________________
ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ
૨૧૫
અક્ષરત્વ (૫) પદહીનત્વ (૬) વિનય હીનત્વ (૭) ઉદાત્ત આદિ ઘોષ હીનત્વ (૮) યોગહીનત્વજોગ કર્યા વિના ભણવું. (૯) સુષુદાન એટલે અલ્પ શ્રુતને યોગ્ય પાત્રને ગુરુએ અધિક આપવું. (૧૦) દુષ્કુપ્રતીપ્સન એટલે લૂષિત હૃદયથી ગ્રહણ કરવું. (૧૧) અકાલે સ્વ ચ કરવો, (૧૨) કાલે સ્વાધ્યાય ન કરવો. (૧૩) અસ્વાધ્યાયના કાળે સ્વાધ્યાય કરવો. (૧૪) સ્વાધ્યાયના કાલે સ્વાધ્યાય ન કરવો. આનું સ્વરૂપ વિશેષથી આવશ્યક આદિથી જાણી લેવું. આ અતિચારોનો ત્યાગ કરીને સ્વાધ્યાય કરતા મુનિઓને મહાલાભ પ્રાપ્ત થાય છે. અન્યથા વિદ્યાધરની જેમ વિદ્યાનું નિષ્ફળ જવું વગેરે મહા દોષો સંભવે છે. તેમાં હીનાક્ષરત્વ દોષમાં વિદ્યાધરનું દૃષ્ટાંત આ પ્રમાણે છે
વિદ્યાધરનું દૃષ્ટાંત એક વખત રાજગૃહ નગરની નજીકના ઉદ્યાનમાં શ્રીવીર સ્વામી સમવસર્યા. ત્યારે સ્વામીના આગમનની વાર્તા સાંભળવાથી ખુશ થયેલો શ્રેણિક રાજા અભયકુમાર આદિથી યુક્ત ત્યાં આવીને સ્વામીને ત્રણ પ્રદક્ષિણા કરીને નમીને શ્રેષ્ઠતર સુર-અસુર-વિદ્યાધર-નરના સમૂહથી શોભતી સભામાં પોતાને ઉચિત સ્થાનમાં બેઠો. ત્યાર પછી ધર્મ સાંભળીને પર્ષદા પાછી જતી હતી ત્યારે એક કોઈક વિદ્યાધર આકાશમાં જવા માટે ઉડતો વારંવાર પૃથ્વી ઉપર પડ્યો. ત્યારે તેના સ્વરૂપને જોઈને વિસ્મિત પામેલા શ્રેણિકે સ્વામીને તેના ઉડવાનું અને પડવાનું કારણ પૂછયું. ત્યારે સ્વામીએ કહ્યું: આને ગગનગામિની વિદ્યાનો એક અક્ષર ભૂલાઈ ગયો છે. તેથી આ ઉપર જવા માટે સમર્થ થતો નથી. ત્યાર પછી રાજાની નજીકમાં રહેલા અભયકુમારે તે જિનના વચનને સાંભળીને તરત ત્યાં જઈને વિદ્યાધરને કહ્યુંઃ તારી વિદ્યાનો એક અક્ષર ભૂલાઈ ગયો છે. જો તું મને આ વિદ્યા આપે તો, હું તે અક્ષર તને આપું. ત્યારે તેણે પણ તેના વચનને સ્વીકાર્યું. એટલે અભયકુમાર જૂન થયેલ અક્ષર તેને આપીને અને તે વિદ્યા તેની પાસેથી ગ્રહણ કરીને પોતાના સ્થાનમાં આવ્યો. વિદ્યાધર પણ પૂર્ણ વિદ્યાને પ્રાપ્ત કરી આકાશમાં ઊડ્યો, અને ક્રમે કરી પોતાના સ્થાનમાં ગયો. આ પ્રમાણે વિદ્યાધરનો વૃત્તાંત પૂર્ણ થયો. (૨૨).
આ દૃષ્ટાંતને સાંભળીને મુનિઓએ દોષનો ત્યાગ કરવામાં પ્રયત્ન કરવો જોઈએ. વળી બીજું
સ્વયં સ્વાધ્યાય કરતા અને બીજાને સ્વાધ્યાય કરાવતા મુનિએ પ્રથમ સોળવચનો અવશ્ય જાણવા જોઈએ. અને તે અનુયોગ દ્વાર વગેરે સૂરમાં કહેલા છે.
તે આ પ્રમાણે છેलिंगतियं ३ वयणतियं ६, कालतियं ९ तह परोक्ख १० पच्चक्खं ११ । उवणयऽवणयचउक्कं १५, अज्झत्थं १६ चेव सोलसमं ॥२३॥
ત્રણ લિંગ, ત્રણ વચન, ત્રણ કાળ, પરોક્ષ, પ્રત્યક્ષ, ચાર પ્રકારનું ઉપનય-અપનયવચન અને અધ્યાત્મ વચન એમ સોળ વચનો છે.