________________
૧૧૯
બીજો પ્રકાશ - દેશવિરતિ
હવે સવારના સમયે વસુરાજા સભામાં આવે છતે વિવાદ કરતા નારદ અને પર્વતકે ત્યાં જઈને મોટા સ્વરે પોતપોતાના પક્ષને જણાવ્યો. ત્યારે માધ્યસ્થ સ્વભાવવાળા સભાના લોકોએ વસુરાજાને વિનંતિ કરી. હે વસો ! તે આ પૃથ્વી તા૨ા વડે સત્ય અર્થવાળી કરાઈ છે કે જ્યાં તેં બાલભાવથી સત્યવ્રતને ન મૂક્યું. તથા સત્યના જ પ્રભાવથી જાણે સેવક થયેલા હોય તેવા દેવોએ પણ તારું સિંહાસન આકાશમાં ધારણ કર્યું. તેથી હે સત્યના સાગર ! હમણાં સત્ય ઉક્તિથી આ બંનેનો વાદ શાંત કર. હવે ઉત્પન્ન થયેલી છે દુર્ગતિ જેની એવા વસુરાજાએ તેઓના વચનને જાણે સાંભળ્યું ન હોય તેમ અને પોતાની તે પ્રસિદ્ધિની અવગણના કરીને ‘ગુરુએ તો ‘અના-મેષા: ' અજ એટલે મેષ એ પ્રમાણે વ્યાખ્યાન કર્યું છે. એ પ્રમાણે સાક્ષી આપી. તેથી આ મલિન આત્માએ અતિ નિર્મળ એવી મને પોતાની નીચે નાંખી એ પ્રમાણે જાણે ગુસ્સાથી તેની સ્ફટિકમયી વેદિકા તરત ફૂટી ગઈ. તથા ગુસ્સે થયેલી રાજ્યની દેવીએ સિંહાસન ઉપરથી વસુને નીચે પાડ્યો. ત્યારે નારદ પણ ‘હે સર્વધર્મ પરિભ્રષ્ટ ! તને જોવો પણ ઉચિત નથી.’ એ પ્રમાણે તેની નિંદા કરતો તરત ત્યાંથી નીકળી ગયો. ‘રે મૂઢ ! તેં ગૂઢમંત્રથી શું કર્યું ?' એ પ્રમાણે લોકોથી નિંદા કરાતા પર્વતકે તો સર્વથા માનભ્રષ્ટ થઈને તે નગરનો ત્યાગ કર્યો. રાજ્યની દેવીથી વેગથી તમાચાના મા૨થી હણાયેલો વસુ દુરિતે કરેલી સહાયથી સાતમી નરકમાં ગયો.
ત્યારપછી અપરાધી એવા તેના પટ્ટે જે- જે પુત્ર બેઠા તે- તે ક્રમેથી આઠ પુત્ર સુધી દેવતાથી મરાયા. જેથી કહ્યું છે કે- અપરાધી એવા તેના પટ્ટે જે- જે પુત્રને બેઠેલા જોયા યાવત્ આઠ ક્રમ સુધી તે-તે પુત્રને દેવતાએ હણ્યા. જે મનુષ્યે આજન્મ ક્યારે પણ વિષભક્ષણ ન કર્યું હોય અને અંતે વિષભક્ષણ કરે તો વિષ તેને હણે છે. તે પ્રમાણે ક્યારે પણ ખોટી નહીં બોલાયેલી, અંતે ખોટી બોલાયેલી વાણીએ વસુને માર્યો. આ પ્રમાણે બીજા વ્રતમાં વસુરાજાનું કથાનક પૂર્ણ થયું. આ પ્રમાણે મૃષાવાદના વિપાકને સાંભળીને સર્વ પણ ભવ્યજીવો તેના પરિહારમાં તત્પર થાઓ.જેથી સર્વ ઈષ્ટની સિદ્ધિ થાય. અહીં ભાવના આ પ્રમાણે કરવી
थोवं पि अलियवयणं, जे न हु भासंति जीविते वि ।
सच्चे चेव रयाणं, तेसिं नमो सव्वसाहूणं ॥ १॥
અર્થ- જેઓ મૃત્યુ થાય તો પણ થોડું પણ અસત્ય વચન બોલતા નથી, અને સત્યમાં જ જેઓ રત છે, તે સર્વ સાધુઓને નમસ્કાર થાઓ.
આ પ્રમાણે બીજું વ્રત કહ્યું. (૧૭)
હવે ત્રીજું સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત કહેવામાં આવે છે–
જે
સ્થૂલ જે અદત્તાદાન એટલે કે નહીં આપેલી વસ્તુનું ગ્રહણ, તેનાથી વિરમણ એટલે કે વિરતિ, વ્રત તે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત કહેવાય છે. તે સચિત્ત આદિ સ્થૂલ વસ્તુના
જે
તે સ્વરૂપ ત્યાગ સ્વરૂપ છે.