________________
ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ
૨૪૫
અર્થ-અધોમુખ કરેલા મોટા શરાવ ઉપર રહેલા નાના શરાવ યુગલ આકારે લોક છે. ધર્મ વગેરે પાંચ દ્રવ્યથી પૂરાયેલો લોક મનમાં ચિંતવવો.
(૧૧) બોધિ દુર્લભ ભાવના- અનંતાનંત કાળે દુર્લભ પંચેંદ્રિયપણું, મનુષ્યભવ આદિ સત્સામગ્રીનો યોગ થવા છતાં પણ જીવોને પરમ વિશુદ્ધિને કરનારી, સર્વજ્ઞ ભગવંતોએ બતાવેલી તત્ત્વજ્ઞાન સ્વરૂપ બોધિ પ્રાયઃ દુર્લભ છે. તે જો એક વખત પણ પ્રાપ્ત થઈ હોય તો જીવોને આટલા કાળ સુધી સંસારમાં ભટકવાનું ન થાય. ઇત્યાદિ ચિંતન કરવું તે બોધિ દુર્લભ ભાવના છે. કહ્યું છે કે
पंचिंदियत्तणाइअसामग्गीसंभवे वि अइदुलहा ।
तत्तावबोहरूवा, बोही सुही(सोहि)जिअस्स जओ ॥ १॥ અર્થ- પંચેંદ્રિયપણું આદિ સામગ્રીના સંભવમાં પણ જેનાથી જીવની શુદ્ધિ થાય છે તે તત્ત્વ અવબોધરૂપ બોધિ અતિદુર્લભ છે. ૧૫
(૧૨) ધર્મકથક અહમ્ ભાવના- આ સંસારમાં વીતરાગતાના કારણે હંમેશા પરમાર્થ કરવામાં ઉદ્યત, વિમલ કેવલજ્ઞાનથી સકલ લોકાલોકને જોનારા શ્રીમદ્ અરિહંત વિના આવા પ્રકારના સુનિર્મલ સાધુ-શ્રાવક-સંબંધિ સભૂત ધર્મને કહેવા માટે કોઈ પણ સમર્થ નથી. કુતીર્થિકોથી પ્રણીત વચનો અજ્ઞાનમૂલક હોવાના કારણે પૂર્વાપર વિરોધી છે, અને હિંસા આદિ દોષથી દૂષિત છે. આથી તે પ્રત્યક્ષ અસદ્ભૂત છે, અને તેઓમાં પણ ક્યાંક જે દયા-સત્ય આદિનું પોષણ દેખાય છે તે વચનમાત્ર જ છે, પણ પરમાર્થથી કંઈ પણ નથી. તેથી પરમાર્થથી શુદ્ધ સ્વરૂપને ધારણ કરનારી, સકલ જગતના જંતુને તારનારી શ્રીમદ્ અહંદ્રની વાણીનું કેટલું વર્ણન કરીએ ? કોઈ પણ રીતે કર્ણનો વિષય બનેલું જેનું એક પણ વાક્ય રૌહિણેયની જેમ જીવોને મહા ઉપકાર કરનારું થાય છે. ઈત્યાદિ ચિંતન કરવું તે બારમી ભાવના છે. કહ્યું છે કે
धम्मो जिणेहिं निरुवहि-उवयारपरेहिं सुट्ठ पण्णत्तो ।
समणाणं समणोवा-सयाण दसहा दुवालसहा ॥ १ ॥ અમર્યાદિત ઉપકાર કરવામાં તત્પર એવા જિનેશ્વરોએ સાધુઓનો દશ પ્રકારનો અને શ્રાવકોનો બાર પ્રકારનો સારો ધર્મ કહ્યો છે. અહીં રોહિણેયનો વૃત્તાંત આ પ્રમાણે છે
રૌહિણેયનું દાંત રાજગૃહ નગરીમાં શ્રેણિક નામનો રાજા હતો. તેને સર્વબુદ્ધિનો નિધાન અભયકુમાર નામનો પુત્ર હતો. આ બાજુ તે નગરની નજીકમાં રહેલા વૈભારગિરિની ગુફામાં ક્રૂર લોહખુર નામનો ચોર રહેતો હતો. તે રાજગૃહ નગરના લોકોની જ સ્ત્રીઓ અને ધનથી પ્રયાસ વિના કામ અને અર્થને સાધતો કાળને પસાર કરવા લાગ્યો. તેને રોહિણી નામની પતીથી રોહિણેય નામનો અતિક્રૂર પુત્ર થયો. હવે લોહખુરે પોતાના મૃત્યુ સમયે પુત્રને બોલાવીને આ પ્રમાણે કહ્યું: હે વત્સ! જો તું તારા હિતને ઇચ્છે છે તો મારી કહેલી એક શિખામણ સાંભળ. અહીં જે આ ત્રણ ગઢની અંદર રહેલો વીરજિન મૃદુવાણીથી કહી રહ્યો છે તેનું વચન ઉત્તરકાળે એટલે કે સાંભળ્યા પછી ભયંકર હોવાથી