________________
બીજો પ્રકાશ - દેશવિરતિ
૧૨૧ હવે જે વિચાર વગરના મનવાળા ચોરીથી કલ્યાણને ઈચ્છે છે તેઓને આશ્રયીને કહેવાય છે
कुलकित्तिकलंककरं, चोरिजं मा करेह कइयावि ।
इह वसणं पच्चक्खं, संदेहो अत्थलाभस्स ॥२१॥ કુલની કીર્તિને કલંક કરનારી ચોરી ક્યારે પણ ન કરો. કેમકે એમાં અર્થલાભનો સંદેહ છે, એટલે કે અર્થલાભ થાય કે ન પણ થાય. પણ વ્યસન તો પ્રત્યક્ષ જ છે. વ્યસન- જેલમાં રહેવું, વધ, બંધન, (હાથ, પગ આદિનું) કપાવું આદિ દુઃખ એ વ્યસન છે. (૨૧) વળી
काऊण चोरवित्तिं, जे अबुहा अहिलसंति संपत्तिं ।
विसभक्खणेण जीविय-मिच्छंता ते विणस्संति ॥२२॥ જે અજ્ઞાનીઓ ચોરી કરીને સંપત્તિને ઈચ્છે છે તેઓ વિષ ભક્ષણથી જીવિતને ઈચ્છતા વિનાશને પામે છે. (૨૨) હવે ઉક્ત સ્વરૂપવાળાથી વિપરીત આચારવાળાની પ્રશંસનીયતા બતાવે છે
ते धन्ना सप्पुरिसा, जेसिं मणो पासिऊण परभूई । ' પણ પરામૂત્રિય, પર્વ સંધ્યા વરુડું ૨૩ |
જેઓનું મન બીજાની સંપત્તિ જોઈને ગ્રહણ કરાતી આ વધ, બંધન આદિનું કારણ હોવાથી પરાભૂતિ જ = પરાભવ જ છે એ પ્રમાણે ચિંતન કરે છે તે સત્પરુષો ધન્ય છે, તેઓને પુણ્યશાળી જાણવા. ખરેખર ! તેઓ પરાભવથી જેમ દૂર ભાગે છે તેમ પરસંપત્તિથી પણ દૂર ભાગે છે. (૨૩) હવે ચોરીના ફળને બતાવવામાં આવે છે
वहबंधरोहमच्चू, चोरिजाओ हवंति इह लोए । .
नरयनिवासधणक्खय-दारिद्दाइं च परलोए ॥२४॥ આ લોકમાં ચોરીથી વધ, બંધ, રોધ, મૃત્યુ થાય છે અને પરલોકમાં નરકમાં નિવાસ, ધનનો ક્ષય, દરિદ્રતા વગેરે થાય છે.
વધ એટલે લાકડી વગેરેથી મારવું. બંધ એટલે દોરડા વગેરેથી બાંધવું. રોધ એટલે જેલ વગેરેમાં રાખવું. મૃત્યુ એટલે મસ્તક છેદ વગેરેથી મારવું. (૨૪) હવે અદત્તાદાનના ત્યાગનું દૃષ્ટાંતગર્ભિત ફળ કહેવામાં આવે છે–
जं इत्थ जणपसंसाइ, परभवे सुगइमाइ होइ फलं ।
मुक्के अदत्तदाणे, तं जायं नागदत्तस्स ॥२५॥ અદત્તાદાનનો ત્યાગ કરવામાં આ લોકમાં જનપ્રશંસા આદિ અને પરભવમાં સુગતિ આદિ ફળ પ્રાપ્ત થાય છે. તે ફળ નાગદત્તને પ્રાપ્ત થયું. ભાવાર્થ કથાનકથી જાણવો. તે કથાનક આ પ્રમાણે છે