________________
૪૪
આત્મપ્રબોધ
સ્વરૂપ પ્રથમ સ્થાનકની આરાધના કરીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું, અને અવસરે ગીતાર્થ ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરી. ત્યાં પણ સિદ્ધાંતનું અધ્યયન કરવા દ્વારા ગીતાર્થ થઈને સધર્મદેશના વગેરેથી ઘણા ભવ્ય જીવોને પ્રતિબોધ કર્યો. અંતે અનશન કરવા દ્વારા કાળ કરીને સર્વાર્થસિદ્ધ દેવલોકમાં દેવપણું અનુભવ્યું. પછી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકરની વિભૂતિને ભોગવીને સિદ્ધ થયો. આ પ્રમાણે દેવદ્રવ્યના અધિકારમાં સાગર શ્રેષ્ઠીનું કથાનક પૂર્ણ થયું. આ પ્રમાણે ત્રીજી ભક્તિ કહી.
હવે ચોથી ઉત્સવરૂપ ભક્તિ કહેવાય છે
ભવ્ય આત્માઓ જે અષ્ટાદ્વિકા, સ્નાત્ર, ચૈત્યબિંબની પ્રતિષ્ઠા વગેરે ઉત્સવો કરે છે તથા શ્રી પર્યુષણ પર્વમાં કલ્પસૂત્રના પુસ્તકનું વાંચન, પ્રભાવના વગેરે ઉત્સવો કરે છે તે પણ જિનશાસનની ઉન્નતિનું કારણ હોવાથી જિનપૂજા જ કહેવાય છે. કારણ કે
ભાવનાથી પ્રભાવના શ્રેષ્ઠ प्रकारेणाधिकं मन्ये, भावनातः प्रभावनां ।
भावना स्वस्य लाभाय, स्वान्ययोस्तु प्रभावना ॥१॥ અર્થ- પ્રકારના કારણે (પ્રભાવના શબ્દમાં ભાવના કરતા પ્ર વધારે હોવાના કારણે) ભાવનાથી પ્રભાવના અધિક છે એમ હું માનું છું. ભાવના પોતાને લાભ કરનારી છે, જ્યારે પ્રભાવના પોતાને અને બીજાને લાભ કરનારી છે.
હવે પાંચમી તીર્થયાત્રારૂપ ભક્તિ કહેવાય છે
શ્રી શત્રુંજય, ગિરનાર, આબુ પર્વત, અષ્ટાપદ, સમેતશિખર વગેરે સકલ તીર્થોમાં જિનવંદન માટે તેમ જ તે ક્ષેત્રની સ્પર્શના વગેરે માટે જે જવામાં આવે છે તે તીર્થયાત્રા કહેવાય છે. આ પણ જિનભક્તિ જ જાણવી. તેમાં શ્રી શત્રુંજય તીર્થ સકલ તીર્થાધિરાજ છે. ખરેખર ! ત્રણ લોકમાં પણ તેના જેવું બીજું કોઈ તીર્થ નથી. જેથી કહ્યું છે કે
नमस्कारसमो मंत्रः, शत्रुञ्जयसमो गिरिः । .
वीतरागसमो देवो, न भूतो न भविष्यति ॥ १॥ અર્થ- નમસ્કાર સમાન કોઈ મંત્ર, શત્રુંજય સમાન કોઈ ગિરિ, વીતરાગ સમાન કોઈ દેવ થયો નથી અને થશે પણ નહીં.
શત્રુંજયની યાત્રા વળી શ્રી શત્રુંજય તીર્થની સ્પર્શના આદિથી મહાપાપી એવા પણ જીવો સ્વર્ગ આદિ સુખના ભોક્તા થાય છે. પુણ્યશાળી તો થોડા જ કાળમાં સિદ્ધ થાય છે. જેથી કહ્યું છે કે
कृत्वा पापसहस्राणि, हत्वा जन्तुशतानि च ।
इदं तीर्थं समासाद्य, तिर्यञ्चोऽपि दिवं गताः ॥ १॥ અર્થ- હજારો પાપોને કરીને અને સેંકડો જીવોને હણીને આ તીર્થને પામીને તિર્યંચો પણ સ્વર્ગમાં ગયા છે.