SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ આત્મપ્રબોધ તારે ક્યારે પણ ન સાંભળવું. આ પ્રમાણે પુત્રને શિખામણ આપીને સ્વયં પ્રાણનો ત્યાગ કર્યો. ત્યાર પછી રોહિણેય પણ પિતાની શિખામણને યાદ કરતો નિત્ય ચોરી કરે છે. હવે કોઈ વખત શ્રી વીરપ્રભુ ત્યાં સમવસર્યા. દેવોએ સમવસરણ બનાવ્યું. ભગવાને ભવ્ય જીવોની આગળ સદ્ધર્મની દેશના આપવાની શરૂઆત કરી. ત્યારે તે ચોર ચોરી માટે રાજગૃહમાં જતો સમવસરણની નજીકમાં આવ્યો. ત્યાં આ પ્રમાણે વિચાર્યું: જો આ માર્ગથી જઈશ તો જિકેંદ્રની વાણીનું શ્રવણ થશે અને બીજો માર્ગ તો છે નહીં આથી શું કરું ? અથવા વિષાદ કરવાથી સર્યું. કાનના છિદ્રમાં આંગળીઓ નાખીને જાઉં. એ પ્રમાણે વિચારીને તે પ્રમાણે જ ક૨ીને ઉતાવળા પગલે ચાલ્યો. ત્યારે ઝડપથી જતા તેના પગમાં મજબૂત રીતે કાંટો ભાંગ્યો=લાગ્યો. કાંટો કાઢ્યા વિના એક પગલું પણ આગળ જવા માટે તે સમર્થ ન થયો. તેથી નહીં ઇચ્છતો હોવા છતાં પણ કાનમાંથી એક આંગળી કાઢીને તે આંગળીથી બહારના શલ્યને કાઢતા તેના અંતરના શલ્યને શોધનારી, દેવસ્વભાવને વર્ણવનારી અર્થાત્ દેવના સ્વરૂપને જણાવનારી વીરવાણી તેના કાનમાં પડી. તે આ પ્રમાણે अणिमिसनयणा मणकज्ज - साहणा पुप्फदामअमिलाणा । चरंगुलेण भूमिं न छिवंति सुरा जिणा बिंति ॥ १ ॥ અર્થ- અનિમિષ નયનવાળા, મનથી કાર્યને સાધનારા, અમ્લાનપુષ્પમાળાને ધારણ કરનારા, ભૂમિથી ચાર અંગુલ ઉપર ચાલનાર દેવો હોય છે. એમ જિનેશ્વરો કહે છે. ૫૧ા હવે આ ચોર ‘હા ! ઘણું સાંભળ્યું.' એ પ્રમાણે ચિંતા કરતો ઝડપથી કાંટો કાઢીને ફરી આંગળીથી કાન બંધ કરીને રાજગૃહ નગરમાં ગયો. ત્યાં ઇચ્છાપૂર્વક ચોરી કરીને તે ફરી ગિરિગુફામાં પ્રવેશ્યો. પરંતુ પગના શલ્યને કાઢતી વખતે સાંભળેલી વીરવાણીને જાણે કે શલ્ય કાઢ્યું જ નથી એમ માનતો નિત્ય ચિત્તમાં દુભાય છે. હવે નિરંતર તેના વડે આખુંય નગર લૂંટાયે છતે અત્યંત દુઃખી થયેલા લોકે અવસરે રાજાને પોતાનું દુઃખ જણાવ્યું. રાજાએ પણ મધુર વચનોથી લોકને આશ્વાસન આપીને કોટવાલને કહ્યું: અરે ! ચોરનો નિગ્રહ કરવા દ્વારા લોકરક્ષા કેમ કરતો નથી ? તેણે પણ કહ્યું: હે દેવ ! રૌહિણેય નામનો અતિ દુ:ખે કરી નિગ્રહ કરી શકાય એવો કોઈક ચોર પ્રગટ થયો છે. તેનો નિગ્રહ કરવા માટે ઘણા ઉપાયો કર્યા. પરંતુ કોઈ પણ ઉપાયથી તે પકડાતો નથી. આથી દેવ સ્વયં જ કોટવાળપણાને ગ્રહણ કરો. આ પ્રમાણે તેણે કહ્યું, એટલે રાજાએ અભયકુમા૨ની સન્મુખ જોયું. તેણે કહ્યું: હે તાત ! સાત દિવસની અંદર ચોરને લાવું છું. જો ન લાવું તો ઘણું કહેવાથી શું ? ચોરના દંડથી આપે મને દંડવો. એ પ્રમાણે કહીને અભયકુમાર ચારે બાજુથી ચોરના સ્થાનોને પ્રયત્નથી જોતો હોવા છતાં પણ ક્યાંય પણ ચોરને મેળવી શક્યો નહીં. ત્યાર પછી છઠ્ઠા દિવસે સંધ્યા સમયે નગરની મધ્યમાં લોકના કોલાહલનું નિવારણ કરીને કિલ્લાની બહાર ચારેબાજુ ભટોને ગોઠવી દીધા. તે દિવસે અપશુકનોથી રોકાયો હોવા છતાં તે ચોરે નગરની અંદર પ્રવેશ કરીને જેટલામાં કોઈના પણ ઘરમાં ચોરી કરવાની શરૂઆત કરી તેટલામાં પગલે પગલે રહેલા યોદ્ધાઓએ ભેગા થઈને એક હાક કરી, અર્થાત્ બધાએ ભેગા થઈને પકડોપકડો એમ એકી સાથે અવાજ કર્યો. તેનાથી ત્રાસ પામેલો તે ત્યાંથી પલાયન થઈને ઊંચો કૂદકો મારીને કિલ્લા ઉપર ચઢીને બહાર જેવો પડ્યો કે તરત યોદ્ધાઓએ તેને પકડી પાડ્યો અને સવારે
SR No.005692
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2003
Total Pages326
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy