________________
બીજો પ્રકાશ - દેશવિરતિ
૧૨૩
કરેલી સહાયથી શૂળીના સ્થાને સિંહાસન થઈ ગયું. અને ત્યારે જે તલવારના પ્રહારો કર્યા હતા, તે બધા પણ માળા અને આભરણો થઈ ગયા. તેથી વિસ્મય પામેલા લોકોએ આ બધી પણ વાત રાજાની આગળ જણાવી. તે વાત સાંભળવાથી અતિ વિસ્મય પામેલા રાજાએ પણ તરત ત્યાં આવીને સોનાના સિંહાસન પર બેઠેલા અને વિવિધ માળા-અલંકારોથી વિભૂષિત નાગદત્તને જોઈને પોતે કરેલા અપરાધની ફરી ફરી ક્ષમા માગીને નાગદત્તને હાથીના સ્કંધ ઉપર બેસાડીને મહોત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યો.
તે અવસરે તેવા પ્રકારના ધર્મના પ્રભાવને જોવાથી બધા પણ લોકોએ શ્રી જિનધર્મની પ્રશંસા કરી. ત્યારે નાગવસુ કન્યાએ પણ નાગદત્તને તેવા પ્રકારના આડંબરથી પોતાના ઝરૂખાની નીચેથી જતા જાણીને તરત કાયોત્સર્ગ પાર્યો. ત્યાર પછી તે કોટવાલને અસદ્ દૂષણ આપનારો માનીને ગુસ્સે થયેલા રાજાએ તેનું સર્વસ્વ ગ્રહણ કરીને સેવકોને મારવાની આજ્ઞા આપી. ત્યારે જીવદયામાં તત્પર નાગદત્તે તેને જીવતો છોડાવ્યો. ત્યાર પછી નાગદત્ત નાગવસુ કન્યાનો પોતાના વિશે તેવા પ્રકારનો તાત્ત્વિક અનુરાગ જાણીને માતા-પિતાએ કરેલા મહોત્સવથી શુભલગ્ન તેને પરણ્યો. ત્યાર પછી લાંબા કાળ સુધી તેની સાથે સાંસારિક સુખોને અનુભવીને અંતે સદ્ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરીને સારી રીતે સંયમનું આરાધન કરીને સમાધિથી કાળ કરીને દેવપદને પ્રાપ્ત થયો, અર્થાત્ દેવ થયો. આ પ્રમાણે ત્રીજા વ્રતમાં નાગદત્તની કથા પૂર્ણ થઈ. આ પ્રમાણે પરમાત્મ સંપત્તિને ઈચ્છતા બીજા પણ ભવ્યજીવોએ અદત્તાદાનનો ત્યાગ કરવો જોઈએ. અહીં આ પ્રમાણે ભાવના ભાવવી કે
इणमवि चिंतेअव्वं, अदिन्नदाणाओ निच्चविरयाणं ।
समतिणमणिमुत्ताणं, णमो सया सव्वसाहूणं ॥१॥ અર્થ- જેઓ અદત્તાદાનથી સદા વિરામ પામેલા છે, તૃણ અને મણિ મોતીમાં સમાન મનવાળા છે તે સર્વ સાધુઓને હંમેશા નમસ્કાર થાઓ.
આ પ્રમાણે ત્રીજુ વ્રત કહ્યું. (૨૫) હવે ચોથું સ્થૂલ મૈથુન વિરમણ વ્રત કહેવામાં આવે છે
ભૂલ એવું જે મૈથુન, તેનાથી વિરમણ સ્વરૂપ જે વ્રત તે સ્થૂલ મૈથુન વિરમણ વ્રત કહેવાય છે. તે પરસ્ત્રી આદિના ત્યાગ સ્વરૂપ છે. તે આ પ્રમાણે
મોરાત્નિ વેત્રિય, પારસેવા પમુહૂUT .
નેહ વ વધે, સવારä પવનઝા રદ્દ પોતાના સિવાય બીજા નર-તિર્યંચ અને દેવોની ઔદારિક અને વૈક્રિય સ્ત્રીઓ, પરણેલી અને ગ્રહણ કરેલી નારીઓ, તિર્યંચણીઓ અને દેવીઓ તેઓના ઉપભોગનો ત્યાગ કરીને ગૃહસ્થ ચોથા વ્રતમાં સ્વદારા સંતોષને સ્વીકારે. જે પ્રમાણે પરદારનો ત્યાગ કરે તે પ્રમાણે વેશ્યાનો પણ ત્યાગ કરતો તે સ્વદારાથી જ સંતોષ પામે.