________________
ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ
અર્થ- (ભવ અટવીમાં) રક્ષણ કરનારા વીર સ્વામીએ તેને (ઉપધિને) પરિગ્રહ કહ્યો નથી. પણ મૂર્છાને પરિગ્રહ કહ્યો છે. આ પ્રમાણે મહાઋષિઓ કહે છે.
અથવા મુનિ દ્રવ્ય વગેરે ચારેયમાં મમત્વ ન કરે. તેમાં દ્રવ્યથી ઉપધિ વગેરેમાં અથવા શ્રાવક વગેરેમાં, ક્ષેત્રથી નગર-ગ્રામ વગેરેમાં અથવા મનોજ્ઞ વસતિ વગેરેમાં, કાલથી શરદ વગેરેમાં અથવા દિવસ વગેરેમાં, ભાવથી શરીર પુષ્ટિ વગેરેમાં અથવા ક્રોધ વગેરેમાં મમત્વ ન કરે.
છઠું વ્રત- મહાવ્રતમાં ઉપયોગી હોવાથી છઠ્ઠ રાત્રિભોજન નિવૃત્તિ વ્રત પણ મુનિઓએ અવશ્ય ધારણ કરવું જોઈએ. રાત્રિભોજન ચાર પ્રકારનું છે. દિવસે ગ્રહણ કરેલું દિવસે ખાય. દિવસે ગ્રહણ કરેલું રાત્રે ખાય. રાત્રે ગ્રહણ કરેલું દિવસે ખાય. રાત્રે ગ્રહણ કરેલું રાત્રે ખાય. તેમાં દિવસે અશન વગેરે ગ્રહણ કરીને રાત્રે વસતિમાં રાખી મૂકે અને બીજા દિવસે ખાનારને પહેલો ભાંગો લાગે. બાકીના ત્રણ ભેદ પણ સુગમ છે. આ ચારે પ્રકારનું પણ રાત્રિભોજન પંચમહાવ્રતનો વિઘાત કરનારું હોવાથી સ્વપર. આગમમાં નિષેધ કરેલો હોવાથી અને અશક્ય પરિહાર એવા કુંથુઆ આદિ સૂક્ષ્મ જીવવધવાળું હોવાથી વતીઓએ અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે. આ પ્રમાણે પાંચ મહાવ્રતના પાલનનું સ્વરૂપ કહ્યું.
હવે પાંચ ઇંદ્રિયના નિગ્રહનું સ્વરૂપ આ પ્રમાણે છે
આ પાંચ મહાવ્રતોનું પાલન કરવા ઇચ્છતો મુનિ શબ્દ-રૂપ-ગંધ-રસ-સ્પર્શ સ્વરૂપ પાંચ વિષયમાં રાગદ્વેષનો ત્યાગ કરવાથી શ્રોત્ર-નેત્ર-પ્રાણ-જિલ્લા-સ્પર્શન સ્વરૂપ પાંચ ઇંદ્રિયનો નિગ્રહ કરે છે.
તે આ પ્રમાણે
સુસ્વરવાળા મુરજ-વેણુ-વીણા-વનિતા વગેરેના શુભ અને કાગડા-ઊંટ-ઘુવડ-ગધેડા-ઘરટ્ટ વગેરેના અશુભ શબ્દ સાંભળીને, અલંકૃત કરેલા હાથી-ઘોડા-સ્ત્રી વગેરેના શુભ અને કુબડાકોઢિયા-વૃદ્ધ મરેલા વગેરેના અશુભ રૂપને જોઈને, ચંદન-કપૂર-અગરુ-કસ્તૂરી વગેરેના શુભ અને મલ-મૂત્ર-મૃત કલેવર વગેરેના અશુભ ગંધને સુંઘીને, મત્યંડી (ઉકાળેલા શેરડીના રસની રાબ), સાકર-મોદક વગેરેના શુભ અને લુખા, વાસી અન્ન, ખારા પાણી વગેરેના અશુભરસનો આસ્વાદ કરીને, સ્ત્રી-ગાદલા-દુકૂલ વગેરેના શુભ અને પથ્થર-કાંટા-કાંકરા વગેરેના અશુભ સ્પર્શને અનુભવીને જ્યારે આ મને ઈષ્ટ છે એમ રાગને અને આ મને અનિષ્ટ છે એમ દ્વેષને ધારણ ન કરે, ત્યારે તે મુનિ ક્રમે કરીને શ્રોત વગેરે ઇન્દ્રિયનો નિગ્રહ કરનારો થાય છે.
જ્યારે ભક્તભોગી એવા કોઈક સાધુને પૂર્વે કરેલી ક્રીડાનું સ્મરણ થવા વગેરેથી અને બીજા કોઈને કુતૂહલના કારણે ઇન્દ્રિયો ઉદ્ધત બને છે, ત્યારે તેણે પોતાના આત્માને આ પ્રમાણે હિતશિક્ષા આપવી.
પરિમિયાનું નુત્ર–મસંકિય વારિવાહિયં તેડું | परिणइविरसा विसया, अणुरंजसि ? तेसुं किं जीव ! ॥ १ ॥