________________
ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ
૨૧૭ મૃષાનુબંધી- પૈશૂન્ય, અસભ્ય, અસત્ય, ઘાત આદિ વચનની વિચારણા કરવી તે મૃષાનુબંધી રૌદ્રધ્યાન છે.
ચૌર્યાનુબંધી- તીવ્ર કોપ અને લોભથી આકુલ પ્રાણીના ઘાતમાં તત્પર, અને પરલોકના ભયથી નિરપેક્ષ એવી જે પરદ્રવ્ય અપહરણ કરવાની વિચારણા કરવી તે ચૌર્યાનુબંધી રૌદ્રધ્યાન છે.
પરિગ્રહરક્ષણાનુબંધી- સર્વજનની શંકા કરવામાં તત્પર, પરના ઉપઘાતમાં પરાયણ, અને વિષયસુખને સાધનારી, એવી જે દ્રવ્યના સંરક્ષણની વિચારણા કરવી તે પરિગ્રહ રક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે.
આ ધ્યાન પ્રાણીવધ આદિ લક્ષણથી જાણી શકાય છે. નરકગતિમાં જવાનું કારણ છે. આનો સંભવ પાંચમા ગુણસ્થાનક સુધી જાણવો. કેટલાક તો આનો ચોથો પ્રકાર છઠ્ઠા ગુણસ્થાનક સુધી પણ માને છે.
ધર્મધ્યાન ક્ષમા આદિ દશ પ્રકારના ધર્મથી યુક્ત તે ધર્મ. તે આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચથ એમ ચાર પ્રકારે છે.
આજ્ઞાવિચય- શ્રીમાન્ સર્વજ્ઞપુરુષોની આજ્ઞાની વિચારણા કરવી તે આજ્ઞાવિચય ધર્મધ્યાન
અપાયરિચય- રાગ-દ્વેષ-કષાય-ઇંદ્રિયને વશ થયેલા જીવોના સાંસારિક અપાયની (અનર્થની) વિચારણા તે અપાયરિચય ધર્મધ્યાન.
વિપાકવિચય- જ્ઞાનાવરણ આદિ શુભાશુભકર્મના વિપાકની (ફળની) વિચારણા કરવી તે વિપાકવિચય ધર્મધ્યાન.
સંસ્થાના વિચય- પૃથ્વી વલય, દ્વિીપ, સમુદ્ર વગેરે વસ્તુના સંસ્થાન આદિ ધર્મોની વિચારણા કરવી તે સંસ્થાન વિચય ધર્મધ્યાન.
- આ ધ્યાન જિનોક્ત તત્ત્વ ઉપર શ્રદ્ધા કરવી વગેરે ચિત્રથી જાણી શકાય છે. દેવગતિ આદિ ફળને સાધનારું છે. આનો સંભવ ચોથા કે પાંચમા ગુણસ્થાનકથી માંડીને સાતમા આઠમા ગુણસ્થાનક સુધી જાણવો. તેમાં ચોથા ગુણસ્થાનકે આગળના બે ભેદો અને પાંચમા ગુણસ્થાનકે ત્રણ ભેદો હોય છે.
શુક્લધ્યાન આઠ પ્રકારના કર્મમલને જે શુદ્ધ કરે તે શુક્લ. તે પૃથકત્વ વિતર્ક સપ્રવિચાર, એકત્વ વિતર્ક અપ્રવિચાર, સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ અને સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ એમ ચાર પ્રકારે છે.
પૃથકત્વવિતર્ક સપ્રવિચાર- જેમાં ભાવયુતને અનુસાર અંતરંગ ધ્વનિરૂપ વિતર્ક અર્થથી અર્થાતરમાં, શબ્દથી શબ્દાંતરમાં અને યોગથી યોગાંતરમાં સંક્રમે. વળી પોતાના શુદ્ધ આત્મ દ્રવ્યથી દ્રવ્યાંતરમાં જાય, ગુણથી ગુણાંતરમાં જાય અથવા પર્યાયથી પર્યાયાંતરમાં જાય તે પૃથકત્વવિતર્ક સપ્રવિચાર શુક્લ ધ્યાન છે. કહ્યું છે કે