________________
આત્મપ્રબોધ
પ્રશ્ન- ૫૨દા૨ાનો સંસર્ગ વૈર આદિ દોષને ઉત્પન્ન કરતો હોવાથી શ્રાવકોને યોગ્ય નથી. પરંતુ જે નદીના નીરની જેમ સર્વ સાધારણ છે એવી સ્ત્રીનો ઉપભોગ કરવામાં શો દોષ છે ?
૧૨૪
ઉત્તર- આ પ્રમાણે ન કહેવું. કારણ કે તેનો ઉપભોગ પણ સર્વ દુરાચારની શિક્ષાનું મૂળ છે. વળી આ લોકમાં અને ૫૨લોકમાં મહાદુઃખનું કારણ છે, આથી તેનો ત્યાગ કરવો જ યોગ્ય છે. (૨૬) વળી
વેશ્યાનો વિશ્વાસ ન કરવો
जंपंति महुरवयणं, वयणं दंसंति चंदमिव सोमं ।
तह वि न वीससिअव्वं, नेहविमुक्काण वेसाणं ॥ २७ ॥
જો કે આ વેશ્યાઓ ઝીણી કરેલી સાકર મેળવેલા દૂધની જેમ મધુર વચનને બોલે છે, તથા ચંદ્રની જેમ સૌમ્ય પ્રસન્ન મુખને બતાવે છે, તો પણ સ્નેહથી રહિત વેશ્યાઓનો વિશ્વાસ ન જ કરવો જોઈએ. કારણ કે
मा जाणह जह मउअं, वेसाहिअअं समम्मणुल्लावं । सेवालबद्धपत्थर-सरिसं पडणेण जाणिहिसि ॥ १ ॥
અર્થ- મર્મવચનવાળું વેશ્યાનું હૃદય કોમળ છે એમ તું ન જાણ. પડવાથી (અનુભવવાથી) સેવાળથી બંધાયેલા પથ્થર સમાન છે એમ જાણીશ. (૨૭)
હવે દૃષ્ટાંતપૂર્વક વેશ્યાનો ઉપભોગ કરવા યોગ્ય નથી એ બતાવે છે–
तह अम्मापि मरणं, सोऊणं दुण्ह रायपुत्ताणं ।
मसावि न माणिजा, दुरभिणिवेसाओ वेसाओ ॥ २८ ॥
હમણાં જેનું દૃષ્ટાંત કહેવાનું છે એવા બે રાજપુત્રોના કારણે માતા પિતાના મરણને સાંભળીને, ઉપલક્ષણથી તે બે પુત્રોને નિંદા વગેરે દુઃખોની પ્રાપ્તિ સાંભળીને, વિવેકીએ દુષ્ટ અધ્યવસાયવાળી વેશ્યાને મનથી પણ ન માનવી જોઈએ, તો પછી વચન અને કાયાની તો વાત જ શું ક૨વી ? શાંતિનાથચરિત્રમાં સંભળાય છે કેબે રાજપુત્રોનું દૃષ્ટાંત
અહીં રતપુર નામનું નગર છે. તેમાં શ્રી સોળમા જિનેશનો જીવ હોવાથી અતિશય અદ્ભુત ભાગ્ય- સૌભાગ્યયુક્ત શ્રીષેણ નામનો રાજા છે. તેને અભિનંદિતા અને શિખિનંદિતા નામની બે પત્નીઓ હતી. તે રાજાને બે કુમારો હતા. તેઓને ઉપાધ્યાય પાસે ભણાવ્યા. પણ ચિત્તને દુઃખે કરી વારી શકાય છે અને કામને દુ:ખે ક૨ી જીતી શકાય છે. તેથી ગુરુની શિક્ષાનો અનાદર કરીને અને પોતાની પ્રસિદ્ધિને અવગણીને અને લજ્જાના ભારને ત્યાગીને તે નગરમાં રહેનારી, પોતાના રૂપથી સુરાંગનાઓને જીતી લીધી છે એવી અનંગ સેના નામની ગણિકામાં તે બંને અનુરાગી થયા. ત્યારે એકાંતમાં પિતાએ શિખામણ આપી. ‘હે વત્સો !' યૌવનમાં આ તમે શું આદર્યું છે ? જે