________________
૨૪૪
આત્મપ્રબોધ
* ઉત્તર- જીવદ્રવ્યો અરૂપી હોવાના કારણે સંકડાશ પડતી નથી. પુદ્ગલો રૂપી હોવા છતાં પણ પ્રદીપની પ્રભા વગેરેના દૃષ્ટાંતથી તેવા પ્રકારના પરિણામની વિચિત્રતા હોવાના કારણે એક પણ આકાશ પ્રદેશમાં અનંતાનંત પરમાણુ વગેરે પુદ્ગલ દ્રવ્યોનો સંકડાશ વિના સમાવેશ થાય છે, તો પછી અસંખેય આકાશ પ્રદેશોમાં તેઓનો સમાવેશ થઈ જાય તેમાં શું દોષ છે? કંઈ પણ દોષ નથી.
શ્રીમતી ભગવતીજી અંગસૂત્રની વૃત્તિમાં તેરમા શતકના ચોથા ઉદેશામાં પૂજ્યવર્ય શ્રી અભયદેવસૂરિજીએ કહ્યું છે કે- 'મા'સન્જિામિત્યાદ્રિ' એન = આકાશનો પરિણામ વિચિત્ર હોવાના કારણે આકાશ જેવદ્રવ્યોનો અને અજીવદ્રવ્યોનો ભાજન છે.
આ કહેવા દ્વારા એ કહેવાનું થાય છે કે- આ (આકાશ દ્રવ્ય) હોતે છતે જીવ-અજીવોનો અવગાહ પ્રવર્તે છે. કારણ કે જીવ-અજીવ દ્રવ્યો અને આશ્રયીને રહ્યા છે.
આ આકાશ જીવ-અજીવનો ભાજન કેમ છે તે બતાવે છે
“અળવીત્યાદ્રિ' એક પરમાણુ વગેરેથી આ આકાશાસ્તિકાય પ્રદેશ પૂર્ણ ભરાયેલો છે. તથા બે પરમાણુથી પણ આકાશાસ્તિકાય પ્રદેશ પૂર્ણ ભરાયેલો છે.
પ્રશ્ન- આ કેવી રીતે ?
ઉત્તર- પરિણામ વિચિત્ર હોવાના કારણે. જેમ કે- ઓરડામાં રહેલો આકાશ એક પ્રદીપની પ્રભાના પટલથી પણ પૂરાઈ જાય છે. બીજા પ્રદીપની પ્રજાનો પટલ પણ તેમાં સમાઈ જાય છે. થાવત્ સો પ્રદીપની પ્રજાના પટલો તેમાં સમાઈ જાય છે. તથા- ઔષધિ વિશેષથી પ્રાપ્ત થયેલા પરિણામથી પારાના એક કર્ષમાં સુવર્ણના સો કર્થો પ્રવેશે છે. પુદ્ગલનો પરિણામ વિચિત્ર હોવાના કારણે ફરી સદ્ ઔષધના સામર્થ્યથી પારાનો એક કર્મ અને સુવર્ણના સો કર્ષ ફરી અલગ થાય છે. વળી લોકપ્રકાશગ્રંથમાં પણ કહ્યું છે કે
विशत्यौषधसामर्थ्यात्पारदस्यैककर्षके । सुवर्णस्य कर्षशतं, तौल्ये कर्षाधिकं न तत् ॥ १ ॥ पुनरौषधसामर्थ्या-त्तद् द्वयं जायते पृथक् ।
સુવસ્થ શત, પરવચ્ચે ઝર્ષ: II ૨ | અર્થ-ઔષધિના સામર્થ્યથી પારાના એક કર્ષમાં સુવર્ણના સો કર્ષ પ્રવેશે છે. વજન કરવામાં આવે તો એક કર્ષથી અધિક થતું નથી. વા વળી ઔષધિના સામર્થ્યથી સોનાના સો અને પારાનો એક કર્મ બંને અલગ થાય છે. રા
અહીં ઊર્ધ્વલોક-અપોલોક અને તિર્થ્યલોકનું સ્વરૂપ બીજા ગ્રંથથી જાણી લેવું. આવા પ્રકારના લોક સ્વરૂપનું ચિંતન કરવું તે લોક સ્વભાવ ભાવના છે. કહ્યું છે કે
अहमुहगुरुमल्लयठिअ, लहुमल्लयजुयलसंठियं लोगं । धम्माइ पंचदव्वेहिं, पूरिअं मणसि चिंतिजत्ति ॥ १ ॥