________________
- સર્વવિરતિ
ત્રીજો પ્રકાશ -
૨૧૩
(૩) વેયાવચ્ચ- વેયાવચ્ચ એટલે આચાર્ય વગેરેને અન્ન-પાન આદિ પ્રાપ્ત કરાવવા માટે પ્રવૃત્ત થવું.
(૪) સ્વાધ્યાય- સુષ્ઠુ એટલે સારી રીતે. આ એટલે મર્યાદાપૂર્વક, અહીં મર્યાદા અકાળવેળા આદિના ત્યાગની અપેક્ષાએ કે પોરિસીની અપેક્ષાએ છે. (કાલિક સૂત્રો પહેલી-છેલ્લી પોરિસીમાં જ ભણી શકાય ઇત્યાદિ પોરિસીની અપેક્ષાએ મર્યાદા છે.) અધ્યાય એટલે અધ્યયન કરવું. સારી રીતે મર્યાદાપૂર્વક અધ્યયન કરવું તે સ્વાધ્યાય. સ્વાધ્યાય વાચના-પૃચ્છના-પરાવર્તના-અનુપ્રેક્ષાધર્મકથાના ભેદથી પાંચ પ્રકારનો છે. તેમાં નહીં ભણેલા સૂત્રને શાસ્ત્રોક્ત વિધિથી ગુરુના મુખથી ગ્રહણ કરવું તે વાચના. ત્યાર પછી સંદેહ થાય તો પૂછવું તે પૃચ્છના. પૂછ્યા પછી નિશ્ચિત કરેલું સૂત્ર ભૂલી ન જવાય એટલા માટે ગુણવું તે પરાવર્તના. સૂત્રની જેમ અર્થનું પણ ચિંતન કરવું તે અનુપ્રેક્ષા. અભ્યાસ કરેલા સૂત્ર અને અર્થનો બીજાને ઉપદેશ આપવો તે ધર્મકથા. અહીં સૂત્ર અંગ પ્રવિષ્ટ અને અંગબાહ્ય એમ બે પ્રકારનું છે. તેમાં શ્રુતવિશિષ્ટ પુરુષ બે પગ, બે જંઘા, બે ઉરુ, ગાત્રક્રિક (= પીઠ અને ઉદ૨), બે બાહુ, ડોક અને મસ્તક એમ બાર અંગવાળો છે. આ પ્રમાણે પ્રવચનરૂપી પુરુષના અંગમાં પ્રવેશેલું=રહેલું અંગપ્રવિષ્ટ બાર પ્રકારનું છે. તે આ પ્રમાણે- પ્રવચન પુરુષના બે પગ આચારાંગ અને સૂત્રકૃતાંગ છે. બે જંઘા સ્થાનાંગ અને સમવાયાંગ છે. બે ઉરુ ભગવતીજી અને જ્ઞાતાધર્મકથાંગ છે. પીઠ અને ઉદર સ્વરૂપ ગાત્રદ્ધિક ઉપાસક દશાંગ અને અંતકૃદશાંગ છે. બે બાહુ અનુત્તર ઉપપાતિક દશા અને પ્રશ્ન વ્યાકરણ છે. ડોક વિપાક શ્રુત છે અને મસ્તક દૃષ્ટિવાદ છે. અંગબાહ્ય તો આવશ્યક-ઉપાંગ-પ્રકીર્ણક આદિ ભેદથી અનેક પ્રકારનું જાણવું. (૧૩)
હવે દીક્ષા ગ્રહણ કર્યા પછી જેટલા વર્ષથી જેની વાચના ગ્રહણ કરવી જોઈએ તેનું સ્વરૂપ વ્યવહાર સૂત્રમાં કહેલી ગાથાથી બતાવવામાં આવે છે—
कालक्कमेण पत्तं, संवच्छरमाइणा उ जं जंमि । तं तंमि चेव धीरो, वाएज्जा सो य कालोऽयं ॥ १४ ॥ तिवरिसपरियागस्स उ, आयारपकप्पनाममज्झयणं । चउवरिसस्स य सम्मं, सूयगडं नाम अंगं ति ॥ १५ ॥ दसकप्पववहारा, संवच्छरपणगदिक्खियस्सेव । ठाणं समवाओ वि य, अंगे ते अट्ठवासस्स ॥ १६ ॥ दसवासस्स वियाहो, इक्कारसवासियस्स य इमे उ । खुड्डियविमाणमाई, अज्झयणा पंच नायव्वा ॥ १७ ॥ बारसवासस्स तहा, अरुणुववायाइ पंच अज्झयणा । तेरसवासस्स तहा, उट्ठाणसुयाइया चउरो ॥ १८॥ चउदसवासस्स तहा, आसीविसभावणं जिणा बिंति । पन्नरसवासिगस्स य, दिट्ठीविसभावणं तह य ॥ १९ ॥