________________
૧૧૮
આત્મપ્રબોધ
અર્થ બોકડો કર્યો. એટલે નારદે- ‘આહા ! પાપ શાંત થાઓ” એ પ્રમાણે કહી અને પોતાના કાન બંધ કરીને કહ્યું: હે ભાઈ ! ભ્રાંતિથી જ તું આમ શા માટે કહે છે ? આપણા ગુરુ તો અજ શબ્દથી ત્રણ વર્ષના ચોખા કહેતા હતા.
હવે પર્વતક ગુરુએ કહેલા તે અર્થને યાદ કરતો હોવા છતાં “આ શિષ્યોને મારા ઉપર અવિશ્વાસ ન થાઓ એ પ્રમાણે ગર્વથી નારદને કહ્યું હે નારદ ! તું જ બ્રાંત છે તેથી મને બ્રાંત કહે છે. કારણ કે મેષ (બોકડો) અર્થને કહેનારા ગુરુને નિઘંટુ સાક્ષી છે. નારદે કહ્યું: શબ્દો બે પ્રકારના હોય છે. મુખ્ય અર્થને કહેનારા અને ગૌણ અર્થને કહેનારા. તેમાં તે ગાયત્તે તિ બના: “= જે ઉત્પન્ન ન થાય તે અજ.” એ પ્રમાણે ગૌણ અર્થવાળો અજ શબ્દ ગુરુએ અહીં કહ્યો છે, મુખ્ય અર્થવાળો નહીં. જો બુદ્ધિશાળીઓને નિઘંટુની ઉક્તિથી જ શબ્દાર્થ પ્રમાણ હોય તો પછી ગુરુ શા માટે કરે છે? તેથી તે પર્વતક ! ધર્મનો ઉપદેશ કરનારા ગુરુને અને ધાર્મિક શ્રુતિનો લોપ કરતો તું પોતાના બંને લોકનો લોપ કરે છે. તેથી પર્વતકે ક્રોધપૂર્વક કહ્યું: આ નકામા શુષ્કવાદથી શું ? આપણા બેનો પોતપોતાનો પક્ષ ખોટો પડવામાં જીભનો છેદ કરવો એ પ્રમાણે શરત થાઓ, અર્થાત્ જેનો પક્ષ ખોટો પડે તેની જીભનો છેદ કરવો. અહીં પ્રમાણ તરીકે આપણા બંનેનો સહ અધ્યાયી વસ રાજા થાઓ, આ સાંભળીને નારદ સત્યવાદી હોવાથી ક્ષોભ પામ્યા વિના ‘હા’ એ પ્રમાણે કહીને કોઈ પણ કામ માટે નગરમાં ગયો.
ત્યારે પુત્રના સ્નેહથી વ્યાકુળ થયેલી માતાએ એકાંતમાં પર્વતકને કહ્યું: હે વત્સ ! તેં આ પોતાનો નાશ કરનારી શરત કરી છે. કારણ કે મેં પણ તારા પિતા પાસેથી એના બ્રહ: અજ એટલે ત્રણ વરસના ચોખા એ અર્થ સાંભળેલો છે. પણ બીજો અર્થ સાંભળ્યો નથી. તેથી હમણાં પણ નારદને બોલાવીને તે અસત્ય વચનની ક્ષમા માગ. જેમ સર્વ રોગોનું મૂળ અજીર્ણ છે તેમ સર્વ આપત્તિનું મૂળ મદ છે. માટે તેનો ત્યાગ કર. હવે તેણે કહ્યું: હે મા ! અહીં ભય શું છે ? કારણ કે ઉત્પન્ન થયેલાનું એક દિવસે અવશ્ય મોત થાય છે. આથી જે કહ્યું તે કહ્યું જ છે. હવે જે થવાનું હશે તે થશે. ત્યાર પછી માતા પુત્રની આપત્તિનું નિવારણ કરવા માટે વસુ પાસે ગઈ. વસુએ પણ તેણીને પ્રણામ કરીને પ્રીતિથી સ્વાગતના પ્રશ્નપૂર્વક કહ્યું: હે મા ! અહીં આવવાથી તે મારા ઉપર મોટી મહેરબાની કરી છે. આથી આવવાનું કારણ કહે. તને શું આપું ? ત્યારે તેણીએ પણ “લાંબુ જીવ’ એ પ્રમાણે આશીર્વચન પૂર્વક તેને કહ્યું: હે રાજન્ ! “જે પ્રમાણે પુત્રને જીવતો જોઉં તે પ્રમાણે કર !” વસુએ કહ્યું? તારો પુત્ર મારો સહ અધ્યાયી હોવાના કારણે મારો બંધ છે અને ગુરુનો પુત્ર હોવાના કારણે ગુરુ છે. તેનો હમણાં કોણ દુશ્મન થયો છે? આ પ્રમાણે સાંભળીને “એક પોતાના મુખ વિના તારા ભાઈનો કોઈ પણ શત્રુ નથી.” એ પ્રમાણે બોલતી તેણીએ સર્વ પણ પુત્રનો વાદ જણાવ્યો. પછી “સવારે તારે બંનેની મધ્યમાં મારા પુત્રના વાક્યને સાચું કરવું એ પ્રમાણે પ્રાર્થના કરી. વસુએ કહ્યું હું ક્યાંય પણ ખોટું વચન નહીં બોલું, તેથી હમણાં ફૂટ સાક્ષીમાં અને ગુરુ વચનથી વિપરીત તે કેવી રીતે બોલું? તેણીએ કહ્યું: હે વત્સ ! હમણાં આ વિચારથી સયું. “જીવ રક્ષાનું પુણ્ય તને થાઓ, ખોટુ બોલવામાં લાગતું પાપ મને થાઓ.” એ પ્રમાણે ગાઢ આગ્રહથી વસુરાજાએ તેનું વચન માન્યું.