________________
૨૧૬
આત્મપ્રબોધ
સ્ત્રી-પુરુષ-નપુંસક લિંગ જેમાં પ્રધાન છે એવા વચનો. જેમ કે આ સ્ત્રી છે. આ પુરુષ છે. આ કુલ છે ઈત્યાદિ. તથા એકવચન-દ્વિવચન-બહુવચન એમ વચન જેમાં પ્રધાન છે એવાં વચનો. જેમકે સેવઃ તેવી સેવા ઇત્યાદિ. અતીત-વર્તમાન-અનાગત કાળનો નિર્દેશ જેમાં પ્રધાન હોય એવાં વચનો, જેમકે મરત, વરાતિ, વરિષ્યતિ ઇત્યાદિ. તથા “તે' એ પ્રમાણે પરોક્ષ નિર્દેશ કરનારું વચન તે પરોક્ષ વચન. “આ” એ પ્રમાણે પ્રત્યક્ષનું નિર્દેશ કરનારું વચન તે પ્રત્યક્ષ વચન. તથા ઉપનય-અપનય વચન ચાર પ્રકારનું છે. તેમાં ઉપનયવચન એટલે પ્રશંસા વચન. જેમકે-આ સ્ત્રી રૂપવતી છે. અપનયવચન એટલે નિંદા વચન. જેમકે-આ સ્ત્રી કુરૂપવતી છે. ઉપનય-અપનય વચન એટલે પહેલા પ્રશંસા કરી પછી નિંદા કરે. જેમકે-આ સ્ત્રી રૂપવતી છે પરંતુ દુઃશીલા છે. અપનયઉપનય વચન એટલે કે પહેલા નિંદા કરી પછી પ્રશંસા કરે. જેમકે-આ કુરૂપવતી છે પરંતુ સુશીલા છે. તથા મનમાં બીજું ધારણ કરી ઠગવાની બુદ્ધિથી બીજું બોલવાને ઇચ્છતો હોવા છતાં પણ સહસા જે મનમાં હોય તે જ કહે તે અધ્યાત્મ વચન સોળમું છે. ખરેખર ! જેઓ આ સોળ વચનોને નહીં જાણતા જ સૂત્ર વાચના આદિમાં પ્રવર્તે છે, મૂઢ એવા તેઓ જિનવચનનું ઉલ્લંઘન કરવાથી જિનાજ્ઞાના વિરાધક જ છે. આથી સુસાધુઓએ આ સોળ વચનો જાણવાપૂર્વક જ પહેલાં કહેલી વિધિથી સૂત્રાર્થનો સ્વાધ્યાય કરવો જોઈએ.
(૫) ધ્યાન-અંતર્મુહૂર્તમાત્ર કાલવાળું, એકાગ્ર ચિત્તના અધ્યવસાયવાળું ધ્યાન આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લના ભેદથી ચાર પ્રકારનું છું.
આર્તધ્યાન તેમાં દુઃખી અથવા પીડિત જીવને જે થાય તે આર્તધ્યાન છે. તે ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ, રોગની ચિંતા અને અગ્રશોચ એમ ચાર પ્રકારનું છે. તેમાં શબ્દ-રૂપ-રસ-સ્પર્શ-ગંધ સ્વરૂપ ઈષ્ટ વિષયોનો મને ક્યારે પણ વિયોગ ન થાઓ ઈત્યાદિ ચિંતવવું તે ઈષ્ટ વિયોગ વિષયવાળું આર્તધ્યાન છે. અનિષ્ટ શબ્દાદિ વિષયોનો સંયોગ મને ક્યારે પણ પ્રાપ્ત ન થાઓ. એ પ્રમાણે ચિંતવવું તે અનિષ્ટ સંયોગ વિષયવાળું આર્તધ્યાન છે. રોગ ઉત્પન્ન થયા પછી બહુ ચિંતા કરવી તે રોગચિંતા વિષયવાળું આર્તધ્યાન છે. દેવપણું-ચક્રવર્તીપણું આદિ ઋદ્ધિની પ્રાર્થના વગેરે અનાગત કાળ સંબંધી કાર્યની ચિંતા કરવી તે અચશોચ વિષયવાળું આર્તધ્યાન છે. આ આર્તધ્યાન શોક, આક્રંદન, પોતાના શરીરને તાડન કરવું આદિ લક્ષણથી જાણી શકાય છે. આ તિર્યંચ ગતિમાં જવાનું કારણ છે. આનો સંભવ છઠ્ઠા ગુણસ્થાનક સુધી જાણવો.
રૌદ્રધ્યાન જે દુર્બલ જીવોને રોવડાવે તે રુદ્ર, અર્થાત્ દ્ધ એટલે પ્રાણીવધ આદિમાં પરિણત આત્મા. તેનું કર્મ તે રૌદ્ર. તે હિંસાનુબંધી, મૃષાનુબંધી, ચૌર્યાનુબંધી અને પરિગ્રહરક્ષણાનુબંધી એમ ચાર પ્રકારનું છે.
હિંસાનુબંધી- પ્રાણીઓ વિશે વધ-બંધન-દહન-અંકકરણ-મારણ આદિની વિચારણા કરવી તે હિંસાનુબંધી રૌદ્રધ્યાન.