SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો પ્રકાશ - • દેશિવરતિ ભોળા હૃદયવાળી કુલવધૂઓનો તિરસ્કાર કરી પરમાર્થથી સ્નેહ વગરની વેશ્યાઓ વિશે અનુરાગ ક૨વો એના કરતાં બીજું-કોઈ માનભંગનું કારણ નથી. આ પ્રમાણે પિતાએ શિખામણ આપી છતાં ચાબૂકના ઘાની અવગણના કરનારા ઘોડાઓની જેમ, આલાનથંભને ઉખેડી નાખનારા હાથીઓની જેમ, ઈચ્છાપૂર્વક જ વિલાસ કરતા એક દ્રવ્યમાં (વેશ્યામાં) અભિલાષવાળા હોવાના કારણેપરસ્પર ઝઘડો કરતા, ગ્રહણ કરેલા છે તલવાર વગે૨ે હથિયારો જેણે એવા તે બંનેએ નિર્લજ્જપણે વૈરીની જેમ ઝઘડો કર્યો. ત્યારે અસાધ્ય વ્યાધિથી જાણે ઘેરાયેલા ન હોય, પ્રબલ પિશાચથી જાણે છલાયા ન હોય એવા તે બંને અશક્યપ્રતિકા૨વાળા જાણીને તેના દુ:ખથી બંને પત્ની સહિત રાજાએ કાલકૂટ વિષનું ભક્ષણ ક૨ી કાળ કર્યો, અર્થાત્ મૃત્યુ પામ્યો. લોકોથી નિંદાતા તેઓ પણ પરસ્પર યુદ્ધ કરતા મહાદુઃખના ભાગી થયા. તેથી આ પ્રમાણે વેશ્યાવ્યસનને દુરંત જાણીને બુદ્ધિશાળીઓએ તે આચરવું ન જોઈએ. તેથી પરીઓ વિશે અને સાધારણ સ્ત્રીઓ વિશે કામનો સંસર્ગ ત્યાગ કરીને સુશ્રાવકે સ્વદારા સંતોષી થવું જોઈએ. જો તેમ કરવામાં ન આવે તો કામાંધપણાની આપત્તિ આવે. (૨૮) કામાંધપણું શ્રાવકને અનુચિત જ છે. તે આ પ્રમાણે– कामं कामंधेणं, न सावएणं कयावि होयव्वं । देहधर्णधम्मखयका - रिणी हि कामम्मि अइगिद्धी ॥ २९ ॥ ૧૨૫ શ્રાવકે ક્યારે ય પણ અતિશય કામથી = મૈથુનના અભિલાષથી આંધળાની જેમ વિવેકરૂપી દૃષ્ટિ ઢંકાઈ જતી હોવાથી કામાંધ ન થવું જોઈએ. કામાંધ થવામાં દોષને કહે છે- કામમાં અતિ લોલુપતા દેહ, ધન અને ધર્મનો ક્ષય કરનારી છે. આ પ્રમાણે કામાંધપણામાં દોષોને જાણીને સ્વદારામાં પણ ગૃહસ્થોએ અતિવૃદ્ધિ ન કરવી જોઈએ. (૨૯) આ પ્રમાણે પુરુષને આશ્રયીને શીલનું સ્વરૂપ જણાવ્યું. હવે નારીને આશ્રયીને તે કહેવાય છે— जह नारीउ नराणं, तह ताण नरा वि पासभूयाओ । तम्हा नारीओ वि हु, परपुरिसपसंगमुज्झति ॥ ३० ॥ સંયમરૂપી ઉદ્યાનમાં વિચરતા મૃગલારૂપી પુરુષોને નારીઓ સદ્ગતિમાં વિદ્ન કરનારી હોવાથી જે પ્રમાણે પાશરૂપ થાય છે, તે પ્રમાણે તે નારીઓને પણ પુરુષો પાશરૂપ થાય છે. કામ સ્ત્રી-પુરુષ ઉભયને અવલંબે છે. તેથી જે પ્રમાણે શીલના અભિલાષી પુરુષો પરસ્ત્રીના સંગનો ત્યાગ કરે છે તે પ્રમાણે નારીઓ પણ પોતાના પતિ સિવાયના પરપુરુષો સાથે પ્રસંગને એટલે કે એકાંતમાં રહેવું, મુખનું નિરીક્ષણ કરવું, મન્મન, ઉલ્લાપ આદિ મોહને ઉત્તેજિત કરનારા પરિચયનો ત્યાગ કરે છે. આ જણાવવા દ્વારા બ્રહ્મચર્યનો આદર કરનારી સ્ત્રીએ પોતાના પતિ સિવાયના સામાન્યથી પુરુષમાત્રનો ત્યાગ કરવો જોઈએ એમ જણાવ્યું છે. (૩૦) હવે સુશીલવાળાઓનું અને દુઃશીલવાળાઓનું અંતર બે ગાથાથી બતાવાય છે— ते सुरगिरिणो वि गुरू, जेसिं सीलेण निम्मला बुद्धी । गयसीलगुणा पुण मुण, मणुए तणुए तिणाओ वि ॥ ३१ ॥
SR No.005692
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2003
Total Pages326
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy