________________
૨૧૮
આત્મપ્રબોધ
श्रुतचिन्ता वितर्कः स्या-द्विचारः सङ्कमो मतः ।
पृथक्त्वं स्यादनेकत्वं, भवत्येतत् त्रयात्मकं ॥ १ ॥ અર્થ વિતર્ક એટલે શ્રતની વિચારણા. વિચાર એટલે સંક્રમ અને પૃથકત્વ એટલે અનેકપણું. આ ત્રણ સ્વરૂપ આ ધ્યાન હોય છે. એના
स्वशुद्धात्मानुभूत्यात्म-भाव श्रुतावलम्बनात् ।
अन्तर्जल्पो वितर्कः स्यात्, यस्मिंस्तत्सवितर्कजम् ॥ २ ॥ અર્થ- પોતાના શુદ્ધ આત્માનુભૂતિ સ્વરૂપ આત્માને ભાવકૃતના આલંબનથી જે અંતર્જલ્પ થાય છે તે વિતર્ક કહેવાય છે. અને તેમાં થયેલું તે વિતર્કજ કહેવાય છે. મારા
अर्थादर्थान्तरे शब्दात्, शब्दान्तरे च सङ्कमः ।
યોદ્યોત્તરે યત્ર, વિવાર તદુષ્યતે | 3 | અર્થ- અર્થથી અર્થાતરમાં અને શબ્દથી શબ્દાંતરમાં જવું તે સંક્રમ કહેવાય છે. જ્યાં યોગમાંથી યોગાંતરમાં જવું તે વિચાર કહેવાય છે. મારા
द्रव्याद्रव्यान्तरं याति, गुणाद्याति गुणान्तरम् ।
पर्यायादन्यपर्यायं, स पृथक्त्वं भवत्यतः ॥ ४ ॥ અર્થ- દ્રવ્યમાંથી દ્રવ્યાંતરમાં જાય છે, ગુણમાંથી ગુણોતરમાં જાય છે, પર્યાયમાંથી પર્યાયાંતરમાં જાય છે આથી તે પૃથકત્વ કહેવાય છે. પ્રજા
આ ધ્યાન આઠમા ગુણસ્થાનકથી માંડીને અગિયારમા ગુણસ્થાનક સુધી હોય છે.
એકત્વ વિતર્ક અપ્રવિચાર- શબ્દથી શબ્દાંતરમાં ઇત્યાદિ સંક્રમથી રહિત નિશ્ચલ એક દ્રવ્યની અથવા એક પર્યાયની અથવા એક ગુણની ભાવશ્રુતના આલંબનથી જે વિચારણા કરવી તે એકત્વ વિતર્ક અપ્રવિચાર શુક્લ ધ્યાન,
આ ધ્યાન બારમા ગુણસ્થાનકે જ હોય છે. તેમાં ગુણસ્થાનકે તો ધ્યાનાંતર હોય છે.
સૂમક્રિયા અપ્રતિપાતિ- જ્યાં કેવલી ભગવાન અચિંત્ય આત્મશક્તિથી બાદર કાયયોગમાં સ્વભાવથી રહીને બાદર વચન યોગ અને બાદર મનોયોગ એમ બાદર બે યોગને સૂક્ષ્મ કરે છે. ત્યાર પછી સૂક્ષ્મ વચન યોગ અને સૂક્ષ્મ મનોયોગમાં રહીને બાદ કાયયોગને સૂક્ષ્મ કરે છે. ત્યાર પછી ફરી સૂક્ષ્મ કાયયોગમાં ક્ષણમાત્ર રહીને તરત સૂક્ષ્મ વચન યોગ અને સૂક્ષ્મ મનોયોગનો સર્વથા નિગ્રહ કરે છે ત્યાર પછી સૂક્ષ્મ કાયયોગમાં ક્ષણવાર રહીને સૂક્ષ્મ ક્રિયાવાળા, ચિત્ સ્વરૂપ પોતાના આત્માનો સ્વયં જ અનુભવ કરે છે અને તેને યોગ્ય શુભપરિણામના પ્રતિપાતને પામતો નથી તે સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ શુક્લધ્યાન છે.
આ ધ્યાન તેરમા ગુણસ્થાનકના અંતે હોય છે.
સમુચ્છિન્નક્રિયા અનિવૃત્તિ- જ્યાં સૂક્ષ્મ ક્રિયાનો પણ સમુચ્છેદ થાય છે અને અક્રિયાને યોગ્ય પરમવિશુદ્ધ પરિણામની નિવૃત્તિ નથી તે સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ શુક્લ ધ્યાન છે.