________________
બીજો પ્રકાશ - દેશવિરતિ
૧૧૭ આમાંથી નરકમાં જનારા બેને કેવી રીતે જાણવા? અથવા જે દયાળુ ન હોય તે નરકમાં જાય. તેથી પહેલાં હું આમના દયાળુપણાને જોઉં. આ પ્રમાણે વિચારીને એણે લોટના ત્રણ કુકડા બનાવ્યા. ત્યાર પછી શિષ્યોને એક-એક કુકડો આપીને “જ્યાં કોઈપણ ન જુએ ત્યાં જ આને મારવા.” એ પ્રમાણે આદેશ કર્યો. ત્યારે વસુ અને પર્વતને અલગ-અલગ એકાંત વનમાં જઈને નિર્દયતાથી પોતપોતાના કુકડાને માર્યો. નારદે તો એકાંતમાં જઈને કુકડાને આગળ મૂકીને આ પ્રમાણે વિચાર્યું ગુરુએ અમારી પાસે આવું દારૂણ કાર્ય કેમ કરાવ્યું? કારણ કે નિરપરાધી જીવોને કોણ બુદ્ધિશાળી આ પ્રમાણે હણે ? અથવા “જ્યાં કોઈપણ ન જુએ ત્યાં આને મારવો’ એ પ્રમાણે બોલતા ગુરુનો અભિપ્રાય જાણ્યો કે આને ન જ મારવો. કારણ કે આ જુએ છે, હું જોઉં છું, જ્ઞાનીઓ જુએ છે. પરંતુ જ્યાં કોઈ પણ ન જુએ તેવું સ્થાન તો કોઈ પણ નથી. તેથી હું એમ માનું છું કે અમારા ગુરુ કૃપાળુ છે. શિષ્યોની પરીક્ષા કરવા માટે આ પ્રમાણે આદેશ કર્યો. આ પ્રમાણે વિચારીને તેણે કુકડાને ન માર્યો. ત્યારપછી એણે પાછા ફરીને ગુરુ પાસે જઈને કુકડાને નહીં મારવાનું કારણ જણાવ્યું. આ ઊર્ધ્વગતિવાળો છે એ પ્રમાણે નિશ્ચય કરીને ખુશ થયેલા ગુરુએ તેની પ્રશંસા કરી. તેટલામાં વસુ અને પર્વતકે આવીને કુકડાને માર્યો એ પ્રમાણે કહ્યું. ગુરુએ- “અરે ! પઠિત મૂર્ખાઓ તમને ધિક્કાર થાઓ.' ઇત્યાદિ દુર્વાક્યોથી તર્જના કરી અને ખેદ પામેલા તેમણે સ્વયં મનમાં વિચાર્યું. મારા જેવા ગુરુને પામીને પણ જો આ અધોગતિમાં જશે તો મારું માહાત્મ ક્યાં રહ્યું ! અથવા જેનું આયુષ્ય ક્ષીણ થઈ ગયું હોય એવા પુરુષને રાજવૈદ્ય પણ શું કરે ? વળી ઊંચા સ્થળ ઉપર વાદળાની વૃષ્ટિની જેમ આ બંને વિશે મારા આ અધ્યાપનનો પ્રયાસ પણ નિષ્ફળ ગયો. આથી નરક દુઃખના કારણ એવા આ ગૃહારંભોથી મારે સર્યું. એ પ્રમાણે વિચારીને વૈરાગ્યથી તે ઉપાધ્યાયે ચારિત્રનો સ્વીકાર કર્યો અને પર્વતકે તેના પદનું પાલન કર્યું, અર્થાત્ પર્વતક ઉપાધ્યાય બન્યો. જેણે શાસ્ત્રનો અભ્યાસ કરી લીધો છે એવો નારદ રુચિ પ્રમાણે બીજી જગ્યાએ ગયો. અભિચંદ્ર રાજાએ પણ યોગ્ય કાળે દીક્ષા લીધી. ત્યારપછી વસુએ પિતાની જેમ પૃથ્વીના ભારને ધારણ કર્યું, અર્થાત્ રાજા થયો.
હવે આ રાજા સઘળી પૃથ્વી ઉપર સત્યવાદી તરીકે પ્રસિદ્ધ થયો. તેના કારણે જ ક્યાંય પણ ખોટું બોલતો નથી. આ બાજુ કોઈપણ ભિલ્લે વિંધ્ય અટવીમાં હરણ તરફ બાણ છોડ્યું. પરંતુ સ્કૂલના પામેલું તે બાણ વચ્ચે પડ્યું. ત્યારે તે ભિલ્લે બાણ સ્કૂલના પામવાના કારણને શોધતાં આગળ આકાશ જેવા સ્ફટિકની શિલાને હાથના સ્પર્શથી જાણીને વિચાર્યું. મેં આ શિલાની પાછળ - ચરતા હરણને જોયો હતો તેથી મારું બાણ સ્કૂલના પામ્યું. ખરેખર ! આ સ્વચ્છ શિલા વસુરાજાને યોગ્ય છે. આ પ્રમાણે વિચારીને ગુપ્ત રીતે આવીને એણે વસુરાજાને શિલા જણાવી. વસુ રાજાએ પણ તેને ધન આપીને તે શિલા ગ્રહણ કરી. ત્યાર પછી રાજાએ શિલ્પીઓની પાસે તેની વેદિકા ઘડાવીને એકાંતમાં તેઓને મારીને તે વેદિકા ઉપર પોતાનું સિંહાસન મૂક્યું. ત્યારે સઘળો ય લોક આ પ્રમાણે કહે છે. અહો ! રાજાનું સિંહાસન સત્યના પ્રભાવથી આકાશમાં રહ્યું છે. આ રાજાને સત્યથી દેવો પણ સેવે છે. એક વખત નારદ પ્રીતિથી પર્વતકના ઘરે આવ્યો. ત્યારે તે બ્રાહ્મણ પોતાની સભામાં ઋવેદનું વ્યાખ્યાન કરતો હતો. ત્યારે ‘કનૈર્યgવ્ય' એ સૂત્રમાં પર્વતકે અજનો