ્યું? ઉત્તર- તમારી વાત સાચી છે. પણ અહીં રૂપ બે પ્રકારનું છે. સામાન્ય રૂ૫ અને અતિશારિરૂપ. તેમાં સંપૂર્ણ અંગત્વ વગેરે સામાન્યરૂપ છે અને તે નંદિષેણ વગેરેને પણ હતું જ, આથી વિરોધ નથી આવતો. રૂપવાન એમ જે કહ્યું તે પ્રાયિક છે. એટલે બાકીના ગુણોનો સદ્ભાવ હોય તો કુરૂપપણું પણ અદુષ્ટ છે. અર્થાત્ કુરૂપપણામાં પણ કોઈ દોષ નથી. એ પ્રમાણે આગળ પણ જાણવું. Page #120 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ૧૦૭ અતિશાયિ રૂપ તો જો કે તીર્થંકર વગેરેને જ હોય છે તો પણ કોઈક દેશમાં કોઈક કાળમાં કોઈક વયમાં વર્તતો માણસ જે રૂપથી આ રૂપવાળો છે એ પ્રમાણે લોકોને પ્રતીતિ ઉત્પન્ન કરાવે છે, તે રૂપ જ અહીં અધિકાર કરાયેલું જાણવું. (૩) પ્રકૃતિ સૌમ્ય- પ્રકૃતિથી = સ્વભાવથી સૌમ્ય, એટલે કે અભીષણ આકૃતિવાળો, વિશ્વસનીય રૂપવાળો. આવા પ્રકારનો પ્રાયઃ કરીને પાપ વ્યાપારમાં પ્રવર્તતો નથી અને સુખપૂર્વક આશ્રય કરી શકાય છે. (૪) લોકપ્રિય- આ લોક અને પરલોક વિરુદ્ધનો ત્યાગ કરવાથી અને શીલાદિ ગુણોથી સર્વજનને પ્રિય હોય. તે પણ બધાને ધર્મમાં બહુમાન ઉત્પન્ન કરાવે છે. (૫) અક્રૂર- અક્રૂર એટલે અક્લિષ્ટ અધ્યવસાયવાળો. જે ક્રૂર હોય તે બીજાનાં છિદ્રો જોવામાં લંપટ હોવાના કારણે કલુષિત મનવાળો થયેલો ધર્મના અનુષ્ઠાન કરતો હોવા છતાં પણ તેના ફળનો ભાગી થતો નથી. આથી અક્રૂરપણું યોગ્ય છે. (૬) ભીર- આ લોક અને પરલોકના અપાયથી ત્રાસ પામવાના સ્વભાવવાળો હોય. કારણ હોય (= અધર્મમાં પ્રવર્તવાનું કારણ ઉપસ્થિત થાય) તો પણ તે નિઃશંકપણે અધર્મમાં પ્રવર્તતો નથી. (૭) અશઠ- નિષ્કપટ આચારમાં રહેલો. શઠ માણસ ઠગવા અને પ્રપંચ કરવામાં ચતુર હોવાના કારણે બધાય જનને અવિશ્વસનીય બને છે. આથી અશઠપણે યુક્ત છે. ( (૮) સદાક્ષિણ્ય- સદાક્ષિણ્ય એટલે પોતાના કાર્યનો ત્યાગ કરીને પરકાર્ય કરવાના રસવાળા અંત:કરણવાળો. તે બધા ય લોકને અનુસરણીય થાય છે. (૯) લજ્જાળુ- લજ્જાળુ અકાર્ય સેવનની વાતથી પણ લજ્જા પામે છે અને સ્વયં અંગીકાર કરેલા સદ્ અનુષ્ઠાનને છોડી શકતો નથી. (૧૦) દયાલુ- દયાળુ એટલે દયાવાન, અર્થાત્ દુઃખી જીવોની રક્ષા કરવાની અભિલાષાવાળો. દયા ધર્મનું મૂળ છે એ પ્રસિદ્ધ જ છે. (૧૧) મધ્યસ્થ- મધ્યસ્થ એટલે રાગ-દ્વેષથી રહિત બુદ્ધિવાળો. તે બધી જગ્યાએ રાગદ્વેષથી રહિત હોવાના કારણે વિશ્વને પણ આદેયવચનવાળો થાય છે. (૧૨) સૌમ્યદૃષ્ટિ-સૌમ્ય દષ્ટિ કોઈને પણ ઉગ કરતો નથી અને તે દર્શન માત્રથી પણ જીવોને પ્રીતિ ઉત્પન્ન કરે છે. (૧૩) ગુણરાગી- ગાંભીર્ય-ધૈર્ય વગેરે ગુણોમાં રાગ કરવાના સ્વભાવવાળો. તે ગુણનો પક્ષપાત કરનારો હોવાના કારણે ગુણવાળાનું બહુમાન કરે છે. નિર્ગુણીઓની ઉપેક્ષા કરે છે. (૧૪) સક્કસપક્ષયુક્ત- સત્કર્થ એટલે સદાચારને ધારણ કરનારા હોવાના કારણે સારી પ્રવૃત્તિને કહેનારા. સપક્ષ એટલે સહાય કરનારા. સારી પ્રવૃત્તિને કહેનારા જેને સહાય કરનારા છે તે સત્કથસપક્ષયુક્ત, અર્થાત્ ધર્મમાં નિષેધ ન કરે તેવા પરિવારવાળો. આવા પ્રકારનો કોઈ પણ પરતીર્થિકથી પણ ઉન્માર્ગમાં લઈ જઈ શકાતો નથી. બીજાઓ તો સત્કથ અને સુપયુક્ત એમ બે ગુણોને અલગ માને છે. તથા મધ્યસ્થ અને સૌમ્યદષ્ટિ એ બેને એક જ ગુણ માને છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ આત્મપ્રબોધ (૧૫) સુદીર્ઘદર્દીને સારી રીતે વિચારીને પરિણામે સુંદર કાર્ય કરનારો. પરંતુ ઉત્સુકતાને કરનારો ન હોય. તે પારિણામિકી બુદ્ધિથી આ લોકનું પણ કાર્ય સુંદર પરિણામવાળું જ કરે છે. (૧૬) વિશેષજ્ઞ- સાર-અસાર વસ્તુના વિભાગને જાણનારો. અવિશેષજ્ઞ તો દોષોને પણ ગુણરૂપે અને ગુણોને પણ દોષરૂપે જાણે છે. આથી વિશેષજ્ઞપણું જ સારું છે. (૧૭) વૃદ્ધાનુગ- વૃદ્ધાનુગ એટલે ગુણ પ્રાપ્ત કરવાની બુદ્ધિથી પરિણત મતિવાળા વૃદ્ધોને અનુસરનારો. વૃદ્ધજનોને અનુસરનારો માણસ ક્યારે પણ વિપત્તિને પામતો નથી. (૧૮) વિનીત- વિનીત એટલે ગુરુજનનો ગૌરવ કરનારો. વિનયવાળાને વિશે તરત જ જ્ઞાનાદિ સંપત્તિ પ્રગટ થાય છે. (અહીં વિનીત- અવિનીત બે શિષ્યનું દૃષ્યત જાણવું. દગંત માટે જુઓ પાના નંબર ૩૧૦). (૧૯) કૃતજ્ઞઃ કૃતજ્ઞ એટલે બીજાએ કરેલા આ લોક સંબંધી કે પરલોક સંબંધી અલ્પ પણ ઉપકારને જાણે છૂપાવે નહીં. કૃતઘ માણસ બધી જગ્યાએ ઘણી નિંદા કરે છે, આથી કૃતજ્ઞપણું યોગ્ય છે. (૨૦) પરહિતાર્થકારી- પરહિતાર્થકારી એટલે બીજાના હિતકારી કાર્યોને કરવાના સ્વભાવવાળો. પ્રશ્ન- પૂર્વે કહેલા સદાક્ષિણ્યની સાથે આનો તફાવત શું છે? ઉત્તર- સદાક્ષિણ્ય બીજાએ પ્રાર્થના કરી હોય તો પરહિત કરે, જ્યારે આ સ્વયં જ પરહિતમાં પ્રવર્તે છે. જે સ્વભાવથી જ પરહિત કરવામાં નિરત હોય છે તે નિઃસ્પૃહ હોવાના કારણે બીજાઓને પણ સધર્મમાં સ્થાપે છે. (૨૧) લબ્ધલક્ષ-લબ્ધલક્ષ એટલે શીખવા યોગ્ય અનુષ્ઠાનનું જેણે લક્ષ રાખ્યું છે તે. આવા પ્રકારના લબ્ધલક્ષવાળો વંદન-પ્રત્યુપેક્ષણા આદિ ધર્મકૃત્યને જાણે પૂર્વભવમાં અભ્યાસ કર્યો હોય એમ જલદી જ જાણે છે. શ્રાવક આવા એકવીશ ગુણોથી યુક્ત હોય છે. આ પ્રમાણે શ્રાવકના ગુણો કહ્યા. (૩-૪-૫) દેશવિરતિને યોગ્ય હવે કહેલા ગુણોવાળા પણ ભવ્ય જીવોમાં જે દેશવિરતિને યોગ્ય હોય છે તે બતાવવામાં આવે છે जे न खमंति परीसह-भयसयणसिणेहविसयलोभेहिं । સવ્વવિર થયું, તે ગુપ લેવર દ્દા જે પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયવાળા જીવો પરિષહભય, સ્વજનસ્નેહ અને વિષયનો લોભ આ કારણોથી સર્વવિરતિ ધારણ કરવા માટે સમર્થ થતા નથી તેઓ દેશવિરતિને યોગ્ય છે. અહીં આ તાત્પર્ય છે- સધર્મની સામગ્રીને પામીને વિવેકી જીવે પહેલાં સર્વવિરતિનો જ આદર કરવો જોઈએ. હવે જે ભૂખ-તરસને સહન કરવા, ભિક્ષા માટે ભમવું, મેલ ધારણ કરવો આદિ પરિષહોના ભયથી, તથા આવા પ્રકારના અત્યંત પ્રીતિપાત્ર, માતા, પિતા, પુત્ર આદિ પરિવારને Page #122 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - ૧૦૯ છોડીને હું કેમ એકાકી થાઉં, આ પ્રમાણેના સ્વજનના સ્નેહથી, તથા પૂર્વના પુણ્યયોગથી પ્રાપ્ત થયેલા આ ઇંદ્રિયના વિષયોને કેવી રીતે છોડું ? આ પ્રમાણે વિષયના લોભથી સર્વવિરતિને વરવા માટે ઉત્સાહવાળો થતો નથી. તે જીવ સર્વથી ભ્રષ્ટ ન થાઉં, સર્વનાશ થાય એના કરતાં તો જે કાંઈ લાભ થયો તે પણ કલ્યાણકારી છે, એ પ્રમાણે વિચારીને દેશવિરતિને સ્વીકારે છે. કહેલા સ્વરૂપવાળાં પ્રતિબંધ કરનારાં કારણોનો અભાવ હોય તો સર્વવિરતિને જ સ્વીકારે છે. આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે કે દેશવિરતિ विसयसुहपिवासाए, अहवा बंधवजणाणुराएण । अचयंतो बावीसं, परीसहे दुस्सहे सहिउं ॥ १॥ जइ न करेइ विसुद्धं, सम्मं अइदुक्करं तवच्चरणं । तो कुजा गिहिधम्मं न य बज्झो होइ धम्मस्स ॥ २ ॥ અર્થ- વિષયસુખની પિપાસાના કારણે, અથવા બાંધવજનના અનુરાગના કારણે, અથવા દુ:ખે ક૨ીને સહન કરી શકાય તેવા બાવીસ પરીષહોને સહન ક૨વા અસમર્થ હોવાના કા૨ણે જો વિશુદ્ધ અને અતિ દુષ્કર તપચરણને સારી રીતે ન કરે તો ગૃહસ્થધર્મને કરે. પણ ધર્મની બહાર ન થાય, અર્થાત્ કોઈ પણ રીતે ધર્મમાં રહે. આ દેશવિરતિને સ્વીકારનારો શ્રાવક જઘન્ય આદિ ભેદથી ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણેજઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ.. જે પ્રયોજન વિના સ્થૂલ હિંસાને નથી કરતો, મદ્ય-માંસ આદિ અભક્ષ્ય વસ્તુનો ત્યાગ કરે છે, નમસ્કાર મહામંત્રને ધારણ કરે છે, અને નવકા૨શીનું પચ્ચક્ખાણ કરે છે તે જઘન્ય શ્રાવક જાણવો. જે ધર્મયોગ્ય ગુણોથી યુક્ત છે તથા હંમેશા છ આવશ્યકને આચરે છે, અને બારવ્રતોને ધારણ કરે છે તે સદાચારવાળો ગૃહસ્થ મધ્યમ શ્રાવક જાણવો. * સચિત્ત આહારનો ત્યાગ કરે છે અને એકાસણું કરે છે અને બ્રહ્મચર્યનું પાલન કરે છે તે ઉત્કૃષ્ટ શ્રાવક જાણવો. કહ્યું છે કે आउट्टिथूलहिंसाइ, मज्जमंसाइ चाइओ । जहन्नो सावओ वुत्तो, जो नमुक्कारधारओ ॥ १॥ धम्मजुग्गणाएन्नो, छक्कम्मो बारसावओ । गिहत्थो य सयायारो, सावओ होइ मज्झिमो ॥ २ ॥ उक्कोसेणं तु सड्ढो उ, सच्चित्ताहारवज्जओ । गाणगभोइ य, बंभयारी तहेव य ॥ ३ ॥ ઈરાદાપૂર્વક સ્થૂલહિંસા અને મઘમાંસનો ત્યાગી જઘન્ય શ્રાવક કહેલો છે. જે નમસ્કારને ધારણ કરનારો હોય, ધર્મયોગ્ય ગુણોથી યુક્ત હોય, છ આવશ્યકને કરતો હોય, બાર વ્રતવાળો હોય, આવો સદાચારવાળો ગૃહસ્થ મધ્યમ શ્રાવક છે. સચિત્ત આહારનો ત્યાગી, એક અશનનો ભોગી (એકાસણું કરનારો) તથા બ્રહ્મચારી ઉત્કૃષ્ટ શ્રાવક છે. (૬) Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ આત્મપ્રબોધ બાર વ્રતો હવે બારવ્રત સ્વરૂપ દેશવિરતિના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે પહેલાં તેનાં નામો કહેવામાં આવે છે पाणिवह १ मुसावाए २ अदत्त ३ मेहूण ४ परिग्गहे चेव ५ । दिसि ६ भोग ७ दंड ८ समई ९, देसे १० तह पोसह ११ विभागो १२ ॥७॥ સ્થૂલ પ્રાણિવધ, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહથી વિરમણ એ પાંચ અણુવ્રતો છે. તથા દિક્પરિમાણ, ભોગપભોગમાન, અનર્થ દંડ વિરમણ આ ત્રણ ગુણવ્રતો છે. તથા સામાયિક, દેશાવગાશિક, પૌષધ, અતિથિસંવિભાગ નામના ચાર શિક્ષાવ્રતો છે. બધા મળીને બાર વ્રતો થયા. અહીં આ ભાવ છે. સમ્યકત્વનો લાભ થયા પછી ગૃહસ્થ પ્રાણાતિપાત આદિ આરંભની નિવૃત્તિથી સદ્ગતિની પ્રાપ્તિ આદિ ગુણોને જાણતો બાર વ્રતોને ગ્રહણ કરે. પહેલું પ્રાણિવધ વિરમણ વ્રત તેમાં પ્રાણિવધ વિરમણ વ્રત, સર્વ વ્રતનો સાર હોવાથી શ્રી જિનેંદ્ર ભગવંતોએ પહેલું બતાવેલું છે. પ્રાણીઓના વધથી વિરમણ તે પ્રાણિવધ વિરમણ. પ્રાણાતિપાત વિરમણ અને અહિંસા એ એના પર્યાયવાચી નામો છે. તેમાં સર્વ જીવેદ્રવ્ય અમૂર્ત હોવાથી હિંસાને અયોગ્ય છે, અર્થાત્ તેની હિંસા થઈ શકતી નથી. આથી જીવોના દશ પ્રાણોનો વિનાશ કરવો તે હિંસા કહેવાય છે. કહ્યું છે કે पञ्चेन्द्रियाणि त्रिविधं बलं च, उच्छ्वासनिःश्वासमथान्यदायुः । , प्राणा दशैते भगवद्भिरुक्ता-स्तेषां वियोगीकरणं तु हिंसा ॥१॥ અર્થ- પાંચ ઇન્દ્રિયો, ત્રણ બલ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય, ભગવાને આ દશ પ્રાણો કહ્યાં છે. તેનો વિયોગ કરવો તે હિંસા છે. તેનાથી વિપરીત તે અહિંસા છે. અહિંસારૂપ જે વ્રત તે અહિંસાવ્રત કહેવાય છે. જૈનધર્મ જીવદયા મૂળવાળો હોવાના કારણે બધાં વ્રતોમાં આને અહિંસાવ્રતને) મુખ્ય કહ્યું છે તે યોગ્ય જ છે. જેથી કહ્યું છે કે इक्कं चिअ इत्थ वयं, निद्दिटुं जिणवरेहि सव्वेहिं । पाणाइवायविरमण, अवसेसा तस्स रक्खट्ठा ॥ १॥ અર્થ- સર્વ જિનેશ્વરોએ આ એક પ્રાણાતિપાત વિરમણ વ્રત જ બતાવેલું છે. બાકીનાં બધાં વ્રતો તેની રક્ષા માટે બતાવેલાં છે. (૭) આ સંપૂર્ણ વિશવશા અહિંસા સાધુને હોય છે. શ્રાવકને તો માત્ર સવા વશો અહિંસા જાણવી. તે આ પ્રમાણે थूला सुहमा जीवा, संकप्पारंभओ अ ते दुविहा । सावराहनिरवराहा, सविक्खा चेव निरविक्खा ॥८॥ Page #124 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ૧૧૧ પૂલ જીવના ભેદથી અને સૂક્ષ્મજીવના ભેદથી પ્રાણિવધ બે પ્રકારનો છે. તેમાં બેઈદ્રિય વગેરે પૂલ જીવો છે. બાદર એકેંદ્રિય અહીં સૂક્ષ્મ જીવો છે. પરંતુ સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા એકેંદ્રિય જીવો સૂક્ષ્મ તરીકે અહીં વિવક્ષિત નથી. તેઓનો શસ્ત્ર આદિ પ્રયોગથી વધ થતો નથી. તેમાં ગૃહસ્થોને સ્થૂલ પ્રાણિવધથી નિવૃત્તિ થાય છે, પણ સૂક્ષ્મ વધથી નિવૃત્તિ નથી થતી. કેમ કે તેઓ પચન-પાચન આદિ બધી કાર્ય પ્રવૃત્તિ પૃથ્વી-જલ આદિના વધથી જ કરે છે. આ પ્રમાણે સ્થાવર જીવહિંસાનો નિયમ ન હોવાથી વીશમાંથી દશ વિશા ઓછા થવાથી દશવિશા અહિંસા રહી. ત્યાર પછી જે સ્થૂલ પ્રાણિવધનો નિયમ કર્યો તે સંકલ્પજન્ય અને આરંભજન્ય એમ બે પ્રકારનો છે. તેમાં પહેલો “હું અને મારું' એવા મનના સંકલ્પથી થાય છે, અને બીજો ખેતી-ઘર વગેરેના આરંભમાં પ્રવર્તવાથી થાય છે. તેમાં શ્રાવક સંકલ્પથી થનારા પૂલ પ્રાણિવધથી અટકે છે, પણ આરંભથી થનારા પ્રાણિવધથી અટકી શકતો નથી. કેમ કે તેના વિના તેના શરીર, કુટુંબ આદિનો નિર્વાહ થતો નથી. આ પ્રમાણે આરંભથી થનારી હિંસાનો નિયમ ન હોવાથી દશમાંથી પાંચ વિશા ઓછી થવાથી પાંચ વિશા અહિંસા રહી. ત્યાર પછી જે સંકલ્પથી થનારા વધનો નિયમ કર્યો તે પણ સાપરાધ અને નિરપરાધના ભેદથી બે પ્રકારનો છે. તેમાં શ્રાવક સાપરાધી ચોર, જાર પુરુષ વગેરેનો સંકલ્પ કરીને પણ વધનો ત્યાગ કરતો નથી. નિરપરાધીનો તો સંકલ્પ કરીને વધ નથી કરતો. અને એ પ્રમાણે સાપરાધં હિંસાનો નિયમ ન હોવાથી પાંચમાંથી અઢી વિશા ઓછા થતાં અઢી વિશા અહિંસા રહી. ત્યાર પછી જે નિરપરાધ વધનો નિયમ કર્યો તે પણ સાપેક્ષ અને નિરપેક્ષના ભેદથી બે પ્રકારનો છે. તેમાં અપેક્ષા એટલે આશંકા. આશંકાથી સહિત તે સાપેક્ષ. અર્થાત્ શંકાવાળુ સ્થાન. તેનાથી વિપરીત તે નિરપેક્ષ. તેમાં શ્રાવક સાપેક્ષ હિંસાનો ત્યાગ કરતો નથી. પણ નિરપેક્ષ હિંસા નથી જ કરતો. અહીં આ તાત્પર્ય છે- કોઈપણ રાજ્ય વગેરેનો અધિકારી માણસ બારવ્રતનો સ્વીકાર કર્યો હોય તો પણ પોતાની ગુપ્ત વાત જાણી ગયો હોવાથી શંકાસ્થાનવાળા નિરપરાધી એવા પણ કોઈક પુરુષના વધનો નિષેધ કરતો નથી. અથવા રાજા અનપરાધી એવા પણ કોઈક શત્રુપુત્રના વધનો ત્યાગ કરતો નથી. આ પ્રમાણે સાપેક્ષ હિંસાને ન છોડવાથી અઢીમાંથી સવા વિશા ઓછા થવાથી શ્રાવકોને માત્ર સવા વિશો દયા બાકી રહી. કહ્યું છે કે .साहू वीसं सड्डे, तससंकप्पावराहसाविक्खे । अद्धद्धओ सवाओ, विसोअओ पाणअइवाए ॥१॥ અર્થ- પ્રાણના અતિપાતમાં સાધુઓને વીસ વશા દયા હોય છે. શ્રાવકને ત્રસ, સંકલ્પનો નિયમ છે. સૂક્ષ્મ-આરંભજન્ય હિંસાનો નિયમ નથી. તેમજ અપરાધી અને સાપેક્ષ હિંસાનો નિયમ નથી. તેથી અર્ધ અર્ધ કરતા સપાદ (સવા) વશા દયા હોય છે. હિંસા સ્થાવર (સૂક્ષ્મ) | ત્રસ સ્કૂલ) આરંભજન્ય સંકલ્પજન્ય અપરાધી નિરપરાધી સાપેક્ષ નિરપેક્ષ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ આત્મપ્રબોધ પ્રશ્ન- નિયમ કરેલા સ્થાનો સિવાયના સ્થાનોમાં શ્રાવક ઈચ્છા પૂર્વક જીવવધ ભલે કરે એમાં શું વાંધો છે? ઉત્તર- કહેલા ત્રસાદિ સિવાયના સ્થાવર વગેરેમાં શ્રાવકની યતના હોય છે, પણ નિર્દયપણું નથી હોતું. અહીં આ ભાવ છે- મેં સંકલ્પથી નિરપરાધી ત્રસવનું જ પચ્ચકખાણ કર્યું છે. પણ એ સિવાયનું પચ્ચખાણ કર્યું નથી એ પ્રમાણે વિચારીને શ્રાવક પૃથ્વી વગેરેનો તથા આરંભથી ત્રસાદિનો નિઃશંકપણે ઉપમર્દન કરતો નથી, પરંતુ જો તેના વિના ચાલી શકતું હોય તો સ્થાવર વગેરેને પણ હણતો નથી. હવે જો તેના વિના ચાલે તેમ ન હોય તો “ખરેખર ! સર્વ આરંભથી મુક્ત આ સાધુઓ ધન્ય છે. મહાઆરંભમાં મગ્ન થયેલા મારો મોક્ષ ક્યાં થશે ?” એ પ્રમાણે દયાવાળા હૃદયથી સશક જ ત્યાં પ્રવર્તે છે. કહ્યું છે કે वजइ तिव्वारंभं, कुणइ अकामो अनिव्वहंतो य । थुणइ निरारंभजणं, दयालुओ सव्वजीवेसु ॥ १॥ અર્થ- તીવ્ર આરંભનો ત્યાગ કરે. નિર્વાહ ન થાય તો ઈચ્છા વિના કરે. નિરારંભીજનની પ્રશંસા કરે, સર્વ જીવો વિશે દયાળુ હોય. પૂર્વપક્ષ- જેનો નિયમ નથી કર્યો એવી વસ્તુમાં આવી યતના કરવાની શું જરૂર છે? ઉત્તરપક્ષ- યતના વિના પ્રાણાતિપાત વિરમણનું ફળ મળતું નથી. કારણ કે વ્રત કેવલ પોતાએ ઉચ્ચરેલાનું નિર્વાહ કરવા માટે કરાતું નથી, પુણ્ય માટે પણ કરાય છે. અને પુણ્ય મનના પરિણામથી થાય છે. હવે જો તે સ્થાવર આદિ વિશે પણ નિર્દય છે તો બધી ય જગ્યાએ તેવો જ થશે. કેમ કે જેમ ત્રસમાં જીવ છે તેમ સ્થાવરમાં પણ જીવ છે. આમ બંનેમાં જીવ સામાન્ય છે. તેથી જેનો નિયમ ન કર્યો હોય તેવા સ્થાવરાદિમાં પણ યતના કરે. કહ્યું છે કે ___ जं जं घरवावारं, कुणइ गिही तत्थ तत्थ आरंभो । મારંભે વિ દુ નય, ત૨તમનો વિતે II I અર્થ- ગૃહસ્થ જે-જે ઘરનો વ્યાપાર કરે છે ત્યાં-ત્યાં આરંભ છે. આરંભમાં તરતમયોગથી યતના વિચારે. તરતમયોગથી એટલે અલ્પ આરંભથી સાધી શકાય એવા કાર્યમાં મહા આરંભ ન કરે. અથવા બહુ સાવઘ કાર્યનો ત્યાગ કરીને અલ્પ સાવઘવાળું કાર્ય કરે તે તરત યોગ છે. (૮) હવે અવયવ્યતિરેકથી અહિંસાની શુભોત્તરકાળતા = શુભાશુભતા બતાવવામાં આવે છે यो रक्षति परजीवान, रक्षति परमार्थतः स आत्मानं । यो हन्त्यन्यान् जीवान्, स हन्ति नर आत्मनात्मानं ॥९॥ અર્થ- જે પરજીવોને રહે છે તે પરમાર્થથી પોતાને રહે છે. જે અન્ય જીવોને હણે છે તે નર પોતાથી પોતાને હણે છે. અર્થાત્ જે બીજા જીવોનું રક્ષણ કરે છે તે પોતાના આત્માનું રક્ષણ કરે છે અને જે બીજા જીવોને મારે છે તે પોતાના આત્માને મારે છે. (૯) Page #126 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ હવે અન્વય- વ્યતિરેકથી અહિંસાના ફળને બતાવે છે सुखसौभाग्यबलायु-रिमकान्त्यादिफलमहिंसायाः । बहुरुक्शोकवियोगा, अबलत्वभीत्यादि हिंसायाः ॥ १० ॥ ૧૧૩ અર્થ- સુખ, સૌભાગ્ય, બળ, આયુષ્ય, ધીરજ, કાંતિ આદિ અહિંસાનું ફળ છે. બહુ રોગ, શોક, વિયોગ, બળનો અભાવ, ભય ઇત્યાદિ હિંસાનું ફળ છે. આ તો ઉપલક્ષણ છે. તેથી વિભવ, સ્વર્ગ વગેરે પણ જે- જે ૨મણીય છે તે- તે બધું અહિંસાનું ફળ છે. અને જે નરકનિપાત વગે૨ે અનિષ્ટ છે તે બધું હિંસાનું ફળ જાણવું. (૧૦) હવે આ વ્રત જ દૃષ્ટાંત બતાવવા દ્વારા વર્ણવાય છે जे संसारजं दुक्खं, मोत्तुमिच्छंति जंतुणो । अणुकंपापरा निच्चं, सुलसु व्व हवंति ते ॥ ११ ॥ અર્થ- જે જીવો સંસારમાં ઉત્પન્ન થયેલા દુઃખને છોડવા ઈચ્છે છે તેઓ સુલસની જેમ નિત્ય અનુકંપામાં તત્પર થાય છે. સુલસની કથા આ પ્રમાણે છે સુલસની કથા રાજગૃહ નગરીમાં કાલિકસૂકરિક નામનો કસાઈ વસે છે. તે પોતાના જ્ઞાતિના પાંચસો ઘરમાં અગ્રેસર છે. તેનો સુલસ નામનો એક પુત્ર છે. તે અભયકુમાર મંત્રીના સંસર્ગથી દયામાં તત્પર એવો શ્રાવક થયો. તેના પિતા કાલિકસૂકરિક તો નિત્ય પાંચસો પાડાઓને મારે છે. તે શ્રેણિક વડે નિવારાતો હોવા છતાં પણ અભવ્ય હોવાના કારણે તેના વધથી અટકતો નથી. તેથી કેવલ પાપમાં નિર્ભય થયેલો, જેને દુષ્ટ લેશ્યા ઉત્પન્ન થઈ છે એવો તે મરીને સાતમી નરકમાં ગયો. ત્યારે પોતાના જ્ઞાતીય પુરુષોએ ભેગા થઈને સુલસને કહ્યું: હવે તું પિતાના પદને ગ્રહણ કર. અને કુટુંબનું પોષણ કર. સુલસે કહ્યું: કેવી રીતે કરું ? તેઓએ કહ્યું: કુલક્રમથી આવેલી દ૨૨ોજ પાંચસો પાડાઓને મારવાની ક્રિયા કર. સુલસે કહ્યું: આવા પ્રકારના જીવવધથી ભેગું કરેલું ધન તમે બધા પણ ભોગવો છો અને તેનાથી ઉત્પન્ન થયેલું પાપ તો મારે એકલાએ જ ભોગવવાનું આવે. ત્યારે તેઓએ કહ્યું: અમે પાપને વહેંચીને લેશું. તેથી તેઓને પ્રતિબોધ ક૨વા માટે સુલસ કુઠારના પ્રહારથી પોતાના પગને જ જરાક છેદીને આક્રંદન કરતાં બોલ્યોઃ મને વેદના થાય છે તે વેદનાને જલદી વહેંચીને લઈ લો. તેઓએ કહ્યું: વેદનાને વહેંચી લેવામાં અમારું સામર્થ્ય નથી. સુલસે કહ્યું: જો તમારું આટલું પણ સામર્થ્ય નથી તો પછી નરકનું કારણ એવું અનેક પાડાના વધથી ઉત્પન્ન થયેલું પાપ કેવી રીતે વહેંચીને લેશો ? ત્યારે તેઓ બધા પણ મૌન ધારણ કરીને રહ્યાં. ત્યાર પછી સુલસ પોતાના બધા ય કુટુંબને પ્રાણિવધથી નિવારીને સવ્યવહારથી તેનું પાલન કરતો યાવજ્જીવ શુદ્ધ શ્રાવક ધર્મને આરાધીને સ્વર્ગનો ભાગી થયો. આ પ્રમાણે પ્રથમ વ્રતના આરાધનમાં સુલસનું દૃષ્ટાંત પૂર્ણ થયું. આ પ્રમાણે બીજાઓએ પણ સદ્ધર્મનું મૂળ, સર્વ કાર્યોની સિદ્ધિ માટે અનુકૂળ એવું આ વ્રત પ્રયતથી સેવવું જોઈએ. અહીં ભાવના ગાથા આ પ્રમાણે છે Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ धन्ना ते णमणिज्जा, जेहिं मणवयणकायसुद्धीए । सव्वजियाणं हिंसा, चत्ता एवं विचिंतिज्जा ॥ १ ॥ અર્થ- જેઓએ મન-વચન-કાયાની શુદ્ધિથી સર્વજીવોની હિંસાનો ત્યાગ કર્યો છે તેઓ ધન્ય છે, તેઓ નમસ્કાર કરવા યોગ્ય છે, એ પ્રમાણે વિચારવું. આ પ્રમાણે પ્રથમ વ્રતની ભાવના કરી. (૧૧) હવે બીજું સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત કહેવામાં આવે છે સ્થૂલ એવું જે મૃષાવાદ એટલે કે અસત્ય બોલવું તેનાથી વિરમણ એટલે કે નિવૃત્તિ. તે સ્વરૂપ જે વ્રત તે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત કહેવાય છે. તે વ્રત કન્યા અલીક આદિથી નિવૃત્તિ સ્વરૂપ છે. તે આ પ્રમાણે कन्नागोभूअलियं, नासावहारं च कूडसक्खिजं । ભૂતમલીગ પંચહ્ન, ચરૂ સુન્નુમ પિ નક્ષત્તિ ॥ ૨॥ આત્મપ્રબોધ શ્રાવક સ્થૂલ વસ્તુ સંબંધી અતિ દુષ્ટ અધ્યવસાયથી થનારા પાંચ પ્રકારના મૃષાવાદનો ત્યાગ કરે. તે આ પ્રમાણે- કન્યા અલીક, ગો અલીક, ભૂમિ અલીક, ન્યાસાપહાર અને કૂટ સાક્ષી. તેમાં નિર્દોષ એવી પણ કન્યાને આ વિષ કન્યા છે ઇત્યાદિ કહેનારને કન્યા અલીક લાગે. બહુ દૂધ આપતી ગાયને દૂધ વગરની કહે અથવા અલ્પ દૂધ આપનારી ગાયને ઘણું દૂધ આપનારી કહે તેને ગો અલીક લાગે. બીજાની ભૂમિને પોતાની ભૂમિ કહે એને ભૂમિ અલીક લાગે. આ સર્વ દ્વિપદ, ચતુષ્પદ (અપદ) સંબંધી અલીકનું ઉપલક્ષણ જાણવું. પ્રશ્ન- જો આ પ્રમાણે છે તો સર્વ સંગ્રહ માટે દ્વિપદ આદિનું જ ગ્રહણ કેમ ન કર્યું ? ઉત્તર- કન્યા વગેરે અલીકો લોકમાં અતિ ગર્ધિત હોવાના કારણે વિશેષથી તેનો ત્યાગ કરવા માટે તેનું અહીં ગ્રહણ કર્યું છે. એમાં કોઈ દોષ નથી. ન્યાસ = થાપણ, તેનું અપહરણ = અપલાપ તે ન્યાસાપહાર. આ અદત્તાદાન સ્વરૂપ હોવા છતાં પણ અપલાપવાળા વચનની પ્રધાનતા હોવાથી મૃષાવાદમાં કહેલું છે. લાંચ વગેરેના લોભથી અથવા મત્સર આદિથી પરાભવ પામવાથી પ્રમાણ કરેલી પણ વાત બીજી રીતે સ્થાપન કરનારને કૂટ સાક્ષી લાગે. આ બીજાનાં પાપોને દૃઢ કરતો હોવાથી પૂર્વના મૃષાવાદોથી આનો ભેદ છે. આ પ્રમાણે ગૃહસ્થોને સ્થૂલ અલીકનો નિષેધ કહીને સૂક્ષ્મ અલીકમાં યતના કહે છે. સૂક્ષ્મ પણ એટલે કે અલ્પ વસ્તુ સંબંધી પણ અલીકનો યથાશક્તિ ત્યાગ કરે. જો નિર્વાહ ન થઈ શકે તેમ હોય તો તરતમયોગથી યતના કરે. (૧૨) હવે સત્યવ્રતનો પ્રભાવ બતાવવામાં આવે છે— जे सच्चव्ववहारा, तेसिं दुट्ठा वि नेव पहवंति । नाइक्कमंत आणं, ताणं दिव्वाइं सव्वाइं ॥ १३॥ જે સત્ય બોલનારા છે તેઓને દુષ્ટ (=સ્ક્રૂર) કર્મવાળા પણ રાજા વગેરે શ્રી કાલકાચાર્યને દત્ત પુરોહિતની જેમ કષ્ટ આપવા માટે સમર્થ નથી જ થતા. તેનું કથાનક તો ત્રીજા પ્રકાશમાં કહેવાશે. Page #128 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ૧૧૫ તથા જલ, અગ્નિ, દ્વિત્ (? ઘટ) કોષ, વિષ, મોષ (અડદ), તંદુલ, ફાલ, ધર્મ (ધર્મજ), સુતસ્પર્શ (?) આ દશ દિવ્યો છે. આવા સ્વરૂપવાળા સર્વ દિવ્યો તેમની આજ્ઞાને ઓળંગતા નથી. અહીં આજ્ઞા આ પ્રમાણે છે હે જલ ! મને ન ડુબાડ. હે અગ્નિ! મને ન બાળ. (હે શત્રુ! અમારાથી દૂર થા, હે ભંડાર! તું ખાલી ન થા, હે વિષ! તું અમને પીડા ન કર, હે ભાષા ! અમને બાધા ન કરો, તે તંદુલો! અમને અજીર્ણ ન કરો, અમારો ધર્મ સફલ થાઓ. અરે હે પુત્ર ! તું અવિનીત ન થા, હે સર્પ ! અમને ડંખ ન માર) ઇત્યાદિ. આવા પ્રકારનાં દિવ્યો જાણવાં. (૧૩) હવે સત્યથી ઉલટું અસત્ય ઘણું નિંદનીય છે તે બતાવે છે वयणम्मि जस्स वयणं, निच्चमसच्चं वहेइ वच्चरसो । सुद्धीए जलण्हाणं, कुणमाणं तं हसंति बुहा ॥१४॥ સર્વ જગતને અનિષ્ટ હોવાથી અને અપવિત્રતાનો હેતુ હોવાથી અસત્ય વચન એ જ વિષ્કારસ જેના મુખમાં નિત્ય વહે છે, શુદ્ધિ માટે જલસ્નાન કરતા તે પુરુષને વિવેકીઓ હસે છે. અહો ! આની મૂર્ખાઈ ! જે આ અસત્યવચનથી નિરંતર મલિન થયેલો પણ માત્ર ચામડી ઉપર રહેલા મલને સાફ કરવામાં સમર્થ એવા પાણીથી પોતાને પવિત્ર કરવા ઈચ્છતો સ્નાનાદિ માટે જાય છે. જેથી બીજાઓએ પણ કહ્યું છે કે चित्तं रागादिभिः क्लिष्ट-मलीकवचनैर्मुखं । जीवघातादिभिः कायो, गङ्गा तस्य पराङ्मुखी ॥ १॥ सत्यं शौचं तपः शौचं, शौचमिन्द्रियनिग्रहः । सर्वभूतदया शौचं, जलशौचं च पञ्चमं ॥ २ ॥ . અર્થ- જેનું ચિત્ત રાગાદિથી ક્લિષ્ટ છે, જેનું મુખ અલીક વચનોથી ક્લિષ્ટ છે, જેની કાયા જીવઘાત આદિથી ક્લિષ્ટ છે, તેને ગંગા પરાફમુખ થયેલી છે. (૧) સત્ય શૌચ છે, તપ શૌચ છે, ઈદ્રિયનો નિગ્રહ શૌચ છે, સર્વ જીવોની દયા શૌચ છે, અને પાંચમું જલ શૌચ છે. (૨) (૧૪) વળી मूयत्तणंपि मन्ने, सारं सारंभवयणसत्तीओ। निम्मंडणं चिअ वरं, जलंतअंगारसिंगारा ॥१५॥ હું એમ માનું છું કે- આરંભવાળા અસત્યભાષણને, એટલે કે મર્મ પ્રગટ કરવાથી પાપવાળા વચનને બોલવાની જે શક્તિ છે તેના કરતા તો મૂંગાપણું સારું. અહીં દૃષ્ટાંતને કહે છે- ધગધગતા અંગારાથી શરીરને શણગારવું એના કરતાં તો શરીરનો શણગાર ન કરવો સારો. અહીં આ અર્થ છે. જે પ્રમાણે શરીરની શોભા માટે પણ કરેલો અંગારાનો શૃંગાર ઉલટું દાદાદિ અનર્થનું કારણ છે, ૧. જલ, અગ્નિ, ઘટ, કોષ, વિષ, તપ્તમાષક, તંદુલ, ફૂલ અને ધર્મજ એમ નવ દિવ્યો કેટલાક માને છે એમ ભગવદ્ ગોમંડલ કોષમાં છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ આત્મપ્રબોધ તે પ્રમાણે પોતાની નિપુણતા બતાવવા માટે પણ શરૂ કરેલું આરંભવાળું વચન ઉલટું નરક નિપાત આદિ દુઃખનું કારણ થાય છે. તેના કરતાં તો મૂંગાપણું સારું (૧૫) હવે પાલન કરેલા અને નહીં પાલન કરેલા આ વ્રતનું ફળ બતાવાય છે सच्चेण जिओ जायइ, अप्पडिहयमहुरगुहिरवरवयणो । अलिएणं मुहरोगी, हीणसरो मम्मणो मूओ ॥१६॥ સત્ય વચનથી જીવ આ લોકમાં યશ, વિશ્વાસ આદિનો પાત્ર થાય છે, અને પરલોકમાં અપ્રતિહત, મધુર, ગંભીર અને શ્રેષ્ઠ વચનવાળો થાય છે. અપ્રતિહત- વજની જેમ ક્યાંય પણ સ્કૂલના ન પામે. મધુર- પરિપક્વ શેરડીના રસ જેવું. ગંભીર- પાણીથી ભરેલા વાદળાની ગર્જના જેવું. શ્રેષ્ઠ- વ્યક્ત અક્ષરવાળું હોવાથી કમનીય. તથા અલીક વચનથી આ લોકમાં અવિશ્વાસ, અપકીર્તિ આદિનો ભાજન થાય, અને ભવાંતરમાં મુખરોગી, હીન સ્વરવાળો, મખ્ખન અને મૂક થાય છે. મન્સન એટલે બોલતી વખતે તેનું વચન અલના પામે. આ વ્રત વાણીનો વિષય હોવાથી તેનું ફળ પણ વાણીનો જ વિષય છે એમ કહ્યું. બીજી રીતે અવિરાધેલા આ વ્રતથી સ્વર્ગાદિ અને વિરાધેલા આ વ્રતથી નરકાદિ ફળ પણ જાણવું.(૧૬) હવે આ વ્રતમાં વ્યતિરેકથી દૃષ્ટાંત કહેવાય છે दप्पेण अलियवयणस्स, जं फलं तं न सक्किमो वोत्तुं । दक्खिण्णालीएण वि, गओ वसू सत्तमं नरयं ॥१७॥ પોતાના મતની સ્થાપના કરવાના આગ્રહથી જે જિનમતથી વિરુદ્ધ વચન બોલવામાં આવે છે, તેનું અનંતાનંત સંસારપરિભ્રમણ રૂપ ફળ છદ્મસ્થ અને પરિમિત આયુષ્યવાળા અમે કહેવા માટે સમર્થ નથી. કારણ કે દાક્ષિણ્યાલીકથી પણ વસુ રાજા સાતમી નરકમાં ગયો. જો દાક્ષિણ્યથી પણ કહેલા અલીકથી આવા પ્રકારની દુર્ગતિ થાય છે તો પછી દર્પથી કહેલા અલીકનું ફળ કેવી રીતે કહેવું શક્ય બને? દાક્ષિણ્ય =ગુરુની પતીનો આગ્રહ. તેથી બોલેલું અલીક તે દાક્ષિણ્યાલીક. અહીં વસુ રાજાની કથા આ પ્રમાણે છે વસુરાજાની કથા ' ડાહલ દેશમાં શક્તિમતી નગરીમાં અભિચંદ્ર નામનો રાજા હતો. તેને વસુ નામનો પુત્ર હતો. તે જ નગરીમાં જિનધર્મથી વાસિત મનવાળો ક્ષીરકદંબક નામનો એક ઉપાધ્યાય રહેતો હતો. તેની પાસે અશઠ આચારવાળા, બાલ્યકાળથી પણ સત્યવ્રતમાં રક્ત તે વસુકુમારે વિદ્યા અભ્યાસ કર્યો. ત્યારે પર્વતક નામનો ઉપાધ્યાયનો પુત્ર અને નારદ નામનો વિદ્યાર્થી હતો. તે બંનેએ પણ વસુકુમારની સાથે શાસ્ત્ર અભ્યાસ કર્યો. કોઈ વખત તેઓ ત્રણે પણ થાકી જવાથી આંગણાની ભૂમિમાં સુતા હતા ત્યારે ઉપાધ્યાયે આકાશમાં ચારણ ઋષિના મુખમાંથી આ પ્રમાણે વાણી સાંભળી. જે આ ત્રણ વિદ્યાર્થીઓ આંગણાની ભૂમિમાં સુતા છે તેમાંથી એક ઉચ્ચગતિમાં જશે અને બે તો નરકમાં જશે. ત્યારપછી તેણે વિચાર્યું કે- આ ઋષિનું વાક્ય કોઈ પણ રીતે ખોટું ન થાય. પરંતુ Page #130 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ૧૧૭ આમાંથી નરકમાં જનારા બેને કેવી રીતે જાણવા? અથવા જે દયાળુ ન હોય તે નરકમાં જાય. તેથી પહેલાં હું આમના દયાળુપણાને જોઉં. આ પ્રમાણે વિચારીને એણે લોટના ત્રણ કુકડા બનાવ્યા. ત્યાર પછી શિષ્યોને એક-એક કુકડો આપીને “જ્યાં કોઈપણ ન જુએ ત્યાં જ આને મારવા.” એ પ્રમાણે આદેશ કર્યો. ત્યારે વસુ અને પર્વતને અલગ-અલગ એકાંત વનમાં જઈને નિર્દયતાથી પોતપોતાના કુકડાને માર્યો. નારદે તો એકાંતમાં જઈને કુકડાને આગળ મૂકીને આ પ્રમાણે વિચાર્યું ગુરુએ અમારી પાસે આવું દારૂણ કાર્ય કેમ કરાવ્યું? કારણ કે નિરપરાધી જીવોને કોણ બુદ્ધિશાળી આ પ્રમાણે હણે ? અથવા “જ્યાં કોઈપણ ન જુએ ત્યાં આને મારવો’ એ પ્રમાણે બોલતા ગુરુનો અભિપ્રાય જાણ્યો કે આને ન જ મારવો. કારણ કે આ જુએ છે, હું જોઉં છું, જ્ઞાનીઓ જુએ છે. પરંતુ જ્યાં કોઈ પણ ન જુએ તેવું સ્થાન તો કોઈ પણ નથી. તેથી હું એમ માનું છું કે અમારા ગુરુ કૃપાળુ છે. શિષ્યોની પરીક્ષા કરવા માટે આ પ્રમાણે આદેશ કર્યો. આ પ્રમાણે વિચારીને તેણે કુકડાને ન માર્યો. ત્યારપછી એણે પાછા ફરીને ગુરુ પાસે જઈને કુકડાને નહીં મારવાનું કારણ જણાવ્યું. આ ઊર્ધ્વગતિવાળો છે એ પ્રમાણે નિશ્ચય કરીને ખુશ થયેલા ગુરુએ તેની પ્રશંસા કરી. તેટલામાં વસુ અને પર્વતકે આવીને કુકડાને માર્યો એ પ્રમાણે કહ્યું. ગુરુએ- “અરે ! પઠિત મૂર્ખાઓ તમને ધિક્કાર થાઓ.' ઇત્યાદિ દુર્વાક્યોથી તર્જના કરી અને ખેદ પામેલા તેમણે સ્વયં મનમાં વિચાર્યું. મારા જેવા ગુરુને પામીને પણ જો આ અધોગતિમાં જશે તો મારું માહાત્મ ક્યાં રહ્યું ! અથવા જેનું આયુષ્ય ક્ષીણ થઈ ગયું હોય એવા પુરુષને રાજવૈદ્ય પણ શું કરે ? વળી ઊંચા સ્થળ ઉપર વાદળાની વૃષ્ટિની જેમ આ બંને વિશે મારા આ અધ્યાપનનો પ્રયાસ પણ નિષ્ફળ ગયો. આથી નરક દુઃખના કારણ એવા આ ગૃહારંભોથી મારે સર્યું. એ પ્રમાણે વિચારીને વૈરાગ્યથી તે ઉપાધ્યાયે ચારિત્રનો સ્વીકાર કર્યો અને પર્વતકે તેના પદનું પાલન કર્યું, અર્થાત્ પર્વતક ઉપાધ્યાય બન્યો. જેણે શાસ્ત્રનો અભ્યાસ કરી લીધો છે એવો નારદ રુચિ પ્રમાણે બીજી જગ્યાએ ગયો. અભિચંદ્ર રાજાએ પણ યોગ્ય કાળે દીક્ષા લીધી. ત્યારપછી વસુએ પિતાની જેમ પૃથ્વીના ભારને ધારણ કર્યું, અર્થાત્ રાજા થયો. હવે આ રાજા સઘળી પૃથ્વી ઉપર સત્યવાદી તરીકે પ્રસિદ્ધ થયો. તેના કારણે જ ક્યાંય પણ ખોટું બોલતો નથી. આ બાજુ કોઈપણ ભિલ્લે વિંધ્ય અટવીમાં હરણ તરફ બાણ છોડ્યું. પરંતુ સ્કૂલના પામેલું તે બાણ વચ્ચે પડ્યું. ત્યારે તે ભિલ્લે બાણ સ્કૂલના પામવાના કારણને શોધતાં આગળ આકાશ જેવા સ્ફટિકની શિલાને હાથના સ્પર્શથી જાણીને વિચાર્યું. મેં આ શિલાની પાછળ - ચરતા હરણને જોયો હતો તેથી મારું બાણ સ્કૂલના પામ્યું. ખરેખર ! આ સ્વચ્છ શિલા વસુરાજાને યોગ્ય છે. આ પ્રમાણે વિચારીને ગુપ્ત રીતે આવીને એણે વસુરાજાને શિલા જણાવી. વસુ રાજાએ પણ તેને ધન આપીને તે શિલા ગ્રહણ કરી. ત્યાર પછી રાજાએ શિલ્પીઓની પાસે તેની વેદિકા ઘડાવીને એકાંતમાં તેઓને મારીને તે વેદિકા ઉપર પોતાનું સિંહાસન મૂક્યું. ત્યારે સઘળો ય લોક આ પ્રમાણે કહે છે. અહો ! રાજાનું સિંહાસન સત્યના પ્રભાવથી આકાશમાં રહ્યું છે. આ રાજાને સત્યથી દેવો પણ સેવે છે. એક વખત નારદ પ્રીતિથી પર્વતકના ઘરે આવ્યો. ત્યારે તે બ્રાહ્મણ પોતાની સભામાં ઋવેદનું વ્યાખ્યાન કરતો હતો. ત્યારે ‘કનૈર્યgવ્ય' એ સૂત્રમાં પર્વતકે અજનો Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ આત્મપ્રબોધ અર્થ બોકડો કર્યો. એટલે નારદે- ‘આહા ! પાપ શાંત થાઓ” એ પ્રમાણે કહી અને પોતાના કાન બંધ કરીને કહ્યું: હે ભાઈ ! ભ્રાંતિથી જ તું આમ શા માટે કહે છે ? આપણા ગુરુ તો અજ શબ્દથી ત્રણ વર્ષના ચોખા કહેતા હતા. હવે પર્વતક ગુરુએ કહેલા તે અર્થને યાદ કરતો હોવા છતાં “આ શિષ્યોને મારા ઉપર અવિશ્વાસ ન થાઓ એ પ્રમાણે ગર્વથી નારદને કહ્યું હે નારદ ! તું જ બ્રાંત છે તેથી મને બ્રાંત કહે છે. કારણ કે મેષ (બોકડો) અર્થને કહેનારા ગુરુને નિઘંટુ સાક્ષી છે. નારદે કહ્યું: શબ્દો બે પ્રકારના હોય છે. મુખ્ય અર્થને કહેનારા અને ગૌણ અર્થને કહેનારા. તેમાં તે ગાયત્તે તિ બના: “= જે ઉત્પન્ન ન થાય તે અજ.” એ પ્રમાણે ગૌણ અર્થવાળો અજ શબ્દ ગુરુએ અહીં કહ્યો છે, મુખ્ય અર્થવાળો નહીં. જો બુદ્ધિશાળીઓને નિઘંટુની ઉક્તિથી જ શબ્દાર્થ પ્રમાણ હોય તો પછી ગુરુ શા માટે કરે છે? તેથી તે પર્વતક ! ધર્મનો ઉપદેશ કરનારા ગુરુને અને ધાર્મિક શ્રુતિનો લોપ કરતો તું પોતાના બંને લોકનો લોપ કરે છે. તેથી પર્વતકે ક્રોધપૂર્વક કહ્યું: આ નકામા શુષ્કવાદથી શું ? આપણા બેનો પોતપોતાનો પક્ષ ખોટો પડવામાં જીભનો છેદ કરવો એ પ્રમાણે શરત થાઓ, અર્થાત્ જેનો પક્ષ ખોટો પડે તેની જીભનો છેદ કરવો. અહીં પ્રમાણ તરીકે આપણા બંનેનો સહ અધ્યાયી વસ રાજા થાઓ, આ સાંભળીને નારદ સત્યવાદી હોવાથી ક્ષોભ પામ્યા વિના ‘હા’ એ પ્રમાણે કહીને કોઈ પણ કામ માટે નગરમાં ગયો. ત્યારે પુત્રના સ્નેહથી વ્યાકુળ થયેલી માતાએ એકાંતમાં પર્વતકને કહ્યું: હે વત્સ ! તેં આ પોતાનો નાશ કરનારી શરત કરી છે. કારણ કે મેં પણ તારા પિતા પાસેથી એના બ્રહ: અજ એટલે ત્રણ વરસના ચોખા એ અર્થ સાંભળેલો છે. પણ બીજો અર્થ સાંભળ્યો નથી. તેથી હમણાં પણ નારદને બોલાવીને તે અસત્ય વચનની ક્ષમા માગ. જેમ સર્વ રોગોનું મૂળ અજીર્ણ છે તેમ સર્વ આપત્તિનું મૂળ મદ છે. માટે તેનો ત્યાગ કર. હવે તેણે કહ્યું: હે મા ! અહીં ભય શું છે ? કારણ કે ઉત્પન્ન થયેલાનું એક દિવસે અવશ્ય મોત થાય છે. આથી જે કહ્યું તે કહ્યું જ છે. હવે જે થવાનું હશે તે થશે. ત્યાર પછી માતા પુત્રની આપત્તિનું નિવારણ કરવા માટે વસુ પાસે ગઈ. વસુએ પણ તેણીને પ્રણામ કરીને પ્રીતિથી સ્વાગતના પ્રશ્નપૂર્વક કહ્યું: હે મા ! અહીં આવવાથી તે મારા ઉપર મોટી મહેરબાની કરી છે. આથી આવવાનું કારણ કહે. તને શું આપું ? ત્યારે તેણીએ પણ “લાંબુ જીવ’ એ પ્રમાણે આશીર્વચન પૂર્વક તેને કહ્યું: હે રાજન્ ! “જે પ્રમાણે પુત્રને જીવતો જોઉં તે પ્રમાણે કર !” વસુએ કહ્યું? તારો પુત્ર મારો સહ અધ્યાયી હોવાના કારણે મારો બંધ છે અને ગુરુનો પુત્ર હોવાના કારણે ગુરુ છે. તેનો હમણાં કોણ દુશ્મન થયો છે? આ પ્રમાણે સાંભળીને “એક પોતાના મુખ વિના તારા ભાઈનો કોઈ પણ શત્રુ નથી.” એ પ્રમાણે બોલતી તેણીએ સર્વ પણ પુત્રનો વાદ જણાવ્યો. પછી “સવારે તારે બંનેની મધ્યમાં મારા પુત્રના વાક્યને સાચું કરવું એ પ્રમાણે પ્રાર્થના કરી. વસુએ કહ્યું હું ક્યાંય પણ ખોટું વચન નહીં બોલું, તેથી હમણાં ફૂટ સાક્ષીમાં અને ગુરુ વચનથી વિપરીત તે કેવી રીતે બોલું? તેણીએ કહ્યું: હે વત્સ ! હમણાં આ વિચારથી સયું. “જીવ રક્ષાનું પુણ્ય તને થાઓ, ખોટુ બોલવામાં લાગતું પાપ મને થાઓ.” એ પ્રમાણે ગાઢ આગ્રહથી વસુરાજાએ તેનું વચન માન્યું. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ બીજો પ્રકાશ - દેશવિરતિ હવે સવારના સમયે વસુરાજા સભામાં આવે છતે વિવાદ કરતા નારદ અને પર્વતકે ત્યાં જઈને મોટા સ્વરે પોતપોતાના પક્ષને જણાવ્યો. ત્યારે માધ્યસ્થ સ્વભાવવાળા સભાના લોકોએ વસુરાજાને વિનંતિ કરી. હે વસો ! તે આ પૃથ્વી તા૨ા વડે સત્ય અર્થવાળી કરાઈ છે કે જ્યાં તેં બાલભાવથી સત્યવ્રતને ન મૂક્યું. તથા સત્યના જ પ્રભાવથી જાણે સેવક થયેલા હોય તેવા દેવોએ પણ તારું સિંહાસન આકાશમાં ધારણ કર્યું. તેથી હે સત્યના સાગર ! હમણાં સત્ય ઉક્તિથી આ બંનેનો વાદ શાંત કર. હવે ઉત્પન્ન થયેલી છે દુર્ગતિ જેની એવા વસુરાજાએ તેઓના વચનને જાણે સાંભળ્યું ન હોય તેમ અને પોતાની તે પ્રસિદ્ધિની અવગણના કરીને ‘ગુરુએ તો ‘અના-મેષા: ' અજ એટલે મેષ એ પ્રમાણે વ્યાખ્યાન કર્યું છે. એ પ્રમાણે સાક્ષી આપી. તેથી આ મલિન આત્માએ અતિ નિર્મળ એવી મને પોતાની નીચે નાંખી એ પ્રમાણે જાણે ગુસ્સાથી તેની સ્ફટિકમયી વેદિકા તરત ફૂટી ગઈ. તથા ગુસ્સે થયેલી રાજ્યની દેવીએ સિંહાસન ઉપરથી વસુને નીચે પાડ્યો. ત્યારે નારદ પણ ‘હે સર્વધર્મ પરિભ્રષ્ટ ! તને જોવો પણ ઉચિત નથી.’ એ પ્રમાણે તેની નિંદા કરતો તરત ત્યાંથી નીકળી ગયો. ‘રે મૂઢ ! તેં ગૂઢમંત્રથી શું કર્યું ?' એ પ્રમાણે લોકોથી નિંદા કરાતા પર્વતકે તો સર્વથા માનભ્રષ્ટ થઈને તે નગરનો ત્યાગ કર્યો. રાજ્યની દેવીથી વેગથી તમાચાના મા૨થી હણાયેલો વસુ દુરિતે કરેલી સહાયથી સાતમી નરકમાં ગયો. ત્યારપછી અપરાધી એવા તેના પટ્ટે જે- જે પુત્ર બેઠા તે- તે ક્રમેથી આઠ પુત્ર સુધી દેવતાથી મરાયા. જેથી કહ્યું છે કે- અપરાધી એવા તેના પટ્ટે જે- જે પુત્રને બેઠેલા જોયા યાવત્ આઠ ક્રમ સુધી તે-તે પુત્રને દેવતાએ હણ્યા. જે મનુષ્યે આજન્મ ક્યારે પણ વિષભક્ષણ ન કર્યું હોય અને અંતે વિષભક્ષણ કરે તો વિષ તેને હણે છે. તે પ્રમાણે ક્યારે પણ ખોટી નહીં બોલાયેલી, અંતે ખોટી બોલાયેલી વાણીએ વસુને માર્યો. આ પ્રમાણે બીજા વ્રતમાં વસુરાજાનું કથાનક પૂર્ણ થયું. આ પ્રમાણે મૃષાવાદના વિપાકને સાંભળીને સર્વ પણ ભવ્યજીવો તેના પરિહારમાં તત્પર થાઓ.જેથી સર્વ ઈષ્ટની સિદ્ધિ થાય. અહીં ભાવના આ પ્રમાણે કરવી थोवं पि अलियवयणं, जे न हु भासंति जीविते वि । सच्चे चेव रयाणं, तेसिं नमो सव्वसाहूणं ॥ १॥ અર્થ- જેઓ મૃત્યુ થાય તો પણ થોડું પણ અસત્ય વચન બોલતા નથી, અને સત્યમાં જ જેઓ રત છે, તે સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. આ પ્રમાણે બીજું વ્રત કહ્યું. (૧૭) હવે ત્રીજું સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત કહેવામાં આવે છે– જે સ્થૂલ જે અદત્તાદાન એટલે કે નહીં આપેલી વસ્તુનું ગ્રહણ, તેનાથી વિરમણ એટલે કે વિરતિ, વ્રત તે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત કહેવાય છે. તે સચિત્ત આદિ સ્થૂલ વસ્તુના જે તે સ્વરૂપ ત્યાગ સ્વરૂપ છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ તે આ પ્રમાણે– तवयंमि चइज्जा, सचित्ताचित्तथूलचोरिज्जं । तिणमाइतणु अतेणिय- मेसो पुण मोत्तुमसमत्थो ॥ १८ ॥ ગૃહસ્થ અદત્તાદાન વિરમણ રૂપ ત્રીજા વ્રતમાં દ્વિપદ, ચતુષ્પદ આદિ સચિત્ત, સુવર્ણ, રૂપું આદિ અચિત્ત, ઉપલક્ષણથી અલંકૃત સ્ત્રી વગેરે મિશ્ર વસ્તુ, તે સંબંધી સ્થૂલ ચોરીનો ત્યાગ કરે. આનું સ્થૂલપણું જાડીબુદ્ધિવાળાને પણ નિંદનીય હોવાથી અથવા ચોરાયું એ પ્રમાણે લોકોમાં કહેવાતું હોવાથી જાણવું. તો પછી સૂક્ષ્મની શું વાત છે ? કહે છે- ઘાસ વગેરેની સળી આદિ સંબંધી સૂક્ષ્મ ચોરી ગૃહસ્થ છોડવા માટે અસમર્થ છે. તે વિના માર્ગ વગેરેમાં ચતુષ્પદ વગેરેનો નિર્વાહ ન થઈ શકે. આનું સૂક્ષ્મપણું સૂક્ષ્મ વસ્તુનો વિષય હોવાથી અથવા સૂક્ષ્મ દૃષ્ટિવાળાઓથી ત્યાજ્ય હોવાથી જાણવું. આદિ શબ્દથી નદીનું પાણી, વનના ફૂલ, બકરીની લીંડી રૂપ ઈધન આદિ સમજવું. (૧૮) હવે આ ચોરી જેટલા પ્રકારથી ત્યાજ્ય છે તે બતાવે છે— नासीकयं निहिगयं, पडिअं वीसारिअं ठिअं नवं । परअत्थं हीरंतो, नियअत्थं को विणासेइ ॥ १९ ॥ આત્મપ્રબોધ થાપણમાં મૂકેલું હોય, નિધાનમાં રહેલું હોય, પડી ગયું હોય એટલે કે સ્વભાવથી ભ્રષ્ટ થયેલું હોય, ભૂલાઈ ગયું હોય એટલે કોઈક વ્યગ્રચિત્તથી મૂકાયેલું હોય, રહેલું હોય એટલે કે ધનનો સ્વામી મરણ પામવાથી કોઈએ પણ ગ્રહણ ન કર્યું હોય, ખોવાઈ ગયું હોય, આ પ્રકારોથી પરનું દ્રવ્ય હરણ કરતો કયો બુદ્ધિશાળી સકલ સંપત્તિને સંપાદન કરવામાં સમર્થ પોતાના પુણ્ય સ્વરૂપ ધનનો નાશ કરે ? કોઈ પણ ન કરે. (૧૯) વળી પરધન ગ્રહણ કરે છતે કેવલ ત્રીજા વ્રતનો ભંગ નથી, પરંતુ પહેલા વ્રતનો ભંગ પણ છે એ પ્રમાણે કહે છે– जं पड़ मम त्ति जंप, तं तं जीवस्स बाहिरा पाणा । तिणमित्तं पि अदिन्नं, दयालुओ तो न गिण्हेइ ॥ २०॥ દરેક જીવ જે સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુ છે તેને ‘આ મારું છે’ એમ કહે છે. તેથી તે તે વસ્તુ જીવના બાહ્ય પ્રાણો છે. કારણ કે અત્યંતર અને બાહ્ય એમ બે પ્રકારના પ્રાણો છે. ત્યાં શ્વાસ વગેરે અત્યંતર પ્રાણો છે. મમત્વનું કારણ એવી સુવર્ણ વગેરે વસ્તુઓ બાહ્ય પ્રાણો છે. કારણ કે તે વસ્તુઓનો નાશ પ્રાણના નાશની જેમ દુઃખનું કારણ છે. આમ હોવાથી જેણે પ્રાણીવધનું પચ્ચક્ખાણ કર્યું છે એવો દયાળુ બીજાની ઘાસના તણખલા જેટલી પણ વસ્તુ ગ્રહણ ન કરે. અહીં આ રહસ્ય છે- પૂર્વે ગૃહસ્થને નહીં આપેલા તૃણ વગેરે ગ્રહણ કરવાની જે રજા આપી તે માર્ગ વગેરેમાં સ્વામી વગરના તૃણ વગેરેની અપેક્ષાએ જાણવી. અહીં તો તેનો જે નિષેધ કર્યો છે તે માલિકીની વસ્તુની અપેક્ષાએ જાણવો. દેખાય પણ છે કે- બીજાએ સંચિત કરેલા તૃણ વગેરે પણ નહીં અપાયેલા ગ્રહણ કરનારો ચોરની જેમ વધ, બંધન વગેરે પામે છે. તેથી ગૃહસ્થે બીજાએ ગ્રહણ કરેલી તૃણ વગેરે વસ્તુ નહીં અપાયેલી ગ્રહણ ન કરવી જોઈએ. (૨૦) Page #134 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ૧૨૧ હવે જે વિચાર વગરના મનવાળા ચોરીથી કલ્યાણને ઈચ્છે છે તેઓને આશ્રયીને કહેવાય છે कुलकित्तिकलंककरं, चोरिजं मा करेह कइयावि । इह वसणं पच्चक्खं, संदेहो अत्थलाभस्स ॥२१॥ કુલની કીર્તિને કલંક કરનારી ચોરી ક્યારે પણ ન કરો. કેમકે એમાં અર્થલાભનો સંદેહ છે, એટલે કે અર્થલાભ થાય કે ન પણ થાય. પણ વ્યસન તો પ્રત્યક્ષ જ છે. વ્યસન- જેલમાં રહેવું, વધ, બંધન, (હાથ, પગ આદિનું) કપાવું આદિ દુઃખ એ વ્યસન છે. (૨૧) વળી काऊण चोरवित्तिं, जे अबुहा अहिलसंति संपत्तिं । विसभक्खणेण जीविय-मिच्छंता ते विणस्संति ॥२२॥ જે અજ્ઞાનીઓ ચોરી કરીને સંપત્તિને ઈચ્છે છે તેઓ વિષ ભક્ષણથી જીવિતને ઈચ્છતા વિનાશને પામે છે. (૨૨) હવે ઉક્ત સ્વરૂપવાળાથી વિપરીત આચારવાળાની પ્રશંસનીયતા બતાવે છે ते धन्ना सप्पुरिसा, जेसिं मणो पासिऊण परभूई । ' પણ પરામૂત્રિય, પર્વ સંધ્યા વરુડું ૨૩ | જેઓનું મન બીજાની સંપત્તિ જોઈને ગ્રહણ કરાતી આ વધ, બંધન આદિનું કારણ હોવાથી પરાભૂતિ જ = પરાભવ જ છે એ પ્રમાણે ચિંતન કરે છે તે સત્પરુષો ધન્ય છે, તેઓને પુણ્યશાળી જાણવા. ખરેખર ! તેઓ પરાભવથી જેમ દૂર ભાગે છે તેમ પરસંપત્તિથી પણ દૂર ભાગે છે. (૨૩) હવે ચોરીના ફળને બતાવવામાં આવે છે वहबंधरोहमच्चू, चोरिजाओ हवंति इह लोए । . नरयनिवासधणक्खय-दारिद्दाइं च परलोए ॥२४॥ આ લોકમાં ચોરીથી વધ, બંધ, રોધ, મૃત્યુ થાય છે અને પરલોકમાં નરકમાં નિવાસ, ધનનો ક્ષય, દરિદ્રતા વગેરે થાય છે. વધ એટલે લાકડી વગેરેથી મારવું. બંધ એટલે દોરડા વગેરેથી બાંધવું. રોધ એટલે જેલ વગેરેમાં રાખવું. મૃત્યુ એટલે મસ્તક છેદ વગેરેથી મારવું. (૨૪) હવે અદત્તાદાનના ત્યાગનું દૃષ્ટાંતગર્ભિત ફળ કહેવામાં આવે છે– जं इत्थ जणपसंसाइ, परभवे सुगइमाइ होइ फलं । मुक्के अदत्तदाणे, तं जायं नागदत्तस्स ॥२५॥ અદત્તાદાનનો ત્યાગ કરવામાં આ લોકમાં જનપ્રશંસા આદિ અને પરભવમાં સુગતિ આદિ ફળ પ્રાપ્ત થાય છે. તે ફળ નાગદત્તને પ્રાપ્ત થયું. ભાવાર્થ કથાનકથી જાણવો. તે કથાનક આ પ્રમાણે છે Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૨ આત્મપ્રબોધ નાગદત્તની કથા વાણારસી નગરીમાં જિતશત્રુ નામનો રાજા હતો. તે નગરીમાં એક ધનદત્ત નામનો શ્રેષ્ઠી રહેતો હતો. તેને ધનશ્રી નામની પતી હતી. તેઓને નાગદત્ત નામનો પુત્ર હતો. બાલ્ય અવસ્થામાં જ સદ્ગુરુના સંયોગથી જિનધર્મમાં શ્રદ્ધાને પામીને સંસારથી વિરક્ત થયેલા તેણે અદત્તાદાન વિરમણ વ્રત ગ્રહણ કર્યું. બીજાં પણ વ્રતો અને નિયમો ગ્રહણ કર્યા. એક વખત તે નગરના શ્રેષ્ઠીની નાગવસુ નામની કન્યાએ જિનપૂજા માટે જિનાલયમાં જતા માર્ગમાં તે નાગદત્તને જોઈને તેના રૂપ, સૌભાગ્ય આદિમાં મોહિત થયેલી “આ ભવમાં મારો આ જ પતિ થાઓ” એ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને પોતાના પિતાને વિચારેલો અર્થ જણાવ્યો. તેથી પિતાએ પણ તેના નિશ્ચયને જાણીને નાગદત્તના પિતાના ઘરે જઈને તેની આગળ પોતાની કન્યાનો અભિગ્રહ જણાવ્યો. ત્યારે સાંસારિક ભોગને નહીં ઈચ્છતા એવા પણ નાગદત્તની સાથે તેણીનું સગપણ કર્યું. ત્યાર પછી એક વખત તે નગરનો કોટવાલ તે કન્યાને જોઈને તેના રૂપમાં મોહિત થયો. શ્રેષ્ઠી પાસે પોતાના પુરુષોને મોકલીને તેની માંગણી કરી. ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું: આ કન્યા તો મેં નાગદત્તને આપી છે, તેથી બીજાને ફરી આપવી શક્ય નથી. કેમકે “કન્યા એક વખત જ અપાય છે એવું નીતિવાક્ય છે. ત્યાર પછી કોટવાલ પોતાના પુરુષોના મુખથી તે વાત સાંભળીને ગુસ્સે થયેલો દરરોજ નાગદત્તના છિદ્રને શોધવા લાગ્યો. હવે એક વખત અતિ ચંચલ ઘોડા ઉપર આરૂઢ થઈને રાજવાટિકાએ જતા રાજાના કાનમાંથી કુંડલ પડી ગયું અને તે નગરમાં ઘણું શોધવા છતાં ક્યાંય પણ ન મળ્યું. તે અવસરે જિનાલયે જતો નાગદત્ત માર્ગમાં તે કુંડલને જોવા છતાં સ્વયં અદત્તાદાનનું પચ્ચકખાણ કર્યું હોવાથી તેને લીધા વિના જિનાલયમાં જઈને જિનપૂજા કરીને શ્રી જિનની આગળ કાયોત્સર્ગથી રહ્યો. તે જ અવસરે ક્યાંયથી ભાગ્યયોગે તેની પાછળ આવતા કોટવાલે તે કંડલને જોઈને જલદીથી તેને ગ્રહણ કરીને દુષ્ટ બુદ્ધિથી નાગદત્ત ઉપર કલંક આપવા માટે તરત જિનાલયમાં આવીને કાયોત્સર્ગમાં રહેલા જ તેના કાનમાં કુંડલ નાખીને અને તેને ગાઢ બંધનથી બાંધીને રાજાની આગળ લઈ ગયો. તેના કાનમાં પોતાના કુંડલને જોવાથી આ ચોર છે એ પ્રમાણે નિશ્ચય કરીને ગુસ્સે થયેલા રાજાએ કોટવાલને તેના વધનો આદેશ આપ્યો. તેથી કોટવાલ પણ પોતાનું વાંછિત કાર્ય સફળ થતું માનતો ખુશ થયેલો નાગદત્તને ચોરની જેમ વિડંબના કરતો શ્રેષ્ઠીની કન્યા નાગવસુના ઝરૂખાની નીચેથી જેટલામાં નીકળ્યો તેટલામાં નાગવસુ કન્યા શુદ્ધ શ્રદ્ધાવાળા પોતાના પતિની તે અવસ્થા જોઈને પોતાના મનમાં અતિશય દુઃખને ધારણ કરતી શ્રી જિનશાસનની અપભ્રાજનાનું નિવારણ કરવા માટે અને પોતાના પતિના સંકટને દૂર કરવા માટે તરત પોતાના ગૃહ જિનાલયમાં આવીને શાસનસુરીને યાદ કરીને જ્યારે આ અકાર્ય વિલય પામશે ત્યારે હું કાયોત્સર્ગ પારીશ' એ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને ધર્મધ્યાન કરતી શ્રી જિનપ્રતિમા આગળ કાયોત્સર્ગથી રહી. - હવે તે કોટવાલે તે નાગદત્તને સ્મશાનમાં લઈ જઈને જેટલામાં શૂળી ઉપર ચઢાવ્યો તેટલામાં તે ભાંગી પડી. આ પ્રમાણે ત્રણ વાર થયું. ત્યાર પછી ફરી શ્રી જિનધર્મના માહાભ્યથી શાસનસુરીએ Page #136 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ૧૨૩ કરેલી સહાયથી શૂળીના સ્થાને સિંહાસન થઈ ગયું. અને ત્યારે જે તલવારના પ્રહારો કર્યા હતા, તે બધા પણ માળા અને આભરણો થઈ ગયા. તેથી વિસ્મય પામેલા લોકોએ આ બધી પણ વાત રાજાની આગળ જણાવી. તે વાત સાંભળવાથી અતિ વિસ્મય પામેલા રાજાએ પણ તરત ત્યાં આવીને સોનાના સિંહાસન પર બેઠેલા અને વિવિધ માળા-અલંકારોથી વિભૂષિત નાગદત્તને જોઈને પોતે કરેલા અપરાધની ફરી ફરી ક્ષમા માગીને નાગદત્તને હાથીના સ્કંધ ઉપર બેસાડીને મહોત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યો. તે અવસરે તેવા પ્રકારના ધર્મના પ્રભાવને જોવાથી બધા પણ લોકોએ શ્રી જિનધર્મની પ્રશંસા કરી. ત્યારે નાગવસુ કન્યાએ પણ નાગદત્તને તેવા પ્રકારના આડંબરથી પોતાના ઝરૂખાની નીચેથી જતા જાણીને તરત કાયોત્સર્ગ પાર્યો. ત્યાર પછી તે કોટવાલને અસદ્ દૂષણ આપનારો માનીને ગુસ્સે થયેલા રાજાએ તેનું સર્વસ્વ ગ્રહણ કરીને સેવકોને મારવાની આજ્ઞા આપી. ત્યારે જીવદયામાં તત્પર નાગદત્તે તેને જીવતો છોડાવ્યો. ત્યાર પછી નાગદત્ત નાગવસુ કન્યાનો પોતાના વિશે તેવા પ્રકારનો તાત્ત્વિક અનુરાગ જાણીને માતા-પિતાએ કરેલા મહોત્સવથી શુભલગ્ન તેને પરણ્યો. ત્યાર પછી લાંબા કાળ સુધી તેની સાથે સાંસારિક સુખોને અનુભવીને અંતે સદ્ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરીને સારી રીતે સંયમનું આરાધન કરીને સમાધિથી કાળ કરીને દેવપદને પ્રાપ્ત થયો, અર્થાત્ દેવ થયો. આ પ્રમાણે ત્રીજા વ્રતમાં નાગદત્તની કથા પૂર્ણ થઈ. આ પ્રમાણે પરમાત્મ સંપત્તિને ઈચ્છતા બીજા પણ ભવ્યજીવોએ અદત્તાદાનનો ત્યાગ કરવો જોઈએ. અહીં આ પ્રમાણે ભાવના ભાવવી કે इणमवि चिंतेअव्वं, अदिन्नदाणाओ निच्चविरयाणं । समतिणमणिमुत्ताणं, णमो सया सव्वसाहूणं ॥१॥ અર્થ- જેઓ અદત્તાદાનથી સદા વિરામ પામેલા છે, તૃણ અને મણિ મોતીમાં સમાન મનવાળા છે તે સર્વ સાધુઓને હંમેશા નમસ્કાર થાઓ. આ પ્રમાણે ત્રીજુ વ્રત કહ્યું. (૨૫) હવે ચોથું સ્થૂલ મૈથુન વિરમણ વ્રત કહેવામાં આવે છે ભૂલ એવું જે મૈથુન, તેનાથી વિરમણ સ્વરૂપ જે વ્રત તે સ્થૂલ મૈથુન વિરમણ વ્રત કહેવાય છે. તે પરસ્ત્રી આદિના ત્યાગ સ્વરૂપ છે. તે આ પ્રમાણે મોરાત્નિ વેત્રિય, પારસેવા પમુહૂUT . નેહ વ વધે, સવારä પવનઝા રદ્દ પોતાના સિવાય બીજા નર-તિર્યંચ અને દેવોની ઔદારિક અને વૈક્રિય સ્ત્રીઓ, પરણેલી અને ગ્રહણ કરેલી નારીઓ, તિર્યંચણીઓ અને દેવીઓ તેઓના ઉપભોગનો ત્યાગ કરીને ગૃહસ્થ ચોથા વ્રતમાં સ્વદારા સંતોષને સ્વીકારે. જે પ્રમાણે પરદારનો ત્યાગ કરે તે પ્રમાણે વેશ્યાનો પણ ત્યાગ કરતો તે સ્વદારાથી જ સંતોષ પામે. Page #137 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ પ્રશ્ન- ૫૨દા૨ાનો સંસર્ગ વૈર આદિ દોષને ઉત્પન્ન કરતો હોવાથી શ્રાવકોને યોગ્ય નથી. પરંતુ જે નદીના નીરની જેમ સર્વ સાધારણ છે એવી સ્ત્રીનો ઉપભોગ કરવામાં શો દોષ છે ? ૧૨૪ ઉત્તર- આ પ્રમાણે ન કહેવું. કારણ કે તેનો ઉપભોગ પણ સર્વ દુરાચારની શિક્ષાનું મૂળ છે. વળી આ લોકમાં અને ૫૨લોકમાં મહાદુઃખનું કારણ છે, આથી તેનો ત્યાગ કરવો જ યોગ્ય છે. (૨૬) વળી વેશ્યાનો વિશ્વાસ ન કરવો जंपंति महुरवयणं, वयणं दंसंति चंदमिव सोमं । तह वि न वीससिअव्वं, नेहविमुक्काण वेसाणं ॥ २७ ॥ જો કે આ વેશ્યાઓ ઝીણી કરેલી સાકર મેળવેલા દૂધની જેમ મધુર વચનને બોલે છે, તથા ચંદ્રની જેમ સૌમ્ય પ્રસન્ન મુખને બતાવે છે, તો પણ સ્નેહથી રહિત વેશ્યાઓનો વિશ્વાસ ન જ કરવો જોઈએ. કારણ કે मा जाणह जह मउअं, वेसाहिअअं समम्मणुल्लावं । सेवालबद्धपत्थर-सरिसं पडणेण जाणिहिसि ॥ १ ॥ અર્થ- મર્મવચનવાળું વેશ્યાનું હૃદય કોમળ છે એમ તું ન જાણ. પડવાથી (અનુભવવાથી) સેવાળથી બંધાયેલા પથ્થર સમાન છે એમ જાણીશ. (૨૭) હવે દૃષ્ટાંતપૂર્વક વેશ્યાનો ઉપભોગ કરવા યોગ્ય નથી એ બતાવે છે– तह अम्मापि मरणं, सोऊणं दुण्ह रायपुत्ताणं । मसावि न माणिजा, दुरभिणिवेसाओ वेसाओ ॥ २८ ॥ હમણાં જેનું દૃષ્ટાંત કહેવાનું છે એવા બે રાજપુત્રોના કારણે માતા પિતાના મરણને સાંભળીને, ઉપલક્ષણથી તે બે પુત્રોને નિંદા વગેરે દુઃખોની પ્રાપ્તિ સાંભળીને, વિવેકીએ દુષ્ટ અધ્યવસાયવાળી વેશ્યાને મનથી પણ ન માનવી જોઈએ, તો પછી વચન અને કાયાની તો વાત જ શું ક૨વી ? શાંતિનાથચરિત્રમાં સંભળાય છે કેબે રાજપુત્રોનું દૃષ્ટાંત અહીં રતપુર નામનું નગર છે. તેમાં શ્રી સોળમા જિનેશનો જીવ હોવાથી અતિશય અદ્ભુત ભાગ્ય- સૌભાગ્યયુક્ત શ્રીષેણ નામનો રાજા છે. તેને અભિનંદિતા અને શિખિનંદિતા નામની બે પત્નીઓ હતી. તે રાજાને બે કુમારો હતા. તેઓને ઉપાધ્યાય પાસે ભણાવ્યા. પણ ચિત્તને દુઃખે કરી વારી શકાય છે અને કામને દુ:ખે ક૨ી જીતી શકાય છે. તેથી ગુરુની શિક્ષાનો અનાદર કરીને અને પોતાની પ્રસિદ્ધિને અવગણીને અને લજ્જાના ભારને ત્યાગીને તે નગરમાં રહેનારી, પોતાના રૂપથી સુરાંગનાઓને જીતી લીધી છે એવી અનંગ સેના નામની ગણિકામાં તે બંને અનુરાગી થયા. ત્યારે એકાંતમાં પિતાએ શિખામણ આપી. ‘હે વત્સો !' યૌવનમાં આ તમે શું આદર્યું છે ? જે Page #138 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - • દેશિવરતિ ભોળા હૃદયવાળી કુલવધૂઓનો તિરસ્કાર કરી પરમાર્થથી સ્નેહ વગરની વેશ્યાઓ વિશે અનુરાગ ક૨વો એના કરતાં બીજું-કોઈ માનભંગનું કારણ નથી. આ પ્રમાણે પિતાએ શિખામણ આપી છતાં ચાબૂકના ઘાની અવગણના કરનારા ઘોડાઓની જેમ, આલાનથંભને ઉખેડી નાખનારા હાથીઓની જેમ, ઈચ્છાપૂર્વક જ વિલાસ કરતા એક દ્રવ્યમાં (વેશ્યામાં) અભિલાષવાળા હોવાના કારણેપરસ્પર ઝઘડો કરતા, ગ્રહણ કરેલા છે તલવાર વગે૨ે હથિયારો જેણે એવા તે બંનેએ નિર્લજ્જપણે વૈરીની જેમ ઝઘડો કર્યો. ત્યારે અસાધ્ય વ્યાધિથી જાણે ઘેરાયેલા ન હોય, પ્રબલ પિશાચથી જાણે છલાયા ન હોય એવા તે બંને અશક્યપ્રતિકા૨વાળા જાણીને તેના દુ:ખથી બંને પત્ની સહિત રાજાએ કાલકૂટ વિષનું ભક્ષણ ક૨ી કાળ કર્યો, અર્થાત્ મૃત્યુ પામ્યો. લોકોથી નિંદાતા તેઓ પણ પરસ્પર યુદ્ધ કરતા મહાદુઃખના ભાગી થયા. તેથી આ પ્રમાણે વેશ્યાવ્યસનને દુરંત જાણીને બુદ્ધિશાળીઓએ તે આચરવું ન જોઈએ. તેથી પરીઓ વિશે અને સાધારણ સ્ત્રીઓ વિશે કામનો સંસર્ગ ત્યાગ કરીને સુશ્રાવકે સ્વદારા સંતોષી થવું જોઈએ. જો તેમ કરવામાં ન આવે તો કામાંધપણાની આપત્તિ આવે. (૨૮) કામાંધપણું શ્રાવકને અનુચિત જ છે. તે આ પ્રમાણે– कामं कामंधेणं, न सावएणं कयावि होयव्वं । देहधर्णधम्मखयका - रिणी हि कामम्मि अइगिद्धी ॥ २९ ॥ ૧૨૫ શ્રાવકે ક્યારે ય પણ અતિશય કામથી = મૈથુનના અભિલાષથી આંધળાની જેમ વિવેકરૂપી દૃષ્ટિ ઢંકાઈ જતી હોવાથી કામાંધ ન થવું જોઈએ. કામાંધ થવામાં દોષને કહે છે- કામમાં અતિ લોલુપતા દેહ, ધન અને ધર્મનો ક્ષય કરનારી છે. આ પ્રમાણે કામાંધપણામાં દોષોને જાણીને સ્વદારામાં પણ ગૃહસ્થોએ અતિવૃદ્ધિ ન કરવી જોઈએ. (૨૯) આ પ્રમાણે પુરુષને આશ્રયીને શીલનું સ્વરૂપ જણાવ્યું. હવે નારીને આશ્રયીને તે કહેવાય છે— जह नारीउ नराणं, तह ताण नरा वि पासभूयाओ । तम्हा नारीओ वि हु, परपुरिसपसंगमुज्झति ॥ ३० ॥ સંયમરૂપી ઉદ્યાનમાં વિચરતા મૃગલારૂપી પુરુષોને નારીઓ સદ્ગતિમાં વિદ્ન કરનારી હોવાથી જે પ્રમાણે પાશરૂપ થાય છે, તે પ્રમાણે તે નારીઓને પણ પુરુષો પાશરૂપ થાય છે. કામ સ્ત્રી-પુરુષ ઉભયને અવલંબે છે. તેથી જે પ્રમાણે શીલના અભિલાષી પુરુષો પરસ્ત્રીના સંગનો ત્યાગ કરે છે તે પ્રમાણે નારીઓ પણ પોતાના પતિ સિવાયના પરપુરુષો સાથે પ્રસંગને એટલે કે એકાંતમાં રહેવું, મુખનું નિરીક્ષણ કરવું, મન્મન, ઉલ્લાપ આદિ મોહને ઉત્તેજિત કરનારા પરિચયનો ત્યાગ કરે છે. આ જણાવવા દ્વારા બ્રહ્મચર્યનો આદર કરનારી સ્ત્રીએ પોતાના પતિ સિવાયના સામાન્યથી પુરુષમાત્રનો ત્યાગ કરવો જોઈએ એમ જણાવ્યું છે. (૩૦) હવે સુશીલવાળાઓનું અને દુઃશીલવાળાઓનું અંતર બે ગાથાથી બતાવાય છે— ते सुरगिरिणो वि गुरू, जेसिं सीलेण निम्मला बुद्धी । गयसीलगुणा पुण मुण, मणुए तणुए तिणाओ वि ॥ ३१ ॥ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ वग्घाइया भट्ठा, दुट्ठा वि जिआ न सीलवंताणं । नियछायं पि निरक्खिय, सासंका हुंति गयसीला ॥ ३२ ॥ જેઓની બુદ્ધિ શીલથી નિર્મળ છે તેઓ મેરુથી પણ મોટા છે. મેરુ એક લાખ યોજનનો છે જ્યારે તેઓનું યશરૂપી શરીર ત્રણ ભુવનમાં વ્યાપેલું છે. તથા જેમનો શીલરૂપી ગુણ ચાલ્યો ગયો છે એવા મનુષ્યો તૃણથી પણ હલકા છે. તૃણ હલકું હોવાથી પવનથી હરણ કરાતું પણ ક્યાંક પર્વતના પથ્થર વગેરેમાં સ્ખલના પામેલું રોકાઈ જાય છે. પરંતુ કુશીલથી લઘુ થયેલો, બહુ ભેગા કરેલા દુષ્કૃતથી પ્રેરાયેલો ત્રણે લોકમાં પણ ભમતો ક્યાંય પણ ઠરીઠામ થતો નથી. આથી તે તૃણથી પણ હલકો છે. વાઘ વગેરે જીવો દુષ્ટ હોવા છતાં પણ શીલવાળાઓને ભય માટે થતાં નથી. અર્થાત્ ભયનું કારણ બનતાં નથી. અહીં આદિ શબ્દથી સર્પ-અગ્નિ-પિશાચ વગેરે સમજવું. તથા શીલ વગરના પુરુષો તો પોતાની છાયાને પણ જોઈને આ મારા દુષ્કર્મને જોનારો તો કોઈ પણ પુરુષ નથીને એ પ્રમાણે સ્વમતિકલ્પનાથી જ આશંકાવાળા હોય છે, ભયવાળા હોય છે. કહ્યું છે કેसर्वत्र शुचयो धीराः, स्वकर्मबलगर्विताः । कुकर्मनिरतात्मानः, पापाः सर्वत्र शङ्किताः ॥ १ ॥ આત્મપ્રબોધ અર્થ- સ્વકર્મબલથી ગર્વિત થયેલા પવિત્ર પુરુષો સર્વત્ર ધીર=ધીરજવાળા હોય છે, અર્થાત્ અધીરા બનતા નથી. કુકર્મમાં નિરત પાપી પુરુષો સર્વત્ર શંકાવાળા હોય છે. (૩૧-૩૨) શીલનો મહિમા હવે જે કહ્યું કે- શીલવાળાને ક્યાંયથી પણ ભય થતો નથી તેને જ વિશેષથી કહેવાય છે– जो विजलं जलही, वि गोपयं विसहरा वि रज्जूओ । सीलजुआणं मत्ता, करिणो हरिणोवमा हुंति ॥ ३३ ॥ શીલથી યુક્ત પુરુષોને અગ્નિ પણ જલ થઈ જાય છે, સમુદ્ર પણ ખાબોચિયા જેટલો થઈ જાય છે, વિષધરો પણ દોરડા જેવા થઈ જાય છે. અને મદોન્મત્ત હાથીઓ પણ હરણ જેવા થઈ જાય છે. (૩૩) આ પ્રમાણે શીલ સકલ અનર્થનો નાશ કરનારું છે એ પ્રમાણે બતાવીને શીલ ઈષ્ટ લાભનું કારણ છે એ બતાવવામાં આવે છે— वित्थरइ जसं वड्ढइ, बलं च विलसंति विविहरिद्धीओ । सेवंति सुरा सिज्झंति, मंतविज्जा य सीलेणं ॥ ३४ ॥ શીલથી યશ વિસ્તરે છે, બળ વધે છે, વિવિધ ઋદ્ધિઓ વિલસે છે, દેવો સેવા કરે છે, મંત્રવિદ્યા સિદ્ધ થાય છે. (૩૪) किं मंडणेहि कज्जं, जइ सीलेण अलंकिओ देहो । किं मंडणेहिं कज्जं, जइ सीले हुज्ज संदेहो ॥ ३५ ॥ જો શીલથી શરીર અલંકૃત છે તો પછી તેને શણગારવાની શી જરૂર છે ? જો શીલમાં સંદેહ છે તો શ૨ી૨ શણગારવાનું શું કામ છે ? Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ બીજો પ્રકાશ - દેશવિરતિ જો શીલથી શરીર અલંકૃત હોય તો ચર્વિત ચર્વણ ન્યાયથી અર્થાત્ ચાવેલાને ચાવવાના ન્યાયથી બીજા અલંકારો અનર્થકારી છે. શીલ વિના તો તે અલંકારોનું ફળ માત્ર ભાર ઉપાડવા બરાબર છે. પ્રશ્ન- પુરુષો કઠણ હૃદયવાળા હોય તેથી તેમની સુશીલતા બરાબર છે, પણ સ્ત્રીઓ તુચ્છ હૃદયવાળી, ચપળ સ્વભાવવાળી અને પુરુષને પરાધીન હોવાથી તેઓનું સુશીલપણું કેવી રીતે સંભવે ? ઉત્તર- ના, એ પ્રમાણે નથી. બધી જ સ્ત્રીઓ એક સ્વભાવવાળી જ નથી હોતી. તેઓમાં પણ ઘણી સ્ત્રીઓ સુશીલતા આદિ સુધર્મ અનુષ્ઠાન સ્વભાવવાળી શાસ્ત્રમાં સંભળાય છે. (૩૫) તે આ પ્રમાણે– नारीओ वि अणेगा, सीलगुणेणं जयम्मि विक्खाया। - નાહિં ચરિત્તસવો, મુળિો વિ મને રમવતિ | રૂદ II સુભદ્રા, સીતા, દ્રૌપદી વગેરે અનેક નારીઓ શીલગુણથી જગતમાં વિખ્યાત થયેલી છે. જેઓનું અતિ અદ્ભુત આચારવાનું ચરિત્ર સાંભળે છતે અન્ય સામાન્ય માણસની વાત જવા દો મુનિઓ પણ મનમાં ચમકે છે. અને એ ચમત્કારનું ચિહ્ન પ્રણામ વગેરે પણ કરે છે. જેથી કહ્યું છે કે अजाओ बंभिसुंदरि-राइमईचंदणापमुक्खाओ ।। कालत्तए वि जाओ, ताओ वि नमामि भावेण ॥ १॥ અર્થ ત્રણે કાળમાં બ્રાહ્મી, સુંદરી, રાજુમતિ, ચંદના વગેરે જે આર્યાઓ (સાધ્વીઓ) થઈ તેઓને પણ હું ભાવથી નમસ્કાર કરું છું. અહીં જો કે ધર્મ પુરુષથી ઉત્પન્ન થયો છે અને ગ્રંથો પુરુષ વડે કરાયેલા છે, તથા પુરુષોને સ્ત્રીઓ પાશરૂપ છે એ પ્રમાણે વ્યવહારનયનો આલંબન કરતા પરમર્ષિઓ પણ સ્ત્રીની નિંદા જ કરે છે. જેથી કહ્યું છે કે सोअसरी दुरिअदरि, कवडकुडी महिलिआ किलेसकरी । __ वइरविरोअणअरणी, दुक्खखणी सुक्खपडिवक्खा ॥१॥ અર્થ- મહિલાઓ શોકની નદી છે, પાપની ખાણ છે, કપટની કુંડી છે, ક્લેશને કરનારી છે, વૈરરૂપી અગ્નિ માટે અરણી છે, દુઃખની ખાણ છે, સુખની શત્રુ છે. તો પણ નિશ્ચયનયથી વિચારવામાં આવે તો પુરુષપણું અથવા સ્ત્રીપણું સ્તુતિ કે નિંદાનું કારણ નથી. સ્તુતિ અને નિંદાનું કારણ તો સુશીલતા અને દુઃશીલતા જ છે. (૩૬) તે આ પ્રમાણે– इत्थिं वा पुरिसं वा, निस्संकं नमसु सीलगुणपुटुं । इत्थिं वा पुरिसं वा, चयसु लहुं सीलपब्भटुं ॥३७॥ Page #141 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ શીલગુણથી સ્પર્શાયેલ સ્ત્રીને કે પુરુષને નિઃશંકપણે નમસ્કા૨ ક૨ અને શીલગુણથી ભ્રષ્ટ થયેલા સ્ત્રીને કે પુરુષને જલદીથી છોડી દે. (૩૭) હવે દુઃશીલતાના ફળને બતાવે છે— ૧૨૮ पंडुत्तं पंडत्तं, दोहग्गमरूवया य अबलत्तं । दुस्सीलयालयाए, इणमो कुसुमं फलं नरओ ॥ ३८ ॥ પાંડુત્વ, પંડત્વ, દૌર્ભાગ્ય, અરૂપતા, અને અબલત્વ એ દુઃશીલતારૂપી વૃક્ષનું ફૂલ છે. એનું ફળ તો નરક છે. પાંડુત્વ એટલે કોઢ અથવા પાંડુરોગ. પંડત્વ એટલે બાયલાપણું. (૩૮) હવે સુશીલતાનું ફળ બતાવે છે– अरुग्गं सोहग्गं, संघयणं रूवमाउबलमडलं । अन्नं पि किं अदिज्जं सीलव्वयकप्परुक्खस्स ॥ ३९ ॥ આરોગ્ય, સૌભાગ્ય, અતુલ સંઘયણ, રૂપ, આયુષ્ય, બળ, આ બધું શીલવ્રતરૂપ કલ્પવૃક્ષનું ફળ છે. શીલવ્રતરૂપી કલ્પવૃક્ષને બીજું પણ શું આપવા યોગ્ય નથી. અર્થાત્ શીલવ્રતરૂપી કલ્પવૃક્ષ બધું જ આપે છે. (૩૯) હવે ચોથા વ્રતને દૃષ્ટાંતથી વર્ણવે છે— चालणिजलेण चंपा, जीए उग्घाडियं कवाडतिअं । कस्स न हरेइ चित्तं, तीए चरिअं सुभद्दाए ॥ ४० ॥ જે પ્રમાણે સુભદ્રાએ ચાલણીથી કૂવામાંથી પાણીને ખેંચીને તે પાણીથી ચંપાનગરીના ત્રણ કપાટ ઉઘાડ્યા. તેનું ચરિત્ર કયા પુરુષના ચિત્તને હરણ નથી કરતું ? બધાના પણ ચિત્તને હરણ કરે છે. આ બધું શીલનું જ માહાત્મ્ય જાણવું. અહીં સુભદ્રાનો વૃત્તાંત આ પ્રમાણે છે સુભદ્રાની કથા વસંતપુરમાં જિનદાસ નામનો શ્રાવક રહેતો હતો. તેની અત્યંત શીલપ્રિય જિનમતી નામની પતી હતી. તેઓને સુભદ્રા નામની પુત્રી હતી. તે બાલપણાથી જ શુદ્ધ સમ્યક્ત્વને ધારણ કરનારી મહાશ્રાવિકા હતી. તેના રૂપમાં મોહ પામેલા ઘણા મિથ્યાત્વી વણિક પુત્રોએ માગી હોવા છતાં પણ કાગડાઓને દૂધની જેમ મિથ્યાત્વી એવા તેઓને જિનદાસે ન આપી. કોઈ વખત બૌદ્ધધર્મમાં વિશારદ બુદ્ધદાસ નામનો વણિકપુત્ર વેપાર માટે ચંપા નગરીથી ત્યાં આવ્યો. વ્યાપાર માટે શ્રેષ્ઠિના ઘરે આવેલા તેણે તે સુભદ્રાને જોઈને પાણિગ્રહણ માટે માગી. પરંતુ તેના પિતાએ તે મિથ્યાર્દષ્ટિ હોવાના કારણે તેને ન આપી. ત્યારે કન્યાનો અર્થી તે દંભથી જૈન મુનિની સેવા કરવા દ્વારા શ્રાવક આચારને શીખીને કપટી શ્રાવક થયો. શ્રદ્ધા વિના પણ નિત્ય દેવપૂજા, સાધુસેવા, આવશ્યક આદિ ધર્મકાર્યોને કરતો તે રહ્યો. તેથી તેને જિનદાસની સાથે મૈત્રી થઈ. ત્યારે શ્રેષ્ઠીએ મિત્ર હોવાના કારણે અને સાધર્મિક હોવાના કારણે તેને સુભદ્રા પરણાવી. Page #142 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ૧૨૯ ત્યારપછી તે બુદ્ધદાસ તેણીની સાથે વિષય સુખને ભોગવતો સુખેથી કાળને પસાર કરતો ત્યાં ઘણું દ્રવ્ય ઉપાર્જન કરીને પોતાના દેશમાં જવા માટે એક વખત વિનયથી સસરાને પૂછયું. ત્યારે શ્રેષ્ઠિએ કહ્યું: હે વત્સ! તે સારું કહ્યું. પણ તારા માતા-પિતા વૈધર્મિક છે. આથી કહેવાય છે કે પાડા જેવા તે, ઘોડી જેવી આને કેવી રીતે સહન કરશે? જમાઈએ કહ્યું: હું આને અલગ ઘરમાં રાખીશ. આ સંબંધી આપે કોઈપણ ચિંતા ન કરવી. મને જવાની આજ્ઞા આપો. સસરાએ કહ્યું: તમારો માર્ગ કુશળ થાઓ. ત્યાર પછી તે સસરાના આદેશથી સુભદ્રાની સાથે યાન ઉપર આરૂઢ થયેલો માર્ગમાં ચાલતો ક્રમે કરી ચંપાનગરીમાં આવીને તેને અલગ આવાસમાં રાખીને સ્વયં પોતાના ઘરે જઈને માતા-પિતાને મળ્યો. ત્યાં બધોય પૂર્વનો વૃત્તાંત કહીને પોતાના કાર્યમાં તત્પર થયેલો પોતાના ઘરે રહ્યો. હવે ત્યાં રહેલી તે સુભદ્રાએ સ્વાભાવિક રીતે આહત્ ધર્મને સેવ્યો. પરંતુ તેની સાસુ અને નણંદોએ તેના છિદ્રો જોયા. આ પ્રમાણે કાળ પસાર થયે છતે એક વખત ભક્તપાન માટે સાધુઓ તેના ઘરમાં આવ્યા હતા. ત્યારે સાસુ, નણંદ વગેરેએ બુદ્ધદાસને કહ્યું કે- તારી પતી જૈન મુનિઓની સાથે રમે છે. તેણે કહ્યું: અહો ! આ પ્રમાણે ન બોલવું. કારણ કે- આ મહાસતી, સુકુલીન, જૈન ધર્મમાં રક્ત છે. આ કુશીલા નથી. તમે ધર્મની ઈર્ષ્યાથી આ પ્રમાણે કહો છો. પરંતુ તમને આ પ્રમાણે બોલવું ઘટતું નથી. તેના વચનને સાંભળીને અતિ માત્સર્યને ધારણ કરતા તેઓએ વિશેષથી આના છિદ્રોને શોધવાનું કર્યું. હવે એક વખત તેના ઘરે ભિક્ષા માટે સાધુ આવ્યા. તેમની આંખમાં પવનથી ઉડતું તૃણ પડ્યું. પરંતુ જિનકલ્પિક હોવાથી શરીરસંસ્કારમાં વિમુખ તે સાધુએ તે તૃણને દૂર ન કર્યું. ત્યારપછી ભિક્ષાને આપતી સુભદ્રાએ તેમની આંખમાં વ્યથાની આશંકા કરીને જીભના અગ્રભાગથી જલદીથી તેના તૃણને ખેંચી કાઢ્યું. ત્યારે તેણીનું કુંકુમતિલક મુનિના ભાલ ઉપર લાગ્યું. ત્યારપછી ઘરમાંથી બહાર નીકળતાં તે મુનિને ભાલ ઉપર તિલકવાળા જોઈને બુદ્ધદાસની માતાએ પુત્રને બતાડ્યું અને કહ્યું કે- “હે વત્સ ! પતીના શીલને જો.” તેથી બુદ્ધદાસ પણ તે અભિજ્ઞાનના (=તિલકના ચિહ્નના) બળથી તેના વચનને સ્વીકારીને તે દિવસથી જ તેના વિશે વિરક્ત થયો. હવે તે સતીએ પતિને સ્નેહ વિનાના જાણીને મનમાં વિચાર્યું: “અહો ! મારા નિમિત્તે શ્રી જિનશાસનમાં અકસ્માત આ અપવાદ થયો. આથી જીવિતના ત્યાગથી પણ આ મલિનતા જો દૂર કરું તો સારું થાય.' એ પ્રમાણે વિચારીને આ પ્રમાણે અભિગ્રહ કર્યો. “જ્યાં સુધી આ મલિનતા દૂર નહીં થાય ત્યાં સુધી હું કાયોત્સર્ગને નહીં પારું ? - ત્યાર પછી જિનપૂજા કરીને શાસનસુરીને મનમાં ધારણ કરીને સંધ્યા સમયે ઘરના એકાંત પ્રદેશમાં તેણી કાયોત્સર્ગથી રહી. ત્યારે સમ્યગૂ ધ્યાનથી ખેંચાયેલી શાસનસુરી પ્રગટ થઈને પ્રીતિથી તેણીને કહ્યું: હે વત્સ ! તારી બોલાવેલી હું અહીં આવી છું. જલદી કહે છું તારું સમીહિત કરું ? આ સાંભળીને ખુશ થયેલી સુભદ્રાએ પણ કાયોત્સર્ગ પારીને તેને નમીને કહ્યું હે દેવી ! શાસનનું આ કલંક દૂર કરો. દેવીએ કહ્યું: હે વત્સ! તું ખેદ ન કર. તારા કલંકને દૂર કરવા માટે અને જિનશાસનની પ્રભાવના માટે સવારે બધું સારું કરીશ. તું ચિંતારહિત બનીને શયન કર. આ પ્રમાણે કહીને દેવી અદશ્ય થઈ. નિદ્રા કરીને સવારે જાગેલી સુભદ્રાએ પણ દેવગુરુનું સ્મરણ-પૂજન આદિ નિત્ય ક્રિયા Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ આત્મપ્રબોધ કરી. હવે સવારે દ્વારપાલો ખેંચતા હોવા છતાં નગરના કોટના દ્વારના કપાટો કોઈ પણ રીતે ખૂલ્યા નહીં. ત્યારે દ્વિપદ, ચતુષ્પદ આદિ નગરનો સંપૂર્ણ લોક પણ સુધા અને તૃષા વગેરેથી વ્યાકુળ થયે છતે રાજા પણ ઘણો વ્યાકુળ થયો. તેથી આ દેવતાનું કાર્ય છે એમ માની રાજા સ્વયં પવિત્ર થઈને ધૂપના ઉલ્લેપપૂર્વક અંજલિ જોડીને બોલ્યોઃ હે દેવ-દાનવો ! સાંભળો ! જે કોઈ પણ મારા ઉપર ગુસ્સે થયેલા હોય તે પુષ્પ-ધૂપ આદિ બલિને ગ્રહણ કરી પ્રસન્ન થાઓ. આ પ્રમાણે રાજા બોલે છતે આકાશમાં આ પ્રમાણે વાણી પ્રગટ થઈ ? जलमुद्धृत्य चालिन्या, कूपतस्तन्तुबद्धया । काचिन्महासती पुर्याः, कपाटांश्चुलुकैस्त्रिभिः ॥ १॥ आच्छोटयति चेच्छीघ्र-मुद्घटन्तेऽखिला अपि। कपाटा द्वारदेशस्था, नो चेनैव कदाचन ॥२॥ અર્થ- કોઈક મહાસતી તંતુથી બાંધેલી ચલણીથી કુવામાંથી પાણી બહાર કાઢીને નગરીના કપાટોને પાણીના ત્રણ ખોબાથી જો છંટકાવ કરે તો દ્વારદેશમાં રહેલા બધા કપાટો ઉઘડશે અને જો એ પ્રમાણે નહીં કરે તો ક્યારે પણ નહીં ઉઘડે. આ વાણીને સાંભળીને બ્રાહ્મણી, ક્ષત્રિય, વૈશ્યા, શૂદ્રી વગેરે ઘણી નગરની નારીઓ કૂવાના કાંઠે આવીને ચાલણીથી પાણીને ગ્રહણ કરતી સૂત્રના તંતુ તૂટવાથી અને ચાલણી પડવાથી પાણીને પ્રાપ્ત કર્યા વિના વિલખી થયેલી પોતપોતાના સ્થાને ગઈ. તે સમયે વિનીતાત્મા સુભદ્રાએ સાસુને મધુર સ્વરે કહ્યું: હે માત ! તમારી આજ્ઞાથી હું ચાલણીથી જળ ખેંચીને તેનાથી નગરીના દ્વારને ઉઘાડવા ઈચ્છું છું. સાસુએ કહ્યું હે જૈનમુનિસેવિકે ! તારું સતીત્વ તો પહેલા મેં જાણી જ લીધું છે. હમણાં સર્વલોકોને જણાવવાથી શું પ્રયોજન છે ? આ બધી પણ નારીઓ નગરીના દ્વાર ઉઘાડવા માટે સમર્થ ન થઈ તો તું કેવી રીતે સમર્થ થઈશ?સુભદ્રાએ કહ્યું: હે માત ! તમોએ યોગ્ય કહ્યું છે તો પણ હું પાંચ આચારથી પોતાની પરીક્ષા કરીશ. આ કાર્યમાં તમારે મને નિષેધ ન કરવો. આ પ્રમાણે કહીને તે મહાસતી નણંદ વગેરેથી હસાતી હોવા છતાં પણ સ્નાન કરીને દેવપૂજન, ગુરુનમનપૂર્વક કૂવાના કાંઠે જઈને નમસ્કારમંત્ર ઉચ્ચારીને શાસનસુરીને યાદ કરીને સૂર્યની સન્મુખ થઈને આ પ્રમાણે બોલીઃ જો હું જિનની ભક્તા હોઉં તથા શીલરૂપી અલંકારને ધારણ કરનારી હોઉં તો ચારણીથી કૂવામાંથી પાણી બહાર નીકળો. આ પ્રમાણે કહીને સૂત્રના તંતુથી બાંધેલી ચારણીને કૂવામાં નાખીને તે જ ક્ષણે પાણી ખેંચ્યું. ત્યારે આ શીલના મહિમાને જોઈને સપરિવાર રાજાએ અંજલિ જોડીને આગળ આવીને આ પ્રમાણે કહ્યું કે પતિવ્રતે! નગરીનાં દ્વાર ખોલ અને સર્વલોકના સંકટને નિવાર. રાજા વડે આ પ્રમાણે કહેવાયેલી તેણી પણ નગરના લોકોથી પરિવરેલી, વિકસતા મુખ- નેત્રવાળી, બંદીજનો વડે કરાયેલા જય-જય શબ્દવાળી પ્રથમ દક્ષિણ દિશામાં નગરીના દ્વારે આવીને પરમેષ્ઠિ નમસ્કારને ઉચ્ચારતી પાણીના ત્રણ ખોબાથી દ્વાર ઉપર છંટકાવ કર્યો. ત્યારે જાંગુલી મંત્રના જાપથી વિષથી દુઃખી થયેલનાં નેત્રોની જેમ નગરીના દ્વારના બંને કપાટો તરત ઉઘડી ગયા, અને આકાશમાં દુંદુભિઓ વાગી. નગરીના લોકો તેની ઉપર ખુશ થયા. દેવોએ જિનધર્મને આશ્રયીને જય-જયારવ કર્યો. Page #144 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ત્યાર પછી આ પ્રમાણે પશ્ચિમ અને ઉત્તર દિશાના કોટના પણ બંને દ્વાર ઉઘાડીને તેણીએ કહ્યું: ખરેખર ! મેં આ ત્રણ દરવાજા ઉઘાડ્યા. હવે જે બીજી સ્ત્રી સતીત્વના ગર્વને ધારણ કરતી હોય તે આ ચોથા દ્વારને ઉઘાડે. પરંતુ તે કોઈએ પણ ન ઉઘાડ્યું. તે દ્વાર આજે પણ બંધ રહેલું સંભળાય છે. સાસુ-નણંદ વગે૨ે દુર્જનો ત્યારે કાળામુખવાળા થયા. તથા પોતાની પત્રીના શીલને જોઈને પતિનું મુખ શરદચંદ્રની જેમ દેદીપ્યમાન થયું. ત્યાર પછી નગરના લોકોથી જેના ગુણો ગવાઈ રહ્યા છે એવી તે સુભદ્રા સતીને તે નગરના સ્વામીએ સારાં વસ્ત્ર, અલંકાર આદિ આપ્યા. પછી તે મહોત્સવથી પોતાના ઘરે આવી. ત્યારે તે મહાસતીથી પ્રતિબોધ પામેલો રાજા વગેરે સઘળોય લોક જૈન ધર્મ સ્વીકારીને તે સતીની સ્તુતિ કરીને પોતાના સ્થાને ગયો. પશ્ચાત્તાપમાં તત્પર તેના કુટુંબે પણ તેની પાસેથી જૈન ધર્મનો સ્વીકાર કર્યો. બુદ્ધદાસ નામના તેના પતિએ તે દિવસથી માંડીને સત્ય શ્રાવક થઈને તેની સાથે સુખેથી સત્પ્રીતિથી કાળ પસાર કર્યો. આ પ્રમાણે બંને પણ લાંબા કાળ સુધી ગૃહસ્થ ધર્મને પાળીને અંતે સંયમ આરાધીને સદ્ગતિના ભાગી થયા. આ પ્રમાણે ચોથાવ્રતમાં સુભદ્રાનું કથાનક પૂર્ણ થયું. આ પ્રમાણે શીલના મહિમાને સાંભળીને બીજા પણ ભવ્યાત્માઓએ સત્થીલપાલનમાં આદરવાળા થવું જોઈએ. અહીં ભાવના આ પ્રમાણે ક૨વી चिंते अव्वं च नमो, तेसिं तिविहेण जेहिं अबंभं । ૧૩૧ चत्तं अहम्ममूलं मूलं भवगब्भवासाणं ॥ १॥ અર્થ- જેઓએ અધર્મના મૂળ અને સંસારના ગર્ભાવાસના મૂળ એવા અબ્રહ્મનો ત્યાગ કર્યો છે તેઓને ત્રિવિધથી નમસ્કાર થાઓ. આ પ્રમાણે ચિંતવવું. આ પ્રમાણે ચોથું વ્રત કહ્યું. (૪૦) હવે પાંચમું સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત કહેવામાં આવે છે સ્થૂલ એવોં જે પરિગ્રહ તેનાથી વિરમણ સ્વરૂપ જે વ્રત તે સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત કહેવામાં આવે છે. તે ક્ષેત્રાદિ નવપ્રકારના પરિગ્રહના પરિમાણ સ્વરૂપ છે. તે આ પ્રમાણે ही गिद्धिमतं, परिहरिय परिग्गहे नवविहंमि । पंचमवए पमाणं, करेज्ज इच्छाणुमाणेणं ॥ ४१ ॥ પાંચમા પરિગ્રહ વિરમણ નામના વ્રતમાં ગૃહસ્થે અનંતગૃદ્ધિનો ત્યાગ કરીને નવપ્રકારના પરિગ્રહમાં આ વસ્તુ આટલી મારે છૂટી એ પ્રમાણે પરિમાણ કરવું જોઈએ. પરિગ્રહના નવ પ્રકાર (૧) ક્ષેત્ર (૨) વાસ્તુ (૩) હિરણ્ય (૪) સુવર્ણ (૫) ધન (૬) ધાન્ય (૭) દ્વિપદ (૮) ચતુષ્પદ (૯) કુષ્મના ભેદથી થાય છે. તેમાં ક્ષેત્ર એટલે ધાન્ય ઉત્પત્તિની ભૂમિ. તે સેતુ-કેતુ-ઉભયભેદથી ત્રણ પ્રકારની છે. તેમાં જે અરઘટ્ટ વગેરે જલથી સિંચાય તે સેતુક્ષેત્ર છે. આકાશના પાણીથી જેમાં ધાન્ય ઉત્પન્ન થાય છે તે કેતુક્ષેત્ર છે. બંને પ્રકારના પાણીથી જેમાં ધાન્ય ઉત્પન્ન થાય છે તે ઉભયક્ષેત્ર છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ વાસ્તુ એટલે ગૃહ-હટ્ટાદિ અને ગ્રામ-નગરાદિ. તેમાં ખાત-ઉદ્ભૂિત- તદુભયના ભેદથી ગૃહ ત્રણ પ્રકારનું છે. તેમાં ભોંયરું વગેરે ખાત છે. પ્રાસાદ વગેરે ઉદ્ભૂિત છે. ભોંયરા ઉપર રહેલું પ્રાસાદ તદુભય છે. હિરણ્ય એટલે રજત. સુવર્ણ પ્રસિદ્ધ છે. ગણિમ આદિ ભેદથી ધન ચા૨ પ્રકારનું છે. તેમાં સોપારી, જાયફળ વગેરે ગણિમ છે. કુંકુમ, ગોળ વગેરે ધરમ છે. ઘી, લવણ વગેરે મેય છે. રત, વસ્ત્રાદિ પરીક્ષ્ય છે. વ્રીહિ આદિ સત્તર પ્રકારનું ધાન્ય છે. વ્રીહિ, યવ, મસૂર, ઘઉં, મગ, અડદ, તેલ, ચણા, અણુ (કાંગ), પ્રિયંગુ, કોદ્રવ, મકુષ્ઠ (ધાન્ય વિશેષ), શાલિ, આઢકી (તુવેર), વળી કલાય (વટાણા), કુલથી, શણ આ સત્તર પ્રકારના ધાન્યો છે. બીજા ગ્રંથમાં ચોવિસ પ્રકારના પણ ધાન્ય કહેલા છે. પત્ની, દાસ, દાસી, પોપટ, મેના વગેરે દ્વિપદો છે. ગાય, ભેંસ, અશ્વ, ઊંટ વગે૨ે ચતુષ્પદો છે. શયન, આસન, રથ, ગાડું, હળ, માટીના વાસણ, થાળી, કટોરો વગેરે ઘરનાં ઉપકરણો કુપ્પ છે. ૧૩૨ પ્રશ્ન- પણ આનું પ્રમાણ કેવી રીતે કરવું ? ઉત્તર- પોતાની ઈચ્છા (કલ્પના)ના આધારે પ્રમાણ કરવું. અહીં આ ભાવ છે- જો ઈચ્છા નિવૃત્તિનો ભાવ છે તો નિયમનું રક્ષણ કરવા જેટલો પરિગ્રહ વિદ્યમાન હોય તેમાંથી પણ ઓછું કરવું અને વધેલું ધર્મસ્થાનમાં વાપરવું. અથવા વિદ્યમાન પરિગ્રહને અનુસારે આનંદ શ્રાવક આદિની જેમ નિયમ ગ્રહણ કરવો. હવે જો ઈચ્છા નિવૃત્તિનો ભાવ નથી તો વિદ્યમાન પરિગ્રહથી અધિક બમણું અથવા ચારગણું છૂટું રાખી બાકીનો નિયમ કરવો. પ્રશ્ન- જે પરિગ્રહ અત્યારે પોતાની પાસે છે જ નહીં તેનો નિષેધ કરી જે આ વ્રતનો સ્વીકાર કરવો તે ઝાંઝવાના નીરથી સ્નાન કરવાની જેમ કોને હાસ્યાસ્પદ ન થાય ? ઉત્તર- તમારું કહેવું બરાબર નથી. કેમ કે- ભાગ્યયોગે કાલાંતરે પોતાની ઇચ્છાને અનુરૂપ ક્ષેત્ર વગેરેની પ્રાપ્તિ થઈ જાય તો પણ (તેને ન લેવાથી) અધિક આરંભ ન થાય અથવા પ્રાપ્ત ન થાય તો પણ અનંત ઈચ્છાનો નિરોધ ક૨વાથી વ્રત સ્વીકાર સફળ છે જ. જેથી કહ્યું છે કે परिमिअमुवसेवंतो, अपरिमिअणंतयं परिहरंतो । पावइ परंमि लोए, अपरिमिअमणंतयं सुक्खं ॥ १ ॥ અર્થ- પરિમિતને સેવતો, અપરિમિત અને અનંતને છોડતો જીવ પરલોકમાં અમિત અને અનંત સુખને પામે છે. પ્રશ્ન- આ પરિગ્રહ પરિમાણથી શું ? જેટલી ઈચ્છા હશે તેટલો લાભ થઈ જશે એટલે ઈચ્છા સ્વયં શાંત થઈ જશે. ઉત્તર- ના, એવું નથી. પરિપૂર્ણ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ જાય તો પણ ઈચ્છાની તૃપ્તિ થતી નથી. જેથી કહ્યું છે કે जह जह लहेइ रिद्धिं, तह तह लोहो वि वड्ढए बहुओ । लहिऊण दारुभारं किं अग्गी कह वि विज्झाइ ॥ १ ॥ અર્થ- જેમ જેમ ઋદ્ધિ મળે છે તેમ-તેમ લોભ પણ ઘણો વધે છે. લાકડાનો ભારો મેળવીને શું અગ્નિ કોઈપણ રીતે બૂઝાય ? (૪૧) Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ બીજો પ્રકાશ - દેશવિરતિ હવે પરિગ્રહ સકલ ક્લેશનું મૂળ છે તે બતાવે છે सेवंति पहुं लंघति, सायरं सायरं भमंति भुवं । विवरं विसंति निवसंति, पिउवणे परिग्गहे निरया ॥४२॥ દ્રવ્ય વગેરેને ભેગું કરવામાં એકાગ્રચિત્તવાળા જીવો ધનના સ્વામીને સેવે છે, સાગરને ઓળંગે છે, અર્થાત્ સાગરની મુસાફરી કરે છે, આદરપૂર્વક પૃથ્વી ઉપર ભમે છે. તથા સિદ્ધરસ માટે ગિરિકંદરામાં પ્રવેશે છે. વળી મંત્ર આદિની સિદ્ધિ માટે સ્મશાનમાં વસે છે. આ પ્રમાણે પરિગ્રહ દુઃખનું કારણ હોવાથી સંતોષ જ કલ્યાણકારી છે. સંતોષી જીવ નિધન હોય તો પણ ઇંદ્રથી અધિક સુખને અનુભવે છે. (૪૨) તે આ પ્રમાણે संतोसगुणेण अकिंचणो वि इंदाहियं सुहं लहइ । इंदस्स वि रिद्धिं, पाविऊण ऊणोच्चिय अतुट्ठो ॥४३॥ - સંતોષ ગુણથી નિર્ધન પણ ઇન્દ્રથી અધિક સુખને પામે છે. અસંતોષી ઇંદ્રની ઋદ્ધિ પામીને પણ જાણે કંઈ મળ્યું નથી એમ માને છે. (૪૩) - હવે કહેલા સ્વરૂપવાળો પરિગ્રહપ્રમાણ સ્વરૂપ સંતોષ વિવેકનું મૂળ છે એમ દૃષ્ટાંતપૂર્વક બતાવે છે विवेकः सद्गुणश्रेणि-हेतुर्निगदितो जिनैः । संतोषादिगुणः कोऽपि, प्राप्यते न हि तं विना ॥४४॥ प्रादुर्भावे विवेकस्य, गुणाः सर्वेऽपि शोभनाः । स्वयमेवाश्रयन्ते हि, भव्यात्मानं यथा धनं ॥४५॥ - જિનેશ્વરોએ વિવેકને સગુણ શ્રેણિનું કારણ કહેલ છે. કારણ કે વિવેક વિના કોઈ પણ સંતોષ આદિ ગુણને પ્રાપ્ત કરી શકતો નથી. વિવેક પ્રગટ થયે છતે બધા પણ સારા ગુણો સ્વયં જ શ્રેષ્ઠિપુત્ર ધનની જેમ ભવ્ય આત્માનો આશ્રય કરે છે. ભાવાર્થ તો ધનના વૃત્તાંતથી જાણવો. તે આ પ્રમાણે છે શ્રેષ્ઠિપુત્ર ધનનું દૃષ્ટાંત એક નગરમાં શ્રીપતિ નામનો મહાધનવાન શ્રેષ્ઠી રહેતો હતો. તેનો ધન નામનો પુત્ર હતો. તેને પિતાએ મોટા શ્રેષ્ઠીના ઘરે પરણાવ્યો. એક વખત આચાર્યના સર્વ ગુણોથી અલંકૃત શ્રી સોમ નામના આચાર્ય ત્યાં આવ્યા. ઘણા ભવ્ય લોકો તેમને વંદન કરવા માટે ગયા. શ્રીપતિ શ્રેષ્ઠી પણ ત્યાં ગયો. સૂરિએ દેશના આપી. તેમાં પરિગ્રહ પ્રમાણ વ્રતનું સ્વરૂપ વિશેષથી વર્ણવ્યું. ત્યારે દેશનાને અંતે ઉત્પન્ન થયો છે વિવેક જેને એવા શ્રીપતિ શ્રેષ્ઠીએ સૂરિ પાસે તે વ્રત ગ્રહણ કર્યું. બીજા પણ શ્રાવકોએ વિવિધ નિયમો સ્વીકાર્યા. ત્યાર પછી તે બધાય ગુરુને નમીને પોતાના ઘરે ગયા. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આત્મપ્રબોધ ત્યાર પછી પોતે નિયમિત કરેલ દ્રવ્યથી વધેલું દ્રવ્ય સધર્મસ્થાનોમાં વાપરતા શ્રીપતિ શ્રેષ્ઠીએ ચૈત્યનું નિર્માણ મહાફળવાળું છે એમ જાણીને એક મોટું જિનચૈત્ય કરાવ્યું. તેમાં શુભમુહૂર્તે સારા પરિકરથી શોભતી શ્રી જિનેંદ્રની પ્રતિમા સ્થાપિત કરી. ત્યાર પછી તે દરરોજ શ્રી જિનપૂજાને કરતો સત્પાત્રોમાં ભક્તિથી દાન આપતો ક્રમે કરી આયુષ્ય પૂર્ણ થયે છતે શુભ ધ્યાનથી કાળ કરીને સદ્ગતિને પામ્યો. ત્યારે સ્વજનોએ ભેગા થઈને તેના ધન નામના પુત્રને તેના સ્થાને સ્થાપ્યો. પરંતુ લોભથી ગ્રસ્ત હોવાથી અતિ કૃપણ અને નિર્વિવેકી થયેલા તેણે આ પ્રમાણે વિચાર્યું: “અહો ! પાગલ થયેલા મારા પિતાએ ચૈત્ય નિર્માણ વગેરે કરીને નકામો આ દ્રવ્યનો વ્યય કર્યો. હવે હું મૂળ દ્રવ્યના વ્યયના કારણોને નિવારીને ફરી નવું દ્રવ્ય ભેગું કરવામાં પ્રયતવાળો થાઉં.” આ પ્રમાણે વિચારીને તેણે પોતાના રહેવાના ઘરને છોડીને બાકીના બધાં ઘરો, દુકાનોને વેંચી નાંખ્યા. દાસ, દાસી વગેરે બધા નોકરિયાત વર્ગને પણ રજા આપી. ચૈત્યપૂજા, પ્રભાવના વગેરે સધર્મ-કાર્યોને પણ છોડ્યાં. સ્વયં એક જીર્ણ વસ્ત્ર પહેરીને, ખભા ઉપર કોથળો લઈને એકલો તેલ, ગોળ વગેરેની લે-વેચ માટે દરેક ગામમાં ભમ્યો. ભોજન સમયે તેલ સાથે મિશ્રણ કરેલી કુલથી વગેરે નિરસ આહાર કર્યો. હવે આ પ્રમાણે કરતા તેને જોઈને સુકુલીન, સુશીલવાળી તેની પતીએ ઘણી રીતે હિતશિક્ષા આપી. પરંતુ લોભ વગેરેથી ગ્રસ્ત હોવાથી તેણે જરા પણ ન માની. ત્યાર પછી કેટલાક કાળે તે જ આચાર્ય ફરી ત્યાં આવ્યા અને ભવ્ય જીવો વંદન કરવા માટે ગયા. ત્યારે ગુરુએ દેશના આપી, અને શ્રાવકોને શ્રીપતિ શ્રેષ્ઠીની ખબર પૂછી. શ્રાવકોએ કહ્યું છે સ્વામી ! તે શ્રેષ્ઠી કાળધર્મ પામ્યા છે. હમણાં તો ધન નામનો તેનો પુત્ર છે. તે લોભથી અભિભૂત થયેલો હોવાથી નિર્વિવેકી થયેલો છે. જિનપૂજા વગેરે સઘળા સદ્ધર્મકાર્યો છોડીને તે પશુની જેમ કાળ પસાર કરે છે. હવે કેટલામાં આ વાત કહેવાઈ તેટલામાં જ એક કોથળાને ખભા ઉપર લઈને કહેલા સ્વરૂપવાળો જ કોઈક ગામ તરફ ઉતાવળથી જતો તે દષ્ટિગોચર થયો. ત્યારે શ્રાવકોએ કહ્યું કે સ્વામી ! આ શ્રીપતિનો પુત્ર જાય છે. ગુરુએ તેને તેવા પ્રકારની અવસ્થાવાળો જોઈને ઉપકાર માટે પોતાની પાસે રહેલા એક શ્રાવકને મોકલીને તેને બોલાવ્યો. પરંતુ ત્યાં રહેલા જ તેણે કહ્યું હું ધનનો અર્થી છું. માટે ગુરુની સાથે કોઈ કામ નથી. આ સાંભળીને લાભ જાણીને ગુરુએ સ્વયં ત્યાં જઈને કહ્યું: હે આર્ય ! તું શ્રીપતિ શ્રેષ્ઠીનો પુત્ર છે. તને આવી રીતે ધર્મકાર્યથી વિમુખ થવું ઘટતું નથી. હવે જો તારાથી બીજું કંઈપણ ધર્મકાર્ય ન થાય તો પણ તારા પિતાએ કરાવેલા ચૈત્યમાં રહેલા શ્રી જિનબિંબના મુખરૂપી કમળને જોઈને પછી ભોજન કરવું એ પ્રમાણે નિયમ કર. ત્યારે તેણે કહ્યું હું મારા કાર્યથી ભ્રષ્ટ થયેલો છું તેથી હમણાં મને છોડી દો. હવે પછી આપે કહેલો નિયમ અને પ્રમાણ છે. એ પ્રમાણે કહીને તે પોતાના કામે લાગ્યો. આચાર્ય વિહાર કરી બીજે ગયા. હવે તે ધન શ્રેષ્ઠી કંઈક શુભોદયથી દરરોજ પ્રભુના મુખ કમલને જોઈને ભોજન કરે છે. ત્યારે તેની પતીએ વિચાર્યું. તેવા પ્રકારના નિર્વિવેકી આના હૃદયમાં જો આ ભાવ ઉત્પન્ન થયો છે તો જણાય છે કે ભવિષ્યમાં આનો કોઈ પણ શુભોદય છે. હવે એક વખત બીજા ગામથી મધ્યાહ્ન આવેલો ધન ઉતાવળના કારણે દેવદર્શનને ભૂલી જઈને ભોજન માટે બેઠો. તેટલામાં તેને યાદ Page #148 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ૧૩૫ આવ્યું ત્યારે તેણે તરત ઊભા થઈ દેવગૃહમાં જઈ જેટલામાં દેવદર્શન કર્યા તેટલામાં તે ચૈત્યમાં ‘ ધન ! માગ, માગ.” એ પ્રમાણે અવાજ પ્રગટ થયો. ત્યારે અવાજ કરનારા માણસને ન જોવાથી વિસ્મય પામેલા ધને કહ્યુંઃ કોણ આ બોલે છે ? દેવે કહ્યું: હું આ ચૈત્યનો અધિષ્ઠાતા શ્રીમદ્ અરિહંતનો ઉપાસક દેવ છું. નિયમમાં તારું દઢપણું જોઈને ખુશ થયો છું. તેથી તું વાંછિત વરદાન માગ. ધાને કહ્યું: “પતીને પૂછીને પછી વરદાન માગીશ.” એ પ્રમાણે કહીને તરત ઘરે આવીને પતીને તે બધો વૃત્તાંત જણાવ્યો. પતીએ વિચાર્યું. અમારા ઘરે ધનની કાંઈ કમી નથી. પરંતુ આના હૃદયમાં વિવેકની અત્યંત કમી દેખાય છે. જો તે વિવેક આવી જાય તો બધું જ કાર્ય સિદ્ધ થાય. આ પ્રમાણે વિચારીને પોતાના પતિને કહ્યું કે સ્વામી ! આપ જલદી જઈને વિવેક માગો. તેણે પણ પતીના વચનથી ત્યાં જઈને કોથળો પાથરીને કહ્યું: હે દેવ ! જો તું ખુશ થયો છે તો મને વિવેક આપ ! તેના દુષ્કર્મના ક્ષયોપશમને જાણીને દેવે પણ કહ્યું: હે ધન બધી જડતાને નાશ કરનારું વિવેકરત તને આપ્યું. હવે તારા ઘરે જા ! ત્યાર પછી ધન સમ્યમ્ વિવેકને ગ્રહણ કરીને પોતાના ઘરે આવીને ભોજન માટે બેઠો. ત્યારે તેની પતીએ તેલથી મિશ્રિત કુલથી વગેરેનું અન્ન તેની આગળ મૂક્યું. તે જોઈને વિવેકને ધારણ કરતા ધને કહ્યું: અમારા ઘરે આવું દુષ્ટ ભોજન કેમ? પતીએ કહ્યું છે સ્વામી ! જેવું અન્ન આપે લાવીને આપ્યું છે તેવું જ મેં રાંધ્યું છે. ત્યાર પછી જેટલામાં ઘરની સન્મુખ જુએ છે તેટલામાં સ્થાને સ્થાને પડેલું, ચારે બાજુથી વિવિધ જંતુઓની જાળોથી ભરાયેલું જાણે દરિદ્રનું ઘર ન હોય તેવું જોયું. ત્યાર પછી આવા પ્રકારના ભોજન, ઘર વગેરેના સ્વરૂપને જોઈને તેણે વિચાર્યું: “અહો ! અજ્ઞાની એવા મને ધિક્કાર થાઓ. જે આવા પ્રકારના આચારથી મેં મારા કુલને લજ્જિત કર્યું. ધર્મકૃત્યને પણ ન કર્યું. આટલા દિવસો ફોગટ જ ગયા. હમણાં પણ સદ્વ્યવહારમાં જો પ્રયતવાળો થાઉં તો સારું.” આ પ્રમાણે વિચારીને પૂર્વનાં ઘરો, દુકાનો વગેરે ફરી લઈને અને બધાય નોકર વર્ગને બોલાવીને પૂર્વની જેમ જ સ્થાપ્યા. પોતાના પિતાએ કરાવેલા ચૈત્યની તથા બીજા પણ જિનચૈત્યોની વિશેષથી પૂજા, પ્રભાવના વગેરે ઉત્સવ કર્યો. બીજા પણ દાનાદિ કાર્યો વધતા પરિણામથી કર્યા અને ગુરુનો સંયોગ થયો ત્યારે પરિગ્રહ પરિમાણ કરીને વધારાનું દ્રવ્ય ધર્મસ્થાનોમાં વાપર્યું. ક્રમે કરી બીજા પણ વ્રત નિયમોમાં પ્રયતવાળો થયો. ત્યાર પછી બધાય મહાજન વગેરે લોકમાં માન્ય થયેલો, શ્રેષ્ઠ યશરૂપી લક્ષ્મીને ધારણ કરતો તે ધનશ્રેષ્ઠી લાંબાકાળ સુધી શ્રાવકધર્મને પાળીને સદ્ગતિનો ભાગી થયો. આ પ્રમાણે બીજા પણ ભવ્ય જીવોએ વિવેકને હૃદયમાં ધારણ કરીને પરિગ્રહપ્રમાણ કરવામાં પ્રયતવાળા થવું જોઈએ, અને લોભ વગેરેનો ત્યાગ કરવો જોઈએ. જેથી આ લોક અને પરલોક એમ ઉભયલોકમાં ઈચ્છિત સમૃદ્ધિની સિદ્ધિ થાય. અહીં ભાવના ગાથા આ પ્રમાણે છે जह जह अण्णाणवसा, धणधन्नपरिग्गहं बहुं कुणसि । तह तह लहुं निमज्जसि, भवे भवे भरियतरिव्व ॥ १॥ जह जह अप्पो लोभो, जह जह अप्पो परिग्गहारंभो । તદ ત૬ સુદં પવઠ્ઠ૬, ધમસ થોડુ સંસિદ્ધ II ૨II Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ આત્મપ્રબોધ तम्हा परिग्गहं उज्झिऊण मूलमिह सव्वपावाणं । धन्ना चरणपवन्ना, मणेण एवं विचिंतिजा ॥ ३॥ અર્થ- અજ્ઞાનવશથી જેમ-જેમ ધન-ધાન્યનો ઘણો પરિગ્રહ કરે છે તેમ-તેમ જલદીથી ભારી થયેલી નાવડીની જેમ ભવોભવ ડૂબે છે. (૧) જેમ-જેમ લોભ ઓછો, જેમ-જેમ પરિગ્રહનો આરંભ ઓછો, તેમ-તેમ સુખ વધે છે, અને ધર્મની સંસિદ્ધિ થાય છે. તેથી સર્વ પાપનું મૂળ એવું પરિગ્રહ અહીં છોડીને ચારિત્રને પામ્યા તેઓ ધન્ય છે. આ પ્રમાણે મનમાં વિચારે. આ પ્રમાણે પાંચમું વ્રત કહ્યું. આ પાંચ વ્રતો મહાવ્રતની અપેક્ષાએ નાના હોવાથી અણુવ્રતો કહેવાય છે. (૪૪-૪૫) ત્રણ ગુણવ્રતો હવે પછી ત્રણ ગુણવ્રતો કહેવા. તે અણુવ્રતોને ગુણકારી = ઉપકારી છે માટે ગુણવ્રતો કહેવાય છે. દિપ્રમાણ વગેરે હિંસાનો નિષેધ કરતા હોવાથી ગુણવ્રતોથી અણુવ્રતોને ઉપકાર થાય છે. હવે તે ગુણવ્રતોમાં જે પહેલું દિપ્રમાણ વ્રત છે તે કહેવાય છે ઉર્ધ્વ, અધો અને તિર્જી દિશામાં ગમનને આશ્રયીને જે પ્રમાણ કરાય છે, જેમકે- બધી પણ દિશાઓમાં આ આખાય જન્મમાં મારે દરેક દિશામાં આટલી ભૂમિ ઓળંગવી, એનાથી અધિક નહીં, તે દિકપ્રમાણવ્રત કહેવાય છે. દિકપ્રમાણ કરવામાં શું ગુણ છે? એમ ન કહેવું. કારણ કે આ કરવામાં લોભનિગ્રહરૂપ મહાગુણનો સંભવ છે. તે આ પ્રમાણે भुवणक्कमणसमत्थे, लोभसमुद्दे विसप्पमाणंसि ।। સુખરૂ હિસાપરિમાઈ, સુસાવ સેડવંધં ય ૪૬ ત્રણ ભુવનને આક્રમણ કરવામાં સમર્થ એવો લોભસમુદ્ર ફેલાયે છતે તેના પૂરનો પ્રતિઘાત કરવામાં પાળના બંધની જેમ સમર્થ એવા દિપ્રમાણને શ્રાવક કરે. કારણ કે નિયમિત ક્ષેત્રથી આગળ મહાલાભ થતો હોય તો પણ ગમનનો અભાવ હોવાથી લોભસમુદ્રનું પૂર અટકી જાય છે. આ વ્રતથી લોભનો નિગ્રહ થાય છે. (૪૬). હવે આ વ્રતમાં વ્યતિરેકથી દૃષ્ટાંત બતાવે છે– करुणावल्लीबीयं, जइ कुव्वंतो दिसास परिमाणं । राया असोगचंदो, ता नरए नेव निवडतो ॥४७॥ અશોકચંદ્ર રાજા જો કરૂણારૂપી વેલડીના બીજ સમાન દિશાઓમાં પરિમાણ કરત તો નરકમાં ન પડત. તપેલા લોઢાના ગોળા સમાન ગૃહસ્થને અપરિમિત ભૂમંડલમાં ભમવાનો નિષેધ કરવાથી આ વ્રત કરુણારૂપી વેલડીનું બીજ છે એમ વિચારવું. અહીં ગાથામાં સૂચવેલા અશોકચંદ્ર રાજાનો વૃત્તાંત આ પ્રમાણે છે Page #150 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ૧૩૭ અશોકચંદ્ર (કુણિક) રાજાનું દૃષ્ટાંત ચંપા નગરીમાં શ્રી શ્રેણિકરાજાનો પુત્ર અશોકચંદ્ર નામનો રાજા હતો. દુઃસ્વપ્રથી સૂચિત હોવાથી માતાએ જન્મ સમયે બહાર ત્યાગ કરાયેલા તેની એક આંગળી કુકડાએ કૂણિત (કોરી કાઢેલી) કરી હતી. તેથી આ નામથી કૂણિક કહેવાયો. કોઈ વખત ત્યાં શ્રીવીર સ્વામી સમોસર્યા. ત્યારે અશોકચંદ્ર જંગમ કલ્પવૃક્ષ જેવા શ્રી ત્રણલોકના નાથને આવેલા સાંભળીને મહોત્સવથી વંદન માટે ગયો. સ્વામીએ દેશના આપી. ત્યાર પછી દેશનાના અંતે તેણે પ્રભુને પૂછયું: હે સ્વામી! જેઓએ ભોગોનો ત્યાગ નથી કર્યો એવા ચક્રવર્તીઓ મરે છે ત્યારે તેઓ કઈ ગતિમાં જાય છે ? સ્વામીએ કહ્યું. તેઓની પ્રાયઃ સાતમી નરક પૃથ્વીની ગતિ છે. રાજાએ કહ્યું: તો પછી મારે પણ ત્યાં જ જવા યોગ્ય છે. ભગવાને કહ્યું તું ચક્રવર્તી નથી. તેથી તે ગતિ તારી ક્યાંથી થાય ? તું તો છઠ્ઠી નરક પૃથ્વીમાં જઈશ. ત્યારે પોતાને ચક્રી માનતા એવા તેણે કહ્યું: હે સ્વામી! હું ચક્રી નથી એ કેવી રીતે શ્રદ્ધા કરવી ? કારણ કે મારી પણ સેના અનેક લાખ હાથી-ઘોડા-રથોથી અને કરોડો સુભટોથી સકલ જગતનો ઉદ્ધાર કરવા અને સંહાર કરવા સમર્થ છે. તથા ઘણા સંબોધ, દ્રોણ, ખેટ, કર્બટ, પત્તન, પુર, આકર વગેરે મને કર આપનારા છે. તથા મારે નિરંતર વપરાતા હોવા છતાં ખાલી નહીં થતા ઘણા નિધિઓ છે. તથા અતિપ્રચંડ મારો પ્રતાપ સર્વ પણ શત્રવર્ગને આક્રમણ કરીને રહ્યો છે. આથી મારે શું ઓછું છે? જેથી હું ચક્રવર્તી ન થાઉં? આ પ્રમાણે સાંભળીને યથાસ્થિતવાદી શ્રી જિને ફરી કહ્યું: હે રાજન્ ! આ સમૃદ્ધિથી શું થશે ? ચક્ર વગેરે ચૌદ રત વિના ચક્રવર્તીપણું ક્યારે પણ ન થાય. ત્યારપછી તે આ પ્રભુના વચનને સાંભળીને પોતાના સ્થાને જઈને લોઢાના સાત એકેંદ્રિય રતો કર્યા અને પોતાની પદ્માવતી નામની પ્રિયાને સ્ત્રીરત તરીકે કલ્પી. તથા પોતાના પટ્ટહસ્તિ વગેરેને જ બાકીના રત્નો કર્યા. - હવે આ પ્રમાણે આને રતપણે સ્થાપીને તે રાજા પૂર્વદિશા વગેરે ક્રમથી બધા દેશોને આજ્ઞા કરનારા કરીને ઘણા સૈન્યથી પરિવરેલો વૈતાઢ્ય તળે તમિસ્રા ગુફા પાસે આવ્યો. ત્યાં દંડરતથી ગુફાના દરવાજાના કમાડોને તાડન કર્યું. પરંતુ તે ન ઉઘડ્યા. તેથી ફરી ઠંડપ્રહાર કરે છતે તેના દ્વારપાલ કૃતમાલ દેવે ક્રોધથી તેને કહ્યું: રે ! અપ્રાથ્યપ્રાર્થક ! તું કોણ છે? અહીંથી જા. ખકારથી કાનને કેમ કદર્થના કરે છે ? તેણે કહ્યું: ભરતક્ષેત્રમાં અશોકચંદ્ર નામનો હું નવો ચક્રવર્તી થયો છું. આથી જલદી દરવાજો ઉઘાડ. દેવે કહ્યું કે રાજન્ ! આ ક્ષેત્રમાં બાર ચક્રવર્તીઓ થાય છે, તે તો થઈ ગયા. તેથી તું ચક્રી નથી. પરંતુ કોઈપણ રાજા છે. રાજાએ કહ્યું: મારા પુણ્યથી હું તેરમો ચક્રી કરાયો છું. શું તું જાણતો નથી ? તેથી દ્વાર ઉઘાડ. વિલંબ કરવાથી મને ખેદ ન પમાડ. ત્યારપછી આ પ્રમાણે ભૂતથી ગ્રહણ કરાયેલાની જેમ અનિષ્ટ બોલનારા તે અશોકચંદ્રને અતિ ગુસ્સે થયેલા દેવે બળતી અગન જ્વાળાથી બાળીને તરત નરકનો અતિથિ કર્યો. આ પ્રમાણે અશોકચંદ્રની કથા પૂર્ણ થઈ. આ અશોકચંદ્રની જેમ બીજો પણ જે કોઈ માણસ દિગૂગમનનું પ્રમાણ કરતો નથી તે આ પ્રમાણે આ લોકમાં અનર્થને પામીને પરલોકમાં નરક દુઃખની પાત્રતાને પામે છે. તેથી ભવ્યજીવોએ આ વ્રત સ્વીકારવામાં આળસુ ન થવું જોઈએ. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ આત્મપ્રબોધ અહીં ભાવના આ પ્રમાણે કરવી चिंतेअव्वं च नमो, साहूणं जे सया निरारंभा । विहरंति विप्पमुक्का, गामागरमंडियं वसुहं ॥१॥ અર્થ- જે સાધુઓ સદા નિરારંભી છે અને કોઈ પણ જાતના બંધનથી રહિત ગામ- આકરથી શોભિત પૃથ્વી ઉપર વિચરે છે તેઓને નમસ્કાર થાઓ. આ પ્રમાણે મનથી ચિંતવવું. આ પ્રમાણે પ્રથમ ગુણવ્રત કહ્યું. (૪૭) હવે ગુણવ્રતોમાં બીજું ભોગપભોગમાન વ્રત કહેવામાં આવે છે તેમાં જે એકવાર ભોગવવામાં આવે તે અન્ન, કુસુમ વગેરે ભોગ છે અને જે વારંવાર ભોગવવામાં આવે તે સ્ત્રી, વસ્ત્ર, આભરણ વગેરે ઉપભોગ છે. તે બેના નિયત પ્રમાણથી થયેલું વ્રત તે ભોગપભોગમાન વ્રત કહેવાય છે. તે ભોજનથી અને કર્મથી થાય છે. તે આ પ્રમાણે भोअणकम्मेहिं दुहा, बीयं भोगोवभोगमाणवयं । भोअणओ सावजं, उस्सग्गेणं परिहरइ ॥४८॥ तह अतरंतो वजइ, बहुसावजाइं एस भुजाई । बावीसं अन्नाइ वि, जहारिहं नायजिणधम्मो ॥४९॥ બીજું ભોગપભોગમાન વ્રત ભોજન અને કર્મથી બે પ્રકારનું છે. તેમાં ભોજનથી શ્રાવક ઉત્સર્ગથી સાવઘ, સચિત્ત અને અનેષણીય ભોજનનો ત્યાગ કરે. ‘તે ત્યાગ કરવામાં અશક્ત હોય તો સચિત્તનો જ ત્યાગ કરે’ એ પ્રમાણે ન કહેલું પણ સમજી લેવું. તે પ્રમાણે પણ કરવા અસમર્થ, જેણે જિનધર્મને જાણ્યો છે એવો આ શ્રાવક બહુ સાવદ્ય એટલે ઘણા પાપવાળા બાવીસ પ્રકારના અશન વગેરે ભોજનનો ત્યાગ કરે. તેનાં નામો આ પ્રમાણે છે- પાંચ ઉર્દુબરી, ચાર મહાવિગઈ, હિમ, વિષ, કરા, સર્વમાટી, રાત્રિભોજન, બહુબીજ, અનંતકાય, સંધાન, ઘોલવડા, રીંગણા, અજ્ઞાતનામવાળા પુષ્પ-ફળ, તુચ્છ ફળ, ચલિતરસ. આ બાવીસ ભોજનનો ત્યાગ કરે. તેમાં પાંચ ઉદુબરી- ઉદુંબર, વટ, પ્લેક્ષ, પિપળ, કાકોદુબરી- આ બધા ફળસ્વરૂપ છે. આ મચ્છર જેવા આકારવાળા સૂક્ષ્મ બહુ જીવથી ભરેલા હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. તથા ઘી વગેરે વિગઈની અપેક્ષાએ મદિરા, માંસ, મધ અને માખણ આ ચાર મહાવિકારનું કારણ હોવાથી અને તે વર્ણના અનેક જીવો તેમાં ઉત્પન્ન થતા હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. જેથી કહ્યું છે કે मज्जे महुंमि मंसे, नवणीयंमि चउत्थए । उप्पज्जति असंखा, तव्वण्णा तत्थ जंतुणो ॥१॥ અર્થ- મદિરામાં, મધમાં, માંસમાં અને ચોથા માખણમાં તે વર્ણના અસંખ્ય જીવો ઉત્પન્ન થાય છે. તથા હિમ, વિષ, કરા, માટી, રાત્રિભોજન પ્રસિદ્ધ છે. તેમાં હિમ, કરા, માટી બહુ જીવમય છે. વિષ પોતાનો ઉપઘાત કરે છે અને મરણ સમયે મહામોહને ઉત્પન્ન કરે છે. રાત્રિભોજનમાં ઘણા પ્રકારના જીવસંપાતનો સંભવ હોવાના કારણે આ લોકમાં અને પરલોકમાં ઘણા દોષોથી દુષ્ટ છે. તેથી ત્યાગ Page #152 -------------------------------------------------------------------------- ________________ - દેશવિરતિ બીજો પ્રકાશ - ૧૩૯ કરવા યોગ્ય છે. તથા કોથળામાં ભરેલા મગની જેમ જેમાં બીજો આંતરા વિના રહે છે તે પંપોટા વગેરે ફળ બહુબીજ છે. તેના દરેક બીજમાં જીવ ઉપમર્દનનો સંભવ છે. તથા કાચા ગોરસમાં મિશ્રણ કરેલ દ્વિદલ સ્વરૂપ ઘોલવડામાં કેવલીગમ્ય સૂક્ષ્મ ત્રસજીવની ઉત્પત્તિનો સંભવ છે. જેથી કહ્યું છે કેजइ मुग्गमासपमुहं, विदलं कच्चंमि गोरसे पडइ । ता तसजीवुप्पत्तिं, भांति दहीए तिदिण उवरिं ॥ १ ॥ અર્થ- જો કાચા ગોરસમાં મગ, અડદ વગે૨ે પડે તો તથા ત્રણ દિવસ ઉપરના દહીંમાં ત્રસ જીવની ઉત્પત્તિ છે. તથા રીંગણા પ્રસિદ્ધ છે. રીંગણાને બહુબીજમાં પણ અલગ ગણ્યા છે. તે તેની લોકમાં અતિ વિરુદ્ધતા બતાવવા માટે છે. તે રીંગણા બહુ જીવમય હોવાથી તથા ઘણી નિદ્રા, કામને ઉદ્દીપન કરવું વગેરે ઘણા દોષથી દુષ્ટ હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. તથા જેને ખાવાથી તૃપ્તિ અલ્પ થાય અને આરંભ મહાન થાય તે ગંગેટક, કોમળ ફળી વગેરે તુચ્છ ફળ છે. તે અનર્થદંડ સ્વરૂપ હોવાથી ત્યાગ ક૨વા યોગ્ય છે. તથા ચલિત રસ એટલે કોહાઈ ગયેલું ધાન્ય. તે અનંતકાય હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. આટલાં જ અભક્ષ્ય નથી. પરંતુ આ તો ઉપલક્ષણ હોવાથી યથાયોગ્ય બીજા પણ દિવસને ઓળંગી ગયેલું દહીં, પુષ્પિત ઓદન વગેરે, સંસક્ત પત્ર, પુષ્પ વગેરે બહુ સાવદ્ય વસ્તુઓ ત્યાગ કરવા યોગ્ય છે. વળી- અલ્પ સાવદ્ય એવા ઓદન વગેરેમાં પણ મારે આ આટલું જ ખાવું એ પ્રમાણે પ્રમાણનું નિયતપણું કરવું જોઈએ. તથા મનમાં અતિ આસક્તિ, ઉન્માદ, નિંદા આદિ ઉત્પન્ન કરે તેવા, વસ્ત્ર, વિભૂષા, વાહન વગેરે ત્યાગ કરવા યોગ્ય છે. શ્રાવક વિરતિથી પરિણત થયો હોવાથી બાકીમાં પણ પરિમાણ કરે. અહીં કેટલાક અજ્ઞાનીઓ કહે છે કે- સંસારમાં શરીર જ સાર છે, અને તેનું કોઈ પણ રીતે પોષણ કરવું જોઈએ. આ ભક્ષ્યાભક્ષ્યની કલ્પનાથી શું ? તેનો ઉત્તર અપાય છે- ઘણી રીતે પોષેલું પણ શરીર અસાર હોવાથી તેના માટે વિવેકીએ અભક્ષ્યનું ભક્ષણ ન જ કરવું જોઈએ. જેથી કહ્યું છે કે अइपोसिअंपि विहडइ, अंते एअं कुमित्तमिव देहं । सावज्जभुज्जपावं, की तस्स कए समायरइ ? ॥ १ ॥ અર્થ- અતિ પોષેલું પણ શરીર અંતે કુમિત્રની જેમ નાશ પામે છે. તો પછી તેના માટે કોણ સાવદ્ય ભોગથી પાપને આચરે ? (૪૮-૪૯) હવે દૃષ્ટાંત પૂર્વક વ્રતના ફળને સંક્ષેપથી બતાવે છે— मंसाईण नियमं धीमं पाणच्चये वि पालंतो । " पावइ परंमि लोए, सुरभोए वंकचूलो व्व ॥ ५० ॥ બુદ્ધિશાળી માંસ વગેરેના નિયમને પ્રાણના ત્યાગમાં પણ પાળે તો વંકચૂલની જેમ પરલોકમાં દેવના ભોગોને પામે છે. વિસ્તારથી અર્થ તો કથાનકથી જાણવો. તે આ પ્રમાણે ૧. ગંગેટક એ કોઈક તુચ્છ ફળ છે. હમણાં તે પ્રસિદ્ધ નથી. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ આત્મપ્રબોધ વંકચૂલની કથા આ જ ભારતવર્ષમાં વિમલ નામનો રાજા હતો. તેની સુમંગલા નામની પ્રિયા હતી. તેઓને બે બાળકો થયા. તેમાં એક પુષ્પચૂલ નામનો પુત્ર અને બીજી પુષ્પચૂલા નામની કન્યા હતી. યૌવન વયમાં પિતાએ એક રાજકન્યા પુત્રને પરણાવી. પુત્રી તો કોઈક રાજપુત્રને આપી. પરંતુ દુષ્કર્મના ઉદયથી બાલપણામાં જ પતિનું મરણ થવાથી તે વિધવા થઈ. તે ભાઈના સ્નેહથી પિતાના ઘરે જ રહી. હવે પુષ્પચૂલ તો ચોરી વગેરે વ્યસનમાં આસક્ત હોવાથી નગરના લોકોને અત્યંત પીડતા એવા તેણે લોકમાં “વંકચૂલ” એવા નામને પ્રાપ્ત કર્યું. તેની બહેન પણ તેના સમાન બુદ્ધિવાળી હોવાથી “વંકચૂલા એ પ્રમાણે પ્રસિદ્ધ થઈ. ત્યાર પછી લોકો પાસેથી તેનો ઘણો ઠપકો સાંભળીને ગુસ્સે થયેલા રજાએ તેને નગરમાંથી બહાર કાઢ્યો. ત્યારે તેની પત્ની અને બહેન પણ તેના સ્નેહથી તેની સાથે ગઈ. ત્યાર પછી પતી અને બહેનની સાથે નિર્ભય થયેલા, કોઈક જંગલમાં ભમતા વંકચૂલને ધનુર્ધારી ભિલ્લોએ જોયો. ત્યાં તેઓએ આકૃતિથી જ તેને રાજપુત્ર જાણીને આદરથી પ્રણામ કરીને, પ્રશ્નપૂર્વક તેના વૃત્તાંતને સાંભળીને, બહુમાનથી પોતાની પલ્લીમાં લઈ જઈને, મૂળપલ્લીપતિ મરી ગયો હોવાથી તેના સ્થાને તે વંકચૂલને સ્થાપ્યો. ત્યારપછી વંકચૂલ ભિલ્લોની સાથે મહીતલને લૂંટતો ત્યાં સુખેથી રહ્યો. હવે એક વખત વર્ષાકાળના પ્રારંભના સમયે કેટલાક મુનિઓથી પરિવરેલા શ્રી ચંદ્રયશ નામના આચાર્ય સાર્થથી ભ્રષ્ટ થવાથી ત્યાં આવ્યા. ત્યારે નવા ઉત્પન્ન થયેલા અંકુરાના મર્દનના અને સચિત્ત પાણીના સંઘટ્ટાના ભીરુ આચાર્ય વિહારની અયોગ્યતા જાણીને તે પલ્લીમાં પ્રવેશ્યા. વંકચૂલે પણ મુનિઓને જોઈને કુલીન હોવાથી પ્રણામ કર્યા. ત્યારે ગુરુએ ધર્મલાભરૂપ આશિષ આપીને તેની પાસે વસતિ માગી. તેણે પણ કહ્યું: હે સ્વામી! તમને વસતિ આપીશ. પરંતુ મારી સીમામાં ક્યારે પણ ધર્મ ન કહેવો. કારણ કે હિંસા, અસત્ય, ચોરી વગેરેના ત્યાગથી ધર્મ થાય છે. તે હિંસા વગેરેથી જ અમારી આજીવિકા ચાલે છે. આ પ્રમાણે તેણે કહ્યું એટલે ગુરુએ પણ તેના વચનનો સ્વીકાર કરીને તેણે બતાવેલા નિરવદ્ય સ્થાનમાં સ્વાધ્યાય ધ્યાન વગેરે ધર્મકાર્યને કરતાં ચાર મહિના સુધી રહ્યા. ત્યાં તેણે આહાર વગેરેનું નિમંત્રણ કર્યું. ત્યારે ગુરુએ કહ્યું તારા ઘરની ભિક્ષા અમને ન કલ્પ. અહીં રહેલા અમે તપશ્ચર્યાથીજ સુખેથી કાળને પસાર કરશું. તને તો ઉપાશ્રયના દાનથી જ મહાપુણ્યબંધ થયો છે. કહ્યું છે કે जो देइ उवस्सयं मुणि-वराण तवनियमजोगजुत्ताणं । તે Iિ વ@ડગ્ન-પાયાવિMા II II पावइ सुरनररिद्धी, सुकुलुप्पत्ती य भोगसामग्गी । नित्थरइ भवमगारी, सिज्जादाणेण साहूणं ॥ २॥ અર્થ તપ-નિયમ-યોગથી યુક્ત એવા મુનિવરોને જે ઉપાશ્રય આપે છે, તેણે વસ્ત્ર-અન્નપાન-શયન-આસન વગેરે બધું આપ્યું છે. (૧) સાધુને શવ્યાના દાનથી ગૃહસ્થ સુર-નરની ઋદ્ધિને, કલમાં ઉત્પત્તિને અને ભોગની સામગ્રીને પામે છે. તથા સંસારને તરી જાય છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ૧૪૧ ત્યાર પછી વર્ષાકાલ પસાર થયે છતે ગુરુએ તે વંકચૂલને પૂછીને વિહાર કર્યો ત્યારે તેઓના સત્યપ્રતિજ્ઞતા વગેરે ગુણોથી ખુશ થયેલો તે પણ ભક્તિથી તે ગુરુને વળાવવા ગયો. ત્યાં કેટલોક માર્ગ પસાર થયા પછી લાંબા કાળ સુધી રહેલા મુનિના વિયોગથી વિહલ થયેલા તેણે ગુરુને નમીને વિનંતિ કરીઃ હે સ્વામી ! અહીંથી આગળ બીજાની સીમા છે આથી હું પાછો ફરીશ. ફરી મને આપનું દર્શન જલદી થાઓ. આ પ્રમાણે તેણે કહ્યું એટલે મધુર અક્ષરોથી ગુરુએ તેને કહ્યું છે સૌમ્ય ! તારી સહાયથી અમે આટલો કાળ સુખથી રહ્યા. હવે જો તને ગમતું હોય તો પ્રતિઉપકાર કરવા માટે અમે કંઈક કહીએ. તેણે કહ્યું: હે ભગવન્! જેવા પ્રકારનું મારા વડે સુખેથી પાળવું શક્ય બને તેવા પ્રકારના જ વચનથી મારા ઉપર મહેરબાની કરો. ત્યારે ગુરુએ કહ્યું: (૧) જેનું નામ કોઈપણ ન જાણતું હોય તેવું ફળ તારે ન ખાવું. (૨) તથા ક્યારે પણ બીજાને મારવા ઈચ્છતા તારે સાત-આઠ પગલા પાછળ ખસવું. (૩) તથા રાજાની પટ્ટદેવી માતા સમાન ગણવી. (૪) તથા ક્યારે પણ કાગડાનું માંસ ન ખાવું. આ ચારેય અભિગ્રહો તારે એક ચિત્તથી પાળવા. આનું પાલન કરવામાં તને ઉત્તરોત્તર લાભ થશે. તેથી ગુરુના વચનથી નમ્ર થયેલા તેણે પણ મહા મહેરબાની થઈ એ પ્રમાણે કહીને પોતાને ઉપકાર કરનારા તે ચારે ય નિયમોને ગ્રહણ કરીને પોતાના સ્થાનમાં આવ્યો. ગુરુ પણ વિહાર કરીને બીજે ગયા. હવે એક વખત ગ્રીષ્મ ઋતુમાં તે પલ્લીપતિ ભિલ્લમેનાથી પરિવરેલો કોઈક ગામને હણવા માટે ચાલ્યો. પરંતુ ક્યાંયથી પણ તે વૃત્તાંતને જાણીને તે ગામ પહેલાં જ ભાગી ગયું હતું. ત્યારે ફોગટ ગયેલા પરિશ્રમવાળો, ભૂખ-તરસથી પરાભવ પામેલો, પરિવાર સહિત વંકચૂલ મધ્યાહૂં ત્યાંથી પાછો ફરીને જંગલમાં કોઈપણ વૃક્ષની નીચે બેઠો. ત્યાં સુધાથી પીડાયેલા, અહીં-તહીં ભમતા, કેટલાક ભિલ્લોએ ક્યાંય પણ નિકુંજમાં સુગંધવાળાં, સારા વર્ણવાળાં, પાકેલાં ફળોથી નમેલા કિપાકવૃક્ષને જોઈને તરત તે ફળોને લાવીને વંકચૂલની આગળ મૂક્યાં. તેણે પોતાના નિયમને યાદ કરીને તેનું નામ પૂછયું. તેઓએ કહ્યું કે સ્વામી ! આનું નામ તો કોઈપણ જાણતું નથી. પરંતુ અત્યંત સ્વાદિષ્ટ છે. આથી ખાવા યોગ્ય છે. તેણે કહ્યું: અજ્ઞાત ફળને હું નહીં ખાઉં. મારો આ નિયમ છે. તેથી ફરી તેઓએ આગ્રહપૂર્વક કહ્યું: હે સ્વામી ! સ્વસ્થતા હોય ત્યારે નિયમમાં આગ્રહ કરાય છે. હમણાં પ્રાણના સંદેહમાં નિયમનો આ આગ્રહ કેવો? તેથી આ ફળોને ખાઓ. આ પ્રમાણે તેના વચનને સાંભળીને સુધાથી પીડાયેલો હોવા છતાં તેણે પૈર્યપૂર્વક કહ્યું: અરે ! તમારે આ વચન ન કહેવું. જો પ્રાણ જતા હોય તો હમણાં જ જાઓ. પરંતુ પોતાના વચનથી ગુરુ સમક્ષ સ્વીકારેલો નિયમ સ્થિર થાઓ. ત્યાર પછી તે ફળોને ઈચ્છાપૂર્વક ખાઈને તૃપ્ત થયેલા તે બધા પણ ભિલ્લો વૃક્ષની છાયામાં સુતા. પરંતુ એક સેવકે વંકચૂલના આગ્રહથી તે ફળો ન ખાધા. આથી સ્વયં સૂઈને ઉભા થયેલા પલ્લીપતિએ પોતાની પાસે સુતેલા સેવકને ઉઠાડીને આ પ્રમાણે કહ્યું: બધાને જલદી જગાડ, જેથી પોતાના સ્થાનમાં જઈએ. તેણે પણ શબ્દથી અને હાથના સ્પર્શથી બધાને પણ ઉઠાડ્યા. પરંતુ કોઈપણ રીતે તેઓ ન ઉઠ્યા. ત્યારે તેણે બધાયને મરેલા માનીને પલ્લી પતિને તેનું સ્વરૂપ જણાવ્યું. તે સાંભળીને વિસ્મય પામેલા તેણે પણ પોતાના નિયમને સફળ થયેલું માન્યું. અહો ! ગુરુની Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ આત્મપ્રબોધ વાણીનો મહિમા ! અલ્પ પણ તે વાણીથી હું હમણા જીવતો બચ્યો. નિર્ભાગ્ય એવા મેં કલ્પવૃક્ષની જેમ સર્વ ઈષ્ટ સિદ્ધિને કરનારો, અકસ્માત્ ઉપસ્થિત થયેલો ગુરુની વાણીનો વિસ્તાર ફોગટ જ ગુમાવ્યો. ઈત્યાદિ ચિત્તમાં વિચારતો તે પલ્લીપતિ હર્ષ અને વિષાદની સાથે રાત્રિમાં પોતાની પલ્લીમાં આવ્યો. ત્યાં પોતાના ઘરના ચરિત્રને જોવા માટે છૂપી રીતે ઘરની અંદર પ્રવેશીને દીવાના પ્રકાશથી પુરુષના વેષવાળી પોતાની બહેનની સાથે સૂતેલી પોતાની પત્નીને જોઈને વિચાર્યું: “આ મારી સ્ત્રી દુરાચારિણી છે. આ કોઈક દુરાચારી માણસ છે. દુષ્ટ આ બંનેને તરત મારું.” આ પ્રમાણે વિચારીને એક પ્રહારથી તે બંનેને મારવા માટે જેટલામાં તલવારને ઉપાડી તેટલામાં એને બીજો નિયમ યાદ આવ્યો. ત્યારે સાત ડગલા પાછળ ખસતા, ક્રોધથી આકુળ થયેલા તેની તલવાર દરવાજામાં અથડાઈ. ત્યારે તલવારના ખકાર શબ્દથી તરત જાગેલી પુષ્પચૂલા “હે ભાઈલાંબુ જીવ' એ પ્રમાણે બોલી. તેથી બહેનને જાણીને અતિ લજ્જા પામેલા, તલવારની સાથે ગુસ્સાને સંકોચતા તેણે તેને પુરુષ વેષ પહેરવાનું કારણ પૂછયું. તેણીએ પણ કહ્યું: હે ભાઈ ! આજે સાંજે તને જોવા નટના વેષને ધારણ કરનારા તારા શત્રુના ગુપ્તચરો આવેલા હતા. ત્યારે મેં વિચાર્યું ભાઈ તો સપરિવાર ક્યાંય ગયો છે. જો આ પણ આ જાણશે તો આ અનાથ પલ્લીનો શત્રુઓ પરાભવ કરશે તેથી કોઈપણ ઉપાય કરવો જોઈએ. આ પ્રમાણે વિચારીને હું કપટથી તારા વેષને ધારણ કરનારી થઈને સભામાં બેસીને તેઓને નૃત્ય કરાવીને ક્ષણમાં યથાયોગ્ય ધન આપી વિસર્જન કરી આળસથી પુરુષના વેષને ઉતાર્યા વિના જ ભાભીની સાથે સુતી. આ વૃત્તાંતને સાંભળીને ગુરુકૃપાથી હું બહેન વગેરેની હત્યાના પાપથી બચી ગયો એમ વિચારતા વંકચૂલે વિશેષથી ગુરુની વાણીની પ્રશંસા કરી. હવે એક વખત ચોરી માટે તે ઉજ્જયિની નગરીમાં ગયો. ત્યાં અર્ધી રાત્રિએ કોઈપણ ધનિક વણિકના ઘરમાં પ્રવેશ્યો. પરંતુ કોડીના વ્યયની ભ્રાંતિથી પુત્ર સાથે વિવાદ કરતા ગૃહપતિને જોઈને આવા લોકોના ધનને ધિક્કાર થાઓ. એ પ્રમાણે વિચારતો ત્યાંથી નીકળી ગયો. ત્યાર પછી લોક પાસેથી થોડું થોડું માગીને અલ્પ ભેગી કરેલી સંપત્તિવાળા બ્રાહ્મણોના ધનથી પણ સર્યું. એ પ્રમાણે વિચારીને તેઓના ઘરોનો પણ ત્યાગ કર્યો. ત્યારપછી જે અલ્પ પણ ધનની ઈચ્છાથી પોતાના રમણીય શરીરની પણ અપેક્ષા રાખ્યા વિના કોઢિયાને પણ સેવે છે તે વેશ્યાઓના ધનથી પણ મારે કાંઈ કામ નથી. એ પ્રમાણે વિચારીને તેઓના ઘરોને પણ છોડીને રાજાના દ્વારની નજીકમાં આવીને વિચાર્યું: જો ચોરી કરવી જ છે તો રાજાને જ લૂંટવો. જો તે ફળે એટલે કે ચોરવાનું સફળ થાય તો અફીણ ધનની પ્રાપ્તિ થાય, અને જો ન ફળે તો પણ (રાજાને ત્યાં પણ ચોરી કરવા ગયો એમ) યશ લાંબો કાળ સુધી રહે છે. આ પ્રમાણે વિચારીને વનમાંથી ગોધા (ઘો નામના પ્રાણી)ને લાવીને તેની પુચ્છમાં લાગેલો રાજાના મહેલના અગ્રભાગ ઉપર ચઢીને આવાસભવનમાં પ્રવેશ્યો. ત્યાં અદ્ભુતરૂપને ધારણ કરનારી રાજાની પટ્ટદેવીએ તેને જોયો. તેણીએ કહ્યું: તું કોણ છે? અહીં શા માટે આવ્યો છે ? તેણે કહ્યું હું ચોર છું. ઘણા મણિ, રત વગેરે દ્રવ્યને ઈચ્છતો અહીં આવ્યો છું. ત્યાર પછી તેના રૂપમાં લુબ્ધ થયેલી રાણીએ મૃદુવાણીથી કહ્યું સૌમ્ય ! દ્રવ્યની શું વાત કરવી? આ બધું તારું જ છે. તે Page #156 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવરતિ ૧૪૩ ધ્રૂજે છે કેમ ? સ્વસ્થ થા. તારા ઉપર કુલદેવતા ખુશ થઈ છે. જેથી રાજાની પટ્ટદેવી હું તારી વેશ્યા થઈ છું. સૌભાગ્યના ગર્વથી આજે મેં રાજાને પણ રોષવાળો કર્યો છે. તેવા પ્રકારની મારી સાથે તું પોતાને સફળ કર. હું ખુશ થયે છતે જીવોને અર્થ અને કામ સુલભ છે, અને હું ગુસ્સે થયે છતે તરત વધ અને બંધ જ થાય છે. આ પ્રમાણે કામરૂપી ગ્રહથી ગ્રસ્ત થયેલી તેણીથી લોભ પમાડાયેલા અને ક્ષોભ પમાડાયેલા પણ પોતાએ કરેલા ત્રીજા નિયમને યાદ કરતાં વંકચૂલે તેણીને નમીને કહ્યુંઃ હે માત ! તું મને પૂજ્ય છે. વનના ચોર એવા મારા ઉપર રાજાની પ્રિયા એવી તારી આ કેવી હા છે ? તેણીએ કહ્યું: અરે વાચાળ ! બાળક ! કામુક એવી મારામાં માતાના સંબંધને જોડતો તું લજ્જા કેમ નથી પામતો. હવે જો મારા વાક્યને નથી માનતો તો આજે તારા ઉપર યમ ગુસ્સે થયો છે. આ પ્રમાણે વિવિધ વચનોની યુક્તિથી તેણીએ ભય પમાડ્યો હોવા છતાં પણ તે જેટલામાં ક્ષોભ ન પામ્યો તેટલામાં ક્રોધથી આકુળ થયેલી તેણીએ નખોથી પોતાના શરીરને ઉઝરડાવાળું કરીને મોટેથી પોકાર કર્યો. આ બધો વૃત્તાંત ઘરના દરવાજા પાસે આવેલા રાજાએ કપાટના છિદ્રમાં કાન મૂકીને સ્વયં સાંભળ્યો. તેટલામાં કલકલ અવાજ થયે છતે જાગેલા દ્વારપાલકો શસ્ત્રો લઈને દોડ્યા. ત્યારે રાજાએ મંદ સ્વરે તેઓને કહ્યું: આ ચોર નિરપરાધી છે. હમણાં જરાક બાંધીને યતથી રક્ષણ કરવું, અને પ્રાતઃ કાંલે સભામાં મારી આગળ લાવવો. તેઓએ પણ તે પ્રમાણે સ્વીકાર્યું. ત્યાર પછી પોતાની રાણીના તેવા પ્રકારના વૃત્તાંતને વિચારતા દુઃખી મનવાળા રાજાએ કોઈપણ રીતે તે રાત્રિ પસાર કરી. હવે પ્રાતઃ સમયે આરક્ષકો તેને ઢીલાં બંધનોથી બાંધીને રાજાની આગળ લાવ્યા. રાજાએ આક્ષેપપૂર્વક પૂછ્યું એટલે તેણે સ્પષ્ટપણે બધો ય વૃત્તાંત રાણીએ મધુર વાણીથી મને બોલાવ્યો ત્યાં સુધીનો જે પ્રમાણે બન્યો હતો તે પ્રમાણે કહીને મૌન રહ્યો. ત્યાર પછી જેણે પરમાર્થને જાણ્યો છે એવા ખુશ થયેલા મનવાળા રાજાએ એનો સત્કાર કરીને અને અતિ આનંદથી આલિંગન કરીને કહ્યું: હે સત્પુરુષ ! તારા સાહસથી હું ખુશ થયેલો છું. તેથી આ પટ્ટરાણી મેં તને આપી. તું એને ગ્રહણ કર. તેણે કહ્યું: હે રાજન્ ! જે તારી પટ્ટરાણી છે તે મારી નક્કી માતા છે. તેથી આ વચન ફરી ન કહેવું. ત્યાર પછી શૂળી ઉપર ચઢાવીશ વગેરે ઘણી રીતે કહીને તેને ક્ષોભ પમાડ્યો તો પણ આ જ્યારે નિયમથી ચલાયમાન ન થયો, ત્યારે આના ધીરપણાથી અતિ સંતોષ પામેલા રાજાએ આને પુત્રપદે સ્થાપ્યો. તે સ્ત્રીને મારવા માટે ઈચ્છતો હોવા છતાં પણ આના વચનથી જીવતી છોડી મૂકી. ત્યારપછી વંકચૂલ પોતાની બહેન અને પત્નીને ત્યાં તેડાવીને તેઓની સાથે સુખેથી રહ્યો. તથા ધર્મમાં જેને વિશ્વાસ થયો છે એવા તેણે વિશેષથી ધર્મમાં જ ચિત્તવૃત્તિને બાંધી. નિયમ આપનાર તે ગુરુને નિત્ય યાદ કર્યા. એક વખત એના ભાગ્યોદયથી તે જ આચાર્ય ત્યાં આવ્યા. આ મોટા આડંબરથી ગુરુને વંદન કરવા ગયો. ત્યાં શુદ્ધ ધર્મસ્વરૂપને સાંભળીને તેણે તત્ત્વરુચિરૂપ સમ્યક્ત્વને સ્વીકાર્યું. ત્યારે ઉજ્જયિની નગરીની બાજુમાં રહેલા શાલિગામમાં રહેનારો જિનદાસ નામનો શ્રાવક તેનો પરમ મિત્ર થયો. એક વખત કામરૂપ દેશના રાજાને અતિ દુર્જય માનીને તેને જીતવા માટે રાજાએ વંકચૂલને આદેશ કર્યો ત્યારે તે પણ રાજાના આદેશથી ત્યાં જઈને યુદ્ધ કરીને કામરૂપ દેશના રાજાને જીતીને અને સ્વયં વૈરીએ કરેલા શસ્ત્રોના પ્રહારોથી જર્જરિત થયેલો ઉજ્જયિની Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ આત્મપ્રબોધ નગરીમાં આવ્યો. ત્યાં તેની પીડાથી પીડાયેલા રાજાએ ઘણાં વૈદ્યોને બોલાવીને આની ચિકિત્સા કરાવી. પરંતુ કોઈ પણ રીતે પ્રહારો ન રુઝયા. ત્યારે રાજાએ ગુસ્સાપૂર્વક વૈદ્યોને પૂછ્યું. ત્યારે વૈદ્યોએ કાગડાનું માંસ ઔષધરૂપ બતાવ્યું. તે સાંભળીને વંકચૂલને ગાઢ આલિંગન કરીને જેની આંખમાંથી આંસુ વહી રહ્યા છે એવા રાજાએ આ પ્રમાણે કહ્યું: હે વત્સ ! તારી આપત્તિને છેદવા જે-જે ઉપચારો કર્યા તે બધા પણ મારા દુર્ભાગ્યથી નકામા ગયા. હવે એક કાગડાનું માંસ ઔષધ છે. તેને ગ્રહણ કર. જેથી તારું શરીર સારું થાય. તેણે કહ્યું: હે નાથ ! હું સર્વથા માંસ ભક્ષણથી નિવૃત્ત થયો છું. તેથી મારે કાગડાના માંસથી કોઈ કામ નથી. રાજાએ કહ્યું: હે વત્સ ! જીવતા માણસને ઘણા નિયમો હોય, પરંતુ મરણ આવે છતે બધા દૂર થાય છે. તેથી આનું ભક્ષણ કર. ત્યારે રાજાએ કહેલા વચનને સાંભળીને તેણે કહ્યું હે નાથ ! મને જીવવામાં જરા પણ તૃષ્ણા નથી. એક વખત અવશ્ય મૃત્યુ આવવાનું છે. તેથી જીવિત જતું હોય તો હમણાં જ જાઓ. પરંતુ આ અકાર્ય હું નહીં કરું. ત્યાર પછી રાજાએ શાલિગામમાં રહેતા વંકચૂલના મિત્ર જિનદાસ શ્રાવકને બોલાવવા માટે પોતાના માણસને મોકલ્યો. તે પણ મિત્રના સ્નેહથી તરત ત્યાંથી ચાલ્યો. માર્ગમાં રડવામાં ઉદ્યત થયેલી દિવ્ય બે સ્ત્રીને જોઈને તમે કોણ છો ? કેમ રડો છો ?' એમ પૂછ્યું. તે બંનેએ કહ્યું અમે સૌધર્મ દેવલોકમાં રહેનારી દેવીઓ છીએ. પતિનું ચ્યવન થવાથી વિરહમાં વિઠ્ઠલ થયેલી વંકચૂલ નામના ક્ષત્રિયને પતિ થવાની પ્રાર્થના કરીએ છીએ. જો તે આજે તારા વચનથી નિયમને ભાંગશે તો તરત દુર્ગતિમાં જશે. તેથી હમણાં રડીએ છીએ. તેથી જિનદાસે કહ્યું તમે રડો નહીં. તમને જે ઈષ્ટ છે તે જ હું કરીશ. એ પ્રમાણે કહીને તે બંનેને આશ્વાસન આપીને તે શ્રાવક ઉજ્જયિની નગરીમાં આવ્યો. ત્યાં રાજાના આદેશથી મિત્રના ઘરે આવીને કુશલ સમાચાર પૂછવા પૂર્વક ઔષધિ વગેરેમાં પ્રવૃત્તિ કરતા તેણે તેને નિયમમાં અતિ સ્થિર જાણીને અને શરીરને જર્જરિત જોઈને રાજા વગેરે સર્વ લોક સમક્ષ કહ્યું: આને ધર્મ એ જ ઔષધ યુક્ત છે. આથી બીજી કોઈ પણ ઔષધિ આદિની પ્રવૃત્તિ ન કરવી. વંકચૂલે પણ કહ્યું: હે મિત્ર! જો તું મારા ઉપર સ્નેહને ધારણ કરે છે તો આળસને છોડીને મને અંતકાળનું ભાથું આપ. તેથી તેણે પણ સારી રીતે આરાધના કરાવી. ત્યારે વંકચૂલ ચારે પ્રકારના આહારનું પચ્ચખાણ કરીને, ચાર શરણાનો સ્વીકાર કરીને, પંચ પરમેષ્ઠિ નમસ્કારનું સ્મરણ કરતો, સર્વ જીવો વિશે મૈત્રીભાવને ધારણ કરતો, પૂર્વે કરેલા દુષ્કતોની નિંદા કરતો અને સુકૃતોની અનુમોદના કરતો સમાધિથી કાળ કરીને બારમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાર પછી જિનદાસે તેની મરણ પછીની ક્રિયા કરીને ઘરે જતાં માર્ગમાં તે બંને પણ દેવીઓને પૂર્વની જેમ રડતી જોઈને પૂછ્યું: હે ભદ્રે ! હજી પણ તમે અહીં જ શા માટે વિલાપ કરો છો ? અખંડિતવ્રતવાળો તે અહીંથી મરીને શું તમારો પતિ નથી થયો ? ત્યારે તે બે દેવીઓએ નિસાસો નાખીને કહ્યું સ્વચ્છ આશય ! શું પૂછે છે ? તે તારો મિત્ર અંતે પરિણામની વિશુદ્ધિથી અમને ઓળંગીને બારમા દેવલોકમાં ગયો. આ સાંભળીને પરમ આનંદને પામેલો જિનદાસ મિત્રનું ધ્યાન કરતો અને શ્રી જિનધર્મની અનુમોદના કરતો પોતાના ઘરે ગયો. આ પ્રમાણે નિયમ પાલનમાં વંકચૂલનો વૃત્તાંત પૂર્ણ થયો. આ પ્રમાણે અલ્પ પણ અભક્ષ્ય ભક્ષણનો નિયમ મહા ફળવાળો છે એમ જાણીને ભવ્ય આત્માઓએ વિશેષથી તેનું પાલન કરવામાં તત્પર થવું જોઈએ. (૫૦) Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ બીજો પ્રકાશ - દેશવિરતિ પંદર કર્માદાન આ પ્રમાણે ભોજનથી ભોગોપભોગ વ્રત કહ્યું. હવે કર્મથી તે કહેવામાં આવે છે कम्माउ जइ कम्म, विणा न तीरेइ निव्वहेउं तो । पनरस कम्मादाणे, चएइ अण्णं पि खरकम्मं ॥५१॥ કર્મને આશ્રયીને શ્રાવકે ઉત્સર્ગથી જરા પણ સાવદ્ય કર્મ ન કરવું જોઈએ, નિરારંભથી જ રહેવું જોઈએ. હવે જો કર્મ વિના નિર્વાહ થતો ન હોય તો પણ પંદર કર્માદાનનો ત્યાગ કરે. તે પંદર કર્માદાનો આ છે. (૧) અંગાર કર્મ (૨) વન કર્મ (૩) શકટ કર્મ (૪) ભાટક કર્મ (૫) સ્ફોટક કર્મ (૬) દંત વાણિજય (૭) લાક્ષા વાણિજ્ય (૮) રસ વાણિજ્ય (૯) કેશ વાણિજ્ય (૧૦) વિષ વાણિજ્ય (૧૧) યંત્ર પીડા (૧૨) નિલંછન (૧૩) દવદાન (૧૪) સરોદ્રહાદિશોષ (૧૫) અસતીપોષ (૧) અંગારકર્મ- આજીવિકા માટે અંગારા કરવા, ભાડભૂંજા, કુંભાર, લુહાર, સોની, ઈટ પકાવવી વગેરે માટે અગ્નિનો આરંભ કરવો તે અંગારકર્મ. (૨) વનકર્મ- વૃક્ષ વગેરે અથવા પત્ર, પુષ્પ વગેરેને છેદવા, ખેંચવા વગેરે આરંભથી આજીવિકા કરવી તે વનકર્મ. શકટકર્મ- ગાડાં અથવા તેના અંગોને ઘડવા અથવા ગાડાં ભાડે આપીને આજીવિકા ચલાવવી તે શકટકર્મ, ભાટકકર્મ-પોતાનાં ગાડાં, બળદ વગેરેથી બીજાના ભારને વહન કરવાથી અથવા મૂલ્યથી પોતાનાં ગાડાં વગેરે આપવાથી આજીવિકા ચલાવવી તે ભાટકકર્મ. (૫) સ્ફોટકકર્મ-કુંદાળા, હળ વગેરેથી ભૂમિ વિદારણ કરવાથી અથવા પથ્થર વગેરે ઘડવાથી આજીવિકા ચલાવવી તે સ્ફોટકકર્મ. તથા યવ વગેરે ધાન્યના ફાડા વગેરે કરી વેંચવું તે પણ સ્ફોટક કર્મ છે. કહ્યું છે કેજવ, ચણા, ઘઉં, મગ, અડદ, કરડિ વગેરે ધાન્યોના ફાડા, દાળ, કણકી, તંડુલ કરવા તે સ્ફોટક કર્મ છે. અથવા હળથી ભૂમિ ફોડવી અને જે (કૂવા વગેરે) ખોદવું તથા પથ્થર ફોડવા એ સ્ફોટકકર્મ છે. દંતવાણિજ્ય-પહેલેથી જ પ્લેચ્છ વગેરેને મૂલ્ય આપી હાથી દાંત મંગાવીને વેંચવા અથવા આકરમાં (જ્યાં હાથી દાંત કપાતા હોય ત્યાં) જઈને સ્વયં લાવીને વેંચે તે દંત વાણિજય. આ શંખ, ચામડું, ચામર વગેરેનું પણ ઉપલક્ષણ છે. અનાકરમાં (જ્યાં હાથી દાંત કપાતા ન હોય તેવા સ્થળે) હાથી દાંત વગેરેના લે-વેંચમાં દોષ નથી. (૭) લાક્ષાવાણિજ્ય- લાલા વાણિજ્ય પ્રસિદ્ધ છે. આ નીલી (ગળી), મન:શીલ વગેરેનું અથવા સુલિત ધાન્ય વગેરેનું ઉપલક્ષણ છે. ૧. કરડિ - એક જાતનું અનાજ. ૨. સુલિત શબ્દનો અર્થ સમજાયો નથી. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ આત્મપ્રબોધ (૮) રસવાણિજ્ય- ઘી, તેલ, મદિરા, મધ, ચરબી વગેરેનો વેપાર રસવાણિજ્ય છે. (૯) વિષવાણિજ્ય- શૃંગિકા, કાલકૂટ વગેરેનો વેપાર વિષ વાણિજ્ય છે. આ જીવઘાત કરનારાં શસ્ત્ર, લોઢું, હરિતાલ વગેરેનું ઉપલક્ષણ છે. (૧૦) કેશવાણિજ્ય- દાસી, ગાય, ઘોડા, ભેંસ, ઊંટ વગેરેનો વેપાર કરવો તે કેશ વાણિજ્ય છે. (૧૧) યંત્રપીડન- તલ, શે૨ડી વગેરેને યંત્રથી પીલવું તે યંત્રપીડન છે. (૧૨) નિર્ણાંછનકર્મ- બળદ, ઘોડા વગેરેને ખંઢ કરવા, નાક વિંધવું, કાન, કંબલ (ગોદડી) વગેરે છેદવું એ નિર્વાંછનકર્મ છે. (૧૩) દવદાન- ઘાસ વગેરેની વૃદ્ધિ માટે અથવા ખેતર વગેરેને સાફ કરવા માટે અગ્નિ બાળવો તે દવદાન છે. (૧૪) સર-દ્રહાદિશોષ- ઘઉં વગેરેને વાવવા માટે સરોવર, દ્રહને સુકવી નાંખવા તે સર-દ્રહાદિ શોષ છે. (૧૫) અસતીપોષણ- દુઃશીલવાળી દાસી વગેરેને પોષવી તે અસતીપોષણ છે. આ પોપટ, મેના, કૂતરો, બિલાડી, મોર વગેરે અધમ પ્રાણીઓને પોષવાનું ઉપલક્ષણ છે. આ બધા નિબિડ કર્મબંધના કારણ હોવાથી શાસ્ત્રીય ભાષામાં કર્માદાન કહેવાય છે. આટલા જ કર્માદાન છે એવું નથી. બીજું પણ ક્રૂર અધ્યવસાયથી સાધી શકાય એવું કોટવાલ, જેલર વગેરેના કાર્યનો પણ ત્યાગ કરે. અલ્પ સાવદ્ય કાર્યથી જ નિર્વાહ કરે. (૫૧) વળી— इयरं पि हु सावज्जं, पढमं कम्मं न तं समारभइ । पट्ट, आरंभे अविरओ लोओ ॥५२॥ શ્રાવક બીજું નિષેધ નહીં કરેલું પણ ગૃહનો આરંભ કરવો, બીજા ગામે જવું, ગાડું ચલાવવું, ખેતર ખેડવું વગેરે સાવદ્ય કાર્ય બીજાઓથી પહેલાં ન કરે. શા માટે ન કરે તે કહે છે જે કાર્ય કરાતું જોઈને અયતનામાં તત્પર લોક તે કાર્ય કરવામાં પ્રવર્તે. જ્યારે સમાન કાર્ય ક૨ના૨ા ઘણા ભેગા થયા હોય ત્યારે આ વિધિ જાણવો. કેમ કે પોતે પ્રથમ આરંભ કરનારો હોવાથી બધાએ કરેલા આરંભનો પોતે કારણ બને. આવું ન થાય માટે બીજાઓ કરતાં પોતે પહેલાં આરંભ ન કરે. આ પ્રમાણે કર્મથી ભોગોપભોગ વ્રત કહ્યું. પ્રશ્ન- પૂર્વે ભોગોપભોગ શબ્દથી અન્ન, સ્ત્રી વગેરે કહેલા છે. અને આ વ્રતમાં તેઓનું જ પ્રમાણ ક૨વું જોઈએ. તેથી કર્મથી આ વ્રત ન હોય. કર્મ શબ્દ ક્રિયાને કહેનારો છે અને ક્રિયાનો ભોગોપભોગ સંભવતો નથી. ઉત્તર- તારી વાત સાચી છે. પરંતુ વાણિજ્ય વગેરે કર્મો ભોગપભોગનું કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરી કર્મને પણ ભોગોપભોગરૂપે કહેલ છે. માટે ચર્ચાથી સર્યું. અહીં ભાવના આ પ્રમાણે કરવી Page #160 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - - દેશવિરતિ सव्वेसिं साहूणं, नमामि जेहिं अहियं ति नाऊणं । तिविहेण कामभोगा, चत्ता एवं विचिंतिज्जा ॥ १ ॥ ૧૪૭ અર્થ- જેઓએ ‘કામભોગ અહિત કરનાર છે એમ જાણીને' ત્રિવિધથી કામભોગોનો ત્યાગ કર્યો છે તે સર્વ સાધુઓને હું નમસ્કાર કરું છું. એ પ્રમાણે વિચારે. આ પ્રમાણે બીજું ગુણવ્રત કહ્યું. (૫૨) હવે ત્રીજું અનર્થદંડ વિરમણ વ્રત કહેવાય છે તેમાં જે સ્વજન, શરીર અને ધર્મ માટે આરંભ કરાય છે તે અર્થદંડ, બાકીના બધા અનર્થદંડ. તેનાથી વિરમણ એટલે નિવૃત્તિ. તે સ્વરૂપ જે વ્રત તે અનર્થદંડ વિરમણ વ્રત કહેવાય છે. આ અપધ્યાન આદિ ચાર પ્રકારના અનર્થદંડના ત્યાગ સ્વરૂપ છે. તે આ પ્રમાણે दंडिज्जइ जेण जिओ, वज्जिय नियदेहसवणधम्मट्ठे । सो आरंभी केवल - पावफलोऽणत्थदंड त्ति ॥ ५३ ॥ अवज्झाण पावउवएस-हिंसदाणप्पमायचरिएहिं । जं चउहा सो मुच्चइ, गुणव्वयं तं भवे तइअं ॥ ५४ ॥ જેનાથી જીવ (નિરર્થક) દંડાય છે તે અનર્થદંડ. પોતાના શરીર, સ્વજન અને ધર્મ માટે કરાતા આરંભને છોડીને બાકીનો આરંભ કેવલ પાપફળવાળો હોવાથી અનર્થદંડ છે. તે અપધ્યાન, પાપોપદેશ, હિંસ્રદાન, પ્રમાદાચરણ એમ ચાર પ્રકારે છે. અનર્થદંડનો જેમાં ત્યાગ કરાય છે તે ત્રીજું ગુણવ્રત છે. આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન અપધ્યાન છે. આ બેનું સ્વરૂપ આ પ્રમાણે છે- રાજ્ય, ઉપભોગ, શયન, આસન, વાહનને વિશે તથા સ્ત્રી, ગંધ, માળા, મણિ, રત, આભૂષણોને વિશે મોહના કારણે અતિ અભિલાષ ઉત્પન્ન થાય છે. તેવા ધ્યાનને જ્ઞાનીઓ આર્તધ્યાન કહે છે. છેદવામાં, બાળવામાં, ભાંગવામાં, મારવામાં, બાંધવામાં, પ્રહાર કરવામાં, દમન કરવામાં, કાપવામાં જે રાજી થાય પણ અનુકંપા ન કરે તેવું જે ધ્યાન તેને જ્ઞાનીઓ રૌદ્રધ્યાન કહે છે. પ્રાયઃ કરીને ધાર્મિક લોકોને પણ વચ્ચે વચ્ચે અપધ્યાન થાય જ છે. પરંતુ તેઓ જ્ઞાનના બળથી ઉન્માર્ગે જતા એવા પણ પોતાના ચિત્તને સંયમિત કરીને ફરી સન્માર્ગમાં લાવે છે. જેઓ નિરંતર અપધ્યાનમાં પ્રવર્તે છે તેઓને તે અનર્થદંડ છે. ખેતી વગેરે કર્મ પાપનો હેતુ હોવાથી પાપ છે. તેનો દાક્ષિણ્યસ્થાન વિના જે ઉપદેશ આપવો તે પાપોપદેશ. હિંસ એટલે હણવાના સ્વભાવવાળા વિષ, અગ્નિ, હળ, શસ્ત્ર વગેરે. તેનું દાન એટલે દાક્ષિણ્ય વિના અસંયતોને આપવું તે હિંસદાન. મદ્ય વગેરે પ્રમાદ છે. તેનાથી અથવા તેનું આચરણ તે પ્રમાદાચરણ. તે સાત વ્યસન, જલક્રીડા, વૃક્ષની શાખા વગેરેને આશ્રયીને રહેલા હિંડોળા ઉપર હિંચકવું, કુકડા વગેરે જીવોને લડાવવા, કુશાસ્ત્રનો અભ્યાસ કરવો, વિકથા કરવી વગેરે સ્વરૂપ જાણવો. અથવા પ્રમાદાચરણ એટલે બધી જ જગ્યાએ આળસ કરવી. તે નહીં શોધેલા ઇંધન, ધાન્ય, જલ વગેરેને વાપરવાથી, ચૂલા ઉપર ચંદરવો નહીં બાંધવાથી, ઢાંક્યા વિનાનો દીવો, ફૂલો, ઘી- દહીં વગેરેના ભાજનને ધારણ કરવાથી સ્વ-પર જીવ ઉપઘાત વગેરે ઘણા અનર્થનું કારણ જાણવું. Page #161 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ આથી જ તીર્થંકરોએ શ્રાવકોના ઘરમાં સાત ગરણાં અને નવ ચંદરવા કહ્યાં છે. તે આ પ્રમાણે ૧૪૮ सुद्धे सावयगेहे, हवइ गलणाइ सत्त सविसेसं । मिट्ठ १ खार २ आछण ३, तक्कं ४ घी ५ तिल्ल ६ चुण्णायं ७ ॥ १॥ શ્રાવકના શુદ્ધ ઘરમાં વિશેષથી સાત ગરણાઓ હોય છે. (૧) મીઠા પાણીનું, (૨) ખારા પાણીનું, (૩) ‘દહીંનું, (૪) છાસનું, (૫) ઘીનું, (૬) તેલનું અને (૭) લોટનું (ચારણી વગેરે). ઉપલક્ષણથી દૂધ વગેરેનાં પણ ગણાં અવશ્ય રાખવાં જોઈએ. ચંદરવા તો (૧) જલસ્થાને (પાણીયારે), (૨) ખાંડવાના સ્થાને, (૩) પીસવાના સ્થાને, (૪) ચૂલાના સ્થાને, (૫) ઇંધણ રાખવાના સ્થાને, (૬) દહીં વલોવવાના સ્થાને, (૭) ભોજન ક૨વાના સ્થાને, (૮) શયન સ્થાને, (૯) દેવ આશ્રય સ્થાને (જિનબિંબના સ્થાને). આ સ્થાનોમાં ઉપરના ભાગમાં નવીન ઝીણા વસ્ત્રથી બનાવેલા નવ ચંદરવા શ્રાવકે અવશ્ય બાંધવા જોઈએ. આ લક્ષણોથી ચાર પ્રકારનો અનર્થદંડ જે ત્યાગ કરાય છે તે ત્રીજું ગુણવ્રત છે. (૫૩-૫૪) હવે આ અનર્થદંડ વિશેષથી ત્યાગ કરવા યોગ્ય છે તે બતાવે છે— प्रायो गृहिभिर्वर्ण्यः, शक्त्यनुसारेण चार्थदण्डोऽपि । कथमधिगतपरमार्था, अनर्थदण्डं प्रयुञ्जन्ते ॥ ५५ ॥ પ્રાયઃ કરીને ગૃહસ્થોએ શક્તિ અનુસારે અર્થદંડનો પણ ત્યાગ કરવો જોઈએ. જેમણે પરમાર્થને જાણ્યો છે તેઓ (અર્થદંડનો ત્યાગ કરે છે તો પછી) અનર્થદંડ કેમ આચરે ? (૫૫) અહીં અનર્થદંડોના બધા ભેદોનાં દૃષ્ટાંતો કહેવા શક્ય નથી. તેથી ચૂલા ઉપર ચંદરવો નહીં બાંધવા સ્વરૂપ પ્રમાદાચરણનું અન્વય અને વ્યતિરેકથી દૃષ્ટાંત કહેવાય છે– चंदोदयदाणाओ, जाया मिगसुंदरी सया सुहिया । तज्जालणाओ कुट्ठी, तन्नाहो परभवे जाओ ॥ ५६ ॥ ચંદરવો બાંધવાથી મૃગસુંદરી નામની શ્રેષ્ઠીની કન્યા સદા સુખી થઈ. તે ચંદ૨વાઓને બાળી નાખવાથી તેનો પતિ પરભવમાં કોઢિયો થયો. ઉપલક્ષણથી બીજા પણ કેટલાક સંબંધી માણસો ચૂલા ઉપર ચંદરવો નહીં બાંધવાથી અકસ્માત્ મૃત્યુરૂપ કષ્ટને પામ્યા. આ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ તો કથાનકથી જાણવો. તે આ પ્રમાણે છે મૃગસુંદરીની કથા શ્રીપુર નગરમાં શ્રીષેણ નામનો રાજા હતો. તેનો દેવરાજ નામનો પુત્ર હતો. તે યૌવનમાં પૂર્વે કરેલા દુષ્કર્મના ઉદયથી કોઢીયો થયો. તેથી તે સાત વર્ષ સુધી વિવિધ ઉપચારો કરવા છતાં નીરોગી ન થયો એટલે વૈદ્યોએ તેનો ત્યાગ કર્યો. ત્યારે તેના દુઃખથી દુ:ખી થયેલા રાજાએ ‘જે ૧. આછળ- ભગવદ્ ગોમંડલ કોષમાં આછણનો અર્થ ખટાશ, મેરવણ કરેલ છે. અહીં ભાવાર્થ તરીકે દહીં લીધેલ છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ બીજો પ્રકાશ - દેશવિરતિ મારા પુત્રને નીરોગી કરશે તેને અધું રાજ્ય આપીશ.” એ પ્રમાણે નગરમાં પટહ વગડાવ્યો. ત્યાં યશોદત્ત નામનો એક મહા શ્રીમંત શ્રેષ્ઠી રહેતો હતો. તેની શીલ વગેરે સર્વગુણોથી અલંકૃત લક્ષ્મીવતી નામની કન્યા હતી. તેણીએ પટહ નિવારીને કહ્યું: રાજપુત્રને નીરોગી કરીશ.” તેથી રાજાએ અતિ આદરથી તેણીને બોલાવી. તેણીએ પિતા વગેરેની સાથે તરત રાજાના મહેલમાં જઈને શીલના પ્રભાવથી પોતાના હાથના સ્પર્શથી તે રાજકુમારનો કોઢ દૂર કર્યો. ત્યારે ખુશ થયેલા રાજાએ પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે મોટા મહોત્સવથી તે કન્યાને પોતાનો પુત્ર પરણાવ્યો. પુત્રને રાજ્ય ઉપર બેસાડીને સ્વયં ગુરુ પાસે દીક્ષા લીધી. ત્યાર પછી તે પતિ-પતીએ સુખેથી રાજ્યનું પાલન કર્યું. હવે એક વખત ત્યાં જ્ઞાની આચાર્ય આવ્યા. રાજા-રાણી પરિવાર સહિત તેમને વંદન કરવા માટે ગયા. ગુરુએ દેશના આપી. ત્યાર પછી દેશનાને અંતે તે બંનેએ રોગ ઉત્પત્તિનું કારણ પૂછયું એટલે ગુરુએ કહ્યું: હે રાજન્ ! પૂર્વભવમાં ઉપાર્જિત કરેલા દુષ્કર્મના ઉદયથી તારા શરીરમાં મહારોગ ઉત્પન્ન થયો. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે વસંતપુરમાં મિથ્યાત્વથી મોહ પામેલી મતિવાળો દેવદત્ત નામનો વ્યવહારી રહેતો હતો. તેને ધનદેવ, ધનદત્ત, ધનમિત્ર, ધનેશ્વર નામના ચાર પુત્રો હતા. તેમાં ધનેશ્વર કોઈ વખત વ્યાપાર કરવા મૃગપુર ગયો. તે નગરમાં જિનધર્મનું પાલન કરવામાં તત્પર જિનદત્ત નામનો એક શ્રેષ્ઠી રહેતો હતો. તેની મૃગસુંદરી નામની કન્યા હતી. તેણીએ બાલ્ય અવસ્થામાં જ ગુરુ પાસે ત્રણ અભિગ્રહ લીધા હતા. (૧) જિનપૂજા કરીને (૨) અને સાધુઓને દાન આપીને પછી હું ભોજન કરીશ. (૩) રાત્રે ભોજન નહીં કરું. હવે કોઈ વખત અતિ અદ્ભુત રૂપવાળી તે મૃગસુંદરીને જોઈને તે વણિકપુત્ર ધનેશ્વર તેનામાં દઢ અનુરાગવાળો થયો. પરંતુ મિથ્યાષ્ટિ હોવાના કારણે શ્રેષ્ઠીએ કન્યા તેને ન આપી. તેથી તે કપટી શ્રાવક થઈને તે કન્યાને પરણીને ક્રમે કરી પોતાના નગરમાં ગયો. ત્યાં ધર્મની ઈર્ષ્યાથી મિથ્થામતિ એવા તેણે તેણીને જિનપૂજા આદિ ધર્મકાર્યનો નિષેધ કર્યો. ત્યારે પોતાના નિયમમાં સ્થિરચિત્તવાળી તેણીના ત્રણ ઉપવાસ થઈ ગયા. ચોથા દિવસે ઘરના દ્વારે આવેલા ગુરુને તેણે પોતાના નિયમનું રક્ષણ કરવાનો ઉપાય પૂછયો. ગુરુએ ગુણાગુણનો વિચાર કરીને કહ્યું: હે ભદ્રે ! તું ચૂલા ઉપર ચંદરવો બાંધજે. તેનાથી પાંચ સાધુને પ્રતિલાલવાથી (વહોરાવવાથી) અને પાંચ તીર્થને નમસ્કાર કરવાથી જેવું ફળ પ્રાપ્ત થાય તેવું ફળ તને થશે. તેથી તેણે ગુરુઆજ્ઞાથી તે પ્રમાણે કર્યું. ત્યારે સસરા વગેરેએ “આણે કંઈ પણ કામણ કર્યું છે એ પ્રમાણે વિચારીને ધનેશ્વરને તે વિચાર કહ્યો. તેણે ગુસ્સાથી તે ચંદરવો બાળી નાંખ્યો. તેણીએ બીજો બાંધ્યો. તેણે પણ તે જ પ્રમાણે બાળી નાખ્યો. આ પ્રમાણે સાત ચંદરવા લાગ્યા. ત્યાર પછી તે સ્વરૂપને જોઈને ખેદ પામેલા સસરાએ કહ્યું: હે ભદ્ર ! આ પ્રયાસ શા માટે કરે છે? તેણીએ કહ્યું : જીવદયા માટે. ત્યારે ફરી સસરાએ ગુસ્સાપૂર્વક કહ્યું: “તારે જો જીવદયા પાળવી હોય તો પિતાના ઘરે જા.” તેણીએ કહ્યું: કુલટાની જેમ એકલી હું નહીં જાઉં. કુટુંબ સહિત પિતાના ઘરે મોકલવી. તેથી કુટુંબ સહિત સસરો તેણીને લઈને મૃગપુર નગર તરફ ચાલ્યો. માર્ગમાં એક ગામમાં સસરાના પક્ષવાળાએ મહેમાનોની ભક્તિ માટે રાત્રે ભોજન તૈયાર કરેલું હતું. તેથી ભોજન માટે બધાય Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ આત્મપ્રબોધ તૈયાર થયા. પરંતુ મૃગસુંદરી પોતાના નિયમને યાદ કરતી ભોજન માટે તૈયાર ન થઈ. ત્યારે સસરા વગેરેએ પણ શુભમતિ પ્રગટ થવાથી તેના આગ્રહથી ભોજન ન કર્યું. તેથી જેના ઘરમાં અન્ન રાંધેલું હતું તેના જ કુટુંબે તેનું ભોજન કર્યું અને મરણ પામ્યું. હવે સવારે તે સંબંધીઓને મરેલા જોઈને સસરા વગેરે જેટલામાં અહીં તહીં જુએ છે તેટલામાં થાળમાં પડેલા સાપના ટુકડા જોયા. ત્યારે બધાએ વિચાર્યું: “ખરેખર ! રાત્રે અન્નના પાત્રમાં ધૂમાડાથી આકુલ થયેલો સાપ પડ્યો. તેથી આ લોકો મરણ પામ્યા. પાછળથી બધાએ પુત્રવધૂની માફી માંગી. તેણીએ કહ્યું: હે આર્યો ! આથી જ હું ચૂલા ઉપર ચંદરવો બાંધતી હતી, અને રાત્રે ખાતી ન હતી. ત્યાર પછી તેના વચનથી તે બધા પણ બોધ પામ્યા. જીવનદાન આપ્યું હોવાથી સાક્ષાત્ કુલદેવીની જેમ તેને માનતા પાછા (ઘરે) આવ્યા અને તેના ઉપદેશથી સુશ્રાવકો થયા. ત્યાર પછી મૃગસુંદરી અને ધનેશ્વર લાંબાકાળ સુધી સારી રીતે ધર્મને આરાધી અંતે સમાધિથી કાળ કરી, સ્વર્ગના સુખોને અનુભવી તમે બે ઉત્પન્ન થયા છો. તે પૂર્વભવમાં સાત ચંદરવા બાળ્યા તે દુષ્કર્મને નિંદા વગેરેથી ઘણું ખપાવ્યું છતાં પણ તેનો થોડો અંશમાત્ર રહી ગયો તેથી તને સાત વર્ષનો વ્યાધિ થયો. ત્યાર પછી રાજા અને રાણી આ પ્રમાણે ગુરુના મુખથી પૂર્વભવના વૃત્તાંતને સાંભળવાથી જાતિ સ્મરણને પામીને સંસારથી વિરક્ત થયેલા પુત્રને રાજ્ય ઉપર બેસાડીને દીક્ષા ગ્રહણ કરીને અંતે સ્વર્ગના ભાગી થયા. આ પ્રમાણે અનર્થદંડ વિરમણમાં મૃગસુંદરીની કથા પૂર્ણ થઈ. આ પ્રમાણે બીજા પણ સમ્યગ્દષ્ટિઓએ ચૂલા ઉપર ચંદરવાને નહીં બાંધવા રૂપ અનર્થદંડથી અટકવું જોઈએ. અહીં ભાવના આ પ્રમાણે કરવી चिंतेअव्वं च नमो, सअट्ठगाइं च जेहिं पावाइं । साहूहिं वज्जियाई, निरट्ठगाइं च सव्वाइं ॥१॥ અર્થ સ્વાર્થક અને નિરર્થક એમ બધાં પાપોનો જેમણે ત્યાગ કર્યો છે તે સાધુઓને નમસ્કાર થાઓ. આ પ્રમાણે મનમાં ચિંતવવું. વળી બીજું तुल्ले वि उअरभरणे, मूढअमूढाणमंतरं पिच्छ । एगाण नरयदुक्खं, अन्नेसिं सासयं सुक्खं ॥ २ ॥ અર્થ- ઉદરને ભરવાનું બંનેને સમાન હોવા છતાં મૂઢ અને અમૂઢ બંનેનું અંતર તો જો. એકને નરકનું દુઃખ અને બીજાને શાશ્વત સુખ ! આ પ્રમાણે ત્રીજું ગુણવ્રત કહ્યું. (૫૬) ચાર શિક્ષાવ્રત હવે ચાર શિક્ષાવ્રતોનો અવસર છે. તેમાં શિક્ષા એટલે ફરી-ફરી પ્રવૃત્તિ. તેની પ્રધાનતાવાળા વ્રતો તે શિક્ષાવ્રતો. જે પ્રમાણે શિષ્ય વારંવાર વિદ્યાનો અભ્યાસ કરે છે તે રીતે શ્રાવકે પણ આ વ્રતોનો વારંવાર અભ્યાસ કરવો જોઈએ. હવે આમાં જે પહેલું સામાયિક વ્રત છે તે કહેવામાં આવે છે Page #164 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ૧૫૧ તેમાં સમનો એટલે કે રાગ-દ્વેષના અભાવનો આય એટલે કે લાભ તે સમાય. તે પ્રયોજન જે ક્રિયારૂપ અનુષ્ઠાનનું છે તે સામાયિક. તે સ્વરૂપ જે વ્રત તે સામાયિક વ્રત કહેવાય છે. તે આ પ્રમાણે सामाइअमिह पढम, सावजे जत्थ वज्जिउं जोगे । समणाणं होइ समो, देसेणं देसविरओ वि ॥५७॥ અહીં સામાયિક નામનું પહેલું શિક્ષાવ્રત છે. જે સામાયિક કરે છતે દેશવિરત એવો પણ શ્રાવક સાવદ્ય મન-વચન-કાયાના વ્યાપારને છોડીને સર્વવિરત જેવો થાય છે. સર્વ વિરત જેવો કેમ થાય છે ? તે કહે છે- એક દેશની ઉપમાથી આમ કહેવાય છે. જેમકે લલના ચંદ્રમુખી છે. તળાવ સમુદ્ર જેવું છે. બીજી રીતે તો સાધુ અને શ્રાવકનો મહાન ભેદ છે જ. તે આ પ્રમાણે- સાધુ ઉત્સર્ગથી દ્વાદશાંગીને ભણે છે. શ્રાવક તો પજીવનિકાય અધ્યયનને જ ભણે છે. વળી સાધુ ઉત્સર્ગથી સર્વાર્થસિદ્ધ વિમાનમાં પણ ઉત્પન્ન થાય છે. શ્રાવક તો બારમા દેવલોકમાં જ ઉત્પન્ન થાય છે. તથા મરેલા સાધુની દેવગતિ અથવા સિદ્ધિગતિ થાય છે. શ્રાવકની તો દેવગતિ જ થાય છે. વળી- સાધુને ચાર સંજવલન કષાયો જ હોય છે અથવા કષાયથી રહિત હોય છે. શ્રાવકને તો ચાર પ્રત્યાખ્યાનાવરણ અને ચાર સંજવલન એમ આઠ કષાયો હોય છે. વળી- સાધુને પાંચ વ્રતોનો એક સાથે જ સ્વીકાર હોય છે. શ્રાવકને તો છૂટા અથવા એક સાથે ઈચ્છા અનુસાર વ્રતો હોય છે. તથા સાધુને એકવાર પણ સ્વીકારેલું સામાયિક યાવજીવ રહે છે. શ્રાવક તો વારંવાર તેનો સ્વીકાર કરે છે. વળીસાધુને એક વ્રતના ભંગમાં સર્વ વ્રતનો ભંગ થાય છે. કારણ કે સાધુનાં વ્રતો અન્યોન્ય સાપેક્ષ છે. શ્રાવકને તો તે પ્રમાણે નથી હોતું. (૫૭) હવે આ સામાયિક ક્યાં કરાય છે? એ પ્રમાણે આશંકા કરીને કહે છે मुनेः समीपे जिनमन्दिरे वा, गृहेऽथवा यत्र निराकुलः स्यात् । .सामायिकं तत्र करोति गेही, सुगुप्तियुक्तः समितश्च सम्यक् ॥५८॥ ગૃહસ્થ પહેલાં તો મુનિ પાસે સામાયિક કરે. તેના અભાવમાં જિનમંદિરમાં કરે. તે બેના પણ અભાવમાં ઘરે કરે. અથવા ઘણું કહેવાથી શું ? જે કોઈ ક્ષેત્રમાં, શૂન્ય ઘરમાં અથવા માર્ગ વગેરેમાં સ્વયં નિરાકુલ થાય, સ્વસ્થ ચિત્તવાળો થાય તેવા સ્થાને સુગુપ્તિથી યુક્ત, સમ્યક્ સમિતિવાળો થયેલો સામાયિક કરે. અહીં જિનમંદિરમાં સામાયિક કરનારાઓ યોગ્ય થાય છે, એટલે કે સમ્યક સમાધિવાળા થાય છે. માટે તેનું ગ્રહણ પહેલાં કર્યું. તેમાં પણ મુનિ પાસે ધર્મવાર્તા સાંભળવાથી વિશેષ લાભ થાય છે. માટે જિનમંદિર કરતાં પ્રથમ મુનિ પાસે ગ્રહણ કરે. વળી- જે ઘર વગેરેમાં સામાયિક કરે તે અંગીકાર કરેલા સામાયિકવાળો જ સમિતિ-ગુપ્તિથી યુક્ત ગુરુ પાસે આવીને તેની સાક્ષીએ સામાયિકવ્રત ઉચ્ચરે. આ અલ્પ ઋદ્ધિવાળા શ્રાવકની વિધિ છે. મહાઋદ્ધિવાળા રાજા વગેરે તો સામાયિક લીધા વિના જ સાધુ પાસે આવીને ત્યાર પછી સામાયિક કરે. જો તેમ ન કરે અને સામાયિક લઈને આવે તો તેની પાછળ આવતા હાથી-ઘોડા-સૈનિક વગેરે અધિકરણ થાય. આથી વિસ્તારથી સર્યું. વિસ્તારથી જાણવું હોય તેણે આવશ્યક ચૂર્ણિ જોવી. (૫૮) ૧. અહીં જિનમંદરિમાં એટલે જિનમંદિરને અડીને રહેલા મંડપ વગેરેમાં એમ સમજવું. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ આત્મપ્રબોધ હવે સામાયિકમાં રહેલાનું જે કાર્ય છે તે બતાવે છે– सामायिकस्थः प्रवरागमार्थं, पृच्छेन्महात्माचरितं स्मरेच्च । आलस्यनिद्राविकथादिदोषान्, विवर्जयेत् शुद्धमना दयालुः ॥ ५९॥ શુદ્ધમનવાળો અને દયાળુ એવો સામાયિકમાં રહેલો શ્રાવક શ્રેષ્ઠ આગમના અર્થને પૂછે, અને મહાત્માઓના ચરિત્રને યાદ કરે, આળસ, નિદ્રા, વિકથા આદિ દોષોનો ત્યાગ કરે. આળસ વગેરે દોષો આ છે સામાયિકના ૩૨ દોષો મનના દશ દોષો (૧) અવિવેક દોષ- સામાયિકના સમય દરમિયાન આત્મ-હિત સિવાય અન્ય વિચારો કરવા તે અવિવેક દોષ છે. (૨) યશઃકીર્તિ દોષ- લોકો વાહવાહ બોલે એવી ઇચ્છાથી સામાયિક કરવું તે યશઃકીર્તિ દોષ છે. (૩) લાભ-વાંછા દોષ- સામાયિક દ્વારા કોઈ પણ જાતના લાભની ઇચ્છા રાખવી તે લાભવાંછા દોષ છે. (૪) ગર્વ દોષ- અન્ય લોકો કરતાં હું સારું સામાયિક કરું છું અને તેથી હું બધા કરતાં ચડિયાતો છું, એવો વિચાર કરવો તે ગર્વ દોષ છે. (૫)ભય દોષ- હું સામાયિક નહિ કરું તો અન્ય લોકો શું કહેશે ? એવા ભયથી સામાયિક ક૨વું તે ભય દોષ છે. (૬) નિદાન દોષ- સામાયિક કરીને તેના ફલ તરીકે સાંસારિક સુખની ઇચ્છા કરવી તે નિદાન દોષ છે. (૭) સંશય દોષ- સામાયિકનું ફલ મળશે કે કેમ ? એવો વિચાર કરવો તે સંશય દોષ છે. (૮) રોષ દોષ- કોઈ પણ કારણથી ઉત્પન્ન થયેલા રોષમાં ને રોષમાં સામાયિક કરવા બેસી જવું તે રોષ દોષ છે. (૯) અવિનય દોષ- જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તેના ધારક સાધુ પ્રત્યે શ્રદ્ધા અને વિનય વગર સામાયિક કરવું તે અવિનય દોષ છે. (૧૦) અબહુમાન દોષ- ભક્તિભાવ, બહુમાન અને ઉમંગ સિવાય સામાયિક કરવું તે અબહુમાન દોષ છે. વચનના દશ દોષો (૧૧) કુવચન દોષ- કડવું, અપ્રિય કે અસત્ય વચન બોલવું, તે કુવચન દોષ છે. (૧૨) સહસાકાર દોષ- વગર વિચારે એકાએક વચન કહેવું તે સહસાકાર દોષ છે. (૧૩) સ્વચ્છંદ દોષ- શાસ્ત્રની દરકાર રાખ્યા વિના કોઈ પણ વચન બોલવું તે સ્વચ્છંદ દોષ છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ૧૫૩ (૧૪) સંક્ષેપ દોષ- સામાયિક લેતી વખતે તેની વિધિના પાઠ તથા સ્વાધ્યાય દરમિયાન અન્ય કોઈ સૂત્રસિદ્ધાંતના પાઠ ટૂંકાણમાં બોલી જવા તે સંક્ષેપ દોષ છે, મતલબ કે તે સ્ફુટ અને સ્પષ્ટાક્ષરે બોલવા જોઈએ. (૧૫) કલહ દોષ- સામાયિક દરમિયાન કોઈની સાથે કલહકારી વચન બોલવું તે કલહ દોષ છે. (૧૬) વિકથા દોષ- સામાયિક દરમિયાન સ્ત્રીનાં રૂપ-લાવણ્ય-સંબંધી, ખાન-પાનના-સ્વાદ સંબંધી, લોકાચાર સંબંધી કે કોઈની શોભા યા સૌન્દર્ય સંબંધી વાતચીત કરવી તે વિકથા દોષ છે. (૧૭) હાસ્ય દોષ- સામાયિકમાં કોઈની હાંસી કરવી કે હસવું એ હાસ્ય દોષ છે. (૧૮) અશુદ્ધ દોષ- સામાયિકના સૂત્રપાઠમાં કાનો, માત્રા કે મીંડું ન્યૂનાધિક બોલવાં અથવા હ્રસ્વનો દીર્ઘ ને દીર્ઘનો દ્રસ્વ ઉચ્ચાર કરવો, અથવા તો સંયુક્તાક્ષરોને તોડીને બોલવા અને છૂટા અક્ષરોને સંયુક્ત બોલવા તે અશુદ્ધ દોષ છે. (૧૯) નિરપેક્ષ દોષ- અપેક્ષા રહિત વચન બોલવું એટલે કે નિશ્ચયકારી ભાષાનો ઉપયોગ કરવો તે નિરપેક્ષ દોષ છે. આ કાર્ય હું જરૂ૨ ક૨ીશ, તમારું કામ થશે જ વગેરે વાક્ય-પ્રયોગો નિરપેક્ષ છે, જ્યારે આ કાર્ય માટે હું બનતો પ્રયત્ન કરીશ, તમારું કામ થવાનો સંભવ છે વગેરે વાક્યપ્રયોગો સાપેક્ષ છે. આ જાતની ભાષામાં જૂઠા પડવાનો સંભવ રહેતો નથી. (૨૦) મુણમુણ દોષ- સામાયિક સમય દરમિયાન ગણગણ્યા કરવું અથવા સૂત્રપાઠમાં ગરબડ ગોટા વાળવા તે મુણમુણ દોષ છે. કાયાના બાર દોષો (૨૧) અયોગ્યાસન દોષ- સામાયિકમાં પગ પર પગ ચડાવીને બેસવું તે અયોગ્યાસન દોષ છે. (૨૨) અસ્થિરાસન દોષ- ડગમગતા આસને અથવા જ્યાંથી ઊઠવું પડે તેવા આસને બેસીને સામાયિક કરવું, તે અસ્થિરાસન દોષ છે. (૨૩) ચલદૃષ્ટિ દોષ- સામાયિકમાં બેઠા છતાં ચારે બાજુ નજર ફેરવ્યા કરવી તે ચલદૃષ્ટિ દોષ છે. (૨૪) સાવધક્રિયા દોષ- સામાયિકમાં બેઠા છતાં કોઈ પણ ઘરકામની કે વેપાર-વણજને લગતી વાતનો સંજ્ઞાથી ઈશારો કરવો તે સાવધક્રિયા દોષ છે. (૨૫) આલંબન દોષ- સામાયિક વખતે કોઈ ભીંત કે થાંભલાનું આલંબન લઈને બેસવું તે આલંબન દોષ છે. (૨૬) આકુંચન-પ્રસારણ દોષ- સામાયિક ચાલુ છતાં હાથ-પગને લાંબા-ટૂંકા કરવા તે આકુંચનપ્રસારણ દોષ છે. (૨૭) આલસ દોષ-સામાયિકના સમયમાં આલસ મરડવી તે આલસ દોષ છે. (૨૮) મોટન દોષ- સામાયિકના સમય દરમિયાન હાથ-પગની આંગળીના ટાચકા ફોડવા-ટચાકા વગાડવા (શરીર મરડવું)તે મોટન દોષ છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ આત્મપ્રબોધ (૨૯) મલ દોષ- સામાયિક વખતે શરીરનો મેલ ઉતારવો તે મલ દોષ છે. (૩૦) વિમાસણ દોષ- સામાયિકના સમયમાં એદીની માફક બેસી રહેવું તે વિમાસણ દોષ છે. (૩૧) નિદ્રા દોષ- સામાયિકમાં ઊંઘવું તે નિદ્રા દોષ છે. (૩૨) વસ્ત્ર-સંકોચન દોષ- સામાયિકમાં ટાઢ વગેરેના કારણથી કેિ વિના-કારણે] વસ્ત્રને સંકોરવાં તે વસ્ત્ર-સંકોચન દોષ છે. (આ બત્રીસ દોષોનો અર્થ શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર-પ્રબોધ ટીકાના આધારે લીધો છે.) આ બત્રીસ પણ દોષો સામાયિકમાં છોડવા જોઈએ. (૫૯) વળીगृही त्रसस्थावरजन्तुराशिषु, सदैव तप्ताऽऽयसगोलकोपमः । . सामायिकावस्थित एष निश्चितं, मुहूर्तमानं भवतीह तत्सखः ॥६०॥ અહીં આ સંસારમાં ગૃહસ્થ ત્રસ અને સ્થાવર જીવ સમૂહને હંમેશા જ સંતાપ કરનારો હોવાથી તપેલા લોઢાના ગોળા જેવો છે. સામાયિકમાં રહેલો આ ગૃહસ્થ મુહૂર્ત માત્ર એટલે કે બે ઘડી સુધી આરંભથી રહિત હોવાથી નિશ્ચયથી તે જીવોનો મિત્ર થાય છે. સાવદ્ય યોગ પ્રત્યાખ્યાન સ્વરૂપ સામાયિકનું મુહૂર્ત પ્રમાણ કાળ સિદ્ધાંતમાં નહીં કહેલું હોવા છતાં નવકારશીના પચ્ચકખાણની જેમ અહીં જાણવું. પ્રત્યાખ્યાનનો કાળ જઘન્યથી પણ એક મુહૂર્ત છે. (૬૦) હવે દૃષ્ટાંતો બતાવવામાં આવે છે__सदैव सामायिकशुद्धवृत्ति र्मानेऽपमानेऽपि समानभावः । मुनीश्वरः श्रीदमदन्तसञो, बभूव सद्भूतसमृद्धिभोगी ॥६१॥ - નિરંતર સામાયિકમાં શુદ્ધવૃત્તિવાળા, આથી જ માન-અપમાનમાં પણ સમાન મનના વ્યાપારવાળા, આવા પ્રકારના શ્રી દમદંત નામના મુનીશ્વર સમ્યક્ સ્વરૂપવાળી સમૃદ્ધિના ભોગી થયા. સામાયિકમાં રહેલો ભવ્યાત્મા આવા સ્વરૂપવાળો જ હોય છે. કહ્યું છે કે निंदपसंसासु समो, समो अ माणावमाणकारीसु । समसयणपर(रि)यणमणो, सामाइअसंगओ जीवो ॥ १॥ અર્થ- સામાયિકના સંગવાળો જીવ નિંદા-પ્રશંસામાં સમાન હોય છે અને માન-અપમાન કરનારાઓ વિશે સમાન હોય છે. સ્વજન અને પરિજનમાં સમાન મનવાળો હોય છે. અહીં પૂર્વે સૂચવાયેલા દમદંત મુનિનો વૃત્તાંત આ પ્રમાણે છે દમદંત મુનિની કથા હતિશીર્ષ નામના નગરમાં પ્રબલ બલ અને સમૃદ્ધિથી યુક્ત દમદંત નામનો રાજા સુખેથી રાજ્યનું પાલન કરતો હતો. તે અવસરે હસ્તિનાપુરમાં પાંડવો અને કૌરવો રાજયનું પાલન કરતા હતા. તેઓનો દમદંત રાજાની સાથે સીમા નિમિત્તે મોટો વિવાદ થયો. તેથી એક વખત દમદંત રાજા Page #168 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ૧૫૫ જરાસંધ રાજાની સેવા માટે ગયો હતો ત્યારે પાંડવોએ અને કૌરવોએ તેનો દેશ ભાંગી નાખ્યો. ત્યારે તે વાતને સાંભળીને ગુસ્સે થયેલા દમદંત રાજાએ તરત ઘણું સૈન્ય લઈને હસ્તિનાપુર ઉપર હુમલો કર્યો. ત્યાં બંનેનું અન્યોન્ય મહાન યુદ્ધ થયું. પરંતુ ભાગ્યયોગે પાંડવો અને કૌરવો ભાંગ્યા. જેણે વિજય પ્રાપ્ત કર્યો છે એવો દમદંત તો વિજય ઢક્કાને વગડાવતો પોતાના સ્થાનમાં આવ્યો. ત્યાર પછી કેટલોક કાળ પસાર થયા પછી એક વખત સંધ્યા સમયે પાંચવર્ણવાળા વાદળના સ્વરૂપને જોઈને વૈરાગ્યવાળો થયેલો, સંસાર સ્વરૂપ પણ તેવા પ્રકારનું અસાર છે એમ વિચારતો રાજા પ્રત્યેકબુદ્ધપણે પ્રવ્રજિત થયો. ત્યાર પછી દરેક ગામમાં વિચરતા એક વખત હસ્તિનાપુરમાં કોટના બહારના દેશમાં કાયોત્સર્ગથી રહ્યા. ત્યારે રવાડીએ જતા પાંડવોએ માર્ગમાં તે મુનિને જોઈને આ મુનિ કોણ છે એમ સેવકોને પૂછ્યું. તેઓએ કહ્યું: આ દમદંત રાજર્ષિ છે. ત્યાર પછી પાંડવોએ તરત ઘોડા ઉપરથી ઉતરીને હર્ષપૂર્વક ત્રણ પ્રદક્ષિણા આપીને મુનિને પ્રણામ કરીને તેના બંને પ્રકારના બળની પ્રશંસા કરીને આગળ ચાલ્યા. ત્યાર પછી કૌરવો આવ્યા. તેમાંથી વૃદ્ધ (મોટા) દુર્યોધને તે જ પ્રમાણે પ્રશ્ન પૂછવા પૂર્વક દમદંતને જાણીને “અહો ! આ તો અમારો દુશમન છે આનું તો મુખ પણ ન જોવું જોઈએ.” ઈત્યાદિ દુર્વાક્યોથી તેનો તિરસ્કાર કરીને ક્રોધપૂર્વક સાધુ સન્મુખ બીજોરાનું ફળ નાખીને આગળ ચાલ્યો. ત્યાર પછી તેની પાછળ આવતા બધા પણ સૈનિકોએ યથા રાજા તથા પ્રજા” એ ન્યાયથી કાષ્ઠ, ધૂળ, પથ્થર વગેરે નાખવાથી મુનિની ચારે બાજુ અતિ ઊંચો જાણે રાફડો હોય તેમ કર્યું. હવે પાંડવો ઇચ્છાપૂર્વક વનમાં ક્રીડા કરીને પાછા વળતાં માર્ગમાં મુનિના સ્થાને તે મોટો રાફડો જોઈને પ્રશ્નપૂર્વક કૌરવોએ કરેલા તે સર્વ દુશ્ચરિત્રને જાણીને તરત ત્યાં આવીને પથ્થર વગેરે દૂર કરવાપૂર્વક તે દમદંત રાજર્ષિને વિધિપૂર્વક વંદન કરીને અને નમસ્કાર કરીને પોતાના સ્થાને ગયા. ત્યારે આ પ્રમાણે પાંડવોથી માનિત અને કૌરવોથી અપમાનિત કરાયેલા પણ તે મુનીશ્વરે પોતાના મનથી બંને તરફ સમભાવ ધારણ કર્યો. જરા પણ રાગ-દ્વેષ ન કર્યો. ત્યાર પછી તે મુનિ બહુ કાળ ચારિત્ર આરાધીને અંતે ઉત્તમ ગતિના ભાગી થયા. આ પ્રમાણે દમદંત રાજર્ષિનું કથાનક પૂર્ણ થયું. આ પ્રમાણે પોતાના ગુણના અભિલાષી એવા બીજાઓએ પણ સામાયિકમાં સ્થિર મનના પરિણામવાળા થવું જોઈએ. અહીં ભાવના આ પ્રમાણે કરવી धन्ना ते जियलोए, जावज्जीवं करंति जे समणा । सामाइयं विसुद्धं, निच्चं एवं विचिंतिजा ॥१॥ कइआ णु अहं दिक्खं, जावज्जीवं जहट्ठिओ समणो । निस्संगो विहरिस्सं, एवं च मणेण चिंतिजा ॥२॥ અર્થ- જે સાધુઓ માવજીવ સુધી વિશુદ્ધ સામાયિકને કરે છે તેઓ જીવલોકમાં ધન્ય છે. આ પ્રમાણે નિત્ય વિચારે. (૧) ક્યારે હું માવજીવ દીક્ષા લઈને યથાવસ્થિત, નિસંગ સાધુ થઈને વિચરીશ. એ પ્રમાણે મનથી વિચારે. (૨) આ પ્રમાણે પહેલું શિક્ષાવ્રત કહ્યું. (૬૧) Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ આત્મપ્રબોધ હવે બીજું દેશાવગાશિક વ્રત કહેવાય છે P છૂટા રાખેલા નિયમોનો દેશમાં = સંક્ષિપ્તવિભાગમાં અવકાશ = રહેવું તે દેશાવકાશ. તેનાથી થયેલું તે દેશાવગાશિક. તે સ્વરૂપ જે વ્રત તે દેશાવગાશિક વ્રત કહેવાય છે. અહીં અર્થ આ છેવ્રતનો સ્વીકાર કરતી વખતે યાવજ્જીવ સુધી ગ્રહણ કરેલા દિવ્રતનું દેશાવગાશિકપણું જાણવું. તે આ પ્રમાણે पुव्वं गहिअस्स दिसा-वयस्स सव्वव्वयाण वाऽणुदिणं । जो संखेव देसा-वगासिअं तं वयं बिइअं ॥ ६२ ॥ અર્થ- પૂર્વે ગ્રહણ કરેલા દિશાવ્રતનો અથવા સર્વવ્રતોનો દ૨૨ોજ જે સંક્ષેપ તે બીજું દેશાવગાશિક વ્રત છે. અહીં વૃદ્ધો કહે છે- દિવ્રતનું સંક્ષેપ કરવું તે શેષ વ્રત સંક્ષેપ કરવાનું ઉપલક્ષણ જાણવું. તેઓનો પણ અવશ્ય સંક્ષેપ કરવો જોઈએ. દરેક વ્રતમાં દિવસ, પક્ષ વગેરે મર્યાદાથી સંક્ષેપ ક૨વાનું જો અલગ વ્રત કરવામાં આવે તો વ્રતોની બાર સંખ્યા સાથે વિરોધ આવે. આ કહેવા દ્વારા દેશાવગાશિક દિવ્રતનો જ વિષય છે એવી જે શંકા હતી તે દૂર કરી. દિગ્ વ્રત ગ્રહણ કરનારને દિશાપરિમાણનું દ૨૨ોજ પરિમાણ ક૨વું તે દેશાવગાશિક છે એ પ્રમાણે જે મૂળસૂત્ર છે તે ઉપલક્ષણ સ્વરૂપ છે, એમ તેનું વ્યાખ્યાન કરવું. કેમ કે સૂત્ર માત્ર સૂચના કરનાર હોય છે. અહીં ચૂર્ણિ આ પ્રમાણેકે एवं सव्ववएसु, जे पमाण ठविआ ते पुणो पुणो । दिवसओ ओसारेइ, देवसिआओ रत्तिओसारे ॥ १ ॥ અર્થ- આ પ્રમાણે સર્વ વ્રતોમાં જે પ્રમાણો રાખ્યા હતા તે ફરી ફરી દિવસે ઓછા કરે, દિવસના રાત્રિએ ઓછા કરે. (૬૨) હવે આ વ્રતમાં દૃષ્ટાંત બતાવવામાં આવે છે आसन्ननरकवास-श्चण्डमतिश्चण्डकौशिकः सर्पः । દેશાવાશિના-ષ્ટમપં સત્વાં નીતઃ ॥ ૬૩॥ નરક ગતિમાં વાસ જેનો નજીકમાં છે, જે પ્રચંડ મતિવાળો છે એવો ચંડકૌશિક સર્પ દેશાવગાશિક વ્રતથી તરત આઠમા દેવલોકમાં ગયો. ભાવાર્થ કથાનકથી જાણવો, તે આ પ્રમાણે છે ચંડ કૌશિક સર્પની કથા કોઈક તપસ્વી મુનિ મહિનાના ઉપવાસના પારણાના દિવસે શિષ્ય સાથે આહાર માટે ગયા. માર્ગમાં તેના પગ નીચે દેડકીની વિરાધના થઈ. ત્યારે શિષ્યે કહ્યું: હે સ્વામી ! આપે આ દેડકી કચરી, આથી મિથ્યા દુષ્કૃત કહો. ત્યાર પછી તેના વચનથી ઉત્પન્ન થયો છે કષાય જેને એવા તે તપસ્વીએ લોકોએ કચરેલી બીજી દેડકીઓ બતાવતાં કહ્યું: અરે ! દુષ્ટાત્મા ! આ મ૨ેલી દેડકીઓ શું Page #170 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ મેં મારી છે ? ત્યાર પછી શિષ્ય તેને ગુસ્સે થયેલા જાણીને ત્યારે મૌન રહ્યો. સંધ્યા સમયે આલોચનાના અવસરે તે મુનિને તેણે દેડકી યાદ કરાવી. ત્યારે વિશેષથી ઉત્પન્ન થયેલા ગુસ્સાવાળા તે તપસ્વી રજોહરણ ઉપાડીને શિષ્યને મારવા માટે દોડ્યા. વચ્ચે થાંભલા સાથે માથું ભટકાવાથી અકસ્માત્ મરીને જ્યોતિષ દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવીને કનકખલ નામના વનમાં ચંડ કૌશિક નામના તાપસ થયા. ત્યાં પણ પૂર્વના સંસ્કારના કારણે ઘણા કષાયવાળા તે એક વખત આશ્રમમાં ફળ વગેરે ગ્રહણ કરતા રાજકુમારોને હણવા માટે હાથમાં પરશુ લઈને દોડતા વચ્ચે પગ સ્ખલના પામવાથી કોઈ એક ખાડામાં પડ્યા. ત્યાંથી મરીને તે તે જ આશ્રમમાં દૃષ્ટિ વિષે સર્પ થયો. ત્યાં વનમાં પૂર્વભવના અભ્યાસથી અત્યંત મૂર્છિત થયેલા તેણે મનુષ્ય વગેરેના સંચારને સર્વથા રોક્યો. ૧૫૭ એક વખત છદ્મસ્થ અવસ્થામાં શ્રી મહાવીર સ્વામી વિચરતાં ગોવાળીયાઓએ વારવા છતાં લાભ જાણીને તે સર્પના બિલ પાસે પ્રતિમા ધારણ કરીને રહ્યા. ત્યાર પછી તે સર્પ જલદીથી બિલમાંથી બહાર નીકળીને ભગવાનને જોઈને ઉત્કટ કષાય ઉત્પન્ન થયો છે જેને એવા તેણે ભગવાનને ડંશ માર્યો. ત્યારે વજના થાંભલાની જેમ અચલ એવા ભગવાનના શરીરમાંથી નીકળેલ દૂધ જેવું સફેદ લોહી જોઈને વિસ્મય પામેલા, પ્રભુના સ્વરૂપને મનમાં વિચારતા, જેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું છે એવા તેણે પોતાના પૂર્વભવોને જોયા. તેથી વિષ (કષાય) વગરના થયેલા તે સર્પે ભક્તિથી પ્રભુને પ્રદક્ષિણા કરીને અને પ્રણામ કરીને પ્રભુ સમક્ષ સર્વ પણ પોતે કરેલા જીવહિંસા વગેરે અકૃત્યને આલોચી અનશનનો સ્વીકાર કર્યો. ત્યારે મારી દૃષ્ટિથી જીવો ભય ન પામો એ પ્રમાણે વિચા૨ીને જેણે દેશાવગાશિકવ્રત સ્વીકાર્યું છે એવો તે બિલની અંદર પોતાના મુખને નાખીને રહ્યો. ત્યારે આ વાત સાંભળીને ગોપીઓએ માખણથી તેની પૂજા કરી. તેની ગંધથી આવેલી કીડીઓના સમૂહે તેના શરીરમાં લાગીને તેના શરીરને છિદ્રવાળું કર્યું, છતાં પણ તે ચંડકૌશિક સર્પ કાયાથી અને મનથી નિશ્ચલ રહેલો છતો સારી રીતે અનશનનું પાલન કરીને આઠમા સહસ્રાર નામના દેવલોકમાં મહા ઋદ્ધિવાળો દેવ થયો. આ પ્રમાણે દશમા વ્રતમાં ચંડકૌશિક સર્પનું કથાનક પૂર્ણ થયું. આ પ્રમાણે બીજા પણ સંસારના ભીરુ માણસોએ આ વ્રતના પાલનમાં આદરવાળા થવું જોઈએ. અહીં ભાવના આ પ્રમાણે કરવી सव्वे अ सव्वसंगेहिं, वज्जिए साहूणो नमंसिज्जा । सव्वेहिं जेहिं सव्वं, सावज्जं सव्वहा चत्तं ॥ १ ॥ અર્થ- જેઓએ સર્વ સાવધનો સર્વથા ત્યાગ કર્યો છે એવા અને સર્વ સંગથી રહિત સર્વ સાધુઓને નમસ્કાર કરું છું. આ પ્રમાણે બીજું શિક્ષાવ્રત કહ્યું. (૬૩) હવે ત્રીજું પૌષધવ્રત કહેવામાં આવે છે તે પૌષ એટલે ધર્મપુષ્ટિ. તે જે કરે છે તે પૌષધ. એટલે કે પર્વ દિવસે આચરવા યોગ્ય વ્યાપાર. જે વ્રત તે પૌષધ વ્રત કહેવાય છે. સ્વરૂપ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ આત્મપ્રબોધ તે આ પ્રમાણે છે आहारदेहसक्कार-गेहवावारविरइबंभेहिं । पव्वदिणाणुढाणं, तइयं पोसहवयं चउहा ॥६४॥ આહાર, દેહસત્કાર, ગૃહવ્યાપારનિવૃત્તિ અને બ્રહ્મચર્યના ભેદથી જે પર્વ દિવસે આચરવા યોગ્ય વ્રત તે પૌષધ વ્રત છે. તેમાં નિવૃત્તિ શબ્દ દરેકની સાથે જોડવાથી આહાર નિવૃત્તિ એટલે અશન આદિનો ત્યાગ. દેહસત્કાર નિવૃત્તિ એટલે સ્નાન, ઉદ્વર્તન, વિલેપન આદિનો ત્યાગ. ગૃહ વ્યાપાર નિવૃત્તિ એટલે ઘરના કાર્યનો ત્યાગ. બ્રહ્મચર્ય એટલે સ્ત્રી સેવનનો નિષેધ. વળી અહીં આહાર નિવૃત્તિરૂપ પૌષધ દેશથી અને સર્વથી એમ બે પ્રકારે છે. તેમાં ત્રિવિધ આહારનું પચ્ચકખાણ કરનારને દેશથી હોય છે. અને ચાર પ્રકારના આહારનું પચ્ચકખાણ કરનારને સર્વથી હોય છે. બાકીના (શરીર સત્કાર, ગૃહવ્યાપાર નિવૃત્તિ અને બ્રહ્મચર્ય) ભેદો સર્વથી જ હોય છે. જેથી કહ્યું છે કે __करेमि भंते ! पोसहं आहारपोसहं देसओ सव्वओ वा, सरीरसक्कारपोसहं सव्वओ, बंभचेरपोसहं सव्वओ, अव्वावारपोसहं सव्वओ, चउव्विहे पोसहे सावजं जोगं पच्चक्खामि जाव दिवसं अहोरत्तिं वा पन्जुवासामि दुविहं तिविहेणं । હે ભગવંત ! પૌષધ કરું છું. આહાર પૌષધ દેશથી અથવા સર્વથી, શરીર સત્કાર પૌષધ સર્વથી, બ્રહ્મચર્ય પૌષધ સર્વથી, અવ્યાપાર પૌષધ સર્વથી, ચાર પ્રકારના પૌષધમાં સાવદ્ય યોગનું પચ્ચકખાણ કરું છું. દ્વિવિધ-ત્રિવિધથી દિવસ સુધીનું અથવા અહોરાત્રિ સુધીનું સ્વીકારું છું. ઈત્યાદિ. બીજી જગ્યાએ તો બીજી રીતે કહેલું છે. તે આ પ્રમાણે- આ ચારે પ્રકારનો પૌષધ દેશથી અને સર્વથી એમ બે પ્રકારનો છે. તેમાં આહાર પૌષધ દેશથી વિગઈ આદિ ત્યાગ સ્વરૂપ અથવા એક અથવા બે વખત ભોજન કરવા સ્વરૂપ છે. સર્વથી તો ચારે ય પ્રકારના આહારનો ત્યાગ સ્વરૂપ છે. દેહ સત્કાર અને ગૃહ વ્યાપાર પૌષધ તો દેશથી કોઈક દેહસત્કાર વિશેષનું નહીં કરવા સ્વરૂપ અને કોઈક ઘરના વ્યાપારનું નહીં કરવા સ્વરૂપ છે. સર્વથી તો સર્વ પ્રકારના દેહ સત્કાર અને સર્વ પ્રકારના ઘર વ્યાપારને નહીં કરવા સ્વરૂપ છે. બ્રહ્મચર્ય પૌષધ દેશથી બ્રહ્મચર્યના પ્રમાણ કરવા સ્વરૂપ છે. સર્વથી તો સર્વથા બ્રહ્મચર્યના પાલન સ્વરૂપ છે. અહીં આ સામાચારી છે- જે દેશ પૌષધ કરે તે સામાયિક કરે અથવા ન કરે. જે સર્વ પૌષધ કરે તે નિયમાં સામાયિક કરે. જો ન કરે તો ઠગાય છે. તે કેવી રીતે કરે ? ચૈત્ય ઘરમાં, સાધુ પાસે, ઘરે અથવા પૌષધશાળામાં કરે. મણિ અને સુવર્ણનો જેણે ત્યાગ કર્યો છે એવો તે ભણે અથવા પુસ્તકને વાંચે, સાંભળે, ધર્મ ધ્યાનને ધ્યાવે એ રીતે કરે. અહીં તત્ત્વ તો તત્ત્વના જાણનારાઓ જાણે. (૬૪) હવે જે કહ્યું હતું કે પર્વ દિવસે આચરવા યોગ્ય વ્યાપાર તે પૌષધ છે, તેમાં પર્વો બતાવે છે चतुर्दश्यष्टमीदर्श-पौर्णमासीषु पर्वसु । पापव्यापारनिर्मुक्तः, कुरुते पोषधं कृती ॥६५॥ Page #172 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ૧૫૯ ચૌદશ, આઠમ, અમાસ, પૂનમ આ પર્વોમાં પાપ વ્યાપારથી મુક્ત થયેલો ભાગ્યશાળી પૌષધ કરે. જો કે અહીં નામથી ચાર પર્વતિથિઓ છે, પણ પરમાર્થથી તો મહિનાની અંદર બે ચૌદશ અને બે આઠમનો સદ્ભાવ હોવાથી છ પર્વતિથિઓ છે. પ્રશ્ન- શ્રાવક પર્વતિથિમાં જ પૌષધતપ કરે ને ? બીજી તિથિમાં ન કરે ને ? ઉત્તર- અહીં કેટલાક એમ કહે છે કે- શ્રાવકે પૌષધ તપ સર્વ પણ તિથિમાં કરવો જોઈએ. પરંતુ જો તે તે પ્રમાણે કરવા સમર્થ ન હોય તો પર્વતિથિમાં નિયમથી પૌષધ કરે. માટે અહીં પર્વતિથિનું ગ્રહણ કર્યું છે એમ જાણવું. આવશ્યક વૃત્તિમાં તો સ્પષ્ટપણે દરરોજ પૌષધ કરવાનો નિષેધ કરેલો છે. તેથી અહીં પરમાર્થ તો સર્વજ્ઞો જાણે. (૬૫) હવે સર્વ આહારના ત્યાગથી પણ આ પૌષધ મહાપુણ્યના ફળવાળું હોવાથી અવશ્ય કરવું જોઈએ તે બતાવે છે नृपनिग्रहरोगादिषु, न ह्यशनाद्यं न धर्ममपि लभसे । तत्किं प्रमाद्यसि ? त्वं, ध्रुवधर्मे पोषधे भव्य ! ॥६६॥ હે ભવ્ય ! રાજાએ રોધ કર્યો હોય એટલે કે જેલમાં પૂર્યો હોય, માંદગી હોય આદિ શબ્દથી કોઈએ હરણ કર્યું હોય, દુકાળ વગેરે હોય, આવા સ્થાનોમાં રાજા, વૈદ્ય વગેરેને આધીન હોવાથી તું અશન આદિ મેળવી શકતો નથી અને વિરતિના પરિણામ ન હોવાથી ધર્મને પણ મેળવી શકતો નથી. તેથી આ પ્રમાણે પરાધીનપણામાં પોતાની ઉભય ભ્રષ્ટતા જોઈને અવશ્ય ધર્મના કારણ એવા પૌષધમાં કેમ પ્રમાદ કરે છે? અહીં પ્રમાદ કરવો યોગ્ય નથી. (૬૬) હવે આ વ્રતમાં દૃષ્ટાંત બતાવવામાં આવે છેयः पोषधस्थः सुतरां सुरेण, पिशाचनागोरगसर्परूपैः । विक्षोभितोऽपि क्षुभितो न किञ्चित्, स कामदेवो न हि कस्य वर्ण्य: ? ॥६७॥ જે પૌષધમાં રહેલો દેવ વડે પિશાચ, હાથી, સાપના દુષ્ટ રૂપોથી અત્યંત ક્ષોભ પમાડાયો હોવા છતાં પણ જરા પણ ક્ષોભ ન પામ્યો તે કામદેવ નામનો વીર શ્રાવક કયા ઉત્તમપુરુષને પ્રશંસનીય નથી થતો? બધાને પણ પ્રશંસનીય જ થાય છે. આ વૃત્તાંત તો આગળ કહેવામાં આવશે. . અહીં ભાવના આ પ્રમાણે કરવી उग्गं तपंति तवं जे, एएसिं नमो सुसाहूणं । निस्संगा य सरीरे वि, सावगो चिंतए मइमं ॥ १॥ અર્થ- પોતાના શરીરમાં પણ નિઃસ્પૃહ એવા જે ઉગ્ર તપને તપે છે તે સુસાધુઓને નમસ્કાર થાઓ. એ પ્રમાણે શ્રાવક વિચારે. આ પ્રમાણે ત્રીજું શિક્ષાવ્રત કહ્યું. (૬૭) Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ આત્મપ્રબોધ હવે ચોથું અતિથિસંવિભાગ વ્રત કહેવામાં આવે છે. તેમાં તિથિ, પર્વ વગેરે લોકવ્યવહારથી રહિત હોવાથી અતિથિ એટલે સાધુઓ. તેઓનો સંવિભાગ એટલે શુદ્ધ આહાર વગેરેનું સારી રીતે આપવું તે સ્વરૂપ જે વ્રત તેને અતિથિસંવિભાગ વ્રત કહેવામાં આવે છે. કેટલાક આ વ્રતને યથાસંવિભાગ કહે છે. તેમાં યથાપ્રવૃત્ત એટલે સ્વાભાવિક રીતે તૈયાર થયેલા આહાર વગેરેનું સારી રીતે સાધુઓને આપવું તે યથાસંવિભાગ. ગૃહસ્થ પૌષધના પારણે પરમ વિનયથી સાધુઓને જે શુદ્ધ અશનાદિ આપે તે ચોથું શિક્ષાવ્રત છે. તે આ પ્રમાણે जं च गिही सुविसुद्धं, मुणिणो असणाइ देइ पारणए । परमविणएण एयं, तुरियमतिहिसंविभागवयं ॥६८॥ ગૃહસ્થ પારણામાં જે સુવિશુદ્ધ અશન આદિ પરમ વિનયથી મુનિઓને આપે તે ચોથું અતિથિસંવિભાગ વ્રત છે. અહીં ઉપયોગી હોવાથી ચૂર્ણિમાં કહેલું કંઈક લખવામાં આવે છે. પૌષધ પારતા એવા શ્રાવકને સાધુને આપ્યા વિના પારણું કરવું યોગ્ય નથી. સાધુને આપીને પછી પારણું કરવું જોઈએ. કઈ વિધિથી આપવું જોઈએ ? જેવો દેશ, કાળ હોય તે પ્રમાણે. પોતે શરીરની સર્વ વિભૂષા કરીને સાધુના ઉપાશ્રયમાં જઈને નિમંત્રણ કરે કે- ભિક્ષાને ગ્રહણ કરો.” ત્યારે સાધુએ શું કરવું જોઈએ? ત્યારે અંતરાય દોષ અને સ્થાપના દોષ ન થાય માટે એક સાધુ પડલાનું પડિલેહણ કરે, બીજો સાધુ ભાજનનું પડિલેહણ કરે. તે શ્રાવક જો પહેલી પોરિસીમાં નિમંત્રણ કરે અને જો નવકારશી કરનારા હોય તો ગ્રહણ કરે. જો નવકારશી કરનારા ન હોય તો ગ્રહણ ન કરે, અને તેને સમજાવે કે કોઈ વાપરનાર નથી). છતાં તે ઘણો લાગી પડે અર્થાત્ અતિ આગ્રહ કરે તો ગ્રહણ કરે અને પાદોનપોરિસીમાં વાપરનારા હોય તો તેને આપે અથવા બીજો કોઈ પારણું કરનાર હોય તો તેને આપે. હવે તે શ્રાવકની સાથે સંઘાટકની સાથે જાય, એકલો ન જાય. સાધુ આગળ અને શ્રાવક પાછળ એ પ્રમાણે ઘરે લઈ જઈને આસન આપવા દ્વારા બેસવા નિમંત્રણ કરે, છતાં ન બેસે તો પણ વિનય કરેલો થાય. ત્યારે તે શ્રાવક ભક્તપાન સ્વયં આપે. અથવા પોતે ભાજનને ધારણ કરી રાખે અને તેની પતી આપે. અથવા જ્યાં સુધી આપે ત્યાં સુધી પોતે ઊભો રહે. સાધુએ પશ્ચાત્ કર્મ વગેરેનો ત્યાગ કરવા માટે સાવશેષ ગ્રહણ કરવું જોઈએ. આહાર આપીને વંદન કરીને પછી રજા આપે અને વળાવા જાય. પછી સ્વયં ભોજન કરે. તેમાં પણ જે વસ્તુ સાધુને ન આપી હોય તે વસ્તુ શ્રાવકે ખાવી ન જોઈએ. હવે જો સાધુ નથી તો દેશ, કાળ વેળાએ શુદ્ધ ભાવથી દિશાનું અવલોકન કરવું જોઈએ. જો સાધુઓ હોત તો હું નિસ્તાર પામેલો થાત. આ કહેવા દ્વારા સુશ્રાવકે હંમેશાં સાધુઓને દાન આપવું જોઈએ. પરંતુ અતિથિ સંવિભાગ વ્રતનો ઉચ્ચાર પર્વ પારણામાં જ થાય છે, અર્થાત્ અતિથિ સંવિભાગ દ્વત પર્વતિથિના પારણામાં જ થાય છે. આવશ્યક વૃત્તિમાં કહ્યું છે કેપૌષધ અને અતિથિસંવિભાગ તો પ્રતિનિયત દિવસે કરવા જોઈએ, દરરોજ ન કરવા જોઈએ. વિસ્તારથી સર્યું. Page #174 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ૧૬૧ સુપાત્રમાં શુદ્ધદાનથી મહાલાભ વળી- શ્રાવકે સાધુઓને એષણીય જ આહાર વગેરે આપવું જોઈએ. કારણ કે તે મહાલાભનું કારણ છે. જો નિર્વાહ થતો હોય તો સર્વથા જ અનેષણીય આહાર ન આપવો જોઈએ. કારણ કે તેનાથી અલ્પ આયુષ્યનો બંધ વગેરે થાય છે. અહીં કોઈક પ્રશ્ન કરે છે કે કુપાત્રદાનથી પાપકર્મનો બંધ પ્રશ્ન-કુપાત્રમાં પણ એષણીય આહાર વગેરેનું દાન તેવા પ્રકારના ગુણ માટે થાય છે કે નહીં? ઉત્તર- કુપાત્રોમાં અપાતું એષણીય પણ અશન વગેરે કેવલ પાપનું કારણ જ થાય છે. પરંતુ નિર્જરાનું કારણ થતું નથી. શ્રીમદ્ ભગવતી અંગમાં કહ્યું છે કે- હે ભગવન્! તેવા પ્રકારના અસંયત, અવિરત, પાપકર્મના પચ્ચકખાણ નહીં કરનારને સચિત્ત કે અચિત્ત, એષણીય કે અષણીય અશન-પાન-ખાદિમ-સ્વાદિમ આપનાર એવા શ્રાવકને શું લાભ થાય ? હે ગૌતમ ! એકાંતે તે પાપકર્મને બાંધે, જરા પણ નિર્જરા ન થાય. (૬૮) પ્રશ્ન- આમ હોય તો શ્રાવકોએ સાધુઓ સિવાય બીજે ક્યાંય પણ દાન ન આપવું જોઈએને? ઉત્તર- ના, એવું નથી. આગમમાં અનુકંપાદાનનો ક્યારે પણ નિષેધ કર્યો નથી. જેથી પૂર્વાચાર્યોએ કહ્યું છે કે जं मुक्खट्ठा दाणं, तं पइ एसो विही समक्खाओ । अणुकम्पादाणं पुण, जिणेहि न कयावि पडिसिद्धं ॥ १ ॥ કુપાત્રદાનના નિષેધ સ્વરૂપ આ વિધિ મોક્ષ માટે જે દાન આપવામાં આવે છે તે દાનને આશ્રયી કહેલો છે. પરંતુ કર્મ નિર્જરાને વિચાર્યા વિના કેવળ કૃપાથી જ જે દાન અપાય છે તે અનુકંપા દાનનો પરમ કૃપાળુ એવા જિનેશ્વરોએ ક્યારે પણ નિષેધ કર્યો નથી. . આથી જ “હે પ્રદેશી! પહેલાં તું રમણીય થઈને પછી અરમણીય ન થતો' એ પ્રમાણે રાજપ્રશ્રીય ઉપાંગમાં કેશી ગણધરના ઉપદેશથી દાનના ત્યાગથી જિનમતની અપભ્રાજના ન થાઓ માટે પ્રદેશ રાજાએ પોતાના દેશને ચાર ભાગમાં વહેંચીને તેના એક વિભાગથી દીન, અનાથ આદિ માટે નિરંતર દાનશાળા પ્રવર્તાવી. જો તીર્થકરોએ શ્રાવકોને બધી જગ્યાએ દાનની આજ્ઞા ન આપી હોય તો તુંગિકા નગરીમાં રહેનારા શ્રાવકના વર્ણનના અધિકારમાં ‘વિછત્રપ૩રમત્તપા' એ વિશેષણ ન આપ્યું હોત. ‘ વિગપ૩૨મત્તપાપ' એટલે ઘણાં લોકો જમતા હોવાથી એઠું વધવાના કારણે ઘણાં ભક્ત-પાનનો જેમના વડે ત્યાગ કરાયો છે એવા શ્રાવકો. કેવળ સાધુઓને દાન આપવામાં ઘણું એઠું અન્ન વધવાની (=ઢોળાવાની) સંભાવના નથી. આનો અર્થ એ નક્કી થયો કે- કર્મનિર્જરા માટે જે દાન આપવું હોય તે સાધુઓને જ આપવું અને અનુકંપાદાન (અનુકંપા કરવા યોગ્ય) બધાયને આપવું. (૬૮). હવે પાત્રદાન સંબંધી જ વિશેષ કહે છેभयेन लोभेन परीक्षया वा, कारुण्यतोऽमर्षवशेन लोके । स्वकीर्तिप्रश्रार्थितया च दानं, नार्हन्ति शुद्धा मुनयः कदापि ॥६९॥ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ભય આદિથી દાન ન આપવું ભયથી, લોભથી, પરીક્ષાથી, કરુણાથી, ઈર્ષ્યાથી, સ્વકીર્તિના અર્થીપણાથી, પ્રશ્નના અર્થીપણાથી ક્યારે પણ શુદ્ધ મુનિઓ દાનને યોગ્ય નથી. આત્મપ્રબોધ સત્કાર નહીં કરાયેલા આ શાપ વગેરે આપશે, અથવા લોકમાં મારું ખરાબ બોલશે તે ભય. દાનથી તે જ જન્મમાં અથવા જન્માંતરમાં સમૃદ્ધિ વગેરેની પ્રાર્થના કરવી તે લોભ. સંભળાય છે કે આ નિર્લોભી છે તેથી અપાતું આ દાન ગ્રહણ કરશે કે નહીં એ પરીક્ષા. હું નહીં આપું તો બિચારા આમનો નિર્વાહ કેવી રીતે થશે ? તે કરુણા. અમુકે પણ આપ્યું તો શું હું તેનાથી પણ હલકો છું કે જેથી ન આપું, એ ઈર્ષ્યા. ગ્રહણ કરનારના અથવા બીજાના મુખથી પોતાની પ્રશંસા સાંભળવાની ઇચ્છા તે સ્વકીર્તિનું અર્થીપણું. દાનથી સત્કાર કરાયેલા આ મેં પૂછેલા જ્યોતિષ વગેરેને કહે છે તે પ્રશ્નનું અર્થીપણું. આ કારણોથી શુદ્ધ મુનિઓ લોકમાં ક્યારે પણ દાનને યોગ્ય નથી. તેઓ તો પોતાના નિસ્તારની બુદ્ધિથી ભક્તિદાનને જ યોગ્ય છે. (અહીં શ્લોકમાં ત્રીજા પાદમાં પ્ર શબ્દ પર હોતે છતે પૂર્વનો વર્ણ દીર્ઘ થાય એવી શંકા ન કરવી. કેમકે- છંદગ્રંથમાં હૃ અને પ્ર શબ્દ ૫૨ હોતે છતે વિકલ્પે દીર્ઘ થાય એમ કહ્યું છે. એટલે કે દીર્ઘ થાય અથવા ન પણ થાય. અહીં દીર્ઘ નથી થયો.) વળી સુપાત્ર દાન આપતા એવા ગૃહસ્થે પાંચ દૂષણોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. પાંચ ભૂષણોને અવશ્ય ધા૨વા જોઈએ. (૬૯) તેમાં પાંચ દૂષણો આ પ્રમાણે છે– अनादरो १ विलम्बश्च २, वैमुख्यं ३ विप्रियं वचः ४ । पश्चात्तापश्च पञ्च ५, सद्दानं दूषयन्त्यहो ॥ ७० ॥ દાન આપતા અનાદર કરવો, વિલંબ ક૨વો, મોઢું ફેરવી લેવું, અપ્રિય વચન બોલવું, પશ્ચાત્તાપ ક૨વો આ પાંચ સદ્દાનને દૂષિત કરે છે. (૭૦) પાંચ ભૂષણ આ પ્રમાણે आनन्दाश्रूणि १ रोमान्चो २, बहुमानः ३ प्रियं वचः ४ । पात्रानुमोदना ५ चैतद्, दानभूषणपञ्चकं ॥ ७१ ॥ દાન આપતા આનંદના આંસુ આવે, રોમાંચ ખડાં થઈ જાય, બહુમાનપૂર્વક આપે, પ્રિય વચન બોલે, પાત્રની અનુમોદના કરે. આ પાંચ દાનનાં ભૂષણો છે. વળી- પાત્રદાનના પ્રસ્તાવમાં ભવ્યાત્માઓએ વધતા મનના પરિણામવાળા થવું જોઈએ. પરંતુ પંચક શ્રેષ્ઠીની જેમ ઘટતા મનના પરિણામને ધારણ ન કરવા જોઈએ. પંચક શ્રેષ્ઠિનો વૃત્તાંત આ પ્રમાણે છે પંચક શ્રેષ્ઠીનું દૃષ્ટાંત કોલ્લર ગામમાં પંચક નામના વ્યવહા૨ીના ઘરે એક વખત કોઈ પણ જ્ઞાની મુનિ આહાર માટે આવ્યા. ત્યારે ઉલ્લસિત ભાવથી તે શ્રેષ્ઠી અખંડધારાથી ઘીનું દાન આપતા હત્તા ત્યારે થોડુંક જ ઓછું એવું પાકું ભરાઈ જવા છતાં પણ તે મુનિએ જ્ઞાનના બળથી તેને મનના પરિણામની Page #176 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ શુદ્ધિથી મહાલાભ થઈ રહ્યો છે એમ જાણીને ‘આના પરિણામનો ભંગ ન થાઓ' એવી બુદ્ધિથી જેટલામાં તેને નિષેધ ન કર્યો તેટલામાં મન ચંચળ હોવાથી પરિણામ પડવાથી તેણે વિચાર્યું: ‘અહો ! આ મુનિ લોભી છે. કારણ કે સ્વયં એકલા છે તેથી આટલા ઘીનું શું કરશે ?' આ વિચારવાના સમકાલે તેના હાથમાંથી ઘીની ધારા પણ ધીમે-ધીમે પડવા લાગી. ત્યારે જ્ઞાનીએ તેના તેવા પ્રકારના મનના પરિણામને જાણીને કહ્યું: ‘પડ નહીં, પડ નહીં.' શ્રેષ્ઠીએ કહ્યું: હે સ્વામી ! હું તો સ્થિ૨૫ણે રહેલો છું, જરા પણ પડતો નથી. આપ ખોટું કેમ બોલો છો ? મુનિએ કહ્યું: તું દ્રવ્યથી નહીં પડતો હોવા છતાં ભાવથી પડેલો છે. (ઘણું કહેવાથી શું ? બારમા દેવલોકમાં જવા યોગ્ય અધ્યવસાયથી પડીને પ્રથમ દેવલોકમાં જવા યોગ્ય અધ્યવસાયમાં સ્થિર થયો છે.) આ પ્રમાણે મુનિના વચનને સાંભળીને તે અત્યંત પશ્ચાત્તાપમાં તત્પર થયો. મુનિ તો પોતાના સ્થાનમાં ગયા. આ પ્રમાણે પંચક શ્રેષ્ઠીનો વૃત્તાંત પૂર્ણ થયો. (૭૧) હવે દાનકાર્યમાં દૃષ્ટાંત પૂર્વક ભાવની જ પ્રધાનતા બતાવે છે– नो द्रव्यतः केवलभावशुद्धया, दानं ददानो जिनदत्तसंज्ञः । श्रेष्ठी महालाभमवाप भावं, विना न चैवं किल पूरणाख्यः ॥ ७२॥ ખરેખર ! આગમમાં સંભળાય છે કે જિનદત્ત નામના શ્રેષ્ઠી પ્રભુના સંયોગને નહીં પામીને દ્રવ્યથી દાન નહીં આપવાં છતાં પણ કેવળ ભાવશુદ્ધિથી દાનને આપતાં મહાલાભને પામ્યા. તથા પૂરણ નામના શ્રેષ્ઠી તો દ્રવ્યથી દાન આપતા હોવા છતાં ભાવ વિના જિનદત્ત શ્રેષ્ઠીની જેમ મહાલાભને ન પામ્યા, અર્થાત્ દ્રવ્યપ્રાપ્તિ સ્વરૂપ અલ્પ જ લાભના ભાગી થયા. ભાવાર્થ તો કથાનકથી જાણવો. તે આ પ્રમાણે છે ૧૬૩ જીરણ (જિનદત્ત) શેઠનું દૃષ્ટાંત એક વખત છદ્મસ્થ અવસ્થામાં શ્રીવીરસ્વામી વૈશાલી નગરીમાં બલદેવના ઘરે ચાર મહિના સુધીના ચારે પ્રકારના આહારના પચ્ચક્ખાણ કરીને કાઉસ્સગ્ગમાં રહ્યા. તે નગ૨માં ૫૨મ જિનધર્મમાં રત જિનદત્ત નામનો જુનો શ્રેષ્ઠી રહેતો હતો. તેણે ત્યાં દેવગૃહમાં શ્રીવીર સ્વામીને જોઈને વંદના પૂર્વક લાંબા કાળ સુધી ઉપાસના કરીને પોતાના મનમાં વિચાર્યું કે- આજે સ્વામીએ ઉપવાસ કર્યો છે. પરંતુ સવારે સ્વામી અવશ્ય પારણું ક૨શે, ત્યારે હું પોતાના હાથે સ્વામીને વહોરાવીશ. આ પ્રમાણે દ૨૨ોજ વિચારતા પક્ષને અને માસને ગણતા વિશુદ્ધ અધ્યવસાયવાળા થયેલા તે શ્રેષ્ઠીએ ચાર માસ પસાર કર્યા. ત્યાર પછી તેણે ચાર માસના અંતે પારણાના દિવસે શુદ્ધ આહારની સામગ્રી ભેગી કરીને મધ્યાહ્ન સમયે ઘરના દરવાજે બેસીને પ્રભુના આવવાના માર્ગને જોતાં વિચાર્યું- આજે શ્રીવીર સ્વામી જો અહીં આવશે તો મસ્તકે અંજલિ જોડેલો હું સ્વામીની સન્મુખ જઈને સ્વામીને ત્રણ પ્રદક્ષિણા આપીને વંદન કરીને પોતાના ઘરની અંદર લઈ જઈશ. ત્યાં ભક્તિથી ઉત્તમ, અચિત્ત, એષણીય, અન્ન-પાન આદિથી સ્વામીને પારણું કરાવીશ. ત્યાર પછી પોતાને ધન્ય માનતો હું વધેલું બાકીનું અન્ન વગે૨ે ખાઈશ. હવે જિનદત્ત જેટલામાં આ પ્રમાણે મનોરથની શ્રેણિ કરે છે, તેટલામાં Page #177 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ ભિક્ષા માટે જતા શ્રી વીર સ્વામી પૂરણ શ્રેષ્ઠીના ઘરે પ્રવેશ્યા. મિથ્યાત્વી એવા તેણે દાસીના હાથે સ્વામીને અડદના બાકુળા આપ્યા. ત્યારે સુપાત્ર દાનના મહિમાથી ત્યાં દેવોએ પાંચ દિવ્યો પ્રગટ કર્યાં. તેના ઘરે ભેગા થયેલા રાજા વગેરે સર્વ પણ લોકોએ તેની અત્યંત પ્રશંસા કરી. વીર સ્વામીએ પણ અડદના બાકુળાથી પારણું કરીને ત્યાંથી બીજે વિહાર કર્યો. હવે ત્યારે જિનદત્તે આકાશમાં વાગતી દેવદુંદુભિને સાંભળીને વિચાર્યું. નિર્ભાગી એવા મને ધિક્કાર છે. હું અધન્ય છું. કારણ કે સ્વામી મારા ધરે ન આવ્યા, અને બીજે ક્યાંય પણ પારણું કર્યું. મેં જે-જે મનોરથો કર્યા હતા તે બધા પણ નિષ્ફળ થયા. ૧૬૪ હવે તે દિવસે તે નગરીમાં પાર્શ્વનાથના સંતાનીય કોઈક કેવળજ્ઞાની મુનીશ્વર સમોસર્યા. નગરના લોકોની સાથે રાજાએ ત્યાં જઈને તેમને વંદન કરીને પૂછ્યું: હે સ્વામી ! આ નગરમાં કોણ પુણ્યવાળો જીવ છે ? કેવલીએ કહ્યું: અહીં જિનદત્ત શ્રેષ્ઠી જેવો બીજો કોઈ પણ પુણ્યવાળો નથી. રાજાએ કહ્યું: હે સ્વામી ! એણે શ્રીવીર સ્વામીને પારણું કરાવ્યું નથી પણ પૂરણ શ્રેષ્ઠીએ પારણું કરાવ્યું છે. આથી તે કેમ પુણ્યવાન નહીં ? તેથી કેવલી ભગવંતે મૂળથી આનું બધું જ ભાવનાનું સ્વરૂપ કહીને કહ્યું: હે રાજન્ ! તેણે દ્રવ્યથી દાન આપ્યું છે પરંતુ ભાવથી તો આણે ભગવાનને વહોરાવ્યું છે. ત્યારે ભાવ સમાધિને ધારણ કરતા આણે બારમા દેવલોકમાં જવા યોગ્ય કર્મને ઉપાર્જિત કરેલું છે. તથા જો આણે તે સમયે દેવદુંદુભિને ન સાંભળી હોત તો ત્યારે જ કેવળજ્ઞાનને પામત ! પૂરણ શ્રેષ્ઠી તો ભાવથી શૂન્ય હોવાથી સુપાત્રદાનથી સોનૈયાની વૃષ્ટિ વગેરે જ ફળને પ્રાપ્ત કર્યું છે. એનાથી અધિક કંઈ પણ મેળવ્યું નથી. હવે આ પ્રમાણે જ્ઞાનીના વચનને સાંભળીને તેઓ બધા પણ જિનદત્તની પ્રશંસા કરીને પોતાના સ્થાનમાં ગયા. જિનદત્ત શ્રેષ્ઠી પણ લાંબા કાળ સુધી શુદ્ધ શ્રાવક ધર્મને આરાધીને બારમા અચ્યુત દેવલોકમાં ગયો. આ પ્રમાણે દાન સંબંધી ભાવશુદ્ધિ ઉ૫૨ જીર્ણશ્રેષ્ઠીનું કથાનક પૂર્ણ થયું. આ પ્રમાણે બીજા પણ શ્રદ્ધાળુઓએ દાનક્રિયામાં વિશુદ્ધ ભાવ ધારણ કરવો જોઈએ. જેથી સ્વયં જ સર્વ સમૃદ્ધિની વૃદ્ધિની પ્રકૃષ્ટ સિદ્ધિઓ સારી રીતે ઉલ્લસિત થાય. અહીં ભાવના આ પ્રમાણે કરવી धन्ना ते सप्पुरिसा, जे मणसुद्धीइ सुद्धपत्तेसु । सुद्धासणाइदाणं, दिंति सया सिद्धिगइहेउं ॥ १॥ અર્થ- જેઓ મનશુદ્ધિથી સિદ્ધિગતિના કારણભૂત શુદ્ઘ અશન આદિનું દાન હંમેશા શુદ્ધ પાત્રોમાં આપે છે તે સત્પુરુષો ધન્ય છે. (૭૨) હવે સર્વ ધર્મોમાં દાન ગૌણ છે એ પ્રમાણે કહેનારાઓના મતનું નિરાકરણ (ખંડન) કરવા માટે આગમ અનુસારે દાનની પ્રધાનતા બતાવે છે— सर्वतीर्थकरैः पूर्वं दानं दत्त्वाऽऽदृतं व्रतं । तेनेदं सर्वधर्माणा -माद्यं मुख्यतयोच्यते ॥ ७३ ॥ સર્વ તીર્થંકરોએ પહેલા દાન આપીને પછી વ્રતનો આદર કર્યો. તેથી દાન સર્વ ધર્મોમાં પહેલું મુખ્યપણે બતાવેલું છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ વરસી દાન તીર્થંકરની દાનની વિધિ આ પ્રમાણે છે- પહેલા શક્રની આજ્ઞાથી ધનદ નામનો લોકપાલ આઠ ક્ષણમાં બનાવેલા, દરેક સોળ માષ પ્રમાણ, જિનેશ્વર ભગવંતના પિતાના નામથી અંકિત, સાંવત્સરિક દાન આપવાને યોગ્ય સોનૈયાથી જિનેશ્વરોના ભંડા૨ને પૂરે છે. ત્યાર પછી જિનેશ્વરો લોકમાં દાનની પ્રવૃત્તિ માટે સૂર્યોદયથી માંડીને છ ઘડી પછીથી બે પ્રહર પૂર્ણ થાય ત્યાં સુધી દ૨૨ોજ એક ક્રોડ આઠ લાખ સોનૈયા આપે છે. આવશ્યકમાં કહ્યું છે કે एगा हिरण्णकोडी, अट्ठेव अणूणगा सयसहस्सा । सूरोदयमाईयं, दिज्जइ पायरासीओ ॥ १ ॥ ૧૬૫ तिण्णेव य कोडिसया, अट्ठासीयं च हुंति कोडीओ । असियं च सयसहस्सा, एवं संवच्छरे दिन्नं ॥ २ ॥ અર્થ- એક ક્રોડ અને પરિપૂર્ણ આઠ લાખ સૂર્યોદયથી માંડીને પ્રાતરાશ સુધીમાં આપે છે. આ પ્રમાણે એક વર્ષ સુધી આપેલું દાન ત્રણસો અઠ્યાસી ક્રોડ અને એંશી લાખ થાય છે. હવે દાન સમયે ઉત્પન્ન થયેલા છ અતિશયો બતાવે છે. (૧) જ્યારે પ્રભુ સોનૈયાની મુઠ્ઠી ભરીને દાન આપે છે ત્યારે સૌધર્મેદ્ર તેના જમણા હાથમાં મહાશક્તિનું સ્થાપન કરે છે. તેથી જરા પણ ખેદ થતો નથી. અહીં અનંતવીર્યથી યુક્ત ભગવાનના હાથમાં ઇંદ્રે શક્તિનું સ્થાપન કર્યું એ અયોગ્ય છે એવી શંકા ન કરવી. ભગવાન અનંત બળવાળા હોવા છતાં પણ જો ઇંદ્ર તેમ ન કરે તો પોતાની લાંબાકાળથી ચાલી આવતી મર્યાદા અને ભક્તિના ભંગનો પ્રસંગ આવે. તેથી અનાદિથી ચાલી આવતી મર્યાદાનું પાલન કરવા માટે અને પોતાની ભક્તિ બતાવવા માટે ઇંદ્રનું તે પ્રમાણે કરવું યોગ્ય જ છે. આથી વિસ્તારથી સર્યું. (૨) તથા ઈશાનેંદ્ર સુવર્ણ રતમયી લાકડી લઈને વચમાં ગ્રહણ કરતા સામાન્ય દેવોને દૂર કરતો, જેના વડે જેટલું મેળવવા યોગ્ય છે તેને તેટલું ભગવાનના હાથથી અપાવતો ‘હે પ્રભો ! મને આપો' એ પ્રમાણે લોકોના મોઢે બોલાવે છે. (૩) તથા ચમરેંદ્ર અને બલીંદ્ર લોકના લાભ (ભાગ્ય)ના અનુસારે પ્રભુની દાનની મુઠ્ઠીને પૂરે છે અથવા ઓછી કરે છે. (૪) તથા ભવનપતિ દેવો દાનને ગ્રહણ કરવા માટે ભરત ક્ષેત્રના મનુષ્યોને ત્યાં લાવે છે. (૫) વ્યંતર દેવો આવેલા તે મનુષ્યોને પોતાના સ્થાનમાં પહોંચાડે છે. (૬) જ્યોતિષ દેવો તો વિદ્યાધરોને તે દાન ગ્રહણ કરાવે છે. વળી- ઇંદ્રો પણ તે દાનને ગ્રહણ કરે છે. કારણ કે તેના પ્રભાવથી દેવલોકમાં બાર વર્ષ સુધી કોઈ પણ લડાઈ થતી નથી. તથા ચક્રવર્તી વગેરે રાજાઓ પોતાના ભંડારને અક્ષય રાખવા માટે તે દાનને ગ્રહણ કરે છે. શ્રેષ્ઠી વગેરે લોકો તો પોતાની યશઃ કીર્તિ વગેરેની વૃદ્ધિ માટે તે દાનને ગ્રહણ કરે છે. તથા રોગી ૧. પ્રાતરાશ = સવારનું ભોજન. Page #179 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ પુરુષો મૂળ રોગનો નાશ કરવા માટે અને બાર વર્ષ સુધી ઉત્પન્ન થતા નવા રોગોના નિવારણ માટે તે દાનને ગ્રહણ કરે છે. ઘણું કહેવાથી શું? બધા ય ભવ્ય લોકો તે યોગને પામીને પોતાના ઈચ્છિત અર્થની સિદ્ધિ માટે શ્રી જિનેંદ્રના હાથથી તે દાનને ગ્રહણ કરે છે જ. અભવ્યો તો તે દાનને ક્યારે પણ પામી શકતા નથી. તીર્થંકરદાન વગેરે કેટલાક ઉત્તમ ભાવની પ્રાપ્તિ માટે તેઓ અયોગ્ય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. તે શાસ્ત્રપાઠ આ પ્રમાણે છે- અભવ્ય જીવોએ આટલા ભાવોને સ્પર્ધો નથી. અભવ્ય કુલક અભવ્ય જીવોએ આ હવે કહેવાશે તે ભાવોને સ્પશ્ય નથી. ઇંદ્રપણું, અનુત્તર દેવપણું, શલાકાપુરુષપણું, નારદપણું, કેવલી અથવા ગણધરના હાથે દીક્ષા, તીર્થકરનું સંવત્સરી દાન, શાસનદેવી-શાસનદેવપણું, લોકાંતિક દેવનું સ્વામીપણું, ત્રાયઅિંશત્ દેવપણું, પરમાધામીપણું, યુગલિક મનુષ્યપણું, સંભિન્નશ્રોત લબ્ધિ, પૂર્વધર લબ્ધિ, આહારક લબ્ધિ, પુલાક લબ્ધિ, મતિ જ્ઞાનાદિ સુલબ્ધિ, સુપાત્રદાન, સમાધિ મરણ, ચારણદ્વિકપણું (=વિદ્યાચરણ, જંઘાચારણપણું), મધુ આશ્રવલબ્ધિ, સર્પિરાશ્રવ લબ્ધિ, ક્ષીરાશ્રવલબ્ધિ, અક્ષણમહાનસ લબ્ધિ, તીર્થકર અથવા તીર્થકરની પ્રતિમાના અંગપરિભોગમાં આવવાના કારણવાળું પૃથ્વી આદિ ભાવ એ સર્વ અભવ્યજીવોએ પ્રાપ્ત કર્યું નથી. વળી અભવ્યજીવોએ ચૌદ રતપણું તથા વિમાનનું સ્વામીપણું તથા સમ્યકત્વજ્ઞાન-સંયમ-તપ આદિ ભાવો તથા ભાવદ્ધિક (ઉપશમ ભાવ-ક્ષાયિક ભાવ) પણ પ્રાપ્ત કર્યા નથી. અભવ્ય જીવોને સમ્યકત્વ આદિ ભાવો ઔપથમિક અને ક્ષાયિક ભાવો હોતા નથી. પથમિક ભાવનો ત્યાગ કરવાથી લાયોપથમિકભાવમાં પણ આ ભાવો હોતા નથી. દ્રવ્યથી તો આ ભાવો હોય છે. વળી- જિનેશ્વરોની અનુભવ સહિત (= શ્રદ્ધા સહિત) ભક્તિ, સાધર્મિકોનું વાત્સલ્ય, સંવેગપણું અને સંવેગી પાક્ષિકપણું પણ અભવ્ય જીવોએ પ્રાપ્ત કર્યું નથી. સંવેગી પાક્ષિકપણું એટલે અહીં શુક્લપાક્ષિકપણું એમ અર્થ જાણવો. જેઓનો સંસાર કંઈક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત માત્ર બાકી છે તેઓ શુક્લપાક્ષિક છે. જેઓ અધિકતર સંસારના ભાગી છે તેઓ કૃષ્ણ પાક્ષિક છે. વળી અભવ્ય જીવો જિનેશ્વરોના પિતા-માતા અને પતીપણાને પામતા નથી. જિનશાસનની પ્રભાવના કરનારા એવા યુગપ્રધાનપણાને પામતા નથી. આચાર્ય પદ આદિ દશપદને તથા પારમાર્થિકગુણયુક્ત આત્મપણાને પામતા નથી. તથા જિનેશ્વરોએ બતાવેલી અનુબંધ અહિંસા, હેતુ અહિંસા અને સ્વરૂપ અહિંસા એ ત્રણ પ્રકારની અહિંસા અભવ્ય જીવો દ્રવ્યથી અને ભાવથી એમ બંને પ્રકારથી પામતા નથી. અહીં સાક્ષાત્ જીવોનો ઘાત ન કરવો તે સ્વરૂપ અહિંસા છે. જે યતનાપૂર્વક પ્રવૃત્તિ કરવામાં આવે તે હેતુ અહિંસા છે. તે અહિંસાનું ફળરૂપે પરિણમવું તે અનુબંધ અહિંસા છે, અર્થાત્ જિનેશ્વર ભગવાનની આજ્ઞાને અખંડ રાખવી તે અનુબંધ અહિંસા છે. આ પ્રમાણે અભવ્યકુલક સમાપ્ત થયું. તથા પ્રભુના દાન સમયે પોતાના માતા-પિતા અને ભાઈ ત્રણ દાનશાળા કરાવીને ત્યાં અન્નપાન, વસ્ત્રો અને અલંકાર અપાવે છે. પ્રસંગથી સર્યું. અહીં પ્રસંગપૂર્વક ચોથું શિક્ષાવ્રત કહ્યું. તે કહેવા દ્વારા બારે ય વ્રતો કહ્યાં. (૭૩) Page #180 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ હવે ઉપસંહાર કરે છે इत्थं व्रतद्वादशकं दधाति, गृही प्रमोदेन प्रतिव्रतं हि । पञ्चातिचारान् परिवर्जयंश्च, ध्रुवं यथाशक्त्यपि भङ्गषट्के ॥७४॥ ગૃહસ્થ આ પ્રમાણે હમણાં કહેલા પ્રકારથી બારવ્રતને હર્ષથી છએ ભાંગાઓમાં પણ યથાશક્તિ ધારણ કરે. અથવા પોતાના નિર્વાહની વિચારણા કરીને એક, બે, ત્રણ અથવા બધાં વ્રતો સ્વીકારે. શું કરતો સ્વીકારે ? દરેક વ્રતમાં નિશ્ચિત એવા પાંચ-પાંચ અતિચારોનો ત્યાગ કરતો સ્વીકારે. વિસ્તારના ભયથી અહીં અતિચારો બતાવ્યા નથી. અતિચારોને બુદ્ધિશાળીઓએ સ્વયં અન્ય ગ્રંથોમાંથી જાણી લેવા. અહીં અતિચારોની પાંચ સંખ્યા બતાવી તે બહુલતાની અપેક્ષાએ કહેલી છે. તેથી ભોગોપભોગ વ્રતમાં વીશ અતિચારો જાણવા. અહીં પૂર્વે સૂચવેલા છ ભાંગા આ પ્રમાણે છેવ્રતનાં ૨૧ ભાંગા ૧૬૭ (૧) એકવિધ એકવિધથી- જેમકે (૧) હિંસા વગેરે ન કરે મનથી (૨) ન કરે વચનથી (૩) ન કરે કાયાથી (૪) ન કરાવે મનથી (૫) ન કરાવે વચનથી (૬) ન કરાવે કાયાથી. (૨) એકવિધ દ્વિવિધથી- જેમકે (૭) હિંસાદિ ન કરે મન-વચનથી (૮) ન કરે મનકાયાથી (૯) ન કરે વચન-કાયાથી (૧૦) ન કરાવે મન-વચનથી (૧૧) ન કરાવે મન-કાયાથી (૧૨) ન કરાવે વચન-કાયાથી. (૩) એકવિધ ત્રિવિધથી- જેમકે (૧૩) હિંસાદિ ન કરે મન-વચન-કાયાથી (૧૪) ન કરાવે મન-વચન-કાયાથી. (૪) દ્વિવિધ એકવિધથી- જેમકે (૧૫) હિંસાદિ ન કરે- ન કરાવે મનથી (૧૬) ન કરે- ન કરાવે વચનથી (૧૭) ન કરે- ન કરાવે કાયાથી. (૫) દ્વિવિધ-દ્વિવિધ- જેમકે (૧૮) હિંસાદિ ન કરે- ન કરાવે મન-વચનથી (૧૯) ન કરેન કરાવે મન-કાયાથી (૨૦) ન કરે-ન કરાવે વચન-કાયાથી. (૬) દ્વિવિધ-ત્રિવિધથી- (૨૧) ન કરે- ન કરાવે મન-વચન-કાયાથી. આ પ્રમાણે ૨૧ ભાંગાથી યુક્ત ષભંગી છે. શ્રાવકને પ્રાયઃ કરીને અનુમતિનો નિષેધ નથી. આથી તેના ભાંગા પણ બતાવ્યા નથી. અહીં બારવ્રતને આશ્રયીને ભાંગાના ભેદની વિવક્ષા કરવામાં આવે તો સ્વીકાર કરનારના કર્મના ક્ષયોપશમની વિચિત્રતા હોવાથી ઘણાં ભેદો થાય છે. (૭૪) બાર વ્રતના કુલ ભાંગા કહ્યું છે કે तेरस कोडिसयाई, चुलसीइजुयाइं बारस य लक्खा । सत्तासीइ सहस्सा, दो य सया तह दुरग्गा य ॥ १ ॥ તેરસો ચોર્યાસી ક્રોડ, બાર લાખ, સત્યાસી હજાર બસો ને બે, શ્રાવકોના અભિગ્રહોની આટલી સંખ્યા જિનેશ્વરોએ બતાવી છે. આ સંખ્યા લાવવાનો ઉપાય પ્રવચન સારોદ્ધારના બસોને છત્રીસમાં દ્વારમાંથી જાણી લેવો. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ આત્મપ્રબોધ વળી-બાર વ્રતોમાં પહેલાના આઠ વ્રતો એક વખત પણ સ્વીકારેલા હોય તો યાવજીવ સુધી રહે છે. આથી યાવત્રુથિક કહેવાય છે. પરંતુ ચાર શિક્ષાવ્રતો મુહૂર્ત વગેરે મર્યાદાથી ફરી-ફરી સ્વીકારાતા હોવાથી અલ્પકાલીન છે, આથી ઈત્વરકાલીન કહેવાય છે. તથા આમાંથી આગળના પાંચ વ્રતો ધર્મરૂપ વૃક્ષનું મૂળ હોવાથી મૂળ ગુણો કહેવાય છે. બાકીના સાત વ્રતો ધર્મરૂપી વૃક્ષની શાખા પ્રાયઃ હોવાના કારણે ઉત્તર સ્વરૂપ હોવાથી અને અણુવ્રતોને ગુણકારી હોવાથી ઉત્તરગુણ કહેવાય છે. અહીં પૂર્વે એક એક વ્રતને આશ્રય દૃષ્ટાંતો બતાવેલા હતાં અને હમણાં ભેગાં બાર વ્રતને આશ્રયી શ્રી વીરશાસનમાં સર્વ શ્રાવકોમાં ગુણોથી વૃદ્ધ, ઉપાસક દશાંગમાં પ્રસિદ્ધ એવા દશ શ્રાવકોનાં દૃષ્ટાંતો ક્રમ કરીને સંક્ષેપથી બતાવવામાં આવે છે. તેમાં પહેલાં દશેય શ્રાવકોનાં નામો બતાવવામાં આવે છે. પ્રભુવીરના દશ શ્રાવકો તે આ પ્રમાણે છે- (૧) આનંદ (૨) કામદેવ (૩) ચુલની પિતા (૪) સુરાદેવ (૫) ચુલ્લશતક (૬) કુંડ કોલિક (૭) સદાલપુત્ર (૮) મહાશતક (૯) નંદિની પિતા (૧૦) તેતલીપિતા. : " તેમાં આનંદ શ્રાવકનો વૃત્તાંત આ પ્રમાણે છે આનંદ શ્રાવક વાણિજ્યગ્રામ નામના નગરમાં બાર ક્રોડ સોનૈયાનો સ્વામી આનંદ નામનો ગૃહસ્થ રહેતો હતો. તેના ચાર ક્રોડ સોનૈયા નિધાન તરીકે મૂકેલા હતા. ચાર ક્રોડ સોનૈયા વ્યાજ તરીકે આપેલા હતા. ચાર ક્રોડ ઘરની સાધન સામગ્રીમાં રોકેલા હતા. તથા એક ગોકુળમાં દશ હજાર ગાયો હોય એવા ચાર ગોકુળ હતા. વળી તેને પરમ શીલ સૌભાગ્ય આદિ ગુણોને ધારણ કરનારી શિવાનંદા નામની પતી હતી. તથા વાણિજ્ય ગામની બહારના ઈશાન ખૂણામાં કોલ્લાક નામના સન્નિવેશમાં તે આનંદ શ્રાવકના ઘણા મિત્રો, જ્ઞાતીયજનો અને સ્વજનો રહેતા હતા. એક વખત વાણિજ્યગામની નજીકમાં દૂતિપલાશ ચૈત્યમાં શ્રી મહાવીર સ્વામી સમવસર્યા. પર્ષદા ભેગી થઈ. ત્યારે સ્વામીના આગમનની વાર્તા સાંભળીને આનંદ નામનો ગૃહસ્થ સ્નાનપૂર્વક શુદ્ધ વસ્ત્રો પહેરીને ઘણા માણસોથી પરિવરેલો ત્યાં જઈને સ્વામીને વંદન કરીને ઉચિત સ્થાનમાં બેઠો. સ્વામીએ દેશના આપી. ત્યાર પછી ધર્મને સાંભળીને શુદ્ધ શ્રદ્ધાવાળા થયેલા આનંદ સ્વામીને કહ્યું: હે ભગવન્! આપે કહેલો ધર્મ મને ગમ્યો છે. તેથી હું આપની પાસે બાર વ્રતો ગ્રહણ કરવા ઇચ્છું છું. સ્વામીએ કહ્યું: હે દેવાનુપ્રિય ! જે પ્રમાણે સુખ ઉપજે તેમ કરો. પ્રતિબંધ ન કરો. ત્યાર પછી આનંદ સ્વામી પાસે બાર વ્રતો સ્વીકાર્યા. તેનો વિશેષ વિચાર ઉપાસક દશાંગમાંથી જાણી લેવો. વ્રતગ્રહણ કર્યા પછી આનંદ શ્રાવકે ભગવાનને નમીને આ પ્રમાણે કહ્યું: હે સ્વામી ! આજથી માંડીને હવે અન્ય તીર્થિકોને, અન્ય તીર્થિક દેવોને, અન્ય તીર્થિકોએ પોતાના દેવ તરીકે સ્વીકારેલ અરિહંતની પ્રતિમાઓ સ્વરૂપ પોતાના પણ દેવોને હું વંદન કરીશ નહીં. હું નમસ્કાર કરીશ નહીં અને તેઓથી પહેલા નહીં બોલાવાયેલો હું તેઓની સાથે આલાપ એટલે કે એક વખત બોલીશ નહીં. સંતાપ એટલે કે વારંવાર બોલીશ નહીં. વળી તેઓને ધર્મની બુદ્ધિથી અશન આદિ આહાર આપીશ નહીં. પરંતુ રાજાભિયોગ વગેરે છ આગારો સિવાય આ મારો નિયમ છે. વળીઆજથી માંડીને શ્રમણ નિગ્રંથોને અચિત્ત અને નિર્દોષ આહાર વગેરે આપતો વિચરીશ. આ પ્રમાણે Page #182 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ૧૬૯ અભિગ્રહ લઈને સ્વામીને ત્રણ વખત વંદન કરીને તે આનંદ શ્રાવક પોતાના સ્થાનમાં ગયો. ત્યારે તેની પતી શિવાનંદાએ પણ પતિના મુખથી આ વાત સાંભળીને સ્વયં પણ ભગવાન પાસે જઈને તે જ પ્રમાણે બાર વ્રતોને ગ્રહણ કર્યાં. ત્યાર પછી આનંદ શ્રાવકે વધતા ભાવથી પૌષધ, ઉપવાસ આદિ ધર્મકાર્યોથી પોતાના આત્માને ભાવતાં ચૌદ વર્ષ પસાર કર્યા. જ્યારે પંદરમો વર્ષ વર્તતો હતો ત્યારે એક વખત અગિયાર પ્રતિમા ધારણ કરવાની ઇચ્છાવાળો આનંદ શ્રાવક પોતાના સર્વ મિત્રોને, જ્ઞાતીયજનોને અને સ્વજનોને ભેગા કરીને અશન વગેરેથી સત્કારીને તેમની સમક્ષ પોતાના મોટા પુત્રને કુટુંબમાં સ્થાપીને તે બધાને અને પોતાના પુત્રને પૂછીને સ્વયં કોલ્લાક સન્નિવેશમાં પોતાની પૌષધશાળામાં આવીને તેનું પ્રમાર્જન કરીને અને ચંડિલ, માતૃની ભૂમિનું પ્રતિલેખન કરીને દર્ભના સંથારા ઉપર આરૂઢ થઈને રહ્યો. ત્યાં શ્રાવકની પહેલી પ્રતિમાનો સ્વીકાર કરી સૂત્રોક્ત વિધિથી સારી રીતે આરાધન કરીને ક્રમે કરીને અગિયારમી પ્રતિમા આરાધી. ત્યાર પછી તે તપકર્મથી જેનું શરીર શોષાઈ ગયું છે એવા આનંદને એક વખત વિશુદ્ધ અધ્યવસાયથી જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી કોઈ વખત ક્યારેક વાણિજ્ય ગામની બહાર શ્રીવીર સ્વામી સમવસર્યા. ત્યારે સ્વામીને પૂછીને ઇદ્રભૂતિ અણગાર ત્રીજી પોરિસીમાં વાણિજ્ય ગામમાં રુચિ પ્રમાણે આહાર ગ્રહણ કરીને ગામમાંથી બહાર નીકળતાં કોલ્લાક સન્નિવેશની અતિ દૂર નહીં તેમ અતિ નજીક નહીં એ પ્રમાણે જતાં લોકના મુખેથી આનંદના તપનો સ્વીકાર વગેરે વાત સાંભળીને સ્વયં આનંદને જોવા માટે કોલ્લાક સન્નિવેશમાં પૌષધશાળામાં ગયા. ત્યારે ભગવાન ગૌતમને આવતા જોઈને ખુશ થયેલા આનંદ શ્રાવકે આ પ્રમાણે કહ્યું: હે સ્વામી ! તપના કારણે નાડી અને અસ્થિ માત્ર શરીર બાકી રહેલું છે એવો હું આપની પાસે આવવા માટે સમર્થ નથી. આથી આપે જ મારા ઉપર કૃપા કરીને અહીં આવવું. ત્યાર પછી ગૌતમ સ્વામી જ્યાં આનંદ શ્રાવક રહેલો હતો ત્યાં આવ્યા. ત્યારે આનંદે ગૌતમ સ્વામીને ત્રણ વખત મસ્તકથી પગમાં વંદન કરીને આ પ્રમાણે પૂછયું: હે સ્વામી ! ઘરમાં રહેતા ગૃહસ્થને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય ? ગૌતમ સ્વામીએ કહ્યુંઃ હા, ઉત્પન્ન થાય. ત્યાર પછી આનંદ કહ્યું: હે સ્વામી ! મને પણ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે તેથી હું પૂર્વદિશામાં અને પશ્ચિમ દિશામાં લવણસમુદ્રમાં પાંચસો યોજન પ્રમાણ ક્ષેત્રને જાણું છું અને જોઉં છું. ઉત્તર દિશામાં હિમવંત વર્ષધર પર્વત સુધી જાણું છું અને જોઉં છું. ઉપર સૌધર્મ દેવલોક સુધી અને નીચે રતપ્રભા પૃથ્વીના લોલચ્ચય નામના નરકાવાસ સુધી જાણું છું અને જોઉં છું. - ત્યાર પછી આનંદને ગૌતમ સ્વામીએ કહ્યું: હે આનંદ ! ગૃહસ્થને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે પરંતુ આટલું મોટું ઉત્પન્ન થતું નથી. તેથી તું આ સ્થાનની આલોચના નિંદા વગેરે કર. તેથી આનંદ ગૌતમસ્વામીને આ પ્રમાણે કહ્યું છે સ્વામી ! જિનવચનમાં સત્ય અર્થની આલોચના વગેરે હોય? ગૌતમ સ્વામીએ કહ્યું ન હોય. ત્યારે આનંદે કહ્યું: હે સ્વામી ! જો એ પ્રમાણે છે તો આપે જ આ સ્થાનની આલોચના વગેરે કરવી જોઈએ. ત્યાર પછી આનંદે આ પ્રમાણે કહ્યું એટલે શંકાવાળા થયેલા ગૌતમ સ્વામી તરત આનંદ પાસેથી નીકળીને દૂતિપલાશચૈત્યમાં શ્રી મહાવીર સ્વામી પાસે આવીને ગમનાગમન પ્રતિક્રમણ વગેરે કરવાપૂર્વક સ્વામીને નમસ્કાર કરીને બધો પણ તે વૃત્તાંત Page #183 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ જણાવીને આ પ્રમાણે કહ્યુંઃ હે ભગવન્ ! તે સ્થાનની આલોચના આનંદે ક૨વાની કે મારે ક૨વાની ? ભગવાને કહ્યું: હે ગૌતમ ! તું જ એ સ્થાનની આલોચના કર. આ સંબંધી આનંદ પાસે ક્ષમા માગ, ત્યાર પછી ભગવાન ગૌતમ ભગવાનના વચનને વિનયથી તે પ્રમાણે સ્વીકારીને સ્વયં તે સ્થાનની આલોચના ગ્રહણ કરીને આનંદ શ્રાવક પાસે તે સંબંધી ક્ષમા માગી. ત્યાર પછી તે આનંદ શ્રાવક ઘણા પ્રકારના શીલ વ્રત વગેરે ધર્મકાર્યોથી આત્માને ભાવિત કરીને વીશ વર્ષ સુધી શ્રાવક પર્યાયને પાળીને અંતે માસિકી સંલેખના કરીને સમાધિથી કાળ કરીને સૌધર્મ દેવલોકમાં અરુણાભ વિમાનમાં ચાર પલ્યોપમ સ્થિતિથી દેવપણામાં ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં સિદ્ધ થશે. આ પ્રમાણે આનંદ શ્રાવકનો વૃત્તાંત પૂર્ણ થયો. ૧૭૦ કામદેવ ચંપાનગરીમાં કામદેવ નામનો ગૃહસ્થ રહેતો હતો. તેને ભદ્રા નામની પત્ની હતી. તથા અઢાર ક્રોડ સોનૈયા દ્રવ્ય તેની પાસે હતું. તેમાં છ ક્રોડ સોનૈયા નિધાનમાં મૂકેલા હતા, છ ક્રોડ સોનૈયા વ્યાજે મૂકેલા હતા અને છ ક્રોડ સોનૈયા ઘર વગેરેના ઉપકરણમાં રોકેલા હતા. તથા દશદશ હજાર ગાયના એક એવા છ ગોકુળ હતા. એક વખત તે નગરની નજીકમાં રહેલા પૂર્ણભદ્ર ચૈત્યમાં શ્રીવીર સ્વામી સમવસર્યા. ત્યારે આનંદ શ્રાવકની જેમ આણે પણ બારવ્રતોનો સ્વીકાર કર્યો. ત્યાર પછી ક્રમે કરી આ પણ આનંદની જેમ પોતાના મોટા પુત્રને કુટુંબ ઉપર સ્થાપીને સ્વયં પૌષધ શાળામાં આવીને પૌષધ કરીને રહ્યો. ત્યાર પછી અર્ધ રાત્રિના સમયે તે કામદેવની પાસે એક માયાવી, મિથ્યાત્વી દેવે પ્રગટ થઈને મહાભયાનક, કહી ન શકાય તેવા વિકરાળ સ્વરૂપવાળા એક પિશાચને વિકુર્થીને હાથમાં તીક્ષ્ણ ધારાથી ચમકતી તલવારને લઈને કામદેવને આ પ્રમાણે કહ્યું: અરે ! કામદેવ ! શ્રમણોપાસક ! અપ્રાર્થપ્રાર્થક ! ધી૨જ અને લજ્જાથી રહિત ! ધર્મથી પુણ્ય, સ્વર્ગ અને મોક્ષની વાંછા કરનાર ! આ શીલ વગેરે વ્રતો અને પૌષધ ઉપવાસ વગે૨ે ધર્મકાર્યોનો જલદીથી ત્યાગ કર. જો નહીં કરે તો આજે હું આ તલવારથી તારા ટુકડે-ટુકડા ક૨ી નાખીશ. જેથી તું દુ:ખથી દુઃખી થયેલો અકાળે જ મૃત્યુ પામીશ. ત્યાર પછી તે કામદેવ પિશાચના રૂપને ધારણ કરનારા તે દેવ વડે આ પ્રમાણે કહેવાયેલો હોવા છતાં પણ ભય નહીં પામેલો, ક્ષોભ નહીં પામેલો, ચલિત નહીં થયેલો, મૌન ધારણ કરીને ધર્મધ્યાનમાં રહ્યો. ત્યાર પછી તે દેવે તે શ્રાવકને તેવા પ્રકારનો નિશ્ચલ જાણીને બે-ત્રણ વાર ફરી આ પ્રમાણે કહ્યું. પરંતુ તે જરાપણ ક્ષોભ ન પામ્યો, ત્યારે અત્યંત ગુસ્સે થયેલા તે દેવે લલાટમાં ભ્રૂકુટિ કરીને તલવારથી કામદેવના ટુકડેટુકડા કરી નાખ્યા, છતાં પણ કામદેવ તે મહાવેદનાને સારી રીતે સહન કરતો ધર્મમાં નિશ્ચલ ચિત્તવાળો રહ્યો. ત્યાર પછી પિશાચના રૂપથી તેને ચલાયમાન કરવા સમર્થ ન થતો તે દેવ ખેદથી ધીમે-ધીમે પાછો હઠતો પૌષધશાળાની બહાર નીકળીને તે પિશાચના રૂપનો ત્યાગ કરીને એક મહાપ્રચંડ સૂંઢરૂપી દંડને અહીં તહીં ઉલાળતા, વાદળની જેમ ગડગડાટ કરતા, ભયંકર આકારવાળા, હાથીના રૂપને વિકુર્તીને પૌષધશાળામાં આવીને કામદેવને ફરી કહ્યું: અરે ! કામદેવ ! જો મારું કહેલું તું નહીં કરે તો આજે હું આ સૂંઢથી તને ગ્રહણ કરીને આકાશમાં ફેંકીશ. તીક્ષ્ણ દાંતરૂપી મુશળોથી તને ભેદી નાખીશ. નીચે નાખીને પગોથી કચડી નાખીશ. ત્યાર પછી આ પ્રમાણે કહેવાયો હોવા Page #184 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ૧૭૧ છતાં પણ કામદેવ જ્યારે ક્ષોભ ન પામ્યો ત્યારે તે દેવે જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે કર્યું છતાં પણ તે શ્રાવક તે મહાવેદનાને સારી રીતે સહન કરતો ધર્મધ્યાનમાં જ રહ્યો. ત્યાર પછી તે દેવ હાથીના રૂપથી પણ તેને ક્ષોભ પમાડવા માટે સમર્થ નહીં થતો ધીમે ધીમે પાછો ફરીને પૌષધશાળાની બહાર નીકળીને તે હાથીના રૂપનો ત્યાગ કરીને મોટી આંખવાળા, વિષના રોષથી પૂર્ણ, અંજનના પુંજ જેવા વર્ણવાળા, અતિ ચંચળ બે જીભવાળા, સ્કુરાયમાન થતી, ઉત્કટ, સ્કુટ, કુટિલ, જટિલ, કર્કશ એવી ફણાના આટોપને કરવામાં ચતુર, ભયંકર એવા સર્પના રૂપને વિકર્વીને પૌષધશાળામાં આવીને કામદેવને કહ્યું: અરે ! કામદેવ ! જો તું મારા વચનને નહીં માને તો આજે જ સરસર અવાજ કરતો હું પશ્ચિમ ભાગથી તારા શરીર ઉપર ચઢીને ત્રણ વાર તારી ડોકને વીંટળાઈ વળીશ. તીર્ણ, વિષથી ભરેલી એવી દાઢોથી તારી છાતીને ભેદી નાખીશ. ત્યાર પછી આ પ્રમાણે કહેવાયો હોવા છતાં પણ તે જ્યારે ચલાયમાન ન થયો ત્યારે અતિ ગુસ્સે થયેલા તે દેવે તે જ પ્રમાણે ઉપસર્ગ કર્યો. પરંતુ તે કામદેવે ત્યારે પણ ક્ષોભ પામ્યા વિના તે તીવ્ર વેદનાને સારી રીતે ધીરજથી સહન કરી. શ્રી જિનધર્મને ચિત્તમાંથી ક્ષણ પણ દૂર ન કર્યો. ત્યાર પછી તે દેવ સાપના રૂપથી પણ તેને જૈન શાસનથી ચલાયમાન કરવા માટે સમર્થ ન થતો, થાકીને ધીમે ધીમે પાછો ફરીને પૌષધશાળાની બહાર નીકળીને તે સાપના રૂપનો ત્યાગ કરીને મહાદિવ્ય, સૌમ્ય આકારવાળા, દેદીપ્યમાન દેવના રૂપને વિકુર્તીને પૌષધશાળામાં પ્રવેશીને આકાશમાં રહેલો કામદેવને આ પ્રમાણે કહેવા લાગ્યો. અહો કામદેવ ! તું ધન્ય છે, કતપુણ્ય છે. તે શ્રી જિનધર્મનો સ્વીકાર કરવાથી પોતાના જન્મને સફળ કર્યો છે. આજે ખરેખર! સૌધર્મેન્દ્ર પોતાની સભામાં તારી અતિપ્રશંસા કરી, દેવ-દાનવોથી પણ તું ક્ષોભ ન પમાડી શકાય તેવો છે એમ કહ્યું. ત્યારે ઇદ્રના વચનની શ્રદ્ધા નહીં કરતો હું તરત અહીં આવ્યો. પરંતુ તારી પરીક્ષા કરતા મેં જેવા પ્રકારની ઈદ્ર કહી હતી તેવા પ્રકારની તારી શક્તિ જોઈ. આથી હું આપને નમાવું છું. મારા કરેલા અપરાધને આપ પણ ખમાવો. હવે પછી આવું કાર્ય નહીં કરું. આ પ્રમાણે કહીને તે દેવ કામદેવના ચરણોમાં નમીને અંજલિ જોડેલો તે ફરી-ફરી પોતાના અપરાધોને ખમાવીને પોતાના સ્થાનમાં ગયો. ત્યાર પછી તે કામદેવે હવે ઉપસર્ગ નથી એ પ્રમાણે વિચારીને કાયોત્સર્ગ પાર્યો. તે અવસરે શ્રીવીર સ્વામી ત્યાં સમવસર્યા. તે વાત સાંભળીને તેણે વિચાર્યું. હું શ્રીવીર સ્વામીને વંદન કરીને પછી પૌષધ પારું તો સારું. આ પ્રમાણે વિચારીને બહુજનથી પરિવરેલો સ્વામીની પાસે જઈને વંદન કરીને ઉચિત સ્થાને બેઠો. ત્યારે સ્વામીએ સ્વયં જ કામદેવને બોલાવીને રાત્રિમાં થયેલા સર્વ પણ ઉપસર્ગ આદિ વ્યતિકરને કહીને કહ્યું: હે કામદેવ ! આ વાત સાચી છે? તેણે કહ્યું: હે સ્વામી! એ જ પ્રમાણે છે. ત્યાર પછી સ્વામીએ ઘણા નિગ્રંથોને અને ઘણી નિગ્રંથીઓને બોલાવીને આ પ્રમાણે કહ્યું: હે આર્યો ! આ ગૃહસ્થ એવા શ્રાવકો ઘરમાં રહેતા જો આ પ્રમાણે દેવતાઈ અને મનુષ્ય સંબંધી ઉપસર્ગોને સારી રીતે સહન કરે છે તો દ્વાદશાંગીને ધારણ કરનારા તમારે તો આ ઉપસર્ગોને સહન કરવા માટે સમર્થ થવું જોઈએ. ત્યારે બધા પણ સાધુ અને સાધ્વીઓએ સ્વામીએ કહેલા વચનને વિનયથી તહત્તિ કરીને સાંભળ્યું. ત્યાર પછી ખુશ થયેલો તે કામદેવ સ્વામીને વંદન Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ આત્મપ્રબોધ કરીને પોતાના સ્થાનમાં આવ્યો. ત્યાર પછી આનંદની જેમ ક્રમે કરીને શ્રાવકની અગિયાર પ્રતિમા સારી રીતે વિધિથી આરાધીને વશ વર્ષ શ્રાવક પર્યાય પાળીને એક મહિનાની સંલેખનાથી કાળ કરીને સૌધર્મ દેવલોકમાં અરુણાભ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો અને મહાવિદેહમાં સિદ્ધ થશે. આ પ્રમાણે કામદેવનો વૃત્તાંત પૂર્ણ થયો. ચુલની પિતા વારાણસી નગરીમાં ચલની પિતા નામનો ગૃહસ્થ રહેતો હતો. તેને સામા નામની પતી હતી. તથા ચોવીસ ક્રોડ સોનૈયા દ્રવ્ય હતું. તેમાં આઠ ક્રોડ સોનૈયા નિધાન તરીકે મૂકેલા હતા. આઠ ક્રોડ સોનૈયા વ્યાજ તરીકે મૂકેલા હતા. અને આઠ ક્રોડ સોનૈયા ઘરવખરી તરીકે હતા. તથા દશ-દશ હજાર ગાયના એક એવા કુલ આઠ ગોકુળ હતા. ત્યાર પછી તે પણ આનંદ શ્રાવકની જેમ શ્રીવીર સ્વામીની પાસે બારવ્રત ગ્રહણ કરીને અવસરે મોટા પુત્ર ઉપર કુટુંબનો ભાર સ્થાપીને સ્વય પૌષધ શાળામાં પૌષધ કરીને રહ્યો. ત્યાં અર્ધ રાત્રિના સમયે એક દેવે પ્રગટ થઈને હાથમાં તલવાર લઈને તેને આ પ્રમાણે કહ્યું : અરે ચુલનીપિતા ! તું આ ધર્મનો ત્યાગ કર, જો નહીં કરે તો તારા મોટા વગેરે પુત્રોને આ તલવારથી મારી નાખીશ. આ પ્રમાણે કહેવાયો હોવા છતાં પણ તે જ્યારે ક્ષોભ ન પામ્યો ત્યારે તે દેવે ક્રમે કરીને તેના મોટા પુત્રને, મધ્યમ પુત્રને અને નાના પુત્રને ત્યાં લાવીને તેની આગળ હણીને તપેલી કડાઈમાં નાખીને તે પુત્રોના માંસથી અને લોહીથી તે શ્રાવકના શરીરને સીંચ્યું. તો પણ તે ક્ષોભ ન પામ્યો. ત્યારે તે દેવે ચોથીવાર તે શ્રાવકને આ પ્રમાણે કહ્યું: અરે ! ચુલનીપિતા ! તું જો મારું કહેલું નહીં માને તો આજે હું ભદ્રા સાર્થવાહી નામની તારી માતાને અહીં લાવીને તારી આગળ મારીને તપેલી કડાઈમાં નાખીને તેના માંસથી અને લોહીથી તારા શરીરને સીંચવાનું કરીશ. જેથી તું દુઃખથી દુઃખી થયેલો અકાળે જ મૃત્યુ પામીશ. આ પ્રમાણે એકવાર કહેવાથી તેને ક્ષોભ નહીં પામેલો માનીને બીજીવાર, ત્રીજીવાર ફરી આ પ્રમાણે કહ્યું. ત્યારે તે શ્રાવકના મનમાં આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો. “અહો ! આ કોઈ પણ પુરુષ અનાર્ય, અનાર્ય બુદ્ધિવાળો નહીં આચરવા યોગ્ય પાપ કર્મોને આચરે છે. જેથી આણે મારા ત્રણે પણ પુત્રોને તેવી કદર્થનાપૂર્વક માર્યા અને હમણાં મારી માતાને પણ તે જ પ્રમાણે મારવા માટે ઇચ્છે છે. આથી હું આ પુરુષને તરત પકડું તો સારું.” આ પ્રમાણે વિચારીને તેણે તરત ઊભા થઈને તેને પકડવા માટે કેટલામાં હાથ લાંબા કર્યા તેટલામાં તે દેવ આકાશમાં ઉડ્યો અને તેના હાથમાં થાંભલો આવ્યો. તેથી તે શ્રાવકે મોટા અવાજથી કોલાહલ કર્યો. ત્યારે ભદ્રા સાર્થવાહીએ પુત્રના તે શબ્દને સાંભળીને ચુલની પિતા પાસે આવીને કોલાહલનું કારણ પૂછ્યું. તેથી તેણે પણ સ્વયં અનુભવેલો બધો પણ વૃત્તાંત માતાને જણાવ્યો. ત્યારે માતાએ કહ્યું હે પુત્ર! કોઈ પુરુષ નથી, કોઈએ પણ તારા પુત્રોને માર્યા નથી. આ કોઈ પણ પુરુષે તને ઉપસર્ગ કર્યો છે. હમણાં તું ભગ્ન વ્રતવાળો અને ભગ્ન પૌષધવાળો થયો છે. તેથી હે પુત્ર! તું આ સ્થાનની આલોચના વગેરે ગ્રહણ કર. તેથી તે ચુલની પિતા શ્રાવકે માતાના વચનને તહત્તિ કરી, સ્વીકારીને તે સ્થાનની આલોચના વગેરે ગ્રહણ કરી. ત્યાર પછી આનંદ શ્રાવકની જેમ ક્રમે કરી અગિયાર પ્રતિમા આરાધી અંતે સમાધિથી કાળે કરીને અરુણાભ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. મહાવિદેહમાં સિદ્ધ થશે. Page #186 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ૧૭૩ સુરાદેવ વારાણસી નગરીમાં સુરાદેવ નામનો ગૃહસ્થ રહેતો હતો. તેને ધન્યા નામની પત્ની હતી. તથા કામદેવ શ્રાવકની જેમ તેને દ્રવ્ય સંપત્તિ અને ગોકુળ હતાં. આગળ વ્રત-ઉપસર્ગ વગેરેનું સ્વરૂપ તો સર્વ પણ ત્રીજા શ્રાવકની જેમ જાણવું. પરંતુ ત્રણ પુત્રને હણવું અને ઉપસર્ગ પછી સુરાદેવને ક્ષોભ નહીં પામેલો જાણીને દેવે કહ્યુંઃ જો તું આ ધર્મને નહીં છોડે તો હમણાં જ હું તારા શરીરમાં સોળ મહારોગ ઉત્પન્ન કરીને અકાળે જ તને પ્રાણ વગરનો કરીશ. તથા કોલાહલ કરવા પછી ભદ્રાના સ્થાને અહીં ધન્યા નામની પતી જાણવી. બાકી બધું તે જ પ્રમાણે સૌધર્મ દેવલોકમાં અરુણકાંત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો અને મહાવિદેહમાં સિદ્ધ થશે ત્યાં સુધીનું જાણવું. ચુલ્લશતક આલંભિકા નામની નગરીમાં ચુલ્લશતક નામનો ગૃહસ્થ રહેતો હતો. તેને બહુલા નામની પતી હતી. તથા કામદેવની જેમ દ્રવ્ય સંપત્તિ અને ગોકુળ હતા. આગળ વ્રત વગેરેનું સઘળુંય સ્વરૂપ ત્રીજા શ્રાવકની જેમ જાણવું. પરંતુ ચુલ્લશતકને પુત્રોની કદર્થનથી ક્ષોભ નહીં પામેલો જાણીને દેવે આ પ્રમાણે કહ્યુંઃ જો તું આ તારા ધર્મને નહીં છોડે તો હમણાં જ હું તારા અઢાર ક્રોડ સોનૈયાઓને તારા ઘરમાંથી બહાર કાઢીને આ નગરીના ત્રણ રસ્તા ઉપર અને ચોકમાં ચારે બાજુ વેરવિખેર કરી નાખીશ. જેથી તું આર્ત્ત અને રૌદ્ર ધ્યાનને પામેલો અકાળે જ મૃત્યુ પામીશ. તથા અહીં કોલાહલ થયા પછી બહુલા પતી આવી. બાકીનો બધો વૃત્તાંત તે જ પ્રમાણે સૌધર્મ દેવલોકમાં અરુણશિષ્ટ નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો અને મહાવિદેહમાં સિદ્ધ થશે ત્યાં સુધીનો જાણવો. કુંડકોલિક કાંપિલ્યપુર નગરમાં કુંડકોલિક નામનો ગૃહસ્થ રહેતો હતો. તેને પુષ્પમિત્રા નામની પત્ની હતી. દ્રવ્ય વગેરે તો કામદેવની જેમ હતું. વ્રતગ્રહણ વગેરે પણ તે જ પ્રમાણે જાણવું. હવે તે કુંડકોલિક એક વખત મધ્યરાત્રિના સમયે પોતાની અશોક વાટિકામાં પૃથ્વીની શિલાના પટ્ટ ઉપર આવીને પોતાની નામાંકિત મુદ્રિકાને અને ઉત્તરીય વસ્ત્રને ત્યાં સ્થાપીને ધર્મધ્યાન કરતો ત્યાં રહ્યો. ત્યારે ત્યાં એક દેવે પ્રગટ થઈને તે મુદ્રિકા અને વસ્ત્રને ત્યાંથી લઈને આકાશમાં રહી તે શ્રાવકને આ પ્રમાણે કહ્યું: અહો ! કુંડકોલિક ! મંખલિપુત્ર ગોશાળાની ધર્મની પ્રરૂપણા સારી છે, કે જ્યાં ઉદ્યમ વગેરે કંઈ પણ કરવાનું નથી. જીવો પુરુષાર્થ કરતા હોવા છતાં પુરુષાર્થની સિદ્ધિ નથી, આથી જ બધા ભાવો નિયત છે. તથા શ્રી વીર ભગવાનની ધર્મની પ્રરૂપણા સારી નથી કે જ્યાં ઉદ્યમ વગેરે કરવાનું છે. ત્યાર પછી તે કુંડકોલિકે દેવને આ પ્રમાણે કહ્યું: હે દેવ ! જો આ પ્રમાણે છે તો તેં આ દિવ્ય દેવની ઋદ્ધિ ઉદ્યમ વગેરેથી પ્રાપ્ત કરી કે ઉદ્યમ વિના પ્રાપ્ત કરી ? ત્યારે તે દેવે કહ્યુંઃ મેં આ દેવની ઋદ્ધિ ઉદ્યમ વિના પ્રાપ્ત કરી છે. ત્યાર પછી કુંડકોલિકે કહ્યુંઃ જો ઉદ્યમ વિના તે આ ઋદ્ધિ પ્રાપ્ત કરી છે તો જે જીવો ઉદ્યમ વગેરે નથી કરતા તે સર્વે પણ દેવપણાને કેમ નથી પામ્યા ? હવે જો તે આ ઋદ્ધિ ઉદ્યમ વગેરેથી પ્રાપ્ત કરી છે તો ગોશાળાની ધર્મપ્રરૂપણા સારી છે ઇત્યાદિ જે પહેલાં તેં કહ્યું તે નકામું છે. ત્યાર પછી તેના વડે આ પ્રમાણે કહેવાયેલો તે દેવ શંકાવાળો થયેલો તેને ઉત્તર આપવા માટે અસમર્થ થયેલો તે Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ આત્મપ્રબોધ મુદ્રિકા અને વસ્ત્રને પૃથ્વીના શિલાપટ્ટ ઉપર મૂકીને પોતાના સ્થાનમાં ગયો. તે અવસરે શ્રી વીર સ્વામી ત્યાં સમવસર્યા. ત્યારે કુંડકોલિક પણ પ્રાતઃકાળે સ્વામી પાસે ગયો. આગળનો સર્વ પણ વૃત્તાંત કામદેવની જેમ જાણવો. વિશેષમાં એટલે કે અહીં આ વિષયમાં હેતુ-પ્રશ્ન વગેરેથી અન્યતીર્થિકોને નિરુત્તર કરવાથી સ્વામીએ તેની પ્રશંસા કરી. ત્યાર પછી તે કુંડકોલિક ચૌદ વર્ષ પછી તે જ પ્રમાણે મોટા પુત્ર ઉપર કુટુંબનો ભાર નાખીને સ્વયં પૌષધ શાળામાં રહ્યો છતો અગિયાર પ્રતિમાને આરાધીને તે જ પ્રમાણે સૌધર્મ દેવલોકમાં અરુણધ્વજ વિમાનમાં દેવ થયો અને મહાવિદેહમાં સિદ્ધ થશે. સદાલપુત્ર પોલાસપુર નગરમાં ગોશાળાના મતની ઉપાસના કરનારો સદાલપુત્ર નામનો કુંભાર રહેતો હતો. તેને અગ્નિમિત્રા નામની પતી હતી. તથા ત્રણ ક્રોડ સોનૈયા દ્રવ્ય હતું. તેમાં એક ક્રોડ સોનૈયા નિધાન તરીકે મૂકેલા હતા. એક ક્રોડ સોનૈયા વ્યાજે મૂકેલા હતા અને એક ક્રોડ સોનૈયા ઘરવખરી તરીકે હતા. તથા દશહજાર ગાયોવાળું એક ગોકુળ હતું. વળી તેને પાંચસો દુકાનો હતી. એક વખત તે સદાલપુત્ર મધ્ય રાત્રિના સમયે અશોક વાટિકામાં આવીને ગોશાળાએ કહેલા ધર્મનું ધ્યાન કરતો રહ્યો. ત્યારે એક દેવે પ્રગટ થઈને તેને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! સવારે અહીં ઉત્પન્ન થયેલા જ્ઞાન અને દર્શનને ધારણ કરનારા, ત્રિકાળને જાણનારા, મહામાહણ અહમ્ આવશે. તારે તેની વંદન-નમસ્કાર આદિ સેવા કરવી. આ પ્રમાણે બે-ત્રણ વાર કહીને તે દેવ પોતાના સ્થાનમાં ગયો. ત્યારે સદાલ પુત્રે તે દેવના વચનને સાંભળીને વિચાર્યું. આવા પ્રકારના ગુણથી યુક્ત તો મારો ધર્માચાર્ય ગોશાળો છે. તે નક્કી સવારે અહીં આવશે ત્યારે હું તેમને વંદન વગેરે કરીશ. હવે પ્રભાતે શ્રીવીર સ્વામી ત્યાં સમવસર્યા. ત્યારે તે સદાલપુત્ર શ્રીવીર સ્વામીના આગમનને સાંભળીને બહુજનથી પરિવરેલો ત્યાં જઈને વિધિપૂર્વક સ્વામીને વંદન કરીને ઉચિત સ્થાને બેઠો. સ્વામીએ પણ દેશના આપીને સદાલપુત્રને બોલાવીને રાત્રિમાં થયેલો સર્વ પણ વૃત્તાંત કહીને પૂછયું: હે સદાલપુત્ર! આ વાત સાચી છે? તેણે કહ્યું: હે સ્વામી! આ આ પ્રમાણે જ છે. ફરી સ્વામીએ કહ્યું: હે સદાલપુત્ર ! તે દેવે ગોશાળાને આશ્રયીને આ પ્રમાણે નહોતું કહ્યું. તેથી તેણે વિચાર્યું. પૂર્વે કહેલા ગુણોથી યુક્ત આ શ્રી મહાવીર સ્વામી છે તેથી હું આ પ્રભુને વંદન કરીને પીઠ, ફલક વગેરે માટે નિમંત્રણ કરું તો સારું થાય. આ પ્રમાણે વિચારીને તેણે સ્વામીને વંદન વગેરે કરવા પૂર્વક કહ્યું હે ભગવન્ ! નગરની બહાર મારી પાંચસો દુકાનો છે તેમાંથી તમે પીઠ, ફલક, શયા, સંથારો વગેરે ગ્રહણ કરીને વિચરો. તેથી સ્વામી આજીવિકના ઉપાસક એવા તેના વચનને સાંભળીને ત્યાં યથાયોગ્ય અચિત્ત પીઠ, ફલક વગેરે ગ્રહણ કરીને રહ્યા. ત્યારે એક દિવસ શાળામાંથી વાસણો બહાર કાઢીને તડકામાં મૂકતા એવા તે સદાલપુત્રને સ્વામીએ પૂછયું: હે સદાલપુત્ર ! આ વાસણો કેવી રીતે તૈયાર થાય છે ? તેથી તેણે માટીથી માંડીને બધું પણ વાસણો તૈયાર કરવાનું સ્વરૂપ સ્વામીની આગળ કહ્યું. ત્યારે સ્વામીએ કહ્યું : આ વાસણો પુરુષાર્થથી તૈયાર કરાય છે કે પુરુષાર્થ વિના તૈયાર કરાય છે? તેણે કહ્યું કે સ્વામી ! પુરુષાર્થ વિના તૈયાર કરાય છે. કારણ કે પુરુષાર્થ વગેરે નથી, અને આથી જ બધા ય ભાવો નિયત છે. ત્યારે સ્વામીએ કહ્યું: જો કોઈ પણ માણસ તારા આ વાસણો Page #188 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ૧૭૫ ચોરી જાય અથવા ભાંગી નાખે અથવા તારી પત્ની સાથે ભોગો ભોગવે તો તે પુરુષને તું કાંઈ દંડ કરે? તેણે કહ્યું: હે સ્વામી ! હું તેને મારવું વગેરે દંડ કરું. તેથી આ પ્રમાણે સદાલપુત્રને પોતાના વચનથી પુરુષાર્થનો સ્વીકાર કરાવીને સ્વામીએ કહ્યું: જે આ પ્રમાણે ન કરે તેને તું મારવું વગેરે ન કરે. હવે જો પુરુષાર્થ વગેરે નથી, બધા ય ભાવો નિયત છે અને હવે અપરાધી માણસને તું મારવું વગેરે કરે છે તેથી તો પુરુષાર્થ વગેરે નથી એ પ્રમાણે તું જે કહે છે તે ખોટું થયું. હવે આ પ્રમાણે સ્વામીએ કહ્યું એટલે પ્રતિબોધ પામેલા સદાલપુત્રે તરત સ્વામીને વંદન કરીને સ્વામી પાસે બધો ય ધર્મ સાંભળીને ખુશ થયેલા તેણે આનંદ શ્રાવકની જેમ બાર વ્રતો સ્વીકાર્યા. વિશેષ એટલે કે દ્રવ્યાદિ સંખ્યા પૂર્વે બતાવી તે જ જાણવી. ત્યાર પછી તે પોતાના ઘરે આવીને પોતાની પતીને પણ તે વૃત્તાંત જણાવીને તે જ પ્રમાણે વ્રતો ગ્રહણ કરાવ્યાં. તે દિવસથી માંડીને તે શુદ્ધ શ્રાવક થયો. - હવે એક વખત ગોશાળો તે વાત સાંભળીને તે સદાલપુત્રને જિનધર્મથી ચલાયમાન કરવા માટે અને પોતાના ધર્મમાં લાવવા માટે આજીવિક સંઘથી પરિવરેલો તે નગરમાં આજીવિક સભામાં આવીને પોતાના વાસણ વગેરે મૂકીને કેટલાક આજીવિકોની સાથે સદાલપુત્રની પાસે આવ્યો. ત્યારે તે શ્રાવક તેને આવતો જોઈને આદર-સત્કાર વગેરે નહીં કરતો મૌન થઈને રહ્યો. ત્યારપછી તે ગોશાલક તે શ્રાવક વડે આદર નહીં કરાતો પીઠ-ફલક આદિ મેળવવા માટે તેની આગળ શ્રીવીર સ્વામીના ગુણોનું કીર્તન કરવા લાગ્યો કે હે દેવાનુપ્રિય ! અહીં મહામાયણ, મહાગોપ, મહાસાર્થવાહ, મહાધર્મકથાને કરનાર, મહા નિર્ધામક આવેલા છે ? સદાલપુત્રે કહ્યું: હે દેવાનુપ્રિય ! આવા પ્રકારના કોણ છે? ગોશાળાએ કહ્યું: શ્રીમાન શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આવા પ્રકારના છે. ફરી શ્રાવકે કહ્યું- તેઓ આવા પ્રકારની ઉપમાને ધારણ કરનારા કેમ છે? ત્યારે ગોશાળાએ કહ્યું છે સદાલપુત્ર ! શ્રી મહાવીર સ્વામી અનંતજ્ઞાન આદિને ધારણ કરનારા હોવાથી, ચોસઠ સુરેંદ્રોથી પૂજાતા હોવાથી મહામાહણ કહેવાય છે. તથા ભવ અટવીમાં ત્રાસ પામતા ઘણા જીવોને ધર્મમય દંડથી સારી રીતે રક્ષણ કરતા નિર્વાણ નામના મહાપાડાને પ્રાપ્ત કરાવતા મહાગોપ કહેવાય છે. તથા સંસાર અટવીમાં ઉન્માર્ગમાં પડેલા જીવોને મુક્તિપત્તનને પ્રાપ્ત કરાવનારા હોવાથી મહાસાર્થવાહ કહેવાય છે. તથા સન્માર્ગથી ભ્રષ્ટ થયેલા જીવોને ઘણા પ્રકારના અર્થ હેતુ વગેરેથી સન્માર્ગમાં લાવીને સંસારથી નિસ્તાર કરતા હોવાથી મહાધર્મકથક કહેવાય છે. તથા સંસાર સમુદ્રમાં ડૂબતા જીવોને ધર્મરૂપી નાવડીથી નિર્વાણરૂપી તીરની અભિમુખ કરતા હોવાથી મહાનિર્ધામક કહેવાય છે. - ત્યાર પછી તે સદાલપુત્રે ગોશાળાને કહ્યું: હે દેવાનુપ્રિય ! આવા પ્રકારના નિપુણ, આવા પ્રકારના નયવાદી, આવા પ્રકારના વિજ્ઞાનવાળા તમે મારા ધર્માચાર્ય શ્રીવીર સ્વામીની સાથે વિવાદ કરવા સમર્થ થાઓ? તેણે કહ્યું: સમર્થ ન થાઉં. શ્રાવકે કહ્યું તે કેવી રીતે ? તેણે કહ્યું: શ્રીવીર સ્વામી મને અર્થ-હેતુ વગેરેથી જ્યાં જ્યાં ગ્રહણ કરે છે ત્યાં ત્યાં મને નિરુત્તર કરે છે. તે કારણે હું તેઓની સાથે વિવાદ કરવા અસમર્થ છું. ત્યાર પછી તે શ્રાવકે તેને કહ્યું: હે દેવાનુપ્રિય ! જે કારણે તું મારા ધર્માચાર્યની આ પ્રમાણે સબૂતભાવગુણોની પ્રશંસા કરે છે તે કારણે હું તને પીઠ-ફલક વગેરેથી નિમંત્રણ કરું છું. પરંતુ એમાં મને ધર્મ થશે એમ વિચારીને વિનંતિ કરતો નથી. તેથી તું જા, મારી દુકાનોમાંથી ઇચ્છા પ્રમાણે પીઠ-ફલક આદિ ગ્રહણ કરીને વિચર. ત્યાર પછી તે ગોશાળો તેના વચનથી ત્યાં પીઠ-ફલક આદિ ગ્રહણ કરીને રહ્યો. પરંતુ જ્યારે સદાલપુત્રને કોઈ પણ પ્રકારથી Page #189 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ જિનશાસનથી ચલાયમાન કરવા માટે સમર્થ ન થયો ત્યારે સ્વયં જ ખેદ પામેલો પોલાસપુરથી નીકળીને બીજે ગયો. ત્યાર પછી તે સદાલપુત્ર સારી રીતે ધર્મનું પાલન કરતો ચૌદ વર્ષ પસાર થયે આનંદ વગેરેની જેમ પૌષધશાળામાં રહ્યો. ત્યાં ચુલનીપિતાની જેમ તેને પણ ઉપસર્ગો થયા. વિશેષ એટલું કે ચોથીવાર અગ્નિમિત્રા પતીને મારવાને આશ્રયીને દેવે વચનો કહ્યાં તેથી તે તેને પકડવા માટે તૈયાર થયો ત્યારે દેવ આકાશમાં ઊડી ગયો. પછી કોલાહલ થયા પછી અગ્નિમિત્રા પતી આવી. બાકી બધું પૂર્વ પ્રમાણે જ જાણવું. અંતે અરુણઅદ્ભુત નામના વિમાનમાં ઉત્પન્ન થયો અને મહાવિદેહમાં સિદ્ધ થશે. ૧૭૬ મહાશતક રાજગૃહ નગરમાં મહાશતક નામનો ગૃહસ્થ રહેતો હતો. તેને પોતાની માલિકીનું ચોવીસ ક્રોડ સોનૈયા દ્રવ્ય હતું. તેમાં આઠ ક્રોડ સોનૈયા નિધાનરૂપે હતું. આઠ ક્રોડ સોનૈયા વ્યાજે મૂકેલું હતું. આઠ ક્રોડ સોનૈયા ઘરવખરી તરીકે હતું. તથા પૂર્વોક્ત પ્રમાણવાળા આઠ ગોકુળ હતા. વળી તેને રેવતી વગેરે તેર પતીઓ હતી અને તેમાં રેવતીને પોતાના પિતાના ઘર સંબંધી આઠ ક્રોડ સોનૈયા અને આઠ ગોકુળ હતા. બાકીની બાર સ્ત્રીઓને પોતાના પિતાના ઘર સંબંધી એક-એક ક્રોડ સોનૈયા અને એક-એક ગોકુળ હતા. હવે એક વખત તેણે પણ શ્રીવીરસ્વામીની પાસે આનંદની જેમ બારવ્રતો સ્વીકાર્યાં. પરંતુ પોતાની માલિકીમાં ચોવીસ ક્રોડ સોનૈયા અને આઠ ગોકુળ રાખ્યા. તથા રેવતી વગેરે તે૨ પત્ની સિવાયની પરસ્ત્રી સાથે મૈથુન સેવનનો ત્યાગ કર્યો. ત્યાર પછી તે મહાશતક શ્રાવક સુખેથી શ્રાવક ધર્મનું પાલન કરતો વિચરે છે. હવે એક વખત રેવતીના મનમાં આવો વિકલ્પ ઉત્પન્ન થયો કે- હું આ બાર પત્નીના વ્યાઘાત (વિદ્મ)થી પતિ સાથે સારી રીતે ભોગો ભોગવવા સમર્થ થતી નથી. તેથી આ બારેય શોક્યોને કોઈ પણ પ્રયોગથી જો મારું તો પતિ સાથે એકલી જ હંમેશાં ભોગોને ભોગવું. તથા આ બધાના દ્રવ્ય વગેરેની પણ હું સ્વામિની થાઉં. ત્યાર પછી પાપિણી એવી તેણીએ કોઈ વખત કોઈક બહાનાથી તેઓમાંથી છ શોક્યોને શસ્ત્રના પ્રયોગથી મારી નાખી. છને વિષના પ્રયોગથી મારી નાખી. તેઓના દ્રવ્યની સ્વયં સ્વામિની થઈ. ત્યાર પછી વિદ્ન વિના પતિ સાથે ભોગોને ભોગવતી તે રેવતી માંસ ખાવામાં લોલુપ થયેલી દ૨૨ોજ વિવિધ માંસ અને મદિરાનો સ્વાદ કરતી રહી. હવે એક વખત નગરીમાં અમારિની ઘોષણા પ્રવર્તી હતી ત્યારે તે રેવતીએ પોતાના પિતાના ઘરના મનુષ્યોને બોલાવીને કહ્યુંઃ હે દેવાનુપ્રિયો ! તમે મારા ગોકુળમાંથી દ૨૨ોજ બે-બે વાછરડાઓને હણીને અહીં લાવો. ત્યાર પછી તેઓએ પણ તેના વચનથી તે જ પ્રમાણે કર્યું. ત્યાર પછી તે રેવતી તેનું માંસ ખાતી અને દારુને પીતી વિચરવા લાગી. ત્યાર પછી તે મહાશતક શ્રાવક ચૌદ વર્ષ પસાર થયા પછી તે જ પ્રમાણે પુત્ર ઉપર કુટુંબનો ભાર સ્થાપી, પૌષધશાળામાં ધર્મધ્યાન કરતો રહ્યો. ત્યારે તે રેવતી ઉન્માદવાળી થયેલી, છૂટા વાળવાળી થયેલી, ઉત્તરીય વસ્રને મસ્તક ઉ૫૨થી ઉતારતી પૌષધશાળામાં આવીને પતિને મોહના ઉન્માદને ઉત્પન્ન કરનારા શૃંગાર વાક્યો બોલતી અને હાવભાવ બતાવતી આ પ્રમાણે કહેવા લાગીઃ અરે, મહાશતક શ્રાવક ! ધર્મ-સ્વર્ગ-મોક્ષ વગેરેને ઇચ્છનારા ! તને ધર્મ વગેરેથી શું થવાનું છે ? જેથી તું મારી સાથે ભોગોને ભોગવતો નથી. આ પ્રમાણે તેણી વડે કહેવાયો હોવા છતાં પણ તે શ્રાવક તેના વચનને સર્વથા આદર નહીં કરતો Page #190 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ૧૭૭ મૌન થયેલો ધર્મધ્યાનને પામેલો રહ્યો. ત્યારે તે રેવતીએ બે-ત્રણવાર આ પ્રમાણે કહ્યું હોવા છતાં તેણે આદર ન કર્યો. એટલે તે પોતાના સ્થાનમાં ગઈ. ત્યાર પછી તે શ્રાવક ક્રમે કરી અગિયાર પ્રતિમા આરાધી ઘણા તપોથી જેણે શરીરને શોષી નાંખ્યું છે એવો તે આનંદ શ્રાવકની જેમ નાડી અને અસ્થિ માત્ર શરીરવાળો થયો. - હવે એક વખત તેને શુભ અધ્યવસાયથી અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે પૂર્વ-દક્ષિણ અને પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રમાં એક-એક હજાર યોજન પ્રમાણ ક્ષેત્રને જાણે છે અને જુએ છે. બાકીની દિશાઓમાં જે પ્રમાણે આનંદ જોતો હતો તે પ્રમાણે આ પણ જુએ છે. ત્યાર પછી એક વખત તે રેવતી મહાશતકને ફરી પૂર્વની જેમ ઉપસર્ગ કરવા લાગી. ત્યારે ગુસ્સે થયેલા તે ગૃહસ્થ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને તેણીને આ પ્રમાણે કહ્યું: અરે રેવતી ! મૃત્યુની પ્રાર્થના કરનારી ! તું સાત દિવસની અંદર અલસક વ્યાધિથી પરાભવ પામેલી અસમાધિથી કાળ કરીને પ્રથમ નરકમાં લોલુચ્ચય નામના નરકાવાસમાં ચોરાસી હજાર વર્ષની સ્થિતિથી નારકપણે ઉત્પન્ન થઈશ. ત્યાર પછી તે રેવતી તેના વચનને સાંભળીને ભય પામેલી છતી આ પ્રમાણે વિચારવા લાગી. આજે મારી ઉપર મહાશતક ગુસ્સે થયો છે. આથી કોઈ પણ કદર્થનાથી મને મારશે. આ પ્રમાણે વિચારીને ધીમે-ધીમે તે ત્યાંથી પાછી ફરીને પોતાના ઘરમાં આવીને દુઃખી થયેલી રહીત્યાર પછી તે રેવતી સાત દિવસની અંદર તે જ પ્રમાણે મરીને લોલુચ્ચય નામના નરકાવાસમાં ઉત્પન્ન થઈ. તે અવસરે શ્રી વીર સ્વામી ત્યાં સમવસર્યા. પર્ષદા દેશના સાંભળીને પોતાના સ્થાનમાં ગઈ. - ત્યારે સ્વામીએ ગૌતમને બોલાવીને મહાશતકને ક્રોધની ઉત્પત્તિ વગેરેનું સ્વરૂપ તેને જણાવીને આ પ્રમાણે કહ્યું: હે ગૌતમ ! પૌષધ શાળામાં અંતિમ સંલેખનાથી જેણે પોતાના શરીરને દુર્બળ કરી નાંખ્યું છે, જેણે ભક્ત પાન વગેરેનું પચ્ચખાણ કર્યું છે એવા શ્રાવકને સત્ય પણ અપ્રીતિ કરનારું વચન બોલવું યોગ્ય નથી. તેથી તું ત્યાં જઈને મહાશતકને આ પ્રમાણે કહે કે- હે મહાશતક ! જે તેં રેવંતીને સત્ય પણ અનિષ્ટ વચનો કહ્યાં તે સ્થાનની આલોચના કર, યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તને સ્વીકાર. ત્યાર પછી ભગવાન ગૌતમ પ્રભુના વચનને વિનયથી અંગીકાર કરીને રાજગૃહ નગરીમાં મહાશતકના ઘરે ગયા. ત્યાં ગૌતમ સ્વામીને આવતાં જોઈને ખુશ થયેલા તે શ્રાવકે વંદન કર્યું. ત્યાર પછી ગૌતમે બધો ય ભગવાને કહેલો વચનનો સમૂહ ભગવાનનું નામ લઈને તેની આગળ જણાવ્યો. ત્યારે મહાશતકે ગૌતમના વાક્યને તહત્તિ કરીને સ્વીકારીને તે સ્થાનની આલોચના વગેરે ગ્રહણ કર્યું. ત્યાર પછી ગૌતમ સ્વામી તેની પાસેથી નીકળીને સ્વામી પાસે ગયા. ત્યાર પછી મહાશતક શ્રાવક સારી રીતે શ્રાવક ધર્મ પાળીને તે જ પ્રમાણે અંતે અરુણ અવતંસક વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. મહાવિદેહમાં સિદ્ધ થશે. નંદિનીપિતા શ્રાવસ્તી નગરીમાં નંદિનીપિતા નામનો ગૃહસ્થ રહેતો હતો. તેને અશ્વિની નામની પતી હતી. દ્રવ્ય અને ગોકુળ આનંદ શ્રાવકની જેમ હતું. બારવ્રતો પણ તે જ પ્રમાણે હતાં. ચૌદ વર્ષ પસાર થયા પછી તે પણ તે જ પ્રમાણે કુટુંબમાં મોટા પુત્રને સ્થાપીને પૌષધ શાળામાં આવી વિવિધ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ આત્મપ્રબોધ ધર્મ કૃત્યોથી પોતાના આત્માને ભાવિત કરીને અગિયાર પ્રતિમા આરાધીને અંતે અરુણગ વિમાનમાં ઉત્પન્ન થયો. મહાવિદેહમાં સિદ્ધ થશે. તેલીપિતા શ્રાવસ્તી નગરીમાં તેલીપિતા નામનો ગૃહસ્થ રહેતો હતો. તેને ફાલ્ગની નામની પતી હતી. તથા ઋદ્ધિનો વિસ્તાર પૂર્વની જેમ જાણવો. વ્રતો પણ તે જ પ્રમાણે જાણવાં. ત્યાર પછી તે પણ મોટા પુત્રની આજ્ઞાથી પૌષધશાળામાં અગિયાર પ્રતિમા આરાધીને અંતે તે જ પ્રમાણે સૌધર્મ દેવલોકમાં અરૂણકીલ વિમાનમાં ચાર પલ્યોપમની સ્થિતિથી દેવપણે ઉત્પન્ન થયો અને મહાવિદેહમાં સિદ્ધ થશે. આ દશે પણ શ્રાવકોને પંદરમા વર્ષમાં વર્તતા હતા ત્યારે ગૃહવ્યાપારના ત્યાગનો અધ્યવસાય થયો. તથા બધાને વીશ વર્ષનો શ્રાવક પર્યાય થયો. તથા બધા ય સૌધર્મ દેવલોકમાં સરખા આયુષ્યપણે ઉત્પન્ન થયા. તથા આમાંથી પહેલા, છટ્ટા, નવમા, દસમા શ્રાવકોને ઉપસર્ગો થયા ન હતા. બાકીના છે ને ઉપસર્ગો થયા હતા. વિશેષ એટલે કે પહેલાને ગૌતમ સાથે પ્રશ્નોત્તર થયો. છઠ્ઠાને દેવ સાથે ધર્મચર્ચા થઈ. આ પ્રમાણે સમુદિત બાર વ્રત ઉપર ઉપાસકદશાંગને અનુસાર સંક્ષેપથી દશ શ્રાવકોનાં દૃષ્ટાંતો બતાવ્યાં. આ સાંભળીને બીજા પણ સમ્યગ્દષ્ટિઓએ બાર વ્રતના પાલનમાં તત્પર થવું જોઈએ. (૭૪) શ્રાવકની અગિયાર પ્રતિમા હવે પ્રસંગથી શ્રાવકની અગિયાર પ્રતિમાનું સ્વરૂપ બતાવવામાં આવે છે दसणवयसामाइय, पोसहपडिमा अबंभसच्चित्ते । आरंभपेसउद्दिट्ट, वज्जए समणभूए य ॥७५॥ (૧) દર્શન = સમ્યકત્વ (૨) વ્રતો = અણુવ્રતો વગેરે (૩) સામાયિક (૪) પૌષધ (૫) પ્રતિમા = કાયોત્સર્ગ- આ પાંચ વિશે અભિગ્રહવિશેષરૂપ પ્રતિમાઓ વિધાન સ્વરૂપે જાણવી. (૬) અબ્રહ્મ (૭) અને સચિત્ત આ બે વિશે અભિગ્રહવિશેષરૂપ પ્રતિમાઓ ત્યાગ સ્વરૂપે જાણવી. (૮) આરંભ એટલે સ્વયં પાપકર્મ કરવું. (૯) પ્રેષણ એટલે બીજાઓને પાપકર્મમાં જોડવા. (૧૦) ઉદિષ્ટ એટલે તે જ શ્રાવકને ઉદેશીને સચિત્તને અચિત્ત કરવું અથવા આહારાદિ પકાવવું. આઠમી વગેરે પ્રતિમાને ધારણ કરનારો આ ત્રણનો ત્યાગ કરનાર હોય. તથા (૧૧) શ્રમણભૂત એટલે સાધુ જેવો. શ્રાવક આ અગિયાર પ્રતિમાને ધારણ કરનારો હોય. ભાવાર્થ તો આ પ્રમાણે છે. એક મહિના સુધી શંકા વગેરે દોષથી રહિત અને રાજાભિયોગ વગેરે છ આગારોથી રહિત હોવાથી કેવલ શુદ્ધ સમ્યકત્વને ધારણ કરનારને પહેલી પ્રતિમા હોય છે. બે મહિના સુધી અતિચારથી રહિત અને અપવાદથી રહિત વ્રતો અને સમ્યકત્વને સારી રીતે ધારણ કરનારને બીજી પ્રતિમા હોય છે. ત્રણ મહિના સુધી સમ્યકત્વ અને વ્રતથી યુક્ત હોય અને દરરોજ બંને સંધ્યાએ સામાયિક કરનારને ત્રીજી પ્રતિમા હોય છે. આ પ્રમાણે આગળ પણ પૂર્વપૂર્વની પ્રતિમાનાં અનુષ્ઠાનો પછી પછીની પ્રતિમામાં જાણવા. જે વિશેષ છે તે કહેવામાં આવે છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ૧૭૯ ચાર મહિના સુધી દર મહિને છ પર્વમાં ચાર પ્રકારના પૌષધ કરનારને ચોથી પ્રતિમાં હોય છે. પાંચ મહિના સુધી સ્નાનનો ત્યાગ કરનાર, દિવસે પ્રકાશમાં ભોજન કરનાર અને રાત્રિમાં સર્વથા ભોજનનો ત્યાગ કરનાર, પરિધાનમાં કરચ્છાને નહીં બાંધનાર, દિવસે બ્રહ્મચર્યને ધારણ કરનાર, રાત્રિમાં અપર્વતિથિમાં સ્ત્રીઓનું અને તેના ભોગોનું પ્રમાણ ધારણ કરનાર અને પર્વતિથિમાં રાત્રિએ ચતુષ્પથમાં કાયોત્સર્ગ કરતા શ્રાવકને પાંચમી પ્રતિમા હોય છે. અહીં રાત્રિભોજનનો ત્યાગ કરવાથી એ સૂચવ્યું કે- શ્રાવકે કેશવ વગેરેની જેમ ક્યારે પણ રાત્રિભોજન ન જ કરવું જોઈએ. પરંતુ જે કોઈપણ શ્રાવક તે નિયમ કરવા માટે સમર્થ ન હોય તેણે પણ પાંચમી પ્રતિમાથી માંડીને અવશ્ય રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ. કેશવનો વૃત્તાંત તો આગળ કહેવાશે. તથા છ મહિના સુધી દિવસ અને રાત્રે સર્વથા બ્રહ્મચર્યને ધારણ કરનારને છઠ્ઠી પ્રતિમા હોય છે. સાત મહિના સુધી અચિત્ત અશન વગેરેનું ભોજન કરનારને સાતમી પ્રતિમા હોય છે. આઠ મહિના સુધી સ્વયં આરંભનો ત્યાગ કરનારને આઠમી પ્રતિમા હોય છે. નવ મહિના સુધી બીજા પાસે પણ આરંભ નહીં કરાવનારને નવમી પ્રતિમા હોય છે. દશ મહિના સુધી અસ્ત્રાથી મુંડન કરાવનાર અથવા મસ્તકમાં ચોટલી ધારણ કરનાર, સાથે સાથે ઉદિષ્ટ આહારનો ત્યાગ કરનારને દશમી પ્રતિમા હોય છે. અગિયાર મહિના સુધી અસ્ત્રાથી મુંડન કરાવનાર અથવા લોચથી કેશનો લોચ કરનાર, રજોહરણ અને પાત્રા વગેરે સાધુના ઉપકરણને ધારણ કરનાર, સાધુની જેમ એષણીય અશન વગેરેને ગ્રહણ કરનાર, આજે પણ સ્વજનો વિશેનો સ્નેહસંબંધ છૂટ્યો નથી એવા, અને ગોચરી સમયે “પ્રતિમા સ્વીકારેલા શ્રાવકને ભિક્ષા આપો' એ પ્રમાણે બોલતાને અગિયારમી પ્રતિમા હોય છે. આ ઉત્કૃષ્ટથી કાળનું માન બતાવ્યું. જઘન્યથી અગિયારેય પ્રતિમાનું કાળમાન દરેકનું અંતર્મુહૂર્ત જ જાણવું, અને તે જો મરણ થઈ જાય અથવા તો દીક્ષાનો સ્વીકાર કરી લે તો સંભવે છે. બીજી રીતે સંભવતો નથી. અહીં આગળની સાત પ્રતિમા ક્યાંક બીજી રીતે પણ કહેલી છે. તેનો વિચાર પ્રવચન સારોદ્ધારથી જ જાણી લેવો. હવે પૂર્વે સૂચવેલો કેશવનો વૃત્તાંત આ પ્રમાણે છે કેશવનું દૃષ્ટાંત કુંડિનપુર નગરમાં મિથ્યાત્વથી મોહિત થયેલી મતિવાળો યશોધન નામનો વણિક રહેતો હતો. તેને રંભા નામની પતીથી ઉત્પન્ન થયેલા હંસ અને કેશવ નામના બે પુત્રો હતા. તે બંને એક વખત યૌવન અવસ્થામાં રમવા માટે વનમાં ગયા. ત્યાં ધર્મઘોષ નામના મુનિને જોઈને જેમણે વિવેકને પ્રાપ્ત કરેલો છે એવા તે બંને પણ ગુરુને નમીને આગળ બેઠા. ગુરુએ ધર્મનો ઉપદેશ આપ્યો. તેમાં રાત્રિભોજનના આ લોક સંબંધી અને પરલોક સંબંધી ઘણા દોષો બતાવ્યા. તે આ પ્રમાણે- રાત્રિમાં ક્રીડા માટે સ્વેચ્છાથી પૃથ્વી ઉપર ભમતા રાક્ષસો રાત્રિભોજન કરતા માણસોને ૧. કચ્છા = કમરે બાંધવાનું વસ્ત્ર. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ આત્મપ્રબોધ તરત છળે છે. તથા ખાવા યોગ્ય અન્ન વગેરેમાં જો કીડી પડી હોય તો ખાનારની બુદ્ધિનો નાશ થાય છે. જો માખી પડી હોય તો ઉલટી થાય છે. જો જૂ પડી હોય તો જલોદર થાય છે. જો કરોળિયો પડ્યો હોય તો કોઢ રોગ થાય છે. જો વાળ ગળામાં લાગ્યો હોય તો સ્વરનો ભંગ કરે છે. જો કાંટો કે લાકડાનો ટુકડો ગળામાં આવી જાય તો ગળામાં દુઃખ ઉત્પન્ન કરે છે. શાક વગેરેમાં વીંછી પડી ગયું હોય તથા ઉપરથી સર્પનું ઝેર પડેલું હોય તો મરણાંત કષ્ટને ઉત્પન્ન કરે છે. તથા વાસણ ધોવા વગેરેમાં ઘણા નાના જીવોની હિંસા થાય છે ઇત્યાદિ આ લોક સંબંધી દોષો છે. પરલોક સંબંધી નરકપાત વગેરે ઘણા દોષો છે. આથી બહુ દોષથી દુષ્ટ રાત્રિભોજનને જાણીને સંસારના ભીરુઓએ તેનો ત્યાગ કરવામાં ઉદ્યમ કરવો જોઈએ. આ પ્રમાણે ગુરુનું વચન સાંભળવાથી બોધ પામેલા તે બંને પણ ભાઈઓ ગુરુને સાક્ષી કરીને આનંદથી રાત્રિભોજનનો ત્યાગ કર્યો. ત્યાર પછી ગુરુને નમીને પોતાના ઘરે આવીને મધ્યાહૂં ભોજન કરીને તે બંને દુકાન વગેરેમાં વેપાર વગેરે કાર્ય કરીને બે ઘડી દિવસ બાકી રહ્યો ત્યારે ફરી ઘરે આવીને માતાની પાસે વૈકાલિક (સાંજનું ભોજન) માગ્યું. ત્યારે માતાએ કહ્યું: હે વત્સો ! હમણાં કંઈપણ ભોજન નથી. રાત્રે મળશે. આથી ચાર ઘડી સુધી રાહ જુઓ. માતાના આ વચન સાંભળીને તે બંનેએ કહ્યું હે માત ! તેં કીધું તે વાત સાચી છે. પણ અમે બંનેએ રાત્રિભોજનનો ત્યાગ કર્યો છે. આથી હમણાં જ કંઈ પણ ખાવાનું આપ. ત્યારે ભોંયરામાં રહેલા યશોધને તેઓના આ વચનને સાંભળીને ગુસ્સાપૂર્વક વિચાર્યું કોઈ પણ ધૂતારાએ મારા આ બે પુત્રોને ઠગ્યા છે. નહીં તો કુલક્રમથી આવેલા રાત્રિભોજનનો ત્યાગ કેમ કરે ? તેથી આ બંનેને બે ત્રણ દિવસ ભૂખ્યા રાખીને રાત્રિભોજન ત્યાગના કદાગ્રહને છોડાવું તો સારું. એ પ્રમાણે વિચારીને તેણે ત્યારે જ થાળી લેવા માટે ભોંયરામાં આવેલી રંભાને એકાંતમાં કહ્યું કે તારે મારી આજ્ઞા વિના છોકરાઓને ભોજન ન આપવું. તેથી પતિની આજ્ઞાના કારણે રંભાએ પાછા આવીને તે બંનેને કહ્યું કે હે પુત્રો ! હમણાં પક્વાન્ન વગેરે વસ્તુ નથી. આથી રાત્રે પિતાની સાથે જ તમે ભોજન કરજો. કારણ કે- કુલીન પુત્રો તે જ છે કે જેઓ પિતાના માર્ગને અનુસરનારા હોય છે. ત્યારે તે બંનેએ કંઈક હસીને કહ્યું હે માત ! સુપુત્રોએ પિતાના સન્માર્ગને સેવવો જોઈએ પરંતુ કૂવામાં પડતા પિતાને શું અનુસરવું જોઈએ ? આ પ્રમાણે તેમના વચનને સાંભળીને તેણીએ કહ્યુંઃ તમને જે ગમે તે કરો. પરંતુ તમને ભોજન નહીં મળે. ત્યાર પછી તે બંને મૌન ધારણ કરીને બહાર ગયા. ત્યારે તે શ્રેષ્ઠી મિથ્યાદષ્ટિ હોવાના કારણે તે પુત્રોના વચનથી અતિ ગુસ્સે થયેલો રંભાને આ પ્રમાણે કહેવા લાગ્યો કે- તારે આ બંનેને રાત્રે જ ભોજન આપવું. પરંતુ દિવસે તો સર્વથા ન આપવું. ત્યાર પછી રાત્રે ઘરે આવેલા તે બંનેને માતાએ ઘણી પ્રાર્થના કરી છતાં પણ ધીરતાવાળા હોવાના કારણે ત્યારે ભોજન ન કર્યું. બીજા દિવસે તો મહાશઠ તે શ્રેષ્ઠીએ સરળ ચિત્તવાલા તે બે પુત્રોને દિવસે તેવા પ્રકારના મોટા ખરીદ-વેચાણવાળા વેપારમાં જોડ્યા. જેને કરતાં તે બંનેનો આખો ય દિવસ પૂર્ણ થઈ ગયો. પરંતુ તે વેપાર પૂરો ન થયો. તેથી બીજા દિવસે પણ રાત્રે ઘરે આવેલા તે બંને ખાધા વિના જ સૂઈ ગયા. આ પ્રમાણે પિતા વડે વેપાર કરાવાતા તે Page #194 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ૧૮૧ બંનેએ ભોજન વિના જ પાંચ રાત્રિ પસાર કરી. છટ્ટે દિવસે રાત્રિની શરૂઆતમાં તે બંનેને ઘેર લાવીને કુટિલ મતિવાળા યશોધને કોમળ વચન કહ્યું: હે વત્સો ! જે કાર્ય મને સુખ આપનારું હોય તે જ કાર્ય તમને બંનેને ઈષ્ટ છે એ પ્રમાણે પ્રતીતિને મનમાં ધારણ કરતો હું જે કાંઈ કહું તે તમે કરો. તમે બંનેએ રાત્રિભોજનનો ત્યાગ કર્યો છે તે મેં નક્કી નથી જાણ્યું. નહીં તો આવા પ્રકારના ક્લેશ કરનારા કાર્યમાં તમને કેવી રીતે જોડું ? આટલા દિવસો સુધી તમે ભોજન નહીં કરે છતે તમારી માતાએ પણ ભોજન નથી કર્યું. તેથી આનો આજે છઠ્ઠો ઉપવાસ થવાથી આ છ મહિનાની તમારી બહેન સ્તનપાન ન મળવાથી અતિ પ્લાન શરીરવાળી થઈ છે. આજે આ બાળાના શરીરમાં ગ્લાનિ જોઈને કારણ પૂછતાં તમારી માતાએ તમારા ભોજન નહીં કરવાપૂર્વકનો સર્વ વૃત્તાંત મને જણાવ્યો. તેથી હે કૃપાળુ ! આ બાળા ઉપર અનુકંપા વિચારીને તમે બંને ભોજન કરો. જેથી તમારી માતા પણ હમણાં ભોજન કરે, વળી રાત્રિના પહેલા અર્ધા પહોરને પંડિતો પ્રદોષ કહે છે. પાછળના અર્ધા પહોરને પ્રત્યુષ કહે છે. આથી રાત્રિ ત્રણ પહોરની લોકમાં પ્રસિદ્ધ છે અને તેની અપેક્ષાએ હમણાં રાત્રિની શરૂઆતમાં જે ભોજન કરવામાં આવે તે રાત્રિભોજન થતું નથી. તેથી આ પ્રમાણે પિતાની વાણીથી ભેદાયેલા અને ભૂખથી વિઠ્ઠલ કરાયેલા હંસે કેશવ સન્મુખ જોયું. ત્યારે મોટાભાઈને કાતર થયેલો જાણીને સ્વયં નિશ્ચલ ચિત્તવાળો થયેલો કેશવ પિતાને કહેવા લાગ્યો કે- હે તાત ! જે કાર્ય આપને સુખ કરે છે તે કાર્ય હું કરું છું. પરંતુ જે મને પાપ થશે તે શું આપને સુખ કરનારું થશે ? તથા જે માતા વગેરેનો વાત્સલ્ય છે તે ધર્મ કરનારાને શલ્ય છે. કારણ કે સર્વ લોક પોતાના કર્મફળને ભોગવે છે. આથી કોણ કોના માટે પાપ કરે ? તથા જે ત્રણ પહોરનું સ્વરૂપ કહ્યું તે પણ કથનમાત્ર છે. પરમાર્થથી તો દિવસની શરૂઆતમાં અને અંતે જે મુહૂર્ત છે તે પણ રાત્રિની નજીક રહેલું હોવાથી રાત્રિ સમાન જ છે. આથી તેમાં પણ બુદ્ધિશાળીઓએ ભોજન ન કરવું જોઈએ. હમણાં તો રાત્રિ જ છે. તેથી હે તાત ! આ કાર્યને આશ્રયીને આપે મને વારંવાર ન કહેવું. આ પ્રમાણે તેના વચનને સાંભળીને ગુસ્સે થયેલા યશોધને કેશવને કહ્યું : અરે દુર્વિનીત ! જો તું મારા વચનનું ઉલ્લંઘન કરે છે તો તું મારા દૃષ્ટિપથથી દૂર થા. તેથી મહાધૈર્યવાળો કેશવ પિતાના તે વચનને સાંભળીને દ્રવ્ય વગેરેની મમતા છોડતો તરત ઘરમાંથી બહાર નીકળ્યો. ત્યારે તેની પાછળ જતા હંસને યશોધને બળાત્કારે ધારણ કરીને ઘણા વચનોથી પ્રલોભન પમાડીને ભોજન માટે બેસાડ્યો. - હવે તે કેશવ ત્યાંથી નીકળીને દેશાંતરમાં જતો માર્ગમાં ઘણાં નગર-ગ્રામ-ઉદ્યાન વગેરે પ્રદેશોને ઓળંગતો સાતમા પણ દિવસે આહાર વિનાનો જ ક્યાંય પણ અટવીમાં ભમતો અર્ધી રાત્રિ સમયે યાત્રાએ આવેલા ઘણાજનથી યુક્ત કોઈક યક્ષના મંદિરને તેણે જોયું. ત્યાં જેમણે ભોજન તૈયાર કર્યું છે એવા ત્યાં આવેલા માણસો આવતા એવા તેને જોઈને હર્ષ પામીને આ પ્રમાણે બોલ્યાઃ હે મુસાફર ! અહીં આવ, અહીં આવ. ભોજન ગ્રહણ કર. અમને પુણ્ય આપ. પારણું કરવાની શરૂઆત કરનારા અને અતિથિને શોધી રહ્યા છીએ. ત્યારે કેશવે તેઓને કહ્યું કે લોકો ! આ કેવા પ્રકારનું વ્રત છે ? કે જેનું રાત્રિમાં પારણું થાય છે. તેઓએ કહ્યું: હે મુસાફર ! આ મહાપ્રભાવશાળી માણવ નામનો યક્ષ છે. આજે આની યાત્રાનો દિવસ છે. આથી અહીં આવેલા Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ આત્મપ્રબોધ લોકોએ દિવસે ઉપવાસ કરીને અધરાત્રિમાં કોઈપણ અતિથિને આદરથી ભોજન કરાવીને પછી પારણું કરવું જોઈએ. જેથી તેઓને મહાપુણ્યની પ્રાપ્તિ થાય. તેથી તું આજે અમારો અતિથિ થા. કેશવે કહ્યું: રાત્રિ વિદ્યમાન હોવાથી મહાપાપને કરનાર આ પારણામાં હું ભોજન નહીં કરું. વળી જ્યાં આ પ્રમાણે રાત્રે ભોજન કરવામાં આવે છે તે આ ઉપવાસ જ કહેવાતો નથી. કારણ કે ધર્મશાસ્ત્રોમાં આઠ પહોર સુધી ભોજનત્યાગ કરવામાં ઉપવાસ કહેલો છે. જેઓ ધર્મશાસ્ત્રની વિરુદ્ધ તપ કરે છે દુર્બુદ્ધિવાળા તેઓ દુર્ગતિમાં જાય છે. ત્યારે તેઓએ કહ્યું કે- આ દેવના વ્રતમાં આ જ વિધિ છે. આથી અહીં શાસ્ત્રોક્તિને અનુસરીને યુક્તાયુક્તની વિચારણા ન કરવી જોઈએ. અતિથિને શોધતાં અમારી ઘણી રાત થઈ છે. તેથી હું વિચારને છોડીને તરત આ પારણામાં અગ્રેસર થા. આ પ્રમાણે કહીને તેઓ બધા પણ ઊભા થઈને તેના પગતલમાં લાગ્યા, અર્થાત્ આગ્રહ કર્યો. તો પણ કેશવે તેના વચનને ન માન્યું. ત્યારે તરત યક્ષના શરીરમાંથી એક ભયંકર આકારવાળો માણસ નીકળીને હાથમાં મુગર ઉપાડીને વિકરાળ નેત્રવાળો થયેલો, તીક્ષ્ણ અને કઠોર વાણીથી એને આ પ્રમાણે કહેવા લાગ્યોઃ અરે દુષ્ટ આત્મા ! તું મારા ધર્મને દોષ આપે છે? અને મારા ભક્તોની અવગણના કરે છે ? હમણાં જલદી ભોજન કર. જો નહીં કરે તો તારા મસ્તકના સાત ટુકડા કરું છું. ત્યારે હસતા કેશવે કહ્યું છે યક્ષ ! તું શું મને ક્ષોભ પમાડે છે ? ભવાંતરમાં ઉપાર્જિત કરેલા ઉત્તમધર્મના ભાગ્યોદયથી મને મરણનો જરા પણ ભય નથી. ત્યાર પછી યક્ષે પોતાના નોકરોને કહ્યું હે નોકરો ! જેણે આને આવા પ્રકારનો ધર્મોપદેશ આપ્યો છે એવા આના ધર્મગુરુને ધારણ કરીને અહીં લાવીને આની આગળ મારવો. ત્યારે ચાબૂકને ધારણ કરનારા તેના નોકરોએ કરુણ અવાજ કરતા ધર્મઘોષમુનિને તરત લાવીને યક્ષની આગળ મૂક્યા. યક્ષે કહ્યું: અરે ! તારા શિષ્યને હમણાં ભોજન કરવા કહે. નહીં તો તને હું મારું છું. ત્યારે તે મુનિએ કેશવને કહ્યું: હે ભદ્ર ! દેવ-ગુરુ અને સંઘ માટે અકાર્ય પણ કરવું જોઈએ. આથી તું ભોજન કર. આ લોકોથી હણાતા તારા ગુરુ એવા મારું રક્ષણ કર. આ વચન સાંભળીને કેશવે વિચાર્યું જે મહાધર્ય વગેરે ગુણથી સંપન્ન, સ્વપ્રમાં પણ આ વાત ન કહે તે મારા ગુરુ મૃત્યુના ભયથી બીજી રીતે ઉપદેશ આપવાથી કેવી રીતે પાપકાર્યમાં અનુમતિ આપે ? તેથી નક્કી આ મારા ગુરુ નથી. પરંતુ આ યક્ષની કોઈ પણ માયા છે. આ પ્રમાણે વિચારીને તે મૌન ધારણ કરીને રહ્યો. ત્યારે યક્ષે મુનિ ઉપર મુદ્રગર ઉપાડીને કેશવને કહ્યું : અરે ! તું ભોજન કર. જો નહીં કરે તો તારા ગુરુને મારું છું. કેશવે પણ નિઃશંકપણે કહ્યું: અરે માયાવી ! આ મારા ગુરુ નથી. કારણ કે તેવા પ્રકારના ચારિત્રપાત્ર મારા ગુરુ મંદશક્તિવાળા તારા જેવાને વશ ક્યારે પણ ન થાય. ત્યારે તે જ હું તારો ગુરુ છું, મારું રક્ષણ કર- રક્ષણ કર.” એ પ્રમાણે રટણ કરતા તે ગુરુને યક્ષે મુદ્દગરના પ્રહારથી હણ્યા એટલે તે ભૂમિ ઉપર પડ્યા. ત્યાર પછી તે યક્ષ કેશવની પાસે આવીને મુદ્ગરને ભમાવતો બોલ્યોઃ જો તું હમણાં ભોજન કરીશ તો હું તરત તારા ગુરુને જીવાડું, અને તને ઘણી રાજય ઋદ્ધિ આપું. જો તે પ્રમાણે તું ન કરે તો આ મુદ્દગરથી તને પણ યમગૃહનો અતિથિ કરું. ત્યારે હસતા કેશવે કહ્યું હે યક્ષ ! આ મારા ગુરુ નથી જ. આથી હું આના વચનથી મારા નિયમનો ભંગ નહીં કરું. વળી જો તું મરેલાને જીવાડે છે તો તે આ તારા ભક્તોના પૂર્વજોને કેમ ન જીવાડ્યા? Page #196 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ૧૮૩ તથા રાજ્યને આપવાનું સામર્થ્ય તું ધારણ કરે છે તો આ તારા ભક્તજનો રાજ્યને ધારણ કરનાર કેમ ન કરાયા ? વળી તું મને વારંવાર મૃત્યુનો ભય કેમ બતાવે છે ? કારણ કે આયુષ્ય બળવાન હોતે છતે મને મારવા માટે કોઈ પણ સમર્થ નથી. ત્યાર પછી તે યક્ષ આ પ્રમાણે તેની વાણી સાંભળીને ખુશ થયેલો કેશવને આલિંગન કરીને આ પ્રમાણે બોલ્યો અહો મિત્ર! બુદ્ધિના પાત્ર ! આ તારા ગુરુ નથી. હું મરેલાને જીવતો કરતો નથી. રાજ્યને નથી જ આપતો. હવે યક્ષે આ પ્રમાણે કહ્યું એટલે પૂર્વે મુનિના રૂપથી ભૂમિ પર પડેલો યક્ષનો કિંકર હાસ્યપૂર્વક ત્યાંથી ઊભો થઈને મુનિના રૂપનો ત્યાગ કરીને આકાશમાં ગયો. ત્યાર પછી આ વિચિત્ર માયાથી વિસ્મય પામેલા કેશવને યક્ષે કહ્યું: હે મિત્ર ! તું સાત ઉપવાસથી ખિન્ન થયેલો છે અને અતિઘણો માર્ગનો વિહાર કરવાથી થાકેલો છે. આથી રાત્રિમાં અહીં વિશ્રામ કરીને પ્રાતઃ કાલે આ લોકોની સાથે પારણું કરજે. આ પ્રમાણે કહીને તેણે પોતાની શક્તિથી બનાવેલી શવ્યા તેને બતાવી. ત્યારે ત્યાં શયામાં સુતેલા કેશવે પણ યક્ષની આજ્ઞાથી યાત્રા માટે આવેલા લોકોથી જેના પગો દબાવાઈ રહ્યાં છે એવા તેણે તરત નિદ્રા પ્રાપ્ત કરી. ત્યાર પછી ચાર ઘડી પછી તે યક્ષે નિદ્રાથી જેની આંખો ઘેરાઈ રહી છે એવા કેશવને કહ્યું: હે મિત્ર ! રાત્રિ પસાર થઈ ગઈ છે, પ્રભાત થયો છે, આથી નિદ્રાનું નિવારણ કર. ત્યારે કેશવે નિદ્રાનો ત્યાગ કરીને લોકોને, ઉજ્જવળ દિવસને અને સૂર્યથી મંડિત આકાશને જોઈને વિચાર્યું કે- હું રાત્રિના છેલ્લા પ્રહરમાં સૂઈ જાઉં તો પણ બ્રાહ્મ મુહૂર્તમાં જ હંમેશા સ્વયં જ જાગું છું. આજે તો અર્ધી રાત્રિના સમયે સૂતો હોવા છતાં અર્ધો પ્રહર માત્ર દિવસ બાકી રહે છતે પણ સ્વયં ન જાગ્યો તેમાં શું કારણ છે? તથા આજે દિવસે પણ મારી આંખો નિદ્રાથી વ્યાપ્ત કેમ છે? અને મારા શ્વાસનો પવન આજે સુગંધી કેમ નથી? ત્યારપછી આ પ્રમાણે વિચારતાં કેશવને યક્ષે કહ્યું: હે પુરુષ ! ધિઢાઈને છોડ, પ્રાત:કાળના કાર્યો કરીને પારણું કર. ત્યારે તેણે કહ્યું: હે યક્ષ ! તારી ચતુરાઈથી હું ઠગાવાનો નથી. કારણ કે હજી પણ રાત્રિ જ છે. આ દિવસનો પ્રકાશ તો તારી માયાથી જ થયેલો છે. હવે આ પ્રમાણે બોલતા કેશવના મસ્તક ઉપર આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ તથા જય-જય શબ્દ પ્રગટ થયો. ત્યારે કેશવે પોતાની આગળ એક દેદીપ્યમાન દેવને જોયો. પરંતુ યક્ષ, યક્ષનું મંદિર અને યક્ષની પૂજા કરનારા માણસોને ન જોયા. ત્યાર પછી તે દેવે તેને કહ્યું: હે મહાધર્યવાન્ ! હે પુણ્યવાળાઓમાં શિરોરા તમારા જેવાઓની ઉત્પત્તિથી જ આ પૃથ્વી રતગર્ભા કહેવાય છે. ખરેખર ! આજે ઈદ્ર પોતાની સભામાં રાત્રિભોજનના ત્યાગમાં તારી અતિવીરતાની પ્રશંસા કરી. તેને સહન નહીં કરતો હું અગ્નિ નામનો દેવ તારી પરીક્ષા કરવા માટે અહીં આવ્યો. પરંતુ દઢચિત્તવાળા તને નિયમથી રોમમાત્ર પણ ચલાયમાન કરવા માટે હું સમર્થ ન થયો. આથી હું ક્ષમા માંગુ છું. તારે પણ મારા અપરાધને ખમાવવો. વળી દેવનું દર્શન નિષ્ફળ જતું નથી. આથી તું મારી પાસેથી કંઈ પણ માગ. અથવા તારા જેવા સત્પષોને માગવાનું ક્યાંથી હોય? પરંતુ મારે પોતાની ભક્તિ બતાવવી જોઈએ. આથી તને બે વરદાન આપું છું. આજથી માંડીને જે કોઈ રોગી માણસ તારા અંગે લાગેલા પાણીથી પોતાના શરીરને સીંચશે તે તરત નીરોગી થશે. તથા તું ક્યારે પણ આતુર થયેલો જે કંઈ પણ વિચારીશ તે કાર્ય તરત થશે. આ પ્રમાણે કહીને સાકેતપુરની પાસે કેશવને મૂકીને તે દેવ અદશ્ય થયો. કેશવે પણ પોતાને કોઈ નગરની નજીકમાં રહેલો જોયો. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ આત્મપ્રબોધ ત્યાર પછી સૂર્યોદય સમયે પ્રાતઃક્રિયા કરીને તે નગરને જોવા માટે જતાં માર્ગમાં ઉદ્યાનની અંદર રહેલા, રાજા વગેરે લોકોને ધર્મનો ઉપદેશ આપતા કોઈક આચાર્યને જોઈને તેને મહામંગળ માનતો તરત ત્યાં જઈને ગુરુને નમીને આગળ બેઠો. ત્યાર પછી દેશનાને અંતે તે નગરના સ્વામી ધનંજય નામના રાજાએ પ્રણામપૂર્વક ગુરુને વિનંતિ કરી કે- હે સ્વામી ! હું જરાથી ઘેરાયો છું. આથી જો વ્રત ગ્રહણ કરું તો સારું થાય. પરંતુ સ્વયં પુત્ર વિનાનો હું આ રાજયનો ભાર ક્યાં મૂકું ? આ પ્રમાણે ચિંતા કરતો હું રાત્રિમાં સુતો. ત્યારે રાત્રિના અંતે કોઈક દિવ્ય પુરુષે મને સ્વપ્રમાં આ પ્રમાણે કહ્યું કે- જે પ્રાતઃ કાળે દેશાંતરમાંથી આવીને તારા ગુરુની આગળ રહેશે તે સત્પરુષ ઉપર પોતાના રાજ્યનો ભાર નાખીને તારે પોતાનો મનોરથ પૂરો કરવો. તેથી હું આજે નિદ્રા વગરનો થયેલો અર્થાત્ જાગેલો, પ્રાતઃ કાર્યો કરીને અહીં આવેલો છું, અને મેં આ પુરુષને જોયો છે. ત્યારે ગુરુએ જ્ઞાનના બળથી કેશવનો સર્વ પણ રાત્રિભોજન ત્યાગનો વૃત્તાંત રાજાની આગળ જણાવ્યો. ત્યાર પછી રાજાએ પૂછ્યું: હે સ્વામી ! મને સ્વપ્રમાં કયા દેવે આ જણાવ્યું? ગુરુએ કહ્યું: આની પરીક્ષા કરનારા અગ્નિ નામના દેવે આ જણાવ્યું. ત્યાર પછી રાજાએ ગુરુને નમીને કેશવની સાથે નગરમાં પ્રવેશ કરીને પોતાના રાજ્ય ઉપર કેશવનો અભિષેક કરીને સ્વયં ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી. ત્યારે કેશવ ત્યાં દરરોજ ચૈત્યપૂજા કરતો, દુઃખી વગેરેને દાન આપતો પોતાના પ્રતાપથી સીમાડાના રાજા ઉપર આક્રમણ કરતો, ન્યાય માર્ગને અનુસરતો સુખેથી પ્રજાનું પાલન કરવા લાગ્યો. એક વખત ઝરુખામાં બેઠેલા તેણે પિતાને જોવાની ઇચ્છા કરી. તેટલામાં માર્ગમાં થાકેલા, ભૂમિ પર જતા પોતાના પિતાને જોયા. ત્યારે કેશવ તેમને ઓળખીને તરત મહેલ ઉપરથી ઉતરીને ઘણા લોકોથી અનુસરાતો ત્યાં જઈને પિતાના પગે પડ્યો, અને હે પિતાજી ! તેવા પ્રકારની સમૃદ્ધિવાળા આપ અત્યારે રંક જેવા કેમ છો ? એ પ્રમાણે પૂછ્યું. ત્યારે યશોધન પુત્રને રાજયની પ્રાપ્તિ થવાથી આનંદિત થયો હોવા છતાં પણ દુઃખના આંસુ મૂકતા તેણે ઘરની વાત કહી કે- હે પુત્ર ! તારા ગયા પછી મેં હંસને ભોજન કરાવવા માટે બેસાડ્યો, ત્યારે અકસ્માત્ જેને ચક્કર આવી રહ્યા છે એવો તે અર્થે ભોજન મૂકીને ભૂમિ ઉપર પડ્યો. ત્યાર પછી આ શું થયું? એ પ્રમાણે વિચારતી તેની માતાએ દૂરથી દીવો લાવીને કેટલામાં દૃષ્ટિ કરી તેટલામાં અન્નમાં ઝેર જોયું અને તેના ઉપરના ભાગમાં ચંદરવા ઉપર લાગેલા સર્પને જોયો. ત્યારે સાક્ષાત્ તેવા પ્રકારના રાત્રિભોજનના ફળને જોઈને તને ધર્મ જાણનારો માનતા સઘળાય કુટુંબે મહા આક્રંદ કર્યો. ત્યાર પછી તે સાંભળવાથી ઘણા લોકો ભેગા થયા. તેમાં એક વિષ વૈદ્ય પણ આવ્યો. ત્યારે તેને સર્વ કુટુંબે પૂછયું: શું આ વિષ પ્રયોગ સાધ્ય છે કે અસાધ્ય છે? તેણે કહ્યું: શાસ્ત્રમાં તિથિ-વાર-નક્ષત્ર વગેરેને આશ્રયીને સર્પદંશના સાધ્ય-અસાધ્યનો વિચાર કહેલો છે. તે આ પ્રમાણે પાંચમ-છઠ્ઠ-આઠમ-નોમ તથા ચૌદસ આ તિથિઓ અને અમાસ પણ આ તિથિઓ સર્પથી દંશાયેલાને મૃત્યુ આપનારી છે. બાકીની તિથિઓ મૃત્યુ આપનારી નથી. રવિ-મંગળ-શનિ આ વારો દંશાયલાના મૃત્યુ માટે થાય છે. સવાર અને સાંજની સંધ્યા તથા સંક્રાંતિનો સમય, ભરણી, કૃત્તિકા, આશ્લેષા, વિશાખા, મૂળ, અશ્વિની, રોહિણી, આદ્ર, મઘા, પૂર્વાફાલ્ગની, પૂર્વાષાઢા અને Page #198 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - - દેશવિરતિ પૂર્વાભાદ્રપદ એમ ત્રણ પૂર્વા દંશાયેલાના મૃત્યુ માટે થાય છે. પાણીને ઝરાવનાર ચાર વંશો (જ્યાં સાપ કરડ્યો હોય તે સ્થાનના ઘા) જો લોહીવાળા દેખાય તો જેને સર્પ કરડ્યો હોય તે ભવાંતરમાં જાય છે, અર્થાત્ મૃત્યુ પામે છે. જ્યાં સર્પે ડંશ માર્યો હોય તે એક દંશ (ઘા) રૂધિરવાળો, છિદ્રવાળો, કાગડાના પગ જેવી આકૃતિવાળો, શુષ્ક, શ્યામ અથવા ત્રણ રેખાવાળો હોય તો તે ડંશેલા માણસનો નાશ કરે છે. જો ડંશ આવર્ત = ઘુમરીવાળો, સર્વ બાજુથી સોજાવાળો, ગોળાકાર અને સંકુચિત મુખવાળો હોય તો તે જીવિતનો નાશ સૂચવે છે. કેશને અંતે, મસ્તક ઉપર, લલાટે, બે બ્રૂકુટિની વચ્ચે, આંખે, કાને, નાસિકાના અગ્ર ભાગે, હોઠે, હડપચીએ, ગળે, ખભે, છાતીએ, સ્તને, કાખ ઉપર, નાભિએ, લિંગે, સાંધા ઉપર, ગુદા ઉપર અને હાથ-પગના તળીયે ડંશાયેલો પુરુષ યમરાજની જિહ્વાથી સ્પર્શ કરાયેલો છે, અર્થાત્ મૃત્યુ પામે છે. ૧૮૫ પરંતુ આ સર્પથી ડંશાયેલો નથી પણ આના પેટમાં સર્પના ગરલનો પ્રવેશ થયો છે. આથી અહીં સાધ્ય-અસાધ્યની વિચારણાથી શું ? ત્યાર પછી મેં ફરી પૂછ્યું કે- કોઈપણ ઉપાયથી આ જીવે ? ત્યારે તેણે માતૃકાનું આહ્વાહન કરીને કહ્યુંઃ તમારે અહીં ઉપાય કરવાના ક્લેશથી સર્યું. કારણ કે આ સર્પનું વિષ ફેલાઈ ગયું હોવાથી સડતી, તૂટતી, ગળતી કાયાવાળો આ એક મહિનો જ જીવશે. ત્યાર પછી તેના વચનથી નિરાશ થયેલો હું લોકોને રજા આપીને તારા ભાઈને શય્યામાં સુવડાવીને તેના સ્વરૂપને જાણવા માટે પાંચ દિવસ સુધી ઘરમાં રહ્યો. પરંતુ ત્યારે રોમે-રોમમાં જેને છિદ્ર પડી ગયાં છે એવા તેને મરેલો માનીને તને જોવા માટે ઘરમાંથી નીકળીને ઘણો માર્ગ ઓળંગીને પુણ્યના યોગથી આજે અહીં આવેલો છું, અને તને જોયો. હંસને વિષભક્ષણ દિવસથી માંડીને આજે માસપૂર્ણ થયો છે. આથી તે હમણાં મરી ગયો છે અથવા તો મ૨શે. પિતાના આ વચનને સાંભળીને અતિ દુઃખી થયેલા કેશવે આ પ્રમાણે વિચાર્યુંઃ અહીં મારા નગરથી તેનું નગર સો યોજન હશે. આથી જીવતા ભાઈનું મુખ જોવા માટે આજે જ હું ત્યાં કેવી રીતે જાઉં ? હવે જેટલામાં આ પ્રમાણે વિચારે છે તેટલામાં તે કેશવે પિતા વગેરે પરિવારથી સહિત પોતાને હંસની નજીકમાં રહેલો જોયો. ત્યારે કોહવાઈ ગયેલું શરીર દુર્ગંધ મારતું હોવાથી બધાય પરિજનથી મૂકાયેલા, રોવાથી સૂજી ગયેલી આંખવાળી માતાથી યુક્ત જાણે નરકની પીડાથી પીડાયેલો ન હોય તેવા, નજીકમાં મૃત્યુ છે જેનું એવા, ભૂમિ ઉપર પડેલા પોતાના ભાઈને જોઈને તેના દુઃખથી દુ:ખી થયેલો હોવા છતાં પણ મારું અહીં તરત આગમન કેવી રીતે થયું એમ વિચારતાં તેણે અગ્નિદેવને જોયો. ત્યારે દેવે તેને કહ્યું: હે મિત્ર ! અવધિજ્ઞાનથી તારી વેદનાને જાણીને પોતાના વરદાનને સત્ય કરવા માટે જલદી અહીં આવીને તારા મનોરથને મેં પૂર્યો. આ પ્રમાણે કહીને તે દેવ અદૃશ્ય થઈ ગયો. ત્યાર પછી ખુશ થયેલા કેશવે પોતાના હાથને સ્પર્શેલા પાણીથી હંસને સીંચ્યો કે તરત રોગથી મુક્ત થઈને તે ઊભો થયો. ત્યારે તેને પૂર્વના રૂપથી પણ મહારૂપવાળો જોઈને સર્વ પણ બંધુજન મહા આનંદ પામ્યો. કેશવના સ્વરૂપને જોવાથી અતિવિસ્મય પામેલા બંધુજનોએ કેશવના ગુણની અતિપ્રશંસા કરી. વળી ત્યારે આ પ્રમાણે કેશવના મહાપ્રભાવને જાણીને ઘણા લોકો પોતાના રોગનો નાશ કરવા માટે તેના પગનું પાણી સેવવા લાગ્યા. તથા Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ આત્મપ્રબોધ પ્રત્યક્ષ ધર્મના પ્રભાવને જોઈને ઘણા ભવ્ય એવા સ્વજન પરિજનોએ રાત્રિભોજન ત્યાગ આદિ વતો ગ્રહણ કર્યા. ત્યાર પછી તે કેશવ રાજા પાછો ત્યાં જઈને લાંબા કાળ સુધી સાકેત પત્તનમાં રાજ્ય ભોગવીને ઘણા લોકોને ધર્મમાર્ગમાં લાવીને સ્વયં શ્રાવક ધર્મને પાળીને અંતે સદ્ગતિનો ભાગી થયો. આ પ્રમાણે રાત્રિભોજન ત્યાગમાં કેશવનો વૃત્તાંત કહ્યો. આ પ્રમાણે અન્વય-વ્યતિરેકવાળા આ દૃષ્ટાંતને સાંભળીને એટલે કે રાત્રિભોજન કરવામાં થતા દોષોને અને રાત્રિભોજનના ત્યાગમાં થતા ગુણોને સાંભળીને વિવેકીઓએ રાત્રિભોજનના ત્યાગમાં ઉદ્યમવાળા થવું જોઈએ. આ પ્રમાણે પ્રસંગ સહિત શ્રાવકની પ્રતિમાનું સ્વરૂપ કહ્યું. (૭૫) શ્રાવક ક્યાં રહે? હવે શ્રાવકને નિવાસ યોગ્ય જે સ્થાન છે તેના સ્વરૂપને બતાવે છે न चैत्यसाधर्मिकसाधुयोगो, यत्रास्ति तद्ग्रामपुरादिकेषु । युतेष्वपि प्राज्यगुणैः परैश्च, कदापि न श्राद्धजना वसन्ति ॥७६॥ જે ગામ વગેરેમાં ચૈત્ય, સાધર્મિક, સાધુઓનો યોગ ન હોય અને સૌરાજ્ય, ઘણું પાણી, ઇંધન, ધન અર્જન, સ્વજન, કિલ્લો વગેરે બીજા ઘણા ગુણોથી યુક્ત હોય એવા પણ ગામ-નગર વગેરેમાં શ્રાવકજનો ક્યારે પણ ન રહે. તેમાં ચૈત્ય એટલે જિનમંદિર. સાધર્મિકો એટલે સમાન ધર્મવાળા આરાધક ગૃહસ્થો. સાધુઓ એટલે શુદ્ધ ધર્મનો ઉપદેશ આપનારા ગુરુઓ. આ બધાનો યોગ જ્યાં હોય ત્યાં જ શ્રાવકો રહે. કહ્યું છે કે बहुगुणआइण्णे वि हु, नगरे गामे च तत्थ न वसेइ । जत्थ न विजइ चेइय, साहम्मी साधुसामग्गी ॥१॥ અર્થ- જ્યાં ચૈત્ય- સાધર્મિક અને સાધુ સામગ્રી ન હોય એવા બહુગુણથી આકીર્ણ પણ નગર અને ગામમાં શ્રાવક ન રહે. (૭૬). હવે નગર વગેરેમાં રહેતા શ્રાવકોએ જે પાડોશીઓનો ત્યાગ કરવો જોઈએ તેનું સ્વરૂપ બતાવે છે पाखण्डिपारदारिक-नटनिर्दयशत्रुधूतपिशुनानां । चौरादीनां च गृहा-भ्यर्णे न वसन्ति सुश्राद्धाः ॥७६७॥ કેવા પાડોશીનો ત્યાગ કરવો? નગર વગેરેમાં રહેતા સુશ્રાવકો પાખંડિ-પારદારિક-નટ-નિર્દય-શત્રુ-ધૂર્ત-પિશુન-ચોર વગેરેના ઘરની નજીકમાં નિવાસ કરતા નથી. પાખંડી એટલે કુલિંગી. નટ એટલે વાંશ-દોરડા વગેરે ઉપર ખેલ કરનાર. નિર્દય એટલે જીવહિંસા કરનારા શિકારી-માછીમાર વગેરે. શત્રુ એટલે વૈરી. ધૂર્ત એટલે ઠગનારા. પિશુન એટલે બીજાનાં છિદ્રોને જોનારા. ચોર એટલે ચોરીની ક્રિયાથી બીજાના દ્રવ્યને હરનારા. આદિ શબ્દથી ઈર્ષ્યા કરનાર, જુગાર રમનાર, વિદૂષક વગેરે જાણવા. આ લોકોની નજીકમાં રહેતા શ્રાવકોને ક્રમે કરી સમ્યકત્વનો નાશ, પરસ્ત્રી ગમનની ઇચ્છા, તેની કળાનો Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭. બીજો પ્રકાશ - દેશવિરતિ અભિલાષ, ક્રૂર પરિણામે, પ્રાણનાશ, ધનહાનિ, રાજદંડ વગેરે અનર્થ, ઝગડાની વૃદ્ધિ વગેરે ઘણા દોષો સંભવે છે. આથી તેનો ત્યાગ કરવો એ જ યુક્ત છે એમ જાણવું. (૭૭). વળી (શ્રાવક કેવો હોય) मातापित्रोक्तः कुलशीलसमैश्च विहितवीवाहः । दीनातिथिसाधूनां, प्रतिपत्तिकरो यथायोग्यं ॥ ७८ ॥ માતા-પિતાનો ભક્ત હોય, કુલ અને શીલથી સમાન હોય તેઓની સાથે વિવાહ કરનારો હોય, દીન-અતિથિ-સાધુઓની યથાયોગ્ય સેવા કરનારો હોય. અહીં કુલ એટલે ઉગ્ર વગેરે કુલ. શીલ એટલે ધર્મ અને આચાર. તેનાથી સમાન હોય તેઓની સાથે અને ઉપલક્ષણથી ધન અને મહત્ત્વથી પોતાની સમાન હોય તેઓની સાથે વિવાહ કરનારો હોય. વિવાહમાં વિષમતા હોય તો નિત્ય ઉદ્વેગ થવાથી ધર્મની હાનિ થાય. (૭૮) તથા परिहरति जनविरुद्धं, दीर्घ रोषं च मर्मवचनं च । इष्टः शत्रूणामपि, परतप्तिविवर्जको भवति ॥७९॥ લોક વિરુદ્ધ, લાંબા કાળ સુધીનો રોષ, મર્મવચન, અને પરની નિંદાનો ત્યાગ કરનાર હોય, અને શત્રુઓને પણ ઇષ્ટ હોય. અહીં લોક વિરુદ્ધનો એટલે શિષ્ટ લોકની વિરુદ્ધ કાર્ય હોય તેનો ત્યાગ કરનારો હોય. (૭૯) લોક વિરુદ્ધ કાર્યો આ પ્રમાણે છે सव्वस्स चेव निंदा, विसेसओ तह य गुणसमिद्धाणं । उजुधम्माणं हसणं, रीढा जणपूयणिजाणं ॥१॥ बहुजंणविरुद्धसंगो, देसाइ आयारलंघणं चेव । एमाइयाइं इत्थओ, लोगविरुद्धाइं नेआई ॥२॥ અર્થ- બધાયની નિંદા, વિશેષથી ગુણથી યુક્તોની નિંદા, સરળ ધર્મીઓને હસી કાઢવા, જનપૂજનીય લોકોનો ઉપહાસ, બહુજન વિરુદ્ધનો સંગ, દેશ આદિના આચારને ઓળંગવું. અહીં આ બધાં લોક વિરુદ્ધ કાર્યો જાણવાં. તથા શ્રાવકે પાર્થસ્થ આદિના અબ્રહ્મસેવા વગેરે દુરાચારને જોઈને ધર્મથી વિમુખ ન થવું. કહ્યું છે કે पासत्थाईण फुडं, अहम्मकम्मं निरिक्खए तहवि । सिढिलो होइ न धम्मे, एसो च्चिय वंचिओ त्ति मई ॥ १॥ અર્થ- પાસસ્થા વગેરેના અધર્મકાર્યને સ્પષ્ટપણે જુએ તો પણ ધર્મમાં શિથિલ ન થાય. પણ આ બિચારો ભાગ્યથી ઠગાયો છે. જે આવા પ્રકારના ચારિત્રને પામીને પણ, કેવા પ્રકારના ચારિત્રને Page #201 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ પામીને ? તે બતાવે છે- જેણે કલ્પવૃક્ષના માહાત્મ્યને હલકો કરી નાખ્યો છે, સંપૂર્ણ સુખની શ્રેણિને આપવામાં સમર્થ છે, અપાર સંસાર સાગરને ઉતારવા માટે વહાણ સમાન છે, અતિ પવિત્ર છે. આવા પ્રકારના પણ ચારિત્રને પામીને આ આ પ્રમાણે વર્તે છે, માટે ભાગ્યથી ઠગાયો છે. એવી મતિવાળો તે શ્રાવક થાય. તથા કોઈક સાધુને ક્યાંય પણ સ્ખલના પામેલો જુએ તો તેના ઉપ૨ સ્નેહ વગરનો ન થાય. પરંતુ એકાંતમાં તેને માતા-પિતાની જેમ સુશિખામણ આપે. કહ્યું છે કેसाहुस्स कहवि खलिअं, दट्ठूण न होइ तत्थ निन्नेहो । पुण एते अम्मा-पिओ व्व से चोअणं देइ ॥ १॥ ૧૮૮ અર્થ- સાધુને ક્યાંય પણ સ્ખલના પામેલો જોઈને તેના ઉપર સ્નેહ વગરનો ન થાય. પણ એકાંતમાં માતા-પિતાની જેમ તેને પ્રેરણા કરે. આ કહેવા દ્વારા શ્રાવક સાધુઓના માતા-પિતા સમાન છે તેમ સૂચન કર્યું. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે- શ્રાવકો ચાર પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે- માતા-પિતા સમાન, ભાઈ સમાન, મિત્ર સમાન, અને શોક્ય સમાન. આના સ્વરૂપને જણાવનારી ગાથા આ પ્રમાણે છે चिंतइ मुणिकज्जाई, न दिट्ठखलिओवि होइ निन्नेहो । एतच्छलो मुणि-जणस्स जणणीसमो सड्ढो ॥ १ ॥ हिअए ससिणेहो च्चिअ, मुणीण मंदादरो विणयकज्जे । भाउसमो साहूणं, पराभवे होइ सुसहाओ ॥ २॥ मित्तसमाणो माणाई, रूसइ अपुच्छिओ कज्जे । मन्त्रंतो अप्पाणं, मुणीण सयणाओ अब्भहिअं ॥ ३ ॥ थद्धो छिद्दप्पेही, पमायखलिआणि निच्चमुच्चरइ । सड्ढो सवक्किकप्पो, साहुजणं तणसमं गणइ ॥ ४ ॥ અર્થ- સાધુઓનાં કાર્યોની ચિંતા કરે, સ્ખલના પામેલો જુએ તો પણ સ્નેહ વગરનો ન થાય. મુનિજન પ્રત્યે એકાંતે વાત્સલ્યવાળો શ્રાવક માતા સમાન છે. હૃદયમાં સ્નેહવાળો હોય, છતાં મુનિઓના વિનયકાર્યમાં મંદ આદ૨વાળો હોય. પરાભવમાં સુસહાય કરનારો શ્રાવક સાધુઓનો ભાઈ સમાન છે. કાર્યમાં જો પૂછવામાં ન આવે તો માન આદિના કારણે રિસાઈ જાય. પોતાના સ્વજનોથી પણ મુનિઓને અધિક માને એવો શ્રાવક મિત્ર સમાન છે. સ્તબ્ધ હોય, છિદ્રને જોનારો હોય, પ્રમાદના કારણે સ્ખલના પામેલાઓની સ્ખલનાને નિત્ય કહેતો ફરે, સાધુજનને તૃણ સમાન ગણે, આવો શ્રાવક શોક્ય સમાન છે. (૭૯) શ્રાવકનાં અહોરાત્રનાં કાર્યો હવે શ્રાવકનાં અહોરાત્રનાં કાર્યોને સંક્ષેપથી બતાવે છે– प्रबुध्य दोषाऽष्टमभागमात्रे, स्मृत्वोज्ज्वलां पंचनमस्कृतिं च । अव्यापृतोऽन्यत्र विशुद्धचेता, धर्मार्थिकां जागरिकां स कुर्यात् ॥ ८० ॥ Page #202 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ૧૮૯ રાત્રિના આઠમા ભાગમાંરાત્રિના ચાર ઘડી પ્રમાણ કાળમાં નિદ્રાનો ત્યાગ કરીને અને શયનમાંથી ઉઠવાના સમયે જ ઉજ્જવળ એવા પંચપરમેષ્ઠી નમસ્કારને યાદ કરીને તે શ્રાવક સૂઈને ઊભો થયેલો હોવાથી હજી ઘરના બીજા કાર્યમાં નહીં લાગેલો આથી જ વિશુદ્ધ મનવાળો = અકલુષિત ચિત્તવાળો ધર્મજાગરિકા કરે. (૮૦) કેવી રીતે ધર્મજાગરિકા કરે એવી શંકા કરીને તેનો પ્રકાર બતાવવામાં આવે છે कोऽहं का मेऽवस्था, किं च कुलं के पुनर्गुणा नियमाः । किं न स्पृष्टं क्षेत्रं, श्रुतं न किं धर्मशास्त्रं च ? ॥ ८१॥ રાત્રિમાં નિદ્રાથી જેની ચેતના આવરાઈ ગઈ છે એવો શ્રાવક તે વખતે પ્રથમ જ (=હમણાં જ) જાગેલો હોવાથી હજી પણ તેણે ચિત્તની પટુતાને પ્રાપ્ત કરી નથી. આવો શ્રાવક પહેલાં આ પ્રમાણે વિચારે- હું કોણ છું? મનુષ્ય છું કે દેવ વગેરે છું? મનુષ્ય છું તો પછી મારી અવસ્થા કઈ છે ? બાલ્ય અવસ્થા છે ? યૌવન અવસ્થા છે કે વૃદ્ધાવસ્થા છે ? જો હું યુવાન છું તો મારી બાલ્ય અવસ્થાને ઉચિત ચેષ્ટા ન થાઓ. અથવા હું વૃદ્ધ છું તો તરુણ અવસ્થાને ઉચિત ચેષ્ટા ન થાઓ. વળી મારું કુલ કયું છે ? શ્રાવક સંબંધી મારું કુલ છે કે બીજું કોઈ ? જો શ્રાવક કુલ છે, તો મારા મૂલગુણો ક્યા છે? અથવા ઉત્તરગુણો કયા છે? વળી મારા નિયમો = અભિગ્રહવિશેષો કયા છે ? તથા મારી પાસે વિભવ છે તો જિનભવન, જિનબિંબ, તેની પ્રતિષ્ઠા, પુસ્તક, ચતુર્વિધ સંઘ અને શત્રુજ્ય વગેરે તીર્થની યાત્રા આ નવ ક્ષેત્રોમાંથી મેં ક્યા ક્ષેત્રને સ્પર્યું નથી. અને મેં દશવૈકાલિક વગેરે કયા ધર્મશાસ્ત્રને સાંભળ્યું નથી. તેથી તે ક્ષેત્ર સ્પર્શવામાં અને તે શાસ્ત્ર સાંભળવામાં યત કરું. તથા તે શ્રાવક ભવવૈરાગ્યવાળો થયો હોવાથી હંમેશા દીક્ષાના ધ્યાનને છોડતો નથી જ. તો પણ ત્યારે બીજા વ્યાપારવાળો ન હોવાના કારણે વિશેષથી જેને દીક્ષાનો અભિલાષ ઉલ્લસિત થયો છે એવો તે આ પ્રમાણે વિચારે-તે વજસ્વામી વગેરે મહામુનીશ્વરો ધન્ય છે કે જેઓએ બાલ્યાવસ્થામાં જ દુઃખેથી નિવારી શકાય એવા સંસારના સકલ કારણોનો ત્યાગ કરીને અતિ શુદ્ધ મનથી સંયમ માર્ગને સેવ્યો છે, અને હજી પણ ગૃહવાસમાં પડેલો હું તે શુદ્ધમાર્ગનું સેવન કરવા માટે સમર્થ નથી. હવે જ્યારે તેવો શુભ દિવસ આવશે? જ્યારે હું પણ પોતાને ધન્ય માનતો સંયમ માર્ગમાં પ્રવર્તીશ. ઇત્યાદિ ન કહેલું હોવા છતાં પણ જાણી લેવું. (૮૧) હવે રાત્રિના અંતે આ પ્રમાણે વિચાર્યા પછી શ્રાવક જે કરે છે તે બતાવે છે विभाव्य चेत्थं समये दयालु-रावश्यकं शुद्धमनोङ्गवस्त्रः । जिनेन्द्रपूजां गुरुवन्दनं च, समाचरेन्नित्यमनुक्रमेण ॥८२॥ શ્રાવક છ આવશ્યક કરે દયાળુ શ્રાવક આ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારથી પોતાના મનમાં વિચારીને અવસરે અર્થાત્ એક મુહૂર્ત રાત્રિ બાકી રહે ત્યારે સામાયિકથી માંડીને પચ્ચકખાણ સુધીનું લોકોત્તર ભાવ આવશ્યક કરે. જે વ્યાકુળ હોવાના કારણે જ આવશ્યક કરવા માટે સમર્થ નથી તે પણ નિયમા પ્રત્યાખ્યાન આવશ્યક યથાશક્તિ વિચારે. કારણ કે જઘન્યથી પણ શ્રાવકે નવકારશી પચ્ચકખાણ તો કરવું જ જોઈએ. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ આત્મપ્રબોધ દ્રવ્યસ્તવ ત્યાર પછી સૂર્યનું અધું બિંબ દેખાય એટલે શુદ્ધ મનોહર વસ્ત્રો ધારણ કરેલો જિતેંદ્રની પૂજા કરે. ત્યાં પહેલા યતનાપૂર્વક વિધિપૂર્વક ગૃહમંદિરમાં પ્રતિમાનું પૂજન કરીને પૂજાનાં ઉપકરણો જેણે ગ્રહણ કર્યા છે એવો મહા ઉત્સવપૂર્વક જિનાલયમાં જઈને મુખકોશ બાંધીને “ત્રણ નિશીહિ' ઇત્યાદિ શાસ્ત્રોક્ત વિધિથી જિનપૂજા કરે. પૂજાના ભેદો તો પ્રથમ પ્રકાશમાં જ્ઞાતાધર્મકથા આદિ સિદ્ધાંતને અનુસાર વિસ્તારથી કહેલા છે. આથી તે ત્યાંથી જ જાણી લેવા. “શુદ્ધ મનોહર વસ્ત્રને ધારણ કરેલો’ એ પ્રમાણે જે કહ્યું તે આ પ્રમાણે- પહેલાં સર્વસાવદ્ય અધ્યવસાયનો ત્યાગ કરવો તે મનઃશુદ્ધિ. ત્યારપછી નિર્જીવ અને પોલાણ-કચરો વગેરેથી રહિત ભૂમિમાં અલ્પ પાણીથી અને અલ્પ હાથના વ્યાપારથી સર્વ અંગે સ્નાન કરવું તે અંગ શુદ્ધિ. ત્યાર પછી પવિત્ર થયેલો હોવાના કારણે અખંડિત વસ્ત્ર ધારણ કરવું તે વસ્ત્રશુદ્ધિ. સ્નાનથી દેહશુદ્ધિ કર્યા વિના પણ દેવપૂજા કરવી યોગ્ય છે એમ ન કહેવું. કેમ કે એમ કરવામાં આશાતનાનો પ્રસંગ આવે. જો જન્મથી, નિર્મળ શરીરને ધારણ કરનારા દેવો પણ વિશેષ શુદ્ધિ માટે સ્નાન કરીને જ દેવપૂજા માટે પ્રવર્તે છે તો પછી નવ અને અગિયાર સ્ત્રોતને ઝરાવતા, નિરંતર દુર્ગધી મેલવાળા માનવીઓથી સ્નાન વિના પૂજા કેવી રીતે કરાય? આથી જ દેવપૂજા કરનારાઓનું સિદ્ધાંતમાં એક-એક પદમાં “સ્નાન કરેલા અને બલિકર્મ કરેલા' ઇત્યાદિ વિશેષણ ગ્રહણ કરેલું છે. પ્રશ્ન- સ્નાન અતિ આરંભવાળું હોવાથી યતનાવાળા શ્રાવકોને સ્નાન કરવું અનુચિત છે. ઉત્તર- જો એ પ્રમાણે કહેવામાં આવે તો જલ-ધૂપ-પુષ્પ વગેરે પણ આરંભનો હેતુ હોવાથી તેનો પણ નિષેધ આવી પડે. તેનો નિષેધ તો શિષ્ટ પુરુષોને ઇષ્ટ નથી. કહ્યું છે કે સાધુને દ્રવ્યસ્તવ ઈષ્ટ નથી छज्जीवकायसंजमो, दव्वत्थए सो विरुज्झए कसिणो । ___ तो कसिणसंजमविऊ, पुप्फाईयं न इच्छंति ॥ १॥ અર્થ છ જવનિકાયના સંઘટ્ટનાદિના ત્યાગરૂપ સંયમમાં છ જવનિકાયના જીવોનું હિત છે. દ્રવ્ય સ્તવમાં પુષ્પાદિને ચુંટવા આદિથી સંયમનું પૂર્ણ પાલન થતું નથી. આથી સંપૂર્ણ સંયમને પ્રધાન સમજનારા સાધુઓને પુષ્પાદિક દ્રવ્યસ્તવ ઈષ્ટ નથી. આવા अकसिणपवत्तयाणं, विरयाविरयाण एस खलु जुत्तो । __ संसारपयणुकरणे, दव्वत्थए कूवदिटुंतो ॥ २॥ અર્થ- અપૂર્ણ સંયમવાળા દેશવિરતિ શ્રાવકોને શુભકર્મના અનુબંધ દ્વારા સંસાર ઘટાડનાર દ્રવ્ય સ્તવ સાક્ષાત્ જ કરવા યોગ્ય છે, આ વિશે કૂપનું દૃષ્ટાંત છે. રા દ્રવ્યસ્તવમાં કૂપનું દૃષ્ટાંત [જેમ કોઈ જીવ કૂવો ખોદાવાની ક્રિયા કરે તો કૂવો ખોદવાની ક્રિયાથી નિર્મળ જળની પ્રાપ્તિ થાય છે અને તેનાથી પોતાને અને બીજા જીવોને ઉપકાર થાય છે, એ જ રીતે દેશવિરતિધર શ્રાવક ભગવાનની પૂજા માટે સ્નાન કરે, સ્વશરીર ઉપર ચંદનનું વિલેપન કરે, ભગવાનની પુષ્પપૂજા કરે Page #204 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - - દેશવિરતિ તથા ભગવાનની આગળ ધૂપ, દીપ પ્રગટાવે, ફળ-નૈવેદ્યાદિ ચડાવે, જિનમંદિર આદિ નિર્માણ કરે, તે સર્વે પણ દ્રવ્યસ્તવ ક૨ના૨ને પુણ્યાનુબંધી પુણ્યનું કારણ બને છે, અને યોગ્ય જીવો દ્રવ્યસ્તવની અનુમોદના કરીને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરે છે, તેથી દ્રવ્યસ્તવ સ્વ-૫૨ને ઉપકારજનક છે. કૂવો ખોદતા જેમ પ્રથમ કાદવથી ખરડાવું પડે છે, અને પછી જલની પ્રાપ્તિ થતાં કાદવને ધોઈ શકાય છે, તેમ પ્રસ્તુતમાં પૂજામાં થતી હિંસાથી કર્મબંધ થાય છે, અને તેની શુદ્ધિ પૂજામાં થતા શુભભાવથી થઈ જાય છે. ૧૯૧ અહીં કૂવો ખોદવાની ક્રિયામાં જળની પ્રાપ્તિરૂપ બાહ્ય ઉપકાર થાય છે અને ભગવાનની પૂજામાં સંસારના ઉચ્છેદના અનન્યકારણરૂપ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન થાય છે.] (કૂપદેષ્ટાંત વિશદીકરણમાંથી સાભાર ઉદ્ધૃત) ઇત્યાદિ આગમ પ્રમાણ હોવાથી વિસ્તા૨થી સર્યું. (૮૨) તેથી આ પ્રમાણે દેવપૂજા કર્યા પછી શ્રાવક જે કરે તે કહેવાય છે— शृङ्गी यथा क्षारजले पयोनिधौ, वसन्नपि स्वादुजलं पिबेत्सदा । तथैव जैनामृतवाणीमादराद्, भजेद् गृही संसृतिमध्यगोऽपि सन् ॥ ८३॥ દેવપૂજા પછીના કર્તવ્યો જેને શૃંગ હોય તે શૃંગી કહેવાય. આવો શ્રૃંગી મત્સ્ય જેમ ખારાપાણીથી ભરેલા સમુદ્રમાં રહેતો હોવા છતાં ત્યાં જ ગંગા વગેરે નદીના પ્રવેશ સ્થાનમાં રહેલ મીઠું પાણી ઓળખીને હંમેશા તે જ પાણી પીએ છે. તે જ પ્રમાણે શ્રાવક સંસારરૂપી ખારા સમુદ્રમાં ૨હેલો હોવા છતાં પણ ગુરુ પાસે જઈને આદરથી જિનપ્રણીત અમૃત તુલ્ય વાણીને હંમેશાં સાંભળે. ત્યાર પછી બાળ-ગ્લાન વગે૨ે સાધુઓને પ્રાતરાશ (નવકારશી). ઔષધ વગેરે આપવામાં યતવાળો થાય. આ વાત આમાં ન કહેલી હોવા છતાં પણ જાણવી. (૮૩) ત્યાર પછી જે કરે તે બતાવવામાં આવે છે– द्रव्यार्जनं सद्व्यवहारशुद्धया, करोति सद्भोजनमादरेण । पूजादिकृत्यानि विधाय पूर्वं, निजोचितं मुक्तविशेषलौल्यः ॥ ८४॥ તે શ્રાવક ત્યારપછી વ્યવહાર શુદ્ધિથી દ્રવ્ય ઉપાર્જન કરે. ત્યાર પછી પહેલાં આદરપૂર્વક મધ્યાહ્નની દેવપૂજા કરીને, મુનિઓને દાન આપીને, તથા વૃદ્ધ-રોગી-અતિથિ-ચારપગવાળા જીવો વગેરેની ચિંતા કરીને વિશેષ લોલુપતાનો ત્યાગ કરતો પોતાને ઉચિત સદ્ભોજન કરે. ત્યારે સૂતક, અભક્ષ્ય વગે૨ે લોક વિરુદ્ધ, સંસક્ત, અનંતકાય વગેરે આગમ વિરુદ્ધ, મદિરા, માંસ વગેરે લોકવિરુદ્ધ અને આગમ વિરુદ્ધ એમ ઉભય વિરુદ્ધ ભોજન ન કરે. તથા લોલુપતાથી પોતાના જઠરાગ્નિનો વિચાર કર્યા વિના અધિક પણ ન ખાય. અધિક ભોજન કર્યા પછી વમન-વિરેચન-રોગોત્પત્તિમરણ વગે૨ે ઘણા અનર્થને કરનારું થાય. આથી પ્રમાણસર જ ભોજન કરે. ત્યાર પછી ધર્મશાસ્ત્રના પરમાર્થને વિચારવા પૂર્વક અને ઉચિત વ્યવસાયથી અપરાહ્નકાળ પસાર Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ આત્મપ્રબોધ કરીને સૂર્ય અસ્ત પામે તે પૂર્વે સંધ્યા સમયે ફરી જિનપૂજા કરે. તથા જો બિયાસણું કર્યું હોય તો ચાર ઘડી આદિ દિવસ બાકી રહે ત્યારે સાંજનું ભોજન કરે. આ વાત અહીં ન જણાવી હોવા છતાં જાણી લેવી. ત્રિકાળ પૂજાનું વિધાન તો આ પ્રમાણે છે प्रातः प्रपूजयेद्वासै-मध्याह्ने कुसुमैर्जिनं । सन्ध्यायां धूपनैर्दीपै-स्त्रिधा देवं प्रपूजयेत् ॥ १॥ અર્થ- પ્રાતઃ કાળે વાસથી, મધ્યા પુષ્પોથી જિનને પૂજે અને સંધ્યા સમયે ધૂપ-દીપથી એમ ત્રણ પ્રકારે દેવને પૂજે. વાસ એટલે ચંદન આદિ દ્રવ્યો. (૮૪) આ પ્રમાણે દિવસનાં કૃત્યો કહીને હવે રાત્રિના કૃત્યને કંઈક કહેવામાં આવે છે– कृत्वा षडावश्यकधर्मकृत्यं, करोति निद्रामुचितक्षणे च । हृदि स्मरन् पञ्चनमस्कृतिं स, प्रायः किलाब्रह्म विवर्जयंश्च ॥४५॥ રાત્રિના કર્તવ્યો ત્યારપછી તે શ્રાવક ષડૂ આવશ્યકરૂપ ધર્મકૃત્યને કરીને ઉચિત ક્ષણે એટલે યોગ્ય વેળાએ નિદ્રા કરે. શું કરતો નિદ્રા કરે ? હૃદયમાં પંચપરમેષ્ઠી નમસ્કારનું સ્મરણ કરતો અને પ્રાયઃ કરીને અબ્રહ્મસેવનનો ત્યાગ કરતો નિદ્રા કરે. અહીં ઋતુકાળે સંતાનની પ્રાપ્તિ માટે અથવા વેદોદયની શાંતિ માટે પોતાની પત્ની સાથે અબ્રહ્મના સેવનનું નિયમન ( નિષેધ) ન કર્યું હોવાથી અહીં પ્રાયઃ શબ્દનું ગ્રહણ કર્યું છે. આ જણાવવા દ્વારા શ્રાવક મૈથુનમાં અત્યંત લોલુપ ન હોય એમ જણાવ્યું. આ પ્રમાણે સંક્ષેપથી શ્રાવકનાં સમસ્ત અહોરાત્રિનાં કૃત્યો જણાવ્યાં. હવે સ્થાનાંગ નામના ત્રીજા અંગના ચોથા સ્થાનમાં કહેલી શ્રાવક સંબંધી ચાર વિશ્રામભૂમિ બતાવવામાં આવે છે. જેમ ભાર વહન કરનાર પુરુષને ચાર વિશ્રામ સ્થાન કહ્યા છે. તે આ પ્રમાણે(૧) જ્યાં એક સ્કંધ ઉપરથી બીજા સ્કંધ ઉપર ભારને સંહરે તે એક વિશ્રામ સ્થાન. (૨) જ્યાં મળ-મૂત્ર પરઠવે તે એક વિશ્રામ સ્થાન. (૩) જ્યાં નાગકુમારના આવાસમાં અથવા સુવર્ણકુમારના આવાસમાં આવી વસે તે એક વિશ્રામ સ્થાન. (૪) જ્યાં માવજીવ રહે તે એક વિશ્રામ સ્થાન. એ પ્રમાણે શ્રાવકને ચાર વિશ્રામ સ્થાન કહેલા છે. તે આ પ્રમાણે (૧) જ્યાં શીલ બ્રહ્મચર્ય, વ્રત=પ્રાણાતિપાત વિરમણ. ગુણવ્રત=દિવ્રત અને ભોગપભોગ. વિરમણ=અનર્થદંડથી અથવા રાગાદિથી. પચ્ચકખાણ=નવકારશી વગેરે. પૌષધ=અષ્ટમી આદિ પર્વ દિવસ. ઉપવાસ=ભોજનનો ત્યાગ. પૌષધોપવાસ=અષ્ટમી આદિ પર્વ દિવસે ઉપવાસ કરવો. ઇત્યાદિ સ્વીકારવામાં આવે તે એક વિશ્રામ સ્થાન. (૨) જ્યાં સામાયિક અથવા દેશાવગાસિક સ્વીકારવામાં આવે અથવા તેનું પાલન કરવામાં આવે તે એક વિશ્રામ સ્થાન. Page #206 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ૧૯૩ (૩) જ્યાં ચૌદશ-અષ્ટમી- અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસે પરિપૂર્ણ અહોરાત્રિ (આઠ પહોરનો) પૌષધ કરે અથવા સારી રીતે પાલન કરે તે એક વિશ્રામ સ્થાન. (૪) જ્યાં છેલ્લી મારણાંતિક સંખનારૂપ આરાધના સ્વીકારેલી છે. ભક્તપાનનું પચ્ચકખાણ કરેલું છે. પાદપોપગમનનો સ્વીકાર કરેલો છે, મરણની અપેક્ષા રાખતો નથી એ પ્રમાણે વિચરે છે તે એક વિશ્રામ સ્થાન. આ ચાર વિશ્રામભૂમિઓ જાણવી. (૮૫) શ્રાવકના સદ્ભૂત ગુણોનું વર્ણન હવે શ્રાવકના સદ્ભૂત ગુણોનું વર્ણન કરવામાં આવે છે– जिनप्रणीतार्थविदो यथार्थ-वाग्युक्तितोऽपास्तमतान्तरस्थाः । स्वकीयधर्मोज्ज्वलमार्गमग्नाः, श्रद्धालवः शुद्धधियो जयन्तु ॥८६॥ અનંત તીર્થકરોએ બતાવેલા યથાવસ્થિત જીવાજીવાદિ પદાર્થોને જાણનારા હોય, આથી જ મંડુક આદિની જેમ યથાર્થ વાણીની યુક્તિથી અન્યમતમાં રહેલા કુલિંગીઓને નિરુત્તર કરવાથી પરાજય પમાડ્યા હોય, તથા પોતાના ધર્મનો જે ઉજ્જવલ માર્ગ. તેમાં એકાગ્રચિત્તવાળા હોય. આવા પ્રકારના શુદ્ધ બુદ્ધિને ધારણ કરનારા શ્રદ્ધાળુ શ્રાવકો જય પામો. ઠંડુકનો વૃત્તાંત તો પાંચમા ભગવતી નામના અંગમાં વિસ્તારથી બતાવેલો છે. તે સંક્ષેપથી અહીં પણ બતાવવામાં આવે છે. મંડુક શ્રાવકનું દૃષ્ટાંત રાજગૃહ નામનું નગર હતું તેની નજીકમાં ગુણશીલ નામનું ચૈત્ય હતું. તેની નજીકના પ્રદેશમાં કાલોદાયી, શેવાલોદાયી વગેરે અન્ય મૂર્થિકો = તીર્થિકો રહેતા હતા. એક વખતે એક સ્થળે ભેગા થયેલા તેઓનો પરસ્પર કથાસંલાપ થયો. જેમ કે મહાવીર ધર્માસ્તિકાય વગેરે પંચાસ્તિકાયની પ્રરૂપણા કરે છે. તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને મુગલાસ્તિકાય અચેતન છે અને જીવાસ્તિકાય ચેતન છે એમ પ્રરૂપણા કરે છે. તથા ધર્માસ્તિકાયઅધર્માસ્તિકાય- આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય અરૂપી છે અને પુદ્ગલાસ્તિકાયરૂપી છે એમ પ્રરૂપણા કરે છે. ન દેખાતા હોવાથી આ પ્રમાણે ચેતન-અચેતન આદિ રૂપે આ કેવી રીતે માની શકાય ? તથા તે જ નગરમાં મંડુંક નામનો શ્રાવક રહે છે. તે મહાસમૃદ્ધિવાળો, સર્વલોકને માન્ય, જીવઅજીવ આદિ પદાર્થોનો જાણનારો, નિત્ય ધર્મકૃત્યથી આત્માને ભાવતો સુખેથી કાળ પસાર કરે છે. - ત્યાર પછી એક વખત ત્યાં ગુણશીલ નામના ચૈત્યમાં શ્રીવીર સ્વામી સમવસર્યા. ત્યારે સ્વામીના આગમનની વાત સાંભળીને તે મંડુક આનંદિત થયેલો સ્વામીને વંદન કરવા માટે જતાં નગરમાંથી બહાર નીકળીને જેટલામાં તે અન્યતીર્થિકોની અતિદૂર નહીં તેમ અતિનજીક નહીં એવા સ્થાનમાં આવ્યો, તેટલામાં અન્યતીર્થિકોએ તેને જતો જોઈને, સર્વે પણ એક સ્થળે ભેગા થઈને તેની નજીકમાં જઈને કહ્યું: હે મંડુક ! તારા ધર્માચાર્ય જે પંચાસ્તિકાય વગેરેની પ્રરૂપણા કરે છે તે કેવી રીતે જાણી શકાય ? ત્યારે મંડુકે તેઓને કહ્યું: જ્યારે ધર્માસ્તિકાય વગેરે પોતાનું કાર્ય કરે ત્યારે તે કાર્યથી જાણી શકાય. જેવી રીતે ધૂમાડાથી અગ્નિને જાણીએ તેમ તેઓને અમે જાણીએ. જો તેઓ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ આત્મપ્રબોધ કાર્ય ન કરે તો અમે ન જાણીએ. છદ્મસ્થોને અતીંદ્રિય પદાર્થોનું જ્ઞાન કાર્ય વગે૨ે લિંગ દ્વારા જ થાય છે. અધર્માસ્તિકાય વગેરેનું અમને પ્રતીત એવું કોઈ કાર્યાદિ લિંગ દેખાતું નથી તેના અભાવથી અમે તેને નથી જ જાણતા. ત્યાર પછી ધર્માસ્તિકાય વગેરેના અજ્ઞાનને સ્વીકાર કરતા એવા મંડુકને ઠપકો આપવા માટે તેઓએ કહ્યું: હે મંડુક ! જો આ અર્થને પણ તું નથી જાણતો તો તું શ્રાવક કેવો? ત્યારે આ પ્રમાણે ઠપકો અપાયેલા આ મંડુકે જે તેઓએ ન દેખાતા હોવાથી ધર્માસ્તિકાય વગેરેનો અભાવ કહ્યો તેનું વિધટન (પ્રતિકા૨) ક૨વા માટે કહ્યું: હે આયુષ્યમાનો ! વાયુકાય વાય છે ? હા, વાય છે. હે આયુષ્યમાનો ! તમે વાતા એવા વાયુકાયના રૂપને જુઓ છો ? તેને જોવા અમે સમર્થ નથી. હે આયુષ્યમાનો ! ઘ્રાણસહગત પુદ્ગલો છે ? હા, છે. હે આયુષ્યમાનો ! ઘ્રાણસહગત પુદ્ગલોના રૂપને તમે જુઓ છો ? તે જોવા અમે સમર્થ નથી. હે આયુષ્યમાનો ! અરણિસહગત અગ્નિકાય છે ? હી, છે. હે આયુષ્યમાનો ! અરણિસહગત અગ્નિકાયના રૂપને તમે જુઓ છો ? તેને જોવા અમે સમર્થ નથી. હે આયુષ્યમાનો ! સમુદ્રની પેલે પાર રૂપો છે ? હા, છે. હે આયુષ્યમાનો ! તે રૂપોને તમે જુઓ છો ? તેને જોવા અમે સમર્થ નથી. હે આયુષ્યમાનો ! દેવલોકમાં રહેલાં રૂપો છે ? હા, છે. હે આયુષ્યમાનો ! તે રૂપોને તમે જુઓ છો ? તે જોવા માટે અમે સમર્થ નથી. હે આયુષ્યમાનો ! જો આ પ્રમાણે જ હું, તમે અથવા બીજો છદ્મસ્થ જીવ જેને નથી જાણતો તે બધું નથી. આ પ્રમાણે તો તમારો સુબહુલોક પણ (એટલે કે બાપદાદાના બાપદાદા પણ) નહીં થાય. આ પ્રમાણે તે અન્યયૂથિકોને નિરુત્તર કરીને ત્યાર પછી તે મંડુક ગુણશીલ ચૈત્યમાં શ્રીવીર સ્વામીની પાસે જઈને વંદન આદિ કરવાપૂર્વક ઉચિત સ્થાને બેઠો. ત્યારે સ્વામીએ મંડુકને કહ્યુંઃ હે મંડુક ! તું સારો છે. જેથી અસ્તિકાયને નહીં જાણતા તેં અન્યતીર્થિકોને હું નથી જાશ્તો એમ કહ્યું. નહીં જાણતો હોવા છતાં હું જાણું છું એમ કહ્યું હોત તો અરિહંત વગેરેની આશાતના કરનારો થાત. ત્યાર પછી આ પ્રમાણે પ્રભુના વચન સાંભળીને તે મંડુક આનંદિત થયેલો સ્વામીને નમીને અને ધર્મોપદેશને સાંભળીને પોતાના સ્થાનમાં ગયો. આયુષ્ય ક્ષય થયે અરુણાભ નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો, અને મહાવિદેહમાં સિદ્ધ થશે. આ પ્રમાણે મંડુક શ્રાવકનો વૃત્તાંત પૂર્ણ થયો. (૮૬) પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ હવે આવા પ્રકારના શ્રાવકપણાને પામીને તેના પાલન માટે સર્વથા પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ તે બતાવે છે— निशम्य विप्रोपनयं सुधीभिः, प्रमादसङ्गोऽपि न कार्य एव । इहोत्तरत्रापि समृद्धिहेतौ, महौज्ज्वलेऽस्मिन्निजधर्मकार्ये ॥ ८७ ॥ સારી બુદ્ધિવાળા ભવ્ય જીવોએ દરિદ્ર બ્રાહ્મણના ઉપનયને સાંભળીને પશ્ચાત્તાપનું કારણ એવા પ્રમાદનો સંગ પણ ન જ ક૨વો જોઈએ, તો પછી પ્રમાદના સેવનની તો વાત દૂર રહી. શેમાં પ્રમાદ ન કરવો જોઈએ તે કહે છે- આ ભવ અને ૫૨ભવમાં સમૃદ્ધિનું કારણ, આથી જ મહાનિર્મળ એવા આ દેશવિરતિ સ્વરૂપ પોતાના ધર્મકાર્યમાં પ્રમાદ ન ક૨વો. ધર્મકાર્યમાં સદા આળસ વગરના જ થવું જોઈએ. દરિદ્ર બ્રાહ્મણનું દૃષ્ટાંત આ પ્રમાણે છે Page #208 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ૧૯૫ દરિદ્ર બ્રાહ્મણનું દૃષ્ટાંત કોઈક નગરમાં જન્મથી દરિદ્ર, મહા આળસુ એક બ્રાહ્મણ રહેતો હતો. તે એક વખત પોતાની સ્ત્રીથી પ્રેરણા કરાયેલો દાન ગ્રહણ કરવા માટે રાજાની પાસે ગયો. ત્યારે “ઘણું જીવ' ઇત્યાદિ વાણીથી આશિષને આપતા તે બ્રાહ્મણને આકૃતિ વગેરેથી મહાદારિદ્રથી પરાભવ પામેલો જાણીને અનુકંપાથી પૂરાયેલા હૃદયવાળા રાજાએ કહ્યું: હે બ્રાહ્મણ ! સૂર્ય અસ્ત પામે તે પહેલા તારી ઇચ્છા પ્રમાણે મારા ભંડારમાંથી દ્રવ્ય ગ્રહણ કરીને તારા ઘરને ભર એ મારી આજ્ઞા છે. એ પ્રમાણે કહીને તે પ્રવૃત્તિને સૂચવનારું પોતાના નામથી અંકિત પત્ર લખાવીને તેને આપ્યું. ખુશ થયેલો તે પણ તે પત્ર ગ્રહણ કરીને પોતાના ઘરે આવીને પોતાની પત્નીને સર્વ પણ તે વૃત્તાંત જણાવ્યો. ત્યારે પતીએ કહ્યું: હે સ્વામી ! ત્યાં જઈને દ્રવ્ય લાવો. આ કાર્યમાં વિલંબ ન કરો. કહ્યું છે કે - કલ્યાણકારી કાર્યો ઘણા વિઘવાળા હોય છે. ત્યારે તેણે કહ્યું કે- સો કાર્યનો ત્યાગ કરીને ભોજન કરવું જોઈએ એ પ્રમાણે નીતિ વચન છે. આથી ભોજન કરીને સ્થિર ચિત્તવાળો થઈને પછી દ્રવ્ય લેવા માટે જઈશ. ત્યાર પછી તેણે પડોશીના ઘરેથી લોટ વગેરે લાવીને તરત રસોઈ બનાવીને તેને ભોજન કરાવીને ફરી કહ્યું કે- હે સ્વામી ! હવે જલદી ત્યાં જઈને પોતાના કાર્યને સાધો. ત્યારે તેણે કહ્યું કે- ભોજન કરીને જો શયાની પ્રાપ્તિ ન થાય તો સો પગલા ચાલવું એ પ્રમાણે શાસ્ત્રમાં કહેલું હોવાથી થોડીવાર સૂઈને પછી જઈશ. એ પ્રમાણે કહીને તે સૂતો. પરંતુ દરિદ્રને પ્રાયઃ નિદ્રા ઘણી હોય છે. આથી તે ઘણી નિદ્રાથી ઘેરાયેલો તે પ્રમાણે સુતો કે જેથી હાથ ખેંચવું, શરીરને ઢંઢોળવું ' વગેરે ઘણી ક્રિયાથી પતી વડે તરત જગાડાતો હોવા છતાં પણ ત્રીજા પ્રહરમાં કષ્ટથી જાગ્યો. - ત્યાર પછી ફરી પતી વડે પ્રેરણા કરાયેલો તે બ્રાહ્મણ ઘરમાંથી નીકળીને ચોકના માર્ગથી જતો વચ્ચે થઈ રહેલા નાટકને જોઈને વિચાર્યું હજી પણ દિવસ ઘણો છે. આથી નાટક જોઈને પછી તરત દ્રવ્યને લાવીશ. આ પ્રમાણે વિચારીને સંપૂર્ણ નાટક જોઈને આગળ જતાં માર્ગમાં સ્થાને-સ્થાને કૌતુકોને જોતો અને જતા એવા દિવસને નહીં જાણતો સૂર્ય અસ્ત થવાના સમયે રાજાના ભંડાર નજીક આવ્યો. ત્યારે સૂર્ય અસ્ત થઈ જવાથી ભંડારના દ્વારે તાળું મારીને પોતાના ઘરે જતા ભંડારીને તે બ્રાહ્મણે તે પત્ર બતાવ્યો. તેણે તે પત્ર જોઈને કહ્યું હે બ્રાહ્મણ ! રાજાએ કહેલો નિયમ પૂર્ણ થવાથી હવે તું કંઈ પણ નહીં પામી શકે. આથી તારા ઘરે જા. ત્યાર પછી તે પ્રમાદના કારણે ધનને પ્રાપ્ત કર્યા વિના હાથ ઘસતો, પશ્ચાત્તાપ કરતો ત્યાંથી પાછો ફરીને પોતાના ઘરે આવ્યો અને પૂર્વની જેમ દરિદ્ર જ રહ્યો. આ લૌકિક દૃષ્ટાંત કહ્યું. હવે આત્મા ઉપર આનો ઉપનય કરવો જોઈએ. તે આ પ્રમાણે સંસારરૂપી નગરમાં દરિદ્ર બ્રાહ્મણ સમાન મહાદુઃખી સંસારી જીવ સમજવો. સત્કાર્યમાં પ્રેરણા કરનારી સુમતિ પતી સમજવી. તથા રાજા સમાન અહીં ધર્મરૂપી ધનને આપનારા તીર્થંકર વગેરે સદ્ગુરુ સમજવા. નર ભવને ભંડાર સમજવો. તેના વિના ધર્મધનની પ્રાપ્તિ ન થાય. વળી સૂર્ય સમાન આયુષ્ય છે. જે પ્રમાણે સૂર્યાસ્ત પહેલા ધનગ્રહણ કરવામાં રાજાની આજ્ઞા હતી, તે પ્રમાણે આયુષ્યનો ક્ષય થાય તે પહેલાં ધર્મ કરવો જોઈએ એ પ્રમાણે ગુરુની આજ્ઞા છે. કહ્યું છે કે जरा जाव न पीडेइ, वाही जाव न वड्डई । जाव न इंदियहाणी, ताव धम्म समायरे ॥१॥ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ આત્મપ્રબોધ અર્થ- જ્યાં સુધી જરા ન પડે, જ્યાં સુધી વ્યાધિ ન વધે, જ્યાં સુધી ઇંદ્રિયોની હાનિ ન થાય ત્યાં સુધીમાં ધર્મનું આચરણ કરવું જોઈએ. વળી- જે પ્રમાણે તે બ્રાહ્મણ હજી દિવસ ઘણો છે એમ માનતો નિદ્રા અને નાટક જોવું વગેરે પ્રમાદમાં આસક્ત થયેલો ધનને પ્રાપ્ત ન કરવાથી પશ્ચાત્તાપમાં તત્પર થયો તે પ્રમાણે આ જીવ પણ પોતાનું આયુષ્ય ઘણું છે એમ માનતો, પાંચ ઇંદ્રિયોના વિષયમાં આસક્ત થયેલો આયુષ્ય પૂર્ણ થઈ જવાથી ધર્મ કર્યા વિના જ બીજી ગતિમાં જઈને દુ:ખથી દુ:ખી થયેલો “અહો ! વિષયમાં મગ્ન થયેલા મેં પૂર્વભવમાં સામગ્રી હોવા છતાં પણ શ્રી જિનધર્મ ન આરાધ્યો.” એમ પશ્ચાત્તાપને પામે છે. પરંતુ પાછળથી (પશ્ચાત્તાપ કરવા છતાં) કંઈ પણ કાર્ય સિદ્ધ ન થાય. તેથી હે ભવ્યો ! પહેલેથી જ પ્રમાદનો ત્યાગ કરીને સદ્ધર્મના પાલનમાં તત્પર થાઓ. જેથી તમારે સર્વ ઈષ્ટની સિદ્ધિ થાય. આ પ્રમાણે પ્રમાદ ઉપર દરિદ્ર બ્રાહ્મણનો ઉપનય છે. (૮૭) નિદ્વવોનો વિશ્વાસ ન કરવો હવે આવા પ્રકારના શ્રાવકપણાને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા ભવ્યજીવોએ નિદ્વવ વગેરે કુદૃષ્ટિઓના વચનોમાં વિશ્વાસવાળા ન થવું જોઈએ તે બતાવે છે जनस्य सत्काञ्चनकङ्कणद्वयी-निर्मापकस्योपनयं निशम्य सः । कुदृष्टिवाक्याश्रयणे पराङ्मुखो, भवेन्न चेद्वञ्चनमश्नुते ध्रुवम् ॥८८॥ સાચા સુવર્ણના બે કંકણ બનાવનારના ઉપનયને સાંભળીને જો કુદષ્ટિના વાક્યનો આશ્રય કરવામાં પરાફમુખ થતો નથી તો તે નક્કી ઠગાય છે. સોનીની પાસે સાચા સોનાના બે કંકણ કરાવનાર માણસના ઉપનયને સાંભળીને શ્રાવકને ઉચિત ધર્મનો અભિલાષી તે ભવ્ય જીવ કુદષ્ટિઓના વાક્યોનો આશ્રય કરવામાં પરાભુખ થાય. તેનાં વચનોમાં વિશ્વાસ ન કરે. હવે જો તેમાં પરાભુખ ન થાય તો નક્કી ઠગાય છે. તેમાં વિશ્વાસ કરનારો તેના વચનમાં વ્યર્ડ્સાહિત ચિત્તવાળો થયેલો સદ્ગુરુના ઉપદેશનો અનાદર કરીને આત્મધર્મથી ભ્રષ્ટ થાય છે. સોનાના કંકણ બનાવનાર નરનો ઉપનય આ પ્રમાણે છે સોનાના કંકણ યુગલ બનાવનાર સોનીનું દૃષ્ટાંત કોઈ એક ભોળા માણસે સોનીની પાસે સોનાના બે કંકણ બનાવ્યા. ત્યારે તે ધૂતારા સોનીએ તેને મુગ્ધ જાણીને તેને ઠગવા માટે બે કંકણ યુગલ બનાવ્યા. તેમાંથી એક સોનાનું અને બીજું પિત્તળનું. ત્યાર પછી તે સોનાનું કંકણ યુગલ તેને આપીને ઠગવાની બુદ્ધિથી એકાંતમાં તેણે કહ્યું : આ ગામમાં બધા લોકો મારા દ્વેષી છે. તેઓ મારું કરેલું શુદ્ધ પણ આભરણ અશુદ્ધ કહેશે. તેથી તું પહેલા મારું નામ લીધા વિના બધા લોકોને આ બતાવી અને શુદ્ધાશુદ્ધની પરીક્ષા કરાવીને આવ. પછી ઉજળું કરીને તારા હાથમાં પહેરાવું છું. ત્યાર પછી તે મુગ્ધ તેના કપટને નહીં જાણતો તેનું આભરણ તે જ પ્રમાણે લોકોને બતાવીને અને લોકના મુખથી તેની શુદ્ધતા સાંભળીને પાછો આવીને સોનીને તેનો વૃત્તાંત જણાવીને તે આભરણ આપ્યું. ત્યાર પછી તે સોનીએ પોતાની હસ્તલાઘવી કળાથી સોનાના કંકણયુગલને એકાંત દેશમાં મૂકીને તેના જેવા વર્ણ-પ્રમાણ-આકારવાળું બીજું પિત્તળનું કંકણ યુગલ તરત ઉજળું કરીને તેના હાથમાં પહેરાવીને કહ્યું: હવે પછી મારા Page #210 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દેશવિરતિ ૧૯૭ 'TIM નામને સાંભળવાથી જો કોઈ પણ લોક અને પિત્તળનું કહે તો તારે તેના વચનને ન માનવું. મારા વચનમાં વિશ્વાસ કરવો. ત્યાર પછી મુગ્ધ હોવાના કારણે તેણે તે પ્રમાણે જ સ્વીકાર્યું. ત્યાર પછી તે માણસ તે અશુદ્ધ પણ આભરણને શુદ્ધ માનતો ચોક વગેરેમાં જતો લોકો વડે પછાયો. આ કંકણાયગલ કયા સોનીએ બનાવ્યું ? તેણે કહ્યું કે- અમક સોનીએ બનાવ્યું છે. ત્યારે પરીક્ષક લોકોએ સારી રીતે નિરીક્ષણ કરીને કહ્યું: આ તો પિત્તળનું છે. તે ધૂતારાથી તું ઠગાયો છે. ત્યાર પછી તેનાથી ગ્રાહિત ચિત્તવાળો થયો હોવાના કારણે તે માણસે આ પ્રમાણે વિચાર્યું. આ બધા લોકો તેના દ્વેષી છે, આથી આ પ્રમાણે કહે છે. આ મારું આભરણ તો શુદ્ધ સોનાનું છે. તેથી આ લોકો પોતાની ઈચ્છા પ્રમાણે ભલે કહે પણ હું આનો ત્યાગ નહીં કરું. તેથી આ પ્રમાણે સપુરુષના વચનનો અનાદર કરવાથી અને તે ધૂતારાના વચનમાં વિશ્વાસ કરવાથી તે માણસ અશુદ્ધ વસ્તુની પ્રાપ્તિથી ઠગાયો, અને શુદ્ધ વસ્તુનો ભાગી ન થયો. આ લૌકિક દૃષ્ટાંત કહ્યું. હવે આ જ દૃષ્ટાંત આત્મા ઉપર લાવવું જોઈએ. તે આ પ્રમાણે સોનાના કંકણને ગ્રહણ કરનારો માણસ છે તે અહીં ધર્માર્થી જીવ જાણવો. જે સોની છે તે અહીં નિવાદિ કુગુરુ જાણવો. જે તેણે પહેલા સોનાનું કંકણ બતાવ્યું તે અહીં પહેલાં તેણે પચ્ચકખાણદાન-દયા વગેરે ધર્મકૃત્ય બતાવ્યું. જે તેણે પોતાનામાં વિશ્વાસ ઉત્પન્ન કરાવીને તેને પિત્તળનું કંકણ આપ્યું તે અહીં કુદષ્ટિએ વિવિધ રીતે ઠગવાની કલ્પનાથી તેના ચિત્તને વ્યર્ડ્સાહિત કરી એકાંતવાદથી યુક્ત, શ્રીમદ્ અરિહંતના ધર્મથી વિરુદ્ધ ધર્મસ્વરૂપ તેને ગ્રહણ કરાવ્યું. ત્યાર પછી જે પ્રમાણે તેણે તેનાથી પ્રેરણા કરાયેલો હોવાથી સત્પરુષના વાક્યને દ્વેષવાળું જાણીને ન માન્યું. તે પ્રમાણે આણે પણ મિથ્યાત્વીથી વ્યર્ડ્સાહિત ચિત્તવાળો થયો હોવાથી શુદ્ધ ધર્મનો ઉપદેશ કરનારા ગુરુના વચનને દ્વેષથી ઉત્પન્ન થયેલું જાણીને ન માન્યું. ત્યાર પછી જે પ્રમાણે તે અશુદ્ધ વસ્તુની પ્રાપ્તિથી ઠગાયો તે માણે આ પણ શદ્ધ ધર્મની પ્રાપ્તિ ન થવાથી ઠગાયેલો દુર્ગતિનો ભાગી થાય છે. પછી તેને સધર્મની પ્રાપ્તિ દુર્લભ થાય છે. તેથી હે ભવ્ય જીવો ! જો તમને શુદ્ધ ધર્મની ઇચ્છા છે તો પહેલેથી જ નિહ્નવ વગેરે કુદૃષ્ટિઓના વચનોમાં વિશ્વાસનો ત્યાગ કરો અને શ્રીમદ્ અરિહંત પ્રણીત અનેકાંત ધર્મના ઉપદેશને કરનારા સદ્ગુરુના વચનોમાં વિશ્વાસ કરો. જેથી તરત પરમાત્મની સંપત્તિ પ્રગટ થાય. આ પ્રમાણે કુદૃષ્ટિના વચન ઉપર વિશ્વાસ કરવામાં સોનાના કંકણ બનાવનારનો ઉપનય કહ્યો. इत्थं स्वरूपं परमात्मरूप-निरूपकं चित्रगुणं पवित्रं । सुश्रावकत्वं परिगृह्य भव्या, भजन्तु दिव्यं सुखमक्षयं च ॥१॥ लेशाद्देशाद्विरते-विचार एषोऽत्र वर्णितोऽस्ति मया । __ अनुसाराद् गन्थस्यो-पदेशचिन्तामणिप्रभृतः ॥ २॥ આ પ્રમાણે પ્રસંગ સહિત દેશવિરતિનું સ્વરૂપ કહ્યું. આવા પ્રકારના સ્વરૂપવાળું, પરમાત્માના સ્વરૂપનું નિરૂપણ કરનારું, વિવિધ ગુણવાળું અને પવિત્ર એવું સુશ્રાવકપણું ગ્રહણ કરીને હે ભવ્યો! દિવ્ય અને અક્ષય સુખને ભજો. ઉપદેશ ચિંતામણિ વગેરે ગ્રંથના અનુસાર આ દેશવિરતિનો વિચાર મેં અહીં સંક્ષેપથી વર્ણવેલો છે. આ પ્રમાણે શ્રીમદ્ બૃહત્ ખરતર ગચ્છાધિરાજ શ્રી જિનભક્તિ સૂરીન્દ્રના ચરણરૂપી કમળને વિશે હંસ સમાન શ્રી જિનલાભ સૂરિએ સંગ્રહેલા આત્મપ્રબોધ નામના ગ્રંથમાં દેશવિરતિ નિર્ણય નામનો બીજો પ્રકાશ સમાપ્ત થયો. (૮૮) શ્રી રસ્તુ Page #211 -------------------------------------------------------------------------- ________________ ત્રીજે પ્રકાશ - સર્વવિરતિ હવે ક્રમથી આવેલા સર્વવિરતિ પ્રકાશનો આરંભ કરાય છે. તેમાં પહેલાં તેની પ્રાપ્તિના પ્રકારને સૂચવનારી આ આર્ય ગાથા છે प्रत्याख्यानावरण-कषायचतुष्कक्षयोपशमभवनात् । लभते मानव एतां, देशविरतिमानविरतो वा ॥१॥ દેશવિરતિવાળો એટલે કે પાંચમા ગુણસ્થાને રહેલો અથવા પહેલા કે ચોથા ગુણસ્થાને રહેલો અવિરત માનવી પ્રત્યાખ્યાનાવરણ સ્વરૂપ ત્રીજા ચારે કષાયનો ક્ષયોપશમ થયે છતે આ સર્વવિરતિને પામે છે. ત્રિવિધ-ત્રિવિધના ભાંગાથી સર્વસાવદ્ય યોગથી નિવૃત્તિને સર્વવિરતિ કહે છે. દેવોતિર્યંચો અને નારકો તથાભવસ્વભાવના કારણે સર્વવિરતિને પ્રાપ્ત કરતા નથી. માટે અહીં માનવીને જ ગ્રહણ કર્યા છે. વળી- આ સર્વવિરતિ દેશવિરતિની પ્રાપ્તિ સમયે થનારી કર્મની સ્થિતિમાંથી સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિનો ક્ષય થયે છતે જ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે પહેલાં વિસ્તારથી બતાવ્યું છે. તથા આ સર્વવિરતિની સ્થિતિનું પ્રમાણ પણ દેશવિરતિની જેમ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટી જાણવું. આવા પ્રકારની સર્વવિરતિ જેઓને હોય છે તેઓ સર્વવિરત સાધુઓ કહેવાય છે. તે બે પ્રકારના હોય છે. છાસ્થ અને કેવલી. તેમાં છઠ્ઠા ગુણસ્થાનથી માંડીને બારમા ગુણસ્થાને રહેલા મુનિઓ છઘસ્યો છે. તેરમા તથા ચૌદમા એમ બે ગુણસ્થાને રહેલા જીવો કેવલી છે. તેમાં આ પ્રકાશમાં તો છદ્મસ્થોનો જ અધિકાર છે. કેવલીઓ તેં પરમાત્મ સ્વરૂપ છે. આથી તેઓનું સ્વરૂપ ચોથા પ્રકાશમાં કહેવાશે. (૧) | સર્વવિરતિને યોગ્ય-અયોગ્ય હવે અહીં શરૂઆતમાં સર્વવિરતિ સ્વીકારમાં પુરુષ-સ્ત્રી-નપુંસકોની યોગ્યતા-અયોગ્યતા બતાવાય છે अट्ठारस पुरिसेसु, वीसं इत्थीसु दस नपुंसेसु ।। पव्वावणा अणरिहा, इय अणला आहिया सुत्ते ॥२॥ પુરુષોમાં અઢાર, સ્ત્રીઓમાં વીશ અને નપુંસકોમાં દસ દીક્ષાને અયોગ્ય છે. આ પ્રમાણે સૂત્રમાં અયોગ્ય બતાવેલા છે. (૨) તેમાં દીક્ષાને અયોગ્ય અઢાર પુરુષો આ પ્રમાણે છે बाले १ वुड्ढे २ नपुंसे ३ य, कीवे ४ जड्डे ५ य वाहिए ६ । तेणे ७ रायावगारी ८ य, उम्मत्ते ९ य अदंसणे १० ॥३॥ दासे ११ दुढे १२ य मुढे १३ य, अन्नत्ते १४ जुंगिए १५ इय ।. उच्चट्ठए १६ य भयए १७, सेहनिफेडिया १८ इय ॥४॥ Page #212 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ ૧૯૯ બાલ, વૃદ્ધ, નપુંસક, ક્લબ, જડ, વ્યાધિત, ચોર, રાજાપકારી, ઉન્મત્ત, આંધળો, દાસ, દુષ્ટ, મૂઢ, ઋણાર્સ, જુગિત, અવબદ્ધ, ભૂતક અને શૈક્ષનિઃસ્ફટિક આ અઢાર પુરુષો દીક્ષાને અયોગ્ય છે. (૧) બાલ- જન્મથી માંડીને સાત-આઠ વર્ષ સુધી બાલ કહેવાય છે. તે જેના તેના પરાભવનું સ્થાન હોવાથી અને ચારિત્રના પરિણામનો અભાવ હોવાથી દીક્ષાને યોગ્ય નથી. વળી બાલને દીક્ષા આપવામાં સંયમ વિરાધના વગેરે દોષો સંભવે છે. તે બાલ અજ્ઞાની હોવાથી લોઢાના ગોળા સમાન છે. જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં છજીવનિકાયનો વધ કરનારો થાય છે. તથા આ શ્રમણો નિર્દય છે, જેથી આ પ્રમાણે બાળકોને પણ બળાત્કારે દીક્ષારૂપી કારાગારમાં નાખીને તેઓની સ્વાધીનતાનો નાશ કરે છે, એ પ્રમાણે લોકમાં નિંદા થાય છે. વળી માતૃજનને ઉચિત તેની પરિચર્યા કરવામાં સ્વાધ્યાયભંગ થાય. પ્રશ્ન- “છેલ્વરિતો પબ્લો , ફળ પાવય' ઇત્યાદિ (ગાથાઓ)માં છ વર્ષના અતિમુક્ત કુમારની દીક્ષાનો સ્વીકાર કેવી રીતે સંભળાય છે? - ઉત્તર- અહીં આ પ્રમાણે સંભાવના કરાય છે કે- તેને ત્રિકાળજ્ઞાની ભગવંતે સ્વયં દીક્ષા આપી હોવાથી દોષ નથી. અહીં અતિમુક્તકનો વૃત્તાંત અંતકૃત દશાંગ વગેરેને અનુસારે આ પ્રમાણે છે અતિમુક્તકનું દૃષ્ટાંત પોલાસપુર નગરમાં વિજય નામનો રાજા હતો. તેને શ્રી નામની પટ્ટરાણી હતી. તેઓને અતિમુક્તક નામનો પુત્ર હતો. તે ઘણા યતપૂર્વક મોટો કરાતો ક્રમે કરી છ વર્ષનો થયો. તે અવસરે નગરની બહાર શ્રીવીર સ્વામી સમવસર્યા. ત્યાર પછી ગૌતમ ભગવાન સ્વામીને પૂછીને ભિક્ષા માટે નગરની અંદર આવ્યા. ત્યારે બાળકોની સાથે રમતો અતિમુક્તક કુમાર ગૌતમને જોઈને આ પ્રમાણે બોલ્યોઃ તમે કોણ છો ? શા માટે ભટકો છો ? ગૌતમે કહ્યું: અમે શ્રમણો છીએ. ભિક્ષા માટે ભમીએ છીએ. તો હે પૂજય ! આવો આપને ભિક્ષા અપાવું. એ પ્રમાણે કહીને તે કુમાર આંગળીમાં ૧. ભાગવતી દીક્ષા માટે અયોગ્યના ભેદો જણાવ્યા છે, તેમાં પ્રથમ ભેદ બાળનો છે. જૈન શાસ્ત્રકારોએ તે બાળને દીક્ષા માટે અયોગ્ય કહ્યો છે કે જે આઠ વર્ષથી ઓછી ઉમ્મરનો હોય, આઠ વર્ષ પૂર્ણ થયાં હોય તે અયોગ્ય નહિ. એ જ સ્થળે શ્રી પંચવસ્તુનું પ્રમાણ આપીને ગ્રન્થકારે દીક્ષાની યોગ્ય વયનું ઓછામાં ઓછું પ્રમાણ આઠ વર્ષનું પ્રતિપાદન કર્યું છે. આ આઠ વર્ષ જન્મથી અને ગર્ભથી બે રીતે ગણી શકાય, માટે શ્રી નિશીથચૂર્ણિનો આધાર લઈને “મારે વા મટ્ટમસ વિરíત્તિ'' એ બીજો મત જણાવ્યો છે. આમાં “ગર્ભાષ્ટમ' શબ્દ સંખ્યા પૂરક પ્રત્યયાત્ત છતાં ‘ગર્ભથી આઠમું એટલે આઠમાની શરૂઆત’ એવો અર્થ કરવો બરાબર નથી. કારણ કે પ્રકરણાનુસાર શાસ્ત્રની વિવક્ષા “સપૂર્ણ આઠ’ એવો અર્થ લેવાની છે. સર્વત્ર સિદ્ધાન્ત પણ એ જ છે. શ્રી નિશીથસૂત્રના ૧૧ માં ઉદેશાના ભાષ્યની ગાથા ૨૫૪ માં કહેલા ‘૩ઢે ત્થ ' શબ્દોથી આઠથી ન્યૂન વર્ષવાળાને ચારિત્રનો નિષેધ કર્યો છે અને ભાષ્ય ગા. ર૬૪ની ચૂર્ણિમાં ચૂર્ણિકાર મહારાજાએ લખ્યું છે કે “ઢસા સરિસોર નવમ ટસનું વિલા, માસે વા મટુમક્ષ વિવા-નમનો મક્વરિલે ' આ પાઠમાં આઠથી ઉપરની વયવાળાને શાસ્ત્રકારોએ દીક્ષા કહી છે, બીજા મતથી જે ગર્ભાસ્ટમની દીક્ષા લખી તે ગર્ભાસ્ટમનો અર્થ ચૂર્ણિકારે જન્મથી આઠમાં વર્ષનો’ લખ્યો છે. આ જન્મથી આઠમું એટલે ગર્ભથી આઠ પૂરાં. (ધર્મસંગ્રહ ભાષાંતર ભાગ બીજામાં પૂ.આ.શ્રીજંબુસૂરિ મહારાજે લખેલા ઉધ્ધોધનમાંથી સાભાર ઉદ્ધત.) Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ આત્મપ્રબોધ ગૌતમને લગાડીને પોતાના ઘરે લઈ ગયો. ત્યારે ખુશ થયેલી શ્રીદેવીએ ભક્તિથી ગૌતમને નમીને ભિક્ષા વહોરાવી. ત્યાર પછી અતિમુક્તકે ફરી આ પ્રમાણે કહ્યું- તમે ક્યાં રહો છો? ગૌતમે કહ્યું છે ભદ્ર! જે ઉદ્યાનમાં અમારા ધર્માચાર્ય શ્રી વર્ધમાન સ્વામી રહે છે ત્યાં અમે રહીએ છીએ. ત્યારે તેણે કહ્યું છે સ્વામી ! હું આપની સાથે શ્રી વીર સ્વામીને વંદન કરવા માટે આવું છું. ગૌતમે કહ્યું છે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યાર પછી ગૌતમની સાથે આવીને અતિમુક્તક કુમારે ભગવાનને વંદન કર્યા. ભગવાને ધર્મનો ઉપદેશ આપ્યો. તે સાંભળીને પ્રતિબોધ પામેલા દીક્ષા ગ્રહણ કરવાને ઇચ્છતા અતિમુક્તકે માતા-પિતાની અનુજ્ઞા લેવા માટે ઘરે આવીને માતા-પિતાને આ પ્રમાણે કહ્યું: હે માત ! હે તાત ! મેં આજે શ્રી વીર સ્વામી પાસે ધર્મ સાંભળ્યો. તે ધર્મ મને ગમ્યો છે. ત્યારે માતા-પિતાએ કહ્યું: હે પુત્ર! તું ધન્ય છે, તું કૃતપુણ્ય છે, તું કૃતાર્થ છે. જે તે વીર : સ્વામી પાસે ધર્મ સાંભળ્યો, અને તે તને ગમ્યો. - ત્યાર પછી તે કુમારે ફરી આ પ્રમાણે કહ્યું: હે માત ! હે તાત ! હું તે ધર્મ સાંભળવાથી સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું અને જન્મ મરણના ભયથી ભયભીત થયેલો છું. તેથી આપની અનુજ્ઞાથી શ્રી વીર પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છું છું. ત્યાર પછી તે અનિષ્ટ, એકાંતે અપ્રિય, પૂર્વે ક્યારેય ન સાંભળેલા વચનને સાંભળીને તેની માતા તરત શોકના ભારને પામેલી દીનવદનવાળી થયેલી મૂર્છાને પામીને આંગણામાં ધસ કરતી શરીરથી પડી. ત્યારે દાસીઓએ તરત સુવર્ણ કળશ લાવીને તેના મુખમાંથી નીકળતી શીતળ નિર્મળ ધારાથી તેને સીંચી. કરાયેલા ઠંડા પવનના ઉપચાર વગેરેથી ચેતનાને પામીને વિલાપ કરતી માતા પુત્રને આ પ્રમાણે કહેવા લાગી. હે પુત્ર ! તું અમારો ઈષ્ટ, કાંત, પ્રિય, આભરણના કરંડીયા સમાન; અમૂલ્ય રત સમાન, હૃદયને આનંદ આપનારો, ઉબર પુષ્પની જેમ દુર્લભ એક પુત્ર છે. આથી જ ક્ષણ પણ તારા વિયોગને સહન કરવા માટે અમે સમર્થ નથી. તેથી તે પુત્ર ! જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી તું રહે. પછી સુખેથી દીક્ષા ગ્રહણ કરજે. ત્યારે કુમારે કહ્યું હે માત ! તારું કહેલું સાચું છે, પરંતુ અનેક જન્મ-જરા-મરણ સ્વરૂપ જે શારીરિક-માનસિક ઘણાં દુઃખો, ઘણી વેદનાઓ, ઘણા ઉપદ્રવો એ બધાથી અભિભૂત થયેલો, અધુવ, અશાશ્વત, સંધ્યાના વાદળના રંગ સમાન, જલના બુદ્ બુદ્ સમાન, વિજળી લતા જેવો ચંચળ, સડન-પાન અને નાશ પામવાના ધર્મવાળો આ મનુષ્યભવ પહેલાં કે પછી અવશ્ય છોડવા યોગ્ય છે. હવે કોણ જાણે છે કે આપણામાંથી કોણ પહેલાં પરલોકમાં જશે? અથવા કોણ પાછળ જશે? તેથી આપની આજ્ઞાથી હમણાં જ હું દીક્ષા લેવા ઇચ્છું છું. ત્યાર પછી ફરી માતા-પિતાએ તેને આ પ્રમાણે કહ્યું: હે પુત્ર ! આ તારું શરીર વિશિષ્ટ રૂપવાળું, લક્ષણ-વ્યંજન-ગુણથી યુક્ત, વિવિધ વ્યાધિથી રહિત, સૌભાગ્યવાળું, નહિ હણાયેલી, ઉદાત્ત અને કાંત પાંચ ઇંદ્રિયથી શોભતું, અનેક ઉત્તમગુણોથી યુક્ત છે. તેથી પહેલાં પોતાના શરીરના રૂ૫, સૌભાગ્ય આદિ ગુણોને અનુભવીને પરિણત વયવાળો થઈને પછી દીક્ષા લેજે. ત્યારે કુમારે ફરી આ પ્રમાણે કહ્યું: હે માત ! હે તાત ! તમે જે શરીરનું સ્વરૂપ કહ્યું, તે મનુષ્યનું શરીર ખરેખર દુઃખનું ઘર છે, વિવિધ સેંકડો વ્યાધિનું ઘર છે, હાડકારૂપી લાકડા ઉપર ઊભું રહેલું, શિરા અને સ્નાયુના સમૂહથી વિંટળાયેલું, માટીના વાસણની જેમ દુર્બલ, અશુચિ પુદ્ગલથી ભરેલું, Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ સડન, પડન અને નાશ પામવાના સ્વભાવવાળું, પહેલાં કે પછી અવશ્ય ત્યાગ કરવું પડશે. આથી કોણ બુદ્ધિશાળી આ શરીરમાં રાગ કરે ? ત્યાર પછી ફરી માતા-પિતાએ કહ્યું: હે પુત્ર ! આ તારા દાદા અને દાદાના પિતા વગેરે પાસેથી આવેલું વિપુલ ધન, કનક, રત, મણિ, મોતી, શંખ, પ્રવાલ વગેરે ઉત્તમ દ્રવ્ય તને આધીન છે કે જે દ્રવ્ય સાતમી પેઢી સુધી દીન વગેરેને આપવામાં આવે તો પણ અને સ્વયં ભોગવવામાં આવે તો પણ ક્ષય ન પામે. તેથી આવા પ્રકારના દ્રવ્યને ઇચ્છાપૂર્વક સારી રીતે ભોગવીને પોતાની સમાન રૂપ-લાવણ્ય આદિ ગુણોથી શોભતી, પોતાના મનને અનુસ૨ના૨ી ઘણી રાજકન્યાઓને પરણીને તેઓની સાથે અદ્ભુત સાંસારિક કામભોગનાં સુખોને ભોગવીને પછી દીક્ષા લેજે. ત્યાર પછી કુમારે કહ્યુંઃ હે માત ! હે તાત ! જે તમે દ્રવ્ય આદિનું સ્વરૂપ કહ્યુ, તે દ્રવ્ય ખરેખર અગ્નિ-જલ-ચોર-રાજા-સ્વજન આદિ ઘણાંનું સાધારણ છે, અધ્રુવ છે, અશાશ્વત છે. પહેલાં કે પછી અવશ્ય છોડવું પડશે. તથા મનુષ્યના કામભોગો પણ અશુચિ, અશાશ્વત, વાત, પિત્ત, કફ, શુક્ર, શોણિતના આશ્રવવાળા, અમનોજ્ઞ, વિરૂપ મૂત્ર વિષ્ઠાથી પૂર્ણ, દુર્ગંધ શ્વાસોચ્છ્વાસવાળા, અબુધજનથી સેવાયેલા, સદા સાધુજનને ગર્હ ક૨વા યોગ્ય, અનંત સંસારને વધારનારા, કટુકે ફળના વિપાકવાળા છે. આથી કામભોગો માટે કોણ પોતાના જીવનને નિષ્ફળ કરે ? ત્યાર પછી માતા-પિતાએ વિષયને અનુકૂળ ઘણાં વચનોથી તેને લોભાવવા માટે અસમર્થ થયેલા વિષયને પ્રતિકૂળ સંયમ વિશે ભયને બતાવનારા વચનોથી આ પ્રમાણે કહ્યું: હે પુત્ર ! નિગ્રંથ પ્રવચન સત્ય છે, અનુત્તર છે, શુદ્ધ છે, શલ્યને કાપનારું છે, મુક્તિમાર્ગ સ્વરૂપ છે, સર્વ દુઃખનો નાશ કરનારું છે. અહીં રહેલા જ જીવો સિદ્ધ થાય છે. પરંતુ આ નિગ્રંથપ્રવચન લોઢાના ચણા ચાવવાની જેમ અતિ દુષ્કર છે, રેતીના કોળિયાની જેમ સ્વાદ વિનાનું છે, બે બાહુથી મહાસમુદ્રની જેમ દુસ્તર છે. વળી આ નિગ્રંથ પ્રવચન તીક્ષ્ણ તલવાર આદિ ઉપર ચાલવા જેવું છે. તથા સેવવા યોગ્ય આ વ્રત તલવારની ધાર જેવું છે. વળી સાધુઓને આધાકર્મિક-ઔદેશિક આદિ ભોગવવું કલ્પતું નથી. હે પુત્ર ! તું તો હંમેશા સુખમાં જ ઉછરેલો છે, ક્યારે પણ દુ:ખમાં ઉછરેલો નથી. આથી જ તું શીતઉષ્ણ-ક્ષુધા-પિપાસા-દંશ-મશક-વિવિધ રોગ આદિ પરિષહો-ઉપસર્ગોને સહન કરવા માટે સમર્થ નથી. તેથી હમણાં તને અમે દીક્ષા માટે અનુજ્ઞા આપવા માટે ઇચ્છતા નથી. ત્યાર પછી કુમારે કહ્યું: હે માત ! હે તાત ! જે તમે સંયમની દુષ્કરતા બતાવી તે ખરેખર બાયલા, કાતર, કાપુરુષ, આ લોકમાં પ્રતિબદ્ધ, પરલોકમાં પરાભુખ, વિષયમાં તૃષ્ણાવાળાઓને હોય છે. સંસારના ભયથી ઉદ્વિગ્ન થયેલા ધીરપુરુષને હોતી નથી. તેથી હું આપની અનુજ્ઞાથી હમણાં જ દીક્ષા લેવા માટે ઇચ્છું છું. ત્યાર પછી ફરી તેઓએ કહ્યું: હે બાલ ! તું આટલી હઠ ન કર. તું કંઈ જાણે છે ? ત્યારે અતિમુક્તકે કહ્યું: હે માત ! હે તાત ! જે હું જાણું છું તે જ હું જાણતો નથી. જે હું જાણતો નથી તે જ હું જાણું છું. ત્યાર પછી તેઓએ કહ્યું: હે પુત્ર ! આ કેવી રીતે ? તેણે કહ્યું: હે માત-તાત ! હું એ હે જાણું છું કે જન્મેલાએ અવશ્ય મરવાનું છે. પરંતુ એ જાણતો નથી કે ક્યારે, ક્યાં, કેવી રીતે, કેટલા કાળ પછી મરવાનું છે. તથા હું જાણતો નથી કે કયા કર્મોથી નરકાદિમાં જીવો ઉત્પન્ન થાય છે. પરંતુ આ જાણું છું કે- સ્વયં કરેલા કર્મોથી જીવો નરક આદિમાં ઉત્પન્ન થાય છે. ત્યાર પછી માતા-પિતાએ Page #215 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ તેનું ચિત્ત સંયમમાં સ્થિર જાણીને મહા આડંબરથી તેનો દીક્ષા મહોત્સવ કર્યો. ત્યારે અતિમુક્તક કુમા૨ સ્નાન-વિલેપન-વસ્ત્ર-આભરણ આદિથી વિભૂષિત શરીરવાળો, માતા-પિતા વગેરે ઘણા પરિવારથી પરિવરેલો મહાશિબિકામાં આરૂઢ થઈને વિવિધ વાજિંત્રોનો નાદ થયે છતે જ્યારે નગરની મધ્યમાં નીકળ્યો ત્યારે ધનના અર્થી ઘણા ભટ્ટ વગેરે લોકોએ મનોજ્ઞવાણીથી આ પ્રમાણે આશિષ આપી. તું ધર્મથી અને તપથી કર્મશત્રુઓને જીત-જીત. વળી હે જગતને આનંદ કરૈનારા ! તારું કલ્યાણ થાઓ. વળી તું નહીં જીતાયેલી ઇંદ્રિયોને ઉત્તમ જ્ઞાન-દર્શન-ચારિત્રથી જીત. અને જીતાયેલો સાધુધર્મ સારી રીતે પાળ, વળી તું વિદ્ન વિના સિદ્ધિ સ્થાનને પ્રાપ્ત કર. ૨૦૨ ત્યારપછી અતિમુક્તક કુમાર આ પ્રમાણે યાચકજનોથી સ્તુતિ કરાતો, નગરના નર-નારીઓથી આદરપૂર્વક જોવાતો, અર્થીજનોને ઇચ્છિત દાન આપતો, નગરની બહાર નીકળીને જ્યાં વીરસ્વામી સમવસર્યા છે ત્યાં આવીને શિબિકામાંથી ઉતર્યો. ત્યારપછી માતા-પિતાએ તે કુમારને આગળ કરીને શ્રીવીર સ્વામીની પાસે જઈને વંદનાદિ કરવાપૂર્વક આ પ્રમાણે કહ્યું: હે સ્વામી ! આ અતિમુક્તક કુમાર અમારો ઇષ્ટ, કાંત એક પુત્ર છે. પરંતુ જે પ્રમાણે કમળ કાદવમાં થાય છે અને પાણીમાં વધે છે છતાં કાદવ અને પાણીથી લેપાતો નથી, તે પ્રમાણે આ પણ શબ્દ અને રૂપ સ્વરૂપ કામોમાં ઉત્પન્ન થયો. ગંધ-૨સ-સ્પર્શ સ્વરૂપ ભોગોમાં વૃદ્ધિ પામ્યો. છતાં કામ અને ભોગોમાં અને મિત્ર-જ્ઞાતીયસ્વજન-સંબંધીઓમાં લેપાયો નહીં. પરંતુ આ સંસારના ભયથી ઉદ્વિગ્ન થયેલો આપની પાસે દીક્ષા લેવા માટે ઇચ્છે છે. તેથી અમે બંને આપને આ શિષ્યરૂપ ભિક્ષા આપીએ છીએ. આપ પણ આનો સ્વીકાર કરો. સ્વામીએ કહ્યું: હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો. પ્રતિબંધ ન કરો. ત્યાર પછી ભગવાનના વચન સાંભળીને ખુશ થયેલા અતિમુક્તક કુમારે ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપીને અને નમીને ઈશાન ખૂણામાં જઈને સ્વયં જ આભરણ-માળા-અલંકારોને મૂક્યાં. ત્યારે માતાએ હંસલક્ષણ કપડાથી આભરણો વગેરે ગ્રહણ કરીને આંખોથી આંસુને મૂકતી અતિમુક્તક કુમારને આ પ્રમાણે કહેવા લાગી. હે પુત્ર ! પ્રાપ્ત થયેલા સંયમ યોગોમાં તારે પ્રયત્ન કરવો. પ્રાપ્ત નહીં થયેલા સંયમયોગોની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો. વળી પ્રવ્રજ્યાના પાલનમાં પોતાના પુરુષાર્થપણાના અભિમાનને સફળ કરવો. પ્રમાદ તો ન કરવો. ત્યાર પછી પરિવાર સહિત માતા-પિતા ભગવાનને નમીને પોતાના સ્થાનમાં ગયા. ત્યાર પછી અતિમુક્તકે સ્વામી પાસે આવીને વંદનાદિ કરીને દીક્ષા લીધી. સ્વામીએ પણ પાંચ મહાવ્રત ગ્રહણ કરાવવાપૂર્વક ક્રિયાકલાપ આદિ શીખવા માટે ગીતાર્થ સ્થવિરોને સમર્પિત કર્યો. ત્યાર પછી ભદ્રક પ્રકૃતિવાળા, વિનીત અતિમુક્તક નામના કુમાર સાધુ એક વખત મહાવૃષ્ટિ થયે છતે કાખમાં પાત્રુ અને રજોહરણ લઈને બહાર નીકળ્યા, અને ત્યાં વહેતા પાણીને જોઈને જેવી રીતે નાવિક નાવને વહાવે તેમ બાલ્ય અવસ્થા હોવાના કારણે માટીથી પાળી બાંધીને પાત્રાને આ મારી નાવ છે એ પ્રમાણે કલ્પીને ત્યાં વહાવતા રમત કરવા લાગ્યા. ત્યારે સ્થવિરોએ તેની અત્યંત અનુચિત તે ચેષ્ટાને જોઈને તેનો ઉપહાસ કરતા હોય તેમ ભગવાનની પાસે આવીને ભગવાનને આ પ્રમાણે પૂછ્યું: હે સ્વામી ! આપનો શિષ્ય અતિમુક્તક નામનો કુમાર શ્રમણ કેટલા ભવગ્રહણ કરી સિદ્ધ થશે ? ભગવાને કહ્યું: હે આર્યો ! મારો શિષ્ય અતિમુક્તક સાધુ આ જ ભવગ્રહણથી સિદ્ધ Page #216 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ - ૨૦૩ થશે. તેથી હે આર્યો !તમે અતિમુક્તક કુમાર શ્રમણની હીલના ન કરો, નિંદા ન કરો, ગહન કરો, અવજ્ઞા ન કરો, પરંતુ હે દેવાનુપ્રિયો ! તમે એને ખેદ વિના ગ્રહણ કરો અને ખેદ વિના ઉપકાર કરો. તથા ભક્ત-પાન, વિનયથી આની વેયાવચ્ચ કરો. કારણ કે આ મુનિ ભવનો અંત કરનારો જ છે. ચરમ શરીરી જ છે. ત્યાર પછી તે સ્થવિરો ભગવાન વીર સ્વામીથી આ પ્રમાણે કહેવાયેલા છતાં પ્રભુને વંદન કરીને ભગવાનના વાક્યને વિનયથી અંગીકાર કરીને અતિમુક્તક કુમાર શ્રમણને ખેદ વિના ગ્રહણ કર્યો, યાવત્ વેયાવચ્ચ કરી. ત્યાર પછી અતિમુક્તક મુનિ પણ તે પાપસ્થાનની આલોચના કરીને વિવિધ તપશ્ચર્યાદિથી સંયમનું સારી રીતે આરાધના કરીને અંતે અંતકૃત કેવલી થઈને સિદ્ધિમાં ગયા. આ સંબંધ અંતકૃત્ દશાંગ, ભગવતી અંગ આદિને અનુસાર કહ્યો છે. આ પ્રમાણે બાલદીક્ષામાં અતિમુક્તક મુનિનો વૃત્તાંત પૂર્ણ થયો. (૨) વૃદ્ધ-સાઈઠ-સિત્તેર વર્ષ પછી વૃદ્ધ કહેવાય છે. તેને પણ સમાધિ વગેરે કરવી અશક્ય છે. આથી દીક્ષા માટે અયોગ્ય છે. કહ્યું છે કે उच्चासणं समीहइ, विणयं न करेइ गव्वमुव्वहइ । वुड्डो न दिक्खियव्वो, जइ जाओ वासुदेवेण ॥१॥ અર્થ- વૃદ્ધ ઊંચા આસનને ઇચ્છે છે. વિનય કરતો નથી. ગર્વને ધારણ કરે છે. આથી જો તે વાસુદેવથી ઉત્પન્ન થયો હોય તો પણ આવા વૃદ્ધને દીક્ષા ન આપવી. આ વાત સો વર્ષના આયુષ્યવાળાની અપેક્ષાએ જાણવી. નહિતર તો જે કાળમાં જે ઉત્કૃષ્ટ આયુષ્ય હોય તેને દશ ભાગમાં વિભાગ કરીને આઠમા-નવમા અને દશમા ભાગમાં વર્તમાનને વૃદ્ધ જાણવો. . (૩) નપુંસક- સ્ત્રી-પુરુષ એમ ઉભયનો અભિલાષી, પુરુષ આકૃતિવાળો પુરુષ નપુંસક છે. (૪) ક્લીબ- જે સ્ત્રીથી નિમંત્રણ કરાયેલો અથવા નગ્ન સ્ત્રીને જોઈને જેને કામનો અભિલાષા થયો છે એવો વેદોદયને સહન કરવા માટે સમર્થ થતો નથી, તે પુરુષ ક્લીબ છે. નપુંસક અને ક્લીબ આ બંને પણ ઉત્કટ વેચવાળા હોવાના કારણે અકસ્માત્ શાસનનો ઉડાહ વગેરે કરનારા હોવાથી દક્ષાને અયોગ્ય જ છે. (૫) જડ- જડ ત્રણ પ્રકારે છે. ભાષાથી જડ, શરીરથી જડ અને ક્રિયાથી જડ. તેમાં ભાષા જડ ત્રણ પ્રકારે છે. જલમૂક, મન્મનમૂક અને એલમૂકી તેમાં જે પાણીમાં ડૂબતાની જેમ બુડબડ એ પ્રમાણે અવાજ કરે તે જલમૂક. બોલતા એવા જેનું વચન ખચકાટ કરતાની જેમ સ્કૂલના પામે તે મન્મનમૂક છે. જે એલક(બકરા)ની જેમ મુંગો હોવાના કારણે અવ્યક્ત શબ્દમાત્ર જ કરે છે તે એલચૂક છે. જે અતિસ્થલ હોવાના કારણે માર્ગમાં, ભિક્ષાઅટન કરવામાં અને વંદનાદિમાં અશક્ત હોય છે તે શરીર જડ છે. તથા પ્રતિક્રમણ-પ્રત્યુપેક્ષણા વગેરે ક્રિયામાં વારંવાર ઉપદેશ કરાતો હોવા છતાં પણ જડ હોવાના કારણે જે ગ્રહણ કરવા માટે સમર્થ ન થાય તે ક્રિયા જડ. તેમાં ભાષા જડ જ્ઞાન ગ્રહણ કરવામાં અસમર્થ હોવાથી કારણે શરીર જડ માર્ગમાં ગમન આદિમાં અસમર્થ હોવાથી કિયા જડ તો ક્રિયાને નહીં ગ્રહણ કરતો હોવાથી દીક્ષાને અયોગ્ય છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ આત્મપ્રબોધ (૬) વ્યાધિત-રોગી- કુષ્ટ, ભગંદર, અતિસાર આદિ રોગોથી ગ્રસ્ત વ્યાધિત છે. તેની ચિકિત્સા કરવામાં છ કાયની વિરાધના અને સ્વાધ્યાય વગેરેની હાનિ થાય આથી તે પણ દીક્ષાને અયોગ્ય છે. (૭) ચોર- ખાતર પાડવું, માર્ગમાં પાડવું = માર્ગમાં લૂંટવું વગેરે ચોર ક્રિયામાં રત ચોર છે. તે પણ ગચ્છને વધ-બંધન આદિ ઘણા અનર્થનું કારણ હોવાથી દીક્ષાને અયોગ્ય જ છે. (૮) રાજાપકારી-ભંડાર, અંતઃપુર, રાજાના શરીર આદિનો દ્રોહ કરનારો રાજાનો અપકારી છે. તે પણ ગચ્છને વધ-બંધન આદિ ઘણા અનર્થનું કારણ હોવાથી દીક્ષાને અયોગ્ય છે. (૯) ઉન્મત્ત- યક્ષ વગેરેથી અથવા મહામોહના ઉદયથી વિહ્વળતા પમાડાયેલો હોય તે ઉન્મત્ત છે. તે પણ બહુ દોષનું કારણ હોવાથી દક્ષાને અયોગ્ય છે. (૧૦) અદર્શન- અહીં દર્શન એટલે નેત્ર કે સમ્યગ્દર્શન. જેને નેત્ર કે સમ્યગ્દર્શન નથી તે અદર્શન. અહીં અદર્શન શબ્દથી નેત્રરહિત, આંધળો અને સમ્યગ્દર્શનથી રહિત મ્યાનદ્ધિ નિદ્રાના ઉદયવાળો જીવ વિવક્ષિત છે. દીક્ષા અપાયેલો અંધ દૃષ્ટિથી રહિત હોવાના કારણે પદે પદે છકાય વિરાધક અને આત્મ ઉપઘાતક પણ થાય. મ્યાનદ્ધિવાળો તો ષવાળો થયો છતો ગૃહસ્થોને અને સાધુઓને મારણ=મારવું વગેરે કરે. આથી દીક્ષાને અયોગ્ય છે. (૧૧) દાસ- ઘરની દાસીથી ઉત્પન્ન થયેલો અથવા દ્રવ્ય વગેરેથી ખરીદેલો અથવા ઋણ વગેરે વસુલ કરવા માટે ધારણ કરેલો હોય તે દાસ કહેવાય. તેને દીક્ષા આપવામાં આવે તો તેના સ્વામીથી કરાયેલા પ્રવ્રજ્યા ત્યાગ કરાવવો વગેરે દોષો સંભવે છે. આથી તે પણ દીક્ષાને અયોગ્ય છે. (૧૨) દુષ્ટ- દુષ્ટ બે પ્રકારે છે. કષાય દુષ્ટ અને વિષય દુષ્ટ. તેમાં ગુરુએ ગ્રહણ કરેલી સર્ષપની ભાજીમાં અભિનિવેશવાળા સાધુ વગેરેની જેમ ઉત્કૃષ્ટ કષાયવાળો હોય તે કષાયદુષ્ટ. પરનારી વગેરેમાં અત્યંત વૃદ્ધ તે વિષયદુષ્ટ છે. તે પણ અતિસંક્લિષ્ટ અધ્યવસાયવાળો હોવાના કારણે દીક્ષાને અયોગ્ય છે. [અહીં સરસવની ભાજીમાં અભિનિવેશવાળા સાધુનું દૃષ્ટાંત આ પ્રમાણે છે કષાયદુષ્ટ ઉપર સાધનું દૃષ્ટાંત એક સાધુ ભિક્ષા માટે ગયો. ભિક્ષામાં તેને સારી રીતે વઘારેલી સરસવની ભાજી મળી. તે ભાજીમાં તે અત્યંત આસક્તિવાળો થયો. ભિક્ષાથી આવીને આચાર્યની પાસે ભિક્ષાની આલોચના, કરી ભિક્ષા આલોવી. પછી તેણે સરસવની ભાજી આચાર્યને બતાવી અને લાભ આપવાની વિનંતિ કરી. આચાર્ય ભગવંત બધી ભાજી વાપરી ગયા. આથી તે સાધુ આચાર્ય પ્રત્યે દ્વેષવાળો થયો. આચાર્ય ભગવંતે તેના ચહેરા ઉપરથી અને બોલવા ઉપરથી આ જાણી લીધું. આથી આચાર્ય ભગવંતે તેની પાસે ભાજી બધી ખાઈ જવા બદલ મિચ્છા મિ દુક્કડે કર્યું. તો પણ તે શાંત ન થયો. તેણે કહ્યું હું તમારા દાંત ભાંગીશ. આ સાંભળીને ગુરુએ વિચાર્યું. આ સાધુ મને કમોતે મારી નાખશે. એમ થાય તો કદાચ મારું મૃત્યુ અસમાધિથી થાય. આમ વિચારીને અન્ય સાધુને પોતાના ગચ્છના અધિપતિ બનાવ્યા. પછી પોતે અન્યગચ્છમાં જઈને અનશન કર્યું. સમાધિથી દેવલોક પામ્યા. પેલો Page #218 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ ૨૦૫ સાધુ આચાર્ય ન દેખાવાથી તપાસ કરવા લાગ્યો. તેણે સાધુઓને પૂછયું: આચાર્ય ક્યાં છે? સાધુઓએ ન કહ્યું. તેણે બીજાઓ પાસેથી સાંભળ્યું કે આચાર્ય અમુક ગચ્છમાં ગયા છે. આથી તે ત્યાં ગયો. ત્યાં તેણે આચાર્ય ક્યાં છે એમ પૂછયું. સાધુઓએ કહ્યું: સમાધિથી કાલધર્મ પામ્યા છે. ફરી તેણે પૂછ્યું : તેમનું શરીર ક્યાં પરઠવ્યું? આચાર્યે પહેલાં જ સાધુઓને કહી દીધું હતું કે અમુક સાધુ આવે તો મારા શરીરની પારિષ્ઠાપનિકાભૂમિ તેને ન બતાવશો. નહિ તો તે મારા શરીરને આમ તેમ ખેંચીને શાસનનો ઉદ્દાહ કરશે. આથી સાધુઓએ ન કહ્યું. આથી તે બીજાઓ પાસેથી સાંભળીને જ્યાં આચાર્યનું શરીર પરઠવ્યું હતું ત્યાં ગયો. નજીકમાં ભૂમિમાંથી ગોળ પથ્થર લીધો. પછી એ પથ્થરથી આ દાંતથી તમે સરસવની ભાજી ખાધી છે” એમ બોલતા તેણે દાંત ભાંગી નાખ્યા. ગુપ્તસ્થાનમાં છુપાઈને રહેલા સાધુઓએ આ જોયું. અતિતીવ્ર કષાય કરવામાં આવા દોષો થતાં હોવાથી સાધુઓએ અતિતીવ્ર કષાય ન કરવો જોઈએ. બૃહત્ કલ્પસૂત્ર ચોથો ઉદેશો ગાથા-૪૯૮૮-૮૯] (૧૩) મૂઢ- સ્નેહ, અજ્ઞાન આદિના કારણે તત્ત્વજ્ઞાનથી શૂન્ય હૃદયવાળો મૂઢ કહેવાય છે. કૃત્ય અકૃત્ય આદિ વિવેકથી રહિત હોવાના કારણે તથા આઈતી દીક્ષા વિવેકના મૂળવાળી હોવાના કારણે તે મૂઢ દીક્ષાને અયોગ્ય છે. (૧૪) ઋણાર્ત- ઋણાર્ત પ્રસિદ્ધ છે. તેને દીક્ષા આપવામાં દોષો પણ પ્રસિદ્ધ છે. અર્થાત્ ઋણના ભારથી દબાયેલો હોય તેને દીક્ષા આપવામાં આવે તો તેની પાસે ઋણની માંગણી કરવામાં આવે ત્યારે શાસન ઉડ્ડાહ વગેરે દોષો પ્રતીત છે. (૧૫) જુગિત- જાતિ-કર્મ-શરીર આદિથી દૂષિત થયેલો જંગિત છે. તેમાં માતંગ, કોલિક, ઝિંપક, મોચી વગેરે અસ્પૃશ્ય જાતિ જુગિત છે. સ્પૃશ્ય પણ સ્ત્રી-મોર-કુકડા-પોપટ-આદિને પોષનારા હોય તે પણ જાતિ જંગિત છે. વાંસ ઉપર, દોરડા ઉપર ચઢી ખેલ કરવા, નખ પ્રક્ષાલન કરવું. માછીમારી કરવી, પાશે બાંધી શિકાર કરવો, વગેરે નિંદિત કાર્યને કરનારા કર્મજંગિત છે. હાથપગ-કાન વગેરેથી રહિત હોય છે અને પાંગળો, કૂબડો, વામન, કાણો વગેરે શરીર જુગિત છે. તે પણ લોકમાં અવર્ણવાદ થવાનો સંભવ હોવાના કારણે તથા બીજા દોષોનો સંભવ હોવાના કારણે દીક્ષાને અયોગ્ય છે. (૧૬) અવબદ્ધ- ધન ગ્રહણ કરવાપૂર્વક અથવા વિદ્યાનિમિત્તે આટલા દિવસો સુધી હું તમારો છું. આ પ્રમાણે જેણે પોતાની પરાધીનતા કરેલી હોય તે અવબદ્ધ કહેવાય છે. તે કલહ આદિ દોષનું કારણ હોવાના કારણે અયોગ્ય છે. (૧૭) ભૂતક- રૂપિયા વગેરે માત્ર સમૃદ્ધિથી ધનવાનોનો આદેશ કરવા માટે પ્રવૃત્ત થયેલો હોય તે ભૂતક કહેવાય. તેને દીક્ષા આપવામાં તેણે પૂર્વે જેનું કાર્ય કરેલું હોય તે ગૃહસ્થ મોટી અપ્રીતિને ધારણ કરે માટે તે પણ દીક્ષાને અયોગ્ય છે. (૧૮) શૈક્ષનિઃસ્ફટિકા- શૈક્ષ એટલે દીક્ષા આપવાને ઇષ્ટ. તેનું અપહરણ તે શૈક્ષનિઃસ્ફટિકા. ઉપલક્ષણથી માતા-પિતા વગેરેથી રજા નહીં અપાયેલો. તેને દીક્ષા આપવી તે પણ શૈક્ષનિઃસ્ફટિકા કહેવાય છે. આ પણ અદત્તાદાન વગેરે દોષ લાગતા હોવાના કારણે દીક્ષાને અયોગ્ય છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ આત્મપ્રબોધ આ પ્રમાણે અઢાર પુરુષો દીક્ષાને અયોગ્ય છે. કારણ હોય તો આમાંથી પણ વજસ્વામી આદિની જેમ કેટલાકને દીક્ષા આપવાની અનુજ્ઞા છે જ. (૩-૪). હવે સ્ત્રીઓમાં વીશ દિક્ષાને અયોગ્ય છે તે આ પ્રમાણે– जे अद्वारस भेआ, पुरिसस्स तहित्थिआइ ते चेव । गुव्विणी सबालवच्छा, दुन्नि इमे हुंति अन्नेवि ॥५॥ જે અઢાર ભેદો પુરુષોમાં દીક્ષાને અયોગ્ય કહ્યા તે જ પ્રકારથી તે જ અઢાર ભેદો સ્ત્રીના પણ જાણવા. ગુર્વિણી અને સબાલવત્સા એ બે બીજા પણ ભેદ છે. તેમાં ગુર્વિણી એટલે સગર્ભા સ્ત્રી. અને સબાલવત્સા એટલે સ્તનપાન કરાવતી બાળક સહિત સ્ત્રી. આ પ્રમાણે આ બધા પણ વીશ સ્ત્રીના ભેદો વ્રતને અયોગ્ય છે. દોષો પણ અહીં પૂર્વની જેમ કહેવા. (૫) તથા નપુંસકના જે સોળ ભેદો આગમમાં કહેલા છે તેમાં દશ અતિસંક્લિષ્ટ હોવાના કારણે સર્વથા દીક્ષાને અયોગ્ય છે. તે આ પ્રમાણે पंडए वाइए कीवे, कुंभी ईसालुए इअ । सउणी तक्कम्मसेवी य, पक्खियापक्खिए इअ ॥६॥ सोगंधिए अ आसत्ते, दस एए नपुंसगा । संकिलिट्ठत्ति साहूणं, पव्वाइउमकप्पिया ॥७॥ (૧) પંડક (૨) વાતિક (૩) ક્લીબ (૪) કુંભી (૫) ઈર્ષાળુ (૬) શકુનિ (૭) તત્કસેવી (૮) પાક્ષિકાપાક્ષિક (૯) સૌગંધિક (૧૦) આસક્ત. આ દશ નપુંસકો સંક્લિષ્ટ ચિત્તવાળા હોવાના કારણે સાધુઓને દીક્ષા આપવા માટે અકથ્ય છે. અર્થાત્ વ્રતને અયોગ્ય છે. આ બધાનું સંક્લિષ્ટપણે સામાન્યથી નગરના મહાદાહ સમાન કામના અધ્યવસાયથી યુક્ત હોવાના કારણે સ્ત્રી-પુરુષ સેવનને આશ્રયીને જાણવું. આ નપુંસકો ઉભય એટલે કે સ્ત્રી અને પુરુષ એમ બંનેને સેવનારા હોય છે. આનું સ્વરૂપ તો નિશીથભાષ્ય અને પ્રવચન સારોદ્ધારમાંથી જાણી લેવું. પ્રશ્ન-પુરુષના ભેદોમાં પણ નપુંસકો કહેલા હતા અને અહીં પણ નપુંસકો કહ્યાં છે, તો તે બંનેમાં શું વિશેષ છે ? ઉત્તર- ત્યાં પુરુષ આકૃતિવાળા ગ્રહણ કર્યા હતા, અહીં નપુંસક આકૃતિવાળા ગ્રહણ કર્યા છે. આ પ્રમાણે સ્ત્રીઓમાં પણ જાણવું. (૬-૭) હવે સોળ ભેદોમાં બાકી રહેલા જે છ દીક્ષાને યોગ્ય છે તે બતાવે છે वद्धिए १ चिप्पिए २ चेव, मंतओसहिओहए ३-४ । इसिसत्ते ५ देवसत्ते य ६, पव्वावेज नपुंसए ॥८॥ (૧) ભવિષ્યમાં રાજના અંત:પુરની રક્ષા માટે બાલ્ય અવસ્થામાં પણ જેના વૃષણો છેદ કરીને ગાળી નાખવામાં આવે છે તે વદ્ધિતક કહેવાય છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ ૨૦૭ (૨) ઉત્પન્ન થતાંની સાથે જેના વૃષણો અંગૂઠો અને આંગળીથી મસળીને પીગળાવી નાખવામાં આવે છે તે ચિપિત કહેવાય છે. આ પ્રમાણે કરે છતે આ બંને નપુંસક વેદના ઉદયને પામે છે. (૩-૪) કોઈકનો મંત્રના સામર્થ્યથી અને કોઈકનો તેવા પ્રકારની ઔષધિના પ્રભાવથી પુરુષવેદ અથવા સ્ત્રીવેદ હણાઈ ગયે છતે નપુંસકવેદનો ઉદય થાય. (૫-૬) કોઈકને ઋષિના શાપથી અને કોઈકને દેવના શાપથી નપુંસકવેદનો ઉદય થાય. આ છ નપુંસકો દીક્ષાને યોગ્ય છે. (૮) કેવા પુરુષ-સ્ત્રી-નપુંસકો દીક્ષાને યોગ્ય હોય હવે અઢાર-વીશ અને દશ ભેદ સિવાયના પણ પુરુષ-સ્ત્રી-નપુંસકોમાં જે સર્વવિરતિ સ્વીકારે છે તે બતાવવામાં આવે છે अमन्दवैराग्यनिमग्रबुद्धय-स्तनूकृताशेषकषायवैरिणः । ऋजुस्वभावाः सुविनीतमानसा, भजन्ति भव्या मुनिधर्ममुत्तमं ॥९॥ અમંદ એટલે નાશ ન પામે એવા પ્રકારનો જે વૈરાગ્ય, તેમાં લીન થયેલી છે બુદ્ધિ જેમની એવા, આથી જ સમસ્ત કષાયરૂપી વૈરીઓ જેઓએ હીનબળવાળા કરેલા છે એવા, તથા સરળ પ્રકૃતિવાળા, આથી જ સુવિનીત મન છે જેમનું એવા, આવા પ્રકારના ભવ્ય જીવો ઉત્તમ સર્વવિરતિ સ્વરૂપ મુનિધર્મને પામે છે. અહીં આગળના પદમાં વૈરાગ્યનું અમંદ એવા વિશેષણનું વિધાન કરવામાં આવ્યું હોવાથી રોગાદિથી ઉત્પન્ન થયેલા ક્ષણ માત્ર રહેનારા વૈરાગ્યથી કોઈ પણ સિદ્ધિ થતી નથી એમ સૂચવ્યું છે. કહ્યું છે કે रोगेण व सोगेण व, दुक्खेण व जं जडाण उल्लसइ । मग्गंति न वेरग्गं, तं विबुहा अप्पकालं ति ॥१॥ सुहिअस्स व दुहिअस्स व, जं वेरग्गं भवे विवेएणं । पायं अपच्चवायं, तं चिय चारित्ततरुबीअं ॥२॥ વ્યાખ્યા જડ એટલે વિવેક વિનાના તેઓને ખાંસી-શ્વાસ આદિ રોગથી અથવા પુત્ર વિયોગ આદિથી ઉત્પન્ન થયેલા શોકથી અથવા વધ-બંધ આદિ દુઃખથી “રોગ-શોક આદિ બહુકષ્ટવાળા અસાર એવા આ સંસારને ધિક્કાર થાઓ’ એ પ્રમાણે વિચારણા સ્વરૂપ જે વૈરાગ્ય ઉલ્લસિત થાય છે તે વૈરાગ્ય સર્વવિરતિને અયોગ્ય હોવાના કારણે જ્ઞાનીઓ તેની સ્પૃહા કરતા નથી. પ્રશ્ન- તે અયોગ્ય કેમ છે ? ઉત્તર- અલ્પકાલ રહેનારો હોવાના કારણે અયોગ્ય છે. પ્રશ્ન- આવો વૈરાગ્ય અલ્પકાળવાળો કેમ છે ? ઉત્તર- રોગ આદિ દૂર થતાં તે પણ દૂર થાય છે માટે અલ્પકાળવાળો છે. આથી જ બુદ્ધિશાળીઓને સ્પૃહણીય નથી. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સર્વવિરતિને યોગ્ય વૈરાગ્ય પ્રશ્ન- તો પછી સર્વવિરતિને યોગ્ય વૈરાગ્ય કેવો હોય છે ? ઉત્તર- સુખી અથવા દુ:ખી જીવને વિવેકથી જે વૈરાગ્ય થયો હોય તે જ વૈરાગ્ય પ્રાયઃ કરીને અવિનશ્વર છે. વિવેકના મૂળવાળો હોવાના કારણે દુઃખ વગેરે દૂર થવા છતાં પણ તે વૈરાગ્ય નાશ પામતો નથી. આથી જ આ વૈરાગ્ય ચારિત્રરૂપી વૃક્ષને ઉત્પન્ન કરતું હોવાથી બીજ જેવું બીજ છે. પ્રશ્ન- અહીં ચારિત્રને વૃક્ષની ઉપમા આપી તે કોની અપેક્ષાએ છે ? આત્મપ્રબોધ ઉત્તર- સમ્યક્ત્વ મૂળ સ્વરૂપ છે, પ્રથમ વ્રત સ્કંધ સ્વરૂપ છે, શેષવ્રત શાખા સ્વરૂપ છે, પ્રશમ વગેરે પ્રશાખા સ્વરૂપ છે, સકલ ક્રિયા સમૂહ પ્રવાલ સ્વરૂપ છે, લબ્ધિ કુસુમ સ્વરૂપ છે, મોક્ષ ફળ સ્વરૂપ છે. એ અપેક્ષાએ ઉપમા જાણવી. અહીં પ્રાયઃ એ પ્રમાણે ગ્રહણ કર્યું હોવાથી નંદિષણ વગેરેને વિશે વ્યભિચાર હોય તો પણ દોષ નથી. નંદિષેણ વસુદેવનો પૂર્વભવનો જીવ હતો. તે અતિકુરૂપવાળો હોવાના કારણે સ્ત્રીઓથી અનાદર કરાતો મનમાં અતિદુઃખી થયેલો અવિવેકથી પણ અવિનશ્વર એવા વૈરાગ્યને પામ્યો. નિંદિષણનું દૃષ્ટાંત ધર્મકથી નામના પ્રભાવકમાં બતાવેલું છે. (૯) દશ પ્રકારનો યતિધર્મ હવે અવસરથી આવેલા યતિધર્મના સ્વરૂપને બતાવે છે– खंती १ मद्दव २ अज्जव ३, मुत्ती ४ तव ५ संजमे य ६ बोधव्वे | सच्चं ७ सोयं ८ आकिंचणं ९ च बंभं च १० जइधम्मो ॥ १० ॥ (૧) ક્ષાંતિ- ક્ષાંતિ એટલે ક્ષમા. એટલે કે સર્વથા ક્રોધનો ત્યાગ. (૨) માર્દવ- માર્દવ એટલે મૃદુતા. એટલે કે સર્વથા માનનો ત્યાગ. (૩) આર્જવ- આર્જવ એટલે સ૨ળતા. એટલે કે સર્વથા માયાનો ત્યાગ. (૪) મુક્તિ- મુક્તિ એટલે નિર્લોભતા. એટલે કે સર્વથા લોભનો ત્યાગ. આ કહેવા દ્વારા મુનિઓએ પહેલાના ચાર કષાયોનો વિજય કરવો જોઈએ એમ જણાવ્યું. કારણ કે કષાયો આ લોક અને પરલોક એમ ઉભયલોકમાં જીવોના સ્વાર્થનો નાશ ક૨ના૨ા છે. કહ્યું છે કે कोहो पीइं पणासेइ, माणो विणयनासणो । माया मित्ताणि नासेई, लोहो सव्वविणासणो ॥ १ ॥ कोहो नाम मणूसस्स, देहाओ जायए रिऊ । નેળ અયંતિ મિત્તારૂં, ધમ્મો ય પરમસર્ફ ॥૨॥ नासियगुरूवएस, विज्जाअहलत्तकारणमसेसं । હ્રાહાયઞતાનું, જો સેવકૢ સુવ્વો માળ ? | રૂ ॥ कुडिलगई कूरमई, सयाचरणवज्जिओ मलिणो । मायाइ नरो भुअगुव्व, दिट्ठमित्तो वि भयजणओ ॥ ४ ॥ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ किच्चाकिच्चविवेयं, हणइ सया जो विडंबणाहेऊ । तं किर लोहपिसायं, को धीमं सेवए लोए ? ॥ ५॥ અર્થ- ક્રોધ પ્રીતિનો નાશ કરે છે. માન વિનયનો નાશ કરે છે. માયા મિત્રોનો નાશ કરે છે. લોભ સર્વ વિનાશ કરનારો છે. ૧ ક્રોધ એટલે મનુષ્યના શરીરમાંથી ઉત્પન્ન થયેલો શત્રુ કે જે મિત્રોનો ત્યાગ કરાવે છે અને ધર્મથી ભ્રષ્ટ કરે છે. મારા જેણે ગુરુના ઉપદેશનો નાશ કર્યો છે, જે સંપૂર્ણ વિદ્યાને નિષ્ફળ કરવાનું કારણ છે, જે કુગ્રહરૂપી હાથીનું આલાનસ્તંભ છે, એવા માનને સુવ્રતવાળો કોણ સેવે ? હા જે કુટિલ ગતિવાળી છે, જે ક્રૂર મતિવાળી છે એવી માયાથી મલિન થયેલો નર સદ્આચરણથી રહિત થયેલો સર્પની જેમ દેખાવા માત્રથી પણ ભયને ઉત્પન્ન કરનારો છે. જા જે કૃત્ય-અકૃત્યના વિવેકનો નાશ કરે છે, જે સદા વિડંબનાનું કારણ છે, ખરેખર ! તે લોભારૂપ પિશાચને લોકમાં કયો બુદ્ધિશાળી સેવે ? ઇત્યાદિ. વળી- સર્વે પણ મોક્ષનાં અંગોમાં કષાયનો ત્યાગ જ મુખ્ય મોક્ષનું અંગ છે. તેના વિના બીજી ક્રિયાથી ક્યારે પણ મુક્તિની પ્રાપ્તિ ન થાય. કહ્યું છે કે कडकिरियाहिं देहं, दमंति किं ते जडा निरवराहं । __ मूलं सव्वदुहाणं, जेहि कसाया न निग्गहिया ॥ १ ॥ અર્થ- જેઓએ સર્વ દુઃખોના મૂળ એવા કષાયોને હણ્યા નથી તે મૂઢો નિરપરાધી એવા દેહને ક્રિયા કરીને શા માટે દમે છે? અર્થાત્ તેનાથી કોઈ પણ સિદ્ધિ થવાની નથી. ૧૫ સર્વ તપોમાં કષાય નિગ્રહ સમાન કોઈ તપ નથી. કારણ કે તે કષાય નિગ્રહથી નાગદત્ત ઘણું ખાતો હોવા છતાં સિદ્ધ થયો. નાગદત્તનું બીજું નામ કૂરગડૂક સાધુ છે. તે દરરોજ ત્રણ વખત ભોજન કરતો હોવા છતાં પણ કેવલ કષાય નિગ્રહના બળથી તેણે તરત કેવલ લક્ષ્મીને પ્રાપ્ત કરી. આનું કથાનક તો પ્રસિદ્ધ જ છે. આથી અહીં બતાવ્યું નથી. (કૂરગડૂક સાધુના વૃત્તાંત માટે જુઓ પાના નંબર ૩૦૫) (૧૦) ધર્મમાં કરાતી માયા માયા નથી હવે અપવાદ માર્ગને આશ્રયી અહીં જ વિશેષને બતાવે છે– यः शासनोड्डाहनिवारणादि-सद्धर्मकार्याय समुद्यतः सन् । તનતિ માય નિરવતા, પ્રોm: સ વારા વસુઃ ૨૨ જે મુનિ જિનશાસન સંબંધી ઉડાહનું નિવારણ કરવું વગેરે સારા ધર્મકાર્યને કરવા માટે ઉદ્યમવાળો છે, તથા અતિ સંક્લિષ્ટ અધ્યવસાયથી રહિત હોવાના કારણે જેનું મન નિર્દોષ છે, આવો મુનિ માયા આચરે તો તે મુનિને સારા જ્ઞાનવાળા, જિનમતના આરાધક મહામુનિઓએ જિનશાસનની અપભ્રાજનાનું નિવારણ કરતો હોવાથી તથા સ્વયં આચરેલા અલ્પ માયા અને અલ્પકષાયની આલોચના વગેરેથી શુદ્ધિ કરી લેતો હોવાથી આરાધક જ કહ્યો છે, પણ જિનાજ્ઞાનો વિરાધક કહ્યો નથી. આથી જ સિદ્ધાંતમાં પણ નવમા ગુણસ્થાનક સુધી સંજવલન માયાનો ઉદય કહેલો છે. આ વિશે દૃષ્ટાંત આ પ્રમાણે છે Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ આત્મપ્રબોધ શાસન ઉડાહ નિવારણ માટે કરાતી માયા ઉપર મુનિનું દૃષ્ટાંત એક નગરમાં કોઈક મહામિથ્યાત્વી રાજા રાજ્યનું પાલન કરતો હતો. તેની રાણી જિનધર્મની પરમ અનુરાગિણી હતી. તેથી પરસ્પર અત્યંત અનુરાગી હોવા છતાં પણ તે બંનેનો ધર્મની વિચારણામાં હંમેશાં વિવાદ થતો. ત્યારે રાજાએ વિચાર્યું. જો કોઈ પણ પ્રકારથી આના ગુરુનો અનાચાર પ્રગટ કરીને બતાવું તો આ મૌન થઈને રહેશે, બીજી કોઈ રીતે મૌન નહીં રહે. આ પ્રમાણે વિચારીને એક વખત ઉપાયને પ્રાપ્ત કર્યો છે જેણે એવા તેણે નગરની નજીકમાં રહેલા ચંડિકા દેવીના મંદિરના પૂજારીને બોલાવીને એકાંતમાં કહ્યું. જ્યારે કોઈ પણ જૈન મુનિ ચંડિકાના મંદિરમાં નિવાસ કરે ત્યારે તારે કોઈક વેશ્યાને પણ તેની અંદર દાખલ કરીને તરત દ્વારના કપાટ બંધ કરીને આ વાત મને જણાવવી. ત્યાર પછી તેણે પણ રાજાની આજ્ઞાનું પ્રમાણ કરીને પોતાના સ્થાનમાં જઈને કેટલાક દિવસો પછી તે જ પ્રમાણે તે કાર્ય કરીને રાજાને જણાવ્યું. રાજાએ કહ્યું: સવારે જ્યારે હું આવું ત્યારે તારે કમાડ ખોલવા. ત્યાર પછી તે રાજાના વચનને અંગીકાર કરીને પોતાના સ્થાનમાં ગયો. તે અવસરે સાધુએ વિચાર્યું કોઈ પણ મિથ્યાત્વીએ ટ્વેષની બુદ્ધિથી મને આ ઉપસર્ગ કર્યો દેખાય છે. હવે હું આ ઉપસર્ગને સારી રીતે સહન કરીશ. પરંતુ સવારે અહીં આવતા માણસોમાં મારા નિમિત્તે જિનમતની અપભ્રાજના થશે. આથી તેના નિવારણ માટે અહીં કંઈ પણ ઉપાય કરું. આ પ્રમાણે વિચારીને તરત જેને બુદ્ધિ ઉત્પન્ન થઈ છે એવા તે મુનિએ મંદિરની અંદર રહેલા દીવડાથી પોતાના વસ્ત્ર આદિ સર્વ ઉપકરણનો સમૂહ બાળીને તેની ભસ્મથી ચારે બાજુ પોતાના શરીરને લેપીને અને રજોહરણની અંદરની લાકડીને હાથમાં ગ્રહણ કરીને વેશ્યાએ જે ખૂણાનો આશ્રય કર્યો હતો તેનાથી દૂરના મંદિરના ખૂણામાં જઈને નિશ્ચિત થઈને રહ્યો. વેશ્યા તો તેના તેવા પ્રકારના ભયાનક સ્વરૂપને જોઈને મનમાં અતિ ભય પામતી મૌન ધારણ કરીને એકાંત પ્રદેશમાં રહી. ત્યાર પછી સવારે રાણીને સાધુના અનાચાર બતાવવાને ઇચ્છતા રાજાએ અતિ આગ્રહથી રાણીને પોતાની સાથે લઈ જઈને નગરના મુખ્ય ઘણાં લોકોની સાથે ત્યાં જઈને પૂજારીને કહ્યું છે પૂજારી ! જલદી કમાડ ઉઘાડ જેથી અમે માતાના દર્શન કરીએ. તેણે રાજાના આદેશથી જેટલામાં કમાડ ઉઘાડ્યા, તેટલામાં તે મુનિ હાથમાં લાકડી લઈને નગ્ન સ્વરૂપવાળા થયેલા તરત મુખેથી “અલખ નિરંજન નાથકી જય” એ પ્રમાણે બોલતા ત્યાંથી નીકળીને રાજા વગેરે બધા લોકોની મધ્યમાં થઈને બીજી જગ્યાએ ચાલ્યા ગયા. તેની પાછળ વેશ્યા પણ નીકળી. ત્યારે રાજા તો તે પોતાના ગુરુના આવા દુઃસ્વરૂપને જોઈને અત્યંત લજ્જાવાળો થયેલો નીચે મોટું કરીને રહ્યો. ત્યારે રાણીએ કહ્યું છે સ્વામી ! અહીં ચિંતા શું કરવી ? મિથ્યાત્વના ઉદયથી જીવોને કઈ-કઈ વિડંબના નથી થતી ? ત્યાર પછી રાજાએ તરત ઊભા થઈને પોતાના સ્થાનમાં આવીને પૂજારીને ક્રોધથી તેનું સ્વરૂપ પૂછયું. એટલે તેણે કહ્યું કે સ્વામી ! મેં તો આપના કહેવા અનુસારે જ કાર્ય કર્યું હતું અને હમણાં જે આ વિપરીત થયું તે હું જાણતો નથી. ત્યાર પછી રાજાએ તે વેશ્યાને બોલાવીને તેનું સ્વરૂપ પૂછ્યું. ત્યારે વેશ્યાએ બધો પણ વૃત્તાંત જણાવ્યો અને મુનિના મનની ધીરતાની પ્રશંસા કરી. ત્યારે રાજા તેની પ્રવૃત્તિ સાંભળવાથી તથા રાણીના વચનથી પ્રતિબોધ પામેલો સમ્યગ્દષ્ટિ શ્રાવક થયો. તે મુનિ તો ફરી મુનિના વેશને ધારણ કરીને તે કષાય સ્થાનની આલોચના કરીને શુદ્ધ સંયમને આરાધીને અંતે સદ્ગતિના ભાગી થયા. આ પ્રમાણે શાસનના ઉડ્ડાહનું નિવારણ કરવા નિમિત્તે માયા કરનાર મુનિનું દૃષ્ટાંત પૂર્ણ થયું. (૧૧) Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૧ ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ (૫) તપ- હવે ક્રમથી આવેલા તપનું કંઈક સ્વરૂપ બતાવાય છે. તપ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે છે. તેમાં બાહ્ય તપ આ પ્રમાણે છે બાહ્યતપ अणसणमूणोयरिया-वित्तीसंखेवणं रसच्चाओ। कायकिलेसो संलीणया य बज्झो तवो होइ ॥१२॥ અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ, સંલીનતા એ બાહ્ય તપ છે. તેમાં અનશન એટલે આહારનો ત્યાગ. તે ઈવર અને યાવત્કથિક એમ બે પ્રકારે છે. તેમાં ઈત્વર વીરસ્વામીના તીર્થમાં નવકારશીથી માંડીને છ મહિના સુધી, પ્રથમ જિનના તીર્થમાં વર્ષ સુધી, અને શેષ જિનના તીર્થમાં આઠ મહિના સુધીનો છે. યાવસ્કથિક તો પાદપોપગમન, ઈગિત મરણ અને ભક્તપરિજ્ઞાના ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં ભક્તપરિજ્ઞામાં ત્રણ અથવા ચાર પ્રકારના આહારનું પચ્ચખાણ કરવામાં આવે છે. અને શરીર પરિકર્મ સ્વયં કરે અને બીજા પાસે કરાવે. ઈગિત મરણમાં તો નિયમા ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવામાં આવે છે, બીજા પાસે શરીર પરિકર્મ કરાવવાનો ત્યાગ હોય છે, અને ઈગિત દેશની અંદર સ્વયં ઉદ્વર્તના આદિ પરિકર્મ કરે છે. પાદપોપગમનમાં તો વૃક્ષની જેમ પોતાના અંગને અથવા ઉપાંગને સમ-વિષમ દેશમાં જે પ્રમાણે પડેલું હોય તે જ પ્રમાણે ધારણ કરતો નિશ્ચલ થયેલો રહે છે. તથા બત્રીસ કોળિયા આહાર પુરુષની કુક્ષિને ભરનારો કહ્યો છે. અઠ્ઠાવીસ કોળિયા આહાર સ્ત્રીની કુક્ષિને ભરનારો કહ્યો છે. આવા પ્રકારના પોતાના આહારના માનનો સંક્ષેપ કરવા સ્વરૂપ ઊણોદરી છે. તથા વૃત્તિ એટલે ભિક્ષાચર્યા, તેનો સંક્ષેપ એટલે દ્રવ્ય-ક્ષેત્ર આદિ અભિગ્રહ વિશેષથી સંકોચન કરવું, તે વૃત્તિસંક્ષેપ. તથા રસ એટલે દૂધ વગેરે તેનો ત્યાગ કરવો તે રસત્યાગ. તથા કાયાનું આસનબંધથી અથવા લોચાદિથી કષ્ટ કરવું તે કાયક્લેશ. તથા સંલીનતા એટલે ગુપ્તતા. તે ઇંદ્રિય, કષાય, યોગના વિષયવાળી અને સ્ત્રી, પશુ, નપુંસક વગેરેથી રહિત સ્થાનમાં રહેવા સ્વરૂપ છે. કરાતું એવું આ તપ લોકોથી પણ જણાય છે. કંઈક કુતીર્થિકો પણ કરે છે. આથી બાહ્ય કહેવાય છે. (૧૨) અત્યંતર તપ હવે અત્યંતર તપ આ પ્રમાણે છે पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ । झाणं उस्सग्गो वि य, अब्भिंतरओ तवो होइ ॥१३॥ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, ઉત્સર્ગ એ અત્યંતર તપ છે. (૧) પ્રાયશ્ચિત્ત- તેમાં પ્રાયશ્ચિત્ત દશ પ્રકારે છે. કહ્યું છે કે आलोयण पडिकमणे, मीस विवेगे तहा विउस्सग्गो । तवच्छेयमूल अणवठ्ठप्पया य पारंचियं चैव ॥ १ ॥ અર્થ- આલોચન-પ્રતિક્રમણ-મિશ્ર-વિવેક તથા વ્યુત્સર્ગ-તપ-છેદ-મૂલ-અનવસ્થાપ્યતા અને પારાંચિત. ૧૫ Page #225 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ ૨૧૨ (૧) આલોચના-તેમાં આલોચના એટલે ગુરુની આગળ પોતાના દુષ્કૃત્યને વચનાથી પ્રગટ કરવું. (૨) પ્રતિક્રમણ- પ્રતિક્રમણ એટલે ફરી નહીં કરવાપૂર્વક દોષથી પાછા ફરવું. એટલે કે મિથ્યાદુષ્કૃત્ય આપવું. જેમકે સહસા, અનુપયોગથી શ્લેષ્માદિ નાખવાનું મિથ્યા દુષ્કૃત્ય આપવું. પરંતુ ગુરુ સમક્ષ આલોચના ન કરવી. અર્થાત્ ગુરુને જણાવવાની જરૂર નથી. (૩) મિશ્ર- જે દુષ્કૃત્ય આલોચના અને પ્રતિક્રમણ એ બેમાંથી એકથી શુદ્ધ ન થાય ત્યારે તેની શુદ્ધિ માટે આલોચન અને પ્રતિક્રમણ એમ ઉભયનું વિધાન કરેલું છે તે મિશ્ર કહેવાય છે. (૪) વિવેક- જે આધાકર્મ આદિ આહારગ્રહણ કરવું વગેરે દુષ્કૃત્ય ગ્રહણ કરેલા આહાર વગેરેનો ત્યાગ કરવાથી જ શુદ્ધ થાય છે, બીજી રીતે તેની શુદ્ધિ થતી નથી. આ પ્રમાણે જે તે આહાર વગેરેનો ત્યાગ કરવો તે વિવેક. (૫) વ્યુત્સર્ગ- દુઃસ્વપ્રથી ઉત્પન્ન થયેલ દુષ્કૃત્ય વગેરેની શુદ્ધિ માટે જે કાયચેષ્ટાનો નિરોધ કરવામાં આવે છે તે વ્યુત્સર્ગ. (૬) તપ- પૂર્વે કહેલા ઉપાયોથી શુદ્ધ નહીં થતા દુષ્કૃત્યની શુદ્ધિ માટે યથાયોગ્ય નિવિથી માંડીને છ મહિના સુધીના તપનું સેવન કરવું તે ત૫. (૭) છેદ- શેષ ચારિત્ર પર્યાયની રક્ષા કરવા માટે દૂષિત થયેલા પૂર્વપર્યાયનો છેદ કરવો તે છેદ. (૮) મૂલ- કોઈ મહાદોષ ઉત્પન્ન થયે છતે સંપૂર્ણ પર્યાયનો છેદ કરીને ફરી મહાવ્રતનું આરોપણ કરવું તે મૂલ. (૯) અનવસ્થાપ્યતા- ક્રોધ વગેરેના ઉદયથી સેવેલા દુષ્કૃત્યની શુદ્ધિ માટે યથોક્ત તપ જ્યાં સુધી કરવામાં ન આવે ત્યાં સુધી વ્રતોમાં અને લિંગમાં સ્થાપન કરવામાં ન આવે તે અનવસ્થાપ્ય. તેનો ભાવ તે અનવસ્થાપ્યતા. (૧૦) પારાંચિત-મુનિઘાત રાજવધ આદિ મહા અકૃત્યનું સેવન કર્યા પછી લિંગ-ક્ષેત્રકાળ અને તપની પરંપરાને પામે તે પારાંચિત. તે અવ્યક્તલિંગને ધારણ કરનારા, જિનકલ્પિક સમાન, ક્ષેત્રની બહાર રહેલા, વિપુલ તપ કરતા આચાર્યોને જ જઘન્યથી છ મહિના અને ઉત્કૃષ્ટથી બાર વર્ષ સુધીનું હોય છે. ત્યાર પછી એટલે કે અતિચારના પાર પામ્યા પછી તેને દીક્ષા આપવામાં આવે છે. એ પહેલાં દીક્ષા આપવામાં આવતી નથી. આ દશ પ્રાયશ્ચિત્તમાંથી છેલ્લા બે પ્રાયશ્ચિત્ત પ્રથમ સંઘયણવાળા અને ચૌદપૂર્વધર હોય ત્યાં સુધી જ હોય છે. ત્યાર પછી તો દુઃખસભસૂરિ સુધી આઠ પ્રકારનું જ પ્રાયશ્ચિત્ત જાણવું. (૨) વિનય- તથા જ્ઞાનાદિ ભેદથી વિનય સાત પ્રકારનું છે. તેમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર વિનય જ્ઞાન વગેરેની ભક્તિ વગેરે સ્વરૂપ છે. મન-વચન-કાય વિનય આચાર્ય વગેરેને વિશે સર્વ કાલ અકુશલ મન-વચન-કાયાનો વિરોધ કરવો અને કુશલ મન-વચન-કાયાની ઉદીરણા કરવી. ઔપચારિક વિનય તો ગુરુ આદિ વિશે અનુકૂળ પ્રવૃત્તિ કરવા સ્વરૂપ છે. આ સાતેય પ્રકારના વિનયનું મુનિઓએ હંમેશા આચરણ કરવું જોઈએ. Page #226 -------------------------------------------------------------------------- ________________ - સર્વવિરતિ ત્રીજો પ્રકાશ - ૨૧૩ (૩) વેયાવચ્ચ- વેયાવચ્ચ એટલે આચાર્ય વગેરેને અન્ન-પાન આદિ પ્રાપ્ત કરાવવા માટે પ્રવૃત્ત થવું. (૪) સ્વાધ્યાય- સુષ્ઠુ એટલે સારી રીતે. આ એટલે મર્યાદાપૂર્વક, અહીં મર્યાદા અકાળવેળા આદિના ત્યાગની અપેક્ષાએ કે પોરિસીની અપેક્ષાએ છે. (કાલિક સૂત્રો પહેલી-છેલ્લી પોરિસીમાં જ ભણી શકાય ઇત્યાદિ પોરિસીની અપેક્ષાએ મર્યાદા છે.) અધ્યાય એટલે અધ્યયન કરવું. સારી રીતે મર્યાદાપૂર્વક અધ્યયન કરવું તે સ્વાધ્યાય. સ્વાધ્યાય વાચના-પૃચ્છના-પરાવર્તના-અનુપ્રેક્ષાધર્મકથાના ભેદથી પાંચ પ્રકારનો છે. તેમાં નહીં ભણેલા સૂત્રને શાસ્ત્રોક્ત વિધિથી ગુરુના મુખથી ગ્રહણ કરવું તે વાચના. ત્યાર પછી સંદેહ થાય તો પૂછવું તે પૃચ્છના. પૂછ્યા પછી નિશ્ચિત કરેલું સૂત્ર ભૂલી ન જવાય એટલા માટે ગુણવું તે પરાવર્તના. સૂત્રની જેમ અર્થનું પણ ચિંતન કરવું તે અનુપ્રેક્ષા. અભ્યાસ કરેલા સૂત્ર અને અર્થનો બીજાને ઉપદેશ આપવો તે ધર્મકથા. અહીં સૂત્ર અંગ પ્રવિષ્ટ અને અંગબાહ્ય એમ બે પ્રકારનું છે. તેમાં શ્રુતવિશિષ્ટ પુરુષ બે પગ, બે જંઘા, બે ઉરુ, ગાત્રક્રિક (= પીઠ અને ઉદ૨), બે બાહુ, ડોક અને મસ્તક એમ બાર અંગવાળો છે. આ પ્રમાણે પ્રવચનરૂપી પુરુષના અંગમાં પ્રવેશેલું=રહેલું અંગપ્રવિષ્ટ બાર પ્રકારનું છે. તે આ પ્રમાણે- પ્રવચન પુરુષના બે પગ આચારાંગ અને સૂત્રકૃતાંગ છે. બે જંઘા સ્થાનાંગ અને સમવાયાંગ છે. બે ઉરુ ભગવતીજી અને જ્ઞાતાધર્મકથાંગ છે. પીઠ અને ઉદર સ્વરૂપ ગાત્રદ્ધિક ઉપાસક દશાંગ અને અંતકૃદશાંગ છે. બે બાહુ અનુત્તર ઉપપાતિક દશા અને પ્રશ્ન વ્યાકરણ છે. ડોક વિપાક શ્રુત છે અને મસ્તક દૃષ્ટિવાદ છે. અંગબાહ્ય તો આવશ્યક-ઉપાંગ-પ્રકીર્ણક આદિ ભેદથી અનેક પ્રકારનું જાણવું. (૧૩) હવે દીક્ષા ગ્રહણ કર્યા પછી જેટલા વર્ષથી જેની વાચના ગ્રહણ કરવી જોઈએ તેનું સ્વરૂપ વ્યવહાર સૂત્રમાં કહેલી ગાથાથી બતાવવામાં આવે છે— कालक्कमेण पत्तं, संवच्छरमाइणा उ जं जंमि । तं तंमि चेव धीरो, वाएज्जा सो य कालोऽयं ॥ १४ ॥ तिवरिसपरियागस्स उ, आयारपकप्पनाममज्झयणं । चउवरिसस्स य सम्मं, सूयगडं नाम अंगं ति ॥ १५ ॥ दसकप्पववहारा, संवच्छरपणगदिक्खियस्सेव । ठाणं समवाओ वि य, अंगे ते अट्ठवासस्स ॥ १६ ॥ दसवासस्स वियाहो, इक्कारसवासियस्स य इमे उ । खुड्डियविमाणमाई, अज्झयणा पंच नायव्वा ॥ १७ ॥ बारसवासस्स तहा, अरुणुववायाइ पंच अज्झयणा । तेरसवासस्स तहा, उट्ठाणसुयाइया चउरो ॥ १८॥ चउदसवासस्स तहा, आसीविसभावणं जिणा बिंति । पन्नरसवासिगस्स य, दिट्ठीविसभावणं तह य ॥ १९ ॥ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૪ આત્મપ્રબોધ सोलसवासाईसु य, एगोत्तरवुड्डिएसु जहसंखं । चारणभावण महसुवि(मि)णभावणा तेयग्गिनिसग्गा ॥२०॥ एगुणवीसगस्स य, दिट्ठीवाओ दुवालसममंगं। संपुण्णवीसवरिसो, अणुवाई सव्वसुत्तस्स ॥२१॥ પર્યાય અનુસાર સૂત્રવાચના સંવત્સરાદિ કાલના અનુક્રમે કરી જે-જે કાલ પ્રાપ્ત થાય તે - તે કાલે ધીરપુરુષ વાચના લે છે. તે કાલ આ પ્રમાણે છે ત્રણ વર્ષના દીક્ષા પર્યાયવાળો આચારપ્રકલ્પ નામના અધ્યયન સુધી વાચના લે છે. ચાર વર્ષવાળો સૂયગડાંગ નામે બીજા અંગ સુધી વાચના લે છે. અહીં આચારપ્રકલ્પ એટલે નિશીથ સૂત્રનું અધ્યયન સમજવું. પાંચ વર્ષનો દીક્ષિત દશાશ્રુતસ્કંધ, કલ્પસૂત્ર અને વ્યવહારસૂત્રની વાચના લઈ શકે છે. આઠ વર્ષના દીક્ષા પર્યાયવાળો પુરુષ શ્રી સ્થાનાંગ અને ચોથું સમવાયાંગ વાંચી શકે છે. દશ વર્ષના પર્યાયવાળાથી શ્રી ભગવતીજી વાંચી શકાય છે. અગિયાર વર્ષના પર્યાયવાળાથી શ્રી ખુફિયરિમાણવિભત્તિ આદિ પાંચ અધ્યયન વાચ્ય છે. બાર વર્ષના પર્યાયવાળાને માટે શ્રી અરુણોવવાઈ આદિ પાંચ અધ્યયન કહેલાં છે. તેર વર્ષના દીક્ષા પર્યાયવાળાને ઉઢાણકૃતાદિક ચાર (અધ્યયન કહેલાં છે.) - ચૌદ વર્ષના પર્યાયવાળાને શ્રી આશીવિષ ભાવના વાચનીય છે. પંદર વર્ષના પર્યાયવાળાને દષ્ટિવિષ ભાવના (વાચનીય છે.) સોળ વર્ષના પર્યાયવાળા ચારણભાવના સુધી વાંચી શકે છે, સત્તર વર્ષના પર્યાયવાળાને મહાસુમિણ ભાવના અને અઢાર વર્ષના પર્યાયવાળાને તેયક્ઝિનિસગ્ન ભાવના સુધી અધ્યયન કરવું યોગ્ય છે. ઓગણીસ વર્ષના પર્યાયવાળાને બારમું દષ્ટિવાદ અને સંપૂર્ણ વીશ વર્ષના પર્યાયવાળા મુનિને સર્વ સૂત્રની આજ્ઞા છે એમ જિનેશ્વર ભગવંતો કહે છે. (૧૪-૨૧). વળી स्वाध्यायं कुर्वद्भिः, संयममार्गाविराधकैर्मुनिभिः । व्याविद्धत्वप्रमुखा, अतिचाराः सर्वथा वाः ॥२२॥ સ્વાધ્યાયમાં અતિચારોનો ત્યાગ કરવો સંયમ માર્ગના અવિરાધક મુનિઓએ સ્વાધ્યાય કરતા, વ્યાવિદ્ધત્વ વગેરે અતિચારોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. આનો ભાવાર્થ આ પ્રમાણે છે- (૧) વ્યાવિદ્ધત્વ એટલે વિપરીતતા (૨) વ્યત્યાગ્રંડિત્વ એટલે જુદા-જુદા આલાપકોને ભેગા કરવા વડે બે ત્રણવાર કહેવું. (૩) હીનાક્ષરત્વ (૪) અતિ Page #228 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ ૨૧૫ અક્ષરત્વ (૫) પદહીનત્વ (૬) વિનય હીનત્વ (૭) ઉદાત્ત આદિ ઘોષ હીનત્વ (૮) યોગહીનત્વજોગ કર્યા વિના ભણવું. (૯) સુષુદાન એટલે અલ્પ શ્રુતને યોગ્ય પાત્રને ગુરુએ અધિક આપવું. (૧૦) દુષ્કુપ્રતીપ્સન એટલે લૂષિત હૃદયથી ગ્રહણ કરવું. (૧૧) અકાલે સ્વ ચ કરવો, (૧૨) કાલે સ્વાધ્યાય ન કરવો. (૧૩) અસ્વાધ્યાયના કાળે સ્વાધ્યાય કરવો. (૧૪) સ્વાધ્યાયના કાલે સ્વાધ્યાય ન કરવો. આનું સ્વરૂપ વિશેષથી આવશ્યક આદિથી જાણી લેવું. આ અતિચારોનો ત્યાગ કરીને સ્વાધ્યાય કરતા મુનિઓને મહાલાભ પ્રાપ્ત થાય છે. અન્યથા વિદ્યાધરની જેમ વિદ્યાનું નિષ્ફળ જવું વગેરે મહા દોષો સંભવે છે. તેમાં હીનાક્ષરત્વ દોષમાં વિદ્યાધરનું દૃષ્ટાંત આ પ્રમાણે છે વિદ્યાધરનું દૃષ્ટાંત એક વખત રાજગૃહ નગરની નજીકના ઉદ્યાનમાં શ્રીવીર સ્વામી સમવસર્યા. ત્યારે સ્વામીના આગમનની વાર્તા સાંભળવાથી ખુશ થયેલો શ્રેણિક રાજા અભયકુમાર આદિથી યુક્ત ત્યાં આવીને સ્વામીને ત્રણ પ્રદક્ષિણા કરીને નમીને શ્રેષ્ઠતર સુર-અસુર-વિદ્યાધર-નરના સમૂહથી શોભતી સભામાં પોતાને ઉચિત સ્થાનમાં બેઠો. ત્યાર પછી ધર્મ સાંભળીને પર્ષદા પાછી જતી હતી ત્યારે એક કોઈક વિદ્યાધર આકાશમાં જવા માટે ઉડતો વારંવાર પૃથ્વી ઉપર પડ્યો. ત્યારે તેના સ્વરૂપને જોઈને વિસ્મિત પામેલા શ્રેણિકે સ્વામીને તેના ઉડવાનું અને પડવાનું કારણ પૂછયું. ત્યારે સ્વામીએ કહ્યું: આને ગગનગામિની વિદ્યાનો એક અક્ષર ભૂલાઈ ગયો છે. તેથી આ ઉપર જવા માટે સમર્થ થતો નથી. ત્યાર પછી રાજાની નજીકમાં રહેલા અભયકુમારે તે જિનના વચનને સાંભળીને તરત ત્યાં જઈને વિદ્યાધરને કહ્યુંઃ તારી વિદ્યાનો એક અક્ષર ભૂલાઈ ગયો છે. જો તું મને આ વિદ્યા આપે તો, હું તે અક્ષર તને આપું. ત્યારે તેણે પણ તેના વચનને સ્વીકાર્યું. એટલે અભયકુમાર જૂન થયેલ અક્ષર તેને આપીને અને તે વિદ્યા તેની પાસેથી ગ્રહણ કરીને પોતાના સ્થાનમાં આવ્યો. વિદ્યાધર પણ પૂર્ણ વિદ્યાને પ્રાપ્ત કરી આકાશમાં ઊડ્યો, અને ક્રમે કરી પોતાના સ્થાનમાં ગયો. આ પ્રમાણે વિદ્યાધરનો વૃત્તાંત પૂર્ણ થયો. (૨૨). આ દૃષ્ટાંતને સાંભળીને મુનિઓએ દોષનો ત્યાગ કરવામાં પ્રયત્ન કરવો જોઈએ. વળી બીજું સ્વયં સ્વાધ્યાય કરતા અને બીજાને સ્વાધ્યાય કરાવતા મુનિએ પ્રથમ સોળવચનો અવશ્ય જાણવા જોઈએ. અને તે અનુયોગ દ્વાર વગેરે સૂરમાં કહેલા છે. તે આ પ્રમાણે છેलिंगतियं ३ वयणतियं ६, कालतियं ९ तह परोक्ख १० पच्चक्खं ११ । उवणयऽवणयचउक्कं १५, अज्झत्थं १६ चेव सोलसमं ॥२३॥ ત્રણ લિંગ, ત્રણ વચન, ત્રણ કાળ, પરોક્ષ, પ્રત્યક્ષ, ચાર પ્રકારનું ઉપનય-અપનયવચન અને અધ્યાત્મ વચન એમ સોળ વચનો છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ આત્મપ્રબોધ સ્ત્રી-પુરુષ-નપુંસક લિંગ જેમાં પ્રધાન છે એવા વચનો. જેમ કે આ સ્ત્રી છે. આ પુરુષ છે. આ કુલ છે ઈત્યાદિ. તથા એકવચન-દ્વિવચન-બહુવચન એમ વચન જેમાં પ્રધાન છે એવાં વચનો. જેમકે સેવઃ તેવી સેવા ઇત્યાદિ. અતીત-વર્તમાન-અનાગત કાળનો નિર્દેશ જેમાં પ્રધાન હોય એવાં વચનો, જેમકે મરત, વરાતિ, વરિષ્યતિ ઇત્યાદિ. તથા “તે' એ પ્રમાણે પરોક્ષ નિર્દેશ કરનારું વચન તે પરોક્ષ વચન. “આ” એ પ્રમાણે પ્રત્યક્ષનું નિર્દેશ કરનારું વચન તે પ્રત્યક્ષ વચન. તથા ઉપનય-અપનય વચન ચાર પ્રકારનું છે. તેમાં ઉપનયવચન એટલે પ્રશંસા વચન. જેમકે-આ સ્ત્રી રૂપવતી છે. અપનયવચન એટલે નિંદા વચન. જેમકે-આ સ્ત્રી કુરૂપવતી છે. ઉપનય-અપનય વચન એટલે પહેલા પ્રશંસા કરી પછી નિંદા કરે. જેમકે-આ સ્ત્રી રૂપવતી છે પરંતુ દુઃશીલા છે. અપનયઉપનય વચન એટલે કે પહેલા નિંદા કરી પછી પ્રશંસા કરે. જેમકે-આ કુરૂપવતી છે પરંતુ સુશીલા છે. તથા મનમાં બીજું ધારણ કરી ઠગવાની બુદ્ધિથી બીજું બોલવાને ઇચ્છતો હોવા છતાં પણ સહસા જે મનમાં હોય તે જ કહે તે અધ્યાત્મ વચન સોળમું છે. ખરેખર ! જેઓ આ સોળ વચનોને નહીં જાણતા જ સૂત્ર વાચના આદિમાં પ્રવર્તે છે, મૂઢ એવા તેઓ જિનવચનનું ઉલ્લંઘન કરવાથી જિનાજ્ઞાના વિરાધક જ છે. આથી સુસાધુઓએ આ સોળ વચનો જાણવાપૂર્વક જ પહેલાં કહેલી વિધિથી સૂત્રાર્થનો સ્વાધ્યાય કરવો જોઈએ. (૫) ધ્યાન-અંતર્મુહૂર્તમાત્ર કાલવાળું, એકાગ્ર ચિત્તના અધ્યવસાયવાળું ધ્યાન આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લના ભેદથી ચાર પ્રકારનું છું. આર્તધ્યાન તેમાં દુઃખી અથવા પીડિત જીવને જે થાય તે આર્તધ્યાન છે. તે ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ, રોગની ચિંતા અને અગ્રશોચ એમ ચાર પ્રકારનું છે. તેમાં શબ્દ-રૂપ-રસ-સ્પર્શ-ગંધ સ્વરૂપ ઈષ્ટ વિષયોનો મને ક્યારે પણ વિયોગ ન થાઓ ઈત્યાદિ ચિંતવવું તે ઈષ્ટ વિયોગ વિષયવાળું આર્તધ્યાન છે. અનિષ્ટ શબ્દાદિ વિષયોનો સંયોગ મને ક્યારે પણ પ્રાપ્ત ન થાઓ. એ પ્રમાણે ચિંતવવું તે અનિષ્ટ સંયોગ વિષયવાળું આર્તધ્યાન છે. રોગ ઉત્પન્ન થયા પછી બહુ ચિંતા કરવી તે રોગચિંતા વિષયવાળું આર્તધ્યાન છે. દેવપણું-ચક્રવર્તીપણું આદિ ઋદ્ધિની પ્રાર્થના વગેરે અનાગત કાળ સંબંધી કાર્યની ચિંતા કરવી તે અચશોચ વિષયવાળું આર્તધ્યાન છે. આ આર્તધ્યાન શોક, આક્રંદન, પોતાના શરીરને તાડન કરવું આદિ લક્ષણથી જાણી શકાય છે. આ તિર્યંચ ગતિમાં જવાનું કારણ છે. આનો સંભવ છઠ્ઠા ગુણસ્થાનક સુધી જાણવો. રૌદ્રધ્યાન જે દુર્બલ જીવોને રોવડાવે તે રુદ્ર, અર્થાત્ દ્ધ એટલે પ્રાણીવધ આદિમાં પરિણત આત્મા. તેનું કર્મ તે રૌદ્ર. તે હિંસાનુબંધી, મૃષાનુબંધી, ચૌર્યાનુબંધી અને પરિગ્રહરક્ષણાનુબંધી એમ ચાર પ્રકારનું છે. હિંસાનુબંધી- પ્રાણીઓ વિશે વધ-બંધન-દહન-અંકકરણ-મારણ આદિની વિચારણા કરવી તે હિંસાનુબંધી રૌદ્રધ્યાન. Page #230 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ ૨૧૭ મૃષાનુબંધી- પૈશૂન્ય, અસભ્ય, અસત્ય, ઘાત આદિ વચનની વિચારણા કરવી તે મૃષાનુબંધી રૌદ્રધ્યાન છે. ચૌર્યાનુબંધી- તીવ્ર કોપ અને લોભથી આકુલ પ્રાણીના ઘાતમાં તત્પર, અને પરલોકના ભયથી નિરપેક્ષ એવી જે પરદ્રવ્ય અપહરણ કરવાની વિચારણા કરવી તે ચૌર્યાનુબંધી રૌદ્રધ્યાન છે. પરિગ્રહરક્ષણાનુબંધી- સર્વજનની શંકા કરવામાં તત્પર, પરના ઉપઘાતમાં પરાયણ, અને વિષયસુખને સાધનારી, એવી જે દ્રવ્યના સંરક્ષણની વિચારણા કરવી તે પરિગ્રહ રક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે. આ ધ્યાન પ્રાણીવધ આદિ લક્ષણથી જાણી શકાય છે. નરકગતિમાં જવાનું કારણ છે. આનો સંભવ પાંચમા ગુણસ્થાનક સુધી જાણવો. કેટલાક તો આનો ચોથો પ્રકાર છઠ્ઠા ગુણસ્થાનક સુધી પણ માને છે. ધર્મધ્યાન ક્ષમા આદિ દશ પ્રકારના ધર્મથી યુક્ત તે ધર્મ. તે આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચથ એમ ચાર પ્રકારે છે. આજ્ઞાવિચય- શ્રીમાન્ સર્વજ્ઞપુરુષોની આજ્ઞાની વિચારણા કરવી તે આજ્ઞાવિચય ધર્મધ્યાન અપાયરિચય- રાગ-દ્વેષ-કષાય-ઇંદ્રિયને વશ થયેલા જીવોના સાંસારિક અપાયની (અનર્થની) વિચારણા તે અપાયરિચય ધર્મધ્યાન. વિપાકવિચય- જ્ઞાનાવરણ આદિ શુભાશુભકર્મના વિપાકની (ફળની) વિચારણા કરવી તે વિપાકવિચય ધર્મધ્યાન. સંસ્થાના વિચય- પૃથ્વી વલય, દ્વિીપ, સમુદ્ર વગેરે વસ્તુના સંસ્થાન આદિ ધર્મોની વિચારણા કરવી તે સંસ્થાન વિચય ધર્મધ્યાન. - આ ધ્યાન જિનોક્ત તત્ત્વ ઉપર શ્રદ્ધા કરવી વગેરે ચિત્રથી જાણી શકાય છે. દેવગતિ આદિ ફળને સાધનારું છે. આનો સંભવ ચોથા કે પાંચમા ગુણસ્થાનકથી માંડીને સાતમા આઠમા ગુણસ્થાનક સુધી જાણવો. તેમાં ચોથા ગુણસ્થાનકે આગળના બે ભેદો અને પાંચમા ગુણસ્થાનકે ત્રણ ભેદો હોય છે. શુક્લધ્યાન આઠ પ્રકારના કર્મમલને જે શુદ્ધ કરે તે શુક્લ. તે પૃથકત્વ વિતર્ક સપ્રવિચાર, એકત્વ વિતર્ક અપ્રવિચાર, સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ અને સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ એમ ચાર પ્રકારે છે. પૃથકત્વવિતર્ક સપ્રવિચાર- જેમાં ભાવયુતને અનુસાર અંતરંગ ધ્વનિરૂપ વિતર્ક અર્થથી અર્થાતરમાં, શબ્દથી શબ્દાંતરમાં અને યોગથી યોગાંતરમાં સંક્રમે. વળી પોતાના શુદ્ધ આત્મ દ્રવ્યથી દ્રવ્યાંતરમાં જાય, ગુણથી ગુણાંતરમાં જાય અથવા પર્યાયથી પર્યાયાંતરમાં જાય તે પૃથકત્વવિતર્ક સપ્રવિચાર શુક્લ ધ્યાન છે. કહ્યું છે કે Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ આત્મપ્રબોધ श्रुतचिन्ता वितर्कः स्या-द्विचारः सङ्कमो मतः । पृथक्त्वं स्यादनेकत्वं, भवत्येतत् त्रयात्मकं ॥ १ ॥ અર્થ વિતર્ક એટલે શ્રતની વિચારણા. વિચાર એટલે સંક્રમ અને પૃથકત્વ એટલે અનેકપણું. આ ત્રણ સ્વરૂપ આ ધ્યાન હોય છે. એના स्वशुद्धात्मानुभूत्यात्म-भाव श्रुतावलम्बनात् । अन्तर्जल्पो वितर्कः स्यात्, यस्मिंस्तत्सवितर्कजम् ॥ २ ॥ અર્થ- પોતાના શુદ્ધ આત્માનુભૂતિ સ્વરૂપ આત્માને ભાવકૃતના આલંબનથી જે અંતર્જલ્પ થાય છે તે વિતર્ક કહેવાય છે. અને તેમાં થયેલું તે વિતર્કજ કહેવાય છે. મારા अर्थादर्थान्तरे शब्दात्, शब्दान्तरे च सङ्कमः । યોદ્યોત્તરે યત્ર, વિવાર તદુષ્યતે | 3 | અર્થ- અર્થથી અર્થાતરમાં અને શબ્દથી શબ્દાંતરમાં જવું તે સંક્રમ કહેવાય છે. જ્યાં યોગમાંથી યોગાંતરમાં જવું તે વિચાર કહેવાય છે. મારા द्रव्याद्रव्यान्तरं याति, गुणाद्याति गुणान्तरम् । पर्यायादन्यपर्यायं, स पृथक्त्वं भवत्यतः ॥ ४ ॥ અર્થ- દ્રવ્યમાંથી દ્રવ્યાંતરમાં જાય છે, ગુણમાંથી ગુણોતરમાં જાય છે, પર્યાયમાંથી પર્યાયાંતરમાં જાય છે આથી તે પૃથકત્વ કહેવાય છે. પ્રજા આ ધ્યાન આઠમા ગુણસ્થાનકથી માંડીને અગિયારમા ગુણસ્થાનક સુધી હોય છે. એકત્વ વિતર્ક અપ્રવિચાર- શબ્દથી શબ્દાંતરમાં ઇત્યાદિ સંક્રમથી રહિત નિશ્ચલ એક દ્રવ્યની અથવા એક પર્યાયની અથવા એક ગુણની ભાવશ્રુતના આલંબનથી જે વિચારણા કરવી તે એકત્વ વિતર્ક અપ્રવિચાર શુક્લ ધ્યાન, આ ધ્યાન બારમા ગુણસ્થાનકે જ હોય છે. તેમાં ગુણસ્થાનકે તો ધ્યાનાંતર હોય છે. સૂમક્રિયા અપ્રતિપાતિ- જ્યાં કેવલી ભગવાન અચિંત્ય આત્મશક્તિથી બાદર કાયયોગમાં સ્વભાવથી રહીને બાદર વચન યોગ અને બાદર મનોયોગ એમ બાદર બે યોગને સૂક્ષ્મ કરે છે. ત્યાર પછી સૂક્ષ્મ વચન યોગ અને સૂક્ષ્મ મનોયોગમાં રહીને બાદ કાયયોગને સૂક્ષ્મ કરે છે. ત્યાર પછી ફરી સૂક્ષ્મ કાયયોગમાં ક્ષણમાત્ર રહીને તરત સૂક્ષ્મ વચન યોગ અને સૂક્ષ્મ મનોયોગનો સર્વથા નિગ્રહ કરે છે ત્યાર પછી સૂક્ષ્મ કાયયોગમાં ક્ષણવાર રહીને સૂક્ષ્મ ક્રિયાવાળા, ચિત્ સ્વરૂપ પોતાના આત્માનો સ્વયં જ અનુભવ કરે છે અને તેને યોગ્ય શુભપરિણામના પ્રતિપાતને પામતો નથી તે સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ શુક્લધ્યાન છે. આ ધ્યાન તેરમા ગુણસ્થાનકના અંતે હોય છે. સમુચ્છિન્નક્રિયા અનિવૃત્તિ- જ્યાં સૂક્ષ્મ ક્રિયાનો પણ સમુચ્છેદ થાય છે અને અક્રિયાને યોગ્ય પરમવિશુદ્ધ પરિણામની નિવૃત્તિ નથી તે સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ શુક્લ ધ્યાન છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ આ ધ્યાન ચૌદમા ગુણ સ્થાનકે હોય છે. ત્યાર પછી જીવ સિદ્ધિને પામે છે. આ ધ્યાન અબાધા,અસંમોહ આદિ લિંગથી જાણી શકાય છે અને મોક્ષ આદિ ફળને સાધનારું છે. આ ચાર પ્રકારના ધ્યાનમાંથી ધર્મ અને શુક્લ એ બે જ ધ્યાન નિર્જરાને સાધનારા હોવાથી અત્યંતર તપોરૂપ જાણવા. આર્ત અને રૌદ્રધ્યાન બંધના હેતુ હોવાથી અત્યંતર તપોરૂપ નથી. આથી સમ્યગ્દષ્ટિઓએ આ બંનેનો સર્વથા ત્યાગ જ કરવો જોઈએ. જો તેમ કરવામાં ન આવે તો નંદમણિકાર, કંડરીક આદિની જેમ મહાદુઃખની પ્રાપ્તિ થાય. જો કે મન અતિચંચળ હોવાના કારણે કુધ્યાનને પામે તો પણ ધીરપુરુષોએ પ્રસન્નચંદ્ર આદિની જેમ તેના નિવારણમાં જ આત્મવીર્યનો ઉલ્લાસ કરવો જોઈએ અને ધર્મ અને શુક્લ એ બે સધ્યાનનો નિરંતર અભ્યાસ કરવો જોઈએ. (૬) ઉત્સર્ગ- ત્યાગ કરવા યોગ્ય વસ્તુનો ત્યાગ કરવો તે વ્યુત્સર્ગ. તે બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે છે. તેમાં ગણ-શરીર-ઉપધિ-આહારનો ત્યાગ કરવો તે બાહ્ય વ્યુત્સર્ગ છે. ક્રોધ આદિ કષાયોનો ત્યાગ કરવો તે અત્યંતર વ્યુત્સર્ગ છે. પ્રશ્ન- ઉત્સર્ગ તો પ્રાયશ્ચિત્તમાં કહેલો જ છે તો ફરી અહીં કહેવાથી શું ? - ઉત્તર- તમારી વાત સાચી છે, પરંતુ પહેલા તે અતિચારની શુદ્ધિ માટે કહેલો હતો અને અહીં તો સામાન્યથી નિર્જરા માટે કહેલો છે. માટે પુનરુક્તિ નથી. આ છ પ્રકારનો તપ લોકો વડે નહીં જણાતો હોવાથી, અન્ય દર્શનીઓ તેનું સારી રીતે સેવન ન કરતા હોવાથી, મોક્ષપ્રાપ્તિમાં અંતરંગ કારણ હોવાથી, અત્યંતર કર્મોને તપાવતો હોવાથી અત્યંતર કહેવાય છે. આ પ્રમાણે તપનું સ્વરૂપ કહ્યું. (૨૩) (૬) સંયમ- હવે ક્રમથી પ્રાપ્ત થયેલા સંયમના સ્વરૂપને કંઈક બતાવવામાં આવે છેસં એટલે સમસ્ત રીતે. યમન એટલે સાવઘ યોગથી પાછા ફરવું, તે સંયમ. તે સત્તર પ્રકારનું છે. તે આ પ્રમાણે– पञ्चाश्रवाद्विरमणं, पञ्चेन्द्रियनिग्रहः कषायजयः । दण्डत्रयविरतिश्चे-ति संयमः सप्तदशभेदः ॥२४॥ સંયમના ૧૭ પ્રકાર પાંચ આશ્રવથી વિરમણ, પાંચ ઇંદ્રિયનો નિગ્રહ, ચાર કષાયનો જય, ત્રણ દંડથી વિરતિ એમ સંયમ સત્તર પ્રકારે છે. પ્રાણાતિપાત આદિ પાંચ આશ્રવથી વિરમણ એટલે કે પાંચ મહાવ્રતને ધારણ કરવું. વ્રતોનું સ્વરૂપ આ પ્રમાણે છે પહેલું વ્રત- સાધુ ત્રસ અને સ્થાવર એમ સર્વે પણ જીવોને મન-વચન-અને કાયાથી સ્વયં હણતા નથી, બીજા પાસે હણાવતા નથી અને હણતા એવા બીજાની અનુમોદના પણ કરતા નથી. બીજું વ્રત- ત્રિવિધ-ત્રિવિધ ભાંગાથી જ રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયા-લોભ-હાસ્ય-ભય-કલહ Page #233 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ વગેરેથી પ્રાણાંતે પણ મૃષાવાદ બોલતા નથી. મૃષાવાદ ચાર પ્રકારનો છે. સદ્ભાવનો નિષેધ ક૨વો. અસદ્ભાવનું ઉદ્દ્ભાવન કરવું, અર્થાતર કહેવું અને ગáવચન કહેવું. ૨૨૦ સદ્ભાવનો નિષેધ- જેમકે આત્મા નથી. અસદ્ભાવનું ઉદ્ભાવન- જેમકે આત્મા શ્યામક તંડુલમાત્ર છે અથવા લલાટમાં રહેલો છે. અર્થાતર કહેવું- જેમકે ગાયને અશ્વ આદિ શબ્દથી કહેવું. ગર્હવચન- જેમ કે કાણાને કાણા શબ્દથી જ બોલાવવો. ત્રીજું વ્રત- સાધુ ઉપયોગવાળો થયેલો ત્રિવિધ-ત્રિવિધ ભાંગાથી જ જીવથી, તીર્થંક૨થી, સ્વામીથી અને ગુરુથી નહીં અપાયેલી અલ્પ પણ વસ્તુને ગ્રહણ કરતો નથી. સચિત્ત વસ્તુને જીવ અદત્ત કહેવાય છે. પોતાના વિનાશની શંકાથી જીવે પોતાનાથી આશ્રિત શરીર અર્પણ ન કર્યું હોવાથી તેને ગ્રહણ ક૨ના૨ને જીવ અદત્ત લાગે. અથવા બળાત્કારે દીક્ષા અપાતો શિષ્ય પણ જીવ અદત્ત કહેવાય છે. અચિત્ત વસ્તુ પણ જે તીર્થંકરે અનુજ્ઞા નથી આપી એવી સુવર્ણ વગેરે વસ્તુને ગ્રહણ કરનારને તીર્થંકર અદત્ત લાગે. તીર્થંકરે અનુજ્ઞા આપી હોવા છતાં જે વસ્ત્ર-અશન આદિ વસ્તુ સ્વામીએ ન આપી હોય તેને ગ્રહણ કરનારને સ્વામી અદત્ત લાગે. સ્વામીએ અનુજ્ઞા આપી હોવા છતાં પણ જે વસ્તુનો કોઈપણ કારણથી ગુરુએ નિષેધ કર્યો હોય. જેમકે- ‘હે મુને ! તું આ વસ્તુને ગ્રહણ ન કરતો' લોભ આદિના કારણે તે વસ્તુ ગ્રહણ કરનારને ગુરુ અદત્ત લાગે. અથવા ગુરુ પાસે આલોચના કર્યા વિના ભોજન કરનારને ગુરુ અદત્ત લાગે. ચોથું વ્રત- સાધુ અઢાર પ્રકારનું મૈથુન ન સેવે. તેમાં ઔદારિક શરીર સંબંધી મૈથુન મનથી સ્વયં ન સેવે. બીજાને તેનું સેવન કરવામાં પ્રેરણા ન કરે. મૈથુન સેવતા બીજાની અનુમોદના પણ ન કરે. એમ ત્રણ ભેદ થયા. આ પ્રમાણે વચનથી પણ ત્રણ ભેદ થયા. કાયાથી પણ ત્રણ ભેદ થયા. આ બધા મળી નવ ભેદ થયા. ઔદારિકથી જેમ આ નવ ભેદ થયા તેમ વૈક્રિય શરીર સંબંધી મૈથુનથી પણ નવ ભેદ થયા. આ બધા મળીને અઢાર ભેદ થાય છે. પાંચમું વ્રત- સાધુ સંયમમાં ઉપકારક ઉપધિ સિવાયનો બધા ય પરિગ્રહનો ત્રિવિધ ત્રિવિધ ભાંગાથી ત્યાગ કરે છે. સંયમમાં ઉપકારક ઉપધિ ઔઘિક અને ઔપગ્રહિક એમ બે પ્રકારની છે. તેમાં જે પ્રવાહથી ગ્રહણ કરાય છે અને કારણે ભોગવાય છે તે વસ્ત્ર-પાત્ર-રજોહરણ આદિ ચૌદભેદવાળી ઔધિક ઉપધિ છે. અને જે કારણે ગ્રહણ કરાય છે અને કારણે ભોગવાય છે, તે સંથારો-ઉત્તરપટ્ટો આદિ અનેક પ્રકારે ઔપગ્રહિક ઉપધિ છે. મુનિ આ ઔધિક અને ઔપગ્રહિક ઉપધિ સંબંધી પણ મમત્વ ન ધરે. મમત્વરહિત હોવાથી જ સંયમયાત્રા માટે બંને પ્રકારની ઉપધિને ધારણ કરતા પણ મુનિઓ નિષ્પરિગ્રહી જ છે. કહ્યું છે જ કે न सो परिग्गहो वुत्तो, नायपुत्तेण ताइणा ॥ મુચ્છા પરિાદો વુત્તો, ડ્ર્ફે વુાં મહેસિળા || o || (વંશવૈ. . ૬, -૨) Page #234 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ અર્થ- (ભવ અટવીમાં) રક્ષણ કરનારા વીર સ્વામીએ તેને (ઉપધિને) પરિગ્રહ કહ્યો નથી. પણ મૂર્છાને પરિગ્રહ કહ્યો છે. આ પ્રમાણે મહાઋષિઓ કહે છે. અથવા મુનિ દ્રવ્ય વગેરે ચારેયમાં મમત્વ ન કરે. તેમાં દ્રવ્યથી ઉપધિ વગેરેમાં અથવા શ્રાવક વગેરેમાં, ક્ષેત્રથી નગર-ગ્રામ વગેરેમાં અથવા મનોજ્ઞ વસતિ વગેરેમાં, કાલથી શરદ વગેરેમાં અથવા દિવસ વગેરેમાં, ભાવથી શરીર પુષ્ટિ વગેરેમાં અથવા ક્રોધ વગેરેમાં મમત્વ ન કરે. છઠું વ્રત- મહાવ્રતમાં ઉપયોગી હોવાથી છઠ્ઠ રાત્રિભોજન નિવૃત્તિ વ્રત પણ મુનિઓએ અવશ્ય ધારણ કરવું જોઈએ. રાત્રિભોજન ચાર પ્રકારનું છે. દિવસે ગ્રહણ કરેલું દિવસે ખાય. દિવસે ગ્રહણ કરેલું રાત્રે ખાય. રાત્રે ગ્રહણ કરેલું દિવસે ખાય. રાત્રે ગ્રહણ કરેલું રાત્રે ખાય. તેમાં દિવસે અશન વગેરે ગ્રહણ કરીને રાત્રે વસતિમાં રાખી મૂકે અને બીજા દિવસે ખાનારને પહેલો ભાંગો લાગે. બાકીના ત્રણ ભેદ પણ સુગમ છે. આ ચારે પ્રકારનું પણ રાત્રિભોજન પંચમહાવ્રતનો વિઘાત કરનારું હોવાથી સ્વપર. આગમમાં નિષેધ કરેલો હોવાથી અને અશક્ય પરિહાર એવા કુંથુઆ આદિ સૂક્ષ્મ જીવવધવાળું હોવાથી વતીઓએ અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે. આ પ્રમાણે પાંચ મહાવ્રતના પાલનનું સ્વરૂપ કહ્યું. હવે પાંચ ઇંદ્રિયના નિગ્રહનું સ્વરૂપ આ પ્રમાણે છે આ પાંચ મહાવ્રતોનું પાલન કરવા ઇચ્છતો મુનિ શબ્દ-રૂપ-ગંધ-રસ-સ્પર્શ સ્વરૂપ પાંચ વિષયમાં રાગદ્વેષનો ત્યાગ કરવાથી શ્રોત્ર-નેત્ર-પ્રાણ-જિલ્લા-સ્પર્શન સ્વરૂપ પાંચ ઇંદ્રિયનો નિગ્રહ કરે છે. તે આ પ્રમાણે સુસ્વરવાળા મુરજ-વેણુ-વીણા-વનિતા વગેરેના શુભ અને કાગડા-ઊંટ-ઘુવડ-ગધેડા-ઘરટ્ટ વગેરેના અશુભ શબ્દ સાંભળીને, અલંકૃત કરેલા હાથી-ઘોડા-સ્ત્રી વગેરેના શુભ અને કુબડાકોઢિયા-વૃદ્ધ મરેલા વગેરેના અશુભ રૂપને જોઈને, ચંદન-કપૂર-અગરુ-કસ્તૂરી વગેરેના શુભ અને મલ-મૂત્ર-મૃત કલેવર વગેરેના અશુભ ગંધને સુંઘીને, મત્યંડી (ઉકાળેલા શેરડીના રસની રાબ), સાકર-મોદક વગેરેના શુભ અને લુખા, વાસી અન્ન, ખારા પાણી વગેરેના અશુભરસનો આસ્વાદ કરીને, સ્ત્રી-ગાદલા-દુકૂલ વગેરેના શુભ અને પથ્થર-કાંટા-કાંકરા વગેરેના અશુભ સ્પર્શને અનુભવીને જ્યારે આ મને ઈષ્ટ છે એમ રાગને અને આ મને અનિષ્ટ છે એમ દ્વેષને ધારણ ન કરે, ત્યારે તે મુનિ ક્રમે કરીને શ્રોત વગેરે ઇન્દ્રિયનો નિગ્રહ કરનારો થાય છે. જ્યારે ભક્તભોગી એવા કોઈક સાધુને પૂર્વે કરેલી ક્રીડાનું સ્મરણ થવા વગેરેથી અને બીજા કોઈને કુતૂહલના કારણે ઇન્દ્રિયો ઉદ્ધત બને છે, ત્યારે તેણે પોતાના આત્માને આ પ્રમાણે હિતશિક્ષા આપવી. પરિમિયાનું નુત્ર–મસંકિય વારિવાહિયં તેડું | परिणइविरसा विसया, अणुरंजसि ? तेसुं किं जीव ! ॥ १ ॥ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ આત્મપ્રબોધ અર્થ- હે જીવ ! આયુષ્ય પરિમિત છે, યૌવન કાયમ રહેતું નથી. શરીર વ્યાધિથી બાધા પામનારું છે, વિષયો પરિણામે વિરસ છે, તો પછી તેમાં રાગ કેમ કરે છે ? જે સાધુ ઇંદ્રિયોનો નિગ્રહ કરતો નથી પરંતુ ઉદ્ધત ઘોડાઓની જેમ ઇંદ્રિયોને સ્વેચ્છાચારી કરે છે, તે સાધુ આ લોકમાં અને પરલોકમાં મહા દુઃખનો ભાગી થાય છે. અહીં અન્વયવ્યતિરેકથી જ્ઞાતાધર્મકથાગમાં કહેલું બે કાચબાનું દૃષ્ટાંત આ પ્રમાણે છે બે કાચબાનું દષ્ટાંત વારાણસી નગરીની નજીકમાં ગંગા નદીમાં મૃદંગતીર નામના દ્રહમાં ગુખેંદ્રિય અને અગુફેંદ્રિય નામના બે કાચબા રહેતા હતા. એક વખત સ્થલચારી કીડા વગેરેના માંસના અર્થી તેઓ બંને દ્રહની બહાર નીકળ્યા અને દુષ્ટ બે શિયાળોએ તેમને જોયા. ત્યારે ભયભીત થયેલા તેઓ બંનેએ પોતાના ચારેય પગોને અને ડોકને કરોટિમાં ખોપરીમાં છૂપાવીને નિશ્રેષ્ટ થયેલા જાણે નિર્જીવ ન હોય તેમ રહ્યા. ત્યાર પછી બંને શિયાળો વારંવાર હલાવવા - ઊંચે ફેંકવા - નીચે ફેંકવા - પગથી ઘાત કરવો વગેરેથી કંઈ પણ બગાડવા સમર્થ ન થયા એટલે કેટલેક દૂર જઈને એકાંતમાં રહ્યાં. ત્યારે અગુસેંદ્રિય કાચબાએ ચપળતાથી પોતાના પગોને અને ડોકને જેટલામાં બહાર કાઢ્યા તેટલામાં તે બંને શિયાળે તરત તેના ટુકડેટુકડા કરી નાખ્યા. એટલે તે મરણ પામ્યો. અને બીજો અચપળ કાચબો ઘણા કાળ સુધી તે પ્રમાણે જ રહ્યો કે જ્યાં સુધી તે બંને શિયાળો ઘણો કાળ રહીને થાકેલા બીજી જગ્યાએ ગયા. ત્યાર પછી તે કાચબો ધીમે ધીમે દિશાનું અવલોકન કરીને કૂદકો મારીને તરત દ્રહમાં ગયો અને સુખી થયો. આ પ્રમાણે પાંચે અંગને ગોપવનાર કાચબાની જેમ પાંચે ઇદ્રિયોને ગોપવનારા ભવ્યાત્માઓ સદા સુખી થાય છે અને બીજા તો બીજા કાચબાની જેમ દુઃખી થાય છે. આથી મુનિઓએ પાંચે ઈદ્રિયનો જય કરવામાં પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રમાણે ઇંદ્રિયજયમાં બે કાચબાનો ઉપનય છે. આ પ્રમાણે ઈદ્રિયનિગ્રહરૂપ સંયમ કહ્યું. હવે કષાયજયનું સ્વરૂપ આ પ્રમાણે છે- પાંચે ઇંદ્રિયનો નિગ્રહ કરનાર સાધુ ઉદયમાં નહીં આવેલા ચારે ય કષાયોને ઉદયમાં નહીં આવવા દેવાથી અને ઉદયમાં આવેલા ચારે ય કષાયોને નિષ્ફળ કરવાથી જય કરે. અર્થાત્ નિરોધ કરે. જ્યાં પ્રાણીઓ કષાય છે = ખેંચાય છે તે કષ એટલે સંસાર. જેનાથી તે સંસારમાં જાય છે તે કષાય. અને તે ક્રોધ-માન-માયા-લોભના ભેદથી ચાર પ્રકારે છે. વળી તે ચારેયના પણ અનંતાનુબંધી વગેરે ચાર ભેદ છે. તેમાં અનંત ભવભ્રમણ કરાવવા દ્વારા બાંધે છે તે અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ. જેના ઉદયે જીવો સમ્યકત્વને પામતા નથી. અથવા સમ્યકત્વને પામ્યા હોય તો વમી નાંખે છે. જે કષાયો વિદ્યમાન હોય ત્યારે વિરતિરૂપ પચ્ચકખાણ સર્વથા પણ નથી થતું તે અપ્રત્યાખ્યાન કષાયો. જેના ઉદયે પ્રાપ્ત કરેલા સમ્યકત્વવાળા જીવોને પણ દેશવિરતિરૂપ પરિણામ થતો નથી. કદાચ થયો હોય તો પણ નાશ પામે છે. સર્વવિરતિરૂપ પ્રત્યાખ્યાનનું આવરણ કરે તે પ્રત્યાખ્યાનાવરણ. જેના ઉદયે જીવો સર્વવિરતિને પામતા નથી. પ્રાપ્ત થયેલી સર્વવિરતિને પણ નાશ કરે છે. પણ દેશવિરતિનો નિષેધ નથી. Page #236 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ ૨ ૨૩ સં એટલે કંઈક. ગ્રાન્તિ (રૂતિ વનનં) એટલે બાળે છે. જે કંઈક બાળે છે તે સંજવલન. જે પરિષહ અને ઉપસર્ગ આવી પડે છતે સાધુઓને પણ ઔદયિક ભાવમાં લાવે છે તે સંજવલન. જેનો ઉદય થયે છતે યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થતું નથી. બાકીના ચારિત્રના ભેદો હોય છે. આ અનંતાનુબંધી વગેરે કષાયો ક્રમે કરી લાવજીવ-વર્ષ-ચાર મહિના-પંદર દિવસ સુધી રહેનારા છે. નરક-તિર્યંચ-મનુષ્ય-દેવગતિને પ્રાપ્ત કરાવનારા છે. અગિયારમા ગુણ સ્થાનકના અગ્રભાગ સુધી આરૂઢ થયેલા પણ સાધુને પાડીને ફરી મિથ્યાવરૂપી અંધારા કૂવામાં પાડનારા છે. શુદ્ધ આત્મગુણનો ઘાત કરનારા છે. સર્વ અનર્થના મૂળ સ્વરૂપ છે. આથી સુબુદ્ધિશાળીઓએ આનો સર્વથા વિશ્વાસ ન કરવો જોઈએ. પરંતુ આનો નિગ્રહ કરવામાં જ પ્રયત્ન કરવો જોઈએ. કહ્યું છે કે जाजीववरिसचउमास-पक्खगा नरयतिरियनरअमरा । सम्माणुसव्वविरइ-अहक्खायचरित्तघायकरा ॥१॥ जइ उवसंतकसाओ, लहइ अणंतं पुणो वि पडिवायं । न हु तो वीससिअव्वं, थोवे वि कसायसेसंमि ॥२॥ तत्तमिणं सारमिणं, दुवालसंगीइ एस भावत्थो । जं भवभमणसहाया, इमे कसाया चइजति ॥ ३॥ અર્થ- માવજીવ-વરસ-ચારમાસ-પક્ષ સુધી રહેનારા, નરક-તિર્યંચ-મનુષ્ય-દેવગતિને પમાડનારા, સમ્યકત્વ-દેશવિરતિ-સર્વવિરતિ-યથાખ્યાત ચારિત્રનો ઘાત કરનારા છે. ૧ જો ઉપશાંત કષાય ગુણસ્થાનને પામેલો (પણ) સાધુ (કષાયના કારણે) ફરી પણ અનંત પ્રતિપાતને પામે છે, અર્થાત્ અનંતકાળ સુધી સંસારમાં ભમે છે, તો થોડો પણ કષાય બાકી રહ્યો હોય તો પણ તેનો વિશ્વાસ કરવા જેવો નથી. મેરા દ્વાદશ અંગનું આ જ તત્ત્વ છે, આ જ સાર છે, આ જ ભાવાર્થ છે કે ભવભ્રમણમાં સહાય કરનારા આ કષાયોનો ત્યાગ કરવામાં આવે. હા આ પ્રમાણે કષાય જય સ્વરૂપ સંયમ કહ્યું. - હવે દંડત્રયની વિરતિનું સ્વરૂપ આ પ્રમાણે છે- આ ચાર કષાયને જીતનારો સાધુ મનવચન-કાયારૂપ ત્રણ દંડથી વિરમે છે, એટલે કે ત્રણ ગુપ્તિને ધારણ કરે છે. અહીં આગમમાં કહેલી વિધિથી અકુશલ કર્મથી પાછા ફરેલા અને કુશલ કર્મમાં પ્રવર્તેલા મન-વચન-કાયારૂપ ત્રણ યોગો ગુમિ કહેવાય છે. મન મર્કટની જેમ ચંચળ છે. તેમાં મનોગુપ્તિની વિચારણામાં ખરેખર મન મર્કટની જેમ અતિ ચંચળ છે. કહ્યું છે કે लंघइ तरुणो गिरिणो य, लंघए जलनिहिं वि । भमइ सुरासुरठाणे, एसो मणमक्कडो कोइ ॥ १ ॥ અર્થ- આ મનરૂપી કોઈ માંકડો (વાંદરો) વૃક્ષને અને પર્વતને ઓળંગી જાય છે, સમુદ્રને પણ ઓળંગી જાય છે, અને સુર-અસુર સ્થાનમાં ભમે છે. જેના Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ આત્મપ્રબોધ આથી જ આ મુનિઓને પણ દુર્જય છે અને સર્વ કર્મબંધનું મુખ્ય કારણ છે. તેથી તેનું દમન કરવા ઇચ્છતા મુનિએ ઘણા પ્રકારની અસદ્ ભાવનાનો ત્યાગ કરીને બાર સદ્ભાવનામાં વિશેષથી આદર કરવો જોઈએ. જેથી તેવા પ્રકારનું ચંચળ પણ મન સુખેથી પોતાના વશમાં આવે. - તથા વચન ગુપ્તિની વિચારણામાં સાધુ સ્વાધ્યાય સિવાયના કાળે પ્રાયઃ કરીને મૌનનો જ આશ્રય કરીને રહે છે. ભૃકુટી, હાથ વગેરેની પણ સંજ્ઞા કરતો નથી. તેવા પ્રકારનું પ્રયોજન આવી પડે તો સત્ય અને અસત્ય અમૃષા વચન બોલે. તેમાં જે વસ્તુની પ્રતિષ્ઠા કરવાની આશાથી બોલાય તે સત્ય. જેમકે - જીવ કર્તા અને ભોક્તા છે. જે વસ્તુની પ્રતિષ્ઠાની આશા વિના કહેવાય તે આમંત્રણ આજ્ઞા વગેરે અસત્યઅમૃષા છે. જેમકે- હે દેવદત્ત ! આ કાર્ય કર. અહીં સત્ય પણ જે સાંભળનારને પ્રિય અને નિરવદ્ય હોય તે જ બોલે. સત્ય પણ અપ્રિય અને સાવદ્ય વચન ક્રોધઉત્પત્તિ, જીવઘાત આદિ ઘણા અનર્થનું કારણ હોવાથી, અસત્ય પ્રાયઃ હોવાથી તેનો ત્યાગ કરે. વળી પ્રયોજન વિના નિરવઘ પણ વાતૂલની જેમ જેમ તેમ ન બોલે. (૨૪) સત્ય પણ પ્રિય બોલવું હવે સત્ય પણ પ્રિય જ બોલે એમ જે કહ્યું नृपसचिवेभ्यनरादीं-स्तथैवं जल्पयति न खलु काणादीन् । न च संदिग्धे कार्ये, भाषामवधारिणी ब्रूते ॥२५॥ . નૃપ એટલે રાજા, સચિવ એટલે મંત્રી, ઈભ્યનર એટલે શ્રીમાન પુરુષ, તે છે આદિમાં જેઓને તે. આદિ શબ્દથી સામંત-શ્રેષ્ઠી-સાર્થવાહ વગેરે. તે નૃપ વગેરેમાં નૃપત્ર આદિ ભાવ રહે તે પ્રમાણે જ બોલાવે. રાજાને રાજા કહીને, મંત્રીને મંત્રી કહીને, ઈભ્યને ઈભ્ય કહીને બોલાવે. તે પ્રમાણે આચારાંગ સૂત્રનો પાઠ છે તેવા પ્રકારના કાંણા, કુબડા વગેરે જે માણસો તેવા પ્રકારની કાંણો, કુબડો વગેરે ભાષાથી બોલાવાયેલા ગુસ્સે ન થાય, તેવા પ્રકારના તે માણસોને તેવા પ્રકારની ભાષાથી (બોલવાનું) ઇચ્છીને બોલાવે. અર્થાત્ જે રીતે બોલાવવાથી ગુસ્સે ન થાય તે રીતે બોલાવે. (આચારાંગશ્રુતસ્કંધ-૨, ચૂલિકા-૨, અધ્યયન-૪, ઉદેશો-૨, સૂ૧૩૬) પરંતુ કાણા વગેરેમાં આ નીતિ અનુસરવા યોગ્ય નથી. કહ્યું છે કે- કાણા વગેરેને કાણા વગેરે નામથી ન બોલાવે. આદિ શબ્દથી કોઢીયાને કોઢીયો કહી, નપુંસકને નુપંસક કહી, કુબડાને કુબડો કહી, ચોરને ચોર કહી ન બોલાવે. દશવૈકાલિક આગમ (૭/૧૨) માં કહ્યું છે કે तहेव काणं काणेत्ति, पंडगं पंडगेत्ति वा। વાદિ વાવિ િિત્ત, તેનું વોરે ત્તિ નો વા . ૨ / (રવૈ. એ. ૭ -૧૨) અર્થ- કાણાને કાણો, નપુંસકને નુપસક, વ્યાધિવાળાને રોગી અને ચોરને ચોર એ પ્રમાણે ન કહે. તથા સંદેહવાળા કાર્યમાં આ આ પ્રમાણે જ છે એ પ્રમાણે અવધારણવાળી ભાષા ન બોલે. પરંતુ વર્તમાનયોગ જ કહે. એટલે કે- “કદાચ આ પ્રમાણે હોય' એમ કહે. કહ્યું છે કે Page #238 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ ૨૨૫ आउस्स न वीसासो, कज्जस्स बहूणि अंतरायाणि । तम्हा साहूणं वट्टमाणजोगेण ववहारो ॥ १ ॥ અર્થ- આયુષ્યનો વિશ્વાસ નથી, કાર્યો ઘણાં વિઘવાળા હોય છે તેથી, સાધુઓનો વર્તમાન યોગથી વ્યવહાર છે. અર્થાત્ કોઈ “અમારા ઘરે ગોચરી માટે પધારો” એમ વિનંતી કરે ત્યારે સાધુ આવીશ એમ ન કહે અને નહીં આવું એમ પણ ન કહે પણ “વર્તમાન યોગ” કહે. આવીશ એમ કહે અને આયુષ્યનો વિશ્વાસ ન હોવાથી અથવા કાર્યો વિઘવાળાં હોવાથી જવાનું ન થાય તો મૃષાવાદ થાય. નહીં આવું એમ કહે અને કારણે જવાનું થાય. તો પણ મૃષાવાદ થાય તેથી સાધુઓએ વર્તમાન યોગ” નો જ પ્રયોગ કરવો જોઈએ. વળી- આ વાછરડાઓ ધુંસરીને યોગ્ય થઈ ગયા છે. આ પાકેલા આંબા ખાવા યોગ્ય થયા છે, આ વૃક્ષો થાંભલા યોગ્ય ભારને યોગ્ય, પટ્ટકને યોગ્ય, શવ્યાને યોગ્ય, આસનને યોગ્ય છે, આ શાલિ, ઘઉં આદિ ધાન્યો લણવાને યોગ્ય છે, આવા પ્રકારના વચનો સાધુ ન બોલે. પ્રશ્ન- આવા વચનો શા માટે ન બોલે ? ઉત્તર- સાધુનું વચન ભરોસાપાત્ર હોય છે. આથી સાધુના વચનથી વાછરડા આદિ દમન આદિ ક્રિયાને યોગ્ય થયા છે એમ નિશ્ચય કરીને સાંભળનારા પુરુષો તે તે દમન આદિ ક્રિયામાં પ્રવર્તે, તેથી મહા આરંભ થાય. આવી સંભાવના હોવાથી સાધુ આવાં વચનો ન બોલે. તથા માતા-પિતા-ભાઈ-બહેન આદિ સ્વજનોને હે માત ! હે તાત ! હે ભ્રાત ! ઇત્યાદિ સંબંધવાળા શબ્દોથી ન બોલાવે. પ્રશ્ન- શા માટે આવા શબ્દોથી ન બોલાવે ? ઉત્તર- સાધુઓ લોકોત્તર આચારમાં રહેલા હોવાથી લૌકિક સંબંધવાળી ભાષા બોલવામાં તેમનો અધિકાર નથી. કહ્યું છે કે दम्मे वसहे खजे, फले य थंभाइसमुचिए रुक्खे । . __ गिज्झे अन्ने जणयाइत्ति यति सयणे वि न लवेइ ॥ १ ॥ અર્થ- સાધુ જનસમાગમમાં વાછરડા દમવા યોગ્ય થયા છે. ફળો ખાવા યોગ્ય થયા છે, વૃક્ષો થાંભલા આદિને ઉચિત થયા છે, ધાન્ય લણવા યોગ્ય થયું છે એવું વચન નિદ્રામાં પણ ન બોલે.(૨૫) વળી અહીં જે વિશેષ છે તે કહેવાય છેराजेश्वराद्यैश्च कदाऽपि धीमान्, पृष्टो मुनिः कूपतडागकार्ये । अस्तीति नास्तीति वदेन पुण्यं, भवन्ति यद्भूतवधान्तरायाः ॥२६॥ રાજાઓ એટલે માંડલિક રાજાઓ, ઈશ્વરો એટલે યુવરાજો, આદ્ય શબ્દથી ગામનો અધિપ વગેરે સમજવા. આ લોકોથી ક્યારે પણ કૂવા-તળાવ અને ઉપલક્ષણથી પરબ-સત્રાગાર આદિના Page #239 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ કાર્યમાં, કૂવા વગેરેને કરાવતા મને પુણ્ય થાય કે નહીં, એ પ્રમાણે પૂછાયેલો બુદ્ધિમાન, સારી રીતે આગમને જાણનારો મુનિ અહીં મહાપુણ્ય છે માટે કૂવો વગેરે કરાવ તથા અહીં અલ્પ પણ પુણ્ય નથી માટે કૂવા વગે૨ે ન કરાવ. એમ બંને પ્રકારે પણ ન કહે. ૨૨૬ અહીં યુક્તિને કહે છે- જો આ કરાવવાથી પુણ્ય થાય છે એમ કહે તો પાણી સૂકાઈ જવાના સમયે જલને આશ્રયી રહેલી શેવાળ આદિ અનંતકાયિકો અને પોરા-શંબૂક-માછલા-દેડકા આદિ ત્રસોનો પ્રત્યક્ષ વિનાશ દેખાતો હોવાથી અને માછલા વગેરેનો પણ અન્યોન્ય જીવ ભક્ષણ થતો હોવાથી જીવવધ થાય. તથા પુણ્ય નથી એમ કહે તો તૃષાથી દુઃખી થયેલા પશુ-પક્ષી-મનુષ્યોને જલપાનનો વ્યવચ્છેદ થવાથી અંતરાય દોષ લાગે. તેથી મૌનનું જ આલંબન કરે. અથવા આવા પ્રકારના કાર્યોમાં અમારે બોલવાનો અધિકાર નથી એમ કહે. સૂત્રકૃતાંગ સૂત્રમાં કહ્યું છે કે तहा गिरं समारब्भे, अत्थि पुण्णंति नो वए । अहवा नत्थि पुण्णंति, एवमेयं महब्भयं ॥ १ ॥ दाणा य जे पाणा, हम्मंति तसथावरा । तेसिं सारक्खणट्ठाए, तम्हा अत्थित्ति नो वए ॥ २ ॥ जेसिं तं उवकप्पंति, अन्नपाणं तहाविहं । सिं लाभंतरायं ति, तम्हा नत्थि त्ति नो वए ॥ ३ ॥ जे अ दाणं पसंसंति, वहमिच्छंति पाणिणं । जे य णं पडिसेहंति, वित्तिच्छेयं करेंति ते ॥ ४ ॥ दुहओ वितेन भाति, अत्थि वा नत्थि वा पुणो । आयंरयस्स हिच्चा णं, निव्वाणं पाउणंति ते ॥ ५ ॥ અર્થ- (આ અમારા અનુષ્ઠાનથી પુણ્ય છે કે પાપ છે ? એમ મુનિને પૂછતાં) તે આ સમારંભમાં પુણ્ય છે એમ પણ ન કહે તેમ જ તેમાં પુણ્ય નથી એમ પણ ન કહે. કેમકે એ પ્રકારે મહાભય થાય છે. (૧) દાનના માટે (અન્નપાણી આપવામાં) જે ત્રસ અને સ્થાવર જીવો હણાય માટે આ તમારા અનુષ્ઠાનમાં પુણ્ય છે એમ પણ સાધુ ન કહે. (૨) તે જીવોના રક્ષણ જે લોકોને માટે તથાવિધ અન્નપાણી બનાવે છે તેમાં પુણ્ય નથી એમ નિષેધ કરે તો તે લોકોને લાભાંતરાય થાય તેથી પુણ્ય નથી એમ ન કહે. (૩) જે સાધુઓ દાનની પ્રશંસા કરે છે તે પ્રાણીના વધની ઇચ્છા કરે છે. અને જે સાધુઓ નિષેધ કરે છે તે અનેક જીવોની આજીવિકાનો છેદ કરે છે. (૪) Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૭ ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ | ‘હા’ કે ‘ના બંને પ્રકારની ભાષા બોલે નહીં. કેમ કે તેમ બોલવાથી કમરનો લાભ થાય છે. માટે, મૌન રહેનારા કે નિરવઘ બોલનારા સાધુઓ કર્મરજના લાભનો ત્યાગ કરીને નિર્વાણને પામે છે. (૫) વિપત્તિમાં પણ સત્ય બોલવું તથા દત્તની આગળ કાલિકાચાર્ય જે પ્રમાણે સત્ય જ વચન કહ્યું હતું તેમ સુકૃતના અર્થી એવા સાધુઓએ વિપત્તિમાં પણ સત્ય જ વચન બોલવું જોઈએ, પણ મૃષા વચન ન બોલવું જોઈએ. કાલિકાચાર્યનું દૃષ્ટાંત તુરમિણી નગરીમાં કાલિકાચાર્યના ભાણેજ દત્ત નામના પુરોહિતે કપટથી પોતાના સ્વામી રાજાને કારાગારમાં નાખીને સ્વયં રાજ્યનો ભાર ધારણ કર્યો. કોઈ વખત માતાની પ્રેરણાથી આચાર્ય પાસે ગયેલા તેણે ઉન્મત્તપણાથી અને ધર્મની ઈર્ષાના કારણે ક્રોધપૂર્વક અને આગ્રહપૂર્વક શ્રી કાલિકાચાર્યને યજ્ઞનું ફળ પૂછયું. એટલે ગુરુએ ઘેર્યનું આલંબન કરીને તેની આગળ યજ્ઞ હિંસારૂપ છે અને હિંસાનું ફળ નરક છે એમ સત્ય જ વચન કહ્યું, પણ અસત્ય ન કહ્યું. ત્યાર પછી “આમાં ખાતરી શું? એમ પૂછ્યું એટલે આચાર્યે કહ્યું તું સાતમા દિવસે કૂતરાથી ભક્ષણ કરાયેલો કુંભમાં પકાવાશે. “આમાં પણ ખાતરી શું છે ?' એ પ્રમાણે તેણે પૂછ્યું. એટલે ગુરુએ કહ્યું તે જ દિવસે અકસ્માત્ તારા મુખમાં વિષ્ટા પડશે. ત્યાર પછી ગુસ્સે થયેલા દત્તે કહ્યું: ‘તું કેવી રીતે મરીશ ?” ત્યારે ગુરુએ કહ્યું હું સમાધિથી જ મરીશ અને મરેલો પણ સ્વર્ગમાં જઈશ. ત્યારે અહંકારવાળો થયેલો દત્ત ત્યાંથી ઊભો થઈને પોતાના સુભટો પાસે સૂરિને અવરોધાવીને પોતાના ઘરે આવીને સમાધિથી ગુપ્ત રીતે રહ્યો. ત્યાર પછી તે દર મતિમોહથી સાતમા દિવસને પણ આઠમો દિવસ છે એમ માનતો આજે આચાર્યના પ્રાણથી શાંતિ કર્મ કરું. આ પ્રમાણે વિચારીને ઘરમાંથી નીકળ્યો. ત્યારે એક માળીએ નગરીમાં પ્રવેશતાં કાર્યમાં આકુળ હોવાથી રાજમાર્ગમાં જ મલનો ઉત્સર્ગ કરીને તેને પુષ્પથી ઢાંકી દીધું. તેટલામાં તે જ માર્ગમાં જતા દત્તના ઘોડાના ખુરથી ઉડેલી તે વિષ્ટા તેના મુખમાં પડી, ત્યારે તે વિષ્ટાના સ્વાદથી ચમત્કાર પામેલો તે સાતમા દિવસને જાણીને ખેદ પામેલો પાછો ફર્યો. ત્યારે એના ઘણા પ્રકારના દુરાચારથી ખેદ પામેલા મૂળ મંત્રીઓએ જિતશત્રુ રાજાને પાંજરામાંથી બહાર કાઢીને રાજ્ય ઉપર સ્થાપિત કર્યો. દત્તને કપટથી બાંધીને રાજાને સમર્પિત કર્યો, અને રાજાએ કુંભિમાં નાખીને નીચે અગ્નિ પેટાવીને કૂતરાઓને મૂકીને કદર્થના કરાયેલો મરીને નરકમાં ગયો. આચાર્ય તો રાજા વગેરેથી બહુમાન કરાયા. આ પ્રમાણે વચનગુપ્તિમાં કાલિકાચાર્યનો વૃત્તાંત પૂર્ણ થયો. આ પ્રમાણે સદ્ભનિઓએ વચનગુપ્તિ ધારણ કરવી જોઈએ. ' તથા કાયગુપ્તિની વિચારણામાં સાધુ કાયોત્સર્ગથી અથવા પદ્માસન વગેરેથી શરીરના વ્યાપારને રોકે. હવે તેવા પ્રકારના ગમન-શયન આદિ પ્રયોજન આવે તો શરીરને પ્રવર્તાવતો પદે પદે મારા શરીરથી કોઈ પણ જીવનો વધ ન થાઓ. એવા પ્રકારની યતના વિચારે. કારણ કે યતના વિના પગલે પગલે છ જવનિકાયનો વિઘાત થાય છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ કહ્યું છે કે गमणट्ठाणनिसीयण, तुअट्टणगाहणनिसरणाईसु । कायं असंवरंतो, छण्हं पि विराहओ होइ ॥ १॥ અર્થ- જવું – ઊભા રહેવું – બેસવું – પડખું બદલવું - લેવું - નીકળવું આદિમાં કાયાનો સંવ૨ ન કરતો સાધુ છયે જીવનિકાયનો વિરાધક થાય છે. આ પ્રમાણે કાયગુપ્તિ કહી. તે કહેવાની સાથે ત્રણ ગુપ્તિઓ કહી. તે કહેવા દ્વારા સત્તર પ્રકારનો સંયમ કહેવાયો. આત્મપ્રબોધ (૭-૮-૯-૧૦) સત્ય-શૌચ-આર્કિચન્ય-બ્રહ્મચર્ય- ત્યાર પછી દશ પ્રકારના યતિધર્મમાં સત્ય વગે૨ે ચાર ભેદો બાકી રહ્યા. તેમાં મૃષાવાદથી વિરતિ એ સત્ય છે. સંયમમાં નિરતિચારપણું એ શૌચ છે. નિષ્પરિગ્રહપણું એ આર્કિચન્ય છે. સર્વથા કામક્રિયાનો નિષેધ તે બ્રહ્મચર્ય છે. અહીં કેટલાક ભેદો કેટલાક ભેદોની અંદર આવી જતા હોવા છતાં સ્પષ્ટ રીતે જાણીસ્વીકારી શકાય માટે અલગ-અલગ કહેલા છે, એમ બુદ્ધિશાળીઓએ સ્વયં જાણવું. આ પ્રમાણે દશ પ્રકારનો યતિધર્મ કહ્યો. (૨૬) પ્રમાદનો સર્વથા ત્યાગ કરવો જોઈએ હવે સુદુર્લભ એવા આ મુનિધર્મમાં સાધુઓએ સર્વથા પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ એ પ્રમાણે બતાવે છે– भवसयसहस्सदुलहे, जाईजरामरणसागरुत्तारे । जइधम्मंमि गुणायर !, खणमवि मा काहिसि पमायं ॥ २७ ॥ હે ગુણવાનૢ સાધુ ! લાખો ભવોમાં દુર્લભ તથા જન્મ-જરા-મરણરૂપી સાગરથી ઉતારનારા યતિધર્મમાં ક્ષણ પણ પ્રમાદ ન કર. કારણ કે પ્રમાદ મહા અનર્થનું કારણ છે. (૨૭) વળી सेणावई मोहनिवस्स एसो, सुहाण जं विग्घकरो दुरप्पा । महारिऊ सव्वजियाण एसो, कयावि कज्जो न तओ पमाओ ॥ २८ ॥ આ દુરાત્મા પ્રમાદ મોહરાજાનો સેનાપતિ છે. આથી જ મોક્ષસુખમાં વિદ્ન કરનારો છે. વિજ્ઞ કરનારો હોવાથી જ સર્વજીવોનો મહાન શત્રુ છે. તેથી જેમણે ૫૨માર્થને જાણ્યો છે એવા મુનિઓએ ક્યારે પણ આ પ્રમાદ ન કરવો જોઈએ. (૨૮) વળી બીજું— थोवोऽवि कयपमाओ, जइणो संसारवड्डणो भणिओ । जह सो सुमंगलमुणी, पमायदोसेण पयबद्धो ॥ २९ ॥ કરાયેલો થોડો પણ પ્રમાદ સાધુના સંસારને વધારનારો કહ્યો છે. જેમકે- તેં સુમંગલાચાર્ય મુનિ જરાક પ્રમાદના દોષથી ચામડાથી બંધાયેલા પગવાળા જ જન્મ્યા. આનો વૃત્તાંત આ પ્રમાણે છે Page #242 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ ૨૨૯ સુમંગલાચાર્યનું દૃષ્ટાંત આ ભરતક્ષેત્રમાં પાંચસો શિષ્યોથી પરિવરેલા સુમંગલ નામના આચાર્ય હતા. તે પ્રમાદ વિના હંમેશા શિષ્યોને સૂત્રાર્થની વાચના આપતા હતા. એક વખત વા આદિના કારણે આચાર્યને કેડમાં વેદના થઈ. તેથી વાચના માટે ઉભા થવા અસમર્થ આચાર્યે શિષ્યોને કહ્યું કે- ગૃહસ્થના ઘરમાંથી યોગપટ્ટો લાવો. શિષ્યો પણ ગુરુના વચનથી યોગપટ્ટો લાવ્યા. ત્યાર પછી આચાર્યે તેને કેડમાં બાંધીને પલાઠી વાળી. તેના કારણે અતિ સુખને પામેલા આચાર્ય તેને ક્ષણ પણ મૂકતા નથી. ત્યાર પછી કેટલાક દિવસો પછી શિષ્યોએ કહ્યું: હે ભગવન્! હમણાં આપના શરીરમાં સુખ થયું છે. આથી આ યોગપટ્ટો ગૃહસ્થને પાછો આપવા યોગ્ય છે, અને આ પ્રમાદ સ્થાન ત્યાગ કરવા યોગ્ય છે. કારણ કે થોડા પણ પ્રમાદથી સંસારની ઘણી વૃદ્ધિ થાય છે. ત્યારે આચાર્યે કહ્યું: યોગપટ્ટો ધારણ કરવામાં શું પ્રમાદ છે ? આ તો મારા શરીરને સુખ કરનારો છે. ત્યાર પછી તે વિનીત શિષ્યો મૌન ધારણ કરીને રહ્યા. હવે કેટલાક કાળે તે સુમંગલસૂરિએ શ્રુતના ઉપયોગથી પોતાના આયુષ્યનો સમય જાણીને એક વિશિષ્ટ ગુણવાળા શિષ્યને આચાર્યપદે સ્થાપીને અને સ્વયં સંલેખના કરીને કાળ પસાર કરતા રહ્યા. ત્યાર પછી શિષ્યોએ શુભધ્યાનને પામેલા ગુરુને નિર્ધામણા કરાવતા આ પ્રમાણે કહ્યું : હે ભગવંત ! વ્રત ગ્રહણ કરવાથી માંડીને જે કાંઈ પણ પ્રમાદ સ્થાનનું સેવન કર્યું હોય તેની આલોચના કરો, પ્રતિક્રમણ કરો. ત્યારે આચાર્ય યોગપટ્ટને ધારણ કરવા સિવાયના બધા પ્રમાદ સ્થાનની આલોચના કરી, પ્રતિક્રમણ કર્યું. ત્યારે શિષ્યોએ કહ્યું: હે સ્વામી! યોગપટ્ટ ધારણ કરવાના પ્રમાદની પણ આલોચના કરો. તે વચન સાંભળીને કોપાનલથી બળેલા તે આચાર્યે કહ્યું: અરે દુષ્ટો ! તમે અતિદુર્વિનીત છો. જે હજી પણ યોગપટ્ટથી થયેલા મારા દૂષણને ગ્રહણ કરો છો. ત્યાર પછી તે શિષ્યોએ ગુરુને ગુસ્સે થયેલા જાણીને વિનયથી કહ્યું: હે સ્વામી ! અમારા અપરાધની ક્ષમા કરો. અમોએ અજ્ઞાનતાથી આપને અપ્રીતિ કરનારું વચન કહ્યું. હવે પછી આવું વચન નહીં બોલીએ. હવે તેઓના વચનથી આચાર્ય શાંતકાંપવાળા થયા. પરંતુ યોગપટ્ટના વિષયમાં તેમનું ધ્યાન રહ્યું. તેથી તે આચાર્ય તે પ્રમાદસ્થાનની આલોચના કર્યા વિના કાલ માસે કાળ કરીને અનાર્યદેશમાં કૂડાગાર નગરમાં મેઘરથ રાજાની વિજયા નામની રાણીની કુક્ષીમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા. પ્રસવ સમયે કેડમાં વીંટળાયેલા ચામડાના પટ્ટાથી બાંધેલા પગવાળા જ પુત્રરૂપે ઉત્પન્ન થયા. રાજાએ તેનો જન્મ મહોત્સવ કરીને બારમા દિવસે દઢરથ એ પ્રમાણે તેનું નામ કર્યું. - ત્યાર પછી પાંચ ધાત્રીઓથી પાલન કરાતો જ્યારે આઠ વર્ષનો થયો ત્યારે કલાચાર્ય પાસે બહોંતેર કલાનો અભ્યાસ કરાવ્યો. ક્રમે કરીને સકલ કલામાં કુશળ થયો. તેમાં પણ સંગીતશાસ્ત્રમાં વિશેષથી નિપુણ થયો. સંગીતશાસ્ત્રમાં નિપુણ સાંભળીને જ ગાંધતતાની કલ્મ બતાવવા માટે ત્યાં આવે છે, પરંતુ સંપૂર્ણ સંગીતના ભેદોને નહીં જાણતા તેઓ કુમારના ચિત્તને રંજન કરવા માટે સમર્થ થતા નથી. તેથી કુમાર તેઓને નિરુત્સાહવાળા જોઈને ઘણું દ્રવ્ય આપીને સંતોષે છે અને સંતોષ પામેલા તેઓ સ્થાને સ્થાને દઢરથની કીર્તિ ફેલાવે છે. આ પ્રમાણે સુખેથી કાલ પસાર થાય છે. આ બાજુ જે શિષ્યો હતા તેમાંથી વિશુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્રને ધારણ કરનારા, ઘણા Page #243 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ પ્રકારના તપને કરનારા, આચાર્ય વગેરે કેટલાક સાધુઓ વિશુદ્ધ અધ્યવસાયથી અવધિજ્ઞાન પામીને તેના બળથી પોતાના ગુરુના સ્વરૂપને જોતા અનાર્યક્ષેત્રમાં તેવા પ્રકા૨ની અવસ્થામાં રહેલા પોતાના ગુરુના જીવને જોઈને ‘પ્રમાદાચરણને ધિક્કાર થાઓ ધિક્કાર થાઓ, કારણ કે થોડા પણ પ્રમાદથી અહીં સંસારમાં જીવો અમારા ગુરુની જેમ અતિ ઘણા દુઃખના ભાગી થાય છે.' ઇત્યાદિ વિચાર્યું. ૨૩૦ ત્યાર પછી તેઓમાંથી જે આચાર્ય હતા તેમના મનમાં આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો. જો કોઈ પણ ઉપાયથી આ અમારા ગુરુ અનાર્ય ક્ષેત્રમાંથી આ આર્યક્ષેત્રમાં લાવવામાં આવે તો સારું થાય. ત્યાર પછી સૂરિએ આ વિચાર સર્વ સાધુઓને જણાવીને એક યોગ્ય સાધુને પોતાના ગણનો ભાર સોંપીને અનાર્ય દેશમાં શુદ્ધ આહાર દુર્લભ માનીને તેવા પ્રકારના દૃઢ સંઘયણવાળા, તપાચરણની શક્તિથી યુક્ત કેટલાક જ સાધુઓને સાથે લઈને ત્યાંથી વિહાર કરીને દરેક ગામમાં વિચરતા, આર્યક્ષેત્ર પછી આહારની ગવેષણા નહીં કરતા, અર્થાત્ આહાર નહીં લેતા, ક્રમે કરી અનાર્યક્ષેત્રમાં યાનક દેશમાં જ્યાં ફૂડાગાર નગર છે ત્યાં આવીને તેની નજીકમાં રહેલા ઉદ્યાનમાં જીવરહિત ભૂમિનું પડિલેહણ કરીને ઇંદ્ર વગેરેનો અવગ્રહ યાચીને રહ્યા. ત્યારે તે નગરના લોકો પૂર્વે નહીં જોયેલા સાધુને જોઈને આ કોણ છે ? એ પ્રમાણે વિચારતા સાધુની નજીક આવીને પૂછ્યું કે- તમે કોણ છો ? સાધુઓએ કહ્યુંઃ ‘અમે નટો છીએ.’ લોકોએ કહ્યું: જો નટ છો તો રાજા પાસે જાઓ, જેથી તમને ઇચ્છિત ધનની પ્રાપ્તિ થાય. સાધુઓએ કહ્યું: અમે કોઈની પાસે નહીં જઈએ. જે અમારી પાસે આવશે તેને અમારી નૃત્યકળા બતાવશું. ત્યારે ફરી લોકોએ કહ્યું: જો તમે રાજા પાસે નહીં જાઓ તો પછી કોના ઘરે ભોજન કરશો ? તેઓએ કહ્યું: અમે ભોજન નથી કરતા. ત્યારે તે બધાય લોકો વિસ્મય પામ્યા અને કેટલાકે સાધુઓને પ્રતિલેખના અને પ્રતિક્રમણ આદિ ક્રિયા કરતા જોઈને પૂછ્યુંઃ તમે આ શું કરો છો ? સાધુઓએ કહ્યું: અમે નૃત્ય સંબંધી પરિશ્રમ કરીએ છીએ. ત્યાર પછી તે લોકો પોતાના સ્થાનમાં ગયા. આ વાત નગરમાં ફેલાઈ ગઈ. રાજા પણ કોઈના મુખેથી તે વાત સાંભળીને વિસ્મય પામેલો તેઓના સ્વરૂપને જોવા માટે ત્યાં આવ્યો. ત્યાં તે સાધુઓને જોઈને આ પ્રમાણે કહ્યું: તમે કોણ છો ? ક્યા સ્થાનથી અને કયા પ્રયોજનથી અહીં આવ્યા છો ? આચાર્યે કહ્યું: હે દેવાનુપ્રિય ! અમે નટો છીએ. દૂરદૂરથી તમને અમારી કલા બતાવવા માટે અહીં આવેલા છીએ. ત્યાર પછી રાજાએ કહ્યું: નૃત્ય બતાવો. આચાર્યે કહ્યું: જે સંગીતશાસ્ત્રમાં નિપુણ હોય તેની પાસે અમે નૃત્ય કરીશું. રાજાએ કહ્યુંમારો પુત્ર બધું જાણે છે. ગુરુએ કહ્યું: તો તેને જલદીથી અહીં લાવો. તેથી રાજાએ માણસોને મોકલીને કુમારને બોલાવ્યો. તે પણ શિબિકામાં બેસીને તરત ત્યાં આવીને સાધુઓને આ પ્રમાણે કહ્યું: જો તમે સંગીતશાસ્ત્રમાં કુશળ છો તો પહેલાં સંગીતના ભેદો કહો. ત્યારે આચાર્યે શ્રુત આદિના બળથી બધા ય સંગીતના ભેદો કુમારની આગળ કહ્યાં. તેને સાંભળીને અતિ વિસ્મય પામેલો કુમાર મનમાં વિચારવા લાગ્યો કે- ખરેખર ! આ નટાચાર્ય સર્વશાસ્ત્રમાં વિશારદ છે. આના જેવો બીજો કોઈ પણ નથી. તેથી હમણાં આની નૃત્યકળા જોઈએ. આ પ્રમાણે વિચારીને તેણે સાધુઓને આ પ્રમાણે કહ્યું: હે નટો ! નૃત્ય કરો. જેથી તમારી કલાની પરીક્ષા કરીએ. આચાર્યે કહ્યું: પહેલાં નૃત્યના ઉપકરણો લાવો. ત્યારે કુમારે પોતાના માણસોને મોકલીને Page #244 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ નૃત્યનાં બધાય ઉપકરણો મંગાવ્યાં. ત્યાર પછી વાજિંત્રનો અવાજ કરતા આચાર્યે પહેલાં મધુર સ્વરથી તે પ્રમાણે આલાપ કર્યો કે જેથી તેને સાંભળીને બધાય લોકો ચમત્કાર પામ્યા, અને જાણે ચિત્રમાં દોરેલા હોય તેવા થયા. ત્યાર પછી નૃત્યના આરંભમાં આચાર્યે આ ધ્રુવક કહ્યું: તે આ પ્રમાણેधिद्धि पमायललियं, सुमंगलोऽवत्थमेरिसिं पत्तो । किं कुणिमो अंवडया, पसरंति न अम्ह गुरुपाया ॥ १ ॥ ૨૩૧ હે વત્સ ! આ પ્રમાદના લાલિત્યને ધિક્કાર હો, કે જેથી સુમંગલ આવી દશાને પામ્યા ! પૂર્વ કર્મના દોષથી અમારા ગુરુના કઠીન ચરણ પ્રસરતા નથી. તેમાં અમે શું કરીએ ? ત્યાર પછી આચાર્યે કહેલા આ જ વાક્યને બધા ય સાધુઓ પણ મોટા અવાજથી ગાવા લાગ્યા, અને વીણા વગેરે વગાડવા લાગ્યા. ત્યારે કુમારે વારંવાર બોલાતા તે ધ્રુવકને સાંભળીને મનમાં વિચાર્યું: આ લોકો આ શું બોલે છે ? સુમંગલ કોણ છે ? તેણે કેવી રીતે પ્રમાદ કર્યો ? ત્યાર પછી જેટલામાં તે આ પ્રમાણે ઇહા-અપોહ કરવા લાગ્યો તેટલામાં તરત મૂર્છાને પામી ભૂમિ ઉપર પડ્યો, અને હાહાકાર થયો. ત્યારે રાજા વગેરેએ શીતલ ઉપચાર કર્યા એટલે ચેતના પામેલો કુમાર પોતાના પૂર્વભવને યાદ કરીને પૂર્વના શિષ્યો એવા તેઓને જોઈને આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યો. અહો ! આ સંસાર દુઃખમય છે. અહો ! કર્મની ગતિ વિચિત્ર છે. કારણ કે આ સંસારમાં દુષ્કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા પ્રમાદના દોષથી આ જીવો ઘણા પ્રકારના દુઃખને અનુભવે છે. હું પણ જરાક પ્રમાદાચારણથી આવા પ્રકારની અવસ્થાને પામ્યો. ત્યારે કુમારને આ પ્રમાણે વિલાપ કરતો જોઈને રાજાએ વિચાર્યુંઃ નક્કી આ ધૂતારાઓએ મારા આ કુમારને ગાંડો કર્યો છે. આથી આ લોકોને મારી નાખવા જોઈએ. ત્યાર પછી રાજાએ રોષથી પોતાના સેવકોને તેઓનો વધ કરવાનો આદેશ આપ્યો એટલે કુમારે કહ્યું: હે તાત ! આ લોકો હિત કરનારા છે. ૫૨નું કાર્ય કરનારા છે. આથી પૂજવા યોગ્ય છે. વધ-બંધન આદિને યોગ્ય નથી. ત્યાર પછી રાજાએ પણ કુમારના વચનથી સાધુઓનો ઘણો સત્કાર આદિ સેવા કરી. ત્યાર પછી કુમારે સાધુઓને એકાંતમાં લઈ જઈને આ પ્રમાણે કહ્યું: હે દેવાનુપ્રિયો ! આ અનાર્ય ક્ષેત્ર છે. લોકો પણ અનાર્ય છે. અહીં સદ્ધર્મની વાત પણ સંભળાતી નથી. તેથી હમણાં મારી કઈ ગતિ થશે ? ત્યારે આચાર્યે કહ્યું: તું અમારી સાથે આવ- જેથી તારી કાર્યસિદ્ધિ થાય. કુમારે કહ્યું: પગ બંધાયેલા હોવાના કારણે હું ચાલવા માટે સમર્થ નથી. આથી આગળ મારો નિર્વાહ કેવી રીતે થશે ? આચાર્યે કહ્યું: આ બધાય સાધુઓ તું આર્યક્ષેત્રમાં આવીશ એટલે સારી રીતે તારી વેયાવચ્ચ કરશે. તે વચન સાંભળીને કુમા૨ે તે જ સમયે માતા-પિતા પાસે જઈને વિનંતિ કરીઃ હે માત ! હે તાત ! જો આપની આજ્ઞા હોય તો હું આ મહાકલાચાર્યની સાથે કલા શીખવા માટે જાઉં. ત્યારે માતા-પિતાએ કહ્યું: હે પુત્ર ! અમે તારા વિયોગને સહન કરવા માટે સમર્થ નથી. આથી આ નટોને અહીં જ રાખીને કલાભ્યાસ ક૨. કુમારે કહ્યું: આપે સાચું કહ્યું. પરંતુ આ લોકો વિદેશમાં રહેનારા છે. આપણા દ્રવ્યને ગ્રહણ કરતા નથી તો પછી અહીં કેવી રીતે રહે ? તેથી બીજા વિચારને છોડીને મને આજ્ઞા આપો. જેથી હું આ લોકોની પાસે પરિપૂર્ણ કલાભ્યાસ કરું. ત્યાર પછી માતા-પિતાએ તેના અતિ આગ્રહને માનીને આજ્ઞા આપી અને બેસવા માટે કેટલાક સેવકોથી યુક્ત એક શિબિકા આપી. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ આત્મપ્રબોધ ત્યારે ખુશ થયેલો કુમાર શિબિકામાં બેસીને ચાલ્યો અને તેની પાછળ બધા ય સાધુઓ ચાલ્યા. ક્રમે કરીને તેઓ અનાર્યક્ષેત્રને ઓળંગીને આર્યક્ષેત્રમાં આવ્યા અને શિબિકાને પાછી વાળી. ત્યાર પછી સાધુઓએ માર્ગમાં રહેલા કોઈક નગરમાં ભિક્ષા માટે જઈને શુદ્ધ આહાર લાવીને મહાતપનું પારણું કર્યું. કુમારે કહ્યું હવે મારે શું કરવું? આચાર્યે કહ્યું: તું વ્રતને ગ્રહણ કર. તેથી તેણે વ્રતને ગ્રહણ કર્યું અને પૂર્વ ભવના શિષ્યોએ ખેદ વિના તેની વેયાવચ્ચ કરી. ક્રમે કરી પોતાના ગણમાં રહેલા બધાય સાધુઓ ભેગા થયા અને આનંદ પામ્યા. ત્યાર પછી કુમાર વ્રતના સ્વીકારથી માંડીને માવજીવ સુધી છઠ્ઠના પારણે છઠ્ઠ કરીને અપ્રમાદથી સંયમનું પાલન કરીને અને અવધિજ્ઞાન પામીને ક્રમે કરી આયુષ્યનો ક્ષય થયે છતે સમાધિથી કાળ કરીને નવમા રૈવેયકમાં દેવપણે ઉત્પન્ન થયો અને ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં સિદ્ધ થશે. બીજા પણ તે સાધુઓ સંયમને સારી રીતે આરાધીને ક્રમે કરી સદ્ગતિના ભાગી થયા. આ પ્રમાણે પ્રમાદ ઉપર સુમંગલાચાર્યનું દૃષ્ટાંત પૂર્ણ થયું. આ અલ્પ પ્રમાદથી ઉત્પન્ન થયેલા વિપાકને સાંભળીને સંસાર ભીરુ સાધુઓએ સર્વથા પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ. (૨૯) હવે પ્રમાદનો ત્યાગ કરવા દ્વારા સંયમનું પાલન કરવામાં ઉદ્યત મુનિઓ મનનો નિગ્રહ વગેરે કરવા માટે જે બાર સભાવના ભાવે છે તેનું સ્વરૂપ કંઈક બતાવવામાં આવે છે– બાર ભાવનાઓ पढममणिच्च १ मसरणं २, संसारो ३ एगया य ४ अन्नत्तं ५ । असुइत्तं ६ आसव ७ सं-वरो य ८ तह निजरा ९ नवमी ॥३०॥ लोगसहावो १० बोहि य, दुल्लहा ११ धम्मस्स साहगा अरिहा १२ । एयाओ भावणाओ, भावेयव्वा पयत्तेणं ॥३१॥ અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આશ્રવ, સંવર, નિર્જરા, લોક સ્વભાવ, બોધિ દુર્લભ, ધર્મ સ્વાખ્યાત આ બાર ભાવનાઓ સમ્યગ્દષ્ટિઓએ પ્રયતથી દરરોજ ભાવવા યોગ્ય છે. (૧) અનિત્ય ભાવના- આ સંસારમાં મોહાદિના કારણે સર્વ વસ્તુઓમાં વિપરીત બુદ્ધિવાળા મૂઢ જનો સ્વામિત્વ, ધન, યૌવન, શરીર, લાવણ્ય, બળ, આયુષ્ય, વિષયસુખ, વલ્લભજનનો સંયોગ વગેરે ભાવો પર્વત ઉપરથી ઉતરતી નદીના પાણીના પૂરની જેમ અતિ ચંચલ હોવા છતાં પણ, અતિપ્રબલ પવનના સમૂહથી ઉડેલી ધજાના પટની જેમ અતિ ચંચલ હોવા છતાં પણ, પોતાને ઈચ્છિત પ્રદેશમાં સ્વેચ્છાપૂર્વક વિહાર કરતા, ચારે બાજુથી આવેલા ભમરાના સમૂહથી આશ્રિત, મદને ઝરાવતા ગંડસ્થલવાળા, ઉન્મત્ત હાથીના કર્ણતાલની જેમ અતિચંચલ હોવા છતાં, ઘણા પવનથી હણાયેલા વૃક્ષનાં પાકેલાં પાંદડાંના સમૂહની જેમ અતિ ચંચલ હોવા છતાં પણ તે ભાવોને હંમેશા નિત્ય સ્વરૂપવાળા જાણે છે. પરંતુ તત્ત્વદૃષ્ટિથી આ બધાય ભાવો અનિત્ય છે. આમાંથી એક પણ ભાવ નિત્ય નથી. જે પરમ આનંદને પ્રાપ્ત કરાવનારા સમ્યગૂ જ્ઞાન વગેરે આત્માના ગુણો છે તે નિત્ય છે. આ પ્રમાણે જે ચિંતન કરવું તે પહેલી અનિત્ય ભાવના છે. કહ્યું છે કે Page #246 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ ૨૩૩ सामित्तणधणजुव्वण-रइरूवबलाउइट्ठसंजोगा । अइलोला घणपवणा-हयपायवपक्कपत्तु व्व ॥ १॥ અર્થ- સ્વામીપણું, ધન, યૌવન, રતિ, રૂપ, બલ, આયુષ્ય, ઇષ્ટ સંયોગો ઘણા પવનથી હણાયેલા વૃક્ષના પાકેલા પાંદડાની જેમ અતિ ચંચળ છે. (૨) અશરણ ભાવના- આ લોકમાં માતા-પિતા-ભાઈ-બહેન-પત્ની-પુત્ર-મિત્ર-ભટ્ટ વગેરે પરિવાર જ્યારે જોઈ જ રહ્યો હોય અને મૃત્યુ અકસ્માત્ આવીને જીવોના જીવિતનું હરણ કરે છે ત્યારે એક જિનધર્મ વિના અન્ય કોઈ પણ શરણ નથી. એ પ્રમાણે જે ચિંતન કરવું તે બીજી અશરણ ભાવના છે. કહ્યું છે કે पिउभाउ भयणिभज्जा भडाण पच्चक्खमिक्खमाणाणं । जीवं हरेइ मच्चू, नत्थि सरणं विणा धम्मं ॥ १ ॥ અર્થ- પિતા-માતા-ભાઈ-બહેન-પતી-ભટ્ટો પ્રત્યક્ષ જોતા હોવા છતાં મૃત્યુ જીવનું હરણ કરે છે. જિનધર્મ વિના કોઈ શરણ નથી. (૩) સંસાર ભાવના- આ સંસારમાં ચોરાશી લાખ જીવયોનિમાં જન્મ-મરણને આશ્રયી વારંવાર પરિભ્રમણ કરતા આ સંસારી જીવો કર્યોદયની વિચિત્રતાથી ક્યારેક સુખી, ક્યારેક દુ:ખી, ક્યારેક રાજા, ક્યારેક રંક, ક્યારેક સુરૂપવાળા, ક્યારે કુરૂપવાળા એ પ્રમાણે વિવિધ અવસ્થાને અનુભવે છે. આ લોકની જ પરસ્પર સંબંધની વિચારણા કરવામાં આવે તો કર્મના કારણે કુબે૨દત્ત વગેરેની જેમ એક જ ભવમાં પણ મહાદુષ્કર્મબંધનાં કારણો એવા અનેક સંબંધો થાય છે. તો પછી અલગ-અલગ ભવોની તો શું વાત કરવી ? તેથી પરમાર્થથી વિચારવામાં આવે તો આ સંસાર એકાંતે દુ:ખમય છે. એમાં મૂઢ લોકો જ રાગ કરે, પરંતુ તત્ત્વજ્ઞાનીઓ તેમાં રાગ ન કરે. ઇત્યાદિ ચિંતન કરવું તે સંસાર ભાવના છે. કહ્યું છે કે નહ માં (નામિાં) મુંવંતો, અવર નારૂં તદેવ શિવંતો । भइ चिरमविरामं भमरो व्व जिओ भवारामे ॥ १ ॥ અર્થ- જે પ્રમાણે એક જાઈ (પુષ્પવિશેષ)ને છોડતો તે જ પ્રમાણે બીજી જાઈને ગ્રહણ કરતો ભમરો અટક્યા વિના લાંબા કાળ સુધી ઉદ્યાનમાં ભમે છે તે પ્રમાણે જીવ ભવરૂપી ઉદ્યાનમાં એક જાઈ = જાતિને છોડતો અને બીજી જાઈ = જાતિને ગ્રહણ કરતો લાંબા કાળ સુધી ભમે છે. અહીં કુબે૨દત્તનો વૃત્તાંત આ પ્રમાણે છે = કુબેરદત્તનું દૃષ્ટાંત મથુરા નગરીમાં કુબેરસેના નામની ગણિકા હતી. તે એક વખત નવા ઉત્પન્ન થયેલા ગર્ભના યોગથી અતિશય ખેદ પામી. તેથી તેની માતા કુટ્ટિનીએ ખેદ પામેલી તેને જોઈને તેની પીડાને દૂર ક૨વા માટે વૈદ્યને બોલાવ્યો. તેણે નાડી સ્પંદ વગેરેથી તેણીને નિરોગી જાણીને આ પ્રમાણે કહ્યું: આના શ૨ી૨માં કોઈ પણ રોગ તો નથી, પરંતુ ઉદરમાં બાળયુગલ (અર્થાત્ બે બાળકો) ઉત્પન્ન થયું Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ આત્મપ્રબોધ છે. તેના કારણે આને ખેદ થયો છે. ત્યાર પછી વૈદ્યને રજા આપીને તે કુટ્ટિનીએ પુત્રીને કહ્યું: આ ગર્ભ તારા પ્રાણનો નાશ કરનારો છે. આથી આ રક્ષણ ક૨વા યોગ્ય નથી, પણ પાડવા યોગ્ય જ છે. ત્યારે વેશ્યાએ કહ્યું: હું ક્લેશને પણ સહન કરીશ પણ મારા ગર્ભનું કુશલ થાઓ. ત્યાર પછી તે વેશ્યાએ ગર્ભની વેદના સહન કરીને યોગ્ય સમયે પુત્ર-પુત્રીરૂપ યુગલને જન્મ આપ્યો. ત્યારે ફરી કુટ્ટિનીએ કહ્યું: હે પુત્રી ! આ બાળયુગલ તારા નવયૌવનને નાશ ક૨ના૨ થશે. આથી આનો વિષ્ઠાની જેમ ત્યાગ કર, અને પોતાની આજીવિકાનું કારણ એવા યૌવનનું રક્ષણ કર. વેશ્યાએ કહ્યું: હે માત ! જો એ પ્રમાણે છે તો દશ દિવસ સુધી રાહ જો. પછી તારું કહ્યું જ હું કરીશ. ત્યાર પછી અનુજ્ઞા અપાયેલી તે વેશ્યા દશ દિવસ સુધી સ્તનપાન કરાવવા વડે તે બે બાળકને સારી રીતે પાળીને અગિયારમા દિવસે તે બેમાં પુત્રનું કુબે૨દત્ત અને પુત્રીનું કુબે૨દત્તા એ પ્રમાણે નામ કરીને તેના નામથી અંકિત જ બે મુદ્રિકા કરાવીને તેઓની અંગુલિમાં સ્થાપન કરીને એક લાકડાની પેટીમાં તે બંને બાળકને નાખીને સંધ્યા સમયે યમુના નદીના પ્રવાહમાં તે પેટીને વહાવી. ત્યાર પછી તે પેટી પાણીમાં વહેતી ક્રમે કરી દિવસના ઉદય સમયે શૌર્યપુરના દ્વારે આવી. ત્યાં સ્નાન માટે આવેલા બે શ્રેષ્ઠીપુત્રોએ તે પેટીને આવતી જોઈને તરત ગ્રહણ કરીને તેમાંથી એક બાળક અને બીજી બાલિકાને જોઈને તે બેમાંથી પુત્રના અર્થી એકે બાળકને ગ્રહણ કર્યો અને પુત્રીના અર્થી બીજાએ બાલિકાને ગ્રહણ કરી. આ પ્રમાણે બંને બાળકને ગ્રહણ કરીને પોતપોતની પત્નીને આપ્યું. મુદ્રિકામાં લખેલા અક્ષરને અનુસારે જ તેઓનું નામ કર્યું. ત્યાર પછી તે કુબેરદત્ત અને કુબેરદત્તા નામના બાળકો તે બંને શ્રેષ્ઠીના ઘરે અતિ પ્રયતથી વધતા ક્રમે કરી યૌવન અવસ્થાને પામ્યા. ત્યારે તે બંને શ્રેષ્ઠીઓએ તે બંનેને અનુરૂપ જાણીને તે બંનેનો જ પરસ્પર પાણિગ્રહણ મહોત્સવ કર્યો. ત્યારપછી તે વર-વધૂ એક વખત સોગઠી રમવાની ક્રિયા કરવા માટે બેઠા ત્યારે કુબેરદત્તના હાથમાંથી નામાંકિતવાળી તે મુદ્રિકા કોઈપણ રીતે નીકળીને કુબેરદત્તાની આગળ પડી. ત્યાર પછી તેણીએ તે મુદ્રિકાને પોતાની મુદ્રિકાની સાથે તુલ્ય આકૃતિવાળી, એક દેશમાં ઘડાયેલી અને સમાન નામવાળી જોઈને મનમાં કુબેરદત્ત પોતાનો ભાઈ છે એ પ્રમાણે નિશ્ચય કરીને તે બંને મુદ્રિકાઓ કુબેરદત્તના હાથમાં નાખી. ત્યારે કુબેરદત્ત પણ તેને જોવાથી તે જ પ્રમાણે તેણીને પોતાની બહેન છે એ પ્રમાણે નિશ્ચય કરીને અત્યંત વિષાદ પામ્યો. ત્યાર પછી તે બંને પણ પોતાના વિવાહ કાર્યને અકાર્ય માનતા પોતાના સંદેહનું નિવારણ ક૨વા માટે પોતપોતાની માતાને શપથ આપીને અતિ આગ્રહથી પોતાનું સ્વરૂપ પૂછ્યું. ત્યારે માતાએ તેઓની આગળ પેટીની પ્રાપ્તિથી માંડીને બધો ય વૃત્તાંત જણાવ્યો. ત્યાર પછી કુબેરદત્તે માતા-પિતાને કહ્યુંઃ તમે બંનેએ અમને યુગલિક જાણીને પણ આ અકાર્ય કેમ કર્યું ? ત્યારે તેઓએ કહ્યું: તારે અનુરૂપ બીજી કન્યાને અને તેણીને અનુરૂપ બીજા વરને નહીં મેળવીને સમાન લાવણ્ય આદિ ગુણથી યુક્ત એવા તમારા બંનેનો જ અન્યોન્ય વિવાહ કર્યો. પરંતુ હજી કંઈ પણ બગડ્યું નથી. કારણ કે તમારા બંનેનો ફક્ત કરમેલાપ જ થયો. મૈથુન કર્મ થયું નથી. તેથી તું વિષાદ ન કર. તને બીજી કન્યાનું પાણિગ્રહણ કરાવીશું. કુબેરદત્તે કહ્યું: તમારું વચન પ્રમાણ છે. પરંતુ હમણા તો Page #248 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ ૨૩૫ હું ધંધા માટે વિદેશ જવાને ઇચ્છું છું. આથી મને આજ્ઞા આપો. ત્યાર પછી તેઓથી અનુજ્ઞા અપાયેલો કુબેરદત્ત તે વાત પોતાની બહેનને જણાવીને ઘણા કરિયાણાને લઈને ભાગ્યયોગે પોતાની ઉત્પત્તિસ્થાન એવી મથુરાનગરીમાં ગયો. ત્યાં તે દરરોજ પોતાને ઉચિત વેપાર કરતો એક વખત કોઈ પણ રીતે દુષ્કર્મના યોગથી અદ્ભુત રૂપથી શોભતી પોતાની માતા કુબેરસેના વેશ્યાને જોઈને કામથી પીડાયેલો તેણીને ઘણું દ્રવ્ય આપવા દ્વારા પોતાની પતી કરી. હંમેશા તેની સાથે વૈષયિક સુખ ભોગવ્યા અને ત્યાં ક્રમે કરી તેને એક પુત્ર થયો. હવે શૌર્યપુર નગરમાં તે કુબેરદત્તા માતાના મુખેથી મૂળથી માંડીને પોતાની તે વાતને સાંભળીને તરત વૈરાગ્ય પામેલી આર્યાના સંયોગે દીક્ષા ગ્રહણ કરીને ઘણા મહાન તપો કરીને વિશુદ્ધ અધ્યવસાયના યોગથી અલ્પ જ કાળથી અવધિજ્ઞાનને ઉપાર્જન કર્યું. ત્યાર પછી તે સાધ્વી અવધિજ્ઞાનના બળથી પોતાની માતાના સ્વરૂપને જોતી મથુરા નગરીમાં પોતાના ભાઈને પોતાની માતા સાથે લાગેલો અને પુત્ર સહિત જોઈને કર્મની ગતિને ધિક્કારતી પોતાના ભાઈનો અકાર્ય મહાપાપરૂપી કાદવમાંથી ઉદ્ધાર કરવા માટે સ્વયં મથુરા નગરીમાં આવીને કુબેરસેના વેશ્યાના જ ઘરે જઈને ધર્મલાભના આશીર્વાદ આપવા પૂર્વક તેની પાસે નિવાસ સ્થાન માંગ્યું. ત્યારે કુબેરસેનાએ પણ તે સાધ્વીને નમીને આ પ્રમાણે કહ્યું: હે મહાસતી ! હું વેશ્યા હોવા છતાં પણ હમણાં એક પતિના સંયોગથી નિશ્ચયથી કુલસ્ત્રી છું. તેથી તું સુખેથી મારા ઘરની નજીક નિરવદ્ય આશ્રય સ્થાનને ગ્રહણ કરીને અમને સદાચારમાં પ્રવર્તાવ. ત્યાર પછી કુબેરદત્તા પણ પોતાના પરિવાર સહિત તેણીએ આપેલા ઉપાશ્રયમાં રહી. હવે તે વેશ્યાએ દરરોજ ત્યાં આવીને તે બાળકને સાધ્વીની આગળ આળોટતો મૂક્યો. ત્યારે અવસરને જાણનારી તે સાધ્વીએ આગળ લાભ થશે એમ જાણીને તે બાળકને આ પ્રમાણે કહ્યું છે બાળક ! (૧) તું મારો ભાઈ છે. (૨) તું મારો પુત્ર છે. (૩) તું મારો દિયર છે. (૪) તું મારો કાકો છે. (૫) તું મારો ભત્રીજો છે. (૬) તું મારો પૌત્ર છે. તથા જે તારો પિતા છે તે મારો (૧) ભાઈ (૨) પિતા (૩) દાદી (૪) પતિ (૫) પુત્ર અને (૬) સસરો પણ છે. તથા જે તારી માતા છે તે મારી (૧) માતા (૨) દાદી (૩) ભાભી (૪) પૂત્રવધૂ (૫) સાસુ અને (૬) શોક્ય પણ છે. ત્યાર પછી એક દિવસ તે વચન સાંભળીને વિસ્મય પામેલા કુબેરદત્તે તેણીને કહ્યું: હે આર્યા ! વારંવાર આવું અયોગ્ય કેમ બોલો છો ? સાધ્વીએ કહ્યું: હું અયોગ્ય બોલતી નથી. કારણ કે (૧) આ બાળક એક જ માતાથી ઉત્પન્ન થયો હોવાથી મારો ભાઈ છે. (૨) મારા પતિનો પુત્ર હોવાથી મારો પુત્ર છે. (૩) મારા પતિનો નાનો ભાઈ હોવાથી મારો દિયર છે. (૪) મારા ભાઈનો પુત્ર હોવાથી મારો ભત્રીજો છે. (૫) મારી માતાના પતિનો ભાઈ હોવાથી મારો કાકો છે. (૬) મારી શોક્યના પુત્રનો પુત્ર હોવાથી મારો પૌત્ર છે. આ પ્રમાણે બાળકની સાથે પોતાના છ સંબંધો બતાવીને ફરી કહ્યું: જે આ બાળકનો પિતા છે તે (૧) એક માતાથી ઉત્પન્ન થયો હોવાથી મારો ભાઈ છે. (૨) માતાનો પતિ હોવાથી મારો પિતા છે. (૩) મારા કાકાનો પિતા હોવાથી મારો દાદો છે. (૪) પૂર્વે મને પરણ્યો હોવાથી મારો પતિ છે. (૫) મારી શોક્યનો પુત્ર હોવાથી મારો પુત્ર છે. (૬) મારા દિયરનો પિતા હોવાથી મારો સસરો છે. આ પ્રમાણે બાળકના પિતા કુબેરદત્તની સાથે પોતાના છ સંબંધો બતાવીને Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ આત્મપ્રબોધ ફરી કહ્યું કે આ બાળકની માતા છે તે (૧) મને જન્મ આપનારી હોવાથી મારી પણ માતા છે. (૨) મારા કાકાની માતા હોવાથી મારી દાદી છે. (૩) મારા ભાઈની પતી હોવાથી મારી ભાભી છે. (૪) મારા શોક્ય પુત્રની પતી હોવાથી મારી પુત્રવધૂ છે. (૫) મારા પતિની માતા હોવાથી મારી સાસુ છે. (૬) મારા પતિની બીજી પત્ની હોવાથી મારી શોક્ય છે. બાળકની માતા કુબેરસેના વેશ્યાની સાથે આ પોતાના છ સંબંધો બતાવ્યા. આ પ્રમાણે આ અઢાર સંબંધો જણાવીને તે સાધ્વીએ તેની ખાતરી માટે સ્વયં વ્રતનો સ્વીકાર કરતી વખતે રાખી મૂકેલી પોતાના નામથી અંકિત મુદ્રિકા કુબેરદત્તને અર્પણ કરી. ત્યાર પછી કુબેરદત્તે પણ તે મુદ્રિકાને જોઈને બધાય સંબંધની વિરુદ્ધતાને જાણીને તરત વૈરાગ્ય પામી આત્મનિંદા કરતો પોતાની શુદ્ધિ માટે દીક્ષા ગ્રહણ કરી અને મહાન તપો કર્યા. તથા તે વાતને સાંભળવાથી પ્રતિબોધ પામેલી કુબેરસેના વેશ્યાએ પણ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. ત્યાર પછી કુબેરદત્તા સાધ્વી આ પ્રમાણે તેનો ઉદ્ધાર કરીને પોતાની પ્રવર્તિની પાસે ગઈ. ક્રમે કરી આ બધાય જીવો પોતાના ધર્મને સારી રીતે આરાધીને સદ્ગતિના ભાગી થયા. આ પ્રમાણે અઢાર સંબંધો ઉપર કુબેરદત્તનું દૃષ્ટાંત પૂર્ણ થયું. આ સંબંધો એક ભવને આશ્રયી બતાવ્યા છે. અનેક ભવની અપેક્ષાએ તો પ્રાયઃ વ્યવહાર રાશિમાં આવેલા જીવોનો એક એક પણ સંબંધ અનંતવાર પ્રાપ્ત થયો છે. શ્રીમતી ભગવતીજી અંગમાં બારમા શતકમાં સાતમા ઉદેશામાં કહ્યું છે કે- ‘મય અંતે ની સબનવા મત્તા' ઈત્યાદિ અહીં આ તાત્પર્ય છે- હે ભગવન ! આ જીવ સર્વ જીવોની માતાપણે, પિતાપણે, ભાઈપણે, બહેનપણે, પતીપણે, પુત્રપણે, પુત્રીપણે, પુત્રવધૂપણે, શત્રુપણે-વૈરીપણે, ઘાતકપણે, વધકપણે, પ્રત્યનીકપણે, પ્રત્યામિત્રપણે, રાજાપણે, યુવરાજપણે યાવત્ સાર્થવાહ પણે, દાસપણે, શ્રેષ્યપણે, તકપણે, ભાગગ્રાહકપણે, શિખામણ આપવાપણે અને દ્રષ્યપણે પૂર્વે ઉત્પન્ન થયો છે ? આ પ્રમાણે ગૌતમ સ્વામીએ પૂછ્યું એટલે ભગવાને કહ્યું હે ગૌતમ ! હા, અનેકવાર અથવા અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયો છે. આ પ્રમાણે બધા ય જીવો પણ આ જીવના માતા વગેરે પણે અનેકવાર અથવા અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયા છે. (૪) એકત્વ ભાવના- આ સંસારમાં જીવ એકલો જ ઉત્પન્ન થાય છે, અને એકલો જ મરે છે. એકલો જ વારંવાર કર્મોને ઉપાર્જન કરે છે, અને તેના ફળોને એકલો જ ભોગવે છે. પરમાર્થથી એક જિનધર્મ વિના બીજા કોઈ પણ સ્વજન વગેરે સહાય કરતા નથી. ઇત્યાદિ ચિંતન કરવું તે એકત્વ ભાવના છે. કહ્યું છે કે- इक्को कम्माइ सम्म-जणेइ भुंजइ फलं पि तस्सिक्को । इक्कस्स जम्ममरणे, परभवगमणं च इक्कस्स ॥ १ ॥ અર્થ- એકલો જ કર્મોને ભેગા કરે છે અને તેના ફળને પણ એકલો જ ભોગવે છે. એકલાના જ જન્મ અને મરણ થાય છે, અને પરભવમાં એકલો જ જાય છે. (૫) અન્યત્વ ભાવના- જો અહીં આત્મપ્રદેશોથી ગાઢ સંબંધવાળું, લાંબા કાળ સુધી મનને ઈષ્ટ એવા અશન-પાન વગેરેથી ઘણા પ્રકારે લાલન કરાયેલું પોતાનું શરીર પણ પરમાર્થથી ભિન્ન Page #250 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ હોવાના કારણે અંતે જીવની પાછળ નથી આવતું તો પછી બાહ્ય ધન-કનક વગેરે ૫રવસ્તુની તો વાત જ શું ક૨વી ? તેથી એક આત્મધર્મ વિના બધા ય ભાવો અન્ય છે. અર્થાત્ આત્માથી ભિન્ન છે. ઇત્યાદિ ચિંતન કરવું તે અન્યત્વ ભાવના છે. કહ્યું છે કે चिरलालियंपि देहं, जइ जीअंतंमि नाणुवट्टेइ । ता तंपि होइ अन्नं, धणकणयाईण का वत्ता ? ॥ १ ॥ अन्नं इमं च कुडुंबं, अन्ना लच्छी सरीरमवि अन्नं । मोत्तुं जिणंदधम्मं, न भवंतरगामिओ अन्नो ॥ २ ॥ ૨૩૭ અર્થ- લાંબા કાળથી લાલન કરાયેલું શરીર પણ જો જીવની પાછળ નથી જતું તેથી તે ભિન્ન છે, તો પછી ધન-કનક આદિની શું વાત કરવી ? વળી બીજું- આ કુટુંબ અન્ય છે. લક્ષ્મી અન્ય છે. શરીર પણ અન્ય છે. શ્રી જિનધર્મને છોડીને ભવાંતરમાં બીજો કોઈ સાથે આવતો નથી. (૬) અશુચિત્વ ભાવના- અહીં રસ-રુધિર-માંસ-મેદ-અસ્થિ-શુક્ર-મજ્જા-આમય, શ્લેષ્મમલ-મૂત્ર આદિથી પૂરાયેલા, ચામડાની અંદર સ્નાયુના સમૂહથી વીંટળાયેલા, હંમેશા કૃમિ-રોગગંડૂપદ આદિથી આકુલ, આ ઔદારિક શરીર તત્ત્વદૃષ્ટિથી વિચારવામાં આવે તો મહા અશુચિ છે. સદ્ભૂત એવા એક આત્મધર્મ વિના કેવી રીતે શુદ્ધ થાય ? અર્થાત્ કોઈ પણ રીતે શુદ્ધ ન થાય. જેઓ કેટલાક આવા પણ શરીરની કેવળ જલ આદિથી શુદ્ધિને ઇચ્છે છે તેઓ તત્ત્વથી વિમુખ થયેલા છે, અજ્ઞાની જ છે. ઇત્યાદિ ચિંતન કરવું તે અશુચિત્વ ભાવના છે. કહ્યું છે કે मेयवसरे अमलमुत्त- पूरियं चम्मवेढिअं तत्तो । जंगममिव वच्चहरं, कह एअं सुज्झए देहं ॥ १॥ અર્થ- મેદ-ચરબી-શુક્ર-મલ-મૂત્રથી પૂરાયેલું, ચામડાથી વીંટળાયેલું તેથી જ હાલતું ચાલતું પાયખાનું છે. તો પછી આ શરીર કેવી રીતે શુદ્ધ થાય ? શાસ્ત્રમાં ગર્ભાધારણથી માંડી શરીરની અપવિત્રતાનું વર્ણન હવે તંદુલવૈકાલિક પ્રકીર્ણક અનુસારે આ શરીરના જ ગર્ભધારણ કરવાથી માંડીને કંઈક વિશેષ અશુચિપણાના સ્વરૂપને બતાવવામાં આવે છે તેમાં પહેલાં તો સ્ત્રીની નાભિની નીચે પુષ્પનાલિકાના આકા૨ે જે બે નાડી છે તેની નીચે ઊંધા કરેલા કમળના કોશાકારે જીવને ઉત્પન્ન થવાના સ્થાન સ્વરૂપ યોનિ છે. તેના નીચેના પ્રદેશમાં આંબાની મંજરી જેવી માંસની મંજરી છે. તે ઋતુ સમયે ફૂટેલી લોહીના બિંદુઓને ઝરાવે છે. ત્યાર પછી તે મંજરી અર્થાત્ લોહીના બિંદુઓ કોશાકાર યોનિમાં પ્રવેશે છે અને પુરુષના સંયોગથી શુક્રમિશ્રિત થાય છે. ત્યારે યોનિ જીવની ઉત્પત્તિને યોગ્ય થાય છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે. તેમાં બાર મુહૂર્ત સુધી તે શુક્ર અને શોણિત અવિધ્વસ્ત યોનિવાળા રહે છે. ત્યાર પછી વિષ્વસ્ત યોનિપણાને પામે છે. તેથી બાર મુહૂર્તની અંદર જ તેમાં જીવ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી તેમાં જીવ ઉત્પન્ન થતો નથી. તે જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે ત્યારે જ ત્યાં ભેગા થયેલા પિતા સંબંધી શુક્રને અને માતા Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ આત્મપ્રબોધ સંબંધી શોણિતને આહારરૂપે ગ્રહણ કરે છે અને આ જ (શુક્ર-શોણિતમિશ્રણ) ઓજાહાર કહેવાય છે. તે અપર્યાપ્ત અવસ્થા સુધી હોય છે. ત્યાર પછી જીવ જ્યારે પર્યાપ્ત થાય છે ત્યારે ગર્ભમાં રહેલા તેને લોમાહાર જ હોય છે.. હવે જીવને આશ્રયીને રહેલું શુક્ર-શોણિત દ્રવ્ય સાત દિવસ સુધી કલલ સ્વરૂપ રહે છે. ત્યાર પછી સાત દિવસ સુધી બુદ્દબુદ સ્વરૂપ રહે છે. ત્યાર પછી પહેલા માસે 'કર્ણોપલ પ્રમાણ માંસની પેશી થાય છે. બીજા માસે તે જ માંસની પેશી ઘન બને છે. ત્રીજા માસે માતાને દોહદ ઉત્પન્ન કરે છે. ચોથા માસે માતાનાં અંગોને પીડે છે. પાંચમા માસે તે જીવ અંકુરાની જેમ તે માંસ પેશીમાંથી બે હાથ, બે પગ અને મસ્તક એમ પાંચ અવયવવાળો થાય છે. છઠ્ઠા માસે પિત્ત અને શોણિત ઉત્પન્ન કરે છે. સાતમા માસે સાતસો નસોને, પાંચસો માંસપેશીઓને, નવ ધમનીની નાડીઓને અને સાડા ત્રણ ક્રોડ રોમકૂપોને ઉત્પન્ન કરે છે. આઠમા માસે કંઈક ન્યૂન નિષ્પન્ન થાય છે અને નવમા માસે સુનિષ્પન્ન સમસ્ત અંગ-ઉપાંગવાળો થાય છે. વળી- ગર્ભ અવસ્થામાં માતાના જીવના રસને હરણ કરનારી અને પુત્રના જીવના રસને હરણ કરનારી એમ બે નાડીઓ છે. તેમાંથી પહેલી માતાના જીવ સાથે બંધાયેલી પુત્રના જીવને સ્પર્શેલી હોય છે. તે નાડી દ્વારા પુત્રનો જીવ માતાએ ખાધેલા વિવિધ પ્રકારના રસ-વિગઈઓને એક દેશથી ઓજાહાર (? લોમાહાર) રૂપે ગ્રહણ કરે છે. જયારે બીજી નાડી પુત્રના જીવ સાથે બંધાયેલી માતાના જીવને સ્પર્શેલી હોય છે. તેના દ્વારા તે જીવ પોતાના શરીરને બાંધે છે, અર્થાત્ શરીરની રચના કરે છે. તે અવસ્થામાં કાવલિક આહાર ગ્રહણ કરતો નથી ત્યારે તેને મળ-મૂત્ર વગેરે પણ સંભવતા નથી. તે જે આહાર દ્રવ્યને ગ્રહણ કરે છે તે પોતાની શ્રોત્ર આદિ પાંચ ઇંદ્રિયરૂપ અને અસ્થિમજ્જા-કેશ-રોમ-નખ રૂપ પરિણમે છે. વળી- ગર્ભમાં રહેલો જીવ જ્યારે માતા શયન કરે છે ત્યારે તે પણ શયન કરે છે. જ્યારે માતા જાગે છે ત્યારે તે પણ જાગે છે. જ્યારે માતા સુખી હોય છે ત્યારે તે પણ સુખી હોય છે. જ્યારે માતા દુઃખી હોય છે ત્યારે તે પણ દુઃખી હોય છે. આ પ્રમાણે કર્મના ઉદયથી અતિઅંધકારવાળા, વિષ્ઠાથી ભરેલા ગર્ભપ્રદેશમાં મહાદુઃખને અનુભવતો રહે છે. ત્યાર પછી નવમો માસ પસાર થયા પછી અથવા નવમો માસ ચાલતો હોય ત્યારે અથવા નવમો માસ આવવાનો હોય ત્યારે માતા સ્ત્રી, પુરુષ, નપુંસક અને બિંબ (માંસનો પિંડ) એ ચારમાંથી કોઈ પણ એકને જન્મ આપે છે. તેમાં શુક્રનું પ્રમાણ અલ્પ હોય અને શોણિતનું પ્રમાણ અધિક હોય ત્યારે સ્ત્રી જન્મે છે. જ્યારે શુક્રનું પ્રમાણ અધિક હોય અને શોણિતનું પ્રમાણ અલ્પ હોય ત્યારે પુરુષ જન્મે છે. બંનેનું પ્રમાણ સમાન હોય ત્યારે નપુંસક જન્મે છે. શુક્રના મિશ્રણ વિના ફક્ત શોણિતનો સમાયોગ થયો હોય ત્યારે નિર્જીવ માંસના પિંડરૂપ બિંબનો જન્મ થાય છે. ક્યારેક પ્રગટ થયેલા અતિઘણા પાપના કારણે જીવનો પરાભવ થયો હોય ત્યારે વાત-પિત્ત વગેરેથી ૧. ૮૦ રતિ પ્રમાણ વજન. Page #252 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ ૨૩૯ ગર્ભદૂષિત થયો હોય અથવા દેવ વગેરેથી ગર્ભ ખંભિત કરી દેવાયો હોય ત્યારે જીવ નિરંતર બાર વર્ષ ગર્ભમાં રહે છે. આ ગર્ભની ભવસ્થિતિ છે. મનુષ્યોના ગર્ભની કાયસ્થિતિ તો ચોવીસ વર્ષની છે. તે આ પ્રમાણે કોઈક જીવ બાર વર્ષ ગર્ભમાં રહીને અને તેના અંતે મૃત્યુ પામીને તેવા પ્રકારના દુષ્કર્મના વશથી ત્યાં જ ગર્ભમાં રહેલા ક્લેવરમાં ઉત્પન્ન થઈને ફરી બાર વર્ષ જીવતો રહે. આ પ્રમાણે ચોવીસ વર્ષ ઉત્કૃષ્ટથી ગર્ભવાસ થાય છે. તિર્યંચનો જીવ તો તિર્યચીના ગર્ભમાં ઉત્કૃષ્ટથી આઠ વર્ષ રહે છે. ત્યાર પછી તેનો વિનાશ થાય છે, અથવા જન્મ થાય છે. પ્રશ્ન- સ્ત્રીઓની ગર્ભ ઉત્પત્તિની યોગ્યતા અને પુરુષોની ગર્ભાધાનને યોગ્ય વીર્યયુક્તતા કેટલા કાળ સુધી હોય છે ? ઉત્તર- પંચાવન વર્ષ સુધી સ્ત્રીઓની યોનિ અપ્લાન રહેતી હોવાથી ગર્ભને ધારણ કરે છે. ત્યાર પછી આવનો અભાવ હોવાથી પ્લાન થાય છે. નિશીથચૂર્ણમાં કહ્યું છે કે- સ્ત્રીઓના જ્યાં સુધી પંચાવન વર્ષ પૂર્ણ થતા નથી ત્યાં સુધી યોનિ અમ્યાન રહે છે, આર્તવ થાય છે અને ગર્ભને ધારણ કરે છે. પંચાવનમા વર્ષે કોઈક સ્ત્રીને આર્તવ થાય છે પણ ગર્ભને ધારણ કરતી નથી. પંચાવન વર્ષ પછી આર્તવ થતું નથી અને ગર્ભ ધારણ કરતી નથી. તથા પંચોતેર વર્ષ સુધી પુરુષ ગર્ભાધાન યોગ્ય વીર્યથી યુક્ત હોય છે. ત્યાર પછી પ્રાયઃ કરીને આવા પ્રકારના વીર્યથી રહિત હોય છે. કહ્યું છે કે पणपन्नाइपरेणं, जोणी पमिलाइ य महिलिआणं । पणहत्तरिए परओ, होइ अबीओ नरो पायं ॥ १ ॥ અર્થ- પંચાવન વર્ષ પછી સ્ત્રીઓની યોનિ પ્લાન થાય છે. પંચોતેર વર્ષ પછી નર પ્રાયઃ અબીજ અર્થાત્ વીર્યથી રહિત હોય છે. આ સો વર્ષના આયુષ્યવાળા માણસોને આશ્રયીને જાણવું. સો વર્ષથી ઉપર બસો, ત્રણસો, ચારસો એમ થાવત્ પૂર્વક્રોડ આયુષ્ય જે સ્ત્રીઓનું હોય છે તેઓની યોનિ સર્વ આયુષ્યના અર્ધાભાગ સુધી અમ્લાન હોવાને કારણે ગર્ભ ધારણ કરવાને સમર્થ હોય છે. સર્વે પણ પુરુષોનો તો પૂર્વક્રોડ સુધીના પોતાના આયુષ્યનો છેલ્લો વશમો ભાગ અબીજ અર્થાત્ વીર્ય રહિત હોય છે. પૂર્વક્રોડથી ઉપરના આયુષ્યવાળા યુગલિક હોવાના કારણે, એક વખત પ્રસવ ધર્મવાળા હોવાથી અને અવસ્થિત યૌવનવાળા હોવાથી આ નિયમ રહેતો નથી. તથા- અહીં શરીરમાં માતા સંબંધી ત્રણ અંગો હોય છે. તે આ પ્રમાણે- માંસ, શોણિત અને મસ્તકમાં રહેલું ભેજું. પિતા સંબંધી ત્રણ અંગો હોય છે. તે આ પ્રમાણે- અસ્થિ, અસ્થિમજ્જા અને કેશ, મિશ્ર, રોમ, નખો. ' હવે પછી શરીરના જ પાંસળી વગેરે અવયવોની સંખ્યા વગેરે બતાવાય છે Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ આત્મપ્રબોધ તેમાં મનુષ્યના શરીરમાં પીઠ કરંડકમાં ગ્રંથિરૂપ સંધીઓ અઢાર હોય છે. તે અઢારમાંથી બાર સંધીઓમાંથી બાર પાંસળી નીકળીને શરીરને બંને બાજુ વીંટળાઈને છાતીના મધ્યભાગમાં રહેલા હાડકાને લાગીને પલ્લિકાના આકારે પરિણમે છે. તથા તે જ પીઠ કરંડકમાં બાકીની છ સંધિમાંથી છ પાંસળી નીકળીને અને બંને પડખાને વીંટળાઈને હૃદયની બંને બાજુથી છાતીની નીચે શિથિલ કુલિની (પેટની) ઉપર પરસ્પર નહીં અડકેલી રહે છે અને આ કટાહ કહેવાય છે. તથા- આ શરીરમાં બે આંતરડા હોય છે. તે દરેક પાંચ-પાંચ વામ પ્રમાણ હોય છે. તેમાંથી એક જાડો અને બીજો પતળો હોય છે. તેમાં જે જાડો છે તેનાથી મળ પરિણમે છે. જે પાતળો છે તેનાથી મૂત્ર પરિણમે છે. તથા- આ શરીરમાં બે પડખા છે. જમણો પડખો અને ડાબો પડખો. તેમાં જે જમણો પડખો છે તે દુઃખને કરનારો છે. જે ડાબા પડખો છે તે સુખને કરનારો છે. વળી- આ શરીરમાં એકસો સાઈઠ સાંધાઓ હોય છે. આંગળા વગેરેના હાડકાના ખંડને ભેગા થવાના સ્થાનને સંધિ=સાંધા કહેવાય છે. વળી- એકસો સાત સંખાણિક વગેરે મર્મ સ્થાન હોય છે. તથા પુરુષના શરીરમાં નાભિમાંથી નીકળેલી સાતસો નસો હોય છે. તેમાં એકસો સાઈઠ શિરાઓ ઊંચે જનારી નાભિથી માંડીને મસ્તક સુધી જાય છે અને તે રસતરણી કહેવાય છે. તેઓનો જો ઘાત ન થયો હોય તો શ્રોત્ર-ચક્ષુ-ધ્રાણરસના આ ચાર ઇંદ્રિયોનું બળ ઉલ્લસિત થાય છે અને તેઓનો ઉપઘાત થયે શ્રોત્ર વગેરેનું બળ ક્ષીણ થાય છે. તથા એકસો સાઈઠ બીજી નસો નીચે જનારી પગના તળિયા સુધી જનારી છે. તેઓનો ઉપઘાત ન થયો હોય તો જંઘાબળને કરનારી છે અને જો ઉપઘાત થયો હોય તો માથાનો દુઃખાવો, આંધળાપણું વગેરે કરે છે. તથા એકસો સાઈઠ જ બીજી નસો ગુદામાં પ્રવેશેલી હોય છે. જેના બળથી જીવોના વાયુ, મૂત્ર, મળ પ્રવર્તે છે. આ નસોનો જ્યારે વિઘાત થાય છે ત્યારે મસા, પાંડુરોગ અને મળ-મૂત્રવાયુનો નિરોધ થાય છે. તથા એકસો સાઈઠ જ બીજી તિઈ જનારી નસો હાથના તળિયા સુધી જનારી છે. અને ઉપઘાત નહીં પામેલી તે બાહુના બળને કરનારી છે. જો તેનો ઉપઘાત થાય તો પડખામાં, પીઠમાં અને કુક્ષિમાં વેદના કરે છે. - તથા બીજી પચીસ નસો શ્લેષ્મને ધારણ કરનારી છે. વળી બીજી પચીસ જ નસો પિત્તને ધારણ કરનારી છે. તથા દસ નસો શુક્ર નામની સાતમી ધાતુને ધારણ કરનારી છે. આ પ્રમાણે નાભિપ્રદેશમાં થનારી સાતસો નસો પુરુષના શરીરમાં હોય છે. સ્ત્રીઓને આમાંથી ત્રીસ ઓછી હોય છે. જ્યારે નપુંસકને આમાંથી વીશ ઓછી હોય છે. તથા આ શરીરમાં નવસો ૧. વામ = બે હાથ ફેલાવતાં = પહોળા કરતાં જે પ્રમાણ થાય તેટલું પ્રમાણ. Page #254 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ ૨૪૧ અસ્થિબંધન નાડીઓ હોય છે. રસને વહન કરનારી ધમની નાડીઓ નવ હોય છે. તથા શ્મશ્ર અને કેશ વિના નવાણું લાખ રોમકૂપ હોય છે. શ્મશ્ર અને કેશ સહિત સાડા ત્રણ ક્રોડ રોમકૂપો થાય છે. મિશ્ન એટલે દાઢીના વાળ. કેશ એટલે મસ્તકના વાળ. તથા મુખની અંદર રહેલી માંસના ખંડ સ્વરૂપ જીભ લંબાઈમાં આત્મઅંગુલથી સાત અંગુલ પ્રમાણ છે. વજનમાં મગધ દેશમાં પ્રસિદ્ધ પલથી ચાર પલ પ્રમાણ હોય છે. આંખની અંદર રહેલા માંસના બે ગોળા બે પલ પ્રમાણ હોય છે. મસ્તક અસ્થિખંડ સ્વરૂપ ચાર કલાપથી બનેલું હોય છે. ડોક ચાર અંગુલ પ્રમાણ હોય છે. મુખમાં અસ્થિખંડ સ્વરૂપ દાંતો પ્રાયઃ કરીને બત્રીસ હોય છે. હૃદયની અંદર રહેલું માંસ સાડા ત્રણ પલ પ્રમાણ હોય છે. છાતીની અંદર ગૂઢ રીતે રહેલું માંસવિશેષ સ્વરૂપ કલેજુ પચીસ પલ પ્રમાણ હોય છે. તથા શરીરમાં મૂત્ર અને લોહી દરેક આઢક પ્રમાણ હંમેશા રહેલા હોય છે. અર્થો આઢક પ્રમાણ ચરબી હોય છે. મસ્તકનું ભેજું એક પ્રસ્થ પ્રમાણ હોય છે. મળ છ પ્રસ્થ પ્રમાણ હોય છે. પિત્ત અને શ્લેષ્મ દરેક એક કુડવ પ્રમાણ હોય છે. શુક્ર અર્ધા કુડવ પ્રમાણ હંમેશા રહેલું હોય છે. આ આઢક-પ્રસ્થ વગેરેનું માન બાલ-કુમાર-તરુણ આદિનું બે અસતીની એક પસલી' ઇત્યાદિ ક્રમથી પોત-પોતાના હાથને આશ્રયીને લાવવું. કહ્યું છે કે दोअसईओ पसई, दोपसईओ सेइआ, चत्तारि सेइआओ कुलओ, - चत्तारि कुलअओ पत्थो, चत्तारि पत्था आढयं, चत्तारि आढया दोणो ॥ અર્થ- બે અસતીની એક પસલી, બે પસલીની એક સેતિકા, ચાર સેતિકાનો એક કુડવ, ચાર કુડવનો એક પ્રસ્થ, ચાર પ્રસ્થનો એક આઢક, ચાર આઢકનો એક દ્રોણ. ધાન્યથી ભરેલો ચત્તો કરેલો હાથ અસતી કહેવાય છે. આગળ પણ સૂત્ર પ્રમાણે અર્થ જાણવો. આ પ્રમાણે કહેલા માનથી શુક્ર-શોણિત વગેરે જ્યાં હીન-અધિક હોય ત્યાં વાત વગેરેથી દૂષિત હોવાના કારણે હીનાધિકપણું જાણવું. - તથા-પુરુષના શરીરમાં પાંચ કોઠાર હોય છે. સ્ત્રીના શરીરમાં છ કોઠાર હોય છે. વળી- પુરુષને બે કાન, બે આંખ, બે નાક, મુખ, પાયુ મળસ્થાન), ઉપસ્થ (મૂત્રસ્થાન) એમ નવ સ્ત્રોત હોય છે. સ્ત્રીઓને આ જ નવ ઉપરાંત સ્તનયુગલ સહિત અગિયાર સ્ત્રોત હોય છે. આ મનુષ્યગતિને આશ્રયી જાણવું, તિર્યંચ ગતિમાં બે સ્તનવાળી બકરી વગેરેને અગિયાર, ચાર સ્તનવાળી ગાય વગેરેને તેર, આઠ સ્તનવાળી ભૂંડણી વગેરેને સત્તર સ્રોત હોય છે. આ નિર્વાઘાતમાં જાણવું. વ્યાઘાત થાય તો એક સ્તનવાળી બકરીને દશ, ત્રણ સ્તનવાળી ગાયને બાર સ્ત્રોત હોય છે. પુરુષના શરીરમાં પાંચસો માંસની પેશીઓ હોય છે. સ્ત્રીને પાંચસોમાં ત્રીસ ઓછી માંસની પેશીઓ હોય છે. નપુંસકને પાંચસોમાં વીશ ઓછી માંસની પેશીઓ હોય છે. - તથા- આ શરીર અનેક મહારોગની ઉત્પત્તિનું સ્થાન છે. સંસારમાં સર્વ રોગોની સંખ્યા આ પ્રમાણે છે Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ આત્મપ્રબોધ पंचेव य कोडीओ, लक्खा अडसट्ठि सहस नवनवई । पंचसया चुलसीई, रोगाणं हुंति संखाओ ॥ १ ॥ અર્થ- પાંચ ક્રોડ, અડસઠ લાખ, નવ્વાણું હજાર, પાંચસો ચોર્યાશી આટલી સંખ્યાવાળા રોગો હોય છે. આ પ્રમાણે હાડકા વગેરેના સંઘાત સ્વરૂપ, વિવિધ વ્યાધિના સમૂહથી વ્યાકુળ એવા આ શરીરમાં સ્વરૂપથી વિચા૨વામાં આવે તો પવિત્રપણું શું છે ? અર્થાત્ કંઈ પણ પવિત્રપણું નથી. (૭) આશ્રવ ભાવના- આ સંસારમાં જીવો મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને યોગ સ્વરૂપ આશ્રવોથી પ્રતિ સમય શુભાશુભ કર્મપુદ્ગલોને ગ્રહણ કરે છે. તેમાં જે પુણ્યાત્માઓનું મન હંમેશાં બધાય જીવો વિશે મૈત્રીભાવથી વાસિત છે, અધિક ગુણીઓને વિશે પ્રમોદભાવથી વાસિત છે, અવિનીતોને વિશે માધ્યસ્થ ભાવથી વાસિત છે, દુઃખીઓને વિશે કરુણાભાવથી વાસિત છે તેઓ શુભ કર્મોને બાંધે છે. જેઓનું મન આર્ત્ત-રૌદ્ર ધ્યાન, મિથ્યાત્વ, કષાય, વિષયોથી હંમેશા આક્રાંત થયેલું છે તેઓ અશુભ કર્મોને બાંધે છે. ઇત્યાદિ ચિંતન કરવું તે આશ્રવ ભાવના છે. કહ્યું છે કેमिच्छत्ताविरइकसाय - जोगदारेहिं जेहिं अणुसमयं । इह कम्मपुग्गलाणं, गहणं ते आसवा हुंति ॥ १॥ અર્થ- જે મિથ્યાત્વ-અવિરતિ-કષાય-યોગ દ્વારોથી દરેક સમયે અહીં કર્મપુદ્દગલોનું ગ્રહણ : થાય છે તે આશ્રવો છે. (૮) સંવર ભાવના- અહીં મિથ્યાત્વ આદિ જે આશ્રવો છે તેમનો સમ્યક્ત્વ આદિથી યોગ નિરોધ કરવો, અર્થાત્ આવતા અટકાવવા તે સંવર કહેવાય છે. તે સર્વથી અને દેશથી એમ બે પ્રકારે છે. તેમાં સર્વથી સંવર અયોગિકેવળીઓને જ હોય છે. દેશથી સંવર તો એક-બે ત્રણ આદિ આશ્રવોને રોકનારને હોય છે. તે બંને પ્રકારનો સંવર દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારનો છે. તેમાં આશ્રવના કારણે આત્મા વિશે થતા કર્મપુદ્ગલોનું ગ્રહણ જેનાથી દેશથી અથવા સર્વથી છેદવામાં આવે તે દ્રવ્ય સંવર છે. જે સંસારનું કારણ એવી ક્રિયાનો ત્યાગ કરવામાં આવે તે ભાવ સંવર છે. આશ્રવનો નિરોધ કરનારા આવા પ્રકારના સંવરનું જે ચિંતન કરવું તે સંવરભાવના છે. કહ્યું છે કે आसवदारपिहाणं, सम्मत्ताईहि संवरो नेओ । पिहियासवो हि जीवो, सुतरिव्व तरेइ भवजलहिं ॥ १ ॥ અર્થ- સમ્યક્ત્વ આદિથી આશ્રવ દ્વારોને બંધ કરવા તે સંવર જાણવો. જેણે આશ્રવોને બંધ કરી દીધા છે એવો જીવ સારી નાવડીથી સમુદ્રની જેમ સંસાર સાગરને તરી જાય છે. (૯) નિર્જરા ભાવના- આ સંસારમાં પૂર્વ બાંધેલાં કર્મોને તપથી કાપવા તે નિર્જરા કહેવાય છે. બંધાતા કર્મના વિષયવાળો સંવર છે અને પૂર્વ બંધાયેલા કર્મના વિષયવાળી નિર્જરા છે. આ નિર્જરા સકામ અને અકામના ભેદથી બે પ્રકારની છે. તેમાં બાહ્ય તપ અને અત્યંતર તપ એ બંને Page #256 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ ૨૪૩ પ્રકારનો તપ છ-છ પ્રકારનો હોવાથી સકામ નિર્જરા બાર પ્રકારની છે. તે તપના ભેદો પૂર્વે પતિધર્મના અધિકારમાં કહેલા જ છે. આથી ફરી અહીં કહેવામાં આવતા નથી. આ બારે ય પ્રકારની નિર્જરા વિરતિના પરિણામેવાળાને હોય છે. કારણ કે તેઓ જ પોતાની ઇચ્છાથી કર્મક્ષય માટે બાર પ્રકારનો તપ કરે છે. અકામ નિર્જરા વિરતિના પરિણામથી રહિત બાકીના જીવોને હોય છે. કારણ કે તેઓ ઇચ્છા વિના જ શીત-ઉષ્ણ-સુત-પિપાસા વગેરેને સહન કરે છે. આવા પ્રકારની નિર્જરાનું ચિંતન કરવું તે નિર્જરા ભાવના છે. કહ્યું છે કે कम्माण पुराणाणं, निक्कंतणं निजरा दुवालसहा । विरयाण सा सकामा, तहा अकामा अविरयाणं ॥ १ ॥ અર્થ-પુરાણ ( પૂર્વે બાંધેલાં) કર્મોનું નિઃકર્તન ( નાશ) કરવું તે બાર પ્રકારની નિર્જરા છે. વિરતિવાળાને સકામ નિર્જરા તથા અવિરતિવાળાને અકામ નિર્જરા હોય છે. (૧૦) લોક સ્વભાવ ભાવના- અલોકની મધ્યમાં ચૌદ રજુ પ્રમાણ લોક છે. તે કેડ ઉપર બે હાથ રાખીને તિર્જી બે પગ પહોળા કરીને ઊભા રહેલા પુરુષનો જેવો આકાર થાય તેવા આકારવાળો છે. અથવા ઊંધા કરેલા મોટા શરાવની ઉપર રહેલા નાના શરાવ સંપુટનો જે આકાર થાય તે આકારે રહેલ છે. અહીં આ તાત્પર્ય છે- સાત રજુ વિસ્તારવાળા અધોલોકના તળિયાથી જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ થોડો થોડો સંકોચાતો લોક તિચ્છ લોકમાં એક રજુ પહોળો રહે છે. ત્યાર પછી ઉપર જતાં ક્રમે કરી વિસ્તારને પામતો પાંચમા બ્રહ્મલોકના ત્રીજા પ્રતરે પાંચ રજુ વિસ્તારવાળો થાય છે. ત્યાર પછી ફરી થોડો થોડો સંકોચાતો સર્વથી ઉપર લોકાગ્ર પ્રદેશ રહેલ પ્રતરે એક રજુ વિસ્તારવાળો છે. તેથી યથોક્ત સંસ્થાનવાળો લોક છે. તે લોકમાં ધર્માસ્તિકાય વગેરે છ દ્રવ્યો છે. તેમાં સ્વભાવથી ગતિમાં પ્રવૃત્ત થયેલા જીવો અને પુદ્ગલોને માછલાઓને જલની જેમ જે ઉપખંભ કરનારો છે તે ધર્માસ્તિકાય છે. મુસાફરોને છાયાની જેમ જીવ-પુગલોને સ્થિતિમાં જે ઉપખંભ આપનારો છે તે અધર્માસ્તિકાય છે. આ બંને પ્રદેશથી અને પ્રમાણથી લોકાકાશ તુલ્ય છે. તથા ગતિ- સ્થિતિમાં પ્રવૃત્ત થયેલા જીવ-પુગલોને જે અવકાશ આપવાથી અવગાહના ધર્મવાળો છે, તે આકાશાસ્તિકાય છે. તથા ચેતના લક્ષણવાળો, કર્મોનો કર્તા અને ભોક્તા, જીવન ધર્મવાળો જીવાસ્તિકાય છે. તથા પૃથ્વી-પર્વત-વાદળ વગેરે સમસ્ત વસ્તુઓનું જે પરિણામી કારણ છે, પૂરણગલન ધર્મવાળો છે, તે પુલાસ્તિકાય છે. તથા વર્તના લક્ષણવાળો, અભિનવ પૌદ્ગલિક વસ્તુઓને જીર્ણ કરનારો, સમય ક્ષેત્રની અંદર રહેલો કાલ છે. આ છ દ્રવ્યમાંથી પુદ્ગલ દ્રવ્યને છોડીને બાકીના બધાય દ્રવ્યો અરૂપી છે. પુદ્ગલદ્રવ્ય રૂપી છે. તથા જીવ દ્રવ્યને છોડીને બાકીના બધાય દ્રવ્યો અચેતન છે. પ્રશ્ન- લોકાકાશ અસંખેય પ્રદેશાત્મક છે. તેમાં અનંતાનંત જીવ દ્રવ્યો અને તેનાથી પણ અનંતગુણાધિક પુદ્ગલ દ્રવ્યો કેવી રીતે રહી શકે? સંકડાશ કેમ ન થાય? Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ આત્મપ્રબોધ * ઉત્તર- જીવદ્રવ્યો અરૂપી હોવાના કારણે સંકડાશ પડતી નથી. પુદ્ગલો રૂપી હોવા છતાં પણ પ્રદીપની પ્રભા વગેરેના દૃષ્ટાંતથી તેવા પ્રકારના પરિણામની વિચિત્રતા હોવાના કારણે એક પણ આકાશ પ્રદેશમાં અનંતાનંત પરમાણુ વગેરે પુદ્ગલ દ્રવ્યોનો સંકડાશ વિના સમાવેશ થાય છે, તો પછી અસંખેય આકાશ પ્રદેશોમાં તેઓનો સમાવેશ થઈ જાય તેમાં શું દોષ છે? કંઈ પણ દોષ નથી. શ્રીમતી ભગવતીજી અંગસૂત્રની વૃત્તિમાં તેરમા શતકના ચોથા ઉદેશામાં પૂજ્યવર્ય શ્રી અભયદેવસૂરિજીએ કહ્યું છે કે- 'મા'સન્જિામિત્યાદ્રિ' એન = આકાશનો પરિણામ વિચિત્ર હોવાના કારણે આકાશ જેવદ્રવ્યોનો અને અજીવદ્રવ્યોનો ભાજન છે. આ કહેવા દ્વારા એ કહેવાનું થાય છે કે- આ (આકાશ દ્રવ્ય) હોતે છતે જીવ-અજીવોનો અવગાહ પ્રવર્તે છે. કારણ કે જીવ-અજીવ દ્રવ્યો અને આશ્રયીને રહ્યા છે. આ આકાશ જીવ-અજીવનો ભાજન કેમ છે તે બતાવે છે “અળવીત્યાદ્રિ' એક પરમાણુ વગેરેથી આ આકાશાસ્તિકાય પ્રદેશ પૂર્ણ ભરાયેલો છે. તથા બે પરમાણુથી પણ આકાશાસ્તિકાય પ્રદેશ પૂર્ણ ભરાયેલો છે. પ્રશ્ન- આ કેવી રીતે ? ઉત્તર- પરિણામ વિચિત્ર હોવાના કારણે. જેમ કે- ઓરડામાં રહેલો આકાશ એક પ્રદીપની પ્રભાના પટલથી પણ પૂરાઈ જાય છે. બીજા પ્રદીપની પ્રજાનો પટલ પણ તેમાં સમાઈ જાય છે. થાવત્ સો પ્રદીપની પ્રજાના પટલો તેમાં સમાઈ જાય છે. તથા- ઔષધિ વિશેષથી પ્રાપ્ત થયેલા પરિણામથી પારાના એક કર્ષમાં સુવર્ણના સો કર્થો પ્રવેશે છે. પુદ્ગલનો પરિણામ વિચિત્ર હોવાના કારણે ફરી સદ્ ઔષધના સામર્થ્યથી પારાનો એક કર્મ અને સુવર્ણના સો કર્ષ ફરી અલગ થાય છે. વળી લોકપ્રકાશગ્રંથમાં પણ કહ્યું છે કે विशत्यौषधसामर्थ्यात्पारदस्यैककर्षके । सुवर्णस्य कर्षशतं, तौल्ये कर्षाधिकं न तत् ॥ १ ॥ पुनरौषधसामर्थ्या-त्तद् द्वयं जायते पृथक् । સુવસ્થ શત, પરવચ્ચે ઝર્ષ: II ૨ | અર્થ-ઔષધિના સામર્થ્યથી પારાના એક કર્ષમાં સુવર્ણના સો કર્ષ પ્રવેશે છે. વજન કરવામાં આવે તો એક કર્ષથી અધિક થતું નથી. વા વળી ઔષધિના સામર્થ્યથી સોનાના સો અને પારાનો એક કર્મ બંને અલગ થાય છે. રા અહીં ઊર્ધ્વલોક-અપોલોક અને તિર્થ્યલોકનું સ્વરૂપ બીજા ગ્રંથથી જાણી લેવું. આવા પ્રકારના લોક સ્વરૂપનું ચિંતન કરવું તે લોક સ્વભાવ ભાવના છે. કહ્યું છે કે अहमुहगुरुमल्लयठिअ, लहुमल्लयजुयलसंठियं लोगं । धम्माइ पंचदव्वेहिं, पूरिअं मणसि चिंतिजत्ति ॥ १ ॥ Page #258 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ ૨૪૫ અર્થ-અધોમુખ કરેલા મોટા શરાવ ઉપર રહેલા નાના શરાવ યુગલ આકારે લોક છે. ધર્મ વગેરે પાંચ દ્રવ્યથી પૂરાયેલો લોક મનમાં ચિંતવવો. (૧૧) બોધિ દુર્લભ ભાવના- અનંતાનંત કાળે દુર્લભ પંચેંદ્રિયપણું, મનુષ્યભવ આદિ સત્સામગ્રીનો યોગ થવા છતાં પણ જીવોને પરમ વિશુદ્ધિને કરનારી, સર્વજ્ઞ ભગવંતોએ બતાવેલી તત્ત્વજ્ઞાન સ્વરૂપ બોધિ પ્રાયઃ દુર્લભ છે. તે જો એક વખત પણ પ્રાપ્ત થઈ હોય તો જીવોને આટલા કાળ સુધી સંસારમાં ભટકવાનું ન થાય. ઇત્યાદિ ચિંતન કરવું તે બોધિ દુર્લભ ભાવના છે. કહ્યું છે કે पंचिंदियत्तणाइअसामग्गीसंभवे वि अइदुलहा । तत्तावबोहरूवा, बोही सुही(सोहि)जिअस्स जओ ॥ १॥ અર્થ- પંચેંદ્રિયપણું આદિ સામગ્રીના સંભવમાં પણ જેનાથી જીવની શુદ્ધિ થાય છે તે તત્ત્વ અવબોધરૂપ બોધિ અતિદુર્લભ છે. ૧૫ (૧૨) ધર્મકથક અહમ્ ભાવના- આ સંસારમાં વીતરાગતાના કારણે હંમેશા પરમાર્થ કરવામાં ઉદ્યત, વિમલ કેવલજ્ઞાનથી સકલ લોકાલોકને જોનારા શ્રીમદ્ અરિહંત વિના આવા પ્રકારના સુનિર્મલ સાધુ-શ્રાવક-સંબંધિ સભૂત ધર્મને કહેવા માટે કોઈ પણ સમર્થ નથી. કુતીર્થિકોથી પ્રણીત વચનો અજ્ઞાનમૂલક હોવાના કારણે પૂર્વાપર વિરોધી છે, અને હિંસા આદિ દોષથી દૂષિત છે. આથી તે પ્રત્યક્ષ અસદ્ભૂત છે, અને તેઓમાં પણ ક્યાંક જે દયા-સત્ય આદિનું પોષણ દેખાય છે તે વચનમાત્ર જ છે, પણ પરમાર્થથી કંઈ પણ નથી. તેથી પરમાર્થથી શુદ્ધ સ્વરૂપને ધારણ કરનારી, સકલ જગતના જંતુને તારનારી શ્રીમદ્ અહંદ્રની વાણીનું કેટલું વર્ણન કરીએ ? કોઈ પણ રીતે કર્ણનો વિષય બનેલું જેનું એક પણ વાક્ય રૌહિણેયની જેમ જીવોને મહા ઉપકાર કરનારું થાય છે. ઈત્યાદિ ચિંતન કરવું તે બારમી ભાવના છે. કહ્યું છે કે धम्मो जिणेहिं निरुवहि-उवयारपरेहिं सुट्ठ पण्णत्तो । समणाणं समणोवा-सयाण दसहा दुवालसहा ॥ १ ॥ અમર્યાદિત ઉપકાર કરવામાં તત્પર એવા જિનેશ્વરોએ સાધુઓનો દશ પ્રકારનો અને શ્રાવકોનો બાર પ્રકારનો સારો ધર્મ કહ્યો છે. અહીં રોહિણેયનો વૃત્તાંત આ પ્રમાણે છે રૌહિણેયનું દાંત રાજગૃહ નગરીમાં શ્રેણિક નામનો રાજા હતો. તેને સર્વબુદ્ધિનો નિધાન અભયકુમાર નામનો પુત્ર હતો. આ બાજુ તે નગરની નજીકમાં રહેલા વૈભારગિરિની ગુફામાં ક્રૂર લોહખુર નામનો ચોર રહેતો હતો. તે રાજગૃહ નગરના લોકોની જ સ્ત્રીઓ અને ધનથી પ્રયાસ વિના કામ અને અર્થને સાધતો કાળને પસાર કરવા લાગ્યો. તેને રોહિણી નામની પતીથી રોહિણેય નામનો અતિક્રૂર પુત્ર થયો. હવે લોહખુરે પોતાના મૃત્યુ સમયે પુત્રને બોલાવીને આ પ્રમાણે કહ્યું: હે વત્સ! જો તું તારા હિતને ઇચ્છે છે તો મારી કહેલી એક શિખામણ સાંભળ. અહીં જે આ ત્રણ ગઢની અંદર રહેલો વીરજિન મૃદુવાણીથી કહી રહ્યો છે તેનું વચન ઉત્તરકાળે એટલે કે સાંભળ્યા પછી ભયંકર હોવાથી Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ આત્મપ્રબોધ તારે ક્યારે પણ ન સાંભળવું. આ પ્રમાણે પુત્રને શિખામણ આપીને સ્વયં પ્રાણનો ત્યાગ કર્યો. ત્યાર પછી રોહિણેય પણ પિતાની શિખામણને યાદ કરતો નિત્ય ચોરી કરે છે. હવે કોઈ વખત શ્રી વીરપ્રભુ ત્યાં સમવસર્યા. દેવોએ સમવસરણ બનાવ્યું. ભગવાને ભવ્ય જીવોની આગળ સદ્ધર્મની દેશના આપવાની શરૂઆત કરી. ત્યારે તે ચોર ચોરી માટે રાજગૃહમાં જતો સમવસરણની નજીકમાં આવ્યો. ત્યાં આ પ્રમાણે વિચાર્યું: જો આ માર્ગથી જઈશ તો જિકેંદ્રની વાણીનું શ્રવણ થશે અને બીજો માર્ગ તો છે નહીં આથી શું કરું ? અથવા વિષાદ કરવાથી સર્યું. કાનના છિદ્રમાં આંગળીઓ નાખીને જાઉં. એ પ્રમાણે વિચારીને તે પ્રમાણે જ ક૨ીને ઉતાવળા પગલે ચાલ્યો. ત્યારે ઝડપથી જતા તેના પગમાં મજબૂત રીતે કાંટો ભાંગ્યો=લાગ્યો. કાંટો કાઢ્યા વિના એક પગલું પણ આગળ જવા માટે તે સમર્થ ન થયો. તેથી નહીં ઇચ્છતો હોવા છતાં પણ કાનમાંથી એક આંગળી કાઢીને તે આંગળીથી બહારના શલ્યને કાઢતા તેના અંતરના શલ્યને શોધનારી, દેવસ્વભાવને વર્ણવનારી અર્થાત્ દેવના સ્વરૂપને જણાવનારી વીરવાણી તેના કાનમાં પડી. તે આ પ્રમાણે अणिमिसनयणा मणकज्ज - साहणा पुप्फदामअमिलाणा । चरंगुलेण भूमिं न छिवंति सुरा जिणा बिंति ॥ १ ॥ અર્થ- અનિમિષ નયનવાળા, મનથી કાર્યને સાધનારા, અમ્લાનપુષ્પમાળાને ધારણ કરનારા, ભૂમિથી ચાર અંગુલ ઉપર ચાલનાર દેવો હોય છે. એમ જિનેશ્વરો કહે છે. ૫૧ા હવે આ ચોર ‘હા ! ઘણું સાંભળ્યું.' એ પ્રમાણે ચિંતા કરતો ઝડપથી કાંટો કાઢીને ફરી આંગળીથી કાન બંધ કરીને રાજગૃહ નગરમાં ગયો. ત્યાં ઇચ્છાપૂર્વક ચોરી કરીને તે ફરી ગિરિગુફામાં પ્રવેશ્યો. પરંતુ પગના શલ્યને કાઢતી વખતે સાંભળેલી વીરવાણીને જાણે કે શલ્ય કાઢ્યું જ નથી એમ માનતો નિત્ય ચિત્તમાં દુભાય છે. હવે નિરંતર તેના વડે આખુંય નગર લૂંટાયે છતે અત્યંત દુઃખી થયેલા લોકે અવસરે રાજાને પોતાનું દુઃખ જણાવ્યું. રાજાએ પણ મધુર વચનોથી લોકને આશ્વાસન આપીને કોટવાલને કહ્યું: અરે ! ચોરનો નિગ્રહ કરવા દ્વારા લોકરક્ષા કેમ કરતો નથી ? તેણે પણ કહ્યું: હે દેવ ! રૌહિણેય નામનો અતિ દુ:ખે કરી નિગ્રહ કરી શકાય એવો કોઈક ચોર પ્રગટ થયો છે. તેનો નિગ્રહ કરવા માટે ઘણા ઉપાયો કર્યા. પરંતુ કોઈ પણ ઉપાયથી તે પકડાતો નથી. આથી દેવ સ્વયં જ કોટવાળપણાને ગ્રહણ કરો. આ પ્રમાણે તેણે કહ્યું, એટલે રાજાએ અભયકુમા૨ની સન્મુખ જોયું. તેણે કહ્યું: હે તાત ! સાત દિવસની અંદર ચોરને લાવું છું. જો ન લાવું તો ઘણું કહેવાથી શું ? ચોરના દંડથી આપે મને દંડવો. એ પ્રમાણે કહીને અભયકુમાર ચારે બાજુથી ચોરના સ્થાનોને પ્રયત્નથી જોતો હોવા છતાં પણ ક્યાંય પણ ચોરને મેળવી શક્યો નહીં. ત્યાર પછી છઠ્ઠા દિવસે સંધ્યા સમયે નગરની મધ્યમાં લોકના કોલાહલનું નિવારણ કરીને કિલ્લાની બહાર ચારેબાજુ ભટોને ગોઠવી દીધા. તે દિવસે અપશુકનોથી રોકાયો હોવા છતાં તે ચોરે નગરની અંદર પ્રવેશ કરીને જેટલામાં કોઈના પણ ઘરમાં ચોરી કરવાની શરૂઆત કરી તેટલામાં પગલે પગલે રહેલા યોદ્ધાઓએ ભેગા થઈને એક હાક કરી, અર્થાત્ બધાએ ભેગા થઈને પકડોપકડો એમ એકી સાથે અવાજ કર્યો. તેનાથી ત્રાસ પામેલો તે ત્યાંથી પલાયન થઈને ઊંચો કૂદકો મારીને કિલ્લા ઉપર ચઢીને બહાર જેવો પડ્યો કે તરત યોદ્ધાઓએ તેને પકડી પાડ્યો અને સવારે Page #260 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ ૨૪૭. અભયકુમારને સમર્પિત કર્યો. અભયકુમારે રાજાને સોંપ્યો. ત્યાર પછી રાજાએ તેને ચોરેલા દ્રવ્યથી રહિત જોઈને તું કોણ છે એ પ્રમાણે પૂછયું. એટલે તેણે કહ્યું: હે રાજન ! હું તો શાલિગ્રામનો રહેવાસી દુર્ગચંડ નામનો રાજાના કરને આપનારો ખેડૂત છું. અહીં કાંઈક પોતાનું કાર્ય કરીને રાત્રિમાં પોતાના ગામ જવા માટે ચાલ્યો ત્યાં તમારા યોદ્ધાઓએ મને બીવડાવ્યો તેના ભયથી કિલ્લો ઓળંગીને બહાર પડતા મને આ ભટોએ ચોરની બુદ્ધિથી ધારણ કર્યો. આથી તે વિચારજ્ઞ ! તમે વિચારો ! જો હું ચોર હોઉં તો મારો નિગ્રહ કરો. અથવા મારે મરાયે છતે જો અભયકુમાર જીવતો રહેતો હોય તો તેમ કરો. આ પ્રમાણે તેના વચન સાંભળીને રાજાએ તેને દૃઢ બંધનથી બાંધીને ખાતરી કરવા માટે તે ગામમાં પોતાના નોકરને મોકલ્યો. તે ચોરે તે ગામમાં પૂર્વે જ સંકેત કરેલો હતો. કારણ કે તે બીજી પૃથ્વીને લૂંટતો હોવા છતાં તે ગામનું પાલન અને પોષણ કરતો હતો. રાજાના નોકરે ત્યાં જઈને તેની વાત પૂછી એટલે આખા યે ગામના લોકોએ કહ્યું: વાત સાચી છે. અહીં દુર્ગચંડ નામનો ખેડૂત રહે છે અને તે ગઈકાલે નગરમાં ગયો હતો પણ હજી પણ તે પાછો આવ્યો નથી. તેથી આ સઘળો ય જન તેની હકીકતને જાણવા માટે આતુર રહેલો છે. ત્યાર પછી તે નોકરે પાછા આવીને એ પ્રમાણે જ જણાવે છતે રાજાએ વિચાર્યું અહો ! અભયકુમાર મૃત્યુના ભયથી ગામના સરળ લોકોને ચોર તરીકે ગણાવે છે. ત્યારે અભયકુમારે મુખચેષ્ટા વગેરેથી રાજાના અભિપ્રાયને જાણીને “મારે આની કપટાઈ કઈ બુદ્ધિથી પ્રગટ કરવી ? આ પ્રમાણે વિચારમાં પડ્યો. તરત ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળા તે અભયકુમારે વિવિધ મોતીઓથી શણગારેલા વિચિત્ર ચંદરવાઓથી, રંભા જેવી રૂપવાળી નારીઓથી અને દેવતુલ્ય પુરુષોથી દેવલોકના વિમાન જેવો સાતમાળવાળો એક આવાસ તૈયાર કરાવીને ચોરને કહ્યું: દુબુદ્ધિવાળા મને ધિક્કાર થાઓ. કારણ કે બહુમાન કરવા યોગ્ય તને મેં આ રીતે વિડંબના કરી. હવે એકવાર તું મારા આવાસમાં આવ. જેથી તારી ભક્તિ કરીને પોતાના અપરાધને દૂર કરું. માયાવી તે પણ મંત્રીની સાથે તેના ઘરે ગયો. ત્યાં મિષ્ટ આહારથી અતિપ્રીતિને પામ્યો. ત્યારપછી અભયે મદિરા પીવડાવીને દિવ્ય વસ્ત્ર પહેરાવવાપૂર્વક ત્યાં પલંગ ઉપર સુખેથી સુવડાવ્યો. હવે આનંદિત મનવાળો તે ચોર તે દિવ્ય મંદિરને જોતો પોતાને જાણે સ્વર્ગમાં રહેલો હોય તેમ માનવા લાગ્યો. ત્યાર પછી અભયકુમારની આજ્ઞાથી ચારે બાજુ નરનારીનો સમૂહ તેને આશ્રયીને “જય-જય નંદા' એ પ્રમાણે મંગલ વચન બોલવા લાગ્યો, અને પૂર્વના સુકૃતથી તમે અહીં વિમાનમાં અમારા સ્વામી થયા છો. અમે બધા ય તમારા નોકરો છીએ. એ પ્રમાણે કહીને તેઓએ નાટક કરવાનું શરૂ કર્યું એટલે અભયકુમારના આદેશથી જેના હાથમાં સોનાનો દંડ છે એવા એક માણસે ત્યાં આવીને તેઓને કહ્યું જ્યાં સુધી આ દેવને દેવલોકની સ્થિતિ કરાવું અર્થાત્ દેવલોકની વિધિથી માહિતગાર કરાવું ત્યાં સુધી નાટક બંધ કરો. આ પ્રમાણે તેઓને કહીને ત્યાર પછી તેણે તેને કહ્યું: હે નવા દેવ ! પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલા પોતાના પુણ્ય-પાપને પહેલાં જણાવો. પછી સ્વર્ગના સુખોને ભોગવો. ત્યારે રૌહિણેય વિચાર્યું. શું સાચે જ આ સ્વર્ગ છે ? કે મારા માટે અભયકુમારે કરેલો કોઈ પણ આ પ્રપંચ છે ? એ પ્રમાણે વિચારીને ધીરબુદ્ધિવાળા તે ચોરે પગમાંથી કાંટો કાઢવાના સમયે સાંભળેલી દેવસ્વરૂપને વર્ણવનારી “દેવોની આંખો પલકારાથી Page #261 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ રહિત હોય છે'' ઇત્યાદિ ભગવાનની વાણીને યાદ કરી. તેથી તેણે પોતાને અને સામે રહેલા તે બધા ય લોકોને પૃથ્વી ઉપર લાગેલા ચરણવાળા, મ્યાનમાળાવાળા, પટપટતી આંખવાળા, મનોવાંછિતને સાધવામાં અસમર્થ જોઈને વી૨વાક્યની સાથે તેઓનું સાક્ષાત્ વિરોધ જોતા તેણે આ બધો ય અભયકુમારનો દંભ છે એ પ્રમાણે જાણ્યુ. ૨૪૮ ત્યાર પછી તે દંડધારીએ ફરી કહ્યું: અરે ! તમે શું વિચારો છો. આ બધો ય દેવલોક પોતપોતાની ભક્તિ બતાવવા માટે ઉત્સુક થયેલો છે. આથી જલદી પોતાના વૃત્તાંતને કહો. ત્યારે તેણે કહ્યુંઃ જિનપૂજા, સાધુસેવા, દયાપાલન, પાત્રદાન, ચૈત્યનિર્માણ આદિ સદ્ધર્મકાર્યો મેં પૂર્વભવમાં કર્યા છે. ફરી દંડધારીએ કહ્યું: હે દેવ ! જીવોનો જન્મ એક સ્વભાવથી જ પસાર થતો નથી તેથી આ પુણ્યની જેમ તમે કરેલાં ચોરી, સ્ત્રીલોલતા વગેરે પાપકાર્યોને પણ નિઃશંકપણે કહો. ત્યારે રૌહિણેયે કહ્યું: અહો ! દિવ્યજ્ઞાનવાળા તને આ શું મતિભ્રમ થયો છે ? જે સુસાધુની સેવા કરનારા શ્રાવકો છે તે શું આવા પ્રકારનું કુકર્મ કરે ? અને જો કરે તો આવા પ્રકારના સ્વર્ગને કેવી રીતે મેળવે ? તેથી મેં જરા પણ પાપ કર્યું નથી. તું ફરી-ફરી કેમ પૂછે છે ? ત્યારે પડદાની પાછળ રહેલા અભયકુમારે તે બધુ સાંભળીને રોષથી હોઠને દબાવતો હોવા છતાં પણ આની બુદ્ધિની કુશળતાને વખાણી. ત્યાર પછી તેની પાસે આવીને તેને આલિંગન કરીને આ પ્રમાણે કહ્યું: હે વીર ! આજ સુધી હું કોઈનાથી પણ જીતાયો નથી, પણ તારાથી જીતાયો. આ મોટું આશ્ચર્ય છે કે તું મારાથી પણ નિગ્રહ ન કરાયો. હવે આ પ્રમાણે પ્રેમથી અભયકુમારે કહ્યું એટલે તેણે કહ્યું: હે અભય ! શ્રી વીરપ્રભુના વાક્યને હૃદયમાં ધારણ કરતો હું તારાથી નિગ્રહ ન કરાયો એમાં શુ આશ્ચર્ય છે ? પરંતુ દારૂ પીવડાવીને જે તું મને સ્વર્ગમાં પહોંચાડે છે તે આશ્ચર્ય છે. ત્યારે અભયે કહ્યું: હે ભાઈ ! મર્મ વાણીથી તું મને લજ્જા ન પમાડ. જે હકીકત હોય તે કહે કે ચોર એવા પણ તને શ્રી વીરપ્રભુની વાણી કેવી રીતે સાંભળવા મળી. આ પ્રમાણે સ્નેહપૂર્વક પૂછાયેલા તે ચોરે બધી ય પોતાની વાત મૂળથી માંડીને કરી. ફરી કહ્યુંઃ જો જગદ્ગુરુનું વાક્ય ત્યારે મેં ન સાંભળ્યું હોત તો આજે તારાથી છેતરાયેલો હું કઈકઈ વિડંબનાને ન પામ્યો હોત. વળી જે પ્રભુનું એક પણ વાક્ય જીવોના મહાકષ્ટને વારનારું છે તો સર્વ આગમ સાંભળવામાં આવ્યું હોય તો અક્ષયસુખને આપનારું થાય જ. ખરેખર ! વૈરી એવા પિતાથી ઠગાયેલા મેં ત્યારે કાનમાં પ્રવેશતી વીરવાણીને શલ્યની જેમ માની. પરંતુ તે અમૃતના સ્વભાવવાળી હોવાથી મને હમણાં જીવન આપનારી થઈ. આથી હે ભાઈ ! બધું ચોરેલું ધન તને બતાવીને હું શ્રી વીરપ્રભુની પાસે વ્રતને ગ્રહણ કરવા ઇચ્છું છું. ત્યાર પછી અભયકુમારે તેને રાજા પાસે લાવીને કહ્યું: હે સ્વામી ! આ તમારો ચોર છે. ત્યારે રાજાએ આનો વધ કરવો એ પ્રમાણે આદેશ કર્યો. એટલે અભયકુમારે કહ્યું: હે તાત ! જો આને છોડી દેવામાં આવે તો આ ચોરેલું બધું ય ધન પાછું આપી દે. જો એને છોડવામા ન આવે તો તે ધનને ગ્રહણ કરવું શક્ય નથી, અને મેં પણ તેને ભાઈ કરીને ગ્રહણ કર્યો છે, પણ બુદ્ધિથી ગ્રહણ નથી કર્યો. વળી આ વૈરાગ્યથી વાસિત મનવાળો થયેલો દીક્ષા ગ્રહણ કરવા માટે ઇચ્છે છે. તેથી આનો વધ કરવો યોગ્ય નથી. ત્યાર પછી તે ચોરે ચોરેલું બધું ય ધન બતાવ્યું. રાજાએ તે દ્રવ્ય જેનું હતું તે નગરના લોકોને આપી દીધું. ત્યાર પછી શ્રેણિક રાજાએ જેનો દીક્ષા મહોત્સવ કર્યો છે, જેણે Page #262 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ - વૈભવ, સ્ત્રી, પરિવારનો ત્યાગ કર્યો છે, જે નગરના લોકોથી સ્તુતિ કરાઈ રહ્યો છે, એવો રૌહિણેય ચોર શ્રીવીર પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરીને સ્વયં પૂર્વ આચરેલા દુરાચારોની શુદ્ધિ માટે વિવિધ તપોને તપીને યાવજ્જીવ સુધી શુદ્ધ ધર્મનું આરાધન કરીને અંતે અનશન કરીને સ્વર્ગમાં ગયો. આ પ્રમાણે શ્રી ભગવાનની વાણીના મહિમા વિશે રૌહિણેય ચોરનો વૃત્તાંત પૂર્ણ થયો. આ પ્રમાણે બારે ય ભાવનાનું સ્વરૂપ બતાવ્યું. (૩૦-૩૧) સર્વવિરતિ સાધુની ૧૨ પ્રતિમા હવે સાધુ સંબંધી બાર પ્રતિમાના સ્વરૂપને કંઈક બતાવવામાં આવે છે— मासाईसत्ता ७, पढमा ८ बिइ ९ तइय १० सत्तराइदिणा । अहराइ ११ एगराई १२, भिक्खूपडिमाण बारसगं ॥ ३२ ॥ ૨૪૯ પહેલી એક મહિનાની, બીજી બે મહિનાની, ત્રીજી ત્રણ મહિનાની એમ યાવત્ સાતમી સાત મહિનાની. ત્યાર પછી પ્રથમા-દ્વિતીયા-તૃતીયા-શબ્દથી બતાવેલી આઠમી-નવમી અને દસમી એ એક-એક પ્રતિમા સાત રાત-દિવસ પ્રમાણવાળી છે. ત્યાર પછી અગિયારમી પ્રતિમા એક અહોરાત્રિ પ્રમાણ છે અને બારમી પ્રતિમા એક રાત્રિ પ્રમાણવાળી જ છે. આ પ્રમાણે સાધુની પ્રતિજ્ઞા વિશેષ એવી પ્રતિમાઓ બાર છે. તેમાં એક માસિકી પ્રતિમામાં અન્ન અને પાન એમ દરેકની અખંડ ધારાથી આપેલા દાન સ્વરૂપ એક એક જ દૃત્તિ હોય છે. બે માસિકી પ્રતિમામાં બે-બે દત્તિ હોય છે. ત્રણ માસિકી પ્રતિમામાં ત્રણ-ત્રણ દત્તિ હોય છે. એ પ્રમાણે યાવત્ સાત માસિકી પ્રતિમામાં અન્ન અને પાનની સાત-સાત દત્ત હોય છે. ત્યાર પછી સાત રાત-દિવસ પ્રમાણવાળી આઠમી પ્રતિમામાં એકાંતરે પાણી વિનાના ઉપવાસથી રહેવાનું હોય છે, અને પારણામાં આયંબિલ ક૨વાનું હોય છે. એમાં દત્તિનો નિયમ નથી. તથા ગામ વગેરેની બહાર ઊંચું મુખ રાખીને સુવા વગે૨ે આસનથી રહીને ઘોર ઉપસર્ગોને સહન ક૨વા જોઈએ. ત્યાર પછી નવમી પ્રતિમામાં પણ આ જ અનુષ્ઠાન ક૨વું જોઈએ. વિશેષ એટલું કે ઉત્કટિક વગેરે આસનથી રહેવું જોઈએ. દશમી પ્રતિમા પણ આ જ પ્રમાણે જ છે. વિશેષ એટલું કે તેમાં ગોદોહિકા વગેરે આસનથી રહેવું જોઈએ. ત્યાર પછી અગિયારમી પ્રતિમા પણ કહેલા સ્વરૂપવાળી જ છે. વિશેષ એટલું કે તેમાં પાણી વિનાના છઠ્ઠનું પચ્ચક્ખાણ કરવું જોઈએ. તથા લટકતી ભુજા રાખીને રહેવું જોઈએ. ત્યાર પછી બારમી પ્રતિમામાં પણ આ જ વિધાન છે. વિશેષ એટલું કે પાણી વિનાના ત્રણ ઉપવાસ કરવા જોઈએ. તથા નિર્નિમેષનેત્રવાળા, એક પુદ્ગલ ઉપર મૂકેલી દૃષ્ટિવાળા અને લાંબી ભુજાવાળા થઈને રહેવું જોઈએ. આ પ્રતિમાને ધારણ કરનારો વજઋષભનારાચ-ઋષભનારાચ-નારાચ-અર્ધનારાચ વગેરે સંઘયણમાંથી કોઈ એક સંઘયણથી યુક્ત હોય છે. તથા જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધી અને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન દશપૂર્વ સુધી સૂત્રાર્થને ભણેલો હોય છે. તથા तवेण १ सुत्तेण २ सत्तेण ३, एगत्तेण ४ बलेण ५ य । तुलणा पंचविहा वुत्ता, पडिमं पडिवज्जओ ॥ १ ॥ Page #263 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ અર્થ- પ્રતિમાને ધા૨ણ ક૨ના૨ને તપથી-સૂત્રથી-સત્ત્વથી-એકત્ત્વથી અને બળથી એમ પાંચ પ્રકારની તુલના કહેલી છે. ૨૫૦ આ પ્રમાણે ગાથામાં કહેલી પાંચ પ્રકારની તુલનાથી પરિકર્મ કરવાપૂર્વક પૂર્વે જ ભાવિતાત્મા થાય છે. પરિકર્મનું પરિમાણ આ પ્રમાણે છે- એક મહિનાથી માંડીને સાત મહિના સુધીમાં જે પ્રતિમા જેટલા પરિમાણવાળી હોય તે પ્રતિમાનો પરિકર્મ પણ તેટલા પ્રમાણવાળો છે. તથા આ પ્રતિમા વર્ષાકાળમાં સ્વીકારાતી નથી અને પરિકર્મ કરાતું નથી. તથા શરૂઆતની બે પ્રતિમા એક જ વર્ષમાં થાય છે. ત્રીજી અને ચોથી પ્રતિમા એક-એક વર્ષમાં થાય છે. બાકીની ત્રણ પ્રતિમામાં એક વર્ષે પરિકર્મ કરવામાં આવે છે, અને બીજા વર્ષે પ્રતિમાનો સ્વીકાર કરવામાં આવે છે. આ પ્રમાણે નવ વર્ષમાં પહેલી સાત પ્રતિમાઓ પૂર્ણ થાય છે. ત્યાર પછી આઠમી વગેરે ત્રણે ય પ્રતિમાઓ એકવીશ દિવસે પૂર્ણ થાય છે. અગિયારમી પ્રતિમા અહોરાત્રિના અંતે છઠ્ઠ કરવામાં આવતો હોવાથી ત્રણ દિવસે પૂર્ણ થાય છે. બારમી પ્રતિમા રાત્રિ પછી તરત અક્રમ કરવામાં આવતો હોવાથી ચાર રાત્રિ-દિવસ પ્રમાણ થાય છે. અહીં બીજું પણ ઘણું કહેવાનું છે. પરંતુ તે પ્રવચન સારોદ્ધાર વગેરેમાંથી જાણી લેવું. આ પ્રમાણે સંક્ષેપથી સાધુની બાર પ્રતિમાનું સ્વરૂપ જાણવું. (૩૨) સાધુનું અહોરાત્રિનું કાર્ય હવે સંક્ષેપથી અહોરાત્રિનું કાર્ય બતાવવામાં આવે છે– शुद्धाचारः साधुः, श्रीजिनवचनानुसारतो नित्यं । कुर्यात्क्रमेण सम्यक, स्वस्याहोरात्रकृत्यानि ॥ ३३ ॥ શુદ્ધ આચારવાળો સાધુ શ્રી જિનવચનને અનુસારે નિત્ય ક્રમે કરી સારી રીતે પોતાના અહોરાત્રિનાં કાર્યોને કરે. કાર્યોનો ક્રમ આ પ્રમાણે છે- સાધુ રાત્રિના છેલ્લા પહોરમાં સૂત્રાર્થ પરાવર્તન આદિ સ્વરૂપ સ્વાધ્યાય મંદ સ્વરથી કરે કે જેથી અસંયતો,ન જાગે. ત્યાર પછી તે જ પ્રહરનો ચોથો ભાગ બાકી રહે ત્યારે છ પ્રકારના આવશ્યકને કરે. ત્યાર પછી ઉત્કટિક આસને રહેલો શ૨ી૨ના ઉપભોગમાં આવતા મુહપત્તિ વગેરે ઉપકરણોની વિધિપૂર્વક પ્રતિલેખના કરે, અને પ્રતિલેખનાની સમાપ્તિની સાથે જ સૂર્યોદય થયે છતે વસતિનું પ્રમાર્જન કરે. ત્યાર પછી વંદનાપૂર્વક આચાર્ય વગેરેને પૂછીને તેમની આજ્ઞાથી વેયાવચ્ચ અથવા સ્વાધ્યાય કરે. પણ પોતાની બુદ્ધિથી કંઈ પણ ન કરે. કહ્યું છે કે छट्ठट्ठमदसमदुवा-लसेहिं मासद्धमासखमणेहिं । अकरंता गुरुवयणं, अनंतसंसारिआ भणिआ ॥ १ ॥ અર્થ- બે-ત્રણ-ચાર-પાંચ-પંદર ઉપવાસ કે માસક્ષમણ કરતા હોય પણ જો ગુરુના વચનને ન કરતા હોય તો અનંત સંસારી કહ્યા છે. ૧ ત્યાર પછી કંઈક ન્યૂન પોરિસી થાય ત્યારે બેઠેલો તે મુહપત્તિનું પડિલેહેંણ કરીને પછી પાત્રા વગેરે ઉપકરણોનું પડિલેહણ કરે. ત્યાર પછી બીજી પોરિસી આવે એટલે પૂર્વે ગ્રહણ કરેલા શ્રુતના Page #264 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ ૨૫૧ અર્થને યાદ કરે. ત્યાર પછી ભિક્ષા કાળ થાય ત્યારે આગમમાં કહેલી વિધિથી ગુરુની આજ્ઞા લઈને આવસ્યહિ કહેવાપૂર્વક ઉપાશ્રયમાંથી બહાર નીકળે. ભિક્ષાકાળ ઉત્સર્ગથી ત્રીજી પોરિસીરૂપ જાણવો. અથવા તે નં સમારે' ઇત્યાદિ આગમ વચનથી જ્યાં લોક જ્યારે ભોજન કરતો હોય ત્યાં ત્યારે સ્થવિર કલ્પિકોનો ભિક્ષાકાળ જાણવો. ત્યાર પછી સાધુ અવ્યાક્ષિપ્ત, અનાકુળ, અશઠ, યુગમાત્ર દૃષ્ટિવાળો, પાછળ અને બંને પડખે પણ ઉપયોગ રાખતો, એક ઘરમાંથી બીજા ઘરમાં જતો, બેંતાલીસ દોષથી રહિત ભિક્ષાને ગ્રહણ કરે. પછી ત્યાંથી પાછો આવીને નિશીહિ કહેવાપૂર્વક વસતિમાં પ્રવેશ કરીને, ઇરિયાવહી પડિક્કમીને વિધિપૂર્વક અશન વગેરે ગુરુને બતાવીને, અને પચ્ચકખાણ પારીને ગૃહસ્થ વગેરે જોતા હોય તેવા સ્થાનનો ત્યાગ કરીને, પ્રકાશવાળા સ્થાને રહીને, (૧) સુધા વેદનાને ઉપશમાવવા માટે (૨) વેયાવચ્ચ માટે (૩) ઈર્યાની શુદ્ધિ માટે (૪) સત્તર પ્રકારના સંયમનું પાલન કરવા માટે (૫) પ્રાણને ધારણ કરવા માટે અને (૬) સ્વાધ્યાય વગેરે ધર્મની ચિંતા માટે ભોજન કરે અને ભોજન કરતી વખતે સુરસુર વગેરે પાંચ દોષનો ત્યાગ કરે. કહ્યું છે કે. असुरसुरं १ अचवचवं २, अदुअ ३ मविलंबियं ४ अपरिसाडिं ५ ।। मणवयणकायगुत्तो, भुंजे अहपक्खिवणसोही ॥१॥ અર્થ- સુરસુર અવાજ ન કરે, ચવચવ અવાજ ન કરે, જલદી જલદી ભોજન ન કરે, અતિ વિલંબથી ભોજન ન કરે, નીચે વેરતો વેરતો ભોજન ન કરે. મન-વચન-કાયાથી ગુપ્ત થયેલો સાધુ (મનથી- આ વિરૂપ છે એમ ન વિચારે. વચનથી- આને કોણ ખાય? જે અમારા જેવો ન હોય તે ખાય એમ ન બોલે. કાયાથી- રોમાંચિત, મુખથી પ્રફુલ્લિત કે મુખ કટાણું કર્યા વિના) ભોજન કરે એ મુખ પ્રક્ષેપ શુદ્ધિ સમજવી. વા (ઓ.નિ.ભાષ્ય ગાથા-૨૮૯) ત્યાર પછી મુનિ બહાર ચંડિલ જવું, પાત્રનું પ્રક્ષાલન કરવું, સ્વાધ્યાય કરવો, વેયાવચ્ચ કરવી વગેરે કરીને ચોથો પ્રહર પ્રાપ્ત થયે છતે મુહપત્તિનું પડિલેહણ કરીને ગુરુનાં અને પોતાનાં ઉપકરણોનું પડિલેહણ કરે. ત્યાર પછી સ્વાધ્યાય વગેરે કરીને તે જ પ્રહરનો ચોથો ભાગ બાકી રહે ત્યારે સ્પંડિલ-માતરુનાં સ્થાનોને જુએ. ત્યાર પછી સૂર્ય અર્ધો ડૂબે છતે ગુરુ સમક્ષ આવશ્યક કરે. ત્યાર પછી એક પ્રહર સુધી શ્રતના પરાવર્તન સ્વરૂપ સ્વાધ્યાય કરે. ત્યાર પછી સૂત્રાર્થનું સ્મરણ કરે. ત્યાર પછી સુવાના સમયે ગુરુની આજ્ઞાથી ભૂમિ અને સંથારનું પડિલેહણ કરીને ચૈત્યવંદન કરવાપૂર્વક રાત્રિ સંથારાની ગાથાનું ઉચ્ચારણ કરીને રજોહરણ જમણી બાજુ રાખીને જરાક સુવે. પણ અતિનિદ્રાને વશ ન થાય. આ પ્રમાણે સંક્ષેપથી અહોરાત્રિનાં કાર્યો બતાવ્યાં. વિસ્તારથી તો બધો ય સાધુ સંબંધી અધિકાર બીજા ગ્રંથથી જાણી લેવો. (૩૩) મુનિઓ અનેક ગુણના આધાર હવે મુનિઓમાં અનેક ગુણોની આધારતા છે તેનું વર્ણન કરાય છે ત્રિવિંવત્નનય, પરંતવયUT સિદ્ધપુરિયUTI जियमयणा मिउवयणा, सव्वत्थ वि सन्निहिअजयणा ॥३४॥ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ આત્મપ્રબોધ इरियासमिईपभिई-नियसुद्धायारसेवणे निउणा। जे सुयनिहिणो समणा, तेहिं इमा भूसिया पुहवी ॥३५॥ જે સાધુ ભગવંતો નિત્ય અચંચલ નયનવાળા છે, પ્રશાંત વદનવાળા છે, જેમના ગુણરતો પ્રસિદ્ધ છે, જેમણે કામને જીતી લીધો છે, જેઓ કોમળ વચનવાળા છે, જેઓ બધી જગ્યાએ યતનાને ધારણ કરનારા છે, જેઓ ઈર્યાસમિતિ આદિ પોતાના શુદ્ધ આચારનું સેવન કરવામાં નિપુણ છે, જેઓ શ્રુતના નિધાન છે, તેથી આ પૃથ્વી શોભી રહી છે. અહીં સિદ્ધાંતમાં કહેલી રીતથી સાધુઓના ગુણોનું વર્ણન આ પ્રમાણે છે. જાતિ સંપન્ન, કુલ સંપન્ન, બલ સંપન્ન, રૂપ સંપન્ન, વિનય સંપન્ન, જ્ઞાન સંપન્ન, દર્શન સંપન્ન, ચારિત્ર સંપન્ન, લજ્જા સંપન્ન, લઘુતા સંપન્ન, મૃદુમાર્દવ સંપન્ન, પ્રકૃતિથી ભદ્ર, પ્રકૃતિથી વિનીત, ઓજસ્વી, તેજસ્વી, વચસ્વી, યશસ્વી, ક્રોધ, માન, માયા, લોભને જીતનારા, જિતેંદ્રિય, પરિષહને જીતનારા, જીવિતની આશા અને મરણના ભયથી મૂકાયેલા, ઉગ્રતાવાળા, તેજસ્વી તપવાળા, ઘોર તપવાળા, ઘોર બ્રહ્મચર્યમાં રહેનારા, બહુશ્રુત, પાંચ સમિતિથી સમિત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, અકિંચન, નિર્મમ, નિરહંકાર, કમળની જેમ અલિપ્ત, શંખની જેમ નિરંજન, ગગનની જેમ નિરાલંબન, પવનની જેમ અપ્રતિબદ્ધ, કાચબાની જેમ ગુપ્ત ઇંદ્રિયવાળા, વિહંગની જેમ વિપ્રમુક્ત, ભારંડની જેમ અપ્રમત્ત, પૃથ્વીની જેમ સર્વસહા, જિનવચનનો ઉપદેશ આપવામાં કુશલ, એકાંતે પરોપકાર કરવામાં નિરત ઘણું કહેવાથી શું? યાવત્ કુત્રિકાપણ સમાન આવા પ્રકારના જિનાજ્ઞાના આરાધક સાધુ ભગવંતો પોતાના ચરણોથી પૃથ્વીતલને પવિત્ર કરતા વિચરે છે ? (૩૪-૩૫) . આરાધ્ય સધર્મની દુર્લભતા હવે આવા પ્રકારના સાધુ વગેરે શિષ્ટ જનને આરાધ્ય એવા સધર્મની દુર્લભતા બતાવે છે जह चिंतामणिरयणं, सुलहं न हु होइ तुच्छविहवाणं । गुणविहववज्जियाणं, जियाण तह धम्मरयणं पि ॥ ३६॥ તુચ્છ વિભવવાળા એટલે કે પશુપાલની જેમ અલ્પ પુણ્યવાળા જીવોને જે પ્રમાણે ચિંતામણિ રત સુલભ નથી તે પ્રમાણે સમ્યકત્વ આદિ ગુણ વિભવથી રહિત જીવોને પણ ધર્મરત સુલભ નથી. જેઓ જયદેવકુમારની જેમ અતુલ્યપુણ્યરૂપી ગુણથી ભરેલા છે તેઓને મણિની ખાણ સમાન મનુષ્યગતિમાં ચિંતામણિ સમાન આ સધર્મની પ્રાપ્તિ થાય છે. અહીં પશુપાલ અને જયદેવનું દૃષ્ટાંત આ પ્રમાણે છે પશુપાલ અને જયદેવ હસ્તિનાપુર નગરમાં નાગદેવ નામનો શ્રેષ્ઠી હતો. તેને વસુંધરા નામની પતીની કુક્ષિથી ઉત્પન્ન થયેલો જયદેવ નામનો પુત્ર હતો. તેણે બાર વર્ષ સુધી રાની પરીક્ષા કરવાનો અભ્યાસ કર્યો હતો. તેથી તે શાસ્ત્ર ઉક્તિને અનુસારે ચિંતામણિને મહાપ્રભાવવાળો જાણીને બાકીના મણિઓને Page #266 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ ૨૫૩ પથ્થર તુલ્ય ગણતો તે ચિંતામણિને જ મેળવવા માટે આખા ય નગરમાં, દરેક દુકાનમાં, દરેક ઘરમાં ભમવા લાગ્યો. પરંતુ ક્યાંય પણ તેને તે પ્રાપ્ત ન થયો. તેથી ખેદ પામેલા તેણે માતા-પિતાને કહ્યું: મારું ચિત્ત ચિંતામણિમાં લાગેલું છે અને તે અહીં મળતો નથી. આથી હું તેને માટે બીજે જાઉં છું. ત્યારે માતા-પિતાએ કહ્યું: હે વત્સ ! આ માત્ર કલ્પના જ છે. પરમાર્થથી બીજે ક્યાંય પણ આ ચિંતામણિ વિદ્યમાન નથી. તેથી તું ઇચ્છા પ્રમાણે બીજાં રતોથી વ્યવહાર કર. ત્યાર પછી આ પ્રમાણે ઘણી રીતે કહેવાયો હોવા છતાં પણ જયદેવ ચિંતામણિ પ્રાપ્તિમાં કૃતનિશ્ચયવાળો થયેલો હસ્તિનાપુર નગરમાંથી નીકળીને ઘણા પર્વત-નગર-ગામ-આકર-કબૂટ-પત્તન-સમુદ્ર-તીરોમાં તેને શોધતો લાંબા કાળ સુધી ભમ્યો, પરંતુ ક્યાંય પણ તેને નહીં મેળવતો વિલખો થયેલો પોતાના મનમાં વિચારવા લાગ્યો કે ચિંતામણિ નથી એ વાત શું સાચી છે ? જેથી તે ક્યાંય દેખાતું નથી. અથવા શાસ્ત્રમાં કહેલું તે મણિનું અસ્તિત્વ ખોટું ન હોય. આથી ક્યાંય પણ તે હશે. એ પ્રમાણે નિશ્ચય કરીને તે ફરી પણ ઘણી મણિની ખાણને જોતો અતિશય તેની શોધ કરવા લાગ્યો. ત્યાર પછી એક વખત કોઈ વૃદ્ધ માણસે તેને કહ્યું: હે ભદ્ર ! અહીં મણિઓની એક ખાણ છે. તેમાં પુણ્યશાળી માણસને ચિંતામણિની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી જયદેવ તેના વચનથી ત્યાં જઈને ચિંતામણિને શોધવા લાગ્યો. ત્યારે ત્યાં મંદ બુદ્ધિવાળા એક પશુપાલના હાથમાં ગોળ પથ્થરને જોઈને તેને શાસ્ત્રોક્ત લક્ષણથી ચિંતામણિ જાણીને તે તેની પાસેથી માગ્યો. ત્યારે પશુપાલે કહ્યું: તારે આવું શું કામ છે ? વણિકે કહ્યું: મારા ઘરે ગયેલો હું બાળકોને રમવા માટે આ આપીશ. તેણે કહ્યું: અહીં આવા પ્રકારના ઘણા છે. તું સ્વયં તેને કેમ ગ્રહણ નથી કરતો ? વણિકે કહ્યું: હું પોતાના ઘરે જવામાં ઉતાવળો છું તેથી આ મને આપ. તું તો આ પ્રદેશમાંથી બીજું પણ મેળવી લેશે. આ પ્રમાણે કહેવાયો છતાં પણ પરોપકાર કરવાના સ્વભાવવાળો ન હોવાના કારણે તેણે તે ન આપ્યું. ત્યાર પછી જયદેવે ઉપકારની બુદ્ધિથી તેને કહ્યું: જો તું મને નથી આપતો તો સ્વયં જ આ ચિંતામણિની આરાધના કર. જેથી આ તને પણ વાંછિત આપે. પશુપાલે કહ્યું: જો આ સાચો ચિંતામણિ છે, તો મેં ચિંતવેલા ઘણા બોરથી ભરેલા કચોરા વગેરે જલદી આપે. તેથી કંઈક હસીને જયદેવે કહ્યું: “અહો! આ પ્રમાણે ન વિચારાય. પરંતુ ત્રણ ઉપવાસ કરીને સંધ્યા સમયે આ મણિને શુદ્ધ જલથી સ્નાન કરાવીને શુદ્ધ ભૂમિ ઉપર ઊંચા સ્થાને સ્થાપીને ચંદન-કપૂર-કુસુમ-આદિથી પૂજીને અને નમસ્કાર કરીને પછી આની આગળ જે ઈષ્ટ હોય તે ચિંતવાય એટલે તે બધું ય સવારે પ્રાપ્ત થાય. આ પ્રમાણે સાંભળીને તે પશુપાલ પોતાની બકરીઓના સમૂહને પાછો વાળીને ગામ તરફ ચાલ્યો. ત્યાર પછી “નક્કી હીનયુષ્યવાળા આના હાથમાં આ ચિંતામણિ નહીં રહે.” એ પ્રમાણે વિચારીને જયદેવે પણ તેની પીઠ ન છોડી. હવે માર્ગમાં જતા પશુપાલે કહ્યું: હે મણિ ! હમણાં આ બકરી વેંચીને ચંદન વગેરે લાવીને તારી પૂજા કરીશ. તારે પણ મારા ચિંતાવેલા કાર્યની પૂર્તિમાં ઉદ્યમ કરવો. વળી તે મણિ ! હજી પણ ગામ દૂર છે. આથી માર્ગમાં તું કોઈક કથા કહે. જો તું નથી જાણતો તો હું કહું તું સાંભળ. એક નગરમાં એક હાથ પ્રમાણ દેવમંદિર હતું તેમાં ચાર હાથનો દેવ Page #267 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ ન હતો. આ પ્રમાણે વારંવાર કહેવા છતાં તે મણિ જ્યારે ન બોલ્યો ત્યારે ગુસ્સે થયેલા તે મૂર્ખાએ મણિને કહ્યુંઃ અરે! જો તું મને હુંકારો માત્ર પણ આપતો નથી તો વાંછિત અર્થને સંપાદન કરવામાં તારી આશા કેવી ? અર્થાત્ તારી આશા રાખવાથી શું ? અથવા ચિંતામણિ એ પ્રમાણે તારું નામ ખોટું નથી. પરંતુ સાચું જ છે. કારણ કે તારી પ્રાપ્તિ થઈ ત્યારથી જ મનમાં ચિંતા દૂર થતી નથી. વળી જે હું રાબડી અને છાશ, વિના ક્ષણ પણ રહેવા માટે સમર્થ નથી, તે હું તારા માટે કરાતા ત્રણ ઉપવાસથી તો મરણ જ પામું. તેથી હું આ પ્રમાણે માનું છું કે- આ વાણિયાએ મને મા૨વા માટે તું વર્ણવાયો છે, અર્થાત્ પ્રશંસા કરાયો છે. તેથી તું ત્યાં જા કે જ્યાં મારી દૃષ્ટિનો વિષય ન બને. આ પ્રમાણે કહીને તેણે તે મણિ દૂર ફેંક્યો. ત્યારે આનંદિત થયેલા જયદેવે તરત નમસ્કાર ક૨વા પૂર્વક ચિંતામણિને ગ્રહણ કરીને સંપૂર્ણ મનોરથવાળો થયેલો પોતાના નગ૨ સન્મુખ ચાલ્યો અને માર્ગમાં, મહાપુરમાં, નગરમાં મણિના પ્રભાવથી ઉલ્લસિત થયેલા વિભવના સંભારવાળો તે કુમાર સુબુદ્ધિ શેઠની રતવતી નામની પુત્રીને પરણીને ઘણા પરિવા૨થી યુક્ત હસ્તિનાપુરમાં આવ્યો અને પોતાના માતા-પિતાનાં ચરણોમાં નમ્યો. ત્યારે તેવા પ્રકારની સમૃદ્ધિથી યુક્ત તેને જોઈને આનંદિત થયેલા માતા-પિતાએ તેની ખૂબ પ્રશંસા કરી. સ્વજનોએ સન્માન કર્યું. બાકીના લોકોએ સ્તવના કરી. સ્વયં યાવજ્જીવ સુખી થયો. આ પ્રમાણે ધર્મરતની પ્રાપ્તિમાં પશુપાલ અને જયદેવનો ઉપનય કહ્યો. આ પ્રમાણે પ્રસંગ સહિત છદ્મસ્થથી આશ્રિત સર્વવિરતિનું સ્વરૂપ કહ્યું. (૩૬) इत्थं स्वरूपं परमात्मरूप - निरूपणं चित्रगुणं पवित्रं । सुसाधुधर्मं परिगृह्य भव्या !, भजन्तु दिव्यं सुखमक्षयं ॥ १ ॥ અર્થ- આવા પ્રકારના સ્વરૂપવાળા, પરમાત્મસ્વરૂપને જણાવનારા, વિવિધ ગુણવાળા, અને પવિત્ર એવા સુસાધુ ધર્મને ગ્રહણ કરીને ભવ્ય જીવો દિવ્ય અને અક્ષય એવા સુખને ભજો. ॥૧॥ प्राक्तनसद्ग्रंथानां, पद्धतिमाश्रित्य वर्णितोऽत्र मया । साध्वाचारविचारः, शुद्धो निजकात्मशुद्धिकृते ॥ २ ॥ ૨૫૪ પૂર્વના સગ્રંથોની પદ્ધતિનો આશ્રય કરીને પોતાના આત્માની શુદ્ધિ માટે મેં અહીં શુદ્ધ સાધુના આચારનો વિચાર વર્ણવ્યો. ૫૨૫ આ પ્રમાણે શ્રીમદ્ ખરતર ગચ્છના અધીશ્વર જિનભક્તિ સૂરીંદ્રના ચરણકમળને આરાધના૨ શ્રી જિનલાભસૂરિએ સંગ્રહ કરેલા આત્મપ્રબોધ ગ્રંથમાં સંક્ષેપથી સર્વવિરતિ વર્ણન નામનો ત્રીજો પ્રકાશ સમાપ્ત થયો. Page #268 -------------------------------------------------------------------------- ________________ ચોથો પ્રકાશ પરમાત્મતા ભવસ્થ પરમાત્મતા-સિદ્ધસ્થ પરમાત્મતા પરમાત્મતા બે પ્રકારની છે. ભવસ્થ પરમાત્મતા અને સિદ્ધસ્થ પરમાત્મતા. તે બંનેની પ્રાપ્તિના પ્રકારને સૂચવનારી બે આર્યા (ગાથા) આ પ્રમાણે છે - क्षपक श्रेण्यारूढः, कृत्वा घनघातिकर्मणां नाशं । आत्मा केवलभूत्या, भवस्थपरमात्मतां भजते ॥ १ ॥ तदनु भवोपग्राहक - कर्मसमूहं समूलमुन्मूल्य । ऋजुगत्या लोकाग्रं, प्राप्तोऽसौ सिद्धपरमात्मा ॥२॥ ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયેલો આત્મા ઘનઘાતી કર્મનો નાશ કરીને કેવલજ્ઞાનની સંપત્તિથી ભવસ્થ ૫૨માત્મતાને પામે છે. ત્યાર પછી ભવોપગ્રાહી કર્મસમૂહને મૂળ સહિત ઉખેડીને ઋજુ ગતિથી લોકાગ્રને પામેલો આ સિદ્ધ પરમાત્મા થાય છે. આત્મા એટલે ચેતન. ક્ષપક શ્રેણિ ઉપર આરૂઢ થયેલો આત્મા આત્મગુણનો ઘાત કરનારા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચારનો નાશ કરીને તરત પ્રાપ્ત થયેલી સમસ્ત લોકાલોકને પ્રકાશ ક૨ના૨ી કેવલજ્ઞાન, કેવલદર્શનરૂપી સંપત્તિથી ભવસ્થ ૫૨માત્મતાને પામે છે. ત્યાર પછી તરત અથવા કેટલાક કાળે ચૌદમા ગુણસ્થાનના છેલ્લા સમયે આ ભવ સુધી રહેનારા વેદનીય-આયુષ્ય-નામ-ગોત્ર સ્વરૂપ ચાર ભવોપગ્રાહી કર્મોના સમૂહને મૂળ સહિત ઉખેડીને ઋજુગતિથી બીજા સમયને અને બીજા પ્રદેશને સ્પર્ધા વિના લોકાગ્રે રહેલા સિદ્ધિ સ્થાનને પામેલો સિદ્ધ પ૨માત્મા થાય છે, અર્થાત્ સિદ્ધ પ૨માત્મતાને પામે છે. અહીં ભવસ્થ પરમાત્મતાનું સ્થિતિમાન જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ છે. જ્યારે સિદ્ધસ્થ પરમાત્મતાનું સ્થિતિમાન સાદિ-અનંતકાળ છે એમ જાણવું. આવા પ્રકારની પરમાત્મતા જેઓને હોય છે તેઓ પરમાત્મા કહેવાય છે. અને તેઓ ભવસ્થ કેવલી અને સિદ્ધ એમ બે પ્રકારે છે. તેમાં પહેલા ભવસ્થ કેવલીઓનું સ્વરૂપ કંઈક બતાવાય છે- ભવસ્થ કેવલીઓ જિન અને અજિન એમ બે પ્રકારે છે. તેમાં જિનનામ કર્મના ઉદયવાળા તીર્થંકરો જિન છે. સામાન્ય કેવલીઓ અજિન છે. વળી નિક્ષેપના ભેદથી જિન નામજિન-સ્થાપનાજિન-દ્રવ્યજિન અને ભાવજિન એમ ચાર પ્રકારે છે. (૧-૨) તેઓનું સ્વરૂપ આ પ્રમાણે છે– નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવજિન नामजिणा जिणनामा, ठवणजिणा पुण जिणंदपडिमाओ । दव्वजिणा जिणजीवा, भावजिणा समवसरणट्ठा ॥ ३ ॥ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ આત્મપ્રબોધ જિનનું નામ તે નામજિન, જિનની પ્રતિમા તે સ્થાપનાજિન, જિનનો જીવ તે દ્રવ્યજિન, સમવસરણમાં રહેલા જિન તે ભાવજિન. - તેમાં જિનોનાં ઋષભ-અજિત-સંભવ વગેરે જે નામો છે તે નામજિનો કહેવાય છે. અને તેઓ સાક્ષાત્ જિનગુણથી રહિત હોવા છતાં પણ પરમાત્મગુણ સ્મરણ આદિનું કારણ હોવાથી, પરમાર્થની સિદ્ધિ કરનારા હોવાથી સમ્યગ્દષ્ટિઓએ હંમેશા યાદ કરવા જ જોઈએ. લોકમાં પણ મંત્રાક્ષરના સ્મરણથી કાર્યસિદ્ધિ થતી દેખાય છે. તથા રત-સુવર્ણ-રજત આદિમય કૃત્રિમ કે અકૃત્રિમ જિતેંદ્ર પ્રતિમાઓ તે સ્થાપના જિનો કહેવાય છે. અને તેમાં પણ સાક્ષાત્ જિનગુણો જો કે નથી તો પણ તે પ્રતિમાઓ તાત્ત્વિક જિનના સ્વરૂપને યાદ કરાવનારી હોવાથી, જોનારા સમ્યગ્દષ્ટિઓના ચિત્તમાં પરમ શાંતરસને ઉત્પન્ન કરતી હોવાથી, અબોધિજીવોને સર્બોધિની પ્રાપ્તિનું કારણ હોવાથી, અને કેવલીનાં વચનોથી જિનતુલ્ય હોવાથી શુદ્ધ માર્ગને અનુસરનારા શ્રાવકોએ દ્રવ્યથી અને ભાવથી હંમેશા નિઃશંકપણે વંદન કરવા યોગ્ય છે, પૂજન કરવા યોગ્ય છે, સ્તવન કરવા યોગ્ય છે. સર્વસાવદ્ય યોગથી નિવૃત્ત થયેલા હોવાથી સાધુઓએ તો ભાવપૂજા જ કરવી જોઈએ. આગમમાં તે જ પ્રમાણે પ્રતિપાદન કરેલું છે. અહીં વર્તમાનકાલીન, સારી બુદ્ધિથી હીન, શ્રીવીર પરંપરાથી બહાર થયેલા, મિથ્યાત્વના ઉદયથી પરાભવ પામેલા, સ્વમતિ કલ્પિત અર્થને સ્થાપન કરનારા, શ્રીમદ્ જિને કહેલા અનેકાંત, ધર્મનો લોપ કરનારા, દુષ્ટ વાણીના વિલાસને પ્રગટ કરનારા અને પરમાર્થથી જૈનાભાસ એવા કેટલાકો શ્રીમાન પરમ ગુરુના=તીર્થંકરના વચનનું ઉત્થાપન કરવાથી ઉત્પન્ન થયેલા અનંત ભવ ભ્રમણના ભયને અવગણીને પોતે ગ્રહણ કરેલા અસત્ પક્ષને સ્થિર કરવા માટે મુગ્ધ લોકોની આગળ ઉસૂત્ર પ્રરૂપણા કરતા કહે છે કે- જે સ્થાપના દિન છે તે જ્ઞાનાદિ ગુણથી શૂન્ય હોવાથી વંદન કરવા યોગ્ય નથી. તેને વંદન કરવામાં તરત સમ્યકત્વનો નાશ થાય છે. આગમમાં પણ તેને વંદન કરવા આદિનો અધિકાર નથી. ઘણું કહેવાથી શું? આધુનિક લોકોએ જ પોતાનો મહિમા વધારવા માટે જિનચૈત્યની સ્થાપના કરી છે. વળી- તેઓ કહે છે કે- જિનપ્રતિમાની પૂજા કરવામાં સાક્ષાત્ જીવહિંસા દેખાય છે, અને ધર્મનું મૂળ દયા છે, એ પ્રમાણે કહેલું હોવાથી જ્યાં જીવહિંસા છે ત્યાં ધર્મ નથી. તેથી પોતાના સમ્યકત્વને અખંડિત રક્ષણ કરવા ઈચ્છતા જીવોએ તેનું દર્શન કરવું પણ યોગ્ય નથી. વળી- તેઓ કહે છે કે- પૂર્વજો આદિની તુષ્ટિ માટે પીપળા વગેરે વૃક્ષના મૂળમાં સચિત્ત જળનું સિંચન કરવું વગેરેમાં અને મિથ્યાત્વી દેવની પૂજા કરવા વગેરેમાં પ્રવૃત્તિ કરવી તેમાં સમ્યકત્વનો નાશ નથી થતો. શ્રાવકો સંસારી હોવાના કારણે આવા પ્રકારના કાર્યમાં તેઓનો અધિકાર છે. હવે અહીં આગમ ઉક્તિને અનુસરીને સદ્ભૂતયુક્તિથી તે અસત્ય પક્ષનું નિરાકરણ કરવા માટે કંઈક ઉત્તર આપવામાં આવે છે Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ ચોથો પ્રકાશ - પરમાત્મતા તેમાં પહેલાં સ્થાપના જિનોમાં તાત્ત્વિક જિન સ્વરૂપનું સ્મારકપણું આદિ પૂર્વે બતાવેલ સદ્ધર્મનું યુક્તપણું પ્રત્યક્ષ આદિ પ્રમાણથી સિદ્ધ છે. આથી જિનપ્રતિમાઓમાં સર્વથા ગુણશૂન્યપણાનો અભાવ હોવાથી અર્થાત્ જિનપ્રતિમાઓ ગુણથી શૂન્ય ન હોવાથી વંદનાદિ યોગ્યપણું છે જ, અર્થાત્ જિન પ્રતિમાઓ વંદન આદિને યોગ્ય છે જ. જિનપ્રતિમાના દર્શન-વંદન આદિથી તરત શુભ ધ્યાન પ્રગટ થતું હોવાથી સમ્યક્ત્વ નિર્મળ થાય છે. તેથી ‘સમ્યક્ત્વનો નાશ થાય છે’ એ પ્રમાણે તેઓએ જે કહ્યું હતું તે સર્વથા મિથ્યાત્વમૂળવાળું હોવાના કારણે બુદ્ધિશાળીઓએ તેનો આદર ન ક૨વો જોઈએ. વળી- જ્યાં ચિત્રમાં આલેખેલી પણ સ્ત્રી હોય ત્યાં સાધુઓને રહેવાનો આચારાંગ વગેરેમાં નિષેધ કરેલો છે. સાક્ષાત્ સ્ત્રીના ગુણથી રહિત હોવા છતાં પણ તેની આકૃતિ માત્ર જ વિકારનું કારણ છે. તેથી જો તેના દર્શનથી વિકાર થાય છે તો પછી પરમ શાંતરસ અને અનુકૂળ સૌમ્ય આકા૨ને ધારણ કરનારી શ્રી જિનપ્રતિમાના દર્શનથી સારી બુદ્ધિવાળાઓને સદ્યાનનો સંભવ કેમ ન થાય ? અર્થાત્ થાય જ. એ પ્રમાણે બુદ્ધિશાળીઓએ વિવેકથી વિચારવું. પૂજા હિંસારૂપ છે ઇત્યાદિ ઉન્મત્તના પ્રલાપો છે. વળી- તેઓએ જે કહ્યું હતું કે- આગમોમાં જિનચૈત્યવંદન વગેરેનો અધિકાર નથી, ચૈત્ય સ્થાપના આધુનિક છે, પૂજા હિંસારૂપ હોવાના કારણે અધર્મરૂપ છે, વૃક્ષ આદિનું સિંચન કરવામાં અને મિથ્યાત્વી દેવની પૂજા કરવા વગેરેમાં સમ્યક્ત્વનો નાશ નથી થતો, એ બધુંય ઉન્મત્ત પ્રલાપની જેમ સર્વથા જ અયુક્ત છે. કારણ કે આગમોમાં સ્થાને સ્થાને જિનચૈત્યવંદન-પૂજન આદિનો અધિકાર છે. આથી જ તેની સ્થાપના પણ પ્રાચીન સિદ્ધ થાય છે. જો પૂજા કરવી એ અધર્મ હોય તો આગમમાં પૂજાનું જે હિત-સુખ-મોક્ષ આદિ ફળ બતાવ્યું છે તેની સાથે વિરોધ આવે. અધર્મનું ફળ તો સ્થાને-સ્થાને તિર્યંચ નરકગતિ આદિ બતાવવામાં આવ્યું છે. તથા- પીપળાદિ વૃક્ષના મૂળમાં સચિત્ત જલનું સિંચન આદિ જે વિધાન છે તે તો જિનધર્મની શ્રદ્ધાનો જ વિરોધી હોવાના કારણે સ્પષ્ટપણે મિથ્યાત્વીઓનું જ એ કામ છે એમ પ્રતીત જ છે. તથા સમ્યગ્દષ્ટિઓને અન્ય દેવને વંદન વગેરે કરવાનો રાજાભિયોગ આદિ આગારો સિવાય સર્વથા જ નિષેધ કરેલો છે. તેથી ઉત્સર્ગથી અન્ય દેવોને વંદન કરવામાં સમ્યક્ત્વનો નાશ જ થાય. વિવિધ શાસ્ત્રપાઠોથી પૂજાનું સમર્થન હવે કહેલા અર્થને પ્રતિપાદન કરનારા કેટલાક વચનો બતાવવામાં આવે છે તેમાં પહેલાં જ્ઞાતાધર્મકથાસૂત્રમાં કહેલી ઉક્તિ આ પ્રમાણે છે- ત્યાર પછી શ્રેષ્ઠ રાજકન્યા તે દ્રૌપદી જ્યાં સ્નાન કરવાનું ગૃહ હતું ત્યાં આવી. આવીને તેણીએ સ્નાન કર્યું, બલિકર્મ (ગૃહદેવતાનું પૂજન) કર્યું, મસી તિલકાદિક કૌતુક, દૂર્વાદિક મંગલ અને અશુભના નાશરૂપ પ્રાયશ્ચિત્ત કર્યું, નિર્મળ, રાજદ્વારમાં પ્રવેશ કરતાં શોભે તેવાં અને માંગલિક ઉત્તમ વસ્ત્રો પહેર્યાં. પછી સ્નાનગૃહમાંથી બહાર નીકળી. નીકળીને જ્યાં જિનેશ્વરનું ગૃહ ચૈત્ય હતું ત્યાં આવી. આવીને જિનેશ્વરના ગૃહ (ચૈત્ય)ને વિશે પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જિનેશ્વરની પ્રતિમાનું દર્શન થતાં પ્રણામ કર્યા. પ્રણામ કરી Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ આત્મપ્રબોધ લોમહસ્તક (મોરપીછ)ને ગ્રહણ કર્યું. પછી તે વડે પ્રતિમાને પ્રમાર્જી, સૂર્યાભદેવની જેમ જિનપ્રતિમાની પૂજા કરી. પૂજા કરીને તે જ પ્રમાણે (સૂર્યાભદેવની જેમ) યાવત્ પનું દહન કર્યું. ધૂપ ઉખેવીને ડાબા ઢીંચણને ઊંચો રાખ્યો. જમણા ઢીંચણને પૃથ્વી તલ પર સ્થાપન કર્યો. સ્થાપન કરીને ત્રણ વાર મસ્તકને પૃથ્વી તલ ઉ૫૨ નમાવ્યું. નમાવીને કંઈક મસ્તકને ઊંચું કર્યું. ઊંચું કરીને બે હાથ જોડી યાવત્ મસ્તક ૫૨ અંજલિ કરીને આ પ્રમાણે બોલી- ‘અરિહંત ભગવાન યાવત્ સિદ્ધિપદને પામેલા જિનેશ્વરને નમસ્કાર થાઓ' ઇત્યાદિ કહી વંદના કરી, નમસ્કાર કર્યા, વંદના-નમસ્કાર કરી જિનેશ્વરના ગૃહની બહાર નીકળી. રાજપ્રશ્નીય ઉપાંગમાં પણ કહ્યું છે કે- ત્યાર પછી તે સૂર્યાભદેવ પુસ્તક રત્નને ગ્રહણ કરે છે, પુસ્તક રતને ખોળામાં અથવા ઉત્તમ સ્થાને મૂકે છે, મૂકીને પુસ્તકને ઉઘાડે છે, ઉઘાડીને પુસ્તક તને વાંચે છે, વાંચીને ધાર્મિક વ્યવસાય કરવાની અભિલાષા કરે છે. પુસ્તક રતને પાછું મૂકે છે. મૂકીને સિંહાસન ઉપરથી ઊભો થાય છે. ઊભો થઈને વ્યવસાય સભામાંથી પૂર્વદિશાના દ્વારથી નીકળે છે. નીકળીને જ્યાં નંદાપુસ્કરિણી ત્યાં આવે છે. ત્યાં આવીને નંદાપુસ્કરિણીના પૂર્વ દિશાના ત્રણ પગથિયારૂપ તોરણથી ઉતરે છે. ઉતરીને ત્યાં હાથ-પગનું પક્ષાલન કરે છે. પક્ષાલન કરીને આચમન કરે છે. આચમન કરીને ચોખ્ખો થાય છે. પછી પરમ પવિત્ર થયેલો તે એક મોટા, શ્વેત, રજતમય, નિર્મળ, જળથી પૂર્ણ=જળથી ભરેલા, મદોન્મત્ત હાથીના મુખાકૃતિવાળા કુંભ સમાન શૃંગારને (=કળશને) ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને ત્યાં જે કમળો યાવત્ શતપત્રો, સહસ્રપત્રો છે તેને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને નંદાપુસ્કરિણીમાંથી બહાર આવે છે. બહાર આવીને જ્યાં સિદ્ધાયતન છે ત્યાં જવા માટે નિશ્ચય કરે છે. ત્યારે સૂર્યાભદેવના ચાર હજાર સામાનિક દેવો યાવત્ સોળ હજાર આત્મરક્ષક દેવો અને બીજા ઘણા સૂર્યાભવિમાનવાસી યાવત્ (દેવ-) દેવીઓ તેની પાછળ જાય છે. તેમાંથી કેટલાકે હાથમાં કમળને ધારણ કર્યા છે, યાવત્ કેટલાકે લાખ પત્રવાળા કમળને હાથમાં ધારણ કર્યા છે. તે દેવ દેવીઓ સૂર્યાભદેવની પાછળ-પાછળ જાય છે, તથા સૂર્યાભદેવના ઘણા આભિયોગિક દેવો અને દેવીઓ તેની પાછળ જાય છે. તેમાંથી કેટલાકે હાથમાં કળશને ધારણ કર્યા છે, કેટલાકે હાથમાં ધૂપ-ધાણાંને ધારણ કર્યા છે. આ રીતે હૃષ્ટ-પુષ્ટ થયેલા આભિયોગિક દેવો તેની પાછળ જાય છે. આ રીતે ચાર હજાર સામાનિક દેવોથી અને બીજા પણ દેવ-દેવીઓથી પરિવરેલો સૂર્યાભદેવ સર્વ ઋદ્ધિથી યાવત્ (વાજીંત્ર આદિ) વગાડવાથી થયેલા ધ્વનિપૂર્વક જ્યાં સિદ્ધાયતન છે ત્યાં આવે છે. ત્યાં આવીને સિદ્ધાયતના પૂર્વ દિશાના દ્વારથી પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને જ્યાં દેવછંદ છે, જ્યાં જિનપ્રતિમાઓ છે ત્યાં આવે છે. ત્યાં આવીને જિનપ્રતિમાઓને જોતાં જ પ્રણામ કરે છે. પ્રણામ કરીને મોરપીંછીને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને જિનપ્રતિમાઓને મોરપીંછીથી પ્રમાર્જે છે. પ્રમાર્જીને જિનપ્રતિમાઓને સુગંધી ચંદન આદિ સુગંધી પદાર્થોના રસ વડે મિશ્રિત જળથી સ્નાન કરાવે છે. સ્નાન કરાવીને સરસ ગોશીર્ષ ચંદન વડે ગાત્રો ઉપર વિલેપન કરે છે. વિલેપન કરીને સુરભિગંધ કાષાયિક વસ્ર વડે ગાત્રોને લૂછે છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ ચોથો પ્રકાશ - પરમાત્મતા ૨૫૯ લૂછીને જિનપ્રતિમા ઉપર નવા દેવદૂષ્ય વસ્ત્રયુગલને પહેરાવે છે. પહેરાવીને પુષ્પ ચઢાવે છે. માળા ચઢાવે છે, ગંધયુક્ત દ્રવ્યો ચઢાવે છે, ચૂર્ણ ચઢાવે છે, વર્ણ (કુંકુમ) ચઢાવે છે, વસ્ત્ર ચઢાવે છે, આભરણો ચઢાવે છે. પુષ્પ-માળા-ગંધ-ચૂર્ણ-વર્ણ-વસ્ત્ર-આમરણો ચઢાવીને નીચે લટકતી, ઉપર બાંધેલી, ઘણી ગોળ લટકતી પુષ્પ માળાઓનો કલાપ (સમૂહ) કરે છે. પુષ્પમાળાનો કલાપ કરીને પ્રયત પૂર્વક ગ્રહણ કરેલા અને પછી છોડીને મૂકેલા પાંચ વર્ણનાં પુષ્પોથી ઉચિત પુષ્પગુંજના ઉપચારથી કલિત (યુક્ત) જિનપ્રતિમાઓને કરે છે. કલિત કરીને ઇન્દ્રાણી જિનપ્રતિમાની આગળ ઉજળા, ઝીણા, રજતમય ચોખાઓથી આઠ આઠ મંગલ આલેખે છે. તે આ પ્રમાણે- (૧) સ્વસ્તિક (૨) શ્રીવત્સ (૩) નંદાવર્ત (૪) વર્ધમાન (શરાવસંપુટ) (૫) શ્રેષ્ઠ કળશ (૬) ભદ્રાસન (૭) મત્સ્ય (૮) દર્પણ. ત્યાર પછી ધૂપધાણું ગ્રહણ કરે છે. તે કેવું છે તે કહે છે- ચંદ્રપ્રભા જેવા (નિર્મળ) રત, વજરત, વૈર્યરતમય, નિર્મળ દંડવાળું, કંચન-મણિ-રતથી બનાવેલું હોવાથી આશ્ચર્યકારી, કાળો અગરુ, ઊંચી જાતનો કિંઠુ, સેલારસ અને દશાંગ આદિ ધૂપથી મહેક મારી રહેલો અને ચારે તરફ ફેલાઈ રહેલા સુગંધથી યુક્ત, ધૂમની શેરોને મૂકતો વજમય ધૂપધાર્યું છે. તેને ગ્રહણ કરીને પ્રયતપૂર્વક જિનેશ્વરોને ધૂપ આપીને મહાકાવ્યથી સ્તુતિ કરે છે. તે કાવ્યો કેવાં છે તે કહે છે- એકસો આઠ વિશુદ્ધ ગ્રંથ (શ્લોક)થી યુક્ત છે, અર્થથી યુક્ત છે, અપુનરુક્તિવાળા છે. આવા મહાકાવ્યથી સ્તુતિ કરે છે. સ્તુતિ કરીને સાત-આઠ પગલા પાછળ ખસે છે. પાછળ ખસીને ડાબા પગને ઊભો કરે છે. ઊભો કરીને જમણો પગ પૃથ્વી તલ ઉપર સ્થાપન કરીને ત્રણવાર મસ્તકને પૃથ્વીતલ ઉપર અડાડે છે. અડાડીને કંઈક ઊંચો થાય છે. ઊંચો થઈને બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલી જોડીને આ પ્રમાણે બોલે છે- અરિહંત ભગવંતોને યાવત્ સિદ્ધિ ગતિ નામના સ્થાનને પામેલાને નમસ્કાર થાઓ. આ પ્રમાણે કરીને વંદન કરે છે, નમસ્કાર કરે છે. (રાજપ્રશ્રીય સૂત્ર ૧૩૯) તથા જીવાભિગમ ઉપાંગમાં પણ વિજયદેવની વક્તવ્યતામાં આ જ આલાપક વિજયદેવના અભિલાપથી કહેલો છે. તે ત્યાંથી જ જાણી લેવો. આવા પ્રકારના ઘણા આલાપકોમાં સમ્યગ્દષ્ટિ દેવે અને મનુષ્ય આચરેલી જિનપૂજાનો અધિકાર સાક્ષાત્ દેખાતો હોવા છતાં તેનો અધિકાર નથી એમ કહેવું સમ્યગ્દષ્ટિઓને કેવી રીતે શક્ય છે ? અર્થાત્ તેનો અધિકાર નથી એમ કહેવા સમ્યગ્દષ્ટિઓ સમર્થ નથી. એ પ્રમાણે વિવેકીઓએ વિચારવું. આ અધિકારમાં સ્વયં મિથ્યાદૃષ્ટિ હોવાના કારણે બીજાઓને પણ મિથ્યાદષ્ટિ રૂપે જોતા જૈનાભાસોએ જે સમ્યગ્દષ્ટિવાળી એવી પણ દ્રૌપદીને મિથ્યાદષ્ટિવાળી કહી તથા જિનગૃહ શબ્દના અને સિદ્ધાયતન શબ્દના મૂળ અર્થને ઉખેડીને કામદેવ અને યક્ષ આદિનું ગૃહ એવો નવો અર્થ પ્રરૂપ્યો તેનો જવાબ આપતાં કહેવાય છે કે- જો દ્રૌપદીએ મિથ્યાદૃષ્ટિ હોવાના કારણે કામદેવની પૂજા કરી હોય તથા સૂર્યાભ વગેરે દેવોએ યક્ષ આદિની પૂજા કરી હોય તો તે દ્રવ્યપૂજાને અંતે “નમોલ્યુ' ઇત્યાદિ શક્રસ્તવને કેવી રીતે કહે ? તેનો પાઠ તો આગમમાં સાક્ષાત્ દેખાય છે. તેથી તેનો અપલાપ કરવો કેવી રીતે શક્ય બને ? તથા વૈમાનિક વગેરે દેવો પોતાનાથી હનપુષ્યવાળા યક્ષ વગેરેની પૂજા શા માટે કરે ? Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ આત્મપ્રબોધ વળી- જો દ્રૌપદી શ્રાવિકા ન હોત તો નારદ આવ્યો ત્યારે અભુત્થાન વગેરે કર્યું હોત અને તે નથી કર્યું તેથી નક્કી તે શ્રાવિકા જ હતી. તથા શ્રાવિકા વિના પ્રાયઃ કરીને આ પ્રમાણે શક્રસવ આદિ વિધિનું જ્ઞાન પણ ન સંભવે. ઈત્યાદિ બુદ્ધિશાળીઓએ વિચારવું. વળી- તેઓએ જે કહ્યું હતું કે- સૂર્યાભદેવે પોતાની રાજધાનીમાં મંગલ માટે જિનપ્રતિમા પૂજી હતી તેનો જવાબ આપતાં કહેવાય છે કે- સૂત્રમાં તો આ પાઠ નથી. પરંતુ ત્યાં સૂત્રમાં પૂજાને આશ્રયીને ‘હિયા વેમાર નિસ્તેયાર બાજુમિત્તા, વિસ્મરૂ હિત માટે, ક્ષેમ માટે, આનુગામિક નિઃશ્રેયસ માટે- એ પ્રમાણે પાઠ છે. તેમાં નિઃશ્રેયસ શબ્દ મોક્ષ અર્થને કહેનારો છે એમ સર્વ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તેથી શ્રીમદ્ અરિહંતના વચનથી ક્રમે કરી પૂજા મોક્ષફળવાળી છે એમ જાણીને પોતાની મરજી પ્રમાણે બોલનારાઓનાં વિતળવચનોમાં કેવી રીતે વિશ્વાસ કરાય ? વળી- પૂજાને આશ્રયીને તેઓએ કહ્યું છે કે ભગવાને હિંસાનો નિષેધ કર્યો છે આથી પૂજા કેવી રીતે કરાય ? ત્યાં આ પ્રમાણે ઉત્તર છે- અમે એમ ક્યાં કહીએ છીએ કે હિંસા કરાય. પરંતુ ભગવાને જિનપૂજા કયા આગમમાં નિષેધેલી છે ? તે તું કહે. આગમમાં તો ઉલટું સત્તર પ્રકારની પૂજા ઘણા સ્થાનોમાં વિધેય રૂપે જણાવેલી છે. વળી- શ્રી પ્રશ્ન વ્યાકરણસૂત્રમાં પ્રથમ સંવર દ્વારમાં અહિંસાના જે સાઈઠ નામો જણાવ્યા છે તેમાં પૂજા ગ્રહણ કરેલી છે. તે આ પ્રમાણે- “નિબ્બાનં ૨ નિબૂ ર સહિ રૂ સંતી ૪ત્યાદ્રિ યાવત્ जण्णो ४६ आयत्तणं ४७ जयण ४८ मप्पमाओ ४९ आसासो ५० वीसासो ५१ अभओ ५२ सव्वस्स वि अनाघाओ ५३ चोक्ख ५४ पवित्ती ५५ सुई ५६ पूया ५७ विमलप्पभा ५८ सई ५९ निम्मलतरि त्ति ६० । एवमाईणि निययगुणनिम्मियाइं पज्जवनामाणि होति, अहिंसाए भगवईए त्ति । અહીં અહિંસાના નામોમાં ના શબ્દથી અને પૂયા શબ્દથી દેવપૂજા ગ્રહણ કરેલી છે. “યાન યજ્ઞઃ' એ પ્રમાણે વ્યુત્પત્તિ થાય છે. તો પછી તમે જિનપૂજાને હિંસામાં શા માટે ગણો છો? વળી- સૂત્રકૃતાંગ અંગમાં અર્થદંડના અધિકારમાં ના દેવં ભૂદે' ઇત્યાદિ પાઠમાં નાગભૂત-યક્ષ આદિને માટે કરાયેલી પૂજામાં હિંસાપણું છે. પણ જિનપૂજામાં હિંસાપણું નથી. જો તેમાં પણ હિંસાપણું હોત તો સૂત્રમાં ‘નળદેવું' એમ પણ કહેત. પણ તે તો દેખાતું નથી. તો પછી સૂત્ર વચનને ઉત્થાપીને તમારું વચન કેવી રીતે સ્વીકારાય ? વળી- તેઓએ કહ્યું છે કે- જિનપૂજામાં છ કાય આરંભનો સંભવ હોવાથી શ્રાવકોએ તેનું શા માટે આચરણ કરવું જોઈએ ? તેનો આ પ્રમાણે ઉત્તર છે- જિન ધર્મ અનેકાંત સ્વરૂપ હોવાથી સમ્યગ્દષ્ટિઓને એકાંત પક્ષનો ગ્રહ હોતો નથી. આથી જ ત્રણ જ્ઞાનવાળા પણ મલ્લિનાથ જિને પોતાના છ મિત્રોને પ્રતિબોધ કરવા માટે સોનાની પૂતળીમાં દરરોજ કોળિયા નાખવાનું કર્યું. તથા સુબુદ્ધિમંત્રીએ પોતાના સ્વામી રાજાને પ્રતિબોધ કરવા માટે ખાળના પાણીનું પરાવર્તન કર્યું. વળી- આગમોમાં ઘણા હાથી-અ-રથ-પદાતિ વગેરે પરિવારથી યુક્ત કૂણિક વગેરે રાજાઓએ કરેલ જિનવંદન આદિ મહોત્સવ સ્થાને-સ્થાને સંભળાય છે અને આ કાર્યોમાં ઘણી Page #274 -------------------------------------------------------------------------- ________________ ચોથો પ્રકાશ - પરમાત્મતા ૨૬૧ હિંસા થઈ, પરંતુ તે લાભનું કારણ હોવાથી તેની ગણના ન કરી, અને તેથી જિનાજ્ઞાને આશ્રયીને સારી રીતે યતનાથી અને ભક્તિથી સન્ક્રિયા કરવામાં કોઈ પણ હિંસા દોષ નથી. જ્યાં હિંસા છે ત્યાં જિનાજ્ઞા નથી એ પ્રમાણે જો કહેવામાં આવે તો સાધુઓને પ્રતિક્રમણવિહાર આદિમાં પણ જિનાજ્ઞા ન હોય. કેમ કે ત્યાં પણ હિંસાનો સંભવ છે. તેથી આ શ્રુત વ્યવહાર છે કે- જે લાભનું કારણ હોય અને નિરવઘ પરિણામથી યતનાપૂર્વક પ્રવૃત્તિ હોય ત્યાં તેવા પ્રકારનો કર્મબંધ થતો નથી. આ અર્થ શ્રીભગવતીજી અંગમાં અઢારમા શતકના આઠમા ઉદેશામાંથી વિસ્તારથી જાણી લેવો. તેમાં યુગમાત્ર દૃષ્ટિ રાખીને જોઈ-જોઈને ગમન કરતા ભાવિત આત્મા એવા અણગારના પગ નીચે જો કુકડા - કુલિંગ આદિના બાળ મરી જાય તો તેને હિંસાના પરિણામ ન હોવાના કારણે ઈર્યાપથિકી જ ક્રિયા થાય છે, પણ સાંપરાયિકી ક્રિયા થતી નથી. ઈત્યાદિ અધિકાર છે. વળી- પૂજામાં જે પુષ્પ આદિનો આરંભ દેખાય છે તે ઔપચારિક હોવાથી સદ્ભાવનાથી તેનો પરિહાર થાય છે. વળી- જે પ્રમાણે નદી ઉતરતી વખતે મુનિઓને પાણી ઉપર કરુણાના પરિણામ હોય છે તે પ્રમાણે શ્રાવકોને પણ જિનપૂજામાં પુષ્પ વગેરે ઉપર કરુણાના પરિણામ હોય છે. આ પ્રમાણે હિંસાનુબંધી ક્લિષ્ટ પરિણામનો અભાવ હોવાથી સાધુઓની જેમ શ્રાવકોને પણ ત્યારે દુષ્ટ કર્મબંધ થતો નથી. વળી- જે પ્રમાણે વ્રણ છેદતી વખતે જીવોને વેદનાનો સંભવ હોવા છતાં પણ અંતે મહાસુખ ઉત્પન્ન થાય છે તે પ્રમાણે પૂજામાં પણ અલ્પમાત્ર આરંભ હોવા છતાં પણ પરિણામની વિશુદ્ધિથી ક્રમે કરી પરમાનંદ પદની પ્રાપ્તિ થાય છે. પ્રશ્ન- જો આ પ્રમાણે છે તો સાધુ દ્રવ્યપૂજા કેમ ન કરે? ઉત્તર- રોગીઓને ઔષધની જેમ આરંભમાં મગ્ન એવા જીવોને દ્રવ્યપૂજા મહા ઉપકાર કરનારી છે. આથી દ્રવ્યપૂજા તેઓને જ યોગ્ય છે. પરંતુ સર્વ આરંભથી મુક્ત થયેલા હોવાના કારણે નિરોગી જેવા સાધુઓને દ્રવ્ય પૂજા યોગ્ય નથી. આથી જ આગમમાં જિનેશ્વરોએ તેઓને અનુકંપાદાન વગેરેની પણ અનુજ્ઞા આપી નથી. વળી- દશમા અંગમાં ધર્મ-અર્થ આદિ માટે હિંસા કરનારને મંદબુદ્ધિપણું કહેલું છે. તેનો આ ભાવ છે- સિદ્ધાંતમાં દેશવિરતિ શ્રાવકને બાલપંડિત કહેલો છે પણ એકાંતપંડિત કહેલો નથી. તેથી તેને પણ દેશથી બાળપણું છે જ. આથી સાંસારિક કાર્યોમાં પ્રવર્તતા તેને દ્રવ્યપૂજા વગેરે ધર્મકાર્યનો નિષેધ કેવી રીતે હોય? એ પ્રમાણે વિવેકીઓએ વિચારવું. અથવા આ યુક્તિ એક બાજુ રહો. પરંતુ પાપાચારવાળા માણસોને આશ્રયીને જ આ મંદબુદ્ધિપણું કહ્યું છે, પણ બીજાઓને મંદબુદ્ધિપણું કહ્યું નથી. કારણ કે ત્યાં જ હિંસા કરનારના દ્વારમાં કસાય- માછીમાર આદિ અશુભ પરિણામવાળા, પાપરુચિવાળા જ જીવો તેવા પ્રકારની હિંસા કરનારા કહેલા છે. પરંતુ જિનમંદિર આદિને કરાવનારા, શુભ પરિણામવાળા શ્રાવકોને હિંસા કરનારા કહેલા નથી. ૧. કુલિંગ = કીડા વગેરે ક્ષુદ્ર જંતુ. Page #275 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ વળી- તેઓએ જે કહ્યું છે કે- પ્રતિમા એકેંદ્રિયનું દલ હોવાથી તેને વંદના આદિ કરવું અયોગ્ય છે ઇત્યાદિ. ત્યાં આ પ્રમાણે જવાબ છે- શ્રી જિનેંદ્ર ભગવંતોએ જિનબિંબોને જિનપ્રતિમા શબ્દથી કહેલાં છે, અને તેના દેવગૃહોને જિનગૃહ શબ્દથી અને સિદ્ધાયતન શબ્દથી કહેલા છે. તેથી તમે ભવભ્રમણના ભયને અવગણીને શા માટે આવા પ્રકારના કઠોર વચનને બોલો છો ? ૨૬૨ વળી- તમે પણ દિશાની સન્મુખ રહીને વંદન આદિ કરો છો અને તે દિશા તો અજીવ સ્વરૂપ છે. તો પછી તમારા મતે તેની સન્મુખ થવાથી શું ? કદાચ તમે એમ કહેશો કે દિવંદન સમયે અમારા મનમાં સિદ્ધ વગેરે છે. તો જિનપ્રતિમા વંદન સમયે પણ અમારા મનમાં સિદ્ધ વગેરે છે. ભાવની અપેક્ષાએ ન્યાય બંને જગ્યાએ સરખો છે. તેથી કોઈ પણ રીતે તેનો નિષેધ કરવો યોગ્ય નથી. વળી- સૂત્રમાં ગુરુના આસનની આશાતનાનો ત્યાગ કરવાનું કહ્યું છે. પટ્ટ આદિ સ્વરૂપ તે આસન અજીવરૂપ છે. પરંતુ આ ગુરુનું આસન છે એ પ્રમાણે સ્થાપના કરી હોવાના કારણે તેનું જે બહુમાન આદિ કરવામાં આવે છે તે પરમાર્થથી તો ગુરુનું જ બહુમાન છે. તેની જેમ જિનપ્રતિમાનું પણ બહુમાન વગેરે પરમાર્થથી તો સિદ્ધ ભગવંતોનું જ બહુમાન આદિ છે. વળી- સુધર્મસભામાં જિનેશ્વર ભગવંતોની દાઢાઓ છે અને તે અજીવ સ્કંધ સ્વરૂપ હોવા છતાં પણ સિદ્ધાંતમાં તેઓનું વંદનીયપણું, પૂજનીયપણું અને આશાતના નહીં કરવા પણું કહેલું છે. તેથી જિનમુદ્રા (=જિનપ્રતિમા) વંદનાદિને યોગ્ય છે. એમાં સંદેહ કેવો ? તથા- પાંચમા અંગમાં શરૂઆતમાં ‘નમો ગંભીÇ નિવીન્દ્' ઇત્યાદિ વાક્યથી સ્વયં સુધર્મા સ્વામીએ પણ અક્ષર વિન્યાસરૂપ લિપીને જો નમસ્કાર કર્યો છે તો પછી તેઓના વચનને અનુસરનારા જીવોને લિપીની જેમ જિનપ્રતિમાને નમસ્કાર કરવામાં કયો દોષ આવી પડે છે ? સ્થાપના તો બંનેમાં (લિપીમાં – પ્રતિમામાં) સમાન છે. વળી- જ્યારે ત્રણ લોકના સ્વામી ભગવાન સમવસરણમાં પોતાના મૂળ સ્વરૂપે પૂર્વાભિમુખ થઈને સિંહાસન ઉપર બેસે છે ત્યારે દેવો તે જ સમયે ભગવાનના સમાન આકારવાળા જ ત્રણ પ્રતિબિંબને કરીને બાકીની દિશાઓમાં સિંહાસન ઉપર સ્થાપે છે. તે અવસરે બધા ય સાધુ-શ્રાવકો વગેરે ભવ્યજનો પ્રદક્ષિણા આપવા પૂર્વક તેમને વંદનાદિ કરે છે અને આ સઘળા ય જૈન મતમાં પ્રસિદ્ધ છે. તેથી એમ જણાય છે કે- જે પ્રમાણે ભગવાને દાનાદિ ધર્મની પ્રવૃત્તિ બતાવી તે પ્રમાણે પોતાની સ્થાપનાની પણ પોતાની જેમ જ વંદનાદિ યોગ્યતા બતાવી. જો એ પ્રમાણે ન હોય તો જિન આજ્ઞાને અનુસરનારા સાધુ વગેરે તેને વંદનાદિ શા માટે કરે ? એ પ્રમાણે વિવેકીઓએ વિચારવું. તથા- શ્રીભગવતી અંગમાં પણ વીશમા શતકના નવમા ઉદ્દેશમાં વિદ્યાચારણ અને જંઘાચારણ મુનિઓને આશ્રયી શાશ્વતી અને અશાશ્વતી જિનપ્રતિમાઓનો વંદનનો અધિકાર સ્પષ્ટપણે કહેલો છે. તે સૂત્ર આ પ્રમાણે છે- હે ભગવંત ! વિદ્યાચારણને તિર્જી ગતિનો વિષય કેટલો કહેલો છે ? હે ગૌતમ ! તે વિદ્યાચારણ અહીંથી એક ઉત્પાતથી માનુષોત્તર પર્વત ઉપર સ્થિરતા કરે છે. સ્થિરતા કરીને ત્યાં ચૈત્યોને વંદન કરે છે. વંદન કરીને બીજા ઉત્પાતથી નંદીશ્વર દ્વીપમાં સ્થિરતા કરે છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ચોથો પ્રકાશ - પરમાત્મતા ૨૬૩ સ્થિરતા કરીને ત્યાં ચૈત્યોને વંદન કરે છે. વંદન કરીને પાછા ફરે છે. પાછા ફરીને અહીં આવે છે. અહીં આવીને અહીં ચૈત્યોને વંદન કરે છે. હે ગૌતમ ! વિદ્યાચારણની તિર્થી ગતિનો વિષય આટલો કહેલો છે. હે ભગવંત ! વિદ્યાચારણને ઊર્ધ્વમાં ગતિનો વિષય કેટલો કહેલો છે ? હે ગૌતમ ! તે વિદ્યાચારણ અહીંથી એક ઉત્પાતથી નંદનવનમાં સ્થિરતા કરે છે. સ્થિરતા કરીને ત્યાં ચૈત્યોને વંદન કરે છે. વંદન કરીને બીજા ઉત્પાતથી પંડક વનમાં સ્થિરતા કરે છે. સ્થિરતા કરીને ત્યાં ચૈત્યોને વંદન કરે છે. વંદન કરીને ત્યાંથી પાછા ફરે છે. પાછા ફરીને અહીં આવે છે. અહીં આવીને ચૈત્યોને વંદન કરે છે. હૈ ગૌતમ ! વિદ્યાચારણનો ઊર્ધ્વમાં ગતિનો વિષય આટલો કહેલો છે. તે વિદ્યાચારણ તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે તો તેને આરાધના થતી નથી. તે વિદ્યાચારણ તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરે તો તેને આરાધના થાય છે. આ પ્રમાણે જંઘાચારણ સંબંધી સૂત્ર પણ જાણવું. પરંતુ ગતિના વિષયમાં આટલો વિશેષ છે અને તે આ પ્રમાણે- જંઘાચારણ મુનિ તિર્થી ગતિને આશ્રયીને અહીંથી એક ઉત્પાતથી ટુચકદ્વીપમાં જાય છે. ત્યાંથી પાછો ફરેલો બીજા ઉત્પાતથી નંદીશ્વર દ્વીપમાં આવે છે અને ત્રીજા ઉત્પાતથી ફરી અહીં આવે છે. ઊર્ધ્વ ગતિને આશ્રયીને પહેલા ઉત્પાતથી પંડક વનમાં જાય છે. ત્યાંથી પાછો ફરેલો બીજા ઉત્પાતથી નંદન વનમાં આવે છે, અને ત્રીજા ઉત્પાતથી ફરી અહીં આવે છે. અહીં “સે તસ તાળસ' ઇત્યાદિ જાણવું. ભાવાર્થ આ પ્રમાણે છે- લબ્ધિનો ઉપયોગ કરી જીવવું તે ખરેખર પ્રમાદ છે. તે પ્રમાદનું સેવન કરે છતે તેની આલોચના ન કરવામાં આવે તો ચારિત્રની આરાધના થતી નથી. ચારિત્રની વિરાધના કરનારો ચારિત્રની આરાધનાના ફળને પામતો નથી. આ અધિકારમાં જૈનાભાસ એવા તેઓએ ઉત્સુત્ર પ્રરૂપણાથી ઉત્પન્ન થયેલા ભયને અવગણીને જે બહુશ્રુત પરંપરાથી આવેલા મૂળ ચૈત્ય શબ્દના અર્થને ઉખેડીને પોતાની મતિકલ્પનાથી ચૈત્ય શબ્દનો જ્ઞાનરૂપ અર્થ પ્રરૂપ્યો તેનો ઉત્તર આપે છે- અહીં જો સાધુઓએ જ્ઞાનને વંદન કર્યું હોત તો ‘વેયાડું' એ પ્રમાણે બહુવચનનો પાઠ ન હોત, પરંતુ ભગવાનનું જ્ઞાન અતિ અદ્ભુત એક સ્વરૂપવાળું હોવાથી વેઠ્ય' એ પ્રમાણે એક વચનનો જ પાઠ હોત, અને તે પાઠ નથી. તેથી જિનપ્રતિમાઓને જ વંદન કર્યું છે એ પ્રમાણે જાણવું. એમ પણ ન કહેવું કે- માનુષોત્તર પર્વત વગેરેમાં જિનપ્રતિમાઓ નથી. જંબૂદીપ પ્રજ્ઞપ્તિ વગેરેમાં મેરુવન-માનુષોત્તર-નંદીશ્વર વગેરે બધાં ય શાશ્વત સ્થાનોમાં જિન પ્રતિમાનો સદ્ભાવ છે એમ કહેલું છે. ને વળી- શ્રીભગવતી અંગમાં જ ત્રીજા શતકના બીજા ઉદેશામાં પણ સ્પષ્ટપણે જિનપ્રતિમાનો અધિકાર છે અને તે સૂત્ર સંક્ષેપથી આ પ્રમાણે છે પ્રશ્ન- હે ભગવંત ! અસુરકુમારો કોની નિશ્રાએ ઊંચે ઊડે છે ? યાવત્ સૌધર્મ દેવલોકમાં જાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જેમ કોઈ એક શબરજાતિના લોકો, બબ્બર જાતિના લોકો, ઢંકણજાતિના લોકો ભુતુઅજાતિના (?) લોકો, પન્ડજાતિ (?) ના લોકો અને પુલિંદ લોકો એક મોટા જંગલનો, Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ આત્મપ્રબોધ ખાડાનો, જલદુર્ગનો કે સ્થલદુર્ગનો, ગુફાનો, ખાડા અને વૃક્ષોથી ગીચ થયેલ ભાગનો અને પર્વતનો આશ્રય કરી એક સારા અને મોટા પણ ઘોડાના લશ્કરને, હાથીના લશ્કરને, યોદ્ધાઓના લશ્કરને, ધનુષ્ય (ધનુષ્યધારી)ના લશ્કરને હંફાવવાની હિંમત કરે છે, એ જ પ્રમાણે અસુરકુમાર દેવો પણ અરિહંતોનો, અરિહંતનાં ચૈત્યોનો અને ભાવિત આત્મા સાધુઓનો આશ્રય કરી ઊંચે યાવત્ સૌધર્મ કલ્પ સુધી ઉપર જાય છે. પણ તે સિવાય (અરિહંત વિગેરેના આશ્રય સિવાય) જતા નથી. અહીં “ઇલ્વ' એ શબ્દનો આ અર્થ છે- અહીં નિશ્ચ કરીને આ લોકમાં કે ઊંચે અરિહંત વગેરેની નિશ્રાએ ઊડે છે. તેની નિશ્રા વિના ઊડતા નથી. વળી- આ જ ઉદેશામાં પહેલાં અરિહંતો-અરિહંતની પ્રતિમાઓ અને સાધુઓ એમ ત્રણની નિશ્રા કહીને પછી અરિહંતોની અને સાધુઓની એમ બે આશાતના કહેલી છે. ત્યાં આ પ્રમાણે સંભાવના કરાય છે કે- અરિહંતોની પ્રતિમાઓ કોઈક રીતે અરિહંત તુલ્ય છે એ જણાવવા માટે અરિહંતની પ્રતિમાઓનો અલગ નિર્દેશ નથી કર્યો. અરિહંત પદથી જ અરિહંત પ્રતિમાઓનું પણ ગ્રહણ થઈ જાય છે. વળી- તેઓએ જે કહ્યું છે કે- કયા શ્રાવકે જિન પ્રતિમાની પૂજા કરી છે? તેનો ઉત્તર આ છેસિદ્ધાર્થ રાજા, સુદર્શન શેઠ, શંખ, પુષ્કલિ, કાર્તિક શેઠ વગેરે અને તંગિકા નગરીમાં રહેનારા ઘણા શ્રાવકોએ જિનપ્રતિમાની પૂજા કરી છે. અને સિદ્ધાંતમાં તે-તે અધિકારમાં “યિા યતિમા' ઇત્યાદિ પાઠ દેખાય છે. તેનો અર્થ આ પ્રમાણે છે- જેઓએ પહેલા સ્નાન કર્યું છે. સ્નાન કર્યા પછી બલિકર્મ કર્યું છે એટલે કે પોતાના ગૃહમાં રહેલા અરિહંતોની પ્રતિમા સ્વરૂપ દેવતાઓની જેમણે પૂજા કરી છે એવા તેઓ. એ પ્રમાણે પણ ન કહેવું કે- તેઓએ કુલ દેવીઓની પૂજા કરી છે. કેમકે- સમ્યકત્વનો સ્વીકાર કરતી વખતે જ તેઓએ જિનેશ્વર સિવાયના દેવોનો વંદન-પૂજન આદિનો ત્યાગ કર્યો છે. અને કુલદેવીઓની પૂજા કરી છે, એમ માનવામાં આવે તો તુંગિકાનગરીમાં રહેનારા શ્રાવકોનું સૂત્રમાં જે રીતે વર્ણન કરવામાં આવ્યું છે તેની સાથે વિરોધ આવે. તે વર્ણનવાળો પાઠ ભગવતી સૂત્રમાં બીજા શતકમાં પાંચમા ઉદેશામાં રહેલો આ પ્રમાણે છે- “મા દ્વિત્તા' ત્યાંથી માંડીને “તષ્ઠા દિયા. પુછયા ઈત્યાદિ. ત્યાં તુંગિકા નગરીમાં ઘણા શ્રમણોપાસકો-શ્રાવકો રહેતા હતા. તે શ્રમણોપાસકો આટ્યઅઢળક ધનવાળા અને દેદીપ્યમાન હતાં. તેઓના રહેવાનાં ભવનો-ઘરો વિશાળ અને ઘણાં ઊંચાં હતાં. તથા તેઓની પાસે શયનો-પથારીઓ, આસનો, ગાડા વગેરે યાનો અને બળદ વગેરે પુષ્કળ હતાં, તેઓની પાસે ધન, સોનું અને રૂપું પણ ઘણું હતું, તેઓ વ્યાજનો વ્યવસાય કરી પૈસાને બમણો, ત્રણ ગણો કરવામાં અને બીજી કલામાં પણ કુશળ હતા, તેઓને ત્યાં એંઠવાડ ઘણો થતો હતો, કારણ કે તેઓને ઘરે અનેક જણા ભોજન કરતા હતા, અથવા તેઓને ત્યાં વિવિધ પ્રકારનું ખાવાનું તથા પીવાનું હતું, તેઓને ત્યાં અનેક ચાકરો, ચાકરડીઓ, ગાયો, પાડાઓ અને ઘેટાઓ હતા, ઘણા Page #278 -------------------------------------------------------------------------- ________________ ચોથો પ્રકાશ - પરમાત્મતા ૨૬૫ માણસોથી પણ તેઓ ગાંજ્યા જાય તેવા ન હતા, તેઓ જીવ (ચેતન) અને અજીવ (જડ) ને સારી રીતે ઓળખતા હતા, તેઓને પુણ્ય અને પાપ વિષે ખ્યાલ હતો, તેઓ આસવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ અને મોક્ષ, એટલાં વાનામાં કયું ગ્રાહ્ય છે અને કયું અગ્રાહ્ય છે એ સારી રીતે જાણતા હતા, તેઓ કોઈ પણ કાર્યમાં બીજાની આશા ઉપર નિર્ભર ન હતા, અથવા તેઓ નિગ્રંથના પ્રવચનમાં એવા તો ચુસ્ત હતા કે સમર્થ દેવો, અસુરો, નાગો, જ્યોતિષ્કો, યક્ષો, રાક્ષસો, કિનરો, દ્વિપુરુષો, ગરુડો-સુવર્ણકુમારો, ગંધર્વો અને મહોરગ વગેરે બીજા દેવો પણ તેઓને નિગ્રંથના પ્રવચનથી કોઈ રીતે ચલાવી શકતા ન હતા, તેઓ નિગ્રંથના પ્રવચનમાં શંકા અને વિચિકિત્સા વિનાના હતા, તેઓએ શાસ્ત્રના અર્થોને મેળવ્યા હતા, શાસ્ત્રના અર્થોને ચોક્કસાઈથી ગ્રહણ કર્યા હતા, શાસ્ત્રના અર્થોમાં સંદેહવાળાં સ્થાનો પૂછીને નિર્ણાત કર્યા હતાં, શાસ્ત્રના અને વિશેષથી નિશ્ચિત કર્યા હતા અને શાસ્ત્રોના અર્થોનું રહસ્ય તેઓએ નિર્ણયપૂર્વક જાણ્યું હતું. તથા તેઓને નિગ્રંથ પ્રવચન ઉપરનો પ્રેમ હાડોહાડ વ્યાપી ગયો હતો, તેથી તેઓ એમ કહેતા કે- “હે ચિંરજીવ! આ નિગ્રંથનું પ્રવચન એ જ અર્થરૂપ છે પરમાર્થરૂપ છે અને બાકી બીજું બધું અનર્થરૂપ છે,” વળી તેઓની ઉદારતાને લીધે તેઓના દરવાજાઓની પછવાડે રહેતો આગલિઓ હમેશા ઊંચો રહેતો હતો અને તેઓના દરવાજા હંમેશા બધાને માટે ઉઘાડા જ રહેતા હતા, વળી તે શ્રાવકો જેને ઘરે કે જેના અંતપુરમાં જતા તેઓને પ્રીતિ ઉપજાવતા, તથા શીલવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધ અને ઉપવાસ વડે ચૌદશ, આઠમ, અમાસ તથા પૂનમને દિવસે પરિપૂર્ણ પૌષધને સારી રીતે આચરતા તથા શ્રમણ નિગ્રંથોને નિર્દોષ અને ગ્રાહ્ય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કામળ, રજોહરણ, પીઠ-પાટિયું, શવ્યા, સંથારો અને ઓસડ, વેસડ એ બધું આપીને યથાપ્રતિગૃહીત (=જે રીતે તપકર્મનો સ્વીકાર કર્યો હોય તે રીતે) તપકર્મવડે આત્માને ભાવતા તે શ્રાવકો વિહરે છે. . તેમાં ' એટલે કે જેઓને બીજાઓની સહાય નથી એવા દેવો એ પ્રમાણે કર્મધારય સમાસ કરવો. અથવા આ વિશેષણ શ્રાવકોનું અલગ જ લેવું. તેથી આપત્તિમાં પણ દેવ વગેરેની સહાયને નહીં ઇચ્છતા, સ્વયં કરેલું કર્મ સ્વયં જ ભોગવવા યોગ્ય છે એ પ્રમાણે અદનમનોવૃત્તિવાળા શ્રાવકો, અને તેથી જે આવા પ્રકારના વિશેષણવાળા શ્રાવકો હોય તેઓ મિથ્યાદૃષ્ટિ દેવોની પૂજા શા માટે કરે ? પ્રત્યક્ષ વિરોધ આવે છે. આ પ્રમાણે બુદ્ધિશાળીઓએ વિચારવું. વળી- ઔપપાતિક ઉપાંગમાં પણ અંબડ પરિવ્રાજકના અધિકારમાં જિનચૈત્યોનું સાક્ષાત્ વંદનીયપણે કહેલું છે. તે સૂત્ર આ પ્રમાણે છે- અંબડ પરિવ્રાજકને અરિહંત અથવા અરિહંતની પ્રતિમાને છોડીને અન્ય તીર્થિકોને અથવા અન્યતીર્થિક દેવોને અથવા અન્ય તીર્થિકોએ ગ્રહણ કરેલી અરિહંતપ્રતિમાઓને વંદન કરવું અથવા નમસ્કાર કરવો, યાવત્ પપૃપાસના કરવી કલ્પતું નથી. ઇત્યાદિ. આ પ્રમાણે ઉપાસક દશાંગમાં પણ આનંદ શ્રાવકના અધિકારમાં જાણવું. - ' વળી- તેઓએ જે કહ્યું કે પ્રદેશ રાજાએ ચૈત્ય શા માટે ન કરાવ્યું. તેનો ઉત્તર આ છેપ્રદેશી રાજા જિનધર્મની પ્રાપ્તિ પછી કેટલો કાળ જીવ્યો? જેથી ચૈત્ય કરાવે. વળી બધાય શ્રાવકો Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ આત્મપ્રબોધ એક જ ધર્મકાર્ય કરે એવો કયો નિયમ છે? તેથી સમ્યગ્દષ્ટિઓએ બધા ય કાર્યોમાં સમાન દૃષ્ટિથી શ્રદ્ધા કરવી, પરંતુ જિનોક્ત ધર્મકૃત્યનો કુદષ્ટિની જેમ પોતાની મતિથી કંઈ પણ નિષેધ ન કરવો. વળી- જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં પ્રથમ જિનેશ્વરના નિર્વાણ સ્થાને સૂપ કરવાના અધિકારમાં નિમત્તા ધો' એવો પાઠ છે. તેથી આગમમાં જો સ્તૂપ નિર્માપણને પણ જિનભક્તિ કહી છે તો પછી જિનચૈત્ય નિર્માણ તો સ્પષ્ટ જિનભક્તિ છે જ. તેમાં સંદેહ કેવો ? વળી- મહાનિશીથ સિદ્ધાંતમાં શ્રાવકોને આશ્રયી ચૈત્ય નિર્માપણ આદિનો અધિકાર અને સાધુઓને આશ્રયી ચૈત્યવંદન આદિનો અધિકાર સ્પષ્ટપણે બતાવેલો છે અને તે ધર્માર્થીઓએ સ્વયં જ સમદષ્ટિથી વિચારવા યોગ્ય છે. વળી- વ્યવહાર સૂત્રમાં “ગદેવ સM માવિયાડું પસિઝા તહેવ મોનોફઝા' ઇત્યાદિ પાઠમાં ચૈત્યની સાક્ષીએ આલોચના કરવી જોઈએ એ પ્રમાણે કહેલું છે. આ પ્રમાણે કેટલાં આગમ વચનો બતાવાય ? ઘણાં આગમોમાં સ્થાપના આદિ અધિકાર વિદ્યમાન છે. વળી- તેઓએ જે કહ્યું કે- બત્રીશ જ આગમો પ્રમાણ છે. મહાનિશીથ વગેરે તો તેનાથી બહાર હોવાથી પ્રમાણ નથી. તેનો ઉત્તર આ છે- નંદીસૂત્રમાં સાક્ષાત્ કહેલા આગમોનું ઉત્થાપન કરીને જે તમે બત્રીશ જ આગમોને પ્રમાણે કરો છો તે કોની આજ્ઞાથી ? એમ પણ ન કહેવું કે તેવા પ્રકારના ઉત્કૃષ્ટ જ્ઞાનથી કહીએ છીએ. કેમ કે આ ક્ષેત્રમાં હમણાં તેવા પ્રકારના જ્ઞાનનો અભાવ છે. વળી- આ કાળમાં શ્રીવીર ભગવાનની વાણીના પરમ વિશ્રામભૂત, વીર ભગવાનની પરંપરામાં થયેલા, તેમની આજ્ઞાથી જ વર્તમાનકાલિક સર્વ સિદ્ધાંતને લખાવનારા, મહા ઉપકારી શ્રી દેવદ્ધિ ક્ષમાશ્રમણે સર્વ સાધુઓને સમ્મતપણે જે સિદ્ધાંતો પુસ્તકોમાં આરોપિત કર્યા તેનું ઉત્થાપન કરનારા તમોને સ્પષ્ટ જ જિનાજ્ઞાનું વિરાધકપણું આવી પડ્યું. વળી-આગમમાં પ્રમાણ કરાયેલા નિર્યુક્તિ-ચૂર્ણ-ભાષ્યવૃત્તિનો પણ ઉત્થાપન કરવાથી તમોએ જિનાજ્ઞાની વિરાધના કરી છે. ભગવતી સૂત્રમાં (૨પમા શતકમાં બીજા ઉદેશામાં) પાઠ આ છે सुत्तत्थो खलु पढमो, बीओ निजुत्तिमीसिओ भणिओ । तईओ निरवसेसो, एस विही होइ अणुजोगो ॥ १ ॥ અર્થ- અનુયોગનો આ વિધિ છે કે પહેલી વાર સૂત્રાર્થ કહેવો, બીજી વાર નિર્યુક્તિથી મિશ્ર અર્થ કહેવો. ત્રીજી વાર સંપૂર્ણ અર્થ કહેવો. વળી- તેઓએ જે કહ્યું છે કે અમે સૂત્રને અનુસાર અર્થની પ્રરૂપણા કરીએ છીએ. નિર્યુક્તિ વગેરેથી શું પ્રયોજન છે ? તેનો ઉત્તર આ છે- આ અતિ અયોગ્ય છે. કારણ કે- સૂત્ર અતિગંભીર આશયવાળા હોવાને કારણ નિર્યુક્તિ આદિના પરિજ્ઞાન વિના ઉપદેશ આપનારાઓને નય-નિક્ષેપદ્રવ્ય-ગુણ-પર્યાય-કાલ-લિંગ-વચન-નામ-ધાતુ-સ્વર વગેરેનું જ્ઞાન ન હોવાના કારણે પદે પદે મૃષાવાદ આદિ દોષો સંભવે. પ્રશ્ન વ્યાકરણ સૂત્રના બીજા સંવર દ્વારમાં કહ્યું છે કે Page #280 -------------------------------------------------------------------------- ________________ ચોથો પ્રકાશ - પરમાત્મતા સંયમીએ કેવું વચન બોલવું ? પ્રશ્ન- `ફરી પણ કેવા પ્રકારનું સત્ય બોલવું જોઈએ ? ૨૬૭ ઉત્તર- જે દ્રવ્યોથી, પર્યાયોથી, ગુણોથી, કર્મોથી, બહુવિધ શિલ્પોથી, આગમોથી યુક્ત હોય, તથા નામપદ, આખ્યાતપદ, નિપાતપદ, ઉપસર્ગપદ, તદ્ધિતપદ, સમાસપદ અને સંધિપદથી યુક્ત હોય. વળી- હેતુ, યૌગિક, ઉણાદિ, ક્રિયા, વિધાન, ધાતુ, સ્વર, વિભક્તિ અને વર્ણથી યુક્ત હોય, તથા ત્રણ કાળના વિષયવાળું જે રીતે વચનથી દશ પ્રકારથી સત્ય છે તેવી રીતે ક્રિયાથી પણ દશપ્રકારનું સત્ય છે. તથા બાર પ્રકારની ભાષા છે. તથા સોળ પ્રકારનું વચન છે. વળી- અરિહંત વડે અનુજ્ઞાત હોય, સમીક્ષિત હોય આવા પ્રકારનું સત્યવચન સંયમીએ યોગ્ય અવસરે બોલવું જોઈએ. આ દરેકનો અર્થ આ પ્રમાણે છે દ્રવ્યોથી યુક્ત- ત્રણ કાળમાં રહેલા પુદ્ગલ આદિ વસ્તુઓથી યુક્ત. પર્યાયોથી યુક્ત- નવા-પુરાણા આદિ ક્રમવર્તી ધર્મોથી યુક્ત. ગુણોથી યુક્ત- વર્ણ વગેરે સહભાવી ધર્મોથી યુક્ત. કર્મથી યુકત-ખેતી વગેરે વ્યાપારથી યુક્ત. શિલ્પથી યુક્ત- આચાર્યથી પ્રરૂપિત ચિત્રકર્મ વગેરે ઘણા પ્રકારની ક્રિયાથી યુક્ત. આગમોથી યુક્ત- સિદ્ધાંતના અર્થથી યુક્ત. નામપદ- નામ પદ બે પ્રકારે છે. વ્યુત્પન્ન = વ્યુત્પત્તિવાળું દેવદત્ત વગેરે. અવ્યુત્પન્ન વ્યુત્પત્તિ વગરનું ડિત્ય વગેરે. = આખ્યાતપદ- સાધ્ય ક્રિયાપદ- જેમકે- અરોત્ - જોતિ - રિતિ. નિપાતપદ- તે તે અર્થને ઉદ્યોતિત કરવા માટે તે તે સ્થાનોમાં પડે તે નિપાત, જેમકે- ૬ - વા - વત્તુ ઇત્યાદિ. ઉપસર્ગપદ- ધાતુની સમીપે જે જોડાય તે ઉપસર્ગ. જેમકે- X - પરા - અપ વગેરે. તદ્ધિતપદ- ‘તેના માટે હિતકર' ઇત્યાદિ અર્થોને જણાવનારા જે પ્રત્યયો તે તદ્ધિત પ્રત્યયો છે. તે પ્રત્યયો જે પદને અંતે હોય તે પદ તદ્વિતપદ. જેમકે- ગાયોને હિતકર તે ગવ્ય દેશ. આ ગવ્ય દેશ છે, એટલે કે ગાયને હિતકર દેશ છે. આદિ શબ્દથી નાભિનો પુત્ર તે નાભેય. સમાસપદ- પદોને ભેગા કરવારૂપ પદ-તત્પુરુષ વગેરે. જેમકે- રાજ્ઞ: પુરુષ:- રાનપુરુષ: સન્ધિપદ- નજીક લાવવું. તેનાથી બનેલું પદ. જેમકે ષિ + રૂતું = થીવું, તવ્ + યથા = તદ્યા વગેરે. હેતુ- જે સાધ્ય વિના ન રહે તે હેતુ. જેમકે- અનિત્ય: શઃ તાર્ વગેરે. ૧. અહીં ‘પુરૂ’ ફરી પણ. એટલે કે પૂર્વવાક્યાર્થની અપેક્ષાએ ઉત્તર વાક્યાર્થને ‘ઞ ્' પાદપુરણ અર્થમાં છે. ૨. યુક્ત શબ્દ ‘વર્નનુત્તું' ત્યાંથી લેવાનું છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ આત્મપ્રબોધ યૌગિક પ્રકૃતિ અને પ્રત્યયના જ બે વગેરેના સંયોગવાળું પદ તે યૌગિકપદ. જેમકે-૩પતિ અહીં ૩પ ઉપસર્ગ, ધાતુ અને તિ પ્રત્યય એમ ત્રણનો સંયોગ છે. તેનાથી (શત્રુની સામે) જાય છે એ અર્થમાં પતિ અહીં અભિ સેના પછી નામ ધાતુનો fજૂ પ્રત્યય લાગીને પેથતિ બન્યું છે. ઉણાદિ- ૩ વગેરે પ્રત્યયાત્તવાળું પદ. જેમકે- મારુ, સ્વાદુ ક્રિયાવિધાન-સિદ્ધ ક્રિયાનો વિધિ, અર્થાત્ પ્રત્યયો જેને અંતે છે એવો. જેમકે-પત્તિ, પ:: ધાતુઓ- ક્રિયાને પ્રતિપાદન કરનારા પૂ વગેરે ધાતુઓ. સ્વરો- આ કાર વગેરે અથવા પન્ન વગેરે સાત સ્વરો. ક્યાંક રસી એમ પાઠ છે. ત્યાં શૃંગાર વગેરે નવ રસો જાણવા. [સાત સ્વરો (૧) સા - જ - મયૂરનો (૨) રિ - રિષભ કુકડાનો, વૃષભનો (૩) ગ - ગંધાર - હંસનો (૪) મ - મધ્યમ - બળદનો, ક્રૌંચનો (૫) પ - પંચમ - કોયલનો (૬) ધ- ધવત - સારસનો, ઘોડાનો. (૭) ની - નિષાદ - હાથીનો. નવ રસો - શૃંગારરસ, હાસ્યરસ, કરુણારસ, રૌદ્રરસ, વીરરસ, ભયાનકરસ, બીભત્સરસ, અદ્ભુતરસ, શાંતરસ.] વિભક્તિઓ- પ્રથમા વગેરે સાત વિભક્તિઓ. વર્ણો- કકાર વગેરે વ્યંજનો. સત્ય- સત્ય શબ્દને ભેદ પૂર્વક જણાવવામાં આવે છે- ત્રણે કાળના વિષયવાળું સત્ય જેવી રીતે બોલવાની ક્રિયા (વચન)થી સદ્ભૂત અર્થના કારણે દશ પ્રકારનું હોય છે, તેવી જ રીતે અક્ષર લેખન આદિ ક્રિયાથી પણ સભૂત અર્થ જણાવવા વડે સત્ય દશ પ્રકારનું થાય છે. અર્થાત્ વચનથી સત્ય દશ પ્રકારનું છે તેમ અક્ષર લેખન આદિ ક્રિયાથી પણ સત્ય દશ પ્રકારનું છે. કેમકે- બંને (=વચન અને અક્ષર લેખન) સ્થળે (વ્યમવારતયા) કોઈ પણ જાતના ફેરફાર વિના બીજાને નહીં છેતરવાની અને સરળ અધ્યવસાયની સમાનતા છે. અર્થાત્ બોલવું અને અક્ષરલેખન સાદિ ક્રિયા કરવી એ બંનેમાં બીજાને નહીં છેતરવાનો અને સરળતાનો આશય હોય છે. વચનસત્ય- વચન સત્યના દશ પ્રકાર આ પ્રમાણે છે(૧) જનપદસત્ય- ઉદક (પાણી)ના અર્થમાં પયઃ શબ્દ કોકણ આદિ દેશમાં રૂઢ થયેલું હોવાથી પાણીને પયઃ કહેવું તે જનપદ સત્ય. (૨) સંમતસત્ય- કુવલય વગેરે પણ પંકમાં ઉત્પન્ન થતાં હોવા છતાં ગોપાલ વગેરેને પણ અરવિંદ જ સંમત હોવાથી અરવિંદને જ પંકજ કહેવું તે સંમતસત્ય. (૩) સ્થાપના સત્ય- જિનપ્રતિમા આદિમાં જિન આદિનો વ્યવહાર કરવો તે સ્થાપના સત્ય. (૪) નામસત્ય-કુલને ન વધારતો હોવા છતાં કુલવર્ધન એમ કહેવું તે નામસત્ય. (૫) રૂપસત્ય- ભાવથી શ્રમણ ન હોવા છતાં શ્રમણના રૂપને ધારણ કરનારને શ્રમણ કહેવું તે રૂપસત્ય. Sા છ Page #282 -------------------------------------------------------------------------- ________________ ચોથો પ્રકાશ - પરમાત્મતા ૨૬૯ (૬) પ્રતીતસત્ય- કનિષ્ઠિકાને આશ્રયીને અનામિકાને દીર્ધ કહેવી અને તે જ અનામિકાને મધ્યમાની અપેક્ષાએ નાની કહેવી તે પ્રતીત સત્ય. વ્યવહારસત્ય- પર્વત પર રહેલું ઘાસ બળતું હોવા છતાં પર્વત બળે છે એમ કહેવું તે વ્યવહાર સત્ય. (૮) ભાવસત્ય- બગલામાં પાંચે વર્ણ હોવા છતાં શુક્લત્વ સ્વરૂપ ભાવની ઉત્કટતા હોવાના કારણે બગલાને ધોળો કહેવો તે ભાવસત્ય. (૯) યોગસત્ય- (હાથમાં) દંડનો યોગ હોવાના કારણે તેને (=દંડ ધારણ કરનારને) જ દંડ કહેવો તે યોગસત્ય. (૧૦) ઉપમા સત્ય- (મોટુ તળાવ હોય તેને જોઈને) આ તળાવ સમુદ્ર જેવું છે એમ કહેવું તે ઉપમાસત્ય. બાર પ્રકારની ભાષા- પ્રાકૃત – સંસ્કૃત - માગધ - પૈશાચ - સૌરસેની - અપભ્રંશ. આ છે પ્રકારની ગદ્ય અને પદ્ય ભેદથી ૧૨ પ્રકારની થાય છે. તેમાં અપભ્રંશ દેશવિશેષથી અનેક પ્રકારની છે. સોળ વચનો(૧-૩) વર્ણત્રય- એક વચન - દ્વિવચન – બહુવચન. જેમકે વૃક્ષ: – વૃક્ષ – વૃક્ષા: (૪-૬) લિંગત્રિક- સ્ત્રીલિંગ પુલિંગ - નપુંસકલિંગ. જેમકે- મારી - વૃક્ષ: - ડું (૭-૯) કાલત્રિક-અતીત - અનાગત- વર્તમાન. જેમકે- અરોર્ - સ્થિતિ – રોતિ (૧૦) પ્રત્યક્ષ- જેમકે- માં, પુષ: (૧૧) પરોક્ષ- જેમકે સા, સ: (૧૨) ઉપનીત- ગુણ ઉપનયનરૂપ. જેમકે રૂપવાનર્થ = આ રૂપાળો છે. (૧૩) અપનીત- ગુણ અપનયનરૂપ. જેમકે ટુકશીતોડ્યું = આ દુઃશીલ છે. (૧૪) ઉપનીત-અપનીત- જ્યાં ગુણ બતાવી પછી અવગુણ બતાવવામાં આવે. જેમકે આ રૂપાળો છે પણ દુઃશીલ છે. (૧૫) અપનીત-ઉપનીત- જ્યાં દોષ બતાવી પછી ગુણ બતાવામાં આવે. જેમકે આ દુઃશીલ છે, પણ રૂપાળો છે. (૧૬) અધ્યાત્મ-અભિપ્રેત અર્થને છૂપાવવાની ઇચ્છાવાળો હોય છતાં સહસા તે જ વચન બોલાઈ જાય. આ પ્રમાણે કહેલા સત્ય આદિ સ્વરૂપે અવધારણ કરવા દ્વારા અરિહંતો વડે અનુજ્ઞાત એવું પણ વચન જો જિનાનુમત ન હોય, બુદ્ધિથી વિચારેલું ન હોય, બોલનાર અસંમત હોય, બોલવાને ઉચિત અવસર ન હોય તો તે ન બોલવું. કહ્યું છે કે- “જે વચન આ લોક-પરલોક એમ ઉભયલોકને Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ આત્મપ્રબોધ માટે પરિશુદ્ધ હોય, સ્વપરને જે સર્વથા પીડા કરનારું ન હોય એવું વચન બુદ્ધિથી વિચારીને બોલવું જોઈએ. તેથી ઘણું કહેવાથી શું ? પરમાર્થથી તો કુદષ્ટિવાળા જીવો દુષ્ટ મિથ્યાત્વરૂપી પિશાચથી ગ્રસ્ત હોવાના કારણે પોતે ગ્રહણ કરેલા અસત્ પક્ષની પુષ્ટિ માટે ઘણા પ્રકારે ઇચ્છા મુજબ ઉસૂત્ર પ્રરૂપણાને કરતા અને લોકમાં ભાવસાધુની ઉપમાને ધારણ કરતા પોતાને અને મહામંદબુદ્ધિવાળા બીજા જીવોને અપાર સંસાર સમુદ્રમાં ડૂબાડે છે. જે ભવ્યજીવો સંસારના ભીરુ છે અને પોતાના ગુણોનું કુશલ ઇચ્છી રહ્યા છે. તેઓએ બગલા જેવા બાહ્ય ક્રિયામાં તત્પર, મહા અજ્ઞાની એવા તે મહાનિદ્વવોનો સર્વથા પરિચય ન કરવો જોઈએ. જો તેમનો પરિચય કરવામાં આવે તો તરત સદ્ભૂત સમ્યકત્વરત મલિન થાય છે. જેઓના મનમાં શંકા છે તેઓએ સિદ્ધાંતમાં કહેલા અનેકાંત માર્ગને અનુસરીને તેઓની પરીક્ષા કરવી જોઈએ, પણ માત્ર બાહ્ય ક્રિયા જોઈને અનુરાગી ન થવું જોઈએ. કારણ કે સંસારમાં ભટકતા અભવ્ય જીવોએ આના કરતાં પણ અધિક બાહ્ય ક્રિયા અનંતવાર કરેલી છે. વળી- આગમમાં પણ સમજ્ઞાનની અપેક્ષાએ ક્રિયાને ગૌણ કહી છે. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિના આઠમા શતકના દશમા ઉદેશામાં રહેલું સૂત્ર આ પ્રમાણે છે- હે ગૌતમ ! મારા વડે પુરુષો ચાર પ્રકારના કહેવાયા છે. તેમાં પહેલા પ્રકારના પુરુષો છે તે પુરુષો શીલ સંપન્ન છે, શ્રુત સંપન્ન નથી. ઉપરત (= સાવધ પ્રવૃત્તિથી અટકેલા) છે અને ધર્મને સારી રીતે જાણ્યો નથી. હે ગૌતમ! આવા પુરુષો મારા વડે દેશ આરાધક કહેવાયા છે. તેમાં જે બીજા પ્રકારના પુરુષો છે તે પુરુષો શીલસંપન્ન નથી, શ્રુતસંપન્ન છે, ઉપરત નથી, ધર્મના જાણકાર છે. હે ગૌતમ ! આવા પુરુષો મારા વડે દેશવિરાધક કહેવાય છે. તેમાં જે ત્રીજા પ્રકારના પુરુષો છે તે પુરુષો શીલ સંપન્ન છે. શ્રુત સંપન્ન છે, ઉપરત છે અને ધર્મના જાણનારા છે. હે ગૌતમ ! આવા પુરુષો મારા વડે સર્વ આરાધક કહેવાયા છે. તેમાં જે ચોથા પ્રકારના પુરુષો છે તે પુરુષો શીલસંપન્ન નથી, શ્રુત સંપન્ન નથી, ઉપરત નથી અને ધર્મના જાણનારા નથી. હે ગૌતમ ! આવા પુરુષો મારા વડે સર્વ વિરાધક કહેવાયા છે. પ્રશ્ન-સ્થાનાંગ સૂત્રમાં જમાલી વગેરે સાત જ નિહ્નવો કહેવાયા છે અને આ તેની અંદર હોવાથી તેઓનું નિવપણું કેવી રીતે ઘટે ? ઉત્તર- ‘મ ને ફર્વ સુન્ના વહવે મિક્સ' તૈયાયિક માર્ગને સાંભળીને ઘણા ભ્રષ્ટ થશે ઈત્યાદિ ઉત્તરાધ્યયનનું વચન પ્રમાણ હોવાથી દિગંબર આદિની જેમ આમનું પણ નિહ્નવપણું યુક્ત જ છે. અને જે સ્થાનાંગ સૂત્રમાં આમને ગ્રહણ નથી કર્યા, ત્યાં આ પ્રમાણે સંભાવના કરાય છે કેતે સૂત્રમાં નાના નિદ્વવોને ગ્રહણ કરેલા છે અને આ દિગંબરોની જેમ મહાનિદ્ભવો થયા છે. આથી Page #284 -------------------------------------------------------------------------- ________________ ચોથો પ્રકાશ - પરમાત્મતા ૨૭૧ તે સૂત્રમાં આ અને દિગંબરો એમ બંનેને પણ ગ્રહણ નથી કર્યા. તત્ત્વ તો કેવલીઓ અથવા બહુશ્રુતો જાણે. પ્રપંચથી સર્યું. આ પ્રમાણે સંક્ષેપથી સ્થાપના જિનનું સ્વરૂપ જણાવ્યું. તથા જે જીવો તીર્થંકર રૂપે થાય છે તે દ્રવ્ય જિન કહેવાય છે. જેમકે શ્રેણિક વગેરે. અને તેઓ ભવિષ્યની અવસ્થાને આશ્રયીને વંદન કરવા યોગ્ય છે. શાસ્ત્રમાં સંભળાય છે કે- શ્રીવીર સ્વામીનો જીવ મરીચિના ભવમાં શ્રી ભરતચક્રી વડે વંદન કરાયો. તથા જેઓ સમસ્ત યથાવસ્થિત જીવાદિ પદાર્થના સમૂહને પ્રકાશિત કરનારા કેવળજ્ઞાનને વામને સકલ લોકના લોચનને અતિ આનંદનો ઉત્સવ કરાવનારા નિરુપમ ત્રણ ગઢથી શોભતા સમવસરણના મધ્યભાગમાં સ્થાપન કરેલા વિચિત્ર રતખંડથી બનાવેલા સિંહાસન ઉપર બેઠેલા, વિશિષ્ટ અષ્ટ મહાપ્રાતિહાર્ય આદિ અરિહંત સંબંધી પરમ વિભૂતિને સાક્ષાત્ અનુભવે છે તે ભાવજિનો કહેવાય છે. તેઓ સદ્ભૂત માર્ગને બતાવવા આદિ દ્વારા સર્વજીવોને પરમ ઉપકાર કરનારા હોવાના કારણે સર્વદા વંદન-પૂજન-સ્તવન આદિને યોગ્ય છે. આ પ્રમાણે ચારે નિક્ષેપાથી જિનનું સ્વરૂપ કહ્યું. આ જ ચાર નિક્ષેપા જિન સિવાયના કેવલી અને સિદ્ધોને વિશે પણ આ જ પ્રમાણે યથાયોગ્ય ઘટાવી જોડવું. સઘળા પદાર્થો ચાર આદિ નિક્ષેપા વિનાના હોતા નથી. અર્થાત્ સઘળાય પદાર્થો ચાર આદિ નિક્ષેપાવાળા છે. (૩) ભવસ્થ કેવલી હવે કેવલીઓના આહાર સંબંધી વિશેષ પિંડનિર્યુક્તિના વચનથી બતાવવામાં આવે છે- ओहो सुओवउत्तो, सुयनाणी जइवि गिण्हइ असुद्धं । तं केवली वि भुंजइ, अप्पमाणसुअंभवे इयरा ॥४॥ સામાન્યથી શ્રુતમાં ઉપયોગવાળો કદાચ અશુદ્ધ ગ્રહણ કરે તો કેવલી તેનું પણ ભોજન કરે. અન્યથા શ્રુત અપ્રમાણ થાય. સામાન્યથી પિંડનિર્યુક્તિ આદિ રૂપ આગમમાં ઉપયોગવાળો આગમને અનુસાર કચ્યાકધ્યની વિચારણા કરતો શ્રુતજ્ઞાની સાધુ કોઈપણ રીતે અશુદ્ધ આહાર આદિને ગ્રહણ કરે તો પણ તે અશન આદિ કેવલજ્ઞાની પણ ભોગવે. જો તે પ્રમાણે ન કરે તો શ્રુતજ્ઞાન અપ્રમાણ થાય. તે આ પ્રમાણેછમસ્થ સાધુ શ્રુતજ્ઞાનના બળથી શુદ્ધ ગવેષણા કરવા ઈચ્છે છે પણ બીજા કોઈ પ્રકારથી નહીં. તેથી જો કેવલી શ્રુતજ્ઞાની વડે આગમના અનુસારે ગષણા કરાયેલું પણ અશુદ્ધ છે એમ જાણીને ન ભોગવે તો શ્રુતમાં અવિશ્વાસ થાય, અને એ પ્રમાણે શ્રુતને કોઈ પણ પ્રમાણરૂપે ન સ્વીકારે. શ્રુતજ્ઞાન અપ્રમાણ થયે છતે શ્રુતજ્ઞાન વિના છદ્મસ્થ જીવોને ક્રિયાકાંડના જ્ઞાનનો અસંભવ હોવાથી સર્વ ક્રિયાના લોપનો પ્રસંગ આવે. આ વાત શિષ્યાદિથી યુક્ત કેવલી ભગવંતને આશ્રયીને કહેલી છે. જો કેવલી સ્વયં એકાકી હોય તો પોતાના જ્ઞાનના બળથી યથાયોગ્ય શુદ્ધ જ ગ્રહણ કરે. અહીં જિનોને અને અજિનોને આશ્રયીને બીજું પણ ઘણું કહેવા યોગ્ય છે. પરંતુ ગ્રંથ ગહન થઈ જવાના પ્રસંગથી તે અહીં કહેવામાં આવતું નથી. આ પ્રમાણે ભવસ્થ કેવલીનું સ્વરૂપ સંક્ષેપથી કહ્યું. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ આત્મપ્રબોધ સિદ્ધનું સ્વરૂપ હવે પ્રજ્ઞાપના આદિ સૂત્રોમાં કહેલી ગાથાઓથી સિદ્ધનું સ્વરૂપ સંક્ષેપથી કહેવાય છે. ત્યાં ઊંધી કરેલી છત્રીના સંસ્થાને (આકારે) રહેલી, સર્વ રીતે શ્વેત વર્ણવાળી, સમયક્ષેત્રની સમશ્રેણિએ પીસ્તાલીશ લાખ યોજન પ્રમાણવાળી, બહુ મધ્ય ભાગમાં આઠ યોજન પ્રમાણ જાડી, ત્યાર પછી બધી દિશાઓમાં અને વિદિશાઓમાં પ્રદેશની હાનિથી થોડી-થોડી ઘટતી, બધાયથી છેલ્લા પ્રદેશમાં માખીની પાંખથી પણ અતિ પાતળી, અંગુલના અસંખ્યય ભાગ જેટલી જાડી ઈષ~ાગભારા (સિદ્ધશિલા) પૃથ્વી છે. એ પૃથ્વીની ઉપર નિસરણીની ગતિથી (=સરળ ગતિથી) એક યોજને લોકાંત છે. તે યોજનાનો ઉપરનો જે ચોથો ભાગ એટલે કે એક ગાઉ છે તેના સર્વથી ઉપરના છઠ્ઠા ભાગમાં સિદ્ધ ભગવંતો અનંત ભવિષ્યકાળ સુધી સ્વસ્વરૂપે રહે છે. (૪) તેના સ્વરૂપને પ્રતિપાદન કરનારી ગાથા આ પ્રમાણે છે तत्थ वि अ ते अवेया, अवेयणा निम्ममा असंगा य । संसारविप्पमुक्का, पएसनिव्वत्तसंठाणा ॥५॥ ત્યાં પણ તે સિદ્ધ ભગવંતો વેદ રહિત, વેદના રહિત, મમત્વ રહિત અને સંગ રહિત છે. સંસારથી મુક્ત છે. આત્મપ્રદેશથી નિષ્પન્ન સંસ્થાનવાળા છે.. સિદ્ધક્ષેત્રમાં ગયેલા સિદ્ધ ભગવંતો પુરુષવેદ આદિ વેદથી રહિત છે. સાતા-અસાતા વેદનાનો અભાવ હોવાથી વેદનાથી રહિત છે. મમત્વથી રહિત છે. બાહ્ય-અત્યંતર સંસર્ગથી રહિત છે. આવા શાથી છે ? આથી કહે છે- સંસારથી મૂકાયેલા છે. વળી કેવા છે? આત્મપ્રદેશોથી નિષ્પન્ન થયેલા સંસ્થાનવાળા છે. અહીં પ્રદેશ શબ્દથી આત્મપ્રદેશો જ જાણવા, પણ બાહ્ય પુગલો ન સમજવા. કેમ કે તેમણે સર્વ રીતે પાંચે શરીરોનો ત્યાગ કર્યો છે. (૫). અહીં પ્રશ્ન છે હિં કિયા ? સિત, ëિ સિદ્ધ પદિમા ? कहिं बोंदिं चइत्ता णं, कत्थ गंतूण सिज्झई ? ॥६॥ સિદ્ધો કોનાથી સ્કૂલના પામ્યા? સિદ્ધો કયા સ્થાનમાં પ્રતિષ્ઠિત થયા? કયા ક્ષેત્રમાં શરીરનો ત્યાગ કરીને ક્યાં જઈને સિદ્ધ થાય છે ? (૬) ઉત્તર अलोए पडिहया सिद्धा, लोगग्गे य पइट्ठिया। इहिं बोदिं चइत्ता णं, तत्थ गंतूण सिज्झई ॥७॥ સિદ્ધ ભગવંતો કેવલ આકાશરૂપ અલોકથી સ્કૂલના પામેલા છે. અહીં અલોકનો સંબંધ થયો અને એના કારણે વિઘાત થયો એમ લના ન સમજવી. કેમ કે સિદ્ધ ભગવંતોને કોઈનો પણ ૧. પ્રતમાં લાંબી-પહોળી-જાડી લખેલું છે પણ તે બરાબર નથી લાગતું. Page #286 -------------------------------------------------------------------------- ________________ ચોથો પ્રકાશ પરમાત્મતા ૨૭૩ વિઘાત થતો નથી. પરંતુ અહીં અલોકમાં ધર્માસ્તિકાય આદિનો અભાવ હોવાથી તેની નજીકમાં જઈને રહેવું એ જ અલના જાણવી. તથા સિદ્ધો પંચાસ્તિકાય સ્વરૂપ લોકના અગ્રભાગે ફરી ન આવવું પડે તે રીતે પ્રતિષ્ઠિત થયેલા છે. તથા અહીં મનુષ્ય લોકમાં શરીરનો ત્યાગ કરીને ત્યાં લોકના અગ્રભાગે સમયાંતરને અને પ્રદેશાંતરને સ્પર્ધ્યા વિના જઈ સિદ્ધ થયા છે. સિદ્ધ થતા જીવની ગતિ પ્રશ્ન- સિદ્ધ કર્મરહિત હોવાથી તેમની ગતિ કેવી રીતે સંભવે ? ઉત્તર-પૂર્વપ્રયોગ આદિથી ગતિનો સંભવ હોવાથી દોષ આવતો નથી. શ્રીભગવતી અંગમાં કહ્યું છે કે- નું અંતે અમે જરૂ પતિ ?, મા ! णिस्संगताए निरंगणताए गतिपरिणामेणं बंधणछेयणताए णिरिंधणताए पुव्वप्पओगेणं अकम्मस्स ન પં ત્યાદ્રિ ! " - આનો અર્થ આ પ્રમાણે છે- હે ભગવન્! કર્મરહિત જીવની ગતિ કેવી રીતે થાય ? હે ગૌતમ ! નિઃસંગપણે એટલે કર્મરૂપી મેલ દૂર થવાથી, નિરાગપણે એટલે મોહ દૂર થવાથી, ગતિ પરિણામથી એટલે તુંબડીના ફળની જેમ ગતિ સ્વભાવથી, બંધન છેદનથી એટલે એરંડફળની જેમ કર્મબંધનના છેદનથી, નિરિંધનથી એટલે ધૂમાડાની જેમ કર્મરૂપી ઇંધનથી મૂકાવાથી, પૂર્વપ્રયોગથી એટલે બાણની જેમ સકર્મ અવસ્થામાં ગતિના પરિણામથી, અર્થાત્ બાણને છોડતી વખતે પ્રયોગ હતો પછી પ્રયોગ વિના બાણ ગતિ કરે છે તેમ સકર્મ અવસ્થામાં જીવ ગતિના પરિણામવાળો હતો અને બાણની જેમ અકર્મ અવસ્થામાં પણ તે પરિણામ આવ્યો એટલે પૂર્વપ્રયોગથી ગતિ થઈ. તુંબડી આદિ દષ્ટાંતની વિશેષથી અર્થ યોજના તો સૂત્રથી જ જાણી લેવી. (૭) સિદ્ધોનું સંસ્થાનમાન હવે ત્યાં ગયેલા સિદ્ધોનું જે સંસ્થાન-માન છે તે બતાવવામાં આવે છે– दीहं वा हस्सं वा, जं चरिमभवे भवेज संठाणं । तत्तो तिभागहीणा, सिद्धाणोगाहणा भणिया ॥८॥ પાંચસો ધનુષ્ય પ્રમાણ દીર્ઘ અથવા બે હાથ પ્રમાણ તસ્વ. વા શબ્દથી વિવિધ પ્રકારની મધ્યમ અવગાહના છે. જે છેલ્લા ભવમાં સંસ્થાન હોય છે તે સંસ્થાનમાંથી વદન-ઉદર આદિના પોલાણ પૂરાવાથી ત્રીજા ભાગે હીન સિદ્ધોની અવગાહના એટલે પોતાની અવસ્થા જ તીર્થંકર ગણધરોએ કહેલી છે. અહીંના સંસ્થાન પ્રમાણની અપેક્ષાએ ત્રણ ભાગહીન ત્યાં સંસ્થાન છે એવો ભાવ છે. (૮) આ જ વસ્તુ સ્પષ્ટપણે બતાવે છે– . जं संठाणं तु इहं, भवं चयंतस्स चरिमसमयंमि । आसी य पएसघणं, तं संठाणं तहिं तस्स ॥९॥ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ આત્મપ્રબોધ જેટલા પ્રમાણવાળું સંસ્થાન આ મનુષ્યભવમાં હતું તે જ સંસ્થાનથી થયેલા શરીરનો ત્યાગ કરતા ચરમ સમયે સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ ધ્યાનના બળથી વદન-ઉદર આદિના છિદ્ર પૂરાવાથી ત્રીજા ભાગ જેટલું હીન પ્રદેશઘન શરીર હતું અને તે જ મૂલ પ્રમાણની અપેક્ષાએ પ્રદેશ ઘન ત્રિભાગહીન પ્રમાણ સંસ્થાન ત્યાં લોકાંતે તે સિદ્ધને હોય છે. બીજું હોતું નથી. (૯) હવે ઉત્કૃષ્ટ આદિ ભેદથી ભિન્ન અવગાહના બતાવાય છે तिण्णि सया तेत्तीसा, धणूं तिभागो य होइ नायव्वो । एसा खलु सिद्धाणं, उक्कोसोगाहणा भणिया ॥१०॥ ઉત્કૃષ્ટ અવગાહનાનું સ્વરૂપ ત્રણસો તેત્રીશ ધનુષ અને એક ધનુષનો ત્રીજો ભાગ સિદ્ધોની આ ઉત્કૃષ્ટ અવગાહના કહેલી છે. તે પાંચસો ધનુષવાળા જીવોની જાણવી. પ્રશ્ન- નાભિકુલકરની પતી મરુદેવી હતી. તે નાભિરાજાના શરીરનું પ્રમાણ પાંચસો પચીસ ધનુષ હતું. “સંય સંતાઈ ૩ખ્યત્ત વેવ તાદિ સE' સંઘયણ, સંસ્થાન અને ઊંચાઈ કુલકરની સમાન હોય છે એ વચન હોવાથી જેટલું નાભિ રાજાના શરીરનું પ્રમાણ હતું તેટલું જ શરીર પ્રમાણ મરુદેવીનું પણ હતું. પૂજય મરુદેવી સિદ્ધ થયા છે. તેથી તેના શરીરમાનનો ત્રીજો ભાગ ઓછો કરતાં સિદ્ધ અવસ્થામાં સાડાત્રણસો ધનુષ અવગાહના પ્રાપ્ત થાય છે તો પછી કહેવા પ્રમાણવાળી ઉત્કૃષ્ટ અવગાહના કેવી રીતે ઘટે ? ઉત્તર- આ વાત એ પ્રમાણે નથી. કેમ કે મરુદેવીનું પ્રમાણ નાભિંરાજા કરતાં કંઈક ન્યૂન હતું. ઉત્તમ સંસ્થાનવાળી સ્ત્રીઓ ઉત્તમ સંસ્થાનવાળા પુરુષો કરતાં પોતપોતાના કાળની અપેક્ષાએ કંઈક ન્યૂન પ્રમાણવાળી હોય છે. તેથી મરુદેવી પણ પાંચસો ધનુષ પ્રમાણવાળી હતી. આ પ્રમાણે કંઈ પણ દોષ નથી. વળી મરુદેવા હાથીના સ્કંધ ઉપર આરૂઢ થયેલી સંકુચિત શરીરવાળી સિદ્ધ થઈ છે, તેથી શરીરનો સંકોચ થયો હોવાથી અધિક અવગાહનાનો સંભવ નથી. માટે વિરોધ નથી આવતો. ભાષ્યકારે કહ્યું છે કે कह मरुदेवामाणं ?, नाभीतो जेण किंचिदूणा सा । तो किर पंचसयच्चिय, अहवा संकोचतो सिद्धा ॥ १ ॥ મરુદેવાનું માન કેટલું હતું ? નાભિરાજાથી કંઈક ન્યૂન પ્રમાણવાળી તે હતી. તેથી પાંચસો ધનુષવાળી જ તે હતી. અથવા સંકોચથી સિદ્ધિ થયેલી હતી. જો કે આ ગાથાનો અર્થ ઉપર કહેવાઈ ગયો છે. (૧૦) મધ્યમ અવગાહનાનું સ્વરૂપ चत्तारि य रयणीओ, रयणितिभागूणिया य बोधव्वा । एसा खलु सिद्धाणं, मज्झिमोगाहणा भणिआ ॥११॥ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ ચોથો પ્રકાશ - પરમાત્મતા ચાર હાથ અને એક હાથના ત્રણ ભાગમાંથી બે ભાગ રહે એટલે ૪ ૨/૩ હાથ સિદ્ધોની મધ્યમ અવગાહના કહેલી છે. પ્રશ્ન- આગમમાં જઘન્યપદે સાત હાથ ઊંચાઈવાળાની સિદ્ધિ કહેલી છે. તેથી આ અવગાહના જઘન્ય થાય છે. મધ્યમ કેવી રીતે ? ઉત્તર- એ પ્રમાણે નથી. તીર્થંકરની અપેક્ષાએ જઘન્ય પદમાં સાત હાથવાળાની સિદ્ધિ કહેલી છે. સામાન્ય કેવલી તો હીન પ્રમાણવાળા હોય તો પણ તેમની સિદ્ધિ કહેલી છે અને આ પણ અવગાહનાનું માન સામાન્ય કેવલીની અપેક્ષાએ વિચારાય છે તેથી કોઈ દોષ નથી. (૧૧) જઘન્ય અવગાહનાનું સ્વરૂપ एगा य होइ रयणी, अद्वेव य अंगुलाई साहीया । एसा खलु सिद्धाणं, जहण्णओगाहणा भणिया ॥१२॥ એક હાથ પરિપૂર્ણ અને આઠ અંગુલી અધિક સિદ્ધની આટલી જઘન્ય અવગાહના છે. તે બે હાથવાળા કૂર્મા પુત્ર વગેરેની જાણવી. અથવા યંત્રપાલન આદિથી સંવર્તિત શરીરવાળા સાત હાથની ઊંચાઈવાળાની પણ જઘન્ય અવગાહના જાણવી. ભાષ્યકારે કહ્યું છે કે जेट्ठाओ पंचधणुसय-तणुस्स मज्झा य सत्तहत्थस्स । देहत्तिभागहीणा, जहण्णिआ जा बिहत्थस्स ॥ १ ॥ અર્થ- પાંચસો ધનુષવાળાની ઉત્કૃષ્ટ અને સાત હાથવાળાની મધ્યમ અવગાહના અહીં શરીરના ત્રીજા ભાગે ન્યૂન સમજવી. જઘન્ય અવગાહના એક હાથ અને એક હાથનો ત્રીજો ભાગ સમજવી. એટલે કે ઉત્કૃષ્ટ ૩૩૩ ૧/૩ ધનુષ્ય, મધ્યમ ૪ ૨/૩ હાથ અને જઘન્ય ૧ ૧/૩ હાથ અવગાહના સમજવી. सत्तूसिएसु सिद्धी, जहण्णओ कहमिहं बिहत्थेसु ? । सा किर तित्थयरेसु, सेसाणं सिज्झमाणाणं ॥२॥ ते पुण होज बिहत्था, कुम्मापुत्तादओ जहण्णेणं । अण्णे संवट्टियसत्त-हत्थसिद्धस्स हीणत्ति ॥ ३॥ આ બંને ગાથાનો અર્થ ઉપર આવી ગયો છે. (૧૨) હવે "મુક્તાનુવાદથી જ સિદ્ધોના સંસ્થાનનું લક્ષણ બતાવવામાં આવે છે ओगाहणाइ सिद्धा, भवत्तिभागेण होइ परिहीणा । संठाणमणित्थंत्थं, जरमरणविप्पमुक्काणं ॥१३॥ ૧. ગાથામાં વિમુરા' એ પ્રમાણે મુક્ત પ્રયોગ કરવા દ્વારા જ અનુવાદ કરવાથી. Page #289 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ સિદ્ધો અવગાહનાથી શરીરના ત્રણ ભાગથી હીન અવગાહનાવાળા હોય છે. જરા-મરણથી મૂકાયેલા સિદ્ધોનું સંસ્થાન આવા પ્રકારનું નથી, અર્થાત્ અનિયત આકારનું છે. અહીં ગાથામાં ‘અહિત્યંત્યં’ શબ્દ છે. રૂસ્થં એટલે આવા પ્રકારને પામેલું. આવા પ્રકારને પામેલું રહે તે સ્થંસ્થા આવા પ્રકા૨ને પામેલું ન રહે તે અળિત્યંત્યં. વદન આદિ પોલાણ પૂરાવાથી પૂર્વના આકારથી અન્યથા આકારવાળું રહેવાથી અનિયત આકારવાળું છે એ પ્રમાણે ભાવ છે. વળી- સિદ્ધાદિ ગુણોને વિશે ‘સિદ્ધે ન વીદે ન ફૂસ્સે' ઇત્યાદિથી લંબાઈ આદિનો જે નિષેધ ક૨વામાં આવ્યો છે તે પણ પૂર્વ આકારની અપેક્ષાએ સંસ્થાન ‘ઞપ્તિસ્થંત્યં' હોવાથી જાણવો. પરંતુ સંસ્થાનના સર્વથા અભાવના કારણે ન જાણવો અર્થાત્ સંસ્થાનનો સર્વથા અભાવ નથી. (૧૩) ૨૭૬ પ્રશ્ન- આ સિદ્ધ ભગવંતો પરસ્પર દેશભેદથી (=જુદા જુદા સ્થાનમાં) રહેલા છે કે દેશભેદ વિના (=એક જ સ્થાનમાં) રહેલા છે ? ઉત્તર जत्थ य एगो सिद्धो, तत्थ अणंता भवक्खयविमुक्का । अण्णोण्णसमोगाढा, पुट्ठा सव्वे वि लोगंते ॥ १४ ॥ જ્યાં એક સિદ્ધ છે ત્યાં ભવનો ક્ષય થવાથી મુક્ત થયેલા અનંતા સિદ્ધો છે. અન્યોન્ય અવગાહીને સ્પર્શાયેલા સર્વે પણ લોકાંતે રહેલા છે. (૧૪) સિદ્ધોનું લક્ષણ હવે સિદ્ધોનું લક્ષણ આ પ્રમાણે છે— असरीरा जीवघणा, उवउत्ता दंसणे य नाणे य । सागारमणागारं, लक्खणमेयं तु सिद्धाणं ॥ १५ ॥ સિદ્ધો શ૨ી૨ રહિત છે. વદન આદિ પોલાણ પૂરાવાથી જીવઘન છે. કેવલજ્ઞાનમાં અને કેવલ દર્શનમાં ઉપયોગવાળા છે. જો કે સિદ્ધત્વ પ્રગટ થયે છતે કૈવલજ્ઞાનના ઉપયોગનો સંભવ હોવાથી જ્ઞાન પ્રધાન છે તો પણ સિદ્ધનું આ લક્ષણ સામાન્ય છે એ જણાવવા માટે (ગાથામાં) પહેલાં સામાન્ય આલંબનવાળું દર્શન કહેલું છે. સામાન્ય વિષયવાળું દર્શન છે અને વિશેષ વિષયવાળું જ્ઞાન છે, તેથી સાકાર = સામાન્ય ઉપયોગ, અનાકાર = વિશેષ ઉપયોગ એ સિદ્ધોનું લક્ષણ છે. (૧૫) હવે કેવલજ્ઞાન અને કેવલદર્શનની સંપૂર્ણ વિષયતા છે તે બતાવે છે– केवलनाणुवउत्ता, जाणंति सव्वभावगुणभावे । पासंति सव्वओ खलु केवलदिट्ठीहिं णंताहिं ॥ १६ ॥ કેવલજ્ઞાન-કેવલદર્શનના વિષયની પૂર્ણતા કેવલજ્ઞાનથી ઉપયોગવાળા સિદ્ધ ભગવંતો સર્વ પદાર્થોના સર્વ ગુણોને અને સર્વપર્યાયોને જાણે છે. ગુણો સહવર્તી હોય છે, પર્યાયો ક્રમવર્તી હોય છે. તથા અનંત કેવલદર્શનથી સર્વ પ્રકારે જ Page #290 -------------------------------------------------------------------------- ________________ ચોથો પ્રકાશ - પરમાત્મતા ૨૭૭ જુએ છે. અહીં કેવલદર્શનની અનંતતા બતાવી તે સિદ્ધો અનંતા હોવાના કારણે જાણવી. અહીં પહેલાં જ્ઞાનનું ગ્રહણ કર્યું છે તે સૌ પ્રથમ જ્ઞાનના ઉપયોગવાળા હોય છે ત્યારે સિદ્ધ થાય છે એમ જણાવવા માટે છે. (૧૬) સિદ્ધોનું સુખ નિરુપમ હોય છે હવે સિદ્ધો નિરુપમ સુખને ભોગવનારા હોય છે તે બતાવે છે– नवि अस्थि माणुसाणं, तं सुक्खं नवि य सव्वदेवाणं । जं सिद्धाणं सुक्खं, अव्वाबाहं उवगयाणं ॥१७॥ સિદ્ધના જીવોને જે સુખ છે તે સુખ ચક્રવર્તી વગેરે મનુષ્યોને નથી જ, અને તે સુખ અનુત્તર સુધીના સર્વ દેવતાઓને પણ નથી જ. કેવા પ્રકારના સિદ્ધ ભગવંતોને આવું સુખ છે ? અવ્યાબાધાને પામેલાઓને. વિવિધ આબાધા તે વ્યાબાધા. વ્યાબાધાનો અભાવ તે અવ્યાબાધા. આવી અવ્યાબાધાને પામેલા સિદ્ધોને જે સુખ છે (તે સુખ ચક્રવર્તી વગેરેને પણ નથી) એ પ્રમાણે અર્થ છે. (૧૭). સિદ્ધોના સુખ જેવું સુખ બીજે ક્યાંય નથી હવે સિદ્ધોને જે સુખ છે તેવું સુખ બીજે ક્યાંય નથી એમ બતાવે છે– सुरगणसुहं समत्तं, सव्वद्धापिंडिअं अणंतगुणं ।। णवि पावइ मुत्तिसुहं, णंताहिं वि वग्गवग्गेहिं ॥१८॥ અતીત-અનાગત અને વર્તમાનકાળથી ઉત્પન્ન થયેલું એવું જે દેવ સમુદાયનું સુખ, તે સુખને સર્વકાળના સમયથી ગુણવામાં આવે તો તે અનંતગુણ થાય. આવા પ્રમાણવાળું સુખ અસત્કલ્પના કરી એક-એક આકાશ પ્રદેશમાં સ્થાપન કરવામાં આવે અને આ પ્રમાણે સકલ આકાશ પ્રદેશ પૂરાવાથી જો કે અનંત થાય. તે અનંતને પણ અનંત વર્ગોથી વર્ગિત કરવામાં આવે તો પણ આવા પ્રકર્ષને પામેલું તે સુખ મુક્તિ સુખને પામતું નથી, અર્થાત્ મુક્તિ સુખની તોલે આવતું નથી. (૧૮) હવે સિદ્ધિ સુખ નિરુપમ છે તે બતાવે છે– जह नाम कोइ मेच्छो, नयरगुणे बहुविहे वियाणंतो । न सक्कइ परिकहिउं, उवमाए तहिं असंतीए ॥१९॥ જે પ્રમાણે કોઈ મ્લેચ્છ ગૃહ-નિવાસ આદિ અનેક પ્રકારના નગરના ગુણોને જાણતો હોવા છતાં અરણ્યમાં ગયેલો તે અન્ય મ્લેચ્છોની આગળ તે ગુણોને કહેવા સમર્થ થતો નથી. શા માટે સમર્થ થતો નથી ? ત્યાં એવા પ્રકારની કોઈ ઉપમા નથી કે જેના આધારે તે ગુણોની સરખામણી કરી શકે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ તો કથાનથી જાણી શકાય તેમ છે. તે કથાનક આ પ્રમાણે છે પ્લેચ્છનું દૃષ્ટાંત કોઈ એક અરણ્યમાં ઘણા પ્લેચ્છો રહે છે. હંમેશા ત્યાં જ રહેલા તેઓ વનના પશુઓની જેમ કાલને પસાર કરે છે. એક વખત ઘોડાથી હરણ કરાયેલો કોઈક રાજા ત્યાં અરણ્યમાં આવ્યો. ત્યારે Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ આત્મપ્રબોધ એક પ્લેચ્છ રાજાને જોયો. આ કોઈ પુરુષ છે એ પ્રમાણે વિચારીને તેણે રાજાને સત્કાર કર્યો અને પોતાની વસતિમાં લઈ ગયો. ત્યાર પછી રાજાએ પણ તેને ઉપકારી માની પોતાના નગરમાં લાવીને સ્નાન-વિલેપન-અમૂલ્ય વસ્ત્ર-આભરણ-શ્રેષ્ઠ મંદિર-ઈષ્ટ અન્ન-પાન આદિથી અતિ સંતોષ પમાડીને દરરોજ જાણે પોતાનું બીજું રૂપ હોય તેમ યતપૂર્વક તેની સંભાળ રાખી. ત્યાર પછી વર્ષાકાળે તેને લાંબા કાળ સુધી નિવાસ કરેલું તે અરણ્ય યાદ આવ્યું. ત્યારે તે ક્ષણ પણ ત્યાં નગરમાં રહેવા માટે ઇચ્છતો નથી. તેથી વસ્ત્ર-આભરણોનો ત્યાગ કરીને પોતાના મૂળવેષથી ત્યાંથી નીકળીને અરણ્યમાં ગયો. ત્યાં અરણ્યમાં રહેનારા બીજા સ્વેચ્છાએ લાંબા કાળે આવેલા તેને જોઈને ભેગા થઈને પૂછયું તું ક્યાં ગયો હતો? તેણે કહ્યું હું એક મોટા નગરમાં ગયો હતો. ફરી તેઓએ પૂછયું તે નગર કેવું હતું ? ત્યારે આ નગરના ગુણોને જાણતો હોવા છતાં ત્યાં ઉપમાનો અભાવ હોવાથી તે ગુણોને કહેવા માટે સમર્થ થતો નથી. આ દૃષ્ટાંત છે. આ પ્રમાણે કેવલજ્ઞાની પણ પોતાના અનંતજ્ઞાનના બળે સિદ્ધિ સુખને જાણતા હોવા છતાં પણ અહીં તેની ઉપમાનો અભાવ હોવાથી ભવ્ય જીવોની આગળ સિદ્ધિ સુખને કહેવા સમર્થ નથી. આ ઉપનય છે. (૧૯) આ જ વસ્તુને ગાથાથી બતાવે છે– इय सिद्धाणं सुक्खं, अणोवमं नत्थि तस्स ओवम्मं । વિવિ વિરો , સાવરકમ સુદ વો[ ]લ્થ (?) | ૨૦ | આ પ્રમાણે સિદ્ધોનું સુખ અનુપમ છે. શાથી અનુપમ છે તે કહે છે સિદ્ધિ સુખની ઉપમા આપી શકાય એવી કોઈ વસ્તુ નથી. તો પણ બાળજીવોને સમજાવવા માટે કંઈક વિશેષણ આપીને સિદ્ધિ સુખની સમાનતા બતાવનારું આ હવે કહેવાશે તે સાંભળો. (૨૦) जह सव्वकामगुणियं, पुरिसो भोत्तूण भोयणं कोइ । तण्हाछुहाविमुक्को, अच्छिज जहा अमियतत्तो ॥२१॥ इय सव्वकालतित्ता,अतुलं निव्वाणमुवगया सिद्धा। सासयमव्वाबाहं, चिटुंति सुही सुहं पत्ता ॥२२॥ જેમ કોઈ પુરુષ સંપૂર્ણ સુંદરતાએ કરી સંસ્કાર કરેલા ભોજનને જમીને સુધા અને તૃષાથી મુક્ત થઈને જાણે અમૃતથી તૃપ્ત થયેલો હોય તેમ રહે છે. આ પ્રમાણે મોક્ષને પામેલા સિદ્ધ ભગવંતો સાદિ-અનંત કાળ સુધી તૃપ્ત થયેલા=સર્વ પ્રકારે ઉત્સુક્તાની નિવૃત્તિ થવાથી પરમ સંતોષને પામેલા, તથા અતુલ=અનુપમ, શાશ્વતઃઅપ્રતિપાતિ, અવ્યાબાધ =અલ્પ પણ બાધા રહિત સુખને પામેલા છે. આથી જ સુખી રહે છે. (૨૧-૨૨) આ જ અર્થની વિશેષ ભાવના આ પ્રમાણે છેसिद्ध त्ति य बुद्ध त्ति य, पारग त्ति य परंपरगय त्ति । . उम्मुक्तकम्मकवया, अजरा अमरा असंगा य ॥२३॥ Page #292 -------------------------------------------------------------------------- ________________ ચોથો પ્રકાશ - પરમાત્મતા ૨૭૯ णिच्छिण्णसव्वदुक्खा, जाइजरामरणबंधणविमुक्का । अव्वाबाहं सोक्खं, अणुहोति सासयं सिद्धा ॥२४॥ જેઓએ બાંધેલા આઠ પ્રકારના કર્મને ભસ્મીભૂત કરેલું છે તે સિદ્ધ કહેવાય. તે સિદ્ધો સામાન્યથી કર્મસિદ્ધ આદિ સિદ્ધો પણ હોય છે. કહ્યું છે કે कम्मे सिप्पे य विजाए, मंते जोगे य आगमे । अत्थजुत्तअभिप्पाए, तवे कम्मक्खए इय ॥१॥ અર્થ- કર્મ સિદ્ધ, શિલ્પ સિદ્ધ, વિદ્યા સિદ્ધ, મંત્ર સિદ્ધ, યોગ સિદ્ધ, આગમ સિદ્ધ, અર્થ સિદ્ધ, યુક્તિ સિદ્ધ, અભિપ્રાય સિદ્ધ, તપ સિદ્ધ અને કર્મક્ષયસિદ્ધ એ બધા સિદ્ધના ભેદો છે. તેથી કર્મસિદ્ધ વગેરે સિદ્ધોનો ત્યાગ કરવા માટે “વૃદ્ધાઃ' એ પ્રમાણે વિશેષણ આપ્યું છે. અજ્ઞાનરૂપી નિદ્રામાં સુતેલા જગતમાં બીજાના ઉપદેશ વિના જીવાદિ રૂપ તત્ત્વને જાણનારા તે બુદ્ધ કહેવાય છે. બુદ્ધો પણ સંસાર અને નિર્વાણ એમ ઉભયનો ત્યાગ કરીને રહેલા છે એમ કેટલાક માને છે. તેથી તેનો નિરાસ કરવા માટે “પાર તા:' એવું વિશેષણ આપ્યું છે. સંસારને અથવા પ્રયોજનના (=કાર્યના) સમૂહને પાર પામેલા છે તે પારગત કહેવાય છે. આવા પ્રકારના સિદ્ધોને પણ કેટલાક યદેચ્છાવાદિઓ ક્રમ વિના જ સિદ્ધ થયેલા છે એમ કહે છે. તેથી તેના મતને દૂર કરવા માટે પરંપYI+Iતા: ' એ પ્રમાણે વિશેષણ આપ્યું છે. જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ પરંપરાથી અથવા ચૌદ ગુણ સ્થાનના ભેદથી ભેદવાળી પરંપરાથી સિદ્ધ થયેલા તે પરંપરાગત કહેવાય છે. આવા પ્રકારના સિદ્ધોને કેટલાક તત્ત્વથી અનિર્મુક્ત કર્મવાળા સ્વીકારે છે. “તીર્થના તિરસ્કારને જોવાથી અહીં આવે છે એ પ્રમાણે વચન હોવાથી ફરી સંસારમાં અવતરણ સ્વીકારે છે. આથી તે મતને દૂર કરવા માટે ‘૩નુp®ર્મવવા:' એવું વિશેષણ આપ્યું છે. જેઓએ પ્રબળતાથી ફરી ન આવવું પડે એ રીતે કર્મકવચનો ત્યાગ કર્યો છે તે ઉન્મુક્ત કર્મકવચ. આથી જ શરીરનો અભાવ હોવાથી જરાનો અભાવ છે માટે ‘ગર:' છે. શરીર ન હોવાથી પ્રાણત્યાગનો અસંભવ છે માટે સમર: છે, બાહ્ય અત્યંતર સંગરહિત હોવાથી મસ છે. તથા જેઓ સર્વ દુઃખને ઓળંગી ગયા છે તે નિસ્તીfસર્વવાદ છે. આવા શા માટે છે તે કહે છે- જાતિ-જરા-મરણ-બંધનથી વિમુક્ત જાતિ એટલે જન્મ. જરા એટલે વયની હાનિ. મરણ એટલે પ્રાણ નો ત્યાગ. બંધન એટલે આત્માને બાંધનારાં કર્મો. વિશેષથી મુક્ત તે વિમુક્ત. જન્મ વગેરેથી સંપૂર્ણપણે મુક્ત થયા હોવાથી વિશેષથી મુક્ત છે. મુક્ત એટલે જુદા થયેલા. સિદ્ધો જન્મ-જરા-મરણ-બંધનથી સંપૂર્ણપણે જુદા થયેલા હોવાથી જન્મ-જરા-મરણ-બંધનથી વિમુક્ત છે. તેથી સિદ્ધ ભગવંતો અવ્યાબાધ અને શાશ્વત સુખને અનુભવે છે. (૨૩-૨૪) . સિદ્ધના એકત્રીશ ગુણો હવે સિદ્ધોના એકત્રીશ ગુણો બતાવે છેसंठाण ५ वण्ण ५ रस ५ गंध २, फास ८ वेयं ३ गसंगभव ३ रहियं । इगतीसगुणसमिद्धं, सिद्धं बुद्धं जिणं नमिमो ॥२५॥ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ આત્મપ્રબોધ (૧) ગોળ (૨) ત્રિકોણ (૩) ચોરસ (૪) લાંબુ (૫) પરિમંડલ (બંગડી આકાર) એ પાંચ સંસ્થાન. (૧) કૃષ્ણ (૨) નીલ (૩) પીત (૪) રક્ત (૫) શ્વેત એ પાંચ વર્ણ. (૧) તિક્ત (૨) કટુ (૩) કષાય (૪) આમ્સ (૫) મધુર એ પાંચ રસ. (૧) સુરભિ (૨) દુરભિ એમ બે ગંધ. (૧) ગુરુ (૨) લઘુ (૩) કોમળ (૪) કર્કશ (૫) શીત (૬) ઉષ્ણ (૭) સ્નિગ્ધ (૮) રુક્ષ એ આઠ સ્પર્શ. (૧) સ્ત્રી (૨) પુરુષ (૩) નપુંસક એ ત્રણ વેદ. (૧) અંગ એટલે શરીર. (૨) સંગ એટલે પરવસ્તુનો સંસર્ગ. (૩) ભવ એટલે જન્મ. સિદ્ધ ભગવંતો આ એકત્રીશ ઉપાધિઓથી રહિત હોય છે. આથી જ એકત્રીશ ગુણથી સમૃદ્ધ, સિદ્ધ, બુદ્ધ એવા જિનને અમે નમસ્કાર કરીએ છીએ. (૨૫) કર્મક્ષયથી સિદ્ધના આઠ ગુણો હવે સિદ્ધ ભગવંતોમાં આઠ કર્મોના ક્ષયથી ઉત્પન્ન થયેલા જે આઠ ગુણો છે તેને બતાવે છે_ नाणं १ च दंसणं २ चेव, अव्वाबाहं ३ तहेव सम्मत्तं ४ । अक्खयठिई ५ अरूवं ६, अगुरुलघू ७ वीरियं ८ हवई ॥२६॥ (૧) જ્ઞાન (૨) દર્શન (૩) અવ્યાબાધ (૪) સમ્યકત્વ (૫) અક્ષયસ્થિતિ (૬) અરૂપીપણું (૭) અગુરુલઘુ (૮) વીર્ય એમ આઠ ગુણો છે. અહીં તાત્પર્ય આ છે- જ્ઞાનાવરણ કર્મના ક્ષયથી અનંતજ્ઞાનપણું પ્રાપ્ત થાય છે. દર્શનાવરણીય કર્મના ક્ષયથી અનંત દર્શનપણું પ્રાપ્ત થાય છે. વેદનીય કર્મના અપગમથી અવ્યાબાધપણું પ્રાપ્ત થાય છે. આ ગુણથી અનંતા સિદ્ધો પરિમિત ક્ષેત્રમાં અન્યોન્યને અવગાહીને રહેલા હોવા છતાં તેમને પરસ્પર વ્યાબાધાનો અભાવ છે. તથા મોહનીય કર્મના અપગમથી ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. આયુષ્ય કર્મના ક્ષયથી અક્ષય સ્થિતિ પણું અને નામકર્મના ક્ષયથી અરૂપીપણું પ્રાપ્ત થાય છે. ગોત્ર કર્મના ક્ષયથી અગુરુલઘુપણું પ્રાપ્ત થાય છે. ઉચ્ચ ગોત્રના ઉદયે લોકમાં ગૌરવ થાય છે અને નીચ ગોત્રના ઉદયે હલકાઈ થાય છે. સિદ્ધોને તે બંનેય ગોત્રનો અભાવ હોવાથી અગુરુલઘુપણું જ હોય છે. પ્રશ્ન- સજ્જનોને સિદ્ધ ભગવંતો પૂજ્ય જ છે. આથી ગુરુપણું છે. નાસ્તિકોને સિદ્ધ ભગવંતો અપૂજ્ય છે. આથી લઘુપણું છે. તેથી અહીં અગુરુલઘુપણું કેમ કહેવાય? ઉત્તર- જે પ્રમાણે ઊંચા ગોત્રવાળા પુરુષના આગમનમાં ઊભા થવું, આસન આપવું વગેરે પૂજા કરાય છે અને નીચ ગોત્રવાળા પુરુષના આગમમાં તેને દૂર બેસાડાય છે તે પ્રમાણે અહીં સિદ્ધ અવસ્થામાં વ્યવહાર નથી. આથી અગુરુલઘુપણું યુક્ત જ છે. તથા અંતરાય કર્મના ક્ષયથી અનંતવીર્યપણું પ્રાપ્ત થાય છે. આથી જ તેઓને લોકાલોકવર્તી અનંત પદાર્થોનું એકી સાથે જ્ઞાનથી Page #294 -------------------------------------------------------------------------- ________________ ચોથો પ્રકાશ - પરમાત્મતા ૨૮૧ ગ્રહણ સંભવે છે. સિદ્ધોને અનંત સુખ છે એમ જે કહેવાય છે તે વેદનીય કર્મના અપગમથી અથવા મોહનીયકર્મના અપગમથી ઉત્પન્ન થતું હોવાથી અવ્યાબાધ સ્વરૂપ અથવા સમ્યકત્વ સ્વરૂપ જ જાણવું. આ પ્રમાણે સિદ્ધના ગુણો કહ્યા. આ પ્રમાણે સકલ મંગલ સ્વરૂપ પરમાત્માનું સ્વરૂપ કહ્યું. इत्थं स्वरूपं परमात्मरूपं, निधाय चित्ते निरवद्यवृत्तेः ।। सद्ध्यानरङ्गात्कृतशुद्धिसङ्गा, भजन्तु सिद्धिं सुधियः समृद्धिं ॥१॥ અર્થ- આવા સ્વરૂપવાળા પરમાત્મરૂપને નિર્દોષ વૃત્તિથી ચિત્તમાં ધારણ કરીને શુદ્ધ ધ્યાનના રંગથી જેમણે શુદ્ધિનો સંગ કર્યો છે એવા સારી બુદ્ધિવાળા જનો સિદ્ધિરૂપી સમૃદ્ધિને ભજો. ૧ भगवत्समयोक्तीना-मनुसारेणैष वर्णितोऽस्ति मया ।। परमात्मत्वविचारः, शुद्धः स्वपरबोधकृते ॥ २॥ અર્થ- ભગવાનના આગમોના વચનોને અનુસાર આ શુદ્ધ પરમાત્મતાનો વિચાર પોતાના અને બીજાના બોધ માટે મેં વર્ણવ્યો છે. રા આ પ્રમાણે શ્રી જિનભક્તિસૂરીંદ્રના ચરણકમળને સેવનારા શ્રી જિનલાભસૂરિએ સંગ્રહ કરેલા આત્મપ્રબોધ ગ્રંથમાં પરમાત્મતા વર્ણન નામનો ચોથો પ્રકાશ સમાપ્ત થયો. (૨૬) આત્મબોધની દુર્લભતા - नरेन्द्रदेवेन्द्रसुखानि सर्वा-ण्यपि प्रकामं सुलभानि लोके । परं चिदानन्दपदैकहेतुः, सुदुर्लभस्तात्त्विक आत्मबोधः ॥१॥ આ લોકમાં નરેંદ્ર (ચક્રવર્તી) અને દેવેંદ્ર (ઇંદ્ર)નાં સર્વે સુખ પ્રાપ્ત થવા અતિ સુલભ છે. પરંતુ ચિદાનંદ પદ (મોક્ષ)નું કારણ એવો તાત્ત્વિક આત્મબોધ અતિદુર્લભ છે. (૧) આત્મબોધ ઉપાર્જનનો ઉપદેશ ततो निरस्याखिलदुष्टकर्म व्रजं सुधीभिः सततं स्वधर्मः । समग्रसांसारिकदुःखरोध-स्समर्जनीयः शुचिरात्मबोधः ॥२॥ તેથી ઉત્તમ બુદ્ધિવાળા પુરુષોએ સકલ દુષ્ટ કર્મના સમૂહનો નાશ કરી સંસારનાં સર્વ દુઃખોને રોકનારો, પવિત્ર, આત્મધર્મરૂપ આત્મબોધ સતત ઉપાર્જન કરવો જોઈએ. (૨) જિનવાણીનું માહાભ્ય न ते नरा दुर्गतिमाप्नुवन्ति, न मूकतां नैव जडस्वभावं । न चान्धतां बुद्धिविहीनतां नो, ये धारयन्तीह जिनेन्द्रवाणीं ॥३॥ જે પુરુષો આ લોકમાં શ્રી જિનેંદ્રવાણીને ધારણ કરે છે તે પુરુષો દુર્ગતિને, મૂંગાપણાને, જડ સ્વભાવને, અંધપણાને અને બુદ્ધિની હીનતાને પામતા નથી. (૩). ये जिनवचने रक्ताः, श्री जिनवचनं श्रयन्ति भावेन । अमला गतसङ्क्लेशा, भवन्ति ते स्वल्पसंसाराः ॥४॥ Page #295 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ જેઓ જિનવચનમાં રક્ત છે અને ભાવથી શ્રી જિનવચનને સેવે છે=આચરે છે. તેઓ નિર્મલ, (આગમના બોધથી) ક્લેશ વિનાના અને અતિશય અલ્પ સંસારી થાય છે. (૪) આ પ્રમાણે સમગ્ર પણ આત્મપ્રબોધ ગ્રંથ સંપૂર્ણ થયો. જે પ્રથમ કહેવામાં આવ્યું હતું કે, પોતાના તથા ૫રના ઉપકાર માટે સમ્યક્ત્વ ધર્મ આદિ ચાર પ્રકાશવાળો આ પવિત્ર આત્મબોધ વિચારવામાં (કહેવામાં) આવે છે તે આત્મબોધ ભગવાનની કૃપાથી સમર્થન કરાયો, અર્થાત્ પૂર્ણ કરાયો. વિશેષ પ્રમાદના વશથી અને બુદ્ધિના અભાવથી આ ગ્રંથમાં જે કાંઈ આમ પુરુષોના વચનથી વિરુદ્ધ કહેવામાં આવ્યું હોય તે મારું સમસ્ત દુષ્કૃત આત્મશુદ્ધિ વડે મિથ્યા થાઓ. ૨૮૨ પ્રશસ્તિ ગ્રંથકારની ગુરુ પરંપરા શ્રીમદ્ વીર જિવેંદ્રના તીર્થમાં તિલક સમાન, સદ્ભૂત સંપત્તિના નિધાન, સુગુરુ સુધર્મગણધર થયા. તેના વંશમાં સર્વ પ્રકારે પવિત્ર એવા ચાંદ્રકુલમાં સુવિહિત પક્ષમાં સચારવાળા, સારી બુદ્ધિવાળાઓને સેવવા યોગ્ય, સુમતિવાળા ઉદ્યોતન નામના સૂરિવર થયા. તેમના ચરણકમળને વિશે ભમરા સમાન શ્રી વર્ધમાન નામના સૂરિ થયા. તેમના જિનેશ્વર નામના ગણધર ઉત્તમ શિષ્ય થયા. જેણે વિક્રમ સંવત ૧૦૮૦ ના વર્ષમાં શ્રીપત્તનમાં વાદીઓને જીતીને ત્યાંના રાજા વગેરેના મુખથી ‘ખરતર’ એવી ઉત્તમ પદવી પ્રાપ્ત કરી. તેના શિષ્ય ગુણના સાગર જિનચંદ્રસૂરિ ગણધર થયા. તેમના શિષ્ય સંવિગ્ન, મુનિપતિ અભયદેવ સૂરિ થયા કે જેમણે શ્રેષ્ઠ નવાંગવૃત્તિની રચના કરીને અરિહંતના શાસનમાં શ્રુતજ્ઞાનના અર્થી એવા વિદ્વાનોને મહાન સહાય કરી છે. તેમના પટ્ટે સન્માર્ગની સેવામાં તત્પર જિનવલ્લભ ગણધર થયા. તેમના પછી ઘણા મહિમાવાળા, ભવ્યજીવોને સદ્બોધ આપનારા, અંબાદેવીએ આપેલા યુગપ્રધાન પદને ધારણ કરનારા, મિથ્યાત્વનો નાશ કરનારા, દેવોથી પૂજાયેલા, શ્રી જિનદત્તસૂરિ નેતા થયા. તેમના પછી પોતાના ધર્મનું પાલન ક૨વામાં અપ્રમાદી શ્રી જિનચંદ્ર સૂરિવર થયા. તેમનું ભાલ સમણિથી મંડિત હતું. સઘળાય ઉત્તમ રાજાઓ તેમને નમતા હતા. તેમના વંશમાં ગુણના નિધાન, સમ્યગ્ વિધિવાળા, પવિત્ર શ્રી જિનકુશળ મુનીંદ્ર અને શ્રી જિનભદ્ર વગેરે મુનીશ્વરો થયા. ત્યારબાદ ક્રમે કરીને મુનિમાર્ગને સેવનારા. શ્રી જિનચંદ્ર મુનીંદ્ર થયા. દયામાં તત્પર એવા તે મુનીન્દ્રે બાદશાહોમાં અગ્રેસર એવા શ્રી અકબર બાદશાહને પ્રતિબોધ કર્યો. તેમના પછી પોતાની ચતુરાઈથી જેમણે સર્વ સૂરિઓને આનંદિત કર્યા છે એવા શ્રી જિનસિંહસૂરિ થયા. ત્યાર પછી જેમણે પોતાની બુદ્ધિથી બૃહસ્પતિને જીતી લીધો છે ૧. આચાર્યશ્રી અભયદેવસૂરિજી પોતાની નવાંગીની વૃત્તિઓમાં, આચાર્ય દેવભદ્રકૃત ‘મહાવીર ચરિય’માં, આચાર્ય ચક્રેશ્વરસૂરિ તથા આ.વધમાનસૂરિના પ્રતિમા લેખોમાં પોતાને ચંદ્રકુલના, વડગચ્છના અને સુવિહિત શાખાના જણાવે છે. આથી નવાંગીવૃત્તિકાર આચાર્યશ્રી અભયદેવસૂરિજી વડગચ્છના છે, ખરતર ગચ્છના નથી. આથી પ્રસ્તુત ગ્રંથની પ્રશસ્તિમાં નવાંગી આચાર્ય ટીકાકાર અભયદેવસૂરિજીને ખરતરગચ્છના જણાવ્યા છે તે અસત્ય છે. બીજી વાત આચાર્યશ્રી અભયદેવસૂરિજી પોતાની નવાંગીવૃત્તિમાં પોતાને આ.શ્રી જિનેશ્વરસૂરિજી તથા આ. શ્રીબુદ્ધિસાગસૂરિજીના પટ્ટધર બતાવે છે. જ્યારે અહીં તેઓશ્રીને આ.જિનચંદ્રસૂરિની પાટે બતાવ્યા છે. આ પણ તદ્દન અસત્ય છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ ચોથો પ્રકાશ - પરમાત્મતા એવા સ્તૂરાયમાન પ્રતાપવાળાજિનરાજ સૂરિ થયા. તેમના શિષ્યનિરત્નસૂરિ સુગુરુ થયા. તેમના શિષ્ય શ્રી જૈનચંદ્ર થયા. તે ગચ્છના નાયક હતા, ગણધરોમાં શ્રેષ્ઠ હતા, ગુણગણના સાગર હતા, જગતમાં પ્રખ્યાત હતા. તેમની પાટરૂપ ઉદયગિરિના શિખર ઉપર સૂર્ય જેવા અતિશય પ્રબળ પ્રતાપી, પૂજ્ય, સત્કીર્તિ અને સવિદ્યાથી શ્રેષ્ઠ એવા શ્રી જિનસૌખ્ય સૂરિ થયા. તેમના ચરણરૂપી કમલને સેવનારા, યુગપ્રધાન, સત્યપ્રતિજ્ઞાને ધારણ કરનારા, ગણના અધીશ્વર શ્રીમાન જિનભક્તિસૂરિ ગુરુ થયા. સ્વધર્મમાં નિપુણ અને પ્રબળ ગુણોવાળા તેઓ અતિસુંદર એવા પુષ્પોની જેમ તેજસ્વીઓમાં દરરોજ મુકુટ સ્થાને રહ્યા. તેમના શિષ્ય આનંદથી નિર્દોષ વૃત્તિવાળા શ્રી જિનલાભ સૂરિ થયા કે જેમણે મહાગ્રંથ રૂપી સાગરમાંથી રતની જેમ આ આત્મબોધને ગ્રહણ કર્યો. સંવત ૧૮૩૩ના વર્ષમાં કાર્તિક માસની શુક્લ પંચમીના દિવસે મનોરમ એવા શ્રીમનર નામના બંદરમાં આ ગ્રંથ પરિપૂર્ણ થયો છે. આ ગ્રંથને વિશે કાંઈ પણ ઉસૂત્ર, અશુદ્ધ પ્રયોગવાળું અને નિરર્થક મારાથી લખાયું હોય તો સદ્બુદ્ધિવાળાઓએ કૃપા કરી અવશ્ય શોધી લેવું. અર્થાત્ શુદ્ધ કરવું. કેમ કે પરોપકાર કરવો એ જ સજ્જનોનો આત્મધર્મ છે. અહીં શરૂઆતમાં ભ્રાંતિ આદિથી એ પ્રમાણે પદ સમજી લેવું. અર્થાત્ બ્રાંતિ આદિથી ઉત્સુત્ર લખાયું હોય ઇત્યાદિ સમજી લેવું. જ્યાં સુધી મહામંડલના મધ્ય દેશમાં પર્વતોનો રાજા મેરુ પર્વત શોભી રહ્યો છે ત્યાં સુધી મુનીંદ્રોથી વંચાતો આ આત્મપ્રબોધ શ્રેષ્ઠ ગ્રંથ જય પામો. શ્રી ક્ષમાકલ્યાણ સાધુએ આ સમૃદ્ધ ગ્રંથની પ્રથમ પ્રતિ (પ્રત) લખી અને સદ્ધોધ ઉપર ભક્તિભાવવાળા તેમણે જ આ ગ્રંથની શુદ્ધિ પણ કરી. આ પ્રમાણે શ્રીઆત્મપ્રબોધ ગ્રંથ સંપૂર્ણ થયો. ભાવાનુવાદકરની પ્રશસ્તિ તપાગચ્છાધિરાજ, સિદ્ધાંત મહોદધિ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પરમ ગીતાર્થ પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યત્ન વર્ધમાન તપોનિધિ, ૧૦૦+૭૩ ઓળીના આરાધકે પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયલલિતશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન, અધ્યાત્મવિદ્યા વિશારદ, પંચવસ્તુક, ગુરુતત્ત્વવિનિશ્ચય, નવપદ પ્રકરણ, શ્રાવકધર્મવિધિ પ્રકરણ, શ્રાદ્ધદિનકૃત્ય, ધર્મબિંદુ, યોગબિંદુ, યોગદષ્ટિ સમુચ્ચય, વીતરાગ સ્તોત્ર, શીલોપદેશમાલા, પંચાશક, ઉપદેશપદ આદિ અનેક ગ્રંથોના ભાવાનુવાદકાર પરમપૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજયરાજશેખરસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય મુનિ ધર્મશેખરવિજયજીએ કરેલો ખરતરગચ્છ નભોમણિ શ્રીમદ્ જિનલાભસૂરિવરે રચેલ સ્વોપજ્ઞ આત્મપ્રબોધ ગ્રંથનો ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. અનુવાદ : પ્રારંભ : મહા સુદ-૫ અનુવાદ : સમાપ્તિ ઃ વૈ. વ. ૬ પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિ મંદિર (અનુવાદકારની દીક્ષાતિથિ) પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ આરાધના ભવન (ચેલા-હાલાર) સાબરમતી, અમદાવાદ. જીલ્લો જામનગર (સૌરાષ્ટ્ર) Page #297 -------------------------------------------------------------------------- ________________ 6 પરિશિષ્ટ ચિલાતીપુત્રનું દૃષ્ટાંત રાજગૃહી નગરીમાં ધનસાર્થવાહ નામે એક ધનાઢ્ય શેઠ રહેતો હતો, તેને ધેર ચિલાતી નામની એક દાસી હતી. આ દાસીથી ચિલાતીપુત્ર નામનો એક પુત્ર થયો. ધનસાર્થવાહને પાંચ પુત્રો હતાં. અને તેના ઉપર એક સુસમા નામની પુત્રી થઇ હતી. આ પુત્રીની સારવાર અને રમતગમતમાં ચિલાતીપુત્રને રોકવામાં આવ્યો. ચિલાતીપુત્ર બળવાન હોઈ અનેક માણસોનો અપરાધ કરવા લાગ્યો. માણસો શેઠને ઠપકો દેવા લાગ્યાં, અને તેથી કોટવાળ સુધી તે વાત પહોંચાડવામાં આવી. રાજાથી ભય પામી શેઠે ચિલાતી પુત્રને પોતાના ઘરમાંથી કાઢી મુક્યો. ચિલાતીપુત્ર ત્યાંથી નીકળી સિંહગુફા નામની ચોરપલ્લીમાં ગયો અને ચોરોને જઈને મળ્યો. “પ્રાયઃ સરખા આચાર વિચાર અને કર્તવ્યવાળાઓનો મેળાપ ગમે તેવા સંયોગો વચ્ચે થઇ આવે છે.” વાયરાથી જેમ અગ્નિ વધારે પ્રદીપ્ત થાય છે તેમ ચોરોની સોબત યા સહાયથી પાપી પ્રવૃત્તિનો તેનામાં વધારો થયો. મુખ્ય ચોરના મરણ બાદ તેના સ્થાને ચિલાતીપુત્રને સ્થપાયો. આ તરફ સુસમા શેઠની પુત્રી યૌવનવય પામી. રૂપાદિ ગુણોથી શોભિત અને અનેક કલાને જાણનારી, સાક્ષાત્ વિદ્યાધરીની માફક પૃથ્વીતલ ઉપર વિચરવા લાગી. ધનશેઠે કરેલા પરાભવનો ડાઘ ચિલાતીપુત્રના હૃદયપટ્ટથી ગયો નહોતો. તેમજ સુસમા ઉપરની બાલ્યાવસ્થાની પ્રીતિ પણ ઓછી થઈ નહોતી. એક દિવસે બધા ચોરોને એકઠા કરી ચોરનો નાયક ચિલાતીપુત્ર તેમને કહેવા લાગ્યો કે રાજગૃહી નગરીમાં ધનશેઠ રહે છે તેને ઘેર ધન ઘણું છે. તેમ અત્યારે યૌવનવય પામેલી સુસમા નામની એક તેની પુત્રી પણ છે, તો આજે તેને ઘેર જઈ રાત્રે ખાતર પાડવું. તેમાંથી જેટલું ધન મળે તે સર્વ તમારે વહેંચી લેવું અને તેની પુત્રી છે, તે મારે રાખવી. બધા ચોરો તેના વિચારને સંમત થયા. રાત્રિએ રાજગૃહી નગરીમાં ગયા. તાળાં ઉઘાડવાની વિદ્યાથી દરવાજાનાં તાળાં ઉઘાડ્યાં અને અવસ્યાપિની નિદ્રા નામની વિદ્યાથી ચોકીદારોને નિદ્રામા નાખી, તે ધનસાર્થવાહનું ઘર ચોરો પાસે ચિલાતીપુત્રે લુંટાવ્યું. અને પોતે નિદ્રાને પરાધીન થયેલી તે સુસમા બાળાને ઉઠાવી જીવની માફક તેને લઈ ને સઘળા ચોરોની સાથે ત્યાંથી નિકળી પડ્યો. ધન શેઠ જાગૃત થયો. ધન લુંટાયું, અને સુસમાનું હરણ થયું, જાણી શેઠને ઘણું લાગી આવ્યું, તત્કાલ જઈ કોટવાળને ખબર આપી, વિશેષમાં શેઠે કોટવાળને કહ્યું કે ઢીલ Page #298 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૮૫ ન કરો, અને હમણાંજ તેઓની પુંઠે ચાલો. ચોરોએ લુંટેલું ધન તમે લેજો. પણ મારી સુસમા નામની વહાલી પુત્રીને પાછી લાવી આપો. ધનની લાલચથી કોટવાળ તત્કાળ તૈયાર થઇ કેટલાક ચોકીદારોને સાથે લઈ ચોરોની પુંઠે પડ્યો. શેઠ પણ પોતાના પાંચે પુત્રોને સાથે લઇ ચોરોની પાછળ ગયો. ઘણી ઝડપથી આગળ વધતાં ચોરોની લગભગ નજીક તેઓ જઈ પહોંચ્યા. ચોરો પણ પોતાનો પ્રાણ બચાવવા ખાતર ધનને ત્યાંજ મૂકી દઈ આગળ અટવીમાં નાસી ગયા. ધન મળી જવાથી કોટવાળ ત્યાંજ રોકાયો. આ બાજુ ચિલાતીપુત્ર પોતાના પ્રાણને સંકટમાં નાંખવા તૈયાર થયો પણ પ્રાણથી વહાલી સુસમાને તેણે ન મૂકી. પોતાના ખભા ઉપર જેમ સિંહ બકરીને ઉપાડીને ચાલ્યો જાય, તેમ ખભા ઉપર સુસમાને ઉપાડીને અટવી તરફ ચાલ્યો. ધન શેઠને ધનની સ્પૃહા કરતાં પોતાની પુત્રીને મેળવવાની સ્પૃહા અધિક હતી, તેથી તે ત્યાંથી ન અટક્યો, પણ પોતાના પાંચ પુત્રોને સાથે લઇ હથિયાર સહિત ચિલાતીપુત્રની પાછળ ચાલ્યો. ચિલાતીપુત્ર થાકી ગયો. એક તો જંગલ, ખાડા ખડીઆ, ઝાળાં, ઝાંખરા આડાં આવે, ઉનાળાનો વખત, તૃષા લાગી, ઝડપથી દોડવું, પાછળ ભય, સુસમાને ઉપાડવી, અને પાંચ પુત્રો સહિત ધનશેઠનું નજીક આવી પહોંચવું. આ સર્વ કારણથી તે ગભરાયો. તેની હિંમત ઓછી થઈ ગઈ. સુસમા સહિત સલામત હવે હું અહીંથી જઇ નહિ શકું. એ વાતની તેને ખાત્રી થઈ ચૂકી. છતાં પૂર્વ જન્મના સ્નેહથી અને અત્યારના નવીન મોહથી સુસમાને મૂકી દેવી તેને ઠીક ન લાગ્યું. તેમ સાથે લઈ જવાની પણ તેની હિંમત નહોતી. આથી તે મુંઝાયો. તેને સુસમાને સાથે કેવી રીતે લઈ જવી તેનો એકે વિચાર ન સૂઝ્યો, એટલે છેવટના નિર્ણય ઉપર આવ્યો કે ખાઉં નહિ તો ઢોળી નાખું, પણ સુસમાને બીજાના હાથમાં જવા ન દઉં. આવા વિચારથી સુસમાને નીચે ઉભી રાખીને મ્યાનથી તલવાર કાઢી તે વતી તેનું માથું કાપી નાખ્યું. મોહથી તે તેના માથાને લઈ ઝડપથી ગાઢ જંગલમાં ચાલ્યો. આ બાજુ શેઠ ઘણો ઝડપથી નજીક આવ્યો પણ તેના આવતા પહેલાં તો સુસમાનું મરણ થઇ ગયું હતું. શેઠનો પ્રયાસ નિષ્ફળ ગયો. શેઠને ઘણું લાગી આવ્યું. ઘણો વિલાપ કર્યો. આખરમાં શોક સહિત શેઠ પાછો ફરી શહેરમાં આવ્યો અને વૈરાગ્યથી ચારિત્ર સ્વીકાર્યું. એક હાથમાં ખડ્ગ અને બીજા હાથમાં સુસમાનું માથું લઇ ચિલાતીપુત્ર એક જંગલમાં આવી પહોંચ્યો. ભય અને ખેદથી રસ્તો ભૂલી ગયો. જે ઠેકાણે પહોંચવું હતું તે ઠેકાણે પહોંચી ન શક્યો. પૂર્વ જન્મના પ્રેમથી સુસમાનું મુખ વારંવાર જોવા લાગ્યો પણ તેની સાથે ખેદ થઇ આવ્યો. ભલે તેના હૃદયને તે મુખ મોહ ઉપજાવે પણ તેના તરફથી જવાબ મળવાની કે વાતચિત થવાની આશા તો નહોતી. સુસમા ન મળી, સ્થાન હાથ ન આવ્યું, પોતાના સોબતીનો વિયોગ થયો, રસ્તો ભૂલાયો, સુના રણમાં પાણી ન મળે, ભૂખ્યો અને તરસ્યો Page #299 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ આમતેમ ભટકવા લાગ્યો. ભટકતાં ભટકતાં નજીકના ભાગમાં કાયોત્સર્ગ મુદ્રામાં ધ્યાનસ્થપણે ઉભેલા એક ચારણ શ્રમણને (આકાશમાં ગમન કરનાર મુનિને) તેણે જોયા. આવા ઉજ્જડ વેરાનમાં આવા મહાત્મા ક્યાંથી ? કાંઇક સારી આશાથી ચિલાતીપુત્ર આ મહાપુરુષની પાસે આવ્યો. વિનય વિવેક તો જાણતો નહોતો છતાં આવા મહાત્માઓ પાસે ધર્મ હોય છે, અને તે ધર્મથી સુખી થવાય એમ તેના જાણવામાં હતું. હું અત્યારે ખરેખર દુ:ખી હાલતમાં છું. માટે તેથી મુક્ત થવાને મને ધર્મની જરૂર છે. અને તે ધર્મ આ મહાત્મા પાસેથી મને મળવો જોઈએ. પણ હું ધર્મ માગીશ અને તરતજ આ મહાત્મા મને તે આપશે કે કેમ તે વિષે મને તો શંકા છે. કેમકે ધર્મ જેવી વસ્તુ એકદમ માગવાની સાથેજ કેમ આપી શકાય. માટે નમ્રતાથી નહિ પણ કાંઇક ભય દેખાડવા પૂર્વક માગણી કરું કે જેથી તે તુરતજ આપી દેશે. આવા આશયથી તે શ્રમણની પાસે આવ્યો અને જોરથી બોલ્યો કે હે સાધુ ! તું મને ધર્મ બતાવ. નહિતર આ તલવારથી તારું મસ્તક કાપી નાખીશ. આ શબ્દો સાંભળીને જ્ઞાની મુનિ વિચારવા લાગ્યા કે “આવી રીતે ધર્મની માગણી તો આજે જ સાંભળી. ભલે ગમે તેમ હો, પણ આવી ધર્મની માગણી એ તેની ધર્મ વિષયિક આતુરતા સૂચવે છે. આવી આતુરતાવાળા જીવોમાં રોપેલું ધર્મ બીજ એ ઉત્તમ ક્ષેત્રમાં વાવેલા બીજની માફક થોડા વખતમાં ફળ આપે છે.'' માટે મારે આને ધર્મ બતાવવો તો ખરો પણ અત્યારે આવી આતુરવાળા માણસ પાસે વિસ્તારથી ધર્મ કહેવાનો અવસર નથી. સંક્ષેપમાં કાંઈ કહેવાથી તેના ઉંડા વિચારમાં ઉતરતાં આને અવશ્ય ફાયદો થશે. ૨૮૬ આવા વિચારમાં તે ચારણ મુનિએ કાયોત્સર્ગ પા૨ીને (ધ્યાન સમાપ્ત કરીને) ચિલાતીપુત્રને કહ્યું કે, “હે ભવ્ય ! ઉપશમ, સંવર અને વિવેક આ ત્રણ ધર્મ છે.' આ પ્રમાણે કહીને તે ચારણશ્રમણ આકાશ માર્ગે કોઇ બીજે ઠેકાણે ચાલ્યા ગયા. આ તરફ ચિલાતીપુત્ર વિચાર કરવા લાગ્યો કે મુનિ તો આ ત્રણ શબ્દો કહીનેજ ચાલ્યા ગયા. મારે હવે આ ત્રણ શબ્દોમાં સમજવું શું ? સાધુ જાઢું તો નજ કહે. ત્યારે ત્રણ શબ્દોમાંજ તેણે મને ધર્મ બતાવ્યો કે ? પ્રથમ તેણે ઉપશમ એવું પદ કહ્યું તો ઉપશમનો અર્થ શું ? ઉપશમ એટલે શાંત થવું, દબાવવું, શાથી શાંત થવું ? કોને દબાવવું ? મારી પાસે એવી કઇ વસ્તુ છે કે ઉત્કર્ષ પામેલીને શાંત કરું, કે તેની ઉત્કટતાને દબાવું. આ દેહ ઉપર તો એવું કાંઇ દેખાતું નથી. તેમ મારી પાસે પણ અત્યારે તેવું કાંઈ નથી. આ જંગલમાં હું તો અત્યારે એકલોજ છું. ત્યારે તે મુનિએ મને ઉપશમ કરવાનું કેમ કહ્યું ? તેઓ અસત્ય તો ન જ કહે. કારણ કે મારી પાસે તે નિગ્રંથને કશો સ્વાર્થ ન હતો. ત્યારે શું મારા શરીરની અંદર કાંઇ ઉપશમ કરવા જેવું છે ? વિશેષ વિચારમાં આગળ વધતાં તેને જણાઇ આવ્યું કે, અરે ! ઉપશમ કરવાનું તો આત્માની અંદર ઘણું જ જણાય છે. આ ક્રોધરૂપ દાવાનળ Page #300 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૮૭ તો સળગી રહ્યો છે. સુસમાને લેવાને પાછળ પડેલા ધનશેઠ ઉપર કાંઈ ઓછો ક્રોધ નથી. મારો વિચાર એવો થાય છે કે તે શેઠને હમણાં દેખું તો જીવથી મારી નાખ્યું. તેમજ મારા સહાયકોને વિખેરી નાંખનાર અને મને આમ હેરાન કરનાર કોટવાળ ઉપર પણ કાંઈ ઓછો ક્રોધ નથી. મને તે શા માટે હેરાન કરે ? ગમે તેવા ઉપાય પણ તે વેર તો વાળવું જ. શું આ માન કાંઈ ઓછું છે ? આ ઉપશમ કરવા લાયક નહિ, તો વળી બીજાં શું હશે ? ગમે તેવા છળ પ્રપંચ કરીને પણ લોકોને ઠગવા લુંટવા, આ માયા પણ ઉપશમ કરવા જેવી છે. ત્યારે આ જગતને લુંટીને, મારીને, કાપીને, પૈસો એકઠો કરવો અને મારે સુખી થવું છે. આ લોભ સમુદ્ર તો સર્વથી વિશેષ પ્રકારે દબાવવા લાયક છે. આ સર્વ ક્રોધાદિ ઉપશમાવવાનું જ તે મહાત્માએ મને જણાવ્યું છે. તો હવે મારે ક્રોધાદિને કેવી રીતે ઉપશમાવવા ? યા તેનો નાશ કરવો ? અગ્નિને ઉપશમાવવી હોય તો ધુળ, રાખ યા પાણી જોઇએ, તેમ ક્રોધને ઉપશમાવવાને તેનો પ્રતિપક્ષી મને તો ક્ષમાજ જણાય છે. ત્યારે તે સર્વના ઉપર મારે ક્ષમા કરવી. તેથી ક્રોધ ઉપશમી (દબાઈ) જશે. એજ પ્રમાણે તેણે ક્ષમા કરી કે તરતજ ક્રોધના વિચારો શાંત થયા. જરા શાંતિ આવી, વિચારની વ્યાકુળતા ઓછી થઈ કે માનને દબાવવા માટે વિચાર કરવા લાગ્યો. મને તે શા માટે હેરાન કરે ? અરે ! તે અપરાધ કર્યો માટે. એક તો અપરાધ કરવો અને વળી આટલું બધું માન. આ ઠેકાણે પણ મારીજ ભૂલ છે. હવે મારે તેવો અપરાધ ન કરવો. અને જેનો અપરાધ કર્યો છે તે જો આવી મળે તો તે અપરાધની ક્ષમા લેવી. આ નમ્રતાએ તેની માનની લાગણીને દબાવી દીધી. આ પ્રમાણે માયાને સરળતાથી અને લોભને સંતોષથી દબાવવાના ઉપાયો વિશેષ વિચાર કરતાં તેને મળી આવ્યા. . બીજો ધર્મ મુનિએ મને સંવર એ પદથી જણાવ્યો હતો. સંવર એટલે રોકવું. કોને રોકવું ? અને શાથી રોકવું ? એ વિચારવા જેવું છે. પ્રથમ તો મારે મારું હિત કરવું છે. તો બીજાને રોકવું તે તો નકામું છે. ત્યારે મારે પોતાને પ્રથમ રોકવાની જરૂર છે. પોતાને કેવી રીતે રોકવો ? શું ચાલવું બંધ કરવું કે બોલવું બંધ કરવું કે વિચારવાનું બંધ કરવું? તે તો બંધ ન થઈ શકે. બોલ્યા ચાલ્યા કે વિચાર કર્યા સિવાય કેમ રહી શકાય ? અથવા તેમ કરવાથી ફાયદો શું ? અથવા માની લઉં કે તેમ કરવાથી ફાયદો હશે, પણ સર્વથા બોલ્યા ચાલ્યા કે વિચાર કર્યા સિવાય મારાથી રહી ન શકાય; ત્યારે તેમ કર્યા સિવાય સંવર કેવી રીતે બને ? અને સંવર ન બને તો ધર્મ કેવી રીતે થાય ? ન જ થાય. અને ધર્મ ન થાય તો સુખ ક્યાંથી મળે ? આ સર્વ વિચારોમાં યોગની પ્રણાલિકા શરૂ થઈ ચૂકેલી છે. અને એની પ્રબળતાથીજ વિચારોની ઉત્તરોત્તર શુદ્ધતા થતી આવે છે. ચિલાતીપુત્ર વિચારમાં આગળ વધે છે કે આ પાંચ ઇન્દ્રિયો અને મન વિગેરે પાપને Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ આત્મપ્રબોધ આવવાનાંજ કારણો હોય તો તે મહાત્માને પણ શરીર વિગેરે હતું, અને તેઓ અહીં ઉભા હતા અને ચાલ્યા ગયા. શરીર છે તો આહાર કરતા જ હશે, અને આહાર હોય તો નિહાર અવશ્ય હોય જ. વળી તેઓ બોલતા પણ હતા કારણકે તેમણે મને ધર્મ બતાવ્યો છે. તેઓ જોતા પણ હતા, ત્યારે આમ ઇંદ્રિયોના કાર્યો વિદ્યમાન છતાં પણ કર્મબંધન થતો હોય એમ સંભવી શકે છે. હવે જો ઇદ્રિયોના કાર્યો વિદ્યમાન છતાં કર્મ બંધ ન થતો હોય તો તેઓએ મને સંવર કરવાનો ઉપદેશ શા માટે આપ્યો ? માટે હજી આની અંદર કાંઈક ગૂઢતા રહી જાય છે; એમ વિચાર કરતાં તેને વિશેષ જણાઈ આવ્યું કે ઇંદ્રિયોની અને મનની બે પ્રકારની ગતિ મારા અનુભવવામાં આવે છે. એક તો શુભ પ્રવૃત્તિ એટલે કોઈને દુઃખ ન થાય તેવી રીતે ઇન્દ્રિય અને મનની પ્રવૃત્તિ, અને બીજી અશુભ કે જેથી બીજાને દુઃખ ન થાય તેવી પ્રવૃત્તિ. ત્યારે જીવોને દુઃખ ન થાય તેવી રીતે મારા ઇંદ્રિય અને મનને પ્રવર્તાવવા એજ સંવર તે મહાત્માએ મને ઉપદેશ્યો જણાય છે. હવે તેની પ્રવૃત્તિ અત્યારે મારી છે કે નહિ તે માટે વિચારવાનું છે. અરે ! આ જીવન સંહાર કરનાર ખગ મારા એક હાથમાં રહી ગયું છે અને બીજા હાથમાં સુસમાનું માથું છે. આવી પ્રવૃત્તિવાળા મારામાં સંવર કેવી રીતે ગણાયજ. માટે તેનો ત્યાગ કરું અને મન તથા ઇંદ્રિયોની અશુભ પ્રવૃત્તિને રોકું એવા વિચારથી તેણે હાથમાંથી ખગ અને માથું દૂર ફેંકી દીધાં. વળી ત્રીજા પદના વિચારમાં તેણે પ્રવેશ કર્યો. તેટલામાં તો લોહીથી ખરડાયેલા તેના શરીર ઉપર ચારે તરફથી કીડીઓ ચડવા લાગી. કીડીઓને યોજનગંધી કહી છે; અર્થાત્ ઘણા ઇંદ્રિયના પ્રબળ વિષયવાળી કીડીઓ દૂરથી પણ ગંધના જોરથી ખેંચાઈ આવે છે. અત્યાર સુધી રૂધિર ઝરતું સુસમાનું માથું તેના હાથમાં હતું, તેના છાંટાઓથી શરીરનો ઘણો ભાગ ભીંજાએલો હતો, તેથી કીડીઓ તેના શરીર ઉપર ચડી ચટકા દેવા લાગી. આ બાજુ ચિલાતીપુત્ર વિચારની ધારામાં આગળ વધી વિવેકનું સ્વરૂપ વિચારે છે કે વિવેક એટલે શું ? વિવેક એટલે પોતાનું અને પારકું તેની વિશેષતા સમજવી. ત્યારે મારું શું છે અને પારકું શું છે તે તો મારે અવશ્ય જાણવું જ જોઈએ. અત્યારે મારું તો કોઈ દેખાતું નથી, કેમકે આ શૂન્યરાનમાં હું તો એકલો છું, પણ ત્યારે હું તે કોણ ? આ હાથ કે પગ, માથું કે પેટ, આ શરીરમાં હું કોણ ? હાથ ન હોય તો ચાલી શકે છે. પગ ન હો તો પણ શરીર ટકી રહે છે, ત્યારે તે તો હું નહિ. આ આહારાદિ ખોરાકથી શરીરની વૃદ્ધિ અને તેના અભાવથી હાનિ થયા કરે છે. તો આહારથીજ વૃદ્ધિ હાનિ પામતું અને માતા પિતાના સંયોગોથી ઉત્પન્ન થયેલું શરીર તે હું કેમ સંભવી શકું ? વળી આ શરીર અહીંજ પડ્યું રહે છે ત્યારે તેમાંથી વિચાર કરતો, બોલતો, ચાલતો, સ્મૃતિ રાખનારો અને સુખ-દુઃખાદિ જાણનારો કોઈક Page #302 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૮૯ ચાલ્યો જાય છે. જેના વિના પરિપૂર્ણ શરીર હોવા છતાં તે માંહીલું કાંઈ પણ બની શકતું નથી. હું જાઉં છું. પણ આ શરીર તે તો હું નહિ. આમ વિચાર કરે છે ત્યાં તો એટલી બધી કીડીઓ વધી પડી અને તેના શરીરનું લોહી ચુસવા માંડી કે થોડા વખતમાં તેનું શરીર શોષાઈ ગયું. એટલું જ નહિ પણ, તે શરીરમાં એટલાં બધાં છિદ્રો પડ્યાં કે તે શરીર એક ચાલણી સરખું થઈ ગયું, છતાં પણ મને ધર્મની પ્રાપ્તિ તો ત્યારે થઈ કહી શકાય કે જ્યારે ઉપશમ (=ક્રોધાદિ ન હોવા જોઇએ) સંવર (=આ પાંચ ઇન્દ્રિયોથી અને મનથી બીજાનું ખરાબ ન થવું જોઈએ) અને વિવેક (હું આત્મા તે દેહાદિથી જાદું જ.)ની પ્રાપ્તિ થાય. આ પ્રમાણે વિચારની ધારામાં ચિલાતીપુત્ર ગુંથાયો હતો. વચમાં વચમાં કપાયિત પરિણામ થઈ જતા હતા. પણ વારંવાર ઉપશમ, સંવર અને વિવેકથી ક્રોધાદિને હઠાવી કાઢતો હતો. આ પ્રમાણે અઢી દિવસ સુધી તે ત્યાં ઉભો રહ્યો. પોતાનાં કરેલાં ઘોર પાપોની પાસે આ દુ:ખોને તે સ્વલ્પજ ગણતો હતો, અને પવિત્રધર્મ સિવાય મારો છુટકારો નથી જ. તે ધર્મ મહાત્માએ બતાવેલો ત્રિપદીમયજ છે. આવા વિચારની ધારામાં તેનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું. કીડીઓએ શરીરને જીર્ણ કરી નાંખ્યું. તે મહાત્મા ચિલાતીપુત્ર શરીરનો ત્યાગ કરી દેવલોકને વિષે ગયો, અને ત્યાંથી ફરી મનુષ્યભવ પામી મોક્ષ જશે. (યોગશાસ્ત્ર ભાષાંતરમાંથી સાભાર ઉદ્ધત) આચાર્ય ભદ્રબાહુસૂરિનો વૃત્તાંત મહાન આચાર્ય શ્રીભદ્રબાહુસ્વામી થયા છે. તેમનું જન્મસ્થાન દક્ષિણમાં આવેલું પ્રતિષ્ઠાનપુર છે. તે જ્ઞાતિએ બ્રાહ્મણ હતા. તેમનું પ્રાચીન ગોત્ર હતું. ભદ્રબાહુને વરાહમિહિર નામે એક ભાઈ હતો. બંને ભાઈઓ સંસ્કૃતના પ્રખર વિદ્વાન અને વેદનિષ્ણાત હતા, સાથે જ જ્યોતિષવિદ્યાના પારગામી હતા. બંને બંધુઓ વિદ્યાદેવીના ઉપાસક અને પ્રીતિપાત્ર હતા, કિન્તુ લક્ષ્મીદેવી તો એમનાથી રીસાયેલાં જ હતાં. ઘણીવાર તો તેઓ તાંબડી ફેરવીને પણ ઉદરનિર્વાહ કરી લેતા. એમાં એકવાર જૈનધર્મના પ્રતિભાસંપન્ન મહાજ્ઞાની આચાર્ય યશોભદ્રસૂરિજીનો તેમને પરિચય થયો. તેમના ઉપદેશથી બંને બંધુઓને ખૂબ શાંતિ મળી અને તેમાંથી તેમને આત્મકલ્યાણનો માર્ગ દેખાયો. તેઓ યજ્ઞધર્મ, ક્રિયાકાંડો અને એમાંય થતી નિર્દોષ પશુઓની સંહારલીલાથી પણ કંટાળ્યા હતા, એટલે હવે તેઓ હિંસાધર્મથી વિમુખ બન્યા હતા., આથી આત્મશાંતિનો ધર્મ, સર્વ જીવો પ્રતિ મૈત્રી, પ્રેમ અને કરુણાનો ધર્મ તેમને ગમી ગયો. બંને બંધુઓએ સૂરિજીને ચરણે બેસી શાશ્વત સુખદાયક દીક્ષાધર્મનો સ્વીકાર કર્યો. બંને મુનિબંધુઓએ અલ્પ સમયમાં જ શાસ્ત્રાભ્યાસ અને ધાર્મિક ક્રિયાઓમાં બહુ જ કુશલતા મેળવી, પરંતુ બંને મુનિઓમાં શ્રીભદ્રબાહુસ્વામી બહુ જ ધીર, ગંભીર, દઢ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯) આત્મપ્રબોધ નિશ્ચયી અને શાસ્ત્રીય જ્ઞાનના અપૂર્વ ખજાનારૂપ બન્યા. તે ધીમે ધીમે ગુરુચરણે બેસી ચૌદપૂર્વનું સંપૂર્ણ જ્ઞાન મેળવી, ચૌદ પૂર્વધર બન્યા. ગુરુએ યોગ્યતા જોઈ શ્રીભદ્રબાહસ્વામીને આચાર્યપદથી અલંકૃત કર્યા. શ્રી યશોભદ્રસૂરિએ શ્રી ભદ્રબાહુસ્વામીને સાથોસાથ એ પણ ભલામણ કરી કે, “વરાહમિહિર આચાર્યપદ જેવા મહાન અને ગંભીરપદને યોગ્ય નથી. વરાહમિહિરમાં એ પદની મહાન જવાબદારી ઉઠાવવાની શક્તિ પણ નથી, માટે એમને આચાર્યપદ ન જ આપવું.' ગુરુએ આચાર્યપદવી ન આપી આથી વરાહમિહિરને ઘણો જ ગુસ્સો ચઢ્યો; એટલું જ નહિ કિન્તુ એને એમ લાગ્યું કે ગુરુજીએ પક્ષપાત કર્યો છે. ત્યાર પછી વરાહમિહિર મૌન રહ્યો. તેણે મનમાં જ માની લીધું કે ગુરુજીએ ભલે આચાર્યપદવી ન આપી પરંતુ શ્રીભદ્રબાહુસ્વામી તો મારા ભાઈ જ છે ને ! તે તો ગુરુજીના સ્વર્ગ પછી મને આચાર્યપદવી જરૂર આપશે. ગુરુના સ્વર્ગવાસ પછી વરાહમિહિરે પોતાના ભાઈ આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામી પાસે પોતાને આચાર્યપદ આપવાની માગણી કરી, પરંતુ આચાર્ય ભદ્રબાહુસ્વામીએ એને ચોક્ની ના પાડી અને જણાવ્યું કે, “આચાર્યપદનો ભાર યોગ્ય પુરુષને જ અપાય છે. જે પદ ગુરુજીએ તને અયોગ્ય ધારીને ન આપ્યું તે પદ હું તને કેમ આપી શકું ? આ આચાર્યપદ તો આત્મકલ્યાણની-જીવનવિશુદ્ધિની ઉચ્ચ પારાશીશી છે. તે પદ યોગ્ય પાત્રને જ અપાય છે.” વરાહમિહિર આ મહાન પદને માત્ર યશ, કીર્તિ અને વાહવાહનું જ સાધન બનાવવા માગતો હતો. એનામાં આચાર્યપદની તો શું કિન્તુ સાધુપદની પણ યથાર્થ યોગ્યતા ન હતી. - વરાહમિહિરે જોયું કે હવે આચાર્યપદ મળે તેમ નથી, તેથી તે ગુસ્સામાં સાધુવેશને તિલાંજલી દઈ રાજાનો માન્ય' પુરોહિત બન્યો. વરાહમિહિરે સાધુ અવસ્થામાં જ્યોતિષવિદ્યાનો સારો અભ્યાસ કર્યો હતો, એટલે એ વિદ્યાથી રાજાને અને પ્રજાને રંજિત કરી શકતો, પછી તો પોતાની કીર્તિ વધારવા એણે એક ગપ્પ પણ ચલાવી કે, “હું નાનો હતો ત્યારથી મને જ્યોતિષવિદ્યાનો બહુ જ શોખ હતો. હું એકવાર જંગલમાં ઢોર ચરાવવા ગયો હતો, ત્યાં રમતાં રમતાં મેં એક શિલા ઉપર સિંહ લગ્નની કુંડલી બનાવી હતી. સાંજે વખત થઈ જવાથી હું ઉતાવળમાં ને ઉતાવળમાં એ કુંડલી ભૂસ્યા વિના ઘેર ગયો પણ રાત્રે યાદ આવતાં વિચાર આવ્યો કે મેં બનાવેલી લગ્નકુંડલી ભૂંસી નથી, માટે અત્યારે જઈને ભૂંસી નાખું. તરત જ હું કોઈ જાતનો ડર રાખ્યા સિવાય એકલો જંગલમાં ગયો ને જોયું તો એ કુંડલી ઉપર એક સિંહ બેઠો હતો. સિંહનો પણ ડર રાખ્યા વગર મેં એની નીચે હાથ ચતુર્વિશતિ પ્રબંધ'માં વરાહમિહિરે પ્રતિષ્ઠાનપુરના રાજા શત્રુજિતને પોતાની કલા વડે રાજી કર્યો. આથી રાજાએ વરાહમિહિરને પોતાનો પુરોહિત બનાવ્યો, એમ જણાવ્યું છે. ‘અચલગચ્છ પટ્ટાવલી'માં તે નંદરાજા આગળ માન પામ્યો એમ ઉલ્લેખ છે પરંતુ પ્રબંધ ચિતામણિ'માં તે નંદરાજા આગળ માન પામ્યો એમ ઉલ્લેખ છે. તેમજ પ્રબંધ ચિંતામણિ'માં વરાહમિહિરને પાટલીપુત્ર (પટણા)નો રહેવાસી જણાવ્યો છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૯૧ નાખી એ કુંડલી ભૂંસી નાખી. સિંહ તો મારું આ પરાક્રમ જોઈ પ્રસન્ન થયો અને સૂર્યરૂપે પ્રત્યક્ષ થઈને બોલ્યોઃ હે વત્સ ! હું તારી આ લગ્ન ઉપરની ભક્તિ અને તારું પરાક્રમ જોઈ પ્રસન્ન થયો છું. તું વરદાન માગ ! મેં કહ્યું કે- હે સૂર્યદેવતા ! જો આપ મારા ઉપર પ્રસન્ન જ થયા હો તો મને જ્યોતિષચક્રના દરેક ગ્રહો, નક્ષત્રો, તારાના વિમાનો, એની ચાલ તથા સંપૂર્ણ જ્યોતિષમંડળ બતાવો. સૂર્યદેવે મારી વિનંતી સ્વીકારી, મને આખું જયોતિષમંડળ બતાવ્યું અને મને ઘણો કાળ સુધી ત્યાં રાખ્યો. આ રીતે મિહિર(સૂર્ય)ના પ્રસાદથી મને આ જ્ઞાન મળ્યું છે અને તેથી જ મારું ‘વરાહમિહિર’ એવું નામ પ્રસિદ્ધ થયું છે. વગેરે વગેરે.” આ વાતથી વરાહમિહિરની ખ્યાતિ વધી પડી. તેણે “વારાહી સંહિતા' નામે ગ્રંથ બનાવ્યો છે. પરંતુ વરાહમિહિરને આટલાથી સંતોષ ન થયો. એણે પોતાને આચાર્યપદ ન આપનાર જૈન સાધુઓની અને જૈન સંઘની નિંદા કરવા માંડી. એકવાર એણે રાજા સમક્ષ એક મહાન ભવિષ્યવેત્તા તરીકે ભવિષ્યવાણી કહીઃ “હે રાજન્ ! હું એક મોટું કુંડાળું બનાવું છું. આ ચોમાસામાં અમુક દિવસે ઘોર વૃષ્ટિ થતી હશે તે વખતે એક મોટું પર (બાવન) પળનું માછલું આ કુંડાળાની વચમાં આવીને પડશે.” એમ જણાવી તેણે મોટું કુંડાળું બનાવ્યું. આ સમાચાર આચાર્ય ભદ્રબાહુસ્વામીને મળ્યા. તેમણે રાજાને કહેવડાવ્યું કે માછલું કુંડાળાની વચ્ચે નહિ કિન્તુ કુંડાળાની એકાદ કિનારી દબાય તેમ પડશે અને તે માછલું પર (બાવન) પળનું નહિ કિન્તુ ૫૧|| (સાડી એકાવન) પળનું હશે. વરાહમિહિરને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે એણે વધુ જીદ પકડી કે મારી વાત જ સાચી ઠરવાની છે. આખરે નિયત દિવસે અને સમયે માછલું પડ્યું અને આચાર્ય ભદ્રબાહુસ્વામીએ જે કહ્યું હતું તેવા માપ, સ્થાન અને પ્રમાણનું જ પડ્યું. આ જોઈ રાજાને સૂરિજી ઉપર ભક્તિ ઉપજી, પ્રજામાં પણ સૂરિજી પ્રત્યે માન-ભક્તિ વધ્યાં અને વરાહમિહિરની કીર્તિને જબરો ફટકો લાગ્યો. હવે વળી બીજો એક ગંભીર પ્રસંગ બન્યો. રાજાને ત્યાં ઘણે દિવસે પુત્રનો જન્મ થયો. વરાહમિહિરે એ રાજપુત્રની જન્મકુંડળી કરી ભવિષ્ય ભાખ્યું કે, “આ રાજપુત્ર ૧૦૦ વર્ષ જીવશે.” રાજા અને પ્રજામાં ભાવિ રાજાના જન્મથી અને તે પણ દીર્ધાયુષી હોવાથી ખૂબ જ આનંદ પ્રસર્યો. સમસ્ત પ્રજાએ અને જુદા જુદા ધર્માચાર્યોએ રાજાને વધામણી અને આશીર્વાદ પાઠવ્યા. માત્ર આચાર્ય ભદ્રબાહુસ્વામીએ ન તો રાજાને આશીર્વાદ પાઠવ્યા કે ન રાજાને વધામણી મોકલી. વરાહમિહિરે આ પ્રસંગને હાથમાં લઈ જૈનાચાર્યની ખૂબ જ નિંદા કરાવી. જૈનાચાર્ય અવ્યવહારજ્ઞ છે. વેદિયો છે વગેરે વગેરે વાતો ચલાવી. સૂરિજી મહારાજે તો આ સમાચાર મળતાં જ જાહેર કર્યું કે, બે વાર રાજસભામાં શા માટે જવું? એક વાર જઈશું. આ સાંભળી ભક્તોએ પૂછયું, “ભગવાન ! કેમ આમ કહો છો ?” સૂરિજીએ કહ્યું: “ભાઈઓ ! આ રાજપુત્ર માત્ર સાત દિવસનો જ મહેમાન છે અને એનું મૃત્યુ બિલાડીથી Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ આત્મપ્રબોધ થશે.” વરાહમિહિરને આ સમાચાર મળ્યા કે તરત જ તેણે કહ્યું: “સૂરિજી ભૂલ્યા છે. મારું ભાખેલું ભવિષ્ય કદાપિ ન ફરે.” એને મનમાં નક્કી હતું કે આ વખતે તો સૂરિજીને પરાજિત કરી જ શકીશ. એણે રાજાને ખબર આપ્યા. રાજાએ શહેરમાંની દરેક બિલાડીઓને પકડી પકડીને દૂર કાઢી મૂકી અને રાજપુત્રને ભોંયરામાં સંતાડી દીધો. બરાબર સાતમેં દિવસે જ ધાવમાતા રાજપુત્રને ભોંયરામાં સ્તનપાન કરાવી રહી હતી તે વખતે દરવાજાની ભોગળ અકસ્માત રાજપુત્રના માથા ઉપર પડી અને તરત જ રાજપુત્રનું મૃત્યુ થયું. રાજાને, વરાહમિહિરને અને પ્રજાને ખબર પડી કે વરાહમિહિરનું ભવિષ્ય જૂઠું કર્યું છે અને જૈનાચાર્યનું ભવિષ્યજ્ઞાન સત્ય થયું છે. વરાહ મિહિરે તપાસ કરીને જાહેર કર્યું કે ભોગળ પડવાથી મૃત્યુ થયું છે, બિલાડીથી મૃત્યુ નથી થયું. જૈનાચાર્યના કથન મુજબ રાજપુત્રનું મૃત્યુ બિલાડીથી નથી જ થયું. સુરિજી મહારાજે પૂછાવ્યું કે, ભોગળના માથે શાનો આકાર છે તે તપાસ કરો. તપાસ કરાવતાં માલૂમ પડ્યું કે ભોગળને માથે બિલાડીનું જ મોં છે. બસ, શહેરમાં આ સમાચાર ફેલાઈ ગયા. સૂરિજીએ રાજસભામાં જઈ રાજાને આશ્વાસન આપ્યું, ધર્મોપદેશ આપ્યો અને સંસારની ક્ષણભંગુરતા સમજાવી. રાજાએ આ ઉપદેશથી પ્રતિબોધ પામી જૈનધર્મ સ્વીકાર્યો. હવે વરાહમિહિરને એટલો બધો ક્રોધ ચઢ્યો કે તે પોતાના ગ્રંથો જ બાળવા તૈયાર થયો. આ જાણી સૂરિજીએ રાજસભામાં જઈ રાજાને આશ્વાસન આપ્યું, ધર્મોપદેશ આપ્યો અને સંસારની ક્ષણભંગુરતા સમજાવી. રાજાએ આ ઉપદેશથી પ્રતિબોધ પામી જૈનધર્મ સ્વીકાર્યો. હવે વરાહમિહિરને એટલો બધો ક્રોધ ચઢ્યો કે તે પોતાના ગ્રંથો જ બાળવા તૈયાર થયો. આ જાણી સૂરિજીએ વરાહને ઘેર જઈ આશ્વાસન દઈ કહ્યું: “ભાઈ ! આ તારા પ્રમાદનું જ પરિણામ છે, શાસ્ત્રો તો સાચાં છે. માટે હવે પ્રમાદ ન કરીશ. તારી ભૂલથી તું શાસ્ત્રને ખોટાં માને છે, તે પણ તારી ગંભીર ભૂલ છે.” આ સાંભળી વળી રાજાએ અને પ્રજાએ પણ એને સમજાવ્યો. પરિણામે વરાહમિહિરનો ગુસ્સો શાંત પડ્યો. કિન્તુ વરાહમિહિરને જૈનાચાર્ય અને જૈન સંઘ ઉપર દ્વેષ રહી જ ગયો. આખરે તેણે શોકમાં ને શોકમાં જ મૃત્યુ પામી, વ્યંતર દેવ થઇ, જૈન સંઘમાં મરકીનો ઉપદ્રવ ફેલાવ્યો. આચાર્ય ભદ્રબાહુસ્વામીને આ વસ્તુની જાણ થતાં શ્રીસંઘના ઉપદ્રવ નિવારણ માટે ‘ઉવસગ્ગહર સ્તોત્ર બનાવ્યું અને આ સ્તોત્ર ગણીને તેનું મંત્રેલુ પાણી છાંટવાથી રોગની શાંતિ થશે એમ જણાવ્યું. સૂરિમહારાજના કહેવા મુજબ ફળ મળ્યું, એટલે કે ઉપદ્રવ શાંત થયો. આટલા જ માટે કહેવાયું છે કે ૩વરદ થd, વાઘ ને સંયut | करुणापरेण विहियं, सो भद्दबाहुगुरु जयइ ॥" - જેણે સંઘના કલ્યાણ માટે ઉવસગ્ગહર સ્તોત્ર બનાવ્યું, તે દયાળુ પરમ કૃપાળુ ગુરુ શ્રીભદ્રબાહુસ્વામી જય પામો. (વિજયપ્રશસ્તિ-ટીકા) (જૈન પરંપરાનો ઇતિહાસમાંથી સાભાર ઉદ્ધત) Page #306 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૯૩ વિષ્ણુકુમારનું ચરિત્ર કુરુદેશમાં હસ્તિનાપુર નામનું નગર છે. તેમાં સ્થાને સ્થાને મૂકેલા સુવર્ણના ઢગલાઓથી પરમાર્થને જાણનારાઓને પણ ઘણા સુવર્ણપર્વતોની શંકા થાય છે. દાનના અવસરે સુવર્ણના ઢગલાઓ ન રહેવાથી ફરી સુવર્ણપર્વતોની શંકા દૂર થાય છે. ઘણા હાથીની શ્રેણિના બહાનાથી જાણે બહુરૂપો કર્યા હોય તેવા કુલપર્વતો શ્રેષ્ઠ રાજ્યોમાં વિજય પામતા અને અભિમાનથી રહિત એવા જેની સેવા કરે છે તે પદ્મોત્તર રાજા તે નગરનું પાલન કરે છે. તે રાજાની સર્વગુણોથી યુક્ત અને શ્રાવકધર્મમાં દઢ વાલા નામની શ્રેષ્ઠ પત્ની છે. તેમનો સિંહસ્વપ્નથી કહેવાયેલો ( સૂચવાયેલો) વિષ્ણુકુમાર નામનો પ્રથમ પુત્ર હતો, અને ચૌદ સ્વપ્નોથી સંભળાયેલો (=સૂચવાયેલો) મહાપા નામનો બીજો પુત્ર હતો. તેમાં વિષ્ણુકુમાર આશાઓથી રહિત છે, અને મહાપદ્મ આશાઓ રાખે છે. આથી રાજાએ મહાપદ્મ નાનો હોવા છતાં તેને યુવરાજપદે સ્થાપિત કર્યો. આ તરફ શ્રીમુનિસુવ્રતજિનના ઉત્તમ શિષ્ય સુવ્રત નામના આચાર્ય વિહાર કરતા કોઈ પણ રીતે ઉજ્જયિની નગરીમાં પધાર્યા. શ્રીધર્મ નામનો રાજા તેમને વંદન કરવા માટે આવ્યો. નમુચિ નામનો દુષ્ટમંત્રી તેની સાથે આવ્યો. ઉપશમનો વિનાશ થવાથી તેણે 'વિતંડાવાદ શરૂ કર્યો. આ શત્રુ છે એમ જાણીને સૂરિ ક્ષણવાર મૌન રહ્યા. તેણે કહ્યું: બળદ જેવા આ આચાર્ય શું જાણે છે ? તેથી ગુરુના પરાભવને સહન નહિ કરતા એક ક્ષુલ્લક શિષ્ય કહ્યુ દુષ્ટ માણસ પોતાનામાં કોઈ મહત્તા નહિ હોવાના કારણે મહાન પણ સજનને અસમર્થ માને છે. કારણ કે લોક બીજાને પણ પોતાના સ્વભાવ જેવો માને છે, અર્થાત્ પોતે જેવો હોય તેવો બીજાને પણ માને છે. સર્વશાસ્ત્રોના પારને પામેલા આ આચાર્ય દૂર રહો, હે તુચ્છ ! જો તારામાં કોઈ શક્તિ હોય તો મારી સાથે પણ બોલ. તેણે બોલવાનું શરૂ કર્યું. ક્ષુલ્લક મુનિએ તેને નિરુત્તર કરી દીધો. આથી સાધુઓ પ્રત્યે દ્વેષવાળો થયેલો તે વિલખા મોઢે પોતાના ઘરે ગયો. અતિશય ઘણા અયોગ્ય વિચારોને કરતો તે રાતે ઊઠીને સાધુઓને મારવા માટે શસ્ત્ર લઈને ત્યાં ગયો. તેથી સમ્યગ્દષ્ટિ દેવે તેને ત્યાં જ થંભાવી દીધો. પ્રભાત સમયે નગરના લોકો સહિત રાજાએ તેને જોયો. તેથી આદરવાળો થયેલો લોક સાધુઓની વિશેષથી ભક્તિ કરે છે. દેવે નમુચિને મૂકી દીધો. તે લજ્જાથી નીકળી ગયો. સાધુઓ ઉપર અપકાર કરવા માટે લાખો ઉપાયોને વિચારતો તે હસ્તિનાપુરમાં જઈને મહાપદ્મની સેવા કરવા લાગ્યો. રાજા થયેલો આ મારું ઇચ્છિત કરશે એવી બુદ્ધિથી મંત્રિપદનો સ્વીકાર કરીને તેની જ પાસે રહ્યો. આ તરફ સિંહબલ નામનો રાજા દુઃખથી પ્રવેશ કરી શકાય તેવા કિલ્લાના બળથી મહાપદ્મના સઘળા દેશને ભાંગતો હતો. નમુચિએ બુદ્ધિથી તેને બાંધીને ગ્રહણ કર્યો. ૧. પોતાનો જ પક્ષ સાધી પારકા પક્ષનું જેમાં ખંડન હોય તેવા વાદને વિતંડાવાદ કહેવામાં આવે છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ આત્મપ્રબોધ તુષ્ટ થયેલા મહાપદ્મ તેને વરદાન આપ્યું. તેણે કહ્યું: અવસરે વરદાન આપજો. હવે એકવાર જ્વાલાદેવીએ જિનમંદિરમાં રથ કરાવ્યો. આ તરફ એની શોક્ય લક્ષ્મીરાણીએ બ્રહ્મરથ કરાવ્યો. લક્ષ્મીએ રાજાને કહ્યું: પહેલા બ્રહ્મરથ નીકળશે. તે સાંભળીને જ્વાલાદેવીએ પ્રતિજ્ઞા કરી કે જો પહેલાં જિનરથ ન નીકળે તો હું અનશનનો સ્વીકાર કરું. તેથી પદ્મોત્તરરાજાએ બંને રથો અટકાવ્યા. આનાથી તો માતાનું અપમાન થયું છે એમ માનતો મહાપદ્મ રાતે એકલો નીકળીને અટવામાં આવ્યો. અટવીમાં ભમતો તે સિંધુનંદન નગરમાં આવ્યો. ત્યાં મહસેનરાજાની સો કન્યાઓને પરણ્યો. વેગવતી વિદ્યાધરીએ ત્યાંથી તેનું અપહરણ કરીને, ઉત્તમ વૈતાઢ્ય પર્વત ઉપર ઉત્તમ સૂરોદય નગરમાં જઈને, ઈન્દ્રધનુ નામના વિદ્યાધર રાજાની શ્રીકાંતારાણીની જયચંદ્રા નામની કન્યા તેને પરણાવી. તે પ્રસંગ નિમિત્તે ત્યાં જ જયચંદ્રાના મામાના વિદ્યાધર પુત્રો ગંગાધર અને મહિધરની સાથે તેનું યુદ્ધ થયું. મહાપો તેમને જીતી લીધા. પછી ચંપાપુરીના જનમેજય રાજાની ઉત્તમ પુત્રી મદનાવલીને પરણ્યો. મદનાવલી સ્ત્રીરત્ન હતી. આ પ્રમાણે ક્રમશઃ આ મહાપદ્મ નવમો ચક્રવર્તી થયો. પૂર્વોક્ત ચક્રવર્તીની ઋદ્ધિથી પરિવરેલો તે ગજપુર ગયો. પછી પધ્ધોત્તરે મહાપદ્મને રાજ્ય ઉપર સ્થાપીને શ્રી સુવ્રતસૂરિની પાસે દીક્ષા લીધી. પિતા અને બંધુથી રાજયલક્ષ્મી ઉપર સ્થાપિત કરાતો હોવા છતાં સંસાર પ્રત્યે વિરક્ત બનેલા વિષ્ણુકુમારે પણ પિતાની સાથે શ્રીસુવ્રતસૂરિની જ પાસે દીક્ષા લીધી. હવે મહાપા ચક્રવર્તીના ભોગોને લાંબા કાળ સુધી ભોગવે છે. તથા માતાએ કરાવેલા રથનું નગરમાં મહા આડંબરથી ભ્રમણ કરાવ્યું. ભરતક્ષેત્રમાં ક્રોડો જિનમંદિરો કરાવ્યા. બીજા પણ ઘણા રાજાઓને જિનધર્મમાં પ્રવર્તાવ્યા. ઘણા પ્રકારોથી જિનશાસનની પ્રભાવના કરી. કર્મરહિત, અજર, અમર અને દુઃખથી રહિત પશ્નોત્તર સાધુ પણ પરમ-પદને પામીને અનંતસુખને ભોગવે છે. - વિષ્ણુકુમારને તપના પ્રભાવથી આકાશગમન અને વૈક્રિય વંગેરે ઘણી લબ્ધિઓ ઉત્પન્ન થઈ. તેથી તે મેરુપર્વતના જેવું ઊંચુ શરીર કરીને ગરુડપક્ષીની જેમ આકાશમાં જાય છે. નાના થાય છે, મોટા થાય છે. સુરેન્દ્રની જેમ અતિશય રૂપવાન થાય છે. આ તરફ તે સુવ્રતસૂરિ કોઈપણ રીતે હસ્તિનાપુર નગરમાં ચોમાસુ રહ્યા. નમુચિએ તેમને ક્યાંક જોયા. તેથી પૂર્વના વૈરને યાદ કરીને મહાપદ્મની પાસે પૂર્વના વરદાનની માગણી કરી. મહાપદ્મ વરદાન આપે છે. નમુચિએ કહ્યું: હું વેદવિધિથી યજ્ઞ કરીશ. તેથી હે દેવ ! કેટલાક દિવસો સુધી મને રાજ્ય આપો. ચક્રવર્તીએ તે પ્રમાણે તેને રાજ્ય આપ્યું, અને સ્વયં અંતઃપુરમાં રહેલો સમય પસાર કરે છે. નમુચિએ યજ્ઞના સ્થાનમાં કપટથી કેવળ બહારથી યજ્ઞની દીક્ષા લીધી. તેના વર્યાપનકમાં (=ઉત્સવમાં) જૈન સાધુઓને છોડીને પાંખડીઓ સહિત બીજી પ્રજા આવી. તેથી નમુચિએ સુવ્રતસૂરિને બોલાવીને તે જ દોષ (=ઉત્સવમાં ન આવ્યા એ દોષ) Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ પરિશિષ્ટ પ્રગટ કરીને કહ્યું: તમે શુદ્ધ છો, લોકવ્યવહારથી બાહ્ય છો, અભિમાની છે, તેથી મારા રાજ્યને છોડીને બીજા સ્થળે જલદી ચાલ્યા જાઓ. તેથી સૂરિએ કહ્યું: લોકમર્યાદા અનેક પ્રકારની છે. તેથી હે રાજન્ ભાવોને યથાવસ્થિત જાણનારા, સાવદ્ય કાર્યોથી રહિત, સર્વલોકતૃપ્તિથી મુક્ત અને જેમના પાપો શાંત થયા છે (=ચાલ્યા ગયા છે) એવા સાધુઓને તે સાવદ્ય ચિંતાથી શું કામ હોય ? તેથી અમે અહીં આવ્યા નહિ. પણ અમને તમારા ઉપર કોઈ પણ પ્રકારનો વેષ નથી. તેથી ગુસ્સે થયેલા તેણે કહ્યું: રે ! બહુ પ્રલાપ કરવાથી સર્યું. જો સાત દિવસ પછી કોઈ સાધુને હું જોઇશ તો અવશ્ય મારીશ. આ સાંભળીને સૂરિએ ઉદ્યાનમાં જઇને “શું કરવું ?” એમ સાધુઓને પૂછ્યું. ત્યાં એક સાધુએ કહ્યું: હજારો વર્ષો સુધી જેમણે તપ કર્યો છે અને (એથી) જેમને વિવિધ લબ્ધિઓ ઉત્પન્ન થઈ છે તેવા વિષ્ણુકુમાર મુનિ મેરૂપર્વત ઉપર રહેલા છે. તે મુનિ ચક્રવર્તીના બંધુ છે. હું માનું છું કે તેમના વચનથી નમુચિ ઉપશાંત થશે. સૂરિએ કહ્યું પણ તેમને અહીં કયા મુનિ લાવશે? એક સાધુએ કહ્યું: આકાશ દ્વારા જવાની મારી શક્તિ છે, પણ આવવાની શક્તિ નથી. સૂરિએ તે મુનિને કહ્યું: વિષ્ણુકુમાર તમને અહીં લઈ આવશે. આચાર્યશ્રીએ આમ કહ્યું એટલે તે મુનિ જલદી આકાશમાં ઉપડ્યા. તે મુનિને જોઇને વિષ્ણુકુમાર મુનિએ ક્ષણવાર વિચાર્યું શાસનનું કોઈ મોટું કામ હોવું જોઈએ, જેથી ચોમાસામાં પણ આ સાધુ અહીં આવે છે. મુનિએ પણ વિષ્ણુકુમાર મુનિને સઘળું કહ્યું તેથી વિષ્ણુકુમાર મુનિ તે મુનિને લઇને ક્ષણવારમાં ત્યાં આવ્યા. ગુરુને વંદન કર્યું. બીજા પણ મુનિઓનો આદર-સત્કાર કર્યો. પછી નમુચિની પાસે ત્યાં બેઠા. નમુચિ સિવાય રાજના સર્વ લોકોએ મુનિને વંદન કર્યું. મધુર વચનોથી ધર્મ કહીને નમુચિને કહ્યું: ચાતુર્માસ પૂર્ણ થાય ત્યાં સુધી સાધુઓ અહીં રહે. (નમુચિએ કહ્યું:) નિરર્થક વચનોથી આ પ્રમાણે પુનરુક્તિ કેમ કરો છો ? કહેલા દિવસો પછી તમને કોઈને પણ અહીં જોઇશ તો તેવી રીતે કરીશ કે જેથી તેનું નામ પણ લોકમાં ખતમ થઈ જાય. મુનિ આ પ્રમાણે જેમ જેમ મધુર કહે છે તેમ તેમ તે વધારે ચડે છે. તેથી કુપિત થયેલા વિષ્ણુમુનિએ કહ્યું: રે દુષ્ટ ! જેવી રીતે શ્લેષ્મ તીખા ઔષધોથી શાંત થાય, તેમ દુર્જન કડવા વચનોથી શાંત થાય. જેવી રીતે શ્લેખ અપાતા મધુર પદાર્થોથી સ્વાભાવિક રીતે જ કુપિત થાય છે, તેમ દુર્જન કહેવાતા મધુર વચનોથી પોતાની પ્રકૃતિથી જ કુપિત થાય છે. સજજનોના નિર્મલ વચનથી પણ દુર્જન પ્રકૃતિને છોડતો નથી. દૂધથી ધોયેલો પણ અંગારી નિર્મલ થતો નથી. તે ઉપશમરૂપ ધનવાળા મુનિઓ પ્રત્યે જે અતિ કઠોર આચરણ કરે છે તેમાં પણ તારું ભાગ્ય પ્રતિકૂલ થયું છે. કારણ કે મધુર પણ ક્ષીરસમુદ્રમાં અતિશય મંથન કરવાથી શું કાલકૂટ ઝેર ઉત્પન્ન નથી થયું ? તેથી વિશેષ કહેવાથી શું ? સાધુઓને ત્રણ પગલાં જેટલું પણ સ્થાન આપ. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ આત્મપ્રબોધ પછી નમુચિએ કહ્યું: આ થાઓ, પણ ત્રણ પગલાની બહાર તમારામાંના કોઈને પણ જોઈશ તો ચોક્કસ મારી નાખીશ. તેથી ઘીથી સિંચાયેલો અગ્નિ સળગે તેમ વિષ્ણુમુનિ કોપથી સળગ્યા. વૈક્રિયરૂપ કરીને આકાશમાં વધવાનું શરૂ કર્યું. પ્રલયકાળના પવનની જેમ કષ્ટથી જોઈ શકાય તેવા તે મુનિ ક્ષણમાં એક લાખ યોજનના શરીરવાળા થયા. એક લાખ યોજન જેટલા સંપૂર્ણ શરીરવાળા તે મુનિ સઘળા વિશ્વને ભય કરનારા થયા. પણ રાઘાતd =પ્રહારને! ઉના તે ન આઝ, છાણ, ગર અને સમુદ્રથી બને પૃથ્વીપીઠને કંપાવે છે, પર્વતોના શિખરોને પાળે છે, સમુદ્રોને ઉછાળે છે, મનુષ્ય-તિર્યંચોને કષ્ટ ઉત્પન્ન કરે છે, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકદેવોને ક્ષોભ ઉત્પન્ન કરે છે. નમુચિના મસ્તક ઉપર પગ મૂકીને તેને પાતાળમાં ફેંકી દીધો. પછી સમુદ્રના પૂર્વકિનારે એક પગ અને પશ્ચિમ કિનારે એક પગ એમ બે પગને રાખીને રહે છે. ત્રણ ભુવનમાં ક્ષોભ થવાથી ઇન્દ્ર તે મુનિને ગુસ્સે થયેલા જાણીને મધુર કંઠવાળી અપ્સરાઓને ત્યાં મોકલી. તેમને શાંત કરવા માટે તેમના કાન આગળ રહીને મધુરકંઠથી ગાતી અપ્સરાઓએ મુનિને કહ્યું: હે મહાનુભાવ ! ક્રોધ સ્વ-પર ઉભયને સંતાપ કરનારો છે, તમારા સુચારિત્રનો અંત કરનારો છે, દુર્ગતિમાં જવાનો મહામાર્ગ છે, સર્વસુખોનો નાશક છે. તીર્થકરો અને પરલોકના ભયવાળા બીજા મહર્ષિઓ પણ અતુલ પરાક્રમથી યુક્ત હોવા છતાં અતિશય અધમ જીવોનું પણ બધું સહન કરે છે. જે રીતે નારકો અને તિર્યંચો વગેરે બીજાઓમાં ક્રોધ પ્રગટે છે તે રીતે જો ગુણથી મોટાઓમાં પણ ક્રોધ પ્રગટે તો વિવેકનું સામર્થ્ય ક્યાં રહ્યું ? તેથી હે મુનિશ્વર ! શાંત થાઓ, જિનોક્ત વચનોને યાદ કરો, ચિત્તમાં કરુણા લાવો, ત્રણ ભુવન ઉપર કૃપા કરો. સુર-અસુર લોકોએ શાંતિકર્મ શરૂ કર્યું. ચક્રવર્તી મહાપદ્મને આ વૃતાંતની ખબર પડતાં ભયથી કંપતા શરીરવાળા તે પરિવાર સહિત ત્યાં આવ્યા અને મુનિના ચરણોમાં નમીને ખમાવવા લાગ્યા. આ પ્રમાણે અપ્સરાઓના વચનોથી, સકલસંઘના વચનોથી, શાંતિકર્મથી અને ક્ષમાપનાથી મુનિ કોઈ પણ રીતે શાંત થયા. ત્યારથી તેમનું ત્રિવિક્રમ એવું નામ પ્રસિદ્ધ થયું. પછી આલોચના-પ્રતિક્રમણ કરીને શુદ્ધ થયેલા તે મુનિ વિચરવા લાગ્યા. કારણ કે કહ્યું છે કે- “આચાર્ય, ગચ્છ, કુલ, ગણ અને સંઘની રક્ષા કરવામાં તથા ચૈત્યનો વિનાશ થઈ રહ્યો હોય ત્યારે ચૈત્યની રક્ષા કરવામાં જે દોષ લાગ્યો હોય તેની આલોચના અને પ્રતિક્રમણ કરનાર જીવ શુદ્ધ છે. કારણ કે રક્ષા કરવામાં ઘણી નિર્જરા છે.” વિષ્ણુકુમાર મુનિ ક્રમે કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થયા. મહાપદ્મ ચક્રવર્તી પણ વ્રત લઈને મોક્ષમાં ગયા. (ઉપદેશમાંલા (પુષ્પમાલા)માંથી સાભાર ઉદ્ધત) Page #310 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૯૭ ધન્યમુનિ (ધના કાકંદી) નું દૃષ્ટાંત કાકંદીપુરીમાં ધના નામે એક સાર્થવાહ રહેતો હતો. તેને ધન્ય નામે પુત્ર હતો. તે ભોગને સમર્થ એવી યુવાવસ્થાને પામ્યો, ત્યારે તેની માતા ભદ્રાએ બત્રીશપ્રાસાદ કરાવીને બત્રીશ શ્રેષ્ઠીની કન્યાઓ સાથે એક જ દિવસે તેને પરણાવ્યો. ધન્ય તે સ્ત્રીઓ સાથે દોગંદકદેવની જેમ સુખ ભોગવવા લાગ્યો. તે સ્ત્રીઓ સાથે ભોગ ભોગવતાં તેણે કેટલાક વર્ષો વ્યતીત કર્યા. એકદા ચોવીશ અતિશયોથી વિરાજમાન શ્રી મહાવીસ્વામી તે પુરીમાં સમવસર્યા. તે વખતે ધન્યપણ ભગવાનના દર્શનમાં ઉત્કંઠિત થઈને પગલે ચાલતો પ્રભુ સમીપે ગયો, અને વિશ્વબંધુ પ્રભુને વાંદીને તેમની પાસે ભવના ક્લેશનો નાશ કરનારી દેશના સાંભળી. ત્રિકાળજ્ઞાની પ્રભુની દેશના મનમાં વિચારતાં ધન્ય વૈરાગ્ય પામ્યો; એટલે તેણે તેની માતા પાસે જઈને કહ્યું કે- “હે માતા ! ભગવાનની દેશના સાંભળીને મને વિષયોમાં ઉગ થયો છે, માટે તમારી આજ્ઞાથી હું દીક્ષા ગ્રહણ કરીશ.” તે સાંભળીને માતાએ મુનિનાં વ્રત પાલન કરવામાં અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગો સહન કરવા તથા રસ વિનાના વિરસ આહાર કરવા ઇત્યાદિ અનેક પ્રકારનાં અતિ દુઃખ છે એમ જણાવ્યું, તોપણ તે ધન્ય વિષ્ટાની જેમ વિષયભોગની ઇચ્છા કરી નહીં, ત્યારે ભદ્રાએ ખુશીથી તેનો નિષ્ક્રમણોત્સવ કર્યો. ભગવાને પોતે જ તેને દીક્ષા આપી. તે જ દિવસે ધન્યમુનિએ સ્વામી પાસે અભિગ્રહ કર્યો કે, “હે ભગવન્આપની આજ્ઞાથી હું નિરંતર છઠ્ઠ તપ કરીશ, અને પારણામાં ગૃહસ્થ તજી દીધેલી ભિક્ષાથી આયંબિલ કરીશ.” ભગવાન બોલ્યા કે, “હે ધન્ય ! જેમ સુખ ઊપજે તેમ તપધર્મમાં પ્રવૃત્તિ કર.” એવી જિનેશ્વરની આજ્ઞાથી હૃષ્ટતુષ્ટ થઈને ધન્ય મુનિ તપસ્યામાં પ્રવર્યા. - પહેલા છઠ્ઠના પારણાને દિવસે પહેલી પોરસીમાં તેમણે સ્વાધ્યાય કર્યો, બીજી પોરસીમાં ધ્યાન કર્યું, અને ત્રીજી પોરસીમાં જિનેશ્વરની આજ્ઞા લઈને ભિક્ષા માટે અટન કરી આયંબિલને માટે અન્ન ગ્રહણ કર્યું. બીજી કાંઈ ઇચ્છા કરી નહીં. તે જ પ્રમાણે દરેક પારણાને દિવસે ભિક્ષાટન કરતાં કોઈ વખત અન્ન મળે, કોઈ વખત માત્ર જળ મળે, તો પણ તે ખેદ કરતા નહીં. જો કોઈ પણ દિવસે ભિક્ષા મળે તો તે પ્રભુને બતાવવા, અને પછી પ્રભુની આજ્ઞાથી માત્ર દેહને ધારણ કરવા માટે જ આહાર કરતા. એ પ્રમાણે તપ કરતાં તે મુનિનું શરીર અતિ કૃશ થઈ ગયું. માંસ રહિત અને માત્ર સૂકાં હાડકાંથી ભરેલું તેમનું શરીર કોયલાના ગાડાની જેમ રસ્તામાં ચાલતી વખતે ખડ ખડ’ શબ્દ કરતું હતું. એકદા વિહાર કરતાં ભગવાન રાજગૃહી નગરીના ગુણશીલ વનમાં સમવસર્યા. તેમને વાંદવા માટે શ્રેણિક રાજા ત્યાં આવ્યા. સ્વામીને વાંચીને દેશના સાંભળી, પછી તેમણે પૂછયું કે “હે ભગવન્! આ સઘળા મુનિઓમાં કયા મુનિ દુષ્કરકારક છે ?” પ્રભુ બોલ્યા Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ આત્મપ્રબોધ કે “આ ગૌતમ વગેરે ચૌદ હજાર મુનિઓમાં ધન્યમુનિ મોટી નિર્જરા કરનાર મહા દુષ્કરકારક છે. તે ભદ્રાપુત્ર નિરંતર છઠ્ઠ તપ કરીને આયંબિલથી પારણું કરે છે.” ઇત્યાદિ સર્વ વૃત્તાંત સાંભળીને શ્રેણિક રાજા હર્ષ પામી ધન્યઋષિ પાસે ગયા, અને તે મુનિને નમીને તેમણે કહ્યું કે, “હે ઋષિ ! તમને ધન્ય છે, તમે કૃતપુણ્ય છો.' ઇત્યાદિ સ્તુતિ કરીને રાજા પોતાના નગરમાં ગયા. એકદા ધન્યઋષિ રાત્રે ધર્મજાગરિકાએ જાગતાં એમ વિચાર કરવા લાગ્યા કે “તપસ્યાથી શુષ્કદેહ થયેલો હું પ્રભાતે સ્વામીની આજ્ઞા લઇ વિપુલગિગિર ઉપર જઇને એક માસની સંલેખના વડે શરીરનું શોષણ કરી જીવિત તથા મરણમાં સમભાવ રાખતો સતો વિચરીશ.' પછી તેમણે તે જ પ્રમાણે કર્યું. પ્રાંતે શુભ ધ્યાન વડે કાળ કરીને સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનમાં તે દેવપણે ઉત્પન્ન થયા. પછી ગૌતમ ગણધરે ભગવાનને પૂછ્યું કે “હે ભગવંત ! આપના શિષ્ય ધન્ય મુનિ કઇ ગતિમાં ગયા ?' ભગવાન બોલ્યા કે ‘હે ગૌતમ ! અહીંથી કાળધર્મ પામીને ધન્ય મુનિ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા છે, અને તેત્રીશ સાગરોપમની સ્થિતિ ભોગવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઊંચ કુળને વિષે ઉત્પન્ન થશે, અને દીક્ષા લઇ કેવળજ્ઞાન પામીને મોક્ષે જશે.’’ “આ પ્રમાણે ધન્યઋષિએ સમતાપૂર્વક પાપકર્મની નિર્જરા કરવા માટે બન્ને પ્રકારના અનશન તપનું સેવન કર્યું. તેમજ જે ક્ષણે દીક્ષા લીધી તે જ ક્ષણે પૌદ્ગલિક સુખની તમામ આશાઓ તજી દીધી. ધન્ય ધન્ના અણગારને !'' (ઉપદેશપ્રાસાદ ભાષાંતરમાંથી સાભાર ઉદ્ધૃત) વજ્રસ્વામીનું દૃષ્ટાંત તે કાળે અને તે સમયે અવંતી દેશમાં તુંબવન નામના 'સંનિવેશમાં ધનિગિર નામે વણિકપુત્ર હતો. તે શ્રાવક હતો અને દીક્ષા લેવાની ભાવનાવાળો થયો. તેના માતા-પિતા જ્યાં જ્યાં તેને યોગ્ય કન્યાની પસંદગી કરતા હતા ત્યાં ત્યાં હું દીક્ષા લેવાની ભાવનાવાળો છું એમ કહીને વિપરિણતિ (=સામા પક્ષને કન્યા ન આપવાના પરિણામવાળો) કરી દેતો હતો. આ તરફ ધનપાલશેઠની સુનંદા નામની પુત્રી હતી. તેણે પોતાના માતા-પિતાને કહ્યું: મને ધનિગિરને આપો. આથી માતા-પિતાએ સુનંદા ધનિગિરને આપી. સુનંદાના આર્યસમિત ૧.જેમ આજે શહેરની બહાર સોસાયટીઓ વગેરે હોય છે તેમ નગરની બહારના નિવાસ-સ્થાનને સંનિવેશ કહેવામાં આવે છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ નામના ભાઇએ પૂર્વે સિંહગિરિસૂરિની પાસે દીક્ષા લીધી હતી. એકવાર તે ગર્ભવતી બની. તે વખતે ધનગિરિએ તેને કહ્યું: આ તારો ગર્ભ તને સહાયક થશે. હું દીક્ષા લઉં છું. સુનંદાએ રજા આપી. આથી ધનગિરિએ સિંહગિરિસૂરિ પાસે જઈને દીક્ષા લીધી. સુનંદાને પણ કંઈક અધિક નવ મહિના થતાં પુત્ર થયો. ત્યાં આવેલી સ્ત્રીઓએ કહ્યું: જો તેના પિતાએ દીક્ષા લીધી ન હોત તો સારું થાત. બુદ્ધિશાળી તેણે જાણ્યું કે મારા પિતાએ દીક્ષા લીધી છે. આ પ્રમાણે વિચારતા તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. મારી મા કંટાળીને મને મૂકી દે અને તેથી હું સુખપૂર્વક દીક્ષા લઈ શકું એવા આશયથી તે બાળક રાત-દિવસ રોવા લાગ્યો. આ પ્રમાણે છ મહિના વીતિ ગયા. એકવાર સિંહગિરિસૂરિ ત્યાં પધાર્યા. આ વખતે આર્યસમિત અને ધનગિરિએ આચાર્યને પૂછયું કે, જો આપ આજ્ઞા આપો તો સંબંધીઓને જોઈએ-સંબંધીઓને લાભ આપવા જઈએ. એટલામાં પક્ષી બોલ્યો. આચાર્ય કહ્યું: તમને મહાન લાભ થશે. આજે તમને સચિત્ત કે અચિત્ત જે મળે તે લઈ લેજો. ઇચ્છે' એમ કહીને તે બંને સંબંધીઓના ઘરે ગયા. સુનંદાને કહ્યું હે સખિ ! આ બાળક આમને આપી દે, પછી તેઓ બાળકને ક્યાં લઈ જશે ? (અર્થાત્ સંસારમાં આવી જશે.) આથી સુનંદાએ ધનગિરિને કહ્યું: આટલા કાળ સુધી મેં આ બાળકને સાચવ્યો, હવે તમે સાચવો. ધનગિરિએ કહ્યું. પછી તે પસ્તાવો ન કરીશ, સાક્ષી રાખીને છ મહિનાના બાળકને ધનગિરિએ લઇ લીધો, ચોલપટ્ટાથી વીંટીને ઝોળીમાં લઈ લીધો. હવે તે રડતો બંધ થઈ ગયો. બુદ્ધિશાળી હોવાથી તેને ખબર પડતી હતી. (બંને વસતિમાં આવ્યા.) આચાર્ય પાત્ર ભરેલું છે એમ કહીને હાથ લાંબો કર્યો ધનગિરિએ આચાર્યને તે બાળક આપ્યો. (ભારના કારણે) આચાર્યના હાથ ભૂમિ સુધી નીચે નમી ગયા. આથી આચાર્યે કહ્યું: હે આર્ય ! આ વજ હોય એ જણાય છે. પછી ઝોળીમાં જોયું તો દેવકુમાર સમાન બાળક દેખાયો. આચાર્ય કહ્યું: એનું બરોબર રક્ષણ કરો. આ શાસનનો આધાર થશે. તે વખતે તેનું વજ એવું નામ રાખ્યું. પછી સાધ્વીઓને સોંપ્યો. સાધ્વીઓએ શય્યાતરકુલમાં સોંપ્યો. શય્યાતરો જ્યારે પોતાના બાળકોને નવડાવે, શણગારે, અથવા ખાવાનું આપે ત્યારે તેનું પહેલાં કરે. વજ જ્યારે વડીનીતિ વગેરે કરવાનું હોય ત્યારે સંકેત કરતો હતો. ( આ પ્રમાણે તે મોટો થઇ રહ્યો હતો. તેમને પ્રાસુક સામગ્રી ઈષ્ટ હતી, અર્થાત્ શય્યાતરો પ્રાસુક (=અચિત્ત) સામગ્રીથી તેનું પાલન-પોષણ કરતા હતા. સાધુઓ તુંબવન સંનિવેશથી બીજા પ્રદેશમાં વિચરતા હતા. (બાળકને ડાહ્યો અને મોટો થયેલો જોઇને) સુનંદાએ શય્યાતરોની પાસે બાળકની માગણી કરી. આ આચાર્ય મહારાજની થાપણ છે એમ કહીને શય્યાતરોએ ન આપ્યો. તે આવીને બાળકને ધવડાવે છે. આ પ્રમાણે મોટો થતો તે ત્રણ વર્ષનો થયો. એકવાર વિહાર કરતાં કરતાં સાધુઓ ત્યાં આવ્યા. સુનંદાએ રાજદરબારમાં Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ આત્મબોધ ફરિયાદ કરી. ધનગિરિએ (રાજદરબારમાં) કહ્યું કે સુનંદાએ મને આ બાળક આપી દીધો છે. આખું નગર સુનંદાના પક્ષમાં હતું. સુનંદાએ બાળકને લલચાવવા માટે) ઘણાં રમકડાં લીધાં. રાજા જે નિર્ણય આપે તે માન્ય કરવો એવું નક્કી થયું. રાજા પૂર્વ સન્મુખ બેઠો. રાજાની જમણી તરફ સંઘ બેઠો, સ્વજન-પરિવાર સહિત સુનંદા ડાબી તરફ બેઠી. પછી રાજાએ કહ્યું તમે એને પોતાનો કરો, અર્થાત્ તમે એને બોલાવો, જેની પાસે બાળક જાય તેનો બાળક થશે. બધાએ સ્વીકાર્યું. બાળકને પહેલા કોણ બોલાવે ? ધર્મ પુરુષપ્રધાન છે માટે પુરુષ (સાધુઓ) પહેલા બોલાવે, એમ વિચારણા થઈ. આથી નગરલોકોએ કહ્યું: સાધુઓએ તો એને વશ કરેલો જ છે, માટે માતા પહેલાં બોલાવે. વળી માતા દુષ્કર કરનારી છે. વળી માતા કોમળતાથી પ્રવૃત્ત થઈ છે. અર્થાત્ માતા કોમળ હોય છે. માટે માતા જ પહેલાં બોલાવે. તેથી સુનંદાએ ઘોડા, હાથી, રથ, બળદ વગેરે રમકડાં લઈને અને બાલ્યભાવને લોભાવનારા મણિ-સુવર્ણના વિવિધ ચિત્રો ( પુતળીઓ વગેરે) પાસે રાખીને કહ્યું: હે વજ ! આવ, આવ. બાળક જોતો રહે છે. તે સમજે છે કે જો સંઘની અવજ્ઞા કરું તો દીર્ઘ સંસારી બનું. વળી માતા પણ (મોહ દૂર થવાથી) દીક્ષા લેશે. માતાએ આ પ્રમાણે ત્રણવાર બોલાવ્યો. પણ તે ગયો નહિ. પછી તેના પિતાએ (રજોહરણને બતાવીને) કહ્યું: હે વજ ! જો તે સારો નિર્ણય કર્યો હોય તો ધર્મરૂપ ધજાથી વિભૂષિત અને કર્મરૂપ રજને દૂર કરનાર આ રજોહરણને જલદી લે. તેણે જલદી આવીને રજોહરણ લઈ લીધું. લોકોએ “ધર્મ જય પામે છે” એમ જોરશોરથી સિંહનાદ કર્યો. આ વખતે માતાએ વિચાર્યું. મારા ભાઈએ, પતિએ અને પુત્રે દીક્ષા લીધી તો હું શું કામ રહું ? એ પ્રમાણે તેણે પણ દીક્ષા લીધી. - ધનગિરિએ વજને દીક્ષા આપીને સાધ્વીઓની પાસે જ રાખ્યા. વજસ્વામીએ અંગોનો અભ્યાસ કરતી સાધ્વીઓની પાસે સાંભળીને પદાનુસારિણી લબ્ધિથી અગિયાર અંગો ભણી લીધા. આઠ વર્ષના થયા ત્યારે સાધ્વીના ઉપાશ્રયમાંથી નીકળીને આચાર્યની પાસે રહ્યાં. આચાર્ય એકવાર ઉજૈની ગયા. ત્યાં ધારાબદ્ધ વર્ષાદ પડવા લાગ્યો. આ સમયે ત્યાંથી પસાર થતા પૂર્વભવના મિત્ર જૈભકદેવોએ વજસ્વામીને જોયા. તેથી વજસ્વામીની પરીક્ષા કરવા માટે વણિકનું રૂપ લઈને નીચે ઉતર્યા. ત્યાં બળદોને છોડીને રસોઈ કરવા લાગ્યા. રસોઈ તૈયાર થઇ ગઇ એટલે વજસ્વામીને વહોરવા માટે વિનંતિ કરી. વજસ્વામી વહોરવા ચાલ્યા, પણ હજી ઝીણો ઝીણો વર્ષાદ આવતો હતો. આથી પાછા ફર્યા. પછી વર્ષાદ તદન રહી ગયો. ફરી વણિકદેવો તેમને બોલાવવા આવ્યા. વજસ્વામીએ ત્યાં જઈને ઉપયોગ મૂક્યો. તે આ પ્રમાણે દ્રવ્યથી કોળાનું ફલ=કોળા ફલના બનાવેલા પદાર્થો વગેરે છે, ક્ષેત્રથી ઉજૈની નગરી છે, કાળથી વર્ષાઋતુ છે, ભાવથી વહોરાવનારાઓના પગ જમીનને અડતા નથી, આંખો નિમેષ વગેરેથી રહિત છે, અને શરીર અત્યંત હૃષ્ટ-તૃષ્ટ છે, માટે દેવો Page #314 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૦૧ છે, એમ વિચારીને આહાર ન વહોર્યો. ખુશ થયેલા દેવોએ (પ્રત્યક્ષ થઇને) કહ્યું : અમે તમારાં દર્શન કરવા માટે આવ્યા છીએ. પછી તેમણે વજસ્વામીને વૈક્રિય વિદ્યા આપી. ફરી પણ એકવાર તે દેવોએ જેઠ મહિનામાં સ્થંડિલભૂમિએ ગયેલા વજસ્વામીને ઘેબરની વિનંતિ કરી. તે વખતે પણ તેમણે દ્રવ્યાદિનો ઉપયોગ મૂક્યો. (દેવો છે એમ ખ્યાલ આવવાથી) ભિક્ષા ન લીધી. દેવોએ તેમને આકાશગામિની વિદ્યા આપી. આ પ્રમાણે વજસ્વામી વિચરી રહ્યા હતા. પૂર્વે પદાનુસા૨ી લબ્ધિથી અગિયાર અંગો ભણ્યાં હતાં તે સાધુઓની સાથે રહીને અધિક સ્થિર કર્યાં. વળી સાધુસમુદાયમાં જે કોઇ સાધુ પૂર્વગતશ્રુત ભણતા હતા તે પણ બધું (સાંભળી સાંભળીને) તેમણે ભણી લીધું. જ્યારે તેમને આ સૂત્રને તમે ભણો એ કહેવામાં આવતું હતું ત્યારે તેમને એ સૂત્ર આવડતું હોવા છતાં (બહાર દેખાવથી) ગોખતા રહેતા અને બીજા ભણતા સાધુઓના શ્રુતને સાંભળીને યાદ કરી લેતા હતા. એકવાર સાધુઓ મધ્યાહ્ને ભિક્ષા માટે ગયા ત્યારે આચાર્ય સ્થંડિલ ભૂમિએ ગયા. વજસ્વામી વસતિપાલ તરીકે એકલા રહ્યા હતા. આ વખતે વજસ્વામીએ સાધુઓના વીંટિયાઓને સાધુઓની માંડલી પ્રમાણે ગોઠવીને વચ્ચે પોતે બેસીને વાચના આપવા લાગ્યા. તે વખતે ક્રમશઃ અગિયારેય અંગો અને પૂર્વગતશ્રુતની વાચના આપતા હતા. થોડીવાર પછી આચાર્ય પધાર્યા. (અવાજ સાંભળીને) તેમણે વિચાર્યું કે સાધુઓ ભિક્ષા લઇને જલદી આવી ગયા છે. મેઘના જેવા સરસ શબ્દો સાંભળ્યા. થોડીવાર બહાર સાંભળતા ઊભા રહ્યા. આથી જાણ્યું કે આ તો વજ્ર છે. વજ્રમુનિને ક્ષોભ ન થાય એ માટે પાછા વળીને મોટેથી નિસીહિ બોલે છે. તેથી વજ્રસ્વામીએ વિંટિયાઓને સ્વસ્થાનમાં મૂકી દીધા. બહાર નીકળીને આચાર્યના હાથમાંથી દાંડો લઈ લીધો, અને પગોનું પ્રમાર્જન કર્યુ. આચાર્યે વિચાર્યું કે, સાધુઓ આનો પરાભવ ન કરે એ માટે આ બહુજ્ઞાની છે એમ સાધુઓને જણાવું. તેથી રાતે સાધુઓને કહ્યું: હું (આવતી કાલે) અમુક ગામ જાઉં છું. ત્યાં બે કે ત્રણ દિવસ રહીશ, યોગ કરનારા સાધુઓએ કહ્યું: અમારા વાચનાચાર્ય કોણ થશે ? આચાર્યે કહ્યું: વજ્ર. વિનીત હોવાથી સાધુઓએ તત્તિ એમ કહીને એનો સ્વીકાર કર્યો. સાધુઓએ આ વખતે વિચાર્યું કે ક્યારે શું કરવું અને કેમ કરવું વગેરે આચાર્યો જ જાણે છે. (અમારે તો આચાર્ય કહે તેમ જ કરવું જોઇએ.) કહ્યું છે કે- “ગુરુવચનની શ્રદ્ધા કરનારા સિંહગિરિના તે સુશિષ્યોનું કલ્યાણ થાઓ કે જેમણે વજ્ર તમને વાચના આપશે' એ ગુરુના વચનનો અનાદર ન કર્યો.” (ઉપ. મા. ગા. ૪૮ની ટીકા.) આચાર્યે વિહાર કર્યો. સાધુઓએ પણ સવારે વસતિપ્રમાર્જન આદિ કાર્યો કર્યાં. કાલનિવેદન વગે૨ે વજ્રમુનિની આગળ કર્યું. (વાચના માટે) વજ્રમુનિનું આસન પાથર્યુ. વજ્રમુનિ તેના ઉપર બેઠા. સાધુઓ ૧. જેના પ્રભાવથી ઇચ્છા મુજબ દેવનાં અને મનુષ્યોનાં રૂપો કરી શકાય તેવી લબ્ધિ. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ આત્મપ્રબોધ આચાર્યની જેમ તેનો બધો વિનય કરે છે. વજમુનિ તે બધાને ક્રમશઃ સૂત્રના આલાવા આપતા હતાં. જે સાધુઓ મંદબુદ્ધિવાળા હતા તે પણ જલદી ભણવા લાગ્યા. આથી તેઓ વિસ્મય પામ્યા. જે આલાવા પૂર્વે ભણ્યા હતા એથી આવડતા હતા તે આલાવાઓને પણ વિશેષ સમજવા માટે પૂછતા હતા. વજમુનિ પણ બધું કહેતા હતા=સમજાવતા હતા. આથી ખુશ થયેલા સાધુઓ કહેવા લાગ્યા કે જો આચાર્ય ભગવંત કેટલાક દિવસ ત્યાં જ સ્થિરતા કરે તો આ શ્રુત-સ્કંધ જલદી પૂર્ણ થઈ જાય. સાધુઓ આચાર્યની પાસે જે શ્રુતે ક્રમથી લાંબા કાળે લેતા હતા, તે શ્રુત વજમુનિ એક પોરિસીમાં આપી દેતા હતા. આ પ્રમાણે વજમુનિ સાધુઓને બહુ માન્ય થયા. આચાર્ય પણ વજમુનિ જ્ઞાની છે એમ વિચારીને (કહ્યા પ્રમાણે) આવી ગયા. આચાર્ય સાધુઓને પૂછયું. સ્વાધ્યાય થયો ? સાધુઓએ કહ્યું: થયો. હવેથી આ જ અમારા વાચનાચાર્ય થાઓ. આચાર્ય કહ્યું: આ તામારા વાચનાચાર્ય થશે. તમે એનો પરાભવ ન કરો એ હેતુથી આ મહાજ્ઞાની છે એમ તમને જણાવવામાં હું બીજા સ્થળે ગયો હતો. પણ આ (પોતે વિધિપૂર્વક ભણ્યા વિના બીજાને ભણાવે એ) કલ્પ નથી. કારણ કે એણે કાનથી ચોરીને શ્રત લીધું છે. આથી એનો ઉત્સાર કલ્પ કરવો જોઇએ. આચાર્ય જલદી ઉત્સાર કલ્પ કરાવવા લાગ્યા. (પહેલી પોરિસિમાં સૂત્રવાચના આપતા હતા અને) બીજી પોરિસિમાં અર્થ કહેતા હતા. કારણ કે સૂત્ર અને અર્થ એ બંનેનો યોગ થાય તો એ વાચના માટે સમર્થ બને. જે અર્થો આચાર્યને પણ શંકિત હતા તે પણ વજમુનિએ સ્પષ્ટ કર્યા. આચાર્ય જેટલો દૃષ્ટિવાદ જાણતા હતા તેટલો દૃષ્ટિવાદ વજમુનિએ ભણી લીધો. પછી વિહાર કરતાં કરતાં આચાર્ય દશપુરનગર ગયા. તે વખતે ઉજૈનીમાં ભદ્રગુપ્ત નામના આચાર્યો વૃદ્ધાવસ્થાના કારણે સ્થિરવાસ કર્યો હતો. તેમની પાસે દૃષ્ટિવાદ હતો. (તેમની પાસે દૃષ્ટિવાદ ભણવા જવા માટે) આચાર્ય વજમુનિને એક સંઘાટક (=સહાયક સાધુ) આપ્યા. વજમુનિ ભદ્રગુપ્તસૂરિની પાસે ગયા. સ્થવિર ભદ્રગુપ્તસૂરિએ સ્વપ્ન જોયું કે, દૂધથી ભરેલું મારું પાત્ર આગંતુક કોઈ સંપૂર્ણ પી ગયો અને આશ્વાસન પામ્યો. સવારે સાધુઓને સ્વપ્ન કહ્યું સાધુઓ પરસ્પર (પોતાની સમજ પ્રમાણે) સ્વપ્નનું ફલ કહેવા લાગ્યા. ગુરુએ કહ્યું: તમે સ્વપ્નના ફલને જાણતા નથી. આજે મારો પ્રતીચ્છક આવશે. તે મારી પાસેથી સર્વ સૂત્ર અને અર્થ લેશે (આગલા દિવસે આવીને રાતે) નગરની બહારના ભાગમાં રહેલા આર્યવજસ્વામી પણ ત્યારે ત્યાં પધાર્યા. પૂર્વે જેમને સાંભળ્યાં હતા તે આ વજમુનિને ભદ્રગુપ્તસૂરિએ જોયા. આનંદ પામીને મુનિને ૧. અહીં પદનો અર્થ સમજાયો નથી “કળકળાટ' એવો અર્થ સંભવે છે. ૨. વિધિપૂર્વક ઘણા દિવસોમાં ભણી શકાય તેવા શ્રુતને થોડા દિવસોમાં ભણાવી દેવું તે ઉત્સાર કલ્પ. ૩. પોતાના ગુરુની રજા લઈને શાસ્ત્રાધ્યયન આદિ માટે બીજા ગચ્છમાં રહેનાર. Page #316 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૦૩ આલિંગન કર્યું. વજ્રમુનિ તેમની પાસે દશ પૂર્વી ભણ્યા. જ્યાં (જેની પાસે) ઉદ્દેશો કર્યો હોય ત્યાં જ અનુજ્ઞા કરવી જોઈએ. આથી ત્યાં ભણેલા શ્રુતની અનુજ્ઞા કરવા માટે વજ્રમુનિ દશપુર નગર આવ્યા. ત્યાં અનુજ્ઞા શરૂ કરી. વૃંભકદેવોએ અનુજ્ઞાને ઉજવી, દિવ્ય પુષ્પ અને ચૂર્ણોની વૃષ્ટિ કરી. તે વખતે સિંહગિરિસૂરિએ વજ્રસૂરિને ગણ સોંપ્યો. પછી સિંહગિરિસૂરિ અનશન કરીને દેવલોક પામ્યા. પાંચસો સાધુઓથી પરિવરેલા શ્રીવજસ્વામી પણ વિચરવા લાગ્યા. તેઓ જ્યાં જ્યાં વિહાર કરતા હતા ત્યાં ત્યાં ‘અહો ભગવાન' એ પ્રમાણે ઉત્તમ પ્રશંસા અને કીર્તિના શબ્દો ભમતા હતા. આ પ્રમાણે ભગવાન આર્યવજસ્વામી ભવ્યજનોરૂપી કમલોને વિકસિત કરતા વિચરી રહ્યા હતા. આ તરફ પાટલિપુત્ર નગરમાં ધન નામનો શેઠ હતો. તેની પુત્રી અતિશય રૂપવતી હતી. તેની અશ્વશાળામાં સાધ્વીઓ ઉતરી હતી. સાધ્વીઓ વજસ્વામીના ગુણોની પ્રશંસા કરતી હતી. સ્વભાવથી લોક ઇચ્છિતને ઇચ્છનારો હોય છે. શેઠની પુત્રીએ વિચાર્યું: જો વજ્રસ્વામી મારા પતિ થાય તો હું ભોગોને ભોગવીશ, અન્યથા મારે ભોગોથી સર્યું. તેને પસંદ કરવા ઘણા આવે છે. પણ તે ના પડાવે છે. ત્યારે સાધ્વીઓએ તેને કહ્યું: વજસ્વામી લગ્ન ન કરે. તેણે કહ્યું: જો એ નહિ પરણે તો હું પણ દીક્ષા લઇશ. ભગવાન પણ વિહાર કરતાં કરતાં પાટલિપુત્ર પધાર્યાં. તેમનું સન્માન કરવા માટે રાજા પરિવાર સહિત સામે ગયો. સાધુઓ નાના નાના સમૂહથી અલગ અલગ આવી રહ્યા હતા. તેમાં ઘણા સાધુઓ રૂપાળા હતા. રાજા સમૂહમાં રહેલા રૂપાળા કોઈ સાધુ સામે જોઈને પૂછતો હતો કે આ ભગવાન વજ્રસ્વામી છે ? સાધુઓ ના પાડતા હતા. ફરી બીજા સમૂહમાં સાધુ સામે જોઇને પૂછતા હતા કે આ વજસ્વામી છે ? સાધુઓ કહેતા હતા કે આ તો તેમના શિષ્ય છે. એમ છેલ્લા સાધુના ટોળા શુધી પૂછ્યું: છેલ્લા સાધુવૃંદમાં થોડા સાધુઓથી સહિત વજસ્વામીને રાજાએ જોયા, પછી વંદન કર્યું. વજસ્વામીએ ઉદ્યાનમાં સ્થિરતા કરી, અને લોકોને ધર્મોપદેશ આપ્યો. વજસ્વામી 'ક્ષીરાસ્રવ લબ્ધિવાળા હતા. વજસ્વામીએ (ક્ષીરાસ્રવલબ્ધિથી) રાજાનું હૃદય આકર્ષી લીધું. રાજાએ પોતાના અંતઃપુરને વજસ્વામીનું સ્વરૂપ કહ્યું. આથી અંતઃપુરે કહ્યું કે અમે પણ વજસ્વામીના સ્વરૂપને જોવા જઇએ. અંતઃપુરની બધી સ્ત્રીઓ વજસ્વામીનું સ્વરૂપ જોવા ગઈ. તે શેઠની પુત્રી લોકોની પાસેથી વજ્રસ્વામીની વિગત સાંભળીને હું તેમને કેવી રીતે જોઉં ? એમ વિચારી રહી હતી. તેણે બીજા દિવસે પિતાને વિનંતિ કરીઃ મને વજ્રસ્વામીને આપો, અન્યથા મારા પ્રાણનો નાશ કરીશ. આથી શેઠ કન્યાને સર્વ અલંકારોથી શણગારીને અનેક ક્રોડ ધન સાથે લઇને વજસ્વામી પાસે લઇ ગયા. ક્ષીરાસ્ત્રવલબ્ધિવાળા ૧. જેના પ્રભાવથી વાણી દૂધ જેવી મધુર લાગે = બહુ ગમે તેવી લબ્ધિ. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ આત્મપ્રબોધ ભગવાને લોકોને ધર્મોપદેશ આપ્યો. લોકો બોલવા લાગ્યા કે, અહો ! ભગવાન સુંદર સ્વરવાળા છે અને સર્વગુણસંપન્ન છે, પણ રૂપથી રહિત છે. જો તેમને રૂપ હોત તો સર્વગુણોની સંપત્તિ હોત. ભગવાને તેમના માનસિક અભિપ્રાયને જાણીને હજાર પત્રવાળું કમળ વિકવ્યું. તેના ઉપર પોતે બિરાજ્યા. પછી દેવોને જેવું શ્રેષ્ઠ રૂપ હોય તેવું પોતાનું અત્યંત સૌમ્ય રૂપ વિકુવ્યું. આકર્ષાયેલા લોકો બોલવા લાગ્યા. આ તેમનું સ્વાભાવિક રૂપ છે. હું બીજાઓને (સ્ત્રીઓને) પ્રાર્થનીય ન બને એવા આશયથી ભગવંત કુરૂપથી રહે છે. કારણકે ભગવાન અતિશયથી (રૂપપરાવર્તન આદિ શક્તિથી) સહિત છે. રાજાએ પણ કહ્યું: અહો ભગવાન પાસે આ (=રૂપપરાવર્તન આદિ શક્તિ) પણ છે. આથી વજસ્વામીએ (રાજા વગેરેની સમક્ષ) સાધુઓના ગુણોનું વર્ણન કર્યું, અર્થાત્ તપ વગેરેથી સાધુઓને પ્રગટ થતી શક્તિઓનું વર્ણન કર્યું. તપગુણના પ્રભાવથી સાધુઓમાં એવી પણ શક્તિ પ્રગટે છે કે જેનાથી અસંખ્ય દ્વીપસમુદ્રોમાં ન સમાઈ શકે તેટલાં વૈક્રિયશરીરના અદ્ભુતરૂપો વિકુર્તી શકે. પછી વજસ્વામીએ તે દિવ્યરૂપથી ધર્મદેશના આપી. પછી શેઠે અનેક ક્રોડ ધન સહિત પુત્રીને સ્વીકારવાની વિનંતી કરી. ભગવાને વિષયોની નિંદા કરી=વિષયોના ભોગથી થતા અનર્થો સમજાવ્યા. પછી કહ્યું કે જો તે મને ઇચ્છતી હોય તો દીક્ષા લે. પછી શેઠની પુત્રીએ દીક્ષા લીધી. પદાનુસારી લબ્ધિવાળા ભગવતે મહાપરિજ્ઞા અધ્યયનમાંથી વિચ્છેદ પામેલી આકાશ-. ગામિની વિદ્યાનો ઉદ્ધાર કર્યો. તે વિદ્યાથી (અને પૂર્વે જૈભકદેવોએ આપેલ આકાશગામિની વિદ્યાથી) ભગવંત આકાશમાં જવાની શક્તિવાળા થયા. આ પ્રમાણે ગુણો અને વિદ્યાથી યુક્ત ભગવંત વિહાર કરતાં કરતાં પૂર્વ દેશમાંથી ઉત્તરાપથમાં પધાર્યા. ત્યાં દુકાળ થયો. (એક ગામથી બીજા ગામમાં જવાના) માર્ગો પણ બંધ થઈ ગયા. તેથી શ્રમણ સંઘ તેમની પાસે આવ્યો અને અમારી રક્ષા કરો એવી વિનંતી કરી. તેથી વજસ્વામીએ પટવિદ્યાથી વિકુલા પટમાં સંઘ બેઠો. આ વખતે ગાયો ચરાવવા ગયેલો શય્યાતર બ્રાહ્મણ ત્યાં આવી પહોંચ્યો. તેણે જોયું કે આ સર્વ ઉપડવાના છે. આથી તેણે દાતરડાથી પોતાના મસ્તકની ચોટલી કાપીને શ્રીવજસ્વામીને કહ્યું: હે ભગવંત ! હું પણ આપનો સાચો સાધર્મિક થયો. આ વખતે વજસ્વામીએ આ (નીચેનું) સૂત્ર યાદ કર્યું “સાધુઓ સાધર્મિક વાત્સલ્યમાં, સ્વાધ્યાયમાં, ચરણ-કરણમાં અને શાસનની પ્રભાવનામાં ઉદ્યમવાળા હોય.” આ સૂત્રને યાદ કરીને તેમણે શય્યાતરને પણ પટમાં લઈ લીધો. ત્યારબાદ ભગવંત આકાશમાં ઉડીને પુરિકા નગરીમાં પધાર્યા. ત્યાં સુકાળ હતો. ત્યાં શ્રાવકો ઘણા હતા, પણ રાજા બૌદ્ધધર્મનો ઉપાસક હતો. ત્યાં જૈન શ્રાવકો અને બૌદ્ધ ઉપાસકો વચ્ચે પરસ્પર પોતપોતાના દેવને પુષ્પો ચડાવવા માટે સ્પર્ધા ચાલતી હતી. બૌદ્ધ ભક્તો સર્વત્ર પરાભવ પામતા હતા, અર્થાત્ જૈનો અધિકમૂલ્ય આપીને પણ પુષ્પો વેચાતા લઈ લેતા હતા, એથી બૌદ્ધોને બહુજ અલ્પ પુષ્પો Page #318 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૦૫ મળતાં હતાં. તેથી તેમણે રાજા દ્વારા પર્યુષણમાં જૈનોને પુષ્પો આપવાની મનાઈ કરાવી. પુષ્પો ન મળવાથી શ્રાવકો ખિન્ન બની ગયા. તેથી આબાલવૃદ્ધ બધા શ્રાવકો વજસ્વામી પાસે ગયા. વિનંતી કરી કે, હે ભગવંત ! આપ વિદ્યાને જાણો છો. આપના જેવા શાસનનાયક હોવા છતાં શાસનની લઘુતા થાય, તો પછી બીજા કોને શાસનની ઉન્નતિ કરવામાં સમર્થ ગણવા ? શ્રાવકોએ આ પ્રમાણે ઘણું કહ્યું એટલે વજસ્વામી આકાશમાં ઉડીને માહેશ્વરીપુરીમાં ગયા. ત્યાં હુતાશન નામનું ઉદ્યાન હતું. ત્યાં દરરોજ કુંભ' પ્રમાણ પુષ્પો થતાં હતાં. ત્યાં તડિવ નામનો માળી હતો. તે ભગવંતના પિતાનો મિત્ર હતો. તેણે (વજસ્વામીને આવેલા જોઇને) સંભ્રમથી પૂછયું: આપ અહીં શા કારણે પધાર્યા છો ? તેથી ભગવંતે કહ્યું: પુષ્પોની જરૂર છે. તેણે કહ્યું: આપે મારા ઉપર ઉપકાર કર્યો. ભગવંતે કહ્યું: હું આવું ત્યાં સુધીમાં કરી રાખો. પછી ભગવંત લઘુહિમવંત ઉપર (પદ્મદ્રહમાં રહેલ) શ્રીદેવી પાસે ગયા. તે વખતે શ્રીદેવીએ દેવની પૂજા માટે (હજાર પત્રવાળું શ્વેત) કમળ ચૂંચ્યું હતું. તેણે વજસ્વામીને વંદન કરીને આ મહાપદ્મ લેવાની વિનંતી કરી. વજસ્વામી તે કમળ લઈને હુતાશ ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં ભગવંતે એક વિમાન વિકુવ્યું. તેમાં પુષ્પોનો કુંભ મૂક્યો. પોતે મોટા કમળની નીચે બેઠા, અર્થાત્ મસ્તક ઉપર મહાપા રહે તે રીતે બેઠા. પછી જૈભક દેવોના સમૂહથી પરિવરેલા તે ભગવંત દિવ્ય ગીત-નૃત્યની ધ્વનિપૂર્વક આકાશ દ્વારા પુરિકા નગરીમાં પધાર્યા. (ગીત-વાંજિત્રયુક્ત વિમાનને આવતું જોઈને) બૌદ્ધો બોલવા લાગ્યા કે દેવો પણ અમારું ઉત્તમ સાન્નિધ્ય કરે છે. અર્થ (=પૂજાની સામગ્રી) લઈને નીકળ્યા. તે દેવો બૌદ્ધોના મંદિરને વટાવીને જિનમંદિરમાં ગયા. ત્યાં તેમણે મહોત્સવ ર્યો. આથી લોકોને જૈનધર્મ ઉપર બહુમાન ભાવ થયો. રાજા પણ આકર્ષાઈને શ્રાવક થયો. | (નવપદ પ્રકરણ ગ્રંથ ભાષાંતરમાંથી સાભાર ઉદ્ધત) ક્ષુલ્લકનું (કૂરગડુકનું) દૃણંત સરોવરમાં કમળની જેમ કોઇક સ્થળે ગચ્છમાં સુપાત્રરૂપ લક્ષ્મીનું સ્થાન એવા તપસ્વી હતા. ગુણોથી સમૃદ્ધ તે મા ખમણના પારણે માસખમણ તપ કરતા હતા. કોઇકવાર પારણામાં ભિક્ષા માટે ક્ષુલ્લક સાધુની સાથે જતા તે કોઈપણ રીતે પ્રમાદથી દેડકીને હણે છે. તેથી ક્ષુલ્લક સાધુએ કહ્યું: હે મહર્ષિ ! આપે આ દેડકીને ચાંપી. ચોમાસું હોવાના કારણે ત્યાં અંતર વિના જ ઘણી દેડકીઓ હતી. તેમાં અનેક દેડકીઓ મરેલી હતી. ગુસ્સે થયેલા તપસ્વીએ (ત્યાં મરેલી પડેલી બીજી દેડકીઓને બતાવતાં) કહ્યું: હે દુષ્ટ ! શું આ દેડકી પણ મેં મારી છે ? હે મૂઢ ! આ બીજી પણ દેડકીને મેં મારી છે ? તેથી તેના ભાવને જાણીને ક્ષુલ્લક મૌન રહ્યા. હવે આવશ્યકના સમયે સ્વસ્થ અવસ્થાવાળા છે એમ વિચારીને ૧. કુંભ એક જાતનું માપ છે. તે દશ ગુંઠા લાંબું અને દશ ગુંઠા પહોળું એવું ચોરસ માપ છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ આત્મપ્રબોધ ક્ષુલ્લકે તપસ્વીને કહ્યું: હે મહર્ષિ ! હમણાં તે દેડકીની આલોચના કરો. તેથી પૂર્વ કરતાં અધિક ક્રોધરૂપ અગ્નિ સળગવાથી તે તપસ્વીએ કહ્યુંઃ રે રે ! દુષ્ટ ! તે ખોટા આગ્રહને હજી પણ તું મુકતો નથી. આ પ્રમાણે બોલતા તે ઘણા ક્રોધને આધીન બનીને 'ખેલમલ્લક લઇને ક્ષુલ્લક તરફ દોડ્યા. વચ્ચે થાંભલા સાથે અથડાયા, અને મર્મ પ્રદેશમાં હણાયા. તેથી કૃશ તપસ્વીનો પ્રાણોએ ત્યાગ કર્યો. તેથી જંગલમાં કોઇક સ્થળે જેમણે પૂર્વભવમાં સાધુપણાની વિરાધના કરી છે તેવા અને `દૃષ્ટિવિષથી યુક્ત એવા સર્પોને કુળમાં ઉત્પન્ન થયા. એ સર્પોને જાતિસ્મરણ જ્ઞાન હોય. આથી તે સર્વ આ પ્રમાણે વિચારે છે કે દૃષ્ટિવિષથી જીવોનો ઘાત ન થાઓ. આથી એ બધા સર્પો રાતે પરિભ્રમણ કરે છે અને અચિત્ત આહાર કરે છે. આ તરફ વસંતપુર નગરમાં અરિદમન રાજાના પુત્રને સર્પ કરડ્યો અને પુત્ર મરી ગયો. તેથી ગુસ્સે થયેલો રાજા કદાગ્રહી બનીને સઘળાય સર્પોને પોતે મારે છે અને બીજાઓ દ્વારા મરાવે છે. જે માણસ સર્પને મારીને તેનું અંગ રાજાને બતાવે તેને રાજા એક સોનામહોર આપે છે. એકવાર પરિભ્રમણ કરતો એક ગારુડિક તે (=જાતિસ્મરણવાળા) સર્પોની રેખાઓને (=ધૂળમાં પડેલા લીસોટાઓને) જુએ છે. તેથી વિચાર્યું કે ચોક્કસ અહીં કોઇક સર્પો રાતે ફરે છે. તેના અનુસારે બિલના દ્વારોને જોવા લાગ્યો. બિલોમાં ઔષધિઓ નાખે છે. તેના પ્રભાવથી સર્પો બિલમાંથી બહાર નીકળે છે. બહાર નીકળતા તે સર્પોના મસ્તકને છેદી નાખે છે. તપસ્વી સાપ મારાથી જોવાયેલા કોઇ મૃત્યુ ન પામો એવી મહાન ધર્મબુદ્ધિથી નીચું મુખ રાખીને રહેલો તે પૂછથી બહાર નીકળે છે. જેમ જેમ સર્પ બહાર નીકળે છે તેમ તેમ ગારુડિક તેના શરીરને છેદી નાખે છે. તેથી ઘણું દુ:ખ ઉત્પન્ન થતાં પરમ સંવેગને પામેલો સર્પ વિચારે છે કે, હે જીવ ! પૂર્વે તેં જે દુષ્કર તપકર્મ કર્યું તે તપકર્મ જો સમતારૂપ અલંકારથી અલંકૃત હોત તો તું પણ મોક્ષ સુખને પામત. જે આ દુઃખ છે તે કેવળ કોપનું ફળ છે એમ જાણીને આજે પણ હમણાં પણ સર્વધર્મના સારભૂત તે જ ઉપશમને કર. અન્યથા નરકાદિ કઠોર દુ:ખવાળા ભયંકર સંસારમાં ભમીશ. અનાદિ સંસારમાં પરાધીન તેં અનંત દુઃખો પ્રાપ્ત કર્યા છે. તે દુઃખોની અપેક્ષાએ અહીં આ છેદન દુઃખ કેટલું માત્ર છે ? જેવી રીતે અનંત પૂર્વમુનિઓએ પ્રશમના કારણે અનંત સુખ પ્રાપ્ત કર્યું છે તે રીતે તું માત્ર ક્ષણવાર દુ:ખ સહન કરીને આગળ અનંત સુખને પામીશ. આ પ્રમાણે ભાવના ભાવતો તે સર્પ પણ ગારુડિક વડે હણાયો. તેણે બધાય સર્પો રાજાને બતાવીને ઉચિત ધન મેળવ્યું. ૧. ખેલમલ્લક=કફ નાખવાનું કોડિયું. ૨. દૃષ્ટિમાં (=આંખમાં) રહેલું વિષ તે દૃષ્ટિવિષ. Page #320 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૦૭ આ દરમિયાન કોઇક નાગદેવતા રાજાને સર્પ મરાવતો રોકે છે. તેણે રાજાને કહ્યું : હે રાજન ! તને પુત્ર થશે. તું સર્પવધના પાપથી અટક. તપસ્વી સાપ મરીને તે રાજાના પુત્રપણે ઉત્પન્ન થયો. ગુણનિધાન એવા તેનું નાગદત્ત એવું નામ રાખ્યું. ત્યાં નાગદત્ત દેહપુષ્ટિથી અને ઉપશમથી વધે છે. રૂપ-સૌભાગ્યથી યુક્ત હોવા છતાં પૂર્વભવના અભ્યાસના કારણે કામમાં(=કામવાસનામાં) અને ધનમાં રાગ કરતો નથી. ધર્મ પુરુષાર્થનો જ ઘણો આદર કરે છે. હવે એકવાર સાધુઓની પાસે ગયેલા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી સંવેગને પામેલા તેણે માતા-પિતાની રજા લઈને વિધિપૂર્વક મહાન આડંબરથી દીક્ષા લીધી. નિષ્કલંક ચારિત્ર પાળે છે. પણ ભૂખ બહુ લાગે છે. તેથી બે કે ત્રણવાર પણ 'નિરવદ્ય આહાર કરે છે. પ્રાત:કાળ થતાં જ એક ગડુક (નાનું વાસણ) પ્રમાણ કૂર (ચોખા) લાવીને વાપરતા ત્યારે જ તેને શાંતિ થતી હતી. રોજ આ પ્રમાણે થવાથી લોકમાં તેમનું કૂરગડુક એવું નામ પ્રસિદ્ધ થયું. હવે તે ગચ્છમાં તપ કરનારા ચાર મહા તપસ્વીઓ છે. તે ચાર અનુક્રમે ચારમાસીત્રણમાસી-બેમાસી-માસુખમણ તપ કરે છે. આ તપસ્વીઓને જોઈને તે કૂરગડુકમુનિ વિચારે છે કે, આમનું જીવન સફલ છે કે જેઓ આ પ્રમાણે તપ પર્વતને ભેદવા માટે વજસમાન તપકર્મ કરે છે. હું તો મંદભાગી છું. દરરોજ પણ પઠન-શ્રવણનો વ્યાઘાત કરીને અનેકવાર સારરહિત આહારનું ભોજન કરું છું. હે જીવ ! આવી સામગ્રી પ્રાપ્ત થવા છતાં જો સ્વકર્મમલનો સમૂહ પરૂપ અગ્નિથી બળીને સુવર્ણની જેમ શુદ્ધ ન થાય તો પછી ક્યાં ગયેલો તું શુદ્ધ થઈશ. આ પ્રમાણે ભાવનાથી શુદ્ધ મનવાળો તે આનાથી પણ મને નિર્જરા થાય એમ વિચારીને ગુરુની પાસે તપસ્વીઓની વેયાવચ્ચ કરવાનો નિયમ લે છે. કૂરગડુકમુનિ નિત્ય વેયાવચ્ચ કરી રહ્યા છે. - એક દિવસ દેવીએ આવીને સઘળાય તપસ્વીઓને ઓળંગીને તે કૂરગડુકમુનિને વંદન કર્યું. તેથી તે દેવી જ્યારે ત્યાંથી પાછી ફરે છે ત્યારે ચારમાસી તપ કરનારા તપસ્વીએ તેના વસ્ત્રને છેડાથી પકડીને રોકીને તેને કહ્યું: હે પાપિણી કટપૂતના ! તું અહીં કેમ આવી છો ? કારણ કે તું મહાતપસ્વીઓને ઓળંગીને ત્રિકાલ ભોજન કરનારને વંદના કરે છે. તેથી દેવીએ કહ્યું: હે તપસ્વી ! નિષ્કારણ કેમ ગુસ્સો કરો છો ? હું ભાવ તપસ્વીને વંદન કરું છું, દ્રવ્ય તપસ્વીને નહિ. પોતાની ભાવ તપશ્ચર્યા કેવી છે તે તમે પોતે જ જાણો. લોકમાં દરિદ્રતા અને ભૂખ વગેરેથી પીડાયેલા દ્રવ્ય તપસ્વીઓ સુલભ છે. પૂર્વે દ્રવ્યતપશ્ચર્યાઓ અનંત પ્રાપ્ત થઈ છે. આ મુનિ ત્રણ કાળ ભોજન કરે છે એમ તમે જે કહો છો તે પણ ઇર્ષ્યા જ છે. આવાઓને નિત્ય ઉપવાસ જ હોય. કારણ કે કહ્યું છે કે- નિરવદ્ય આહાર ૧. નિરવદ્ય=ગોચરીના દોષોથી રહિત. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ આત્મપ્રબોધ કરનારાઓને નિત્ય ઉપવાસ છે. તો પણ ઉત્તરગુણની વૃદ્ધિ માટે ઉપવાસ ઇચ્છે છે, અર્થાત્ પચ્ચકખાણપૂર્વક ઉપવાસ કરવો જોઈએ એમ મહર્ષિઓ ઇચ્છે છે= કહે છે. શક્તિ મુજબ તપ કરવો જોઇએ એમ જિનોએ કહ્યું છે. આ મુનિ શક્તિને ગોપવતા નથી. તો પછી આ મુનિ તપથી હીન કેવી રીતે છે ? અને તમે તપથી અધિક કેવી રીતે છો ? ઇત્યાદિ ગુણોથી દેવીએ કૂરગડુક મુનિની પ્રશંસા કરી. પછી તેના ગુણોથી હર્ષ પામેલી તે ગઈ. - સવારે રાતવાસી આહાર (રાતે રાખવા છતાં અભક્ષ્ય ન બને તેવો આહાર) લઈને આવેલા કૂરગડુક મુનિ ચારમાસી તપ કરનારા તપસ્વીને નિમંત્રણ કરે છે. ગુસ્સે થયેલા તે તપસ્વી તેના પાત્રમાં થુંકે છે. કોઇપણ રીતે નિમંત્રણ કરાયેલા અન્ય તપસ્વીઓ પણ તે જ પ્રમાણે તેના પાત્રમાં થુંકે છે. સંવેગને પામેલ કૂરગડુકમુનિ મિચ્છા મિ દુક્કડ પૂર્વક કહે છે કે મારા પ્રમાદને ધિક્કાર થાઓ. તપસ્વીઓની પાસે ખેલમલ્લક ન મૂક્યો. હું અસમાધિનું કારણ થયો. ઇત્યાદિ પોતાની નિંદા કરતા કૂરગડૂકમુનિ તે આહારને ખાવાનું જેટલામાં શરૂ કરે છે તેટલામાં ચાર તપસ્વીઓએ ખાવાનો નિષેધ કર્યો. કૂરગડુકમુનિએ વિચાર્યું પશુની જેમ માત્ર આહાર માટે સદાકાલ હું આહારને જ મેળવવાની ઇચ્છાવાળો છું. આ મહાકર્મક્ષય કરનારા તપસ્વીઓ છે. હું એમને સર્પના બચ્ચાની જેમ ઉગ કરનારો થયો. તેથી આ વિષે મારું સમ્યક્ મિચ્છા મિ દુક્કડ થાઓ. ફરી એમને અસમાધિ નહિ કરું. આ પ્રમાણે ઉપશમથી કોઇપણ રીતે તે રીતે ભાવનાની વૃદ્ધિને પામ્યા કે જેથી તેમને ભવનતલને પ્રકાશિત કરનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. સુગંધી પવન શરૂ થયો. સુગંધીજલની વૃષ્ટિ થઈ. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. દેવોએ કૂરગડુકમુનિને સુવર્ણકમળ ઉપર બિરાજમાન કર્યા. આ પ્રમાણે દેવો સહિત ઇન્દ્રોએ વિસ્તારથી મહિમા કર્યો. પછી જ્ઞાની મુનિએ ધર્મ કહ્યો. પછી દેવીએ તપસ્વીઓને કહ્યું કે- તપસ્વીઓ ! ત્રિકાલ ભોજન કરનારનું માહાત્મ જુઓ. પછી સ્વક્રોધની નિંદા કરતા અને તેના ઉપશમની પ્રશંસા કરતા તે બધા કોઇપણ રીતે તે રીતે પરમ સંવેગને પામ્યા કે જેથી નિર્મલ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે. ક્રમે કરીને કમરનો નાશ કરીને પાંચેય સિદ્ધ થયા. આ પ્રમાણે કૂરગડુકમુનિ પણ ક્રોધથી દુઃખ પામ્યા અને પછી ક્ષમાથી દેવો વડે નમાયા. તેથી તે જીવ તું ક્ષમાને કર અને ક્રોધનો નાશ કર. (ઉપદેશમાલા (પુષ્પમાલા) ભાષાંતરમાંથી સાભાર ઉદ્ધત) મલવાદીસૂરિનું દૃષ્ટાંત ભૃગુકચ્છ(ભરૂચ) નગરમાં રાજાની સમક્ષ વાદ થતાં બૌદ્ધ સાધુ બુદ્ધાનંદે જીવાનંદસૂરિને વિતંડાવાદવડે જીતી લીધા. તેથી લજ્જા પામીને સૂરિ મહારાજ વલ્લભીપુર ગયા; ત્યાં પોતાની બહેન દુર્લભદેવીને તેના અજિતયશા, યક્ષ અને મલ્લ નામના ત્રણ પુત્રો સહિત Page #322 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૦૯ પ્રતિબોધ પમાડીને દીક્ષા આપી. પછી તે ત્રણેને ગુરુએ નયચક્રવાળા ગ્રંથ વિના બીજા સર્વ શાસ્ત્રો ભણાવ્યાં. ત્રણેમાં મલ્લમુનિ વિશેષ બુદ્ધિમાન થયા. એકદા “જ્ઞાનપ્રવાદ નામના પાંચમાં પૂર્વમાંથી ઉદ્ધરેલ, બાર આરાવાળો, દરેક આરાના આરંભમાં અને અંતે ચૈત્યપૂજાદિક મહોત્સવ કરીને વાંચવા લાયક અને દેવતાધિષ્ઠિત એવો જે દ્વાદશાર નયચક્ર નામનો ગ્રંથ જ્ઞાન ભંડારમાં છે તે કોઇને દેખાડવો નહીં.” એમ પોતાની બહેન સાધ્વીને ભલામણ કરીને ગુરુ મહારાજે અન્યત્ર વિહાર કર્યો. એકદા મલમુનિએ પોતાની માતાથી છાનું તે પુસ્તક કૌતુકથી લઈને ઉઘાડી પ્રથમ પત્રમાં પ્રથમ આર્યા આ પ્રમાણે વાંચી विधिनियमभङ्गवृत्तिव्यतिरिक्तत्वादनर्थकमवोचत् । जैनादन्यच्छासनमनृतं भवतीति वैधर्म्यम् ॥ १ ॥ આ પ્રથમ આર્યા મલ્લમુનિએ વાંચી, કે તરત જ તે પુસ્તક શાસનદેવીએ હરી લીધું. તે જોઈ મલમુનિએ અતિ ખેદ સહિત પોતાની માતાને તથા સંઘને તે હકીકત યથાસ્થિત કહી બતાવી. તેઓએ તેને ઘણો ઠપકો આપ્યો. પછી મલમુનિએ તે ગ્રંથની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી છએ વિગઈનું પ્રત્યાખ્યાન કર્યું, અને કેવળ વાલવડે પારણું કરીને છ8 તપ કરવા લાગ્યા. ચાતુર્માસના પારણાને દિવસે સંઘે અત્યંત આગ્રહ કરીને તેમને વિગઈ ગ્રહણ કરાવી. પછી શ્રીસંઘે આરાધેલી શ્રુતદેવીએ મલસાધુની પરીક્ષા કરવા માટે રાત્રિએ આવીને કહ્યું કે-“ મિષ્ટા ?” “કઈ ચીજ સ્વાદિષ્ટ છે ?” મુનિએ જવાબ આપ્યો કે- “વ8:-વાલ” ત્યાર પછી છ માસે ફરીથી શાસનદેવીએ પૂછયું કે, “જન સદ? કોની સાથે ?” ત્યારે મુનિએ કહ્યું કે-“Tધૃતૈન”- ગોળ અને ઘીની સાથે.” આવો પ્રત્યુત્તર સાંભળીને તેની ધારણા શક્તિથી તુષ્ટમાન થયેલી દેવીએ “વરદાન માગ” એમ કહ્યું. ત્યારે તેણે નયચક્ર પુસ્તક આપો' એ વરદાન માગ્યું. એટલે દેવીએ તેને તે પુસ્તક આપ્યું. તેથી તે મલ્લ મુનિ અધિક શોભા પામ્યા. ત્યાર પછી અધિક કેટલેક કાળે ગુરુ મહારાજ વિહારના ક્રમે પાછા ત્યાં પધાર્યા અને મલમુનિને સૂરિપદે સ્થાપન કર્યું. શ્રી મલસૂરિએ ચોવીશ હજાર શ્લોક પ્રમાણ પદ્મચરિત્ર રચ્યું. ૧. પોતાની બહેન સમક્ષ મલ્હસાધુને કહ્યું એવું પ્રભાવક ચરિત્રમાં છે. ૨. દેવીએ તે પુસ્તક તેને આપ્યું નહીં, પણ કહ્યું કે, “એ ગ્રંથ પ્રગટ થવાથી કેવી દેવતાઓ ઉપદ્રવ કરશે; પરંતુ તેના એક જ શ્લોકથી તમે આખા શાસ્ત્રનો અર્થ જાણશો.' એમ કહી શાસનદેવી અદ્રશ્ય થઈ. ત્યાર પછી તેમણે દશ હજાર શ્લોકપ્રમાણ નયચક્ર ગ્રંથ નવીન કર્યો-એવું પ્રભાવક ચરિત્રમાં કહ્યું છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબોધ એકદા વૃદ્ધ સાધુઓ પાસેથી શ્રી મલ્લસૂરિને ભૃગુકચ્છમાં પોતાના ગુરુના પરાજયની વાત સાંભળવા મળી અને તેઓ પોતાના શિષ્યો સાથે ભૃગુકચ્છ આવ્યા ત્યાં શિલાદિત્ય રાજાની સમક્ષ બૌદ્ધ સાધુ બુદ્ધાનંદ સાથે તેમને વાદ થયો. તેમાં મલ્લાચાર્યે નયચક્રના અભિપ્રાયને અનુસારે છ માસ સુધી અવિચ્છિન્ન વાગ્ધારાએ પૂર્વ પક્ષ કર્યો. તે પૂર્વપક્ષને ધારણ કરવામાં અશક્ત એવો બુદ્ધાનંદ પોતાના મકાને નાસી ગયો, અને વાદીના પૂર્વપક્ષને સંભારી સંભારીને ખડીવડે લખવા માંડ્યો, પણ વિસ્મરણ થવાથી લખી શકાયું નહીં, તેથી અત્યંત ખેદ પામતાં તે બુદ્ધાનંદનું હૃદય ફાટી ગયું, અને તત્કાલ તે મૃત્યુ પામ્યો. પ્રાતઃકાળે શાસનદેવીએ તે વૃત્તાંત મલ્લસરિને જણાવી તેના પર પુષ્પવૃષ્ટિ કરી. પછી રાજાએ મલ્લસૂરિને ‘વાદીમદભંજક' એવું બિરુદ આપી સર્વ બૌદ્ધોને પોતાના દેશમાંથી કાઢી મૂક્યા, અને પોતે જૈની થયો. ત્યાર પછી બૌદ્ધ લોકો ફરીથી આ દેશમાં આવ્યા જ નથી. “હે ભવ્યપ્રાણીઓ !જિનશાસનના પ્રભાવની ઉન્નતિ કરવારૂપ પવિત્રતા કરનારૂં મલ્લવાદીનું ચરિત્ર સાંભળીને કાવ્યાદિકની વિચિત્ર લબ્ધિ વડે જિનશાસનની ઉન્નતિ કરવા તત્પર થાઓ.' (ઉપદેશપ્રાસાદ ભાષાંતરમાંથી સાભાર ઉદ્ધૃત) વિનીત-અવિનીત શિષ્યનું દૃષ્ટાંત ૩૧૦ કોઇક સિદ્ઘપુત્રની પાસે બે પુત્રો અર્થાત્ શિષ્યો હતા. પુત્રો અને શિષ્યોને સમાન જ ગણેલા છે. તે બંને શિષ્યોને સિદ્ધપુત્ર નિમિત્તશાસ્ત્ર ભણાવ્યા. કોઇક વખતે તૃણ, કાષ્ઠ દર્ભાદિ લેવા માટે અરણ્યમાં ગયા. ત્યાં બંનેએ હાથીનાં પગલાં જોયા. એકે આ હાથણીનાં પગલાં છે' એમ વિશેષતા કહી. કેવી રીતે તેં જાણ્યું ? તો કે, કરેલા મૂત્રના આધારે. ‘વળી તે હાથણી કાણી છે.' કારણ કે, એક બાજાનાં તૃણાદિકનું ભક્ષણ કરેલું છે. વળી મૂત્ર કરેલાના આધારે એક સ્ત્રી અને પુરુષ તેના ઉપર રહેલા છે. મૂત્ર કરીને ઉભા થતી વખતે હાથનો ટેકો દઇને, તેનાં આગળાં જમીન પર પડેલાં છે, તેમ ઉભી થયેલી હોવાથી પૂરા મહિના થયેલા ગર્ભવાળી છે, વળી તેને પુત્ર જન્મશે કારણ કે, તેણે જમણો પગ ભાર દઇને મૂકેલો છે, તેમ પગલાંથી જણાય છે. જમણી કુક્ષિમાં ગર્ભે આશ્રય કર્યો હોય, તો પુત્ર થાય. વળી રસ્તા પરના વૃક્ષો પર તેણે પહેરેલ લાલ વસ્ત્રના તાંતણા વળગી ગયેલા હોવાથી તે પણ પુત્રોત્પત્તિ-સૂચક છે. તેમ નિમિત્ત શાસ્ત્રમાં કહેલું છે. તે જ બંને સિદ્ધપુત્રો નદી-કિનારે જળપાન કરીને જેટલામાં બેઠા, તેટલામાં જળ ભરવા માટે હાથમાં ઘડો લઇને આવેલી એક વૃદ્ધાએ સિદ્ધપુત્રોને જોયા. ‘કોઇ નિમિત્તજ્ઞાનવાળાઓ પુત્રના સમાચાર કહેશે'- એમ સમજી લાંબા કાળથી પરદેશ ગયેલા પોતાના પુત્રનો આગમનકાળ પૂછ્યો કે, ‘મારો પુત્ર ધરે ક્યાર આવશે ?' પૂછવામાં વ્યગ્ર બનેલી હોવાથી, તેના હાથમાંથી ભરેલો ઘડો ભૂમિ પર પડી Page #324 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૧૧ ગયો અને ભાંગી ગયો. તે વખતે એક નિમિત્તિયાએ એકદમ વિચાર કર્યા વગર બોલી નાખ્યું કે- ‘તે થતાં તે થાય અને તેના જેવું થતાં તેના જેવું થાય' એ શ્લોક બોલીને કહ્યું કે, ‘તારો પુત્ર મૃત્યુ પામ્યો, નહીંતર તત્કાલ આ ઘડો કેમ ભાંગી જાય ?” બીજા શિષ્ય કહ્યું કે, “હે વૃદ્ધા ! તું ઘરે જા, તારો પુત્ર ઘરે આવીને બેઠેલો છે.” પેલી તરત ઘરે પહોંચી, પુત્ર-દર્શન થયાં, મનમાં હર્ષ પામી. વસ્ત્ર-જોડી તથા કેટલાક રૂપિયા લઈને ગૌરવ પૂર્વક બીજા શિષ્યનો સત્કાર કર્યો. પ્રથમ સિદ્ધપુત્ર ખોટો પડવાથી વિલખો થયો અને ગુરુની પાસે આવીને કહેવા લાગ્યો કે- “આપે ભક્તિવાળા મને પેલાની માફક નિમિત્તશાસ્ત્રોનો પરમાર્થ કેમ ન ભણાવ્યો ?” સિદ્ધપુત્રે તે બંનેને પૂછ્યું. તેઓએ બનેલો યથાર્થ વૃત્તાન્ત જણાવ્યો. ગુરુએ પૂછયું કે- “તે મરણ ક્યા કારણથી જણાવ્યું ?” ત્યારે કહ્યું કે, ઘડો ભાંગી ગયો, તેથી. બીજાએ કહ્યું કે- “ઘડો માટીમાંથી ઉત્પન્ન થયો અને તેમાં મળી ગયો. એમ તે પુત્ર માતામાંથી ઉત્પન્ન થયો અને માતાને મળી ગયો'- એવો નિર્ણય મેં કર્યો. અહીં પ્રથમ શિષ્ય અવિનીત હોવાના કારણે જ્ઞાન વિપરીત પણે પરિણમ્યું બીજો શિષ્ય વિનીત હોવાના કારણે જ્ઞાન યથાર્થ પરિણમ્યું. (ઉપદેશપદ ભાષાંતરમાંથી સાભાર ઉદ્ધત) Page #325 --------------------------------------------------------------------------  Page #326 -------------------------------------------------------------------------- ________________ 1શનો-પ્રાપ્ય ગ્રંથો-પુસ્તકો ઉહત આરાધક ટ્રસ્ટના પ્રકાશનો-પ્રાપ્ય ગ્રંથો DROPS 3 PUTA S સંપૂર્ણ ટીકાના ભાવાનુવાદવાળા પુસ્તકો OBOTA 03/2013 ગુજરાતી વિવેચન યોગદષ્ટિ સમુચ્ચય શીલોપદેશમાલા ગુરુતત્ત્વ વિનિશ્ચય ભાગ 1-2 વીતરાગ સ્તોત્ર શ્રાવકધર્મ વિધિ પ્રક્રણ શ્રાદ્ધદિન ત્ય પંચાશક ભાગ 1-2 ઉપદેશમાલા (પુષ્પમાલા) ભાગ 1 યોગબિંદુ ભવભાવના ભાગ 1-2 ધર્મબિંદુ આભિપ્રબોધ ભાવના ભવ નાશિની (બાર ભાવના) સાધના સંગ્રહ (વિવિધ વિષયોનો સંગ્રહ) જીવન જીતવાની જડીબુટ્ટીઓ (ચાર ભાવના) તપ ક્રીએ ભવજલ તરીએ (બાર તપ ઉપર વિસ્તારથી વિવેચન) ચિત્તપ્રસન્નતાની જડીબુટ્ટીઓ નવારનો જાપ મિટાવે સંતાપ પ્રેમગુણ ગંગામાં સ્નાન ક્રીએ (પૂ. પ્રેમસૂરીશ્વરજી મ. સા.ની જીવન ઝરમર) | મમતા મારે સમતા તારે શ્રાવકના બારવ્રત પ્રભુ ભક્તિ મુક્તિની દૂતી અભ્યાસી વર્ગ માટેના પુસ્તક્ષે અનુવાદવાળા પુસ્તકે સિદ્ધહેમશબ્દાનુશાસન (મધ્યમવૃત્તિ ભાગ 1-2-3) તત્ત્વાધિગમ સૂત્ર (મહેસાણા પાઠશાળા દ્વારા પ્રકાશિત) વીતરાણ સ્તોત્ર (અન્વય સહિત શબ્દાર્થ-ટીકાથ) વીતરાગ સ્તોત્ર (અન્વયાર્થ-ભાવાર્થ). ચૈત્યવંદન મહાભાષ્ય યતિલક્ષણ સમુચ્ચય હીરપ્રશ્ન પરિશિષ્ટ પર્વ પ્રત વિભાગ સિરિસિરિવાલકા શ્રાદ્ધદિન કૃત્ય અરિહંત આરાધક ટસ્ટના આગામી પ્રાશનો | ઉપદેશપદ સટીક ભાવાનુવાદ, શ્રાદ્ધવિધિ પ્રક્રણ સટીક ભાવાનુવાદ, પંચવસ્તુક સટીક ભાવાનુવાદ, ઉપદેશ રત્નાક્ર સટીક ભાવાનુવાદ, શત્રુંજયની યાત્રા મિટાવે ભવયાત્રા, આહારશુદ્ધિથી આત્મશુદ્ધિ, આધ્યાત્મિક પ્રગતિના પાંચ પગથિયા, જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ, એક શબ્દ ઔષધ ક્ટ, સ્વાધીન રક્ષા-પરાધીન ઉપેક્ષા, પ્રભુભક્તિ, તેવાથિિધગમસૂત્ર (પોકેટબુક), જ્ઞાનસાર (અન્વયાર્થ-ભાવાર્થ), શબ્દરૂપાવલી, ધાતુરૂપાવલી, આત્મપ્રબોધ (પ્રત), પાંડવ ચરિત્ર. BHARAT GRAPHICS - AHMEDABAD, PH.:2134176, 2124723