________________
૨૧૯
ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ
આ ધ્યાન ચૌદમા ગુણ સ્થાનકે હોય છે. ત્યાર પછી જીવ સિદ્ધિને પામે છે.
આ ધ્યાન અબાધા,અસંમોહ આદિ લિંગથી જાણી શકાય છે અને મોક્ષ આદિ ફળને સાધનારું છે. આ ચાર પ્રકારના ધ્યાનમાંથી ધર્મ અને શુક્લ એ બે જ ધ્યાન નિર્જરાને સાધનારા હોવાથી અત્યંતર તપોરૂપ જાણવા. આર્ત અને રૌદ્રધ્યાન બંધના હેતુ હોવાથી અત્યંતર તપોરૂપ નથી. આથી સમ્યગ્દષ્ટિઓએ આ બંનેનો સર્વથા ત્યાગ જ કરવો જોઈએ. જો તેમ કરવામાં ન આવે તો નંદમણિકાર, કંડરીક આદિની જેમ મહાદુઃખની પ્રાપ્તિ થાય. જો કે મન અતિચંચળ હોવાના કારણે કુધ્યાનને પામે તો પણ ધીરપુરુષોએ પ્રસન્નચંદ્ર આદિની જેમ તેના નિવારણમાં જ આત્મવીર્યનો ઉલ્લાસ કરવો જોઈએ અને ધર્મ અને શુક્લ એ બે સધ્યાનનો નિરંતર અભ્યાસ કરવો જોઈએ.
(૬) ઉત્સર્ગ- ત્યાગ કરવા યોગ્ય વસ્તુનો ત્યાગ કરવો તે વ્યુત્સર્ગ. તે બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે છે. તેમાં ગણ-શરીર-ઉપધિ-આહારનો ત્યાગ કરવો તે બાહ્ય વ્યુત્સર્ગ છે. ક્રોધ આદિ કષાયોનો ત્યાગ કરવો તે અત્યંતર વ્યુત્સર્ગ છે.
પ્રશ્ન- ઉત્સર્ગ તો પ્રાયશ્ચિત્તમાં કહેલો જ છે તો ફરી અહીં કહેવાથી શું ? - ઉત્તર- તમારી વાત સાચી છે, પરંતુ પહેલા તે અતિચારની શુદ્ધિ માટે કહેલો હતો અને અહીં તો સામાન્યથી નિર્જરા માટે કહેલો છે. માટે પુનરુક્તિ નથી.
આ છ પ્રકારનો તપ લોકો વડે નહીં જણાતો હોવાથી, અન્ય દર્શનીઓ તેનું સારી રીતે સેવન ન કરતા હોવાથી, મોક્ષપ્રાપ્તિમાં અંતરંગ કારણ હોવાથી, અત્યંતર કર્મોને તપાવતો હોવાથી અત્યંતર કહેવાય છે. આ પ્રમાણે તપનું સ્વરૂપ કહ્યું. (૨૩)
(૬) સંયમ- હવે ક્રમથી પ્રાપ્ત થયેલા સંયમના સ્વરૂપને કંઈક બતાવવામાં આવે છેસં એટલે સમસ્ત રીતે. યમન એટલે સાવઘ યોગથી પાછા ફરવું, તે સંયમ. તે સત્તર પ્રકારનું છે. તે આ પ્રમાણે–
पञ्चाश्रवाद्विरमणं, पञ्चेन्द्रियनिग्रहः कषायजयः । दण्डत्रयविरतिश्चे-ति संयमः सप्तदशभेदः ॥२४॥
સંયમના ૧૭ પ્રકાર પાંચ આશ્રવથી વિરમણ, પાંચ ઇંદ્રિયનો નિગ્રહ, ચાર કષાયનો જય, ત્રણ દંડથી વિરતિ એમ સંયમ સત્તર પ્રકારે છે.
પ્રાણાતિપાત આદિ પાંચ આશ્રવથી વિરમણ એટલે કે પાંચ મહાવ્રતને ધારણ કરવું. વ્રતોનું સ્વરૂપ આ પ્રમાણે છે
પહેલું વ્રત- સાધુ ત્રસ અને સ્થાવર એમ સર્વે પણ જીવોને મન-વચન-અને કાયાથી સ્વયં હણતા નથી, બીજા પાસે હણાવતા નથી અને હણતા એવા બીજાની અનુમોદના પણ કરતા નથી.
બીજું વ્રત- ત્રિવિધ-ત્રિવિધ ભાંગાથી જ રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયા-લોભ-હાસ્ય-ભય-કલહ