________________
આત્મપ્રબોધ
વગેરેથી પ્રાણાંતે પણ મૃષાવાદ બોલતા નથી. મૃષાવાદ ચાર પ્રકારનો છે. સદ્ભાવનો નિષેધ ક૨વો. અસદ્ભાવનું ઉદ્દ્ભાવન કરવું, અર્થાતર કહેવું અને ગáવચન કહેવું.
૨૨૦
સદ્ભાવનો નિષેધ- જેમકે આત્મા નથી.
અસદ્ભાવનું ઉદ્ભાવન- જેમકે આત્મા શ્યામક તંડુલમાત્ર છે અથવા લલાટમાં રહેલો છે. અર્થાતર કહેવું- જેમકે ગાયને અશ્વ આદિ શબ્દથી કહેવું.
ગર્હવચન- જેમ કે કાણાને કાણા શબ્દથી જ બોલાવવો.
ત્રીજું વ્રત- સાધુ ઉપયોગવાળો થયેલો ત્રિવિધ-ત્રિવિધ ભાંગાથી જ જીવથી, તીર્થંક૨થી, સ્વામીથી અને ગુરુથી નહીં અપાયેલી અલ્પ પણ વસ્તુને ગ્રહણ કરતો નથી. સચિત્ત વસ્તુને જીવ અદત્ત કહેવાય છે. પોતાના વિનાશની શંકાથી જીવે પોતાનાથી આશ્રિત શરીર અર્પણ ન કર્યું હોવાથી તેને ગ્રહણ ક૨ના૨ને જીવ અદત્ત લાગે. અથવા બળાત્કારે દીક્ષા અપાતો શિષ્ય પણ જીવ અદત્ત કહેવાય છે.
અચિત્ત વસ્તુ પણ જે તીર્થંકરે અનુજ્ઞા નથી આપી એવી સુવર્ણ વગેરે વસ્તુને ગ્રહણ કરનારને તીર્થંકર અદત્ત લાગે.
તીર્થંકરે અનુજ્ઞા આપી હોવા છતાં જે વસ્ત્ર-અશન આદિ વસ્તુ સ્વામીએ ન આપી હોય તેને ગ્રહણ કરનારને સ્વામી અદત્ત લાગે.
સ્વામીએ અનુજ્ઞા આપી હોવા છતાં પણ જે વસ્તુનો કોઈપણ કારણથી ગુરુએ નિષેધ કર્યો હોય. જેમકે- ‘હે મુને ! તું આ વસ્તુને ગ્રહણ ન કરતો' લોભ આદિના કારણે તે વસ્તુ ગ્રહણ કરનારને ગુરુ અદત્ત લાગે. અથવા ગુરુ પાસે આલોચના કર્યા વિના ભોજન કરનારને ગુરુ અદત્ત લાગે. ચોથું વ્રત- સાધુ અઢાર પ્રકારનું મૈથુન ન સેવે. તેમાં ઔદારિક શરીર સંબંધી મૈથુન મનથી સ્વયં ન સેવે. બીજાને તેનું સેવન કરવામાં પ્રેરણા ન કરે. મૈથુન સેવતા બીજાની અનુમોદના પણ ન કરે. એમ ત્રણ ભેદ થયા. આ પ્રમાણે વચનથી પણ ત્રણ ભેદ થયા. કાયાથી પણ ત્રણ ભેદ થયા. આ બધા મળી નવ ભેદ થયા. ઔદારિકથી જેમ આ નવ ભેદ થયા તેમ વૈક્રિય શરીર સંબંધી મૈથુનથી પણ નવ ભેદ થયા. આ બધા મળીને અઢાર ભેદ થાય છે.
પાંચમું વ્રત- સાધુ સંયમમાં ઉપકારક ઉપધિ સિવાયનો બધા ય પરિગ્રહનો ત્રિવિધ ત્રિવિધ ભાંગાથી ત્યાગ કરે છે. સંયમમાં ઉપકારક ઉપધિ ઔઘિક અને ઔપગ્રહિક એમ બે પ્રકારની છે. તેમાં જે પ્રવાહથી ગ્રહણ કરાય છે અને કારણે ભોગવાય છે તે વસ્ત્ર-પાત્ર-રજોહરણ આદિ ચૌદભેદવાળી ઔધિક ઉપધિ છે. અને જે કારણે ગ્રહણ કરાય છે અને કારણે ભોગવાય છે, તે સંથારો-ઉત્તરપટ્ટો આદિ અનેક પ્રકારે ઔપગ્રહિક ઉપધિ છે. મુનિ આ ઔધિક અને ઔપગ્રહિક ઉપધિ સંબંધી પણ મમત્વ ન ધરે. મમત્વરહિત હોવાથી જ સંયમયાત્રા માટે બંને પ્રકારની ઉપધિને ધારણ કરતા પણ મુનિઓ નિષ્પરિગ્રહી જ છે. કહ્યું છે
જ
કે
न सो परिग्गहो वुत्तो, नायपुत्तेण ताइणा ॥
મુચ્છા પરિાદો વુત્તો, ડ્ર્ફે વુાં મહેસિળા || o || (વંશવૈ. . ૬, -૨)