________________
૧૨ ૨
આત્મપ્રબોધ
નાગદત્તની કથા વાણારસી નગરીમાં જિતશત્રુ નામનો રાજા હતો. તે નગરીમાં એક ધનદત્ત નામનો શ્રેષ્ઠી રહેતો હતો. તેને ધનશ્રી નામની પતી હતી. તેઓને નાગદત્ત નામનો પુત્ર હતો. બાલ્ય અવસ્થામાં જ સદ્ગુરુના સંયોગથી જિનધર્મમાં શ્રદ્ધાને પામીને સંસારથી વિરક્ત થયેલા તેણે અદત્તાદાન વિરમણ વ્રત ગ્રહણ કર્યું. બીજાં પણ વ્રતો અને નિયમો ગ્રહણ કર્યા. એક વખત તે નગરના શ્રેષ્ઠીની નાગવસુ નામની કન્યાએ જિનપૂજા માટે જિનાલયમાં જતા માર્ગમાં તે નાગદત્તને જોઈને તેના રૂપ, સૌભાગ્ય આદિમાં મોહિત થયેલી “આ ભવમાં મારો આ જ પતિ થાઓ” એ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને પોતાના પિતાને વિચારેલો અર્થ જણાવ્યો. તેથી પિતાએ પણ તેના નિશ્ચયને જાણીને નાગદત્તના પિતાના ઘરે જઈને તેની આગળ પોતાની કન્યાનો અભિગ્રહ જણાવ્યો. ત્યારે સાંસારિક ભોગને નહીં ઈચ્છતા એવા પણ નાગદત્તની સાથે તેણીનું સગપણ કર્યું. ત્યાર પછી એક વખત તે નગરનો કોટવાલ તે કન્યાને જોઈને તેના રૂપમાં મોહિત થયો. શ્રેષ્ઠી પાસે પોતાના પુરુષોને મોકલીને તેની માંગણી કરી. ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું: આ કન્યા તો મેં નાગદત્તને આપી છે, તેથી બીજાને ફરી આપવી શક્ય નથી. કેમકે “કન્યા એક વખત જ અપાય છે એવું નીતિવાક્ય છે. ત્યાર પછી કોટવાલ પોતાના પુરુષોના મુખથી તે વાત સાંભળીને ગુસ્સે થયેલો દરરોજ નાગદત્તના છિદ્રને શોધવા લાગ્યો.
હવે એક વખત અતિ ચંચલ ઘોડા ઉપર આરૂઢ થઈને રાજવાટિકાએ જતા રાજાના કાનમાંથી કુંડલ પડી ગયું અને તે નગરમાં ઘણું શોધવા છતાં ક્યાંય પણ ન મળ્યું. તે અવસરે જિનાલયે જતો નાગદત્ત માર્ગમાં તે કુંડલને જોવા છતાં સ્વયં અદત્તાદાનનું પચ્ચકખાણ કર્યું હોવાથી તેને લીધા વિના જિનાલયમાં જઈને જિનપૂજા કરીને શ્રી જિનની આગળ કાયોત્સર્ગથી રહ્યો. તે જ અવસરે
ક્યાંયથી ભાગ્યયોગે તેની પાછળ આવતા કોટવાલે તે કંડલને જોઈને જલદીથી તેને ગ્રહણ કરીને દુષ્ટ બુદ્ધિથી નાગદત્ત ઉપર કલંક આપવા માટે તરત જિનાલયમાં આવીને કાયોત્સર્ગમાં રહેલા જ તેના કાનમાં કુંડલ નાખીને અને તેને ગાઢ બંધનથી બાંધીને રાજાની આગળ લઈ ગયો. તેના કાનમાં પોતાના કુંડલને જોવાથી આ ચોર છે એ પ્રમાણે નિશ્ચય કરીને ગુસ્સે થયેલા રાજાએ કોટવાલને તેના વધનો આદેશ આપ્યો. તેથી કોટવાલ પણ પોતાનું વાંછિત કાર્ય સફળ થતું માનતો ખુશ થયેલો નાગદત્તને ચોરની જેમ વિડંબના કરતો શ્રેષ્ઠીની કન્યા નાગવસુના ઝરૂખાની નીચેથી જેટલામાં નીકળ્યો તેટલામાં નાગવસુ કન્યા શુદ્ધ શ્રદ્ધાવાળા પોતાના પતિની તે અવસ્થા જોઈને પોતાના મનમાં અતિશય દુઃખને ધારણ કરતી શ્રી જિનશાસનની અપભ્રાજનાનું નિવારણ કરવા માટે અને પોતાના પતિના સંકટને દૂર કરવા માટે તરત પોતાના ગૃહ જિનાલયમાં આવીને શાસનસુરીને યાદ કરીને જ્યારે આ અકાર્ય વિલય પામશે ત્યારે હું કાયોત્સર્ગ પારીશ' એ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને ધર્મધ્યાન કરતી શ્રી જિનપ્રતિમા આગળ કાયોત્સર્ગથી રહી.
- હવે તે કોટવાલે તે નાગદત્તને સ્મશાનમાં લઈ જઈને જેટલામાં શૂળી ઉપર ચઢાવ્યો તેટલામાં તે ભાંગી પડી. આ પ્રમાણે ત્રણ વાર થયું. ત્યાર પછી ફરી શ્રી જિનધર્મના માહાભ્યથી શાસનસુરીએ