________________
૧૨૦
તે આ પ્રમાણે–
तवयंमि चइज्जा, सचित्ताचित्तथूलचोरिज्जं । तिणमाइतणु अतेणिय- मेसो पुण मोत्तुमसमत्थो ॥ १८ ॥
ગૃહસ્થ અદત્તાદાન વિરમણ રૂપ ત્રીજા વ્રતમાં દ્વિપદ, ચતુષ્પદ આદિ સચિત્ત, સુવર્ણ, રૂપું આદિ અચિત્ત, ઉપલક્ષણથી અલંકૃત સ્ત્રી વગેરે મિશ્ર વસ્તુ, તે સંબંધી સ્થૂલ ચોરીનો ત્યાગ કરે. આનું સ્થૂલપણું જાડીબુદ્ધિવાળાને પણ નિંદનીય હોવાથી અથવા ચોરાયું એ પ્રમાણે લોકોમાં કહેવાતું હોવાથી જાણવું. તો પછી સૂક્ષ્મની શું વાત છે ? કહે છે- ઘાસ વગેરેની સળી આદિ સંબંધી સૂક્ષ્મ ચોરી ગૃહસ્થ છોડવા માટે અસમર્થ છે. તે વિના માર્ગ વગેરેમાં ચતુષ્પદ વગેરેનો નિર્વાહ ન થઈ શકે. આનું સૂક્ષ્મપણું સૂક્ષ્મ વસ્તુનો વિષય હોવાથી અથવા સૂક્ષ્મ દૃષ્ટિવાળાઓથી ત્યાજ્ય હોવાથી જાણવું. આદિ શબ્દથી નદીનું પાણી, વનના ફૂલ, બકરીની લીંડી રૂપ ઈધન આદિ સમજવું. (૧૮) હવે આ ચોરી જેટલા પ્રકારથી ત્યાજ્ય છે તે બતાવે છે—
नासीकयं निहिगयं, पडिअं वीसारिअं ठिअं नवं । परअत्थं हीरंतो, नियअत्थं को विणासेइ ॥ १९ ॥
આત્મપ્રબોધ
થાપણમાં મૂકેલું હોય, નિધાનમાં રહેલું હોય, પડી ગયું હોય એટલે કે સ્વભાવથી ભ્રષ્ટ થયેલું હોય, ભૂલાઈ ગયું હોય એટલે કોઈક વ્યગ્રચિત્તથી મૂકાયેલું હોય, રહેલું હોય એટલે કે ધનનો સ્વામી મરણ પામવાથી કોઈએ પણ ગ્રહણ ન કર્યું હોય, ખોવાઈ ગયું હોય, આ પ્રકારોથી પરનું દ્રવ્ય હરણ કરતો કયો બુદ્ધિશાળી સકલ સંપત્તિને સંપાદન કરવામાં સમર્થ પોતાના પુણ્ય સ્વરૂપ ધનનો નાશ કરે ? કોઈ પણ ન કરે. (૧૯)
વળી પરધન ગ્રહણ કરે છતે કેવલ ત્રીજા વ્રતનો ભંગ નથી, પરંતુ પહેલા વ્રતનો ભંગ પણ છે એ પ્રમાણે કહે છે–
जं पड़ मम त्ति जंप, तं तं जीवस्स बाहिरा पाणा । तिणमित्तं पि अदिन्नं, दयालुओ तो न गिण्हेइ ॥ २०॥
દરેક જીવ જે સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુ છે તેને ‘આ મારું છે’ એમ કહે છે. તેથી તે તે વસ્તુ જીવના બાહ્ય પ્રાણો છે. કારણ કે અત્યંતર અને બાહ્ય એમ બે પ્રકારના પ્રાણો છે. ત્યાં શ્વાસ વગેરે અત્યંતર પ્રાણો છે. મમત્વનું કારણ એવી સુવર્ણ વગેરે વસ્તુઓ બાહ્ય પ્રાણો છે. કારણ કે તે વસ્તુઓનો નાશ પ્રાણના નાશની જેમ દુઃખનું કારણ છે. આમ હોવાથી જેણે પ્રાણીવધનું પચ્ચક્ખાણ કર્યું છે એવો દયાળુ બીજાની ઘાસના તણખલા જેટલી પણ વસ્તુ ગ્રહણ ન કરે. અહીં આ રહસ્ય છે- પૂર્વે ગૃહસ્થને નહીં આપેલા તૃણ વગેરે ગ્રહણ કરવાની જે રજા આપી તે માર્ગ વગેરેમાં સ્વામી વગરના તૃણ વગેરેની અપેક્ષાએ જાણવી. અહીં તો તેનો જે નિષેધ કર્યો છે તે માલિકીની વસ્તુની અપેક્ષાએ જાણવો. દેખાય પણ છે કે- બીજાએ સંચિત કરેલા તૃણ વગેરે પણ નહીં અપાયેલા ગ્રહણ કરનારો ચોરની જેમ વધ, બંધન વગેરે પામે છે. તેથી ગૃહસ્થે બીજાએ ગ્રહણ કરેલી તૃણ વગેરે વસ્તુ નહીં અપાયેલી ગ્રહણ ન કરવી જોઈએ. (૨૦)