________________
૨ ૧૪
આત્મપ્રબોધ
सोलसवासाईसु य, एगोत्तरवुड्डिएसु जहसंखं । चारणभावण महसुवि(मि)णभावणा तेयग्गिनिसग्गा ॥२०॥ एगुणवीसगस्स य, दिट्ठीवाओ दुवालसममंगं। संपुण्णवीसवरिसो, अणुवाई सव्वसुत्तस्स ॥२१॥
પર્યાય અનુસાર સૂત્રવાચના સંવત્સરાદિ કાલના અનુક્રમે કરી જે-જે કાલ પ્રાપ્ત થાય તે - તે કાલે ધીરપુરુષ વાચના લે છે. તે કાલ આ પ્રમાણે છે
ત્રણ વર્ષના દીક્ષા પર્યાયવાળો આચારપ્રકલ્પ નામના અધ્યયન સુધી વાચના લે છે. ચાર વર્ષવાળો સૂયગડાંગ નામે બીજા અંગ સુધી વાચના લે છે.
અહીં આચારપ્રકલ્પ એટલે નિશીથ સૂત્રનું અધ્યયન સમજવું.
પાંચ વર્ષનો દીક્ષિત દશાશ્રુતસ્કંધ, કલ્પસૂત્ર અને વ્યવહારસૂત્રની વાચના લઈ શકે છે. આઠ વર્ષના દીક્ષા પર્યાયવાળો પુરુષ શ્રી સ્થાનાંગ અને ચોથું સમવાયાંગ વાંચી શકે છે.
દશ વર્ષના પર્યાયવાળાથી શ્રી ભગવતીજી વાંચી શકાય છે. અગિયાર વર્ષના પર્યાયવાળાથી શ્રી ખુફિયરિમાણવિભત્તિ આદિ પાંચ અધ્યયન વાચ્ય છે.
બાર વર્ષના પર્યાયવાળાને માટે શ્રી અરુણોવવાઈ આદિ પાંચ અધ્યયન કહેલાં છે. તેર વર્ષના દીક્ષા પર્યાયવાળાને ઉઢાણકૃતાદિક ચાર (અધ્યયન કહેલાં છે.) - ચૌદ વર્ષના પર્યાયવાળાને શ્રી આશીવિષ ભાવના વાચનીય છે. પંદર વર્ષના પર્યાયવાળાને દષ્ટિવિષ ભાવના (વાચનીય છે.)
સોળ વર્ષના પર્યાયવાળા ચારણભાવના સુધી વાંચી શકે છે, સત્તર વર્ષના પર્યાયવાળાને મહાસુમિણ ભાવના અને અઢાર વર્ષના પર્યાયવાળાને તેયક્ઝિનિસગ્ન ભાવના સુધી અધ્યયન કરવું યોગ્ય છે.
ઓગણીસ વર્ષના પર્યાયવાળાને બારમું દષ્ટિવાદ અને સંપૂર્ણ વીશ વર્ષના પર્યાયવાળા મુનિને સર્વ સૂત્રની આજ્ઞા છે એમ જિનેશ્વર ભગવંતો કહે છે. (૧૪-૨૧). વળી
स्वाध्यायं कुर्वद्भिः, संयममार्गाविराधकैर्मुनिभिः । व्याविद्धत्वप्रमुखा, अतिचाराः सर्वथा वाः ॥२२॥
સ્વાધ્યાયમાં અતિચારોનો ત્યાગ કરવો સંયમ માર્ગના અવિરાધક મુનિઓએ સ્વાધ્યાય કરતા, વ્યાવિદ્ધત્વ વગેરે અતિચારોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ.
આનો ભાવાર્થ આ પ્રમાણે છે- (૧) વ્યાવિદ્ધત્વ એટલે વિપરીતતા (૨) વ્યત્યાગ્રંડિત્વ એટલે જુદા-જુદા આલાપકોને ભેગા કરવા વડે બે ત્રણવાર કહેવું. (૩) હીનાક્ષરત્વ (૪) અતિ